GSEB Class 9 Gujarati Lekhan Kaushalya વાર્તાલેખન Solutions

Step-by-Step Textbook Solutions for Class 9 Gujarati વાર્તાલેખન

Access comprehensive textbook solutions for વાર્તાલેખન using the official curriculum guides for Class 9 Gujarati. Designed to align with the 2026-27 GSEB standards, these detailed answers help students reinforce core academic concepts.

Download વાર્તાલેખન Textbook Solutions PDF

View or download the dedicated વાર્તાલેખન solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Gujarati.

વાર્તા લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતોઃ

  • આપેલા મુદ્દાઓ પરથી વાર્તાને બરાબર સમજી લો.
  • મુદ્દાઓ કે રૂપરેખાનો તમારી કલ્પનાથી વિસ્તાર કરો. શક્ય હોય ત્યાં પાત્ર, પ્રસંગ, સ્થળ કે સમયનું વર્ણન કરો.
  • વાર્તાની ભાષા સરળ અને પ્રવાહી હોવી જોઈએ.
  • જ્યાં શક્ય હોય ત્યાં સંવાદો ઉમેરો. સંવાદો ટૂંકા અને સ્વાભાવિક હોવા જોઈએ.
  • વાર્તા બિનજરૂરી લાંબી ન થાય તેનો ખ્યાલ રાખો.
  • વાર્તા મોટે ભાગે ભૂતકાળમાં જ લખો.
  • વાર્તાના મુખ્ય પાત્ર, પ્રસંગ કે ઉદ્દેશ પરથી તેને યોગ્ય શીર્ષક આપો.
  • વાર્તામાં કોઈ બોધ રહેલો હોય તો તે વાર્તાને અંતે જણાવો.
  • લેખનમાં જોડણી અને વિરામચિહ્નો ખ્યાલ રાખો.

 

Question. નીચેના મુદ્દાઓ પરથી વાર્તાઓ લખો અને દરેક વાર્તાને યોગ્ય શીર્ષક આપોઃ
प्रश्न 1. મુદ્દા:બે સ્ત્રીઓ-બંને વચ્ચે એક બાળક માટે ઝઘડો -એક કહે, “બાળક મારું છે.” –બીજી કહે, “બાળક મારું છે.” –બંનેનું ન્યાયાધીશ પાસે જવું-ન્યાયાધીશે બાળકના બે ટુકડા કરી વહેચી લેવા કહેવું –બીજી સ્ત્રી બાળકના બે ટુકડા કરવા સંમત –પહેલી સ્ત્રીની અસંમતિ – તે બાળક બીજી સ્ત્રીને સોંપી દેવા તૈયાર – ન્યાયાધીશે પહેલી સ્ત્રીને બાળક સોપવું-બોધ.
Answer:

માતૃહૃદય

એક મહિલા તેના બાળક સાથે શહેર બહાર જતી હતી. તે બસ સ્ટેશન પર આવી. તે બસની રાહ જોતી બસ સ્ટેશનની બેન્ચ પર બેઠી. તેના ખોળામાં તેનું બાળક રમી રહ્યું હતું. તે સમયે, બીજી એક સ્ત્રી ત્યાં આવી. તે પહેલી મહિલા પાસે બેન્ચ પર બેઠી. બાળક તેને જોઈને હસવા લાગ્યું. સુંદર બાળક તેને ગમી ગયું. તે તેને લઈ રમાડવા લાગી.

તેટલામાં એક બસ આવી. બાળકની માતાએ બાળકને લેવા માટે હાથ લંબાવ્યો, પણ બીજી સ્ત્રીએ બાળક આપ્યું નહિ.

પહેલી મહિલાએ કહ્યું, “બહેન, મારી બસ આવી ગઈ છે. મારે જવું છે. મોડું થઈ રહ્યું છે. મને મારું બાળક આપી દો."

"તું કોની વાત કરી રહી છે? શું આ બાળક તારું છે? તું તેની માતા ક્યાંથી બની ગઈ?" બીજી મહિલા બોલી.

બાળકની માતા આ સાંભળીને ગભરાઈ ગઈ. તે રડવા લાગી.

બંને મહિલાઓ બાળક માટે ઝઘડવા લાગી. આ વાત ન્યાયાધીશ સુધી પહોંચી ગઈ.

કોઈ સજ્જન વ્યક્તિએ તેમને ન્યાયાધીશ પાસે જવા કહ્યું.

