Get the most accurate GSEB Solutions for Class 6 Gujarati પુનરાવર્તન 1 here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 6 Gujarati. Our expert-created answers for Class 6 Gujarati are available for free download in PDF format.
Detailed પુનરાવર્તન 1 GSEB Solutions for Class 6 Gujarati
For Class 6 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 6 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these પુનરાવર્તન 1 solutions will improve your exam performance.
Class 6 Gujarati પુનરાવર્તન 1 GSEB Solutions PDF
Question 1. તમારા શિક્ષક પાસેથી વાર્તાચિત્રો મેળવી નીચે મુજબની પ્રવૃત્તિઓ કરો :
(i) ચિત્રોને યોગ્ય ક્રમમાં ગોઠવો.
(ii) ગોઠવેલાં ચિત્ર અનુસાર એક-બે વાક્યો લખો.
(iii) વાક્યોને વાર્તામાં ઢાળો.
(iv) વાર્તાનું મુખવાચન કરો.
Answer:
(i) વાર્તાચિત્રોને યોગ્ય ક્રમમાં ગોઠવો:
(The correct sequence of the pictures depicts the story of the thirsty crow dropping stones into a pot to raise the water level.)
(ii) ગોઠવેલાં ચિત્ર અનુસાર એક-બે વાક્યો લખો:
• એક કાગડો હતો.
• તે તરસ્યો હતો.
• પાણીની શોધમાં આકાશમાં આમતેમ ઊડતો હતો.
• એની નજર એક કૂંજા પર પડી.
• કૂંજામાં પાણી ઊંડું હતું.
• કાગડાની ચાંચ પાણી સુધી પહોંચવી મુશ્કેલ હતી.
• કાગડાએ આસપાસ નજર કરી.
• કૂંજાની બાજુમાં કાંકરા પડેલા હતા.
• કાંકરા જોઈ કાગડાને ઉપાય સૂઝ્યો.
• કાગડાએ ચાંચમાં કાંકરો લીધો.
• કાંકરો કૂંજામાં નાખ્યો.
• આમ તેણે વારંવાર કર્યું.
• ધીમે-ધીમે પાણી ઊંચું આવવા લાગ્યું.
• કૂંજાનું પાણી ઊંચું આવતાં કાગડાએ ધરાઈને પાણી પીધું.
• કેવો ચતુર કાગડો!
(iii) વાર્તામાં ઢાળેલાં વાક્યો:
એક કાગડો આકાશમાં ઊડતો હતો. તેને ખૂબ તરસ લાગી હતી. તે પાણીની શોધમાં હતો. કાગડાએ એક કૂંજો જોયો. કૂંજામાં પાણી ખૂબ ઊંડું હતું. કાગડાની ચાંચ પાણી સુધી પહોંચી શકતી ન હતી. કૂંજાની બાજુમાં કાંકરા પડેલા હતા. કાગડાએ ચાંચમાં એક-એક કાંકરો લઈને કૂંજામાં નાખવાનું શરૂ કર્યું. થોડી જ વારમાં કૂંજામાંનું પાણી ઉપર આવ્યું. કાગડાએ મન ભરીને પાણી પીધું. કેવો હોશિયાર કાગડો!
(iv) મુખવાચન:
વિદ્યાર્થીએ યોગ્ય આરોહ-અવરોહથી, બધા સાંભળી શકે તેટલા અવાજથી અને જરૂરી હાવભાવ સાથે શિક્ષકની હાજરીમાં વાર્તાનું મુખવાચન કરવું.
In simple words: First, arrange the pictures in order to tell the story. Then, write simple sentences describing each picture in the sequence. Next, combine these sentences to form a complete story. Finally, read the story aloud with proper expression for everyone to hear.
Exam Tip: For narrative activities, ensure your sentences flow logically and capture the essence of each visual in the correct sequence, using clear and simple language.
Question 2. નીચેના મુદ્દાઓ પરથી વાર્તા લખો :
હરણ અને કાગડો – મિત્ર – જંગલમાં સાથે – એકબીજા વિના ન રહેવું – મિત્રનું માનવું – શિયાળનું આવવું – કાગડાને સમજ આવી જવી – હરણને વાત કરવી – શિયાળની લાલચ – હરણને ફસાવવું – કાગડાની ના – હરણનું ન માનવું – જાળમાં ફસાવું – મિત્રની વાત યાદ આવવી – કાગડાનું આવવું – બચી જવું.
