Step-by-Step Textbook Solutions for Class 9 Gujarati કહેવત
Explore reliable textbook solutions for કહેવત tailored for Class 9 learners. Utilizing these Gujarati answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.
Download કહેવત Textbook Solutions PDF
View or download the dedicated કહેવત solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Gujarati.
કહેવતોનું મહત્ત્વઃ
- કહેવતો પૂરેપૂરો અર્થ વ્યક્ત કરતી સ્વતંત્ર વાક્યો છે.
- કહેવતોમાં સુંદર બોધ સમાયેલો હોય છે.
- કહેવતો ભાષાને પ્રાણવાન બનાવે છે.
- કહેવતોનો પ્રયોગ કથન કે વિધાનને અસરકારક બનાવવા માટે ? ? થાય છે.
નીચે કેટલીક ગુજરાતી - અંગ્રેજી કહેવતો આપી છે, તેમનો અભ્યાસ કરોઃ
(1) સોબત તેવી અસર
A man is known by the company he keeps.
(2) સો દહાડા સાસુના, તો એક દહાડો વહુનો
Every dog has his day.
(3) સૌ સારું જેનો અંત સારો
All is well that ends well.
(4) વાવે તેવું લણે
As you sow, so shall you reap.
(5) રાંડ્યા પછીનું ડહાપણ
To lock the stable, when the steed is stolen.
(6) માણસ ધારે છે કાંઈ અને ઈશ્વર કરે છે કાંઈ
Man proposes, God disposes.
(7) મન હોય તો માળવે જવાય
Where there is will, there is a way.
(8) પૂછતો નર પંડિત થાય
He that nothing questions, nothing learns.
(9) પારકી આશ સદા નિરાશ
Self - help is the best help.
(10) નાચવું નહિ તેને આંગણું વાંકું
A bad workman quarrels with his tools.
(11) ધીરજનાં ફળ મીઠાં
Patience pays.
(12) તેજીને ટકોરો ને ગધેડાને ડફણાં :
A word to wise is enough.
(13) ટીપે ટીપે સરોવર ભરાય
Little strokes fell great oaks.
(14) જેવો દેશ તેવો વેશ
Do in Roam, as the Romans do.
(15) જેવા સાથે તેવા
Tit for tat.
(16) જીવતો નર ભદ્રા પામે
While there is life, there is hope.
(17) ભસતાં કૂતરાં કરડે નહીં
Barking dogs seldom bite.
(18) ખોદ્યો ડુંગર અને કલ્યો ઉંદર
Much ado about nothing.
(19) ઊજળું એટલું દૂધ નહીં
All that glitters is not gold.
(20) અધૂરો ઘડો છલકાય ઘણો
Empty vessel makes most noise.
સરખા અર્થ ધરાવતી કહેવતોઃ
- ગાજ્યા મેહ વરસે નહીં - ભસતાં કૂતરાં કરડે નહીં
- ચળકે એટલું સોનું નહીં – ઊજળું એટલું દૂધ નહીં
- ધીરજનાં ફળ મીઠાં – ઉતાવળે આંબા ન પાકે
- અધૂરો ઘડો છલકાય ઘણો – ખાલી ચણો વાગે ઘણો
- કુમળું ઝાડ વાળીએ તેમ વળે – પાકે ઘડે કાંઠા ન ચડે
- તરત દાન તે મહાપુણ્ય – ધરમના કામમાં ઢીલ નહીં
- ધોબીનો કૂતરો, ન ઘરનો ન ઘાટનો – બે ઘરનો પરોણો ભૂખે મરે
- વસુ વિના નર પશુ – નાણાં વિનાનો નાથિયો, નાણે નાથાલાલ
- હૈયું બાળવું તે કરતાં હાથ બાળવા – આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાયા
- ઝાઝા હાથ રળિયામણા – ઝાઝી કીડીઓ સાપને તાણે
વિરોધી પરિસ્થિતિનો અર્થ આપતી કેટલીક કહેવતો:
- બોલે તેના બોર વેચાય – ન બોલ્યામાં નવ ગુણ
- અક્કરમીનો પડિયો કાણો – ભાગ્યશાળીને ભૂત રળે
- આપ ભલા તો જગ ભલા – દયા ડાકણને ખાય
- ચેતતા નર સદા સુખી – બહુ ડાહ્યા બહુ ખરડાય
- ઝાઝા હાથ રળિયામણા – ઝાઝી દાયણે વેતર વંઠે
- તરત દાન ને મહાપુણ્ય – ધીરજનાં ફળ મીઠાં સારા
કહેવત સ્વાધ્યાય
પ્રશ્ન. નીચેની કહેવતોનો અર્થ સમજાવોઃ
Question 1. અધૂરો ઘડો છલકાય ઘણો
Answer: અજ્ઞાની માણસ જ્ઞાની હોવાનો દેખાવ કરે છે.
In simple words: જે વ્યક્તિ પાસે ઓછું જ્ઞાન હોય, તે વધુ બતાવાનો પ્રયાસ કરે છે.
Exam Tip: જ્યારે કોઈ કહેવતનો અર્થ પૂછવામાં આવે, ત્યારે તેનું શાબ્દિક અને ગૂઢ અર્થ બંને સ્પષ્ટ કરો.
Question 2. પારકી આશ સદા નિરાશ
Answer: બીજાની મદદની રાહ જોવાથી કામ પૂરું થતું નથી; નિરાશા મળે છે.
In simple words: જો આપણે હંમેશાં બીજા પર આધાર રાખીએ, તો અંતે આપણને નિરાશા જ મળે છે.
