GSEB Class 6 Social Science Solutions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

Official GSEB Solutions for Class 6 Social Science: Chapter 04 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

Review structured textbook solutions for Class 6 Social Science Chapter 04 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા. Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Chapter-wise Solutions for Social Science: Chapter 04 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

Access the complete solution PDF for Class 6 Social Science below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર 4/3 . વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:

 

Question 1. મહાજનપદ કેટલા હતા?
(a) 17
(b) 18
(c) 16
(d) 19
Answer: (c) 16
In simple words: જનપદ એ પ્રાચીન ભારતમાં મોટા રાજ્યો હતા. આ પ્રશ્ન પૂછે છે કે આવા કેટલા મોટા રાજ્યો અસ્તિત્વમાં હતા.

Exam Tip: મહાજનપદની સંખ્યા અને તેમના નામો યાદ રાખવાથી ઇતિહાસના પ્રશ્નોમાં મદદ મળે છે.

 

Question 2. મહાજનપદો કયા કાળમાં હતાં?
(a) આધુનિક
(b) વૈદિક
(c) અનુવૈદિક
(d) મધ્યકાલીન
Answer: (c) અનુવૈદિક
In simple words: મહાજનપદ એ પ્રાચીન ભારતમાં શક્તિશાળી રાજ્યો હતા. આ રાજ્યો વૈદિક કાળ પછીના સમયમાં વિકસ્યા હતા, જેને અનુવૈદિક કાળ કહેવાય છે.

Exam Tip: કાળક્રમ પ્રમાણે ઘટનાઓ અને સામ્રાજ્યોને ગોઠવવાથી ઇતિહાસની સમજ વધુ સ્પષ્ટ થાય છે.

 

Question 3. નીચેનાં રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું?
(a) મગધ
(b) કોસલ
(c) વત્સ
(d) વૈશાલી
Answer: (d) વૈશાલી
In simple words: ગણરાજ્ય એ એક એવો રાજ્ય પ્રકાર હતો જ્યાં શાસન કોઈ એક રાજા દ્વારા નહીં પણ લોકોના સમુદાય દ્વારા થતું હતું. વૈશાલી એક પ્રખ્યાત ગણરાજ્ય હતું.

Exam Tip: ગણરાજ્ય અને રાજાશાહી જેવા વિવિધ શાસન પ્રણાલીના ઉદાહરણો યાદ રાખવા અગત્યના છે.

 

Question 4. જનપદોમાં કેટલા પ્રકારની રાજ્યવ્યવસ્થા સ્થાપિત હતી?
(a) એક
(b) બે
(c) ત્રણ
(d) ચાર
Answer: (b) બે
In simple words: જનપદના સમયે, રાજ્યોમાં બે મુખ્ય પ્રકારની શાસન પદ્ધતિઓ હતી: રાજાશાહી જ્યાં રાજા શાસન કરતો હતો, અને ગણરાજ્ય જ્યાં ઘણા લોકો સાથે મળીને શાસન કરતા હતા.

Exam Tip: વિવિધ શાસન પ્રણાલીઓની મુખ્ય લાક્ષણિકતાઓ અને તેમની સંખ્યા યાદ રાખવી પરીક્ષા માટે ઉપયોગી છે.

 

2. ટૂંકમાં ઉત્તર આપો:

 

Question 1. રાજાશાહી અને લોકશાહી રાજ્યવ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવો.
Answer: રાજાશાહી અને લોકશાહી રાજ્યવ્યવસ્થા વચ્ચેનો તફાવત નીચે મુજબ છે:

રાજાશાહી રાજ્યવ્યવસ્થાલોકશાહી રાજ્યવ્યવસ્થા
1. રાજાશાહી શાસનપ્રણાલીમાં રાજા મુખ્ય શાસક હોય છે.1. લોકશાહી વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુખ્ય શાસક હોય છે.
2. રાજાશાહીમાં રાજા સર્વોચ્ચ અધિકારી હોય છે.2. લોકશાહીમાં ગૃહનો વડો (પ્રમુખ) મુખ્ય હોય છે.
3. તેમાં રાજાને રાજ્ય વહીવટમાં મદદ કરવા માટે પ્રધાનમંડળ હોય છે.3. તેમાં પ્રમુખ (ગૃહ) ને રાજ્ય વહીવટમાં મદદ કરવા માટે મંત્રીમંડળ હોય છે.
4. તેમાં રાજાનું પદ વંશપરંપરાગત હોય છે.4. તેમાં પ્રતિનિધિઓ પ્રજા દ્વારા ચૂંટાય છે.

