NCERT Solutions for Class 9 Gujarati: વિચારવિસ્તાર
Explore reliable textbook solutions for વિચારવિસ્તાર tailored for Class 9 learners. Utilizing these Gujarati answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.
Practice Class 9 Gujarati Solutions: વિચારવિસ્તાર
View or download the dedicated વિચારવિસ્તાર solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Gujarati.
વિચારવિસ્તાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોઃ
- આપેલી પંક્તિ/ઉક્તિનો અર્થ બરાબર સમજી લો.
- જરૂરી મુદા નક્કી કરો અને તેનો આઠ-દસ લીટીઓમાં વિસ્તાર કરો.
- જરૂર જણાય ત્યાં દષ્ટાંતો આપો. કહેવતો કાવ્યપંક્તિઓનો ઉલ્લેખ પણ કરી શકાય.
- મહત્ત્વની હોય તેવી એક પણ બાબત રહી ન જાય તેની ચીવટ રાખો.
- લખાણની ભાષા શુદ્ધ અને સરળ હોવી જોઈએ.
- જોડણી, વિરામચિહ્નો કે વાક્યરચનાની ભૂલ ન રહી જાય એનું ધ્યાન રાખો.
- વિચારવિસ્તાર કર્યા પછી એ સમગ્ર લખાણ એક વાર ધ્યાનપૂર્વક વાંચી જાઓ અને જરૂર જણાય ત્યાં સુધારો.
પ્રશ્ન. નીચેની દરેક પંક્તિ/ઉક્તિનો વિચારવિસ્તાર કરો:
Question 1. મરતાં મરતાં સંતો બીજાઓને સુખી કરે; બળતો બળતો ધુપ સુવાસિત બધું કરે.
Answer: આ કાવ્ય પંક્તિઓમાં કવિએ સંતોનો સ્વભાવ દર્શાવ્યો છે. સંતો અગરબત્તી જેવા હોય છે. અગરબત્તી પોતે સળગે છે, પણ બીજાને ખુશબુ આપે છે. સંતો પણ પોતાના જીવનના છેડા સુધી પોતે કષ્ટ ભોગવીને બીજાને આનંદ આપે છે. સંતોએ સેવાનો માર્ગ અપનાવેલો હોય છે. તેઓ આખી જીંદગી કોઈ સ્વાર્થ વગર લોકોની સેવા કરે છે. રવિશંકર મહારાજ, ઠક્કરબાપા, મધર ટેરેસા જેવા ઘણા લોકોએ ઘણી મુશ્કેલીઓ સહન કરીને પણ નિઃસ્વાર્થપણે લોકોની સેવા કરી છે. આપણે પણ ખાલી સ્વાર્થી બનવાને બદલે બીજાઓ માટે જીવતા શીખવું જોઈએ.
In simple words: સંતો દીવા જેવા છે જે પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે. તેઓ આખી જીંદગી મુશ્કેલીઓ સહન કરીને બીજાને ખુશ રાખે છે.
Exam Tip: જ્યારે કોઈ કાવ્ય પંક્તિનો અર્થ સમજાવવાનો હોય, ત્યારે પહેલા તેનો સીધો અર્થ લખો અને પછી ઉદાહરણો આપીને તેને વધુ સ્પષ્ટ કરો.
Question 2. વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય; વિપતે ઉદ્યમ કીજિયે, ઉદ્યમ વિપતને ખાય.
Answer: આ કાવ્ય પંક્તિઓમાં કવિ સમજાવે છે કે મુશ્કેલી આવે ત્યારે ગભરાવું ન જોઈએ. નિરાશ થઈને ગભરાવાથી આપણી સમસ્યાઓ જતી નથી. મુશ્કેલી આવે ત્યારે સખત કામ કરવું જોઈએ. કામ કરવાથી જ મુશ્કેલીઓ હટી જાય છે. અમુક લોકો મુશ્કેલી આવે ત્યારે હતાશ થઈને બેસી રહે છે. ઘણા લોકો બીજા સામે પોતાની તકલીફો રડે છે. પણ આવું કરવાથી તેઓ મજાકનો ભોગ બને છે. આપણે હિંમત હાર્યા વગર કામ ચાલુ કરીએ તો મુશ્કેલી જતી રહે છે. સખત મહેનતનો કોઈ બીજો રસ્તો નથી. પરીક્ષામાં પાસ ન થવાય, ધંધામાં નુકસાન થાય તો પણ હિંમત હાર્યા વગર પ્રયત્ન કરવો જોઈએ.
