GSEB Class 6 Science Solutions Chapter 2 આહારના ઘટકો

Step-by-Step Textbook Solutions for Class 6 Science Chapter 02 આહારના ઘટકો

Review structured textbook solutions for Class 6 Science Chapter 02 આહારના ઘટકો. Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Download Chapter 02 આહારના ઘટકો Textbook Solutions PDF

Navigate directly to the solved Science textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

 

Question 1. આપણા ખોરાકમાં મુખ્ય પોષક ઘટકોનાં નામ લખો.
Answer: આપણા આહારના મુખ્ય પોષક ઘટકો નીચે મુજબ છે:

  1. કાર્બોહાઈડ્રેટ્સ
  2. પ્રોટીન
  3. ચરબી
  4. વિટામિન્સ
  5. ખનિજ ક્ષાર

આ ઉપરાંત, પાચક રેસા (રુક્ષાંશ) અને પાણી પણ ખોરાકમાં સમાવિષ્ટ છે, જે શરીર માટે અત્યંત ઉપયોગી છે.
In simple words: Our food contains main parts like carbs, proteins, fats, vitamins, and minerals. Fiber and water are also important for our body.

Exam Tip: For listing components, ensure you include all major categories like carbohydrates, proteins, fats, vitamins, minerals, and also mention roughage and water for a complete answer.

 

Question 2. આહારના ઘટકો પ્રશ્ન 2. નીચે આપેલાનાં નામ લખોઃ
Answer:

(i) પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઊર્જા પ્રદાન કરે છે.
કાર્બોહાઈડ્રેટ્સ અને ચરબી
In simple words: Carbohydrates and fats give our body the most energy.

Exam Tip: Remember that both carbohydrates and fats are primary energy sources, but fats provide more energy per gram.

(ii) પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે જરૂરી છે.
પ્રોટીન
In simple words: Protein is essential for our body's growth and to fix damaged parts.

Exam Tip: Protein is crucial for building and repairing tissues, so it's often called the "building block" nutrient.

(iii) વિટામિન કે જે આપણી સારી દષ્ટિ માટે જવાબદાર છે.
વિટામિન A
In simple words: Vitamin A helps us to see well, especially in dim light.

Exam Tip: Always associate Vitamin A with eye health and preventing night blindness.

(iv) ખનીજ કે જે હાડકાં માટે આવશ્યક છે.
કેલ્શિયમ અને ફૉસ્ફરસ
In simple words: Calcium and phosphorus are very important minerals for making our bones strong.

Exam Tip: For bone health, remember calcium and phosphorus as the key minerals. Vitamin D also helps in calcium absorption.

 

Question 3. પદાર્થનું નામ લખો કે જેમાં નીચે આપેલ પોષક દ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય છે?
Answer:

(i) ચરબી
ઘી, તેલ (માંસ, ઈંડાં)
In simple words: Ghee, oil, meat, and eggs are good sources of fat.

Exam Tip: When asked for sources, name common food items that are rich in that specific nutrient. For fats, focus on oils, dairy, and certain animal products.

(ii) સ્ટાર્ચ
ચોખા, ઘઉં (મકાઈ, બટાટા)
In simple words: Rice, wheat, corn, and potatoes are all rich in starch.

Exam Tip: Starch is a type of carbohydrate, so think of staple foods like grains and root vegetables.

(iii) પાચક રેસા (રક્ષાંશ)
આખા અનાજ, લીલાં શાકભાજી
In simple words: Whole grains and green vegetables provide a lot of dietary fiber.

Exam Tip: Remember that roughage (dietary fiber) is mainly found in plant-based foods, especially whole grains, fruits, and vegetables.

(iv) પ્રોટીન
કઠોળ, માંસ (માછલી, દૂધ)
In simple words: Pulses, meat, fish, and milk are excellent sources of protein.

Exam Tip: For protein sources, consider both plant-based (pulses, legumes) and animal-based (meat, dairy) options.

 

Question 4. આપેલમાંથી સાચાં વિધાનો માટે ની નિશાની કરોઃ
(1) માત્ર ભાત (ચોખા) ખાવાથી આપણે આપણા શરીરની પોષક આવશ્યક્તાઓ પૂરી કરી શકીએ છીએ.
(2) ત્રુટીજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે. \( \checkmark \)
(3) શરીર માટે સમતોલ આહારમાં વિવિધતાસભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ. \( \checkmark \)
(4) શરીરને બધાં જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ પર્યાપ્ત છે.
Answer:
(2) ત્રુટીજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે.
(3) શરીર માટે સમતોલ આહારમાં વિવિધતાસભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ.
In simple words: A balanced diet with many different foods can stop us from getting diseases caused by lacking nutrients.

