Step-by-Step Textbook Solutions for Class 7 Social Science Chapter 15 લોકશાહીમાં સમાનતા
Access comprehensive textbook solutions for Chapter 15 લોકશાહીમાં સમાનતા using the official curriculum guides for Class 7 Social Science. Designed to align with the 2026-27 GSEB standards, these detailed answers help students reinforce core academic concepts.
Download Chapter 15 લોકશાહીમાં સમાનતા Textbook Solutions PDF
Navigate directly to the solved Social Science textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
Fill in the Blanks:
Question 1. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ _______ છે.
Answer: ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે.
In simple words: India is the largest democracy in the world.
Exam Tip: Remember India's status as the largest democracy globally, a key fact in civics.
Question 2. દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા _______ કહેવાય.
Answer: દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા બંધારણ કહેવાય છે.
In simple words: The Constitution acts as the guideline for running a country.
Exam Tip: Always associate 'guideline for running a country' with the term 'Constitution'.
Question 3. ભારતનું બંધારણ વિશ્વનું _______ બંધારણ છે.
Answer: ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે.
In simple words: India's Constitution is the world's longest written constitution.
Exam Tip: Highlight "largest written" when describing the Indian Constitution to ensure full marks.
Answer the Following Questions Briefly:
Question 1. લોકશાહી કોને કહેવાય છે?
Answer: અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મત અનુસાર, 'લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસનતંત્રને' લોકશાહી કહેવામાં આવે છે. લોકશાહી એટલે જેમાં લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પસંદ કરેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોની ઇચ્છા પ્રમાણે વહીવટ ચાલતી હોય તેવી શાસનવ્યવસ્થા. આપણા દેશમાં લોકશાહી પ્રકારની શાસનવ્યવસ્થા છે.
In simple words: Democracy means a government 'of the people, by the people, and for the people,' as per Abraham Lincoln. It's a system where chosen representatives govern according to public will, which is the system India follows.
Exam Tip: Begin your answer by citing Abraham Lincoln's definition and then elaborate on how chosen representatives govern based on public will in a democratic system.
Question 2. આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે?
Answer: ભારતના બંધારણે બધા નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. આ અધિકાર દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. દેશના બધા નાગરિકોને નીચેની બાબતોમાં સમાનતાનો અધિકાર આપવામાં આવેલ છે:
- જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા
- વ્યક્તિગત વિકાસમાં સમાનતા
- ભાષા કે બોલીના આધારે સમાનતા
- લિંગ આધારિત સમાનતા
- શિક્ષણ મેળવવામાં સમાનતા
- વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા
- સરકારી નોકરીઓ, જાહેર રોજગાર, ધંધો, જાહેર સ્થળનો ઉપયોગ, સામાજિક જીવન વગેરે બાબતોમાં સમાનતા.
Exam Tip: List a variety of areas (e.g., religion, gender, education, employment) where equality is granted to showcase a comprehensive understanding of the right.
Question 3. વ્યક્તિના સર્વાગીણ વિકાસ માટે કઈ બાબત જરૂરી છે?
Answer: વ્યક્તિના સર્વાગીણ વિકાસ માટે ધર્મ, ભાષા, જાતિ, વંશ, રંગ કે જન્મસ્થળના કોઈપણ ભેદભાવ વિના સમાનતાના અધિકારનો યોગ્ય રીતે અમલ કરવો ઘણો જરૂરી છે.
In simple words: For a person to develop fully, it's vital that the right to equality is properly used, without any discrimination based on religion, language, caste, race, color, or birthplace.
Exam Tip: Emphasize the removal of all forms of discrimination (religion, caste, gender, etc.) as crucial for holistic individual development.
Answer the Following Questions in One or Two Sentences:
Question 1. મતાધિકાર કોને મળે છે?
Answer: 18 કે 18 વર્ષથી વધુ ઉંમરના ભારતના દરેક નાગરિકને મતાધિકાર મળે છે.
In simple words: Every Indian citizen who is 18 years old or older has the right to vote.
Exam Tip: Clearly state the age requirement (18 years) for voting rights in India.
Question 2. ચૂંટણીપંચ શી કામગીરી કરે છે?
Answer: ચૂંટણીપંચ કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા બધા મતદારો મતદાન કરી શકે એ માટે ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે. તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની વિશેષ સુવિધા પણ ઊભી કરે છે.
In simple words: The Election Commission ensures fair and impartial elections by making special arrangements for all registered voters to cast their ballots without fear. They also provide special facilities for women and disabled voters.
Exam Tip: Focus on the Election Commission's role in ensuring fair elections and providing special provisions for vulnerable groups of voters.
Question 3. બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ?