Answer:
સાચી મિત્રતા
એક જંગલ હતું. જંગલમાં એક હરણ અને કાગડો રહેતા હતા. બંને સારા મિત્રો હતા. જંગલમાં તેઓ હંમેશાં સાથે જ રહેતા, એકબીજા વગર સહેજ પણ ચાલતું ન હતું.
જંગલમાં એક શિયાળ પણ રહેતું હતું, તે ખૂબ જ ચાલાક હતું. તેણે હરણ સાથે મિત્રતા કરવાની શરૂઆત કરી. કાગડાએ હરણને ચેતવતાં કહ્યું :
“હરભાઈ, શિયાળની મિત્રતા છોડી દેજો, તે તમને ફસાવશે" પણ હરણે કાગડાની વાત માની નહીં.
શિયાળ એક દિવસ હરણને લલચાવી શિકારીએ પાથરેલી જાળ પર લઈ ગયું. હરણ શિકારીની જાળમાં ફસાઈ ગયું, હરણને હવે પસ્તાવો થવા લાગ્યો. કાગડાએ હરણને ઝાડ નીચે જોયું નહીં. તેથી તે હરણને શોધવા નીકળ્યો. હરણને શિકારીની જાળમાં ફસાયેલું જોતાં તેણે જાળમાંથી છૂટવાની એક યુક્તિ બનાવીને હરણને બતાવી.
સવાર થતાં શિકારી પોતાની જાળ તપાસવા આવ્યો. જાળમાં ફસાયેલું હરણ તેને મરેલું લાગ્યું, તે જાળ સંકેલવા લાગ્યો. તક મળતાં જ કાગડો કા.. કા.. કરવા લાગ્યો. કાગડાનો સંકેત મળતાં જ હરણ ભાગવા લાગ્યું. કાગડાની યુક્તિથી હરણ બચી ગયું.
In simple words: This story about "True Friendship" shows how a deer and a crow were best friends. A cunning fox tried to trick the deer, even though the crow warned him not to trust the fox. The deer got caught in a trap because he didn't listen to his friend. But the crow helped the deer escape from the trap by clever planning, showing the strength of their true friendship.
Exam Tip: When writing a story from given points, ensure you expand each point into descriptive sentences, connect them logically, and maintain a consistent narrative flow for a complete story.
Question 3. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી માંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્ન સામેના [] માં લખો :
Question 1. કવિ હિંદને કોની ભૂમિ ઓળખાવે છે ?
(ક) વેદોની
(ખ) કૃષ્ણની
(ગ) દેવોની
(ઘ) પુણ્યની
Answer: (ગ) દેવોની
In simple words: The poet describes Hind as the land of deities, a place where divine beings reside.
Exam Tip: Always read all the options carefully before selecting the best fit, especially in questions related to literary interpretations.
Question 2. વીસ ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવાની હતી ?
(ક) પરમેશ્વરની
(ખ) મૂર્તિની
(ગ) ચિત્રની
(ઘ) ગણપતિની
Answer: (ખ) મૂર્તિની
In simple words: A statue was to be placed on top of the twenty-foot tall pillar.
Exam Tip: Pay attention to specific details like measurements or numbers mentioned in the question as they are often key to the correct answer.
Question 3. રવિશંકર મહારાજને ‘માણસાઈના દીવા' કોણે કહ્યા છે ?
(ક) ગાંધીજીએ
(ખ) ઝવેરચંદ મેઘાણીએ
(ગ) મહેન્દ્ર મેઘાણીએ
(ઘ) ધીરુભાઈએ
Answer: (ખ) ઝવેરચંદ મેઘાણીએ
In simple words: Zaverchand Meghani gave Ravishankar Maharaj the title 'Lamp of Humanity' because of his selfless service.
Exam Tip: Remember the names of notable personalities and their contributions or associated titles, as these are common factual questions.
Question 4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :
Question 1. ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે ?
Answer: ચિત્રમાં એક કાગડો અને કૂંજો નજરે પડે છે.
In simple words: A crow and a pot are seen in the picture.
Exam Tip: When asked to identify figures in a picture, be precise and list all visible key elements.
Question 2. કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે ?
Answer: કવિ વંદન સ્વીકારવાનું ભારત માતાને કહે છે.
In simple words: The poet asks Mother India to accept the salutations.
Exam Tip: Understand the context of the poem to correctly identify the recipient of the poet's sentiments or actions.
Question 3. શિલ્પી શું કરી રહ્યો હતો ?
