GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 9 પાદર

Get the most accurate GSEB Solutions for Class 6 Gujarati Chapter 09 પાદર here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 6 Gujarati. Our expert-created answers for Class 6 Gujarati are available for free download in PDF format.

Detailed Chapter 09 પાદર GSEB Solutions for Class 6 Gujarati

For Class 6 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 6 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 09 પાદર solutions will improve your exam performance.

Class 6 Gujarati Chapter 09 પાદર GSEB Solutions PDF

અભ્યાસ

1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના [ ] માં લખો

 

Question 1. ગોંદરે ઢોરને પાણી પીવા બનાવેલા કુંડને શું કહે છે ?
(ક) ખાડો
(ખ) હવાડો
(ગ) કુંડ
(ઘ) જળવાડો
Answer: (ખ) હવાડો
In simple words: A special water pool made for cattle to drink at the village common is called a 'Havado'.

Exam Tip: Remember specific terminology related to village life and infrastructure, as these are often tested.

 

Question 2. ગામનો જીવતો જાગતો ચોપડો લેખક કોને કહે છે ?
(ક) તળાવને
(ખ) ગોંદરાને
(ગ) પુસ્તકાલયને
(ઘ) વડલાને
Answer: (ખ) ગોંદરાને
In simple words: The author refers to the village common (Gondaru) as the 'living and breathing record' of the village.

Exam Tip: Understand metaphorical language used by authors to describe places or objects in a unique way.

 

Question 3. લેખક ના છૂટકે ખેતરમાં શું લઈને જતા હતા ?
(ક) બળદ
(ખ) ભેંસો
(ગ) ભાત
(ઘ) સ્લેટ-પેન
Answer: (ગ) ભાત
In simple words: The author was reluctantly carrying 'Bhaat' (cooked rice or a meal) to the farm.

Exam Tip: Pay attention to small details about the author's personal experiences mentioned in the text.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :

 

Question 1. ગામના ગોંદરે શું શું આવેલું છે ?
Answer: ગામને ગોંદરે વિશાળ બે વડ, પીપર, પીપળા અને લીમડાનાં વૃક્ષો, એક કૂવો, એક હવાડો અને વચ્ચે ઝીણી રેતી આવેલી છે.
In simple words: The village common has two large banyan trees, peepal and neem trees, a well, a water trough for animals, and fine sand in the middle.

Exam Tip: List all specific elements mentioned in the description to ensure a complete answer.

 

Question 2. સાહેબને આવતા જોઈ છોકરાં શું કરતાં?
Answer: સાહેબને આવતા જોઈને છોકરાં યુદ્ધભૂમિના સૈનિકોની જેમ વડની વડવાઈઓ કે ખોદેલા ખાડાઓમાં લપાઈ જતાં.
In simple words: Seeing the teacher approach, the children would hide in the banyan tree's aerial roots or in dug pits, just like soldiers on a battlefield.

Exam Tip: Use vivid comparisons, like "soldiers on a battlefield," to enhance descriptive answers.

 

Question 3. ગોંદરું ‘ગામનું નાક' કેમ કહેવાય છે ?
Answer: કોઈ પણ ગામ કેવું છે એ એના ગોંદરા પરથી જ પરખાય છે. આથી ગોંદરું ગામનું નાક કહેવાય છે.
In simple words: A village's character is judged by its common ground, which is why the common ground is called the 'nose of the village'.

Exam Tip: Explain the symbolic meaning behind the phrase "nose of the village" clearly.

 

Question 4. ગામના પાદરમાં આવેલા પરિવર્તનથી લેખક શી લાગણી અનુભવે છે ?
Answer: લેખક ગામના પાદરમાં થયેલા ફેરફારો જોઈને દુઃખ અનુભવે છે.
In simple words: The writer feels sad after seeing the changes that happened in the village's common ground.

Exam Tip: When asked about a character's feelings, identify the emotion and briefly explain the reason for it.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ-ચાર વાક્યોમાં આપી :

 

Question 1. ઉનાળાના બપોરે ગોંદરું કઈ રીતે ઉપયોગી બને છે ?
Answer: ઉનાળામાં શાળાનો સમય સવારનો હોવાથી બપોરે શાળામાંથી છૂટી છોકરાંને ગોંદરે રમવાની મજા પડતી. વગડેથી ગામનાં ઢોર બપોરે ગોંદરે આવી હવાડામાંથી પાણી પીતાં અને વૃક્ષોના છાંયડા નીચે બેસતાં. ગોવાળિયા ઘેર ખાવા જાય ત્યારે છોકરાંને વૃક્ષોના છાંયડે બેઠેલી ભેંસોની સવારી કરવાની ખૂબ મજા પડતી. ઉનાળાના બપોરે ગોંદરે ગ્રામજનો માટે ઍરકન્ડિશનની ગરજ સારતું. એ રીતે પશુ-પંખી અને માણસોને-સૌને ગોંદરું ઉપયોગી બનતું.
In simple words: During summer afternoons, the common ground was helpful in many ways. Children enjoyed playing there after school. Cattle from the fields would drink water and rest under the shade of trees. Boys liked riding the buffaloes sitting under the trees. It served as an air-conditioner for villagers, thus helping people and animals alike.

Exam Tip: Enumerate the various benefits and activities to comprehensively answer questions about usefulness.

 

Question 2. લેખક વરસાદનો આનંદ કઈ રીતે માણે છે ?
Answer: વરસાદ આવતાંની સાથે ખળખળ વહેતાં પાણીમાં લેખકે રમવાનો, ભૂસકા મારવાનો આનંદ માણતા, તે મિત્રો સાથે વરસાદમાં ખૂબ પલળતા અને પલળવાનો રોમાંચ માણતા, વરસાદના પાણીને જોવાનો પણ તે આનંદ ઉઠાવતા.
In simple words: As rain arrived, the author enjoyed playing and jumping in the swiftly flowing water. He loved getting drenched with his friends and felt thrilled by it, also finding joy in simply watching the rainwater.

Exam Tip: Describe specific actions and emotions to illustrate how the joy was experienced.