Answer: બાળમજૂરી એ અસમાનતા અને બાળકોનું શોષણ છે. બાળમજૂરી બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. વળી, 14 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખવું તે કાયદાનો પણ ભંગ છે. તેથી બાળમજૂરી અટકાવવી ખૂબ જરૂરી છે.
In simple words: Child labor is inequality and exploitation of children, violating their right to education. Also, employing children under 14 is against the law, so it must be stopped.
Exam Tip: Emphasize that child labor is illegal, violates a child's right to education, and constitutes exploitation.
Write Short Notes:
Question 1. લોકશાહીમાં સમાનતા
Answer: ભારત એક લોકશાહી રાષ્ટ્ર છે. સમાનતાનો ખ્યાલ એ લોકશાહીનો મુખ્ય સિદ્ધાંત છે. ભારતના બંધારણે દેશના બધા નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. આ હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા, રંગ કે જન્મસ્થળના કોઈપણ પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક આપવામાં આવ્યો છે. બધાને સરખા ગણીને શિક્ષણ મેળવવાની, વિકાસ કરવાની, ધંધો-રોજગાર કરવાની તેમજ ધર્મ પાળવાની સરખી તકો આપવામાં આવી છે. લોકશાહીમાં સમાનતાના અધિકાર દ્વારા બધા સર્વાગીણ વિકાસ સાધી શકે છે. આપણા સ્વમાનને જાળવવા માટે પણ સમાનતાનો અધિકાર ખૂબ જરૂરી છે. સમાનતાનો અધિકાર આપણને બંધારણીય રક્ષણ પૂરું પાડે છે.
In simple words: India is a democracy, and equality is its core principle. The Constitution grants all citizens the basic right to equality, ensuring equal legal protection. This means no discrimination based on religion, caste, gender, or origin. Everyone gets equal chances in education, growth, work, and practicing their faith. This right is key for overall development and protecting our dignity, providing constitutional safeguards.
Exam Tip: Structure your short note by defining equality in a democracy, detailing the constitutional provisions, listing areas where equality applies, and explaining its importance for individual development and dignity.
Question 2. મતાધિકારમાં સમાનતા
Answer: મતદાન
ભારતમાં લોકશાહી શાસનવ્યવસ્થા છે. લોકશાહીમાં સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે. આ માટે આપણા દેશના બંધારણે 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને સમાન મતાધિકાર આપ્યો છે. ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક વિવિધતાઓ વચ્ચે પણ સમાનતાના અધિકાર દ્વારા દરેક નાગરિકને મતદાન કરવાનો અધિકાર મળેલો છે. મતાધિકાર દ્વારા કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના, શેહશરમમાં આવ્યા વિના દેશની મતદાર યાદીમાં નોંધાયેલા બધા નાગરિકો મતદાન કરી શકે છે. દરેક નાગરિક નિર્ભિક બનીને મતાધિકારનો ઉપયોગ કરે એ માટે ચૂંટણીપંચ તેને જાગ્રત કરે છે. ચૂંટણી સમયે વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે ચૂંટણીપંચ પ્રયત્નો કરે છે. મહિલા અને દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે ચૂંટણીપંચ ખાસ વ્યવસ્થા કરે છે.
In simple words: India's democratic system relies on citizens voting for their government. The Constitution gives equal voting rights to all citizens aged 18 and above, regardless of their background. The Election Commission works to ensure everyone can vote freely and fearlessly, encouraging high participation and providing special facilities for women and disabled voters.
Exam Tip: When writing about equality in voting, include the eligible age (18+), the principle of non-discrimination, the importance of fearless voting, and the Election Commission's role in facilitating and promoting voter participation, especially for specific groups.
Free study material for Social Science
Social Science Class 7 Curriculum Solutions: Chapter 15 લોકશાહીમાં સમાનતા
Textbook Solutions for Class 7 Social Science Chapter 15 લોકશાહીમાં સમાનતા
Explore reliable textbook solutions for Chapter 15 લોકશાહીમાં સમાનતા tailored for Class 7 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Social Science.
Mastering Theoretical and Practical Questions
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 7 Social Science module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.
Effective Self-Study and Homework Assistance
Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 7 Social Science.
FAQs
The complete and updated GSEB Class 7 Social Science Solutions Chapter 15 લોકશાહીમાં સમાનતા is available for free on StudiesToday.com. These solutions for Class 7 Social Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 7 Social Science Solutions Chapter 15 લોકશાહીમાં સમાનતા as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 7 Social Science Solutions Chapter 15 લોકશાહીમાં સમાનતા will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 7 Social Science. You can access GSEB Class 7 Social Science Solutions Chapter 15 લોકશાહીમાં સમાનતા in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 7 Social Science Solutions Chapter 15 લોકશાહીમાં સમાનતા in printable PDF format for offline study on any device.