Get the most accurate GSEB Solutions for Class 8 Gujarati Chapter 20 બહેનનો પત્ર here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 8 Gujarati. Our expert-created answers for Class 8 Gujarati are available for free download in PDF format.
Detailed Chapter 20 બહેનનો પત્ર GSEB Solutions for Class 8 Gujarati
For Class 8 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 8 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 20 બહેનનો પત્ર solutions will improve your exam performance.
Class 8 Gujarati Chapter 20 બહેનનો પત્ર GSEB Solutions PDF
બહેનનો પત્ર અભ્યાસ
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલ [ ] માં લખો :
Question 1. ધરતીની શોભા કોનાથી વધે છે?
(ક) તળાવોથી
(ખ) વૃક્ષોથી
(ગ) ધનધાન્યથી
(ઘ) વત્સલ રાજાથી
Answer: (ખ) વૃક્ષોથી
In simple words: The question asks what makes the earth more beautiful. From the options, trees (વૃક્ષો) are the correct answer as they greatly enhance the earth's beauty.
Exam Tip: For environmental questions, focus on natural elements that contribute to beauty. Trees are often highlighted for their role in enhancing nature's aesthetic appeal.
Question 2. કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે?
(ક) ડાળીઓને
(ખ) બાગને
(ગ) ફૂલોને
(ઘ) સૂર્યને
Answer: (ગ) ફૂલોને
In simple words: The poet sees flowers (ફૂલો) as the poetry of trees because they are beautiful and expressive.
Exam Tip: Understand the metaphorical language used in poetry. "Poetry of trees" refers to the most beautiful and expressive part of trees, which are typically their flowers.
Question 3. ‘બહેનનો પત્ર' પાઠના લેખકનું નામ જણાવો.
(ક) મણિલાલ દેસાઈ
(ખ) મણિલાલ પટેલ
(ગ) મણિલાલ દ્વિવેદી
(ઘ) મણિલાલ શાહ
Answer: (ખ) મણિલાલ પટેલ
In simple words: The writer of the lesson 'Bahenno Patra' is Manilal Patel.
Exam Tip: Always remember the author's name for each chapter. This is a common direct recall question in exams.
2. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો
Question 1. વસંતઋતુમાં કયા કયા પક્ષીઓ બોલે છે?
Answer: વસંતઋતુમાં કોયલ, કંસારો, કલકલિયો, ચાસ અને શોબીગી જેવા ઘણા પક્ષીઓ બોલતા રહે છે.
In simple words: In spring, birds like cuckoos and many others sing.
Exam Tip: When asked to list, ensure you include all the mentioned names from the text to score full marks.
Question 2. બહેન ભાઈને અભિનંદન કેમ આપે છે?
Answer: બહેન પોતાના ભાઈને અભિનંદન આપે છે; કેમ કે ભાઈએ ગુજરાતી માધ્યમમાં જ ભણવાનું નક્કી કરીને અગિયારમા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લીધો છે.
In simple words: The sister congratulates her brother because he decided to study Science in Gujarati medium in 11th grade.
Exam Tip: Focus on the specific reason for congratulations. Mentioning both the Gujarati medium and the Science stream is crucial here.
Question 3. અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કેમ કહ્યાં છે?
Answer: અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કહ્યાં છે; કારણ કે વૃક્ષો હોય તો આપણું જીવન ભરેલુંભરેલું અને સુંદર લાગે છે.
In simple words: Ananya called trees the earth's beauty because they make our lives feel complete and lovely.
Exam Tip: Explain the connection between trees and life's beauty. Emphasize that trees make life feel complete and vibrant.
Question 4. રવીન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો મહિમા જણાવતાં શું કહે છે?
Answer: રવીન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો મહિમા વર્ણવતા કહે છે કે, માતૃભાષા તો માતાના ધાવણ સમાન છે અને તે બાળકને માતાનું દૂધ જ વધુ વિકસાવે છે-મજબૂત બનાવે છે.
In simple words: Rabindranath Tagore said mother tongue is like a mother's milk; it helps a child grow stronger and develop better.
Exam Tip: When quoting or explaining someone's view, use their key analogies like "mother's milk" to make your answer impactful.
Question 5. માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી શો ફાયદો થાય છે?
Answer: માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી આપણી કલ્પનાશક્તિ અને તર્કશક્તિ ખૂબ જ વિકસે છે.
In simple words: Studying in one's mother tongue helps imagination and reasoning grow significantly.
Exam Tip: Highlight the specific benefits of mother tongue education: improved imagination and logical thinking abilities.
બહેનનો પત્ર સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
Question 1. હોળી-ધૂળેટીના દિવસોથી વાતાવરણમાં શો બદલાવ આવે છે?
Answer: હોળી-ધૂળેટીના દિવસોથી વાતાવરણમાં ઘણા ફેરફારો થાય છે. વસંતઋતુનો પ્રભાવ પ્રકૃતિ પર અને લોકોમાં ફેલાવવા લાગે છે. વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષાઓની તૈયારીઓ કરવા લાગે છે. સીમખેતરમાં શિયાળાનો પાક ઘઉં-ચણાની કાપણી કરતા ખેડૂતો દેખાય છે. લગ્નની મોસમ આવવાની હોવાથી તેની અગાઉની ઉજવણીઓ અને તૈયારીઓમાં લોકો વ્યસ્ત રહે છે.
In simple words: After Holi-Dhuleti, the environment changes. Spring affects nature and people. Students prepare for exams, farmers harvest wheat and gram, and people get busy with wedding preparations.
Exam Tip: Describe the changes in both nature and human activities during this period. Mention seasonal crops, student exams, and wedding preparations.
Question 2. અનન્યાને વસંતઋતુ કેમ ગમે છે?
Answer: વસંતઋતુમાં કોયલ બોલે છે અને આંબા પર કેરીઓ આવે છે. આ ઋતુમાં કંસારો, કલકલિયો, ચાસ અને શોબીગી પક્ષીઓ તરસ્યું-તરસ્યું બોલતા હોય છે. હવામાં ઝડપથી ઉડતા બુલબુલ, પતરંગો, દરજીડો અને સક્કરખોરને જોવાની પણ મજા આવે છે. આ બધા કારણોથી અનન્યાને વસંતઋતુ ખૂબ જ ગમે છે.
In simple words: Ananya likes spring because cuckoos sing, mangoes grow, and many birds like bulbuls and kingfishers fly around.
Exam Tip: When explaining why someone likes a season, list specific, observable natural phenomena and activities that occur during that time.
Question 3. બારીએ વાંચવા બેસે ત્યારે બહેન શું અનુભવે છે?
Answer: બહેન બારીએ વાંચવા બેસે છે ત્યારે સોનચંપાના ફૂલો જાણે તેને જોઈ રહ્યા હોય તેવું લાગે છે. ટગરી પણ તેની સામે ઝૂકીને તેને બોલાવી રહી હોય તેવું અનુભવે છે.
In simple words: When the sister reads by the window, she feels like the Sonchampa flowers are watching her, and the Tagri plant is calling her.
Exam Tip: Describe the sensory and emotional experience of the character, focusing on the personification of nature.
Question 4. અનન્યા રજાઓમાં શું-શું કરવાની વાત કરે છે?
Answer: બહેન અને ભાઈ બંને વડોદરા મ્યુઝિયમની મુલાકાતે તેમજ ચાંપાનેર પ્રવાસે જવાના છે. ત્યાંથી તેમને તેજગઢ આદિવાસી યુનિવર્સિટીમાં જવું છે અને ત્યાંના લોકજીવનના બધા જ રંગો જોવા-સાંભળવા છે. બંનેને મજા કરવી છે અને સાથે મળીને થોડીક વાર્તાઓ વાંચવી છે. તેઓ વિજ્ઞાનકથાઓ પણ ઉકેલવા માગે છે, રાત્રે તારાઓ ઓળખવા છે અને સીમવગડામાં જઈ ઝાડવાં તથા પંખીઓ પણ ઓળખવાં છે. જો રજાઓમાં અરવભાઈ આવે, તો અનન્યા આ બધું કરવા વિશે વાત કરે છે.
