GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 12 અપંગનાં ઓજસ

Get the most accurate GSEB Solutions for Class 5 Gujarati Chapter 12 અપંગનાં ઓજસ here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 5 Gujarati. Our expert-created answers for Class 5 Gujarati are available for free download in PDF format.

Detailed Chapter 12 અપંગનાં ઓજસ GSEB Solutions for Class 5 Gujarati

For Class 5 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 5 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 12 અપંગનાં ઓજસ solutions will improve your exam performance.

Class 5 Gujarati Chapter 12 અપંગનાં ઓજસ GSEB Solutions PDF

સ્વાધ્યાય

 

1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો :

 

Question 1. વૉલ્ટરના શરીર પર લકવાની શી અસર થઈ?
Answer: લકવાને કારણે વૉલ્ટરના હાથ અને પગ કામ કરતા બંધ પડી ગયા.
In simple words: Due to paralysis, Walter's arms and legs stopped working.

Exam Tip: When describing physical effects, state the condition and its direct impact clearly.

 

Question 2. દાક્તરોએ વૉલ્ટરના રોગ વિશે શો અભિપ્રાય આપ્યો?
Answer: દાક્તરોએ વૉલ્ટરના રોગ વિશે અભિપ્રાય આપતા કહ્યું કે તે પોતાની રીતે હાથપગ હલાવી શકશે નહિ, તેને આખી જિંદગી વ્હીલચેરની મદદ લેવી પડશે.
In simple words: Doctors said Walter would never move his limbs on his own and needed a wheelchair for life.

Exam Tip: For medical opinions, precisely mention the prognosis and any lifelong implications stated.

 

Question 3. વૉલ્ટરે એના પગને શું કહ્યું?
Answer: વૉલ્ટરે પોતાના પગને જણાવ્યું કે તમે મૂંઝાશો નહિ, ડરશો નહિ, સહેજ પણ હિંમત છોડશો નહિ, આજે ભલે તમે ચાલી શકતા ન હો, પરંતુ એક દિવસ ચોક્કસ ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકશો.
In simple words: Walter told his legs not to lose courage, saying that even if they couldn't walk now, one day they would jump very high.

Exam Tip: When quoting a character's direct speech, ensure the exact sentiments and promises are included.

 

Question 4. માતાએ પુત્રને શી પ્રેરણા આપી?
Answer: માતાએ પુત્રને પ્રોત્સાહન આપતાં કહ્યું, “જો તું હિંમત નહિ છોડે, તો જે વિચાર્યું છે તે કરી શકીશ.”
In simple words: His mother encouraged him, saying, "If you don't lose heart, you can achieve whatever you desire."

Exam Tip: Highlight the core message of encouragement and the condition for success.

 

Question 5. ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ વૉલ્ટરે શો સંકલ્પ કર્યો?
Answer: ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ વૉલ્ટરે દ્રઢ સંકલ્પ કર્યો, “ભલે મારું શરીર આજે અપંગ છે, પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહિ.”
In simple words: After seeing the high jump competition, Walter resolved that even if he was disabled now, one day no athlete in the world would be able to match him.

Exam Tip: Focus on the specific type of competition and the ambitious resolve made by Walter.

 

Question 6. ઑલિમ્પિક સ્પર્ધામાં વૉલ્ટરને કઈ સિદ્ધિ મળી?
Answer: ઑલિમ્પિક સ્પર્ધામાં વૉલ્ટરે 2 મીટર અને 4 સેન્ટિમીટર ઊંચો કૂદકો લગાવીને નવો વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો.
In simple words: In the Olympic competition, Walter set a new world record by jumping 2 meters and 4 centimeters high.

Exam Tip: Always include the exact measurements and the type of record achieved for such questions.

 

2. નીચેનાં વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો:

 

Question 1. “પગ સાથે? પગ તે કંઈ સાંભળતા હશે?”
Answer: આ વાક્ય વૉલ્ટરની માતા બોલે છે અને વૉલ્ટરને કહે છે.
In simple words: Walter's mother speaks this sentence to Walter.

Exam Tip: Identify both the speaker and the listener for dialogue-based questions.

 

Question 2. “જો તું હિંમત નહિ હારે, તો તું જે ધારીશ તે કરી શકીશ."
Answer: આ વાક્ય વૉલ્ટરની માતા બોલે છે અને વૉલ્ટરને કહે છે.
In simple words: Walter's mother says this line to Walter.

Exam Tip: Attribute the inspiring words correctly to the speaker and the intended recipient.

