Get the most accurate GSEB Solutions for Class 9 Gujarati નિબંધલેખન here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 9 Gujarati. Our expert-created answers for Class 9 Gujarati are available for free download in PDF format.
Detailed નિબંધલેખન GSEB Solutions for Class 9 Gujarati
For Class 9 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 9 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these નિબંધલેખન solutions will improve your exam performance.
Class 9 Gujarati નિબંધલેખન GSEB Solutions PDF
GSEB Std 9 Gujarati Lekhan Kaushalya Nibandh Lekhan
નિબંધ લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતોઃ
1. કોઈ એક વિષયને વિચારીને પસંદ કરો.
2. રૂપરેખા ઉત્તરપત્રના છેલ્લા પાના પર તૈયાર કરીને તમામ મુદ્દાને ક્રમમાં ગોઠવો.
(અ) આરંભ આકર્ષક અને વિષયલક્ષી હોવી જોઈએ.
(બ) મધ્યભાગ વિષયલક્ષી ચર્ચા કરવી. મહત્ત્વના તમામ મુદ્દાને સંક્ષેપમાં આવરી લેવા.
(ક) અંતઃ એક-બે અસરકારક વાક્યોમાં નિબંધનું તાત્પર્ય જણાવો.
3. નિબંધના ચાર-પાંચ પરિચ્છેદ હોવા જોઈએ.
4. નિબંધની ભાષા વ્યાકરણની દૃષ્ટિએ શુદ્ધ હોવી જોઈએ. સરળ શબ્દોનો ઉપયોગ થવો જોઈએ. યોગ્ય વિરામચિહ્નો મુકાવાં જોઈએ.
5. નિબંધમાં વિચાર કે ભાવની દૃષ્ટિએ પુનરુક્તિ ન થાય તેનું ધ્યાન રાખવું.
પ્રશ્ન. નીચેના દરેક વિષય પર આશરે 200 શબ્દોમાં નિબંધ લખો :
1. ગુજરાતી ગરવી ગુજરાત આપણું ગુજરાત આ
Answer:
- પ્રસ્તાવના
- સ્થાન, પર્વતો, નદીઓ, બંદરો, યાત્રાધામો
- ગુજરાતની સંસ્કૃતિ
- ગુજરાતના વેપારીઓ, ભાષા
- આઝાદી પછીની પ્રગતિ
- ઉપસંહાર
“કોની કોની છે ગુજરાત?” – નર્મદ
ઉપરની પંક્તિમાં ગુજરાતમાં વસતા દરેક માનવીના હૃદયની ગુજરાત પ્રત્યેની લાગણી જણાય છે. ગુજરાતની દરેક વ્યક્તિ ગર્વથી કહી શકે કે ગુજરાત મારી છે. ગુજરાતની ભૂમિમાં એવું આકર્ષણ રહેલું છે.
ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું દરિયાકિનારાનું એક સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતની ઉત્તરે રાજસ્થાન, પૂર્વમાં મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્યો આવેલાં છે. ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત એવા વિભાગ પડે છે. ગુજરાતમાં નર્મદા, તાપી, સાબરમતી, મહી જેવી મોટી નદીઓ વહે છે. ગુજરાતની સમૃદ્ધિમાં આ નદીઓનો મોટો ફાળો છે. ગુજરાતમાં ગિરનાર, પાવાગઢ, ચોટીલા, શેત્રુંજય જેવા પર્વતો છે. આ પર્વતો પર ઘણા મંદિરો આવેલાં છે. ગુજરાતમાં દ્વારકા, સોમનાથ, પાલીતાણા, ડાકોર, અંબાજી, વીરપુર, ગઢડા જેવાં પ્રખ્યાત યાત્રાધામો છે. ગુજરાતને વિશાળ સમૃદ્ધ દરિયાકિનારો મળ્યો છે. અહીંના કંડલા, વેરાવળ, બેડી, માંડવી જેવાં બંદરોથી પરદેશ સાથે વેપાર થાય છે. ગુજરાતમાં ઉભરાટ, તીથલ, ડુમ્મસ, સાપુતારા, ચોરવાડ જેવાં ઘણાં પ્રવાસ-સ્થળો છે; જે વારંવાર જોવા લોકો આવે છે.
ગુજરાતની ભૂમિ તેની પ્રાચીન સંસ્કૃતિ માટે જાણીતી છે. ગુજરાતની સંસ્કૃતિના નિર્માણમાં ઘણા સંતોનો ફાળો છે. અહીં નરસિંહ મહેતા, મીરાંબાઈ, જલારામ જેવા સંતો થઈ ગયા. અહીં નર્મદ, કલાપી, મેઘાણી, સુન્દરમ્, ઉમાશંકર જોશી જેવા કવિઓ થઈ ગયા. ગુજરાતે દેશને મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષો આપ્યા, જેમણે દેશને આઝાદી અપાવી. ગુજરાત ઠક્કરબાપા, રવિશંકર મહારાજની સેવાને કેમ ભૂલી શકે?
ગુજરાતના વેપારીઓ પ્રાચીનકાળથી તેમની સાહસિકતા અને વેપારવૃત્તિ માટે જાણીતા છે. ગુજરાતમાં કચ્છી, કાઠિયાવાડી, ગુજરાતી ભાષાઓ બોલાય છે. આ ઉપરાંત અંગ્રેજી અને હિંદી ભાષા બોલનારા લોકો પણ અહીં રહે છે.
આઝાદી પછી ગુજરાતે ઘણા ક્ષેત્રે ઝડપથી પ્રગતિ કરી છે. ગુજરાત આખા દેશને માર્ગદર્શન આપનાર રાજ્ય તરીકે ઓળખાય છે. ગુજરાતની પ્રજા વીર, ધીર, જ્ઞાની અને ધનિક છે. અહીં હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, જૈન વગેરે કોમના લોકો વસતા હોવા છતાં સૌ સંપીને રહે છે. તેઓ એકબીજાના તહેવારોમાં આનંદથી ભાગ લે છે. હું ગુજરાતની પવિત્ર અને સમૃદ્ધ ભૂમિમાં રહું છું તેનો મને ગર્વ છે.
In simple words: ગુજરાત ભારતનું એક સમૃદ્ધ રાજ્ય છે જે પ્રાચીન સંસ્કૃતિ અને વેપાર માટે જાણીતું છે. અહીં ઘણા પર્વતો, નદીઓ અને યાત્રાધામો છે. આઝાદી પછી ગુજરાત વિવિધ ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ પામ્યું છે અને અહીંના લોકો શાંતિથી રહે છે.
Exam Tip: When writing about a state or region, remember to include its geographical features, cultural aspects, historical contributions, and modern developments for a comprehensive answer.
2. મા તે મા / માતૃપ્રેમ
Answer:
- પ્રસ્તાવના
- માતાનું લાલનપાલન
- માતાના સંસ્કાર
- માનો નિઃસ્વાર્થ પ્રેમ
- પ્રાણીઓમાં પણ માતૃપ્રેમ
- ઉપસંહાર
“એક સંસ્કારી મા સો શિક્ષકોની ગરજ સારે છે.”
કુટુંબમાં માતાનું સ્થાન સૌથી સારું છે. બાળઉછેરમાં માતાનું સ્થાન અદ્ભુત છે. પ્રસૂતિની પીડા માતા જ સહન કરે છે. માતા બાળકની સતત સંભાળ રાખે છે. બાળક પથારી ભીની કરે તો માતા પોતે ભીનામાં સૂઈ જાય છે, પરંતુ બાળકને સૂકામાં સુવડાવે છે. બાળકને સવારે ઉઠાડવું, તેને નવડાવીને તૈયાર કરવું, તેને સમયસર દૂધ, નાસ્તો, ભોજન આપવું. બાળકને તૈયાર કરીને નિશાળે મોકલવું. બાળક બીમાર પડી જાય ત્યારે ઉજાગરા વેઠીને બાળકની સેવા કરવી, આ બધાં કામોમાં માતા થાકી જાય ખરી, પરંતુ ક્યારેય કંટાળતી નથી.
બાળકમાં સારા સંસ્કાર આપવા માટે માતાનો અમૂલ્ય ફાળો હોય છે. પિતા કામ માટે બહાર જાય છે. બાળક સાથે માતા જ વધારે સમય રહે છે. કુદરતે પણ માતામાં ભરપૂર વાત્સલ્ય ભર્યું છે. માતા બાળકને વાર્તા સંભળાવે, ગીતો ગવડાવે, તેની સાથે વાર્તાલાપ કરે, તેનાથી બાળકમાં નવા સંસ્કારોનું સિંચન થાય છે. બાળકમાં પ્રેમ, સંપ, સહકાર, સહાનુભૂતિ અને સેવાના ગુણો વિકાસ પામે છે. શિવાજી, ગાંધીજી, તિલક વગેરે મહાપુરુષોના જીવનઘડતરમાં માતાનો ફાળો ખાસ રહેલો હતો. આથી જ કહેવાય છે કે, એક સંસ્કારી માતા સો શિક્ષકોની ગરજ સારે છે. માતા વિનાનો સંસાર ગોળ વિનાના કંસાર જેવો છે.
