GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 17 મેળો આપો તો

Get the most accurate GSEB Solutions for Class 12 Gujarati Chapter 17 મેળો આપો તો here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 12 Gujarati. Our expert-created answers for Class 12 Gujarati are available for free download in PDF format.

Detailed Chapter 17 મેળો આપો તો GSEB Solutions for Class 12 Gujarati

For Class 12 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 12 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 17 મેળો આપો તો solutions will improve your exam performance.

Class 12 Gujarati Chapter 17 મેળો આપો તો GSEB Solutions PDF

Exercise 17: Swadhyay

1. Answer the Following Questions in One Sentence.

 

Question 1. પ્રવાહની મધ્યે કવિને શેનો ભાસ થાય છે?
Answer: પ્રવાહની મધ્યે કવિને મૃગજલનો ભાસ થાય છે.

Exam Tip: For simple identification questions, state the object or feeling clearly as mentioned in the poem.

 

Question 2. કવિ કેવું જીવન ઈચ્છે છે?
Answer: કવિ કોઈ પણ પરિસ્થિતિમાં હંમેશાં આનંદમાં રહે એવું જીવન ઇચ્છે છે.

Exam Tip: Focus on the main desire or aspiration of the poet when answering questions about their wishes.

 

Question 3. સવાર – સાંજ વચ્ચે કવિ શું સામ્ય જુએ છે?
Answer: સવાર અને સાંજ વચ્ચે કવિ રંગોની એકતાનું સામ્ય જુએ છે.

Exam Tip: Pay attention to comparisons or analogies made by the poet between different elements of nature.

2. Answer the Following Questions in Three to Four Sentences.

 

Question 1. “ટોળા વચ્ચે એકલતા' – સમજ સ્પષ્ટ કરો.
Answer: કેટલાક સંતો અને કવિને એકલતા ભરી ભરી લાગે છે. તેઓ માને છે કે મનુષ્યની શક્તિનો વિકાસ કરવાની તક એકલતામાંથી જ પ્રાપ્ત થાય છે. માણસ એકાંતમાં વધારે સારી રીતે વિચારી શકે છે. ઘણી વ્યક્તિઓ ટોળાની વચ્ચે પણ અલિપ્ત રહી શકે છે. કવિનું માનવું એવું છે કે જેને ખરા અર્થમાં કંઈક પામવાની તમન્ના છે એ ટોળા વચ્ચે રહીને પણ સિદ્ધિ મેળવી શકે છે.

Exam Tip: When explaining concepts like "loneliness in a crowd," use examples or arguments from the text to clarify the meaning.

 

Question 2. કવિ શી અકળામણ અનુભવે છે?
Answer: જીવનમાં આવતા પડકારોનો સામનો કરવાની તાકાત જરાપણ નથી. પડકારો દરિયા જેટલા છે. જીવનમાં નિરાશાઓ છે છતાં મૃગજલ જેવી આશાઓ વધારે દુઃખી કરે છે. કવિને આજ સુધી સુખ મળ્યું જ નથી. જીવનના મધ્યાહ્નની વચ્ચે કવિને એકલતા અકળાવે છે.

Exam Tip: Describe the poet's feelings and the reasons behind them clearly, referencing specific challenges or emotions mentioned in the poem.

3. Answer in Detail.

 

Question 1. “મેળો આપો તો’ કાવ્યમાં કવિના મનોભાવો આલેખો.
Answer: હરીન્દ્ર દવે લિખિત “મેળો આપો તો' કાવ્યમાં ઉદાત્ત અને દિલદાર માણસની ખૂબીઓ માણવાનો અને એને સતત મનન કરવાનો અવસર આપ્યો છે. પ્રસ્તુત ગીતકાવ્યમાં માનવસ્વભાવની લાક્ષણિકતાનું આલેખન થયું છે. સામાન્ય રીતે એકલો માણસ એકલતા અનુભવે છે, જ્યારે ટોળું મેળા જેવો આનંદ માણે છે. પણ અહીં કવિને લોકવ્યવહારની આ સામાન્ય બાબત માન્ય નથી. તેઓના મનોભાવો અલગ છે. કેટલાક સંતો અને કવિઓને એકલતા ભરી ભરી લાગે છે. તેઓ માને છે કે, મનુષ્યની શક્તિનો વિકાસ કરવાની તક એકલતામાંથી જ પ્રાપ્ત થાય છે. માણસ એકાંતમાં વધારે સારી રીતે વિચારી શકે છે. ઘણી વ્યક્તિઓ ટોળાની વચ્ચે પણ અલિપ્ત રહી શકે છે. કવિનું માનવું છે કે જેને ખરા અર્થમાં કંઈક પામવાની તમન્ના છે એ ટોળા વચ્ચે રહીને પણ સિદ્ધિ મેળવી શકે છે. કેટલાકને ટોળું પીડા આપે છે, પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં પ્રસન્ન રહી શકે એવો માણસ જ ખરા અર્થમાં માનવ છે. કદી સમય અને સંજોગોને આધીન ન બનવું જોઈએ. પણ તેને આપણા આધીન બનાવવા જોઈએ. એ અહીં કવિએ વિવિધ રૂપકો દ્વારા સ્પષ્ટ કર્યું છે.

