NCERT Solutions for Class 9 Social Science: Chapter 15 જળ પરિવાહ
Access comprehensive textbook solutions for Chapter 15 જળ પરિવાહ using the official curriculum guides for Class 9 Social Science. Designed to align with the 2026-27 GSEB standards, these detailed answers help students reinforce core academic concepts.
Practice Class 9 Social Science Solutions: Chapter 15 જળ પરિવાહ
View or download the dedicated Chapter 15 જળ પરિવાહ solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Social Science.
1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો :
Question 1. તફાવત આપો : હિમાલયની નદીઓ – દ્વીપકલ્પીય નદીઓ અથવા હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓનો તફાવત સ્પષ્ટ કરો.
Answer:
| હિમાલયની નદીઓ | દ્વીપકલ્પીય નદીઓ |
|---|---|
| 1. હિમાલયની નદીઓનાં બેસિન મોટાં હોય છે. | 1. દ્વીપકલ્પીય નદીઓનાં બેસિન નાનાં હોય છે. |
| 2. આ નદીઓનાં ઉદ્ગમસ્થાન ઊંચાં વિસ્તારોમાં હોવાથી તે પર્વતાવસ્થામાં ઝડપથી વહે છે. તેમણે પર્વતમાં પુષ્કળ ઘસારો કરીને ઊંડી ખીણો અને કોતરો સર્જ્યા છે. તે ઊંડી ખીણોમાંથી પ્રવાહિત થાય છે. | 2. આ નદીઓનાં ઉદ્ગમસ્થાન પ્રમાણમાં નીચાં વિસ્તારોમાં હોવાથી તેમનો પ્રવાહ ઓછો હોય છે. તેના દ્વારા થતો ઘસારો પણ ઓછો રહે છે. આથી તે છીછરી ખીણોમાંથી પ્રવાહિત થાય છે. |
| 3. આ નદીઓ બારમાસી હોય છે. તેમાં ચોમાસામાં વરસાદથી અને ઉનાળામાં હિમાલયનાં શિખરોનો બરફ પીગળવાથી પાણી મળતું રહે છે. | 3. આમાંની મોટા ભાગની નદીઓ હંગામી (મોસમી) હોય છે. તેમાં માત્ર વરસાદનું જ પાણી આવે છે. તેથી મોટી નદીઓમાં પણ ઉનાળામાં પાણી ઘણું ઘટી જાય છે. |
| 4. તે પર્વતોમાં તીવ્ર ઘસારો કરીને રેતી અને કાંપ મેદાનોમાં ખેંચી લાવે છે, જ્યાં નિક્ષેપણની પ્રવૃત્તિથી પૂરનાં મેદાનો, તટબંધ વગેરેનું નિર્માણ થાય છે. આ પ્રક્રિયાનું પ્રમાણ ઓછું હોય છે. | 4. તે ઓછો ઘસારો કરતી હોવાથી તેના પાણીમાં રેતી અને કાંપનું જમાવટ ખૂબ ઓછું થાય છે. |
| 5. મેદાનપ્રદેશમાં તેના તળમાં થતા નિક્ષેપણથી પ્રવાહમાં ઘણું વિસર્પણ જોવા મળે છે. | 5. નક્કર પ્રવાહમાં તળ બનાવતી નથી. પાણી ઓછું હોવાથી પ્રવાહમાં વિસર્પણ થતું નથી. |
Exam Tip: જ્યારે તફાવત પૂછવામાં આવે, ત્યારે હંમેશા બંને મુદ્દાઓને સમાન ક્રમમાં અને વિરોધાભાસી ગુણધર્મો સાથે રજૂ કરો. દરેક મુદ્દાને સ્પષ્ટ અને સંક્ષિપ્ત રાખો.
