Get the most accurate GSEB Solutions for Class 10 Social Science Chapter 06 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 10 Social Science. Our expert-created answers for Class 10 Social Science are available for free download in PDF format.
Detailed Chapter 06 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો GSEB Solutions for Class 10 Social Science
For Class 10 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 10 Social Science solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 06 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો solutions will improve your exam performance.
Class 10 Social Science Chapter 06 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો GSEB Solutions PDF
1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો:
Question 1. તાજમહાલની સ્થાપત્ય કલાનો પરિચય આપો.
અથવા
ભારતનાં સ્મારકો પૈકી તાજમહાલની વિશેષતાઓ જણાવો.
અથવા
ભારતનાં સ્મારકો પૈકી તાજમહાલ વિશે માહિતી આપો.
અથવા
“સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે." આ વિધાન ભારતના કયા રાષ્ટ્રીય સ્મારક પર અંકિત થયેલું છે? તેની વિશેષતાઓ જણાવો.
અથવા
તાજમહાલ વિશ્વની સાત અજાયબીઓ પૈકીની એક અજાયબી છે. શાથી?
અથવા
નીચે દર્શાવેલ ચિત્રને ઓળખી, તેના વિશે ટૂંકમાં માહિતી આપો.
Answer:
(Image of Taj Mahal)
પ્રશ્નની નીચે આપવામાં આવેલું ચિત્ર તાજમહાલનું છે. તેની માહિતી અહીં આપેલી છે:
પ્રશ્નમાં આપેલું વાક્ય તાજમહાલની એક કમાન (દીવાલ) પર કોતરેલું છે.
- ઇ. સ. 1630માં અવસાન પામેલી પોતાની પત્ની મુમતાજ મહલ (અર્જુમંદબાનુ)ની યાદમાં મુઘલ બાદશાહ શાહજહાંએ આ ભવ્ય તાજમહાલ બનાવ્યો.
- તે આગરામાં યમુના નદીની દક્ષિણ દિશામાં આવેલો છે.
- ઇ. સ. 1631માં તાજમહાલનું બાંધકામ શરૂ થયું હતું અને 22 વર્ષ પછી ઇ. સ. 1653માં તે પૂરું થયું.
- શાહજહાંએ ભારતીય, ઇરાની, અરબી, તુર્કી અને યુરોપના નિષ્ણાત શિલ્પકારોને રોકીને તાજમહાલનું નિર્માણ કરાવ્યું હતું.
- દુનિયાના અદ્વિતીય મકબરાઓમાં તેની ગણતરી થાય છે.
- એ સમયે તેના બાંધકામમાં રૂપિયા સાડા ચાર કરોડથી વધુ ખર્ચ થયો હતો.
- તાજમહાલ વિશ્વની સાત અજાયબીઓમાંથી એક છે.
- તાજમહાલનું બાંધકામ આરસપહાણના પ્લેટફોર્મ પર થયેલું છે.
- તાજમહાલ ઉત્તરથી દક્ષિણ દિશા તરફ લંબચોરસ આકારે વિસ્તરેલો છે.
- તાજમહાલનું પ્રવેશદ્વાર આકર્ષક છે. તેની વચ્ચે ઊંચો ઘુમ્મટ છે. તેમજ તેના ચાર ખૂણા પર નાના ઘુમ્મટ છે.
- તાજમહાલની મધ્યમાં મુમતાજની કબર છે. કબરની આસપાસ 5 સુંદર કલાત્મક અષ્ટકોણીય જાળી છે.
- અદ્ભુત સૌંદર્ય ધરાવતો તાજમહાલ ભારતની સ્થાપત્યકલાના વારસાનું ગૌરવ છે.
- તાજમહાલ દેશ-વિદેશના પ્રવાસીઓ માટેનું એક મોટું આકર્ષણ કેન્દ્ર છે.
In simple words: The Taj Mahal, built by Shah Jahan for his wife Mumtaz Mahal, is located in Agra by the Yamuna River. It took 22 years to complete and is considered one of the world's most unique tombs. It showcases amazing architectural beauty with its marble platform, grand dome, and artistic lattice work.
Exam Tip: When describing a historical monument, always include its builder, location, time period, architectural style, and key features to score full marks.
Question 2. ગુજરાતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો વિશે નોંધ લખો.
