Get the most accurate GSEB Solutions for Class 12 Gujarati Chapter 02 કુસુમનું કઠણ તપ here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 12 Gujarati. Our expert-created answers for Class 12 Gujarati are available for free download in PDF format.
Detailed Chapter 02 કુસુમનું કઠણ તપ GSEB Solutions for Class 12 Gujarati
For Class 12 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 12 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 02 કુસુમનું કઠણ તપ solutions will improve your exam performance.
Class 12 Gujarati Chapter 02 કુસુમનું કઠણ તપ GSEB Solutions PDF
કુસુમનું કઠણ તપ સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.
Question 1. કુસુમ અને માળણ શો પ્રયત્ન કરી રહ્યાં હતાં?
Answer: કુસુમ અને માળણ ચૂલામાં દેવતા સળગાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં.
In simple words: Kusum and the gardener woman were trying to light the fire in the stove.
Exam Tip: For simple questions, identify the main characters and their action to form a clear, concise answer.
Question 2. માળણ કુસુમની આંખોને કોની સાથે સરખાવે છે?
Answer: આંખોમાં ધુમાડો જવાને કારણે તેની આંખો રાતીચોળ થઈ ગઈ હતી. તેથી, માળણ કુસુમની આંખોને કેસૂડાંનાં ફૂલ સાથે સરખાવે છે.
In simple words: The smoke made Kusum's eyes very red. So, the gardener woman compared Kusum's eyes to the red flowers of the Flame-of-the-Forest tree.
Exam Tip: Pay attention to descriptive comparisons used in the text, as they often highlight character details or emotional states.
Question 3. સુન્દરે પાંદડાં વીણી કયું કાર્ય કર્યું?
Answer: કુસુમે પાંદડાં વીણી, સળીઓનાં ટાંકાથી તેને સાંધીને તેનું પત્રાળું બનાવ્યું.
In simple words: Kusum collected leaves, then sewed them together with twigs to make a leaf-plate.
Exam Tip: When asked about a character's action, clearly state what they did and how they did it, if described.
Question 4. કુસુમ હાંલ્લીને અડકવા બાબતે સુન્દરને શા માટે અટકાવે છે?
Answer: કુસુમ ત્રણ દિવસથી ચૂલા પર બનાવેલી ખીચડી ખાય છે એ જાણીને સુંદર હાંલ્લીને અડકવા જાય છે, ત્યારે કુસુમ નવણમાં છે એમ કહીને એને રોકે છે.
In simple words: When Sundar tries to touch the pot, knowing Kusum has been eating khichdi made on the stove for three days, Kusum stops her by saying she is "untouchable" (in a state of ritual impurity).
Exam Tip: Understand the cultural context of phrases like "નવણમાં છે" to fully grasp the character's motivation.
Question 5. કુસુમે શી યુક્તિ કરી?
Answer: કુસુમને જમવું હતું એ માટે જુદી જુદી વાતોમાં અને જમની સાથેનાં વાર્તાલાપમાં સુંદરને વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કર્યો.
In simple words: Kusum needed to eat, so she tried to keep Sundar busy by talking about various things and engaging her in conversation with Jamani.
Exam Tip: Look for instances of cleverness or strategy by characters; these often reveal their personality and drive the plot.
2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.
Question 1. સુંદર કોને શોધતી હતી?
Answer: સુંદર કુસુમને શોધી રહી હતી. સવારથી કુસુમ તેમને 8 વાગ્યા સુધી મળી નહોતી. કુસુમ જે જગ્યાએ હોય તેવી ખાતરીવાળી જગ્યાએ પણ તે ન મળી. માળણની ઓરડીની પાછળ કંઈક સળવળાટ સંભળાયો, તેથી સુંદરે ત્યાં તપાસ કરી. એમણે જોયું કે માળણની ઝૂંપડી અને વાડીના કોટની વચ્ચેની ખાલી જગ્યા પીપળાનાં ઝાડની છાંયાથી ઢંકાયેલી હતી. એ ઝાડના મૂળ પાસે કુસુમે જમીનમાં ચૂલો બનાવ્યો હતો. તેમાં દેવતા સળગાવી તેના પર ખીચડી મૂકી હતી. પોતે ઈંટ પર બેઠી હતી. શરીર પરના બધા જ અલંકારો કાઢી નાખ્યા હતા. માળણના સાલ્લા જેવો સાલ્લો પહેરેલી યુવતી એ જ કુસુમ હતી, પણ એક નજરે તે ઓળખાઈ જ નહીં. સુંદર શ્વાસ રોકી, સ્તબ્ધ થઈને છાતીએ હાથ મૂકીને કુસુમનો ચિત્રવેશ જોતી રહી.
In simple words: Sundar was looking for Kusum, who was missing since morning. She found Kusum behind the gardener's hut, cooking khichdi on a makeshift stove. Kusum had removed all her jewelry and wore simple clothes, appearing completely different. Sundar was shocked by this sight.
Exam Tip: For descriptive questions, detail the setting, character's appearance, and reactions to paint a complete picture.
Question 2. કુસુમ કાકીની આંખો સામે શા માટે તાકીને જોઈ રહી?
