GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં

Get the most accurate GSEB Solutions for Class 7 Gujarati Chapter 05 રાનમાં here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 7 Gujarati. Our expert-created answers for Class 7 Gujarati are available for free download in PDF format.

Detailed Chapter 05 રાનમાં GSEB Solutions for Class 7 Gujarati

For Class 7 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 7 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 05 રાનમાં solutions will improve your exam performance.

Class 7 Gujarati Chapter 05 રાનમાં GSEB Solutions PDF

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ- અક્ષર પ્રશ્ન સામેના [] નીય

 

Question 1. ‘આકાશ હવે ઊતરશે’ એ શબ્દોનો અર્થ એ કે
(ક) આકાશ નીચું દેખાશે.
(ખ) વરસાદ વરસશે.
(ગ) દિવસ આથમશે.
(ઘ) ધરતીને આકાશ મળશે.
Answer: (ખ) વરસાદ વરસશે.
In simple words: The saying "the sky will now descend" means that it is going to rain. It suggests that the clouds are heavy and ready to drop water.

Exam Tip: When interpreting poetic phrases, consider their common cultural or meteorological associations to find the most accurate meaning.

 

Question 2. વાછંટની શી અસર થશે?
Answer: વાછંટની અસરથી વસ્તુઓ ભીંજાઈ જશે. આનો મતલબ એ છે કે, વરસાદનો છંટકાવ બધી વસ્તુઓને ભીની કરી દેશે.
In simple words: The spray of rain will make everything wet. It will soak all the items it touches.

Exam Tip: Always relate the effects described in the question directly to the natural phenomenon (rain spray in this case) to answer accurately.

 

Question 3. વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે ?
(ક) ગાયને
(ખ) મોરને
(ગ) ચકલીને
(ઘ) ગામને
Answer: (ખ) મોરને
In simple words: The peacock is strongly linked with rain. It is often seen dancing when it rains.

Exam Tip: In many cultures and poems, the peacock is a well-known symbol of the rainy season, so remembering such associations is helpful.

 

Question 4. લીલાશ કોના આવવાથી મેદાનમાં આવશે ?
(ક) વરસાદના
(ખ) મોરના
(ગ) વાયરાના
(ઘ) વરસાદના
Answer: (ઘ) વરસાદના
In simple words: The fields will become green when the rain comes. The moisture from the rain helps plants grow and covers the ground with greenery.

Exam Tip: Understand the cause-and-effect relationship between rain and the environment; greenery is a direct result of rainfall.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો.

 

Question 1. લીલાશ ક્યાં સૂતેલી છે ?
Answer: લીલાશ વાડ પર સૂતેલી છે. તે વાડ પર ઢંકાઈને રહે છે.
In simple words: The greenery is resting on the fence. It means the plants are covering the fence.

Exam Tip: Pay attention to specific descriptive details in the poem to identify exact locations or states of things.

 

Question 2. ધોધમાર વરસાદમાં આપણી સાથે કોણ કોણ રહેશે ?
Answer: ધોધમાર વરસાદમાં આપણી સાથે વાદળ, ઝરણાં, ઘાસ, ડુંગર તેમજ આખું ગામ રહેશે. આ બધું આપણી સાથે વરસાદનો આનંદ માણશે.
In simple words: During heavy rain, clouds, streams, grass, mountains, and the entire village will be with us. All these elements will share in the joy of the monsoon.

Exam Tip: When listing multiple elements, ensure you include all mentioned items from the text to provide a complete answer.

 

Question 3. વરસતા વરસાદમાં કોને કોને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે ?
Answer: વરસતા વરસાદમાં સૌ કોઈને ઝાડ તળે ગહેકવાનું મન થાય છે. આનો અર્થ છે કે, બધાને ઝાડ નીચે ખુશ થવાનો ભાવ થાય છે.
In simple words: Everyone feels like singing happily under the tree in the falling rain. It means all want to rejoice beneath the trees.

Exam Tip: Consider the collective noun "સૌ કોઈને" (everyone) as it indicates a universal feeling or desire.

 

Question 4. ‘રાનમાં’ કાવ્યના કવિનું નામ શું છે ?
Answer: ‘રાનમાં’ કાવ્યના કવિનું નામ ધ્રુવ ભટ્ટ છે. તે આ કાવ્યના રચયિતા છે.
In simple words: The poet of the poem 'Ranma' is named Dhruv Bhatt. He is the writer of this verse.

Exam Tip: Always remember the author's name for a given poem or chapter as it's a direct recall fact.