Answer:
ગુજરાતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો નીચે પ્રમાણે છે:
1. ધોળાવીરા અને લોથલ: આ બંને સ્થળો સિંધુ ખીણની સભ્યતાનાં પ્રાચીન શહેરો હતાં.
- ધોળાવીરા ગુજરાતમાં કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં સ્થિત છે.
- તે તેની ઉત્તમ શહેર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર કેન્દ્ર તરીકે જાણીતું છે.
- લગભગ 5000 વર્ષ પહેલાં અહીં ઘરેણાં અને મણકા બનાવવાના કારખાના હતાં.
- લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં, અમદાવાદ – ભાવનગર હાઈ-વે પાસે આવેલું એક જૂનું સ્થળ છે.
- તે પ્રાચીન સમયમાં વેપાર-વાણિજ્યથી ભરપૂર અને સુવિધાઓવાળું હડપ્પીય સંસ્કૃતિનું બંદર હતું.
દર વર્ષે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે જૂનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે.
3. અમદાવાદ: અમદાવાદ ગુજરાતનું ઐતિહાસિક શહેર છે. તે ગુજરાતનું પાટનગર પણ હતું.
- અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સિપ્રીની મસ્જિદ, રાણી રૂપમતિની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયું તળાવ (હોજેકુતુબ), ઝૂલતા મિનારા, હઠીસિંગનાં દેરાં, સીદી સૈયદની જાળી વગેરે જોવાલાયક સ્થાપત્યો છે.
- ઝૂલતા મિનારા સારંગપુર દરવાજા બહાર રાજપુર-ગોમતીપુરમાં આવેલા છે. તે તેમની ધ્રુજારીના વણઉકલ્યા રહસ્ય માટે જાણીતા છે.
- સીદી સૈયદની જાળી તેની અત્યંત બારીક અને સુંદર વનસ્પતિજન્ય ભૌમિતિક કોતરણીને કારણે પ્રખ્યાત છે.
- ભીમદેવ પ્રથમની રાણી ઉદયમતિએ શહેરની પ્રજાને પાણી આપવા માટે એક વાવ બંધાવી હતી, જે રાણીની (રાણકી) વાવના નામે જાણીતી છે. ઇ. સ. 2014માં યુનેસ્કોએ રાણીની (રાણકી) વાવને વૈશ્વિક વારસાનાં સ્થળોમાં સામેલ કરી છે.
સાંસ્કૃતિક વારસાનાં અન્ય સ્થળો:
- વડનગરમાં કિલ્લો, શર્મિષ્ઠા તળાવ અને કીર્તિતોરણ જોવાલાયક સ્થાપત્યો છે.
- અરવલ્લી જિલ્લામાં આવેલું શામળાજી મંદિર મેશ્વો નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રાધામ છે.
- જૂનાગઢ જિલ્લામાં બોરદેવી, શામળાજી નજીક દેવની મોરી, જૂનાગઢ-ગિરનારમાં ઇટવા વગેરે સ્થળોએથી બૌદ્ધ સ્તૂપના અવશેષો મળ્યા છે.
- બાવાપ્યારા, ઉપરકોટ, ખાપરા-કોડિયા, ખંભાલીડા, તળાજા, સાણા, ઢાંક, ઝીંઝુરીઝર, કેડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા-સ્થાપત્યો આવેલાં છે.
- ગાંધીનગર પાસે અડાલજની વાવ, અમદાવાદમાં અસારવા વિસ્તારમાં દાદા હરિની વાવ, પાટણની રાણીની વાવ, જૂનાગઢની અડીકડીની વાવ તેમજ નડિયાદ, મહેમદાવાદ, ઉમરેઠ, કપડવંજ, વઢવાણ, કલેશ્વરી (મહીસાગર જિલ્લો) વગેરે સ્થળોએ વાવો આવેલી છે.
- ભાવનગર જિલ્લાના પાલિતાણાના શેત્રુંજ્ય પર્વત પર અનેક જૈન દેરાસરો આવેલાં છે. તેમાંના કેટલાક દેરાસરોનું નિર્માણ 11મી સદીમાં થયેલું છે.
- મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડુંગરાળ ટેકરીઓ પર તારંગા તીર્થ અને તારામાતાનું મંદિર આવેલાં છે.
- ગીરસોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિર તેમજ દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર આવેલાં છે. આ બધાં મંદિરો અત્યંત પવિત્ર આસ્થાના કેન્દ્રો છે.
Exam Tip: When listing heritage sites, remember to specify their location (city/district/state) and one or two unique features for each, especially for prominent ones.
Question 3. દિલ્લીના લાલ કિલ્લા વિશે નોંધ લખો.
અથવા
ટૂંક નોંધ લખો લાલ કિલ્લો (દિલ્લી)
અથવા
સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને રૂપિયા પાંચસોની નવી ચલણી નોટમાં ચિત્રરૂપે સ્થાન મળેલ છે, તેનો પરિચય આપો.
Answer:
સાંસ્કૃતિક વારસાના ભાગરૂપે ભારતના જે સ્મારકને Rs 500ની નવી ચલણી નોટમાં ચિત્રરૂપે સ્થાન મળેલ છે, તે દિલ્લીમાં આવેલો લાલ કિલ્લો છે. મુઘલ બાદશાહ શાહજહાંએ ઇ. સ. 1638માં દિલ્લીમાં લાલ કિલ્લો બંધાવ્યો હતો.
- મુઘલ શૈલીમાં બનેલા આ કિલ્લામાં લાલ પથ્થરનો ઉપયોગ થયેલો છે.
- તેમાં સુરક્ષા માટે આધુનિક પદ્ધતિઓનો પૂરો બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
- લાલ કિલ્લાને કમાન આકારના બે મુખ્ય પ્રવેશદ્વારો અને આરસના ઘુમ્મટો છે.
- શાહજહાંએ આ કિલ્લાની અંદર પોતાના નામ પરથી 'શાહજ્હાંનાબાદ' નામનું શહેર વસાવ્યું હતું.
- તેમાં દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, રંગમહેલ, મુમતાજનો – શીશમહલ, ઔરંગઝેબે બંધાવેલી મોતી મસ્જિદ, લાહોરી દરવાજા, મીનાબજાર, મુઘલ ગાર્ડન વગેરેનો સમાવેશ થાય છે.
- દીવાન-એ-ખાસની ઇમારતને સોના-ચાંદી અને કિંમતી પથ્થરોથી સજાવવામાં આવી છે.
- અહીં રંગમહેલ અને શાહી સ્નાનાગાર છે.
- શાહજહાંએ દીવાન-એ-ખાસમાં બેસવા માટે સોનાનું કલાત્મક 'મયૂરાસન' બનાવડાવ્યું હતું.
- ઇરાનના નાદિરશાહે દિલ્લી પર ચઢાઈ કરી ત્યારે પાછા ફરતી વખતે તે મયૂરાસનને પોતાની સાથે ઇરાન લઈ ગયો હતો.
- દિલ્લીનો લાલ કિલ્લો મુઘલ સ્થાપત્યકલાની એક અદ્ભુત અને ઉત્તમ ઇમારત છે.
- દર વર્ષે 15 ઑગસ્ટના રાષ્ટ્રીય તહેવારના દિવસે ભારત સરકાર તરફથી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે.
Exam Tip: Remember specific dates like the construction year and significant events like the Independence Day flag hoisting for key landmarks like the Red Fort.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો:
Question 1. હમ્પી નગરની સ્થાપત્ય કલાનો પરિચય આપો.
Answer:
હમ્પી કર્ણાટકના હોસપેટ તાલુકામાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું શહેર છે.
- 14મી સદીમાં તે વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું શહેર હતું.
- વિજયનગરના શાસકો કલાના પ્રેમી હતા. તેમના શાસન દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની અનોખી શૈલી વિકસી હતી.
- કૃષ્ણદેવરાય પ્રથમના સમય દરમિયાન એ સ્થાપત્ય શૈલી તેની ટોચ પર પહોંચી હતી.
- વિશાળ પથ્થરોને કોતરીને બનાવેલા ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભો એ વિજયનગર સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશેષતા છે.
- સ્તંભો પર દેવો, મનુષ્યો, પશુઓ, યોદ્ધાઓ, નર્તકીઓ વગેરેનાં સુંદર અને કલાત્મક શિલ્પો કોતરેલાં હતાં.
