Get the most accurate GSEB Solutions for Class 6 Gujarati Chapter 13 સાગરકાંઠાનો પ્રવાસ here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 6 Gujarati. Our expert-created answers for Class 6 Gujarati are available for free download in PDF format.
Detailed Chapter 13 સાગરકાંઠાનો પ્રવાસ GSEB Solutions for Class 6 Gujarati
For Class 6 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 6 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 13 સાગરકાંઠાનો પ્રવાસ solutions will improve your exam performance.
Class 6 Gujarati Chapter 13 સાગરકાંઠાનો પ્રવાસ GSEB Solutions PDF
અભ્યાસ
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલા માં લખો :
પ્રશ્ન 1. વર્ગશિક્ષકે ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ કેમ નીમી હતી ?
(ક) શાળાવ્યવસ્થા માટે
(ખ) વર્ગની શિસ્ત માટે
(ગ) પ્રવાસ સ્થળ નક્કી કરવા
(ઘ) બોર્ડ પર સમાચાર લખવા
Answer: (ગ) પ્રવાસ સ્થળ નક્કી કરવા
In simple words: The class teacher formed a committee with three students to decide on the travel destination for their trip.
Exam Tip: For multiple-choice questions, always carefully read all options before selecting the one that best answers the question.
પ્રશ્ન 2. શિક્ષક સોમનાથભાઈ વિદ્યાર્થીને એના જન્મદિને શું આપતા ?
(ક) શુભેચ્છા
(ખ) મીઠાઈ
(ગ) પુસ્તકો
(ઘ) જીવન અંગે સુચનો
Answer: (ક) શુભેચ્છા
In simple words: Teacher Somnathbhai used to give good wishes to students on their birthday.
Exam Tip: Pay close attention to details about character interactions and traditions mentioned in the lesson.
પ્રશ્ન 3. સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન કોને કહે છે ?
(ક) વેરાવળને
(ખ) ભાવનગરને
(ગ) દીવને
(ઘ) માધવપુરને
Answer: (ઘ) માધવપુરને
In simple words: Madhavpur is known as the Vrindavan of Saurashtra's coastline because of its beauty and spiritual significance.
Exam Tip: Remember specific geographical comparisons or epithets used in the text, as these are often tested.
2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો :
પ્રશ્ન 1. સમિતિમાં કયા ત્રણ વિદ્યાર્થીઓ હતા?
Answer: સમિતિમાં ત્રણ વિદ્યાર્થીઓ રેવતી, વરુણ અને સિંધુ હતા.
In simple words: The committee included three students: Revati, Varun, and Sindhu.
Exam Tip: Clearly state the names of the individuals when asked about a group or committee members.
પ્રશ્ન 2. છેલ્લે કયા સ્થળનો પ્રવાસ યોજાઈ ગયો હતો ?
Answer: છેલ્લે આબુ-અંબાજીનો પ્રવાસ યોજાઈ ગયો હતો.
In simple words: The last trip organized was to Abu-Ambaji.
Exam Tip: Note down specific details like previous trip destinations to answer such questions accurately.
પ્રશ્ન 3. ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે કયું ગીત ગાયેલું છે ?
Answer: ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે આ ગીત ગાયેલું: સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ !
In simple words: Jhaverchand Meghani sang a song for Bapu: "Sagar pinara Anjali nav dholjo Bapu!"
Exam Tip: When quoting a song or poem, ensure the exact words and punctuation are used as in the original.
પ્રશ્ન 4. સમિતિએ કયા સ્થળનો પ્રવાસ યોજવાનું નક્કી કર્યું ?
Answer: સમિતિએ કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તીથલ એમ ત્રણમાંથી એક સ્થળે પ્રવાસ યોજવાનું નક્કી કર્યું.
In simple words: The committee decided to organize a trip to one place out of three options: Mandvi in Kutch, Madhavpur in Saurashtra, and Tithal in South Gujarat.
Exam Tip: List all options considered by the committee before stating their final decision or intention.
પ્રશ્ન 5. વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ આપો.
Answer: વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ ‘અલંગ’ છે.
In simple words: The world-famous center for ship breaking is called 'Alang'.
Exam Tip: Remember the specific names of important places or centers mentioned in the text.
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
પ્રશ્ન 1. પાટિયા પર કઈ પંક્તિઓ લખાયેલી હતી ? આ પંક્તિઓ કેમ લખવામાં આવી હતી ?
Answer: પાટિયા પર આ પંક્તિઓ લખાયેલી હતી: "હો ને બધી ખારાશ પૃથ્વીની, સિંધુના ઉરમાંથી તો ઊઠશે અમી વાદળી." ભૂગોળના શિક્ષક કુદરત વિશેની કવિતાના ચાહક હતા માટે તેમણે આ પંક્તિઓ લખી હતી.
In simple words: The lines written on the board were: "Even if all the bitterness of the earth, from the heart of the ocean, a cloud of nectar will rise." The geography teacher, being a lover of poetry about nature, wrote these lines.
Exam Tip: When answering about quotes, write the quote exactly as it appears and then explain the reason behind it clearly.
પ્રશ્ન 2. માધવપુરનું વર્ણન પાઠના આધારે કરો.
Answer: માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. અહીં સદીઓ સુધી સંતો આવ્યા છે. અહીં સદીઓ જૂનાં આંબલી, રાયણ, નાળિયેરીનાં ઘણાં ઝાડ છે. અહીં રુક્મિણી-શ્રીકૃષ્ણનાં લગ્ન દર વર્ષે ઊજવાય છે. ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે. ભાદર, ઓઝત અને મધવંતી નદીઓ અહીં સમુદ્રને મળે છે. અહીંનો દરિયાકિનારો વિશાળ અને ઉજ્જવળ છે, ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતાં માધવપુરના દરિયા-કિનારાને વધુ પસંદ કરે છે, અહીંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ ખુશ થઈ જવાય છે.
In simple words: Madhavpur is like the Vrindavan of Saurashtra's coast. Many saints have visited here for centuries. There are many old trees like tamarind, rayan, and coconut. Rukmini and Krishna's wedding is celebrated annually. A famous fair is held here, similar to Bhavnath and Tarnetar. The Bhadar, Ozat, and Madhvanti rivers meet the sea here. The coastline is wide and bright, and many travelers prefer Madhavpur's coast over Chorwad. The sunrise and sunset views here are captivating.
Exam Tip: For descriptive questions about places, include details on natural features, historical significance, cultural events, and local attractions from the text.
પ્રશ્ન 3. દ્વારકાનું વર્ણન પાઠના આધારે કરો.
Answer: દ્વારકા હિંદુઓનાં ચાર યાત્રાધામોમાંનું એક છે. તે ભગવાન શ્રીકૃષ્ણે વસાવ્યું હતું. દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર છે. 60 મીટર ઊંચું પાંચ માળનું આ વિશાળ મંદિર 60 સ્તંભો પર ઊભું છે. મંદિરના ગર્ભગૃહમાં દ્વારકાધીશની 1 મીટર ઊંચી મૂર્તિ છે. આદિ શંકરાચાર્યે સ્થાપેલો શારદાપીઠ આશ્રમ નજીકમાં જ આવેલો છે. અહીં બીજાં ઘણાં મંદિરો અને ધર્મશાળાઓ છે.