Answer: સુંદર કુસુમને શોધતી વાડીમાં આવી. કુસુમે માળણનો વેશ ધારણ કરેલો હતો અને અલંકાર વિના પણ લતા જેવી સુંદર લાગતી હતી. તેને ચૂલા પર ખીચડી બનાવતી જોઈને સુંદરને આશ્ચર્ય થયું અને આવા વેશ કાઢવાની ના પાડી. જો તે નહીં માને તો વડીલોને જાણ કરવાનું સુંદરે કહ્યું. ત્યારે કુસુમ કહે છે કે તેને કોઈનો ભય નથી અને પિતાજી તેને વઢવાના નથી તેની ખાતરી છે. સુંદરને તે એમ પણ સમજાવે છે કે કોઈની ઉપર બોજ ન બનીએ અને ગરીબ થઈને કેવી રીતે રહેવું તે પણ શીખવું જોઈએ. છેવટે પોતાનો વિજય થયો હોય એમ કુસુમ સુંદર સામે તાકી રહે છે.
In simple words: Sundar found Kusum dressed as a gardener, cooking khichdi. Sundar told her to stop this act and threatened to tell the elders. Kusum, confident and fearless, explained she wants to learn self-reliance. In the end, as if triumphant, Kusum stared at Sundar.
Exam Tip: Focus on the underlying conflict and Kusum's resolve when explaining her actions and gaze.
Question 3. કુસુમ મનની શી વાતો સુન્દરને સમજાવે છે?
Answer: કુમુદનો ઘર સંસાર વિખરાયા બાદ વિદ્યાચતુર અને ગુણસુંદરીને કુસુમની ચિંતા સતાવવા લાગી હતી. સુંદર કુસુમને પોતાના મનની વાત કહેવા માટે સંમત કરે છે. કુસુમ બુદ્ધિધન, ચંદ્રકાંત અને સરસ્વતીચંદ્ર સાથે લગ્ન કરવાની ના પાડે છે. સુંદર પણ બુદ્ધિધનની મોટી ઉંમર અને ચંદ્રકાંતને પત્ની હોવાને કારણે લગ્ન ન કરવા સંમત થાય છે. પરંતુ જ્યારે સરસ્વતીચંદ્રની ના વિશે પ્રશ્ન કરે છે, ત્યારે કુસુમ કહે છે કે જો સરસ્વતીચંદ્ર મળે, પોતાના વિચારો બદલવા તૈયાર થાય, તેના બધા પ્રશ્નોના બરાબર ઉત્તર આપે, અને એમના તથા કુસુમના વિચારો મળે, તો કુસુમ સરસ્વતીચંદ્ર વિશે વિચારશે. આમ, કુસુમ પોતાની મનની મૂંઝવણ સુંદર પાસે રજૂ કરે છે.
In simple words: Kusum explains to Sundar why she refuses to marry Buddhidhan, Chandrakant, and Saraswatichandra. She agrees with Sundar about Buddhidhan and Chandrakant. However, for Saraswatichandra, she states that if he changes his views, answers her questions, and their thoughts align, she would consider marrying him.
Exam Tip: When discussing a character's internal thoughts, elaborate on their reasoning and conditions for their decisions.
3. વિસ્તૃત ઉત્તર લખો.
કુસુમનું કઠણ તપ' ચર્ચો. નોંધ લખો :
Question 1. કુસુમની સમજદારીની ભાવના
Answer: બહેન કુમુદના દુઃખથી કુસુમ અજાણ ન હતી. માતા-પિતાની વેદનાને કારણે તેણે આજીવન કુંવારી રહેવાનો નિર્ણય કર્યો. એ માટે માળણ જેવું સાદું અને કઠોર જીવન જીવવાનું નક્કી કર્યું. સુંદર કુસુમને પોતાના મનની વાત કહેવા માટે સંમત કરે છે. ત્યારે કુસુમ બુદ્ધિધન, ચંદ્રકાંત અને સરસ્વતીચંદ્ર સાથે લગ્ન કરવાની ના પાડે છે. સુંદર પણ બુદ્ધિધનની મોટી ઉંમર અને ચંદ્રકાંતને પત્ની હોવાને કારણે લગ્ન ન કરવા સંમત થાય છે. પરંતુ જ્યારે સરસ્વતીચંદ્રના વિશે પ્રશ્ન કરે છે, ત્યારે કુસુમ કહે છે કે જો સરસ્વતીચંદ્ર મળે, પોતાના વિચારો બદલવા તૈયાર થાય, તો પોતે પણ એ વિશે વિચારશે. કુસુમ ભાવિ યોજના પણ બનાવે છે કે, માળણનો મહિને બે રૂપિયામાં નિર્વાહ થાય છે. વરસે ચોવીશ રૂપિયા થાય. ચાર ટકા પ્રમાણે છસો રૂપિયાનું વ્યાજ થાય. એટલી રકમ તો પિતા તેને કન્યાદાનમાં આપશે. એ રકમ પણ નથી જોઈતી. પિતાજી એટલી રકમ ભલે ગમે ત્યાં વ્યાજે મૂકે પણ એને માત્ર એ રકમનું વ્યાજ અપાવે. તોપણ એ સુખેથી જીવી જશે. આમ, દરેક પરિસ્થિતિને અનુરૂપ રહેવા તૈયાર રહેવું એ જ કુસુમની સમજદારી છે.
