Get the most accurate GSEB Solutions for Class 8 Gujarati Chapter 11 વળાવી બા આવી here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 8 Gujarati. Our expert-created answers for Class 8 Gujarati are available for free download in PDF format.
Detailed Chapter 11 વળાવી બા આવી GSEB Solutions for Class 8 Gujarati
For Class 8 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 8 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 11 વળાવી બા આવી solutions will improve your exam performance.
Class 8 Gujarati Chapter 11 વળાવી બા આવી GSEB Solutions PDF
વળાવી બા આવી અભ્યાસ
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના [ ] માં દર્શાવો :
Question 1. ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે.
(ક) દિવાળીની રજાઓ પૂરી થઈ છે.
(ખ) લગ્નપ્રસંગ પૂરો થઈ ગયો છે.
(ગ) બધાંને પ્રવાસે સાથે જવાનું છે.
(ઘ) ગામડાના ઘરમાં રહેવું ગમતું નથી.
Answer: (ક) દિવાળીની રજાઓ પૂરી થઈ છે.
In simple words: The family members are leaving one by one because the Diwali holidays are over.
Exam Tip: For multiple-choice questions, always carefully read all options before selecting the one that best answers the question.
Question 2. ભાભીનું ભર્યું ઘર... એટલે શું?
(ક) સુખી-સમૃદ્ધ ઘર
(ખ) પરિવાર સાથેનું ઘર
(ગ) સામાનથી ખીચોખીચ ભરેલું ઘર
(ઘ) ભાભીએ વસાવેલું ઘર
Answer: (ખ) પરિવાર સાથેનું ઘર
In simple words: "Bhabhi's full house" means a home that is filled with family members.
Exam Tip: Understand the cultural nuances and common phrases used in the text to grasp their true meaning.
Question 3. સંતાનો દૂર દૂર કેમ વસેલાં છે?
(ક) ધંધાર્થે
(ખ) ઝઘડાના ડરથી
(ગ) પોતપોતાના વિકાસ માટે
(ઘ) અભ્યાસ માટે
Answer: (ક) ધંધાર્થે
In simple words: The children live far away because of their businesses and jobs.
Exam Tip: Note key vocabulary like 'ધંધાર્થે' (for business/work) to accurately understand the reasons for the children's distance.
Question 4. સંતાનોને કોણ વળાવવા ગયું?
(ક) પાડોશી
(ખ) સગાંસંબંધી
(ગ) બા
(ઘ) મિત્રો
Answer: (ગ) બા
In simple words: The mother ("Ba") went to bid farewell to her children.
Exam Tip: Pay attention to the characters in the story and their actions to answer direct questions correctly.
Question 5. કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો.
(ક) દર્શક
(ખ) સ્નેહરશ્મિ
(ગ) સુંદરમ્
(ઘ) ઉશનસ્
Answer: (ઘ) ઉશનસ્
In simple words: The poet Natwarlal Kuberbhai Pandya uses the pen name "Ushanas".
Exam Tip: Memorize the pen names (upnaam) of famous poets and authors mentioned in your syllabus.
2. નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર લખો :
Question 1. સંતાનો પાછાં વિદાય કેમ થાય છે?
Answer: દિવાળીની રજાઓ પૂરી થતાં, ધંધા-વ્યવસાય માટે દૂર રહેતા સંતાનો પાછાં પોતાના કામ પર જવા વિદાય થાય છે.
In simple words: After the Diwali vacation ends, the children leave again to go back to their jobs and businesses.
Exam Tip: When asked to answer in one sentence, ensure your answer is concise and directly addresses the question.
Question 2. દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી?
Answer: દિવાળીના વેકેશન દરમિયાન, બાનું ઘર તેમના પુત્રો, પુત્રવધૂઓ અને બાળકોથી ભરેલું હતું અને ખુશીના કલરવથી ગુંજતું હતું.
In simple words: During Diwali vacation, Ba's house was full of her children, their wives, and grandchildren, buzzing with joy and laughter.
Exam Tip: Use descriptive words from the chapter to accurately portray the atmosphere or situation.
Question 3. ઘર શાંત કેમ થઈ ગયું?
Answer: સવારે મોટા ભાઈ તેમની પત્ની અને બાળકોને લઈને રવાના થઈ ગયા, જેના કારણે ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ, અને આથી આખું ઘર શાંત બની ગયું.
In simple words: The house became quiet because the elder son, his wife, and children left in the morning, reducing the household population by half.
Exam Tip: Clearly state the immediate cause and effect when explaining why something happened.
Question 4. ઘરની શાંતિ સ્મલિત થવાનું કારણ શું હતું?
Answer: ઘરની શાંતિ ભંગ થવાનું કારણ એ હતું કે દિવાળીનું વેકેશન પૂરું થતાં, ધંધા-વ્યવસાય માટે દૂર દૂર રહેતા બાના સંતાનોને તેમના પરિવાર સાથે પાછાં જવાનું હતું.
In simple words: The quietness of the house was due to the end of Diwali vacation, meaning Ba's children had to return to their distant workplaces with their families.
Exam Tip: Identify the central event (end of vacation) that triggered the change in the home's atmosphere.
Question 5. બા પગથિયાં પાસે કેમ બેસી ગયાં?
Answer: પોતાના બધા સંતાનોને એક પછી એક વિદાય આપીને પાછી ફરેલી બા, સંતાનોના વિરહના દુઃખથી ભાંગી પડી અને ઘરના પગથિયાં પર જ બેસી ગયાં.
In simple words: After seeing off all her children one by one, Ba was overcome with sorrow from their separation and sat down on the house steps.
