GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 8 માલમ હલેસાં માર

Get the most accurate GSEB Solutions for Class 7 Gujarati Chapter 08 માલમ હલેસાં માર here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 7 Gujarati. Our expert-created answers for Class 7 Gujarati are available for free download in PDF format.

Detailed Chapter 08 માલમ હલેસાં માર GSEB Solutions for Class 7 Gujarati

For Class 7 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 7 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 08 માલમ હલેસાં માર solutions will improve your exam performance.

Class 7 Gujarati Chapter 08 માલમ હલેસાં માર GSEB Solutions PDF

 

માલમ હલેસાં માર અભ્યાસ

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ – અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો.

 

Question 1. “માલમ મોટાં હલેસાં તું માર...' આ વાક્ય કોણ બોલે છે ?
(ક) કવિ
(ખ) દિયર
(ગ) ભાભી
(ઘ) નાવિક
Answer: (ખ) દિયર
In simple words: The character who speaks the line "O helmsman, row hard..." is the brother-in-law, or 'diyar'.

Exam Tip: For dialogue-based questions, accurately identifying the speaker is key. Pay attention to who is addressing whom in the poem.

 

Question 2. દિયરને દરિયાપાર શા માટે જવાની ઈચ્છા છે ?
(ક) રહેવા
(ખ) કમાવા
(ગ) ફરવા
(ઘ) પરણવા
Answer: (ખ) કમાવા
In simple words: The brother-in-law wishes to go across the sea to make money and become wealthy.

Exam Tip: Understand the character's motivation. Why are they taking this journey? This often reveals key plot points or themes.

 

Question 3. મેણાં મારીને મારી મતિ સુધારી' – અહીં 'મતિ સુધારી' એટલે
(ક) બુદ્ધિ આવી
(ખ) સાચું જ્ઞાન થયું
(ગ) કમાતો થયો
(ઘ) પરણવા તૈયાર થયો
Answer: (ખ) સાચું જ્ઞાન થયું
In simple words: When the brother-in-law says his 'mati sudhari' after being taunted, it means he gained true knowledge or understanding, not just smartness.

Exam Tip: When asked for the meaning of a phrase, consider the context carefully. 'Mati sudhari' in this poem implies a deeper realization or change of perspective.

 

Question 4. દિયરે ભાભીને કેવાં કહ્યાં છે ?
(ક) સમજદાર
(ખ) જ્ઞાની
(ગ) સ્નેહભીનાં
(ઘ) કેસરભીનાં
Answer: (ઘ) કેસરભીનાં
In simple words: The brother-in-law describes his sister-in-law as 'kesarbhinan', which means full of joy and freshness, like saffron.

Exam Tip: Pay attention to descriptive words used for characters, as they reveal their traits and relationships. 'Kesarbhinan' suggests affection and positive feelings.

 

2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક – એક વાક્યમાં આપો.

 

Question 1. માલમને “મોટાં હલેસાં માર' આવું શા માટે કહ્યું છે ?
Answer: માલમને મોટાં હલેસાં મારવાનું કહેવામાં આવ્યું છે, કારણ કે દિયરને દરિયાની પેલે પાર (કિનારે) જવું છે.
In simple words: The helmsman is asked to row hard because the brother-in-law needs to cross the sea to the other shore.

Exam Tip: For single-sentence answers, state the main reason clearly and directly from the text.

 

Question 2. ભાભીએ દિયરને કેવું મહેણું માર્યું છે ?
Answer: ભાભીએ દિયરને મહેણું માર્યું છે કે તમે આળસના સરદાર છો અને તમારો અવતાર નકામો છે, કારણ કે તમે ભાઈની કમાણી પર જલસા કરો છો.
In simple words: The sister-in-law taunted her brother-in-law, saying he was lazy, his life was useless, and he simply enjoyed his brother's earnings.

Exam Tip: When asked about a taunt or accusation, ensure you capture both the content of the remark and its underlying reason.

 

Question 3. દિયરને જાવા બંદરે શા માટે જવું છે ?
Answer: દિયરને જાવા બંદરે પૈસા કમાવા માટે જવું છે.
In simple words: The brother-in-law wants to travel to Java port to earn money.

Exam Tip: State the purpose of the journey directly. Economic motivation is often a strong driving factor in such narratives.

 

Question 4. દિયરને સિંહલદ્વીપ શા માટે જવું છે ?
Answer: દિયરને સિંહલદ્વીપ પદમણી નાર (સુંદર સ્ત્રીઓને) પરણવા માટે જવું છે.
In simple words: The brother-in-law wants to go to Sinhaldweep to marry a beautiful woman.

Exam Tip: Identify the specific destination and the personal goal associated with it, distinguishing it from general economic motives.

 

Question 5. દિયરને જીવવામાં સાર ક્યારે લાગે છે ?
Answer: દિયરને પૈસા કમાઈને તેમજ પદમણી નારને પરણીને ઘેર પાછો આવે ત્યારે ભાભી તેને મોતીથી પોંખે તો જ જીવવામાં સાર લાગે છે.
In simple words: The brother-in-law feels life is worth living only when he returns home wealthy, having married a beautiful woman, and his sister-in-law welcomes him with pearls.