Question 2. સમજાવો જળપરિવાહ
Answer: જળપરિવાહની રચનાથી સ્પષ્ટ થાય છે કે શરૂઆતમાં પર્વત કે ડુંગરમાળામાંથી એક નદી નીકળે છે. તે પછી તેના પ્રવાહમાર્ગમાં તેને નાની-મોટી નદીઓ જુદી જુદી દિશાએથી આવીને મળે છે. આ નદીઓને મુખ્ય નદીની શાખા-નદીઓ કહેવાય છે. અંતે આ નદીઓનું પાણી સમુદ્ર, મહાસાગર કે રણપ્રદેશને મળે છે. આ રીતે એક નદીતંત્ર દ્વારા નદીનો પ્રવાહ જે ક્ષેત્ર-વિસ્તારમાંથી પ્રસાર થાય છે, તેને 'નદીનું બેસિન ક્ષેત્ર' કહે છે. આમ, એક મોટી નદી અને તેની શાખા-પ્રશાખા નદીઓનું ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલું સામૂહિક તંત્ર "જળપરિવાહ પ્રણાલી" કહેવાય છે. જળપરિવાહમાં મુખ્ય નદી અને તેની શાખા-નદીઓની ગોઠવણી વિવિધ પ્રકારની હોય છે.
In simple words: જળપરિવાહ એટલે એક મુખ્ય નદી અને તેની સાથે જોડાયેલી બધી નાની નદીઓનું તંત્ર. આ નદીઓ એકસાથે પાણી એકઠું કરીને સમુદ્ર તરફ લઈ જાય છે.
Exam Tip: જળપરિવાહ પ્રણાલીની સમજૂતી આપતી વખતે, નદીઓ ક્યાંથી ઉદ્ભવે છે, કેવી રીતે ભેગી થાય છે અને ક્યાં સમાપ્ત થાય છે તે દર્શાવવું અનિવાર્ય છે.
જળ-વિભાજક
જે કોઈ પર્વતધાર કે ઉચ્ચભૂમિ દ્વારા બે પડોશી જળપરિવાહ અલગ થાય છે, તે પર્વતધાર કે ઉચ્ચભૂમિને “જળવિભાજક’ કહેવામાં આવે છે.
Question 3. સરોવરોની ઉપયોગિતા જણાવો.
Answer: સરોવરોની ઉપયોગિતા નીચે મુજબ છે:
- ભારતનાં કેટલાંક સરોવરો નદીઓનાં ઉદ્ભવસ્થાન છે; જેમ કે, અમરકંટક સરોવરમાંથી નર્મદા નદી નીકળે છે.
- દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં આવેલાં સરોવરોમાં વધુ પાણી એકઠું કરીને તેનો ઉપયોગ સિંચાઈમાં, પીવામાં, ઘર-વપરાશમાં તેમજ મત્સ્ય ઉદ્યોગ માટે કરી શકાય છે.
- સરોવરોનાં પાણી દુષ્કાળના સમયે ખૂબ ઉપયોગી બને છે.
- નદીઓ પર મોટા બંધો બાંધી બનાવેલાં સરોવરોનું પાણી સિંચાઈ, જળવિદ્યુતનું ઉત્પાદન તથા મત્સ્ય ઉદ્યોગ માટે ખૂબ મહત્વનું છે.
- ઘણાં સરોવરો કુદરતી સૌંદર્યમાં વધારો કરતાં હોય છે. તેથી આવા સરોવરોને સહેલગાહ કે પ્રવાસન સ્થળો તરીકે વિકસાવી શકાય છે.
In simple words: સરોવરો નદીઓનું ઉદ્ભવસ્થાન બની શકે છે, પાણીનો સંગ્રહ કરીને સિંચાઈ, પીવા અને માછલી ઉછેર માટે ઉપયોગી થાય છે, તથા પર્યટન સ્થળ તરીકે પણ મહત્વ ધરાવે છે.
Exam Tip: સરોવરોની ઉપયોગિતા દર્શાવતી વખતે, તેના પર્યાવરણીય, આર્થિક અને સામાજિક ફાયદાઓને અલગ-અલગ મુદ્દાઓમાં વર્ણવો જેથી વધુ સ્પષ્ટતા આવે.
Question 4. જળ-પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો.
Answer: જળ-પ્રદૂષણ અટકાવવાના ઉપાયો નીચે મુજબ છે:
- જળ-પ્રદૂષણ રોકવા માટે બનાવેલા નિયમોનું કડકપણે પાલન કરાવવું.
- રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના (NRCP) દ્વારા જળ શુદ્ધિ માટે બનાવેલા નિયમોનું પાલન કરવું અને ઔદ્યોગિક એકમો પોતાનો કચરો નદીઓમાં ન ઠાલવે, તે માટેના કડક કાયદા બનાવવા.
- ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતાં પહેલાં તેની પર જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે, જેથી રાસાયણિક જળમાં રહેલાં હાનિકારક તત્ત્વો નાબૂદ થાય.
- દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નદીઓમાં નિકાલ કરી શકાય તેવા સરકારી કાયદા બનાવવા અને તેનો ચુસ્તપણે અમલ કરાવવો.
- બધા નાગરિકોએ નદીનું પાણી સ્વચ્છ રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી.
Exam Tip: જળ-પ્રદૂષણ અટકાવવાના ઉપાયો લખતી વખતે, સરકાર, ઉદ્યોગો અને સામાન્ય જનતા એમ ત્રણેય સ્તરે થતી કાર્યવાહીનો ઉલ્લેખ કરો.
Question 5. 'ગોદાવરીને દક્ષિણની ગંગા' કહે છે.' કારણ આપો.
Answer: ગંગા નદીની જેમ ગોદાવરી નદીનો પ્રવાહમાર્ગ લાંબો છે અને તેનું બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે. તેથી તેને 'દક્ષિણની ગંગા' કહે છે.
In simple words: ગોદાવરી નદી લાંબો રસ્તો કાપે છે અને મોટા વિસ્તારને પાણી પૂરું પાડે છે, તેથી તેને દક્ષિણ ભારતની ગંગા કહેવાય છે.
Exam Tip: આ પ્રકારના પ્રશ્નોમાં, બે વસ્તુઓ વચ્ચેની સમાનતા (અહીં: લંબાઈ અને બેસિન ક્ષેત્ર) સ્પષ્ટપણે દર્શાવો.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
Question 1. ગંગા નદી પ્રણાલી વિશે સમજાવો. અથવા ગંગા નદીતંત્ર વિશે નોંધ લખો.
Answer:
- હિમાલયના ગંગોત્રીમાંથી નીકળતી અલકનંદા અને ભાગીરથી નદીઓનો સંગમ દેવપ્રયાગ પાસે થાય છે. ત્યાંથી તેમનો સંયુક્ત પ્રવાહ 'ગંગા' નામે ઓળખાય છે. તે હરદ્વાર પાસે મેદાનમાં પ્રવેશ કરે છે.
- મેદાનપ્રદેશમાં ઘણી નાની-મોટી નદીઓ ઉત્તર દિશામાંથી આવીને ગંગાને મળે છે. તેમાં નેપાળથી આવતી ઘાઘરા, ગંડક અને કોસી મુખ્ય છે.
- હિમાલયના યમનોત્રીમાંથી યમુના નદી નીકળે છે. ગંગાના જમણા કિનારે પ્રયાગ (અલાહાબાદ) પાસે ગંગા અને યમુનાનો તથા પટના પાસે ગંગા અને શોણ(સોન)નો સંગમ થાય છે.
- પશ્ચિમ બંગાળમાં ફરાક્કા પાસે ગંગા બે શાખાઓમાં વિભક્ત થઈ જાય છે. તેનો મુખ્ય ફાંટો દક્ષિણ-પૂર્વ દિશામાં આગળ વધી 'પદ્મા'ના નામથી બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે. દક્ષિણ તરફનો બીજો ફાંટો "ભાગીરથી-હુગલી" નામે પશ્ચિમ બંગાળમાં વહીને બંગાળાની ખાડીને મળે છે.
- પછી બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રના પ્રવાહની સાથે ભળી જાય છે, જેને અહીં 'જમુના' કહે છે. ત્યાંથી બંગાળની ખાડી સુધીનો તેનો સંયુક્ત પ્રવાહ 'મેઘના' નામે જાણીતો છે.
- ગંગાની લંબાઈ 2500 કિમીથી વધારે છે. ભારતમાં તેનો બેસિન વિસ્તાર સૌથી મોટો છે. ઉત્તર ભારતનું મોટા ભાગનું પાણી ગંગાતંત્રમાં વહી બંગાળની ખાડીમાં જાય છે.
- ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો મુખત્રિકોણપ્રદેશ ખૂબ જ ફળદ્રુપ છે. તે "સુંદરવન"ના નામે ઓળખાય છે.