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

 

Question 1. લેખકે ગામના પાદરમાં ઊજવાતા કયા-કયા પ્રસંગોની વાત કરી છે ?
Answer: ગામનો મેળો પાદરમાં ભરાતો. સારા-માઠા પ્રસંગે આખું ગામ ગામના પાદરે ભેગું થતું, આસો સુદ પાંચમની રાતથી અર્થી ભવાઈના શ્રીગણેશ થતા, કેટલીક જ્ઞાતિઓની પંચાત પણ પાદરમાં ભરાતી. ગામના પાદરે લગ્નપ્રસંગો પણ ઊજવાતા.
In simple words: The author discusses various events held at the village common, like the village fair. The entire village gathered there for happy or sad occasions. Bhawai plays began on Asho Sud Pancham night, caste councils met, and wedding ceremonies were also celebrated at the village common.

Exam Tip: Categorize the events (fairs, gatherings, plays, meetings, weddings) to present a structured answer.

 

Question 2. લેખકે ગામના પાદરમાં રમાતી કઈ-કઈ રમતોની વાત કરી છે ?
Answer: લેખકે ગામના પાદરમાં હુતુતુતુ, આટાપાય, આંબલીપીપળી, કુસ્તી, ભૂસકા મારવા, વડની વડવાઈએ હીંચવાની રમત વગેરે રમતોની વાત કરી છે.
In simple words: The author mentions various games played on the village common, such as Hutututu, Aatapaay, Ambli-Pipli, wrestling, jumping, and swinging on the banyan tree's aerial roots.

Exam Tip: List all the specific games mentioned to ensure the answer is comprehensive.

 

Question 3. લેખક વરસાદનો આનંદ કઈ રીતે માણે છે ?
Answer: જુઓ ‘અભ્યાસનો પ્રશ્ન 3. (2).
In simple words: Refer to Question 3 (2) in the 'Abhyas' section for this answer.

Exam Tip: When an answer refers to another part of the text, provide the exact reference as given.

 

Question 4. ગામનું પાદર કઈ-કઈ બાબતોનું સાક્ષી છે ?
Answer: ગામના પાદરે ધીંગાણા મંડાણા છે. લાકડીઓ, ધારિયાં અને તલવારો ઊછળી છે, ઢોલ બૂક્યા છે. સરકારી લફરાં થયાં છે. પઢીઓની પેઢીઓ ગોંદરેથી પસાર થઈ ગઈ છે. ગોંદરે ઘણી તડકી-છાંયડી જોઈ છે. ગૌદ ગામની જાહોજલાલી અને ચડતીપડતીનું સાક્ષી છે.
In simple words: The village common has witnessed many disputes and fights, with sticks, sharp weapons, and swords raised, and drums beaten. Government issues have occurred there. Generations have passed through the common ground. It has seen many ups and downs, and is a witness to the village's prosperity and decline.

Exam Tip: Use strong verbs and descriptive phrases to convey the historical significance of the common ground.

 

Question 5. ચોમાસાની ઋતુ-સમયના ગોંદરાનું વર્ણન કરો.
Answer: વર્ષારાણી તો ગામડાંનો પ્રાણ છે, વરસાદ આવતાંની સાથે જ આખા ગામને નવડાવતાં-ધોતાં નેવાનાં પાણી ગોંદરે ભેગાં થાય, ત્યાંથી સીધાં જ તળાવમાં જય, ખળખળ જતા પાણીને જોવાનો લહાવો અનેરો હતો. ગોંદરાના વૃક્ષોને વાડ સાથે અથડાતું, ગામના કચરાને ઢસડી જતું કે વડવાઈઓમાં અટવાઈ જતું પાણી જોવાનો સૌને આનંદ આવતો.
In simple words: The monsoon queen is the life of the villages. As rain starts, all the water from the village rooftops gathers at the common ground, then flows straight into the pond. Watching this gushing water was a unique joy. Everyone enjoyed seeing the water hitting tree fences, carrying village waste, or getting caught in the banyan tree's aerial roots.

Exam Tip: Detail the path of rainwater and the various sights and sounds associated with the monsoon at the common ground.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

 

Question 1. ગામના પાદરમાં કે મહોલ્લામાં કયા પ્રસંગોની ઉજવણી થાય છે ?
Answer: ગામના પાદરમાં નવરાત્રિ-દશેરા જેવા તહેવારોની, ભવાઈ-નાટક જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોની, રામાયણ, ભગવકથા જેવા ધાર્મિક કાર્યક્રમોની, જુદા જુદા મેળાઓ તથા લગ્નપ્રસંગોની ઉજવણી થાય છે.
In simple words: Festivals like Navratri-Dussehra, cultural events such as Bhawai plays, religious programs like Ramayana and Bhagavat Katha, various fairs, and wedding ceremonies are celebrated in the village common or neighborhood.

Exam Tip: Provide a diverse list covering religious, cultural, and social events for a comprehensive answer.

 

Question 2. ગામના પાદરમાં કે મહોલ્લામાં કઈ-કઈ રમતો રમો છો ?
Answer: ગામના પાદરે અમે કબડ્ડી, ખો-ખો, ગિલ્લીદંડા, ક્રિકેટ, પકડદાવ, આમલી-પીપળી, સંતાકૂકડી, સાતોલિયું વગેરે રમતો. રમીએ છીએ.
In simple words: We play various games like Kabaddi, Kho-Kho, Gilli-Danda, Cricket, Pakaddav (tag), Aamli-Pipli, Santakukdi (hide-and-seek), Satoliyu, and others at the village common.

Exam Tip: List as many games as possible to show a broad understanding of the recreational activities.

 

Question 3. ગામના પાદરમાં કે મહોલ્લામાં થતી પ્રવૃત્તિઓની યાદી કરો.
Answer:
• પંચાયત ભરાય છે જેમાં ગ્રામવિકાસના નિર્ણયો લેવાય છે.
• અમારા ગામમાં રહેતી જુદી જુદી જ્ઞાતિઓનાં સ્નેહસંમેલનો અને મેળાવડાઓ થાય.
• વર્ષમાં એક વખત ધોડાદોડ, ઊંટદોડ જેવી વિવિધ હરીફાઈઓ થોય. જાહેર સન્માનના કાર્યક્રમો થાય.
• ગામમાં કોઈ દુ:ખદ પ્રસંગ બન્યો હોય તો તેનું બેસણું થાય.
• વિવિધ પશુમેળાનું આયોજન થાય.
• જુદા જુદા ઉત્સવો પણ ઊજવાય.
In simple words: The village common hosts various activities: panchayat meetings for village development decisions, social gatherings and meetings for different castes, annual competitions like horse and camel races, public felicitation events, condolence meetings for sad occasions, cattle fairs, and various festivals.

