Get the most accurate GSEB Solutions for Class 8 Gujarati Chapter 22 કિસ્સા ટુચકા here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 8 Gujarati. Our expert-created answers for Class 8 Gujarati are available for free download in PDF format.
Detailed Chapter 22 કિસ્સા ટુચકા GSEB Solutions for Class 8 Gujarati
For Class 8 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 8 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 22 કિસ્સા ટુચકા solutions will improve your exam performance.
Class 8 Gujarati Chapter 22 કિસ્સા ટુચકા GSEB Solutions PDF
કિસ્સા – ટુચકા અભ્યાસ
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલા ] લખો :
Question 1. પાડાનું અંગ્રેજી કરવા અંગે કોને મૂંઝવણ હતી?
(a) લેખકને
(b) છોટુભાઈને
(c) ગોવિંદને
(d) તારમાસ્તરને
Answer: (d) તારમાસ્તરને
In simple words: The telegraph master was confused about how to translate the word for "male buffalo" into English.
Exam Tip: For character-based questions, identify the main action or feeling and the specific character involved to choose the correct option.
Question 2. બાપુજીના સેક્રેટરીનું નામ જણાવો.
(a) નારાયણ દેસાઈ
(b) મોરારજી દેસાઈ
(c) મહાદેવભાઈ દેસાઈ
(d) મગનભાઈ દેસાઈ
Answer: (c) મહાદેવભાઈ દેસાઈ
In simple words: You need to recall the name of Bapuji's secretary as mentioned in the lesson.
Exam Tip: Remember specific names and key figures mentioned in the text for direct recall questions.
Question 3. મમ્મીએ મનુને કેટલાં કેળાં આપ્યાં?
(a) ત્રણ
(b) ચાર
(c) પાંચ
(d) એક
Answer: (a) ત્રણ
In simple words: The mother gave three bananas to Manu, as mentioned in the story.
Exam Tip: Pay attention to numerical details in the stories as they are often tested in MCQs.
Question 4. 'કિસ્સા – ટુચકા” પાઠના લેખકનું નામ જણાવો.
(a) નરહરિ પરીખ
(b) રતિલાલ બોરીસાગર
(c) બકુલ ત્રિપાઠી
(d) સ્વામી આનંદ
Answer: (d) સ્વામી આનંદ
In simple words: The author of the chapter "કિસ્સા – ટુચકા" is Swami Anand.
Exam Tip: Always remember the authors of chapters, as these are common factual questions.
2. નીચેના દરેક પ્રશ્નનો એક – એક વાક્યમાં ઉત્તર લખો :
Question 1. બે આના ટેક્સ ગાડાવાળા પાસેથી કોણ લેતું હતું?
Answer: બે આના ટેક્સ ગાડાવાળા પાસેથી નાકાદાર લેતો હતો.
In simple words: The toll booth collector took two annas as tax from the cart driver.
Exam Tip: For direct questions, clearly state the subject and the action they perform from the story.
Question 2. આખી રાત ચકરાવા મારીને બળદો ક્યાં આવી ઊભા?
Answer: આખી રાત ચકરાવા મારીને બળદો બરાબર ટોલની છાપરી સામે આવીને ઊભા રહ્યા.
In simple words: After moving around all night, the oxen stopped right in front of the toll booth.
Exam Tip: Describe the final location or outcome precisely as mentioned in the narrative.
Question 3. આઝાદી પહેલાં પહાડી લોકો કોનાથી ડરતા હતા?
Answer: આઝાદી પહેલાં પહાડી લોકો અંગ્રેજોથી ડરતા હતા.
In simple words: Before India gained freedom, the mountain people were afraid of the British.
Exam Tip: When answering about historical context, mention the key groups or entities involved accurately.
Question 4. સોનલને મોટી બહેને શો પ્રશ્ન કર્યો?
Answer: મોટી બહેને સોનલને આ પ્રશ્ન કર્યો સૂર્ય ઊગે જ નહીં તો શું થાય?
In simple words: Sonal's older sister asked her, "What would happen if the sun never rose?"
Exam Tip: Quote direct questions asked by characters accurately, ensuring proper punctuation.
2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખો :
Question 1. ગાડામાં લાદેલા વાંસ પર ગાડાવાળો શા માટે સૂઈ ગયો?
Answer: આખો દિવસ જંગલમાં વાંસ કાપીને ગામડિયો થાકી ગયો હતો. ગાડું હાંકતાં – હાંકતાં ગાડાવાળાને ઊંઘ આવવા માંડી એટલે તે ગાડામાં લાદેલા વાંસ પર લંબાવીને સૂઈ ગયો.
In simple words: The cart driver was tired after cutting bamboos all day in the forest. As he was driving the cart, he started feeling sleepy. So, he lay down on the bamboos loaded in the cart and slept.
Exam Tip: Explain the cause and effect clearly – the driver's tiredness led to his decision to rest on the bamboos.
Question 2. બાબુ સાથે મનુએ ત્રણ કેળાં કેવી રીતે વહેંચીને ખાધાં?
Answer: મનુએ સૌથી પહેલાં એક કેળું પોતે ખાધું પછી બાકીનાં બે કેળાંમાંથી એક બાબુને આપ્યું અને બીજું પોતે ખાધું. આ રીતે બાબુની સાથે મનુએ ત્રણ કેળાં વહેંચીને ખાધાં.
In simple words: Manu first ate one banana himself. Then, from the remaining two, he gave one to Babu and ate the other one himself. This is how Manu shared three bananas with Babu.
Exam Tip: When describing a sequence of actions, list them in chronological order for clarity.
કિસ્સા – ટુચકા સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના જવાબ આપો :
Question 1. ટોલવાળા નાકાદારને બે આના ન આપવાની ગામડિયાની યુક્તિ કેમ નિષ્ફળ ગઈ?
Answer: ટોલવાળા નાકાદારને બે આના ન આપવા પડે તેથી ગામડિયો ગાડું લઈને વહેલી સવારે છાનોમાનો જંગલમાં પેઠો. આખો દિવસ ખૂબ વાંસ કાપ્યા અને ગાડામાં ઠાંસીઠાંસીને ભર્યા. સાંજ પડતાં તે થાકી ગયો એટલે ગાડામાં ગોઠવેલા વાંસ પર સૂઈ ગયો. આખી રાત બળદો જંગલની ઘરેડોમાં આંટા મારીને છેક વહેલી સવારે ટોલની છાપરી સામે આવીને ઊભા રહ્યા. ત્યારે દાતણ કરવા બેઠેલાં ટોલવાળા નાકાદારે ગાડું જોયું અને ગામડિયા પાસે ટોલના બે આના માગ્યા. આમ, ટોલવાળા નાકાદારને ટોલના બે આના ભર્યા વગર નીકળી જવાની ગામડિયાની યુક્તિ નિષ્ફળ ગઈ.