Exam Tip: ગંગા નદી પ્રણાલીનું વર્ણન કરતી વખતે, તેની મુખ્ય ઉપનદીઓ, સંગમ સ્થાનો અને અંતિમ મુખ પ્રદેશનો ઉલ્લેખ કરો. ભૂગોળના પ્રશ્નોમાં નકશાનો સંદર્ભ આપવાથી ઉત્તર વધુ પ્રભાવી બને છે.
Question 2. નર્મદા બેસિન વિશે જણાવો. અથવા નર્મદા બેસિન વિશે ટૂંકમાં માહિતી આપો.
Answer:
- નર્મદા નદી અમરકંટક પાસેથી નીકળી મધ્ય પ્રદેશમાં એક ફાટખીણમાં વહીને ઉદ્ગમથી લગભગ 1312 કિમી દૂર આવેલા અરબ સાગરને મળે છે. તેના પહોળા મુખમાં લાંબા અંતર સુધી દરિયાનું પાણી પ્રવેશે છે.
- નર્મદાનું બેસિન મધ્ય પ્રદેશ અને ગુજરાત પૂરતું સીમિત છે.
- નર્મદા નદી મધ્ય પ્રદેશમાં જબલપુર પાસે આવેલા ભેડાઘાટના સંગેમરમર(આરસ)ના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. અહીં નર્મદાનો ઢોળાવ ખૂબ તીવ્ર હોવાથી ધુંઆધાર નામના ધોધની રચના થઈ છે.
- નર્મદાની ઘણી શાખા-નદીઓ છે, જેમાંની કોઈ પણ 200 કિમીથી વધુ લાંબી નથી. મોટા ભાગની નદીઓ નર્મદાને કાટખૂણે મળે છે.
- નર્મદા અને તેની શાખા-પ્રશાખાઓ મધ્ય પ્રદેશમાં – આયતાકાર જળપરિવાહ પ્રણાલી બનાવે છે.
Exam Tip: નર્મદા બેસિનનું વર્ણન કરતી વખતે, નદીનું ઉદ્ગમસ્થાન, મુખ, પ્રવાહ વિસ્તાર અને તેની મુખ્ય ભૌગોલિક વિશેષતાઓ (જેમ કે ધોધ) પર ભાર મૂકો.
Question 3. કૃષ્ણા બેસિન અને કાવેરી બેસિન વિશે વિસ્તૃત માહિતી આપો.
Answer:
કૃષ્ણા બેસિન:
- કૃષ્ણા નદી પશ્ચિમઘાટમાં મહાબળેશ્વર પાસેથી નીકળી મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં થઈને બંગાળાની ખાડીને મળે છે.
- તેની લંબાઈ આશરે 1400 કિમી છે.
- કોયના, ઘાટપ્રભા, ભીમા, તુંગભદ્રા, મુસી વગેરે તેની શાખા-નદીઓ છે.
- તેનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ફેલાયેલું છે.
કાવેરી બેસિન:
- કાવેરી નદી કર્ણાટકમાં પશ્ચિમઘાટની બ્રહ્મગિરિ શ્રેણીમાંથી નીકળી છે અને તમિલનાડુના કુડલૂરની દક્ષિણે જૂના કાવેરીપર્નમની પાસે બંગાળાની ખાડીને મળે છે.
- તેની લંબાઈ આશરે 700 કિમી છે.
- અમરાવતી, ભવાની, હેમાવતી, કાલિની વગેરે તેની શાખા-નદીઓ છે.
- તેનું બેસિન ક્ષેત્ર કેરલ, કર્ણાટક અને તમિલનાડુમાં ફેલાયેલું છે.
Exam Tip: બેસિન વિશે માહિતી આપતી વખતે, નદીનું ઉદ્ભવસ્થાન, લંબાઈ, મુખ્ય ઉપનદીઓ અને બેસિનનો ભૌગોલિક વિસ્તાર જેવા મુદ્દાઓનો સમાવેશ કરો.
3. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો :
Question 1. નદીઓના વિસર્ષણને કારણે કેવાં સરોવરો રચાય છે?
(a) લગૂન
(b) ધોડાની નાળ જેવાં
(c) લંબગોળ
(d) ચોરસ
Answer: (b) ધોડાની નાળ જેવાં
In simple words: જ્યારે નદી વળાંકવાળા માર્ગે વહે છે અને પોતાનો માર્ગ બદલે છે, ત્યારે જૂના વળાંકોમાંથી ઘોડાની નાળ જેવા આકારના સરોવરો બની જાય છે.