Exam Tip: This question combines multiple conditions. Ensure all parts of the condition for his satisfaction are included in the answer.

 

Question 6. દિયરની મતિ કેવી રીતે સુધારી ?
Answer: ભાભીએ મહેણું માર્યું, 'તું આળસનો સરદાર છે, ભાઈની કમાણી ઉપર જલસા કરે છે,' – આ મહેણાથી આળસુ દિયરની મતિ સુધરી ગઈ.
In simple words: The sister-in-law's taunt, calling him lazy and saying he enjoyed his brother's earnings, made the idle brother-in-law realize his error and improve his thinking.

Exam Tip: The turning point in a character's journey is crucial. Explain how the external remark (taunt) led to an internal change (improved mind).

 

3. નીચેના પ્રશ્નનો ઉત્તર લખો. દિયર ભાભી વિશે શું કહે છે ? શા માટે

 

Question 1. દિયર ભાભી વિશે શું કહે છે ? શા માટે
Answer: ભાભીએ દિયરને મહેણું માર્યું. આથી દિયરની આળસ દૂર થઈ. એના મનનાં દ્વાર ખૂલ્યાં. એની બુદ્ધિ અને જિંદગી સુધરી ગઈ તેથી દિયરે ભાભીને જીભની ધારે જીવવા કહ્યું.
In simple words: The sister-in-law taunted her brother-in-law. Because of this, his laziness vanished, his mind opened, and his intelligence and life improved. Therefore, the brother-in-law asked his sister-in-law to live by the sharpness of her tongue.

Exam Tip: When explaining a character's perspective about another, describe the action, its impact, and the resulting sentiment. The phrase "જીભની ધારે જીવવા" implies respecting her sharp wit.

 

1. સૂચવ્યા મુજબ ઉત્તર લખો.

 

માલમ હલેસાં માર સ્વાધ્યાય

 

Question 1. આળસથી થતું નુકસાન ચાર – પાંચ વાક્યોમાં લખો.
Answer: આળસથી શરીર અને મન બગડે છે. આળસ સર્વ પ્રકારના દુરાચારની જનેતા છે. આળસુ માણસ દેવાદાર રહે છે ને બીજાને ભારરૂપ બને છે. આળસ આપણી “આજ લઈને “આવતી કાલ' ઊધઈની જેમ ખાઈ જાય છે. આળસ શાંતિ અને સુખને હરનાર છે. આળસથી કટાઈ જવા કરતાં મહેનતથી ઘસાઈ જવું વધુ સારું છે.
In simple words: Laziness harms both body and mind. It gives birth to all kinds of bad habits. A lazy person remains in debt and becomes a burden to others. Laziness consumes our "today" like a termite eats "tomorrow". It takes away peace and happiness. It is better to work hard until one is worn out than to rot away from idleness.

Exam Tip: When asked to describe negative effects, list specific consequences clearly. Use vivid comparisons like the "termite" example to make your answer impactful.

 

Question 2. મે કોઈ પાસેથી કાંઈ સારું શીખ્યાં હો તો તે પ્રસંગ લખો.
Answer: સમયપાલન હું શંકરકાકા પાસેથી શીખ્યો. શંકરકાકા અમારી સોસાયટીમાં રહે છે. સવારે અગિયાર વાગ્યે પોતાની પેઢી પર જવા નીકળે ત્યારે સૌ એમનાં ઘડિયાળ મેળવે. એક વાર સોસાયટીના સભ્યોની મીટિંગ અમારે ઘેર હતી. સમય રવિવારની સાંજે આઠ વાગ્યાનો હતો. પોતે આઠ વાગ્યે આવી ગયા. સભ્યો નવ વાગ્યે આવ્યા. મને ખબર છે કે મારા સમયપાલનના અનેક પ્રસંગો એ વખતે કહેલા. પછી તો શંકરકાકા જ્યાં હોય ત્યાં સૌ સમય સાચવતા. તેઓ કહેતા કે કે તમે સમય સાચવશો તો સમય તમને સાચવશે. શંકરકાકાના જીવન પરથી હું પણ સમયપાલનનું મહત્ત્વ સમજ્યો.
In simple words: I learned punctuality from Shankarkaka. He lived in our society and everyone would set their watches by him when he left for his shop at eleven in the morning. Once, our society meeting was at my home, scheduled for eight p.m. on Sunday. He arrived at eight, but others came at nine. I know many stories where he talked about punctuality. Later, everyone around Shankarkaka started keeping time. He used to say if you value time, time will value you. From Shankarkaka's life, I also understood how important punctuality is.

Exam Tip: Narrating a personal anecdote requires detailing the event, the person involved, what was learned, and the lasting impact. Use clear chronological order.

 

3. તમારા ગામમાં કોઈ સ્થાનિક કલાકાર પાસેથી આ ગીત જેવાં બે લોકગીતો મેળવીને એનું વર્ગસમક્ષ ગાન કરો.

 

2. નીચે આપેલા શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો.

 

Question 1. નીચે આપેલા શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધીને લખો.
Answer:
(1) ભાભી – ભાભલડી
(2) લક્ષ્મી – લખમી
(3) દિયર – દેર
(4) ગયા – ગિયા
(5) આળસ – આળહ
(6) નારી – નાર
(7) ધોડા – ધોડલાં
(8) જીભ – જીભલડી
In simple words: For each given word, find its poetic equivalent as used in the poem. The list shows the standard word paired with its poetic, often more informal or affectionate, version.