Exam Tip: Understand that a balanced diet is crucial for preventing deficiency diseases and must include a variety of food items, not just a single type of food.

 

Question 5. ખાલી જગ્યાની પૂર્તિ કરોઃ
Answer:

(i) ...........વિટામિન Dની ઊણપથી થાય છે.
સુકતાન (Rickets)
In simple words: Rickets happens when someone doesn't get enough Vitamin D.

Exam Tip: Connect Vitamin D deficiency directly with Rickets, a disease that affects bone development in children.

(ii) ...........ની ત્રુટિ(ઊણપ)થી બેરીબેરીનો રોગ થાય છે.
વિટામિન B₁
In simple words: A lack of Vitamin B1 causes the disease called Beriberi.

Exam Tip: Remember that Beriberi is specifically linked to Vitamin B1 (Thiamine) deficiency.

(iii) વિટામિન Cની ત્રુટિ(ઊણપ)થી............ નો રોગ થાય છે.
સ્કર્વી
In simple words: Not having enough Vitamin C in your diet can lead to Scurvy.

Exam Tip: Scurvy is the classic deficiency disease for Vitamin C, known for symptoms like bleeding gums.

(iv) આપણા આહારમાં ના અભાવથી રતાંધળાપણું થાય છે.
વિટામિન A
In simple words: Night blindness occurs when there is not enough Vitamin A in our diet.

Exam Tip: Always associate Vitamin A deficiency with night blindness, which makes it hard to see in low light.

 

GSEB Class 6 Science આહારના ઘટકો Textbook Activities

પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ

પ્રવૃત્તિ 1:

વિવિધ ક્ષેત્રો/રાજ્યોના લોકોના ભોજનમાં લેવામાં આવતા ખાદ્ય પદાર્થો વિશે માહિતી મેળવવી.

પદ્ધતિ: સામાન્ય રીતે, આપણા આહારમાં ઓછામાં ઓછી એક વસ્તુ અનાજમાંથી બનેલી હોય છે. બીજા ખાદ્ય પદાર્થોમાં દાળ અથવા માંસની કોઈ વાનગી કે શાકભાજી હોઈ શકે છે. તેમાં દહીં, છાશ, માખણ અથવા અથાણું પણ સામેલ થઈ શકે છે. વિવિધ ક્ષેત્રોના આહારના કેટલાક ઉદાહરણો કોષ્ટક 2.1 માં આપવામાં આવ્યાં છે. અન્ય રાજ્યોના ખોરાકને ઉમેરો તથા તેની કોષ્ટક 2.1 મુજબ યાદી બનાવો.

કોષ્ટક 2.1: વિવિધ ક્ષેત્રો/રાજ્યોનાં લોકોનાં કેટલાંક સામાન્ય ભોજન

ક્ષેત્ર/રાજ્યઅનાજની વસ્તુદાળ/માંસની વસ્તુશાકભાજીઅન્ય
પંજાબમકાઈનો રોટલોરાજમા, વાલનાં બીજસરસવનું શાક (સરસવની ભાજીનું શાક)દહીં, ઘી
આંધ્ર પ્રદેશભાતતુવેર-દાળ, રસમ (ચારુ)કંદૂર (ટીંડોળા)છાશ, ઘી, અથાણું
ગુજરાતભાતતુવેર-દાળબટાટાનું શાક, અન્ય શાકભાજીછાશ, સલાડ
પશ્ચિમ બંગાળભાતમાછલીચિંગરી મલાઈ કરીરસગુલ્લા, લુચી
તમિલનાડુઢોંસા, ભાતસંભાર, રસમબટાટાનું શાકમેદુવડા, ચટણી
ઉત્તર પ્રદેશપરોઠાદાળકોરમા પસંદાપકોડા, ચાટ
રાજસ્થાનબાજરીના રોટલા, બાટીકઢી, દાળભીંડીની સબ્જીઅથાણાં, ઘેવર, લસણની ચટણી

નિર્ણય: જુદાં જુદાં રાજ્યોના લોકોના ભોજનમાં વિવિધતા જોવા મળે છે.
In simple words: This activity shows us that people in different states of India eat different kinds of food.