Exam Tip: When detailing the poet's emotions, ensure to cover various aspects of human nature and life situations as depicted in the poem, using specific examples or metaphors.

 

Question 2. કવિ કોનો સંગાથ ઈચ્છે છે ? સંગાથ વચ્ચે પણ કવિને એકલતા શી રીતે કોરી ખાય છે?
Answer: પ્રસ્તુત ગીતકાવ્યમાં માનવસ્વભાવની લાક્ષણિકતાનું અને મનુષ્યની ખૂબીઓનું આલેખન થયું છે. કવિ આ જગતમાં એવા દિલદાર વ્યક્તિનો સાથ ઇચ્છે છે કે જેના માટે સુખ કે દુઃખ બંને પરિસ્થિતિઓ એકસમાન હોય. એકલતા કે ટોળું તેના પર કોઈ અસર ન કરી શકે. આ દ્વારા કવિ એમ પણ ઇચ્છે છે છે કે જો આવી ઝાંઝવાના જળ જેવાં સુખોની તેઓ અવગણના કરી શકે. પણ કવિના જીવનમાં ઘણા પડકારો છે. નિરાશાઓમાં આશાનો સંચાર થતો નથી. છતાં મૃગજલ જેવી આશાઓ તેમને લલચાવે છે. સુખોના છલકાતા સાગરની વચ્ચે તેઓ સાવ જ તરસ્યા છે. માટે થોડું આપે તોય સંતોષ પામે. જીવનના મધ્યાહ્નની વચ્ચે એકલતા એમને અકળાવે છે. જીવનના ઊગતા પ્રભાતના ડહોળાતા રંગમાં જો થોડી સાંજનો સોનેરી રંગ કોઈ ધોળી લાવે અને કોઈએ હોઠે ન અડાડ્યું હોય એવું માનવતાનું અમૃત જગતમાં ફેલાવે એવી કવિની તીવ્ર ઈચ્છા છે.

Exam Tip: Explain the poet's desired companionship and the internal conflict of loneliness despite company, connecting it to their broader philosophical views on life and challenges.

Write Notes:

 

Question 3. 1. “મેળામાં કવિની અનુભૂતિની કલ્પના
Answer: “મેળો આપો તો' કાવ્યમાં કવિએ માનવજીવનનો મહિમા સ્પષ્ટ કર્યો છે. આ જગતમાં રહીને દરેકને જાતજાતના અનુભવો થાય છે. ઘણા અનુભવો અનેક પ્રકારનું જ્ઞાન મેળવવામાં, પરિસ્થિતિઓને અનુરૂપ થવામાં, સંઘર્ષો સામે લડવામાં મદદરૂપ થાય છે. કવિ આ જગતમાં રહીને એવું ઇચ્છે છે કે જો સંગાથ આપો તો એવા દિલદાર માનવીનો આપજો જેના દ્વારા માનવતાની મહેક ફેલાવી શકું. ટોળાની વચ્ચે પણ એકલા રહેવાની શક્તિ આપજો. જીવન એવું આપજો હંમેશાં આનંદમાં જ રહ્યું. આ જગતમાં અનેક પડકારોનો સામનો કરી શકું. નિરાશામાં પણ આશાને જીવંત રાખું. નાની નાની સફળતાથી સંતોષ પામું કેમ કે સુખોના સાગરની વચ્ચે તેઓ સાવ તરસ્યા છે. જીવનની શરૂઆતમાં આવતી મુશ્કેલીઓમાં સંધ્યાના રંગની લાલીમાં ધોળીને માનવતાનું અમૃત લોકો સુધી ફેલાવી શકું.

Exam Tip: When writing notes on a concept, elaborate on the poet's perspective, desires, and the philosophical underpinnings as expressed in the poem.