માતાનો પ્રેમ નિસ્વાર્થ હોય છે. તે પોતાના સંતાન પાસે કોઈ અપેક્ષા રાખતી નથી, તેના હૃદયમાં એક જ અભિલાષા હોય છે કે, ‘મારું બાળક સુખી થાય." પોતાના બાળકની સુખાકારી માટે તે ગમે તેવાં દુઃખો સહન કરવા પણ તૈયાર હોય છે. પોતાનું સંતાન કદરૂપું હોય, ખોડખાંપણવાળું હોય, મંદબુદ્ધિનું હોય કે ખૂબ તોફાની હોય, પણ તેથી માતાના બાળક પરના પ્રેમમાં ઘટાડો થતો નથી. કેટલીક વાર તો આવા બાળક માટે માતાપિતાને વધારે લાગણી હોય છે. એટલે કવિ બોટાદકરે લખ્યું છે – ‘જનનીની જોડ સખી નહિ જડે રે લોલ.”
માની મમતા માત્ર માનવસૃષ્ટિમાં જ જોવા મળે છે એવું નથી. પશુપંખીઓને પણ પોતાનાં બચ્ચાં માટે અતૂટ પ્રેમ હોય છે. ચકલી ચણ લાવી બચ્ચાંને ખવડાવે છે. ગાય વાછરડાને જીભ વડે ચાટી પોતાની મમતા બતાવે છે. વાંદરી બચ્ચાને છાતીએ વળગાડીને ફરે છે.
એટલે જ કહેવાય છે કે, “જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતાં છે : જનની મજૂનિશ સ્વાપિ નાયરી” "મા તે મા, બીજા બધા વગડાના વા."
In simple words: માતાનું સ્થાન કુટુંબમાં સર્વોચ્ચ છે, કારણ કે તે બાળઉછેરમાં અનન્ય ફાળો આપે છે. તેનો પ્રેમ નિસ્વાર્થ હોય છે અને તે બાળકને સારા સંસ્કાર આપવામાં મદદ કરે છે. માતાનો પ્રેમ માત્ર મનુષ્યમાં જ નહીં, પશુપંખીઓમાં પણ જોવા મળે છે.
Exam Tip: When writing about the importance of a mother, include specific examples of her care, emotional support, and the values she instills, extending the concept to nature as well.
૩. દુકાળ વખતે મારી ફરજ / દુષ્કાળ
Answer:
- પ્રસ્તાવના
- દુકાળની અસરો
- રાહતકામ
- મારી ફરજ
- ઉપસંહાર
કુદરતની લીલા અકળ છે. તે ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે. સમયસરના વરસાદથી ખેતરમાં પુષ્કળ પાક તૈયાર થાય છે ત્યારે ખેડૂતોના દિલમાં ખુશી છવાઈ જાય છે. ક્યારેક અતિવૃષ્ટિથી ખેતરોમાં તૈયાર થયેલો પાક ધોવાઈ જાય છે અને ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જાય છે. આવા સમયે ખેડૂતો નિરાશ થાય છે. ક્યારેક અનાવૃષ્ટિ થાય છે. વરસાદ ઘણો ઓછો પડે છે કે વરસતો નથી. તેને દુષ્કાળ કહે છે.
ભારત ખેતીપ્રધાન દેશ છે. અનાવૃષ્ટિમાં અનાજ પાકતું નથી. ઘાસચારો થતો નથી. જળાશયો સુકાઈ જાય છે. આથી ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. અનાજ અને ઘાસચારાની ભારે અછત વરતાય છે. ઘાસચારા અને પાણી વિના ઘણા ઢોર મરણ પામે છે કે હાલતાચાલતાં હાડપિંજર બની જાય છે. ઘણા શહેરો અને ગામડાંઓમાં પીવાના પાણીની તકલીફ ઊભી થાય છે. ધરતી વેરાન રણ જેવી બની જાય છે. લીલોતરીના અભાવે ગરમી પણ વધે છે. છપ્પનિયા કાળમાં હજારો માણસો અને પશુઓ નાશ પામ્યાં હતાં.
દુષ્કાળ વખતે માનવતાનો અવાજ ઊઠે છે. સરકાર અને સેવાભાવી સંસ્થાઓ રાહતકામો અને ઢોરવાડાઓ શરૂ કરે છે. લોકો રાહતકામોમાં કામ કરીને કામ અને દામ મેળવે છે. કેટલીક વાર મજૂરી તરીકે તેઓને અનાજ આપવામાં આવે છે. ઘાસચારાની આયાત કરીને પશુઓ માટે ઢોરવાડાઓમાં પહોંચાડવામાં આવે છે, ટેન્કરો કે ટ્રેનો દ્વારા ગામડે ગામડે પાણી પહોંચાડવામાં આવે છે.
દુષ્કાળ વખતે આપણી પણ માનવતા જાગી ઊઠવી જોઈએ. આપણે રાહતફાળો એકઠો કરવો જોઈએ. પશુઓની સેવા માટે પહોંચી જવું જોઈએ. દુષ્કાળગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવી જોઈએ. લોકોને અનાજની અને આર્થિક મદદ કરવી જોઈએ. જો આપણી આર્થિક સ્થિતિ સધ્ધર હોય તો એક કુટુંબ કે એકાદ ગામ દત્તક લેવું જોઈએ. અસરગ્રસ્ત લોકોને નિયમિત સુખડી જેવો નાસ્તો કે અન્ય તૈયાર ખાવાપીવાની વસ્તુઓ અને દવાઓ પહોંચાડવી જોઈએ. ‘જનસેવા એ જ પ્રભુસેવા છે' એમ સમજી વધુમાં વધુ સહાયરૂપ થવું જોઈએ.
દુષ્કાળ આપણને માનવીની લાચારી અને માનવીની માનવતાનાં દર્શન કરાવે છે.
In simple words: દુષ્કાળ ત્યારે થાય છે જ્યારે વરસાદ ઓછો પડે અથવા બિલકુલ ન પડે, જેના કારણે પાણી અને અનાજની તીવ્ર અછત સર્જાય છે. આવા સમયે, સરકારે અને સમાજસેવી સંસ્થાઓએ લોકોને અને પશુઓને મદદ કરવા માટે રાહત કાર્ય હાથ ધરવું જોઈએ.
Exam Tip: When describing a natural disaster like drought, focus on its causes, widespread effects on humans and animals, and the collective responsibilities for relief efforts. Offer practical solutions for assistance.
4. પરિશ્રમ એ જ પારસમણિ/શ્રમનું ગૌરવ
Answer:
- પ્રસ્તાવના
- શ્રમના પ્રકાર
- શ્રમ પ્રત્યે લોકોનું વલણ
- શ્રમના લાભ
- નિષ્ફળતા વખતે
- શિક્ષિત સમાજ
- ઉપસંહાર
“કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.” માનવીને જીવનમાં ધારી સફળતા અપાવનાર જો કોઈ સાધન હોય તો તે શ્રમ છે. શ્રમ એ સફળતાની ચાવી છે.
શ્રમના બે પ્રકાર છે : શારીરિક શ્રમ અને માનસિક શ્રમ. મજૂર, કડિયા, સુથાર, લુહાર, ખેડૂત વગેરે શારીરિક શ્રમ કરે છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, દાક્તરો, વકીલો, કારકુનો વગેરેનો શ્રમ માનસિક હોય છે.
આજકાલ લોકોને વગર મહેનતે મેળવવાનું ગાંડપણ લાગ્યું છે. પ્રભાતે કરદર્શન' એટલે ઈશ્વરને એવી પ્રાર્થના કરવી કે હું હાથ વડે મહેનત કરી મેળવું." પરંતુ આજે હાથનો ઉપયોગ બીજાનું ઝૂંટવી લેવામાં થાય છે. લોકો શ્રીમંત થવા ભ્રષ્ટ રીતરસમો અજમાવે છે, શ્રમથી દૂર ભાગે છે. કેટલાક લોકો અમુક પ્રકારનું કામ મળે તો જ તે કરવા તૈયાર થાય છે. તેથી તેઓ જિંદગીનાં કીમતી વર્ષો આળસમાં અને ભટકવામાં ગાળે છે.
શ્રમ વિના સિદ્ધિ નથી. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં આપણને કર્મ કરવાનો બોધ આપ્યો છે. શ્રમ કર્યા વિનાની સિદ્ધિ આનંદ કે સંતોષ આપનારી હોતી નથી. વિદ્યાર્થી મહેનત કર્યા વિના પરીક્ષામાં પાસ થશે તો તેને ખરેખરો આનંદ મળશે નહિ, શ્રમ વડે મેળવેલી સિદ્ધિ જ સાચો આનંદ આપનારી હોય છે. તે જ લાંબો સમય ટકે છે. વિદ્યાર્થીજીવનનો યશ તેના શ્રમમાં રહેલો છે. શ્રમ જેવો કોઈ મિત્ર નથી. કોઈ પણ વ્યક્તિ શ્રમ વડે જ પોતાના જીવનને ઉન્નત બનાવી શકે છે. શ્રમ કરનાર વ્યક્તિ જ સર્વની પ્રિય બની શકે છે. આથી દરેક વ્યક્તિએ પોતાને અનુકૂળ હોય તેવો શારીરિક કે માનસિક શ્રમ કરવો જોઈએ. વૃદ્ધો પોતાને અનુકૂળ હોય તેવાં સમાજસેવાનાં કામો કરી શકે છે.