In simple words: Dwarka is one of the four main pilgrimage sites for Hindus, founded by Lord Krishna. It has a big Dwarkadhish temple, 60 meters high with five floors, standing on 60 pillars. Inside the temple's main chamber, there's a 1-meter-tall idol of Dwarkadhish. The Sharada Peeth ashram, set up by Adi Shankaracharya, is also nearby. There are many other temples and rest houses here.
Exam Tip: When describing a place, include its historical significance, key landmarks, and any special features mentioned in the text.
પ્રશ્ન 4. દાંડી શા માટે પ્રખ્યાત હતી ?
Answer: અંગ્રેજોએ મીઠા પર વેરો નાખ્યો હતો. ગાંધીજીએ દાંડીના સમુદ્ર કિનારે જઈ એક મુઠ્ઠી મીઠું લઈને સત્યાગ્રહ કર્યો હતો અને વેરો નાખવાના કાયદાને પડકાર્યો હતો. માટે દાંડી પ્રખ્યાત છે.
In simple words: The British had placed a tax on salt. Gandhiji went to Dandi beach, picked up a handful of salt, and started a Satyagraha, challenging the tax law. This is why Dandi is famous.
Exam Tip: For questions about historical significance, clearly state the event and its importance in context.
પ્રશ્ન 5. આ પાઠમાં ગુજરાતના દરિયાકાંઠાનાં કયાં-કયાં સ્થળોનો ઉલ્લેખ થયો છે ?
Answer: આ પાઠમાં સોમનાથ, માંડવી, માધવપુર, તીથલ, ચોરવાડ, દ્વારકા-બેટ, પોરબંદર વગેરે જેવાં ગુજરાતના દરિયાકાંઠાનાં સ્થળોનો ઉલ્લેખ થયો છે.
In simple words: This lesson mentions several coastal places in Gujarat like Somnath, Mandvi, Madhavpur, Tithal, Chorwad, Dwarka-Bet, and Porbandar.
Exam Tip: When listing places, try to be comprehensive and include all the names mentioned in the text.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો :
પ્રશ્ન 1. તમારા જિલ્લામાંથી કઈ-કઈ નદીઓ પસાર થાય છે ?
Answer: હું ભરૂચ જિલ્લામાં રહું છું, મારા જિલ્લામાંથી ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા પસાર થાય છે. ઉપરાંત ઓરસંગ, કરજણ, અમરાવતી તથા ભૂખી નદી પણ આ જિલ્લામાંથી પસાર થાય છે.
In simple words: I live in Bharuch district. The Narmada, Gujarat's biggest river, flows through my district. Also, the Orsang, Karjan, Amravati, and Bhukhi rivers flow here.
Exam Tip: When answering about your local area, specify your district and list all relevant rivers accurately.
પ્રશ્ન 2. આ નદીઓના કિનારે કયાં-કયાં જોવાલાયક સ્થળો આવેલાં છે ?
Answer: નર્મદા નદીને કિનારે આવેલાં જોવાલાયક સ્થળો : ચાંદોદ, કરનાળી, નારેશ્વર અને શુકલતીર્થ જેવાં પ્રસિદ્ધ તીર્થસ્થળો, કબીરવડ, નવાગામ પાસે સરદાર સરોવર, ભાડભૂત, અંક્લેશ્વર વગેરે.
In simple words: Notable places along the Narmada River include famous pilgrimage sites like Chandod, Karnali, Nareshwar, and Shuklatirth, as well as Kabirwad, Sardar Sarovar near Navagam, Bhadbhoot, and Ankleshwar.
Exam Tip: Clearly list specific places of interest along the rivers, differentiating between pilgrimage sites and other attractions.
પ્રશ્ન 3. આ સ્થળો પૈકી કોઈ પણ બે સ્થળોની વિશેષતા લખો.
Answer: મારા જિલ્લાનાં બે સ્થળોની વિશેષતા નીચે મુજબ છે :
1. શુકલતીર્થ : આ ભરૂચથી 16 કિલોમીટર દૂર આવેલું છે. શુકલતીર્થનું પ્રાકૃતિક સૌંદર્ય માણવા જેવું છે. અહીં દર કાર્તિકી પૂર્ણિમાએ મેળો ભરાય છે. અહીં શિવજીનું પૌરાણિક મંદિર આવેલું છે.
2. કબીરવડ: શુકલતીર્થ નજીક, નર્મદા નદીના પટની મધ્યમાં કબીરવડ આવેલો છે. એવી માન્યતા છે કે કબીરજીએ ફેંકી દીધેલા વડના દાતણમાંથી આ વિશાળ વડ થયો છે. તે આશરે 600 વર્ષ જૂનો છે.
In simple words: Here are the features of two places in my district:
1. Shuklatirth: This place is 16 kilometers from Bharuch. Shuklatirth offers beautiful natural scenery. A fair is held here every Kartik Purnima. It also has an ancient Shiva temple.
2. Kabirwad: Located near Shuklatirth, Kabirwad is in the middle of the Narmada riverbed. It is believed that this huge banyan tree grew from a twig discarded by Kabirji. It is approximately 600 years old.
Exam Tip: For each place, provide at least two distinct and significant features to ensure a complete answer.
પ્રશ્ન 4. આ સ્થળો તમારી શાળાથી કેટલા અંતરે આવેલાં છે ?
Answer: મારી શાળાનું નામ નિકોરા પ્રા. પંચાયતી શાળા છે. આ સ્થળો મારી શાળાએથી લગભગ 10થી 15 કિમીના અંતરે આવેલાં છે.
In simple words: My school is Nikora Primary Panchayat School. These places are located about 10 to 15 kilometers away from my school.
Exam Tip: Specify your school's name and give an approximate distance for the locations from your school.
પ્રશ્ન 5. ગુજરાતીઓ 'દરિયાખેડુ' શા માટે કહેવાય છે ?
Answer: ગુજરાતીઓ કઈ મોસમમાં ક્યાંથી ક્યાં જવાય, કયા દરિયાકિનારે રેતીના વિશાળ પટ છે, કયા સ્થળના દરિયાકિનારાથી ઊંડાણ શરૂ થઈ જાય વગેરે રીતે દરિયાને ઓળખે છે, દરિયાને પૂજે છે, માટે ગુજરાતીઓ 'દરિયાખેડુ' કહેવાય છે.
In simple words: Gujaratis are called 'Dariyabedu' (seafarers) because they understand the sea well – knowing where to travel in which season, identifying broad sandy beaches, and knowing where the deep waters begin. They also worship the sea.
Exam Tip: Explain the term by describing the historical or cultural connection of Gujaratis with the sea, as mentioned in the text.
3. શિક્ષકની મદદથી નીચેના ફકરાનું શ્રુતલેખન કરો :
પ્રશ્ન 1. "માધવપુર સૌરાષ્ટ્રના ............ મુગ્ધ થઈ જવાય છે.”
Answer: માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. અહીં સદીઓ સુધી મહાન સંતો આવ્યા છે. અહીં સદીઓ જૂનાં ઝાડ છે : આંબલી, રાયણ, નાળિયેરી, બેશુમાર છે, પપૈયાં છે, અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજામાજા છે. અહીં રુકિમણી-શ્રીકૃષ્ણનાં લગ્ન દર વર્ષે ઉજવાય છે, ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે, અહીં ભાદર, ઓઝત અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે. આખા ઘેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. અહીંનો દરિયાકિનારો વિશાળ અને ઉજ્જવળ છે. ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતાં માધવપુરના દરિયાકિનારાને વધુ પસંદ કરે છે. ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ ખુશ થઈ જવાય છે. નોંધ : વિદ્યાર્થીઓએ શિક્ષકની મદદથી આ ફકરાનું શ્રુતલેખન (બોલાયેલું સાંભળીને લખવું) કરવાનું છે.
