Official GSEB Solutions for Class 12 Gujarati: વિચારવિસ્તાર
Review structured textbook solutions for Class 12 Gujarati વિચારવિસ્તાર. Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.
Chapter-wise Solutions for Gujarati: વિચારવિસ્તાર
View or download the dedicated વિચારવિસ્તાર solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Gujarati.
નીચેની પંક્તિઓનો આશરે 100 શબ્દોમાં વિચારવિસ્તાર કરો.
Question 1. ચહું થાવા હું મધુર ખીલતું પુષ્પ નવલું, પરંતુ ના ઈચ્છા જીવન જીવન જીવવા તાડ તરુનું
Answer: આ પંક્તિઓમાં કવિએ જીવનના સાચા અર્થનો મહિમા સમજાવ્યો છે. ભલે જીવન નાનું હોય પણ તે ઉપયોગી અને પરોપકાર ભાવથી જીવવું જોઈએ. તાડનું વૃક્ષ ખૂબ લાંબુ હોય છે અને તે સેંકડો વર્ષો સુધી ટકી શકે છે. પરંતુ તે છાયો આપીને બીજાની સેવા કરી શકતું નથી. તેથી, તેનું જીવન નિરર્થક ગણાય છે. તાડનું વૃક્ષ બનવા કરતાં હું એક નાનું, ખીલેલું પુષ્પ બનું તો પણ તે પૂરતું છે. ફૂલનું જીવન ખૂબ ઓછું હોય છે. પુષ્પ થોડા સમય માટે જ છોડ પર રહે છે, પછી તે કરમાઈને નીચે ખરી પડે છે. તે ટૂંકા જીવનકાળમાં પણ આસપાસના વાતાવરણને સુગંધિત બનાવે છે અને લોકોને ખુશી આપે છે. ભલે તે થોડા સમયમાં ખરી પડે, પણ જેટલું જીવન મળ્યું છે તેમાં જ જીવનની સાર્થકતા છે, એવો જીવનલક્ષી બોધ તે આપે છે. આ દ્વારા કવિ એ સમજાવવા માંગે છે કે મનુષ્ય પણ પોતાના જીવનને સાર્થક બનાવવા માટે પરોપકારી અને લોકકલ્યાણના કાર્યો કરવા જોઈએ. મનુષ્ય કેટલું જીવે છે, તેના કરતાં કેવું જીવન જીવે છે તે વધુ મહત્ત્વનું છે.
Exam Tip: જ્યારે તમે કાવ્ય પંક્તિનો વિચારવિસ્તાર કરો, ત્યારે પહેલા તેનો મુખ્ય અર્થ સ્પષ્ટ કરો અને પછી ઉદાહરણો દ્વારા તેને વિગતવાર સમજાવો. અંતે, તેનો સાર અથવા બોધ લખો.
Question 2. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
Answer: આ પંક્તિ પ્રારબ્ધવાદમાં માનનારા લોકોને ચેતવણી આપે છે. સાથે જ, પરિશ્રમ જ સફળતાની ચાવી છે, એવા જીવનમૂલ્યને સ્પષ્ટ રીતે સમજાવે છે. કવિ જિંદગીના રહસ્યને હસ્તરેખામાંથી શોધીને સફળતા અને સિદ્ધિને નસીબ દ્વારા ઝંખતા આળસુ લોકોને મહેનતનો મહિમા સમજાવે છે. મહેનત એ સફળતા મેળવવાની ચાવી છે. નસીબ પર ભરોસો રાખી શકાય નહીં. નસીબમાં લખેલી સિદ્ધિને સાકાર કરવા માટે પરિશ્રમ કરવો જ પડે. માત્ર ઈચ્છાઓ રાખવાથી કાર્યોમાં સફળતા મળતી નથી. જેમ સૂતેલા સિંહના મોઢામાં હરણ આપોઆપ આવતા નથી, તે માટે જંગલના રાજાને પણ શિકાર કરવાનો પ્રયત્ન કરવો પડે છે. કોઈ ઈમારતનો નકશો એટલે ફક્ત તેની ડિઝાઇન હોય છે. ચણાયેલી ઈમારત તો મહેનતનું પરિણામ હોય છે. હસ્તરેખા ગમે તેટલી શક્તિશાળી હોય, પણ તેને સાકાર કરવા માટે મહેનત તો કરવી જ પડે. નસીબ પણ તેમને જ સાથ આપે છે જે લોકો પરિશ્રમ કરે છે. સાચે જ કહેવાયું છે કે, 'સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય'.