 

Question 3. "અરે! હું વિશ્વવિક્રમ સ્થાપીશ."
Answer: આ વાક્ય વૉલ્ટર પોતાના મનમાં બોલે છે.
In simple words: Walter says this sentence to himself, in his mind.

Exam Tip: When a character speaks internally, mention "to himself" or "in his mind."

 

3. નીચેનાં કારણો આપોઃ

 

Question 1. વૉલ્ટરે વિશ્વવિક્રમ સ્થાપવાનો નિશ્ચય કર્યો, કારણ કે...
Answer: વૉલ્ટરે વિશ્વવિક્રમ સ્થાપવાનો નિર્ણય કર્યો, કારણ કે તેનું શરીર અપંગ હતું, પરંતુ તેનું મન અડીખમ હતું અને તેનો સંકલ્પ ખૂબ શક્તિશાળી હતો.
In simple words: Walter decided to set a world record because, though his body was disabled, his mind was firm, and his determination was very strong.

Exam Tip: Emphasize the contrast between physical limitations and mental strength as the core reason.

 

Question 2. દાક્તરો પણ મોંમાં આંગળાં નાખી ગયા, કારણ કે....
Answer: દાક્તરો પણ આશ્ચર્ય પામ્યા, કારણ કે દ્રઢ મનોબળના ટેકે વૉલ્ટરે એક અદ્ભુત સિદ્ધિ મેળવી હતી.
In simple words: Doctors were surprised because Walter achieved an amazing feat with strong willpower.

Exam Tip: The phrase "મોંમાં આંગળાં નાખી ગયા" means "were astonished"; connect this astonishment to the extraordinary achievement despite odds.

 

4. જેમાં રેફ' આવતો હોય તેવા નવા શબ્દો પાઠમાંથી શોધીને લખો અને તેનું ઉચ્ચારણ કરો:

 

Question 1. જેમાં રેફ' આવતો હોય તેવા નવા શબ્દો પાઠમાંથી શોધીને લખો અને તેનું ઉચ્ચારણ કરો:
Answer:
1. પુરુષાર્થ આદર્યો
2. રસપૂર્વક નિર્ધાર નિર્બળ
3. સ્પર્ધા વર્ષ સુવર્ણ
In simple words: Find new words from the lesson that contain the 'ref' (r-sound) and write them down, practicing their pronunciation.

Exam Tip: Ensure you correctly identify the 'ref' sound and extract words exclusively from the given text.

 

5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો :

 

Question 1.
1. મહેનત :
2. કૂદકો :
3. સ્પર્ધા :
4. શ્રદ્ધા :
5. દોસ્ત :
6. વિશ્વ :
Answer:
1. મહેનત : પુરુષાર્થ
2. કૂદકો : છલાંગ
3. સ્પર્ધા : હરીફાઈ
4. શ્રદ્ધા : આસ્થા
5. દોસ્ત : મિત્ર
6. વિશ્વ : જગત
In simple words: Write down words that have the same meaning as the given words.

Exam Tip: Be precise with synonyms; ensure they capture the exact meaning of the original word in context.

 

6. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :

 

Question 1.
1. હાજર ×
2. આશા ×
3. પહેલો ×
4. જીત ×
5. સક્રિય ×
6. મૂંગા ×
Answer:
1. હાજર × ગેરહાજર
2. આશા x નિરાશા
3. પહેલો × છેલ્લો
4. જીત × હાર
5. સક્રિય x નિષ્ક્રિય
6. મૂંગા × બોલકા
In simple words: Write down words that mean the opposite of the given words.

Exam Tip: Understand the exact opposite for each word; choose antonyms carefully to avoid partial credit.

 

7. નીચેના શબ્દોની સાચી જોડણી લખોઃ

 

Question 1.
1. જીંદગીભર
2. શ્રધ્ધા
3. હરિફાઈ
4. સેન્ટીમીટર
5. સિધ્ધાંત
6. અભૂત
Answer:
1. જિંદગીભર
2. શ્રદ્ધા
3. હરીફાઈ
4. સેન્ટિમીટર
5. સિદ્ધાંત
6. અદ્ભુત
In simple words: Correct the spelling of the given words.

Exam Tip: Pay close attention to subtle differences in vowels, consonants, and compound letters for correct spelling.