In simple words: Madhavpur is known as the Vrindavan of Saurashtra's coastline. Many great saints have visited here over centuries. There are countless old trees like tamarind, rayan, and coconut, along with papaya trees. The parrots here are as healthy as papayas. Rukmini and Shri Krishna's wedding is celebrated every year, and a famous fair is held here, similar to Bhavnath and Tarnetar. The Bhadar, Ozat, and Madhvanti rivers meet the sea here, keeping the entire Ghed region green and fertile. The coastline is vast and bright. Many tourists prefer Madhavpur's coast over Chorwad, and the sunrises and sunsets here are captivating. Note: Students should dictate this paragraph with their teacher's help.
Exam Tip: For dictation tasks, focus on correct spelling, punctuation, and capitalization to reproduce the text accurately.
4. નીચેના વાક્યોમાથી નામપદ અન ક્રિયાપદ શોધી અલગ દર્શાવો :
પ્રશ્ન 1. મહારાજ ઝાડ પરના માંચડે બેઠા હતા.
Answer: નામપદ : મહારાજ, ઝાડ, માંચડે. ક્રિયાપદ : બેઠા હતા.
In simple words: Identify the nouns as 'Maharaj', 'tree', 'machan' and the verb as 'was sitting'.
Exam Tip: Nouns are naming words, while verbs describe actions or states of being. Clearly distinguish between them.
પ્રશ્ન 2. પહેલવાન હસી પડ્યો.
Answer: નામપદ : પહેલવાન. ક્રિયાપદ : હસી પડ્યો.
In simple words: The noun is 'wrestler' and the verb is 'laughed'.
Exam Tip: Remember that a verb can be a phrase, not just a single word, especially for compound verbs.
પ્રશ્ન 3. લાકડામાંથી રમકડાં અને કાંસકી પણ બને છે.
Answer: નામપદ : લાકડા, રમકડાં, કાંસકી. ક્રિયાપદ : બને છે.
In simple words: The nouns are 'wood', 'toys', 'comb', and the verb is 'is made'.
Exam Tip: Identify all objects and materials mentioned in the sentence as nouns.
પ્રશ્ન 4. કનુ શરમાઈ ગયો.
Answer: નામપદ : કનુ. ક્રિયાપદ : શરમાઈ ગયો.
In simple words: The noun is 'Kanu' and the verb is 'felt shy'.
Exam Tip: Proper nouns (names of people, places) are also nouns. Recognize the full verb phrase for the action.
પ્રશ્ન 5. મેં વાડીમાં રીંગણી વાવી છે.
Answer: નામપદ : વાડી, રીંગણી. ક્રિયાપદ : વાવી છે.
In simple words: The nouns are 'farm' and 'eggplant', and the verb is 'planted'.
Exam Tip: Distinguish between the subject and object nouns and the action performed by the subject.
5. પાઠમાં આવતા ‘સ’-થી શરૂ થતા પાંચ શબ્દોની યાદી તૈયાર કરી આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
પ્રશ્ન 1. પાઠમાં આવતા ‘સ’-થી શરૂ થતા પાંચ શબ્દોની યાદી તૈયાર કરી આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
Answer: પાઠમાં આવતા ‘સ’થી શરૂ થતા પાંચ શબ્દોઃ સોમનાથ, સમિતિ, સુભાષિત, સિંધુ, સૌરાષ્ટ્ર. શબ્દકોશના ક્રમમાં શબ્દોની ગોઠવણી : સમિતિ, સિંધુ, સુભાષિત, સોમનાથ, સૌરાષ્ટ્ર.
In simple words: List five words from the lesson starting with 'S' and arrange them in alphabetical order. The words are Somnath, Samiti, Subhashit, Sindhu, Saurashtra. When put in order, they are Samiti, Sindhu, Subhashit, Somnath, Saurashtra.
Exam Tip: When arranging words alphabetically in Gujarati, remember to consider the order of vowels and consonants, and then conjugations.
6. તમે તમારાં માતા-પિતા, ભાઈ-બહેન, મામાની સાથે ક્યાંય ગયાં હશો, તેને આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો :
પ્રશ્ન 1. તમે પ્રવાસમાં કોણ-કોણ ગયાં હતાં?
Answer: પ્રવાસમાં હું, મારી નાની બહેન અને મારા પપ્પા-મમ્મી ગયાં હતાં.
In simple words: I went on the trip with my younger sister and my parents.
Exam Tip: Clearly state the family members who accompanied you on the trip.
પ્રશ્ન 2. તમે કઈ ઋતુમાં ગયાં હતાં ?
Answer: અમે શિયાળાની ઋતુમાં પ્રવાસમાં ગયાં હતાં.
In simple words: We went on the trip during the winter season.
Exam Tip: Specify the season of your travel as requested by the question.
પ્રશ્ન 3. પ્રવાસે જવા કેટલા વાગે નીકળ્યાં હતાં ?
Answer: પ્રવાસમાં જવા અમે સવારે 4:00 વાગ્યે નીકળ્યાં હતાં.
In simple words: We left for the trip at 4:00 AM.
Exam Tip: State the departure time clearly, including AM/PM if applicable.
પ્રશ્ન 4. જતાં પહેલાં તમે શી તૈયારી કરી હતી ?
Answer: પ્રવાસમાં જતાં પહેલાં અમે નીચે મુજબની તૈયારી કરી હતી :
1. અમે પ્રવાસમાં લઈ જવા માટેની વસ્તુઓની યાદી બનાવી હતી.
2. અગાઉથી રેલવેમાં ટિકિટનું બુકિંગ કરાવ્યું હતું.
3. રાત્રિરોકાણ માટે હોટલમાં બુકિંગ કરાવ્યું હતું.
4. ત્યાંના હવામાનની તપાસ પણ કરાવી હતી.
In simple words: Before the trip, we made these preparations:
1. We created a list of things to take for the journey.
2. We booked train tickets in advance.
3. We made hotel reservations for overnight stays.
4. We also checked the weather conditions of the destination.
Exam Tip: When describing preparations, list them in a clear, numbered format to cover all aspects mentioned.
પ્રશ્ન 5. સામાનમાં સાથે શું-શું લઈ ગયાં હતાં ?
Answer: પ્રવાસમાં અમે જરૂર મુજબનાં કપડાં, ચપ્પલ, બેટરી, મોબાઈલ, રોડ એટલાસ, પાણીની બોટલ, ગ્લાસ, ATM કાર્ડ્સ, ગરમ કપડાં, નાસ્તો, ટોપી, ચશ્મા, વગેરે લઈ ગયાં હતાં.
In simple words: We took necessary clothes, slippers, a battery, a mobile phone, a road atlas, water bottles, glasses, ATM cards, warm clothes, snacks, hats, and spectacles with us for the trip.
Exam Tip: When listing items, ensure you cover various categories like clothing, personal items, navigation, and food for a comprehensive answer.
પ્રશ્ન 6. વચ્ચે કયાં-કયાં સ્થળો આવ્યાં હતાં?