In simple words: Ananya plans to visit Vadodara Museum, Champaner, and Tejgarh Tribal University with her brother to experience local life. They want to read stories, solve science mysteries, identify stars, and learn about trees and birds in the fields.
Exam Tip: List all the activities comprehensively. Group similar activities (like museum visits, nature exploration) together for a clearer answer.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર પોતાની રીતે વિચારીને લખો :
Question 1. માતા, માતૃભાષા અને માતૃભૂમિનો મહિમા દર્શાવતાં સુવિચાર, કહેવત અને પંક્તિઓ શોધીને લખો.
Answer:
સુવિચારો
- જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ શ્રેષ્ઠ છે.
- પતન પામેલા પુત્રનો પિતા ત્યાગ કરે છે, પણ માતા કદી ત્યાગ કરતી નથી. (વશિષ્ઠધર્મશાસ્ત્ર)
- પુત્ર કુપુત્ર થાય છે, પણ માતા કદી કુમાતા થતી નથી. (શંકરાચાર્ય)
- મારા ઊંડા વિચારોનું મૂળ મારી માતાના પ્રેમાળ હાલરડાં છે. (ડૉ. જૉનસન)
- હું જે કાંઈ કરી શકું છું અને જે કાંઈ બની શકું છું તે મારી દિવ્ય માતાનો આશીર્વાદ છે. (અબ્રાહમ લિંકન)
- હું કર્તવ્યનિષ્ઠા અને ધ્યેય મારી માતાની ગોદમાંથી જ શીખ્યો છું. (નેપોલિયન)
- મારી પાસે મારી મા છે. (એ. આર. રહેમાન)
કહેવતો
- મા તે મા ને બીજા વગડાના વા.
- મા કહેતાં મોટું ભરાય.
- માની ગરજ કોઈથી ન સરે.
પ્રચલિત પંક્તિઓ
1. મા વિના સૂનો સંસાર, નમાયાનો શો અવતાર? (પ્રેમાનંદ)
2. જનનીની જોડ સખી નહિ જડે રે લોલ. (બોટાદકર)
3. જગતમાં સહુએ, સહુની ઘણી સગાઈ કીધી, જડે નહીં ક્યાંયે જનની તારી જોડ મીઠી; આ સૂના ઘરમાં, ગમતું ના જરાય ... (વિજય વિશ્વાસ)
4. ભૂલો ભલે બીજું બધું, પણ મા-બાપને ભૂલશો નહિ.
Exam Tip: Organize your answer into categories like 'Suvichar', 'Kahevat', and 'Pankti' for clarity. Ensure each point is clearly stated and attributed if mentioned.
Question 2. ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ વચ્ચેનો તફાવત સમજાવો.
Answer: ગુજરાતી માધ્યમમાં દરેક વિષય ગુજરાતી ભાષામાં શીખવવામાં આવે છે. આનાથી વિદ્યાર્થીઓ પોતાના વિચારો અને લાગણીઓને સારી રીતે સમજી શકે છે. પરીક્ષામાં ઉત્તર આપવાનું પણ તેમના માટે સરળ બની જાય છે. બીજી તરફ, અંગ્રેજી માધ્યમમાં દરેક વિષય અંગ્રેજી ભાષામાં શીખવવામાં આવે છે. આથી ગુજરાતી ભાષી વિદ્યાર્થીને અંગ્રેજી સમજવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેને વારંવાર શબ્દકોશનો ઉપયોગ કરવો પડે છે. દરેક વિષય વિશે તેના મનમાં આવતા વિચારો કે લાગણીઓને અંગ્રેજી ભાષામાં વ્યક્ત કરવાનું તેના માટે મુશ્કેલ બને છે.
In simple words: In Gujarati medium, all subjects are taught in Gujarati, helping students understand and express better. In English medium, everything is in English, which can be hard for Gujarati speakers, requiring frequent dictionary use and difficulty in expressing thoughts.
Exam Tip: Clearly delineate the advantages of one medium and the challenges of the other, focusing on understanding, expression, and cognitive ease.
3. નીચેના વિષયો પર આઠ-દશ વાક્યો લખો :
Question 1. માતૃભાષાનો મહિમા
Answer: માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પનાશક્તિ અને તર્કશક્તિ ખૂબ જ વિકસે છે. તેમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ સમાયેલી છે. તેમાં આપણા જીવનની પરંપરાઓ-રૂઢિઓ બધું શબ્દે શબ્દ સંગ્રહાયેલું છે. આપણને જન્મ આપનારી મા, માની ભાષા એટલે માતૃભાષા અને આ અનાજ ઉગાડીને પોષણ આપનારી તેમજ વૃક્ષો-વનરાજીને ખીલવનારી ધરતીમાતા-માટી. આ ત્રણેયનું સ્થાન કોઈ જ બીજું લઈ શકતું નથી. આપણે માતૃભાષામાં પોતાના વિચારો સારી રીતે રજૂ કરી શકીએ છીએ. માતૃભાષા હૃદયમાં હોય છે એટલે તે તરત જ હોઠે આવે છે. પ્રેમ કરવો, થોડો ઝઘડો કરીને રીસાવવું-રડવું, કિટ્ટા કરવી કે વહાલ દર્શાવવું વગેરે માતૃભાષામાં સહેલાઈથી અને જોશથી પ્રગટ કરી શકાય છે. વળી, માતૃભાષાના સ્થાનિક શબ્દોની મીઠાશ પણ અનેરી છે. માતૃભાષામાં લાગણી કે ભાવને અસરકારક રીતે વ્યક્ત કરી શકાય છે.
In simple words: Learning in one's mother tongue boosts imagination and logic. It holds our culture, traditions, and customs. Just like a mother and motherland, the mother tongue is irreplaceable, allowing us to express thoughts easily and deeply. Emotions like love, anger, and affection are best shown in our native language, which also has unique regional words.
Exam Tip: Cover multiple aspects of the mother tongue's importance: intellectual development, cultural preservation, ease of expression, and emotional connection.
Question 2. ભણતરનું માધ્યમ તો માતૃભાષા જ!
Answer: આ વિધાનમાં માતૃભાષાનું મહત્ત્વ સ્પષ્ટ થાય છે. વ્યક્તિને માતૃભાષા જન્મથી જ મળે છે. આપણને વિચારો માતૃભાષામાં જ આવે છે. એ વિચારોને સહેલાઈથી રજૂ કરવા માટે આપણી માતૃભાષા આપણને ખૂબ ઉપયોગી હોય છે. આપણી માતૃભાષામાં સગાં-વહાલાંના વિવિધ સંબંધો બતાવતા ઘણા અલગ-અલગ શબ્દો છે! આનાથી સંબંધોનું વૈવિધ્ય સારી રીતે સમજી શકાય છે. વળી, ગુજરાતી ભાષામાં તેના ઘણા સ્થાનિક શબ્દોની ખાસિયતો દર્શાવી શકાય છે. ગુજરાતી ભાષાની ઘણી કવિતાઓ, દુહા, સુભાષિતો વગેરેને માતૃભાષામાં ગાવાની મજા જ કંઈક અલગ હોય છે. આપણી વિવિધ પ્રકારની લાગણીઓને પણ ગુજરાતીમાં જોશથી વ્યક્ત કરી શકાય છે.
In simple words: This statement shows the importance of mother tongue. We think in our native language, which helps us express thoughts easily. It has many unique words for relationships, making them easier to understand. Singing Gujarati poems or proverbs in the mother tongue is especially enjoyable, and it allows us to express various feelings powerfully.
Exam Tip: Emphasize the natural connection between thought and mother tongue, and how it enriches understanding of relationships and cultural expressions.