In simple words: The villager tried to avoid paying two annas to the toll collector by entering the forest secretly in the early morning. He cut many bamboos and filled his cart all day. By evening, he was very tired, so he slept on the bamboos in his cart. All night, the oxen wandered through the forest paths and, by early morning, stopped right in front of the toll booth. The toll collector, who was brushing his teeth, saw the cart and demanded the two annas. Thus, the villager's trick to avoid paying the toll failed.
Exam Tip: Detail the villager's plan and each step that led to its failure, highlighting the irony of the situation.
Question 2. મુંબઈના રેલવે-અમલદારો તારને કેમ વાંચ્યા જ કરતા હતા?
Answer: એક દિવસ રેલના પાટાની કોરાણે ચાલતો પાડો એન્જિનથી અથડાઈને મરી ગયો. રેલવેના કાયદા પ્રમાણે કોઈ અકસ્માત થાય તો સ્ટેશનમાસ્તરે ઉપરી અમલદારને તાર કરીને તરત ખબર આપવા જોઈએ. આથી સ્ટેશનમાસ્તર છોટુભાઈએ પોતાના હાથ નીચેના તારમાસ્તરને તાર કરી દેવા કહ્યું, પણ પાડા માટે અંગ્રેજીમાં ક્યો શબ્દ વાપરવો એની ખબર ન હોવાથી તારમાસ્તરે છોટુભાઈને પાડાનું અંગ્રેજી પૂછ્યું એટલે છોટુભાઈએ કહ્યું, “ભેંસનો વર.” તારમાસ્તરે આમ તાર sul : ONE HUSBAND OF BUFFALO DIED UNDER ENGINE. તેથી મુંબઈના અમલદારો આ તાર વાંચ્યા જ કરતા હતા.
In simple words: One day, a male buffalo walking beside the railway tracks was hit by an engine and died. According to railway rules, in case of an accident, the station master must immediately inform higher officials via telegram. Station Master Chhotubhai asked his telegraph master to send a telegram. However, the telegraph master did not know the English word for "male buffalo," so he asked Chhotubhai. Chhotubhai said, "husband of a buffalo." So, the telegraph master sent the telegram: "ONE HUSBAND OF BUFFALO DIED UNDER ENGINE." Mumbai's railway officials kept reading this telegram because it was so unusual.
Exam Tip: Focus on the misunderstanding and the literal translation that caused the humor, clearly stating the original message sent.
Question 3. ચાની દુકાને જઈ અંગ્રેજે ખરેખર શું કહ્યું હતું? દુકાનદાર શા માટે ગસ્સે થઈ ગયો?
Answer: ચાની દુકાને જઈ અંગ્રેજે બાંકડા પર બેઠો અને દુકાનદારને કહ્યું, “ટુ કપ ટી !” (બે કપ ચા). આ સાંભળી દુકાનદાર ગુસ્સે થઈ ગયો; કારણ કે એને અંગ્રેજી આવડતું નહોતું. એ તો કપટી'નો અર્થ ‘દગાબાજ’ સમજ્યો. એને એમ થયું કે આ અંગ્રેજે મને કપટી (દગાબાજ) કહ્યો. આથી દુકાનદાર ગુસ્સે થઈ ગયો.
In simple words: The Englishman went to the tea shop, sat on the bench, and asked the shopkeeper for "Two cup tea!" (meaning two cups of tea). Hearing this, the shopkeeper became angry. This was because he did not understand English well. He interpreted "cup tea" as "kapati," which means "deceitful" or "cheater." He thought the Englishman had called him a cheater, which made him very angry.
Exam Tip: Explain both the Englishman's intended meaning and the shopkeeper's misinterpretation to fully answer the question.
Question 4. લાલાની મૂંઝવણ શી હતી? એની મૂંઝવણ પહાડીને કેમ ન સમજાઈ?
Answer: લાલાની મૂંઝવણ એ હતી કે પહાડ તો તંબુ જેવો હોય. તેના છાપરા ઉપર ખાટલો કેવી રીતે ઢાળીને લોકો સૂતા હશે? લાલાની આ મૂંઝવણ પહાડીને ન સમજાઈ. કારણ કે પહાડી પ્રદેશના જીવનથી લાલો અજાણ છે એની પહાડીને નવાઈ લાગી હતી.
In simple words: Lala was confused about how people could sleep on cots on the roof of a mountain house, which he imagined was like a tent. The mountain dweller could not understand Lala's confusion because Lala was unfamiliar with life in the hilly regions, which seemed strange to the mountain dweller.
Exam Tip: Clearly state Lala's specific confusion and then explain the cultural or geographical reason why the mountain dweller did not understand it.
2. “બીજું વળી' એવો પ્રયોગ પોતે જે વાત કરે છે, તેના સમર્થન માટે વપરાય છે. નીચેનાં ઉદાહરણો જુઓ અને આવાં બે વાક્યો બનાવો :
Question 1. પાડો એટલે ભેંસનો વર; બીજું શું વળી?
Answer: આઝાદી એટલે સ્વતંત્રતા; બીજું શું વળી?
In simple words: This phrase means "freedom is independence; what else could it be?" It emphasizes that freedom simply means independence.
Exam Tip: Understand that "બીજું શું વળી?" is used to assert something as an obvious truth or definition, leaving no room for other interpretations.
Question 2. ચારપાઈ એટલે ખાટલો; બીજું શું વળી?
Answer: સાથિયો એટલે સ્વસ્તિક; બીજું શું વળી?
In simple words: This phrase means "a Swastik is a 'sathiyo'; what else could it be?" It asserts the direct equivalence of the two terms.
Exam Tip: When using this phrase, ensure the initial definition or statement is precise, as the phrase reinforces its self-evident nature.
3. “ક” વિભાગમાં રૂઢિપ્રયોગ છે અને “ખ” વિભાગમાં તેના અર્થ આડાઅવળા મૂક્યા છે. યોગ્ય જોડકાં જોડો :
Question 1. Match the idioms in column 'S' with their meanings in column 'b'.
"S"
1. પેટનો ખાડો પૂરવો
2. પેટનું પાણી ન હલવું
3. પેટે પાટા બાંધવા
4. પેટમાં પેસી નીકળવું
"b"
1. કરકસર કરી જીવવું
2. બીજાની છૂપી વાત જાણવી
3. ભૂખ સંતોષવી
4. ગુપ્ત વાત સાચવવી
5. કોઈ જાતની અસર ન થવી
Answer:
| "S" | "b" |
|---|---|
| 1. પેટનો ખાડો પૂરવો | 3. ભૂખ સંતોષવી |
| 2. પેટનું પાણી ન હલવું | 5. કોઈ જાતની અસર ન થવી |
| 3. પેટે પાટા બાંધવા | 1. કરકસર કરી જીવવું |
| 4. પેટમાં પેસી નીકળવું | 2. બીજાની છૂપી વાત જાણવી |
In simple words: This table correctly pairs the idioms with their meanings, showing how each phrase translates to a specific action or state.
Exam Tip: Memorize common idioms and their precise meanings, as simple word-for-word translation can often be misleading.