Exam Tip: When studying dietary patterns across regions, note the staple grains and common protein/vegetable sources that define each region's cuisine.

 

પ્રવૃત્તિ 2:

ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબીની હાજરી તપાસવી.

ખાદ્ય પદાર્થો: કાચા બટાટા, દૂધ, મગફળી, ચોખાનો લોટ, રાંધેલા ચોખા, સૂકું કોપરું, ચણાનો લોટ, રાંધેલી દાળ, શાકભાજીનો ટુકડો, ફળનો ટુકડો, બાફેલ ઈંડું (સફેદ ભાગ).

(1) સ્ટાર્ચનું પરીક્ષણ:

હેતુ: આપેલ ખાદ્ય પદાર્થોમાં સ્ટાર્ચની હાજરી તપાસવી.

સાધન-સામગ્રી: આપેલ પદાર્થના નમૂના, આયોડિનનું દ્રાવણ, ડ્રૉપર, કાચની પ્લેટ.

પદ્ધતિ:

  1. આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો. તેને કાચની પ્લેટ પર મૂકો.
  2. તેના પર આયોડિનના દ્રાવણનાં બે-ત્રણ ટીપાં નાખો.
  3. દ્રાવણનો રંગ ભૂરો-કાળો થાય છે કે નહિ તે તપાસો.
  4. આ રીતે દરેક ખાદ્ય પદાર્થની કસોટી કરો.

અવલોકન: બટાટા, ચોખાનો લોટ અને રાંધેલા ચોખા પર આયોડિનના દ્રાવણનાં ટીપાં નાખવાથી તે પદાર્થ ભૂરા-કાળા રંગના બને છે.

નિર્ણય: બટાટા, ચોખા અને રાંધેલા ચોખા(ભાત)માં સ્ટાર્ચ છે.
In simple words: We tested foods for starch. When we put iodine on potatoes, rice flour, and cooked rice, they turned blue-black, showing they have starch.

Exam Tip: Remember the iodine test for starch: a blue-black color indicates the presence of starch. This is a standard qualitative test.

(2) પ્રોટીનનું પરીક્ષણ

હેતુ: આપેલ ખાદ્ય પદાર્થોમાં પ્રોટીનની હાજરી તપાસવી.

સાધન-સામગ્રી: આપેલ પદાર્થના નમૂના, કૉપર સલ્ફટ(મોરથૂથું)નું દ્રાવણ, કૉસ્ટિક સોડાનું દ્રાવણ, કસનળી, ડ્રૉપર.

પદ્ધતિ:

  1. આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો.
  2. જો નમૂનો ઘન પદાર્થ હોય, તો તેને દળીને ભૂકો બનાવો.
  3. કસનળીમાં પદાર્થનો થોડો ભૂકો લઈ તેમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવો.
  4. હવે ડ્રૉપરની મદદથી કૉપર સલ્ફટના દ્રાવણનાં બે ટીપાં અને કૉસ્ટિક સોડાના દ્રાવણનાં દસ ટીપાં નાખો.
  5. દ્રાવણને બરાબર હલાવી કસનળીને થોડા સમય માટે રહેવા દો.
  6. દ્રાવણનો રંગ જાંબલી થાય છે કે નહિ તે જુઓ.
  7. આ રીતે દરેક ખાદ્ય પદાર્થની કસોટી કરો.

અવલોકન: દૂધ, મગફળી, ચણાનો લોટ, રાંધેલી દાળ, બાફેલ ઇંડું વગેરેનો રંગ જાંબલી બને છે.

નિર્ણય: દૂધ, મગફળી, કાચી તુવેર-દાળ, રાંધેલ દાળ, બાફેલ ઇંડું વગેરેમાં પ્રોટીન હોય છે.
In simple words: For the protein test, we used copper sulfate and caustic soda. Milk, peanuts, and cooked pulses turned purple, which means they contain protein.

Exam Tip: For the protein test, remember that a purple or violet color when using copper sulfate and caustic soda indicates the presence of protein.

(3) ચરબીનું પરીક્ષણ:

હેતુ: આપેલ ખાદ્ય પદાર્થોમાં ચરબીની હાજરી તપાસવી.

સાધન-સામગ્રી: આપેલ પદાર્થના નમૂના, કાગળ, પથ્થર.