બંને મહિલાઓ ન્યાયાધીશ પાસે ગઈ. ન્યાયાધીશે બંનેની વાત ધ્યાનપૂર્વક સાંભળી. પછી બંને મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ બંનેમાંથી કોઈ પણ મહિલા બાળકને છોડવા તૈયાર ન હતી.

આથી ન્યાયાધીશે વિચાર કરીને કહ્યું, "આ બાળકના બે ટુકડા કરો અને બંને એક-એક ટુકડો લઈ લો!”

આ સાંભળતાં જ બીજી મહિલા ખુશ થઈ ગઈ, પરંતુ પહેલી મહિલા ખૂબ રડી પડી. તેણે ન્યાયાધીશને હાથ જોડીને કહ્યું, “સાહેબ, બાળકના બે ટુકડા ન કરો. ભલે તે મહિલા બાળકને લઈ જાય. મારું બાળક મારી પાસે નહિ રહે, પણ જીવતું તો રહેશે ને!"

ન્યાયાધીશ માતૃહૃદય પારખી ગયા. તેમણે પહેલી મહિલાને તેનું બાળક સોંપ્યું અને બીજી મહિલાને સજા કરી.

મા તે મા, બીજા બધા વગડાના વા.

Exam Tip: For story writing, always create a clear plot based on the given points, include dialogues where appropriate, and conclude with a moral or lesson.

 

प्रश्न 2. મુદ્દા એક રાજા – એશઆરામવાળી જિંદગી – ઊંઘ ન ? આવવી – ચિંતા થવી – અનેક પ્રકારની દવા કરાવવી – અનેક વૈદોને બોલાવવા-નિષ્ફળતા – એક વૈદની યુક્તિ-જાદુઈ ગેડીદડો અને દવાની ભૂકી રાજાને આપવાં –ગેડીદડાની રમતથી રોગ દૂર થવો – વૈદને ઈનામ – બોધ.
Answer:

શ્રમનું મહત્ત્વ

એક રાજા હતો. તેને એક બુદ્ધિશાળી અને શાણો પ્રધાનમંત્રી હતો. તે રાજ્યનો વહીવટ કુશળતાથી ચલાવતો. આથી રાજા નિશ્ચિત હતો. તેને રાજ્યમાં કોઈ કામકાજ કરવાનું રહેતું નહોતું. તે આરામદાયક જીવન જીવવા લાગ્યો.

કામ કરીએ તો ખાધેલું પચે, થાક લાગે અને ઊંઘ આવે. રાજાનું જીવન એશઆરામવાળું હોવાથી તેને ઊંઘ નહોતી આવતી. તે આખી રાત પલંગમાં આળોટ્યા કરતો અને કંટાળતો.

રાજાને ચિંતા થવા લાગી. ઊંઘની દવા માટે તેણે ઘણા વૈદોને બોલાવ્યા. પરંતુ તેમાંથી એક પણ વૈદની દવા તેને લાગુ ન પડી.

એક દિવસ વિદેશથી એક વૈદ આવ્યા. વૈદે રાજાની વાત ધ્યાનપૂર્વક સાંભળી. રાજાની એશઆરામવાળી જિંદગી વિશે પણ જાણ્યું. તેને તરત જ ઉપાય મળી ગયો.

વૈદે રાજાને એક જાદુઈ ગેડી-દડો અને દવાની ભૂકી આપી. તેણે રાજાને દરરોજ સવારે અને સાંજે એક-એક કલાક જાદુઈ ગેડી-દડો રમવાની સલાહ આપી.

રાજા સવાર-સાંજ જાદુઈ ગેડી-દડાની રમત રમવા લાગ્યો અને દવાની ભૂકી લેવા લાગ્યો.

એક અઠવાડિયામાં જ તેની ઊંઘ ન આવવાની ફરિયાદ જતી રહી. રાજાએ વૈદને બોલાવ્યો અને તેને ઇનામ આપ્યું.

વૈદે રાજાને કહ્યું, “રાજાજી, દવાની ભૂકી એ તો આશ્વાસન છે. તમે ગેડી-દડો રમો છો તેથી શ્રમ થાય છે, શરીરને થાક લાગે છે, તેથી ઊંઘ આવે છે."

શારીરિક શ્રમ જ સૌ રોગોનો શ્રેષ્ઠ ઇલાજ છે.

Exam Tip: When writing a story with a moral, clearly link the character's actions and the story's outcome to the central message. Use simple and direct language.