In simple words: Kusum understood her sister Kumud's sorrow and decided to remain unmarried. She chose a simple, austere life like a gardener. She rejected proposals from Buddhidhan, Chandrakant, and Saraswatichandra, explaining her conditions for Saraswatichandra. She also planned to live on a small income, demonstrating her self-reliance and desire to adapt to any circumstance.
Exam Tip: To illustrate Kusum's understanding, detail both her personal sacrifice and her practical financial planning.
Question 2. સુન્દરની રસોઈકળા
Answer: સુંદર, કુસુમની કાકી હોવાથી, તેના પ્રત્યે ખૂબ સ્નેહાળ અને કાળજી રાખનારી હતી. તે હંમેશાં કુસુમ માટે સ્વાદિષ્ટ ભોજન બનાવતી હતી, જેથી કુસુમને આરામ અને સુખ મળે. સુંદરને કુસુમને હંમેશાં વૈભવી જીવન જીવતી જોવાની આદત હતી, જ્યાં સારું ભોજન સામાન્ય વાત હતી. તેની રસોઈ કળા ઉત્કૃષ્ટ હોવી જોઈએ, જે કુસુમે અગાઉ ભોગવેલી આરામદાયક જીવનશૈલી દર્શાવે છે. આ કારણે સુંદરને કુસુમને સાદા ચૂલા પર સાદી ખીચડી બનાવવામાં સંઘર્ષ કરતી જોવું મુશ્કેલ લાગતું હતું, કારણ કે તે પોતે જે સરળતાથી આપી શકતી હતી તેનાથી તદ્દન વિપરીત હતું.
In simple words: Sundar, as Kusum's aunt, was very affectionate and caring, often preparing delicious meals for Kusum. Her excellent cooking skills reflected the comfortable life Kusum used to have. It was hard for Sundar to see Kusum struggling to cook simple food, a stark contrast to the easy life she was accustomed to providing.
Exam Tip: When an answer is missing, infer details from the character's relationships and surrounding narrative to provide a coherent response.
Question 1. “કુસુમનું કઠણ તપ' શીર્ષકની સ્પષ્ટ કરો
Answer: ગોવર્ધનરામ ત્રિપાઠી લિખિત “સરસ્વતીચંદ્ર' નવલકથાના વૈવિધ્યસભર જીવંતપાત્રો, સુંદર વર્ણનો અને ચિંતનાત્મક ગદ્યશૈલીને કારણે ગુજરાતી સાહિત્યમાં જીવંત સ્થાન ધરાવે છે. વિદ્યાચતુર અને ગુણસુંદરીની મોટી દીકરી કુમુદનું જીવન સરસ્વતીચંદ્રના ગૃહત્યાગને કારણે દુઃખમય બની ગયું હતું. કુમુદની બહેન કુસુમ હોશિયાર અને બુદ્ધિશાળી હતી. પશ્ચિમના આચાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ફૂંક મારવા જતા એના મોં પર રાખોડી ચોંટી જાય છે. ધુમાડાને કારણે એની આંખો કેસૂડાં રંગ જેવી લાલ થઈ ગઈ. તેમ છતાં મુશ્કેલીઓથી ડર્યા વિના કપરી પરિસ્થિતિમાં કેમ રહેવું એ માટે મનને તૈયાર કર્યું. સુંદરના સમજાવવા છતાં એ પોતાના વિચારોમાં મક્કમ રહે છે. સમગ્ર નવલકથા-ખંડમાં કુસુમના કઠણ તપનું સચોટ આલેખન કર્યું છે. માટે શીર્ષક સર્વથા યોગ્ય છે.
In simple words: The title "Kusum's Hard Penance" is fitting because Kusum, deeply affected by her sister Kumud's sorrow, chooses a difficult life of simplicity and self-denial. Despite facing hardships and Sundar's persuasion, she remains firm in her decision to live without luxury, showing great determination and resilience throughout the story.
Exam Tip: To explain a title's appropriateness, connect it directly to the protagonist's actions, challenges, and character development within the story.
Question 2. “કુસુમનું કઠણ તપ' નવલકથા-ખંડને આધારે કુસુમનો પાત્ર-પરિચય કરાવો.