Exam Tip: Understanding regional dialects and poetic variations of words enriches your comprehension of literature. Practice identifying these alternative forms.

 

Question 3. નીચની ખાલી જગ્યામાં જરૂરી શબ્દો મૂકી પંક્તિનું ગાન કરો.
કેસરભીનાં તમે જીવો મારાં
જીવો ની ધાર;
હે મેણાં મારીને મારી સુધારી
ખોલ્યાં તે નાં દ્વાર રે... માલમ.
Answer:
કેસરભીનાં તમે જીવો ભાભલડી મારાં
જીવો જીભલડીની ધાર;
હે.. મેણાં મારીને મારી મતિ સુધારી
ખોલ્યાં તે મનનાં દ્વાર રે... માલમ.
In simple words: Fill in the missing words to complete the poem's verses. The completed lines express appreciation for the sister-in-law's sharp words, which opened the brother-in-law's mind.

Exam Tip: For fill-in-the-blank poetry, recall the exact wording and imagery used by the poet. This tests your memory and understanding of the text.

 

Question 4. તમારી સ્થાનિક બોલીના દસ શબ્દો
Answer: મારું ગામ ઉત્તર ગુજરાતમાં છે. મારા ગામની બોલી "ઉત્તર ગુજરાતની બોલી' (પટણી) તરીકે જાણીતી છે. અહીં સ્થાનિક બોલીના દસ શબ્દો આપેલા છે:
1. હાલો (Chalo - Let's go)
2. ગાડું (Gaadu - Cart)
3. પાણીયારું (Paniyarun - Water pot stand)
4. વેલડું (Veldu - Bullock cart)
5. ખોલું (Kholu - Open)
6. હરખું (Harkhu - Happy)
7. ભાળી (Bhali - Saw)
8. ઠાકોર (Thakor - Lord, often used for Rajput community)
9. દિયર (Diyar - Husband's younger brother)
10. ભાભલડી (Bhabhaldi - Affectionate term for sister-in-law)
In simple words: This question asks for ten words from your local dialect. My village is in North Gujarat, and its dialect is known as 'North Gujarati' (Patani). Here are ten local words and their meanings.

Exam Tip: When asked for examples of local dialect, provide common, distinct words that reflect the regional language. Include their meanings for clarity.

 

Question 5. નીચે આપેલી પંક્તિઓ પૂર્ણ કરો.
(1) જાવું છે મારે પદમણી નાર;
(2) છે. મોતીડે જો ભાભલડી મારી તો તો સાર રે... માલમ
(3) કેસરભીનાં તમે ભાભલડી મારાં જીવો ની ધાર;
(4) હે મારીને મારી મતિ સુધારી મનનાં દ્વાર રે... માલમ
Answer:
(1) જાવું છે મારે સિંહલદ્વીપમાં પરણવા પદમણી નાર;
(2) હે. મોતીડે પોંખે જો ભાભલડી મારી તો તો જીવવામાં સાર રે.. માલમ
(3) કેસરભીનાં તમે જીવો ભાભલડી મારાં જીવો જીભલડીની ધાર;
(4) હે.. મેણાં મારીને મારી મતિ સુધારી ખોલ્યાં તે મનનાં દ્વાર રે... માલમ
In simple words: Complete these lines from the poem. They speak of the brother-in-law's desire to travel and marry, and his gratitude for his sister-in-law's words, which enlightened him.

Exam Tip: Memorizing key lines or stanzas of a poem helps in completing such questions accurately. Focus on the flow and rhythm of the original text.

 

6. આ કાવ્ય મુખપાઠ કરો.

 

માલમ હલેસાં માર પ્રવૃત્તિઓ

 

પ્રૉજેક્ટ : તમારા વિસ્તારનાં લોકગીતો એકઠાં કરી તેના હસ્તલિખિત અંક તૈયાર કરો.

 

તમારા વિસ્તારમાં ગીતોમાંથી તમને ગમતું એક ગીત પ્રાર્થનાસભામાં રજૂ કરો.

 