Ranma Swadhyay

 

Question 1. વરસાદમાં ભીંજાવાનો અનુભવ તમારા શબ્દોમાં લખો.
Answer: વરસાદમાં ઘરમાં પુરાઈ રહેવું કોને ગમે? વરસાદની જોરદાર ધારાઓ ઝીલવાનો આનંદ લઈએ. અમને પાણીમાં છબછબિયાં કરવાની મજા પડે છે. “આવ રે વરસાદ, ઘેબરિયો પરસાદ – ગાતાં ગાતાં અમે વરસાદને આવકારીએ છીએ. અમે કાગળની હોડીઓ બનાવી વરસાદના પાણીમાં તરતી મૂકીએ છીએ. આ રીતે અમે વરસાદની મોસમનો ખૂબ આનંદ મેળવીએ છીએ.
In simple words: Nobody likes to stay cooped up inside during rain. We enjoy catching the strong streams of rain and splashing in the water. We welcome the rain by singing and float paper boats in the rainwater.

Exam Tip: When asked to describe an experience in your own words, use vivid verbs and sensory details to make your description engaging and personal.

 

Question 2. ચોમાસામાં તમારી આસપાસ કયા કયા ફેરફારો જોવા મળે છે ?
Answer: ચોમાસા પૂર્વેનો ઉકળાટ વરસાદ આવતાં શમી જાય છે. ઠંડો પવન ફૂંકાય છે. પશુ, પંખી અને લોકોમાં આનંદ છવાઈ જાય છે. મોર નાચી ઊઠે છે. દેડકાં ડ્રાઉં ડ્રાઉં કરે છે. માટીની સુગંધ ચારે બાજુ ફેલાઈ જાય છે. ખેડૂતો હળબળદ લઈને ખેતરે જાય છે. નદી, નાળાં, કૂવા, સરોવર અને તળાવમાં નવાં પાણી આવે છે. આ બધા ફેરફારો ચોમાસામાં જોવા મળે છે.
In simple words: The heat before the monsoon disappears with the arrival of rain. Cool winds blow, bringing joy to animals, birds, and people. Peacocks dance, and frogs croak. The scent of wet soil spreads everywhere, and farmers head to their fields. Rivers, streams, wells, lakes, and ponds fill with fresh water.

Exam Tip: Organize your answer by categories (weather, animals, human activities, water bodies) to ensure a comprehensive description of the changes during monsoon.

 

Question 3. મોટે ભાગે ચોમાસામાં કયાં-કયાં પક્ષી-પ્રાણીઓના અવાજ સાંભળવા મળે છે ?
Answer: મોટે ભાગે ચોમાસામાં મોર ટહુકા કરે છે. દેડકાં ડ્રાઉં ડ્રાઉં કરે છે. તમરાંનો તીણો અવાજ સંભળાય છે. આ અવાજો ચોમાસાની મોસમની ઓળખ છે.
In simple words: During monsoon, peacocks usually call, frogs croak, and cicadas make their high-pitched sound. These sounds are characteristic of the rainy season.

Exam Tip: Focus on the specific sounds mentioned in the context of the rainy season, as these are distinctive features.

 

Question 4. તમારા ગામમાં વરસાદ પડ્યો છે. તમારા મિત્રના ગામમાં વરસાદ પડ્યો નથી. તમારા મિત્રને ફોન કરી બંને વચ્ચે કેવા સંવાદો થાય તે લખો.
Answer:
(મહેશ અને નરેશ નામના બે મિત્રો ફોન પર વાત કરે છે.)
નરેશ : મહેશ, કેમ છે? તારા તરફથી હમણાં કશા સમાચાર નથી !
મહેશ: તને મળવા આવવાનો હતો પણ અઠવાડિયાથી વરસાદ જ બંધ રહેતો નથી.
નરેશઃ હા ! છાપામાં વાંચ્યું હતું કે તારા ગામ બાજુ વરસાદ બહુ છે.
મહેશ: ખરેખર અહીં વધારે વરસાદ છે. ઘણું નુકસાન થયું છે. ત્રણ-ચાર જૂનાં મકાનો પડી ગયાં છે. પેલી ધરમદાસની જૂની હવેલી પણ પડી ગઈ.
નરેશ : ગામના તળાવમાં નવું પાણી આવ્યું હશે !
મહેશ: હવે તો તળાવ છલકાવાની તૈયારીમાં છે.
નરેશ : અમારે ત્યાં તો છાંટોય વરસાદ નથી. ઉકળાટ તો એટલો બધો છે કે અમે લોકો ત્રાહિમામ્ પોકારી રહ્યાં છે.
મહેશઃ ઉકળાટ છે એટલે વરસાદ આવશે જ – હવામાન ખાતાના સમાચાર હતા કે તમારી બાજુ પણ અઠવાડિયામાં વરસાદ પડવાની શક્યતા છે.
નરેશ : વરસાદ રહી જાય પછી પણ ઠંડી અને ખુશનુમા વાતાવરણ રહે છે. મજા આવે છે.
In simple words: Mahesh tells Naresh that it has been raining continuously in his village, causing some damage. Naresh complains about the heat in his village due to no rain. Mahesh reassures him that rain is expected there soon.

Exam Tip: When writing a dialogue, ensure each character's lines reflect their situation and feelings naturally, and keep the conversation flowing logically.

2. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.

