GSEB Class 7 Social Science Solutions Chapter 7 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો

Official GSEB Solutions for Class 7 Social Science: Chapter 07 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો

Explore reliable textbook solutions for Chapter 07 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો tailored for Class 7 learners. Utilizing these Social Science answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.

Chapter-wise Solutions for Social Science: Chapter 07 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો

View or download the dedicated Chapter 07 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Social Science.

1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપોઃ

 

Question 1. દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ કયા સંતોએ લીધું હતું?
Answer: દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય નામના સંતોએ લીધું હતું.
In simple words: Shankaracharya and Ramanujacharya were the saints who led religious movements in South India.

Exam Tip: Remember the names of key religious leaders and their regions of influence for quick recall in exams.

 

Question 2. બંગાળમાં હરિબોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો?
Answer: ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં 'હરિબોલ'નો મંત્ર ગુંજતો કર્યો હતો.
In simple words: Chaitanya Mahaprabhu popularised the 'Haribol' mantra in the Bengal region.

Exam Tip: Associate specific saints with their teachings or significant contributions to religious movements.

 

Question 3. તુલસીદાસે કયા ગ્રંથોની રચના કરી હતી?
Answer: તુલસીદાસે 'રામચરિતમાનસ' અને 'વિનયપત્રિકા' નામના ગ્રંથોની રચના કરી હતી.
In simple words: Tulsidas wrote the famous books 'Ramcharitmanas' and 'Vinaypatrika'.

Exam Tip: It is important to remember the names of important literary works and their respective authors from this period.

 

Question 4. શીખોના પવિત્ર ગ્રંથ ‘ગુરુ ગ્રંથ સાહિબ'માં કયા સંતની કવિતાઓનો સમાવેશ કરેલ છે?
Answer: શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં સંત કબીરની કવિતાઓનો સમાવેશ કરેલ છે.
In simple words: Saint Kabir's poems are included in the holy book of the Sikhs, called Guru Granth Sahib.

Exam Tip: Knowing which saints' writings are included in major religious texts helps in understanding inter-faith connections.

 

Question 5. ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફીસંત કોણ હતા?
Answer: મોઈનુદ્દીન ચિશ્તી ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફીસંત હતા.
In simple words: Moinuddin Chishti was the Sufi saint who helped spread Sufism in India.

Exam Tip: Identify the prominent figures associated with the spread of different religious philosophies in India.

 

2. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપોઃ

 

Question 1. ટૂંક નોંધ લખોઃ સૂફી-આંદોલન
Answer: સૂફી-આંદોલન એ ભારતમાં મધ્યયુગ દરમિયાન થયેલાં ધાર્મિક આંદોલનો પૈકીનું એક મહત્ત્વનું આંદોલન હતું. સૂફી-આંદોલન એ ભારતનું ધાર્મિક અને સામાજિક આંદોલન હતું. તેણે દેશમાં હિંદુ-મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો હતો. સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારો દર્શાવે છે. તેનો મુખ્ય મત ઈશ્વર અને માનવી વચ્ચે સંબંધ સ્થાપિત કરવાનો છે. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ હતી:
(1) ચિશ્તી
(2) સુહરાવર્દી
(3) કાદરી અને
(4) નશબંદી.
સૂફી-આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી. બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરા સ્થાપિત કરી હતી. મોઇનુદ્દીન ચિશ્તીએ અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી. તે કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. મોઇનુદ્દીન ચિશ્તીના અવસાન પછી તેઓ મહાન સૂફીસંત તરીકે ખૂબ પ્રખ્યાત થયા હતા. મોઇનુદ્દીન ચિશ્તી ઉપરાંત, કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફરીદુદ્દીન-ગંજ-એ-શકર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિલ્લાહ, શેખ અહમદ સરહિંદી વગેરે ગણનાપાત્ર સૂફીસંતો હતા. દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન ગરીબ નામના એક લોકપ્રિય સૂફીસંત થઈ ગયા.
In simple words: The Sufi movement was a significant religious and social movement in medieval India. It helped foster harmony between Hindu and Muslim cultures. Sufi means Islamic religious thought, focused on connecting God and humans. Four main Sufi traditions in India were Chishti, Suhrawardi, Qadiri, and Naqshbandi. The Chishti and Suhrawardi orders were very famous. Moinuddin Chishti established the Chishti order in Ajmer and became very well-known. Many other Sufi saints also contributed to the movement.

Exam Tip: For short notes, define the movement, mention its key principles, important figures, and its impact. Always include the main traditions or schools of thought.

