GSEB Class 7 Sanskrit Solutions Chapter 7 सूक्तयः

Official GSEB Solutions for Class 7 Sanskrit: Chapter 07 सूक्तयः

Explore reliable textbook solutions for Chapter 07 सूक्तयः tailored for Class 7 learners. Utilizing these Sanskrit answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.

Chapter-wise Solutions for Sanskrit: Chapter 07 सूक्तयः

Navigate directly to the solved Sanskrit textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

सूक्तयः स्वाध्यायः

 

Question 1. નીચે આપેલી સૂક્તિઓ પૂર્ણ કરો :
1. ................ क्रियां विना।
2. ................ मित्रपरीक्षा।
3. ................ लभते ज्ञानम्।
4. ................ बलं तस्य।
5. ................ धर्मसाधनम्।
Answer:
1. ज्ञानं भारः क्रियां विना।
2. आपदि मित्रपरीक्षा।
3. श्रद्धावान् लभते ज्ञानम्।
4. बुद्धिः यस्य बलं तस्य।
5. शरीरमाद्यं खलु धर्मसाधनम्।

Exam Tip: Memorize these common Sanskrit proverbs and their completions to answer fill-in-the-blanks questions accurately.

 

Question 2. આવી અન્ય ત્રણ સૂક્તિઓ શોધીને લખો :
(१) यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः।
(२) नास्ति विद्यासमं चक्षुः।
(३) सर्वतीर्थमयी माता सर्वदवमयः पिता।
Answer:
(१) यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः। (જ્યાં નારીઓ આદર મેળવે છે ત્યાં દેવો નિવાસ કરે છે.)
(२) नास्ति विद्यासमं चक्षुः। (વિદ્યા સમાન નેત્ર નથી.)
(३) सर्वतीर्थमयी माता सर्वदवमयः पिता। (મા સર્વતીર્થસ્વરૂપ છે; પિતા સર્વદેવયુક્ત છે.)

Exam Tip: When asked to find additional proverbs, pick those that are well-known and whose meanings are clear to explain.

 

Question 3. શ્રદ્ધાવાન્ તેમતે જ્ઞાનમ્ સૂક્તિને સમજાવો.
Answer: શ્રદ્ધાવાળો (આત્મવિશ્વાસવાળો) માણસ જ્ઞાન મેળવે છે. જે વ્યક્તિમાં શ્રદ્ધા કે આત્મવિશ્વાસ હોય છે તે વ્યક્તિ જ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. શ્રદ્ધા મનુષ્યને આંતરિક શક્તિ આપે છે. શ્રદ્ધા દ્વારા કઠિન જ્ઞાન પણ વ્યક્તિ સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. શ્રીમદ્ભગવદ્ગીતામાં કહ્યું છે કે "યો છૂદ્ધઃ સ વ :' અર્થાત્ જેની જેવી શ્રદ્ધા હોય છે તે તેવો જ બને છે. આમ, ગુરુમાં કે તત્ત્વમાં શ્રદ્ધા ધરાવતો માણસ જ સાચું જ્ઞાન મેળવી શકે છે.

Exam Tip: To explain a proverb, first state its direct meaning (Anuvaad) and then elaborate on its deeper message (Bhaavaarth) with examples if possible.

 

Question 4. જન્મભૂમિ વિશે સૂક્તિમાં શું કહેવામાં આવ્યું છે ? પાંચ વાક્યો ગુજરાતીમાં લખો.
Answer: જે ધરતી પર આપણો જન્મ અને ઉછેર થયો હોય અને જ્યાં આપણે મોટા થયા હોય, તે જન્મભૂમિ આપણી “માતા” છે. તે જન્મભૂમિની રક્ષા કરવી એ આપણું પવિત્ર કર્તવ્ય છે. જન્મભૂમિ ખાતર પોતાના પ્રાણોની આહુતિ આપી દેવા પણ તત્પર રહેવું જોઈએ. અંગ્રેજોના શાસનમાંથી દેશને આઝાદ કરવા માટે લોકમાન્ય તિળક, ગાંધીજી, નહેરુ અને સરદાર પટેલ જેવા દેશભક્તોએ અનેક કષ્ટો ભોગવ્યાં હતાં.

Exam Tip: When writing about the importance of one's homeland, include examples of historical figures who sacrificed for it to make your answer more impactful.