 

Question. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.
Answer:
(1) રાન = જંગલ, અરણ્ય
(2) વાદળ = મેઘ, જળધર
(3) પાન = પર્ણ, પાંદડું
(4) સંદેશો = ખબર, સમાચાર
(5) ડુંગર = પર્વત, પહાડ
(6) આકાશ = નભ, આભ
In simple words: Write down words that mean the same as the given words. This helps to grow your vocabulary.

Exam Tip: For synonyms, try to recall multiple options for each word to demonstrate a broader vocabulary, ensuring they fit the context.

3. સૂચવ્યા મુજબ કરો.

1. નીચેની પંક્તિઓમાં દર્શાવેલો ભાવ દર્શાવવા કવિએ કઈ પંક્તિઓ વાપરી છે તે આ કાવ્યમાંથી શોધીને લખો.

 

Question 1. વાડ પરની લીલાશ હવે મેદાનમાં આવશે.
Answer: કવિએ આ ભાવ દર્શાવવા માટે ‘વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં, ..." પંક્તિ વાપરી છે. આ પંક્તિ લીલાશના મેદાનમાં આવવાનો ભાવ રજૂ કરે છે.
In simple words: The poet used the line "all the greenery sleeping on the fence will now trickle into the field" to show this feeling. It means that the lushness from the fence will spread to the open areas.

Exam Tip: When identifying lines from a poem, quote them accurately and in their entirety to correctly answer the question.

 

Question 2. પલળેલો પવન આપણને ચોમાસું બેસવાનો સંદેશ આપશે.
Answer: આ ભાવ દર્શાવવા માટે કવિએ ‘ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું...' પંક્તિ વાપરી છે. આ પંક્તિ પલળેલા પવન દ્વારા ચોમાસું શરૂ થવાનો સંદેશો આપે છે.
In simple words: To convey this idea, the poet uses the line "the wet winds will carry messages that the monsoon has settled intensely." It implies that the moist breeze signals the strong start of the rainy season.

Exam Tip: Connect the specific action (wet wind carrying messages) to the event it signifies (monsoon beginning strongly) as described in the poetic line.

 

Question 3. કાલ સુધી આપણે એકલા જ મકાનમાં રહેતા હતા તેમાં હવેથી વાછંટ પણ ભેગા થશે.
Answer: કવિએ આ ભાવ દર્શાવવા માટે ‘કાલ સુધી રેહતા’તા આપણે ને કાલથી તો વાછંટ ને ધરતી રહેશે પહાડ’ પંક્તિ વાપરી છે. આ પંક્તિ સૂચવે છે કે હવે વરસાદની વાછંટ પણ આપણા રહેઠાણમાં સામેલ થશે.
In simple words: The poet uses the line "until yesterday we lived, and from tomorrow, the spray of rain and earth will stay in the mountains" to express this. It means that the rain's spray will now join us in our homes.

Exam Tip: The essence of the line lies in the new companionship of natural elements (rain spray, earth) with human dwellings during the monsoon.

 

Question 4. 1, આ કાવ્યમાં આવતા વાદળ, શબ્દમાંથી નીચેના જેવા શબ્દો બને છે. વા, વાદ, વાળ, દળ, દવા
2. આવો બીજો શબ્દ છે મકાન. આ શબ્દ પરથી બનતા શબ્દો લખો અને તે દરેક શબ્દોને કક્કાવારીના ક્રમમાં ગોઠવો.

Answer:
મકાન શબ્દ પરથી બનતા શબ્દો છે: કાન, કાનમ, કામ, નમ, મન
કક્કાવારીના ક્રમમાં ગોઠવતા:
કાન, કાનમ, કામ, નમ, મન
In simple words: From the word 'Makaan' (house), you can create new words like 'Kaan' (ear), 'Kaanam' (a name), 'Kaam' (work), 'Nam' (bow), and 'Man' (mind). When put in alphabetical order, they remain the same.

Exam Tip: For word formation and alphabetical order tasks, break down the main word into possible syllables or letters to create new words, then arrange them precisely.

 

Question 5. આ શબ્દો પરથી વાક્યો બનાવો.
Answer:
• મગન કાનનો કાચો છે.
• કાનમ મગનનો દીકરો છે.
• કાનમ મગનનો પડતો બોલ ઝીલીને કામ કરે છે.
• મગન કહે, બેટા!.. નમે તે સૌને ગમે’.
• કાનમને મન આ શીખ, એના બાપે આપેલી સાચી સંપત્તિ છે.
In simple words: Create sentences using the words: Magan is hard of hearing. Kaanam is Magan's son. Kaanam quickly follows Magan's instructions. Magan says, "Son, everyone likes humble people." Kaanam considers this teaching from his father as true wealth.

Exam Tip: When forming sentences, aim for variety in sentence structure and ensure each sentence clearly uses the given word in a meaningful context.