Exam Tip: આવા વિચારવિસ્તારમાં, આપેલા સૂત્રને તમારા પોતાના શબ્દોમાં સમજાવો, તેને ટેકો આપવા માટે યોગ્ય ઉદાહરણો આપો અને અંતે તેનો સારાંશ રજૂ કરો.
Question 3. મોટપ મોટા નર તણી, આપોઆપ કળાય, હાથીને ભલી ઘંટડી, ઢોલ કદી નવ સહાય.
Answer: આ કાવ્ય પંક્તિઓ કલાત્મક રીતે રજૂ કરવામાં આવી છે. મહાન વ્યક્તિને ક્યારેય પોતાની મહાનતા વિશે ગર્વ હોતો નથી. સજ્જન વ્યક્તિઓ વૃક્ષ જેવા હોય છે. તેઓ દરેક કાર્ય પરોપકારના હેતુથી કરે છે, પણ ક્યારેય તેની જાહેરાત કરતા નથી. મહાન વ્યક્તિની મહાનતા આપમેળે દેખાઈ આવે છે. તેઓ ક્યારેય પોતાની મહાનતાનો ઢંઢેરો પીટતા નથી. કવિ હાથીનું ઉદાહરણ આપતા કહે છે કે, વિશાળકાય હાથીને નાનકડી ઘંટડી બાંધવાથી પણ તેની મહાનતા આપમેળે દેખાઈ આવે છે. કોઈ હાથીને ગળામાં ઢોલ બાંધવો પડતો નથી. તેવી જ રીતે, મોટી-મોટી જાહેરાતો કરીને કે ભાષણો આપીને મહાપુરુષોનો પરિચય આપવો પડતો નથી, પરંતુ આ મહાન વિભૂતિઓ તો તેમના કાર્યો, ઉચ્ચ વિચારો અને તેમના આદર્શોથી ઓળખાય છે. તેમની મહાનતા પુષ્પ કે ધૂપસળીની જેમ આપમેળે બધે જ ફેલાય છે. આપણા મહાન પુરુષો જેવા કે મહાત્મા ગાંધી, સરદાર પટેલ વગેરેનું વ્યક્તિત્વ તેમના મહાન કાર્યો દ્વારા જ ઝળહળી ઉઠ્યું હતું.
Exam Tip: જ્યારે તમે ઉદાહરણ-આધારિત પંક્તિનો વિચારવિસ્તાર કરો, ત્યારે મુખ્ય ભાવને ઉદાહરણ સાથે જોડીને સરળ ભાષામાં સમજાવો.
Question 4. ઊંચીનીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ; ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ.
Answer: માનવજીવનમાં સુખ અને દુ:ખ એક સિક્કાની બે બાજુ જેવા છે. માનવીનું જીવન એક ગતિશીલ ચક્ર જેવું છે. જીવનરૂપી સાગરમાં ક્યારેક સુખ અને સમૃદ્ધિની ભરતી આવે છે, તો વળી ક્યારેક આપત્તિની ઓટ આવે છે. કોઈ દિવસ ઈદનો આનંદ હોય તો કોઈ દિવસ રોજા જેવી મુશ્કેલીઓ હોય. જીવનરૂપી આકાશમાં કોઈ દિવસ સુખની પૂનમ ઉગે છે અને વૈભવનો પ્રકાશ ફેલાય છે, તો કોઈ દિવસ દુ:ખની અમાસ પણ આવે છે. માનવજીવન ઉદય અને અસ્તના ચક્રની જેમ, જન્મ અને મૃત્યુની ઘટમાળની જેમ, વસંત અને પાનખરની જેમ સુખ અને દુ:ખની વચ્ચેથી પસાર થતું રહે છે. માનવીને સુખ કરતાં દુ:ખનો અનુભવ વધુ થાય છે. ગુલાબ હોય તો કાંટા પણ હોય. એક આંખમાં આનંદ હોય તો બીજી આંખમાં આંસુ હોય! કોઈ પણ વ્યક્તિને સંપૂર્ણ સુખ ક્યારેય મળતું નથી. આમ છતાં, મનુષ્યે દુ:ખમાં ડૂબી ન જવું જોઈએ અને સુખમાં અભિમાની ન બનવું જોઈએ, બહાદુરીથી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ.
Exam Tip: આવા ઉપદેશાત્મક વિચારવિસ્તારમાં, જીવનના ચડાવ-ઉતારને સ્વીકારવાની વાત કરો અને ધીરજ અને સકારાત્મકતાનો સંદેશ આપો.
Question 5. ઊગે કમળ પંકમાં, તદપિ દેવશિરે ચડે; નહિ કુળથી કિન્તુ મૂલ્ય મૂલવાય ગુણો વડે.