કિસ્સા – ટુચકા પ્રવૃત્તિ
Question 1. આવા બીજા કિસ્સા અને ટુચકા વર્ગ સમક્ષ કહો.
Answer: ઉદાહરણરૂપે એક ટુચકો પિતાએ દીપકને કહ્યું, 'લે આ ચાર સંતરાં. એમાંથી બે સંતરાં ભાઈને આપે તો તારી પાસે કેટલાં રહે?' દીપકે કહ્યું, “ચાર.” પિતા બોલ્યા, ‘તારું ગણિત સાવ કાચું છે.' દીપકે કહ્યું, એમ કાંઈ હું ભાઈને બે સંતરાં આપી દઉં એવો કાચો નથી.'
In simple words: Here's an example anecdote: A father told Deepak to take four oranges and give two to his brother, asking how many would be left. Deepak replied, "Four." The father said, "Your math is very weak." Deepak then responded, "I'm not so weak in math that I would actually give my brother two oranges."
Exam Tip: When sharing anecdotes, ensure they have a clear setup and a humorous punchline, just like the example provided.
Question 2. છાપાંઓમાં અને સામયિકોમાં આવતા ટુચકા વાંચો અને તેનો સંગ્રહ કર
કિસ્સા – ટુચકા પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો:
Question 1. પાઠમાં આપેલા કિસ્સાઓ શી રીતે રમૂજ પ્રેરે છે?
Answer: ટેક્સ ન આપવો પડે એ માટે ગાડાવાળાને તેના પ્રયત્નમાં મળેલી નિષ્ફળતા, પાડાનું અંગ્રેજીમાં ‘ભેંસનો વર' – ONE HUSBAND OF BUFFALO, બે કપ ચા'નું અંગ્રેજીમાં ટુ કપ ટી” સાંભળીને ચાના દુકાનદારે ગુસ્સામાં એ પહાડીને “તું કપટી’, તારો બાપ કપટી,' એમ સંભળાવવું, પહાડ પર રહેતા લોકો સૂવા માટે ખાટલો કેવી રીતે ઢાળતા હશે એની મૂંઝવણ અને એક અંગ્રેજના “ઢેર વાઝ આ બેંકર' શબ્દોથી પહાડી બૅન્કના મૅનેજરને થતી ગેરસમજ જેવા કિસ્સાઓ રમૂજ પ્રેરે છે.
In simple words: The stories in the lesson create humor through several situations: the cart driver's failed attempt to avoid paying tax; the translation of "male buffalo" into English as "husband of a buffalo"; the tea shop owner getting angry after hearing "two cup tea" and misunderstanding it as "you cheater"; the confusion about how mountain people sleep on cots on mountains; and the mountain bank manager's misunderstanding of an Englishman's words, "There was a banker," as a private secret. These types of incidents generate laughter.
Exam Tip: To answer this question well, identify specific examples from the text where language barriers, cultural differences, or unexpected outcomes lead to humorous situations.
2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખોઃ
Question 1. ગુસ્સામાં આવીને ચાની દુકાનવાળા પહાડીએ અંગ્રેજને શું સંભળાવ્યું?
Answer: ગુસ્સામાં આવીને ચાની દુકાનવાળા પહાડીએ અંગ્રેજને સંભળાવ્યું કે, “હું કપટી નથી. તું કપટી છે, તારો બાપ કપટી છે, તારો ભાઈ કપટી છે, તારા ચાચા (કાકા) કપટી છે. તારો બેટો કપટી છે. હું કપટી નથી. હવે તો ભારત આઝાદ થઈ ગયું છે. હવે તમારા જેવા કપટી અંગ્રેજોનું કાંઈ ચાલવાનું નથી."
In simple words: Angrily, the mountain tea seller told the Englishman, "I am not a cheater. You are a cheater, your father is a cheater, your brother is a cheater, your uncle is a cheater, your son is a cheater. I am not a cheater. Now India is free, and cheaters like you Englishmen will not have any power."
Exam Tip: When quoting spoken lines, ensure accuracy, including the emotional tone, and explain the context of the outburst.
Question 2. ત્રીજા ટુચકામાં કયા કિસ્સામાંથી રમૂજ ઉત્પન્ન થાય છે?
Answer: એક કૂતરો ભસતો ભસતો એક દોસ્તની પાછળ આવ્યો. આથી તે ગભરાઈ ગયો. આ જોઈને તેના મિત્રે કહ્યું, “ભસતા કૂતરા કરડે નહીં." જોકે, એ કહેવતની એને ખબર હતી, ત્યારે મિત્રે એને કહ્યું, “પણ આ કુતરાને એ કહેવતની ખબર ન હોય ને!” આ ઉત્તરમાંથી રમૂજ ઉત્પન્ન થાય છે.
In simple words: In the third anecdote, humor arises from a dog barking and chasing a friend, making him scared. His friend told him, "Barking dogs don't bite." However, the scared friend already knew this saying. So, his friend humorously added, "But what if the dog doesn't know that saying?" This witty response creates the humor.
Exam Tip: Identify the specific dialogue or turn of phrase that delivers the humor, especially when it plays on common sayings or expectations.
Question 3. રોજિદા જીવનમાંથી કઈ રીતે હાસ્ય જન્મે છે એ ટુચકાઓ દ્વારા જણાવો.
Answer: બેની વચ્ચે ત્રણ કેળાં વહેંચી શકાય નહીં એ માટે મનુએ એક કેળું ખાઈને પછી બે કેળાં વહેંચીને ખાવાં, ગોવિંદનો ભૂલકણો સ્વભાવ, કૂતરાને કહેવતની ખબર ન હોય એવી દલીલ અને સૂર્ય ઊગે નહીં તો વીજળીનું બિલ ખૂબ જ આવવું એવો સોનલનો ઉત્તર – આ ટુચકાઓ રોજિદા જીવનમાંથી જન્મતા હાસ્યને રજૂ કરે છે.
In simple words: Humor in daily life comes from anecdotes like Manu eating one banana first to share three bananas between two people, Govind's forgetful nature, the argument that a dog might not know the saying "barking dogs don't bite," and Sonal's answer that if the sun doesn't rise, the electricity bill will be very high. These stories show how everyday situations can create laughter.
Exam Tip: Provide multiple, distinct examples from the text to illustrate how humor arises from common situations, misunderstandings, or unexpected cleverness.
1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો:
Question 1. જંગલમાંથી વાંસ કાપીને ગાડામાં ભરી લીધા પછી ગાડાવાળાએ શો વિચાર કર્યો?
Answer: જંગલમાંથી વાંસ કાપીને ગાડામાં ભરી લીધા પછી ગાડાવાળાએ આડા રસ્તે ફેરો ખાઈને ટોલનાકાની છાપરીથી દૂર રહીને ઘેર પહોંચી જવાનો વિચાર કર્યો.
In simple words: After cutting and loading bamboos in the cart from the forest, the cart driver thought of taking a detour to avoid the toll booth and reach home.