 

Question 6. આ કાવ્યનો મુખપાઠ કરો.
Answer: નોંધઃ વિદ્યાર્થીઓ કાવ્યનો મુખપાઠ કરશે. આનો અર્થ છે કે, વિદ્યાર્થીઓએ આ કાવ્ય મોઢે કરવાનું છે.
In simple words: Students will recite the poem by heart. This means they need to memorize the poem.

Exam Tip: Memorizing poems helps in understanding rhythm, rhyme, and improves retention of literary pieces.

Ranma Pravruttio

 

Question 1. વર્ષાગીતોનો હસ્તલિખિત અંક તૈયાર કરો.
Answer:
આવ, મેહુલિયા!
આવ, મેહુલિયા ! આવ.
તને બોલાવે તળાવ, પેલાં કૂવા ને વાવ રે,
મૂગાં બોલાવે ઢોરાં;
ઓલાં ખેતર કોરાં કોરાં:
એની માટીને ફરી મહેકાવ,
રે મેહુલિયા ઓલી નદીયુંનાં નીર,
એનાં ફાટ્યાં જાણે ચીર !
એને નવલાં તે વ્હેરિયાં અપાવ, રે મેહુલિયા
કેવી ધરતીની કાય!
એ તો જોઈ કેમ જાય?
એને હવે નહીં ટટળાવ, રે મેહુલિયા
સારી ધરતીની માગ :
આજે લાગી છે આગ
એને આવી હવે તું ઓલાવ, રે મેહુલિયા
- પ્રફ્લાદ પારેખ
In simple words: Create a handwritten collection of rain songs. This involves writing down songs that celebrate the monsoon, like the example provided.

Exam Tip: For creative activities like this, focus on neat handwriting, artistic presentation, and the lyrical quality of the chosen or composed songs.

 

Question 2. પ્રાર્થનાસભામાં વર્ષાગીતો રજૂ કરો.
Answer: વિદ્યાર્થીઓ પ્રાર્થનાસભામાં વર્ષાગીતો રજૂ કરશે. આ માટે તેઓ પહેલાથી જ ગીતો તૈયાર કરશે અને ગાયનનો અભ્યાસ કરશે.
In simple words: Students will present rain songs in the prayer assembly. They will prepare and practice the songs beforehand.

Exam Tip: When performing, focus on clear pronunciation, appropriate rhythm, and expressive delivery to engage the audience.

 

Question 3. ધોરણ 6માં તમે આ પ્રકારનું કાવ્ય શીખી ગયાં છો, યાદ કરીને લખો.
Answer: વિદ્યાર્થીઓ ધોરણ 6માં શીખેલા વર્ષાગીત પ્રકારના કાવ્યો યાદ કરીને લખશે. આ પ્રવૃત્તિ યાદશક્તિ અને કાવ્યની સમજ વધારવામાં મદદ કરશે.
In simple words: Students should recall and write down poems similar to rain songs that they learned in 6th grade. This helps them practice their memory and understanding of poetry.

Exam Tip: Reflect on your past learning; retrieving information from previous grades reinforces knowledge and builds connections between different lessons.

Std 7 Gujarati Textbook Solutions Chapter 5 Ranma Additional Important Questions and Answers

1. નીચેનાં સંયોજકો વાપરીને વાક્યો બનાવોઃ

 

Question 1. (1) છતાં
(2) કેમ કે
(3) અને
(4) કે

Answer:
(1) બધું કામ મિહિરે કર્યું, છતાં યશ તેના મિત્રને મળ્યો. (મિહિરે કામ કર્યું હતું, પણ યશ તેના મિત્રને મળ્યો)
(2) નિશા સભામાં હાજર રહી, કેમ કે તેને જ સભાનું સંચાલન કરવાનું હતું. (નિશા હાજર રહી કારણ કે તેને સભા સંચાલિત કરવાની હતી)
(3) તેમણે મને બોલાવ્યો અને મારી સાથે વાતે વળગ્યા. (તેમણે મને બોલાવ્યો અને પછી વાત કરવા લાગ્યા)
(4) મેં જોયું કે આઈ સોડ તાણીને સૂઈ ગઈ છે. (મેં જોયું કે આઈ ગાઢ નિંદ્રામાં છે)
In simple words: Use the given conjunctions (છતાં - yet, કેમ કે - because, અને - and, કે - that) to create sentences. Each conjunction joins two parts of a sentence or two sentences.

Exam Tip: Understand the meaning of each conjunction to use it correctly. Conjunctions help in connecting ideas smoothly and logically within sentences.

2. કૌસમાંથી સાચું સંયોજક પસંદ કરી, નીચેનાં વાક્યો જોડોઃ

 

Question 1. ત્રણેય એટલું તો સમજી ગયાં હતાં. આ કોઈ પરગ્રહવાસીઓનું આવત યાન છે. (કે, અથવા)
Answer: ત્રણેય એટલું તો સમજી ગયાં હતાં કે આ કોઈ પરગ્રહવાસીઓનું સ્વયંસંચાલિત યાન છે. (તેઓ સમજી ગયા કે આ યાન પરગ્રહવાસીઓનું છે)
In simple words: All three understood that it was an alien spacecraft. The conjunction 'કે' (that) connects the understanding with the fact.