 

8. નીચેના ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી, સુવાચ્ય અક્ષરે તમારી નોટબુકમાં લખો

 

Question 1. નીચેના ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી, સુવાચ્ય અક્ષરે તમારી નોટબુકમાં લખો વૉલ્ટરે કહ્યું મા મેં એને કહ્યું કે તમે મૂંઝાશો નહિ ગભરાશો નહિ સહેજે હિંમત હારશો નહિ આજ ભલે તમે ચાલી શકતા ન હો પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકીશું
Answer: વૉલ્ટરે કહ્યું, “મા, મેં એને કહ્યું કે તમે મૂંઝાશો નહિ, ગભરાશો નહિ, સહેજે હિંમત હારશો નહિ. આજ ભલે તમે ચાલી શકતા ન હો, પણ એક દિવસ આપણે જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકીશું.”
In simple words: Rewrite the paragraph by adding correct punctuation marks, such as commas, full stops, and quotation marks, in clear handwriting.

Exam Tip: Remember to place quotation marks around direct speech and commas to separate clauses in a sentence for clarity.

 

9. નીચેની ખાલી જગ્યામાં યોગ્ય સર્વનામ મૂકો :

 

Question 1.
1. રાકેશ આવ્યો છે. કહો કે કશું બોલે નહિ. (એણે, એને)
2. મનોજ, ધીરજ અને રેખા ભણે છે. કાલે પરીક્ષા આપશે. (બધા, બધાં)
3. રોશની મારી બહેન છે. વાંચવાની રીત મને ગમે છે. (તેની, તેણી)
Answer:
1. એણે
2. બધાં
3. તેની
In simple words: Fill in the blanks with the correct pronouns from the given options to complete each sentence.

Exam Tip: Select pronouns that agree in gender, number, and case with the noun they replace for accurate sentence structure.

 

10. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો: સહેજ, સ્નાયુ, સ્પર્ધા, સક્રિય, સત્તા

 

Question 1. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો: સહેજ, સ્નાયુ, સ્પર્ધા, સક્રિય, સત્તા
Answer:
1. સક્રિય
2. સત્તા
3. સહેજ
4. સ્નાયુ
5. સ્પર્ધા
In simple words: Arrange the given words in alphabetical order as they would appear in a dictionary.

Exam Tip: Focus on the first letter of each word and then subsequent letters if the first letters are the same to ensure correct alphabetical order.

 

વિશેષ પ્રશ્નોત્તર

 

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

 

Question 1. વૉલ્ટરના અંતરમાં ઊંડે ઊંડે શું ચમકી રહ્યું હતું?
(a) ઑલિમ્પિક
(b) વ્હીલચેર
(c) આશા
(d) ટપલી
Answer: (c) આશા
In simple words: Deep inside Walter's heart, hope was shining.

Exam Tip: For multiple-choice questions, consider the most profound and motivating internal feeling that drives a character.

 

Question 2. વૉલ્ટર કોને પોતાના ‘શાંત મૂંગા દોસ્તો’ કહે છે?
(a) પોતાના પગને
(b) ભગવાનને
(c) પોતાની માતાને
(d) કેલિપર્સને
Answer: (a) પોતાના પગને
In simple words: Walter refers to his own legs as his 'silent, mute friends'.

Exam Tip: Identify symbolic language used in the text to understand character relationships with their own body parts or objects.

 

Question 3. વૉલ્ટર હરીફાઈ જોવા મેદાનમાં કોના સહારે ગયો?
(a) માતાના સહારે
(b) ધોડીના સહારે
(c) પટ્ટાને સહારે
(d) કૂદકાને સહારે
Answer: (b) ઘોડીના સહારે
In simple words: Walter went to the competition ground with the support of crutches.

Exam Tip: Recall the specific aids or people mentioned in the story that helped Walter move around.

 

Question 4. ‘અપંગનાં ઓજસ' પાઠના લેખક કોણ છે?
(a) કુમારપાળ દેસાઈ
(b) પ્રકાશ લાલા
(c) દોલત ભટ્ટ
(d) રમણ સોની
Answer: (a) કુમારપાળ દેસાઈ
In simple words: The author of the lesson 'Apangnan Ojas' is Kumarapal Desai.

Exam Tip: Always remember the author's name for literature-based questions.

 

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો:

 

Question 1. બાળપણમાં વૉલ્ટરને કયા રોગે ઘેરી લીધો હતો?
Answer: બાળપણમાં વૉલ્ટરને બાળલકવાના રોગે ઘેરી લીધો હતો.
In simple words: In childhood, Walter was afflicted with polio.

Exam Tip: State the specific disease clearly when answering questions about a character's ailment.