Exam Tip: Organize the activities into categories like governance, social, competitive, commemorative, and festive to cover all aspects mentioned.

3. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો :

 

Question 1. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો :
1. હેલે ચઢવું
2. મૂછ મરડવી
3. લહાવો લેવો
Answer:
1. હેલે ચઢવું – આનંદમાં આવી જવું. વાક્ય : ખૂબ ઉકળાટ પછી આજે વરસાદ વરસતાં મારું મન હેલે ચઢ્યું છે.
2. મૂછ મરડવી – અભિમાન કરવું. વાક્ય: પોતાના હાથે ચોર પકડાતાં હવાલદારે મૂછ મરડી.
3. લહાવો લેવો – આનંદનો ઉપભોગ કરવો. વાક્ય : બાળપણમાં અમે જુદી જુદી રમતો રમવાનો લહાવો લેતા હતા.
In simple words: To explain an idiom, first state its meaning clearly, then use it in a sentence to show its correct application.

Exam Tip: Ensure both the meaning and the sentence usage for each idiom are clear and accurate.

4. તમારા ગામના પાદર કે મહોલ્લાનું વર્ણન કરો.

 

Question 1. તમારા ગામના પાદર કે મહોલ્લાનું વર્ણન કરો.
Answer: મારા ગામનું નામ સીતાપુર છે. ગામમાં પ્રવેશતાં જ ગામને પાદર આવે. પાદરમાં ગાઢ વનરાજી છે. તેમાં આંબા, મહુડા, લીમડા, વડ અને આસોપાલવ જેવાં અનેક ઘટાદાર વૃક્ષો છે. પાદરની વચ્ચે વિશાળ વડ છે, વડને ફરતે ઓટલો બનાવેલો છે. એટલા પર પાણીની પરબ છે, વટેમાર્ગુઓ અહીં વિસામો લેવા રોકાય છે. પાદરમાં બધી જ જ્ઞાતિઓનાં સ્નેહસંમેલનો અને જુદા જુદા પ્રસંગો ઊજવાય છે. ભવૈયાઓ ભવાઈનો વેશ અહીં જ ભજવે છે. કોઈ સંતની રામાયણ-ભાગવતકથા પણ અહીં થાય છે, અહી અમે ગિલ્લીદંડો, સાતોલિયું અને આમલી-પીપળી જેવી રમતો રમીએ છીએ. મારા ગામનું આ પાદર ગામના નાક સમાન છે.
In simple words: My village, Sitapur, has a common ground at its entrance with dense greenery, including many thick trees like mango, mahuda, neem, banyan, and ashoka. In the center is a huge banyan tree with a platform around it, where there's a water stand for travelers to rest. All castes hold social gatherings and various events there. Bhawai performers stage their acts here, and Ramayana-Bhagavat Katha by saints also takes place. We play games like Gilli-Danda, Satoliyu, and Aamli-Pipli here. This common ground is like the 'nose' of my village.

Exam Tip: Structure your description by covering natural features, infrastructure, social activities, cultural events, and games, ending with a concluding remark on its importance.

5. ભાવવાચક સંજ્ઞાનો ઉપયોગ થયો હોય તેવાં વાક્યો પાઠમાંથી શોધીને લખો.

 

Question 1. ભાવવાચક સંજ્ઞાનો ઉપયોગ થયો હોય તેવાં વાક્યો પાઠમાંથી શોધીને લખો.
Answer: પાઠમાં આવતાં ભાવવાચક સંજ્ઞાના ઉપયોગવાળાં વાક્યો :
• ‘પાદર' શબ્દ સાંભળતાંની સાથે જ અમને આનંદ થાય છે.
• અમારા માટે ગોંદરું એ ચૉક્લેટ જેવું છે; એને મમળાવવાની મજા આવે છે.
• છોકરાને શોધવામાં જો એની માને તકલીફ પડે તો એનું આવી જ બને.
• અમને એ વખતે સાહેબોની ધાક જબરી હતી !
• સારા-માઠા પ્રસંગે ગોંદરે આખું ગામ ભેગું થાય.
• પછી ભવાઈ જેવાનો ટેસડો પડી જાય.
• રોતાં રોતાં ગાળાગાળી કરીએ.
• જીવો ભૈ મસ્તીમાં, આનંદમાં !
• બપોરે ખેતરમાં ભાત લઈને નાછૂટકે બળબળતા બપોરમાં ગોંદરાની ગરમલાય રેતમાં અડવાણા પગે દાતા જવાનું.
• ઉનાળામાં ખેતરે જવાનું ન હોય તો અમને આનંદ થાય.
• ભેંસની સવારી કરવી એ પણ એક લહાવો છે.
• ગોંદરે રમવા જવાની જબરી તાલાવેલી થાય.
• એમને રેત વહાલી લાગે.
• ક્યારેક તો ઠંડી ચૈતમાં ઘસઘસાટ ઊધી ગયા હોઈએ તો અમારું આવી જ બને !
• એના ઉપર ચાલવાની પણ એક મજ છે.
• વરસાદમાં પલળવાનો પણ એક રોમાંચ હોય છે.
• હું રોમાંચિત બની જાઉં છું.
• ચાંદનીમાં ચળકતી રેતને માણવાનો પણ એક આનંદ હોય છે.
In simple words: These sentences from the lesson illustrate the use of abstract nouns, expressing feelings or states rather than concrete objects. They convey emotions like joy, trouble, fear, eagerness, and thrill associated with the village common.

Exam Tip: When asked to identify sentences with a specific grammatical feature, carefully read each sentence and highlight the relevant words to confirm its presence.