Exam Tip: આત્મનિર્ભરતાના મહત્વને દર્શાવતી કહેવતોનો અર્થ લખતી વખતે, તેનો વ્યવહારિક ઉપયોગ પણ જણાવો.
Question 3. કૂમળું ઝાડ વાળીએ તેમ વળે
Answer: નાની વયથી શીખવેલા સારા ગુણ મજબૂત બને છે.
In simple words: બાળપણમાં જે સંસ્કાર આપવામાં આવે છે, તે જીવનભર ટકી રહે છે.
Exam Tip: આ કહેવત બાળપણના શિક્ષણ અને સંસ્કારના મહત્વ પર ભાર મૂકે છે, તેથી જવાબમાં આ પાસાંને સ્પષ્ટ કરો.
Question 4. ઝાઝા હાથ રળિયામણા
Answer: જો ઘણા લોકો સાથે કામ કરે, તો તે કાર્ય સરસ રીતે પૂરું થાય છે.
In simple words: જ્યારે ઘણા લોકો ભેગા મળીને કામ કરે છે, ત્યારે કામ સરળતાથી અને વધુ સારી રીતે થાય છે.
Exam Tip: સહકાર અને એકતાનું મહત્વ દર્શાવતી કહેવતોમાં, સમૂહ કાર્યના ફાયદાઓ પર ભાર મૂકવો.
Question 5. ચળકે એટલું સોનું નહીં
Answer: ફક્ત બહારના દેખાવથી વ્યક્તિને જાણી શકાય નહીં.
In simple words: દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી, એટલે કે બાહ્ય દેખાવ પરથી કોઈનો નિર્ણય ન લેવો જોઈએ.
Exam Tip: આ કહેવતનો અર્થ સમજાવતી વખતે, દેખાવ અને વાસ્તવિકતા વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરો.
Question 6. ધીરજનાં ફળ મીઠાં
Answer: કોઈપણ કામમાં સબર રાખવાથી સારા પરિણામ મળે છે.
In simple words: ધૈર્ય રાખવાથી હંમેશાં સારા અને સંતોષકારક પરિણામ પ્રાપ્ત થાય છે.
Exam Tip: આ કહેવતમાં ધીરજ અને તેના ફાયદાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે, તેથી જવાબમાં સકારાત્મક પરિણામોનો ઉલ્લેખ કરો.
Question 7. વાવે તેવું લણે
Answer: જેવાં કામ કરીએ તેવાં જ પરિણામ પ્રાપ્ત થાય છે.
In simple words: આપણે જે પ્રકારના કાર્યો કરીએ છીએ, તેનું ફળ પણ તેવું જ મળે છે.
Exam Tip: આ કહેવત કર્મ અને ફળના સંબંધને દર્શાવે છે. સારા કર્મોના સારા ફળ અને ખરાબ કર્મોના ખરાબ ફળનો ઉલ્લેખ કરો.
Question 8. મન હોય તો માળવે જવાય
Answer: જો મજબૂત નિર્ધાર હોય તો તે પૂરું કરી શકાય છે.
In simple words: જો વ્યક્તિમાં મજબૂત ઈચ્છાશક્તિ હોય, તો કોઈ પણ મુશ્કેલ કાર્ય પણ પૂર્ણ કરી શકાય છે.
Exam Tip: મનોબળ અને દ્રઢ નિશ્ચયના મહત્વ પર ભાર મૂકતી કહેવતોમાં, ઈચ્છાશક્તિથી કાર્યસિદ્ધિ થાય છે તે સમજાવો.
Question 9. ભસતાં કૂતરાં કરડે નહીં
Answer: જે વધુ બોલે છે તે કશું કરી શકતા નથી.
In simple words: જે લોકો ખાલી મોટી મોટી વાતો કરે છે, તેઓ ખરેખર કંઈ નુકસાન પહોંચાડી શકતા નથી.
Exam Tip: આ કહેવત ધમકીઓ અને વાસ્તવિકતા વચ્ચેના તફાવતને સમજાવે છે. ફક્ત બોલવાવાળા લોકોથી ડરવાની જરૂર નથી.
Question 10. ટીપે ટીપે સરોવર ભરાય
Answer: દરરોજ થોડો થોડો સંગ્રહ કરવાથી મોટી રકમ ભેગી થાય છે.
In simple words: થોડા થોડા પ્રયત્નો કરવાથી અથવા થોડું થોડું બચાવવાથી સમય જતાં મોટું પરિણામ મળી શકે છે.
Exam Tip: આ કહેવત મહેનત અને બચતના મહત્વ પર પ્રકાશ પાડે છે. નાના પ્રયાસોના લાંબા ગાળાના ફાયદાઓ સમજાવો.
Free study material for Gujarati
GSEB Solutions for Class 9 Gujarati કહેવત
Official GSEB Solutions for કહેવત
Access structured GSEB textbook solutions for કહેવત. Designed in alignment with the latest academic curriculum for Class 9 Gujarati, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.
Step-by-Step Explanations for કહેવત
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 9 Gujarati module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.
Next Steps in Your Gujarati Revision
Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 9 Gujarati.
FAQs
The complete and updated GSEB Class 9 Gujarati Vyakaran કહેવત Solutions is available for free on StudiesToday.com. These solutions for Class 9 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 9 Gujarati Vyakaran કહેવત Solutions as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 9 Gujarati Vyakaran કહેવત Solutions will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 9 Gujarati. You can access GSEB Class 9 Gujarati Vyakaran કહેવત Solutions in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 9 Gujarati Vyakaran કહેવત Solutions in printable PDF format for offline study on any device.