Exam Tip: Clearly state the driver's intention to bypass the toll booth by taking an alternative route.
Question 2. પાડાનું મોત કેવી રીતે થયું?
Answer: પાડો રેલવેના પાટાની એક બાજુએ ચાલતો હતો. એટલામાં પાછળથી આવેલી ગાડીના એન્જિન સાથે અથડાયો અને પાડાનું મોત થયું.
In simple words: The male buffalo was walking beside the railway tracks. Suddenly, a train coming from behind hit it with its engine, and the buffalo died.
Exam Tip: Describe the accident concisely, specifying the location and the cause of death.
Question 3. અકસ્માત અંગે રેલવેનો કયો કાયદો છે?
Answer: અકસ્માત અંગે રેલવેનો એવો કાયદો છેઃ જ્યારે અકસ્માત થાય ત્યારે સ્ટેશનમાસ્તરે પોતાનાથી મોટા ઉપરી અમલદારને તાર કરીને તરત અકસ્માતના ખબર આપવા.
In simple words: The railway rule regarding accidents states that if an accident occurs, the station master must immediately inform his superior officer by sending a telegram about the incident.
Exam Tip: State the railway rule clearly, focusing on the reporting procedure after an accident.
Question 4. ગોવિદનું કયું વર્તન રમૂજ પ્રેરે છે?
Answer: વરસાદ બંધ પડી ગયો અને ગોવિંદે છત્રીને બંધ કરવા માટે હાથ ઉપર લંબાવ્યો ત્યારે એને ખબર પડી કે એ ઘેરથી નીકળ્યો ત્યારે છત્રી લેવાનું ભૂલી ગયો હતો.
In simple words: The rain stopped, and when Govind reached up to close his umbrella, he realized he had forgotten to even take an umbrella from home when he left. This forgetful action causes humor.
Exam Tip: Highlight the irony of Govind's action—attempting to close an umbrella he didn't have—as the source of humor.
4. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખોઃ
Question 1. આખો દિવસ જંગલમાંથી વાંસ કાપ્યા પછી ગાડાવાળાએ શું કર્યું?
Answer: આખો દિવસ જંગલમાંથી વાંસ કાપ્યા પછી ગાડાવાળાએ એ વાંસ ગાડામાં ઠાંસીઠાંસીને ભરી દીધાં.
In simple words: After cutting bamboos all day in the forest, the cart driver stuffed them tightly into his cart.
Exam Tip: Focus on the specific action taken by the cart driver after harvesting the bamboos.
Question 2. તારમાસ્તરને કઈ મૂંઝવણ હતી?
Answer: તારમાસ્તરને એ બાબતની મૂંઝવણ હતી કે પાડાનું અંગ્રેજી શું કરવું?"
In simple words: The telegraph master was confused about what the English word for "male buffalo" was.
Exam Tip: Clearly state the specific term the telegraph master struggled to translate, as this is the core of his confusion.
Question 3. છોટુભાઈએ શું કહીને તારમાસ્તરની મૂંઝવણ દૂર કરી?
Answer: 'પાડો એટલે ભેંસનો વર' એમ કહીને છોટુભાઈએ તારમાસ્તરની મૂંઝવણ દૂર કરી.
In simple words: Chhotubhai clarified the telegraph master's confusion by saying, "A male buffalo means the husband of a female buffalo."
Exam Tip: Quote Chhotubhai's exact phrasing for the translation, as it is central to the humor of the story.
Question 4. તારમાસ્તરે અંગ્રેજીમાં કરેલા તારમાં શું જણાવ્યું?
Answer: તારમાસ્તરે અંગ્રેજીમાં કરેલા તારમાં જણાવ્યું ONE HUSBAND OF BUFFALO DIED UNDER ENGINE.
In simple words: In the telegram sent in English, the telegraph master stated that "ONE HUSBAND OF BUFFALO DIED UNDER ENGINE."
Exam Tip: When providing the content of a telegram or message, ensure accuracy, especially for direct quotes.
Question 5. પહાડી લોકોની ચાની હૉટેલો ક્યાં હોય છે?
Answer: પહાડી લોકોની ચાની હોટેલો પહાડી સડકોની એક બાજુએ બનાવેલાં નાનાં ઝૂંપડામાં હોય છે.
In simple words: The tea stalls of the mountain people are small huts built on the side of mountain roads.
Exam Tip: Describe the typical location and appearance of the tea stalls in hilly regions as per the text.
Question 6. ચાની દુકાન ચલાવતાં પહાડી લોકો જતાં – આવતાં વટેમાર્ગુઓને શેમાં ચા આપે છે?
Answer: ચાની દુકાન ચલાવતા પહાડી લોકો જતાં – આવતાં વટેમાર્ગુઓને મોરાદાબાદી પવાલામાં ચા આપે છે.
In simple words: The mountain people running tea shops serve tea to passing travelers in Moradabadi tumblers.
Exam Tip: Identify the specific type of container used for serving tea, as it's a detail mentioned in the story.
Question 7. ચાની દુકાન ચલાવનાર પહાડીને અંગ્રેજ પર ગુસ્સો કેમ આવ્યો?
Answer: ચાની દુકાન ચલાવનાર પહાડી એમ સમજ્યો કે અંગ્રેજે ટુ કપ ટી” કહીને એને દગાબાજ કહ્યો છે. આથી એને અંગ્રેજ પર ગુસ્સો આવ્યો.
In simple words: The mountain tea shop owner thought the Englishman called him a "cheater" by saying "two cup tea." Because of this misunderstanding, he became angry at the Englishman.
Exam Tip: Explain the reason for the anger by detailing the specific linguistic misunderstanding that occurred.
Question 8. “ઢેર વાઝ આ બેંકર.” અંગ્રેજના આ શબ્દો સાંભળીને બૅન્ક મૅનેજરને શી ગેરસમજણ થઈ?
Answer: "ઢેર વાઝ આ બેંકર..' અંગ્રેજના આ શબ્દો સાંભળીને બૅક મૅનેજર સમજ્યો કે આ અંગ્રેજને એના પૈસા માટે કંઈક ખાનગી વાત કરવી છે. તેથી તે બારણું બંધ કરવાનું કહે છે.
In simple words: Hearing the Englishman's words, "There was a banker," the bank manager misunderstood. He thought the Englishman wanted to discuss something private about his money, and therefore, he asked for the door to be closed.
Exam Tip: Clearly describe the manager's interpretation of the Englishman's words, connecting it to the action he took (closing the door).
Question 9. મનુ ત્રણ કેળાં બાબુની સાથે કેમ વહેંચી શક્યો નહિ?
Answer: મનુ ત્રણ કેળાં બાબુની સાથે વહેંચી શક્યો નહિ; કારણ કે ખાનાર બે અને કેળાં ત્રણ હતાં.
In simple words: Manu could not share three bananas equally with Babu because there were two people to eat them, but there were only three bananas.
