GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 6 આંટી

Get the most accurate GSEB Solutions for Class 11 Gujarati Chapter 06 આંટી here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 11 Gujarati. Our expert-created answers for Class 11 Gujarati are available for free download in PDF format.

Detailed Chapter 06 આંટી GSEB Solutions for Class 11 Gujarati

For Class 11 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 11 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 06 આંટી solutions will improve your exam performance.

Class 11 Gujarati Chapter 06 આંટી GSEB Solutions PDF

આંટી સ્વાધ્યાય

1. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :

 

Question 1. ઇચ્છાશંકર ક્યાં વસવાટ કરતા હતા?
Answer: ઇચ્છાશંકર આફ્રિકામાં વસવાટ કરતા હતા.
In simple words: Ichhashankar resided in Africa.

Exam Tip: For simple recall questions, state the fact directly and clearly.

 

Question 2. ગામલોકો કઈ વાત માનવા તૈયાર ન હતા?
Answer: ગામલોકો એ વાત માનવા તૈયાર ન હતા કે આફ્રિકાવાળા ઇચ્છાશંકર પોતાના મોટા ભાઈ મૂળશંકરથી ભાગ વહેંચે છે.
In simple words: The villagers did not believe that Ichhashankar, who was from Africa, would share his property with his elder brother Mulshankar.

Exam Tip: When answering about people's beliefs, clearly state what they refused to accept.

 

Question 3. ઇચ્છાશંકર પત્નીની બોલતી બંધ કઈ રીતે કરતા?
Answer: ઇચ્છાશંકરે પોતાની પત્નીના નામે થોડાક હજારનો વીમો વધારીને તેને મિલકતના ભાગ પાડવા બાબતે બોલતી બંધ કરી દીધી.
In simple words: Ichhashankar silenced his wife about property division by increasing her life insurance by a few thousand.

Exam Tip: Describe the method used to silence the wife, focusing on the action and its purpose.

 

Question 4. ઇચ્છાશંકરે મિલકતમાં ભાગ વહેંચવાનો નિર્ણય શાથી લીધો?
Answer: કેરીઓ જેવી નાની વસ્તુઓમાં પણ મોટા ભાઈ મૂળશંકરે હાથની આંટી પાડીને મોટી કરીને પોતાના દીકરા તરફ ધરી પક્ષપાત કર્યો, તેથી ઇચ્છાશંકરે મિલકતમાં ભાગ વહેંચવાનો નિર્ણય લીધો.
In simple words: Ichhashankar decided to divide the property because his elder brother Mulshankar showed favoritism by giving a larger share of even small things like mangoes to his own son.

Exam Tip: Explain the specific incident that triggered the decision to divide the property, highlighting the injustice.

 

Question 5. મૂળશંકર મિલકતમાં ભાગ પાડવાનું કારણ શાથી પૂછી શક્યો નહિ?
Answer: મૂળશંકર મિલકતમાં ભાગ પાડવાનું કારણ પૂછી શક્યો નહિ, કારણ કે તેમના ભાઈ પાસે તો તેનો જવાબ હતો, પરંતુ તેમની પાસે તેનો કોઈ બચાવ ન હતો.
In simple words: Mulshankar could not ask why the property was being divided because his brother had a valid reason, but Mulshankar had no defense for his actions.

Exam Tip: Focus on Mulshankar's lack of a defense as the core reason for his inability to question the division.

2. નીચેના દરેક પ્રશ્નનો બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

 

Question 1. ઇચ્છાશંકરને ગામલોકો શી સલાહ આપતા? શા માટે?
Answer: ગામલોકો ઇચ્છાશંકરને મિલકતના ભાગલા પાડી દેવાની સલાહ આપતા હતા. ગામલોકો માટે ઇચ્છાશંકર મોટા દિલનો માણસ સાબિત થઈ ચૂક્યો હતો, જ્યારે મૂળશંકર કોઈ કાળેય પરખાય નહિ એવો પાવરધો ને હોશિયાર લેખાતો હતો.
In simple words: Villagers advised Ichhashankar to divide his property because he was known as generous, while Mulshankar was seen as shrewd and clever, making him untrustworthy.

Exam Tip: Provide both the advice given and the reason behind it, highlighting the characters' reputations.