- કૃષ્ણદેવરાય પ્રથમના સમય દરમિયાન હમ્પીમાં ઘણા ભવ્ય સ્થાપત્યો બન્યાં. તેમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામમંદિર મુખ્ય છે.
- વિજયનગરના શાસકોએ બંધાવેલાં વિરૂપાક્ષ મંદિર, શ્રીકૃષ્ણનું મંદિર, અયુતરાયનું મંદિર વગેરે મંદિરો હમ્પી શહેરની સ્થાપત્યકલાનાં શ્રેષ્ઠ ઉદાહરણો છે.
Exam Tip: When discussing Hampi, highlight its role as a capital, the influence of its rulers on art, and specific examples of temples and their unique sculptural features.
Question 2. ખજૂરાહોનાં મંદિરોનો પરિચય આપો.
અથવા
ટૂંક નોંધ લખો : ખજૂરાહોનાં મંદિરો
Answer:
ખજૂરાહોનાં મંદિરો મધ્ય પ્રદેશમાં છતરપુર જિલ્લાના ખજૂરાહો ગામમાં આવેલાં છે.
- ખજૂરાહો બુંદેલખંડના ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હતું.
- ચંદેલ રાજાઓએ અહીં કુલ 80 મંદિરો બનાવ્યા હતા, તેમાંથી આજે માત્ર 25 મંદિરો જ હયાત છે.
- આ મંદિરો ઉત્તર ભારતના નાગર શૈલીના ઉત્તમ ઉદાહરણો છે.
- તે પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ દિશાના વિસ્તારોમાં વહેંચાયેલાં છે.
- આ મંદિરોમાં મોટા ભાગના શિવ મંદિરો છે. કેટલાક મંદિરો વૈષ્ણવ છે, જ્યારે કેટલાક જૈનમંદિરો પણ છે.
- બધાં મંદિરોની રચના પદ્ધતિ અને શિલ્પકલા લગભગ એકસમાન છે.
- શરૂઆતના સમયનાં બધાં જ મંદિરો ગ્રેનાઇટ પથ્થરોનાં બનાવેલાં છે.
- તેમાં ચોસઠ યોગિનીનું મંદિર મુખ્ય છે.
- આ મંદિરની તોરણની સજાવટી સ્થાપત્ય શૈલી કારીગરીનું ઉત્તમ ઉદાહરણ છે.
- દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ ખજૂરાહોનાં મંદિરોમાં મૂર્તિ થયેલી વાસ્તુકલા, શિલ્પકલા અને મૂર્તિકલાનાં શિલ્પો જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.
In simple words: The Khajuraho temples, located in Madhya Pradesh, were the capital of the Chandela Rajputs. They built 80 temples, but only 25 remain today. These temples, mostly dedicated to Shiva, Vaishnav, and Jain deities, are prime examples of North Indian Nagara style, known for their elaborate carvings and stunning architecture.
Exam Tip: When describing Khajuraho, mention its location, the dynasty that built it, the number of existing temples, the architectural style, and the famous sculptural details.
Question 3. કોણાર્કના સૂર્ય મંદિર વિશે નોંધ લખો.
Answer:
કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશા રાજ્યમાં જગન્નાથપુરી જિલ્લામાં બંગાળાના અખાતના દરિયાકિનારે આવેલું છે.
- 13મી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયું હતું.
- તે કાળા પથ્થરનું બનેલું હોવાથી 'કાળા પેગોડા'ના નામે ઓળખાય છે.
- સમગ્ર મંદિરને સાત ઘોડાઓથી ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.
- આ રથના આધારને સુંદરતા આપતાં 12 મોટાં પૈડાં છે. તે વર્ષના બાર મહિનાનાં પ્રતીકો છે.
- દરેક પૈડાને આઠ આરા છે. તે દિવસના આઠ પ્રહર દર્શાવે છે.
- શિલ્પોની વિગત અને વિષયની વિવિધતાની દષ્ટિએ કોણાર્કનું સૂર્યમંદિર અજોડ અને અનુપમ છે.
- મંદિરમાં દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારનાં શિલ્પો છે. એ શિલ્પોમાં 13મી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાનાં દર્શન થાય છે.