Exam Tip: State the mathematical impossibility of sharing three items equally between two people as the reason.
Question 10. સોનલે મોટી બહેનના પ્રશ્નનો શો ઉત્તર આપ્યો?
Answer: સોનલે મોટી બહેનના પ્રશ્નનો આ ઉત્તર આપ્યો સૂર્ય ઊગે જ નહિ તો વીજળીનું બિલ ખૂબ આવે.
In simple words: Sonal answered her older sister's question by saying that if the sun never rose, the electricity bill would be very high.
Exam Tip: Provide Sonal's exact humorous and practical answer to the hypothetical question.
5. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોઃ
Question 1. ગામડિયાને છાપરું ઢાંકવા માટે શાની જરૂર પડી?
(a) ઈટની
(b) વાંસની
(c) સિમેન્ટની
(d) પથ્થરની
Answer: (b) વાંસની
In simple words: The villager needed bamboos to cover his roof, which is typical for traditional hut construction.
Exam Tip: Link the material to the construction type mentioned in the story.
Question 2. ટોલનાકાવાળો ગાડાવાળાઓ પાસેથી કેટલો ટેક્સ લેતો?
(a) ચાર આના
(b) એક આનો
(c) એક રૂપિયો
(d) બે આના
Answer: (d) બે આના
In simple words: The toll collector used to take two annas as tax from the cart drivers.
Exam Tip: Remember the specific amount of tax mentioned in the story.
Question 3. ભેંસનો વર એટલે કોણ?
(a) પાડો
(b) મદનિયું
(c) પાડરું
(d) બળદ
Answer: (a) પાડો
In simple words: The husband of a female buffalo is called a male buffalo, or "pado."
Exam Tip: This question tests your understanding of the humorous translation from the story.
Question 4. છોટુભાઈ દેસાઈ કયા સ્ટેશનમાં સ્ટેશનમાસ્તર હતા?
(a) વલસાડ
(b) સુરત
(c) નવસારી
(d) પારડી
Answer: (d) પારડી
In simple words: Chhotubhai Desai was the station master at the Pardi station.
Exam Tip: Recall specific place names and associated characters from the text.
Question 5. છોટુભાઈએ કોને તાર કરવા કહ્યું?
(a) ચપરાસીને
(b) સિગ્નલવાળાને
(c) તારમાસ્તરને
(d) હમાલને
Answer: (c) તારમાસ્તરને
In simple words: Chhotubhai instructed the telegraph master to send the telegram.
Exam Tip: Identify the specific person given the instruction for sending the telegram.
Question 6. પહાડીની ચાની દુકાને આવી એક અંગ્રેજે તેને શું કહ્યું?
(a) ટુ કપ ટી
(b) વન કપ ટી
(c) ફોર કપ ટી
(d) શ્રી કપ ટી
Answer: (a) ટુ કપ ટી
In simple words: The Englishman asked for "Two cup tea" at the mountain tea shop.
Exam Tip: Remember the exact phrase used by the Englishman, as it leads to a key humorous moment.
Question 7. ઉત્તર ભારતના પહાડી લોકો આઝાદી પહેલાં કોનાથી બહુ ડરતા?
(a) ભૂતપ્રેતથી
(b) સરકારી અમલદારોથી
(c) પોલીસોથી
(d) અંગ્રેજોથી
Answer: (d) અંગ્રેજોથી
In simple words: Before independence, the mountain people of North India were very afraid of the British.
Exam Tip: Connect the historical period (pre-independence) with the ruling authority (British) that inspired fear.
Question 8. આઝાદી મળ્યા પછી પહાડી લોકો કેવા બની ગયા?
(a) હિંમતવાળા
(b) પૈસાદાર
(c) કાયર
(d) ગુલામ
Answer: (a) હિંમતવાળા
In simple words: After gaining freedom, the mountain people became courageous.
Exam Tip: Understand the transformative impact of independence on the people's morale and character.
Question 9. એક પહાડી ક્યાં જાત્રા કરવા ગયો?
(a) હરિદ્વાર
(b) કેદારનાથ
(c) પંઢરપુર
(d) કાશી
Answer: (d) કાશી
In simple words: A mountain person went to Kashi for a pilgrimage.
Exam Tip: Recall the specific pilgrimage destination mentioned in the story.
Question 10. એ પહાડી જાત્રાળુ દાળચોખા લેવા ક્યાં ગયો?
(a) ધરમશાળામાં
(b) વાણિયાની દુકાને
(c) મંદિરમાં
(d) સદાવ્રતમાં
Answer: (b) વાણિયાની દુકાને
In simple words: The mountain pilgrim went to a merchant's shop to get lentils and rice.
Exam Tip: Connect the item being sought (lentils and rice) with the most appropriate place to obtain it (a merchant's shop).
Question 11. સોનલનો ઉત્તર સાંભળીને હોઠ પર શું ફરકે છે?
(a) ગુસ્સો
(b) હાસ્ય
(c) આશ્ચર્ય
(d) મૂંઝવણ
Answer: (b) હાસ્ય
In simple words: After hearing Sonal's answer, a smile or laughter appeared on the lips.
Exam Tip: Understand that Sonal's answer was intended to be humorous, leading to a reaction of laughter.
6. કૌસમાંથી આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો: (ઊંધ, મોરાદાબાદી, વીજળી, જયહિંદ)
Question 1. અબ તો ________________ હો ગયા.
Answer: (1) જયહિંદ
In simple words: The correct word to fill the blank is "Jai Hind," meaning "Victory to India."
Exam Tip: Contextually, "Jai Hind" fits perfectly when referring to India becoming independent.
Question 2. ________________ નું બિલ ખૂબ જ આવે, બહેન!
Answer: (2) વીજળી
In simple words: The word "electricity" is the correct fit, as electricity bills can be high.
Exam Tip: Look for the noun that typically has a "bill" associated with it, especially in the context of a hypothetical scenario like the sun not rising.
Question 3. ગાડું હાંકતાં – હાંકતાં ગાડાવાળાને ________________ આવી ગઈ.
Answer: (3) ઊંધ
In simple words: The cart driver felt "sleep" while driving the cart.
Exam Tip: Choose the word that describes a natural physical state experienced during a long journey, as indicated by "sleep" in this context.
Question 4. પહાડી લોકો ________________ પવાલામાં વટેમાર્ગુઓને ચા વેચે.
Answer: (4) મોરાદાબાદી
In simple words: The mountain people sell tea to travelers in "Moradabadi" tumblers.
Exam Tip: Remember the specific type of tumblers mentioned in the text for serving tea.
7. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
Question 1. ટોલવાળો અમલદાર ઊઠીને દાતણ કરવા બેઠો હતો.
Answer: (1) ખોટું
In simple words: This statement is false; the toll officer was indeed brushing his teeth, as mentioned in the story.
Exam Tip: Pay attention to the details of character actions and settings to determine the truthfulness of statements.
Question 2. છોટુભાઈ દેસાઈ પારડીના સ્ટેશને ટિકિટ-ચેકર હતા.