ઘણી વાર વ્યક્તિ શ્રમ કરે તોપણ સફળતા મળતી નથી. તેનું કારણ તેની મહેનતમાં રહેલી કચાશ હોય છે. આવા પ્રસંગે કરોળિયાનું ઉદાહરણ નજર સમક્ષ રાખીને પરિશ્રમ કરવો જોઈએ. પરંતુ નિષ્ફળતા મળતાં નાસીપાસ થઈ શ્રમ કરવાનું છોડી દઈએ તો પછી જિંદગીમાં ક્યારેય સફળતા મળતી નથી. આથી જ એક કવિએ કહ્યું છે કે – "મને મળી નિષ્ફળતા અનેક, તેથી સફળ થયો કૈંક જિંદગીમાં”
કમનસીબે આજની શિક્ષિત વ્યક્તિ શારીરિક શ્રમથી દૂર ભાગે છે. કેટલાક લોકો તો કડિયા, સુથાર, લુહાર, દરજી વગેરેના શ્રમને તુચ્છ ગણે છે. આપણે દરેક પ્રકારના શ્રમનું ગૌરવ કરવું જોઈએ.
પરિશ્રમ એ જ સાચો પારસમણિ છે. પરિશ્રમના સ્પર્શથી જ ભાગ્યરેખાઓ ખુલતી જશે અને તનમનની તંદુરસ્તી જળવાશે.
In simple words: પરિશ્રમ એ સફળતાની ચાવી છે, જે શારીરિક કે માનસિક હોઈ શકે છે. શ્રમ વિના મળેલી સફળતા અપૂર્ણ હોય છે. નિષ્ફળતા છતાં સતત પ્રયત્ન કરવો જોઈએ, કેમ કે મહેનતથી જ જીવનમાં પ્રગતિ અને સ્વાસ્થ્ય મળે છે.
Exam Tip: When writing on 'Labor is the Philosopher's Stone,' highlight the dignity of labor, differentiate between physical and mental work, emphasize perseverance, and condemn the aversion to hard work in society.
5. પૃથ્વીનો છેડો ઘર
Answer:
- પ્રસ્તાવના
- ઘરનું સુખ
- ઘરવિહોણાની સ્થિતિ
- પૃથ્વીનો છેડો ઘર
- ઉપસંહાર
“આપણને સુંદર ઘર બનાવતા આવડે છે, પરંતુ તેમાં રહેતા નથી આવડતું.”
સવારે નોકરી-ધંધે નીકળેલો માણસ સાંજે ઘેર આવે છે. ચણવા ગયેલાં પક્ષીઓ સાંજ પડ્યે માળામાં પાછાં આવી જાય છે. ખેતરમાં કામ કરતા બળદો પણ રસ્તો ભૂલ્યા વિના ઉતાવળે પોતાના રહેઠાણે પહોંચી જાય છે. આમ, ઘરનું આકર્ષણ મનુષ્ય અને પશુપંખીઓને સહજ હોય છે.
માણસ સારું કમાતો થાય ત્યારે સૌપ્રથમ સારી સગવડવાળું અને આકર્ષક ઘર બનાવવાનો વિચાર કરે છે. પંખીઓ સુંદર માળો બનાવે છે. સૌને ઘરનું આકર્ષણ કેમ રહે છે? સૌને ઘરમાં વિશ્રામ મળે છે. સૌ ઘરમાં રાહત અનુભવે છે, નિરાંત અનુભવે છે, મુક્તિનો આનંદ મેળવે છે. ઘરમાં તે કુટુંબીજનોને મળે છે, તેમની સાથે મોજમજા અને આનંદ કરે છે, મોડે સુધી જાગીને કે સવારે વહેલા ઊઠીને પોતાનું કામ કરી શકે છે. ઘરમાં આપણને ઠંડી, ગરમી અને વરસાદથી તેમજ જીવજંતુઓ અને પશુઓથી રક્ષણ મળે છે. આપણે સલામતી અને શાંતિ અનુભવીએ છીએ. આથી જ લોકો વધુમાં વધુ સગવડો મળી રહે તેવું ઘર બનાવવા ઝંખે છે.
ઘરવિહોણાની સ્થિતિ કફોડી હોય છે. તેઓને રાત ક્યાં પસાર કરવી તેની સતત ચિંતા રહે છે. અતિશય ઠંડી, ગરમી અને વરસાદમાં તેઓની પરિસ્થિતિ દયાજનક થાય છે. તેઓએ શહેરની ફૂટપાથ પર કે કોઈ વૃક્ષ નીચે પડી રહેવું પડે છે. તેઓ સુખ-શાંતિ અને સલામતી મેળવી શકતા નથી.
માણસ ધંધા અર્થે અથવા ફરવા કે યાત્રા કરવા માટે બહારગામ જાય છે. ત્યાં તેને બધી જ સગવડો મળે છે તો પણ તેને શાંતિનો અનુભવ થતો નથી. તે જ્યારે પોતાને ઘેર આવે છે ત્યારે પગ લંબાવી, આડા પડી તે “હાશ’ બોલે છે અને ખરેખરો શાંતિનો અનુભવ કરે છે. ઘરનું આવું આકર્ષણ હોય છે. ઘર ભલે જીવંત નથી, પરંતુ ઘર સાથે માણસની એવી લાગણી બંધાઈ જાય છે કે બહારનું સ્વર્ગીય સુખ પણ હું તેને ઘરના સુખ આગળ તુચ્છ લાગે છે. પછી ભલેને તે ઘર ઝૂંપડી હોય! તેથી જ પૃથ્વીનો છેડો ઘર કહેવાય છે.
પોતીકું ઘર હોય, પ્રેમાળ કુટુંબીજનો હોય, તેઓમાં પરસ્પર માટે સ્નેહ હોય, સૌ એકબીજાને મળીને મલકાતા હોય, હરખાતા હોય તો એનાથી રૂડું સુખ કયું? આપણે સુંદર ઘરમાં સારી રીતે રહેતા શીખીએ અને તેને સ્વર્ગ બનાવીએ.
In simple words: ઘર એ દરેક જીવ માટે આરામ, સુરક્ષા અને આનંદનું સ્થળ છે. ગમે ત્યાં ફર્યા પછી પણ વ્યક્તિને ઘર જેવી શાંતિ ક્યાંય મળતી નથી, તેથી જ તેને "પૃથ્વીનો છેડો ઘર" કહેવાય છે.
Exam Tip: An essay on 'Home Sweet Home' should convey the emotional attachment to one's dwelling, emphasize the comfort and security it provides, and contrast it with the struggles of the homeless.
6. પ્રકૃતિ પરમાત્માનું સ્વરૂપ
Answer:
- પ્રસ્તાવના
- પરમાત્માની અનુભૂતિ
- પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિસૃષ્ટિમાં પરમાત્માનાં દર્શન
- ઉપસંહાર
મને કહોને ઈશ્વર કેવા હશે? કેવા હશે? ક્યાં રહેતા હશે? ...
પરમાત્મા આ અદ્ભુત સૃષ્ટિના સર્જનહાર છે. આપણા ઉપર તેના ઘણા ઉપકારો છે. એટલે આપણા મનમાં ઈશ્વરદર્શનની ઇચ્છા રહે એ સ્વાભાવિક છે.
આપણને સતત પ્રશ્નો થયા કરે છે કે પરમાત્મા કેવા હશે? તે ક્યાં રહેતા હશે? પરંતુ ઈશ્વર, પરમાત્મા આપણને દેહરૂપે દર્શન દેતા નથી. હવાને આપણે જોઈ શકતા નથી પરંતુ તેનો અનુભવ કરી શકીએ છીએ. વાયરમાંથી પસાર થતો વીજળીનો પ્રવાહ જોઈ શકાતો નથી પરંતુ તેનો અનુભવ પ્રકાશ, ગરમી દ્વારા કરી શકીએ છીએ. બાળક જેમ માતાપિતાની પ્રતિકૃતિ છે તેમ પરમેશ્વરે સર્જેલી દુનિયા પરમાત્માની પ્રતિકૃતિ છે. તે દ્વારા જ તેનાં દર્શન થઈ શકે છે.