Question 1. તમારા વિસ્તારમાં ગીતોમાંથી તમને ગમતું એક ગીત પ્રાર્થનાસભામાં રજૂ કરો.
Answer:
અધમણ રૂપું;
તેનો ઘડાયો ફૂલવેંઝણો રે!
વેંઝણો મેલીને અમે જળપાણી જ્યાં તાં;
નાના દિયરિયે સંતાડ્યો ફૂલવેંઝણો રે !
કાં તો દિયર ! તમને હાથીડા લઈ આલું
આલો, અમર ફૂલવેંઝણો રે !
તમારા હાથીડા ભોજાઈ ! ચઢતાં ન આવડે;
નથી લીધો, ફૂલવેંઝણો રે!
કાં તો દિયર ! તમને ધોડીલા લઈ આલું
આલો, અમર ફૂલવેંઝણો રે!
તમારા ઘોડલા ભોજાઈ ! ખેલતાં ન આવડે;
નથી લીધો, ફૂલવેંઝણો રે !
કાં તો દિયર ! તમને ધોરીડા લઈ આલું
આલો, અમર ફૂલવેંઝણો રે!
તમારા ધોરીડા ભોજાઈ ! હાંકતાં ન આવડે;
નથી લીધો, ફૂલવેંઝણો રે !
કાં તો દિયર ! તમને વેલડિયો લઈ આલું
આલો, અમર ફૂલવેંઝણો રે !
તમારી વેલડિયો ભોજાઈ ! જોડતાં ન આવડે;
નથી લીધો, ફૂલવેંઝણો રે!
કાં તો દિયર! તમને જોટડિયો લઈ આલું
આલો, અમર ફૂલવેંઝણો રે !
તમારી જોટડિયો ભોજાઈ ! દો'તાં ન આવડે;
નથી લીધો, ફૂલવેંઝણો રે !
કાં તો દિયર ! તમને બેની પરણાવું
આલો, અમર ફૂલવેંઝણો રે!
તમારી બેની ભોજાઈ ! હરખે પરણાવો;
સામો પડ્યો ફૂલવેંઝણો રે !
અમારો હતો એ અમને રે આલ્યો !
તમને પરણાવું કાળી કૂતરી રે !
(“રાતો રે રંગ કેવડો'માંથી)
In simple words: The question asks to present a favorite folk song from your region in a prayer assembly. The provided text is an example of such a folk song, specifically an excerpt from "Rato Re Rang Kevado", which involves a dialogue or a playful exchange, possibly between a brother-in-law and sister-in-law, or similar family members, about various items and their use.

Exam Tip: When providing an example of a folk song, ensure it is culturally relevant to the context and demonstrates the typical style of such songs. Including the source (if known) adds value.

 

Nīcenāṁ Viśeṣaṇōṁ Parathī Saṁjñāō Banāvō Ane Saṁjñā Tathā Viśeṣaṇ Banē Vākyamāṁ Vaparī Jūō:

નમૂનો ગરીબ (વિશેષણ) → ગરીબી (સંજ્ઞા)
ગરીબ માણસોની ગરીબી સામે કોણ જોશે?

 

Question 1. નીચેનાં વિશેષણો પરથી સંજ્ઞાઓ બનાવો અને સંજ્ઞા તથા વિશેષણ બંને વાક્યમાં વાપરી જુઓઃ
(1) ચાલાક
(2) ગંભીર
(3) પહોળું
(4) હોશિયાર
(5) સુંદર
Answer:
(1) ચાલાક – વિશેષણ, ચાલાકી – સંજ્ઞા
વાક્યો :
• ચાલાક માણસો બીજાને છેતરી જાય છે.
• જાદુગરની ચાલાકી કોઈ સમજી શક્યું નહિ.
(2) ગંભીર – વિશેષણ, ગંભીરતા – સંજ્ઞા
વાક્યોઃ
• મારી વાત સાંભળીને મારો મિત્ર ગંભીર બની ગયો.
• શિક્ષકની વાત વિદ્યાર્થીએ ગંભીરતાથી સાંભળી.
(3) પહોળું – વિશેષણ, પહોળાઈ – સંજ્ઞા
વાક્યોઃ
• આજકાલ પહોળું પાટલૂન કોઈ પહેરતું નથી.
• આ બગીચાની પહોળાઈ કરતાં લંબાઈ વધુ છે.
(4) હોશિયાર – વિશેષણ, હોશિયારી – સંજ્ઞા
વાક્યો :
• હોશિયાર વિદ્યાર્થી સૌને ગમે છે.
• કોઈએ જરૂરત કરતાં વધારે હોશિયારી બતાવવી નહિ.
(5) સુંદર – વિશેષણ, સુંદરતા – સંજ્ઞા
વાક્યોઃ
• તળાવમાં સુંદર કમળો ખીલ્યાં છે
• વસંતઋતુમાં પ્રકૃતિની સુંદરતા જોવાલાયક હોય છે.
In simple words: For each given adjective, first convert it into its noun form. Then, use both the adjective and the noun in separate sentences to show their proper usage. This exercise helps to understand word forms and their grammatical functions.

Exam Tip: Practice forming nouns from adjectives and vice-versa. Always provide clear, distinct sentences for each word to illustrate its correct use.

 