 

Question 2. ભક્તિ આંદોલન લોકોમાં શા માટે લોકપ્રિય બન્યું હતું?
Answer: ભક્તિ આંદોલનને લીધે –
1. સમાજમાં પ્રવર્તતા બાહ્યાડંબરો, ઊંચનીચના ભેદભાવો, વહેમો, અંધશ્રદ્ધા તેમજ અનેક અશ્રદ્ધાઓ પર ગાઢ અસર થઈ. તેથી સમાજમાં આ બાબતોનું પ્રમાણ ઘટ્યું.
2. સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા.
3. ઈશ્વર બધાંનો છે અને આપણે તેને ભક્તિ છે દ્વારા મેળવી શકીશું એવી દઢ શ્રદ્ધા લોકોમાં પ્રસરવા લાગી.
4. જુદા જુદા ધર્મો વચ્ચેના ભેદભાવો ઓછા થયા.
5. દરેક સંતે સમભાવ, સદાચાર અને ભાઈચારાનો સંદેશો આપ્યો, જે લોકોને ખૂબ ગમી ગયો.
6. બધા સંતો, આચાર્યો અને વિચારકોએ સરળ લોકભાષામાં ઉપદેશ આપ્યો. વળી, તેમણે લોકભાષામાં જ સાહિત્ય અને પદોની રચના કરી હતી, જે લોકોને સમજવામાં ખૂબ જ સરળ બન્યું હતું. એ સાહિત્યની જનસમાજ પર ગાઢ અસર થઈ હતી. ભક્તિ આંદોલને સમાજની કાયાપલટ કરી.
ઉપર્યુક્ત કારણોને લીધે ભક્તિ આંદોલન ખૂબ લોકપ્રિય બન્યું હતું.
In simple words: The Bhakti movement became popular because it reduced external rituals, caste differences, and superstitions. People started to understand the true meaning of religion and believed that God is for everyone, reachable through devotion. It lessened religious discrimination and promoted equality, good conduct, and brotherhood. Saints taught in simple local languages and created literature that common people easily understood, transforming society.

Exam Tip: When explaining the popularity of a movement, focus on its social, religious, and cultural impacts, especially how it addressed existing issues.

 

Question 3. મહારાષ્ટ્રના સંતો વિશે ટૂંકમાં પરિચય આપો.
Answer: સંત જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો. તેમણે માત્ર 15 વર્ષની ઉંમરે મરાઠી ભાષામાં ભગવદ્ગીતા પર ટીકા-વિવેચન 'જ્ઞાનેશ્વરી' (જ્ઞાનેશ્વરી ગીતા) લખી હતી. તેઓ મહારાષ્ટ્રના મહાન સંત હતા. જ્ઞાન, યોગ અને ભક્તિ દ્વારા તેમણે અદ્વૈતની ભાવના લોકો સુધી પહોંચાડી હતી. નામદેવ યુવાનીમાં અધર્મનું આચરણ કરતા હતા, પરંતુ સત્ય સમજાતાં તેઓ ધર્મના માર્ગે વળ્યા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા. એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા. તેમણે ઊંચનીચના અને નાતજાતના ભેદભાવનો વિરોધ કર્યો હતો. તેઓ સૌને સમાન માનતા હતા. તુકારામ મહારાષ્ટ્રના સંતકવિ છે. તેમણે અભંગો રચ્યાં હતાં, જે ખૂબ જાણીતાં થયેલાં છે. સમર્થ ગુરુ રામદાસ છત્રપતિ શિવાજીના ગુરુ હતા. તેમણે 'દાસબોધ' નામના ગ્રંથ દ્વારા લોકોને ઉપદેશ આપ્યો હતો. તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને એકબીજા સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો.
In simple words: Sant Dnyaneshwar started the Bhakti movement in Maharashtra, writing 'Dnyaneshwari' on the Bhagavad Gita at just 15. Namdev, initially wayward, became a great saint after finding truth. Eknath opposed caste discrimination and promoted equality. Tukaram, a saint-poet, wrote many famous 'Abhangas'. Samarth Guru Ramdas, Shivaji's guru, wrote 'Dasbodh' and aimed to link spiritual and worldly life.

Exam Tip: When asked to introduce saints, provide their key contributions, teachings, and any notable works or associations, like a guru-disciple relationship.

 

Question 4. એકેશ્વર પરંપરામાં સૌથી મહત્ત્વપૂર્ણ સંત કબીરનો પરિચય આપો.
Answer: સંત કબીર પ્રસિદ્ધ સંત રામાનંદના શિષ્ય હતા. તે ગૃહસ્થી હતા અને વણકરનો વ્યવસાય કરતા હતા. તે ભણ્યા નહોતા, છતાં સાધુસંતો અને ફકીરો સાથે સત્સંગ કરીને તેમણે જ્ઞાન મેળવ્યું હતું. એ જ્ઞાનના આધારે તેમણે પદો અને સાખીઓ રચ્યાં હતાં. 'બીજક' તેમનો કાવ્યસંગ્રહ છે. સંત કબીરના મતે સર્વોચ્ચ ઈશ્વર એક જ છે. તેને સાહિબ, અલ્લાહ, ખુદા, રામ, રહીમ, ગોવિંદ, બ્રહ્મ વગેરે જુદા જુદા નામ આપવામાં આવ્યાં છે.
In simple words: Saint Kabir was a famous disciple of Sant Ramanand. He was a householder and worked as a weaver. Although uneducated, he gained knowledge by interacting with saints and fakirs. Based on this knowledge, he composed poems and couplets, collected in 'Bijak'. Kabir believed that there is only one Supreme God, known by various names like Sahib, Allah, Khuda, Ram, Rahim, and Brahma.

