Get the most accurate GSEB Solutions for Class 4 Gujarati Chapter 02 તેને તે ઊગશે here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 4 Gujarati. Our expert-created answers for Class 4 Gujarati are available for free download in PDF format.
Detailed Chapter 02 તેને તે ઊગશે GSEB Solutions for Class 4 Gujarati
For Class 4 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 4 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 02 તેને તે ઊગશે solutions will improve your exam performance.
Class 4 Gujarati Chapter 02 તેને તે ઊગશે GSEB Solutions PDF
Std 4 Gujarati Textbook Solutions Chapter 2
Question 1. તમારા શિક્ષક પાસેથી ગીતડું સાંભળો, ઝીલગાન કરો અને જાતે ગાઓ.
Answer:
ઝાડ-પહાડને મળવા જઈએ,
ચાલ આપણે ફરવા જઈએ.
હરણાં પાસે હળવા જઈએ,
ઝરણા પાસે દોડી જઈએ,
ફૂલડાં સાથે રમવા જઈએ. ચાલ.
આંબાડાળે ઝૂલવા જઈએ
નદીકિનારે ભમવા જઈએ.
હામ ભરીને, તવા જઈએ, ચાલ.
Exam Tip: For poems, focus on rhythm and pronunciation. Practicing aloud helps in better memorization and expression.
Question 2. ગાવાની મજા પડે તેમ રમવાની પણ મજા પડે. ચાલો, એક રમત રમીએ.
Answer: શિક્ષક કે રમાડનાર જ્યારે કહે, ‘ગાય ઊડે' તો તમારે ‘ફરરર....' કહી બે હાથ વડે ઊડવાનો અભિનય કરવાનો. જે ભૂલ કરે તેણે તે વખતે જે પશુ-પક્ષીનું નામ બોલાયું હોય તેનો અવાજ કાઢી બતાવવાનો. દા.ત. રમાડનાર કહે કે, ‘ચકલી ઊડે...' ત્યારે જે વિદ્યાર્થી 'ફરરર...' બોલે તેણે ચકલી બોલે એવું ચી..ચી...……. બોલી બતાવવાનું રહેશે.
Exam Tip: Participate actively in such games as they enhance listening skills and imaginative play.
3. જુઓ અને કહો.
Question 1. કોની કલગી સૌથી સારી લાગી?
Answer: મોરની કલગી સૌથી સારી લાગી.
Exam Tip: When describing visual aspects, use clear and descriptive language to express your opinion.
Question 2. આ પક્ષીઓમાંથી તમે ક્યાં કયાં પક્ષીઓ જોયાં છે?
Answer: આ પક્ષીઓમાંથી મેં મોર, કૂકડો, કાગડો, કાબર, ચકલી, કબૂતર જેવાં પક્ષીઓ જોયાં છે.
Exam Tip: Observe local birds regularly to learn about their appearance and habits.
Question 3. તેઓ શું ખાતાં હોય છે? કોઈ પણ બે પક્ષી વિશે કહો.
Answer:
1. મોર દાણા અને જીવડાં ખાય છે.
2. કાગડો એંઠવાડ અને જીવજંતુ ખાય છે.
Exam Tip: Knowing the diet of common birds helps understand their role in the ecosystem.
Question 4. કોઈ પણ બે પક્ષીઓનો અવાજ કાઢો.
Answer:
ચકલા : 'ચી...ચી...;
કાગડા : 'કા...કા...'
Exam Tip: Mimicking bird sounds is a fun way to recognize different species. Practice with common birds.
Question 5. કાબર અને ચકલીની જેમ ચાલી બતાવો.
Answer: વિદ્યાર્થીએ કાબર અને ચકલીની જેમ ચાલી બતાવવું.
Exam Tip: Observe the unique walking styles of different birds to accurately mimic them.
Question 6. તમારાં આંગણાંમાં કયાં કયાં પક્ષીઓ આવે છે?
Answer: અમારા આંગણાંમાં મોર, પોપટ, કાબર, કાગડો, ચક્લી, કબૂતર, કૂકડો વગેરે પક્ષીઓ આવે છે.
Exam Tip: Keeping bird feeders can attract a variety of birds to your garden or yard.
4. એક કૂકડીને એવું કંઈક શીખવાનું મન થયું જે બીજાં પક્ષીઓ વિચારી પણ શકતાં ન હતાં. તેની વાર્તા “કૂકડીને કલગી ઊગે?" સાંભળો અને વારંવાર વાંચો:
વાતચીત :
Question 1. કૂકડીએ શું કર્યું જે તમને સૌથી વધુ ગમ્યું?
Answer: સાંજ સુધી કૂકડીએ પથરા પર ઊડ-ઊતર, ઊડઊતર કર્યા કર્યું એ મને સૌથી વધુ ગમ્યું.
Exam Tip: When evaluating character actions, consider their effort, determination, and the impact of their choices.
Question 2. તમને શું લાગે છે? તેને તે ઊગશે?
Answer: કૂકડીને કલગી ઊગશે નહિ.
Exam Tip: Distinguish between realistic outcomes and imaginary aspirations in stories.
Question 3. આ વાર્તામાં તમને ક્યારે ક્યારે મજા આવી? કયારે કયારે ઉદાસ થવાયું?
Answer: આ વાતમાં જ્યારે જ્યારે કૂકડીએ સફળતા મેળવી ત્યારે ત્યારે મને મજા આવી. કૂકડાએ જ્યારે જ્યારે કૂકડીને હતાશ થવાય તેવી વાતો કહી ત્યારે ત્યારે મારાથી ઉદાસ થવાયું.
Exam Tip: Reflecting on emotional responses to a story helps in understanding character development and themes.
Question 4. કૂકડો અને કૂકડી બંને સાથે હોય તો તમે તેમને કેવી રીતે ઓળખશો?
Answer: કૂકડો અને કૂકડી બંને સાથે હોય તો જેના માથે કલગી હોય તે કૂકડો અને માથે કલગી ન હોય તે કૂકડી, આ રીતે ઓળખી શકાય.
Exam Tip: Look for distinct physical characteristics like crests, wattles, or plumage to tell similar birds apart.
Question 5. તમને દોડવાની સ્પર્ધામાં નિષ્ફળતા મળે તો બીજાના કહેવાથી તમે દોડવાનું કામ છોડી દો કે કરો? કેમ?
Answer: મને દોડવાની સ્પર્ધામાં નિષ્ફળતા મળે તો બીજાના કહેવાથી હું દોડવાનું કામ છોડી ના દઉં, કારણ કે જે સતત પુરુષાર્થ કરે છે તેને સફળતા મળે જ છે.
Exam Tip: Emphasize persistence and self-belief as key factors in overcoming challenges.
Question 6. એવાં ક્યાં ક્યાં કામ છે જે તમારે કરવાં છે પણ ઘરેથી કરવાની ના પાડવામાં આવે છે? ત્યારે તમને કેવું થાય?
Answer: એવા ઘણાં કામ છે જે મારે કરવાં છે પણ ઘરેથી કરવાની ના પાડવામાં આવે છે, જેમ કે.
1. સાઇકલ ચલાવવી.
2. અંધારામાં બહાર જવું.
3. જાતે સ્નાન કરવું.
4. રસ્તો ઓળંગવો વગેરે. આવા સમયે મને ગમતું નથી.
Exam Tip: When listing examples, try to choose diverse instances to fully illustrate the point.
Question 7. તમારે કશુંક નવું શીખવું હોય ત્યારે તમે સૌથી પહેલાં કોની મદદ લો છો?
Answer: મારે કશુંક નવું શીખવું હોય ત્યારે હું સૌથી પહેલાં મારા મિત્રની મદદ લઉં છું.
Exam Tip: Identify reliable sources of help, whether it's friends, family, or teachers, for new learning experiences.
Question 8. કોઈ કામ જાતે શીખવું હોય તો કઈ કઈ રીતે શિખાય?
Answer: કોઈ કામ જાતે શીખવું હોય તો તેની પૂરી માહિતી મેળવવી જોઈએ; કોઈનું માર્ગદર્શન લેવું જોઈએ; જાતે પણ પ્રયત્ન કરવો જોઈએ અને જ્યાં સુધી બરાબર ન શિખાય ત્યાં સુધી હતાશ થયા વિના સતત પ્રયત્ન કરવો જોઈએ.
Exam Tip: Self-learning requires research, mentorship, consistent practice, and resilience.
Question 9. એવું કોઈ કામ ખરું જે તમે આપમેળે શીખ્યા હો?
Answer: હું સાઇકલ ચલાવવાનું કામ આપમેળે શીખ્યો છું.
