NCERT Solutions for Class 7 Mathematics: Chapter 03 માહિતીનું નિયમન
Explore reliable textbook solutions for Chapter 03 માહિતીનું નિયમન tailored for Class 7 learners. Utilizing these Mathematics answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.
Practice Class 7 Mathematics Solutions: Chapter 03 માહિતીનું નિયમન
Navigate directly to the solved Mathematics textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
Question 1. આપેલ લંબ આલેખનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો?
(a) કયું પાલતુ પ્રાણી સૌથી વધુ પ્રિય છે?
(b) કેટલા વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી કૂતરો છે?
Answer:
(a) આલેખ પરથી જણાય છે કે બિલાડીને પાળનાર સૌથી વધુ વિદ્યાર્થીઓ (10 વિદ્યાર્થીઓ) છે. આમ, બિલાડી સૌથી વધુ લોકપ્રિય પાલતુ પ્રાણી છે.
(b) આલેખ મુજબ, 8 વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી કૂતરો છે.
In simple words: Look at the graph. The cat is the most popular pet because 10 students have it. For dogs, 8 students keep them as pets.
Exam Tip: When reading bar graphs, always check the labels on both axes and the scale carefully to get accurate data. Identify the highest and lowest bars for maximum and minimum values.
Question 2. આપેલ લંબ આલેખનો અભ્યાસ કરો કે જે પુસ્તક ભંડારમાં સતત પાંચ વર્ષ દરમિયાન વેચાયેલ પુસ્તકની સંખ્યા દર્શાવે છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો?
(i) 1989, 1990 અને 1992ના દરેક વર્ષમાં કેટલાં પુસ્તકોનું વેચાણ થયું હશે?
(ii) કયા વર્ષમાં 475 પુસ્તકો વેચવામાં આવ્યાં? કયા વર્ષમાં 225 પુસ્તકો વેચવામાં આવ્યાં?
(iii) કયા વર્ષમાં 250 કરતાં ઓછાં પુસ્તકો વેચવામાં આવ્યાં?
(iv) 1989માં વેચાયેલ પુસ્તકની સંખ્યાનો અંદાજ કેવી રીતે કાઢી શકાય તે સમજાવી શકશો?
Answer:
(i) વર્ષ 1989માં 180 પુસ્તકોનું વેચાણ થયું હતું; વર્ષ 1990માં 475 પુસ્તકોનું વેચાણ થયું હતું; અને વર્ષ 1992માં 225 પુસ્તકોનું વેચાણ થયું હતું.
(ii) વર્ષ 1990માં 475 પુસ્તકો વેચવામાં આવ્યાં હતાં. વર્ષ 1992માં 225 પુસ્તકો વેચવામાં આવ્યાં હતાં.
(iii) વર્ષ 1989 અને વર્ષ 1992માં 250 કરતાં ઓછાં પુસ્તકો વેચવામાં આવ્યાં હતાં.
(iv) 1989ના વર્ષના સ્તંભની ઊંચાઈ 200 પુસ્તકો કરતાં ઓછી બતાવે છે. તેથી, 1989ના વર્ષમાં 180 પુસ્તકો વેચાયાં હશે. નોંધ લો કે આ દર્શાવતો સ્તંભ 1.8 એકમ ઊંચો છે, અને \( 1.8 \times 100 = 180 \) પુસ્તકો થાય છે.
In simple words: We looked at the bar graph for each year. In 1989, 180 books were sold; in 1990, 475 books; and in 1992, 225 books. The year 1990 saw 475 books sold, and 1992 had 225 books sold. Fewer than 250 books were sold in 1989 and 1992. To guess the number for 1989, we see the bar is 1.8 units high, and since 1 unit is 100 books, that means 180 books.
Exam Tip: When estimating values from a bar graph, pay close attention to the scale and the position of the bar's top relative to the grid lines. Use proportionality for intermediate values.
Question 3. જુદાં જુદાં 6 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા નીચે દર્શાવેલ છે. આ માહિતીને લંબ આલેખ સ્વરૂપે દર્શાવો:
| ધોરણ | પાંચમું | છઠ્ઠું | સાતમું | આઠમું | નવમું | દસમું |
|---|---|---|---|---|---|---|
| વિદ્યાર્થીઓની સંખ્યા | 135 | 120 | 95 | 100 | 90 | 80 |
(a) તમે પ્રમાણમાપ કેવી રીતે પસંદ કરશો?