Answer: (2) ખોટું
In simple words: This statement is false; Chhotubhai Desai was the station master, not a ticket checker.
Exam Tip: Distinguish between different roles and positions of characters to avoid common misconceptions.
Question 3. આલ્મોરામાં પહેલવહેલી બૅન્ક નીકળી.
Answer: (3) ખરું
In simple words: This statement is true; the first bank was indeed established in Almora.
Exam Tip: Confirm factual information related to places and first occurrences from the provided text.
8. નીચેનાં વાક્યો કોણ કોને કહે છે?
Question 1. “તુમ પહાડ કે રહનેવાલે હો?"
Answer: આ વાક્ય લાલો એક પહાડીને કહે છે.
In simple words: Lala says this sentence to a mountain dweller, asking if they are from the mountains.
Exam Tip: Identify both the speaker and the listener for dialogue-based questions.
Question 2. “ટુ કપ ટી."
Answer: આ વાક્ય એક અંગ્રેજ ચાના પહાડી દુકાનદારને કહે છે.
In simple words: An Englishman says this sentence to a mountain tea shop owner, asking for two cups of tea.
Exam Tip: Remember the context of the dialogue to correctly attribute the speaker and the recipient.
Question 3. “લાવ બે આના."
Answer: આ વાક્ય ટોલવાળો નાકાદાર ગાડાવાળાને કહે છે.
In simple words: The toll collector says this sentence to the cart driver, demanding two annas.
Exam Tip: Identify the person demanding payment and the person being asked for payment in the specific scenario.
કિસ્સા – ટુચકા વ્યાકરણ
1. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ
Question 1. Write the synonyms for the following words:
Answer:
• ટેક્સ = જકાત, કર
• લાદેલા = ગોઠવેલા
• કોરાણે = બાજુએ
• કપટી = દગાબાજ
• આઝાદી = સ્વતંત્રતા
• ચારપાઈ = ખાટલો, પલંગ
• ખાનગી = અંગત
• દોસ્તાર = મિત્ર, ભાઈબંધ
In simple words: This list gives alternative words that mean the same thing for each term provided.
Exam Tip: Memorize these synonyms to enrich your vocabulary and improve comprehension.
2. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ
Question 1. Write the antonyms for the following words:
Answer:
• છાનોમાનો X છડેચોક
• દિવસ X રાત
• ઠંડો X ગરમ
• સવાર X સાંજ
• બંધ X ખુલ્લું
In simple words: This list provides words that have opposite meanings for each given term.
Exam Tip: Practicing antonyms helps in understanding nuances of meaning and expanding vocabulary.
3. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોલ્વોઃ
Question 1. Arrange the following words in alphabetical order: સૂર્ય, ભેંસ, કેળું, બેલગાડી, અમલદાર, વટેમાર્ગ
Answer: અમલદાર, કેળું, બેલગાડી, ભેંસ, વટેમાર્ગ, સૂર્ય
In simple words: The words are arranged in the order they would appear in a dictionary.
Exam Tip: To arrange words alphabetically, compare the first letter, then the second, and so on, following the Gujarati alphabet sequence.
4. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ
Question 1. Write a single word for each of the following phrases:
Answer:
• (1) કરવેરો (જકાત) ભરવાની ચોકી – ટોલછાપરી
• (2) નાકાવેરો ઉઘરાવવા ગામના પ્રવેશસ્થાને આવેલી ચોકી – ટોલનાકું
• (3) જૂના જમાનાથી ચાલ્યા આવતા રિવાજ – ઘરેડ, ચીલો
• (4) માણસનું મોં જોઈ શકાય એવો સવારનો સમય – મોંસૂઝણું
• (5) જકાતનાકા ઉપર કર વસૂલ કરનાર કર્મચારી – નાકાદાર
• (6) મોરાદાબાદ શહેર(ઉત્તર પ્રદેશ)માં બનતા વિશિષ્ટ ઘાટના પ્યાલા – મોરાદાબાદી પવાલા
In simple words: This section provides single words that accurately represent the meaning of longer phrases, like toll booth for a tax collection point.
Exam Tip: Understanding these single-word substitutions is crucial for concise expression and comprehension of specific cultural or historical terms.
5. “અ” અને “બ” વિભાગની પંક્તિઓનાં સાચાં જોડકાં ગોઠવોઃ
Question 1. Match the lines from column "અ" with their correct pairs from column "બ".
વિભાગ “અ”
(1) ગૃહવ્યાપી જોયો વિરહ,
(2) ઘર, નગર, આખું જગત
(3) “મારો બાળસ્નેહી સુદામો,
(4) લાખેણી લાગણીઓ ઘેરાતી જાય
વિભાગ “બ”
(1) કહેઃ લૂંટી લ્યો વહાલભર્યો લ્હાવો
(2) પડી બેસી પગથિયે.
(3) રળિયાત કરીએ.
(4) હું દુઃખિયાનો વિસામો રે.”
Answer:
| વિભાગ “અ” | વિભાગ “બ” |
|---|---|
| (1) ગૃહવ્યાપી જોયો વિરહ, | (2) પડી બેસી પગથિયે. |
| (2) ઘર, નગર, આખું જગત | (3) રળિયાત કરીએ. |
| (3) “મારો બાળસ્નેહી સુદામો, | (4) હું દુઃખિયાનો વિસામો રે.” |
| (4) લાખેણી લાગણીઓ ઘેરાતી જાય | (1) કહેઃ લૂંટી લ્યો વહાલભર્યો લ્હાવો |
In simple words: This table shows the correct pairings of phrases from column 'A' with their corresponding lines from column 'B', completing the literary expressions.
Exam Tip: Understanding the context and meaning of each phrase is key to matching them correctly. These pairings often complete a thought or an idiom.
Question 2. Match the lines from column "અ" with their correct pairs from column "બ".
વિભાગ “અ”
(1) વળાવી બા આવી
(2) કમાડે ચીતર્યા મેં.
(3) સૂકાં પર્ણો વન ગજવતાં.
(4) શરૂઆત કરીએ
(5) સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે!
વિભાગ બ”
(1) ગઝલ
(2) આખ્યાનખંડ
(3) સૉનેટ
(4) ગીત
(5) મુક્તક
Answer:
| વિભાગ “અ” | વિભાગ બ” |
|---|---|
| (1) વળાવી બા આવી | (3) સૉનેટ |
| (2) કમાડે ચીતર્યા મેં. | (4) ગીત |
| (3) સૂકાં પર્ણો વન ગજવતાં. | (5) મુક્તક |
| (4) શરૂઆત કરીએ | (1) ગઝલ |
| (5) સુદામો દીઠા શ્રીકૃષ્ણદેવ રે! | (2) આખ્યાનખંડ |
In simple words: This table correctly matches each poetic line or phrase with its corresponding literary form, such as sonnet or ghazal.
Exam Tip: Familiarity with different literary forms and their characteristic phrases is essential for these types of matching questions.