Exam Tip: Reflect on personal experiences of self-learning to provide relevant examples.
Question 10. કૂકડીને પીંછાં આવે ત્યાં સુધી તમારી કલ્પના મુજબ વાર્તાને આગળ વધારો (પીંછાં આવે તે માટે કૂકડી શું કરશે તે વિચારો અને લખો.)
Answer: આ વાર્તામાં કૂકડીને રંગીન પીંછાં મળ્યાં નહિ હોય પણ તેનો પ્રયત્ન ચાલુ જ રહ્યો હશે.
Exam Tip: Encourage creative thinking and imaginative storytelling for such open-ended questions.
5. જૉડકાં જોડો
Question 1. પાત્રનું નામ વિધાન
| પાત્રનું નામ | વિધાન |
|---|---|
| 1. કાગડો | 4. કૂકડીએ નવા નવા અખતરા ન કરવા જોઈએ. |
| 2. કૂકડો | 2. વાહ! મારી દોસ્ત કૂકડીની મહેનત રંગ લાવી. |
| 3. કૂકડી | 1. ઊડવાનું શીખતી વખતે પડાય પણ ખરું! |
| 4. ચકલી | 3. મથી મથીને તારે શું કૂકડો બનવું છે? |
Exam Tip: Carefully read both columns and look for logical connections or direct quotes from the story to match correctly.
Question 2. કકડીના પ્રયત્નો પરિણામ
| કૂકડીના પ્રયત્નો | પરિણામ |
|---|---|
| 1. એકધ્યાનથી ઊડવાનું | 1. વંડી પર ચડવા કામ કરવા માંડ્યું. જેટલી હોશિયાર |
| 2. સાંજ સુધી પથરા પર થઈ ગઈ. ઊડ-ઊતર કર્યું. | 3. સાંજે આવી ત્યારે એ કરીને ઊડી. ખૂબ જ ખુશ હતી. |
| 3. બી ગઈ ને જોર | 4. પાસે પડેલા એક પથરા પર ચડી |
Exam Tip: Analyze the cause-and-effect relationship between efforts and their outcomes in the story.
6. વાક્યના મોટા ભાગ નીચે લીટી કરો, તેટલો જ ભાગ સુધારીને લખો :
Question 1.
Answer:
1. કૂકડીને થાક લાગે ત્યારે વંડી પર રમવા જતી. તે ઘરે પાછી ફરતી.
2. કૂકડી હોશિયાર અને મહેનતુ હતી.
3. પક્ષી માને છે કે કૂકડી પ્રયત્ન કરે તો કલગી ઊગેય ખરી ! તોપણ તેના માથે કલગી ના ઊગે.
4. કૂકડીને થતું કે કૂકડો કેવો નસીબદાર!
5. બિલાડીના ધક્કાથી કૂકડી ઊંચા પથ્થર સુધી ઊડી શકી. બે બિલાડીઓ લડતા લડતી દોડી આવી, તેની બીકથી જોર કરીને કૂકડી ઊંચા પથ્થર સુધી ઊંડી શકી.
Exam Tip: Focus on identifying the exact error or inconsistency in the original sentence before rewriting the corrected part.
Question 7. જોડી બનાવો. મુખ્ય શબ્દના અર્થ સમજે. વાતચીત કરીને મુખ્ય શાબ જે વાક્યમાં યોગ્ય રીતે વપરાયેલા હોય તેની સામે [V]
Answer:
1. રઢ: હઠ, આગ્રહ, જીદ
(અ) મનોજ મામાના ઘરે જવાની રઢ લઈને બેઠો. [V]
(બ) મમ્મીએ ચૉક્લેટ આપી પછી ઋત્વી રઢ લઈને મજાથી ચૉકલેટ ખાય છે.
Exam Tip: Understand the precise meaning of each word to correctly identify its appropriate usage in a sentence.
Question 8. પાંચના જૂથમાં બેસો. 'કૂકડીને કલગી ઊગે?' વાર્તા વારાફરતી મોટેથી વાંચોઃ [પાન નંબર ૨૭]
Answer: [નોંધઃ શિક્ષકમિત્રએ આ પ્રવૃત્તિ વર્ગમાં કરાવવી.]
Exam Tip: Participating in group reading activities can improve fluency and comprehension skills.
Question 9. કૂકડીને મળી આવ્યા? હવે પ્રશ્નોના ઉત્તર આપોઃ
Question 1. તમને કોનો સ્વભાવ ગમ્યો -કૂકડીનો કે કાગડાનો? કેમ?
Answer: મને કૂકડીનો સ્વભાવ ગમ્યો, કારણ કે કૂકડીએ પોતાની ઇચ્છા પૂરી કરવા માટે કોઈની ટીકા સાંભળ્યા વિના સતત મહેનત કરી અને સફળતા મેળવી.
Exam Tip: When expressing a preference, always back it up with clear and relevant reasons from the story.
Question 2. તમને કૂકડીની કઈ વાત સૌથી વધુ ગમી? કેમ?
Answer: કૂકડી વંડી પર ચડવા લાગી, તેને માથે કલગી ઊગી, ત્યાર પછી તે પોતાનાં બધાં કામ કરતાં કરતાં પણ બીજી કૂકડીઓનેય ઊંચું ઊડતાં શીખવવા મદદ કરતી, સમજાવતી. કૂકડીની આ વાત મને સૌથી વધુ ગમી કારણ કે તે સતત મહેનત કરતી રહી.
Exam Tip: Highlight actions that demonstrate positive character traits like perseverance and a willingness to help others.
Question 3. કૂકડીને કોણ કોણ પ્રોત્સાહન આપતું હતું?
Answer: કૂકડીને પછીથી કાબરે પ્રોત્સાહન આપ્યું.
Exam Tip: Identify the characters who support the protagonist and their role in the story's development.
Question 4. કુકડી મહેનતુ છે કે આળસુ? તમને કઈ રીતે રે ખબર પડી?
Answer: કુકડી મહેનતુ છે. કૂકડી પોતાની ઇચ્છા પૂરી કરવા સતત મહેનત કરે છે, તે કોઈની ટીકા-ટિપ્પણી પણ ધ્યાનમાં લેતી નથી. તે પોતે શીખ્યા પછી બીજી કૂકડીઓને પણ ઊડતાં શીખવવા મહેનત કરે છે, સમજાવે છે.
Exam Tip: Provide specific examples from the story to support your claim about a character's trait.
Question 5. વંડી પરથી દુનિયા કેવી દેખાય છે? કૂકડીએ વંડી પરથી શું શું જોયું?
Answer: હંમેશાં નીચેથી જોયેલાં ઝાડને કૂકડીએ ઊંચેથી જોયાં. વંડી પરથી ઝાડને નજર સામે જોયાં. નીચેથી ઝાડનાં ડાળ-પાંદડાં માંડ જોવા મળતાં તે હવે નજર સામે હતાં. ઝાડની ડાળે ઝૂલતાં પંખીઓ પણ દેખાતાં હતાં.
Exam Tip: Describe how a change in perspective (like viewing from a height) can reveal new details and broader views.
Question 6. મોટા થઈને તમારે શું બનવું છે? આ માટે તમારે શું શું કરવું પડશે?
Answer: મોટા થઈને મારે ક્રિકેટર બનવું છે. આ માટે મારે અત્યારથી જ ક્રિકેટ રમવાની તાલીમ લેવી પડશે; દરરોજ વહેલા ઊઠી કસરત કરવી પડશે; પૌષ્ટિક આહાર લેવો પડશે; ટીવી પર પ્રસારિત ક્રિકેટ મૅચ જોવી પડશે.
Exam Tip: When outlining future goals, also list the concrete steps and efforts needed to achieve them.
Question 10. “મને પીંછાં ઊગતાં તો હજી કેટલાં વર્ષ થવાનાં ! શી ખબર?” કૂકડી મનમાં એવું વિચારતી હતી.