(b) (i) કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે? અને સૌથી ઓછા?
(ii) ધોરણ 6 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો.
Answer:
(a) અહીં આપેલી માહિતીમાં સૌથી વધુ વિદ્યાર્થીની સંખ્યા 135 છે જે 140થી ઓછી છે. તેથી આપણે પ્રમાણમાપ 0થી 140 સુધીનું પસંદ કરીશું જે ઓછુંય નથી કે વધારે પણ નથી. આમ, 1 એકમ લંબાઈ = 10 વિદ્યાર્થીઓનું પ્રમાણમાપ Y-અક્ષ પર લઈશું. X-અક્ષ પર ધોરણ લઈશું.
(b) (i) પાંચમા ધોરણમાં વિદ્યાર્થીઓની સંખ્યા અન્ય ધોરણની સરખામણીમાં સૌથી વધારે છે, જ્યાં 135 વિદ્યાર્થીઓ છે. દસમાં ધોરણમાં વિદ્યાર્થીઓની સંખ્યા અન્ય ધોરણની સરખામણીમાં સૌથી ઓછી છે, જ્યાં 80 વિદ્યાર્થીઓ છે.
(ii) ધોરણ 6 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર \( = \frac {120}{100} = \frac {6}{5} = 6 : 5 \)
In simple words: (a) We picked a scale from 0 to 140 for the Y-axis, where each unit means 10 students, because the highest number of students is 135. We put the grades on the X-axis. (b) (i) Class 5 has the most students (135), and Class 10 has the fewest (80). (ii) The ratio of students in Class 6 to Class 8 is 6:5, found by dividing 120 by 100 and simplifying.
Exam Tip: When drawing bar graphs, choosing an appropriate scale is crucial. Ensure the scale covers the entire data range and makes the bars easy to read. For ratios, always simplify the fraction to its lowest terms.
Question 4. વિદ્યાર્થીના પ્રથમ સત્ર અને બીજા સત્રનાં પરિણામ આપેલ છે. યોગ્ય પ્રમાણમાપ લઈ દ્વિ-લંબ આલેખ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો?
| વિષય | અંગ્રેજી | હિન્દી | ગણિત | વિજ્ઞાન | સામાજિક વિજ્ઞાન |
|---|---|---|---|---|---|
| પ્રથમ સત્ર (100માંથી) | 67 | 72 | 88 | 81 | 73 |
| બીજું સત્ર (100માંથી) | 70 | 65 | 95 | 85 | 75 |
(i) વિદ્યાર્થીએ કયા વિષયના દેખાવમાં સૌથી વધુ સુધારો કર્યો?
(ii) કયા વિષયમાં સુધારો સૌથી ઓછો છે?
(iii) શું કોઈ વિષયમાં દેખાવ નીચે ગયો છે?
Answer:
(i) વિદ્યાર્થીએ કયા વિષયમાં સૌથી વધુ સુધારો કર્યો તે શોધવા માટે, આપણે દરેક વિષયમાં મેળવેલા ગુણનો તફાવત શોધીશું:
અંગ્રેજી : \( 70 - 67 = 3 \)
હિન્દી : \( 65 - 72 = -7 \)
ગણિત : \( 95 - 88 = 7 \)
વિજ્ઞાન : \( 85 - 81 = 4 \)
સામાજિક વિજ્ઞાન : \( 75 - 73 = 2 \)
આથી, \( -7 < 2 < 3 < 4 < 7 \). આમ, વિદ્યાર્થીએ ગણિતના દેખાવમાં સૌથી વધુ સુધારો કર્યો.
(ii) વિદ્યાર્થીનો હિન્દી વિષયમાં સુધારો સૌથી ઓછો છે, કારણ કે તેમાં ગુણ ઓછા થયા છે.
(iii) હા, વિદ્યાર્થીનો દેખાવ હિન્દી વિષયમાં નીચે ગયો છે.
In simple words: To find the most improvement, we subtract the first semester score from the second semester score for each subject. Maths had the biggest increase of 7 marks. Hindi had the least improvement, actually going down by 7 marks. Yes, the performance in Hindi went down.