 

Question 2. ઇચ્છાશંકર મોટા દિલના હતા તેમ શા પરથી કહી શકાય?
Answer: ઇચ્છાશંકરને લોકો એમના સ્વાર્થી મોટા ભાઈ મૂળશંકર વિશે કહેતા ત્યારે એ કહેતા કે “ભાઈના છોકરા એ મારા જ ભત્રીજા છે ને ભાઈના સંબંધી એ મારા પણ સંબંધી છે. આપણી કમાણીથી કોઈનું દુઃખ હળવું થતું હોય તો એટલું વળી કમાયું લેખે લાગ્યું.” આ પરથી કહી શકાય કે, ઈચ્છાશંકર મોટા દિલના હતા.
In simple words: When people talked about his selfish elder brother, Ichhashankar would say, "My brother's children are my nephews, and his relatives are also mine. If our earnings can ease someone's sorrow, then that earning is truly meaningful." This shows he was very generous.

Exam Tip: Quote or paraphrase Ichhashankar's words directly to illustrate his generosity and explain why those words reflect his character.

3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :

 

Question 1. 'મિલકત વધવાની સાથે ઇચ્છાશંકરનો મિલકત પ્રત્યેનો મોહ ઘટતો ગયો તેમ શા પરથી કહી શકાય?
Answer: ઇચ્છાશંકર મોટા દિલના માણસ હતા. તેમણે જીવનમાં ઘણી સુખ-દુઃખની પરિસ્થિતિઓ જોઈ હતી. તે આફ્રિકા ગયા ત્યારે માત્ર એક લોટો અને શેઠની રસોઈ કરતાં, બદલવા માટે અબોટિયું જ તેમની પાસે હતાં. પરંતુ લક્ષ્મી રીઝે છે ત્યારે વાતવાતમાં વારી જાય છે. ઇચ્છાશંકરે નોકરી છોડીને નાની શી દુકાન માંડી. એની પેઢીઓ નાગરવેલની જેમ આખાય આફ્રિકામાં ફેલાઈ. તેમણે વતનમાં પણ જમીન, મકાનો તથા શેર વગેરેમાં ઘણું રોકાણ કર્યું. પરંતુ મિલકત વધવાની સાથે ઇચ્છાશંકરનો મિલકત પ્રત્યેનો મોહ ઘટતો ગયો. અત્યાર સુધી મોટા ભાઈને બધી જ મિલકતમાં ભાગીદાર ગણ્યા ને રાખ્યા હતા. મોટા ભાઈએ સાસરી પક્ષને મદદ કરી હોય કે એમની છોકરીઓ માટે દાગીના ઘડાવ્યા હોય તો તે વાત પર તેઓ હસી કાઢતા અને કહેતા કે “ભાઈના છોકરા એ મારા જ ભત્રીજા છે ને ભાઈના સંબંધી એ મારા પણ સંબંધી છે. આપણી કમાણીથી કોઈનું દુઃખ હળવું થતું હોય તો એટલું વળી કમાયું લેખે લાગે.” આમ, મિલકત વધવાની સાથે ઇચ્છાશંકરનો મિલકત માટેનો મોહ ઘટતો ગયો એમ કહી શકાય.
In simple words: Ichhashankar was a very generous man who had seen many ups and downs in life. When he first went to Africa, he had very little. He built a small shop into a large business empire, investing widely. Yet, as his wealth grew, his attachment to it lessened. He always considered his elder brother a full partner, even when his brother helped his in-laws or made jewelry for his daughters, saying, "My brother's children are my nephews, and his relatives are also mine. If our earnings can alleviate someone's suffering, then that earning is truly worthwhile." This demonstrates his decreasing attachment to wealth.

Exam Tip: Provide specific examples of Ichhashankar's actions and words to illustrate his diminishing attachment to wealth, showing how he prioritized family and generosity over material possessions.