Question 3. વસંતનો વૈભવ
Answer: વસંતઋતુ આવતાં જ તેનો પ્રભાવ પ્રકૃતિ પર અને લોકોમાં ફેલાવવા લાગે છે. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓ કરવા લાગે છે. સીમખેતરમાં શિયાળાનો પાક ઘઉં-ચણાની કાપણી કરતા ખેડૂતો દેખાય છે. વસંતઋતુમાં કોયલ ડાળ પર બેસી મીઠા ગીતો ગાય છે અને આંબા પર કેરીઓ આવે છે. કંસારો, કલકલિયો, ચાસ અને શોબીગી જેવા પક્ષીઓ પણ તરસ્યું-તરસ્યું બોલ્યા કરે છે. હવામાં ઝડપથી ઉડતા બુલબુલ, પતરંગો, દરજીડો અને સક્કરખોરને જોવાની મજા આવે છે. વૃક્ષોના પાંદડાં પવનમાં કેવું "મર્મર મર્મર" અવાજ કરે છે. ફૂલો એ વૃક્ષોની કવિતા સમાન છે. કેસૂડાંનો કેસરી રંગ ખેતરોમાં મોટેથી બોલતો સંભળાય છે. શીમળો લાલ ફૂલોથી એટલો ઊભરાઈ જાય છે કે તેમાં કાગડો બેસે તો તે પણ લાલચોળ થઈ જાય છે. ઘરના માંડવે મધુમાલતી અને કૂંડામાં મોગરા ખીલી ઉઠે છે. તેની સુગંધની લહેર છાતીને અને મગજનેય તાજગીથી ભરી દે છે.
In simple words: With spring, nature and people become vibrant. Students prepare for exams, and farmers harvest crops. Cuckoos sing, mangoes appear, and many birds chirp. Bulbuls and kingfishers fly, and leaves rustle. Flowers are like tree poetry. The bright orange of flame-of-the-forest flowers is visible in fields, and if a crow sits in a heavily flowered silk-cotton tree, it turns red. Madhumalati and Mogra bloom, filling the air with their refreshing scent.
Exam Tip: Describe the changes in nature and the atmosphere during spring. Use vivid descriptive words for colors, sounds, and scents, as this topic emphasizes "વૈભવ" (grandeur/splendor).
4. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
Question 1. અરવ, અનન્યા, ગુજરાતી, ઉનાળો, ઋતુ, પ્રકૃતિ
Answer: અનન્યા, અરવ, ઉનાળો, ગુજરાતી, પ્રકૃતિ, ઋતુ
In simple words: Arrange the given words in the order they would appear in a dictionary.
Exam Tip: For Gujarati alphabetical order, first arrange by vowels (અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અં, અઃ), then by consonants (ક, ખ, ગ...). Pay attention to the order of letters and any modifiers.
Question 2. વધામણી, વસતિ, વસંત, વાતાવરણ, વૃક્ષ, વ્યસ્ત
Answer: વધામણી, વસતિ, વસંત, વાતાવરણ, વૃક્ષ, વ્યસ્ત
In simple words: Arrange the given words in the order they would appear in a dictionary.
Exam Tip: Remember to use the standard Gujarati alphabet sequence for accurate sorting. When words start with the same letter, look at the second, then third letter, and so on.
5. નીચેના શબ્દોનું વર્ગીકરણ કરો :
Question 1. (સંદેશો, ફોન, અભિનય, ફેક્સ, જાહેરાત, ચિત્ર, સેલફોન, ઇન્ટરનેટ, રેડિયો, નોટિસ, ટી.વી., તાર, નૃત્ય, સાંકેતિક ભાષા) ને જાણકારી મેળવવા માટે અને ભાવના વ્યક્ત કરવા માટે વર્ગીકૃત કરો.
Answer:
| જાણકારી મેળવવા માટે (For getting information) | ભાવનાઓ વ્યક્ત કરવા માટે (For expressing feelings) |
|---|---|
| સંદેશો, ફેક્સ | અભિનય |
| ફોન, સેલફોન | ચિત્ર |
| ઇન્ટરનેટ, રેડિયો | નૃત્ય |
| નોટિસ, તાર | સાંકેતિક ભાષા |
| ટીવી, જાહેરાત |
Exam Tip: Understand the primary function of each communication method. Some methods, like "સાંકેતિક ભાષા" (sign language), can be used for both, but focus on the most direct or traditional use in the context of the options.
બહેનનો પત્ર પ્રવૃત્તિ – પ્રૉજેકટ
Question 1. બજારમાં કે જાહેર સ્થળોએ લાગેલા જાહેરાતનાં બોર્ડમાં લખેલી વિગતોની યાદી કરો. તેમાં વપરાયેલા ગુજરાતી અને અંગ્રેજી શબ્દો જુઓ અને તેનું વર્ગીકરણ કરો.
Answer:
(1) જાહેરાત: જીરાવાલા ટૂરિઝમ
| ગુજરાતી શબ્દો | અંગ્રેજી શબ્દો |
|---|---|
| (1) જીરાવાલા | (1) ટૂરિઝમ (2) Only |
| (2) ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા | (3) Couple (4) Package |
| (3) શિમલા-મનાલી-ડેલહાઉસી | (5) Individual (6) By |
| (4) કાશ્મીર-શ્રીનગર-શ્રીવૈષ્ણોદેવી | (7) AIR/RAIL/CAR |
| (5) અમદાવાદ | (8) Ph. 2657 8666, 2658 8666 M. 94267 55909 |
| (6) સામે, દિવાન બલ્લુભાઈ પાસે, પાલડી. | |
| (7) ગુજરાત |
Note: નીચે આપેલા શબ્દો જાહેરાતમાં ગુજરાતી લિપિમાં મૂક્યા છે, પણ અંગ્રેજી છે: ટૂરિઝમ, હાઈટેક બિલ્ડિંગ, મ્યુઝિયમ, સ્કૂલ.
In simple words: This project asks to list and categorize Gujarati and English words from advertisements. The first example is an ad for Jirawala Tourism, which offers various tour packages. The classified list shows which words are Gujarati and which are English, even when written in Gujarati script.
Exam Tip: Pay close attention to words that are transliterated English words written in Gujarati script. Differentiate between purely Gujarati words and English words that are commonly used in Gujarati contexts.
Question 1. (2) બીજી જાહેરાત: મલ્ટિકલર વિઝિટિંગ કાર્ડ
| ગુજરાતી શબ્દો | અંગ્રેજી શબ્દો |
|---|---|
| (1) અન્ય કોઈ પણ, વગર | (1) Qty. 1000 |
| (2) દરેક પ્રકારનું કામ કરી આપવામાં આવશે. | (2) 2200 |
| (3) દરેક પ્રકારના બનાવનાર | (3) Ph. 2212 3478, M. 93271 22546 |
| (4) 10,000, 1100 |
Note: આ શબ્દો જાહેરાતમાં ગુજરાતી લિપિમાં મૂક્યા છે, પણ અંગ્રેજી છે: મલ્ટિકલર, વિઝિટિંગ કાર્ડ, ચાર્જ, પૅફ્લેટ, ફ્લેક્ષ બૅનર, કવર, લેટર પેડ, બ્રોશર, પ્રિન્ટિંગ, સ્ટિકર.
In simple words: This section presents another advertisement for multicolour visiting cards and printing services. The table classifies the words found in the advertisement into Gujarati and English categories, noting that some English words are written using Gujarati script.
Exam Tip: When identifying words, consider the origin of the word rather than just its script. Many technical or commercial terms are English, even when written in local languages.