Exam Tip: Focus on the emotional state of the character as described in the story to answer questions about their actions.
વળાવી બા આવી સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
Question 1. વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે?
Answer: વિદાયની આગલી રાતે વડીલોના મનમાં સ્વજનોના આવનારા વિરહનું દુઃખ હતું. પુત્રો, પુત્રવધૂઓ અને તેમનાં બાળકો સાથે આનંદ માણી રહેલા વડીલો માટે આ મિલનની છેલ્લી રાત હતી. બીજા દિવસે તો તેમનાં સંતાનો પરિવાર સાથે પોતાના ધંધા-વ્યવસાય માટે જતાં રહેવાનાં હતાં.
ઘર ખાલી થઈ જવાનું હતું. હવે એ સુમસામ ઘરમાં તેમણે સંતાનો વગરનું પોતાનું એકાકી જીવન વિતાવવાનું હતું.
In simple words: The night before departure, elders felt sad about the upcoming separation from their loved ones. It was their last night together with sons, daughters-in-law, and grandchildren. The next day, their children would leave for work. The house would become empty, and they would have to live alone without their children in that quiet home.
Exam Tip: When describing emotions, use vivid language and connect the feelings to the specific situation presented in the story.
Question 2. વિદાય થતા ભાઈઓની પત્નીઓ વિશે કવિએ શી ઉપમા આપી છે?
Answer: વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિએ "પ્રિયવચનમંદસ્મિતવતી" કહી છે.
In simple words: The poet has called the leaving brothers' wives "Priyavachanamandasmitavati", meaning those who speak sweetly and smile gently.
Exam Tip: Identify and correctly quote any specific epithets or descriptive phrases used by the poet.
Question 2. બાને મૂકીને જતા ભાઈઓએ પણ બા જેવી વેદના અનુભવી હશે? વિચારીને ચર્ચા કરો.
Answer: બાને મૂકીને જતા ભાઈઓને માતાપિતા અને ફોઈને છોડીને જતાં દુઃખ જરૂર થયું હશે, પણ તેમણે બા જેવી વેદના નહિ અનુભવી હોય, કેમ કે તેમની સાથે તેમનું કુટુંબ છે. ત્યાં જઈને તેઓ પોતાના ધંધાના કામકાજમાં તથા અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ જશે. આથી બાની જેમ તેમનું જીવન એકલવાયું નથી.
In simple words: The brothers leaving their mother must have felt sad to depart from their parents and aunt. However, they wouldn't have felt the same deep sorrow as their mother, because they have their own families with them. Once they reach their destinations, they will get busy with their work and other activities. Therefore, their lives are not as lonely as Ba's.
Exam Tip: For discussion questions, present a clear viewpoint and support it with logical reasoning derived from the text's context.
3. નીચેની કાવ્યપંક્તિનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો :
સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,
ગઈ અધ વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું.
બપોરે બે ભાઈ અવર ઊપડ્યા લેઈ નિજની,
નવોઢા ભાર્યાઓ પ્રિયવચનમંદસ્મિતવતી.
Answer: કવિ કહે છે કે સવારે મોટા ભાઈ પોતાની પત્ની અને બાળકોને લઈને વિદાય થયા. આથી ઘરમાંથી અડધા લોકો ઓછાં થઈ ગયાં અને આખું ઘર શાંત બની ગયું. બપોરે બીજા બે ભાઈઓ પણ પોતાની નવી પરણેલી, મીઠા વચન બોલનારી અને ધીમું ધીમું હસતી પત્નીઓને લઈને વિદાય થયા.
In simple words: The poet means that in the morning, the elder brother left with his wife and children, making the house half empty and quiet. In the afternoon, the other two brothers also left with their newlywed wives, who were known for their gentle words and smiles.
Exam Tip: Break down the poem lines into smaller parts to explain their meaning clearly and comprehensively.
4. નીચેની કાવ્યપંક્તિનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો :
Question 1. વળાવી બા આવી
પડી બેસી પગથિયે.
Answer: ધંધા-વ્યવસાય માટે દૂર દૂર વસતાં સંતાનો તેમના પરિવાર સાથે દિવાળીની રજાઓમાં જ તેમનાં માતાપિતા અને ફોઈને મળવા આવી શકે છે. તેથી વૃદ્ધજનોના દિવસો આનંદમાં પસાર થઈ જાય છે. દિવાળીની રજાઓ પૂરી થતાં બા પોતાનાં સંતાનોને વિદાય આપીને આવે છે.
ઘરમાં અને વૃદ્ધજનોનાં જીવનમાં ફરી પાછી એકલતા છવાઈ જાય છે. વૃદ્ધાવસ્થામાં આ એકલવાયું જીવન તેમનાથી સહન થતું નથી. આથી સંતાનોને વિદાય આપીને પાછી આવેલી બા, વિયોગની વેદના સહન ન થતાં પગથિયે જ બેસી પડે છે.
આ પંક્તિઓ માના વાત્સલ્યભાવને પ્રગટ કરે છે.
In simple words: Children living far away for work only get to visit their parents and aunt during Diwali holidays, bringing joy to the elderly. When the holidays finish, Ba sees off her children. Loneliness then fills the house and the elders' lives again. In old age, this solitary life is hard to bear. So, when Ba returns after bidding farewell, unable to endure the pain of separation, she sits down on the steps. These lines show a mother's deep love and affection.
Exam Tip: When explaining the meaning of poetic lines, include the literal sense and the emotional depth or message conveyed.
5. નીચેના શબ્દોના બે-બે સમાનાર્થી શબ્દો લખો :
Question 1.
