Step-by-Step Textbook Solutions for Class 8 Gujarati Chapter 02 આવકારો
Explore reliable textbook solutions for Chapter 02 આવકારો tailored for Class 8 learners. Utilizing these Gujarati answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.
Download Chapter 02 આવકારો Textbook Solutions PDF
Navigate directly to the solved Gujarati textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખોઃ
Question 1. “આવકારો” ભજનમાં કવિ દુલા ભાયા કાગે કઈ ભાવના રજૂ કરી છે?
Answer: "આવકારો" ભજનમાં કવિ દુલા ભાયા કાગે મહેમાનગતિની લાગણી રજૂ કરી છે.
In simple words: The poet Dula Bhaya Kag shows the feeling of hospitality in the "Avakaro" bhajan.
Exam Tip: When asked about the main sentiment, identify the central theme or message the poet is trying to convey.
Question 2. "અતિથિ દેવો ભવ' એટલે શું?
Answer: 'અતિથિ દેવો ભવ'નો અર્થ છે કે મહેમાન ભગવાન જેવા હોય છે. તેમનું સ્નેહપૂર્વક સ્વાગત કરવું એ જ સાચી મહેમાનગીરીનો ધર્મ છે.
In simple words: 'Guest is God' means a guest is like a deity. Welcoming them with love is the true duty of hospitality.
Exam Tip: Always explain the literal meaning of the phrase and then elaborate on its significance in the context of hospitality.
Question 3. આપણે આતિથ્યધર્મ કઈ રીતે બજાવવો જોઈએ? – “આવકારો' ભજનના આધારે સમજાવો.
Answer: આપણા ઘરે આવનાર મહેમાન ભગવાન જેવા હોય છે. તેમને સારો આવકાર આપવો જોઈએ. જો તે પોતાનું મન ખોલીને પોતાના દુઃખ કે મુશ્કેલીની વાત કરવા ઇચ્છતા હોય, તો આપણે તે આદર સાથે સાંભળવી. તેમના પ્રત્યે દયા બતાવી, તેમના દુઃખ દૂર કરવામાં તેમને મદદ કરવી, પણ ક્યારેય તેમની અવગણના ન કરવી. આપણે ઘરે આવેલા મહેમાન સાથે બેસીને ભોજન કરવું અને તેમને દરવાજા સુધી પ્રેમથી વળાવવા જવું એ જ સાચો મહેમાનગીરીનો ધર્મ છે.
In simple words: We should welcome guests warmly, listen to their problems respectfully, offer sympathy, and help them. We should eat with them and accompany them to the gate when they leave, showing true hospitality.
Exam Tip: When explaining concepts based on a bhajan, refer to specific actions or sentiments mentioned in the text to support your answer.
આવકારો Summary in Gujarati
આવકારો કાવ્યપરિચય
"આવકારો" ભજન એક લોકઢાળમાં લખાયેલું છે. કવિ કાગે "અતિથિ દેવો ભવ"નો વિચાર આ ભજનમાં સરસ રીતે રજૂ કર્યો છે. આપણા ઘરે આવનાર મહેમાનને ભગવાન સમાન માનવા જોઈએ અને તેમને સારો આવકાર આપવો જોઈએ.
આવકારો કાવ્યની સમજૂતી
તારા ઘરે કોઈ મહેમાન પૂછતાં પૂછતાં આવે, તો તેમને સારો આવકાર આપજે. જો કોઈ વ્યક્તિ તારી પાસે આવીને પોતાના દુઃખની વાત કરે, તો તું બને તેટલું તેનું દુઃખ ઓછું કરજે. તેમને સારો આવકાર આપજે.
સામાન્ય રીતે, માણસને બીજા માણસ પાસે આવવાની જરૂર પડતી નથી. પણ જો તને સુખી જોઈને કોઈ દુઃખી માણસ તારી પાસે આશ્વાસન મેળવવાની આશા સાથે આવે, તો તેને સારો આવકાર આપજે.
જ્યારે કોઈ મહેમાન આવે, ત્યારે તેને "તમે કેમ આવ્યા છો?" એમ ન પૂછતો. તેને ધીમે ધીમે પોતાની (મનની) વાત કહેવા દેજે. તેને સારો આવકાર આપજે. તેની વાત સાંભળીને તું મોઢું ફેરવીશ નહીં. તેને માથું હલાવીને તું હોંકારો આપજે. (તેને લાગવું જોઈએ કે તું તેને ધ્યાનથી સાંભળે છે.) તેને સારો આવકાર આપજે.
કવિ કાગ કહે છે કે તું તેને પાણી આપજે અને તેની સાથે બેસીને ભોજન કરજે. પછી તેને દરવાજા સુધી મૂકવા જજે. તેને સારો આવકાર આપજે.
આવકારો શબ્દાર્થ
- આંગણિયાં – આંગણું, (અહીં) ઘરનું સરનામું.
- આવકારો – સન્માન, આદરમાન.
- સંકટ-મુશ્કેલી.
- કાપજે – હળવું કરજે.
- દિવસો દેખીને – (અહીં) તમને સુખી જોઈને.
- ભેળો બેસી – સાથે બેસી.
- ઝાંપા સુધી – દરવાજા સુધી.
- મેલવા – વળાવવા, વિદાય આપવા.
આવકારો રૂઢિપ્રયોગ
- આંગણિયું પૂછવું – (અહીં) ઘરનું સરનામું પૂછવું.
- બને તો થોડું કાપવું – બને તો દુઃખ હળવું થાય એવું કરવું.
- આડું ન જોવું – ઉપેક્ષા ન કરવી.
- હોંકારો દેવો – જવાબ આપવો.
Free study material for Gujarati
Gujarati Class 8 Curriculum Solutions: Chapter 02 આવકારો
Chapter Exercise Answers for Class 8 Gujarati
Review comprehensive exercise answers for Class 8 Gujarati Chapter 02 આવકારો. Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.
Detailed Answer Guides for Chapter 02 આવકારો
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 8 Gujarati module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.
Complete Preparation Kit for Class 8 Exams
Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 8 Gujarati.
FAQs
The complete and updated GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 2 આવકારો is available for free on StudiesToday.com. These solutions for Class 8 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 2 આવકારો as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 2 આવકારો will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 8 Gujarati. You can access GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 2 આવકારો in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 2 આવકારો in printable PDF format for offline study on any device.