Question 1. (3) ત્રીજી જાહેરાત: ART OF COOKING
| ગુજરાતી શબ્દો | અંગ્રેજી શબ્દો |
|---|---|
| દરેક, ગૃહિણીનું, રસોડાની, રાણી, બનવાનું, સપનું, સાકાર, કરવા, ટૂંક, સમયમાં, આવી રહ્યું છે, અમદાવાદમાં, ...માં આવનાર, મહિનાનો, વાનગીઓ, ગુજરાતી, પંજાબી, જેવી, વિવિધ, બનાવતાં, શીખો, અને તમારા, પરિવારના, દિલ, જીતી બનો, વહેલા, કરાવનારને, તા., સુધી, ખુલ્લું છે, વધુ, વિગત, માટે, કરો. | (1) Breaking (2) NEWS (3) Art (4) of (5) Cooking (6) By (7) Shivani Mehta (8) Winner (9) TV (10) Show (11) Expert (12) Visit (13) Our (14) Website (15) for (16) more (17) details (18) www. theartofcooking.co.in (19) 18, 6, 72, 31, મર્યાદિત, જગ્યાઓ, ઉપલબ્ધ, 9978089937 |
Note: નીચે આપેલા શબ્દો જાહેરાતમાં ગુજરાતી લિપિમાં મૂક્યા છે, પણ અંગ્રેજી છે: ટીવી શૉ, કુકિંગ, એક્સપર્ટ, કોર્સ, ઇટાલિયન, ચાઇનીઝ, ડેઝર્ટ, બુકિંગ, સ્પેશિયલ, ડિસ્કાઉન્ટ, ડિસેમ્બર, કૉલ.
In simple words: This advertisement promotes an 'Art of Cooking' class by Shivani Mehta, offering a 6-month course to learn various cuisines. The provided tables classify the words from the ad into Gujarati and English, highlighting the presence of transliterated English terms in the Gujarati text.
Exam Tip: Be careful with numerical values and proper nouns (like names, websites, phone numbers) which are usually kept as is. Understand that many modern advertisements mix languages for broader appeal.
Question 2. રોજનીશી વિશે જાણકારી મેળવી તમારી પોતાની રોજનીશી લખો.
Answer: (This question requires a personal response, thus a sample answer is provided.)
રોજનીશી એટલે દૈનિક નોંધણી કે ડાયરી. તેમાં દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ, અનુભવો, વિચારો અને લાગણીઓની નોંધ કરવામાં આવે છે. રોજનીશી લખવાથી પોતાની જાતને સમજવામાં મદદ મળે છે. તે ભૂતકાળની યાદોને તાજી રાખે છે અને ભવિષ્ય માટેના નિર્ણયો લેવામાં પણ ઉપયોગી થઈ શકે છે. મારી પોતાની રોજનીશીમાં, હું આજે શાળામાં બનેલી રસપ્રદ ઘટનાઓ, મિત્રો સાથેની વાતચીત, અને શિક્ષકોએ શીખવેલા નવા પાઠો વિશે લખું છું. હું મારા ભાવિ લક્ષ્યો અને તેને પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો પણ નોંધું છું. રોજનીશી લખવાથી મને શાંતિ મળે છે અને મારા વિચારો વધુ સ્પષ્ટ બને છે.
In simple words: A diary is where you write down daily events, thoughts, and feelings. Writing a diary helps you understand yourself better, remember past events, and plan for the future. In my diary, I write about school, friends, lessons, and my goals. It brings me peace and clarifies my thoughts.
Exam Tip: For personal response questions, ensure your answer is structured and includes key aspects like purpose, benefits, and examples from personal experience. Maintain a consistent tone and adhere to the specified length if any.
Question 3. પત્રવ્યવહાર અને પોસ્ટ-ઑફિસ સેવાઓ વિશે પ્રોજેક્ટ-કાર્ય કરો:
Answer: આ પ્રોજેક્ટમાં પોસ્ટ-ઑફિસમાં મળતી વિવિધ સેવાઓ અને સુવિધાઓ વિશે જાણકારી મેળવવાની છે. તેમાં પત્રવ્યવહાર કેવી રીતે થાય છે, પત્રો લખવાની પ્રક્રિયા અને તેના મહત્ત્વનો અભ્યાસ કરવાનો સમાવેશ થાય છે. જુદી જુદી ટપાલટિકિટો અંગે જાણકારી મેળવવી અને તેમનો ઇતિહાસ તથા મહત્ત્વ પણ જાણવું. આ કાર્ય વિદ્યાર્થીઓને પત્રવ્યવહારના કૌશલ્યો વિકસાવવામાં અને પોસ્ટલ સેવાઓની સમજ મેળવવામાં મદદ કરશે.
In simple words: This project involves learning about postal services and communication. Students need to find out about post office services, how to write letters, and the importance of various postage stamps. This helps them learn letter-writing skills and understand postal operations.
Exam Tip: When describing project work, outline the scope and expected learning outcomes clearly. Mention specific areas of research like services, types of correspondence, and postal stamps.
બહેનનો પત્ર પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખોઃ
Question 1. કઈ ત્રણ વસ્તુનું સ્થાન બીજું કોઈ ન લઈ શકે? શા માટે?
Answer: આપણી મા, માની ભાષા એટલે માતૃભાષા અને ધરતીમાતા-માટી. આ ત્રણ વસ્તુનું સ્થાન બીજું કોઈ લઈ શકતું નથી; કારણ કે મા આપણને જન્મ આપે છે. માની ભાષા એટલે માતૃભાષા હૃદયના લયમાંથી પ્રગટે છે અને આપણને આગળ વધવામાં મદદ કરે છે. ધરતીમાતા-માટી અનાજ ઉગાડીને આપણને પોષણ આપે છે અને વૃક્ષો-વનસ્પતિને ખીલવે છે.
In simple words: A mother, mother tongue, and motherland are irreplaceable. A mother gives birth, the mother tongue helps us grow, and the motherland provides food and nurtures plants.
Exam Tip: Clearly identify the three irreplaceable entities. For each, explain *why* it is irreplaceable by highlighting its unique contribution to life and growth.
Question 2. અંગ્રેજી ભાષા અને માતૃભાષા અંગે ગાંધીજીએ શું કહ્યું છે?
Answer: ગાંધીજીએ કહ્યું છે કે આપણો રાજકારભાર અંગ્રેજી ભાષામાં ચાલે છે તે સૌથી કમનસીબ વાત છે. જોકે, આજે પણ લોકો અંગ્રેજી ભાષાના મોહમાં અંધ છે. તેઓ અંગ્રેજી વિશેના ખોટા ખ્યાલોમાં રાચે છે અને માતૃભાષાનો મહિમા સમજવા તૈયાર નથી.
In simple words: Gandhiji felt it was unfortunate that our governance uses English. He noted that people are still blinded by English, hold wrong ideas about it, and don't appreciate their mother tongue.
Exam Tip: Summarize Gandhiji's core message: a critique of English dominance, the misplaced obsession with English, and the neglect of the mother tongue.
Question 3. ગુજરાતી ભાષામાં રમાતી રમતો સદાંત સમજાવો.
Answer: ગુજરાતી ભાષામાં બાળકો કેટલીક શબ્દરમતો રમે છે. એક રમતમાં કેટલાંક વાક્યો કે કેટલાક શબ્દો ડાબેથી કે જમણેથી વાંચીએ તો પણ એક જ અર્થ મળે છે. દા. ત., 'લીમડી ગામે ગાડી મલી!', 'જા રે બાવા બારેજા!', 'નવજીવન' અને 'મળયાળમ'. આવી જ શબ્દરમતો શબ્દોને કે સમૂહોને જોડી-તોડીને કરવામાં મજા આવે છે.
In simple words: Gujarati children play word games where sentences or words read the same forwards and backwards. Examples include 'Limdi gaame gaadi mali!' and 'Ja re baava baareja!'. These games are fun because they involve arranging words in unique ways.
Exam Tip: Explain the nature of the word games (palindromes) and provide specific examples mentioned in the text for illustration.
Question 4. જયદેવકાકા માતૃભાષા વિશે શું કહે છે?