Answer: શિલ્પી પથ્થરમાંથી મૂર્તિ કંડારી રહ્યો હતો.
In simple words: The sculptor was carving an idol out of stone.
Exam Tip: For simple action-based questions, state the action and the object directly from the context.
Question 4. જોગણ ગામમાં મહારાજે શું જોયું ?
Answer: જોગણ ગામમાં મહારાજે ગંદકી અને રોગચાળાની સમસ્યા જોઈ.
In simple words: Maharaj saw issues of dirt and an epidemic in Joghan village.
Exam Tip: When asked about what a social figure observed, focus on social or environmental conditions typical for their work.
Question 5. રવિશંકર મહારાજનો જીવનમંત્ર શો હતો ?
Answer: રવિશંકર મહારાજનો જીવનમંત્ર ચરખો ચલાવી ખાદીનાં સાદાં વસ્ત્રો પહેરવાં, સાદું ખાવું-પીવું અને સાદાઈથી રહેવું એ હતો.
In simple words: Ravishankar Maharaj's life principle was to spin the charkha, wear simple khadi clothes, eat and drink modestly, and live simply.
Exam Tip: For questions about historical figures' principles, concisely state their core beliefs or practices as their motto.
Question 6. શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી કેમ મૂકી ?
Answer: શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી મૂકી કારણ કે તેમાં નાની ખામી હતી, જે તેને સંતોષકારક ન લાગી.
In simple words: The sculptor discarded the first idol because it had a small imperfection that he wasn't happy with.
Exam Tip: When a character discards something, the reason often relates to quality or unmet standards.
Question 5. નીચેના વિશે પાંચ-સાત વાક્યો લખો :
Question 1. કોઈ એક રમતવીર
Answer: સચિન તેંડુલકર
સચિને નાની ઉંમરથી જ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું. આજે તે અનેક રેકોર્ડ્સ પોતાના નામે ધરાવે છે. સચિન ટેસ્ટ, વનડે તથા ટ્વેન્ટી-ટ્વેન્ટી દરેક ફોર્મેટમાં ખૂબ જ સફળ છે. આજે તે ક્રિકેટનો ભગવાન કહેવાય છે. સચિનને ક્રિકેટ રમતો જોવો તે એક લહાવો છે. આજે તે ઘણા ક્રિકેટરોને પ્રેરણા આપી રહ્યો છે.
In simple words: Sachin Tendulkar started playing cricket very young. He holds many records and is successful in all cricket formats. Known as the 'God of Cricket', watching him play is a joy. He inspires many new cricketers today.
Exam Tip: When writing about a sportsperson, mention their key achievements, impact on the sport, and inspiring qualities.
Question 2. કોઈ એક વૈજ્ઞાનિક
Answer: જગદીશચંદ્ર બોઝ
જગદીશચંદ્ર બોઝ બાળપણથી જ ખૂબ જ હોશિયાર હતા. તેમણે પોતાના ઘેર પ્રયોગશાળા શરૂ કરી હતી. તેમણે સાબિત કરી બતાવ્યું કે વનસ્પતિમાં પણ જીવ હોય છે. વનસ્પતિ પણ લાગણીશીલ હોય છે, તે આપણી જેમ ખોરાક-પાણી લે છે, તે આપણી જેમ ઊંધે છે અને જાગે છે. આ શોધથી તેમણે વિજ્ઞાનક્ષેત્રે ભારતને ગૌરવ અને યશ અપાવ્યો.
In simple words: Jagadish Chandra Bose was brilliant from childhood and started a lab at home. He showed that plants have life and feelings, needing food and water, and experiencing sleep and wakefulness. His discovery brought India great pride and honor in science.
Exam Tip: When describing a scientist, highlight their significant discoveries, contributions to science, and how they brought recognition to their country.
Question 3. કોઈ એક સમાજસેવક
Answer: રવિશંકર મહારાજ
રવિશંકર મહારાજ 'મૂકસેવક' તરીકે ઓળખાય છે. ચરખો ચલાવી ખાદીનાં સાદાં વસ્ત્રો પહેરવાં, સાદું ખાવું-પીવું અને સાદાઈથી રહેવું એ એમનો જીવનમંત્ર હતો. રવિશંકર મહારાજે પોતાનું જીવન દેશસેવા અને લોકસેવાનાં કાર્યોમાં આપી દીધું હતું. તેમણે અભણ લોકોને અક્ષરજ્ઞાન આપવાનું કાર્ય કર્યું. તેમજ બહારવટિયાઓને સુધારવાનું કામ પણ કર્યું. ગુજરાતના કોઈ પણ ભાગમાં દુષ્કાળ હોય, નદીમાં પૂર આવ્યું હોય, રોગચાળો ફાટી નીકળ્યો હોય ત્યારે રવિશંકર મહારાજ લોકોની મદદે જરૂર દોડી જતા. એટલે જ ગુજરાત તેમને 'પૂજય દાદા' તરીકે ઓળખે છે.