6. પ્રસંગલેખન કરો :

 

Question 1. ‘મને યાદ આવે છે મારા બાળપણનો પ્રસંગ’
Answer: મારા બાળપણમાં તો ઘણાય પ્રસંગો બન્યા છે. તેમાંથી આ યાદગાર પ્રસંગ મને કાયમ માટે યાદ રહી ગયો છે. વેકેશનમાં અમે બધા મિત્રો ગામના પાદરે ક્રિકેટ રમી રહ્યા હતા. નજીકમાં એક તળાવ હતું. કેટલાંક બાળકો એમાં નાહી રહ્યાં હતાં, તે વખતે મોટેથી બૂમ પડી, “બચાવો બચાવો.” અમે રમવાનું પડતું. મૂકીને દોડતા-દોડતા તળાવની પાળ પહોંચી ગયા. ત્યાં જઈને જોયું તો એક બાળક પાણીમાં ડૂબી રહ્યું હતું. મને તરતાં આવડતું હતું. હું તરત જ તળાવમાં કૂદી પડ્યો અને મહામુસીબતે તે બાળકને તળાવના કિનારે ખેંચી લાવ્યો. અમે તે બાળકને ઊંધો સુવડાવી દીધો અને તેના પેટમાંથી પાણી કાઢ્યું. થોડા સમય પછી તે ભાનમાં આવ્યો. મારા મિત્રોએ બાળકના મમ્મી-પપ્પાને જાણ કરી દીધી હતી. તેથી, તેઓ પણ ત્યાં દોડી આવ્યાં હતાં. બાળકના મમ્મી-પપ્પાએ અમારો ખૂબ ખૂબ આભાર માન્યો.
In simple words: Many incidents occurred in my childhood, but one memorable event remains forever. During vacation, my friends and I were playing cricket at the village common. Nearby, some children were bathing in a pond when a loud shout of "Help! Help!" rang out. We quickly dropped our game and ran to the pond's edge. We saw a child drowning. Since I knew how to swim, I immediately jumped in and, with great difficulty, pulled the child to the shore. We made the child lie face down to drain water from their stomach. After a while, the child regained consciousness. My friends had informed the child's parents, who rushed there and thanked us profusely.

Exam Tip: Narrate the incident chronologically, focusing on key actions, reactions, and the emotional impact to make it engaging and vivid.

ભાષાસજતા

સમાનાર્થી શબ્દો આપો :

વિરુદ્ધાર્થી શબ્દો આપો :

નીચેના શબ્દસમૂહો માટે એક શબ્દ આપો :

નીચેના તળપદા શબ્દો માટે માન્ય ભાષાના શબ્દો લખો :

નીચે આપેલી સંજ્ઞાઓમાંથી ભાવવાચક સંજ્ઞાઓ શોધો :

 

Question 1. ડહાપણ, ખટાશ, ઊંઘ, કબીરવડ, ફૂલ, દૂધ, પ્રેમ, સુખ, નદી, પાણી, દુ:ખ, આનંદ, ધરતી, પંખી, કહળસંગ.
Answer: ભાવવાચક સંજ્ઞાઓઃ ડહાપણ, ખટાશ, ઊંઘ, પ્રેમ, સુખ, દુ:ખ, આનંદ,
In simple words: Abstract nouns from the list are wisdom, sourness, sleep, love, happiness, sorrow, and joy.

Exam Tip: Remember that abstract nouns refer to qualities, states, or concepts, not physical objects that can be seen or touched.

પરીક્ષાલક્ષી વિશેષ પ્રશ્નોત્તર

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો:

 

Question 1. કયો શબ્દ સાંભળતાં જ લેખકના પગ નાથવા માંડે છે?
Answer: ‘પાદર' શબ્દ સાંભળતાં જ લેખકના પગ નાચવા માંડે છે.
In simple words: The author's feet start dancing as soon as he hears the word 'Pādar' (village common).

Exam Tip: Focus on the specific word or phrase that elicits the reaction described in the question.

 

Question 2. લેખકના માટે ગોંદરું કોના જેવું છે?
Answer: લેખકના માટે ગોંદ ચૉકલેટ જેવું છે.
In simple words: For the author, the village common is like chocolate.

Exam Tip: Note any similes or metaphors used by the author to describe important places or things.

 

Question 3. ગામના ગોંદરે કયાં કયાં વૃક્ષો આવેલાં છે?
Answer: ગામના ગોંદરે વડ, પીપર, પીપળો, લીમડો વગેરે વૃક્ષો આવેલાં છે.
In simple words: Various trees such as banyan, peepal, and neem are located at the village common.

Exam Tip: List all types of trees mentioned to provide a complete answer.

 

Question 4. ગામના ગોંદરે આવેલા હવાડામાં કેવી રીતે પાણી ભરવામાં આવતું હતું?
Answer: ગામના ગોંદરે આવેલા હવાડામાં કોસથી પાણી ભરાતું હતું.
In simple words: Water was filled into the trough (Havado) at the village common using a 'Kos' (a traditional leather bucket used to draw water from a well).

Exam Tip: Identify the specific tool or method used for the action described in the question.

 

Question 5. 'હવાડો' એટલે શું?
Answer: 'હવાડો' એટલે ઢોરને પાણી પીવાનો કુંડ.
In simple words: 'Havado' means a water tank or pond for cattle to drink water.

Exam Tip: Provide a concise and accurate definition of the term asked.

 

Question 6. ઘર કે શેરીમાં ન જોવા મળતું છોકરું છેવટે ક્યાંથી મળી આવતું?
Answer: ઘર કે શેરીમાં ન જોવા મળતું છોકરું છેવટે ગામના ગોંદરે આવેલા વડની વડવાઈઓમાં કે ઝાડની બખોલમાં લપાયેલું મળી આવતું.
In simple words: A child not found at home or in the street would eventually be found hidden in the aerial roots of the banyan tree or in a tree hollow at the village common.

Exam Tip: Specify the exact hiding spots mentioned in the story to answer accurately.

 

Question 7. ગામના લોકો સવારે કામથી પરવારી ક્યાં જતા ?
Answer: ગામના લોકો સવારે કામથી પરવારી ખેતરે જતા.
In simple words: After finishing their morning work, the villagers would go to the fields.

Exam Tip: State the destination clearly after their morning routine.

 

Question 8. લેખક કોને ગામનું નાક કહે છે ?
Answer: લેખક ગોંદરાને ગામનું નાક કહે છે.
In simple words: The author calls the village common (Gondaru) the 'nose of the village'.

Exam Tip: Identify the specific object or place to which the metaphor is applied.

 

Question 9. ગોંદરા પરથી શાની પરખ થાય છે?
Answer: ગૌદરા પરથી ગામની પરખ થાય છે.
In simple words: The character of a village is identified by its common ground.

Exam Tip: Understand the significance of the common ground in reflecting the village's identity.