Answer: “મને પીંછાં ઊગતાં તો હજી કેટલાં વર્ષ થવાનાં ! શી ખબર?” કૂકડી મનમાં એવું વિચારતી હતી. કૂકડી પીંછાંવાળાં પક્ષીઓને મળવા લાગી. દરેકને તે પૂછતી, "તમારી પાસે મને પીંછા ઊગે તેવો કોઈ ઉપાય છે ખરો?" કોઈ પક્ષી એની હાંસી ઉડાડતું. કહેતું, “ઈશ્વરે કરેલી રચનામાં કોઈ કંઈ ફેરફાર ન કરી શકે !” કોઈ પક્ષી કહેતું, “તને ઊડીને વંડીએ બેસતાં આવડી ગયું, તેનાથી સંતોષ માન. કોઈ પાસે આનો કોઈ ઉપાય નહિ હોય !" પણ કૂકડીને સંતોષ થયો નહિ. છેવટે કૂકડાએ જ એક યુક્તિ કરી. તેણે બધાં પક્ષીઓને સમજાવ્યાં અને બધાં પક્ષીઓ એક પછી એક કૂકડીને કહેવા લાગ્યાં, “અરે વાહ ! વાહ, કૂકડીબહેન, તમને તો કેવાં સુંદર પીંછાં આવ્યાં ! તમે કેટલાં સુંદર લાગી કે છો !” અને કૂકડી રાજી થઈ ગઈ.
Exam Tip: In storytelling, show how a character overcomes doubt and seeks solutions, even if it involves a clever trick.
Question 11. જૉડીમાં બેસો, ચિત્રો ધ્યાનથી જુઓ, જે શબ્દોમાં ભૂલ દેખાય તેની નીચે લીટી કરો :
Answer: શૌર્યના ચિત્રમાં નાળિયેરીનું એક ઝાડ છે. તે ઊંચું છે તેમજ થોડાંક નાળિયેર પણ છે. તે મોટાં છે. ઋત્વીના ચિત્રમાં આંબાનાં બે ઝાડ છે. પણ નીચાં છે. જોકે કેરીઓ ઘણી છે. તે નાની અને પાકી છે. શૌર્યના ચિત્રમાં બે ગાય છેઃ એક ધોળી ગાય અને એક કાળી ગાય. ઋત્વીના ચિત્રમાં ત્રણ ધોળી ગાય છે, પરંતુ કાળી ગાય નથી. જોકે, તેની પાસે શૌર્ય કરતાં એક ગાય વધુ છે.
Exam Tip: Pay close attention to details when comparing images and describing them accurately, noting any discrepancies.
શૌર્યના ચિત્રમાં એક ચોખ્ખું તળાવ છે અને વધારે પાણી છે. ઋત્વીના ચિત્રમાં પણ તળાવ તો છે; પરંતુ ગંદુ છે અને તેમાં પાણી થોડુંક જ છે. શૌર્યના ચિત્રમાં બે પોપટ ઝાડ પર બેઠા છે અને થોડાંક પક્ષીઓ આકાશમાં ઊડી રહ્યાં છે. ઋત્વીના ચિત્રમાં પોપટ, કોયલ તેમજ મોર ઝાડ પર બેઠા છે અને શૌર્યના ચિત્ર કરતાં વધારે પક્ષીઓ આકાશમાં ઊડી રહ્યાં છે. શૌર્યના ચિત્રમાં એક ઠીંગણો છોકરો છે. ઋત્વીના ચિત્રમાં બે છોકરાં છે, એક પાતળો છોકરો છે. તે ઊંચો છે. બીજો જાડો છોકરો છે.
બંને ચિત્રોનું વર્ણન વાંચ્યું ને? તે´ વાંચવામાં શું મજા પડી કહૉ.
Question 1. બંને ચિત્રોનું વર્ણન વાંચ્યું ને? તે´ વાંચવામાં શું મજા પડી કહૉ.
Answer: બંને ચિત્રો જોવાની અને તેનું વર્ણન વાંચવાની, ભૂલો શોધીને એકબીજા સાથે સરખામણી કરવાની મજા પડી.
Exam Tip: Engaging with descriptive texts and comparing information enhances critical observation skills.
Question 12. ફકરાના આધારે વસ્તુ- કે નામની સામે સંખ્યા, માપ અને ગુણ દર્શાવતા શબ્દો શોધીને આપેલા ઉદાહરણ મુજબ નીચેના કોષ્ટકમાં લખૉ.
Question 1.
| વસ્તુ/નામ | સંખ્યા | માપ | ગુણ |
|---|---|---|---|
| ઝાડ | એક, બે | - | ઊંચું, નીચાં |
| ફળ | - | વધારે | મોટાં, નાનાં, પાકાં |
| ગાય | બે, ત્રણ | - | ધોળી, કાળી |
| તળાવ | એક | - | ચોખ્ખું, ગંદું |
| પક્ષી | થોડાંક, વધારે | - | - |
| છોકરાં | એક, બે | - | ઠીંગણો, પાતળો, ઊંચો, જાડો |
Exam Tip: When filling out tables, ensure each column (quantity, measure, quality) is accurately represented for the corresponding item based on the given text.
Question 13. ચિત્રો ધ્યાનથી જુઓ અને શું અલગ છે તે શોધો :
Answer:
બંને ચિત્રોમાં સરખી બાબતો (સરખું):
- આકાશમાં પતંગ ઊડે છે.
- ફળોની લારી છે.
- ઘર છે.
બંને ચિત્રોમાં જુદી બાબતો (જુદું):
પહેલું ચિત્ર
– ધાબાવાળું મકાન છે.
– છોકરાં ધાબા પરથી પતંગ ચગાવે છે.
– ઝાડ પર કેસરી ફૂલ છે.
– આકાશમાં થોડા પતંગ ચગે છે.
– ચાર છોકરાં છે.
બીજું ચિત્ર
– નળિયાંવાળાં મકાનો છે.
– છોકરાં જમીન પરથી પતંગ ચગાવે છે.
– ઝાડ પર લાલ ફૂલ છે.
– આકાશમાં ઘણા પતંગ ચગે છે.
– ત્રણ છોકરાં છે.
Exam Tip: Systematic comparison of visual elements helps in identifying both commonalities and differences effectively.
Question 14. તમારા નામમાં જેટલા અક્ષર હોય તેટલા કૂદકો મારો. જો તમારા નામમાં અડધો અક્ષર આવતો હોય તો તે માટે એક પગે કૂદકો મારો. ત્યારબાદ, જૂથમાં બેસો, વિચારો અને ઉદાહરણ મુજબ કામ કરૉ
Question 1.
| વસ્તુ/નામ | સંખ્યા | માપ | ગુણ |
|---|---|---|---|
| મરચું | ચાર મરચાં | લાંબાં મરચાં | લાલ, તીખાં મરચાં |
| કારેલું | ત્રણ કારેલાં | જાડાં કારેલાં | કડવાં કારેલાં |
| લીંબુ | બે લીંબુ | ગોળ લીંબુ | ખાટું લીંબુ |
| કેરી | બે કેરીઓ | મોટી કેરીઓ | ખાટી કેરીઓ |
| નાળિયેર | ચાર નાળિયેર | લંબગોળ નાળિયેર | સ્વાદિષ્ટ નાળિયેર |
| જાંબુ | દસ જાંબુ | મોટાં જાંબુ | ખાટાં-મીઠાં જાંબુ |
Exam Tip: Accurately categorizing items by their quantity, measure, and quality helps in developing detailed observation and descriptive skills.
Question 1. કવિતામાંનો કયો સવાલ તમને સૌથી વધુ ગમ્યો?
Answer: મને કવિતામાંથી "પર્વતથી ખેતરને જોઉં ત્યારે લાગે કે કોણે આ પાથયાં રૂમાલ?" આ સવાલ સૌથી વધુ ગમ્યો. આ પ્રશ્ન કુદરતી સૌંદર્યનું એક સુંદર ચિત્ર રજૂ કરે છે.
In simple words: I liked the question "When I see the fields from the mountain, it feels like someone has spread handkerchiefs?" the most. It paints a beautiful picture of nature.
Exam Tip: When asked to identify your favorite part of a poem, mention the specific line and briefly explain why it resonated with you or what imagery it evoked.
Question 2. કઈ પંક્તિ ગાવાની તમને બહુ મજા આવી?
Answer: મને નીચેની પંક્તિ ગાવાની બહુ મજા આવી: ‘મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ? મારે પૂછવા છે એક બે સવાલ.' આ પંક્તિઓમાં બાળકોની નિષ્કપટ જિજ્ઞાસા અને રમૂજ જોડાયેલાં છે.
In simple words: I really enjoyed singing the lines about why mom has a long braid and dad is bald, and having questions about it. These lines show a child's curious and funny side.
Exam Tip: When expressing enjoyment, identify the specific lines that were fun and briefly explain the reason for that enjoyment, linking it to the content or rhythm.
Question 3. કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળાને શું થતું હશે?
Answer: કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળાને તેના શરીર પરથી ચામડી ઉતારવા જેવી પીડા થતી હશે. તે કદાચ દુઃખી અથવા દર્દ અનુભવતું હશે.
In simple words: When we peel a banana, it might feel pain, like its skin is being taken off. It might feel sad or hurt.