Answer: જયદેવકાકા માતૃભાષાના મહત્ત્વ વિશે જણાવતાં કહે છે કે, આપણને બધા વિચારો માતૃભાષામાં જ આવે છે. આપણા સ્વપ્નો પણ માતૃભાષામાં જ આવે છે. માતૃભાષા આપણા હૃદયમાં હોય છે, એટલે તે તરત જ હોઠે આવે છે અને તે હાથ કરતાં પણ વધુ ઉપયોગી છે. આથી માતૃભાષા જ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે સર્વશ્રેષ્ઠ છે.
In simple words: Jaydevkaka says that all our thoughts and dreams come to us in our mother tongue. He believes the mother tongue is deeply felt and easily expressed, making it more practical than manual skills, and essential for overall personal growth.
Exam Tip: Highlight the direct connection between mother tongue and cognitive processes (thoughts, dreams) and its role in overall development, as explained by the character.
Question 5. કઈ બાબતમાં માતૃભાષા અંગ્રેજી ભાષા કરતાં ચડિયાતી છે?
Answer: અંગ્રેજી ભાષામાં સગાં-વહાલાં સાથેના સંબંધો દર્શાવતા અલગ-અલગ શબ્દો નથી, જ્યારે માતૃભાષામાં આના માટે ઘણા શબ્દો છે. જેમ કે, માસા-માસી, મામા-મામી, ફોઈ-ફુવા, બહેન-બનેવી, નણંદ-નણદોઈ, કાકા-કાકી, સાસુ-સસરા, સાળાવેલી, ભાઈ-ભોજાઈ, જેઠ-જેઠાણી, દિયર-દેરાણી, સાળી-સાઢુભાઈ વગેરે. આ બધી બાબતોમાં માતૃભાષા અંગ્રેજી ભાષા કરતાં વધુ સારી છે.
In simple words: Mother tongue is superior to English in terms of describing family relationships. English lacks specific words for many relatives, whereas Gujarati has distinct terms like maasa-maasi, mama-mami, and many others, making it richer in expressing family bonds.
Exam Tip: The key differentiator here is the richness of vocabulary for kinship terms. Provide a comprehensive list of Gujarati terms for relatives to support your argument.
Question 6. જુદાં જુદાં પશુ બોલે છે એનાં ગુજરાતીમાં કયાં કયાં ક્રિયારૂપો છે?
Answer: જુદાં જુદાં પશુ બોલે છે એનાં ગુજરાતીમાં વિવિધ ક્રિયારૂપો છે: ભેંસ રેંકે, ગાય ભાંભરે, બળદ બાંગડે, શિયાળ લાળી કરે, કૂતરું ભસે, બકરી બેં-બેં કરે, ઊંટ ગાંગરે, ગધેડું ભૂંકે, ઘોડો હણહણે, વાઘ ત્રાડ પાડે, સિંહ ગર્જે અને હાથી રણકે.
In simple words: Different animals make unique sounds, and Gujarati has specific verbs for each. For example, a buffalo 'rek-s', a cow 'bhaambh-s', a bull 'baang-s', a jackal 'laali kar-s', a dog 'bhas-s', a goat 'ben-ben kar-s', a camel 'gaang-r-s', a donkey 'bhunk-s', a horse 'hanhan-s', a tiger 'traad paad-s', a lion 'garj-s', and an elephant 'ran-k-s'.
Exam Tip: This is a factual recall question. Ensure all animal names and their corresponding sounds (ક્રિયાપદો - verbs) are correctly listed. Accuracy is important here.
2. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખો:
Question 1. માતૃભાષાની વિશિષ્ટતા શું છે?
Answer: માતૃભાષાની ખાસિયત એ છે કે તેમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ સમાયેલી છે. આપણા જીવનની પરંપરાઓ-રૂઢિઓ બધું માતૃભાષાના શબ્દે શબ્દમાં સંગ્રહાયેલું છે.
In simple words: The unique thing about our mother tongue is that it holds our culture and traditions. All our life's customs and values are stored within its words.
Exam Tip: Focus on the cultural and traditional aspects as the distinguishing features of the mother tongue. Emphasize that language is a repository of heritage.
Question 2. માતૃભાષાના વિશ્વકોશ વિશે જણાવો.
Answer: માતૃભાષાનો વિશ્વકોશ 25 ભાગમાં પ્રસિદ્ધ થયો છે. તેમાં જ્ઞાનનો ભંડાર ભરેલો છે અને તેમાં આખી દુનિયાનું જ્ઞાન સમાયેલું છે. જેને ગુજરાતી ભાષા આવડે છે તેને વિશ્વકોશમાંથી બધા જ વિષયોનું જ્ઞાન સરળતાથી મળી રહે છે.
In simple words: The Mother Tongue Encyclopedia is published in 25 volumes, full of global knowledge. Anyone who knows Gujarati can easily get information on all subjects from it.
Exam Tip: Mention the number of volumes and the comprehensive nature of knowledge it contains. Highlight its accessibility to Gujarati speakers.
Question 3. આ પાઠમાં દર્શાવેલા કેટલાક વિશિષ્ટ શબ્દોની યાદી બનાવો.
Answer: આ પાઠમાં દર્શાવેલા ગુજરાતી ભાષાના કેટલાક વિશિષ્ટ શબ્દોની યાદી આ મુજબ છે: કાગાનીંદર, દાધારંગી, શિરામણ, ગોફણ, નણદોઈ, ઝાલરટાણું, ગામતરું, સપ્તપદી, ઘડામણ, સુકવણી, પાણિયારું, પાધરું, દહીંથરું, કંકાવટી.
In simple words: The lesson uses some special Gujarati words. These include 'kaga-ninder', 'dadharangi', 'shiraaman', 'gophan', 'nandoi', 'jhaalarta-nu', 'gamtaru', 'saptapadi', 'ghadamun', 'sukwani', 'paniaaru', 'paadharu', 'daheetaru', and 'kankaavati'.
Exam Tip: List the words accurately as given in the text. This question tests your vocabulary recall from the chapter.
3. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો :
Question 1. અનન્યાને કોયલ ઉપરાંત કયાં કયાં પક્ષીઓ વહાલાં છે?
Answer: અનન્યાને કોયલ ઉપરાંત કબૂતર, હોલો, કાગડો, દૈયડ અને દેવચકલી જેવા પક્ષીઓ પણ પ્રિય છે.
In simple words: Besides the cuckoo, Ananya likes pigeons, doves, crows, kingfishers, and robins.
Exam Tip: Be sure to list all the specific birds mentioned in the answer. Missing any detail can lead to loss of marks.
Question 2. અનન્યા હવામાં સેલ્લારા લઈને ઊડતાં કયાં કયાં પક્ષીઓને જોઈ રહે છે?
Answer: અનન્યા હવામાં સેલ્લારા લઈને ઊડતાં બુલબુલ, પતરંગો, દરજીડો અને સક્કરખોરને જોઈ રહે છે.
In simple words: Ananya watches bulbuls, kingfishers, tailorbirds, and sunbirds as they glide in the air.
Exam Tip: List the specific birds mentioned that are seen gliding in the air. The question focuses on a particular type of flight.
Question 3. પંખીઓ કયાં ફળો ખાય છે?
Answer: પંખીઓ પીપળાના અને વડના ટેટા, સોનમોરના પાપડા અને અન્ય ફળો ખાય છે.
In simple words: Birds eat figs from peepal and banyan trees, Sonmor papda, and other fruits.
Exam Tip: State the specific types of fruits mentioned as being eaten by birds to ensure accuracy.
Question 4. અનન્યાને કયાં ફૂલો શી અસર કરે છે?
Answer: મધુમાલતી અને મોગરાનાં ફૂલોની સુગંધની લહેરો અનન્યાની છાતીને અને મગજને તાજગીથી ભરી દે છે.
In simple words: The waves of fragrance from Madhumalati and Mogra flowers refresh Ananya's chest and mind.
Exam Tip: Identify the specific flowers and describe their sensory impact (fragrance) and emotional effect (refreshing the mind and chest).
Question 5. માતૃભાષા બરાબર ન આવડે તો શું સ્થિતિ થાય?
