GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 21 વિસામો

NCERT Solutions for Class 11 Gujarati: Chapter 21 વિસામો

Access comprehensive textbook solutions for Chapter 21 વિસામો using the official curriculum guides for Class 11 Gujarati. Designed to align with the 2026-27 GSEB standards, these detailed answers help students reinforce core academic concepts.

Practice Class 11 Gujarati Solutions: Chapter 21 વિસામો

Access the complete solution PDF for Class 11 Gujarati below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

વિસામો સ્વાધ્યાય

1. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :

 

Question 1. કવિ કેવા માર્ગો ઉલ્લંધવાના કહે છે?
Answer: ‘વિસામો’ કાવ્યના કવિ ગુંચવાડાભર્યા માર્ગો પાર કરવાના કહે છે.
In simple words: The poet asks to overcome confusing paths.

Exam Tip: When answering about a poem's message, use words that directly reflect the poet's intent and context.

 

Question 2. આફતનો ટેકરો કવિ કેવી રીતે પાર કરવાનું કહે છે?
Answer: કવિ આફતનો ટેકરો હિંમતથી આગળ વધવાનું કહે છે.
In simple words: The poet suggests overcoming difficulties with courage.

Exam Tip: Always identify the core action (how to overcome) and the virtue associated with it (courage, patience, etc.).

2. નીચેના દરેક પ્રશ્નનો બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

 

Question 1. જીવનમાં આવતાં સંકટોનો કેવી રીતે સામનો કરવાનું કવિ કહે છે?
Answer: જીવનમાં અનેક મુશ્કેલીઓ આવશે. એ સંકટોનો સામનો કરતા થાકી જવાય, પણ એ સંકટોને ખાંતી કરીને, તેમનો ધૈર્યથી મુકાબલો કરવાનું કવિ કહે છે.
In simple words: The poet advises facing life's many challenges with patience and courage, even when one feels tired.

Exam Tip: For questions asking "how" to do something, provide specific actions or attitudes mentioned in the text.

 

Question 2. હિમ્મત ન હારજે તું કયાંયે એમ કવિ શા માટે કહે છે?
Answer: મનુષ્યને જીવનના ગુંચવાડાભર્યા માર્ગો પાર કરવાના છે અને ગરીબોનાં જીવન સારા કરવાના છે. આ બધાં કાર્યો કરવામાં ઘણી મુસીબતો આવે છે, તેથી કવિ “હિમ્મત ન હારજે તું ક્યાંયે" એમ કહે છે. આ બધાં કાર્યો ધૈર્ય રાખીને કરજે, તેમ કવિ કહે છે.
In simple words: The poet encourages not losing hope because life involves navigating complex paths and improving the lives of the poor, which will bring many challenges that require courage.

Exam Tip: When a question asks "why" the poet says something, always provide the reasons and context from the poem.

3. નીચેના પ્રશ્નોનો સવિસ્તર ઉત્તર લખો :

 

Question. ‘વિસામો' કાવ્યના શીર્ષકથી યથાર્થતા તપાસો.
Answer: 'વિસામો' કાવ્યમાં કવિ માનવીને એકલા હાથે વિશ્રામ લીધા વિના બીજાને વિશ્રામ આપવાની શિખામણ આપે છે. જીવનનો પંથ સુંવાળો નથી. તે પંથે ચાલતાં રસ્તામાં અનેક વિટંબણાઓ આવશે, ગુંચવાડાભર્યા માર્ગ આવશે, પણ તે બધાને સહન કરીને પણ આગળ વધવાનું છે; વણખેડ્યાં ખેતરો ખેડવાનાં છે. આમ કરવામાં થાક લાગશે, પણ તારે વિશ્રામ લેવાનો નથી, તારે બીજાને સુખી કરવાના છે, તેમને સાંત્વન આપવાનું છે, તેમને સહાય કરવાની છે, તેમને વિશ્રામ આપવાનો છે. આમ, કાવ્યનું શીર્ષક વિસામો યોગ્ય છે.
In simple words: The title 'Visamo' (Rest) is fitting because the poem tells people not to rest themselves but to help others find peace and happiness, despite life's many challenges and hard work.