Answer: “સરસ્વતીચંદ્ર' નવલકથાનાં પાત્રો એક અજબ જીવંત કળાથી ગોવર્ધનરામ ત્રિપાઠીએ ગૂંથ્યા છે. સરસ્વતીચંદ્રના ગૃહત્યાગને કારણે વિદ્યાચતુરના કુટુંબ પર મોટી આફત આવી પડી. દીકરી કુમુદના જીવનની વેદનાથી દુઃખી થયેલા વિદ્યાચતુર, કુસુમ પરણીને દુ:ખી થાય એના કરતાં આજીવન કુંવારી રહે એવું વિચારતા હતા. બહેન કુમુદના દુઃખથી કુસુમ અજાણ ન હતી. માતા-પિતાની વેદનાને કારણે તેણે આજીવન કુંવારા રહેવાનો નિર્ણય કર્યો. એ માટે માળણ જેવું સાદું અને કઠોર જીવન જીવવાનું નક્કી કર્યું. માળણની ઝૂંપડી અને વાડીની કોટની વચ્ચેની ખાલી જગ્યા પીપળાનાં ઝાડની છાંયાથી ઢંકાયેલી હતી. એ ઝાડના મૂળ પાસે કુસુમે જમીનમાં ચૂલો કર્યો. તેમાં દેવતા સળગાવી તેના પર ખીચડી મૂકી. પોતે ઈંટ પર બેઠી. તાપ સળગાવવા માટે ફૂંક મારવા જતાં રાખ તેના મોં પર ચોંટી ગઈ. એ વખતે સુંદરકાકી તેને શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યા. કુસુમનો આવો વેશ જોઈને એ સ્તબ્ધ થઈ ગયા. આવો વેશ ન કાઢવા સુંદરે કુસુમને સમજાવવા ખૂબ પ્રયત્નો કર્યા. પણ કુસુમ મક્કમ હતી. છેવટે સુંદર કુસુમનાં માતા-પિતાને આ વેશની વાત ન કહેવાની શરતે કુસુમના મનની વાત જાણવાનો પ્રયાસ કર્યો. કુસુમ બુદ્ધિધન, સરસ્વતીચંદ્ર અને ચંદ્રકાંત સાથે લગ્ન કરવાની ના પાડે છે. કુમુદના સસરા બુદ્ધિધન તેના પિતા સમાન છે અને ચંદ્રકાંતને પહેલી પત્ની છે. સુંદર પણ બુદ્ધિધન અને ચંદ્રકાંત સાથે લગ્ન ન કરવા સંમત થાય છે પણ કુસુમ મીરાંબાઈ જેવું જીવન જીવવાનું કહે છે, ત્યારે ગુસ્સે થયેલી સુંદરનાં આકરા શબ્દોને કારણે કુસુમ તેની પાછળ પાછળ જાય છે. આમ, કુસુમનું પાત્ર સમગ્ર ખંડમાં મહત્ત્વનું છે.
In simple words: Kusum is a central figure in "Saraswatichandra." Deeply affected by her sister Kumud's plight, she decides to remain unmarried and live a simple, austere life like a gardener, rejecting proposals from Buddhidhan, Chandrakant, and Saraswatichandra. Her strong will and self-reliant nature are highlighted as she endures hardships and stands firm against Sundar's attempts to dissuade her, making her character significant throughout the chapter.
Exam Tip: For a character sketch, cover their key decisions, motivations, relationships, and how they embody the story's themes.
Question 3. કુસુમ પોતાના જીવનનિર્વાહ માટે શી યોજના બનાવે છે?
Answer: આજીવન કુંવારા રહેવાનો નિર્ણય કર્યા પછી કુસુમ માળણ જેવું સાદું અને કઠોર જીવન જીવવાનું નક્કી કરે છે. માળણનો મહિને બે રૂપિયામાં નિર્વાહ થાય છે. વરસે ચોવીશ રૂપિયા થાય. ચાર ટકા પ્રમાણે છસો રૂપિયાનું વ્યાજ થાય. એટલી રકમ તો તેને કન્યાદાનમાં મળશે. એ રકમ પણ નથી જોઈતી. પિતાજી એટલી રકમ ભલે ગમે ત્યાં વ્યાજે મૂકે પણ એને માત્ર એ રકમનું વ્યાજ અપાવે. તો એમાંથી કુસુમ મિ. ફ્લોરાનાથી પણ વધારે સુખથી જીવશે. જીવન જીવવા માટે આનાથી વધારે એને કંઈ નથી જોઈતું.
In simple words: After deciding to stay unmarried, Kusum plans to live a simple, rigorous life like a gardener. She estimates that an income of two rupees per month (twenty-four rupees annually) with a four percent interest on six hundred rupees, which her father would give as dowry, would be sufficient. She only wants the interest, believing she can live happily with it.
Exam Tip: When detailing a character's plans, ensure all financial figures and their rationale are clearly explained.
2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો (1 ગુણ)
Question 1. “કુસુમનું કઠણ તપ’ નવલકથા-ખંડના લેખક કોણ છે?
Answer: ‘કુસુમનું કઠણ તપ’ નવલકથા-ખંડના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી છે.
In simple words: The author of the novel segment 'Kusum nu Kathan Tap' is Govardhanram Tripathi.
Exam Tip: Always remember the author's name for literary works as it is a standard question type.
Question 2. “કુસુમનું કઠણ તપ” પાઠનો પ્રકાર જણાવો.
Answer: 'કુસુમનું કઠણ તપ' પાઠ નવલકથા-ખંડ છે.
In simple words: The type of lesson 'Kusum nu Kathan Tap' is a novel excerpt.
Exam Tip: Classifying the literary form (e.g., novel excerpt, poem, essay) is crucial for understanding its context.
Question 3. “કુસુમનું કઠણ તપ” પાઠ કયા પુસ્તકમાંથી લેવાયો છે?
Answer: “કુસુમનું કઠણ તપ’ પાઠ સરસ્વતીચંદ્ર નવલકથામાંથી લેવાયો છે.
In simple words: The lesson 'Kusum nu Kathan Tap' is taken from the novel 'Saraswatichandra'.
Exam Tip: Knowing the source material helps to place the story within a larger narrative context.
Question 4. કુસુમ શાથી સુંદરની પાછળ ચાલવા લાગી?
Answer: સુંદરના આકરા શબ્દોના પ્રભાવને કારણે કુસુમ ગંભીર વિચારમાં પડી ગઈ અને તેની પાછળ ચાલવા લાગી.
In simple words: Affected by Sundar's harsh words, Kusum fell into deep thought and started walking behind her.