 

Question 2. વૉલ્ટરે સ્નાયુઓને જીવંત કરવા શું કર્યું?
Answer: વૉલ્ટરે સ્નાયુઓને જીવંત કરવા પાણીમાં કસરત તેમજ સતત મહેનત શરૂ કરી.
In simple words: Walter began exercising in water and working hard continuously to revive his muscles.

Exam Tip: Mention both the type of exercise and the consistent effort for complete answers.

 

Question 3. બોલતાં બોલતાં વૉલ્ટર પથારીમાં શાથી ઢળી પડ્યો?
Answer: બોલતાં બોલતાં વૉલ્ટર પોતાનું સમતોલપણું ગુમાવી બેઠો, તેથી પથારીમાં ઢળી પડ્યો.
In simple words: Walter lost his balance while speaking, which caused him to fall onto the bed.

Exam Tip: Clearly state the direct cause of the fall—loss of balance—as mentioned in the narrative.

 

Question 4. ઊંચા કૂદકાની હરીફાઈ કયા શહેરમાં યોજાઈ હતી?
Answer: ઊંચા કૂદકાની હરીફાઈ બોમાન્ટ શહેરમાં યોજાઈ હતી.
In simple words: The high jump competition was held in the city of Beaumont.

Exam Tip: Always specify the exact location mentioned for events in the story.

 

Question 5. હરીફાઈના મેદાનમાં કઈ કઈ હરીફાઈઓ ચાલતી હતી?
Answer: હરીફાઈના મેદાનમાં દોડ, ઊંચા કૂદકા તેમજ વાંસકૂદકાની હરીફાઈઓ ચાલતી હતી.
In simple words: On the competition field, running, high jump, and pole vault events were taking place.

Exam Tip: List all the types of competitions explicitly mentioned as occurring simultaneously.

 

Question 6. પંદરમી ઑલિમ્પિક સ્પર્ધા ક્યાં યોજાઈ હતી?
Answer: પંદરમી ઑલિમ્પિક સ્પર્ધા ફિનલૅન્ડ દેશના હેલસિક શહેરમાં યોજાઈ હતી.
In simple words: The fifteenth Olympic Games were organized in Helsinki, a city in Finland.

Exam Tip: Provide both the country and the city where major events like the Olympics are held.

 

નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:

 

Question 1. વૉલ્ટરની માતા અપંગ પુત્ર માટે શું કરતી હતી?
Answer: વૉલ્ટરની માતા પોતાના અપંગ પુત્રની હિંમત વધારતી. પુત્ર જીવનમાં હતાશ ન થાય તે માટે તેને પ્રેરણા અને પ્રોત્સાહન આપતી. તેને હૃદયમાં શ્રદ્ધા રાખવાનું કહેતી. તેના પગ પર માલિશ કર્યા કરતી તેમજ દાક્તરોએ બતાવેલા ઉપચારો પણ કરતી.
In simple words: Walter's mother boosted her disabled son's courage, encouraging him not to lose heart in life. She told him to keep faith in his heart, massaged his legs, and followed doctors' treatments.

Exam Tip: Detail all the emotional, moral, and physical support the mother provided to her son.

 

Question 2. વાંસકૂદકામાં ખેલાડી વાંસને કેવી રીતે ઓળંગી જતો?
Answer: વાંસકૂદકામાં બે લાકડીઓ ઉપર એક વાંસ આડો મૂકવામાં આવતો. ખેલાડી દોડીને આવતો. વાંસની નજીક આવીને તે ઠેક લગાવતો. ઠેક લગાવીને તે હવામાં તરતો હોય એમ વાંસને ઓળંગી જતો.
In simple words: In pole vault, a pole was placed horizontally on two sticks. The athlete ran, jumped near the pole, and vaulted over it as if floating in the air.

Exam Tip: Describe the sequence of actions clearly: setup, approach, jump, and the technique used to cross the barrier.

 

Question 3. વૉલ્ટરને, એની ઉંમરના છોકરા પાસેથી કેવી રીતે પ્રેરણા મળી?
Answer: વૉલ્ટર આનંદથી હરીફાઈ જોઈ રહ્યો હતો. ત્યાં તેની ઉંમરના એક છોકરાએ અદ્ભુત કમાલ કરી. તેણે સૌથી ઊંચો કૂદકો લગાવી, અગાઉનો વિક્રમ તોડી નાખ્યો. બધાએ તાળીઓના ગડગડાટથી તેને વધાવી લીધો. તેને વિજેતા તરીકે ઇનામ પણ મળ્યું. તેને ઇનામ લઇ જતાં જોઈ વૉલ્ટરને વિશ્વવિક્રમ સ્થાપવાની પ્રેરણા મળી.
In simple words: Walter was joyfully watching the competition. A boy his age made an incredible feat, breaking the previous high jump record. Everyone applauded him. Seeing him receive the winner's prize inspired Walter to aim for a world record himself.