 

Question 3. 2. કવિની ઘૂંટાતી વિવળતા.
Answer: પ્રસ્તુત ગીતકાવ્યમાં માનવસ્વભાવની લાક્ષણિકતાનું અને મનુષ્યની ખૂબીઓનું આલેખન થયું છે. કવિ અહીં જીવનની અનિશ્ચિતતાઓ બતાવીને પોતાની વિહ્વળતા પ્રકટ કરે છે. જીવનમાં આવતા પડકારોનો સામનો કરવાની તાકાત જરાપણ ન હોય એને પડકારો દરિયા જેટલા ઉગ્ર હોય, જીવનમાં નિરાશાઓ છે છતાં મૃગજલ જેવી આશાઓ વધારે દુઃખી કરે છે. સુખોના છલકાતા સાગરની વચ્ચે તેઓ સાવ જ તરસ્યા છે. માટે થોડું આપે તોય સંતોષ પામે. જીવનના મધ્યાહ્નની વચ્ચે એકલતા એમને અકળાવે છે. જીવનના ઊગતા ડહોળાતા રંગમાં જો થોડી સાંજનો સોનેરી રંગ કોઈ ધોળી લાવે તો સારુ. જેનાથી થોડું દુઃખ ઓછું થાય.

Exam Tip: For notes on specific emotions like 'restlessness,' ensure to detail the causes and effects of this feeling as portrayed by the poet in their work.

Exercise 17: Questions and Answers

1. Answer the Following Questions in One Sentence (1 Mark)

 

Question 1. “મેળો આપો તો’ કાવ્યના કવિનું નામ જણાવો.
Answer: “મેળો આપો તો કાવ્યના કવિનું નામ હરીન્દ્ર દવે છે.

Exam Tip: Always remember the author's name for each literary piece, as it is a common factual question.

 

Question 2. “મેળો આપો તો’ કાવ્યનો પ્રકાર જણાવો.
Answer: “મેળો આપો તો’ કાવ્યનો પ્રકાર ગીતકાવ્ય છે.

Exam Tip: Familiarize yourself with the genre or type of each poem or story, as this helps in understanding its structure and theme.

 

Question 3. “મેળો આપો તો’ કાવ્યમાંથી શો બોધ મળે છે?
Answer: દિલદાર મનુષ્યની ખૂબીઓ માણવાનો અને એને સતત મનન કરવાનો અવસર આપ્યો છે. સાથે સાથે માનવસ્વભાવની લાક્ષણિકતાથી ચેતવાનું કહે છે.

Exam Tip: When asked about the lesson or message, summarize the core teaching or moral value presented in the poem.

4. Choose the Correct Option from the Following for Each Question and Write the Answer (1 Mark)

 

Question 1. “મેળો આપો તો’ કાવ્યનો પ્રકાર જણાવો.
(a) સૉનેટ
(b) ગીતકાવ્ય
(c) પ્રસંગકાવ્ય
(d) ખંડકાવ્ય
Answer: (b) ગીતકાવ્ય
In simple words: This question asks what kind of poem "Melo Aapo To" is. The correct type is a lyrical poem.

Exam Tip: Knowing the literary genre of a poem helps you understand its form and style.

 

Question 2. હરીન્દ્ર દવેનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં છે?
(a) મેળો આપો તો
(b) માધવ ક્યાંય નથી મધુવનમાં
(c) તમે યાદ આવ્યા મા
(d) કાનુડાને બાંધ્યો છે હીરાના દોરે
Answer: (a) મેળો આપો તો
In simple words: This question asks which poem by Harindra Dave is in your textbook. The answer is "Melo Aapo To".

Exam Tip: Always remember which literary works are included in your syllabus, along with their authors.

 

Question 3. પ્રવાહની મધ્યે કવિને શેનો ભાસ થાય છે?
(a) હોડી ડૂબવાનો
(b) કંઈક ગુમાવ્યાનો
(c) મૃગજળનો
(d) લક્ષ્ય પ્રાપ્તિનો
Answer: (c) મૃગજળનો
In simple words: The poet experiences the illusion of a mirage in the middle of the current.

Exam Tip: Identify key metaphors or illusions mentioned in the poem and their specific context.

 

Question 4. સવાર અને સાંજ વચ્ચે શું સામ્ય છે?
(a) સૂર્યાસ્તનું
(b) રંગોની એકતાનું
(c) વાતાવરણનું
(d) હવાના રુખનું
Answer: (b) રંગોની એકતાનું
In simple words: The similarity between morning and evening, according to the poet, is the unity of colors.

Exam Tip: Look for direct comparisons or common characteristics described by the poet between two different things.