In simple words: મુશ્કેલીઓ આવે ત્યારે ગભરાવું નહીં પણ મહેનત કરવી. મહેનત કરવાથી જ બધી મુશ્કેલીઓ દૂર થાય છે, એટલે હંમેશા પ્રયત્ન કરતા રહેવું.
Exam Tip: આવા પ્રશ્નોમાં મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવો તે સમજાવો અને મહેનતનું મહત્ત્વ દર્શાવવા માટે યોગ્ય ઉદાહરણોનો ઉપયોગ કરો.
Question 3. આચાર એ જ પ્રચારનું શ્રેષ્ઠ માધ્યમ છે.
Answer: કોઈપણ સલાહ પોતાના વર્તન વગર પ્રભાવ પાડતી નથી. સલાહ આપવી સહેલી છે, પણ તેને જીવનમાં ઉતારવી મુશ્કેલ છે. જ્યાં સુધી કોઈ વાતને વર્તનમાં ન લવાઈ, ત્યાં સુધી તેની બીજા પર જોઈતી અસર પડતી નથી. રોજ મોડા ઉઠતો માણસ બીજાને વહેલા ઉઠવાની શીખ આપે તો તેની કોઈ અસર થતી નથી. એટલે બુદ્ધ ભગવાને પહેલા પોતે ગોળ ખાવાનું બંધ કર્યું, પછી બાળકને ગોળ ન ખાવાની સલાહ આપી. 'ડાહી સ્ત્રી પોતે સાસરે ન જાય ને બીજીને શિખામણ આપે' આ કહેવત પણ પહેલા પોતાની વાતને વર્તનમાં મૂકવાની વાત કરે છે. આપણે સારી ટેવો અપનાવીએ. પછી બીજાને સલાહ આપવાની જરૂર નહીં પડે. આપણી સાથે રહેતા લોકો આપણને જોઈને શીખશે.
In simple words: બીજાને કંઈ શીખવતા પહેલા આપણે પોતે તે કામ કરવું જોઈએ. જો આપણે પોતે જ તે કરીએ, તો બીજા પણ આપણને જોઈને શીખશે.
Exam Tip: આ પ્રકારના પ્રશ્નમાં 'કહેવા કરતાં કરી બતાવવું વધુ સારું' એ ભાવ સ્પષ્ટ કરો અને જાણીતા ઉદાહરણો આપો.
Question 4. ગઈ સંપત ફરી સાંપડે, ગયાં વળે છે વહાણ; ગત અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણ.
Answer: આ કાવ્યમાં કવિ સમજાવે છે કે પૈસા ખોવાઈ જાય તો પાછા મળી શકે છે. દરિયામાં યાત્રા કરવા ગયેલા વહાણો જો ખોવાઈ જાય કે વાવાઝોડામાં ફસાય, તો કદાચ બચીને પાછા આવી શકે છે. પણ જીવનમાં મળેલી તક અને શરીરમાંથી નીકળી ગયેલા શ્વાસ ક્યારેય પાછા આવતા નથી. કવિએ જીવનમાં આવતી તકો અને શરીરમાંના જીવનું મહત્ત્વ સમજાવ્યું છે. જીવનમાં મળતી તકને પકડી લેવી જોઈએ. આવું કરવાથી આપણે પ્રગતિના માર્ગે આગળ વધી શકીએ છીએ. એ જ રીતે આપણું જીવન ખૂબ કીમતી છે. એટલે આપણે પોતાના જીવની સંભાળ રાખવી જોઈએ. શરીરને સ્વસ્થ રાખવું જોઈએ.
In simple words: પૈસા અને વહાણો પાછા મળી શકે, પણ જીવનમાં મળેલી તક અને જીવ ગયા પછી પાછા આવતા નથી. એટલે તક અને જીવન બંનેનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ.
Exam Tip: સમય અને તકનું મહત્ત્વ સમજાવતી વખતે, તેના ગુમાવવાના પરિણામો અને તેને કેવી રીતે સાચવવા તે પણ જણાવો.
Question 5. પીપળ પાન ખરંતાં, હસતી કૂંપળિયાં મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં.