1. જનની :
2. રજની :
3. ભાર્યા :
4. જરઠ :
5. નવોઢા :
Answer:
1. જનની = માતા, જનેતા
2. રજની = રાત્રિ, નિશા
3. ભાર્યા = પત્ની, વધુ
4. જરઠ = ઘરડું, વૃદ્ધ
5. નવોઢા = નવપરિણીત, નવવધૂ
In simple words: For each given word, two other words with the same meaning are provided. "Janani" means mother, "Rajani" means night, "Bharya" means wife, "Jaraṭh" means old, and "Navodha" means newlywed.
Exam Tip: Learning synonyms helps to enrich your vocabulary and improve your writing skills. Practice associating multiple words with similar meanings.
6. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :
• નિયત X
• મિલન X
• મંદ X
• સ્મિત X
Answer:
1. મિલન X વિરહ
2. નિયત X અનિયત
3. મંદ X તીવ્ર
4. સ્મિત X રુદન
In simple words: Antonyms are words that have opposite meanings. For example, the opposite of meeting (Milan) is separation (Virah), and the opposite of a smile (Smit) is crying (Rudan).
Exam Tip: When finding antonyms, think of the core meaning of the word and then search for its direct opposite.
7. નીચેનાં વાક્યોમાંના શબ્દો યોગ્ય રીતે ગોઠવી કાવ્યપંક્તિ સ્વરૂપે લખો :
1. સઘળું, શાંત થઈ ગયું ઘર વસ્તી અર્ધી ગઈ.
2. કાલે તો જવાનાં ઘર તણાં જનકજનની ને
3. આવી બા સકલ નિજ સંતાન ક્રમશઃ વળાવી
4. નિયત કરી નિહાળ્યો સૌ વચ્ચે નિજ જગા બેઠો.
5. ભર્યું ભાભીનું ઘર લઈ સવારે ભાઈ ઊપડ્યા.
Answer:
1. ગઈ અધ વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું,
2. જવાનાં કાલે તો; જનકજનની ને ઘર તણાં,
3. વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ,
4. નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
5. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,
In simple words: The task is to rearrange the jumbled words to form the correct poetic lines as they appear in the poem. This tests understanding of the poem's structure and word order.
Exam Tip: To successfully rearrange jumbled poetic lines, recall the poem's original wording and grammatical structure.
વળાવી બા આવી પ્રવૃત્તિ
Question. મણિલાલ દેસાઈનું ‘બાને” કાવ્ય (સૉનેટ) મેળવી શાળામાં રજૂ કરો.
Answer:
બાને
ગયાં વીતી વર્ષો દસ ઉપર બે- ચાર તુજથી
થશે જુદા, તોયે મુજ હૃદયની શૂન્ય કુટીરે
વિરાજેલી, બા! તું નવ કદીય હું દૂર ચસવા
દઉં. મારે માટે વિકટ પથમાં તું જ સઘળું.
હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે,
હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે,
અને ગાલે મારે તુજ ચૂમી તણી સ્નેહવરષા
નથી ઝાંખી થે કે, કંઈ સહજ વા ગેછ બદલી.
ઘણી વેળા રાત્રે ઝબકી જઉં ને ત્યાં જ નયનો
ઉઘાડીને ભાગી, ખબર નહીં ક્યાં જાય સમણાં !
અને ત્યારે થાતું અવ ઢબૂરીને તું સહજમાં
ફરીથી સુવાડે, અરર પણ ના એ નસીબમાં.
વધે છે. વર્ષો તો દિનદિન છતાં કેમ મુજને
રહે છે બોલાવી બચપણ તણી હાક તુજની?
- મણિલાલ દેસાઈ
In simple words: This question asks students to find and present Manilal Desai's sonnet "Bane" in school. The poem describes the deep and lasting love a child has for their mother, even as years pass and they are physically apart. The mother remains a guiding presence and source of comfort in the child's life, her memory and affection never fading.
Exam Tip: For activity-based questions involving poems, understand the core theme and the poet's style to explain its significance.
Question 2. કરસનદાસ માણેકનું ‘જ્યોતિધામ' કાવ્ય મેળવી અભ્યાસ કરો.
Answer:
જ્યોતિધામ
મેં ગ્રંથોમાં જીવનપથનાં સૂચનો ખોળી જોયાં;
ને તીર્થોનાં મલિન જળમાં હાડકાં બોળી જોયાં;
અંધારામાં ઘુતિકિરણ એકાઈ યે પામવાને
મંદિરોનાં પથર પૂતળાં ખૂબ ઢંઢોળી જોયાં;
સંતોકેરા કરગરી કરી પાદ પ્રક્ષાલી જોયાં;
એકાંતોના મશહૂર ધનાગાર ઉઘાડી જોયા;
ઊંડે ઊંડે નિજમહી સર્યો તેજકણ પામવાને,
વિષે વન્યા, પણ, સકલ ભંડાર મેં ખોલી જોયા!
ને આ સર્વે ગડમથલ નીહાળતાં નેણ તારાં
વર્ષાવતા મુજ ઉપર વાત્સલ્યપીયૂષ ધારા.
તેમાં ન્હોતો રજપણ મને ખેંચવાનો પ્રયાસ,
ન્હોતો તેમાં અવગણનના દુઃખનો લેશ ભાસ !
જ્યોતિ લાધે ફક્ત શિશુને એટલી ઉરકામ :
મોડી મોડી ખબર પડી, બા, તું જ છો જ્યોતિધામ !
કૌમાર્યો, બા, જનકજનની ભાઈના મહાપ્રયાણો
જોઈ રોઈ, ડગી ને, ઝગી શ્રદ્ધા, ઊડ્યા જાગી પ્રાણો!