Exam Tip: When answering imaginative questions, use descriptive language to convey feelings or experiences from the perspective of the object.
Question 4. વરસાદમાં નાહવા જાઓ ત્યારે મોટેરાં તમને શું કહે છે?
Answer: વરસાદમાં નાહવા જઈએ ત્યારે મોટેરા અમને શરદી થશે, પાછાં આવો એવું કહે છે. તેઓ અમારી સંભાળ રાખવા માટે ચિંતા દર્શાવે છે.
In simple words: When we go to bathe in the rain, elders tell us we'll catch a cold and to come back. They worry about our well-being.
Exam Tip: For questions about parental advice, state their common warnings and briefly mention the underlying concern (e.g., health, safety).
Question 5. છુટા થવા માટે ‘કિટ્ટા' કરાય, સાથે થવા માટે? તમારો અનુભવ કહો.
Answer: છુટા થવા માટે ‘કિટ્ટા' કરાય, જ્યારે સાથે થવા માટે 'બુચ્ચા' કરાય. આ બાળકો વચ્ચેની એક સામાન્ય પ્રથા છે.
In simple words: We 'kitta' to break up, but we 'buccha' to get back together. This is a common practice among children.
Exam Tip: When describing social customs or childhood games, clearly state the action and its purpose, drawing from common experiences.
Question 6. ઊંચે ઊડતાં પંખીને તમારું ગામ કે શહેર કેવું દેખાય?
Answer: ઊંચે ઊડતાં પંખીને મારું ગામ કે શહેર તેનું ચિત્ર દોર્યું હોય તેવું દેખાય. બધું નાનું, સુંદર અને ગોઠવાયેલું દેખાઈ શકે છે.
In simple words: To a bird flying high, my village or city would look like a painted picture. Everything would seem small, beautiful, and neatly arranged.
Exam Tip: When imagining a view from above, use words that describe things as smaller, organized, or like a miniature model.
Question 7. તમારા મનમાં કેવા કેવા સવાલો થાય છે? ઓછામાં ઓછા બે સવાલ કહો.
Answer: મારા મનમાં સવાલો થાય છે કે (1) ઘણા ખૂબ મહેનત કરે તો પણ તેમને સફળતા કેમ મળતી નથી? (2) શિક્ષક બધાને સરખું ભણાવે તોપણ બધાંને પરીક્ષામાં એકસરખા ગુણ કેમ આવતા નથી?
In simple words: I wonder why some people work very hard but don't succeed. Also, why do all students not get the same marks in exams even when teachers teach everyone equally?
Exam Tip: When listing questions, ensure they are distinct and reflect genuine curiosity or philosophical thought, as suggested by the prompt.
Question 1. રમવાની અસર :
Answer: રમતમાં ને રમતમાં છોકરાંનો દિ' થાય કેમ ટૂંકો? એવું કેમ?
In simple words: Why do days feel short for children when they play? Why does this happen?
Exam Tip: For imaginative questions about effects, think about the most noticeable or surprising outcome and phrase it as a curious question.
Question 2. છોલવાની અસર :
Answer: છોલવાથી પેન્સિલને થાય નહીં વેદના? એવું કેમ?
In simple words: Why doesn't a pencil feel pain when it's sharpened? Why is that?
Exam Tip: Consider the sensory experience implied by the action and question the lack of that sensation in the object.
Question 3. ખરવાની અસર :
Answer: ખરે પાંદડાં ત્યારે, આ ઝાડ ઝૂરે નહીં કેમ? એવું કેમ?
In simple words: When leaves fall, why doesn't the tree mourn? Why is that?
Exam Tip: Relate the action to a human emotion (like mourning) and question why an inanimate object or plant doesn't experience it.
Question 4. ધુમાડાની અસર :
Answer: કોઈને નહિને આંખોને આ ધુમાડાથી થાય કેમ ઘણું દરદ? એવું કેમ?
In simple words: Why does smoke cause so much pain to the eyes, but not to anything else? Why does this happen?
Exam Tip: Focus on a specific, common effect of the phenomenon (like smoke hurting eyes) and frame it as an inquiry into its specific impact.
Question 5. ઊંચે ચડવાની અસર :
Answer: ઊંચે ચડવાથી નીચેનાં સૌ દેખાય છે કેમ નાનાં? એવું કેમ?
In simple words: Why do all things below look small when we climb high? Why is that?
Exam Tip: Refer to the visual changes associated with a change in perspective (like things appearing smaller from a height) and question the reason for this optical phenomenon.
Question 1.
Answer:
(1) પપ્પા લાંબો ચોટલો રાખે એ ‘મરઝર' છે. સુધારેલ વાક્ય: મમ્મી લાંબો ચોટલો રાખે છે.
(2) પાણીના ભારથી વાદળ પડી જાય છે. ‘મરઝર' છે. સુધારેલ વાક્ય : પાણીના ભારથી વાદળ પડી જતાં નથી.
(3) રાકેટ આકાશમાં ઊડે ત્યારે લીટા દેખાય છે. ‘ઝરમર' છે.
(4) ખેતરમાંથી પર્વત જોઈએ ત્યારે રૂમાલ જેવો લાગે છે. ‘મરઝર' છે. સુધારેલ વાક્ય : પર્વત પરથી ખેતર જોઈએ ત્યારે તે રૂમાલ પાથર્યો હોય તેવું લાગે છે.
(5) ઉનાળામાં વાદળાંઓને શરદી-કફ થાય છે. ‘મરઝર' છે. સુધારેલ વાક્ય : ઉનાળામાં વાદળાંઓને શરદી-કફ થાય નહિ.
In simple words: Each statement is identified as 'Zarmar' (true) or 'Marzar' (false) and corrected if false. For example, 'father keeps a long braid' is false, it should be 'mother keeps a long braid'. 'Clouds fall due to water weight' is false, they don't fall. 'Rocket leaves trails' is true. 'Mountains look like handkerchiefs from a field' is false, it's the other way around. 'Clouds catch cold in summer' is false, they don't.
Exam Tip: For true/false and correction questions, first decide if the statement is factually correct. If false, provide a clear and concise corrected version, explaining the inaccuracy.
Question 1.
Answer:
| 'અ' | ઉત્તર | 'બ' |
|---|---|---|
| 1. ભફ | 3 | 1. ઝાડ અને પંખી વચ્ચે અબોલા |
| 2. રડવું | 6 | 2. આકાશની પાટી પર લીટા |
| 3. કિટ્ટા | 1 | 3. પાણી ભરેલાં વાદળાં |
| 4. ધુમાડો | 2 | 4. મને ઘણા ઘણા પ્રશ્નો થાય છે |
| 5. જિજ્ઞાસા | 4 | 5. પપ્પાના માથે ચાંદો |
| 6. ટાલ | 5 | 6. પેન્સિલની ધાર કાઢવી |
In simple words: This table matches terms from column 'અ' to their corresponding concepts or ideas in column 'બ' using numbers. For example, 'ભફ' (sound of falling) matches 'પાણી ભરેલાં વાદળાં' (water-filled clouds), and 'રડવું' (crying) matches 'પેન્સિલની ધાર કાઢવી' (sharpening a pencil).
Exam Tip: For matching questions, carefully read both columns and identify logical connections between each item to ensure accuracy. Double-check your choices.
Question 1. ટાયરમાં પંક્ચર પડે તો સાઇક્લ
Answer: ટાયરમાં પંક્ચર પડે તો સાઇક્લ કહે, “હું એક પગે લંગડી થઈ ગઈ, હવે નહીં ચાલી શકું." તે પોતાનું દુઃખ વ્યક્ત કરે છે.
In simple words: If a bicycle tire gets a puncture, the bicycle would say, "I've become lame on one leg; I can't walk now." It expresses its sorrow.
Exam Tip: When personifying objects, imagine their state and how they would express their feelings or limitations in simple terms.
Question 2. બરફને તડકામાં મૂકો તો બરફ
Answer: બરફને તડકામાં મૂકો તો બરફ કહે, “મને ક્યાં ઠંડી લાગે છે કે મને અહીં તડકામાં મૂક્યો?” તે પોતાની પરિસ્થિતિ પર પ્રશ્ન ઉઠાવે છે.
In simple words: If ice is placed in the sun, the ice would say, "Why am I here in the sun? I don't feel cold!" It questions its situation.
Exam Tip: Think about the core property of the object (e.g., ice is cold) and how it would react if placed in a contradictory environment, phrasing it as a question.