In simple words: Ravishankar Maharaj, known as a 'silent servant', lived by principles of simplicity: spinning khadi, wearing plain clothes, and eating simply. He dedicated his life to serving the nation and people, teaching literacy to the uneducated, and reforming dacoits. During natural disasters like droughts, floods, or epidemics in Gujarat, he always rushed to help people. Therefore, he is respectfully called 'Pujya Dada' in Gujarat.
Exam Tip: When detailing a social worker, focus on their philosophy of life, their specific service activities, and the impact they had on society.
Question 6. તમારી દિનચર્યા લખો.
Question 1. તમારી દિનચર્યા લખો.
Answer:
હું સવારે છ વાગે ઊઠું છું. સૌપ્રથમ ઈશ્વરની પ્રાર્થના કરું છું. ત્યાર પછી મારાં માતા-પિતાને પગે લાગું છું. પછી હું બ્રશ કરું છું. ત્યારબાદ સ્નાન કરી નાસ્તો કરું છું. હું સવારે 8થી 10 વાગ્યા સુધી અભ્યાસ કરું છું. પછી જમીને શાળાએ જાઉં છું.
અગિયાર વાગ્યે અમારી શાળા શરૂ થાય છે. શાળામાં હું મન લગાવીને ભણું છું. રિસેસમાં મારી બહેનપણીઓ સાથે નાસ્તો કરું છું. હું પાંચ વાગ્યે શાળામાંથી છૂટીને ઘરે આવું છું. હાથ-પગ ધોઈને નાસ્તો કરું છું. થોડીક વાર બહેનપણીઓ સાથે રમું છું. સાંજે એક કલાક ટીવી જોઉં છું. રાતે 10 વાગ્યા સુધી હું મારું ગૃહકાર્ય કરું છું, પછી થોડો સમય હું મમ્મી-પપ્પા અને ભાઈ સાથે વાતો કરું છું. રાતે સાડા દસ વાગ્યે અમે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ છીએ. પછી હું સૂઈ જાઉં છું.
In simple words: I wake up at 6 AM, pray, and touch my parents' feet. After brushing and bathing, I have breakfast. I study from 8 to 10 AM, then eat and go to school. School starts at 11 AM; I focus on studies and have snacks with friends during recess. I come home at 5 PM, wash up, snack, and play with friends for a bit. In the evening, I watch TV for an hour. I finish my homework by 10 PM, then chat with family. At 10:30 PM, we all pray together, and then I go to sleep.
Exam Tip: When describing your daily routine, use clear, sequential language and include common activities like studies, play, meals, and family time.
Question 7. વિચારકોએ આપેલી સૂક્તિઓ લખો
Question 1. વિચારકોએ આપેલી સૂક્તિઓ લખો.
Answer:
1. ખરાબ અક્ષરો અધૂરી કેળવણીની નિશાની છે. – ગાંધીજી
2. ચારે દિશાએથી અમને શુભ વિચારો પ્રાપ્ત થાઓ. – ઋગ્વેદ
3. નિશાનચૂક માફ, નહીં માફ નીચું નિશાન. – ઉમાશંકર જોશી
4. ધસાઈએ તો ઊજળા થઈએ. – રવિશંકર મહારાજ
5. જય જવાન, જય કિસાન, – લાલબહાદુર શાસ્ત્રી
6. હજારો નિરાશામાં અમર આશા છુપાઈ છે. – બાલાશંકર કંથારિયા
7. મોટામાં મોટી કળા એટલે જીવન જીવવાની કળા. – ઓશો રજનીશ
8. ક્રોધને જીતવામાં મૌન જેવું બીજું કોઈ સહાયક નથી. – મહાત્મા ગાંધી
In simple words: Here is a list of famous sayings from thinkers that offer wisdom and guidance on various aspects of life.
Exam Tip: For proverbs or quotes, it is important to remember both the saying and its associated author correctly.