Answer: આ મુક્તકમાં દુનિયા માનવીના કુળને બદલે તેના ગુણોને પૂજે છે તે ખૂબ સારી રીતે સમજાવ્યું છે. આ માટે કવિ કાદવમાં ખીલતા કમળનું ઉદાહરણ આપે છે. પંકજ એટલે કમળ. કમળ કાદવમાં ખીલે છે છતાં તેની સુગંધને કારણે ભગવાનના મસ્તક પર ચડાવાય છે. કર્ણના શબ્દોમાં કહીએ તો, "હલકા જન્મથી નહીં, હલકા કર્મથી હલકો માનવ." માનવ માટે પણ આમ જ કહી શકાય. કોઈપણ માનવીનું મૂલ્યાંકન તેના કર્મ પ્રમાણે થવું જોઈએ. તેના ખાનદાન કે કુળને જોવું જોઈએ નહીં. ભલે તે ઉચ્ચ કુળમાં જન્મ્યો હોય, પણ જો તેનું કર્મ હલકું હશે તો કોઈ તેનું સન્માન કરશે નહીં. હલકા કુળમાં જન્મ લઈને પણ જો આચારમાં શિસ્તબદ્ધ અને વિચારમાં પવિત્ર હશે તો આપમેળે સન્માનનો અધિકારી બનશે.
Exam Tip: આવા ગુણ-મહિમા સંબંધિત વિચારવિસ્તારમાં, વ્યક્તિના ગુણોને તેના જન્મ કે કુળ કરતાં વધુ મહત્ત્વના ગણીને સમજાવો.
Question 6. શ્રદ્ધાનું સિંચન થતાં, પાષાણે પ્રભુ વસે, ચેતનભર્યા મનુજમાં તો, ના શું બેઠાં દેવ હશે?
Answer: આ પંક્તિઓમાં કવિ કહે છે કે મંદિરમાં સ્થાપિત કરેલી પથ્થરની પ્રતિમાને લોકો ભગવાન તરીકે પૂજે છે. જે માણસને ભગવાનમાં અદમ્ય શ્રદ્ધા છે, તેને પ્રતિમામાં પણ ભગવાનના દર્શન થાય છે. માનવીની શ્રદ્ધાને કારણે જો પથ્થર પણ ભગવાનનો દરજ્જો પ્રાપ્ત કરી શકતો હોય, તો જીવતા-જાગતા મનુષ્યમાં શું ભગવાનનો વાસ નહીં હોય? કવિ આવો પ્રશ્ન પૂછીને એવું સૂચવે છે કે આપણે જેવી રીતે નિર્જીવ પથ્થરમાં ભગવાનને જોઈએ છીએ, તેવી જ રીતે સજીવ મનુષ્યમાં પણ ભગવાનને જોવા જોઈએ. ભગવાનની આકૃતિ ધરાવતો પથ્થર પણ જો આપણી પૂજાને પાત્ર બની શકતો હોય, તો જેના હૃદયમાં સાક્ષાત ભગવાન વસે છે, એવા મનુષ્યની તો આપણે ક્યારેય અવગણના કરવી ન જોઈએ. આપણે દરેક માનવી સાથે પ્રેમ અને આદરથી વ્યવહાર કરવો જોઈએ. કોઈના હૃદયને દુ:ખ થાય તેવો વ્યવહાર તો ક્યારેય કરવો નહીં. જો આપણે દરેક માનવીમાં શ્રદ્ધા રાખીશું, તો તેના હૃદયમાં વસેલો ભગવાન આપણને શ્રદ્ધાનું ફળ આપ્યા વિના રહેશે નહીં. સ્વામી વિવેકાનંદે પણ કહેલું કે, ભગવાનનો સૌથી વધુ આવિર્ભાવ મનુષ્યમાં જ હોય છે. આમ, કવિ કહે છે કે પથ્થરની પ્રતિમામાં શ્રદ્ધા રાખનાર માનવીએ જીવંત મનુષ્યમાં પણ શ્રદ્ધા રાખવી જોઈએ.
Exam Tip: આવા આધ્યાત્મિક વિચારવિસ્તારમાં, શ્રદ્ધા અને માનવીયતાના સંબંધને સ્પષ્ટ કરો અને સમાજમાં એકબીજા પ્રત્યે આદરભાવ રાખવાનો સંદેશ આપો.
Question 7. ન્યાય, નીતિ સહુ ગરીબને, મોટાંને સહુ માફ, વાઘ માર્યું માનવી, એમાં શો ઇન્સાફ!