 

Question 10. કોને ભવાઈનો દેશ કહેવામાં આવ્યો છે?
Answer: આનર્ત-ઉત્તર ગુજરાતને ‘ભવાઈનો દેશ’ કહેવામાં આવ્યું છે.
In simple words: Anart-North Gujarat has been called the 'land of Bhavai' (a traditional folk theatre form).

Exam Tip: Remember specific regional titles or descriptions mentioned in the text.

 

Question 11. કયા મહિનાઓમાં ભવાઈ બંધ રહેતી ?
Answer: ચોમાસાના ચાર મહિનાઓ માં ભવાઈ બંધ રહેતી.
In simple words: Bhavai performances would stop during the four months of the monsoon season.

Exam Tip: Note the specific time period or season mentioned in relation to cultural activities.

 

Question 12. મગરવાડા ગામ શાનું કેન્દ્ર ગણાય છે ?
Answer: મગરવાડા ગામ ભોજકોનું કેન્દ્ર ગણાય છે.
In simple words: Magarwada village is considered the center for Bhojak performers.

Exam Tip: Relate specific villages to their associated cultural or professional groups mentioned in the text.

 

Question 13. ગોંદરે ભવાઈના શ્રીગણેશ ક્યારે થતા ?
Answer: ગોંદરે ભવાઈના શ્રીગણેશ આસો સુદ પાંચમની રાત્રે થતા.
In simple words: The auspicious beginning of Bhavai performances at the village common happened on the night of Asho Sud Pancham (the fifth day of the bright half of the month of Asho).

Exam Tip: Provide the exact date or time mentioned for the commencement of traditional events.

 

Question 14. ઉનાળાની બપોરે લેખકને નાછૂટકે ક્યાં જવું પડતું?
Answer: ઉનાળાની બપોરે લેખકને નાછૂટકે ભાત લઈને ખેતરે જવું પડતું.
In simple words: On summer afternoons, the author had to reluctantly go to the farm with his meal.

Exam Tip: Identify the destination and the reason for the author's reluctant journey.

 

Question 15. શાની સવારી કરવી એ લેખકને મન એક લહાવો છે?
Answer: ભેંસની સવારી કરવી એ લેખકને મન એક લહાવો છે.
In simple words: For the author, riding a buffalo is considered a great joy.

Exam Tip: State the specific activity that the author finds delightful.

 

Question 16. લેખકનો કુદરતી ક્રમ કયો હતો?
Answer: મારવું અને માર ખાવો એ લેખકનો કુદરતી ક્રમ હતો.
In simple words: The author's natural routine involved both hitting others and getting hit himself.

Exam Tip: Understand the playful and somewhat rough nature of childhood interactions described.

 

Question 17. ઉનાળાની અજવાળી રાત્રે લેખકને શું માણવામાં આનંદ આવે છે?
Answer: ઉનાળાની અજવાળી રાત્રે લેખકને ચાંદનીમાં ચળકતી રતને મા
આવે છે.
In simple words: On bright summer nights, the author enjoys experiencing the shining sand under the moonlight.

Exam Tip: Focus on the specific natural phenomenon and the feeling it evokes in the author.

 

Question 18. પાનખરમાં આખું ગોંદરું શાનાથી ભરાઈ જતું?
Answer: પાનખરમાં આખું ગદ ખરેલાં પાંદડાંથી ભરાઈ જતું.
In simple words: In autumn, the entire village common would be filled with fallen leaves.

Exam Tip: Describe the visual transformation of the common ground during different seasons.

 

Question 19. ગામડાંનો પ્રાણ કોણ ગણાય છે?
Answer: વર્ષારાણી ગામડાંનો પ્રાણ ગણાય છે.
In simple words: The 'Monsoon Queen' (Varsharani) is considered the life force of the villages.

Exam Tip: Identify the personification used and its significance for village life.

 

Question 20. ગોંદરું કઈ બાબતોનું સાક્ષી છે?
Answer: ગોંદરું ગામની જાહોજલાલી અને ચડતી-પડતીનું સાક્ષી છે.
In simple words: The village common is a witness to both the prosperity and decline of the village.

Exam Tip: Highlight the common ground's role in reflecting the overall fortunes of the village.

કૌસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો:

 

Question 1. લેખકના માટે ગોંદરું _______________ જેવું છે.
(a) બગીચા
(b) ચૉકલેટ
(c) આઈસક્રીમ
Answer: (b) ચૉકલેટ
In simple words: The author felt that the village common was like a chocolate.

Exam Tip: For fill-in-the-blanks, always choose the option that best fits the context and meaning of the sentence.

 

Question 2. લેખકના ગામના ગોંદરે _______________ વડ હતા.
(a) બ
(b) ચાર
Answer: (a) બે
In simple words: There were two banyan trees at the common ground of the author's village.

Exam Tip: Pay close attention to numerical details mentioned in the text.

 

Question 3. બે બળદની જોડી _______________ થી હવાડો ભરતી.
(a) પંપ
(b) કોસ
(c) રમે
Answer: (b) કોસ
In simple words: A pair of bullocks would fill the water trough using a 'Kos'.

Exam Tip: Understand the traditional methods and tools described in the story.

 

Question 4. જો કોઈનું છોકરું ઘર, વાસ કે શેરીમાં જોવા ન મળે તો એની શોધ _______________ થતી.
(a) શાળાએ
(b) ખેતરે
(c) ગોંદરે
Answer: (c) ગોંદરે
In simple words: If a child was not found at home, in the neighborhood, or on the street, the search would begin at the village common.

Exam Tip: Recognize the common ground as a central gathering and playing area in the village.

 

Question 5. લેખકની પહેલી નિશાળ _______________ છે.
(a) ગોંદરું
(b) ઘર
(c) કુટુંબ
Answer: (a) ગોંદરું
In simple words: The author's first school was the village common.

Exam Tip: Understand the symbolic significance of the common ground as a place of early learning and experience.

 

Question 6. લેખકને બાળપણમાં _______________ ની ધાક જબરી હતી.
(a) ચોકીદાર
(b) જમાદાર
(c) શિક્ષકો
Answer: (c) શિક્ષકો
In simple words: The author had a great fear of teachers during his childhood.

Exam Tip: Note the specific authority figures that instilled fear or respect in the author.

 

Question 7. ગોંદરું તો _______________ નું નાક કહેવાય.
(a) શાજ
(b) ગામ
(c) ખેતર
Answer: (b) ગામ
In simple words: The village common is called the 'nose' of the village.