- શિલ્પકલાની દષ્ટિએ વિશિષ્ટ સ્થાન ધરાવતું કોણાર્કનું સૂર્યમંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
Exam Tip: For the Konark Sun Temple, remember its unique chariot design, the significance of its wheels, and its "Black Pagoda" nickname. Mentioning the ruling dynasty and century helps.
Question 4. બૃહદેશ્વર મંદિર વિશે નોંધ લખો.
Answer:
બૃહદેશ્વર મંદિર તમિલનાડુ રાજ્યનાં તાંજોર(થંજાવુર)માં આવેલું છે.
- આ મંદિર ઇ. સ. 1003થી 1010ના સમયગાળા દરમિયાન ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હતું.
- આ મંદિર રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેને 'રાજરાજેશ્વર મંદિર'ના નામે પણ ઓળખવામાં આવે છે.
- આ મંદિર દેવાધિદેવ શિવનું છે.
- શિવ મહાદેવ ગણાતા હોવાથી આ મંદિરને 'બૃહદેશ્વરનું મંદિર' કહે છે.
- આ મંદિરનું નિર્માણ દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં થયેલું છે.
- આ મંદિરની લંબાઈ 500 ફૂટ અને પહોળાઈ 250 ફૂટ છે. તેની આસપાસ કોટ બનાવેલો છે. તેનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું છે. તે સમયે બૃહદેશ્વર મંદિરની ગણના એક ઊંચા શિખરવાળા મંદિર તરીકે થતી હતી.
- ભવ્ય શિખર, વિશાળ કદ અને કલાત્મક સુશોભનને કારણે આ મંદિર ભારતીય સ્થાપત્યકલાનો અદ્વિતીય વારસો ધરાવે છે.
- બૃહદેશ્વર મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે.
Exam Tip: For Brihadeeswarar Temple, mention its location, the builder, the period, the deity, its architectural style (Dravidian), and its impressive dimensions and height.
Question 5. ફતેહપુર સિકરી વિશે નોંધ લખો.
અથવા
ફતેહપુર સિકરીનો પરિચય આપો.
Answer:
શેખ સલીમ ચિશ્તીની યાદમાં ઉત્તર પ્રદેશમાં આગરાની પશ્ચિમે 26 માઈલ દૂર 'ફતેહપુર સિકરી' નામનું નવું શહેર બનાવ્યું હતું.
- તેણે આ નગરને પોતાની નવી રાજધાની બનાવી હતી.
- સમ્રાટ અકબરે ફતેહપુર સિકરીમાં નવરત્નો, કલાકારો, વિદ્વાનો, તત્ત્વચિંતકો વગેરેને આશ્રય આપ્યો હતો.
- ઇ. સ. 1569માં ફતેહપુર સિકરીમાં ઇમારતો બાંધવાનું કામ શરૂ થયું હતું. ઇ. સ. 1572 સુધીમાં અહીં ઘણી ઇમારતો બની હતી.
- અહીંની ઇમારતોમાં બીરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહલ, તુર્કી સુલતાનનો મહેલ, જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો મુખ્ય છે.
- બુલંદ દરવાજો 41 મીટર પહોળો અને 50 મીટર ઊંચો છે.
- તે દુનિયામાં સૌથી ભવ્ય દરવાજો છે.
- અહીંની અન્ય જાણીતી ઇમારતોમાં જોધાબાઈનો મહેલ, પંચમહલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો (કબર), દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, જ્યોતિષ મહેલ વગેરેનો સમાવેશ થાય છે.
In simple words: Fatehpur Sikri, built by Emperor Akbar to honor Sufi saint Sheikh Salim Chishti, became his new capital. Constructed between 1569 and 1572, it hosted many scholars and artists. Key structures include Birbal's Palace, the Jami Masjid, and the impressive 50-meter-tall Buland Darwaza. The city's name means 'city of victory', added after Akbar's triumph in Gujarat.
Exam Tip: When discussing Fatehpur Sikri, focus on its founder (Akbar), the reason for its construction (honoring a saint), its role as a capital, and specific architectural highlights like Buland Darwaza and various palaces.
3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો:
Question 1. ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપો.
Answer:
કૈલાસ મંદિર ઇલોરાની 16 નંબરની ગુફામાં આવેલું છે.
- કૈલાસ મંદિરનું નિર્માણ દક્ષિણ ભારતના રાષ્ટ્રકૂટ રાજાઓએ કરાવ્યું હતું.