Answer: અમે અમદાવાદથી કલોલ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર અને પાલનપુર થઈ આબુ રોડ પહોંચ્યાં. ત્યાંથી માઉન્ટ આબુ ગયાં.
In simple words: We passed through Kalol, Mahesana, Unjha, Siddhpur, and Palanpur from Ahmedabad to reach Abu Road. From there, we proceeded to Mount Abu.
Exam Tip: Remember to list the major towns or cities that were crossed during the journey in chronological order to earn full marks.
પ્રશ્ન 7. મુસાફરીમાં કેટલો સમય લાગ્યો હતો ?
Answer: અમને મુસાફરીમાં કુલ છ કલાક લાગ્યા. અમદાવાદથી આબુ રોડ સુધી અમે રેલવેમાં ગયા, આબુ રોડથી અમે રાજસ્થાન પરિવહનની બસમાં બેસીને આબુ પર્વત પહોંચ્યા.
In simple words: The entire journey took us six hours. We traveled by train from Ahmedabad to Abu Road, and then took a Rajasthan Parivahan bus from Abu Road to reach Mount Abu.
Exam Tip: When describing a journey, make sure to mention both the total time taken and the modes of transport used for clarity.
પ્રશ્ન 8. પીવાના પાણી અને જમવાની શી વ્યવસ્થા કરી હતી ?
Answer: પીવાનું પાણી અમે ઘેરથી, બે-ત્રણ જગ જેટલું સાથે – લીધું હતું. જમવામાં અમે એક ટેક ઇટસનો ઉપયોગ કરવાનું વિચાર્યું હતું અને બપોરનું ભોજન સારી હોટલમાં લેવાનું નક્કી કર્યું હતું.
In simple words: We carried two to three jugs of drinking water from home. For meals, we planned to use one 'Take It's' (a type of ready meal) and decided to have lunch at a good hotel.
Exam Tip: Describe specific arrangements made for food and water, including any pre-packed items or planned stops.
પ્રશ્ન 9. વિસામો અને રાત્રિરોકાણ કયાં સ્થળોએ કર્યું હતું ?
Answer: માઉન્ટ આબુ રાજસ્થાનનું પ્રસિદ્ધ હિલસ્ટેશન છે. ‘વિસામો અને રાત્રિરોકાણની સુંદર વ્યવસ્થા છે. અમે હોટલ સનસેટમાં રોકાયા હતાં. તે પંચતારક હોટલ હતી.
In simple words: Mount Abu is a famous hill station in Rajasthan. It offers good arrangements for rest and overnight stays. We stayed at Hotel Sunset, which was a five-star hotel.
Exam Tip: Include the specific location and the type of accommodation chosen for your rest and overnight stay to provide complete details.
પ્રશ્ન 10. તમે ત્યાં શું-શું જોયું ?
Answer: માઉન્ટ આબુમાં અમે બે રાત્રિ અને ત્રણ દિવસ રોકાયાં. અહીં અમે નખીલેક, ટોડરોક, સનસેટ, દેલવાડાનાં દેરાં, અચલગઢ, બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય વગેરે સ્થળો જોયાં, અમે ત્યાં પર્વતારોહણ પણ કર્યું. સનસેટ પોઇન્ટ પર ખૂબ મજા આવી.
In simple words: We stayed two nights and three days in Mount Abu. We visited places like Nakhi Lake, Todrock, Sunset Point, Dilwara Temples, Achalgarh, and the Brahmakumari University. We also did mountain climbing there and thoroughly enjoyed Sunset Point.
Exam Tip: List all the tourist attractions visited and any activities undertaken during the trip to provide a comprehensive answer.
પ્રશ્ન 11. તમને આ પ્રવાસ કેવો લાગ્યો ?
Answer: અમને આ પ્રવાસ ખૂબ સરસ લાગ્યો, પ્રવાસમાંથી ઘણુંબધું જાણવા-શીખવાનું મળ્યું. મેં મારી પ્રવાસની ડાયરીમાં વિગતો નોંધી છે. નાની બહેને ફોટોગ્રાફી કરી. આ પ્રવાસ અમને અભ્યાસમાં ઉપયોગી પુરવાર થશે.
In simple words: We really enjoyed this trip and learned many new things from it. I noted down the details in my travel diary. My younger sister took photographs. This trip will prove useful for our studies.
Exam Tip: Express your feelings about the trip and mention any educational or personal benefits gained from it.
ભાષાસજતા
સમાનાર્થી શબ્દો આપો :
- Answer: પ્રવાસ – મુસાફરી
In simple words: 'Pravas' means 'journey'. - Answer: સિવુ – દરિયો
In simple words: 'Sivu' means 'sea'. - Answer: ઉર – હૃદય
In simple words: 'Ur' means 'heart'. - Answer: અમી – અમૃત
In simple words: 'Ami' means 'nectar'. - Answer: વિનંતી – પ્રાર્થના
In simple words: 'Vinanti' means 'prayer'. - Answer: પર્વત – પહાડ
In simple words: 'Parvat' means 'mountain'. - Answer: યાત્રી – મુસાફર
In simple words: 'Yatri' means 'traveler'. - Answer: દ્વાર – બારણું
In simple words: 'Dwar' means 'door'. - Answer: જળ – પાણી
In simple words: 'Jal' means 'water'. - Answer: કાંઠો – કિનારો, તટ
In simple words: 'Kantho' means 'shore' or 'coast'.
Exam Tip: Learn common synonyms to enrich your vocabulary and improve expression in writing.
વિરુદ્ધાર્થી શબ્દો આપોઃ
- Answer: જાહેર × ખાનગી
In simple words: 'Jaher' means public, its opposite is 'khanagi' meaning private. - Answer: અપમાન × માન, સન્માન
In simple words: 'Apman' means insult, its opposite is 'man, sanman' meaning respect. - Answer: આશીર્વાદ × શાપ
In simple words: 'Ashirvad' means blessing, its opposite is 'shap' meaning curse. - Answer: પસંદ × નાપસંદ
In simple words: 'Pasand' means like, its opposite is 'napasand' meaning dislike. - Answer: સૂર્યોદય × સૂર્યાસ્ત
In simple words: 'Suryoday' means sunrise, its opposite is 'suryast' meaning sunset. - Answer: પ્રાચીન × અર્વાચીન
In simple words: 'Prachin' means ancient, its opposite is 'arvachin' meaning modern. - Answer: શ્રદ્ધા × અંધશ્રદ્ધા
In simple words: 'Shraddha' means faith, its opposite is 'andhshraddha' meaning blind faith. - Answer: ઉપકાર x અપકાર
In simple words: 'Upkar' means favor, its opposite is 'apkar' meaning disfavor. - Answer: પુણ્ય × પાપ
In simple words: 'Punya' means virtue, its opposite is 'pap' meaning sin.
Exam Tip: Understanding antonyms helps in grasping the full range of meaning for a word and its opposite.