Exam Tip: નદીઓ દ્વારા રચાતા વિવિધ ભૂમિ સ્વરૂપો અને તેમના કારણોને યાદ રાખો, ખાસ કરીને વિસર્પણથી બનતા સરોવરો.
Question 2. કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે તેને શું કહેવાય?
(a) જળરચના
(b) જલવિભાજક
(c) નદી પ્રણાલી
(d) બેસિન
Answer: (b) જલવિભાજક
In simple words: જ્યારે ઊંચો પહાડ કે જમીનનો ઊંચો ભાગ બે અલગ-અલગ નદીઓના પાણીના પ્રવાહને જુદો પાડે છે, ત્યારે તેને 'જલવિભાજક' કહેવામાં આવે છે.
Exam Tip: ભૌગોલિક શબ્દોની વ્યાખ્યાઓ અને તેમના કાર્યોને સ્પષ્ટપણે સમજો, ખાસ કરીને નદીઓ અને ભૂમિ સ્વરૂપો સાથે સંબંધિત.
Question 3. નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નથી?
(a) ગોદાવરી
(b) કૃષ્ણા
(c) કોસી
(d) કાવેરી
Answer: (c) કોસી
In simple words: ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી દ્વીપકલ્પીય નદીઓ છે, જ્યારે કોસી હિમાલયમાંથી નીકળતી નદી છે, તેથી તે દ્વીપકલ્પીય નથી.
Exam Tip: ભારતના મુખ્ય નદીતંત્રો (હિમાલયની અને દ્વીપકલ્પીય) અને તેમાં સમાવિષ્ટ નદીઓના નામ યાદ રાખો.
Question 4. નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે?
(a) ઢેબર
(b) સાંભર
(c) વુલર
(d) નળ
Answer: (b) સાંભર
In simple words: સાંભર સરોવર એ ખારા પાણીનું સરોવર છે, જેના પાણીમાંથી મીઠું બનાવવામાં આવે છે.
Exam Tip: ભારતના મહત્વના સરોવરો અને તેમની વિશેષતાઓ (જેમ કે ખારા પાણીનું સરોવર, તાજા પાણીનું સરોવર, મીઠા ઉત્પાદન) ને યાદ રાખો.
Question 5. ગંગાને મળતી મુખ્ય નદીઓ કઈ કઈ છે?
(a) યમુના, ઘાઘરા, ગંડક અને કોસી
(b) યમુના, ચંબલ, ઘાઘરા અને કોસી
(c) યમુના, ઘાઘરા, શરાવતી અને કોસી
(d) નર્મદા, ઘાઘરા, ગંડક અને કોસી
Answer: (a) યમુના, ઘાઘરા, ગંડક અને કોસી
In simple words: ગંગા નદીને યમુના, ઘાઘરા, ગંડક અને કોસી જેવી ઘણી મોટી નદીઓ મળે છે.
Exam Tip: મુખ્ય નદીઓ અને તેમની ઉપનદીઓ વચ્ચેના સંબંધોને યાદ રાખો, કારણ કે તે ઘણીવાર ભૂગોળના પ્રશ્નોમાં પૂછાય છે.
Free study material for Social Science
Step-by-Step Textbook Answers: Class 9 Social Science Chapter 15 જળ પરિવાહ
Official GSEB Solutions for Chapter 15 જળ પરિવાહ
Explore reliable textbook solutions for Chapter 15 જળ પરિવાહ tailored for Class 9 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Social Science.
Step-by-Step Explanations for Chapter 15 જળ પરિવાહ
Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 15 જળ પરિવાહ concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.
Next Steps in Your Social Science Revision
Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 9 Social Science.
FAQs
The complete and updated GSEB Class 9 Social Science Solutions Chapter 15 જળ-પરિવાહ is available for free on StudiesToday.com. These solutions for Class 9 Social Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 9 Social Science Solutions Chapter 15 જળ-પરિવાહ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 9 Social Science Solutions Chapter 15 જળ-પરિવાહ will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 9 Social Science. You can access GSEB Class 9 Social Science Solutions Chapter 15 જળ-પરિવાહ in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 9 Social Science Solutions Chapter 15 જળ-પરિવાહ in printable PDF format for offline study on any device.