Answer: આ કાવ્યમાં કવિ સમજાવે છે કે પીપળાના પીળા અને જૂના પાંદડા પડે ત્યારે નવી કૂંપળો હસે છે. તે સમયે પડતા પાંદડા કૂંપળોને ધીરજ રાખવા કહે છે. તેઓ જણાવે છે કે એક દિવસ તમારી હાલત પણ અમારા જેવી જ બનશે. અમુક લોકો ઘણું વિચારતા નથી. તેઓ વૃદ્ધ, વિકલાંગ કે ગરીબ માણસોની મજાક કરે છે. તેઓ એ વાત ભૂલી જાય છે કે ક્યારેક તેમની પણ તેવી જ હાલત થશે. કોઈના પણ બધા દિવસો હંમેશા એક સરખા નથી હોતા. એટલે આપણે કોઈની મજાક ન ઉડાવીએ. કોઈની ટીખળ ન કરીએ. વૃદ્ધો, નબળા લોકો અને ગરીબો માટે દયા રાખીએ. આપણે તેમને જેટલી મદદ કરી શકીએ તેટલી કરીએ.
In simple words: સમય બદલાય છે, આજે જે યુવાન છે તે કાલે વૃદ્ધ થશે. એટલે કોઈ વૃદ્ધ, ગરીબ કે નબળા માણસની મજાક ન કરવી. હંમેશા બધા પ્રત્યે દયા રાખવી અને મદદ કરવી.
Exam Tip: જીવનચક્ર, બદલાવ અને અન્યો પ્રત્યે કરુણા જેવા મુદ્દાઓને આ પ્રશ્નના ઉત્તરમાં સ્પષ્ટ રીતે રજૂ કરો.
Question 6. સિંહને શસ્ત્ર શાં? વરને મૃત્યુ શાં?
Answer: આ વાક્ય બહાદુરીનું મહત્ત્વ બતાવે છે. સિંહને ક્યારેય હથિયારની જરૂર પડતી નથી. એ જ રીતે બહાદુર માણસને મોતનો ડર લાગતો નથી. સિંહ પોતાની તાકાતથી જ જંગલનો રાજા કહેવાય છે. તે બીજાની શક્તિ પર ક્યારેય નિર્ભર નથી રહેતો. એટલું જ નહીં, તેને હથિયારોની જરૂર પણ નથી પડતી. તે પોતાની તાકાતથી ગમે તેવા ખતરનાક પ્રાણીને હરાવી શકે છે. એ જ રીતે બહાદુર માણસ મોતથી ડર્યા વગર યુદ્ધમાં કૂદી પડે છે અને હિંમતથી લડે છે. તે મરી જવાનું પસંદ કરે છે પણ યુદ્ધનું મેદાન છોડીને ભાગતો નથી. આપણે આપણી તાકાત પર જ ભરોસો રાખવો જોઈએ. આપણે આપણી શક્તિ વધારવી જોઈએ. આપણે મોતથી ડર્યા વગર હિંમતથી અને સ્વાભિમાનથી જીવવું જોઈએ.
In simple words: સિંહને કોઈ હથિયારની જરૂર નથી, તે પોતાની શક્તિથી જ લડે છે. તેવી જ રીતે બહાદુર માણસ મોતથી નથી ડરતો. આપણે પણ પોતાની શક્તિ પર વિશ્વાસ રાખવો જોઈએ.
Exam Tip: આ પ્રશ્નમાં સિંહના ઉદાહરણ દ્વારા વીરતા, આત્મનિર્ભરતા અને નીડરતાના ગુણોને સારી રીતે સમજાવો.
Question 7. મન મેલાં તન ઊજળાં, બગલા કપટી અંગ; તેથી તો કાગા ભલા, તન મન એક જ રંગ.
Answer: આ કાવ્યમાં કવિએ ઢોંગી લોકો પર તીખો પ્રહાર કર્યો છે. બગલો સફેદ રંગનો હોય છે. તે પાણીમાં ઊભો હોય ત્યારે એવું બતાવે છે કે જાણે ધ્યાન કરતો હોય. પણ તેનું ધ્યાન તો માછલી પકડવામાં હોય છે. પાણીમાં માછલી દેખાતાં જ તે તેને ચાંચથી પકડી લે છે. આપણે તેના સફેદ શરીરથી તેની કપટતાને ઓળખી શકતા નથી. એના બદલે કાગડો સારો. તેનું શરીર કાળું છે અને તેના કામ પણ ખરાબ છે. તેનામાં કોઈ દેખાડો કે છેતરપિંડી હોતી નથી. સમાજમાં ઘણા લોકો બગલા જેવા હોય છે. તેમના મનના ખરાબ વિચારો જાણી શકાતા નથી. મોકો મળતાં જ તેઓ પોતાનો સ્વાર્થ પૂરો કરી લે છે. આપણે આવા માણસોથી સાવધ રહેવું જોઈએ. એના કરતાં કાગડા જેવા ખરાબ લોકો સારા. એનાથી આપણે ક્યારેય છેતરાઈશું નહીં!