 

Question 5. ‘મેળો આપો તો’ કાવ્યમાં શાનો વિરોધાભાસ છે?
(a) વ્યક્તિ અને સમાજ
(b) કુદરત અને માનવ
(c) મેળો અને એકલતા
(d) સૃષ્ટિ અને સંહાર
Answer: (c) મેળો અને એકલતા
In simple words: The contrast in the poem "Melo Aapo To" is between a fair (crowd) and loneliness.

Exam Tip: Understand the central themes and any paradoxical ideas the poet presents, such as the contrast between social gathering and individual solitude.

 

Question 6. “મેળો આપો તો કાવ્ય દ્વારા હરીન્દ્ર દવે કયો રાહ ચીંધે છે?
(a) ઉદાર દિલેર મનુષ્યની ખૂબીઓને માણવા – મમળાવવાનો
(b) સંતોનો સમાગમ કરીને જીવન જીવવાનો
(c) માનવતાને શ્રેષ્ઠ ગણી તેનો અમલ કરવાનો
(d) સમયના સથવારે ચાલવાનો
Answer: (a) ઉદાર દિલેર મનુષ્યની ખૂબીઓને માણવા – મમળાવવાનો
In simple words: Through the poem, Harindra Dave suggests appreciating and reflecting on the good qualities of generous and kind-hearted people.

Exam Tip: Identify the core message or path that the poet recommends through their work, which often reflects their worldview or philosophy.

Exercise 17: Grammar

Choose the Correct Option from the Following for Each Question and Write the Answer:

 

Question 1. નીચેના રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો : કેફના કસુંબા ધોળવા
(a) નશો કરવો
(b) મગ્ન ન રહેવું
(c) આરામ હરામ
(d) તલ્લીન રહેવું
Answer: (d) તલ્લીન રહેવું
In simple words: The phrase "kef na kasumba dholva" means to remain completely engrossed or absorbed in something.

Exam Tip: For idioms, always choose the option that conveys the metaphorical meaning rather than the literal one.

 

Question 2. નીચેના સામાસિક શબ્દોના અર્થ આપો : મૃગજળ
(a) જમીન પર થતો પાણીનો આભાસ
(b) રણમાં દેખાતો પાણીનો આભાસ
(c) વરસાદના પાણીનો થતો આભાસ
(d) ઉનાળામાં થતો પાણીનો આભાસ
Answer: (b) રણમાં દેખાતો પાણીનો આભાસ
In simple words: The compound word "mrugjal" refers to the optical illusion of water seen in a desert.

Exam Tip: When defining compound words, break them down into their constituent parts to understand their combined meaning accurately.

 

Question 3. મઝધાર
(a) પ્રવાહની મધ્યધારા
(b) મધની ધારા
(c) જીવનનો મધ્યભાગ
(d) આયખાની વચ્ચે
Answer: (b) સમુદ્ર
In simple words: The word "mazdhar" means mid-current or mid-stream, often representing a difficult phase in life.

Exam Tip: Understand the literal and figurative meanings of words, especially those used in poetic contexts.

3. Find the Synonyms for the Following Words:

 

Question 1. જીવતર
(a) પારખું
(b) ટોળું
(c) આયખું
(d) સમૂહ
Answer: (c) આયખું
In simple words: "Jivtar" is synonymous with "aayakhu", both meaning life or lifespan.

Exam Tip: Build a strong vocabulary of synonyms to express yourself more effectively and understand diverse texts.

 

Question 2. જલધિ
(a) તરુવિટપ
(b) સમુદ્ર
(c) મઝધાર
(d) ધૂંવાધાર
Answer: (b) સમુદ્ર
In simple words: "Jaladhi" means ocean or sea, and "samudra" is its direct synonym.

Exam Tip: When finding synonyms, ensure the chosen word has the same core meaning and can be used interchangeably in most contexts.

 

Question 3. કેફ
(a) નશો
(b) કૉફી
(c) અભિમાન
(d) કસુંબો
Answer: (d) કસુંબો
In simple words: "Kef" refers to intoxication or a state of being drugged, and "kasumbo" is a related term for a strong intoxicating substance.

Exam Tip: Pay attention to the nuanced meanings of words to pick the most accurate synonym from the given options.

4. Find the Antonym for the Following Word: Laghu

 

Question 1. લઘુ
(a) ગુરુ
(b) હલકું
(c) વિશાળ
(d) કલંક
Answer: (a) ગુરુ
In simple words: The opposite of "laghu" (small/short) is "guru" (large/long/heavy).

Exam Tip: When identifying antonyms, think about the direct opposite in meaning and context.