 

प्रश्न 3. મુદ્દા એક શિલ્પી – મૃત્યુની આગાહી – પોતાના જ જેવાં છ પૂતળાં બનાવવાં – યમદૂતનું આગમન – મૂંઝવણ – યુક્તિ, “હા, 5 ભૂલ મળી ગઈ” એમ બોલવું –શિલ્પીનો પ્રશ્ન, “કઈ ભૂલ?” – “બસ, આ જ ભૂલ′ – શિલ્પી પકડાઈ જવો –બોધ.
Answer:

એક ભૂલ

એક શિલ્પી હતો. તે પથ્થરમાંથી સુંદર મૂર્તિઓ બનાવતો હતો.

એક દિવસ એક ભાઈ મૂર્તિઓ ખરીદવા આવ્યા. તે જ્યોતિષી હતા. તેમણે શિલ્પીના મોં પર જોતાં જ આગાહી કરી કે આવતા મહિનાની અમાસ પછી તમે આ દુનિયામાં નહિ રહો.

શિલ્પી આગાહી સાંભળીને ગભરાઈ ગયો. તે વિચાર કરવા લાગ્યો અને તેને એક ઉપાય સૂઝ્યો. તેણે પોતાના શરીર જેવાં જ બીજા છ પૂતળાં બનાવ્યાં. આ પૂતળાં વચ્ચે તે ઊભો રહે તો તેને કોઈ ઓળખી ન શકે તેવા અદ્ભુત પૂતળાં હતાં.

શિલ્પી મનોમન હસવા લાગ્યો કે હવે યમદૂતને ખાલી હાથે પાછા જવું પડશે.

અમાસનો દિવસ આવ્યો. તેણે એક ઓરડામાં છ પૂતળાં સૂતાં હોય તેમ ગોઠવ્યાં. આ પૂતળાંની વચ્ચે તે પોતે સૂઈ ગયો.

સમય થયો. યમદૂતો આવી પહોંચ્યા. ઓરડામાં એકને બદલે સાત શિલ્પીઓ જોતાં વિચારમાં પડી ગયા. સાચા શિલ્પીને તેઓ ઓળખી શક્યા નહિ.

એક યમદૂત વિચાર કરીને બોલ્યો, “શિલ્પીએ બનાવેલાં પૂતળાં ખરેખર અદ્ભુત છે. પણ, શિલ્પીની એક ભૂલ થઈ ગઈ છે.”

"કઈ ભૂલ?" શિલ્પીથી તરત જ બોલી જવાયું.

"બસ, આ જ ભૂલ.” યમદૂતે કહ્યું. જો તું ચૂપચાપ પડ્યો રહ્યો હોત, તો અમારા માટે તને શોધી કાઢવાનું કામ મુશ્કેલ હતું.

યમદૂતો શિલ્પીને લઈ વિદાય થયા. મૃત્યુ ટાળી શકાતું નથી. ન બોલ્યામાં નવ ગુણ.

Exam Tip: When crafting a story from points, ensure the climax and resolution clearly demonstrate the moral. Pay attention to how characters react to major events.

 

प्रश्न 4. મુદ્દા એક સિંહ – વૃક્ષ નીચે આરામ – સિંહના શરીર પર ઉંદરનું દોડવું – ઉંદરનું પકડાઈ જવું – ઉંદરની સિંહને વિનંતી અને મદદ કરવાનું વચન -સિહે ઉંદરને છોડી મૂકવો – એક વાર સિંહનું જાળમાં ફસાવું – ઉંદરે જાળ કાપી નાખી સિંહને મુક્ત કરવો – બોધ.
Answer:

સિંહ અને ઉંદર

એક ગાઢ જંગલ હતું. તેમાં એક સિંહ રહેતો હતો. શિયાળાનો દિવસ હતો. સિંહ તેની ગુફા પાસે એક ઝાડ નીચે આરામ કરતો હતો. ઝાડ પાસે ઉંદરનું દર હતું. દરમાંથી એક ઉંદર બહાર આવ્યું અને સિંહના શરીર પર દોડાદોડી કરવા લાગ્યું. સિંહ જાગી ગયો. ઉંદર સિંહના પંજામાં પકડાઈ ગયું.