Exam Tip: When calculating improvement, a negative difference indicates a decrease in performance. The largest positive difference shows the most improvement, while the largest negative difference shows the biggest decline.
Question 5. એક વસાહતનો સર્વે કરતાં નીચે પ્રમાણેની માહિતી એકઠી થઈ?
| મનગમતી રમત | ક્રિકેટ | બાસ્કેટ બૉલ | સ્વીમીંગ | હોકી | એથ્લેટિક્સ |
|---|---|---|---|---|---|
| જોનાર | 1240 | 470 | 510 | 430 | 250 |
| ભાગ લેનાર | 620 | 320 | 320 | 250 | 105 |
(i) યોગ્ય પ્રમાણમાપ લઈ દ્વિ-લંબ આલેખ દોરો. લંબ આલેખ પરથી તમે શું અનુમાન કરી શકો?
(ii) કઈ રમત સૌથી વધુ પ્રિય છે?
(iii) રમત જોવી કે રમવું શું વધુ પસંદ છે?
Answer:
(i) આ વસાહતના લોકોનો રમત જોવાનો અને ભાગ લેવાનો રસ નીચે પ્રમાણે છે: ક્રિકેટ જોવી અને રમવી સૌથી વધુ પસંદ છે, જ્યારે એથ્લેટિક્સ જોવી અને રમવી સૌથી ઓછી પસંદ છે.
(ii) સૌથી વધુ પ્રિય રમત ક્રિકેટ છે.
(iii) લોકોને રમતમાં ભાગ લેવા કરતાં રમત જોવાનું વધુ પસંદ છે.
In simple words: (i) In this community, people like watching and playing cricket the most, but watching and playing athletics the least. (ii) Cricket is the most favorite sport. (iii) People generally prefer to watch sports rather than take part in them.
Exam Tip: When analyzing data from a double bar graph, compare the heights of corresponding bars for each category to draw clear conclusions about preferences or trends.
Question 6. આ પ્રકરણની શરૂઆતમાં (પાઠ્યપુસ્તકમાં કોષ્ટક 3.1) જુદાં જુદાં શહેરોમાં આપવામાં આવેલ મહત્તમ અને લઘુતમ તાપમાનની માહિતી લો. આ માહિતીનો ઉપયોગ કરી દ્વિ-લંબ આલેખ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો:
| શહેર | મહત્તમ | લઘુતમ |
|---|---|---|
| અમદાવાદ | 38 °C | 29 °C |
| અમૃતસર | 37 °C | 26 °C |
| બેંગલૂરુ | 28 °C | 21 °C |
| ચેન્નઈ | 36 °C | 27 °C |
| દિલ્લી | 38 °C | 28 °C |
| જયપુર | 39 °C | 29 °C |
| જમ્મુ | 41 °C | 26 °C |
| મુંબઈ | 32 °C | 27 °C |
(i) આપેલી તારીખે કયા શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે?
(ii) કયું શહેર સૌથી વધુ ગરમ અને કયું શહેર સૌથી વધુ ઠંડું છે?
(iii) એવાં બે શહેરોનાં નામ આપો કે જેમાં એકનું મહત્તમ તાપમાન એ બીજાના લઘુતમ તાપમાનથી ઓછું હોય.
(iv) એવું શહેરનું નામ આપો કે જેના તાપમાનનો તફાવત સૌથી ઓછો હોય.