Question 2. નીચે આપેલી સંજ્ઞાઓ પરથી વિશેષણ બનાવો અને સંજ્ઞા તથા વિશેષણ બંને વાક્યમાં વાપરી બતાવો:
નમૂનો : જંગલ (સંજ્ઞા) – જેગલી (વિશેષણ)
જંગલમાં હિંસક પ્રાણીઓ જોવા મળે છે.
બધાં જંગલી પ્રાણીઓ હિંસક હોતાં નથી.
(1) હેત
(2) સ્વભાવ
(3) દયા
(4) મહેનત
(5) આળસ
Answer:
(1) હેત – સંજ્ઞા, હેતાળ – વિશેષણ
વાક્યો :
• માને પોતાના સંતાન પર ખૂબ હેત હોય છે.
• મારાં દાદીમા બહુ હેતાળ છે.
(2) સ્વભાવ – સંજ્ઞા, સ્વાભાવિક – વિશેષણ
વાક્યોઃ
• માણસનો સ્વભાવ કદી બદલાતો નથી.
• મને આ માણસની વાત સ્વાભાવિક લાગે છે.
(3) દયા – સંજ્ઞા, દયાળુ – વિશેષણ
વાક્યોઃ
• દયા ધર્મનું મૂળ છે.
• રાજા વિક્રમ દયાળુ હતો.
(4) મહેનત – સંજ્ઞા, મહેનતુ – વિશેષણ
વાક્યોઃ
• મહેનત વિના સફળતા મળતી નથી.
• મહેનતુ માણસને સફળતા મળે છે.
(5) આળસ – સંજ્ઞા, આળસુ – વિશેષણ
વાક્યોઃ
• આળસુ માણસો બીજાની મોટી દુશ્મન છે.
• આળસુ સુખી થતો નથી.
In simple words: For each given noun, first create its adjective form. Then, use both the noun and the adjective in separate sentences to show how they are correctly used. This helps you understand how words change forms and fit into different sentence structures.

Exam Tip: Practice identifying the root meaning of words and how to transform them between noun and adjective forms. Pay close attention to context for sentence construction.

 

માલમ હલેસાં માર વિશેષ પ્રશ્નોત્તર

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

 

Question 1. દિયર શાનો સરદાર છે?
A. લશ્કરનો
B. ગામનો
C. આળસનો
D. મૂરખનો
Answer: (C) આળસનો
In simple words: The brother-in-law is called the 'leader of laziness' by his sister-in-law, referring to his idle nature.

Exam Tip: Pay attention to metaphorical or descriptive titles given to characters, as they often reveal a key trait or role in the narrative.

 

Question 2. દિયર ધોડલાં ખેલે છે, જ્યારે ભાભીના પતિ શું કરે છે?
A. કમાય છે
B. સવારી કરે છે
C. ખરચે છે
D. આળસ કરે છે
Answer: (A) કમાય છે
In simple words: While the brother-in-law enjoys leisure, his sister-in-law's husband (his brother) is the one earning money for the family.

Exam Tip: Understand the contrast between characters' actions. The brother's hard work is highlighted against the brother-in-law's idleness.

 

Question 3. વહાણ હંકારનાર માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે?
A. વાલમ
B. માલમ
C. નાવિક
D. પાયલોટ
Answer: (B) માલમ
In simple words: The poem uses the word 'malm' to refer to the person who steers or rows the boat.

Exam Tip: Knowing specific vocabulary from the poem is essential for such questions. 'Malm' is the traditional term for a helmsman or boatman.

 

Question 4. આ કાવ્યમાં કોના સંબંધનાં સંસ્મરણો છે?
A. ભાભી – દિયરનાં
B. ભાઈ – ભાભીનાં
C. ભાઈ – બહેનનાં
D. દિયર – પદમણી નારનાં
Answer: (A) ભાભી – દિયરનાં
In simple words: This poem depicts the relationship and memories shared between the sister-in-law and the brother-in-law.

Exam Tip: Identify the central relationship explored in the poem. The interactions and dynamics between these two characters drive the narrative.

 

2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક – એક વાક્યમાં આપો?

 

Question 1. આ કાવ્યમાં કોણ, કોને ટકોર કરે છે?
Answer: આ કાવ્યમાં ભાભી, દિયરને ટકોર કરે છે.
In simple words: In this poem, the sister-in-law scolds or admonishes her brother-in-law.

Exam Tip: Clearly identify the subject and object of the action. Knowing who is addressing whom is fundamental to understanding the poem.

 

Question 2. ભાભી કોને આળસના સરદાર કહે છે?
Answer: ભાભી દિયરને આળસના સરદાર કહે છે.
In simple words: The sister-in-law refers to the brother-in-law as the 'leader of laziness'.

Exam Tip: Connect descriptive titles or epithets directly to the character they refer to, as they reveal character assessment.

 

Question 3. દિયર કેવી નારીને પરણવા ઝંખે છે?
Answer: દિયર પદમણી નારીને પરણવા ઝંખે છે.
In simple words: The brother-in-law desires to marry a beautiful and virtuous woman, referred to as a 'Padmani'.

Exam Tip: Note specific terms used to describe desires or aspirations, such as 'Padmani', which implies an ideal woman.

 

Question 4. શ્રીલંકા માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે?
Answer: શ્રીલંકા માટે કાવ્યમાં ‘સિંહલદ્વીપ' શબ્દ વપરાયો છે.
In simple words: The poem uses the term 'Sinhaldweep' to refer to Sri Lanka.

Exam Tip: Be aware of geographical or historical terms used in older texts that may refer to modern-day locations.

 

Question 5. દિયર હલેસાં મારવાનું કોને કહે છે?
Answer: દિયર હલેસાં મારવાનું માલમને કહે છે.
In simple words: The brother-in-law asks the helmsman to row hard.

Exam Tip: Identify who is being addressed when a command or instruction is given in the poem.

 

Question 6. દિયર ભાભીને જીભલડીની ધારે જીવવાનું કહે છે?
Answer: દિયર ભાભીને જીભલડીની ધારે જીવવાનું કહે છે.
In simple words: The brother-in-law tells his sister-in-law to live by the edge of her tongue, acknowledging her sharp wit and its positive impact.