પીયેર્યામાં પછી હૃદયના સ્ત્રોત તે મુક્ત વાળ્યા,
દીધું સર્વે, સહજ મળિયું લીધું, ના ઉર બાળ્યાં!
ને વસ્તારી અમલકુલમહી, બા, તું જ્યારે પધારી,
ના રાજ્ઞી થે, નવવધૂ બની ફક્ત સેવા સ્વીકારી!
ઇશેચ્છાએ, કુદરતતણા કાનૂને, વા અકસ્માત્
આવ્યું તે સૌ સહ્યું, લધું ય તે, સર્વદા હૈયે ધારી !
જ્વાળામુખી સળગી શમિયા, ભૂમિકમ્પો વહ્યા એ,
ઉત્પાતોના અમર દિસતા વીરમ્યા વાયરા યે :
એ સો વચ્ચે સ્મિતપટ થકી રોકતી નેનવારિ ગાંધારી,
બા, સુણી, પણ તને રૂબરૂ મેં નિહાળી !
તેં ના માય અફળ વલખાં ઇન્દ્રિયારામ માટે:
તું જીવી, બા, જીવન હરિનું જીવવા શિર સાટે
- કરસનદાસ માણેક
In simple words: This question asks students to obtain and study Karsandas Manek's poem "Jyotidham". The poem reflects on the search for light and guidance in life, finding it not in religious texts, pilgrimages, or idols, but ultimately in the selfless love and sacrifice of the mother, who is portrayed as the true "Abode of Light".
Exam Tip: When analyzing a philosophical poem, identify the central quest or dilemma and how the poet resolves it through their insights.
Question 3. માતૃપ્રેમ પ્રગટ કરતી નવલકથા, લોકકથાનું સાહિત્ય વાંચો તથા સીડી, કૅસેટ મેળવીને ઉપયોગ કરો.
Answer: વિદ્યાર્થીઓએ શાળાની લાઇબ્રેરીમાં જઈ, માતૃપ્રેમને પ્રગટ કરતી નવલકથા તથા લોકકથા મેળવીને વાંચવી તથા સીડી અને કૅસેટની દુકાનમાં જઈ માતૃપ્રેમને પ્રગટ કરતી સીડી અને કૅસેટ મેળવી તેને સાંભળવી.
In simple words: Students should visit the school library to find and read novels and folk tales that show motherly love. They should also get and listen to CDs and cassettes on the theme of motherly love from stores.
Exam Tip: For project-based questions, outline the steps needed to complete the activity and mention the resources required.
Question 4. ‘વાત્સલ્યમૂર્તિ મા′ વિષય પર ચર્ચાસભા કરો.
Answer: માનું વાત્સલ્ય અનોખું હોય છે. જેમ ગાય વાછરડાને જન્મ આપે છે, એને પીડા થાય છે. વાછરડું ગંદું હોય, પણ ગાય એની પરવા કર્યા વગર વાછરડાને જીભથી ચાટે છે. માના વાત્સલ્યની આ રીત નિરાળી હોય છે. બાળક તરફ માતાને સ્વાર્થદષ્ટિ કે દોષદષ્ટિ હોતી નથી.
જે રીતે ગાય તેના ગંદા વાછરડાને ચાટી-ચાટીને સ્વચ્છ બનાવે છે તે જ રીતે વાત્સલ્યથી માતા શિશુના દોષ સામે જોતી નથી. માતાના પ્રેમમાં દોષને ગુણ બનાવી લેવાની અપ્રતિમ શક્તિ હોય છે.
માની મમતા અમૃતથી પણ વધુ મધુર હોય છે. નદીને કોઈએ કહ્યું : “આ કાંઠે ઊગેલાં વૃક્ષો તને કેવાં પજવે છે! તારા પાણીમાં પાંદડાં નાખી તેને ગંદું કરે છે. વૃક્ષો ઉપર બેઠેલાં પંખીઓ પણ તારા પાણી ઉપર જાતજાતનો કચરો નાખે છે. તું એમને ઉખેડીને ફેંકી દે ને."
નદીએ કહ્યું : “આવું મારાથી શી રીતે બને? મારા પાણીથી પોષી મેં એમને ઉછેર્યો છે. હું એમની મા છું.”
આમ, પોતાનાં સંતાનોને લાડ લડાવતી દરેક મા વાત્સલ્યમૂર્તિ છે.
In simple words: Mother's affection is unique. Just as a cow gives birth with pain and licks her dirty calf clean, a mother's love is unparalleled. A mother does not view her child with selfishness or fault. Like a cow cleaning its calf, a mother does not see the faults of her child, and her love has the power to transform flaws into virtues. A mother's affection is sweeter than nectar. A river, when told to discard trees that pollute its water, replies that it has nurtured them with its water and is their mother. Thus, every mother who showers affection on her children is an embodiment of love.
Exam Tip: When discussing a concept like "motherly love," use analogies and real-life examples to make your points clear and impactful.
વળાવી બા આવી પ્રસ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખોઃ
Question 1. બાના હૃદયના સ્નેહનું વર્ણન તમારા શબ્દોમાં કરો.
Answer: ઘરમાં ફક્ત વૃદ્ધ માતાપિતા તથા વિધવા ફોઈ જ રહે છે. માત્ર દિવાળીની રજાઓમાં ઘરનું વાતાવરણ બાનાં પુત્ર, પુત્રવધૂઓ તથા તેમનાં સંતાનોથી હર્યુંભર્યું અને આનંદકિલ્લોલથી ગુંજી ઊઠે છે. બાની ખુશી જોવા જેવી હોય છે.