નીચેના શબ્દોના જોડાણા સુધારીને ફરીથી લખો:
- Answer: સમીતિ – સમિતિ
In simple words: The correct spelling for 'samiti' is 'સમિતિ'. - Answer: વીનંતી – વિનંતી
In simple words: The correct spelling for 'vinanti' is 'વિનંતી'. - Answer: સૂભાશિત – સુભાષિત
In simple words: The correct spelling for 'subhashit' is 'સુભાષિત'. - Answer: પ્રતિનીધી – પ્રતિનિધિ
In simple words: The correct spelling for 'pratinidhi' is 'પ્રતિનિધિ'. - Answer: આર્શિવાદ – આશીર્વાદ
In simple words: The correct spelling for 'ashirvad' is 'આશીર્વાદ'. - Answer: રદય – હૃદય
In simple words: The correct spelling for 'hraday' is 'હૃદય'. - Answer: બેસૂમાર – બેશુમાર
In simple words: The correct spelling for 'beshumar' is 'બેશુમાર'. - Answer: રિાણીક – પૌરાણીક
In simple words: The correct spelling for 'pouranik' is 'પૌરાણીક'. - Answer: શુધ્ધા – શ્રદ્ધા
In simple words: The correct spelling for 'shraddha' is 'શ્રદ્ધા'. - Answer: દરીયાવદીલ – દરિયાવદિલ
In simple words: The correct spelling for 'dariyavadil' is 'દરિયાવદિલ'.
Exam Tip: Practice common Gujarati spelling rules to avoid mistakes in writing.
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો:
પ્રશ્ન 1. નદી, ભવ્ય, દરિયો, તીથલ, પ્રવાસ, ફળદ્રુપ
Answer: તીથલ, દરિયો, નદી, પ્રવાસ, ફળદ્રુપ, ભવ્ય
In simple words: Arrange the words Tithal, Dariya, Nadi, Pravas, Faldrup, Bhavya in alphabetical order.
Exam Tip: Remember to use the standard Gujarati dictionary order for arrangement, focusing on the first letter and then subsequent letters.
પ્રશ્ન 2. રંગ, બેશુમાર, લોથલ, સુભાષિત, હરિયાળું, વૃંદાવન
Answer: બેશુમાર, રંગ, લોથલ, વૃંદાવન, સુભાષિત, હરિયાળું
In simple words: Arrange the words Beshumar, Rang, Lothal, Vrindavan, Subhashit, Hariyalu in alphabetical order.
Exam Tip: Pay attention to unique Gujarati characters and their position in the alphabet when sorting.
પ્રશ્ન 3. સૂર્યોદય, શ્રદ્ધા, શાપ, શુભેચ્છા, સુભાષિત, શિક્ષક
Answer: શાપ, શિક્ષક, શુભેછા, શ્રદ્ધા, સુભાષિત, સૂર્યોદય
In simple words: Arrange the words Shap, Shikshak, Shubhechha, Shraddha, Subhashit, Suryoday in alphabetical order.
Exam Tip: Be mindful of how words starting with similar sounds are ordered in Gujarati dictionaries.
નીચેનાં વાક્યોના કાળ ઓળખાવોઃ
પ્રશ્ન 1.
1. આપણે દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીશું.
2. એ કાવ્ય ભવનાથના સાગર કિનારે રચાયેલું.
3. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઈંગ્લેન્ડ ગયા હતા.
5. રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો.
Answer:
1. ભવિષ્યકાળ
2. ભૂતકાળ
3. ભૂતકાળ
5. ભૂતકાળ
6. વર્તમાનકાળ
7. ભવિષ્યકાળ
8. ભૂતકાળ
In simple words: Identify the tense of each sentence: 1. Future Tense, 2. Past Tense, 3. Past Tense, 5. Past Tense, 6. Present Tense, 7. Future Tense, 8. Past Tense.
Exam Tip: Look for keywords and verb endings in each sentence to correctly identify its tense (past, present, or future).
નીચેના વાક્યોમાંથી નામપદ અને ક્રિયાપદ અલગ તારવો.
પ્રશ્ન 1. સિંધુને શુભેચ્છા આપી.
Answer: નામપદ : સિંધુ, શુભેચ્છા. ક્રિયાપદ : આપી.
In simple words: 'Sindhu' and 'Shubhechha' are nouns, and 'aapi' (gave) is the verb.
Exam Tip: Remember to identify all nouns in a sentence, including proper nouns and abstract nouns, as well as the action verb.
પ્રશ્ન 2. ગાંધીજી દરિયાવદિલ હતા.
Answer: નામપદ : ગાંધીજી, દરિયાવદિલ. ક્રિયાપદ : હતા.
In simple words: 'Gandhiji' and 'Dariyavadil' are nouns, and 'hata' (were) is the verb.
Exam Tip: Verbs of being (like 'hata' - were) also function as verbs in a sentence, indicating a state rather than an action.
પ્રશ્ન 3. રૈવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચતી હતી.
Answer: નામપદ : રેવતી, વિદ્યાર્થીઓ, મીઠાઈ. ક્રિયાપદ : વહેંચતી હતી.
In simple words: 'Revati', 'Vidyarthi' (students), and 'Mithai' (sweets) are nouns, while 'vancheti hati' (was distributing) is the verb phrase.
Exam Tip: In complex sentences, identify the subject, direct object, and indirect object as nouns, and the complete action as the verb phrase.
વધારાના મહત્વના પ્રશ્નોત્તર
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :
પ્રશ્ન 1. વર્ગશિક્ષક સોમનાથભાઈએ કયા ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ નીમી હતી ?
Answer: વર્ગશિક્ષક સોમનાથભાઈએ રેવતી, વરુણ અને સિંધુ જેવા ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ નીમી હતી.
In simple words: Class teacher Somnathbhai appointed a committee of three students: Revati, Varun, and Sindhu.
Exam Tip: List the names accurately as mentioned in the text for full marks.
પ્રશ્ન 2. સિંધુએ પોતાના જન્મદિવસે બધાને શું ખવડાવ્યું?
Answer: સિંધુએ પોતાના જન્મદિવસે બધાને સુખડી ખવડાવી.
In simple words: Sindhu offered Sukhdi to everyone on her birthday.
Exam Tip: Remember specific details like the type of food shared on special occasions.
પ્રશ્ન 3. પર્વતની ઊંચાઈ જોનારે શેના ઊંડાણ વિશે જાણવું જોઈએ?
Answer: પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે જાણવું જોઈએ.
In simple words: Someone who observes the height of a mountain should also learn about the depth of the sea.
Exam Tip: This question highlights the importance of understanding contrasts and interconnectedness in nature; provide a direct comparison.
પ્રશ્ન 4. ગાંધીજી કઈ પરિષદમાં ભાગ લેવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા ?
Answer: ગાંધીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા.
In simple words: Gandhiji went to England to attend the Round Table Conference.
Exam Tip: Correctly identify the name of the historical conference and its location.
પ્રશ્ન 5. ‘સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ!' – આ ગીત બાપુ માટે કોણે ગાયેલું?
Answer: ‘સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ !' – આ ગીત બાપુ માટે કવિશ્રી ઝવેરચંદ મેઘાણીએ ગાયેલું.
In simple words: The song 'Sagar pinara Anjali nav dholjo Bapu!' was sung by the poet Shri Zaverchand Meghani for Bapu.
Exam Tip: When asked about authors or composers, mention their full name and title (e.g., 'Kavishri' for poet).
પ્રશ્ન 6. સોમનાથના પ્રભાસક્ષેત્રમાંથી શું મળી આવેલું?
Answer: સોમનાથના પ્રભાસક્ષેત્રમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી આવેલી.
In simple words: The oldest human skull was found in the Prabhas region of Somnath.
Exam Tip: Remember specific archaeological findings associated with historical sites.