Question 3. આંબા પરથી કેરી ખરી પડે ત્યારે આંબો
Answer: આંબા પરથી કેરી ખરી પડે ત્યારે આંબો કહે, “કેમ અહીં રહીને તું ગરમીથી કંટાળી ગઈ?" તે કેરીની સ્થિતિ વિશે પૂછે છે.
In simple words: When a mango falls from a mango tree, the mango tree would say, "Why did you get tired of the heat staying here?" It asks about the mango's condition.
Exam Tip: Consider the relationship between the object and its "child" (e.g., tree and fruit) and how it would express concern or inquiry about its well-being.
Question 4. ધૂળ પર વરસાદનાં ટીપાં પડતાં ધૂળ
Answer: ધૂળ પર વરસાદનાં ટીપાં પડતાં ધૂળ કહે, “હાશ! કાળઝાળ ગરમીથી હું તો કંટાળી ગઈ હતી, હવે ટાઢક થઈ.” તે રાહત વ્યક્ત કરે છે.
In simple words: When raindrops fall on dust, the dust would say, "Ah! I was so tired of the scorching heat; now I feel cool." It expresses relief.
Exam Tip: Think about the environmental context (e.g., hot dust, cooling rain) and describe the relief or change in state the object would experience.
Question 5. ઉનાળામાં રોટલાને ચૂલા પર શેકતાં રોટલો કહે, "આ ગરમી ઓછી છે કે મને ચૂલા પર શેકી કાવ્યો?”
Answer: ઉનાળામાં રોટલાને ચૂલા પર શેકતાં રોટલો કહે, "આ ગરમી ઓછી છે કે મને ચૂલા પર શેકી કાવ્યો?” તે પોતાને શેકવાના નિર્ણય પર પ્રશ્ન કરે છે.
In simple words: When roti is roasted on a stove in summer, the roti would say, "Is this heat not enough that you roast me on the stove?" It questions the decision to roast it.
Exam Tip: Consider the object's perspective on the process it undergoes and its potential "complaint" or question about it, especially in an exaggerated context like summer heat.
Question 1. નવ, દસ, ચૌદ અને બીજા અક્ષરથી બનતો શબ્દ – કલરવ
Answer: નવ, દસ, ચૌદ અને બીજા અક્ષરથી બનતો શબ્દ – કલરવ છે. વાક્ય : પંખીઓ બગીચામાં કલરવ કરે છે.
In simple words: The word formed by the 9th, 10th, 14th, and 2nd letters is 'Kalrav' (chirping). Sentence: Birds chirp in the garden.
Exam Tip: For word-building from letter positions, ensure you correctly identify the letters and form a meaningful word, then use it in a clear sentence.
Question 2. તેરમા અને પંદરમા અક્ષરથી બનતો શબ્દ – ચણ
Answer: તેરમા અને પંદરમા અક્ષરથી બનતો શબ્દ – ચણ છે. વાક્ય : મારાં દાદી દરરોજ સવારે પંખીને ચણ નાખે છે.
In simple words: The word formed by the 13th and 15th letters is 'Chan' (grain). Sentence: My grandmother puts out grain for birds every morning.
Exam Tip: Similar to the previous tip, careful letter extraction and appropriate sentence construction are key.
Question 3. નવ, દસ અને સત્તરમાં અક્ષરથી બનતો શબ્દ – કલગી
Answer: નવ, દસ અને સત્તરમાં અક્ષરથી બનતો શબ્દ – કલગી છે. વાક્ય : મોરની કલગી મોરની શોભામાં વધારો કરે છે.
In simple words: The word formed by the 9th, 10th, and 17th letters is 'Kalgi' (crest). Sentence: The peacock's crest adds to its beauty.
Exam Tip: Focus on making sure the sentence highlights the meaning or characteristic of the formed word clearly.
Question 4. અગિયાર, ચૌદ, સાત અને આઠમા અક્ષરથી બનતો શબ્દ – પોરસાય
Answer: અગિયાર, ચૌદ, સાત અને આઠમા અક્ષરથી બનતો શબ્દ – પોરસાય છે. વાક્ય : આલાપે રૉકેટ બનાવ્યું અને એના પપ્પા પોરસાયા.
In simple words: The word formed by the 11th, 14th, 7th, and 8th letters is 'Porsay' (to be proud). Sentence: Aalap made a rocket, and his father was proud.
Exam Tip: Choose a sentence that naturally demonstrates the verb 'Porsay' in a real-world context.
Question 5. પહેલા, ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા અક્ષરથી બનતો શબ્દ – રાજીની રેડ
Answer: પહેલા, ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા અક્ષરથી બનતો શબ્દ – રાજીની રેડ છે. વાક્ય : ફોરમનો પરીક્ષામાં પ્રથમ નંબર આવતાં તે રાજીના રેડ થઈ ગઈ.
In simple words: The word formed by the 1st, 3rd, 4th, 5th, and 6th letters is 'Rajini Red' (extremely happy). Sentence: When Foram got first rank in the exam, she was extremely happy.
Exam Tip: Use the idiom 'Rajini Red' in a sentence that clearly shows someone being overwhelmingly joyful.
Question. ઘંટને જોરથી વગાડવામાં આવે છે.
Answer: ઘંટને જોરથી વગાડવામાં આવે ત્યારે તેને વાગતું તો નથી ને? તેને માર ખાવો પડે છે?
In simple words: When the bell is rung loudly, does it get hurt? Does it get hit?
Exam Tip: For personification questions, think about how an object might experience its common use if it had feelings, and phrase it as a curious inquiry.
Question 1. એ બિચારાં ફાટી નહીં જાય?
Answer: હા, જો ખૂબ જોરથી ઘસવામાં આવે તો કપડાં ફાટી શકે છે. તેથી, તેમને કાળજીપૂર્વક ધોવા જોઈએ.
In simple words: Yes, if clothes are scrubbed too hard, they might tear. So, we should wash them carefully.
Exam Tip: When answering hypothetical questions, consider the practical implications and consequences of the action, even if it's based on personification.
Question 2. કપડાંને બદલે પહેરનારને ધોવામાં આવે તો કપડાં ગંદાં થાય?
Answer: ના, જો પહેરનારને ધોવામાં આવે તો કપડાં ગંદાં થવાને બદલે પહેરનાર સ્વચ્છ થશે. કપડાં તો ગંદા જ રહેશે.
In simple words: No, if the wearer is washed instead of the clothes, the wearer will become clean, but the clothes will remain dirty.
Exam Tip: Clearly distinguish between the object and the person when discussing cleaning actions.
Question 1. એ બિચારો દાઝશે નહિ?
Answer: દીવો નિર્જીવ છે એટલે તેને દાઝવાની પીડા થતી નથી. તે ફક્ત પ્રકાશ આપે છે.
In simple words: A lamp is inanimate, so it doesn't feel the pain of burning. It just gives light.
Exam Tip: Remember that inanimate objects do not experience physical sensations like pain or burning, despite personification.
Question 2. દીવાની શી ભૂલ કે એને સળગાવવામાં આવે છે?
Answer: દીવાની કોઈ ભૂલ નથી, તેને તો અંધારું દૂર કરવા અને પ્રકાશ આપવા માટે સળગાવવામાં આવે છે. તે તેનો હેતુ પૂરો પાડે છે.
In simple words: It's not the lamp's fault; it's lit to remove darkness and give light. It fulfills its purpose.
Exam Tip: When discussing the purpose of an object, explain its function rather than assigning blame or fault.
Question 1. એ બિચારાને ખોટું નહિ લાગે?
Answer: મીઠું નિર્જીવ વસ્તુ છે, એટલે તેને ખોટું લાગી શકે નહીં. તે માત્ર ખોરાકમાં સ્વાદ ઉમેરે છે.
In simple words: Salt is an inanimate object, so it cannot feel bad. It simply adds flavor to food.
Exam Tip: Reiterate the inanimate nature of objects when discussing their emotional responses in imaginative scenarios.
Question 2. એનો સ્વાદ ખારો હોવા છતાં એ રસોઈમાં કેમ વપરાય છે?
Answer: મીઠાનો સ્વાદ ખારો હોવા છતાં તે રસોઈમાં વપરાય છે કારણ કે તે ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે અને તેના વગર ભોજન સ્વાદહીન લાગે છે.
In simple words: Even though salt tastes salty, it's used in cooking because it makes food flavorful, and without it, food tastes bland.
Exam Tip: Explain the culinary function of an ingredient, focusing on its essential role in enhancing taste.
Question 1. જીભ કોણી સુધી કેમ અડતી નથી?