Exam Tip: Identify the cause-and-effect relationships in character interactions to explain their actions.
3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો (1 ગુણ)
Question 1. કુસુમનું કઠણ તપ' ખંડ કઈ નવલકથામાંથી લેવાયો છે?
(a) લક્ષ્મણની અગ્નિપરીક્ષા
(b) ચિન્તયામી મનસા
(c) સ્નેહમુદ્રા
(d) સરસ્વતીચંદ્ર
Answer: (d) સરસ્વતીચંદ્ર
In simple words: The segment 'Kusum nu Kathan Tap' is part of the novel 'Saraswatichandra'.
Exam Tip: For literary works, always know the main novel or collection from which an excerpt is taken.
Question 2. “કુસુમનું કઠણ તપ' પાઠનો પ્રકાર જણાવો.
(a) નવલકથા-ખંડ
(b) નવલિકા
(c) લઘુકથા
(d) પ્રવાસનિબંધ
Answer: (a) નવલકથા-ખંડ
In simple words: The lesson 'Kusum nu Kathan Tap' is a novel excerpt.
Exam Tip: Be familiar with common literary genres and how they apply to specific texts.
Question 3. “કુસુમનું કઠણ તપ’ નવલકથા-ખંડના લેખક કોણ છે?
(a) વેણીભાઈ પુરોહિત
(b) ગોવર્ધનરામ ત્રિપાઠી
(c) સુરેશ જોશી
(d) ઈશ્વર પેટલીકર
Answer: (b) ગોવર્ધનરામ ત્રિપાઠી
In simple words: Govardhanram Tripathi is the author of the novel segment 'Kusum nu Kathan Tap'.
Exam Tip: Remembering authors and their works is a fundamental part of literary studies.
Question 4. “આ ચૂલામાંથી દેવતા ઘેર જાય છે ને ધુમાડો થાય છે તે ભૂંગળી વગર કરવું?" આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે?
(a) સુંદર – કુસુમ
(b) સુંદર – જમની
(c) કુસુમ – જમની
(d) જમની
Answer: (c) કુસુમ – જમની
In simple words: Kusum speaks this sentence to Jamani, referring to the difficulty of lighting the stove and managing smoke without a bellows.
Exam Tip: For dialogue-based questions, accurately identify the speaker and the listener. Context helps confirm the interaction.
Question 5. વારુ બહેન, તમે કર્મી લોક, તેને આ તે શા અકર્મીના ધંધા કરવા? આ ધુમાડે તમારી આંખો કરી છે તે
(a) કેસૂડાંનાં ફૂલ જેવી
(b) ખાખરાના છોડ જેવી
(c) ચણોઠીનાં ફૂલ જેવી
(d) કેસરી ગલગોટા જેવી
Answer: (a) કેસૂડાંનાં ફૂલ જેવી
In simple words: This question describes how the smoke made the eyes look like the flowers of the Flame-of-the-Forest tree.
Exam Tip: Focus on the specific simile or metaphor used in the text to answer descriptive questions accurately.
Question 6. કુસુમે માલણ જેવું જીવન જીવવાનું નક્કી કર્યું, કારણ કે ...
(a) કુસુમને માલણ બનવું હતું.
(b) સુંદર સાથે કુસુમને ઝઘડો થયો હતો.
(c) કુસુમે કુંવારા રહેવાનો નિર્ણય કર્યો હતો.
(d) કુસુમને સંસારમાંથી રસ ઊઠી ગયો હતો.
Answer: (c) કુસુમે કુંવારા રહેવાનો નિર્ણય કર્યો હતો.
In simple words: Kusum decided to live like a gardener because she had chosen to remain unmarried.
Exam Tip: Understand the character's primary motivations for their significant life choices.
Question 7. “કન્યાઓને વિદ્યા આપતા પહેલાં જ સંસારમાં પરોવવી એ શાસ્ત્ર તારા દૃષ્ટાંતથી વધારે સમજાશે." આ ઉક્તિ કોણ બોલે છે અને કોને કહે છે?
(a) કુસુમ – સુંદર
(b) સુંદર – કુસુમ
(c) માલણ – સુંદર
(d) સુંદર – માલણ
Answer: (b) સુંદર – કુસુમ
In simple words: Sundar says this to Kusum, implying that Kusum's example makes the traditional view of marrying off girls before educating them seem more understandable.
Exam Tip: Contextualize the dialogue to correctly identify the speaker and recipient, especially when traditional views are discussed.
કુસુમનું કઠણ તપ વ્યાકરણ
1. નીચેની વાક્યમાં યોગ્ય પ્રત્યય મૂકી વાક્ય ફરીથી લખો:
Question 1. (1) મન ને મન સુંદર બબડી.
Answer: મનમાં ને મનમાં સુંદર બબડી.
In simple words: Add the correct suffix to 'man' to indicate 'in the mind'.
Exam Tip: Ensure that the correct case endings (પ્રત્યય) are applied to nouns to reflect their function in the sentence.
Question 1. (2) કુસુમ શરીર ઉપર સર્વ અલંકારો ઉતારી નાખ્યા.
Answer: કુસુમે શરીર ઉપરથી સર્વ અલંકારો ઉતારી નાખ્યા.
In simple words: Change the suffix of 'ઉપર' to 'ઉપરથી' to indicate 'from upon'.