- એક જ મોટા ખડકમાંથી આ અદ્ભુત મંદિરને કોતરવામાં આવ્યું છે. તે ઘણા સુંદર શિલ્પોથી સુશોભિત છે.
- તેની લંબાઈ 50 મીટર, પહોળાઈ 33 મીટર અને ઊંચાઈ 30 મીટર છે.
- દરવાજા, ઝરૂખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત કૈલાસ મંદિરનું સૌંદર્ય વર્ણવી ન શકાય તેવું છે.
- કેટલાક કલા વિવેચકો કૈલાસ મંદિરને 'પથ્થરમાંથી કંડારેલું મહાકાવ્ય' કહે છે.
Exam Tip: For Kailasa Temple, emphasize its unique feature of being carved from a single rock, its builder (Rashtrakutas), impressive dimensions, and the artistic description "epic carved in stone."
Question 2. ઍલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો.
Answer:
ઍલિફન્ટાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયાથી ઉત્તર-પૂર્વ દિશામાં લગભગ 12 કિમી દૂર અરબ સાગરમાં આવેલી છે.
- પોર્ટુગીઝો અરબ સાગરમાં આ દ્વીપ (ઍલિફન્ટાની ગુફાઓ) પર સૌપ્રથમ આવ્યા ત્યારે ત્યાં હાથીની પથ્થરનિર્મિત એક વિશાળ આકૃતિ હતી.
- એ આકૃતિ જોઈને તેમણે આ દ્વીપનું નામ ‘ઍલિફન્ટા' આપ્યું.
- અહીંના સ્થાનિક માછીમારો આ સ્થળને "ધારાપુરી" કહે છે.
- ઍલિફન્ટાની 7 ગુફાઓ પૈકી ગુફા નંબર 1 સૌથી ભવ્ય છે.
- તેમાં ભગવાન શિવનાં ત્રણ સ્વરૂપો દર્શાવતી ભવ્ય 'ત્રિમૂર્તિ' છે. તેની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે.
- ઍલિફન્ટાની ગુફાઓમાં ઘણા સુંદર શિલ્પો છે. તેની અદ્વિતીય શિલ્પકલાને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન.)ની સંસ્થા યુનેસ્કોએ ઇ. સ. 1987માં વૈશ્વિક વારસાનાં સ્થળોમાં ઍલિફન્ટાની ગુફાઓનો સમાવેશ કર્યો છે.
Exam Tip: For Elephanta Caves, remember its location, how it got its name, the local name, the significance of Cave 1 and the Trimurti, and its UNESCO World Heritage status with the year.
Question 3. કુતુબમિનાર વિશે નોંધ લખો.
અથવા
કુતુબમિનારનો પરિચય આપો.
અથવા
ભારતના પ્રસિદ્ધ સ્મારક કુતુબમિનારની વિગતે માહિતી લખો.
Answer:
કુતુબમિનાર દિલ્લીમાં આવેલો છે. તે સલ્તનતકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. તે ભારતનું ભવ્ય અને ખ્યાતનામ ઐતિહાસિક સ્મારક છે.
- 12મી સદીના અંત ભાગમાં દિલ્લીના ગુલામ વંશના પ્રથમ સુલતાન કુતુબુદ્દીન ઐબકે કુતુબમિનારનું બાંધકામ શરૂ કર્યું હતું.
- કુતુબુદ્દીનનું અચાનક અવસાન થતાં તેના જમાઈ અને ઉત્તરાધિકારી સુલતાન ઇલ્તુત્મિશે તેનું બાંધકામ ઇ. સ. 1210માં પૂરું કરાવ્યું હતું.
- કુતુબમિનાર પાંચ માળનો છે. તેની ઊંચાઈ 72.5 મીટર છે.
- તે ભારતનો સૌથી ઊંચો મિનારો (સ્તંભ) છે.
- આ ઊંચી ઇમારતના બાંધકામમાં ગોળ, લાલ પથ્થર અને આરસપહાણનો ઉપયોગ થયેલો છે.
- તેનો નીચેનો ઘેરાવો 13.75 મીટર છે, ઊંચાઈ પર જતાં તેનો ઘેરાવો 2.75 મીટર જેટલો થાય છે.