પરમાત્માએ પ્રાણીસૃષ્ટિ અને વનસ્પતિસૃષ્ટિનું સર્જન કર્યું છે. બાળક એ પરમાત્માનું સ્વરૂપ છે. તેને જોતાં કોને આનંદ થતો નથી? એ જ રીતે પ્રાણીઓનાં બચ્ચાં પણ કેવાં સુંદર લાગે છે! માતાના વાત્સલ્યમાં પરમાત્માના પ્રેમસ્વરૂપનાં દર્શન થાય છે. વાઘ-સિંહની ગર્જનામાં પરમાત્માના રૌદ્ર સ્વરૂપનાં દર્શન થાય છે. કોયલના મધુર કંઠમાં આપણે પરમાત્માની મીઠી વાણી સાંભળી શકીએ છીએ.
નદીઓ, દરિયા, વૃક્ષો, પર્વતો, ઝરણાં, ફૂલછોડ, ધરતી વગેરે પ્રકૃતિનાં તત્ત્વો પરમાત્માનાં સ્વરૂપો છે. આ બધાં પ્રાકૃતિક તત્ત્વોના સાંનિધ્યમાં આપણને ખૂબ શાંતિ અને આનંદની અનુભૂતિ થાય છે. ફૂલોના રંગ, નદીઓ અને ઝરણાંનો નાદ, વૃક્ષોની શોભા વગેરેનું આપણને આકર્ષણ રહે છે. એટલે જ આપણે શહેરના ધુમાડાથી કંટાળીને કુદરતી સ્થળોએ જવાની ઇચ્છા રાખીએ છીએ. ત્યાં જતાં જ આપણે ખુશ થઈ જઈએ છીએ. આપણે સૂર્ય, ચંદ્ર, વૃક્ષો વગેરેને દેવસ્વરૂપે ગણીને તેમની પૂજા કરીએ છીએ.
આપણે પરમાત્માએ સર્જેલી પ્રકૃતિનાં દર્શન કરીએ. તેના સાંનિધ્યમાં શાંતિનો અનુભવ કરીએ અને તેના ગુણો આપણા જીવનવ્યવહારમાં ઊતારીએ, એ જ પરમાત્મદર્શન છે.
In simple words: પ્રકૃતિ એ પરમાત્માનું સ્વરૂપ છે, જ્યાં આપણે નદીઓ, પર્વતો, વૃક્ષો અને પ્રાણીઓ દ્વારા ઈશ્વરની હાજરી અનુભવી શકીએ છીએ. પ્રકૃતિમાં શાંતિ અને આનંદ મળે છે, અને તેના ગુણો આપણા જીવનમાં ઉતારવા એ જ સાચું ઈશ્વરદર્શન છે.
Exam Tip: To illustrate 'Nature as God's Form', emphasize how different natural elements (animals, landscapes, sounds) manifest divine attributes like love, power, and beauty, guiding the reader towards a deeper appreciation for nature.
7. મારું પ્રિય પંખી – કાબર
Answer:
- પ્રસ્તાવના
- કાબરનો દેખાવ અને ચાલ
- કાબરનો ખોરાક અને બોલી
- કાબરનો માળો
- ઉપસંહાર
આવો આવો કાબરબેન,
બોલો મીઠાં કલબલ વેણ.
મારું પ્રિય પંખી કાબર છે. તમને આશ્ચર્ય થાય છે ને કે મોર, પોપટ, કોયલ, ચકલી, કાગડો, કબૂતર આ બધામાંથી એકે નહિ ને કાબર? કાબર કલબલ કરી માથું પકવી નાખે છે એવી છાપ છે; પરંતુ તે આપણા ઘરઆંગણાનું એક અનોખું પંખી છે.
કાબરનાં ડોક અને માથું તેલ નાખીને ઓળેલાં હોય તેવાં ચમકે છે. કાબરની છાતીનો ઉપરનો ભાગ કાળો છે, જ્યારે બાકીનો ભાગ જાંબલી રંગનો છે. કાબરનાં પેડુ અને પૂંછડીની નીચેનો ભાગ એકદમ ધોળો છે. તેની પૂંછડીને છેડે સફેદ કિનાર હોય છે. કાબર ઊડે છે ત્યારે એ કિનાર મજાના સફેદ પહોળા પટામાં પલટાઈ જાય છે. તે એની શોભામાં વધુ વધારો કરે છે. કાબરની ચાંચ આંખ સુધી પીળી ચામડીથી સંકળાયેલી છે. કાબરના પીળા પગ એની શોભામાં વધારો કરે છે. છાતી કાઢીને, ડોકું હલાવતી કાબર ચાલે છે ત્યારે જાણે મુંબઈનાં શેઠાણી ચોપાટી પર ફરવા નીકળ્યાં હોય એવી ઠાવકાઈ અને રુઆબ તેની ચાલમાં હોય છે.
કાબર મોટે ભાગે જોડીમાં જ રહે છે. તે જમીન પરથી અનાજ અને જીવાત વીણીને ખાય છે. પેટ ભરાઈ જાય એટલે ભોજન પછીનું ગીત ગવાય. કાબર મસ્ત પંખી છે. વિનોદી અવસ્થામાં એ જાતજાતનાં પંખીઓની બોલી બોલે છે. અવાજ સાંભળી આપણે એ પંખીને જોવા જઈએ કે જેનો અવાજ આપણે સાંભળ્યો હોય, પરંતુ આપણને કાબર જોવા મળે. નિરાંતે બેસીને એ છેતરામણા સૂર કાઢતી હોય છે.
ઘણી વાર કાબરો ટોળે મળી કાગારોળ કરતી હોય છે. આવું બને ત્યારે માનવું કે નજીકમાં ક્યાંક સાપ, નોળિયો, બિલાડી કે બાજ જેવાં ઈંડાં અને પક્ષીને ખાઈ જનાર કોઈ શત્રુ હશે.
કાબર રાતવાસો ઝાડ પર કરતી હોય છે. તે ઝાડની બખોલમાં કે ઘરની દીવાલના બાકોરામાં ઘાસ, ચીંથરાં, ડાળખાં, કાગળ વગેરે ભેગું કરી માળો બાંધે છે.
રૂપ-રંગે રૂપાળી, જાતજાતના સૂર કાઢતી કાબર કજિયાળી છે એટલે લોકો એના તરફ વધુ ધ્યાન આપતા નથી. પરંતુ એ મસ્ત પંખી છે. તેને જોવું, સાંભળવું બધાને ગમશે.
In simple words: કાબર એક સુંદર અને અનોખું પંખી છે જે યુગલ માં રહે છે. તે વિવિધ પ્રકારના અવાજો કાઢે છે અને જમીન પરથી અનાજ અને જીવાત ખાય છે. તે ઝાડની બખોલો અથવા દીવાલના છિદ્રોમાં માળો બનાવે છે.
Exam Tip: When describing your favorite bird, include details about its appearance, habits, diet, sounds, and nesting, ensuring the description is engaging and personal while remaining factual.
8. એક નદીની આત્મકથા
Answer:
- પ્રસ્તાવના
- જન્મ - બાલ્યાવસ્થા
- મેદાન અવસ્થા
- ઉપયોગિતા
- સંહારક અસર
- ઉપસંહાર
અરે બાળકો, તમને જોઈને હું ઘણી જ ખુશ થઈ છું. તમે મારી ચડતી-પડતીથી ભરેલી જીવનકથા સાંભળશો તો તમને મજા આવશે અને મને આનંદ થશે, તો સાંભળો.
મારો જન્મ એક પર્વતના ઊંચા શિખર પર થયો હતો. ત્યાં હું એક નાના ઝરણા સ્વરૂપે જન્મી હતી. મારા પિતા પર્વતની ગોદમાં નાચતી-કૂદતી હું નીચે આવી અને પછી સપાટ મેદાનમાં વહેવા લાગી.
મેદાનમાં આવતાં મને મારી ઘણી બહેનો મળી. આથી મારું સ્વરૂપ બદલાઈ ગયું. હું નદી સ્વરૂપે વહેવા લાગી. હું શાંત અને ધીરગંભીર બની ગઈ. હવે હું મારા પતિદેવ સાગરને મળવા આતુર બની ગઈ હતી. આથી હું વેગથી વહેતી વહેતી સાગરને મળી અને તેમાં ભળી ગઈ. આમ, મારું સ્વપ્ન સાકાર થઈ ગયું.
મેદાનમાં વહેતી વખતે હું લોકોના કલ્યાણનાં ઘણાં કામો કરું છું. મારા બંને કાંઠે ઘણા ગામો અને શહેરો વસે છે. પ્રાચીન સંસ્કૃતિનો પ્રારંભ મારા કાંઠે જ થયો હતો. હું લોકોની ઘણી જરૂરિયાતો પૂરી પાડું છું. હું લોકોને પીવાનું પાણી પૂરું પાડું છું. લોકો મારા પાણીનો ઉપયોગ કપડાં અને વાસણ ધોવામાં, ઢોરોને નવડાવવામાં અને સિંચાઈમાં કરે છે. હું લોકોનું એક માની જેમ પાલન કરું છું. એટલે લોકોએ મારું નામ ‘લોકમાતા' પાડ્યું છે. હું ચોમાસામાં મારા પ્રવાહ સાથે કાંપ ઘસડી લાવું છું અને તેને આજુબાજુનાં મેદાનોમાં પાથરું છું. આથી ત્યાંની જમીન વધારે ફળદ્રુપ બને છે. એને લીધે અનાજનું ઉત્પાદન વધે છે. આમ, હવા અને પાણી પછીની જરૂરિયાત ખોરાક પૂરો પાડવામાં પણ મારો મોટો ફાળો છે.