Exam Tip: Prepositions (યોગ્ય પ્રત્યય) are crucial for indicating relationships between words; choose the one that best fits the context.
Question 1. (3) આ ચૂલા દેવતા ઘેર જાય ધુમાડો થાય છે.
Answer: આ ચૂલાના દેવતા ઘેર જાય ને ધુમાડો થાય છે.
In simple words: Add 'ના' to 'ચૂલા' to show possession and 'ને' to connect the two clauses.
Exam Tip: Conjunctions (જેમ કે 'ને') help link phrases or clauses logically in a sentence.
Question 1. (4) કાકી દેખી કુસુમ ચમકી, અંતે સ્વસ્થ થઈ.
Answer: કાકીને દેખીને કુસુમ ચમકી, અંતે સ્વસ્થ થઈ.
In simple words: Add 'ને' to 'કાકી' and change 'દેખી' to 'દેખીને' to show 'upon seeing'.
Exam Tip: Ensure that verbal nouns or participles (જેમ કે 'દેખીને') are correctly formed to express the sequence of actions.
Question 1. (5) તે તમે કબૂલ કરો છો તમારે એ વાત કોઈ કહેવી નહિ.
Answer: તે તમે કબૂલ કરો છો કે તમારે એ વાત કોઈને કહેવી નહિ.
In simple words: Add 'કે' to introduce the subordinate clause and 'ને' to 'કોઈ' for the object.
Exam Tip: Subordinating conjunctions (like 'કે') are necessary to connect a main clause with a dependent clause correctly.
2. નીચેનાં વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકી વાક્ય ફરીથી લખો:
Question 1. એ તો અટકાવવાનું હોય ત્યાં અટકાવવી જ પડે
Answer: “એ તો અટકાવવાનું હોય ત્યાં અટકાવવી જ પડે!”
In simple words: Add quotation marks around the statement and an exclamation mark at the end to show emphasis.
Exam Tip: Use exclamation marks to convey strong emotion or emphasis in spoken or written dialogue.
Question 2. કાકી આ ખીચડી ખાતાં બે-ત્રણ દિવસ થયાં
Answer: “કાકી ! આ ખીચડી ખાતાં બે-ત્રણ દિવસ થયાં.”
In simple words: Add quotation marks around the statement, an exclamation mark after 'કાકી', and a period at the end.
Exam Tip: Commas separate an address from the rest of the sentence; use quotation marks for direct speech.
Question 3. તેમાં તેં શું વધારે કર્યું
Answer: તેમાં તેં શું વધારે કર્યું?
In simple words: Add a question mark at the end of the sentence to indicate it is an interrogative statement.
Exam Tip: Questions always end with a question mark to differentiate them from statements or commands.
Question 4. તે ગાંસડાં-પોટલાં ક્યારે કરવાનાં છે
Answer: તે ગાંસડાં-પોટલાં ક્યારે કરવાનાં છે?
In simple words: Add a question mark at the end of the sentence because it asks for information.
Exam Tip: Identify interrogative words (like 'ક્યારે') to correctly punctuate questions.
Question. બે વાતની ના તો સમજાઈ પણ સરસ્વતીચંદ્રની ના કેમ કહે છે
Answer: “બે વાતની ના તો સમજાઈ, પણ સરસ્વતીચંદ્રની ના કેમ કહે છે?”
In simple words: Add quotation marks around the sentence, a comma before 'પણ', and a question mark at the end.
Exam Tip: Use commas to separate clauses in a complex sentence, especially when there's a conjunction connecting them.
3. નીચેનાં વાક્યોમાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે તે જણાવો?
Question 1.
(a) અહીં ગંદકી કરવી, નહિ કરનારને સજા થશે.
(b) અહીં ગંદકી કરવી નહિ, કરનારને સજા થશે.
(c) અહીં ગંદકી કરવી, ન કરનારને સજા થશે.
(d) અહીં સ્વચ્છતા જાળવનારને સજા થશે.
Answer: (b) અહીં ગંદકી કરવી નહિ, કરનારને સજા થશે.
In simple words: This option correctly places 'નહિ' to negate the action 'ગંદકી કરવી', making the sentence grammatically sound.
Exam Tip: Proper word order is essential for clarity and grammatical correctness, especially for negative commands.
Question 2.
(a) કુસુમના ઉપર વાદળની શરીર છત્રછાયા પ્લાન થઈ.
(b) કુસુમના ઉપર શરીર છત્રછાયા વાદળની પ્લાન થઈ.
(c) કુસુમના પ્લાન શરીર ઉપર વાદળની છત્રછાયા થઈ.
(d) વાદળની છત્રછાયા કુસુમના શરીર ઉપર પ્લાન થઈ.
Answer: (c) કુસુમના પ્લાન શરીર ઉપર વાદળની છત્રછાયા થઈ.
In simple words: The correct order expresses that Kusum's plan became a cloud's canopy over her body.
Exam Tip: Ensure that the subject, verb, and object are in a logical sequence to maintain clear meaning.
Question 3.
(a) આપણે સમગ્ર અભ્યાસક્રમનું પુનરાવર્તન કરીએ.
(b) આપણે સમગ્ર અભ્યાસક્રમનું ફરીથી પુનરાવંતન કરીએ.
(c) આપણે અભ્યાસક્રમનું ફરીથી પુનરાવર્તન કરીએ.