Exam Tip: Understand the implied meaning behind idiomatic expressions. "Live by the edge of your tongue" means to live with your sharp and impactful words.

 

Question 7. નીચેના પ્રશ્નનો ઉત્ उत्तर આપોઃ દિયર શા માટે પોતાના અવતારને નકામો ગણે છે?
Answer: ભાભીએ દિયરને મહેણું માર્યું છે કે તે ભાઈની કમાણી ઉપર જલસા કરે છે, તેથી દિયર પોતાના અવતારને નકામો ગણે છે.
In simple words: The brother-in-law considers his life useless because his sister-in-law taunted him, saying he just enjoyed his brother's earnings without contributing.

Exam Tip: Identify how external criticism impacts a character's self-perception. The taunt directly leads to his feeling of worthlessness.

 

Question 8. નીચેની કાવ્યપંક્તિનો ભાવાર્થ સમજાવોઃ કેસરભીનાં તમે જીવો ભાભલડી મારાં – જીવો જીભલડીની ધાર;
Answer: મારા કેસરભીનાં (આનંદી, ઉમંગી) ભાભી, તમે આનંદથી ઘણું જીવો. તમે જીભની ધારે જ જીવો. (તમે મને ટકોર કરી ન હોત તો હું આવું સુંદર જીવન પામ્યો ન હોત.)
In simple words: The brother-in-law expresses his wish for his joyful and enthusiastic sister-in-law to live long and to continue using her sharp tongue. He secretly believes that if she had not admonished him, he would not have achieved such a beautiful life.

Exam Tip: When explaining a verse, first provide a literal translation, then elaborate on the deeper meaning and any implied sentiments or gratitude.

 

Question 9. નીચેના દરેક શબ્દનો વાક્યપ્રયોગ કરોઃ
(1) સિંહલદ્વીપ
(2) દ્વાર
(3) મધદરિયો
(4) મતિ
Answer:
(1) વર્ષો પહેલાં શ્રીલંકાને લોકો સિંહલદ્વીપ તરીકે ઓળખતા હતા.
(2) ઘરના દ્વાર આગળ જ તે બેભાન થઈ ગયો.
(3) મધદરિયે ભારે તોફાન હોવાથી નાવિકોને ચેતવણી આપવામાં આવી.
(4) દરેક વ્યક્તિએ સારી મતિ રાખવી.
In simple words: Use each of the given words in a meaningful sentence. The sentences demonstrate the appropriate context and usage for 'Sinhaldweep', 'dwar' (door), 'madhdariyo' (mid-sea), and 'mati' (mind/intellect).

Exam Tip: For sentence usage questions, ensure each sentence is grammatically correct and clearly shows the meaning of the word. Aim for diverse contexts.

 

Mālam Halesāṁ Mār Vyākaraṇ

 

Question 1. નીચેના શબ્દોના બે – બે સમાનાર્થી શબ્દો લખો:
• મેણું
• લક્ષ્મી
• નાર
• દ્વાર
• જીભલડી
• સાર
• કેસરભીનાં
• મતિ
Answer:
• મેણું = મહેણું, કટાક્ષ
• લક્ષ્મી = ધન, દોલત
• નાર = નારી, સ્ત્રી
• દ્વાર = બારણું, કમાડ
• જીભલડી = જિદ્વા, રસના
• સાર = કસ, સાર્થકતા
• કેસરભીનાં = કેસરથી રંગાયેલાં, ઉમંગી, ગરવી, ઘરરખ્ખું
• મતિ = બુદ્ધિ
In simple words: Provide two synonyms for each of the given words. This exercise helps to expand vocabulary and understand the nuances of Gujarati language.

Exam Tip: Learning synonyms broadens your expressive capability. Practice associating multiple words with similar meanings.

 

Question 2. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:
• સુધારવી X બગાડવી
• સાર X અસાર, નિઃસાર
• સુમતિ X કુમતિ
• જવું X આવવું
• પ્રગતિ X અધોગતિ
• ઇચ્છા X અનિચ્છા
Answer:
• સુધારવી X બગાડવી (to improve X to spoil)
• સાર X અસાર, નિઃસાર (essence X non-essence, useless)
• સુમતિ X કુમતિ (good mind X bad mind)
• જવું X આવવું (to go X to come)
• પ્રગતિ X અધોગતિ (progress X downfall)
• ઇચ્છા X અનિચ્છા (desire X non-desire)
In simple words: Write the antonym for each given word. Understanding opposites helps clarify word meanings and improves language precision.

Exam Tip: Mastering antonyms enhances your vocabulary and ability to express contrasting ideas effectively.

 

Question 3. નીચેના શબ્દોની જોડણી સુધારોઃ
• મધદરીયો
• લક્ષમી
• મોતિડા
Answer:
• મધદરિયો
• લક્ષ્મી
• મોતીડાં
• દ્વાર
• મતિ
In simple words: Correct the spelling of the given words. This task checks your knowledge of accurate Gujarati orthography for words like 'madhdariyo', 'Lakshmi', 'motidan', 'dwar', and 'mati'.