Exam Tip: Choose the conjunction that logically links the two clauses. 'કે' implies a conclusion or understanding, while 'અથવા' means 'or'.

 

Question 2. અમે એને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો. એ રોકાયો નહીં. (છતાં, તો)
Answer: અમે એને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો છતાં એ રોકાયો નહીં. (પ્રયત્ન કરવા છતાં તે રોકાયો નહીં)
In simple words: We tried hard to stop him, yet he did not stop. The conjunction 'છતાં' (yet/despite) shows a contrast between effort and outcome.

Exam Tip: 'છતાં' is used when there's an opposition or unexpected result, whereas 'તો' (then) implies a consequence or condition.

 

Question 3. બાદશાહ પાછા ફર્યા. બાદશાહ ફરી જમવા બેઠા. (અને, પણ)
Answer: બાદશાહ પાછા ફર્યા અને ફરી જમવા બેઠા. (તે પાછા ફર્યા અને પછી જમવા બેઠા)
In simple words: The king returned and sat down to eat again. The conjunction 'અને' (and) connects two sequential actions.

Exam Tip: 'અને' is used for combining similar ideas or sequential actions, while 'પણ' (but) is for contrasting ideas.

 

Question 4. સોખું વરસ ચાલતું હતું. મહારાજનો સ્વર્ગવાસ થયો. (જ્યારે ત્યારે, જેમ-તેમ)
Answer: જ્યારે સોખું વરસ ચાલતું હતું ત્યારે મહારાજનો સ્વર્ગવાસ થયો. (મહારાજનું અવસાન થયું જ્યારે વર્ષ સોખું હતું)
In simple words: When the year was going well, the king passed away. The pair 'જ્યારે-ત્યારે' (when-then) indicates a specific time relationship between two events.

Exam Tip: 'જ્યારે-ત્યારે' is ideal for showing simultaneity or a temporal connection between two actions or states.

 

Question 5. એણે ભલે ના પાડી. હું તને કામ આપવા તૈયાર છું. (પરંતુ, તેથી)
Answer: એણે ભલે ના પાડી પરંતુ હું તને કામ આપવા તૈયાર છું. (તેણે ના પાડી હોવા છતાં, હું કામ આપવા તૈયાર છું)
In simple words: Even though he refused, I am ready to give you work. The conjunction 'પરંતુ' (but/however) introduces a contrasting idea.

Exam Tip: 'પરંતુ' is used to show a contradiction or an unexpected outcome in relation to the first part of the sentence.

Vishesh Prashnottar

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

 

Question 1. ચોમાસું ક્યાં ગાજે છે?
A. રાનમાં
B. ગામમાં
C. સીમમાં
D. નભમાં
Answer: A. રાનમાં
In simple words: The monsoon is thundering in the forest. The question asks about the location where the monsoon's roar is heard.

Exam Tip: Always refer back to the poem or story to pinpoint exact details like locations mentioned in the text.

 

Question 2. વાયરા શો સંદેશો લાવશે?
A. વરસ બેઠું
B. ચોમાસું બેઠું
C. મકાન બેઠં
D. ઊંટ બેઠું
Answer: B. ચોમાસું બેઠું
In simple words: The winds will bring the message that the monsoon has arrived. They carry the news of the rainy season's start.

Exam Tip: Look for keywords in the question (વાયરા - winds, સંદેશો - message) and the options that directly relate to the main theme of the poem (monsoon arrival).

2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો.

 

Question 1. રાનમાં ક્યાંક શું ગાજે છે?
Answer: રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે. (જંગલમાં વરસાદનો ગડગડાટ સંભળાય છે).
In simple words: Somewhere in the forest, the monsoon is thundering. This refers to the loud sound of the rainy season starting.

Exam Tip: Ensure your answer directly addresses the "what" and "where" of the question, keeping it concise for a one-sentence response.

 

Question 2. ચોમાસું આવતાં જ મેદાનમાં શું રેલાશે?
Answer: ચોમાસું આવતાં જ મેદાનમાં લીલાશ રેલાશે. (વરસાદ પડવાથી મેદાનમાં હરિયાળી છવાઈ જશે).
In simple words: As soon as the monsoon arrives, greenery will spread across the fields. The rain will make the grass and plants grow.

Exam Tip: Focus on the immediate visible effect of the monsoon (greenery) on the landscape when answering this type of question.

 

Question 3. કવિને ટહુકો બની શું કરવું છે?
Answer: કવિને ટહુકો બનીને ઝાડ તળે પાનમાં ગહેકવું છે. (કવિ મોરના ટહુકાની જેમ ઝાડ નીચે ગીત ગાવા માંગે છે).
In simple words: The poet wishes to become a peacock's call and sing happily among the leaves under the tree. He wants to express joy like a bird.

Exam Tip: Understand the poet's desire for unity with nature, transforming into an element of the natural world to experience its joy.