Answer: જીભ કોણી સુધી અડતી નથી કારણ કે માનવ શરીરરચના એવી રીતે ગોઠવાયેલી છે કે જીભની લંબાઈ અને હાથની લંબાઈ તેમજ કોણીના વાળવાની મર્યાદાને કારણે તે શક્ય નથી.
In simple words: The tongue cannot touch the elbow because of how the human body is built; the length of the tongue and arm, and the way the elbow bends, make it impossible.
Exam Tip: For questions about physical limitations, explain the biological or anatomical reasons behind them concisely.
Question 2. ઝાડ અને પક્ષીઓ વચ્ચે કેવી કેવી વાતચીત થતી હશે? વાદળાંને શરદી કેમ ન થાય?
Answer: ઝાડ અને પક્ષીઓ વચ્ચે હવામાન, ફળો, અને આશ્રય વિશે વાતચીત થતી હશે. વાદળાંઓને શરદી ન થાય કારણ કે તે પાણીના સૂક્ષ્મ કણોના બનેલાં હોય છે અને તેમને જીવંત પ્રાણીઓની જેમ શારીરિક પ્રક્રિયાઓ થતી નથી.
In simple words: Trees and birds might talk about weather, fruits, and shelter. Clouds don't catch colds because they're made of tiny water particles and don't have body processes like living creatures.
Exam Tip: When speculating about imaginary conversations, base the topics on the natural interactions and relationships between the entities. For scientific questions, provide a simple, factual explanation.
Question 3. સાબુ કેમ ગંદો ન થાય?
Answer: સાબુ ગંદો ન થાય કારણ કે તે મેલને પોતાની સપાટી પરથી દૂર કરી દે છે અને પોતે પાણીથી ધોવાઈ જાય છે. તે ગંદકીને દૂર કરવાનું કાર્ય કરે છે, ગંદકીને જાળવી રાખતો નથી.
In simple words: Soap doesn't get dirty because it removes dirt from surfaces and then washes itself away with water. It works to clean things, not hold onto dirt.
Exam Tip: Explain the cleansing mechanism of soap, emphasizing that its function is to remove dirt, not absorb it.
Question 4. તમને આવા કોઈ પ્રશ્ન થાય છે? કોઈ પણ ત્રણ લખી
Answer: હા, મને આવા પ્રશ્નો થાય છે: (1) ફૂલો સુગંધ શા માટે ફેલાવે છે? (2) તારાઓ રાત્રે જ શા માટે ચમકે છે? (3) નદીઓ શા માટે હંમેશા આગળ જ વધે છે, પાછળ નથી વહેતી?
In simple words: Yes, I have such questions: (1) Why do flowers smell good? (2) Why do stars only shine at night? (3) Why do rivers always flow forward and never backward?
Exam Tip: Formulate questions that reflect natural curiosity about everyday phenomena or the behavior of natural elements.
Question 1.
Answer:
1. કૂકડો વહેલો વહેલો જાગે, અંધારું ઝટપટ ભાગે.
2. ચિન્હ ઝટપટ જાગી જાય. સીધો એ નાહવા જાય.
3. જગતને જગાડવા એ તો બાંગે, કદી ન મહેનતાણું માંગે.
4. કૂકડા ગીત મજાનું ગાય, સુણા નાનાં-મોટાં સૌ હરખાય.
In simple words: The lines are rearranged to tell a story: The rooster wakes early, and darkness quickly flees. Chin, too, wakes quickly and goes straight to bathe. The rooster crows to wake the world, never asking for payment. The rooster sings a lovely song, making everyone, young and old, happy.
Exam Tip: When reordering poetic lines, look for narrative flow, rhyming patterns, and logical progression of events to reconstruct the original verse.
Question 1. ‘અ' સારો લાગ્યો કે ‘બ'? શા માટે ?
Answer: ‘બ’ ફકરો સારો લાગ્યો કારણ કે ‘બ’ ફકરામાં નામને બદલે સર્વનામનો ઉપયોગ થયો છે તેથી પુનરાવૃત્તિ ટળી છે અને વાક્ય પ્રવાહ સુધરેલો છે.
In simple words: Paragraph 'B' felt better because it used pronouns instead of repeating names, which avoided repetition and improved the sentence flow.
Exam Tip: When comparing texts, explain your preference by referencing specific linguistic features like pronoun usage, which enhances readability and reduces redundancy.
Question 2. પહેલા ફકરામાં ‘અનિરુદ્ધ’ નામ કેટલી વખત આવે છે?
Answer: પહેલા ફકરામાં ‘અનિરુદ્ધ' નામ ચાર વખત આવે છે.
In simple words: The name 'Aniruddh' appears four times in the first paragraph.
Exam Tip: For factual recall questions, ensure precise counting or identification from the given text.
Question 3. બીજા ફકરામાં આપેલાં નામોને બદલે કયા કયા શબ્દો વાપર્યા છે?
Answer: બીજા ફકરામાં આપેલાં નામોને બદલે નીચે મુજબના શબ્દો વાપર્યા છે: જીવજંતુ માટે: તેમનો, તે, એમને; અનિરુદ્ધ માટે: તેના, મારી; ભદ્રેશ માટે: તે, મને, તું, તને.
In simple words: In the second paragraph, pronouns like 'theirs', 'it', 'them' are used for 'insects'; 'his', 'my' for 'Aniruddh'; and 'he', 'me', 'you' (singular) for 'Bhadresh' instead of their names.
Exam Tip: When identifying pronoun substitutions, list the original names and the specific pronouns used in their place for clarity.
Question 1.
| ક્રમ | વાક્ય | કોઈપણ માટેનો શબ્દ | તમે મૂકેલો શબ્દ |
|---|---|---|---|
| 1. | સાંજે મેં ટીવી પર તેનો ફોટો જોયો. | તેનો | પંકજનો |
| 2. | આજે મેં તેમાં મસાલો નાખી ખાધું. | તેમાં | ટમેટામાં |
| 3. | ગઈકાલે ઉર્વિલ તેના ભાઈ સાથે ફરવા ગયો હતો. | તેના | રશ્મિકાન્તના |
| 4. | આ દફતર તેનું છે. | તેનું | પાર્થનું |
| 5. | પગે વાગ્યું હોવાથી તેનાથી નહિ દોડાય. | તેનાથી | ચેતનાથી |
In simple words: In this table, we replace a bolded pronoun in each sentence with a specific name. For instance, 'his' becomes 'Pankaj's', 'in it' becomes 'in tomato', 'his' (referring to a brother) becomes 'Rashmikant's', 'his' (referring to a bag) becomes 'Parth's', and 'by him' (making him unable to run) becomes 'by Chetana'.
Exam Tip: When replacing pronouns with names, ensure the new name fits the context and gender (if applicable) of the original pronoun, maintaining sentence coherence.
Question 1. કલમલ કબૂતર ધૂ... ધૂ... કરે છે. તે ચણ ચણે છે. (અહીં 'તે' એટલે કોણ ?)
Answer: અહીં 'તે' એટલે કબૂતર. 'તે' સર્વનામ કબૂતર માટે વપરાયું છે.
In simple words: Here, 'it' means the pigeon. The pronoun 'it' is used for the pigeon.
Exam Tip: When identifying the referent of a pronoun, look at the preceding noun that the pronoun clearly replaces.
Question 2. ઝાડ પર બેઠો છે. તે હપ ... હુપ... કરે છે. (ખાલી જગ્યામાં શું આવી શકે ?)
Answer: ખાલી જગ્યામાં 'વાંદરો' આવી શકે છે. 'વાંદરો' ઝાડ પર બેસીને હપ-હુપ અવાજ કરે છે.
In simple words: The blank can be filled with 'monkey'. A monkey sits on a tree and makes 'hup-hup' sounds.
Exam Tip: For fill-in-the-blank questions based on actions or sounds, choose an animal or object commonly associated with that specific action or sound.
Question 3. મારું નામ શ્રેય છે. શ્રેય ચોથા ધોરણમાં ભણું છું. (શ્રેયના બદલે શું લખવાથી વાક્ય સાચું બને?)
Answer: શ્રેયના બદલે 'હું' લખવાથી વાક્ય સાચું બને છે. વાક્ય થશે: "મારું નામ શ્રેય છે. હું ચોથા ધોરણમાં ભણું છું."
In simple words: Replacing 'Shrey' with 'I' makes the sentence correct. The sentence would be: "My name is Shrey. I study in fourth grade."
Exam Tip: When correcting sentences with repeated nouns, replace the second occurrence with an appropriate pronoun to improve flow and avoid redundancy.
Question 4. હર્ષિલ હોશિયાર છે. તેને ? તે શિક્ષક બનવું છે. (ખોટો વિકલ્પ છેકી વાક્ય નવેસરથી લખો.)