પદ્ધતિ:

  1. આપેલ ખાદ્ય પદાર્થોમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો.
  2. તેને એક કાગળમાં વીંટીને પથ્થરની મદદથી કચરો.
  3. કાગળને ખોલીને સીધો કરો.
  4. કાગળ પર તૈલી પદાર્થના ડાઘ દેખાય છે તે જુઓ.
  5. કાગળને પ્રકાશની સામે લાવી તૈલી ડાઘ હોવાની ખાત્રી કરો.
  6. આ રીતે દરેક ખાદ્ય પદાર્થની કસોટી કરો.

અવલોકન: દૂધ, મગફળી, સૂકું કોપરું, બાફેલ ઈંડાં વગેરેનો કાગળ પર તૈલી ડાઘ જોવા મળે છે.

નિર્ણય: દૂધ, મગફળી, સૂકું કોપરું અને બાફેલ ઈંડાંમાં ચરબી રહેલી છે. ઉપરની ત્રણેય કસોટીઓના અવલોકનોને આધારે નીચેના કોષ્ટકમાં આપેલ પદાર્થો જે ઘટકની હાજરી દર્શાવે છે તેમાં હા લખો:

કોષ્ટક 2.2: ખાદ્ય પદાર્થોમાં હાજર પોષક તત્ત્વો (દ્રવ્યો)

ખાદ્ય પદાર્થસ્ટાર્ચ (હાજર)પ્રોટીન (હાજર)ચરબી (હાજર)
કાચા બટાટાહા--
દૂધ-હાહા
મગફળી-હાહા
ચોખાનો લોટહા--
રાંધેલા ચોખા (ભાત)હા--
સૂકું નાળિયેર--હા
ચણાનો લોટ-હા-
રાંધેલી દાળ-હા-
કોઈ પણ શાકભાજીનો ટુકડો---
કોઈ પણ ફળનો ટુકડો---
બાફેલ ઈંડું (સફેદ ભાગ)-હાહા

In simple words: The fat test involves crushing food on paper to see if it leaves an oily stain. We found that milk, peanuts, dry coconut, and boiled eggs left oily spots, showing they contain fat.

Exam Tip: The grease-spot test is a simple way to detect fats. A translucent oily patch on paper indicates the presence of fat.

 

પ્રવૃત્તિ ૩:

ઘણા ખાધ પદાર્થોમાં પાણી રહેલું છે.

પદાર્થો: ટામેટાં અને લીંબુ

પદ્ધતિ:

  1. એક ટામેટું (કે લીંબુ) લો.
  2. તેને હાથમાં પકડી ચપ્પા વડે કાપો. તમારા હાથ તપાસો.

અવલોકન: ટામેટાં(કે લીંબુ)ને કાપવાથી તેમાંથી પાણી બહાર નીકળે છે. આથી હાથ ભીના થયેલાં માલૂમ પડે છે.

નિર્ણય: ટામેટાં અને લીંબુ જેવા પદાર્થોમાં પાણી રહેલું છે.
In simple words: We cut a tomato or lemon and found our hands got wet. This shows that juicy foods like tomatoes and lemons contain water.

Exam Tip: Recognize that many fruits and vegetables have a high water content, which is visible when they are cut.

Free study material for Science

Science Class 6 Curriculum Solutions: Chapter 02 આહારના ઘટકો

Textbook Solutions for Class 6 Science Chapter 02 આહારના ઘટકો

Explore reliable textbook solutions for Chapter 02 આહારના ઘટકો tailored for Class 6 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Science.

Mastering Theoretical and Practical Questions

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 6 Science module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.

Effective Self-Study and Homework Assistance

Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 6 Science.

FAQs

Where can I find the latest GSEB Class 6 Science Solutions Chapter 2 આહારના ઘટકો for the 2026-27 session?

The complete and updated GSEB Class 6 Science Solutions Chapter 2 આહારના ઘટકો is available for free on StudiesToday.com. These solutions for Class 6 Science are as per latest GSEB curriculum.

Are the Science GSEB solutions for Class 6 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 6 Science Solutions Chapter 2 આહારના ઘટકો as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 6 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Science Solutions Chapter 2 આહારના ઘટકો will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 6 Science Solutions Chapter 2 આહારના ઘટકો in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 6 Science. You can access GSEB Class 6 Science Solutions Chapter 2 આહારના ઘટકો in both English and Hindi medium.

Is it possible to download the Science GSEB solutions for Class 6 as a PDF?

Yes, you can download the entire GSEB Class 6 Science Solutions Chapter 2 આહારના ઘટકો in printable PDF format for offline study on any device.