 

Question 4. “છાપરાના છેડા પરનાં નળિયાં, જેમાંથી પાણી નીચે પડે છે’ – એ માટે કવિએ કયો શબ્દ વાપર્યો છે?
Answer: કવિએ “છાપરાના છેડા પરનાં નળિયાં, જેમાંથી પાણી નીચે પડે છે’ – એ માટે ‘નેવાં’ શબ્દ વાપર્યો છે. (છત પરથી પાણી પડવાની જગ્યાને ‘નેવાં’ કહેવાય છે).
In simple words: For "the tiles at the edge of the roof from which water falls down," the poet used the word 'neva'. This refers to the eaves of the roof where rainwater drips.

Exam Tip: Identify specific local or regional terms used in poetry for natural phenomena or architectural features, as these terms are often culturally significant.

3. કાવ્યને આધારે નીચેના “બ વિભાગના શબ્દો “અ” સાથે જોડોઃ

"અ""બ"
(1) ટહુકો(1) લીલાશ
ચોમાસું(2) રાન
વાછટો(3) સંદેશો
વાયરા(4) મકાનમાં
વાડ(5) ઝાડપાન

 

Question. કાવ્યને આધારે નીચેના “બ વિભાગના શબ્દો “અ” સાથે જોડોઃ
Answer:

"અ""બ"
(1) ટહુકો(5) ઝાડપાન
(2) ચોમાસું(2) રાન
(3) વાછટો(4) મકાનમાં
(4) વાયરા(3) સંદેશો
(5) વાડ(1) લીલાશ
In simple words: Match the words from section "B" with the corresponding words from section "A" based on the poem. For example, 'Tahoo' (call) goes with 'Zaadpaan' (trees and leaves).

Exam Tip: For matching questions, carefully read both columns and recall associations from the poem. Think about what each word is typically linked to in the context.

4. કાવ્યને આધારે પંક્તિનો યોગ્ય ક્રમ માં લખો

 

Question. કાવ્યને આધારે પંક્તિનો યોગ્ય ક્રમ માં લખો
• કાલ સુધી રહેતાં'તાં આપણે ને કાલથી તો ...
• ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઊતરશે
• વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી
• આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી ..
• તમને થાય ચાલ ટહુકો થઈ જાઉં અને ઝાડ..
Answer: કાવ્યને આધારે પંક્તિઓનો યોગ્ય ક્રમ નીચે મુજબ છે:
1. ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઊતરશે
2. વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી
3. કાલ સુધી રહેતાં'તાં આપણે ને કાલથી તો ...
4. આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી ..
5. તમને થાય ચાલ ટહુકો થઈ જાઉં અને ઝાડ..
In simple words: Arrange the given lines from the poem in their correct sequence as they appear in the original text. This requires understanding the flow and structure of the poem.

Exam Tip: To correctly sequence poetic lines, focus on the narrative or descriptive progression of the poem. Identifying key events or imagery in each line can help in ordering them.

Ranma Vyakaran

1. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:

 

Question. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:
• ઊતરવું X ચઢવું
• હેઠું X ઊંચે
• કાલ X આજ
• તળે X ઉપર
Answer:
• ઊતરવું \( \implies \) ચઢવું (descend \( \implies \) ascend)
• હેઠું \( \implies \) ઊંચે (down \( \implies \) up)
• કાલ \( \implies \) આજ (yesterday \( \implies \) today)
• તળે \( \implies \) ઉપર (below \( \implies \) above)
In simple words: Write the opposite meaning words for each given term. For example, the opposite of 'descend' is 'ascend'.

Exam Tip: When finding antonyms, think about the most direct opposite. Ensure you understand the primary meaning of the word before finding its opposite.

2. નીચેના દરેક શબ્દસમૂહ માટે એક-એક શબ્દ લખોઃ

 

Question. નીચેના દરેક શબ્દસમૂહ માટે એક-એક શબ્દ લખોઃ
• પવનથી ઊડેલા વરસાદના છાંટા – વાછટ
• છાપરાનાં છેલ્લા ભાગનાં નળિયાં, જેમાંથી પાણી નીચે પડે તે-નેવાં
Answer:
• પવનથી ઊડેલા વરસાદના છાંટા \( \implies \) વાછટ (rain spray carried by wind)
• છાપરાનાં છેલ્લા ભાગનાં નળિયાં, જેમાંથી પાણી નીચે પડે તે \( \implies \) નેવાં (eaves where water drips from the roof)
In simple words: Give one single word for each given phrase. For instance, 'rain spray carried by wind' is simply 'vaachat'.

Exam Tip: This type of question tests your vocabulary and understanding of specific terms. Focus on finding the most concise and accurate single word for each phrase.