Answer: હર્ષિલ હોશિયાર છે. તેને શિક્ષક બનવું છે. અહીં કોઈ ખોટો વિકલ્પ નથી, વાક્ય યોગ્ય છે.
In simple words: Harshil is smart. He wants to become a teacher. There is no wrong option here; the sentence is correct.
Exam Tip: If no incorrect option is present, state that the original sentence is correct, demonstrating an understanding of the task.
Question 5. આપણા રાષ્ટ્રપિતાનું નામ મોહનદાસ ગાંધી છે. તેમને સૌ મહાત્મા ગાંધી તરીકે ઓળખે છે. તેઓ હંમેશાં સાચું બોલતા. (કોણ સાચું બોલતું? બીજા વાક્યમાં એમના નામને બદલે ક્યો શબ્દ વાપર્યો છે?)
Answer: મોહનદાસ ગાંધી હંમેશાં સાચું બોલતા. બીજા વાક્યમાં એમના નામને બદલે 'તેઓ' શબ્દ વાપર્યો છે.
In simple words: Mohandas Gandhi always spoke the truth. In the second sentence, the word 'they' is used instead of his name.
Exam Tip: For multi-part questions, ensure both parts are answered clearly and correctly, identifying both the subject and the pronoun used.
Question 1.
Answer:
2. એક તપેલી લો. તેમાં એક ગ્લાસ પાણી રેડો. તેમાં એક ચમચી ખાંડ નાખી ઓગાળો. એક લીંબુ કાપી લીંબુનો રસ તેમાં નાખો. તેમાં એક ચપટી મીઠું નાખો.
In simple words: Take a pot. Pour one glass of water into it. Add one spoon of sugar and dissolve it. Cut a lemon and add its juice to the pot. Add a pinch of salt to it.
Exam Tip: When filling in blanks or completing a procedure, ensure all steps are logical and follow the sequence established in the preceding context.
Question 1.
Answer:
2. બજારમાંથી પતંગ ખરીધા, દોરા ખરીધા. તેની કિન્ના બાંધી. તેને ફૂમતું લગાવ્યું. તેને આકાશમાં ચગાવ્યા, – તેને આકાશમાં દૂર દૂર સુધી જવા દીધા. આખો દિવસ તેની – સાથે ખુબ મજા કરી. સાંજે તેને ઉતારી લીધા.
In simple words: From the market, kites and strings were bought. Its bridle was tied. A tassel was attached to it. It was flown in the sky – it was allowed to go far and wide in the sky. All day long, much fun was had with it. In the evening, it was brought down.
Exam Tip: When completing narrative passages, maintain the original storytelling style and use consistent pronoun usage to refer to the subject (the kite, in this case).
Question 1.
| ક્રમ | વાક્ય | બધાં માટે | પાઠમાં કોના/શાના માટે |
|---|---|---|---|
| 1. | એમને ચણ વીણતાં શીખવવામાં હોશિયાર. | એમને | કૂકડી |
| 2. | એ ઊઠીને કૂકડીની પાસે આવી. | એ | કાબર |
| 3. | અહીં જમીન પર આપણે રમીએ. | આપણે | કુકડી અને બહેનપણીઓ |
| 4. | શું કામ છે તારે આવા શોખ કરીને? | તારે | કૂકડી |
| 5. | મને કલગી ઊગે-ન ઊગે, તારે શું? | મને, તારે | કૂકડી, કાગડો |
| 6. | ત્યાં એણે શું જોયું? | એણે | કુકડો |
In simple words: This table identifies pronouns from sentences and notes what they refer to in the story. For example, 'them' refers to the hen, 'she' refers to the myna bird, 'we' refers to the hen and her friends, 'you' (singular) refers to the hen or the crow, and 'he' refers to the rooster.
Exam Tip: When analyzing pronoun usage, consider the context of the sentence and the preceding information to accurately identify the specific noun or group of nouns the pronoun refers to.
Question 1. જૂથમાં કામ કરો. રમત પાસિંગ ધ પાર્સલ
Answer: વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ જૂથ બનાવી વર્તુળાકારે બેસીશું. એક વિદ્યાર્થી ઢોલ કે અન્ય કોઈ સાધનની મદદથી સંગીત વગાડશે. આ દરમિયાન બધા વિદ્યાર્થીઓ એક બોલ કે ડસ્ટર કે કોઈ પણ વસ્તુ એકબીજાને પાસ કરશે. સંગીત વગાડનાર વિદ્યાર્થી સંગીત વગાડવાનું બંધ કરી દેશે. આ વખતે બોલ કે ડસ્ટર જેના હાથમાં હોય તે વિદ્યાર્થી બોલ કે ડસ્ટર આપનાર મિત્ર સાથે ઊભો થશે. તે પોતાના પરિવાર વિશે પાંચ વાક્ય બોલશે. તેનો મિત્ર તે વાક્યો ફરીથી બોલશે. દા. ત., નવીન: “મારી મમ્મીનું નામ સવિતાબહેન છે. મારા પપ્પાનું નામ “........." નિમિષા: “આ નવીન છે. તેની મમ્મીનું નામ સવિતાબહેન છે. તેના પપ્પાનું નામ ." પરિચય દરમિયાન પરિવારના જે સભ્યનો પરિચય આપવામાં આવે છે તે વ્યક્તિના નામને બદલે 'તે', 'તેને', 'તેમને' વગેરે જેવા શબ્દો આવે ત્યારે બધા વિદ્યાર્થીઓએ તાલી પાડવાની રહેશે. ત્યારબાદ પહેલાની જેમ જ રમત આગળ વધારવી.
In simple words: Students form groups based on class strength and sit in a circle. One student plays music using a drum or another instrument. During this, all students pass a ball, duster, or any object to each other. When the music stops, the student holding the object stands up with the friend who passed it to them. They will each say five sentences about their family, and then their friend will repeat those sentences. For example, Navin says: "My mother's name is Savitaben. My father's name is..." Nimisha then says: "This is Navin. His mother's name is Savitaben. His father's name is..." During these introductions, if pronouns like 'he', 'him', 'them' are used instead of names, everyone claps. The game then continues as before.
Exam Tip: When describing a game or activity, provide a clear, step-by-step explanation of the rules, roles, and how it progresses, including examples if necessary.
Question 1. કાગડા પરિવારના સભ્યોનાં નામ લખો.
Answer: કાગડા પરિવારના સભ્યોનાં નામ આ પ્રમાણે છે : 1. કાગડો 2. કાગડી અને 3. કાગડું.
In simple words: The names of the crow family members are: 1. Crow (male) 2. Crow-hen (female) and 3. Crow-chick (young one).
Exam Tip: For direct recall questions, list the requested information accurately and completely as found in the text.
Question 2. પૂરી કુટુંબના સભ્યોનાં નામ લખો.
Answer: પૂરી કુટુંબના સભ્યોનાં નામ આ પ્રમાણે છે : 1. લોટ 2. તેલ 3. મીઠું અને 4. પાણી.
In simple words: The names of the Puri (fried bread) family members are: 1. Flour 2. Oil 3. Salt and 4. Water.
Exam Tip: In imaginative contexts, identify the components or ingredients that contribute to the "family" of an item, listing them clearly.
Question 3. ખોટો વિકલ્પ છેકો – કાગડો, કાગડી અને બંને કાગડુંઓ જોરજોરથી ગાવા લાગ્યું ? લાગ્યો કે લાગ્યાં.
Answer: ખોટો વિકલ્પ છેકો – કાગડો, કાગડી અને બંને કાગડુંઓ જોરજોરથી ગાવા લાગ્યું ? લાગ્યો કે લાગ્યાં. (ખોટો વિકલ્પ 'લાગ્યું' અને 'લાગ્યો' છે). સાચો જવાબ 'લાગ્યાં' છે.
In simple words: The wrong options to strike out are 'lagyu' (singular, neuter) and 'lagyo' (singular, masculine). The correct option is 'lagyaan' (plural).
Exam Tip: For verb agreement questions, identify the subject's number and gender (if applicable) to choose the correct conjugated verb form.
Question 1. કૂકડી કઈ કઈ બાબતોમાં હોશિયાર હતી?
Answer: કૂકડી ઈંડાં સેવવામાં, ચણ વીણવામાં, બચ્ચાં સાચવવામાં અને એમને ચણ વીણતાં શીખવવામાં હોશિયાર હતી. તેણી આ બધા કાર્યોમાં ખૂબ નિપુણ હતી.