 

Question 2. “આંટી’ શીર્ષકની યોગ્યતા સમજાવો.
Answer: “આંટી પડવી એટલે અણબનાવ થવો, વેર બંધાવું. મોટા ભાઈ મૂળશંકર સ્વાર્થી હતા અને નાના ભાઈ ઇચ્છાશંકર અનુપમ ઉદારતા ધરાવતા હતા. મોટા ભાઈના સ્વાર્થી, લાલચુ સ્વભાવ વિશે તે જાણતા હતા. લોકો – સંબંધીઓએ તેમને ચેતવ્યા. કોઈ કોઈએ તો મૂળશંકરના સ્વાર્થના પુરાવા પણ એમની આગળ રજૂ કર્યા. પરંતુ ઇચ્છાશંકરને મોટા ભાઈ ઉપર એવડી ભક્તિ હતી કે આ પુરાવાઓનેય એ વઢાવી મારવાના પેતરામાં ઘટાવતા. ઇચ્છાશંકરની મિલકત વધી. તેમણે મોટા ભાઈને બધી જ મિલકતમાં ભાગીદાર ગણ્યા હતા અને રાખ્યા હતા. પરંતુ એક ક્ષુલ્લક ઘટના બની અને બંને ભાઈઓ વચ્ચેના સંબંધમાં આંટી પડી. એક ખેડૂતે પહેલી જ વાર ફળેલા આંબાની બે કેસરવરણી શાખાઓ તેમને આપી. મૂળશંકરના એક હાથમાં મોટી કેરી હતી અને બીજા હાથમાં નાની કેરી હતી. બૂમ પાડતાં બચુ, રમેશ દોડતા ઉપર મેડીએ આવ્યા. મૂળશંકરે કેરીઓ આપવા બંને હાથ લંબાવ્યા, પરંતુ મોટી કેરી તરફ ભત્રીજાને જોતાં જ હાથને આંટી પાડી દીધી – પડી ગઈ. ઇચ્છાશંકરની નજર પેલા છોકરાઓને કેરીઓ લેતા જોઈ રહી. એમના ચિત્તમાં આ ઘટના વણઉકલ્યા વમળો સર્જી ગઈ. મોટા ભાઈ મૂળશંકરની આવી ભેદભાવની નીતિ જોઈને બંને ભાઈઓ વચ્ચે આંટી પડી ગઈ. ઇચ્છાશંકરે મિલકતમાં ભાગ વહેંચવાનો નિર્ણય લીધો. આ રીતે “આંટી’ શીર્ષક યોગ્ય છે.
In simple words: The title "Aanti" means a misunderstanding or a dispute. The elder brother, Mulshankar, was selfish, while Ichhashankar was incredibly generous. Despite warnings and evidence of Mulshankar's greed from relatives, Ichhashankar's devotion to his brother was so strong that he dismissed these proofs. As Ichhashankar's wealth grew, he always included his brother as a partner. However, a small incident involving two mangoes caused a rift between them. Mulshankar, seeing his nephew looking at a large mango, pulled his hand back, making it fall. Ichhashankar witnessed this act of favoritism, and it created unresolved turmoil in his mind, leading to a permanent dispute (aanti) between the brothers and his decision to divide the property. Thus, the title "Aanti" is very appropriate for the story.

Exam Tip: To explain the appropriateness of a title, define its meaning, summarize the key plot points that lead to the central conflict, and explicitly link those events back to the title's definition.

Std 11 Gujarati Textbook Solutions Chapter 6 Khaanti Additional Important Questions and Answers

આંટી પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખોઃ

 

Question 1. ઇચ્છાશંકરની મિલકત કેવી રીતે વધી?
Answer: ઇચ્છાશંકર આફ્રિકા ગયા ત્યારે માત્ર એક લોટો ને શેઠની રસોઈ કરતાં, બદલવા માટે અબોટિયું જ તેમની પાસે હતાં. ઇચ્છાશંકરે નોકરી છોડીને નાની શી દુકાન માંડી. એ એવી જામી કે જેમ આખાય આફ્રિકામાં ફેલાઈ, એમની મિલકત વધી.
In simple words: Ichhashankar's wealth grew from very humble beginnings. When he first went to Africa, he only had a pot and a piece of cloth for his master's kitchen. He then quit his job and started a small shop, which grew so much that it spread across Africa, significantly increasing his assets.

Exam Tip: Detail the progression of Ichhashankar's wealth, from his initial humble possessions to the expansion of his business.

2. નીચેના લખોઃ

 

Question 1. ઇચ્છાશંકર આફ્રિકા ગયા ત્યારે એમની પાસે શું હતું?
Answer: ઇચ્છાશંકર આફ્રિકા ગયા ત્યારે એમની પાસે એક લોટો હતો ને શેઠની રસોઈ કરતાં, બદલવા માટે અબોટિયું જ હતાં.
In simple words: When Ichhashankar went to Africa, he only owned a pot and a simple piece of cloth to wear while cooking for his master.