ઉંદર ગભરાઈ ગયું. તે થરથર ધ્રુજવા લાગ્યું. ઉંદરે સિંહને વિનંતી કરીને કહ્યું, “હે વનરાજ, મારી ભૂલ થઈ. મને માફ કરો. મને છોડી મૂકો. હવે હું કદી તમારા શરીર પર નહિ દોડું. હું તમને ક્યારેક જરૂર મદદ કરીશ.”

સિંહ હસ્યો. તે મનમાં બોલ્યો, “આ ઉંદર મને શી મદદ કરવાનું છે?”

સિંહને દયા આવી. તેણે ઉંદરને છોડી મૂક્યું.

થોડા દિવસ પછીની વાત છે. એક શિકારી જંગલમાં આવ્યો. તે સિંહની ગુફા પાસેના ઝાડ પર બેઠો. સિંહ ગુફામાંથી બહાર આવ્યો અને ઝાડ નીચે બેઠો. તરત જ શિકારીએ સિંહ પર જાળ ફેંકી. સિંહ જાળમાં ફસાઈ ગયો. તેણે ગર્જના કરી અને જાળમાંથી છૂટવા ખૂબ પ્રયાસ કર્યો, પણ તે વ્યર્થ હતો.

સિંહની ગર્જના સાંભળીને દરમાંથી ઉંદર બહાર દોડી આવ્યું. તેણે સિંહને જાળમાં ફસાયેલો જોયો. તરત જ બીજા ઉંદરોને બોલાવી લાવ્યું. બધા ઉંદરોએ મળીને જાળ કાપી નાખી. સિંહ જાળમાંથી મુક્ત થયો.

સિંહે બધા ઉંદરોનો આભાર માન્યો.

જે કામ નાના કરી શકે છે તે કામ મોટા કરી શકતા નથી. માટે સૌને આદર આપવો. કોઈનું અપમાન કરવું નહિ.

Exam Tip: Remember to clearly show the sequence of events and how a small act of kindness can lead to unexpected help, as highlighted by the moral of the story.

 

प्रश्न 5. મુદ્દા એક લુચ્ચો દુકાનદાર – કરિયાણાની દુકાન – એક ગ્રાહક – ખાંડ ખરીદવી – દુકાનદારનું ઓછું તોલવું – ગ્રાહકની ફરિયાદ -દુકાનદારનો જવાબ, "વધારે ઊંચકવું નહિ પડે.” – ગ્રાહકે ઓછા પૈસા ચૂકવવા – દુકાનદારે પૂરા પૈસા માગવા – ગ્રાહકનો જવાબ પૈસા વધારે ગણવા નહિ પડે." –બોધ.
Answer:

જેવા સાથે તેવા

એક દુકાનદાર હતો. તેને કરિયાણાની દુકાન હતી. દુકાનદાર લુચ્ચો હતો. તે ગ્રાહકોને છેતરતો હતો. તે ઓછું તોલતો અને વધારે કિંમત વસૂલ કરતો.

એક દિવસ એક ગ્રાહક આવ્યો. તેણે બે કિલો ખાંડ તોલી આપવા જણાવ્યું. દુકાનદારે ખાંડ ઓછી તોલી. ગ્રાહકે આ જોયું.

ગ્રાહકે દુકાનદારને કહ્યું, “ભાઈ, તમે ખાંડ ઓછી તોલી છે. વજન બરાબર કરો ને."

ગ્રાહકની ફરિયાદ સાંભળીને દુકાનદાર લુચ્ચું હસ્યો અને બોલ્યો, કે "ભાઈ, તારે વધારે વજન ઊંચકવું નહિ પડે."

ગ્રાહક પણ તેના જેવો જ હોશિયાર હતો. તેણે દુકાનદારને પાઠ ભણાવવાનું મનોમન વિચાર્યું. તેણે દુકાનદારને ઓછા પૈસા ચૂકવ્યા.

દુકાનદારે પૈસા ગણ્યા. ઓછા હતા. તેણે ગ્રાહકને કહ્યું, “ભાઈ, તેં મને ઓછા પૈસા ચૂકવ્યા છે.”

"ભાઈ, તમારે વધારે પૈસા ગણવા નહિ પડે," ગ્રાહકે તરત જ જવાબ આપ્યો.

દુકાનદાર ચૂપ થઈ ગયો. ગ્રાહક ચાલતો થયો. જેવા સાથે તેવા થવું પડે.

Exam Tip: Illustrate the principle of 'tit for tat' effectively by showing a clear cause-and-effect relationship between the deceitful act and the fitting consequence. Ensure the dialogue feels natural and impactful.