In simple words: The hen was clever at incubating eggs, finding grains, taking care of her chicks, and teaching them to find grains. She was very skilled in all these tasks.
Exam Tip: When listing skills or qualities, ensure you cover all aspects mentioned in the source and use clear, descriptive terms.
Question 2. કૂકડીને કઈ બે વાતે દુઃખ હતું?
Answer: કૂકડીને બે વાતે દુઃખ હતું: એક તો એ કે તેનાથી ઊંચું ઊડાતું ન હતું અને બીજું એ કે તેને રંગીન પીંછાં ન હતાં, માથે કલગી ન હતી અને ગળે લાલ-પીળા રંગો ન હતા. આ બાબતો તેને નિરાશ કરતી હતી.
In simple words: The hen was sad about two things: first, she couldn't fly high, and second, she didn't have colorful feathers, a crest on her head, or red-yellow colors on her neck. These things made her feel disheartened.
Exam Tip: When identifying causes of sadness or distress, list them comprehensively as provided in the story, ensuring all details are included.
Question 3. સાંજે પાછી ફરી ત્યારે થાકેલી હોવા છતાં કૂકડી કેમ ખુશ હતી?
Answer: સાંજે પાછી ફરી ત્યારે થાકેલી હોવા છતાં કૂકડી ખુશ હતી, કારણ કે તેને ઊડીને પથરા પર બેસતાં અને ઊડ-ઊતર કરતાં આવડી ગયું હતું. તેણી પોતાની સિદ્ધિથી સંતુષ્ટ હતી.
In simple words: Despite being tired when she returned in the evening, the hen was happy because she had learned to fly onto stones and to practice flying up and down. She felt satisfied with her achievement.
Exam Tip: Connect the character's emotion (happiness) to their recent achievement or learning experience, emphasizing the sense of accomplishment.
Question 4. કુકડીએ પોતાની કઈ અભિલાષા કૂકડાને કહી?
Answer: કૂકડીએ પોતાની અભિલાષા કૂકડાને કહી કે 'મારે તો તારી જોડે વંડી પર બેસવું છે અને બહારની દુનિયા જોવી છે.' તેણીને વિશ્વનું અન્વેષણ કરવાની ઈચ્છા હતી.
In simple words: The hen told the rooster her wish: 'I want to sit on the wall with you and see the outside world.' She wanted to explore the world.
Exam Tip: Quote the exact statement of a character's desire if it is directly provided in the text, then briefly explain its meaning.
Question 5. કુકડાને કેમ નવાઈ લાગી?
Answer: એક સવારે કૂકડાએ કૂકડીને વંડી પર જોઈ ત્યારે તેને નવાઈ લાગી, કારણ કે કૂકડી વંડી પર ચડવા જેટલી મહેનત કરી શકે તેની તેને કલ્પના નહોતી. તે કૂકડીના પ્રયત્નોથી આશ્ચર્યચકિત હતો.
In simple words: One morning, the rooster was surprised to see the hen on the wall because he hadn't imagined she could work hard enough to climb it. He was astonished by her efforts.
Exam Tip: Explain the reason for a character's surprise by contrasting it with their previous assumptions or knowledge, highlighting the unexpected nature of the event.
નીચેનાં વાક્યો કોણ બોલે છે તે લખો :
Question 1.
(1) ‘કૂકડીને માથે કલગી ન હોય !' - કૂકડીની મા
(2) ‘કેમ આજે ચણવામાં બહુ સારું મળ્યું છે કે રાજીના રેડ છે?' - કૂકડો
(3) ‘રહેવા દે ને હવે, શું કામ છે તારે આવા શોખ કરીને?' - કૂકડો
(4) ‘મને કલગી ઊગે ના ઊગે તારે શું?' - કૂકડી
(5) 'કૂકડી તો તું કૂકડી જ રહેવાની ને?' - કાગડો
Answer:
(1) કૂકડીની મા
(2) કૂકડો
(3) કૂકડો
(4) કૂકડી
(5) કાગડો
In simple words: For each sentence, we need to pinpoint who says it in the story. We can find the speaker mentioned right after the sentence itself.
Exam Tip: Pay close attention to quotation marks and the context of the dialogue to correctly identify the speaker in a story.
કૌસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પુરો :
Question 1.
(1) કૂકડી .................... હતી. (હોશિયાર, ઠોઠ).
(2) કૂકડી .................... માં ચણ વીણતી હતી. (ખેતર, ઉકરડા)
(3) .................... ને માથે કલગી ઊગી. (કાગડા, કૂકડી)
(4) કાબરે .................... અને દોઢડાહ્યો કહ્યો. (કાગડા, ઘુવડ)
(5) કૂકડી .................... પર ચડી. (ઝાડ, વડી)
Answer:
(1) કૂકડી હોશિયાર હતી.
(2) કૂકડી ઉકરડા માં ચણ વીણતી હતી.
(3) કૂકડી ને માથે કલગી ઊગી.
(4) કાબરે કાગડા અને દોઢડાહ્યો કહ્યો.
(5) કૂકડી વડી પર ચડી.
In simple words: Read each sentence carefully and choose the word from the given choices that makes the most sense in the blank space.
Exam Tip: Always read both options before deciding, and pick the word that fits the context of the story best.
સાચો શબ્દ શોધીને સામે લખો :
Question 1.
(1) ઝાડ / ઝાટ
(2) નાળીયેર / નાળિયેર
(3) હોંશીયાર / હોશિયાર
(4) પીછાં / પીંછાં
(5) રંગીન / રંધીન
(6) ચકીત / ચક્તિ
(7) અભીલાષા / અભિલાષા
(8) પાંદડું / પાદડુ
(9) પાખ / પાંખ
(10) ઊંચું / ઊંચુ
Answer:
(1) ઝાડ
(2) નાળિયેર
(3) હોશિયાર
(4) પીંછાં
(5) રંગીન
(6) ચકિત
(7) અભિલાષા
(8) પાંદડું
(9) પાંખ
(10) ઊંચું
In simple words: Carefully look at each pair of words. One word is spelled correctly, and the other is not. Identify the correct spelling and write it down.
Exam Tip: Practice identifying common spelling errors in Gujarati to improve your accuracy. Pay attention to short and long vowels and nasalization marks.
લીટી દોરેલા શબ્દને બદલે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય ફરી લખો :
Question 1.
(1) આ સંગીતા છે. સંગીતાને એક ભાઈ છે. (તે, તેને)
(2) પ્રણવ અને પ્રવીણ ભાઈઓ છે. પ્રણવ અને પ્રવીણ હોશિયાર છે. (અમે, તેઓ)
(3) શોકભાઈ શિક્ષક છે. અશોકભાઈ ગુજરાતી શીખવે છે. (તે, તમે)
(4) મારું નામ આશા છે. આશા સંગીત શીખું છું. (હું, મને)
(5) તમે હરેશ અને નરેશ છો. હરેશ અને નરેશ ઊંચા છો. (અમે, તમે)
Answer:
(1) આ સંગીતા છે. તેને એક ભાઈ છે.
(2) પ્રણવ અને પ્રવીણ ભાઈઓ છે. તેઓ હોશિયાર છે.
(3) અશોકભાઈ શિક્ષક છે. તે ગુજરાતી શીખવે છે.
(4) મારું નામ આશા છે. હું સંગીત શીખું છું.
(5) તમે હરેશ અને નરેશ છો. તમે ઊંચા છો.
In simple words: Replace the repeated noun in each sentence with a suitable pronoun from the given options to make the sentence sound more natural.
Exam Tip: Using pronouns correctly helps to avoid repetition and makes your writing flow better. Pay attention to the gender and number of the noun when choosing a pronoun.
Free study material for Gujarati
GSEB Solutions Class 4 Gujarati Chapter 02 તેને તે ઊગશે
Students can now access the GSEB Solutions for Chapter 02 તેને તે ઊગશે prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 4 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 02 તેને તે ઊગશે
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 4 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 4 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Gujarati Class 4 Solved Papers
Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 4 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 02 તેને તે ઊગશે to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 4 Gujarati Textbook Solutions Chapter 2 તેને તે ઊગશે is available for free on StudiesToday.com. These solutions for Class 4 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 4 Gujarati Textbook Solutions Chapter 2 તેને તે ઊગશે as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 4 Gujarati Textbook Solutions Chapter 2 તેને તે ઊગશે will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 4 Gujarati. You can access GSEB Class 4 Gujarati Textbook Solutions Chapter 2 તેને તે ઊગશે in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 4 Gujarati Textbook Solutions Chapter 2 તેને તે ઊગશે in printable PDF format for offline study on any device.