Exam Tip: Be precise about the few items Ichhashankar possessed, emphasizing his initial poverty.

 

Question 2. કયા સમાચારથી આખું ગામ ઊંચુંનીચું થઈ ઊઠ્યું?
Answer: “ઇચ્છાશંકર ને મૂળશંકર આજે ભાગ વહેંચે છે." એ સમાચારથી આખુંય ગામ ઊંચુંનીચું થઈ ઊઠ્યું.
In simple words: The entire village was shocked by the news that "Ichhashankar and Mulshankar are dividing their property today."

Exam Tip: State the exact news that caused the commotion, showing its impact on the villagers.

 

Question 3. “મોટા ભાઈ, કાલ આપણે ભાગ વહેંચવા છે!” આ વાક્ય કોણ બોલે છે?
Answer: “મોટા ભાઈ, કાલ આપણે ભાગ વહેંચવા છે!' આ વાક્ય ઇચ્છાશંકર બોલે છે.
In simple words: Ichhashankar says, "Elder brother, we need to divide the property tomorrow!"

Exam Tip: Identify the speaker of the dialogue accurately and directly.

 

Question 4. “કયું મોટું લઈને હું પૂછવાય જાઉં?" આ વાક્ય કોણ બોલે છે?
Answer: “કર્યું મોટું લઈને હું પૂછવાય જાઉં?” આ વાક્ય મૂળશંકર બોલે છે.
In simple words: Mulshankar says, "What big thing should I take to go ask?"

Exam Tip: Accurately identify the speaker of the given line of dialogue.

4. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખોઃ

 

Question 1. “આંટી' નવલિકાના લેખકનું નામ જણાવો.
(a) પન્નાલાલ પટેલ
(b) મનુભાઈ પંચોલી
(c) રમણલાલ વ. દેસાઈ
(d) મોહમ્મદ માંકડ
Answer: (a) પન્નાલાલ પટેલ
In simple words: The writer of "Aanti" short story is Pannalal Patel.

Exam Tip: For author identification, remember the author's name linked to the specific work.

 

Question 2. “આંટી’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
(a) એકાંકી
(b) નવલિકા
(c) ચિંતન
(d) પ્રવાસનિયા
Answer: (b) નવલિકા
In simple words: The literary genre of the lesson "Aanti" is a short story (navlika).

Exam Tip: Always recall the literary form (genre) of the text as it helps in understanding its structure and purpose.

 

Question 3. પન્નાલાલ પટેલને તેમની કઈ કૃતિ માટે ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક એનાયત થયો હતો?
(a) મળેલા જીવ
(b) ભાંગ્યાનો ભેર.
(c) ધમ્મરવલોણું
(d) માનવીની ભવાઈ
Answer: (d) માનવીની ભવાઈ
In simple words: Pannalal Patel received the Bharatiya Jnanpith Award for his work "Manavi Ni Bhavaai."

Exam Tip: Connect the author with their most acclaimed work and the prestigious awards received for it.

આંટી વ્યાકરણ (Vyakaran)

1. નીચેનાં વાક્યો ભાષાની દષ્ટિએ સુધારીને ફરીથી લખોઃ

 

Question 1. (1) સંબંધીઓ અને ગામ આખો ઊંચોનીચો થઈ રહ્યો.
Answer: (1) સંબંધીઓ અને ગામ આખું ઊંચુંનીચું થઈ રહ્યું.
In simple words: The relatives and the whole village became very agitated.

Exam Tip: Pay attention to gender and number agreement in Gujarati grammar, ensuring the adjective matches the noun.

 

Question 2. (2) માણસની જીવ લાલચુ, લોભી ને સ્વાર્થી હોય છે.
Answer: (2) માણસનો જીવ લાલચું, લોભી ને સ્વાર્થી હોય છે.
In simple words: A person's nature is greedy, miserly, and selfish.

Exam Tip: Ensure correct case endings and adjective forms to maintain grammatical accuracy.