Exam Tip: Pay close attention to vowels, consonants, and diacritics in Gujarati spelling. Regular practice can help reduce common errors.

 

Question 4. નીચેના દરેક શબ્દસમૂહ માટે એક – એક શબ્દ લખો:
• વહાણ હંકારનાર
• ઉત્તમ પ્રકારની સ્ત્રી
Answer:
• વહાણ હંકારનાર – માલમ
• ઉત્તમ પ્રકારની સ્ત્રી – પદમણી (પદ્મિની)
In simple words: Provide a single word for each given phrase. This exercise focuses on vocabulary, specifically terms like 'malm' for a helmsman and 'Padmani' for an excellent woman.

Exam Tip: Learn specific terms that concisely describe phrases. This improves conciseness and vocabulary usage in your writing.

 

Question 5. નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી. તેનો વાક્યપ્રયોગ કરો
• મહેણું મારવું
• બળ્યો અવતાર
• બેડલો પાર થવો
• મોતીડે પોંખવું
• મનનાં દ્વાર ખોલવાં
Answer:
• મહેણું મારવું – મર્મવચન કહેવું, ટોણો મારવો
વાક્ય: નરસિંહ મહેતાને એમની ભાભીએ મહેણું માર્યું હતું.
• બળ્યો અવતાર – જીવન નકામું હોવું
વાક્ય : દીકરાનાં કુકર્મ જોઇને માબાપને થયું કે બળ્યો અવતાર !
• બેડલો પાર થવો – (અહીં) સમૃદ્ધ થવું
વાક્ય જમીનમાંથી ધનનો ચરુ મળતાં રામલાલનો બેડલો પાર થઈ ગયો.
• મોતીડે પોંખવું – ઉમળકાથી વધાવવું, આવકાર આપવો
વાક્યઃ ગોપીઓએ શ્રીકૃષ્ણને મોતીડે પોંખ્યાં.
• મનનાં દ્વાર ખોલવાં – સાચી દિશા બતાવવી કે સાચું જ્ઞાન આપવું
વાક્યઃ ગુરુએ શિષ્યના મનનાં દ્વાર ખોલી નાખ્યાં.
In simple words: For each idiom, first explain its meaning, then use it in a sentence. This shows your understanding of common Gujarati phrases and their application in context.

Exam Tip: Understanding idioms involves grasping their figurative meanings. Practice using them in sentences to demonstrate your comprehension accurately.

 

Question 6. નીચેનાં શબ્દજોડકાંના દરેક શબ્દનો અર્થ લખો:
(1) દ્વિપ – દ્વીપ
(2) નાર – નાળ
(3) ધાર – ઢાળ
Answer:
(1) દ્વિપ – હાથી
દ્વીપ – બેટ
(2) નાર – સ્ત્રી; નારી
નાળ – લાંબી પોલી દાંડી કે નળી
(3) ધાર હથિયાર કે ઓજારનો આગળનો તીક્ષ્ણ ભાગ
ઢાળ – ઢોળાવ, ઉતાર
In simple words: For each pair of similar-sounding words, provide the distinct meaning of each word. This tests your understanding of homophones or words with subtle differences in spelling that lead to different meanings.

Exam Tip: Differentiate between similar-sounding words by carefully noting their spellings and distinct meanings. This avoids confusion in writing and comprehension.

 

Question 7. નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવોઃ
(1) માલમ, મેણું, મતિ, મોતી
(2) બંદર, અવતાર, હલેસાં, સરદાર
Answer:
(1) મતિ, માલમ, મેણું, મોતી
(2) અવતાર, બંદર, સરદાર, હલેસાં
In simple words: Arrange the given sets of words in Gujarati alphabetical order. This exercise tests your knowledge of the Gujarati alphabet sequence.

Exam Tip: Familiarize yourself with the Gujarati alphabet and its order to correctly arrange words. Pay attention to initial letters and subsequent letters for precise ordering.

 

Mālam Halesāṁ Mār Summary in Gujarati

 

Kāvyani Samajaūtī

Answer: હે નાવિક! મારે દરિયાની પેલે પાર (કિનારે) જવું છે, તું મોટાં હલેસાં માર (ઝડપ કર), મારી ભાભીએ મને મહેણું માર્યું છે. (એ મને કહે છે કે) દિયર આળસનો સરદાર છે. મોટો ભાઈ કમાય અને નાનો ભાઈ એ કમાણી ઉપર જલસા કરે છે, એનો તો અવતાર જ નકામો છે! (એના જીવનને ધિક્કાર છે.) મારે જાવા બંદરે જવું છે, જ્યાં લક્ષ્મી (ધનદોલત)નો કોઈ પાર નથી. જે લોકો જાવા જાય છે તે પાછા આવતા નથી અને પાછા આવે તો એમનો બેડો પાર થઈ જાય છે (તેઓ ધનદોલતથી સમૃદ્ધ થઈ જાય છે.)
In simple words: O boatman! I must reach the other shore of the sea, so row quickly. My sister-in-law taunted me, saying I am the chief of idleness. My elder brother earns, and I, the younger brother, enjoy his earnings, making my life useless. She despises my life. I want to go to Java port, where there is immense wealth. People who go to Java often do not return, but if they do, their lives are made, becoming very rich.