પ્રશ્ન 7. ‘સાગરકાંઠાનો પ્રવાસ' પાઠમાં કવિ કાંતની કઈ કાવ્યપંક્તિનો ઉલ્લેખ થયો છે?
Answer: ‘સાગરકાંઠાનો પ્રવાસ' પાઠમાં કવિ કાન્તની ‘આજ મહારાજ જલ પર ઉદય જોઈને' – આ કાવ્યપંક્તિનો ઉલ્લેખ થયો છે.
In simple words: In the lesson 'Sagarkanthano Pravas', the poetic line 'Aaj Maharaj Jal Par Uday Joine' by poet Kant is mentioned.
Exam Tip: When quoting poetic lines, ensure accuracy and mention the poet's name.
પ્રશ્ન 8. અલંગ શેના માટે વિશ્વવિખ્યાત છે?
Answer: અલંગ વહાણ તોડવાના કેન્દ્ર તરીકે વિશ્વવિખ્યાત છે.
In simple words: Alang is world-famous as a ship-breaking center.
Exam Tip: State the unique and primary reason for a place's global recognition.
પ્રશ્ન 9. ઝૂલેલાલનાં ગીતો કોણ ગાય છે?
Answer: ઝૂલેલાલનાં ગીતો સિંધીઓ ગાય છે.
In simple words: Sindhis sing songs in praise of Jhulelal.
Exam Tip: Connect cultural traditions, like specific songs, to the communities that practice them.
કૌસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો:
પ્રશ્ન 1.
1. વર્ગશિક્ષક સોમનાથભાઈએ ______ વિદ્યાર્થીઓની સમિતિ નીમી હતી. (ત્રાસ, ચાર)
2. સોમનાથભાઈએ સિંધુને તેના જન્મદિવસ નિમિત્તે ______ આપી. (ચૉકલેટ, શુભેછા, ભેટ)
3. ગોળમેજી પરિષદમાં ભાગ લેતા ______ ઇંગ્લેન્ડ ગયા હતા. (વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી)
4. ______ સરોવર આવેલું છે. (નળ, નારાયણ, ઢેબર)
5. માધવપુર ______ ના સાગરકાંઠાનું વૃંદાવન છે. (સૌરાષ્ટ્ર, વલસાડ, કચ્છ)
6. સુદામા અને ______ નું વતન પોરબંદર છે. (ગાંધીજી, કૃષ્ણ, જવાહરલાલ નહેરુ)
7. સોમનાથનું પ્રભાસક્ષેત્ર મનુષ્યના ______ નિવાસનું કેન્દ્ર છે. (અધતન, પુરાતન, આધુનિક)
8. ‘આજ મહારાજ જલ પર ઉદય જોઈને’ – કવિ કાંતનું આ કાવ્ય ______ ના સાગરકિનારે રચાયેલું. (તીથલ, સોમનાથ, ભવનાથ)
Answer:
1. ત્રણ
2. શુભેચ્છા
3. ગાંધીજી
4. નારાયણ
5. સૌરાષ્ટ્ર
6. કૃષ્ણ
7. પુરાતન
8. ભવનાથ
In simple words: Fill in the blanks with the correct options: 1. three, 2. good wishes, 3. Gandhiji, 4. Narayan, 5. Saurashtra, 6. Krishna, 7. ancient, 8. Bhavnath.
Exam Tip: Read each fill-in-the-blank sentence carefully and select the most appropriate word from the given choices based on the context of the lesson.
નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો :
પ્રશ્ન 1. સોમનાથભાઈ કયા વિષયના શિક્ષક હતા?
A. ગુજરાતી
B. હિન્દી
C. વિજ્ઞાન
D. ભૂગોળ
Answer: (D) ભૂગોળ
In simple words: Somnathbhai was a geography teacher.
Exam Tip: Recall specific details about characters, such as their profession or role, from the story.
પ્રશ્ન 2. શિક્ષક સોમનાથભાઈના વર્ગમાં કોનો જન્મદિવસ હતો?
A. રેવતી
B. વરુણ
C. સિંધુ
D. સોહમ
Answer: (C) સિંધુ
In simple words: It was Sindhu's birthday in teacher Somnathbhai's class.
Exam Tip: Remember key events and the characters associated with them in the narrative.
પ્રશ્ન 3. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ક્યાં ગયા હતા ?
A. ઇંગ્લેન્ડ
B. અમેરિકા
C. ઑસ્ટ્રેલિયા
D. જાપાન
Answer: (A) ઇંગ્લેન્ડ
In simple words: Gandhiji went to England to take part in the Round Table Conference.
Exam Tip: Associate historical figures with the countries they visited for significant events.
પ્રશ્ન 4. ‘સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ !' – આ ગીત ઝવેરચંદ મેઘાણીએ કોના માટે ગાયું હતું?
A. જવાહરલાલ નહેરુ માટે
C. સ્વામી વિવેકાનંદ માટે
D. ગાંધીજી માટે
Answer: (D) ગાંધીજી માટે
In simple words: Zaverchand Meghani sang the song 'Sagar pinara Anjali nav dholjo Bapu!' for Gandhiji.
Exam Tip: Identify the correct recipient or subject of a famous quote or song mentioned in the text.
પ્રશ્ન 5. નારાયણ સરોવર ક્યાં આવેલું છે?
A. કચ્છ
B. અમદાવાદ
C. ભાવનગર
D. વડોદરા
Answer: (A) કચ્છ
In simple words: Narayan Sarovar is located in Kutch.
Exam Tip: Remember the geographical locations of important landmarks mentioned in the lesson.
પ્રશ્ન 6. માધવપુરમાં કોનાં લગ્ન દર વર્ષે ઉજવાય છે?
A. રામ – સીતાનાં
B. રુક્મિણી – શ્રીકૃષ્ણનાં
C. શિવ – પાર્વતીનાં
D. અર્જુન – સુભદ્રાનાં
Answer: (B) રુક્મિણી – શ્રીકૃષ્ણનાં
In simple words: Rukmini and Shri Krishna's wedding is celebrated every year in Madhavpur.
Exam Tip: Recall specific cultural or religious events and the deities associated with them in the described locations.
પ્રશ્ન 7. સોમનાથના કયા વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી આવી છે? અથવા સોમનાથનું કયું ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે ?
A. પ્રભાસ
B. પાટણ
C. સિદ્ધપુર
D. ઉજ્જૈન
Answer: (A) પ્રભાસ
In simple words: The Prabhas region of Somnath is where the oldest human skull was found, making it a center of ancient human habitation.
Exam Tip: Identify key regions or areas known for specific historical or archaeological discoveries within a larger place.
પ્રશ્ન 8. 'આજ મહારાજ જલ પર ઉદય જોઈને' – કાવ્યની રચના કરનાર કવિનું નામ જણાવો.
A. રાજેન્દ્ર શાહ
B. ઉમાશંકર જોશી,
C. કલાપી
D. કાન્ત
Answer: (D) કાન્ત
In simple words: The poet who composed 'Aaj Maharaj Jal Par Uday Joine' is Kant.
Exam Tip: Accurately associate poets with their famous works to score well on literary questions.
પ્રશ્ન 9. સિન્ધીઓ કોનાં ગીત ગાય છે ?
A. ફૂલેલાલનાં
B. પ્યારેલાલનાં
C. મદનલાલનાં
D. મોહનલાલનાં
Answer: (A) ફૂલેલાલનાં
In simple words: Sindhis sing songs in praise of Jhulelal.
