GSEB Class 11 Maths Solutions Chapter 14 ગાણિતિક તર્ક Exercise 14.3

Download GSEB Solutions for Class 11 Mathematics Chapter 14 ગાણિતિક તર્ક

Access comprehensive textbook solutions for Chapter 14 ગાણિતિક તર્ક using the official curriculum guides for Class 11 Mathematics. Designed to align with the 2026-27 GSEB standards, these detailed answers help students reinforce core academic concepts.

Access GSEB Solutions and Answers

View or download the dedicated Chapter 14 ગાણિતિક તર્ક solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Mathematics.

Chapter 14 ગાણિતિક તર્ક Ex 14.3

 

Question 1. નીચેના પૈકી દરેક સંયુક્ત વિધાનમાં પ્રથમ સંયોજકો ઓળખો અને પછી તેને ઘટક વિધાનોમાં છૂટું પાડો :
(1) બધી સંમેય સંખ્યાઓ વાસ્તવિક છે અને બધી વાસ્તવિક સંખ્યાઓ સંકર સંખ્યાઓ નથી.
(2) પૂર્ણાંકનો વર્ગ ધન અથવા ઋણ છે.
(3) રેતી સૂર્યના પ્રકાશમાં ઝડપથી ગરમ થાય છે અને રાત્રિના સમયે ઝડપથી ઠંડી થતી નથી.
(4) x = 2 અને x = 3 એ સમીકરણ \( 3x² - x - 10 = 0 \)નાં બીજ છે.
Answer:
(1) અહીં, સંયોજક 'અને' છે.
ઘટક વિધાનો નીચે પ્રમાણે છે :
p : બધી સંમેય સંખ્યાઓ વાસ્તવિક છે.
q: બધી સંમેય સંખ્યાઓ સંકર સંખ્યાઓ નથી.

(2) અહીં, સંયોજક 'અથવા' છે.
ઘટક વિધાનો નીચે પ્રમાણે છે :
p : કોઈ પણ પૂર્ણાંકનો વર્ગ ધન છે.
q: કોઈ પણ પૂર્ણાંકનો વર્ગ ઋણ છે.

(3) અહીં, સંયોજક 'અને' છે.
ઘટક વિધાનો નીચે પ્રમાણે છે :
p : રેતી સૂર્યના પ્રકાશમાં ઝડપથી ગરમ થાય છે.
q: રેતી રાત્રિના સમયે ઝડપથી ઠંડી થતી નથી.

(4) અહીં, સંયોજક 'અને' છે.
ઘટક વિધાનો નીચે પ્રમાણે છે :
p : \( x = 2 \) એ સમીકરણ \( 3x² - x - 10 = 0 \)નું બીજ છે.
q : \( x = 3 \) એ સમીકરણ \( 3x² - x - 10 = 0 \)નું બીજ છે.
In simple words: પહેલાં, વાક્યમાં મુખ્ય જોડતો શબ્દ શોધો. પછી, એ મોટા વાક્યને નાના, સરળ ભાગોમાં વિભાજીત કરો. દરેક નાના ભાગને 'p' અથવા 'q' જેવા નામ આપો.

Exam Tip: સંયુક્ત વિધાનમાં મુખ્ય સંયોજકને ઓળખો અને પછી તેને બે કે તેથી વધુ સરળ ઘટક વિધાનોમાં વિભાજિત કરો.

 

Question 2. નીચેનાં વિધાનોમાં કારક ઓળખો અને વિધાનોનાં નિષેધ લખો :
(1) કોઈક સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો જ હોય તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવે છે.
(2) પ્રત્યેક વાસ્તવિક સંખ્યા \( x \) માટે \( x \) એ \( x + 1 \) કરતાં નાની સંખ્યા છે.
(3) ભારતમાં દરેક રાજ્યને એક રાજધાની હોય છે.
Answer:
(1) અહીં, કારક 'કોઈક અસ્તિત્વ ધરાવે છે.' છે.
નિષેધઃ કોઈક સંખ્યાઓનો વર્ગ તે સંખ્યા જેટલો જ હોય તેવી કોઈ સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી.

(2) અહીં, કારક 'પ્રત્યેક માટે' છે.
નિષેધઃ કોઇક વાસ્તવિક સંખ્યા \( x \) એવી અસ્તિત્વ ધરાવે છે જેથી \( x \) એ \( x + 1 \) કરતાં નાની ન હોય.

(3) અહીં, કારક 'કોઈક અસ્તિત્વ ધરાવે છે.' છે.
નિષેધઃ ભારતમાં એવું રાજ્ય અસ્તિત્વ ધરાવે છે જેને રાજધાની નથી.
In simple words: પહેલાં, દરેક વાક્યમાં વપરાયેલો મુખ્ય શબ્દ (જેમ કે 'કોઈક' કે 'દરેક') શોધો. પછી, વાક્યનો અર્થ બદલાય તે રીતે તેને વિરુદ્ધ અર્થમાં ફરીથી લખો.

Exam Tip: નિષેધ લખતી વખતે, 'દરેક' (For all) ને 'કોઈક નથી' (There exists not) માં અને 'કોઈક' (There exists) ને 'દરેક નથી' (For all not) માં બદલવાનું યાદ રાખો.