Exam Tip: When summarizing, break down the text into key ideas or stanzas. Ensure that the core message, character motivations, and plot developments are clearly conveyed.

તેને શ્રેષ્ઠ નારી (પદ્મિની) સાથે લગ્ન કરવા સિંહલદ્વીપ (શ્રીલંકા) જવાનો ઇરાદો છે. જો તેની ભાભી તેને આનંદથી આવકાર આપે, તો જ તેને જીવનમાં સંતોષ મળે છે.

હે ભાભી ! તમે ઘર સંભાળતી સ્ત્રી છો, તમે સો વરસ દીર્ઘાયુ થાઓ. તમે મને હંમેશાં કડવા વેણ કહેતા રહો. (તે જીભથી તમે મને મહેણું ન માર્યું હોત તો મારો ભલો ન થાત.) તમે કડવા વેણ કહીને મારી વિચાર શક્તિ સુધારી અને મારા મનનાં બંધ દરવાજા ખોલી દીધા.

હે નાવિક! મારે દરિયાની બીજી બાજુ (કિનારે) પહોંચવું છે, તું ઝડપથી હલેસાં ચલાવ.

ભાષાસજતા

ગુણવાચક વિશેષણ નીચેનાં વાક્યો વાંચો:

• લુચ્ચું શિયાળ ભાગી ગયું.

• ઠંડું પાણી માટલીમાં છે.

• ગળ્યો કંસાર કોને ન ભાવે?

• અભિમાની માણસનો વિનાશ થાય છે.

• ડાહ્યાં છોકરાં સૌને ગમે.

આ વાક્યોમાં લુચ્ચું (શિયાળ), ઠંડું (પાણી), ગળ્યો (કંસાર), અભિમાની (માણસ), ડાહ્યાં (છોકરાં) એ વિશેષણો (સંજ્ઞાઓનાં) છે. તેઓ સંજ્ઞાના ગુણ દર્શાવે છે. સંજ્ઞાનો ગુણ બતાવતા વિશેષણને 'ગુણવાચક વિશેષણ' કહેવામાં આવે છે.

કાળો રંગ, લાલ ચૂંદડી, સ્વચ્છ આંગણું, પ્રેમાળ માતા – ઘેરા અક્ષરોમાં બતાવેલા શબ્દો ગુણવાચક વિશેષણો તરીકે ઓળખાય છે.

અઘરા શબ્દોના અર્થ

• માલમ – વહાણ ચલાવનાર, નાવિક

• હલેસું – નાનાં હોડકાં પાણીમાં ચલાવવા માટે નીચેના ભાગે પાટિયું જડેલો લાકડાનો ઝંડો

• મધદરિયો – દરિયાનો મધ્ય ભાગ

• પાર – કાંઠો, તીર

• મેણું – મહેણું, મર્મવચન, હૃદયને આઘાત આપે તેવું કઠોર વચન

• ભાભલડી – ભાભી

• દે'ર – દિયર

• આળહ – આળસ

• જાવા – હિંદ મહાસાગરમાં આવેલો એક બેટ

• લખમી – લક્ષ્મી, પૈસો

• ગિયા – ગયા

• સિંહલદ્વીપ – શ્રીલંકા

• નાર – પદ્મિની (ઉત્તમ) સ્ત્રી

• પોંખવું – વધાવવું

• સાર – કસ, સાર્થકતા

• કેસરભીનાં – કેસરથી રંગાયેલાં, (અહીં) ઉમંગી, ગરવી, ઘરરખ્ખું

• મતિ – બુદ્ધિ

રૂઢિપ્રયોગ

• મેણું મારવું – ટોણો મારવો, મર્મવચન કહેવું, કડવા શબ્દો કહેવા

• ધોડલા ખેલવા – (અહીં) જલસા કરવા

• બળ્યો અવતાર – જીવન નકામું હોવું

• બેડલો પાર થવો – સંપૂર્ણ સફળતા મળવી, (અહીં) સમૃદ્ધ થવું

• મોતીડે પોંખવું – આવકાર આપવો, ઉમળકાથી વધાવવું

• જીભલડીની ધારે જીવવું – સતત કઠણ વચન કહેતા રહેવું

• મનનાં દ્વાર ખોલવાં – સાચી દિશા બતાવવી કે સાચું જ્ઞાન આપવું

Free study material for Gujarati

GSEB Solutions Class 7 Gujarati Chapter 08 માલમ હલેસાં માર

Students can now access the GSEB Solutions for Chapter 08 માલમ હલેસાં માર prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 7 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 08 માલમ હલેસાં માર

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 7 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 7 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Gujarati Class 7 Solved Papers

Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 7 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 08 માલમ હલેસાં માર to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 8 માલમ હલેસાં માર for the 2026-27 session?

The complete and updated GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 8 માલમ હલેસાં માર is available for free on StudiesToday.com. These solutions for Class 7 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 7 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 8 માલમ હલેસાં માર as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 7 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 8 માલમ હલેસાં માર will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 8 માલમ હલેસાં માર in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 7 Gujarati. You can access GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 8 માલમ હલેસાં માર in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 7 as a PDF?

Yes, you can download the entire GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 8 માલમ હલેસાં માર in printable PDF format for offline study on any device.