सूक्तयः प्रवृत्तिः

 

Question 1. તમારા વિસ્તારમાં આવેલી કોઈ જાહેર કે ખાનગી સંસ્થાઓમાં જોવા મળતી સૂક્તિઓ શોધીને લખો.
Answer: (This is an activity-based question that requires personal observation. An example answer based on common proverbs seen in public places could be:)
અમારા વિસ્તારમાં આવેલી શાળાઓમાં “વિદ્યા વિનયેન શોભતે” (જ્ઞાન નમ્રતાથી શોભે છે) અને ગ્રંથાલયોમાં “વાંચે ગુજરાત” જેવી સૂક્તિઓ જોવા મળે છે. કેટલાક જાહેર સ્થળોએ “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” અને “સંપ ત્યાં જંપ” જેવી સૂક્તિઓ પણ લખેલી હોય છે. આ સૂક્તિઓ લોકોને સારા કાર્યો કરવા અને સાચા માર્ગે ચાલવા માટે પ્રેરણા આપે છે.

Exam Tip: For observation-based questions, list relevant proverbs and briefly explain their significance in that context.

Sanskrit Digest Std 7 GSEB सूक्तयः Important Questions and Answers

સૂયઃ વિશેષ પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં ગુજરાતીમાં લખો:

 

Question 1. જ્ઞાન ક્યારે બોજા(ભાર)રૂપ બને છે?
Answer: ક્રિયા વિનાનું એટલે કે અમલમાં મૂક્યા વિનાનું જ્ઞાન બોજા(ભાર) રૂપ બને છે.

Exam Tip: For one-sentence answers, be direct and ensure your response precisely addresses the question asked.

 

Question 2. માતા અને માતૃભૂમિ કોનાથી ચઢિયાતી (શ્રેષ્ઠ) છે?
Answer: માતા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ ચઢિયાતી (શ્રેષ્ઠ) છે.

Exam Tip: Remember the core comparison: mother and motherland are considered greater than heaven.

 

Question 3. મિત્રની પરીક્ષા ક્યારે થાય છે?
Answer: આફતના સમયે મિત્રની પરીક્ષા થાય છે.

Exam Tip: The true nature of a friend is revealed during difficult times, not happy ones.

 

Question 4. શ્રદ્ધાવાન શું મેળવે છે?
Answer: શ્રદ્ધાવાન (મનુષ્ય) જ્ઞાન મેળવે છે.

Exam Tip: Connect "shraddhavan" (faithful person) directly with "gyaan" (knowledge) as the outcome.

 

Question 5. જેની પાસે બુદ્ધિ છે, તેની પાસે શું છે?
Answer: જેની પાસે બુદ્ધિ છે, તેની પાસે બળ (શક્તિ) છે.

Exam Tip: Emphasize that intellect is the ultimate strength, not physical power alone.

 

Question 6. કળિયુગમાં શેમાં શક્તિ રહેલી છે?
Answer: કળિયુગમાં સંગઠન, સમૂહમાં શક્તિ રહેલી છે.

Exam Tip: Highlight unity and collective power as crucial for success in the Kaliyuga era.

 

Question 7. શરીર શેનું પ્રથમ સાધન છે?
Answer: શરીર ધર્મનું પ્રથમ સાધન છે.

Exam Tip: Understand that the body is essential for fulfilling one's duties (dharma).

2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો:

 

Question 1. જ્ઞાન બોજારૂપ ક્યારે બને છે?
A. સમજ ન હોય ત્યારે
B. ક્રિયા કે કર્તુત્વ વગર
C. તે ઉપરચોટિયું હોય ત્યારે
D. આચરણ પ્રમાણેનું
Answer: (B) ક્રિયા કે કર્તુત્વ વગર
In simple words: Knowledge becomes a burden when it's just stored in your head and not used or acted upon in real life.

Exam Tip: Recall the proverb "ज्ञानं भारः क्रियां विना" (Knowledge is a burden without action) directly.

 

Question 2. જનની અને જન્મભૂમિ શેના કરતાં પણ મહાન છે?
A. વિશ્વનાં અન્ય સુખો કરતાં
B. સર્વશ્રેષ્ઠ પદ કરતાં
C. સ્વર્ગ કરતાં
D. બધાં સુખ આપનાર વ્યક્તિ કરતાં
Answer: (C) સ્વર્ગ કરતાં
In simple words: A mother and one's homeland are considered even more significant than heaven itself.