 

Question 3. નીચેનાં વિધાનયુગ્મ એકબીજાના નિષેધ છે કે નહિ તે ચકાસો. તમારા જવાબ માટેનાં કારણો આપો.
(1) બધી જ વાસ્તવિક સંખ્યાઓ \( x \) અને \( y \) માટે \( x + y = y + x \) એ સત્ય છે.
(2) \( x + y = y + x \) થાય તેવી વાસ્તવિક સંખ્યાઓ \( x \) અને \( y \) અસ્તિત્વ ધરાવે છે.
Answer:
વિધાન (1)નું નિષેધ : 'એવી વાસ્તવિક સંખ્યાઓ \( x \) અને \( y \) અસ્તિત્વ ધરાવે છે. જેથી \( x + y \neq y + x \).
આ વિધાન (2)થી ભિન્ન છે.
આમ, આપેલ વિધાનયુગ્મ એકબીજાના નિષેધ નથી.
In simple words: પહેલાં, પહેલાં વાક્યનો વિરુદ્ધ અર્થ લખો. પછી, જુઓ કે આ વિરુદ્ધ અર્થ બીજા વાક્ય જેવો જ છે કે નહીં. જો અલગ હોય, તો તે એકબીજાના વિરુદ્ધ નથી.

Exam Tip: બે વિધાનો એકબીજાના નિષેધ છે કે નહીં તે ચકાસવા માટે, એક વિધાનનો નિષેધ લખો અને જુઓ કે તે બીજા વિધાન સાથે સુસંગત છે કે નહીં.

 

Question 4. નીચેનાં વિધાનોમાં ‘અથવા'નો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે થયો છે કે નિવારક વિકલ્પ તરીકે તે જણાવો. તમારા જવાબ માટેનાં કારણો આપો.
(1) સૂર્ય ઊગે છે અથવા ચંદ્ર આથમે છે.
(2) ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેની અરજી કરવા માટે તમારી પાસે રેશનકાર્ડ અથવા પાસપૉર્ટ હોવા જોઈએ.
(3) બધી જ પૂર્ણાંક સંખ્યાઓ ધન અથવા ઋણ છે.
Answer:
(1) અહીં, 'અથવા' નિવારક વિકલ્પ છે.
કારણઃ સૂર્ય ઊગે અને ચંદ્ર આથમે બંને એકસાથે બની શકે નહિ.

(2) અહીં, 'અથવા' સમાવેશ વિકલ્પના અર્થમાં છે.
કારણઃ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેની અરજી કરવા માટે કોઈ વ્યક્તિ પાસે રેશનકાર્ડ અને પાસપૉર્ટ બંને હોઈ શકે.

(3) અહીં, 'અથવા' નિવારક વિકલ્પ છે.
કારણ : બધી જ પૂર્ણાંક સંખ્યાઓ ધન હોય અને ઋણ હોય તેવું એકસાથે બની ન શકે.
In simple words: 'અથવા' શબ્દનો ઉપયોગ ક્યારેક બંને વસ્તુઓ એકસાથે સાચી હોય ત્યારે થાય છે (સમાવેશ વિકલ્પ). ક્યારેક તે ફક્ત એક જ વસ્તુ સાચી હોઈ શકે ત્યારે થાય છે (નિવારક વિકલ્પ).

Exam Tip: 'અથવા' નો ઉપયોગ સમાવેશક છે કે નિવારક તે નક્કી કરવા માટે, વાસ્તવિક દુનિયામાં બંને શરતો એકસાથે બની શકે છે કે નહીં તે વિચારો.

Free study material for Mathematics

Mathematics Class 11 Curriculum Solutions: Chapter 14 ગાણિતિક તર્ક

Accessing Chapter 14 ગાણિતિક તર્ક Solutions

Review comprehensive exercise answers for Class 11 Mathematics Chapter 14 ગાણિતિક તર્ક. Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Concept-Driven Answers for Class 11 Mathematics

Clear, methodical explanations accompany every challenging problem within the Class 11 Mathematics text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Maximizing Study Efficiency

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 14 ગાણિતિક તર્ક with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest GSEB Class 11 Maths Solutions Chapter 14 ગાણિતિક તર્ક Exercise 14.3 for the 2026-27 session?

The complete and updated GSEB Class 11 Maths Solutions Chapter 14 ગાણિતિક તર્ક Exercise 14.3 is available for free on StudiesToday.com. These solutions for Class 11 Mathematics are as per latest GSEB curriculum.

Are the Mathematics GSEB solutions for Class 11 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 11 Maths Solutions Chapter 14 ગાણિતિક તર્ક Exercise 14.3 as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Mathematics concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 11 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 11 Maths Solutions Chapter 14 ગાણિતિક તર્ક Exercise 14.3 will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 11 Maths Solutions Chapter 14 ગાણિતિક તર્ક Exercise 14.3 in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 11 Mathematics. You can access GSEB Class 11 Maths Solutions Chapter 14 ગાણિતિક તર્ક Exercise 14.3 in both English and Hindi medium.

Is it possible to download the Mathematics GSEB solutions for Class 11 as a PDF?

Yes, you can download the entire GSEB Class 11 Maths Solutions Chapter 14 ગાણિતિક તર્ક Exercise 14.3 in printable PDF format for offline study on any device.