Exam Tip: Connect cultural traditions, like specific songs, to the communities that practice them.
પ્રશ્ન 10. ઝૂલેલાલ કોનો અવતાર ગણાય છે?
A. અગ્નિદેવનો
B. વરુણદેવનો
C. નાગદેવનો
D. મહાદેવનો
Answer: (B) વરુણદેવનો
In simple words: Jhulelal is considered an incarnation of Varundev, the deity of water.
Exam Tip: Understand the mythological connections and incarnations associated with different deities or revered figures.
Question 5. નારાયણ સરોવર ક્યાં આવેલું છે?
A. કચ્છ
B. અમદાવાદ
C. ભાવનગર
D. વડોદરા
Answer: (A) કચ્છ
In simple words: નારાયણ સરોવર, એક જાણીતું પવિત્ર સ્થળ, કચ્છમાં આવેલું છે, જે ગુજરાતનો મોટો જિલ્લો છે.
Exam Tip: For location-based questions, remember key geographical places associated with famous landmarks.
Question 6. માધવપુરમાં કોનાં લગ્ન દર વર્ષે ઉજવાય છે?
A. રામ – સીતાનાં
B. રુક્મિણી – શ્રીકૃષ્ણનાં
C. શિવ – પાર્વતીનાં
D. અર્જુન – સુભદ્રાનાં
Answer: (B) રુક્મિણી – શ્રીકૃષ્ણનાં
In simple words: માધવપુર એક એવી જગ્યા છે જ્યાં રુક્મિણી અને ભગવાન શ્રીકૃષ્ણનાં લગ્ન દર વર્ષે ધામધૂમથી ઉજવાય છે.
Exam Tip: Associate specific cultural events with their respective locations mentioned in the chapter.
Question 7. સોમનાથના કયા વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી આવી છે?અથવા સોમનાથનું કયું ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે ?
A. પ્રભાસ
B. પાટણ
C. સિદ્ધપુર
D. ઉજ્જૈન
Answer: (A) પ્રભાસ
In simple words: સોમનાથ પાસેનું પ્રભાસ ક્ષેત્ર એ જગ્યા છે જ્યાં માણસોની સૌથી જૂની ખોપરી મળી આવી હતી, જે તેનું પ્રાચીન મહત્વ દર્શાવે છે.
Exam Tip: When a question has an "OR" condition, ensure your answer addresses both parts if applicable, and for MCQs, select the option that covers both.
Question 8. ‘આજ મહારાજ જલ પર ઉદય જોઈને’ – કાવ્યની રચના કરનાર કવિનું નામ જણાવો.
A. રાજેન્દ્ર શાહ
B. ઉમાશંકર જોશી,
C. કલાપી
D. કાન્ત
Answer: (D) કાન્ત
In simple words: 'આજ મહારાજ જલ પર ઉદય જોઈને' કાવ્ય જાણીતા કવિ કાન્ત દ્વારા લખાયેલું છે.
Exam Tip: Always remember the authors or poets associated with literary works mentioned in your syllabus.
Question 9. સિન્ધીઓ કોનાં ગીત ગાય છે ?
A. ઝૂલેલાલનાં
B. પ્યારેલાલનાં
C. મદનલાલનાં
D. મોહનલાલનાં
Answer: (A) ઝૂલેલાલનાં
In simple words: સિન્ધી લોકો ભગવાન ઝૂલેલાલનાં ભક્તિમય ગીતો ગાય છે.
Exam Tip: Connect cultural practices, like singing specific songs, with the communities that follow them.
Question 10. ઝૂલેલાલ કોનો અવતાર ગણાય છે?
A. અગ્નિદેવનો
B. વરુણદેવનો
C. નાગદેવનો
D. મહાદેવનો
Answer: (B) વરુણદેવનો
In simple words: ઝૂલેલાલને જળ અને સમુદ્રના દેવ, વરુણદેવનો અવતાર માનવામાં આવે છે.
Exam Tip: Understand the mythological associations of various deities and their significance.
પ્રવૃત્તિઓ
Question 1. ગુજરાતના દરિયાકાંઠે આવેલાં જોવાલાયક સ્થળોની વિશેષતા અને મહત્ત્વ વિશે ચર્ચા કરો તથા દરેક સ્થળ વિશે એક-બે વાક્યો લખો.
Answer:
- ભાવનગર : ગોપનાથનું ભવ્ય શિવમંદિર દરિયાકિનારે છે. શ્રાવણ મહિનામાં અહીં મેળો ભરાય છે.
- જામનગર : આ સૌરાષ્ટ્રનું પેરિસ ગણાય છે. પિરોટન ટાપુને કારણે તે વિશ્વભરમાં જાણીતું છે.
- સોમનાથ : આ બાર જ્યોતિર્લિંગોમાંથી પહેલું જ્યોતિર્લિંગ છે. હિરણનદી અને દરિયાનો સંગમ પવિત્ર માનવામાં આવે છે.
- કોટેશ્વર : નારાયણ સરોવરથી 2 કિમી દૂર દરિયાકિનારે કોટેશ્વરનું સુંદર શિવમંદિર છે.
- માંડવી : આ એક મહત્વનું બંદર છે. વિજયવિલાસ પેલેસ અને પવનચક્કીને લીધે તે ખૂબ પ્રખ્યાત છે.
- મુન્દ્રા : આ પણ એક બંદર છે. અહીં ખજૂરના બગીચા જોવા મળે છે.
- કંડલા : ગુજરાતનું એકમાત્ર મોટું બંદર છે.
- ઉભરાટ : નવસારી જિલ્લામાં આવેલો ઉભરાટ બીચ તેની સુંદરતા માટે પ્રખ્યાત છે.
- તીથલ : વલસાડ જિલ્લામાં આવેલું તીથલ તેના દરિયાકિનારા માટે જાણીતું છે. આ હવાખાવા માટેની સરસ જગ્યા છે.
In simple words: ગુજરાતના દરિયાકિનારે ઘણા સુંદર સ્થળો છે, જેમ કે ભાવનગરમાં શિવમંદિર, જામનગરમાં પિરોટન ટાપુ, સોમનાથમાં જ્યોતિર્લિંગ, કોટેશ્વરમાં શિવમંદિર, માંડવીમાં પેલેસ, મુન્દ્રામાં બગીચા, કંડલાનું મોટું બંદર, ઉભરાટનો બીચ અને તીથલનો દરિયાકિનારો. દરેક સ્થળની પોતાની આગવી ખાસિયત અને મહત્વ છે, જે તેમને જોવાલાયક બનાવે છે.
Exam Tip: When describing multiple locations, list them clearly with one or two key facts for each, highlighting their unique features or historical significance.
Question 2. ઉપર્યુક્ત વાક્યો પરથી ફકરો બનાવી યોગ્ય શીર્ષક આપો. આ ફકરાનું વર્ગમાં અને પ્રાર્થનાસભામાં વાચન કરો.