In simple words: બગલો ઉપરથી સારો દેખાય પણ અંદરથી કપટી હોય છે. કાગડો ભલે કાળો હોય, પણ તે જેવો બહારથી તેવો જ અંદરથી હોય છે. એટલે ઢોંગી લોકો કરતાં સાચા લોકો સારા.
Exam Tip: ઢોંગી અને સાચા માણસ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો, અને ઉદાહરણ દ્વારા કહો કે બાહ્ય દેખાવ કરતાં આંતરિક ગુણો વધુ મહત્ત્વના છે.
Question 8. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે; પાપી તેમાં ડુબકી દઈને, પુણ્યશાળી બને છે.
Answer: આ કાવ્યમાં કવિએ પસ્તાવાનું મહત્ત્વ સમજાવ્યું છે. પસ્તાવો એક મોટા ઝરણા જેવો છે જે સ્વર્ગમાંથી ધરતી પર વહે છે. આ ઝરણામાં ખરાબ માણસ નાહીને સારા ગુણવાળો બને છે. આપણે આપણા દરરોજના કામોમાં ક્યારેક ભૂલ કરીએ છીએ. આપણને જ્યારે આપણી ભૂલની ખબર પડે ત્યારે આપણે તેને ખરા દિલથી માનવી જોઈએ. આવું કરવાથી આપણું મન ખરાબ કામોમાંથી મુક્ત થઈ સારું બને છે. ભૂલ કરવી એ ખોટું નથી, પણ કરેલી ભૂલને છુપાવવી એ ખોટું છે. ગાંધીજીએ પોતાના જીવનમાં ઘણી ભૂલો કરી હતી. પણ જ્યારે જ્યારે તેમને પોતાની ભૂલો સમજાઈ, ત્યારે તેમણે તેને ખુલ્લેઆમ સ્વીકારી પણ હતી. એ પછી તેમણે પોતાના જીવનમાં તેવી ભૂલો ક્યારેય નહોતી કરી. ભૂલો ન થાય તેની સંભાળ રાખવી જોઈએ. તેમ છતાં ભૂલ થઈ જાય તો તેનો અફસોસ કરવો જોઈએ. આવું કરવાથી આપણી ભૂલો ઓછી થતી જશે. આપણું જીવન ખુશહાલ બનશે.
In simple words: પસ્તાવો એ એક સારી વાત છે, જે ખરાબ માણસને પણ સારો બનાવી શકે છે. આપણે ભૂલ કરીએ ત્યારે તેને છુપાવવાને બદલે સ્વીકારી લેવી જોઈએ. આમ કરવાથી જીવન સુખી બને છે.
Exam Tip: પસ્તાવાને આત્મશુદ્ધિનું માધ્યમ ગણો અને ભૂલો સ્વીકારવાથી થતા સકારાત્મક પરિવર્તન પર ભાર મૂકો.
Question 9. મૂર્ખ મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન સારો.
Answer: મૂર્ખ દોસ્ત કરતાં હોશિયાર દુશ્મન સારો ગણાય છે. આપણે મૂર્ખ દોસ્ત પર ભરોસો કરી શકતા નથી. તે ક્યારે મૂર્ખાઈમાં આપણને નુકસાન પહોંચાડી દે તે કહી શકાતું નથી. હોશિયાર દુશ્મન ક્યારેય આપણને છેતરતો નથી. તે ક્યારેય આપણા પર પાછળથી હુમલો કરતો નથી. તે આપણને ચેતવણી આપ્યા પછી જ હુમલો કરવા તૈયાર થાય છે. એક રાજાએ એક મૂર્ખ વાંદરા સાથે દોસ્તી કરી હતી. જ્યારે રાજા ઊંઘતા હતા, ત્યારે મૂર્ખ વાંદરો તેમની રક્ષા કરતો હતો. ઊંઘી રહેલા રાજાના શરીર પર એક માખી બેઠી. આ જોઈને મૂર્ખ વાંદરો ગુસ્સે થઈ ગયો. તેણે માખી પર તલવારથી વાર કર્યો. માખી તો ઉડી ગઈ, પણ રાજાને તલવાર વાગી અને તેણે પોતાનો જીવ ગુમાવ્યો. આપણે મૂર્ખ માણસ સાથે દોસ્તી ન કરવી જોઈએ.