Question 3. Match the lines from column "અ" with their correct pairs from column "બ".
વિભાગ “અ”
(1) સાક્ષાત્ સ્ત્રીશક્તિ
(2) સાકરનો શોધનારો
(3) પાડો
(4) પ્રીતિએ આપેલી શ્રીમંતાઈની વ્યાખ્યા
(5) નવા વર્ષોના સંકલ્પ એટલે
વિભાગ “બ”
(1) “સાચી શ્રીમંતાઈ એ સંસ્કારની શ્રીમંતાઈ
(2) વહેલી પરોઢનું ઝાકળ
(3) ચંદા
(4) અંજન
(5) ભેંસનો વર
Answer:
| વિભાગ “અ” | વિભાગ “બ” |
|---|---|
| (1) સાક્ષાત્ સ્ત્રીશક્તિ | (3) ચંદા |
| (2) સાકરનો શોધનારો | (4) અંજન |
| (3) પાડો | (5) ભેંસનો વર |
| (4) પ્રીતિએ આપેલી શ્રીમંતાઈની વ્યાખ્યા | (1) “સાચી શ્રીમંતાઈ એ સંસ્કારની શ્રીમંતાઈ |
| (5) નવા વર્ષોના સંકલ્પ એટલે | (2) વહેલી પરોઢનું ઝાકળ |
In simple words: This table pairs concepts or characters from column 'A' with their relevant definitions or names from column 'B', such as "Chanda" for "embodiment of female power" and "husband of a female buffalo" for "male buffalo."
Exam Tip: Carefully read each phrase and identify the character, concept, or definition it refers to, as some options might seem similar.
Question 4. Match the lines from column "અ" with their correct pairs from column "બ".
વિભાગ “અ”
(1) “બે કપ ચા.”
(2) આપણા દેશની ત્રિમૂર્તિ
(3) સરદાર પટેલ
(4) આનંદ મહેલ
(5) અનન્યાનો ભાઈ
વિભાગ “બ”
(1) અખંડ ભારતના શિલ્પી
(2) જગમોહનદાસનો
(3) અરવ
(4) ‘ટુ કપ ટી’
(5) ગાંધી, સરદાર અને જવાહરલાલ નેહરુ
Answer:
| વિભાગ “અ” | વિભાગ “બ” |
|---|---|
| (1) “બે કપ ચા.” | (4) ‘ટુ કપ ટી’ |
| (2) આપણા દેશની ત્રિમૂર્તિ | (5) ગાંધી, સરદાર અને જવાહરલાલ નેહરુ |
| (3) સરદાર પટેલ | (1) અખંડ ભારતના શિલ્પી |
| (4) આનંદ મહેલ | (2) જગમોહનદાસનો |
| (5) અનન્યાનો ભાઈ | (3) અરવ |
In simple words: This table accurately matches phrases from column 'A' to their corresponding terms or descriptions in column 'B', connecting figures like Sardar Patel with "architect of undivided India."
Exam Tip: For historical or descriptive matching, ensure you recall the specific titles, roles, or relationships associated with each item.
Question 2. વિભાગ “અ” માં આપેલા રૂઢિપ્રયોગોને વિભાગ “બ” માં આપેલા તેના યોગ્ય અર્થ સાથે જોડો:
(1) ગૃહવ્યાપી જોયો વિરહ,
(2) ઘર, નગર, આખું જગત
(3) “મારો બાળસ્નેહી સુદામો,
(4) લાખેણી લાગણીઓ ઘેરાતી જાય
વિભાગ “બ”
(1) કહેઃ લૂંટી લ્યો વહાલભર્યો લ્હાવો
(2) પડી બેસી પગથિયે.
(3) રળિયાત કરીએ.
(4) હું દુઃખિયાનો વિસામો રે.”
Answer:
(1) ગૃહવ્યાપી જોયો વિરહ, - (2) પડી બેસી પગથિયે.
(2) ઘર, નગર, આખું જગત - (3) રળિયાત કરીએ.
(3) “મારો બાળસ્નેહી સુદામો, - (4) હું દુઃખિયાનો વિસામો રે.”
(4) લાખેણી લાગણીઓ ઘેરાતી જાય - (1) કહેઃ લૂંટી લ્યો વહાલભર્યો લ્હાવો
In simple words: આ જોડકાંમાં, વિભાગ 'અ' માં આપેલા દરેક વાક્યને વિભાગ 'બ' માં આપેલા તેના સાચા અર્થ અથવા પૂર્ણાહુતિ સાથે જોડો. દરેક જોડીને કાળજીપૂર્વક વાંચીને યોગ્ય મેળ શોધો.
Exam Tip: For matching questions, read all options in both columns first. Then, identify the most suitable pair for each item and avoid choosing an option that fits partially.
Question 3. વિભાગ “અ” માં આપેલા રૂઢિપ્રયોગોને વિભાગ “બ” માં આપેલા તેના યોગ્ય અર્થ સાથે જોડો:
વિભાગ “અ”
(1) સાક્ષાત્ સ્ત્રીશક્તિ
(2) સાકરનો શોધનારો
(3) પાડો
(4) પ્રીતિએ આપેલી શ્રીમંતાઈની વ્યાખ્યા
(5) નવા વર્ષોના સંકલ્પ એટલે
વિભાગ “બ”
(1) “સાચી શ્રીમંતાઈ એ સંસ્કારની શ્રીમંતાઈ
(2) વહેલી પરોઢનું ઝાકળ
(3) ચંદા
(4) અંજન
(5) ભેંસનો વર
Answer:
(1) સાક્ષાત્ સ્ત્રીશક્તિ - (3) ચંદા
(2) સાકરનો શોધનારો - (4) અંજન
(3) પાડો - (5) ભેંસનો વર
(4) પ્રીતિએ આપેલી શ્રીમંતાઈની વ્યાખ્યા - (1) “સાચી શ્રીમંતાઈ એ સંસ્કારની શ્રીમંતાઈ
(5) નવા વર્ષોના સંકલ્પ એટલે - (2) વહેલી પરોઢનું ઝાકળ
In simple words: દરેક ભાગને વિભાગ 'અ' માંથી વિભાગ 'બ' માં તેની સાચી વ્યાખ્યા અથવા સંબંધિત શબ્દ સાથે જોડો. બંને વિભાગોના વિકલ્પોને ધ્યાનપૂર્વક જોડીને યોગ્ય સંયોજનો બનાવો.
Exam Tip: When matching, look for direct relationships and contextual meanings. Sometimes one clear match can help narrow down other options, making the process easier.
Question 4. વિભાગ “અ” માં આપેલા રૂઢિપ્રયોગોને વિભાગ “બ” માં આપેલા તેના યોગ્ય અર્થ સાથે જોડો:
વિભાગ “અ”
(1) “બે કપ ચા.”