સરકારે મારા પ્રવાહની આડે એક બંધ બંધાવ્યો છે. આથી મારો પ્રવાહ ધોધરૂપે પડે છે. તેનાથી વીજળી ઉત્પન્ન થાય છે. આ વીજળી વડે ઘણાં ગામડાં અને શહેરો રાતે રોશનીથી ઝળહળી ઊઠે છે. બંધને લીધે એક સુંદર સરોવર બન્યું છે. તેથી મારા કિનારાના વિસ્તારમાં સિંચાઈની સગવડ વધી છે અને ખેડૂતો ખેતરોમાંથી વર્ષમાં ત્રણ પાક લેતા થયા છે.
મારા કાંઠે કેટલાક ઉદ્યોગ-ધંધા પણ શરૂ થયા છે. મારા કિનારે ઘણા તીર્થસ્થાનો આવેલાં છે. લોકો મારા પાણીને પવિત્ર માનીને તેમાં ભક્તિભાવપૂર્વક સ્નાન કરે છે. મારા પ્રવાહનો જળમાર્ગ તરીકે પણ ઉપયોગ થાય છે.
મારી આટલી બધી ઉપયોગિતા છતાં કેટલાક લોકોને મારી જરાય કદર નથી. તેઓ મારા કિનારે ગંદકી કરે છે, મારા પાણીમાં કચરો ઠાલવે છે. આથી હું ઘણી પરેશાન થાઉં છું. ક્યારેક હું રોષે ભરાઈને ચોમાસામાં મારું રૌદ્ર સ્વરૂપ ધારણ કરું છું. મારા પ્રવાહમાં પૂર આવે છે. હું આજુબાજુનાં ગામડાંને તારાજ કરું છું. તેમનાં ઢોર-ઢાંખર અને ઘરવખરી તાણી જાઉં છું. ખેતરોમાં ઊભેલા પાકનો નાશ કરું છું. પછી મને ઘણું દુઃખ પણ થાય છે. તેનો બદલો હું મબલક પાક પકવી વાળું છું. તમે મારી જીવનકથા સાંભળી તેનો મને આનંદ છે. તમે હવે મારા પ્રવાહમાં નૌકાવિહાર કરો અને આનંદ માણો. તમે મારા કિનારાને અને પાણીને સ્વચ્છ રાખો એવી હું આશા રાખું છું.
In simple words: નદી તરીકે, મારો જન્મ પર્વતોમાં થયો અને હું સમુદ્રને મળું ત્યાં સુધી વહેતી રહું છું. હું લોકોને પાણી, સિંચાઈ અને વીજળી આપીને મદદ કરું છું, જેનાથી મને 'લોકમાતા' કહેવામાં આવે છે.
Exam Tip: When writing an autobiography of a river, describe its journey from origin to end, highlighting its benefits to humanity (irrigation, power, transportation) and the environmental challenges it faces. Use first-person narration to make it engaging.
9. શિયાળાની સવાર
Answer:
- પ્રસ્તાવના
- ગામડાનું વાતાવરણ
- શહેરનું વાતાવરણ
- લાભ
- ગેરલાભ
- ઉપસંહાર
દરેક ઋતુની સવાર રમણીય, શીતળ અને સ્ફૂર્તિદાયક હોય છે. એમાંય શિયાળાની સવાર તો સૌથી વધુ સુંદર હોય છે.
શિયાળાના દિવસો ટૂંકા અને રાત લાંબી હોય છે. સૂર્યોદય મોડો થાય છે. પરંતુ ઘણા લોકો સવારે વહેલા ઊઠી જાય છે. વહેલી સવારે આકાશમાં ટમટમતા તારલા જોવા મળે છે. ઠંડીના કારણે ઝાડપાન અને પશુ-પક્ષી ઠુંઠવાઈ જાય છે. ગામડામાં સવારે ઘંટીઓના મધુર અવાજ અને વલોણાના નાદ સંભળાય છે. ખેડૂતો બળદો લઈ ખેતરે ખેતીકામ કરવા જાય છે. બળદોની ડોકે બાંધેલા ઘૂઘરાનો રણકાર વાતાવરણને જીવંત બનાવે છે. કુંભાર માટલાં ઘડે છે તેનો ‘ટપ’...‘ટપ’... અવાજ મધુર લાગે છે. વળી પ્રભાતિયાંના સૂર પણ સંભળાય છે. ધીમે ધીમે સૂરજદાદાનાં કોમળ કિરણોનો સ્પર્શ થતાં સજીવસૃષ્ટિમાં નવું ચેતન પ્રગટે છે. સૂર્યનાં કિરણો ઝાકળબિંદુઓ પર પડતાં તે મોતીની જેમ ચમકવા લાગે છે. પંખીઓ કલશોર કરીને પ્રભાતનું સ્વાગત કરે છે. કેટલાક લોકો તાપણું કરીને તેમની ટાઢ ઉડાડે છે.
શિયાળાની સવાર શહેરીજનોને તન-મનની તાજગી આપે છે. પ્રદૂષિત હવાથી બેચેન શહેરીજનો સવારની સ્વચ્છ, તાજી હવાનો ભરપૂર લાભ ઉઠાવે છે. કેટલાક લોકો “મૉર્નિંગ વૉક કરવા માટે નીકળી પડે છે. કેટલાક લોકો કસરત કરે છે. આ ઉપરાંત સવારના પહોરમાં છાપાના ફેરિયા, દૂધવાળા, વિદ્યાર્થીઓ, કારીગરો અને ધંધાદારીઓની દોડધામ તો ખરી જ. આમ છતાં, કેટલાક મનમોજી લોકો મોડે સુધી હુંફાળી પથારી છોડતા નથી અને સવારની તાજગીનો લાભ લઈ શકતા નથી.
શિયાળાની સવાર આપણને ઘણી રીતે લાભદાયક છે. શિયાળામાં સવારે વસાણું ખાવાની ખૂબ મજા પડે છે. શિયાળાની સવારનો વ્યાયામ, સ્ફૂર્તિદાયક સ્વચ્છ હવા અને વસાણું આપણને બારે મહિના સ્વસ્થ અને તાજામાજા રાખે છે.
શિયાળાની સવાર દમ અને શ્વાસના દરદીઓને માફક આવતી નથી. જેમની પાસે ઓઢવા-પાથરવાની પૂરતી સગવડ નથી હોતી, તેવા ગરીબો માટે પણ તે મુશ્કેલ નીવડે છે. ઘણી સેવાભાવી સંસ્થાઓ આવા લોકોને ધાબળાનું દાન કરે છે.
શિયાળાની સવાર આપણા સૌ માટે આશીર્વાદ સમાન છે. તેનો કેટલો લાભ ઉઠાવવો એ આપણા હાથની વાત છે.
In simple words: શિયાળાની સવાર તાજી અને સુંદર હોય છે, જોકે દિવસો ટૂંકા હોય છે. ગામડાંઓમાં ખેડૂતો કામ કરતા હોય છે અને શહેરોમાં લોકો તાજી હવા માટે સવારની કસરત કરે છે. આ સવાર ઘણા ફાયદા આપે છે, પરંતુ શ્વાસના દર્દીઓ અને ગરીબો માટે તે મુશ્કેલ બની શકે છે.
Exam Tip: When writing about a seasonal morning, describe the sensory details – sights, sounds, smells, and feelings – of both rural and urban settings, highlighting its benefits and challenges for different people.
10. ઉનાળાનો બપોર
Answer:
- પ્રસ્તાવના
- ઉનાળાના બપોરનું વાતાવરણ
- બપોરના વાતાવરણની જનજીવન પર અસર અને ઉપાય
- ઉપસંહાર
સમગ્ર વર્ષ દરમિયાન આપણને પ્રકૃતિનાં જુદાં જુદાં સ્વરૂપો જોવા મળે છે. આપણને તેના જુદા જુદા અનુભવો થાય છે. શિયાળાની સવારે તન-મનને તાજગી આપે છે, તો ઉનાળાનો બપોર આપણને વ્યાકુળ કરી નાખે છે.