Answer:
પહેલા, આપણે મહત્તમ અને લઘુતમ તાપમાનનો તફાવત શોધીશું:
| શહેર | મહત્તમ તાપમાન – લઘુતમ તાપમાન |
|---|---|
| અમદાવાદ | \( 38 \,^{\circ}\text{C} - 29 \,^{\circ}\text{C} = 9 \,^{\circ}\text{C} \) |
| અમૃતસર | \( 37 \,^{\circ}\text{C} - 26 \,^{\circ}\text{C} = 11 \,^{\circ}\text{C} \) |
| બેંગલુરુ | \( 28 \,^{\circ}\text{C} - 21 \,^{\circ}\text{C} = 7 \,^{\circ}\text{C} \) |
| ચેન્નઈ | \( 36 \,^{\circ}\text{C} - 27 \,^{\circ}\text{C} = 9 \,^{\circ}\text{C} \) |
| દિલ્લી | \( 38 \,^{\circ}\text{C} - 28 \,^{\circ}\text{C} = 10 \,^{\circ}\text{C} \) |
| જયપુર | \( 39 \,^{\circ}\text{C} - 29 \,^{\circ}\text{C} = 10 \,^{\circ}\text{C} \) |
| જમ્મુ | \( 41 \,^{\circ}\text{C} - 26 \,^{\circ}\text{C} = 15 \,^{\circ}\text{C} \) |
| મુંબઈ | \( 32 \,^{\circ}\text{C} - 27 \,^{\circ}\text{C} = 5 \,^{\circ}\text{C} \) |
(i) ઉપરના કોષ્ટક પરથી સ્પષ્ટ છે કે આપેલી તારીખે જમ્મુમાં મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાનનો તફાવત સૌથી વધુ છે (\( 15 \,^{\circ}\text{C} \)).
(ii) આપેલી તારીખે જમ્મુ સૌથી વધુ ગરમ શહેર (\( 41 \,^{\circ}\text{C} \)) છે અને બેંગલુરુ સૌથી વધુ ઠંડું શહેર (\( 21 \,^{\circ}\text{C} \)) છે.
(iii) બેંગલૂરુનું મહત્તમ તાપમાન (\( 28 \,^{\circ}\text{C} \)) અમદાવાદના લઘુતમ તાપમાન (\( 29 \,^{\circ}\text{C} \)) કરતાં ઓછું છે. તેમજ, બેંગલુરુનું મહત્તમ તાપમાન (\( 28 \,^{\circ}\text{C} \)) જયપુરના લઘુતમ તાપમાન (\( 29 \,^{\circ}\text{C} \)) કરતાં પણ ઓછું છે.
(iv) મુંબઈ એવું શહેર છે કે જેના મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાનમાં અન્ય શહેરો કરતાં ઓછામાં ઓછો તફાવત છે (\( 5 \,^{\circ}\text{C} \)).
In simple words: First, we calculated the difference between the maximum and minimum temperatures for each city. (i) Jammu has the biggest temperature difference of \( 15 \,^{\circ}\text{C} \). (ii) Jammu is the hottest city at \( 41 \,^{\circ}\text{C} \), and Bengaluru is the coldest at \( 21 \,^{\circ}\text{C} \). (iii) Bengaluru's highest temperature (\( 28 \,^{\circ}\text{C} \)) is lower than both Ahmedabad's lowest temperature (\( 29 \,^{\circ}\text{C} \)) and Jaipur's lowest temperature (\( 29 \,^{\circ}\text{C} \)). (iv) Mumbai has the smallest temperature difference of \( 5 \,^{\circ}\text{C} \) among all the cities.
Exam Tip: When dealing with temperature data, clearly identify the maximum, minimum, and their differences. Pay close attention to comparison questions, checking each city's data carefully against the criteria.
Free study material for Mathematics
Free GSEB Textbook Explanations: Class 7 Mathematics Chapter 03 માહિતીનું નિયમન
Chapter Exercise Answers for Class 7 Mathematics
Review comprehensive exercise answers for Class 7 Mathematics Chapter 03 માહિતીનું નિયમન. Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.
Detailed Answer Guides for Chapter 03 માહિતીનું નિયમન
Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 03 માહિતીનું નિયમન concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.
Complete Preparation Kit for Class 7 Exams
Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 7 Mathematics.
FAQs
The complete and updated GSEB Class 7 Maths Solutions Chapter 3 માહિતીનું નિયમન Exercise 3.3 is available for free on StudiesToday.com. These solutions for Class 7 Mathematics are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 7 Maths Solutions Chapter 3 માહિતીનું નિયમન Exercise 3.3 as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Mathematics concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 7 Maths Solutions Chapter 3 માહિતીનું નિયમન Exercise 3.3 will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 7 Mathematics. You can access GSEB Class 7 Maths Solutions Chapter 3 માહિતીનું નિયમન Exercise 3.3 in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 7 Maths Solutions Chapter 3 માહિતીનું નિયમન Exercise 3.3 in printable PDF format for offline study on any device.