In simple words: મૂર્ખ મિત્ર કરતા હોશિયાર દુશ્મન સારો. મૂર્ખ મિત્ર ક્યારે શું નુકસાન પહોંચાડે તે ખબર ન પડે, પણ હોશિયાર દુશ્મન જાણી જોઈને દગો કરતો નથી. એટલે મૂર્ખ લોકોથી દૂર રહેવું જોઈએ.
Exam Tip: મિત્રતાના મહત્ત્વ અને તેની પસંદગીમાં સમજદારી દર્શાવવા માટે આ વાર્તા દ્વારા સ્પષ્ટ ઉદાહરણ આપો.
Question 10. ઋણ, અગ્નિ તથા વ્યાધિ લેશમાત્ર રહી જતાં; વધે ફરી ફરી, તેથી કદી ન બાકી રાખવાં.
Answer: આ કાવ્યમાં કવિએ જીવનની મહત્વની વાત સમજાવી છે. દેવું, આગ અને બીમારી – આ ત્રણેયને સંપૂર્ણપણે ખતમ કરી દેવા જોઈએ. તેનો થોડોક ભાગ પણ જો બાકી રહી જાય, તો તે ધીમે ધીમે વધીને આપણને ઘણું નુકસાન પહોંચાડે છે. જો લોન ચૂકવવાની બાકી રહે, તો તેનું વ્યાજ વધતું જ રહે છે. આ વ્યાજ ક્યારેક મૂળ રકમ કરતાં પણ વધારે થઈ જાય છે. આગ ઓલવતી વખતે જો એક નાનો તણખો પણ રહી જાય, તો તેમાંથી ફરીથી મોટી આગ લાગી શકે છે. બીમારીને પણ જો શરૂઆતમાં જ બરાબર રોકવામાં ન આવે, તો તે વધી જાય છે અને ક્યારેક નિયંત્રણ બહાર નીકળી જાય છે. આપણે દેવું, આગ અને બીમારીની બાબતમાં સહેજ પણ બેદરકાર રહ્યા વિના તેનો પૂરેપૂરો નાશ કરવો જોઈએ.
In simple words: દેવું, આગ અને બીમારી – આ ત્રણેય વસ્તુઓને સંપૂર્ણપણે ખતમ કરવી જોઈએ. જો તેનો થોડોક ભાગ પણ બાકી રહે, તો તે મોટો થઈને આપણને ઘણું નુકસાન પહોંચાડે છે.
Exam Tip: આ પ્રશ્નમાં, કોઈ પણ નાની સમસ્યાને સમયસર હલ કરવાની જરૂરિયાત પર ભાર મૂકો, જેથી તે ભવિષ્યમાં મોટી મુશ્કેલી ન બને.
Free study material for Gujarati
Step-by-Step Textbook Answers: Class 9 Gujarati વિચારવિસ્તાર
Chapter Exercise Answers for Class 9 Gujarati
Explore reliable textbook solutions for વિચારવિસ્તાર tailored for Class 9 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Gujarati.
Detailed Answer Guides for વિચારવિસ્તાર
Clear, methodical explanations accompany every challenging problem within the Class 9 Gujarati text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.
Complete Preparation Kit for Class 9 Exams
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of વિચારવિસ્તાર with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated GSEB Class 9 Gujarati Lekhan Kaushalya વિચારવિસ્તાર Solutions is available for free on StudiesToday.com. These solutions for Class 9 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 9 Gujarati Lekhan Kaushalya વિચારવિસ્તાર Solutions as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 9 Gujarati Lekhan Kaushalya વિચારવિસ્તાર Solutions will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 9 Gujarati. You can access GSEB Class 9 Gujarati Lekhan Kaushalya વિચારવિસ્તાર Solutions in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 9 Gujarati Lekhan Kaushalya વિચારવિસ્તાર Solutions in printable PDF format for offline study on any device.