Exam Tip: Recall the metaphorical description of the common ground in the context of village identity.

 

Question 8. કોઈનું મરણ થયું હોય તો મરનારનો _______________ વિસામો ગોંદરે થાય.
(a) પ્રથમ
(b) બીજ
(c) ત્રીજો
Answer: (c) ત્રીજો
In simple words: If someone died, the third rest stop for the deceased's procession would be at the village common.

Exam Tip: Note the specific rituals and their locations described in the text.

 

Question 9. આનર્ત-ઉત્તર ગુજરાત એટલે _______________ નો દેશ.
(a) ભવાઈ
(b) સરોવરો
(c) નદીખો
Answer: (a) ભવાઈ
In simple words: Anart-North Gujarat is known as the land of 'Bhavai'.

Exam Tip: Connect specific regions with their cultural significance mentioned in the story.

 

Question 10. _______________ ના ચાર મહિના ભવાઈ બંધ રહેતી.
(a) શિયાળ
(b) ઉનાળા
(c) ચોમાસા
Answer: (c) ચોમાસા
In simple words: Bhavai performances would stop for four months during the monsoon season.

Exam Tip: Remember the season during which specific cultural activities are paused.

 

Question 11. લેખકનું ગામ મગરવાડા _______________ નું કેન્દ્ર ગણાય.
(a) શોપકો
(b) ભોજકો
(c) યોજકો
Answer: (b) ભોજકો
In simple words: The author's village, Magarwada, is considered the center for Bhojak performers.

Exam Tip: Associate the village name with its specific cultural or community role.

 

Question 12. આસો સુદ _______________ ની રાતે ગોંદરે ભવાઈન શ્રીગણેશ થતા.
(a) પાંચમ
(b) છઠ
(c) સાતમ
Answer: (a) પાંચમ
In simple words: The auspicious start of Bhavai performances at the common ground happened on the night of Asho Sud Pancham.

Exam Tip: Recall the precise date of religious or cultural commencements.

 

Question 13. ઉનાળામાં ખેતરે જવાનું ન હોય તો લેખકને _______________ થાય.
(a) શોક
(b) ચિંતા
(c) આનંદ
Answer: (c) આનંદ
In simple words: If the author didn't have to go to the farm in summer, he would feel joy.

Exam Tip: Understand the author's preferences and what brings him happiness or relief.

 

Question 14. લેખકને મન _______________ ની સવારી કરવી એ પણ એક લહાવો છે.
(a) પોઢ
(b) હાથી
(c) ભેસ
Answer: (c) ભેસ
In simple words: For the author, riding a buffalo is also a great delight.

Exam Tip: Identify the specific animal ride that the author finds enjoyable.

 

Question 15. _______________ માં ગોંદરે ખરી પડેલાં પાંદડાંથી ભરાઈ જય.
(a) વરસાદ
(b) પાનખર
(c) ગરમી
Answer: (b) પાનખર
In simple words: In autumn, the common ground would be filled with fallen leaves.

Exam Tip: Connect seasonal changes with the resulting appearance of the common ground.

 

Question 16. વર્ષારાણી તો ગામડાંનો _______________ છે.
(a) પ્રેમ
(b) પ્રાણ
(c) પોરસ
Answer: (b) પ્રાણ
In simple words: The 'Monsoon Queen' is the lifeblood of the villages.

Exam Tip: Grasp the metaphorical significance of monsoon for rural life.

નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો :

 

Question 1. 'પાદર' પાઠના લેખકનું નામ જણાવો.
(A) આઈ. કે. વીજળીવાળા
(B) જોરાવરસિંહ જાદવ
(C) કિશોરસિંહ સોલંકી
(D) ધીરુભાઈ પરીખ
Answer: (C) કિશોરસિંહ સોલંકી
In simple words: The author of the lesson 'Pādar' is Kishorsinh Solanki.

Exam Tip: Always remember the author's name for each chapter or text.

 

Question 2. કયો શબ્દ સાંભળતાં જ લેખકના પગ નાચી ઊઠે છે?
(A) પાદરે
(B) ચોકલેટ
(C) પ્રવાસ
(D) મીઠાઈ
Answer: (A) પાદરે
In simple words: The word 'Pādar' (village common) makes the author's feet dance.

Exam Tip: Identify the specific trigger for the author's emotional response.

 

Question 3. 'પાદર' એટલે કયો શબ્દ જ લેખકને શું યાદ કરાવે છે?
(A) પાદરનો પીપળો
(B) પાદરનો વડલો
(C) પાદરની રેત
(D) પાદરનો કૂવો
Answer: (C) પાદરની રેત
In simple words: The word 'Pādar' makes the author remember the sand of the common ground.

Exam Tip: Understand which element of the common ground holds the most vivid memory for the author.

 

Question 4. આખું ગામ શામાંથી પાણી ભરતું?
(A) નદીમાંથી
(B) તળાવમાંથી
(C) હવાડામાંથી
(D) કૂવામાંથી
Answer: (D) કૂવામાંથી
In simple words: The entire village used to draw water from the well.

Exam Tip: Identify the primary source of water for the village as described in the text.

 

Question 5. પશુઓને પાણી પીવા માટે ગોંદરા પાસે શું આવેલું હતું ?
(a) કૂવો
(b) હવાડો
(c) નદી
(d) તળાવ
Answer: (b) હવાડો
In simple words: Near the village common, there was a water trough built for animals to drink water from.

Exam Tip: Remember specific features of the village common mentioned in the text, such as the water trough, for factual recall questions.

 

Question 6. ગામના ગોંદરે આવેલા હવાડામાં કેવી રીતે પાણી ભરવામાં આવતું?
(a) કોસથી
(b) બેડાં વડે
(c) મોટરથી
(d) પંપ મૂકીને
Answer: (a) કોસથી
In simple words: The water trough on the village common used to be filled with water using a traditional leather bucket system called 'Kos'.

Exam Tip: Understand traditional methods of water management mentioned in the chapter, as they might be asked in direct questions.

 

Question 7. લેખકની પહેલી નિશાળ કઈ હતી ?
(a) S24
(b) પ્રાથમિક શાળા
(c) ગોંદરું
Answer: (c) ગોંદરું
In simple words: The author’s first school was the village common, known as the 'Gondaru'.

Exam Tip: Pay attention to the metaphorical significance of places mentioned in the text, such as the village common being referred to as the "first school".