રજાઓ પૂરી થતાં બા સવારે પોતાના મોટા પુત્રને તેના કુટુંબ સહિત વિદાય આપીને આવે છે. બપોરે બા એના નાના બે પુત્રોને અને તેમની નવપરિણીત પુત્રવધૂઓને વિદાય આપીને પાછી આવે છે. બાથી સંતાનોના વિયોગની વેદના સહન થતી નથી અને તે ઘરમાં દાખલ થતાં જ પગથિયે બેસી પડે છે.
આમ, "વળાવી બા આવી" કાવ્યમાં કવિએ બાનો એમનાં સંતાનો પ્રત્યેનો સ્નેહ વ્યક્ત કર્યો છે.
In simple words: The house is usually occupied only by the elderly parents and a widowed aunt. Only during Diwali holidays does the house fill with the sons, daughters-in-law, and grandchildren, buzzing with joy and laughter, a sight that brings immense happiness to Ba. When the holidays end, Ba first bids farewell to her elder son and his family in the morning. In the afternoon, she sees off her two younger sons and their newlywed wives. The pain of separation from her children is unbearable for Ba, and as soon as she enters the house, she collapses onto the steps. In this poem, the poet has depicted Ba's deep love for her children.
Exam Tip: When describing a character's emotions, use specific actions and reactions from the story to illustrate and support your points.
2. નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો:
Question 1. ગઈ અર્ધી વસ્તી' એમ કવિ શા માટે કહે છે?
Answer: ત્રણ ભાઈઓમાંથી નાના બે ભાઈઓ નવપરિણીત છે, જ્યારે સૌથી મોટા ભાઈને સંતાનો છે. દિવાળીની રજાઓ પૂરી થતાં સવારે આ મોટા ભાઈ તેની પત્ની અને બાળકો સાથે પોતાના ધંધાર્થે રવાના થઈ જાય છે. આમ ઘરમાંથી કુટુંબની અડધી સંખ્યા ઓછી થઈ જાય છે. આથી કવિ 'ગઈ અર્ધ વસ્તી' એમ કહે છે.
In simple words: Out of the three brothers, the two younger ones are newly married, and the eldest has children. After the Diwali holidays, the eldest brother, along with his wife and children, leaves for his work in the morning. This reduces the family's population in the house by half, which is why the poet says, "half the population is gone."
Exam Tip: Always provide context and reasoning for literary phrases or expressions used by the poet.
3. નીચેના પ્રશ્નોના બે વાક્યોમાં ઉત્તર લખો:
Question 1. દિવાળીની રજાઓ પૂરી થતાં ઘરમાં કેવી સ્થિતિ સર્જાઈ?
Answer: દિવાળીની રજાઓ પૂરી થતાં ઘરનું વાતાવરણ પાછું શાંત થઈ જવાનું હતું. ઘરનું વાતાવરણ આવનાર વિરહને કારણે ભારેખમ બની ગયું હતું.
In simple words: After the Diwali holidays ended, the home's atmosphere became quiet again. The thought of upcoming separation made the house feel heavy and subdued.
Exam Tip: Describe both the physical change (quietness) and the emotional state (heaviness) of the house.
Question 2. વિદાય થતા ભાઈઓના કુટુંબનો પરિચય આપો.
Answer: વિદાય થતા ભાઈઓમાં સૌથી મોટા ભાઈના કુટુંબમાં પત્ની અને બાળકો હતાં. નાના બે ભાઈઓ નવપરિણીત હતા અને તેમની સાથે તેમની નવપરિણીત પત્નીઓ હતી.
In simple words: The eldest brother who departed had a wife and children. The two younger brothers were newly married and left with their wives.
Exam Tip: Clearly distinguish between the family units of each brother as described in the poem.
Question 3. વૃદ્ધજનોના નસીબમાં શું લખાયું હતું? શા માટે?
Answer: વૃદ્ધજનોના નસીબમાં સંતાનોનો વિરહ લખાયો હતો; કારણ કે તેમનાં સંતાનો ધંધાર્થે તેમનાથી દૂર દૂર વસતાં હતાં. આથી તેમની વૃદ્ધાવસ્થામાં તેમને સંતાનો વગરના ઘરમાં એકાકી જીવન વિતાવવાનું હતું.
In simple words: Separation from their children was written in the destiny of the elderly; this was because their children lived far away for work. Thus, in their old age, they had to spend a lonely life in a house without their children.
Exam Tip: Link the destiny of the elderly directly to the practical reasons mentioned in the poem (children's work). This shows a deeper understanding of the story's context.
4. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો:
Question 1. “સદાનાં ગંગામાસ્વરૂપ” શબ્દો શું સૂચવે છે?
Answer: "સદાનાં ગંગામાસ્વરૂપ" શબ્દો સૂચવે છે કે કોઈ નાની ઉંમરે વિધવા થયેલાં હતાં.
In simple words: The phrase "Sadana Gangamaswaroop" indicates that someone became a widow at a young age.
Exam Tip: Understand the cultural significance of honorifics and terms like "Gangamaswaroop" in the given context.
Question 2. નવોઢા ભાર્યાઓ એટલે કોણ?
Answer: "નવોઢા ભાર્યાઓ" એટલે નાના બે ભાઈઓની નવપરિણીત પત્નીઓ.
In simple words: "Navodha Bharyao" refers to the newlywed wives of the two younger brothers.
Exam Tip: Define specific terms directly as they are used within the context of the literary work.
5. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોઃ
Question 1. ઘરમાં કોણ કોણ રહેતાં હતાં?