Answer: માતૃભાષા બરાબર ન આવડે તો 'બાવાના બેય બગડે' જેવી પરિસ્થિતિ થાય.
In simple words: If someone doesn't know their mother tongue well, they end up in a situation where they lose out on both sides, like the saying 'baavana bey bagade'.
Exam Tip: Use the specific idiom mentioned in the text to answer this question, as it perfectly conveys the meaning of being stuck between two worlds.
Question 6. આપણને માતૃભાષા સૌથી પહેલી ક્યાંથી મળે છે?
Answer: આપણને માતૃભાષા સૌથી પહેલાં ગળથુથીમાંથી મળે છે.
In simple words: We first learn our mother tongue from early childhood, even from the 'galathuthi' stage.
Exam Tip: "ગળથુથીમાંથી" refers to something acquired from birth or very early childhood. This term is key to the answer.
Question 7. આ પાઠમાં બીજી ભાષાના કયા કયા શબ્દોનો ઉલ્લેખ થયો છે?
Answer: આ પાઠમાં બીજી ભાષાના આ શબ્દોનો ઉલ્લેખ થયો છે: ટેબલ, ટિકિટ, ઑફિસ, સ્ટેશન, બસ, ટ્રક, ખુરશી, મેજ, ખુશી, હકીક્ત, સાયન્સ, જામ વગેરે.
In simple words: The chapter mentions several words from other languages, such as table, ticket, office, station, bus, truck, chair, desk, happiness, reality, science, and jam.
Exam Tip: List all the specific non-Gujarati words mentioned in the text. This tests your attention to detail regarding vocabulary from other languages.
Question 8. લેખકે ફોનની અને SMSની ભાષાને કેવી કહી છે?
Answer: લેખકે ફોનની ભાષા હવામાં વહી જતી અને SMSની ભાષા લાગણી કે ભાવ વગરની કહી છે. આ ભાષા ટૂંકી અને બનાવટી લાગે છે.
In simple words: The author described phone conversations as fleeting and SMS language as devoid of emotion. He felt this kind of language seems brief and artificial.
Exam Tip: Note the two key characteristics the author attributes to phone and SMS language: fleeting (vahi jay) and unemotional (bhav vagarni), along with seeming brief and artificial.
Question 9. અનન્યાને ફોન કે SMS કરવા કરતાં શું વધારે ગમે છે?
Answer: અનન્યાને ફોન કે SMS કરવા કરતાં પત્રો લખવાનું, વારંવાર તેને વાંચવાનું અને સાચવી રાખવાનું વધુ પસંદ છે.
In simple words: Ananya prefers writing letters over making phone calls or sending SMS. She enjoys writing them, reading them repeatedly, and keeping them safe.
Exam Tip: Highlight Ananya's preference for traditional letter writing and the reasons behind it – the enjoyment of writing, re-reading, and preserving them.
4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
Question 1. વસંતઋતુ ઉપરાંત અનન્યાની બીજી મનગમતી ઋતુ કઈ છે?
A. શરદ અને હેમંત
B. ગ્રીષ્મ અને વર્ષો
C. વર્ષા અને શરદ
D. વસંત અને વર્ષા
Answer: (C) વર્ષા અને શરદ
In simple words: The question asks for Ananya's second favourite season after spring. The correct option is monsoon (Varsha) and autumn (Sharad).
Exam Tip: Pay attention to specific details about characters' preferences. Always cross-reference with the text if unsure about such details.
Question 2. વસંતઋતુ શેની આગોતરી વધામણી આપે છે?
A. લગનગાળાની
B. પરીક્ષાની
C. હોળી – ધુળેટીની
D. પતંગ ચગાવવાની
Answer: (A) લગનગાળાની
In simple words: Spring announces the upcoming wedding season.
Exam Tip: Understand the cultural and seasonal associations. Spring is often linked with the start of the wedding season in many regions.
Question 3. અનન્યાને ગમતાં પક્ષીઓમાં કયા પક્ષીનો સમાવેશ નથી?
(a) હોલો
(b) દૈયડ
(c) દેવચકલી
(d) ગીધ
Answer: (d) ગીધ
In simple words: Ananya enjoys many types of birds, but vultures are not among those she likes.
Exam Tip: Always pay close attention to negative questions that ask which item is *not* included or liked.
Question 4. દાદાજીએ ક્યાં ક્યાં વૃક્ષો ઊછેર્યા છે?
(a) ગામના ચૉકમાં અને રસ્તા પર
(b) ધરવાડામાં અને ખેતર - વગડે
(c) સીમમાં અને વગડામાં
(d) ઘેરઘેર અને રસ્તા પર
Answer: (b) ધરવાડામાં અને ખેતર - વગડે
In simple words: Grandfather planted trees in his own backyard area and also in the fields or wild zones.
Exam Tip: Remember the specific locations mentioned in the story where the trees were planted.
Question 5. લાલચટ્ટક શીમળાનાં ફૂલોથી કોણ ભીંજાઈ જાય છે?
(a) અનન્યા
(b) કાગડો
(c) પક્ષીઓ
(d) પશુઓ
Answer: (b) કાગડો
In simple words: The passage mentions that the silk cotton tree has such bright red flowers that if a crow sits on it, the crow itself turns completely red.
Exam Tip: Always cross-reference the question with the passage details to ensure accuracy, as some options might seem plausible but are not directly supported.
Question 6. રાતાંગલ ફૂલોથી ઊભરાતા શીમળા પર કાગડો બેસે તો તે કેવો થઈ જાય?
(a) ભૂરો
(b) મોરપીંછ
(c) રાતોચોળ
(d) પીળો
Answer: (c) રાતોચોળ
In simple words: When a crow sits on the silk cotton tree, which is full of vivid red flowers, the crow also appears entirely red.
Exam Tip: Pay attention to descriptive words that indicate color changes or visual effects mentioned in the text.
Question 7. ઘરના માંડવે ક્યાં ફૂલ મહોય છે?
(a) શીમળાનાં
(b) ગુલાબનાં
(c) કેસૂડાનાં
(d) મધુમાલતીનાં
Answer: (d) મધુમાલતીનાં
In simple words: On the house trellis, the Madhumalati flowers blossom and spread their beauty.
Exam Tip: Note specific details about where different flowers are found or described in the text.
Question 8. કૂંડામાં કયાં ફૂલ મહોય છે?
(a) સોનચંપાનાં
(b) મોગરાનાં
(c) ગલગોટાનાં
(d) બારમાસીનાં
Answer: (b) મોગરાનાં
In simple words: The Mogra flowers bloom gracefully in the pots.
Exam Tip: Remember the flower names and their particular locations as described in the passage.
Question 9. કોણે સાયન્સ પ્રવાહના અગિયારમા ધોરણમાં ગુજરાતી માધ્યમ રાખ્યું છે?
(a) અવનિએ
(b) અપૂર્વાએ
(c) અપેક્ષાએ
(d) અરવે
Answer: (d) અરવે
In simple words: Arva decided to continue studying Science in the Gujarati language for his eleventh-grade education.
Exam Tip: Identify specific character names and their actions or important decisions in the story.
Question 10. માતૃભાષાને આપણાં માબાપ, ઘર, કુટુંબ, ગામ અને સમાજની ... કહી શકાય.
(a) પ્રતિષ્ઠા
(b) દેણગી
(c) ઉપકાર
(d) *
Answer: (b) દેણગી
In simple words: The mother tongue is like a precious gift passed down from our parents, home, family, village, and the wider community.
Exam Tip: Understand the metaphorical descriptions and profound importance of the mother tongue as expressed in the text.
Question 11. ગુજરાતી ભાષાનો વિશ્વકોશ શેનો ભંડાર છે?
(a) વ્યાકરણનો
(b) દુહા - સુભાષિતોનો
(c) કાવ્યોનો
(d) જ્ઞાનનો
Answer: (d) જ્ઞાનનો
In simple words: The Gujarati Vishwakosh (encyclopedia) is a vast reservoir of knowledge, holding information on many subjects.