ઉનાળામાં સવારે થોડી ઠંડક હોય છે. સવારે ખુલ્લામાં મીઠી નીંદર માણવાની ખૂબ મજા આવે છે. પછી ધીમે ધીમે ગરમી વધતી જાય છે. બપોરે સૂર્ય માથા ઉપર આવતાં તે જાણે અગનગોળા વરસાવતો હોય તેવી પ્રચંડ ગરમી પડે છે. જમીન એટલી બધી તપી જાય છે કે તેના પર ખુલ્લા પગે ચાલી શકાતું નથી. ધરતીમાંથી ઊની ઊની વરાળ નીકળે છે. ઊની ઊની લૂ વાય છે. આ લૂ ચામડીને દઝાડે છે. ક્યારેક ધૂળની ડમરીઓ ઊડતી જોવા મળે છે. જળાશયોમાં પાણી સુકાઈ જાય છે. ધરતી રણ જેવી વેરાન લાગે છે. ક્યાંય હરિયાળી વનસ્પતિ જોવા મળતી નથી. એક કવિએ તેનું વર્ણન કરતાં ગાયું છે કે – સૂર્ય લાગ્યો તન સળગાવવા, ગરમીનાં જામ્યાં જોર.
બળબળતા જામ્યા બપોર. બપોરના આકરા તાપમાં કામ કરતાં થાકી જવાય છે અને પરસેવે રેબઝેબ થઈ જવાય છે. તેથી ખેડૂતો અને કારીગરો બપોરે તેમનું કામકાજ થંભાવી દે છે. પશુઓ, વટેમાર્ગુઓ અને ફેરિયાઓ ઘટાદાર વૃક્ષની છાયામાં વિશ્રામ કરે છે. પંખીઓ માળામાં લપાઈ જાય છે. લોકો ઘરમાં પંખા કે ઍરકન્ડિશનર ચાલુ કરીને ઠંડક મેળવે છે. કેટલાક લોકો ઠંડાં પીણાં પીએ છે કે આઇસક્રીમ ખાય છે. ભેંસો તળાવના પાણીમાં પડી રહે છે. શાળાઓ અને મહાશાળાઓમાં ઉનાળાની રજાઓ હોય છે. બાળકો ઘરમાં બેસીને ઇન્ડોર ગેમ્સ રમે છે. કેટલાક શ્રીમંતો આબુ, સિમલા જેવાં ગિરિમથકોએ હવા ખાવા જાય છે. કેટલીક સામાજિક સંસ્થાઓ ઠંડાં પાણી કે ઠંડી છાશની પરબો બેસાડીને સેવાનું કામ કરે છે.
આપણને અકળાવનારી ગરમીથી સૂર્યનારાયણને ફરિયાદ કરવાનું મન થાય છે: “ખમૈયા કરો'.
In simple words: ઉનાળાનો બપોર ખૂબ ગરમ હોય છે, સૂર્ય જાણે આગ વરસાવે છે. આ કાળઝાળ ગરમીમાં લોકો અને પ્રાણીઓ આરામ શોધે છે, કામ બંધ રાખે છે અને ઠંડક મેળવવા પ્રયાસ કરે છે.
Exam Tip: Describe the intense heat of a summer afternoon, its effects on people, animals, and nature, and the various coping mechanisms adopted by society to seek relief. Ensure your description is vivid and impactful.
11. વર્ષાઋતુ / ઋતુઓની રાણી વર્ષા વર્ષોનો વૈભવ
Answer:
- પ્રસ્તાવના
- વરસાદનું દૃશ્ય
- વર્ષોના આગમન પછીનું વાતાવરણ
- વર્ષાઋતુમાં આવતા તહેવારો
- અતિવૃષ્ટિ
- બીમારી
- ઉપસંહાર
ઋતુઓનું ચક્ર ફર્યા જ કરે છે. આપણે વર્ષા અને શરદ, હેમંત અને શિશિર, વસંત અને ગ્રીષ્મ એમ વિવિધ ઋતુઓનો અનુભવ કરીએ છીએ. ગ્રીષ્મઋતુની વિદાય પછી વર્ષાઋતુનું આગમન થાય છે.
આકાશમાં ઘનઘોર વાદળાં ચડી આવે છે. વીજળીના ચમકારા, વાદળોના ગડગડાટ અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની પધરામણી થાય છે. વરસાદ વરસતાં બધે આનંદ આનંદ થઈ જાય છે. બાળકો વરસાદના પાણીમાં છબછબિયાં કરે છે. મોર કળા કરી નાચે છે. મોરના ટહુકા અને દેડકાંનો ‘ડ્રાઉ’... 'ડ્રાઉ’... અવાજ સંભળાય છે. ભીની માટીની સુગંધ વાતાવરણમાં ફેલાઈ જાય છે. વરસતા વરસાદમાં બહાર જવાનું હોય ત્યારે લોકો છત્રી ઓઢીને કે રેઇનકોટ પહેરીને જાય છે. કેટલાકને વરસાદમાં નાહવાની ખૂબ મજા આવે છે. ચારે બાજુ પાણી પાણી થઈ જાય છે. જળાશયોમાં પાણીની સપાટી ઊંચી આવે છે.
ખેડૂતો ખેતીના કામમાં લાગી જાય છે. તેઓ ખેતરોમાં બી વાવે છે કે ધરુ રોપે છે. થોડા દિવસો પછી ધરતી પર લીલુંછમ ઘાસ ઊગી નીકળે છે. ધરતીમાતાએ જાણે લીલી સાડી પહેરી હોય તેવું સુંદર દૃશ્ય રચાય છે. ખેતરોમાં હરિયાળો પાક લહેરાય છે. કોઈ કોઈ વાર આકાશમાં મેઘધનુષ શોભામાં વૃદ્ધિ કરે છે.
વર્ષા એટલે અવનવા તહેવારોની ઋતુ. રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશચતુર્થી, સંવત્સરી અને નવરાત્રિ આ ઋતુમાં આવતા મુખ્ય તહેવારો છે. પંદરમી ઑગસ્ટ અને ગાંધીજયંતી જેવા તહેવારો પણ આ ઋતુમાં જ આવે છે. આ બધા તહેવારો દેશમાં આનંદ અને ઉલ્લાસથી ઉજવાય છે.
વર્ષાઋતુમાં કોઈ વાર અતિવૃષ્ટિ થાય છે. નદીઓમાં ભયંકર પૂર આવે છે. ખેતરોમાંનો પાક ધોવાઈ જાય છે. જાન-માલનું ઘણું નુકસાન થાય છે. વર્ષાઋતુમાં કોઈ વાર વરસાદ પડતો નથી કે બહુ ઓછો વરસાદ પડે છે. ખેતરોમાં અનાજ પાકતું નથી. પાણીની ભયંકર તંગી પડે છે. તેને દુષ્કાળ' કહે છે.
વર્ષાઋતુમાં વરસાદ પડવાથી ચારે બાજુ કાદવ-કીચડ થઈ જાય છે. માખી અને મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. તેથી લોકોની માંદગીનું પ્રમાણ પણ વધી જાય છે.
વર્ષાઋતુમાં અનાજ પાકે છે. ઘાસચારો થાય છે અને જળાશયોમાં પાણીની આવક થાય છે. તેનાથી મનુષ્યો અને પશુપંખીઓનું પોષણ થાય છે. આથી, વર્ષાઋતુના જેટલા ગુણગાન ગાઈએ તેટલા ઓછા છે. આથી જ વર્ષાઋતુને 'ઋતુઓની રાણી' કહે છે.
In simple words: વર્ષાઋતુ ગ્રીષ્મઋતુ પછી આવે છે, વાદળો, વીજળી અને વરસાદ સાથે આનંદ લાવે છે. ખેડૂતો ખેતીમાં વ્યસ્ત રહે છે અને ધરતી લીલીછમ બને છે. આ ઋતુમાં ઘણા તહેવારો આવે છે, જોકે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિથી નુકસાન પણ થાય છે.
Exam Tip: When describing the monsoon season, include its arrival, the landscape transformation, its impact on agriculture and festivals, and the challenges like floods or droughts, concluding with its overall importance.
12. મારો પ્રિય તહેવાર
Answer:
- પ્રસ્તાવના
- નવરાત્રિ તહેવારનું મહત્ત્વ
- નવરાત્રિની ઉજવણી અને પ્રિય તહેવાર હોવાનું કારણ
- ઉપસંહાર
આપણે વર્ષ દરમિયાન ઘણા તહેવારો ઊજવીએ છીએ. તહેવારો આપણા જીવનને આનંદ અને ઉલ્લાસથી ભરી દે છે. ધાર્મિક તહેવારો આપણી ધર્મનિષ્ઠા અને રાષ્ટ્રીય તહેવારો આપણી રાષ્ટ્રભાવના વધારે છે. બધા તહેવારોમાં મારો પ્રિય તહેવાર નવરાત્રિ છે.
નવરાત્રિનો તહેવાર આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી ઊજવાય છે. તે એક મોટો ધાર્મિક તહેવાર છે. અંબાજી માતાએ લોકોને ત્રાસ આપતા મહિષાસુર રાક્ષસ સામે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું હતું. દસમા દિવસે તેનો વધ થયો હતો. તેની ખુશીમાં લોકો માતાજીના ગુણગાન ગાઈને આ તહેવાર ઊજવે છે.