A. માતાપિતા તથા સંતાનો
B. માતાપિતા
C. વૃદ્ધ માતાપિતા તથા વિધવા ફોઈ
D. માતા અને તેના નાનાં બે પુત્રો અને પુત્રવધૂઓ
Answer: C. વૃદ્ધ માતાપિતા તથા વિધવા ફોઈ
In simple words: The house was primarily occupied by the elderly parents and the widowed aunt.
Exam Tip: Distinguish between the permanent residents and temporary visitors mentioned in the story to select the correct option.
Question 2. નાના બે ભાઈઓ કોને સાથે લઈને નીકળ્યા?
A. પોતાનો સામાન
B. પોતાની નવપરિણીત પત્નીઓને
C. ફોઈને
D. માતાપિતાને
Answer: B. પોતાની નવપરિણીત પત્નીઓને
In simple words: The two younger brothers left with their recently married wives.
Exam Tip: Pay attention to specific details about each character's departure to accurately answer the question.
Question 3. ઘરમાં દાખલ થતાં બાએ ઘરમાં શું જોયું?
A. વિરહ
B. આંસુ સારતાં ફોઈ
C. સૂમસામ બેઠેલા પતિ
D. ચારે બાજુ વીખરાયેલાં રમકડાં
Answer: A. વિરહ
In simple words: Upon entering the house, Ba saw the painful emptiness of separation.
Exam Tip: Focus on the emotional impact and the overarching theme of separation when answering questions about Ba's feelings.
Question 4. ઘરમાં વિરહ વ્યાપેલો જોઈને બા ક્યાં બેસી પડી?
A. ઓસરીમાં
B. હિંડોળા પર
C. પગથિયે
D. પલંગ પર
Answer: C. પગથિયે
In simple words: Seeing the loneliness spread throughout the house, Ba sat down on the steps.
Exam Tip: Recall the specific imagery and setting described in the poem to answer questions about location.
6. કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ (નિયત, ઘરડાં, ગૃહવ્યાપી)
(1) સદાનાં ગંગામાસ્વરૂપ .......... ફોઈ.
(2) .......... જોયો વિરહ, પડી બેસી પગથિયે.
(3) નિહાળ્યો સૌ વચ્ચે .......... કરી બેઠો નિજ જગા.
Answer:
(1) ઘરડાં
(2) ગૃહવ્યાપી
(3) નિયત
In simple words: The correct words to fill the blanks are "gharḍā" (elderly) for Gangamaswaroop, "gruhavyaapī" (widespread in the house) for the separation that Ba saw, and "niyat" (fixed) for the place everyone settled in.
Exam Tip: Choose the word that best fits the meaning and context of each sentence from the given options.
7. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?
(1) રજાઓ ઉનાળા તણી થઈ પૂરી.
(2) લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ.
(3) વસેલાં શિક્ષણાર્થે દૂર સુદૂર સંતાન નિજનાં.
Answer:
(1) ખોટું
(2) ખરું
(3) ખોટું
In simple words: The first statement is false because the holidays were Diwali, not summer. The second statement is true, referring to the inevitable separation. The third statement is false as children lived far for business, not education.
Exam Tip: Carefully read each statement and compare it with the actual events and details from the poem to determine if it is true or false.
વળાવી બા આવી વ્યાકરણ
1. નીચે આપેલા શબ્દોના બે – બે સમાનાર્થી શબ્દો લખોઃ
• જનક = પિતા, તાત
• ધંધો = વ્યવસાય, વ્યાપાર
• સ્મિત = હાસ્ય, મલકાટ
Answer:
• જનક = પિતા, તાત (father, dad)
• ધંધો = વ્યવસાય, વ્યાપાર (profession, trade)
• સ્મિત = હાસ્ય, મલકાટ (smile, grin)
In simple words: Synonyms are words that have the same or very similar meanings. Here, two synonyms are provided for each word.
Exam Tip: Expand your vocabulary by regularly learning synonyms, which helps in understanding and expressing ideas more precisely.
2. નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:
પ્રિય X અપ્રિય
Answer:
પ્રિય X અપ્રિય (dear/favorite X unpleasant/unfavored)
In simple words: The word "priya" means dear or favorite, and its opposite, "apriya", means unpleasant or unfavored.
Exam Tip: Understand the nuance of each word to correctly identify its antonym.
3. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ
સંતાન, બપોર, પગથિયું, દિવાળી, ગંગામાસ્વરૂપ
Answer:
ગંગામાસ્વરૂપ, દિવાળી, પગથિયું, બપોર, સંતાન
In simple words: Arrange the given words in alphabetical order according to the Gujarati dictionary rules.
Exam Tip: Follow the specific rules of Gujarati alphabetical order, paying attention to vowels, consonants, and compound letters.
4. નીચે આપેલા પ્રત્યેક શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ
• નવી પરણેલી સ્ત્રી – નવોઢા
• પ્રિય વચન બોલનારી અને આછું મલકતી સ્ત્રી – પ્રિયવચનમંદસ્મિતવતી
• વિધવા સ્ત્રીના નામની આગળ લગાડાતો શબ્દ – ગંગાસ્વરૂપ (ગં. સ્વ.)
Answer:
• નવી પરણેલી સ્ત્રી – નવોઢા (newlywed woman)
• પ્રિય વચન બોલનારી અને આછું મલકતી સ્ત્રી – પ્રિયવચનમંદસ્મિતવતી (a woman speaking sweet words and smiling gently)
• વિધવા સ્ત્રીના નામની આગળ લગાડાતો શબ્દ – ગંગાસ્વરૂપ (ગં. સ્વ.) (title prefixed to a widow's name)
In simple words: Provide a single word that describes each given phrase or group of words.
Exam Tip: Learn common single-word substitutes for phrases to enhance your precision in language.
5. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો:
1. દીવાળિ
2. ધંધારશે
3. મંદસ્મીતવતિ
4. ગ્રહવિયાપી
Answer:
1. દિવાળી
2. ધંધાર્થે
3. મંદસ્મિતવતી
4. ગૃહવ્યાપી
In simple words: Correct the spelling of the given Gujarati words according to standard orthography.
Exam Tip: Practice spelling regularly to avoid common errors, especially with long and short vowels (હ્રસ્વ અને દીર્ઘ).
વળાવી બા આવી Summary in Gujarati
વળાવી બા આવી કાવ્યપરિચય
Question. ઉશનસ્ [જન્મ: 28 – 09 – 1920, મૃત્યુ: 07 – 11 – 2011]
કામધંધાર્થે દૂર વસતાં સંતાનો પોતાના પરિવાર સાથે દિવાળીની રજાઓમાં પોતાને વતન આવ્યાં છે. અહીં તેમનાં માતાપિતાની સાથે ઘરડાં ગંગાસ્વરૂપ ફોઈ પણ રહે છે. રજાઓના દિવસોમાં પુત્રો, પુત્રવધુઓ તથા તેમનાં બાળકોના આનંદકિલ્લોલથી ઘર હર્યુંભર્યું થઈ ગયું છે.
વૃદ્ધજનોના દિવસો તેમનાં પણ આનંદમાં પસાર થાય છે. રજાઓ પૂરી થતાં બા બધાં સંતાનોને એક પછી એક વળાવીને ઘેર પાછી ફરે છે. સંતાનોના જવાથી આનંદકિલ્લોલથી ગુંજતું ઘર સૂનું થઈ ગયું છે. એ સૂના ઘરમાં જાણે વિરહ ફરી પાછું પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધું છે.
ઘરને સૂમસામ જોઈને વૃદ્ધ મા પગથિયે જ બેસી પડે છે. આ કાવ્યમાં કવિએ માના હૃદયની મૂક વેદનાને અસરકારક રીતે રજૂ કરી છે.
Answer: કવિ ઉશનસ્ (જન્મ: 28 – 09 – 1920, મૃત્યુ: 07 – 11 – 2011) દ્વારા રચિત આ કાવ્યમાં, કામ માટે દૂર રહેતા બાળકો દિવાળીની રજાઓમાં પોતાના વતન પાછા આવે છે. અહીં તેઓ તેમના વૃદ્ધ માતાપિતા અને ગંગાસ્વરૂપ ફોઈ સાથે રહે છે. રજાઓના દિવસો દરમિયાન, પુત્રો, પુત્રવધૂઓ અને બાળકોની ખુશીથી ઘર ભરાઈ જાય છે, અને વૃદ્ધજનોના દિવસો પણ આનંદથી પસાર થાય છે. રજાઓ પૂરી થતાં, બા એક પછી એક બધા બાળકોને વિદાય આપે છે અને ઘરે પાછી ફરે છે. બાળકોના જવાથી, ખુશીથી ગુંજતું ઘર ખાલી થઈ જાય છે. તે ખાલી ઘરમાં, વિરહ (જુદાઈ) ફરીથી તેનું શાસન સ્થાપી દે છે. ઘરને સુમસામ જોઈને, વૃદ્ધ માતા પગથિયાં પર જ બેસી પડે છે. આ કવિતામાં કવિએ માતાના હૃદયના શાંત દુઃખને અસરકારક રીતે રજૂ કર્યું છે.
In simple words: This poem by Ushanas describes how children, living away for work, return home for Diwali. The house fills with joy, making the elders happy. Once holidays end, Ba bids farewell to everyone. The once joyful house becomes silent, as separation reclaims its hold. Seeing the empty home, the old mother sits on the steps, heartbroken. The poem powerfully portrays a mother's silent grief.
Exam Tip: A good summary captures the main theme, plot, and emotional core of the poem in a concise manner.
વળાવી બા આવી કાવ્યની સમજૂતી
દિવાળીની રજાઓ પૂરી થઈ અને ઘરમાં દિવસોથી જે શાંતિ હતી તેનો ભંગ થયો. ધંધાર્થે દૂર દૂર વસેલાં પોતાનાં સંતાનો તો હવે કાલે જશે. પછી માતાપિતા અને ઘરમાં રહેતાં વિધવા ફોઈ – સૌએ તેમના નસીબમાં લખાયેલા વિરહને મિલન(આગલી)ની રાતે સૌની વચ્ચે પોતાનું આસન નક્કી કરી(જમાવીને બેઠેલો જોયો. તેમ છતાં એના તરફ ધ્યાન આપ્યા વગર સૌ વૃદ્ધજનો વાતો કરતાં કરતાં સૂઈ ગયાં.
(બીજે દિવસે) સવારે ભાભીનો ભર્યો પરિવાર લઈને ભાઈ ઊપડ્યા. આમ, અરધી વસ્તી ઓછી થઈ ગઈ. આખું ઘર શાંત થઈ ગયું. બપોરે બીજા બે ભાઈઓ પોતપોતાની નવપરિણીત અને પ્રિય વચન બોલતી તથા મંદ સ્મિત કરતી પત્નીઓને લઈને ઊપડ્યા. પોતાનાં બધાં સંતાનોને એક પછી એક વળાવીને બા ઘેર આવી; તેણે આખા ઘરમાં વિરહ વ્યાપેલો જોયો એટલે દુઃખથી ભાંગી પડેલી તે પગથિયે જ બેસી પડી.