 

Question 8. કોને આવતા જોઈ છોકરાઓ યુદ્ધભૂમિના સૈનિકોની જેમ છૂપાઈ જતા ?
(a) સરપંચને
(b) સાહેબને
(c) ચોકીદારને
(d) જમાદારને
Answer: (b) સાહેબને
In simple words: When the teacher came, the children would hide like soldiers on a battlefield.

Exam Tip: Identify descriptive comparisons and metaphors used in the text to understand character reactions, like the children hiding from the teacher.

 

Question 9. ગોંદરા ઉપરથી શાની પરખ થાય છે?
(a) પશુઓની
(b) પક્ષીઓની
(c) ગામની
(d) માણસોની
Answer: (c) ગામની
In simple words: The village common is where one can identify or recognize the true nature of the village.

Exam Tip: Understand the symbolic importance of the village common as a reflection of the village's identity and character.

 

Question 10. આનર્ત-ઉત્તર ગુજરાતને શાનો દેશ કહેવામાં આવ્યો છે?
(a) ભવાઈનો દેશ
(b) મેળાઓનો દેશ
(c) સરોવરોનો દેશ
(d) મહેલોનો દેશ
Answer: (a) ભવાઈનો દેશ
In simple words: North Gujarat, known as Anart, is referred to as the land of 'Bhavai', a traditional folk theater.

Exam Tip: Note the cultural references and specific geographical labels used in the text, as these are important factual details.

 

Question 11. કયું ગામ ભોજકોનું કેન્દ્ર ગણાય ?
(a) કુકરવાડા
(b) મગરવાડા
(c) બ્રાહ્મણવાડા
(d) લુણાવાડા
Answer: (b) મગરવાડા
In simple words: Magarwada village is considered the main center for 'Bhojak' performers.

Exam Tip: Remember specific village names and their associated cultural significance mentioned in the chapter.

 

Question 12. ઉનાળામાં ક્યાં જવાનું ના હોય તો લેખકને આનંદ થતો ?
(a) ખેતરમાં
(b) શાળામાં
(c) શહેરમાં
(d) ગોંદરે
Answer: (a) ખેતરમાં
In simple words: The author felt happy when he didn't have to go to the farm during summer.

Exam Tip: Focus on the author's personal feelings and experiences to answer questions about their emotions and preferences.

 

Question 13. લેખક શાની સવારી કરવાનો લહાવો લેતા ?
(a) ધોડાની
(b) ઊંટની
(c) ભેંસની
(d) ગધેડાની
Answer: (c) ભેંસની
In simple words: The author enjoyed riding buffaloes.

Exam Tip: Recall specific activities and unique experiences that the author cherished, such as riding buffaloes, from the narrative.

 

Question 14. ઉનાળાની અજવાળી રાત્રે લેખક શામાં આળોટવાની મજા લેતા?
(a) પથારીમાં
(b) અગાસીમાં
(c) આંગણામાં
(d) પાદરની રેતમાં
Answer: (d) પાદરની રેતમાં
In simple words: On clear summer nights, the author enjoyed rolling around in the sand of the village common.

Exam Tip: Focus on sensory details and specific locations described in the text where the author found joy and comfort.

 

Question 15. લેખકને પાનખરમાં શાના ઉપર ચાલવાની મજા આવતી ?
(a) પુલ ઉપર
(b) પાંદડાં ઉપર
(c) કાચા રસ્તા ઉપર
Answer: (b) પાંદડાં ઉપર
In simple words: During autumn, the author loved walking over fallen leaves.

Exam Tip: Identify seasonal descriptions and how they relate to the author's experiences and preferred activities.

 

Question 16. ગામડાંનો આધાર કઈ ઋતુ છે?
(a) શિયાળો
(b) ઉનાળો
(c) ચોમાસું
(d) વસંત
Answer: (c) ચોમાસું
In simple words: The monsoon season is considered the foundation and lifeblood of villages, as it supports agriculture and water resources.

Exam Tip: Understand the critical role of different seasons, particularly monsoon, in the rural life depicted in the chapter.

Pādar Summary in Gujarati

Pādar Text-Introduction:

પ્રસ્તુત નિબંધમાં લેખક ડૉ. કિશોરસિંહ સોલંકીએ પોતાના વતનના પાદર વિશેનાં સંસ્મરણોને કાવ્યાત્મક શૈલીમાં રજૂ કર્યા છે, પાદરમાં થયેલી વિવિધ પ્રવૃત્તિઓ અને ઘટનાઓને લેખકે અહીં જીવંત કરી છે. પાદર કોઈ એકનું નહિ, સૌ કોઈનું છે તે ભાવના નિબંધમાંથી સ્પષ્ટ થાય છે. ગામનું નાક ગણાતું પાદરે દરેક – ગ્રામજન માટે કેટલું મહત્ત્વનું અને યાદગાર હોય છે એ વાતને નિબંધકારે સુંદર રીતે રજૂ કરી છે. આમ, પાદર' નિબંધ આપણી વિસરાતી જતી ગ્રામચેતનાને ઉજાગર કરે છે.

Idioms - Meaning and Usage:

મેળો જામવો – ઘણા માણસોનું એકઠા થવું
વાક્ય : શિવરાત્રિના દિવસે મહાદેવના મંદિરમાં ભક્તોનો મેળો જામ્યો હતો.

ગામનું નાક હોવું – ગામનું ગૌરવ હોવું, ગામની શોભા હોવી
વાક્ય : રાજ્યકક્ષાએ રમતોત્સવમાં પહેલો આવનાર જિતેન્ટ ગામનું નાક છે

મૂછ મરડવી – અભિમાન કે શૂરાતન બતાવવું
વાક્ય : ચોરને એકલે હાથે પકડનાર હવાલદાર મૂછ મરડતો હતો.

શ્રીગણેશ કરવા – કાર્યનો શુભારંભ કરવો
વાક્ય : ચંદ્રકાન્ત વસંતપંચમીના દિવસે પોતાની નવી દુકાનના શ્રીગણેશ કર્યા.

ટૅસ પડી જવી – મજા આવી જવી
વાક્ય : રજાના દિવસે છોકરાંને રમવાની ટેસ પડી જાય છે.

માથે કરવું – અઘટિત વર્તન દ્વારા લોકોને વ્યાકુળ કરવા
વાક્ય : પોતાનું એક પુસ્તક ન મળતાં બ્રિજેશે આખું ઘર માથે કર્યું.