 

Question 3. (3) પણ તોય ઇચ્છાશંકરે ભાગતો નજ વહેચ્યા.
Answer: (3) પણ તોય ઈચ્છાશંકરે ભાગ તો ન જ વહેંચ્યા.
In simple words: But still, Ichhashankar did not divide the shares.

Exam Tip: Check for correct word order and particle usage to convey the intended meaning accurately.

 

Question 4. (4) મૂળશંકર સ્વાર્થી છે માટે તું જુદો વહેંચી નાખ.
Answer: (4) મૂળશંકર સ્વાર્થી છે માટે તું જુદું વહેંચી નાખ.
In simple words: Mulshankar is selfish, so you should divide it separately.

Exam Tip: Use appropriate conjunctions and pronoun forms to ensure the sentence flows naturally and is grammatically sound.

2. નીચેનાં વાક્યોમાંથી પ્રત્યય શોધીને લખો:

 

Question 1. (1) મોટા ભાઈને મિલકતમાં ભાગીદાર ગણ્યા.
(2) આપણી કમાણીથી કોઈનું દુઃખ હળવું થવું જોઈએ.
(3) મૂળશંકરની જીભ થોથરાઈ.
(4) શરીરમાં ચેતન આવ્યું.
Answer:
(1) ને, માં
(2) થી, નું
(3) ની
(4) માં
In simple words: Identify the suffixes attached to nouns or pronouns that indicate their grammatical role in the sentence.

Exam Tip: A suffix modifies the grammatical meaning of the root word. Look for small words or particles attached to nouns that show their relationship to other words in the sentence.

3. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરો:

 

Question 1. (1) તારું મારું સહિયારું ને મારું મારું આગવું – ખૂબ સ્વાર્થી હોવું
Answer: વાક્ય : તારો ભાઈ તારું મારું સહિયારું ને મારું મારું આગવું કરે તેમ છે, જરા ચેતતો રહેજે.
In simple words: This idiom means being extremely selfish. The sentence translates to: "Your brother acts as if what's yours is ours, and what's mine is mine; be a little careful."

Exam Tip: When explaining idioms, first provide a clear, concise meaning, then construct a sentence that uses the idiom correctly in context.

 

Question 2. (2) ઊંધે માથે પડને ઊંડા ધરામાં – સાચી સલાહ ન માને ત્યારે કહેવું કે તારે જે કરવું હોય તે કરને, થાને દુઃખી
Answer: વાક્યઃ પિતાની સલાહ ન માનતાં, પિતાએ પુત્રને કહ્યું, 'ઊંધા માથે પડને ઊંડા ધરામાં.”
In simple words: This idiom is said when someone ignores good advice, meaning "Do what you want, and face the consequences/be miserable." The sentence translates to: "Not listening to his father's advice, the father told his son, 'Go fall headfirst into the deep abyss.'"

Exam Tip: Ensure your explanatory meaning covers the nuance of ignoring advice and facing negative outcomes, then use the idiom in a relevant sentence.

 

Question 3. (3) પાપનો ઘડો ભરાવો – ખૂબ પાપ એકઠાં થવાં
Answer: વાક્ય : ભલે ને આજે એ કાળાધોળાં કરે, એના પાપનો ઘડો ભરાશે ત્યારે ફૂટશે.
In simple words: This idiom means to accumulate a lot of sins. The sentence translates to: "Let him do whatever he wants today; when his pot of sins is full, it will burst."

Exam Tip: The meaning should clearly indicate the accumulation of wrongdoing leading to eventual consequence. The sentence should reflect this inevitability.

 

Question 4. (4) આંટી પડવી – અણબનાવ થવો, વેર બંધાવું
Answer: વાક્ય : બંને મિત્રો વચ્ચે ફોન કરવા જેવી નજીવી બાબતે આંટી પડી છે.
In simple words: This idiom means to have a misunderstanding or a dispute, leading to enmity. The sentence translates to: "There has been a disagreement between the two friends over a trivial matter like making a phone call."

Exam Tip: When using this idiom, the example sentence should show how a conflict arose, even from a small issue.

 

Question 5. (5) જીભ થોથરાવી (જીભે લોચા વળવા) – સ્પષ્ટ કે જલદી ન બોલી શકાવું, જવાબ આપતાં ગલ્લાં – તલ્લાં કરવાં
Answer: વાક્યઃ ગુનેગારની જવાબ આપતાં જીભ થોથરાતી હતી.
In simple words: This idiom means to stammer or falter while speaking, unable to speak clearly or quickly, often while trying to avoid giving a direct answer. The sentence translates to: "The criminal's tongue was faltering while giving answers."