 

प्रश्न 6. મુદ્દાઃ ચાર ચોર – ચોરી કરવા જવું –પુષ્કળ માલ મળવો – જંગલમાં નાસી જવું -બે ચોરનું મીઠાઈ ખરીદવા નગરમાં જવું – મીઠાઈમાં ઝેર ભેળવવું–બીજા બે ચોરની યુક્તિ ચોરને કૂવામાં ધકેલી દેવા – મીઠાઈ ખાવી –પરિણામ –બોધ.
Answer:

ખાડો ખોદે તે પડે

ચાર ચોર હતા. તે દરરોજ નાની-મોટી ચોરીઓ કરતા.

એક દિવસ રાતે ચોરી કરતાં તેમને ખૂબ ધન મળ્યું. તેઓ ચોરીનો માલ લઈને જંગલમાં ગયા. તે દિવસે ચોરીમાં સોના-ચાંદીના દાગીના અને ઘણા રૂપિયા મળ્યા હતા. તેથી તેઓ ઘણા ખુશ હતા.

તેઓએ મીઠાઈ ખાઈને આનંદ મનાવવાનું વિચાર્યું.

બે ચોર નજીકના શહેરમાં મીઠાઈ ખરીદવા ગયા. તેમના મનમાં એક દુષ્ટ વિચાર આવ્યો. તેઓએ મીઠાઈમાં ઝેર ભેળવી પેલા બે ચોરોને મારી નાખવાની યોજના બનાવી. - જંગલમાં રહેલા બે ચોરોના મનમાં પણ એક દુષ્ટ વિચાર આવ્યો. તેઓએ મીઠાઈ લઈને આવતા બે ચોરોને કૂવામાં ધકેલી મારી નાખવાની યોજના બનાવી.

મીઠાઈ લેવા ગયેલા બે ચોર મીઠાઈ લઈને આવ્યા. પછી { ચારેય ચોર કૂવાકાંઠે હાથ-પગ ધોવા ગયા. લાગ જોઈને જંગલમાં રહેલા બે ચોરોએ મીઠાઈ લઈને આવેલા ચોરોને ધક્કો મારીને કૂવામાં ધકેલી દીધા. પછી ઉપરથી મોટા પથ્થરો ફેંકીને તેઓને મારી નાખ્યા.

હવે બાકીના બંને ચોર મનમાં હરખાતા મીઠાઈ ખાવા બેઠા. પરંતુ મીઠાઈ ખાધા પછી થોડી જ વારમાં ઝેરની અસર થતાં તેઓ પણ મૃત્યુ પામ્યા.

ચોરીનો માલ જંગલમાં પડી રહ્યો.

આ વાર્તા પરથી બોધ મળે છે કે જે ખાડો ખોદે તે પડે. જેવું વાવો તેવું લણો.

Exam Tip: For stories involving consequences, ensure the moral is clearly evident from the plot's resolution. Emphasize how greed and deceit ultimately lead to self-destruction.

Free study material for Gujarati

Free GSEB Textbook Explanations: Class 9 Gujarati વાર્તાલેખન

Textbook Solutions for Class 9 Gujarati વાર્તાલેખન

Explore reliable textbook solutions for વાર્તાલેખન tailored for Class 9 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Gujarati.

Mastering Theoretical and Practical Questions

Clear, methodical explanations accompany every challenging problem within the Class 9 Gujarati text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Effective Self-Study and Homework Assistance

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 9 Gujarati.

FAQs

Where can I find the latest GSEB Class 9 Gujarati Lekhan Kaushalya વાર્તાલેખન Solutions for the 2026-27 session?

The complete and updated GSEB Class 9 Gujarati Lekhan Kaushalya વાર્તાલેખન Solutions is available for free on StudiesToday.com. These solutions for Class 9 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 9 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 9 Gujarati Lekhan Kaushalya વાર્તાલેખન Solutions as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 9 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 9 Gujarati Lekhan Kaushalya વાર્તાલેખન Solutions will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 9 Gujarati Lekhan Kaushalya વાર્તાલેખન Solutions in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 9 Gujarati. You can access GSEB Class 9 Gujarati Lekhan Kaushalya વાર્તાલેખન Solutions in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 9 as a PDF?

Yes, you can download the entire GSEB Class 9 Gujarati Lekhan Kaushalya વાર્તાલેખન Solutions in printable PDF format for offline study on any device.