Exam Tip: This proverb emphasizes the supreme importance of mother and motherland above all else, including divine realms.

 

Question 3. સાચા મિત્રની પરીક્ષા ક્યારે થાય છે?
A. સંકટ સમયે
B. સુખની પળોમાં
C. અન્ય મિત્રોની તુલના વખતે
D. જાહેર કાર્યક્રમમાં
Answer: (A) સંકટ સમયે
In simple words: A true friend's loyalty and support are truly tested during difficult times or crises.

Exam Tip: Remember the proverb "आपदि मित्रपरीक्षा" (A friend is tested in adversity) as it directly answers this.

 

Question 4. કેવો માણસ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે?
A. સમજદાર
B. ધન ખરચી શકે તેવો
C. વિશ્વપ્રવાસી
D. શ્રદ્ધાવાળો, આત્મવિશ્વાસવાળો
Answer: (D) શ્રદ્ધાવાળો, આત્મવિશ્વાસવાળો
In simple words: A person who has faith and self-confidence is able to acquire knowledge effectively.

Exam Tip: The core idea is that belief in oneself and the teacher is essential for true learning.

 

Question 5. ધર્મનું પહેલું સાધન છે.
A. ધ્યાન
B. શરીર
C. ત્યાગ
D. બુદ્ધિ
Answer: (B) શરીર
In simple words: The first and most essential tool or means for practicing one's dharma (righteous duties) is the physical body.

Exam Tip: This proverb highlights that a healthy body is fundamental to fulfilling spiritual and moral obligations.

 

Question 6. ક્રિયા વગર ભારરૂપ છે.
A. જ્ઞાન
B. કાર્ય
C. શક્તિ
D. શ્રમ
Answer: (A) જ્ઞાન
In simple words: Without putting it into action, knowledge becomes a burden.

Exam Tip: This is a direct recall of the proverb "ज्ञानं भारः क्रियां विना".

 

Question 7. માં સંગઠનમાં શક્તિ હોય છે.
A. સતયુગ
B. દ્વાપરયુગ
C. ત્રેતાયુગ
D. કળિયુગ
Answer: (D) કળિયુગ
In simple words: In the current era, Kaliyuga, there is great strength and power found in unity and organization.

Exam Tip: Recognize that collective strength (संगठन) is particularly emphasized as important in the Kaliyuga.

 

Question 8. આપણી પવિત્ર ફરજ કઈ છે?
A. માતાનું રક્ષણ
B. જનની, જન્મભૂમિનું રક્ષણ
C. જ્ઞાનનું રક્ષણ
D. પત્નીનું રક્ષણ
Answer: (B) જનની, જન્મભૂમિનું રક્ષણ
In simple words: Protecting our mother and our homeland is considered our sacred duty.

Exam Tip: Remember the combined emphasis on both mother and motherland for protection.

 

Question 9. કયા યુગમાં સંપ અને એકતા જરૂરી છે?
A. સતયુગ
B. ત્રેતાયુગ
C. દ્વાપરયુગ
D. કળિયુગ
Answer: (D) કળિયુગ
In simple words: Unity and harmony are especially vital in the Kaliyuga era.

Exam Tip: This questions relates to the proverb "सङ्घे शक्तिः कलौ युगे", emphasizing unity in the Kaliyuga.

 

Question 10. વધારે મહાન’ શબ્દનો સંસ્કૃત અર્થ આપો.
A. गरीयसी
B. आद्यम्
C. सङ्के
D. स्वर्गात्
Answer: (A) गरीयसी
In simple words: The Sanskrit word for 'more great' or 'superior' is 'gariyasi'.

Exam Tip: Learn key Sanskrit vocabulary from the chapter, especially those used in proverbs.

 

Question 11. કળિયુગમાં શામાં શક્તિ હોય છે?
A. સમજદારીમાં
B. રાજનીતિમાં
C. સંગઠનમાં
D. ઉદ્યોગ-ધંધામાં
Answer: (C) સંગઠનમાં
In simple words: In Kaliyuga, strength lies in unity and being organized.

Exam Tip: Reiterate the concept that collective strength is paramount in the Kaliyuga.

 

Question 12. તાલીમિત્રો કેવા હોય છે?
A. સાચા
B. ગરજવાન
C. વિશ્વાસુ
D. મદદરૂપ
Answer: (B) ગરજવાન
In simple words: "Taali-mitro" are those who are selfish and only keep friendship when they need something.