તાલાવેલી થવી – આતુરતા કે ચટપટી થવી
વાક્ય : પરીક્ષા પૂર્ણ થયા પછી વિદ્યાર્થીઓને પરિણામ જાણવાની તાલાવેલી થાય છે.

વેરાઈ જવું – વિખરાઈ જવું, છૂટું પડી જવું
વાક્ય : શાળા છૂટ્યા પછી વિદ્યાર્થીઓ પોતપોતાના ઘેર જવા વેરાઈ જાય છે.

પોરો ખાવો – આરામ લેવો, થાક ખાવો
વાક્ય : ખેતમજૂરી વૃક્ષને છાંયડે ઘડીક પોરો ખાવા બેઠા.

પેટગુજારો કરવો – ગુજરાન ચલાવવું
વાક્ય : મજૂરો રાત-દિવસ મજૂરી કરીને પોતાનો પેટગુજારો કરે છે.

ધીંગાણાં મંડાવાં – જોશમાં આવી જઈને લડાઈ કરવી
વાક્ય : ક્યારેક નાની-નાની વાતોમાં મોટાં ધીંગાણાં મંડાઈ જાય છે.

તડકી-છાંયડી જોવી – સુખ-દુઃખમાંથી પસાર થવું
વાક્ય : જયેન્દ્રના માતા-પિતાએ જીવનમાં ઘણી તડકી-છાંયડી જોઈ છે.

ઉચાળા ભરવા – ઘરબાર ખાલી કરીને નીકળી જવું કે ભાગી જવું
વાક્ય : બહારવટિયાના ત્રાસથી છેવટે ખેડૂતોએ ગામમાંથી ઉચાળા ભર્યા.

પુંઠ વાળવી – પાછા વળીને જોવું
વાક્ય : સાસરે જતી દીકરી વારંવાર પૂંઠ વાળીને પોતાના માતાપિતા તરફ જોતી હતી.

લહાવો લેવો – આનંદનો ઉપભોગ કરવો
વાક્ય: શાળામાંથી અમે ઘણીવાર પ્રવાસે જવાનો લહાવો લીધો છે.

પગ નાચવા માંડવા – ખૂબ આનંદ થવો
વાક્ય : પ્રવાસનું નામ સાંભળતાં જ વિદ્યાર્થીઓના પગ નાચવા માંડ્યા.

Pādar Vocabulary:

• પાદર – ભાગોળ, ગામની બહારનું મેદાન

• ગોંદરું – ગામનાં ઢોર ઊભાં રહે તે ભાગોળ

• મમળાવવું – ઓગાળવા માટે મોંમાં આમતેમ ફેરવવું

• હવાડો – ઢોરને પાણી પીવાનો

• કોસ – કૂવામાંથી પાણી કાઢવાનો ચામડાનો કોથળો

• વેળુ – રેતી

• ટાબરિયાં – નાનાં બાળકો,

• છોકરાં વાસ – પોળ, મહોલ્લો

• શેરી – સાંકડી ગલી, ફળિયું

• બખોલ – બાર્ક, પોલાણ

• લપાવું – સંતાવું

• લડધો – લક્, અલમસ્ત, (અહીં) રખડતો છોકરો

• ઓશલો કૂટવો – છાતી ફૂટવી; મર, મૂઆ એવી બદદુવા દેવી

• લાફો – તમાચો

• ઓઠું – છુપાવાની કે આશરો લેવાની જગા

• વાસીદું – કચરો, પંજો

• રોટલા ટીપવા – રોટલા બનાવવા (ઘડવા)

• પરવારવું – કામ આટોપી નવરું થવું

• ધાક – ડર, બીક

• ઢોર – પશુ

• પાણિયારી – પાણી ભરનારી

• આળોટવું – સૂતાં સૂતાં લોટવું

• પહેરણ – પહેરવાનું વસ્ત્ર

• એરકન્ડિશન – (વાતાનુકૂલિત યંત્ર) એરકન્ડિશનર

• પાનખર – જેમાં પાન ખરે છે. એ ઋતુ – મહા – ફાગણ

• દેવતા – અગ્નિ

• આધાર – ટેકો, આશ્રય

• રોમાંચ – (લાગણીથી) શરીર ઉપરનો રૂવાડાં ઊભાં થવાં

• વિસામો – વિશ્રાંતિ, થાક ખાવો

• મડદું – શબ

• સ્મશાન – મડદાં બાળવાનું સ્થાન, મસાણ

• ભવાઈ – એક જાતનું નાટક

• ભોજક – જૈન મંદિરનો ગવૈયો

• નરધાં – તબલા

• ભૂગોળ – ભૂંગળ, એક વાજિંત્ર

• મથવું – મહેનત કરવી

• ટેસડો – ટેસ, મજા

• ઊમટવું – ઊમટભેર ધસવું

• આખડવું – ઠોકર ખાવી

• ગાળાગાળી કરવી – સામસામી ગાળો દેવી

• ફાંદો – પ્રપંચ, જાળ

• નાછૂટકે – પરાણે, લાચારીથી

• અડવાણા પગે – ઉધાડા પગે

• લૂ - ઉનાળાના ગરમ પવનો

• મુદ્રાલેખ – અગ્રલેખ, આદર્શ સૂચક વાક્ય

• હાંફવું – હાંફ ચડવી

• બાખડવું – આખેડવું, વઢવું

• લહાવો – આનંદનો ઉપભોગ

• અળવીતરું – તોફાની, અટકચાળું

• વિઝવું – હવામાં જોરથી ઘુમાવવું

• વગડો – જંગલ પ્રદેશ, વન

Free study material for Gujarati

GSEB Solutions Class 6 Gujarati Chapter 09 પાદર

Students can now access the GSEB Solutions for Chapter 09 પાદર prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 6 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 09 પાદર

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 6 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 6 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Gujarati Class 6 Solved Papers

Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 6 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 09 પાદર to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 9 પાદર for the 2026-27 session?

The complete and updated GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 9 પાદર is available for free on StudiesToday.com. These solutions for Class 6 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 6 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 9 પાદર as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 6 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 9 પાદર will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 9 પાદર in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 6 Gujarati. You can access GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 9 પાદર in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 6 as a PDF?

Yes, you can download the entire GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 9 પાદર in printable PDF format for offline study on any device.