(d) આપણે સમગ્ર અભ્યાસક્રમનું સમજીને પુનરાવર્તન કરીએ.
Answer: (a) આપણે સમગ્ર અભ્યાસક્રમનું પુનરાવર્તન કરીએ.
In simple words: This sentence is grammatically sound and means "Let's revise the entire syllabus."
Exam Tip: Redundant words like 'ફરીથી' (again) are often unnecessary with words like 'પુનરાવર્તન' (revision), as 'પુનર' already implies repetition.
4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો
Question 1. નીચેના રૂઢિપ્રયોગોનો સાચો અર્થ શોધો : 1. તાગડધિન્ના કરવા
(a) તબલાં વગાડવા
(b) નાચગાન કરવા
(c) મોજમજા ઉડાડવી
Answer: (c) મોજમજા ઉડાડવી
In simple words: 'Tagaddhinna karva' means to enjoy oneself thoroughly or to have a good time.
Exam Tip: Understand the cultural nuances of idioms to correctly identify their meanings, as direct translations can be misleading.
Question 2. ધતિંગ કરવાં
(a) સાચે સાચું કહેવું
(b) ઢોંગ કે બનાવટ કરવી
(c) નિંદા કરવી
(d) સમય સાચવી લેવો
Answer: (b) ઢોંગ કે બનાવટ કરવી
In simple words: 'Dhating karvan' means to pretend, act deceptively, or create a false impression.
Exam Tip: For idioms, look for options that describe actions involving pretense or mischief, which are common themes.
(2) નીચેના સામાસિક શબ્દોના અર્થ આપો :
Question 1. પતરાળું
(a) પાંદડાંમાંથી બનાવેલી થાળી
(b) કાગળમાંથી બનાવેલી થાળી
(c) એક પ્રકારનું શાક
(d) પગપાળા જનાર યાત્રિક
Answer: (a) પાંદડાંમાંથી બનાવેલી થાળી.
In simple words: A 'patralu' is a plate made from leaves.
Exam Tip: For compound words, analyze the root words to understand the combined meaning, especially for traditional items.
Question 2. અધસ્થિત
(a) ઉપર તરફ પ્રયાણ
(b) અધું ઊભું થયેલું
(c) અર્ધ પ્રગતિ કરેલું
(d) અર્ધ લક્ષ્ય પ્રાપ્ત કરેલું
Answer: (b) અધું ઊભું થયેલું
In simple words: 'Adhasthit' describes something that is partially upright or half-standing.
Exam Tip: Compound words often combine two elements to form a new, specific meaning; focus on the literal interpretation of each part.
(3) નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો :
Question 1. પ્લાન
(a) મ્યાન
(b) ઉમળકો
(c) ઉદાસ
(d) નમાયુ
Answer: (c) ઉદાસ
In simple words: The word 'plan' here means sad or gloomy.
Exam Tip: Some words may have multiple meanings; identify the correct synonym based on the context provided in the lesson.
Question 2. હરકત
(a) હરદમ
(b) સદ્ભાવ
(c) અભિપ્રાય
(d) વાંધો
Answer: (d) વાંધો
In simple words: 'Harakat' means an objection or an impediment.
Exam Tip: For synonyms, choose the word that best captures the primary meaning of the given term in general usage.
(4) નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો :
Question 1. પ્રાતઃકાળ
(a) પરોઢ
(b) સંધ્યાકાળ
(c) મળસકું
(d) જીવનકાળ
Answer: (b) સંધ્યાકાળ
In simple words: The opposite of 'prat-kal' (morning) is 'sandhya-kal' (evening).
Exam Tip: Antonyms usually represent direct opposites; consider the time of day for 'prat-kal'.
Question 2. નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો.
(a) દષ્ટાંત
(b) દ્રષ્ટાત
(c) દ્રષ્ટાંત
(d) દૃષ્ટાંત
Answer: (c) દ્રષ્ટાંત
In simple words: Identify the option with the correct spelling for the word 'example'.
Exam Tip: Pay close attention to subtle differences in consonant clusters and vowel signs when identifying correct spellings.
Question 3. નીચેના શબ્દોમાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો.
(a) મિતાહારી
(b) જિંદગી
(c) ઔષધ
(d) આયુષ્ય
Answer: (d) આયુષ્ય
In simple words: Find the word among the options that is spelled incorrectly.
Exam Tip: Practice recognizing common spelling patterns and exceptions to identify misspelled words accurately.
Question 4. નીચેનાં કહેવત-જોડકાંમાંથી સમાન અર્થવાળું જોડકું શોધો.
(a) કરણી તેવી ભરણી – કરશો તેવું પામશો
(b) ઝાઝી કીડીઓ સાપને તાણે – ઝાઝા મળ્યા તે ખાવા ટળ્યા
(c) બોલે તેના બોર વેચાય – ન બોલવામાં નવ ગુણ
(d) ધરમના કામમાં ઢીલ નહીં – ઉતાવળે આંબા ન પાકે
Answer: (a) કરણી તેવી ભરણી – કરશો તેવું પામશો
In simple words: The proverb 'Karani tevi Bharani' directly means 'As you sow, so shall you reap'.
Exam Tip: Match proverbs with their equivalent meanings by focusing on the core message they convey about cause and effect.