Exercise 17: Summary in Gujarati

Exercise 17: Poem Introduction

પ્રસ્તુત ઊર્મિકાવ્યમાં માનવસ્વભાવની લાક્ષણિકતાનું અને મનુષ્યની ખૂબીઓનું આલેખન થયું છે. સામાન્ય રીતે એકલો માણસ એકલતા અનુભવે છે, જ્યારે ટોળું મેળા જેવો આનંદ માણે છે. પણ અહીં કવિને લોકવ્યવહારની આ સામાન્ય બાબત માન્ય નથી. કેટલાક સંતો અને કવિઓને એકલતા ભરી ભરી લાગે છે. કેટલાકને ટોળું પીડા આપે છે, પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં પ્રસન્ન રહી શકે એવો માણસ જ ખરા અર્થમાં માનવ છે. કવિએ વિવિધ રૂપકો દ્વારા સ્પષ્ટ એ કર્યું છે.

[In this lyric peculiarity and beauty of man's nature has been exhibited. Generally man feels loneliness when he is alone while the crowd enjoys the pleasure of crowd. Here the poet does not believe this common fact of people. Some saints and poets like loneliness. Crowd pains some people. But the man who feels pleasure in any condition is a man in true sense. The poet has clarified it through metaphors.]

Exercise 17: Explanation of the Poem

જો સંગાથ આપો તો ખરા માનવીનો આપજો અને જો એકલતા આપો ટોળાની વચ્ચે, આપજો.

[If you want to give company, give it to a true man and if you want to give loneliness give it among the crowd.]

જીવતર આપો તો એવું આપો કે દરેક શ્વાસ આનંદના નશામાં મગ્ન રહે !

[If you want to give life, give it in such a way that every breath enjoys its pleasure !]

સંઘર્ષનો સામનો કરવાની હિંમત ન હોય ને મુસીબતોનો સાગર સામે લલકારતો હોય તોપણ ડગુ નહિ. જીવનમાં નિરાશા મળી હોય, તોપણ ઝાંઝવાના જળની જેમ આશા અમર રહે. એવી શક્તિ આપ.”

[Hope is immortal like mirage, eventhough you have no courage to face difficulty, eventhough the ocean of difficulties challenge you and get disappointment.]

સુખોના સાગરની વચ્ચે સાવ જ તરસ્યો છું તો થોડું સુખ આપો.

[I will satisfy even if you give me a little because I am thirsty among the overflowing sea of happiness.)

જીવનના મધ્યાહ્નની વચ્ચે આ એકલતા એકલતા એમ બોલી ન અકળાવો

[Please don't perplex me saying 'loneliness', 'loneliness' between the noon of my life.]

જીવનના ઊગતા પ્રભાતના ડહોળાતા રંગમાં જો થોડી સાંજનો સોનેરી રંગ ઘોળી લાવો. અને

[Please mix the dazzling golden colour of the evening in the fading shades of the rising dawn of life.]

કોઈએ હોઠે ન અડાડ્યું હોય એવું માનવતારૂપી અમૃતને હવે જગતમાં ફેલાવો.

[Who will spread nectar of humanity which no one has tasted?].

Exercise 17: Word Meanings

  • મેળો આપવો – સંગાથ આપવો; to cooperate.
  • સંગ – સાથ; company.
  • ટોળું (નવું) – સમૂહ; group.
  • જીવતર (નવું) – આયખું; life.
  • કેફ (૫) – નશો; intoxication.
  • કસુંબો (૫) – અફીણ; a kind of a plant.
  • લગાર – થોડું; little.
  • મઝધાર – પ્રવાહની મધ્યમાં; the middle of a flow.
  • મૃગજલ (નવું) – ઝાંઝવાના જળ; mirage.
  • અકળાવવું – પરેશાન કરવું; to be puzzled, to be tired of.

Free study material for Gujarati

GSEB Solutions Class 12 Gujarati Chapter 17 મેળો આપો તો

Students can now access the GSEB Solutions for Chapter 17 મેળો આપો તો prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 12 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 17 મેળો આપો તો

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 12 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 12 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Gujarati Class 12 Solved Papers

Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 12 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 17 મેળો આપો તો to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 17 મેળો આપો તો for the 2026-27 session?

The complete and updated GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 17 મેળો આપો તો is available for free on StudiesToday.com. These solutions for Class 12 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 12 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 17 મેળો આપો તો as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 12 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 17 મેળો આપો તો will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 17 મેળો આપો તો in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 12 Gujarati. You can access GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 17 મેળો આપો તો in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 12 as a PDF?

Yes, you can download the entire GSEB Class 12 Gujarati Textbook Solutions Chapter 17 મેળો આપો તો in printable PDF format for offline study on any device.