નવરાત્રિનો તહેવાર સમાજના બધા જ વર્ગના લોકો ઊજવે છે. શેરીએ શેરીએ માતાજીના મંડપો બંધાય છે. તેમાં માતાજીની છબી કે માટીનો ગરબો મૂકવામાં આવે છે. તેની આસપાસ લોકો મોડી રાત સુધી ગરબા ગાય છે. પછી માતાજીની આરતી થાય છે અને છેલ્લે પ્રસાદ વહેંચાય છે. કેટલાક લોકો નવરાત્રિના નવ દિવસ ઉપવાસ કરે છે. માતાજીની પૂજા કરે છે અને માતાજીના જપ કરે છે. આઠમે માતાજીના હવન થાય છે.
નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબા ગવાય છે. મને ગરબે ઘૂમવાનો ઘણો શોખ છે. અમારી સોસાયટીમાં દરરોજ રાતે જાણીતા ગાયકોને તેમની મંડળી સાથે બોલાવવામાં આવે છે. યુવાનો અને યુવતીઓ આકર્ષક વસ્ત્રો પહેરીને મોડી રાત સુધી ગરબા ગાય છે. દાંડિયા-રાસની રમઝટ જામે છે. હું પણ ચણિયાચોળી પહેરીને મારી બહેનપણીઓ સાથે ગરબે ઘૂમવા જાઉં છું. અમારી શાળામાં છેલ્લા ત્રણ દિવસ તો રજાઓ હોય છે. દરરોજ જુદી જુદી વસ્તુઓની લહાણી થાય છે અને રાત્રે નાસ્તો તો ખરો જ. મને આ તહેવારમાં નવ-નવ રાત્રિ સુધી મજા માણવા મળે છે. આથી નવરાત્રિ મારો પ્રિય તહેવાર છે. આવો નવરાત્રિનો તહેવાર વારંવાર આવતો હોય તો કેવું સારું!
In simple words: નવરાત્રિ મારો પ્રિય તહેવાર છે, જે આસો સુદ એકમથી નોમ સુધી ઉજવાય છે. આ તહેવાર માતા અંબાજીની રાક્ષસ મહિષાસુર પરની જીતની ઉજવણી કરે છે, જેમાં લોકો ગરબા ગાય છે અને માતાજીની પૂજા કરે છે. મને ગરબા રમવા ગમે છે અને આ તહેવાર દરમિયાન ખૂબ આનંદ મળે છે.
Exam Tip: When writing about your favorite festival, ensure to describe its historical/religious significance, how it's celebrated, specific rituals, and personal reasons why it holds special meaning for you.
13. આદર્શ વિદ્યાર્થી
Answer:
- પ્રસ્તાવના
- આદર્શ વિદ્યાર્થીનો મુખ્ય ઉદ્દેશ
- આદર્શ વિદ્યાર્થીનાં અન્ય લક્ષણો
- આદર્શ વિદ્યાર્થીમાં શું ન હોય?
- ઉપસંહાર
વિદ્યાર્થી એટલે વિદ્યાનો અર્થી. તેનો મુખ્ય ઉદ્દેશ જ્ઞાન મેળવવાનો હોય. પરંતુ આદર્શ વિદ્યાર્થી તેને કહી શકાય જે અભ્યાસ ઉપરાંત ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લેતો હોય અને જેનાં વાણી અને વર્તન વખાણવાલાયક હોય.
આદર્શ વિદ્યાર્થી નિયમિત અને સમયસર શાળાએ જાય છે. જ્યારે શિક્ષક ભણાવી રહ્યા હોય ત્યારે તે એકચિત્તે ભણતો હોય છે. કોઈ મુદ્દો ન સમજાય તો તે વિનયપૂર્વક શિક્ષકને પૂછે છે. શાળામાંથી આપવામાં આવતું ગૃહકાર્ય તે નિયમિત અને ચોકસાઈપૂર્વક કરે છે. આદર્શ વિદ્યાર્થીની એકાગ્રતા અર્જુન જેવી અને જિજ્ઞાસા એકલવ્ય જેવી હોય છે.
આદર્શ વિદ્યાર્થી માત્ર પાઠ્યપુસ્તકોના વાચનથી સંતોષ નથી માનતો. તે જુદા જુદા વિષયનાં અન્ય પુસ્તકો પણ વાંચે છે. આદર્શ વિદ્યાર્થી ચિત્રકામ, સંગીત, નાટક વગેરેમાં પણ ઉત્સાહથી ભાગ લે છે. તે રમતગમતનું મહત્ત્વ સમજે છે અને તેમાં ખેલદિલીપૂર્વક ભાગ લે છે. આદર્શ વિદ્યાર્થીનો જીવનમંત્ર હોય છે કામને વખતે કામ અને રમતને વખતે રમત. (Work while you work and play while you play.)
આદર્શ વિદ્યાર્થીનું ચરિત્ર પણ આદર્શ હોય છે. તેનાં વાણી અને વર્તનમાં વિવેક હોય છે. તેને પોતાની વિદ્યાનું કે અન્ય કોઈ બાબતનું અભિમાન હોતું નથી. આદર્શ વિદ્યાર્થીમાં દયા, પ્રેમ, સહનશીલતા જેવા સદ્ગુણો હોય છે. તે નીડર હોય છે. બીજા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા તે હંમેશાં તત્પર હોય છે. તે વડીલોનાં નાનાં-મોટાં કામો કરવામાં ઉત્સાહ બતાવે છે. તેમાં અન્ય પ્રાણીઓ પ્રત્યે પણ કૂણી લાગણી હોય છે.
સાદું જીવન અને ઉચ્ચ વિચાર (Simple living and high thinking) એ આદર્શ વિદ્યાર્થીના જીવનનો આદર્શ હોય છે. નઠારી સોબત, વ્યસન અને નિંદાની પ્રવૃત્તિથી તો તે સદા દૂર જ રહે છે.
In simple words: એક આદર્શ વિદ્યાર્થી ફક્ત અભ્યાસ જ નહીં, પરંતુ અન્ય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે છે. તે નિયમિત, વિનયી, જિજ્ઞાસુ અને મદદગાર હોય છે, સાદું જીવન જીવે છે અને ખરાબ ટેવોથી દૂર રહે છે.
Exam Tip: When defining an ideal student, elaborate on their academic discipline, participation in co-curricular activities, moral character, and a balanced approach to life, using clear examples for each trait.
Question 14. Write an essay on 15મી ઓગસ્ટ (15th August).
મુદ્દા :
- 1. પ્રસ્તાવના
- 2. આઝાદીનો ઈતિહાસ
- 3. સ્વાતંત્ર્યદિનની ઉજવણી
- 4. ઉપસંહાર
Answer: Our country achieved independence on August 15, 1947. Before that, our country was under British rule. The British had ruined our nation. Home industries had collapsed. The people of India were troubled by British tyranny. To free our country, Gandhiji started a movement. The country's people joined in. Leaders like Jawaharlal Nehru, Sardar Vallabhbhai Patel, Subhash Chandra Bose, Bal Gangadhar Tilak, and Lala Lajpat Rai dedicated their lives to serving the nation. Young people such as Bhagat Singh, Khudiram Bose, Prafulla Chaki, and Chandra Shekhar Azad sacrificed their lives for independence. Finally, on August 15, 1947, our nation India became free. This day became a golden chapter in India's history. On this occasion, people celebrated with great joy. Our tricolor flag was hoisted on the Red Fort. Since then, every year on August 15, the entire country celebrates Independence Day with happiness and enthusiasm. On this day, flag-hoisting ceremonies are held in schools in the morning. The national flag is unfurled. The national anthem is sung. Sweets are distributed. Processions are taken out in some villages and cities. Cultural programs and sports festivals are organized. In the evening, government buildings and some shops are lit up with lights. On this day in Delhi, our Prime Minister hoists the national flag at the Red Fort and addresses the nation. Martyrs are remembered and paid homage. On this day, patriotic songs are broadcast on radio and TV. Films related to patriotism are also shown on TV. We have gained freedom, but until the people of the country achieve economic freedom and prosperity, we cannot fully enjoy true independence. We should pledge to protect our valuable freedom and make the country prosperous.
In simple words: India gained freedom on August 15, 1947, after a long struggle. This day is celebrated as Independence Day with flag hoisting, national anthem, and remembrance of freedom fighters. It is a day to honor our past and promise a prosperous future for the nation.
Exam Tip: For essays on national events, include historical context, key figures, how the day is celebrated, and a concluding thought on its significance.
Question 15. Write an essay on દિવાળી (Diwali).