Exam Tip: Distinguish between true friends and "taali-mitro" who are opportunistic.

 

Question 13. 'અપાદિ' શબ્દનો શો અર્થ થાય?
A. આસનમાં
B. શ્રદ્ધામાં
C. આફતમાં
D. સુખમાં
Answer: (C) આફતમાં
In simple words: The word 'aapadi' means in a crisis or during misfortune.

Exam Tip: Learn the meanings of Sanskrit words used in the proverbs, especially those related to situations or conditions.

 

Question 14. कस्य बलम् अस्ति?
A. यस्य धनम्
B. यस्य शीलम्
C. यस्य विद्या
D. यस्य बुद्धिः
Answer: (D) यस्य बुद्धिः
In simple words: One who has intelligence also possesses strength.

Exam Tip: This is a direct Sanskrit proverb: "बुद्धिः यस्य बलं तस्य" (Whose is the intellect, his is the strength).

 

Question 15. 'ખલુ' નો ગુજરાતી અર્થ લખો.
A. વીણા
B. ખરે જ
C. ખરેખર
D. દુર્જન
Answer: (C) ખરેખર
In simple words: The Gujarati meaning of 'khalu' is indeed or truly.

Exam Tip: Pay attention to adverbs and particles in Sanskrit as they modify the meaning of a sentence.

 

Question 16. जननी जन्मभूमिः च कस्मात् अपि गरीयसी?
A. गृहात्
B. देशात्
C. स्वर्गात्
D. धर्मात्
Answer: (C) स्वर्गात्
In simple words: Mother and homeland are greater than even heaven.

Exam Tip: Recognize this as a famous proverb emphasizing the profound value of mother and motherland.

 

Question 17. 'કળિયુગ' શબ્દનો શો અર્થ થાય છે?
A. કળિયુગમાં
B. આ જમાનામાં
C. આજકાલ
D. કોઈ પણ યુગમાં
Answer: (A) કળિયુગમાં
In simple words: The word 'kaliyuga' refers to the current era, where unity is highly valued.

Exam Tip: Ensure you understand the specific meaning of 'Kaliyuga' in the context of the proverbs.

 

Question 18. 'આદ્યમ્' શબ્દનો શો અર્થ થાય છે?
A. શરૂઆત
B. પહેલું, પ્રથમ
C. આદતનું
D. આદુવાળું
Answer: (B) પહેલું, પ્રથમ
In simple words: The word 'aadyam' means first or primary.

Exam Tip: Pay attention to prefixes and suffixes in Sanskrit words to understand their full meaning.

 

Question 3. નીચે આપેલ વિધાનોની સામે [] માં પાઠને આધારે જો સાચું હોય તો “આમ્” અને ખોટું હોય તો “ન′ લખો:
1. ज्ञानं भारः क्रियां विना। [न]
2. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी। [आम्]
3. रणाङ्गणे मित्रपरीक्षा भवति। [न]
4. श्रद्धावान् लभते धनम्। [न]
5. बुद्धिः यस्य बलं तस्य। [आम्]
6. सङ्घे शक्तिः कृतयुगे। [न]
7. शरीरमाद्यं खलु धर्मसाधनम्। [आम्]
Answer:
1. ज्ञानं भारः क्रियां विना। [न] (This statement is incomplete as per the proverb; hence 'न')
2. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी। [आम्] (Mother and Motherland are greater than heaven, which is true.)
3. रणाङ्गणे मित्रपरीक्षा भवति। [न] (A friend is tested in adversity, not necessarily on a battlefield; hence 'न')
4. श्रद्धावान् लभते धनम्। [न] (A faithful person gains knowledge, not wealth; hence 'न')
5. बुद्धिः यस्य बलं तस्य। [आम्] (Whose is the intellect, his is the strength, which is true.)
6. सङ्घे शक्तिः कृतयुगे। [न] (Collective strength is emphasized in Kaliyuga, not Kritayuga; hence 'न')
7. शरीरमाद्यं खलु धर्मसाधनम्। [आम्] (Indeed, the body is the primary means of performing dharma, which is true.)

Exam Tip: Carefully read each statement and compare it with the exact meaning and context of the proverbs from the lesson before marking True or False.