Question 8. નીચેના શબ્દોના અર્થ આપી, વાક્યપ્રયોગ કરો :
Question 1. નીચેના શબ્દોના અર્થ આપી, વાક્યપ્રયોગ કરો :
પાણી – પાણિ, ગુણ – ગૂણ, ચિર – ચીર, ઉદર – ઉંદર, ગોળ – ગૉળ, મોર – મોર
Answer:
પાણી – જળ
વાક્ય : પાણીનો બગાડ કરવો નહીં.
પાણિ – હાથ.
વાક્ય : તેણે પાણિ વડે ધનુષ પકડ્યું.
ઉદર – પેટ
વાક્ય : જેનું ઉદર સાફ હોય, તેને કોઈ રોગ થતો નથી.
ઉંદર – એક નાનું પ્રાણી
વાક્ય : ઉંદર ગણપતિનું વાહન છે.
ગુણ – સારું લક્ષણ
વાક્ય : વડીલોને વંદન કરવા એ ગુણ કહેવાય.
ગૂણ – થેલો, કોથળો
વાક્ય : ખેડૂતે ગૂણમાં અનાજ ભર્યું.
ચિર – લાંબા વખતનું
વાક્ય : રામાયણની વાતો ચિરકાળથી પ્રચલિત છે.
ચીર – વસ્ત્ર
વાક્ય : શ્રીકૃષ્ણ દ્રૌપદીનાં ચીર પૂર્યા હતાં.
મોર – એક પક્ષી
વાક્ય : મોર એક ઝાડ પર બેઠો હતો.
મૌર – આંબાની મંજરી
વાક્ય : ઉનાળામાં આંબા પર મૌર આવે છે.
In simple words: For each pair of similar-sounding words, first provide its specific meaning, and then create a clear sentence using that word correctly to show its usage.
Exam Tip: Pay close attention to subtle differences in spelling and pronunciation for homonyms, as they often have distinct meanings and applications.
Question 9. રોજિંદા વ્યવહારમાં બોલાતા અંગ્રેજી શબ્દોની યાદી બનાવીને તેનો વાક્યપ્રયોગ કરો.
Question 1. રોજિદા વ્યવહારમાં બોલાતા અંગ્રેજી શબ્દોની યાદી બનાવીને તેનો વાક્યપ્રયોગ કરો.
Answer:
• સ્કૂલબૅગ – વિદ્યાર્થીઓ સ્કૂલબૅગ લઈને શાળામાં જાય છે.
• પોસ્ટ-ઑફિસ – મીનાએ પોસ્ટ-ઑફિસમાંથી ટપાલટિકિટ ખરીદી.
• બ્રશ – હું દિવસમાં બે વાર બ્રશ કરું છું.
• માર્કેટ – માર્કેટમાં ઘણી દુકાનો હોય છે.
• હૉસ્પિટલ – શ્રેયા તેનાં બીમાર દાદીને હૉસ્પિટલમાં લઈ ગઈ.
• ગ્લાસ – મહેશ દિવસમાં આઠ ગ્લાસ પાણી પીએ છે.
• બેંક – આપણને બેંકમાંથી નાણાંની લેવડ-દેવડ કરતાં આવડવું જોઈએ.
• બસ સ્ટેશન – મારા ઘરથી બસ સ્ટેશન સાવ નજીક છે.
• બૅન્ચ – વિદ્યાર્થીઓ બૅન્ચ પર બેઠા છે.
• કમ્યુટર – અમારી શાળામાં ઘણાં કમ્પ્યુટર છે.
• સ્કૂલ – રાજેશ નિયમિત સ્કૂલમાં જાય છે.
• હોમવર્ક – મીરાં શાળામાંથી મળેલું પોતાનું હોમવર્ક કરે છે.
• યુનિફોર્મ – યુનિફોર્મમાં વિદ્યાર્થીઓ સુંદર લાગે છે.
• નોટબુક – હું દરેક વિષયની અલગ નોટબુક રાખું છું.
• લાઇબ્રેરી – અંજના લાઇબ્રેરીમાં જાય છે.
• રિસેસ – રિસેસમાં વિદ્યાર્થીઓ રમે છે.
• પ્રેક્ટિસ – છેલ્લા તાસમાં વિદ્યાર્થીઓએ નાટકની પ્રેક્ટિસ કરી.
• ટેલિફોન – આપણે ટેલિફોન પર કામ પૂરતી જ વાત કરવી જોઈએ.