(2) આપણા દેશની ત્રિમૂર્તિ
(3) સરદાર પટેલ
(4) આનંદ મહેલ
(5) અનન્યાનો ભાઈ
વિભાગ “બ”
(1) અખંડ ભારતના શિલ્પી
(2) જગમોહનદાસનો
(3) અરવ
(4) ‘ટુ કપ ટી’
(5) ગાંધી, સરદાર અને જવાહરલાલ નેહરુ
Answer:
(1) “બે કપ ચા.” - (4) ‘ટુ કપ ટી’
(2) આપણા દેશની ત્રિમૂર્તિ - (5) ગાંધી, સરદાર અને જવાહરલાલ નેહરુ
(3) સરદાર પટેલ - (1) અખંડ ભારતના શિલ્પી
(4) આનંદ મહેલ - (2) જગમોહનદાસનો
(5) અનન્યાનો ભાઈ - (3) અરવ
In simple words: આ પ્રશ્નમાં, તમારે વિભાગ 'અ' માં આપેલા દરેક શબ્દસમૂહને વિભાગ 'બ' માં આપેલા તેના યોગ્ય સંબંધિત નામ અથવા વ્યાખ્યા સાથે જોડવાનો છે.
Exam Tip: Ensure you understand the context of each term in Section 'A' to accurately pair it with its corresponding item in Section 'B', especially for historical figures or specific phrases.
Summary in Gujarati
કિસ્સા – ટુચકા પાઠપરિચય
સ્ટોરીઝ અને ટુચકા એ ગદ્યનો એક નાનો પ્રકાર છે. શબ્દોના અનુવાદ કે રજૂઆત ઘણી વાર હાસ્ય ઉપજાવે છે. સ્વામી આનંદ દ્વારા લખાયેલું અને દિનકર જોષી દ્વારા સંપાદિત ‘આંબાવાડિયું’ આવા કિસ્સાઓનો સંગ્રહ છે.
અહીં આપવામાં આવેલા પાંચ કિસ્સાઓમાં, મુખ્યત્વે, પાડાને અંગ્રેજીમાં 'ભેંસનો વર' કહેવાય, 'ટુ કપ ટી' એટલે બે કપ ચા. પરંતુ 'તું કપટી' એવું અર્થઘટન, પહાડો પર રહેનારા કેવી રીતે સૂતા હશે તેનું આશ્ચર્ય, અને એક અંગ્રેજે કહેલું,
‘ઢેર વાઝ એ બેંકર’ અને મેનેજરે 'દરવાજા બંધ કર' સમજ્યું — આ બધામાંથી હાસ્ય સર્જાય છે. ટુચકાઓમાં વ્યક્તિના વિચિત્ર વર્તનમાંથી કે રમુજી જવાબમાંથી હાસ્ય ઉત્પન્ન થાય છે.
ભાષાસજજતા
ભાષાના બે સ્વરૂપો છે: 1. વાણી, એટલે કે બોલચાલ, અને 2. લેખન. જે બોલાય છે અને લખાય છે તે ભાષા છે; પરંતુ બોલવા માટે ઉચ્ચારણશક્તિ કામમાં આવે છે, તો લેખિત સ્વરૂપે દર્શાવવા માટે લિપિની જરૂર પડે છે. દરેક ભાષાને પોતાની લિપિ હોય છે. ગુજરાતી ભાષાની ગુજરાતી લિપિ છે. લિપિને કારણે આપણાં ઘણાં પુસ્તકો સાચવી શકાયા છે. આમ, ભાષાનું ઉચ્ચરિત સ્વરૂપ અને લેખિત સ્વરૂપ બંને ખૂબ જ અગત્યના છે.
કિસ્સા – ટુચકા શબ્દાર્થ
ટોલછાપરી - કરવેરો ભરવા માટેની એક ચોકી.
છાપરું છાવા - ઝૂંપડાના ઉપરના ભાગને ઢાંકવા.
ટોલનાકું - નાકા વેરો ઉઘરાવવાનું એક સ્થળ.
ટૅક્સ - કર, વેરો.
બેલગાડી - બળદગાડું.
લાદવું - પૂરેપૂરું ભરવું.
આડા રસ્તે - મુખ્ય માર્ગ છોડીને ટૂંકા રસ્તે.
ફેરો ખાઈને - દૂર સુધી ચક્કર મારીને.
લાદેલા - ભરેલા.
ધરેડોમાં - (અહીં) ગાડાવાટમાં.
ચકરાવો - ગોળગોળ ફરતા રહેવું.
મોંસૂઝણું - સવારનો આછો પ્રકાશ, પરોઢનો ઝાંખો અજવાળો.
નાકાદાર - ચોકી પર જકાત વસૂલ કરનાર કર્મચારી.
સેક્રેટરી - મંત્રી.
પિત્રાઈ - કાકાના સંતાનો.
કોરાણે - બાજુએ.
પૂગી - પહોંચી, આવી.
ઍસિડન્ટ - અકસ્માત.
કપટી - દગાબાજ, છળકપટ કરનાર.
મોરાદાબાદી પવાલા - ઉત્તર પ્રદેશના મોરાદાબાદ શહેરમાં બનતા ખાસ પ્યાલા.
‘ટુ કપ ટી’ - બે કપ ચા.
મેંઈ - નથી.
અબ જયહિંદ હો ગયા - હવે 'જય હિંદ' થઈ ગયું છે, હિંદુસ્તાન સ્વતંત્ર થઈ ગયું છે.
ચલનેવાલી નઈ - શાસન ચાલવાનું નથી, આગળ વધશે નહીં.
ચારપાઈ - ખાટલો, પલંગ.
કૈસે લગાતે હૈ? - કેવી રીતે પાથરો છો? (ખાટલા માટે)
લાલો - ઉત્તર ભારતના પહાડી પ્રદેશનો વેપારી.
કહાં કે - ક્યાંના, કઈ જગ્યાના.
ઢેર વાઝ આ બેંકર... - 'એક બેંકર હતો...' - બેંકના મેનેજર કે સંચાલક.
ખાનગી - અંગત, ગુપ્ત.
ચપરાસી - દરવાન, ચોકીદાર.
કહેવત ભસતાં કૂતરાં કરડે નહીં - જે કૂતરાં ભસતાં હોય તે સામાન્ય રીતે કરડતા નથી એવું કહેવાય છે.
Free study material for Gujarati
GSEB Solutions Class 8 Gujarati Chapter 22 કિસ્સા ટુચકા
Students can now access the GSEB Solutions for Chapter 22 કિસ્સા ટુચકા prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 8 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 22 કિસ્સા ટુચકા
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 8 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 8 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Gujarati Class 8 Solved Papers
Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 8 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 22 કિસ્સા ટુચકા to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 22 કિસ્સા ટુચકા is available for free on StudiesToday.com. These solutions for Class 8 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 22 કિસ્સા ટુચકા as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 22 કિસ્સા ટુચકા will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 8 Gujarati. You can access GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 22 કિસ્સા ટુચકા in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 22 કિસ્સા ટુચકા in printable PDF format for offline study on any device.