Exam Tip: To justify a title's appropriateness, connect its meaning directly to the central theme, message, and key actions described in the work.

વિસામો પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ

 

Question 1. વિસામો' કાવ્યના કવિ માનવીને શાના છાંયે અન્યને વિસામો દેવાનું કહે છે?
Answer: ‘વિસામો’ કાવ્યના કવિ માનવીને હૈયારૂપી વરખડીને છાંયે બીજાને વિશ્રામ દેવાનું કહે છે.
In simple words: The poet suggests that people should give rest to others under the shade of their own heart-like varakhadi tree.

Exam Tip: Pay attention to metaphors (like "heart-like varakhadi tree") used in the question or answer as they often carry deeper meaning.

2. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

 

Question 1. વિસામો' કાવ્યના કવિનું નામ જણાવો.
(a) રાજેન્દ્ર શાહ
(b) હરિહર ભટ્ટ
(c) વેણીભાઈ પુરોહિત
(d) દલપતરામ
Answer: (c) વેણીભાઈ પુરોહિત
In simple words: The poet who wrote 'Visamo' is Venibhai Purohit.

Exam Tip: Always know the authors of important poems or texts to answer factual questions correctly.

 

Question 2. વિસામો' કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
(a) ઊર્મિકાવ્ય
(b) ગઝલ
(c) લોકગીત
(d) પદ
Answer: (a) ઊર્મિકાવ્ય
In simple words: 'Visamo' is a lyrical poem, focusing on emotions and personal feelings.

Exam Tip: Understanding literary genres helps in categorizing and appreciating different forms of writing.

 

Question 3. “વિસામો” કૃતિ ક્યા કાવ્યસંગ્રહમાંથી લેવામાં આવી છે?
(a) દીપ્તિ
(b) સિંજારવ
(c) આચમન
(d) હસ્તપ્રત
Answer: (b) સિંજારવ
In simple words: The poem "Visamo" is taken from the collection of poems called "Sinjarav".

Exam Tip: Memorize the source collections or books for important literary works as these are common factual questions.

વિસામો વ્યાકરણ

 

Question 1. નીચેનાં વાક્યોમાંથી પ્રત્યય શોધીને લખો
(1) ઝાંખા જગતમાં એકલો પ્રકાશ જે.
(2) તારે દયામણાં જીવન ઉદ્ધારવાનાં છે.
Answer:
(1) માં
(2) નાં
In simple words: These are postpositions (pratyay) that attach to nouns or pronouns to show relationships, similar to prepositions in English.

Exam Tip: Identify postpositions by looking for small words or particles that come after nouns or pronouns and indicate grammatical case or relationship.

 

Question 2. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો:
(1) ઉધ્ધાર
(2) વીશામો
(3) વીંટબણા
Answer:
(1) ઉદ્ધાર
(2) વિસામો
(3) વિટંબણા
In simple words: The task is to correct the spelling of the given Gujarati words to their accurate forms.

Exam Tip: Practice common Gujarati spellings and be aware of vowel and consonant changes to avoid errors in words like these.

વિસામો Summary in Gujarati

વિસામો પ્રાસ્તાવિક

વેણીભાઈ પુરોહિત [જન્મ: 1–2–1916; મૃત્યુ: 3–1–1980].

પ્રસ્તુત કાવ્યમાં કવિ વિશ્રામ લેવાની નહિ, પરંતુ બીજાને વિશ્રામ આપવાની શિખામણ આપે છે. એકલા હાથે લગભગ સતત મહેનત કરીને બીજાને વિશ્રામ આપવામાં જ સાચું સુખ અને સંતોષ સમાયેલાં છે.

વિસામો કાવ્યનો મુખ્ય ભાવાર્થ

થાકે ન થાકે છતાંયે હો માનવી ! (૮) વિસામો ન લેજે! હો માનવી ! તું એકલા હાથે ઝૂઝજે (મચ્યો રહેજે), વિસામો ન લેજે!