• બર્થ ડે – વિજયે તેનો બર્થ ડે ધામધૂમથી ઊજવ્યો.
• ડૉક્ટર – ડૉક્ટરની દવાથી દર્દી જલદી સાજો થઈ ગયો.
• ટ્રાફિક - દિવસે-દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે.
• ટ્રેન – વિપુલને ટ્રેનની મુસાફરી કરવી ગમે છે.
• ક્રિકેટ – શાળાના મેદાનમાં વિદ્યાર્થીઓ ક્રિકેટ રમે છે.
• પ્રોગ્રામ – શાળામાં આજે સુંદર પ્રોગ્રામ થયો.
In simple words: This task requires creating a list of English words that are commonly used in daily conversation. For each word, you need to write a sentence demonstrating its proper use in context.
Exam Tip: Focus on selecting words that are genuinely common in everyday language and ensure your example sentences are clear and grammatically correct.
Question 10. નીચે જેવા શબ્દો શોધી તેનો વાક્યમાં પ્રયોગ કરો :
Question 1. નીચે જેવા શબ્દો શોધી તેનો વાક્યમાં પ્રયોગ કરો :
ઉદાહરણ : કાચોપોચો, નરમગરમ
Answer:
આકુળ-વ્યાકુળ
વાક્ય : ઓફિસની ફાઈલ ન મળતાં પપ્પા આકુળ-વ્યાકુળ થઈ ગયા.
હવા-ઉજાસ
વાક્ય : બારીઓ વધુ હોય તો ઘરમાં હવા-ઉજાસ સારો રહે.
હરવું-ફરવું
વાક્ય : પ્રવાસમાં મિત્રો સાથે હરવા-ફરવાની ખૂબ મજા આવી.
અવાર-નવાર
વાક્ય : શિયાળાને કારણે બાળકો અવાર-નવાર બીમાર પડી જાય છે.
ખાવા-પીવું
વાક્ય : ડૉક્ટરે દર્દીને સાદું ખાવા-પીવાની સલાહ આપી.
અસ્ત-વ્યસ્ત
વાક્ય : મિત્રના ઘરમાં દરેક વસ્તુ અસ્ત-વ્યસ્ત પડી હતી.
જેમ-તેમ
વાક્ય : વરસતા વરસાદમાં જેમ-તેમ કરીને અમે શાળાએ પહોંચ્યા.
સારું-નરસું
વાક્ય : આપણને સારા-નરસાની ખબર પડવી જોઈએ.
રહેણી-કરણી
વાક્ય : ભારતીય પ્રજાની રહેણી-કરણીમાં ઘણી વિવિધતા જોવા મળે છે.
In simple words: For each provided compound word, first write the compound word itself, then create an example sentence that correctly uses it.
Exam Tip: Pay attention to the nuanced meaning of compound words and ensure your sentences accurately reflect that meaning.
Question 11. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
Question 1. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
યંત્ર, કર્તવ્ય, જીવનમંત્ર, કિનારો, પ્રસંગ, દુષ્કાળ, આરોગ્ય, મૂર્તિ, સ્વ-મૂલ્યાંકન.
Answer: આરોગ્ય, કર્તવ્ય, કિનારો, જીવનમંત્ર, દુષ્કાળ, પ્રસંગ, મૂર્તિ, યંત્ર, સ્વ-મૂલ્યાંકન.
In simple words: Arrange the given words in the correct alphabetical order according to the Gujarati dictionary.
Exam Tip: When arranging words alphabetically in Gujarati, remember to consider the full sequence of characters, including diacritics, which might affect the order.
Free study material for Gujarati
GSEB Solutions Class 6 Gujarati પુનરાવર્તન 1
Students can now access the GSEB Solutions for પુનરાવર્તન 1 prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 6 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for પુનરાવર્તન 1
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 6 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 6 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Gujarati Class 6 Solved Papers
Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 6 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for પુનરાવર્તન 1 to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 6 Gujarati Textbook પુનરાવર્તન 1 Solutions is available for free on StudiesToday.com. These solutions for Class 6 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 6 Gujarati Textbook પુનરાવર્તન 1 Solutions as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 6 Gujarati Textbook પુનરાવર્તન 1 Solutions will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 6 Gujarati. You can access GSEB Class 6 Gujarati Textbook પુનરાવર્તન 1 Solutions in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 6 Gujarati Textbook પુનરાવર્તન 1 Solutions in printable PDF format for offline study on any device.