Exam Tip: Know the primary purpose and content of key educational resources mentioned in the text.
Question 12. ગુજરાતી વિશ્વકોશના કેટલા ભાગ છે?
(a) 25
(b) 12
(c) 10
(d) 20
Answer: (a) 25
In simple words: The Gujarati Vishwakosh is published in a total of twenty-five separate volumes.
Exam Tip: Remember specific numerical facts and figures accurately from the text.
Question 13. ભાષા વિશે કઈ નવી કહેવત પ્રસરી રહી છે?
(a) અંગ્રેજી એ જ ઉત્તમ માધ્યમ
(b) અંગ્રેજી માધ્યમ તે અંગ્રેજી માધ્યમ
(c) ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી
(d) ઉત્તમ ગુજરાતી માધ્યમ અંગ્રેજી
Answer: (c) ઉત્તમ અંગ્રેજી માધ્યમ ગુજરાતી
In simple words: A new saying about language suggests that the most effective way to learn English is through using Gujarati as a medium.
Exam Tip: Be aware of any new sayings, proverbs, or popular phrases about language that are discussed in the chapter.
5. કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ (શમણું, હોળી - ધુળેટી, હાથવગી, વટબંધ, લાલચટ્ટક)
Question 1. કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ
(1) હાથ કરતાં પણ વધુ ________ માતૃભાષા છે.
(2) હું ________ આ ફૂલોથી ભીંજાઉં છું.
(3) આપણને ________ પણ માતૃભાષામાં જ આવે છે.
(4) બધું જ માતૃભાષામાં ________ થાય છે.
(5) ________ ના દિવસોથી વાતાવરણ બદલાવા માંડે છે.
Answer:
(1) હાથ કરતાં પણ વધુ હાથવગી માતૃભાષા છે.
(2) હું લાલચટ્ટક આ ફૂલોથી ભીંજાઉં છું.
(3) આપણને શમણું પણ માતૃભાષામાં જ આવે છે.
(4) બધું જ માતૃભાષામાં વટબંધ થાય છે.
(5) હોળી-ધુળેટી ના દિવસોથી વાતાવરણ બદલાવા માંડે છે.
In simple words: Fill in the blanks with the correct words provided. Mother tongue is very handy, bright red flowers drench me, dreams come in mother tongue, everything in mother tongue is grand, and the atmosphere changes from Holi-Dhuleti days.
Exam Tip: Understand the meaning of each word in the bracket and how it fits the context of each sentence to choose the correct option.
6. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?
Question 1. વૃક્ષો આકાશની શોભા છે.
Answer: ખોટું
In simple words: This statement is false because trees add beauty to the earth, not the sky.
Exam Tip: Distinguish between the elements that contribute to the beauty of the earth versus the sky as described in the chapter.
Question 2. ફૂલો વૃક્ષોની કવિતા જ છે.
Answer: ખરું
In simple words: This statement is true, as flowers are indeed portrayed as the poetry of trees in the text.
Exam Tip: Identify figurative language and metaphors used in the chapter to describe natural elements.
Question 3. હજારીગલ તો મૂંગાં છે.
Answer: ખોટું
In simple words: This statement is incorrect because the vibrant descriptions of nature in the chapter do not depict any flowers as silent.
Exam Tip: Remember which elements of nature are described with sound or movement and which are not in the chapter.
Question 4. માતૃભાષા બરાબર ન આવડે તો બાવાના તેર બગડે.
Answer: ખોટું
In simple words: This statement is false; the correct idiom is "Bavana Bey Bagade," meaning both sides go wrong, not "ter" (thirteen).
Exam Tip: Pay close attention to specific idioms and their precise wording as discussed in the text.
Question 5. મને ફોન કે SMS કરતાં તો પત્ર લખવાનું જ બહુ ગમે છે
Answer: ખરું
In simple words: This statement is true, indicating a preference for writing letters over using phones or sending text messages.
Exam Tip: Understand the specific preferences of the characters as revealed through their communications in the letter.
7. નીચેનાં જોડકાં ગોઠવોઃ
Question 1. નીચેનાં જોડકાં ગોઠવોઃ
વિભાગ “અ”
(1) શિયાળુ પાક
(2) ઉત્તમ અંગ્રેજી
(3) તેજગઢ
(4) ઘોડો
(5) મા તે મા
વિભાગ “બ”
(1) બીજા બધા વગડાના વા
(2) હણહણે
(3) ઘઉં-ચણા
(4) માધ્યમ ગુજરાતી
(5) આદિવાસી યુનિવર્સિટી
Answer:
| વિભાગ “અ” | વિભાગ “બ” |
|---|---|
| (1) શિયાળુ પાક | (3) ઘઉં-ચણા |
| (2) ઉત્તમ અંગ્રેજી | (4) માધ્યમ ગુજરાતી |
| (3) તેજગઢ | (5) આદિવાસી યુનિવર્સિટી |
| (4) ઘોડો | (2) હણહણે |
| (5) મા તે મા | (1) બીજા બધા વગડાના વા |
Exam Tip: Carefully read each item in both sections and match them based on the information provided in the chapter, focusing on key facts and associations.
બહેનનો પત્ર વ્યાકરણ
1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:
Question 1. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:
Answer:
(i) પ્રકૃતિ - કુદરત, નિસર્ગ
(ii) વધામણી - શુભ સમાચાર
(iii) મોસમ - ઋતુ
(iv) જાદુ - ચમત્કાર
(v) તરબતર - તરબોળ
(vi) બોલકા - વાચાળ
(vii) દેણગી - બક્ષીસ
(viii) વનરાજી - વનરાઈ
(ix) શમણું - સ્વપ્ન
(x) સાજુંનરવું - તંદુરસ્ત, નીરોગી
In simple words: For each given word, write down another word or phrase that has the same meaning.
Exam Tip: Regularly review vocabulary to expand your knowledge of synonyms and improve descriptive writing.
2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:
Question 1. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:
Answer:
(i) શરૂઆત X અંત
(ii) ધ્યાન X બેધ્યાન
(iii) બોલકું X મૂંગું
(iv) જ્ઞાન X અજ્ઞાન
(v) હાજર X ગેરહાજર
In simple words: For each word provided, write a word that has the opposite meaning.
Exam Tip: Understanding antonyms helps clarify the exact meaning of words and their usage in different contexts.
3. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો:
Question 1. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો:
Answer:
(i) સોબિગી - શોબીગ
(ii) માતરુભાસા - માતૃભાષા
(iii) ગળથુથિ - ગળથુથી
(iv) સીરામણ - શિરામણ
(v) દહિથરું - દહીંથરું
In simple words: Review each word and correct any spelling mistakes to ensure it is written accurately.
Exam Tip: Practice common Gujarati spellings regularly to avoid errors and improve written communication.
4. નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો:
Question 1. નીચે આપેલા શબ્દોના સમાસ ઓળખાવો:
Answer:
(i) વાતાવરણ - વાતનું આવરણ - તપુરુષ
(ii) સક્કરખોર - સાકર ખાનાર (ફક્ત સાકર ખાઈને જીવનાર) - ઉપપદ
(iii) માતૃભાષા - માતા તરફથી મળેલી ભાષા - મધ્યમપદલોપી
(iv) માબાપ - માં અને બાપ - દ્વન્દ્ર
(v) મોહાંધ - મોહમાં અંધ - તન્દુરુષ
(vi) તર્કશક્તિ - તર્ક કરવાની શક્તિ - મધ્યમપદલોપી
(vii) કલ્પનાશક્તિ - કલ્પના કરવાની શક્તિ - મધ્યમપદલોપી
(viii) અજબગજબ - અજબ અને ગજબ - દ્વન્દ્ર
(ix) સગાંવહાલાં - સગાં અને વહાલાં - દ્વન્દ્ર
(x) ઝાલરટાણું - ઝાલર વગાડવાનું ટાણું (સમય) - મધ્યમપદલોપી
In simple words: For each compound word, identify its components and determine the specific type of compound structure it belongs to.