3. નીચેનાં વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો

 

Question. નીચેનાં વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો
1. એનો ગભરુ જીવ રડી પડ્યો.
2. તે અલમસ્ત ગાયને ઝૂડવા લાગ્યો.
3. એક છોકરો બોલી ઊઠ્યો.
4. તમે કાલ્પનિક ધોડા દોડાવો છો.
5. હરાયું ઢોર કોને કહેવાય?
Answer:
1. ગભરુ (timid/frightened)
2. અલમસ્ત (robust/sturdy)
3. એક (one)
4. કાલ્પનિક (imaginary)
5. હરાયું (stray)
In simple words: Identify the adjectives (words that describe nouns) in each of the provided sentences. An adjective tells us more about a person, place, or thing.

Exam Tip: To identify an adjective, look for words that answer questions like "What kind?", "Which one?", or "How many?" about a noun in the sentence.

4. ચિત્ર જુઓ, ફકરો વાંચો અને તેમાંથી સંયોજકો જુદા તારવો:

 

Question. ચિત્ર જુઓ, ફકરો વાંચો અને તેમાંથી સંયોજકો જુદા તારવો :
એક હતો ચકલો અને એક હતી ચકલી. જંગલમાં, એક ઝાડ પર તેમણે માળો બાંધ્યો. માળો નાનો છતાં સુંદર હતો. જ્યાં તેમણે માળો બાંધ્યો હતો ત્યાં એક હાથી આવ્યો. હાથી એક યા બીજા કારણસર ગુસ્સામાં હતો. તેણે સૂંઢથી ડાળી પકડીને જેવી હલાવી કે તરત જ બચ્ચાં નીચે પડ્યાં. બચ્ચાં જેવાં પડ્યાં તેવાં જ મરી ગયાં. ચકલી ગુસ્સે થઈ પણ હાથી આગળ કરે શું?
ચકલીના ત્રણ મિત્રો હતા – લક્કડખોદ, તમરું અને દેડકો. તેણે મિત્રોને ભેગા કર્યા, ને બદલો લેવાનું વિચાર્યું. તમરાએ એવું સુંદર ગીત ગાયું કે હાથી મંત્રમુગ્ધ થઈ ગયો. તેણે આંખો બંધ કરી. લક્કડખોદે તક ઝડપી લીધી ને હાથીની આંખો તીણી ચાંચથી ફોડી નાખી. હાથી આંધળો થયો. હાથી જેવો આગળ વધ્યો કે દેડકાએ ડ્રાઉં ડ્રાઉં શરૂ કર્યું. હાથીને લાગ્યું કે નજીકમાં તળાવ હશે. જેવો તે આગળ વધ્યો તેવો ઊંડા ખાડામાં પડ્યો. પડ્યો કે તરત મરી ગયો.
Answer: ફકરામાંથી મળતા સંયોજકો નીચે મુજબ છે:
‘અને’, ‘છતાં’, ‘જ્યાં... ત્યાં’, ‘યા’, ‘કે’, ‘જેવાં... તેવાં’, ‘પણ’, ‘ને’, ‘જ્યારે... ત્યારે’, ‘જેવો... તેવો’.
In simple words: Read the given passage and identify the conjunctions (words that join sentences or clauses). Conjunctions like 'and', 'but', 'where-there', 'as soon as-so' link different parts of the story.

Exam Tip: To find conjunctions, look for words that connect words, phrases, or clauses. Pay attention to both single conjunctions and correlative conjunctions (pairs like 'as soon as...so').

5. નીચેનાં વાક્યોમાંથી સંજ્ઞા શોધીને લખો:

 

Question. નીચેનાં વાક્યોમાંથી સંજ્ઞા શોધીને લખો:
1. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
2. સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં.
Answer:
1. ચોમાસું, રાન
2. લીલાશ, મેદાન
In simple words: Identify the nouns (names of people, places, things, or ideas) in each sentence. For instance, 'monsoon' and 'forest' are nouns in the first sentence.

Exam Tip: Nouns can be common (like 'forest', 'field') or proper (like specific names). In these sentences, they refer to general concepts or places.

 

Question 6. નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવોઃ
આકાશ, ચોમાસું, ઝરણું, ડુંગર, ગામ
Answer: શબ્દકોશની કક્કાવારીમાં ગોઠવતા:
આકાશ, ગામ, ચોમાસું, ઝરણું, ડુંગર
In simple words: Arrange the given Gujarati words in alphabetical order, as they would appear in a dictionary. This involves following the Gujarati alphabet sequence.

Exam Tip: When arranging words alphabetically in Gujarati, remember the specific order of its consonants and vowels, and how conjunct characters are treated.