In simple words: રાજાશાહીમાં એક રાજા શાસન કરે છે અને તેનો વારસો આગળ ચાલે છે. લોકશાહીમાં, લોકો પોતાના નેતાઓને મત આપીને પસંદ કરે છે.

Exam Tip: તફાવત દર્શાવતા પ્રશ્નોમાં, મુદ્દાઓને કોષ્ટક સ્વરૂપે રજૂ કરવાથી વધુ સારા ગુણ મળે છે અને સ્પષ્ટતા વધે છે.

 

Question 2. ગણરાજ્યોની શાસનવ્યવસ્થાની વિશેષતાઓ જણાવો.
Answer: ગણરાજ્યોની શાસનવ્યવસ્થાની મુખ્ય વિશેષતાઓ નીચે પ્રમાણે હતી:
1. ગણરાજ્યોનો વહીવટ એક સભા દ્વારા ચાલતો હતો. શાસનની બધી શક્તિઓ સભાના સભ્યોને મળતી હતી.
2. સભાના સભ્યો તરીકે ફક્ત વૃદ્ધો અને યુવાનોને જ પસંદ કરવામાં આવતા.
3. ગણરાજ્યમાં દરેક સભ્ય રાજા ગણાતો. દરેક સભ્ય ચોક્કસ સમય સુધી સભાનું સભ્યપદ ભોગવતો.
4. સભાનું સ્થળ 'સંથાગાર' (નગરભવન) તરીકે ઓળખાતું.
5. ગણરાજ્યનો રાજ્ય વહીવટ કરવા માટે સભા ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી કરતી.
6. સભ્યોની એક કાર્યવાહક સમિતિ પ્રમુખને મદદ કરતી.
7. સભામાં રાજ્ય વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવતી અને બહુમતી કે સર્વાનુમતિથી નિર્ણય લેવામાં આવતો.
8. ગણરાજ્યોની શાસનવ્યવસ્થા સંપૂર્ણપણે લોકો પર આધારિત હતી.
In simple words: ગણરાજ્યોમાં શાસન સભા દ્વારા થતું હતું, જેમાં વૃદ્ધો અને યુવાનો સભ્યો હતા. દરેક સભ્યને રાજા ગણવામાં આવતો, અને નિર્ણયો બહુમતીથી લેવાતા. લોકોનો તેમાં પૂરો ભાગ હતો.

Exam Tip: મુદ્દાસર જવાબો આપતી વખતે દરેક મુદ્દાને સ્પષ્ટ અને ટૂંકા વાક્યોમાં રજૂ કરવાથી યાદ રાખવું સહેલું બને છે.

 