Exam Tip: The explanation should cover both the physical difficulty in speaking and the underlying reason (e.g., hesitation, guilt).

 

Question 6. (6) લીલીસૂકી જોવી – સુખ અને દુઃખ જોવાં, ચડતી – પડતી જોવી
Answer: વાક્ય : ભરતભાઈએ એમના જીવનમાં ઘણી લીલીસૂકી જોઈ છે.
In simple words: This idiom means to experience both happiness and sorrow, or to see ups and downs in life. The sentence translates to: "Bharatbhai has seen many ups and downs in his life."

Exam Tip: Use an example that clearly illustrates a person having gone through various life experiences, both good and bad.

4. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ લખોઃ

 

Question 1. (1) પરથમ
(2) પેલો
Answer:
(1) પ્રથમ
(2) પહેલો
In simple words: Convert the informal or colloquial words into their standard, formal Gujarati equivalents.

Exam Tip: Familiarize yourself with common regional dialect words and their standard counterparts for such conversions.

5. નીચે “અ” વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો બ” વિભાગમાંથી શોધીને લખો:

 

Question 1.
(1) પેંતરો – કુશળ, પ્રવીણ
(2) ક્ષુલ્લક – દાવપેચ, પ્રપંચ
(3) અવા – દંગ, ચકિત
(4) રિંગ – તુચ્છ, હલકું
(5) ભવ – મૂક, સ્તબ્ધ
(6) પાવરધો – જન્મ, જન્મારો
Answer:
(1) પેંતરો – દાવપેચ, પ્રપંચ
(2) ક્ષુલ્લક – તુચ્છ, હલકું
(3) અવાક્ – મૂક, સ્તબ્ધ
(4) દિંગ – દંગ, ચક્તિ
(5) ભવ – જન્મ, જન્મારો
(6) પાવરધો – કુશળ, પ્રવીણ
In simple words: Match each word from section 'A' with its correct synonym from section 'B'.

Exam Tip: Pay close attention to the exact meaning and nuance of each word to find the most accurate synonym.

6. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખોઃ

 

Question 1. (1) સ્વાર્થી
(2) ઉષ્ણતા
(3) લોભી
(4) ચેતન
(5) સ્વાભાવિક
(6) બહાર
(7) ટૂંકો
(8) ડાબો
Answer:
• સ્વાર્થી X નિઃસ્વાર્થી
• ઉષ્ણતા X શીતળતા
• લોભી X વણલોભી
• ચેતન X જડ
• સ્વાભાવિક X અસ્વાભાવિક
• બહાર X અંદર
• ટૂંકો X લાંબો
• ડાબો X જમણો
In simple words: Provide the opposite word (antonym) for each given word.

Exam Tip: Understand the core meaning of a word before determining its direct opposite. Consider prefixes and suffixes that can form antonyms.

7. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો:

 

Question 1. (1) ઝગડો
(2) અબોટીયુ
(3) ભવીષ્યવેતા
(4) આહલાદક
(5) બૉમ
Answer:
(1) ઝઘડો
(2) અબોટિયું
(3) ભવિષ્યવેત્તા
(4) આહ્લાદક
(5) બૉમ્બ
In simple words: Correct the spelling of the given words to their accurate form.

Exam Tip: Practice common spelling rules and frequently misspelled words in Gujarati to improve accuracy.

8. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ

 

Question 1. (1) ડાબાજમણા –
(2) ભવિષ્યવેત્તા –
Answer:
(1) દ્વન્દ સમાસ
(2) ઉપપદ સમાસ
In simple words: Identify the type of compound word (Samas) for each given term.

Exam Tip: Understand the characteristics of different types of compound words (e.g., Dvandva, Tatpurush, Upapad) to correctly classify them.

ઝાટી Summary in Gujarati

આંટી પ્રાસ્તાવિક

पन्नालाल पटेल (જન્મ: 7 - 5 - 1912; મૃત્યુ: 6 - 4 - 1989).