Answer: દિવાળીની રજાઓ સમાપ્ત થતાં, ઘરમાં પ્રવર્તતી શાંતિનો ભંગ થયો. વ્યવસાય માટે દૂર રહેલા પોતાના સંતાનો હવે બીજા દિવસે જશે એ વિચારે, માતાપિતા અને વિધવા ફોઈએ મિલનની છેલ્લી રાત્રિએ જ, સૌની વચ્ચે તેમના ભાગ્યમાં લખાયેલી જુદાઈને જાણે બેઠેલી જોઈ. તેમ છતાં, તેમણે તેના પર ધ્યાન આપ્યા વિના વાતો કરતાં કરતાં ઊંઘી ગયા.
બીજા દિવસે સવારે, મોટા ભાઈ તેમના પરિવાર સાથે વિદાય થયા, જેનાથી ઘરની અડધી વસ્તી ઓછી થઈ ગઈ અને આખું ઘર શાંત બની ગયું. બપોરે, બાકીના બે ભાઈઓ પણ પોતાની નવી પરણેલી, મીઠા બોલવાળી અને ધીમું હસતી પત્નીઓ સાથે રવાના થયા. પોતાના બધા બાળકોને એક પછી એક વિદાય આપ્યા પછી, બા ઘરે પાછી ફરી. તેણે આખા ઘરમાં જુદાઈ છવાયેલી જોઈ, તેથી દુઃખથી ભાંગી પડેલી તે પગથિયાં પર જ બેસી ગઈ.
In simple words: The explanation of "Valavi Ba Avi" describes the sorrow of separation after Diwali. The elderly couple and aunt felt the impending loneliness even on the last night of togetherness. The next morning, the elder son left with his family, making the house half empty and quiet. In the afternoon, the other two sons departed with their newlywed, sweet-speaking wives. After bidding farewell to all her children, Ba returned home, saw the widespread loneliness, and overwhelmed with grief, sat down on the steps.
Exam Tip: A comprehensive explanation should cover the sequence of events, the emotional impact on the characters, and the central theme of the poem.
સૉનેટ શું છે?
સૉનેટ અંગ્રેજી સાહિત્યમાંથી આવેલો એક કાવ્યપ્રકાર છે. એ ઊર્મિકાવ્યનો જ એક પ્રકાર છે. એમાં મુખ્યત્વે ઊર્મિ કે સંવેદના હોય છે. કાવ્યની અમુક પંક્તિ પછી વસ્તુવળાંક આવે છે. વસ્તુવળાંક એ સૉનેટનું મહત્ત્વનું તત્ત્વ છે. એમાં કોઈ એક વિચાર, ચિંતન કે જીવનદર્શન રજૂ થાય છે.
સ્વરૂપની દષ્ટિએ જોઈએ તો સૉનેટમાં 14 પંક્તિઓ હોય છે. એમાં 8 + 6 = 14 અથવા 6 + 6 + 2 = 14 એવા ભાગ પડે છે. અર્થાત્ સૉનેટમાં 14 પંક્તિઓ, એના બે કે વધુ ભાગ અને વસ્તુવળાંક એટલા નિયમો સ્વીકારવા જરૂરી છે.
કવિ બળવંતરાય ઠાકોરે અંગ્રેજી ભાષાના આ કાવ્યસ્વરૂપ “સૉનેટ’માં “મોગરો', 'વધામણી” અને “ભણકારા’ નામના કાવ્યસંગ્રહો આપ્યા છે. ત્યાર પછી અનેક કવિઓએ સૉનેટો લખ્યાં છે. આમ, ગુજરાતી સાહિત્યમાં કવિઓએ “સૉનેટની પરંપરાને સમૃદ્ધ કરી છે.
વળાવી બા આવી શબ્દાર્થ
- અલિત થવું ભંગ થવું. ધંધાર્થે - ધંધા કે વ્યવસાય માટે,
- ગંગામાસ્વરૂપ - વિધવા સ્ત્રીના નામ આગળ મુકાતું વિશેષણ
- નિજનું પોતાનું જનક - પિતા. જનની માતા.
- સદાનાં ગંગામાસ્વરૂપ - નાની વયમાં વિધવા થયેલાં.
- લખાયેલો કર્મે - નસીબમાં લખાયેલો.
- રજની - રાત્રિ.
- નિયત - નક્કી કરેલું.
- ઉવેખી - અવગણીને, દરકાર કર્યા વિના.
- જરઠ - ધરડું, વડીલ.
- વિરહ - વિયોગ.
- અવર - બીજા.
- નવોઢા - નવી પરણેલી સ્ત્રી, નવવધૂ.
- ભાર્યા - પત્ની.
- પ્રિયવચનમંદસ્મિતવતી - પ્રિય વચન બોલનારી અને ધીમું ધીમું હસતી.
- ક્રમશઃ - એક પછી એક.
- ગૃહવ્યાપી - ઘરમાં ફેલાયેલો.
- પડી બેસી પગથિયે - (અહીં) સ્વજનના વિરહથી ભાંગી પડેલી બા પગથિયે જ બેસી પડી.
Free study material for Gujarati
GSEB Solutions Class 8 Gujarati Chapter 11 વળાવી બા આવી
Students can now access the GSEB Solutions for Chapter 11 વળાવી બા આવી prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 8 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 11 વળાવી બા આવી
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 8 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 8 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Gujarati Class 8 Solved Papers
Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 8 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 11 વળાવી બા આવી to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 11 વળાવી બા આવી is available for free on StudiesToday.com. These solutions for Class 8 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 11 વળાવી બા આવી as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 11 વળાવી બા આવી will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 8 Gujarati. You can access GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 11 વળાવી બા આવી in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 11 વળાવી બા આવી in printable PDF format for offline study on any device.