કુસુમનું કઠણ તપ Summary in Gujarati
કુસુમનું કઠણ તપ પાઠ-પરિચય
આ પ્રસ્તુત પાઠ “સરસ્વતીચંદ્ર” નવલકથા-ખંડના ચોથા ભાગમાંથી લેવાયેલો છે. વિદ્યાચતુર અને ગુણસુંદરીની દીકરી કુમુદનો વિવાહ લક્ષ્મીનંદન અને ચંદ્રલક્ષ્મીના પુત્ર સરસ્વતીચંદ્ર સાથે નક્કી થયો હતો. પરંતુ સરસ્વતીચંદ્રના ગૃહત્યાગ અને પ્રમાદધનની સાથે પુનર્લગ્નને કારણે કુમુદ ખૂબ દુઃખી થઈ ગઈ હતી. કુમુદની બહેન કુસુમ તેના દુઃખથી અજાણ ન હતી. કુસુમ તેજસ્વી, બુદ્ધિશાળી, હોશિયાર અને પશ્ચિમના વિચારોથી પ્રભાવિત હતી.
પિતા વિદ્યાચતુર કુસુમ પરણીને દુઃખી થાય તે કરતાં કુંવારી રહે તેવું વિચારતા હતા. કુસુમ માતા-પિતાની વેદનાને કારણે આજીવન કુંવારી રહીને માલણ જેવું સાદું અને સરળ જીવન જીવવાનો નિશ્ચય કરે છે. આ નવલકથાખંડમાં કુસુમની સમજદારી અને કઠોર સાધનાનું આલેખન થયું છે.
This lesson has been taken from the chapter of the novel Saraswati Chandra : Part 4. Vidyachatur and Gunsundari's daughter Kumud was married with the son of Laxminandan and Chandralaxmi. But due to Saraswati Chandra's home-leaving (worldly life) and remarriage with Pramaddhan, Kumud was very unhappy. Kumud's sister Kusum was not unaware of her grief. Kusum was bright, intelligent, clever and was impressed by western thoughts. Father Vidyachatur thought that it is fair if Kusum remains unmarried instead of becoming unhappy after marrying. Kusum decided to remain unmarried and live a simple life as a gardener because of her parents' pain. Kusum's understanding and hardship has been depicted in this chapter of the novel.
કુસુમનું કઠણ તપ શબ્દાર્થ (Meanings)
- ખોળવું – શોધવું, to find.
- ચારેપાસ – ચારે બાજુ; all around.
- પ્રાતઃકાળ (પ) - પરોઢ, મળસકું; early morning.
- નિર્મેલા - નિશ્ચિત કરેલા; decided.
- ઘસારો – (અહીં) સળવળાટ; wriggle.
- અસ્થિત – અર્ધ ઊભું થયેલું; standing restlessly
- અલંકાર – ઘરેણાં, આભૂષણો; jewellery.
- ગૌર – સુંદર; beautiful.
- કાંતિ (સ્ત્રી.) – તેજ; brightness.
- નિશ્વાસ (પું) – નિસાસો; sigh.
- કર્મી – નસીબદાર; lucky.
- અક્કલ (સ્ત્રી.) – બુદ્ધિ, મતિ, પ્રજ્ઞા; intelligence.
- નાજુક – કોમળ; delicate.
- રાખોડી – રાખ; ash.
- વેશ કાઢવો – નાટક કરવું; to play a drama.
- નભવું-ચાલવું; to last. હાંલ્લી (સ્ત્રી.)
- માટીનું પહોળા મોંવાળું રાંધવાનું સાધન; bowl.
- લી – તરફ, towards.
- ધમકાવવું – ગુસ્સો કરવો; to threaten.
- પત્રાળું (નપું) – પાંદડાંમાંથી બનાવેલી થાળી; a dinner plate made of leaves.
- મેધ (પ) - વરસાદ; rain.
- મિષ્ટમી : delicious.
- ચાળા કરવાં – નખરાં કરવાં; to act.
- ઔષધ (સ્ત્રી.) – દવા; medicine.
- આવડ (સ્ત્રી.) – આવડત; skill.
- હરકત (સ્ત્રી.) – વાંધો; objection.
- નિમિત્તે – કારણે; reason.
- આયુષ્ય (નપું.) – જિંદગી; lifespan.
- વિદ્યા (સ્ત્રી.) – ભણતર; learning.
- દાંત (નપું) – ઉદાહરણ; example.
- બંડ (નપું.) – વિરોધ; objection.
- પ્રબળ – ઉગ્ર; fierce.
- પ્લાન – ઉદાસ; sad.
Free study material for Gujarati
GSEB Solutions Class 12 Gujarati Chapter 02 કુસુમનું કઠણ તપ
Students can now access the GSEB Solutions for Chapter 02 કુસુમનું કઠણ તપ prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 12 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 02 કુસુમનું કઠણ તપ
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 12 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 12 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Gujarati Class 12 Solved Papers
Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 12 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 02 કુસુમનું કઠણ તપ to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 2 કુસુમનું કઠણ તપ is available for free on StudiesToday.com. These solutions for Class 12 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 2 કુસુમનું કઠણ તપ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 2 કુસુમનું કઠણ તપ will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 12 Gujarati. You can access GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 2 કુસુમનું કઠણ તપ in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 2 કુસુમનું કઠણ તપ in printable PDF format for offline study on any device.