પ્રસ્તુત ગદ્યમાં બે ભાઈઓની વાત છે. મોટા ભાઈ મૂળશંકર સ્વાર્થી છે અને નાના ભાઈ ઇચ્છાશંકર ઉદાર દિલના છે. મોટા ભાઈની સ્વાર્થવૃત્તિ હોવા છતાં, પોતાના દિલની ઉદારતાને કારણે તે પોતાની પત્ની, પાડોશીઓ અને ગ્રામજનોની ચેતવણીને લક્ષમાં લેતા નથી.

પરંતુ બાળકોને કેરી આપવા જેવી સામાન્ય ઘટનામાં મોટા ભાઈએ પાડેલી હાથની આંટી (ભેદભાવ) બંને ભાઈઓ વચ્ચે આંટી પડવાનું કારણ બને છે, તે અહીં લેખકે સશક્ત કલમ દ્વારા સિદ્ધ કર્યું છે.

આંટી શબ્દાર્થ

  • વેગળા – દૂર.
  • પુરાવો – સાબિતી.
  • વઢાવી મારવું – તકરાર કરાવવી.
  • પેતરો – દાવપેચ, યુક્તિ, પ્રપંચ.
  • ભવ – જન્મ, જન્મારો.
  • ન્યાય તપાસ જોવો – ખરું – ખોટું કે યોગ્ય – અયોગ્ય તપાસવું.
  • બોલતી બંધ કરવી – શાંત પાડવી.
  • પૃષ્ઠ27અબોટિયું – રસોઈ કરતી કે જમતી વખતે પહેરવાનું રેશમી વસ્ત્ર.
  • રીઝવું – ખુશ થવું.
  • વારી જવું – ઓવારણાં લેવાં.
  • નાગરવેલ – એક વેલ (તેનાં પાન મુખવાસમાં ખવાય છે.)
  • બાદલું રાખવું – આંતરો રાખવો, છૂપું રાખવું.
  • લેખે લાગવું – ઉપયોગમાં આવવું.
  • ખડકી – ઘર આગળની
  • બાંધેલી – બારણાવાળી છૂટી જગા, ડેલી.
  • ચકલું – (અહીં) – મહોલ્લા આગળની છૂટી જગા, ચાર રસ્તા મળતા હોય
  • એવું નાકું – ચોક, ધૂનમાં
  • હોવું – તરંગમાં હોવું.
  • ક્ષુલ્લક – તુચ્છ, નજીવું, હલકું.
  • આહ્લાદક – આલાદ – આનંદ કરાવે તેવું.
  • ઉષ્ણતા – ગરમી.
  • માદકતા – કેફીપણું.
  • આધેડ – અડધી ઉંમરે પહોંચેલું, પ્રોઢ વયનું.
  • સીમંત – અઘરણી, ખોળાભરણું, શુભપ્રસંગ.
  • શાખ – આબરૂ, વટ, (અહીં) પાકવા આવેલું ફળ.
  • જ્ઞાન - પાક.
  • બૉમ્બ ફૂટવો – આશ્ચર્યકારક ઘટના બનવી.
  • લક્ષ ખેંચવું – ધ્યાન પર લાવવું.
  • હાંક – બોલાવવા માટેની બૂમ.
  • લેખે ભૂલાવ્યો – વિધિના લેખે ભૂલ કરાવવી.
  • હોડ બકવી – શરત મારવી.
  • દિંગ – દંગ, ચકિત, છક.
  • અવાક – મૂક, સ્તબ્ધ.
  • અનાયાસે – વિના મહેનતે, સહેજે.
  • બબડવું – અણગમાના કારણે મનમાં ગણગણવું.
  • પારખવું – ઓળખવું.

Free study material for Gujarati

GSEB Solutions Class 11 Gujarati Chapter 06 આંટી

Students can now access the GSEB Solutions for Chapter 06 આંટી prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 11 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 06 આંટી

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 11 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 11 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Gujarati Class 11 Solved Papers

Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 11 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 06 આંટી to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 6 આંટી for the 2026-27 session?

The complete and updated GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 6 આંટી is available for free on StudiesToday.com. These solutions for Class 11 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 11 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 6 આંટી as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 11 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 6 આંટી will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 6 આંટી in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 11 Gujarati. You can access GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 6 આંટી in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 11 as a PDF?

Yes, you can download the entire GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 6 આંટી in printable PDF format for offline study on any device.