Exam Tip: Explain the chain of events: Walter observing, the boy's achievement, the boy's recognition, and finally Walter's resulting inspiration.

 

નીચે ખરા વાક્ય સામે ની અને ખોટા વાક્ય સામે ૪ ની નિશાની કરોઃ

 

Question 1. માએ વૉલ્ટરના નિચેતન મન પર હળવેથી ટપલી મારી.
Answer: ખોટું
In simple words: The statement is false; the mother encouraged Walter's conscious mind, not his unconscious mind.

Exam Tip: Distinguish between conscious and unconscious influence in motivational contexts.

 

Question 2. વૉલ્ટરે પોતાનાં અંગોને ‘મુંગા શાંત મિત્રો’ કહ્યા છે.
Answer: ખરું
In simple words: The statement is true; Walter symbolically referred to his limbs as 'silent, quiet friends.'

Exam Tip: Remember specific phrases or metaphors used by characters to describe their feelings or relationships.

 

Question 3. 'અપંગનાં ઓજસ' પાઠના લેખક દોલત ભટ્ટ છે.
Answer: ખોટું
In simple words: The statement is false; Kumarapal Desai is the author of 'Apangnan Ojas'.

Exam Tip: Always verify the correct author for a given lesson or text.

 

Question 4. પંદરમી ઑલિમ્પિક સ્પર્ધા હેલસિંકી શહેરમાં યોજાઈ હતી.
Answer: ખરું
In simple words: The statement is true; the fifteenth Olympic Games were indeed held in Helsinki.

Exam Tip: Confirm factual details like event locations and numbers directly from the text.

 

Question 5. વૉલ્ટર મનથી અપંગ હતો, શારીરિક રીતે નહિ.
Answer: ખોટું
In simple words: The statement is false; Walter was physically disabled but mentally very strong.

Exam Tip: Understand the nature of a character's challenges, distinguishing between physical and mental states.

 

કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ

 

Question 1. એના બંને પગ ....... હતા. (નિષ્ક્રિય, નિષ્ક્રિય)
Answer: નિષ્ક્રિય
In simple words: His both legs were inactive.

Exam Tip: Choose the word that best describes the state of the legs due to paralysis.

 

Question 2. વૉલ્ટરનો અગાઉનો ....... તોડી નાખ્યો. (વીક્રમ, વિક્રમ)
Answer: વિક્રમ
In simple words: Walter broke the previous record.

Exam Tip: Pay attention to correct spelling when filling in blanks, especially for similar-sounding words.

 

Question 3. વૉલ્ટરે એક અદ્ભુત ....... મેળવી. (સીદ્ધિ, સિદ્ધિ)
Answer: સિદ્ધિ
In simple words: Walter achieved an amazing feat.

Exam Tip: Choose the word that correctly spells "achievement" in Gujarati.

 

Question 4. એની માતાએ રોપેલી ....... સાકાર બનવા માંડી. (શ્રધ્ધા, શ્રદ્ધા)
Answer: શ્રદ્ધા
In simple words: The faith sown by his mother began to materialize.

Exam Tip: Select the correct spelling for "faith" or "belief" to complete the sentence meaningfully.

 

કૌંસમાં આપેલાં સર્વનામોમાંથી યોગ્ય સર્વનામ પસંદ કરી ખાલી જગ્યા પૂરી.

 

Question 1.
1. રોશન ભાઈ છે. વકીલ છે. (મારો, તે)
2. ઉપર કોઈ ગુસ્સો કરે તો જાત ઉપર કાબૂ રાખવો જોઈએ. (તમારી, તમારા, તમારે)
3. કાલે મુંબઈ જવાનો છું. આવશો? (તમે, હું)
4. બધાં ભાઈબહેન સંપીને રહીએ છીએ. (અમે, અમારાં)
5. કામ જાતે કરવું જોઈએ. (આપણું, આપણે)
Answer:
1. મારો, તે
2. તમારે
3. હું, તમે
4. અમે
5. આપણે
In simple words: Choose the correct pronoun from the options in the brackets to fill in each blank.