Question 3. ગણરાજ્યોનું સમાજજીવન વર્ણવો.
Answer: ગણરાજ્યોનું સમાજજીવન નીચે મુજબનું હતું:
1. ગણરાજ્યોના લોકો સામાન્ય રીતે સાદાં ઘરોમાં રહેતા હતા.
2. તેઓ પશુપાલન કરતા હતા.
3. લોકો ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે પાકો ઉગાડતા હતા.
4. તેઓ માટીનાં વાસણોનો વધારે ઉપયોગ કરતા.
5. વાસણો પર તેઓ ચિત્રકામ કરતા હતા, જે 'ચિત્રિત ઘૂસરપાત્રો' તરીકે ઓળખાતાં.
6. રાજાઓ પોતાના રાજ્યની રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈંટોના મજબૂત અને ઊંચા કિલ્લાઓ બનાવતા. તેનાથી લાખો લોકોને આજીવિકા મળતી.
7. ખેડૂતો પોતાની જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે રાજકોષમાં આપતા.
8. કારીગરો એક મહિનામાં એક દિવસ રાજ્યનું કામ કરતા.
9. પશુપાલકો રાજાને પશુઓ કર રૂપે આપતા.
10. વેપારીઓ રાજાને માલસામાનના ખરીદ-વેચાણ પર કર આપતા.
11. આ સમય દરમિયાન ખેડૂતો જમીન ખેડવા માટે હળમાં લોખંડની કોશનો ઉપયોગ કરતા હતા. તેથી ઊંડાણથી ખેડ થતી. પરિણામે પાક સારી રીતે ઊગતો.
12. આ સમયમાં બીજ આધારિત ખેતીમાં પરિવર્તન આવ્યું. ખેડૂતો બીજની વાવણીની સાથે છોડના રોપા દ્વારા પણ ખેતી કરવા લાગ્યા. અગાઉની સરખામણીમાં છોડનો ઉછેર વધુ સંખ્યામાં થવા લાગ્યો.
In simple words: ગણરાજ્યોના લોકો સાદા ઘરોમાં રહેતા, ખેતી અને પશુપાલન કરતા. તેઓ માટીના વાસણો વાપરતા અને તેના પર ચિત્રકામ કરતા. રાજાઓ કિલ્લા બાંધતા અને લોકો ઉપજ, પશુઓ કે કારીગરી દ્વારા કર ભરતા. આ સમયે ખેતીમાં લોખંડના હળ અને રોપાનો ઉપયોગ શરૂ થયો, જેનાથી પાક સારો થવા લાગ્યો.

Exam Tip: સામાજિક જીવનના વર્ણનમાં જુદા જુદા વ્યવસાયો, રહેઠાણ, અને જીવનશૈલીના પાસાઓને આવરી લેવાથી સંપૂર્ણ જવાબ બને છે.

 

3. ‘અ’ વિભાગમાં આપેલાં રાજ્યોનાં નામ સામે ‘બ’ વિભાગમાં આપેલ રાજધાનીઓનાં યોગ્ય નામ જોડી ઉત્તર લખો:

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
(1) मगध(1) કૌશામ્બી
(2) ગાંધાર(2) ઉજ્જયિની
(3) વત્સ(3) રાગૃહ
(4) અવંતિ(4) તક્ષશિલા

Answer:

વિભાગ ‘અ’વિભાગ ‘બ’
(1) मगध(3) રાગૃહ
(2) ગાંધાર(4) તક્ષશિલા
(3) વત્સ(1) કૌશામ્બી
(4) અવંતિ(2) ઉજ્જયિની

In simple words: આ પ્રશ્નમાં, આપણે રાજ્યો અને તેમની રાજધાનીઓના સાચા જોડાણ શોધવાના છે. આપણે દરેક રાજ્યને તેની સંબંધિત રાજધાની સાથે જોડવાનું છે.

Exam Tip: પ્રાચીન રાજ્યો અને તેમની રાજધાનીઓના સાચા જોડાણો યાદ રાખવા ઇતિહાસના પ્રશ્નો માટે ખૂબ મહત્વપૂર્ણ છે.

Free study material for Social Science

Step-by-Step Textbook Answers: Class 6 Social Science Chapter 04 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

Accessing Chapter 04 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા Solutions

Access structured GSEB textbook solutions for Chapter 04 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા. Designed in alignment with the latest academic curriculum for Class 6 Social Science, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Concept-Driven Answers for Class 6 Social Science

Clear, methodical explanations accompany every challenging problem within the Class 6 Social Science text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Maximizing Study Efficiency

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 6 Social Science.

FAQs

Where can I find the latest GSEB Class 6 Social Science Solutions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા for the 2026-27 session?

The complete and updated GSEB Class 6 Social Science Solutions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા is available for free on StudiesToday.com. These solutions for Class 6 Social Science are as per latest GSEB curriculum.

Are the Social Science GSEB solutions for Class 6 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 6 Social Science Solutions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 6 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Social Science Solutions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 6 Social Science Solutions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 6 Social Science. You can access GSEB Class 6 Social Science Solutions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા in both English and Hindi medium.

Is it possible to download the Social Science GSEB solutions for Class 6 as a PDF?

Yes, you can download the entire GSEB Class 6 Social Science Solutions Chapter 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા in printable PDF format for offline study on any device.