Exam Tip: Understanding the structure and meaning of different types of compound words (Samas) is crucial for grammar and vocabulary. Many family relation terms also fall under Dvandva Samas.
5. નીચેના શબ્દોમાંથી દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો અલગ લખોઃ
Question 1. નીચેના શબ્દોમાંથી દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો અલગ લખોઃ
Answer:
દ્વિરુક્ત શબ્દો:
(i) તરસ્ય - તરસ્યું
(ii) ઠીકઠીક
(iii) ટગરટગર
(iv) બરાબર
(v) કારભાર
(vi) જોડતોડીને
(vii) અજબગજબ
(viii) સાજાનરવાં
(ix) મામા - મામી
(x) માસા - માસી
(xi) સાળા - સાળી
રવાનુકારી શબ્દો:
(i) ફરફરવું
(ii) મર્મર
(iii) હણહણાટ
(iv) કલકલિયો
(v) રણકવું
(vi) ગાંગરવું
In simple words: Sort the given words into two groups: those that repeat or have a doubled structure (Dvirukta) and those that imitate sounds (Ravanukari).
Exam Tip: Dvirukta words often involve direct repetition or pairs of related words, while Ravanukari words are specifically about mimicking sounds.
6. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેમના વાક્યમાં પ્રયોગ કરોઃ
Question 1. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેમના વાક્યમાં પ્રયોગ કરોઃ
(1) ઘેલું લાગવું – લગની લાગવી
(2) રાતાચોળ થઈ જવું – ગુસ્સે થવું
(3) તરબતર કરી દેવા – તરબોળ કરી દેવા, ભરપૂર કરી દેવા
(4) બાવાના બેય બગડવા – બંને બાજુથી નુકસાન થવું
(5) હૈયે તેવું હોઠે આવવું – મનમાં હોય તે બહાર આવવું
(6) ગળથુથીમાંથી મળવું – જન્મથી જ મળવું
Answer:
(1) ઘેલું લાગવું – લગની લાગવી
વાક્ય: મીરાંને કૃષ્ણના નામનું ઘેલું લાગ્યું હતું.
(2) રાતાચોળ થઈ જવું – ગુસ્સે થવું
વાક્ય: રૂપેશને બાઈક ખરીદવા એની માએ પૈસા ન આપ્યા એટલે એ રાતોચોળ થઈ ગયો.
(3) તરબતર કરી દેવા – તરબોળ કરી દેવા, ભરપૂર કરી દેવા
વાક્ય: માએ એનાં સંતાનોને પ્રેમથી તરબતર કરી દીધા હતા.
(4) બાવાના બેય બગડવા – બંને બાજુથી નુકસાન થવું
વાક્ય: નવીન એક સાથે ભણવા અને નોકરી કરવા ગયો, પણ બાવાના બેય બગડ્યા.
(5) હૈયે તેવું હોઠે આવવું – મનમાં હોય તે બહાર આવવું
વાક્ય: ખાવાની ઇચ્છા હતી એટલે હૈયે તેવું હોઠે આવી ગયું.
(6) ગળથુથીમાંથી મળવું – જન્મથી જ મળવું
વાક્ય: બાળકને સારા – નરસા સંસ્કાર એની ગળથુથીમાંથી મળે છે.
In simple words: For each idiom, first state its meaning, then use it in a sentence to show how it is properly used.
Exam Tip: Ensure your sentences clearly demonstrate the meaning of the idiom without being too literal, and use appropriate context.
7. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ
Question 1. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ
Answer:
(i) તરત જન્મેલા બાળકને અપાતું વિશિષ્ટ પ્રવાહી – ગળથુથી
(ii) વનમાં વૃક્ષોની લાંબી હાર – વનરાજી
(iii) જ્યારે જોઈએ ત્યારે હાથમાં આવી શકે તેવી – હાથવગી
(iv) કાગડાના જેવી, ઝટ ઊડી જનારી ઊંઘ – કાગાનીંદર, કાગનિદ્રા
(v) પથ્થર અને ઢેફાં ફેંકવાનું સાધન – ગોફણ
(vi) મંદિરમાં સાંજની આરતીનો સમય – ઝાલરટાણું, સંધ્યાસમય
(vii) એક ગામથી બીજે ગામ જવું, મરણ પામવું – ગામતરું
(viii) સૂકવીને તૈયાર કરેલ શાક, ઘાસ વગેરે – સુકવણી
(ix) પાણીનાં વાસણ રાખવાની જગ્યા – પાણિયારું
(x) સવારનો નાસ્તો – શિરામણ
(xi) મોહને લીધે સાનભાન ગુમાવી બેઠેલી વ્યક્તિ – મોહાંધ
(xii) લગ્નમંડપમાં વરકન્યા સાત પગલાં સાથે ચાલે તે વિધિ – સપ્તપદી
(xiii) કંકુ રાખવાનું પાત્ર – કંકાવટી
In simple words: For each description, provide a single word that accurately represents the entire phrase.
Exam Tip: Focus on finding the most concise and precise term that encompasses the full meaning of the given word group.
8. નીચે આપેલ કહેવત સમજાવોઃ
Question 1. મા તે મા બીજા બધા વગડાના વા.
Answer: માની સરખામણી બીજા કોઈ સાથે ન થઈ શકે.
In simple words: This proverb means that a mother's unique love and care are unmatched and incomparable to anyone else's; all other relationships are fleeting.
Exam Tip: Understand the deep meaning behind proverbs and their cultural significance, often conveying profound truths in simple terms.
9. નીચે આપેલાં વાક્યોમાંથી સાદાં, સંયુક્ત અને સંકુલ વાક્યો અલગ તારવો :
Question 1. નીચે આપેલાં વાક્યોમાંથી સાદાં, સંયુક્ત અને સંકુલ વાક્યો અલગ તારવો :
(1) અહીં મમ્મી – પપ્પા સારાં – સાજાં છે.
(2) હું તો શીમળા નીચે ઊભી રહું છું ને લાલચટ્ટક ફૂલોથી ભીંજાઈ જાઉં છું
(3) આંબે – આંબે કેરીઓ ઝૂલે છે એટલે મને વસંત ગમે છે!
(4) હજારીગલ તો બોલકાં છે.
(5) ઋતુઓ ઝાડવે ઝાડવે દેખાય ને ત્યાં જ પંખીઓ ગાય છે.
(6) ગુજરાતી આવડે તો બધા જ વિષયોનું જ્ઞાન વિશ્વકોશમાં હાજર છે.
Answer:
(1) સાદું વાક્ય
(2) સંયુક્ત વાક્ય
(3) સંયુક્ત વાક્ય
(4) સાદું વાક્ય
(5) સંયુક્ત વાક્ય
(6) સંયુક્ત વાક્ય
In simple words: Identify whether each sentence is a simple sentence (one main idea), a compound sentence (two or more main ideas joined), or a complex sentence (a main idea with one or more dependent ideas).
Exam Tip: To differentiate between sentence types, look for conjunctions (like 'ને', 'એટલે', 'તો') and analyze how many independent and dependent clauses are present in each sentence.
Free study material for Gujarati
GSEB Solutions Class 8 Gujarati Chapter 20 બહેનનો પત્ર
Students can now access the GSEB Solutions for Chapter 20 બહેનનો પત્ર prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 8 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 20 બહેનનો પત્ર
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 8 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 8 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Gujarati Class 8 Solved Papers
Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 8 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 20 બહેનનો પત્ર to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 20 બહેનનો પત્ર is available for free on StudiesToday.com. These solutions for Class 8 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 20 બહેનનો પત્ર as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 20 બહેનનો પત્ર will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 8 Gujarati. You can access GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 20 બહેનનો પત્ર in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 20 બહેનનો પત્ર in printable PDF format for offline study on any device.