 

Question 4. પાઠના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરોઃ
1. ज्ञानं भारः ................ विना।।
2. जननी जन्मभूमिश्च ................ अपि गरीयसी।
3. श्रद्धावान् ज्ञानं ................ ।
4. सङ्घे ................ कलौ युगे।
5. शरीरमाद्यं खलु ................ ।
Answer:
1. ज्ञानं भारः क्रियां विना।।
2. जननी जन्मभूमिश्च स्वर्गात् अपि गरीयसी।
3. श्रद्धावान् ज्ञानं लभते ।
4. सङ्घे शक्तिः कलौ युगे।
5. शरीरमाद्यं खलु धर्मसाधनम् ।

Exam Tip: Practice completing the proverbs by recalling their full forms to score well in fill-in-the-blanks questions.

 

Question 5. નીચેના સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ લખો:
• જનની – મા, માતા
• જન્મભૂમિ – માતૃભૂમિ, સ્વદેશ
• આપદિ – આપત્તિમાં, આફતમાં
• વિના – વિના, વગર, સિવાય
• સઙ્ઘે – સમૂહ, સંગઠન
• લભતે – મેળવે છે. પ્રાપ્ત કરે છે.
Answer:
• જનની – મા, માતા (Mother)
• જન્મભૂમિ – માતૃભૂમિ, સ્વદેશ (Motherland, homeland)
• આપદિ – આપત્તિમાં, આફતમાં (In adversity, in a crisis)
• વિના – વિના, વગર, સિવાય (Without)
• સઙ્ઘે – સમૂહ, સંગઠન (In a group, in an organization)
• લભતે – મેળવે છે. પ્રાપ્ત કરે છે. (Obtains, gets)

Exam Tip: Learn the precise Gujarati meanings for each Sanskrit term to ensure correct translations and understanding.

सूक्तयः Summary in Gujarati

સંસ્કૃત સાહિત્યમાં એવા ઉત્તમ વિચારો મળે છે, જે આપણા જીવનમાં પથપ્રદર્શક બની રહે છે. નાનાંનાનાં સંસ્કૃત વાક્યો પણ અમૂલ્ય રત્નો જેવાં હોય છે. આ પાઠમાં સંસ્કૃત સાહિત્યમાંથી આવાં સાત સુંદર વાક્યો આપવામાં આવ્યાં છે.

1. ज्ञानं भार : क्रियां विना

શબ્દાર્થ: क्रियां – ક્રિયા (કર્તુત્વ) વગર; અહીં 'વિના' અવ્યય સાથે જેના વિના – વગર કહ્યું હોય તે દર્શાવતા શબ્દને દ્વિતીયા, તૃતીયા અને પંચમી વિભક્તિમાં મૂકવામાં આવે છે. તેથી સરળતા માટે અહીં 'વિના' અવ્યય સાથે ક્રિયાં/ક્રિયામ્ એમ દ્વિતીયા વિભક્તિ વાપરવામાં આવી છે, જેમ કે, 'પુસ્તકં વિના ન પડે નર્ત વિના નવિનમ્ ગચા ' વગેરે.
અનુવાદ: ક્રિયા (કર્તુત્વ) વિનાનું જ્ઞાન ભારરૂપ છે. અર્થાત્ અમલમાં મૂક્યા વિનાનું જ્ઞાન બોજારૂપ બને છે.
ભાવાર્થ : જ્ઞાની પુરુષ જ્ઞાન અનુસાર આચરણ ન કરે તો તેનું જ્ઞાન વ્યર્થ છે, બોજારૂપ છે. મેળવેલા જ્ઞાનને આચરણમાં ન મૂકનાર માણસ સમાજમાં આદરને પાત્ર બનતો નથી. જ્ઞાની પુરુષ ક્રિયાવાન હોય અર્થાત્ તેનાં કર્મ તેના જ્ઞાનને અનુસરતાં હોય તો તેનું જ્ઞાન શોભી ઊઠે છે. પોતે મેળવેલા જ્ઞાનને પોતાના ચરિત્ર દ્વારા ચરિતાર્થ કરનાર જ્ઞાની જ શોભે છે, તે જ ખરો જ્ઞાની છે.

2. जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी।

શબ્દાર્થ : स्वर्गादपि – स्वर्गात् + अपि – સ્વર્ગ કરતાં પણ. गरीयसी – વધારે મહાન.
અનુવાદ: માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ વધારે મહાન છે.
ભાવાર્થ : દુનિયામાં માતાની જોડ મળવી મુશ્કેલ છે. ખરેખર તો અશક્ય છે. જેને માતાનું વાત્સલ્ય મળ્યું હોય છે તે ભાગ્યશાળી ગણાય છે. સ્વર્ગનું સુખ પણ માતાથી પ્રાપ્ત થતાં સુખ આગળ ફિક્કુ ગણાય. એ જ રીતે, જે ધરતી પર આપણો જન્મ અને ઉછેર થયો હોય તથા જ્યાં આપણું જીવનઘડતર થયું હોય તે ધરતી, તે જન્મભૂમિ પણ આપણી “માતા” જ છે. તે જન્મભૂમિની રક્ષા કરવી એ આપણી પવિત્ર ફરજ છે. કેટલાક દેશભક્તો જન્મભૂમિ ખાતર પોતાના પ્રાણોની આહુતિ પણ આપી દે છે. અંગ્રેજોના શાસનમાંથી દેશને આઝાદ કરવા માટે લોકમાન્ય તિળક, ગાંધીજી, નહેરુ, સરદાર પટેલ જેવા દેશભક્તોએ અનેક કષ્ટો ભોગવ્યાં હતાં.
આમ, પ્રત્યેક વ્યક્તિ માટે જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાંય અધિક છે.

3. आपदि मित्रपरीक्ष।

શબ્દાર્થ : આપદિ – આપત્તિમાં, આક્ત વખતે. મિત્રપરીક્ષ – મિત્રની પરીક્ષા; સાચા-ખોટા મિત્રનું પારખું.
અનુવાદઃ આફત વખતે મિત્રની પરીક્ષા થાય છે.
ભાવાર્થ : સાચો મિત્ર સુખમાં, દુઃખમાં અને ગમે તેવી આફતમાં પોતાના મિત્રને છોડતો નથી; તેને સદા સાથ-સહકાર આપે છે. માથું આપે તે મિત્ર, તાલીમિત્ર અનેક. અર્થાત્ મિત્ર ખાતર જે પોતાના પ્રાણોની આહુતિ આપવા પણ તૈયાર હોય તે જ સાચો મિત્ર કહેવાય છે. પરંતુ માર્ગમાં મળતાં જે તાલી આપી પોતાની મિત્રતાની જાહેરાત કરતો રહે છે તે સાચો મિત્ર નથી. આવા તાલીમિત્રો તો પોતાની ગરજ સરી જતાં મિત્રને છોડી દે છે. આવા મિત્રોનો કદી પણ વિશ્વાસ ન કરવો.

4. श्रद्धवान् लभते ज्ञानम्।

શબ્દાર્થ : શ્રદ્ધઃ– શ્રદ્ધાવાળો પુરુષ; જેને પોતાનામાં વિશ્વાસ હોય તેવો માણસ. લભતે – મેળવે છે, પ્રાપ્ત કરે છે.
અનુવાદઃ શ્રદ્ધાવાળો (આત્મવિશ્વાસવાળો) માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ : જે વ્યક્તિમાં શ્રદ્ધા કે આત્મવિશ્વાસ (Self-confidence) હોય છે તે વ્યક્તિ જ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે. શ્રદ્ધા મનુષ્યને આંતરિક શક્તિ આપે છે. શ્રદ્ધા દ્વારા કઠિન જ્ઞાન પણ વ્યક્તિ સુગમતાથી પ્રાપ્ત કરી શકે છે. શ્રીમદ્ભગવદ્ગીતામાં કહ્યું છે છે કે "યો છૂદ્ધઃ સ વ :' અર્થાત્ જેની જેવી શ્રદ્ધા હોય છે તે તેવો જ બને છે. આમ, ગુરુમાં કે તત્ત્વમાં શ્રદ્ધા ધરાવતો માણસ જ સાચું જ્ઞાન મેળવી શકે છે.