તારે ગુંચવાડાભર્યા માર્ગ પાર કરવાના છે. તારે દયામણાં (ગરીબ લોકોનાં) જીવન સારા કરવાના છેઃ (ગરીબોની સ્થિતિ સુધારવાની છે.) હો માનવી! તું ક્યાંય ધૈર્ય હારજે નહિ.

જીવનને પંથે જતાં (તને) તાપ-થાક લાગશે (મહેનત કરતાં થાકી જવાશે), વધતી જતી મુશ્કેલીઓ સહન કરતાં તું થાકશેઃ હો માનવી ! એ બધાંય સંકટ (તું) સહન કરજે.

તારા મુશ્કેલીઓના ટેકરા (૮) વટાવી જાજે (પાર કરી જજે), આગળ ને આગળ વણખેડ્યાં ખેતરો હશે: હો માનવી! એ બધાંયે (ખેતરો) ખંતથી ખેડજે.

(આ) ઝાંખા (નિસ્તેજ) જગતમાં (તું) એકલો આગળ વધજે, અંધકાર આવે તેનો એકલો સામનો કરજે : હો માનવી! ભલેને આ આયુષ્ય પૂરું થાય.

હો માનવી! () ક્યાંયે વિશ્રામ ન લેજે (થાક ન ખાવો), (પરંતુ) વિશ્રામ (શાંતિ) દેજે! હો માનવી! તારી હૈયા (રૂપી) વરખડી(ઝાડ)ને છાંયે (છાયામાં) (૮) વિશ્રામ (શાંતિ) દેજે ! વિશ્રામ ન લેજે... ('સિંજારવ'માંથી)

વિસામો શબ્દાર્થ

  • વિસામો - થાક ખાવો તે, વિશ્રાંતિ.
  • ઝૂઝવું - મચ્યા રહેવું, જોરથી લડવું.
  • એકલ બાંયે - એકલે હાથે.
  • ઉલ્લંધવું - ઓળંગવું, પાર કરવું.
  • ભુલામણા - ભુલાવે એવા.
  • ઉદ્ધારવું - ઉદ્ધાર કરવો, (અહીં) સારી સ્થિતિ કરવી તે.
  • દયામણાં - રાંક, ગરીબ, દયા ઊપજે એવાં.
  • હિમ્મત ન હારવી - હામ-ધીરજ રાખવી.
  • પંથ - માર્ગ, રસ્તો.
  • વિટંબણા - દુઃખ, સંતાપ, મુશ્કેલી.
  • સહતાં - સહન કરતાં.
  • આફત - સંકટ, મુશ્કેલી.
  • વણખેડ્યાં - ખેડ્યા વિનાનાં.
  • અંત - છેવટપૂર્વક.
  • લાગ્યા - મંડ્યા રહેવાનો (મહેનતુપણાનો) ગુણ.
  • ઝાંખું - ઓછા પ્રકાશવાળું, નિસ્તેજ.
  • વિદારવું - સામનો કરી માર્ગ કરવો.
  • આયખું - આવરદા, આયુષ્ય.
  • વરખડી - એક ઝાડ.

Free study material for Gujarati

GSEB Solutions for Class 11 Gujarati Chapter 21 વિસામો

Accessing Chapter 21 વિસામો Solutions

Explore reliable textbook solutions for Chapter 21 વિસામો tailored for Class 11 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Gujarati.

Concept-Driven Answers for Class 11 Gujarati

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 21 વિસામો concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Maximizing Study Efficiency

These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 21 વિસામો with official sample papers and interactive practice tests available on our platform free of charge.

FAQs

Where can I find the latest GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 21 વિસામો for the 2026-27 session?

The complete and updated GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 21 વિસામો is available for free on StudiesToday.com. These solutions for Class 11 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 11 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 21 વિસામો as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 11 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 21 વિસામો will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 21 વિસામો in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 11 Gujarati. You can access GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 21 વિસામો in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 11 as a PDF?

Yes, you can download the entire GSEB Class 11 Gujarati Textbook Solutions Chapter 21 વિસામો in printable PDF format for offline study on any device.