Exam Tip: For prominent saints like Kabir, remember their guru, profession, key works, and central teachings, especially their view on God and religious unity.

 

3. (અ) નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખોઃ

 

Question 1. ગુરુ નાનક કઈ શાખાના સંત હતા?
(a) અલવારના
(b) નયનારના
(c) નિર્ગુણના
(d) એકેશ્વરના
Answer: (c) નિર્ગુણના
In simple words: Guru Nanak belonged to the Nirguna branch of saints, who believed in a formless God.

Exam Tip: Understand the different philosophical branches (e.g., Nirguna, Saguna) within religious movements and which saints belonged to each.

 

Question 2. જ્ઞાનેશ્વરે ભગવદ્ગીતા ઉપર લખેલ ટીકા ક્યા નામે ઓળખાય છે?
(a) બીજક
(b) જ્ઞાનેશ્વરી
(c) રામચરિતમાનસ
(d) વિનયપત્રિકા
Answer: (b) જ્ઞાનેશ્વરી
In simple words: The commentary Dnyaneshwar wrote on the Bhagavad Gita is known as 'Dnyaneshwari'.

Exam Tip: Correctly matching authors with their key literary works is a common type of question.

 

Question 3. મહારાષ્ટ્રના કયા સંતનાં અભંગો ખૂબ જ જાણીતાં છે?
(a) જ્ઞાનેશ્વરનાં
(b) વિઠોબાનાં
(c) નામદેવનાં
(d) તુકારામનાં
Answer: (d) તુકારામનાં
In simple words: The 'Abhangas' (devotional poems) written by Sant Tukaram are very famous in Maharashtra.

Exam Tip: Familiarize yourself with the specific contributions and literary forms associated with each major saint.

 

Question 4. ભારતમાં સુફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી?
(a) એક
(b) બે
(c) ત્રણ
(d) ચાર
Answer: (d) ચાર
In simple words: There were four main Sufi traditions that helped spread Sufism in India.

Exam Tip: Remember the number of major traditions or schools for important religious movements.

 

3. (બ) મને ઓળખોઃ

 

Question. 1. મારા ગુરુ સમર્થ રામદાસ હતા.
Answer: શિવાજી
In simple words: This statement identifies Chhatrapati Shivaji, whose guru was Samarth Ramdas.

Exam Tip: Connect historical figures with their mentors or spiritual guides, as these relationships are often significant.

 

Question. 2. હું મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું.
Answer: વિઠોબા મંદિર
In simple words: The Vithoba Temple was the main center for the Bhakti movement in Maharashtra.

Exam Tip: Important religious movements often have specific places or temples that serve as their central hubs.

 

Question. 3. અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર હું હતો.
Answer: મોઈનુદ્દીન ચિશ્તી
In simple words: Moinuddin Chishti was the one who established the Chishti tradition in Ajmer.

Exam Tip: Key figures are often associated with the establishment of specific religious orders or traditions in certain geographical locations.

Free study material for Social Science

Social Science Class 7 Curriculum Solutions: Chapter 07 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો

Official GSEB Solutions for Chapter 07 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો

Review comprehensive exercise answers for Class 7 Social Science Chapter 07 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો. Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Step-by-Step Explanations for Chapter 07 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 07 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Next Steps in Your Social Science Revision

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 07 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest GSEB Class 7 Social Science Solutions Chapter 7 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો for the 2026-27 session?

The complete and updated GSEB Class 7 Social Science Solutions Chapter 7 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો is available for free on StudiesToday.com. These solutions for Class 7 Social Science are as per latest GSEB curriculum.

Are the Social Science GSEB solutions for Class 7 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 7 Social Science Solutions Chapter 7 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 7 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 7 Social Science Solutions Chapter 7 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 7 Social Science Solutions Chapter 7 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 7 Social Science. You can access GSEB Class 7 Social Science Solutions Chapter 7 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો in both English and Hindi medium.

Is it possible to download the Social Science GSEB solutions for Class 7 as a PDF?

Yes, you can download the entire GSEB Class 7 Social Science Solutions Chapter 7 ભક્તિયુગ ધાર્મિક સમુદાયો અને વિચારકો in printable PDF format for offline study on any device.