5. बुद्धि यस्य बलं तस्य।

શબ્દાર્થ : યસ્ય – જેની, જેની પાસે. તસ્ય – તેનું, તેની પાસે.
અનુવાદઃ જેની પાસે બુદ્ધિ છે, તેની પાસે બળ (શક્તિ) છે.
ભાવાર્થ : આ સૂક્તિ બુદ્ધિનો મહિમા વર્ણવે છે. વ્યક્તિમાં રહેલી બુદ્ધિ જ તેનું સાચું બળ છે. શારીરિક બળ કરતાં બોદ્ધિક શક્તિ ચડિયાતી હોય છે. માણસ બુદ્ધિ વડે કોઈ પણ કાર્ય સરળતાથી પાર પાડી શકે છે. માટે માણસે પોતાની બુદ્ધિનો વિકાસ કરવો જોઈએ. બુદ્ધિશાળી માણસ જ હિંસા આચર્યા વિના પોતાની બુદ્ધિના ઉપયોગથી ગમે તેવી મુશ્કેલ સમસ્યામાંથી બહાર નીકળી શકે છે. ગુજરાતીમાં પણ કહેવત છે કે, બુદ્ધિ આગળ બળ પાણી ભરે'. આથી મુશ્કેલીના સમયે માણસે ગભરાયા વગર બળથી નહિ પણ કળથી એટલે કે બુદ્ધિથી કામ લેવું જોઈએ.

6. सङघे शक्तिः कलौ युगे।

શબ્દાર્થ : સઙ્ઘે-સમૂહમાં, સંગઠનમાં. કલૌ યુગે – કળિયુગમાં.
અનુવાદઃ કળિયુગમાં સંગઠનમાં શક્તિ હોય છે.
ભાવાર્થ : કોઈ પણ કાર્ય કરવા માટે સંગઠિત શક્તિની જરૂર પડે છે. કોઈ કામ સામૂહિક રીતે કરવામાં આવે તો તેમાં ધારી સફળતા મળે છે. સંપીને એક થઈને કોઈ પણ કઠિન કાર્યને સફળ બનાવી શકાય છે.

7. शरीरमाघं खलु धर्मसाधनम्।

શબ્દાર્થ : शरीरमाघम् – शरीरम् + आद्यम् – શરીર પહેલું. खलु – ખરેખર. धर्मसाधनम् – ધર્મનું સાધન.
અનુવાદઃ ખરેખર શરીર ધર્મનું પહેલું સાધન છે.
ભાવાર્થ : પ્રસ્તુત સૂક્તિ શરીરસ્વાથ્યનું મહિમાગાન કરે છે અને એમાં શરીરને આત્માનું મંદિર કહ્યું છે. શરીર જ પરમાત્માને પ્રાપ્ત કરવાનું પ્રમુખ સાધન છે. આ દુનિયામાં મનુષ્યને તેનાં માતાપિતા, ગુરુજનો, દેશબાંધવો વગેરે પ્રત્યેની ફરજો બજાવવાની હોય છે. આ ફરજો જ “ધર્મ છે. આ ધર્મનું પાલન શરીર વડે જ થઈ શકે છે. આથી મનુષ્ય શરીરને સ્વસ્થ અને સશક્ત રાખવું જોઈએ.

Free study material for Sanskrit

GSEB Solutions for Class 7 Sanskrit Chapter 07 सूक्तयः

Chapter Exercise Answers for Class 7 Sanskrit

Explore reliable textbook solutions for Chapter 07 सूक्तयः tailored for Class 7 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Sanskrit.

Detailed Answer Guides for Chapter 07 सूक्तयः

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 7 Sanskrit module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.

Complete Preparation Kit for Class 7 Exams

Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 7 Sanskrit.

FAQs

Where can I find the latest GSEB Class 7 Sanskrit Solutions Chapter 7 सूक्तयः for the 2026-27 session?

The complete and updated GSEB Class 7 Sanskrit Solutions Chapter 7 सूक्तयः is available for free on StudiesToday.com. These solutions for Class 7 Sanskrit are as per latest GSEB curriculum.

Are the Sanskrit GSEB solutions for Class 7 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 7 Sanskrit Solutions Chapter 7 सूक्तयः as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Sanskrit concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 7 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 7 Sanskrit Solutions Chapter 7 सूक्तयः will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 7 Sanskrit Solutions Chapter 7 सूक्तयः in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 7 Sanskrit. You can access GSEB Class 7 Sanskrit Solutions Chapter 7 सूक्तयः in both English and Hindi medium.

Is it possible to download the Sanskrit GSEB solutions for Class 7 as a PDF?

Yes, you can download the entire GSEB Class 7 Sanskrit Solutions Chapter 7 सूक्तयः in printable PDF format for offline study on any device.