મુદ્દા :
- 1. પ્રસ્તાવના
- 2. દિવાળીની પૂર્વતૈયારી
- 3. દિવાળીના મુખ્ય પાંચ દિવસોનું મહત્ત્વ અને ઉજવણી
- 4. ઉપસંહાર
Answer: "Diwali has arrived, Diwali has arrived, bringing greetings for the new year." We celebrate many festivals throughout the year. Diwali is our biggest festival. It is considered the 'king of festivals'. The month of Aso is a month of festivals. After Navratri, Dussehra, and Sharad Poornima, the festival of Diwali comes. From the beginning of the Aso month, people start preparing for Diwali. People clean their homes and get them painted. People buy new clothes, firecrackers, and other decorative items. Shops in the markets shine brightly with lights. The festival of Diwali lasts for five days: Dhanteras, Kali Chaudas, Diwali, New Year, and Bhai Dooj. People begin lighting oil lamps in their courtyards from the day of Ekadashi. On Dhanteras, wealth is worshipped. On Kali Chaudas, Lord Krishna killed the demon Narakasura. People celebrate this with joy. On Kali Chaudas, Kali Mata is worshipped. On Diwali, traders perform Chopda Pujan (worshipping account books). It is the last day of the year. Kartik Sud Ekam is the New Year. On this day, people wake up early, get ready, and go for temple visits. Friends and relatives meet and wish 'Saal Mubarak'. People send Diwali cards. Now, greetings are exchanged on 'WhatsApp'. On Bhai Dooj, brothers visit their sisters' homes. Sisters cook their favorite meals for their brothers. Brothers give gifts to sisters as per their capacity. During Diwali, there is an atmosphere of joy and excitement everywhere. People enjoy new dishes, wear new clothes, and light firecrackers. People decorate their homes and shops with lights. Diwali is a festival to develop feelings of forgiveness and forgetting. We send New Year wishes to everyone with love. We also cleanse our minds, just as we clean our homes. Diwali is a festival of dispelling inner darkness and spreading the light of knowledge.
In simple words: Diwali is a major five-day festival celebrated with great joy and preparations. It includes Dhanteras, Kali Chaudas, Diwali, New Year, and Bhai Dooj. People clean their homes, buy new things, exchange greetings, and light lamps and firecrackers. It symbolizes the victory of good over evil and the spread of knowledge.
Exam Tip: When writing about festivals, cover its significance, how it is celebrated (preparations, rituals, specific days), and its cultural or spiritual message.
Question 16. Write an essay on આપણી કુટેવો (Our Bad Habits).
મુદ્દા :
- 1. પ્રસ્તાવના
- 2. કુટેવો
- 3. કેટલીક કુટેવો અને તેની અસરો
- 4. આપણી ફરજો
- 5. ઉપસંહાર
Answer: Humans are social creatures. Our behavior should be ideal for the well-being, order, and beauty of society. A habit that harms us or society is called a 'bad habit'. Getting up late, not brushing teeth properly, biting nails with teeth, sneezing or coughing without covering the mouth, spitting anywhere after chewing paan, spitting anywhere, putting books anywhere, scribbling in books, spoiling pictures in books, writing anything carelessly, etc., are all bad habits. Similarly, eating exposed food from the market, taking someone's belongings without asking, entering someone's house without permission, reading aloud, speaking in between when elders are talking, etc., are also bad habits. Our health and daily life deteriorate due to these types of bad habits. Throwing household waste anywhere, throwing banana peels on the road, children urinating or defecating in the open, throwing tooth-cleaning sticks anywhere, drawing on walls with charcoal or chalk and spoiling them are bad habits. Similarly, keeping the TV and radio volume high, talking loudly in gatherings, pushing and shoving while boarding or alighting buses or trains, leaving water taps open, reading someone's personal letter, throwing pieces of paper anywhere, walking in the middle of the road, parking vehicles anywhere, driving vehicles fast, blowing horns unnecessarily, etc., are social bad habits. These bad habits cause a lot of harm to us and society. No effort is required to acquire bad habits. To cultivate good habits, we need to make an effort and be aware. A habit once formed does not go away quickly. Therefore, we should cultivate good habits from childhood. We should behave according to what our parents, teachers, and elders tell us. Good habits enhance our and society's health, and maintain order and beauty in society. The formation of an ideal society is based on an individual's good habits.
In simple words: Bad habits are actions that harm ourselves or society. These include poor hygiene, public littering, noise pollution, and disrespect for others. To build a good society, we should avoid bad habits and cultivate good ones from a young age, as they are crucial for our well-being and social harmony.
Exam Tip: In essays about habits, define good and bad habits, give clear examples, describe their impact on individuals and society, and suggest ways to cultivate positive behaviors.
Question 17. Write an essay on ગાંધીજી અથવા મારા પ્રિય નેતા (Gandhiji or My Favorite Leader).
મુદ્દા :
- 1. પ્રસ્તાવના
- 2. ગાંધીજીનું બાળપણ, અભ્યાસ અને કાર્ય
- 3. ઉપસંહાર
Answer: "Never abandon truth, even unto death." - Gandhiji. Mahatma Gandhi, a global figure, was born on October 2, 1869, in Porbandar, Saurashtra. His full name was Mohandas Karamchand Gandhi. His mother's name was Putlibai. As a child, he was an ordinary boy. He studied in Porbandar and Rajkot. He watched the play "Harishchandra" and resolved to always speak the truth. He listened to the story of Shravana and resolved to serve his parents. Gandhiji studied law in England. He went to South Africa to practice law. There, he observed the British policy of racial discrimination. He led a non-violent struggle, Satyagraha, to remove the injustice caused by this policy. He succeeded in this. In 1915, he returned to India. The people of India were suffering many hardships under British rule. Gandhiji fought for independence against the British through the path of truth and non-violence. He endured imprisonment many times. Finally, on August 15, 1947, our country became independent. Gandhiji became the 'Father of the Nation' and held a special place in the hearts of millions of people in the country. Gandhiji's personal life was also inspiring. He lived simply. He used to go for walks in the morning and evening and pray. He spun the charkha daily. "Vaishnava Jana To Tene Re Kahiye" was his favorite hymn. He wrote his autobiography "My Experiments with Truth". He passed away from a gunshot wound. His memorial, Rajghat, is in Delhi. We should adopt the virtues of truth, non-violence, simplicity, and service from his life into our own.
In simple words: Mahatma Gandhi was born on October 2, 1869, in Porbandar. He became known as the Father of the Nation for leading India's independence movement using truth and non-violence. His life exemplified simplicity and service. We should learn from his values of honesty and peaceful protest.
Exam Tip: For essays on leaders, include their birth details, significant life events, contributions, key philosophies, and lasting impact. Use specific examples of their work.
Question 18. Write an essay on એક શિક્ષિત બેકારની આત્મકથા (Autobiography of an Educated Unemployed Person).
મુદ્દા :
- 1. પ્રસ્તાવના
- 2. શિક્ષણ
- 3. નોકરી મેળવવા માટેની દોડધામ - નિરાશા
- 4. ઉપસંહાર
Answer: Our parents educate us by enduring hardships. They hope that their child will get a good job after studying, earn well, and bring happiness to the home. However, sometimes parents' hopes are dashed. I was born into a middle-class farming family. My parents enthusiastically sent me to school. I was good at studies. Despite my father's ordinary financial situation, he bore the expense of my education. I passed the S.S.C. and Higher Secondary examinations with good marks. Since there was no college in my village, my parents took a loan and sent me to a city college. There, I obtained B.Sc. and then M.Sc. degrees. Afterward, I also earned a B.Ed. degree. My father had incurred a debt of two lakh Rs for my education. Two years have passed since I completed my education. I am still struggling to find a job. I regularly read job advertisements in newspapers. I apply for jobs that match my qualifications. Sometimes I am called for an interview, but I am not selected because I have qualifications but no connections. I cannot afford to pay a donation of one or two lakh Rs to get a job. Therefore, candidates with lower qualifications get selected, but I do not! Education is now just a business. Now I regret having received a good education. My friends who could not study well are well-settled in their ancestral businesses. Mulji, who failed S.S.C., Kanaji, who studied up to eighth grade, Kalu, who dropped out of school, and other classmates are engaged in their ancestral businesses. My situation has become like a 'dhobi's dog' (one who belongs neither here nor there). I cannot do manual labor, and I cannot find a job anywhere. I am now 25 years old. My parents also got me married this year. My worries are endless. Sometimes, I even think of committing suicide. But because of my affection for my parents, I cannot do that. Sometimes, I live in hope that my days of sorrow will end, and my bright career will begin.
In simple words: This essay tells the story of an educated young person struggling to find a job despite good qualifications. Their parents invested heavily in their education with hopes of a bright future, but connections often matter more than merit. The person feels regret, considers extreme measures, but holds onto hope for a better career.
Exam Tip: For autobiographical essays, use first-person narration, convey emotions, and describe experiences chronologically. Focus on the central theme, like unemployment, and its impact.
Free study material for Gujarati
GSEB Solutions Class 9 Gujarati નિબંધલેખન
Students can now access the GSEB Solutions for નિબંધલેખન prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 9 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for નિબંધલેખન
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 9 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 9 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Gujarati Class 9 Solved Papers
Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 9 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for નિબંધલેખન to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 9 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન Solutions is available for free on StudiesToday.com. These solutions for Class 9 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 9 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન Solutions as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 9 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન Solutions will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 9 Gujarati. You can access GSEB Class 9 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન Solutions in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 9 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન Solutions in printable PDF format for offline study on any device.