Answer:
માાં મનગમતાં પ્રવાસસ્થળો
ગુજરાત ઘણા માર્ગેથી એક ખાસ રાજ્ય છે; ભારતના બીજા રાજ્યોની તુલનામાં ગુજરાતને સૌથી લાંબો દરિયાકિનારો મળ્યો છે. આથી ભાવનગર, જામનગર, દ્વારકા, સોમનાથ, કોટેશ્વર, માંડવી, કંડલા, ઉભરાટ અને તીથલ જેવા સુંદર દરિયાકિનારાના સ્થળો ગુજરાતમાં છે. ભાવનગર તેના ગોપનાથના ભવ્ય શિવમંદિરથી ઓળખાય છે, અને જામનગર પિરોટન ટાપુને લીધે જગતભરમાં પ્રખ્યાત છે. હિન્દુઓના ચાર પવિત્ર ધર્મસ્થાનોમાં દ્વારકાનો પણ સમાવેશ થાય છે. બાર જ્યોતિર્લિંગોમાંનું પહેલું જ્યોતિર્લિંગ સોમનાથ છે. નારાયણ સરોવરથી 2 કિલોમીટર દૂર દરિયાકિનારે કોટેશ્વરનું એક વિશાળ શિવમંદિર આવેલું છે. માંડવી એક મહત્વનું બંદર છે, જે વિજયવિલાસ પેલેસ અને પવનચક્કીઓને કારણે જાણીતું છે. મુન્દ્રા પણ એક બંદર છે, અને મુન્દ્રામાં ખજૂરના બગીચાઓ છે. કંડલા ગુજરાતનું એકમાત્ર મોટું બંદર છે, અને નવસારી જિલ્લામાં આવેલો ઉભરાટ બીચ તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. તીથલ પણ હવા ખાવા માટેનું સ્થળ છે, અને તીથલનો દરિયાકિનારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
- તમારા જિલ્લાનો નકશો જુઓ અને તેનો અભ્યાસ કરો.
- ‘આપણાં જોવાલાયક સ્થળો' અને 'આપણાં યાત્રાધામો' જેવા પુસ્તકો મેળવીને વાંચો.
- તમારા જિલ્લાનાં જોવાલાયક સ્થળો વિશે માહિતી મેળવી લખો.
In simple words: ગુજરાતમાં ખૂબ લાંબો દરિયાકિનારો છે અને ત્યાં ભાવનગર, જામનગર, દ્વારકા, સોમનાથ, કોટેશ્વર, માંડવી, કંડલા, ઉભરાટ અને તીથલ જેવા ઘણા સુંદર સ્થળો છે. દરેક સ્થળની પોતાની ખાસ વાત છે, જેમ કે શિવમંદિરો, ટાપુઓ, પવિત્ર સ્થળો, બંદરો અને સુંદર બીચ. આ સ્થળો ગુજરાતની વિશેષતા વધારે છે અને પ્રવાસીઓને ખૂબ ગમે છે.
Exam Tip: When asked to create a summary, focus on combining key information from various points into a cohesive paragraph, and always remember to provide an appropriate title.
સાગરકાંઠાનો પ્રવાસ Summary in Gujarati
સાગરકાંઠાનો પ્રવાસ પાઠ-પરિચય :
આ એક સફરની વાર્તા છે. ગુજરાતને લગભગ 1600 કિલોમીટર જેટલો લાંબો સમુદ્રકિનારો મળ્યો છે. અંગ્રેજોના આવવાથી લઈને ઘણા ઐતિહાસિક બનાવો દરિયાકિનારે બન્યા છે. માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડ, માંડવી જેવા કિનારા પરના સ્થળોનું રસપ્રદ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. આ પાઠ દ્વારા તમને ગુજરાતના દરિયાકિનારાની ખાસિયતો જાણવા મળે છે. તે ભવિષ્યમાં કરવાના પ્રવાસો અને તેના આયોજન માટે પ્રશ્ન માર્ગદર્શન પણ આપે છે.
Exam Tip: Summaries should capture the main idea and key points of the text in a concise and clear manner.
રૂઢિપ્રયોગો: અર્થ અને વાક્યપ્રયોગ
દરિયાવદિલ હોવું – ઉદાર દિલવાળા ઘેવું
Answer: દુનિયામાં બધા જ માણસો ઉદાર દિલવાળા હોતા નથી.
In simple words: દુનિયામાં બધા લોકો દયાળુ અથવા ઉદાર સ્વભાવના હોતા નથી.
Exam Tip: When using idioms in sentences, ensure the sentence context clearly reflects the idiom's meaning.
અમી વાદળી ઊઠવી – કૃપા થવી, મહેર થવી
Answer: વરસાદની દયાળુ વાદળી આવી અને ખેડૂતોની ચિંતા દૂર થઈ.
In simple words: વરસાદની શુભ વાદળીઓ દેખાઈ, જેનાથી ખેડૂતોની મુશ્કેલીઓ ખતમ થઈ ગઈ.
Exam Tip: Practice forming sentences with various idioms to understand their appropriate usage in different contexts.
સાગરકાંઠાનો પ્રવાસ શબ્દાર્થ :
- પ્રવાસ – મુસાફરી
- સિવુ – દરિયો
- ઉર – હૃદય
- અમી – અમૃત
- વિનંતી – પ્રાર્થના
- પર્વત – પહાડ
- યાત્રી – મુસાફર
- દ્વાર બારણું
- જળ – પાણી
- કાંઠો – કિનારો, તટ
- તાસ – શાળાના વર્ગનો નિયત સમય, પિરિયડ
- મુક્તક – પૂર્ણ અર્થવાળો સ્વતંત્ર શ્વોક
- શુભેચ્છા – શુભ થાઓ એવી ઇચ્છા
- પ્રતિનિધિ – ને બદલે, ના તરફથી કામ કરવા નિયુક્ત થયેલો માણસ
- મોહનથાળ – એક પ્રકારનું મિષ્ટાન્ન
- અભિપ્રાય – મત
- અંજલિ – ખોબો
- દરિયાવદિલ – ઉદારદિલ
- શાપ – બદદુવા
- વહાણ – નાવ
- લેખ – લખાણ, લખેલું તે
- બેશુમાર – બેહદ
- મુગ્ધ – મોહ પામેલું પૌરાણિકપુરાણને લગતું પુરાતન પ્રાચીન
- દ્વાર – બારણું
- મોસમ – તુ
- નોખું – જુદું, અલગ
- ઝૂલેલાલ – દરિયાદેવ
- વરુણદેવ – પાણીનો અધિષ્ઠાતા દેવ
- અવતાર – જન્મ, દેહધારી, પૃથ્વી પર અવતરેલો દેવ કે ઈશ્વર
- દરિયાલાલ – દરિયાનો દેવ
Exam Tip: Building a strong vocabulary by learning synonyms and word meanings is crucial for language proficiency and good writing.
Free study material for Gujarati
GSEB Solutions Class 6 Gujarati Chapter 13 સાગરકાંઠાનો પ્રવાસ
Students can now access the GSEB Solutions for Chapter 13 સાગરકાંઠાનો પ્રવાસ prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 6 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 13 સાગરકાંઠાનો પ્રવાસ
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 6 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 6 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Gujarati Class 6 Solved Papers
Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 6 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 13 સાગરકાંઠાનો પ્રવાસ to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 13 સાગરકાંઠાનો પ્રવાસ is available for free on StudiesToday.com. These solutions for Class 6 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 13 સાગરકાંઠાનો પ્રવાસ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 13 સાગરકાંઠાનો પ્રવાસ will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 6 Gujarati. You can access GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 13 સાગરકાંઠાનો પ્રવાસ in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 13 સાગરકાંઠાનો પ્રવાસ in printable PDF format for offline study on any device.