Ranma Summary In Gujarati

Dhruv Bhatt [Janma: 08-05-1947]

Kavyani Samajuti

જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે, હવે વાડવેલા પરથી સઘળી હરિયાળી (ચોમાસું આવતાં) મેદાનમાં રેલાશે. ક્યાંક જંગલમાં ચોમાસાની ગાજવીજ થાય છે. (ઘેરાયેલાં વાદળોથી) સરતું ઊંચું આકાશ (વરસાદ થતાં) હવે મોટી ધારાઓ રૂપે નીચે ઊતરશે, (વરસાદથી) ભીંજાયેલ પવન (વાયરા) સંદેશો વહેતો કરશે કે ધોધમાર ધારાઓ સાથે ચોમાસું બેઠું છે. કાલ સુધી આપણે જે મકાનમાં રહેતા હતા, ત્યાં હવે વરસાદની વાછટો ફેલાઈ ગઈ હશે. ક્યાંક જંગલમાં (દૂર) ચોમાસાની ગાજવીજ થાય છે. વરસાદ વરસતાં આપણને જે (આનંદ) થાય છે એવું વાદળને, ઝરણાને અને ઘાસને થાય છે. આ વરસાદ પડવાના બનાવ(ઘટના)થી ડુંગરને જે (આનંદ) થાય, તે ઘરનાં નેવેથી દડદડતા વરસાદને કારણે આખા ગામને થાય છે. (વરસાદથી તરબતર થયેલા) તમને પણ થાય કે ચાલ, હું (મોરનો) ટહુકો થઈ જાઉં ને ઝાડ નીચે (એનાં) પાંદડાંમાં ગહેકી ઊઠું. ક્યાંક જંગલમાં (દૂર) ચોમાસાની ગાજવીજ થાય છે.
In simple words: The poem describes the monsoon's arrival in the forest. The thunder roars, and the greenery from the fences spreads into the fields. The high sky, filled with clouds, will pour down heavy rain. The wet winds will carry the message that the monsoon has settled with strong downpours. The rain spray will now reach our homes. The joy we feel from the rain is also felt by the clouds, streams, grass, mountains, and the entire village. The poet wishes to become a peacock's call and sing happily under the tree, experiencing the joy of the monsoon deep in the forest.

Exam Tip: When summarizing, identify the main themes and key events. Focus on presenting a clear, concise overview that captures the essence of the text without losing important details.

સંયોજક

નીચેનાં વાક્યો વાંચો:

(1) તેઓ સમજી ગયા. આ જીવ બધાનો બૉસ' હોવો જોઈએ.

  • તેઓ સમજી ગયા કે આ જીવ બધાનો બૉસ' હોવો જોઈએ.

(2) પાછા ફરીને જોયું. હું ત્રણ દરવાજા પાસે ઊભો હતો.

  • પાછા ફરીને જોયું તો હું ત્રણ દરવાજા પાસે ઊભો હતો.

(3) પહેલે જ વર્ષે હું મેટ્રિક પાસ થયો. મારી કંઈક શાખ જામી.

  • (જ્યારે) પહેલે જ વર્ષે હું મેટ્રિક પાસ થયો ત્યારે મારી કંઈક શાખ જામી.

(4) વલયના ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું. દિવસે તેઓ ક્રિકેટ રમતા.

  • (ત્યાં) વલયના ઘરની પાછળના ભાગે મોટું મેદાન હતું જ્યાં) દિવસે તેઓ ક્રિકેટ રમતા.

(5) રાકેશ ઘેર હશે. રાકેશ શાળામાં હશે.

  • રાકેશ ઘેર અથવા શાળામાં હશે.

ઉપરનાં વાક્યો કે, તો, જ્યારે-ત્યારે, ત્યાં-જ્યાં જેવા શબ્દોથી જોડાતાં બે વાક્યોનું એક વાક્ય બને છે.

બે કે તેથી વધારે પદો, વાક્યખંડો કે વાક્યોને જોડે તે પદને સંયોજક કહે છે.

અઘરા શબ્દોના અર્થ

  • રાન - જંગલ, વન
  • ગાજે છે - ગાજવીજ થાય છે
  • સઘળી - બધી
  • ધારાઓમાં હેઠું - નીચે, (અહીં) ધરતી ઉપર ભીંજાતા
  • વાયરા - વરસાદથી ભીંજાયેલો પવન ધારધાર
  • બેસવું - બરોબર જામવું
  • વાછટ - પવનથી ઊડેલા વરસાદના છાંટા
  • ઘટના - બનાવ
  • નેવું - છાપરાના છેડા પરનાં નળિયાં, જેમાંથી પાણી નીચે પડે છે
  • દડદડવું - (અહીં) પાણી પડવાનો
  • અવાજ તળે - નીચે
  • ગહેકવું - (અહીં મોરનું) ટહુકવું

Free study material for Gujarati

GSEB Solutions Class 7 Gujarati Chapter 05 રાનમાં

Students can now access the GSEB Solutions for Chapter 05 રાનમાં prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 7 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 05 રાનમાં

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 7 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 7 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Gujarati Class 7 Solved Papers

Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 7 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 05 રાનમાં to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં for the 2026-27 session?

The complete and updated GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં is available for free on StudiesToday.com. These solutions for Class 7 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 7 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 7 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 7 Gujarati. You can access GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 7 as a PDF?

Yes, you can download the entire GSEB Class 7 Gujarati Textbook Solutions Chapter 5 રાનમાં in printable PDF format for offline study on any device.