Answer: આ પંક્તિઓમાં કવિએ આપણી સામાજિક અસમાનતાને અસરકારક રીતે રજૂ કરી છે. કવિ કહે છે કે ન્યાય અને નીતિ ફક્ત ગરીબ લોકોને જ લાગુ પડે છે; મોટા લોકોને નીતિ-નિયમોના કોઈ બંધનો હોતા નથી. આ સંદર્ભમાં કવિ જણાવે છે કે વાઘ જેવું શક્તિશાળી પ્રાણી જો કોઈ માણસને મારી નાખે, તો તેને શિક્ષા કરી શકાતી નથી. તે જ રીતે, સામાન્ય લોકોનું દેવું વસૂલ કરવા માટે સરકારી અમલદારો તેમની સાથે ખૂબ જ સખત વર્તન કરે છે. જ્યારે શક્તિશાળી લોકોના બાકી રહેલા દેવા બાબતે તેમનો વાળ પણ વાંકો કરી શકાતો નથી. શ્રીમંતો અને સત્તાધીશોની ભૂલો તરફ કોઈ આંગળી ચીંધવાની પણ હિંમત કરતું નથી. તેઓના ખોટા કાર્યો તરફ જાણીજોઈને આંખ આડા કાન કરવામાં આવે છે. જ્યારે બિચારો ગરીબ માણસ સાધારણ ગુના માટે પણ સજા ભોગવે છે. કવિએ સમાજની આ કરુણ વિષમતાને રજૂ કરીને, સામાજિક ભેદભાવ પ્રત્યે કટાક્ષ કર્યો છે અને તે દ્વારા ન્યાયના ભેદભાવભર્યા માપદંડોને બદલવાનો સંકેત કર્યો છે.
Exam Tip: જ્યારે તમે સામાજિક ટીકા સંબંધિત વિચારવિસ્તાર કરો, ત્યારે સમસ્યાને સ્પષ્ટપણે રજૂ કરો, તેના ઉદાહરણો આપો અને અંતે સુધારાત્મક સંદેશ આપો.
વિચારવિસ્તાર કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
પ્રશ્નપત્રમાં વિચારવિસ્તાર માટે બે પંક્તિઓ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓએ બેમાંથી ગમે તે એકનો વિચારવિસ્તાર કરવાનો હોય છે. વિચારવિસ્તાર સામાન્ય રીતે ત્રણ વિભાગમાં કરવામાં આવે છે:
- શરૂઆત: મુખ્ય ભાવ કે વિચાર (રહસ્ય, મર્મ કે ધ્વનિ) એક-બે વાક્યમાં દર્શાવવો જોઈએ.
- મધ્ય: આ ભાગમાં પંક્તિનો અર્થ યોગ્ય રીતે સ્પષ્ટ કરવો જોઈએ.
- અંત: છેલ્લે પંક્તિનું તાત્પર્ય (અર્થાત્ તેના પરથી ફલિત થતો અર્થ) લખવો જોઈએ.
વિચારવિસ્તારમાં વિચારો સ્પષ્ટ અને તર્કબદ્ધ હોવા જોઈએ. એક જ વસ્તુ વારંવાર ન લખવી જોઈએ. ભાવ કે વિચારનો વધુ પડતો વિસ્તાર ન થવો જોઈએ. વિચારવિસ્તારની ભાષા શુદ્ધ હોવી જોઈએ. વાક્યો ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ. સરળ અને સાહિત્યિક શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ. વિરામચિહ્નો અને જોડણી પ્રત્યે પૂરતું ધ્યાન આપવું જોઈએ. વિચારવિસ્તાર કર્યા પછી તેને એક વાર ધ્યાનપૂર્વક વાંચી જવો જોઈએ.
Free study material for Gujarati
Step-by-Step Textbook Answers: Class 12 Gujarati વિચારવિસ્તાર
Official GSEB Solutions for વિચારવિસ્તાર
Explore reliable textbook solutions for વિચારવિસ્તાર tailored for Class 12 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Gujarati.
Step-by-Step Explanations for વિચારવિસ્તાર
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 12 Gujarati module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.
Next Steps in Your Gujarati Revision
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of વિચારવિસ્તાર with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated GSEB Class 12 Gujarati Lekhan Kaushalya વિચારવિસ્તાર Solutions is available for free on StudiesToday.com. These solutions for Class 12 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 12 Gujarati Lekhan Kaushalya વિચારવિસ્તાર Solutions as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 12 Gujarati Lekhan Kaushalya વિચારવિસ્તાર Solutions will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 12 Gujarati. You can access GSEB Class 12 Gujarati Lekhan Kaushalya વિચારવિસ્તાર Solutions in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 12 Gujarati Lekhan Kaushalya વિચારવિસ્તાર Solutions in printable PDF format for offline study on any device.