Exam Tip: Ensure that the chosen pronoun fits the context of the sentence and matches the gender and number where applicable.

 

કૌસમાં યોગ્ય સર્વનામ રાખી બાકીનાં છેકી નાખો :

 

Question 1.
1. (હું, અમે, બધાં) નિશાળ જાઉં છું.
2. ભગવાન (સૌનું, તેઓ, કોઈનું) ભલું કરે.
3. (એણે, એને) કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો.
Answer:
1. હું
2. સૌનું
3. એણે
In simple words: From the given options, select the appropriate pronoun for each sentence and remove the others.

Exam Tip: Pick the pronoun that correctly completes the sentence while maintaining grammatical agreement and logical sense.

 

અપંગનાં ઓજસ Summary in Gujarati

 

અપંગનાં ઓજસ પાઠ-પરિચય :

 

અપંગનાં ઓજસ શબ્દાર્થ :

  • ઓજસ – બળ, પ્રતિભા (Ojas - strength, talent)
  • લકવો – શરીરનાં અંગો રહી જવાનો રોગ, પક્ષાઘાત (Paralysis - a disease where body parts stop functioning, stroke)
  • પુરુષાર્થ – પ્રયત્ન, મહેનત (Effort - attempt, hard work)
  • ઘેરી - ઊંડી, ગહન (Deep - profound, intense)
  • નિષ્ક્રિય – ક્રિયા ન કરતા હોય તેવા (Inactive - not performing actions)
  • આપમેળે – પોતાની જાતે (Automatically - by oneself)
  • ઘોડી – (અહીં) જેનો ટેકો લઈ ચલાય એવી લાકડી (Crutch - a stick used for support while walking)
  • સહારે – મદદે (Support - to help)
  • નિચેતન – ચેતન વિનાના (Unconscious - without consciousness)
  • વિક્રમ – કોઈ પણ સ્પર્ધાત્મક ક્ષેત્રમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિ (Record - an achievement obtained in any competitive field)
  • ઉપચાર–સારવાર (Treatment - medical care)
  • નિર્ધાર – નિશ્ચય, નિર્ણય (Determination - resolve, decision)
  • અડીખમ – મજબૂત (Firm - strong)
  • કેલિપર્સ – લકવાના દર્દીએ આધાર માટે પહેરવું પડતું સાધન (Calipers - a device worn by paralysis patients for support)
  • પારંગત – હોશિયાર, પ્રવીણ (Skilled - clever, proficient)
  • ઑલિમ્પિક – દર ચાર વર્ષે યોજાતો વિશ્વ રમતોત્સવ (Olympics - a world sports festival held every four years)
  • ચુનંદા – ખાસ પસંદ કરેલા, ઉત્તમ (Chosen - specially selected, excellent)

 

રૂઢિપ્રયોગ

  • હાર ન ખાવી – હાર ન સ્વીકારવી (Not to lose - not to accept defeat)
  • નજર પડવી – ધ્યાન જવું, દેખાવું (To notice - to pay attention, to appear)
  • કમાલ કરવી – આશ્ચર્ય ઉપજાવે એ રીતે કંઈક કરવું મોંમાં આંગળાં નાખવાં – નવાઈ પામવું (To do something amazing - to do something astonishing; To put fingers in mouth - to be astonished)
  • મેદાને પડવું – જાહેરમાં આવવું (To enter the field - to come forward publicly)
  • વાતાવરણ ભરાઈ જવું – વાતાવરણ ગાજી ઊઠવું (To fill the atmosphere - the atmosphere to roar)

Free study material for Gujarati

GSEB Solutions Class 5 Gujarati Chapter 12 અપંગનાં ઓજસ

Students can now access the GSEB Solutions for Chapter 12 અપંગનાં ઓજસ prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 5 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 12 અપંગનાં ઓજસ

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 5 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 5 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Gujarati Class 5 Solved Papers

Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 5 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 12 અપંગનાં ઓજસ to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 12 અપંગનાં ઓજસ for the 2026-27 session?

The complete and updated GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 12 અપંગનાં ઓજસ is available for free on StudiesToday.com. These solutions for Class 5 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 5 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 12 અપંગનાં ઓજસ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 5 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 12 અપંગનાં ઓજસ will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 12 અપંગનાં ઓજસ in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 5 Gujarati. You can access GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 12 અપંગનાં ઓજસ in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 5 as a PDF?

Yes, you can download the entire GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 12 અપંગનાં ઓજસ in printable PDF format for offline study on any device.