- તેની પર કુરાનની આયાતો કોતરેલી છે.
- કુતુબમિનાર તેના રચના-કૌશલને લીધે વિશ્વના શ્રેષ્ઠ મિનારાઓમાં સ્થાન પામ્યો છે.
Exam Tip: When describing Qutub Minar, include its location, its builders (Qutubuddin Aibak and Iltutmish), its height, material, and its significance as a prime example of Sultanate architecture.
Question 4. ગોવાનાં દેવળો વિશે નોંધ લખો.
અથવા
ગોવાનાં દેવળોનો પરિચય આપો.
Answer:
16મી સદી દરમિયાન પોર્ટુગીઝો(ફિરંગીઓ)એ ભારતમાં સ્થાપેલી કોઠીઓ પૈકી એક હતી. તેમણે ગોવાને પોતાની રાજધાની બનાવી હતી.
- પોર્ટુગીઝોની સાથે ભારતમાં ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ આવ્યા હતા.
- જેથી ગોવામાં નાના-મોટા અનેક ખ્રિસ્તી દેવળો સ્થપાયાં.
- પોર્ટુગીઝોના શાસન દરમિયાન કૅથલિક સંપ્રદાયના મહાન ખ્રિસ્તી સંત ફ્રાન્સિસ ઝેવિયર ભારત આવ્યા હતા. તેમણે ગોવાને પોતાની પ્રવૃત્તિઓનું મુખ્ય મથક બનાવ્યું હતું.
- ભારતમાં તેમના અવસાન બાદ તેમનો પાર્થિવ દેહ આ દેવળમાં શબપેટીમાં રાખવામાં આવ્યો હતો. ઘણા વર્ષો પછી પણ તેમનું શબ વિકૃત થયું નથી.
- જૂના ગોવામાં બેસાલીકા ઑફ બોમ જીસસ (બેસાલીકા ઑફ ગુડ જીસસ) નામનું દેવળ આવેલું છે.
- ગોવાનો દરિયાકિનારો રમણીય છે, તેથી તે પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
In simple words: Goa, once a Portuguese capital, became a hub for Christian missionaries in the 16th century, leading to many churches. St. Francis Xavier made Goa his center of activities, and his preserved body is kept in the Basilica of Bom Jesus in Old Goa. The beautiful coastline of Goa also attracts many tourists.
Exam Tip: When writing about Goa's churches, mention the Portuguese influence, the arrival of Christian missionaries, and the significance of St. Francis Xavier, including the Basilica of Bom Jesus. Also, note Goa's scenic beauty.
Question 5. અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાનાં સ્થળોની યાદી બનાવો.
અથવા
અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે થાય? શા માટે?
Answer:
હા, અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે થાય એ માટેનાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળો નીચે મુજબ છે:
(Image of Sidi Saiyyed Ni Jaali)
1. ભદ્રનો કિલ્લો,
2. જામા મસ્જિદ,
3. રાણી સિપ્રીની મસ્જિદ (મસ્જિદ-એ-નગીના),
4. રાણી રૂપમતિની મસ્જિદ,
5. કાંકરિયું તળાવ (હોજે-કુતુબ),
6. સારંગપુર અને ગોમતીપુરના ઝૂલતા મિનારા,
7. સીદી સૈયદની જાળી (લાલ દરવાજા),
8. હઠીસિંગનાં દેરાં (દિલ્લી દરવાજા),
9. દાદા હરિની વાવ,
10. સૂફી સંત શાહઆલમનો રોજો,
11. દરિયાખાનનો ઘુમ્મટ,
12. ગાયકવાડની હવેલી,
13. બાદશાહનો હજીરો,
14. રાણીનો હજીરો,
15. આઝમખાનનો રોજો,
16. ઝકરિયા મસ્જિદ અને
17. અહમદશાહની મસ્જિદ.
In simple words: Yes, Ahmedabad is known as a historical city due to its many cultural and historical sites. These include the Bhadra Fort, Jama Masjid, Rani Sipri Mosque, Kankaria Lake, the Shaking Minarets, Sidi Saiyyed's Jaali, and many other mosques, temples, and tombs, showcasing a rich architectural heritage.
Exam Tip: When asked to list historical sites of a city, try to categorize them (forts, mosques, lakes, stepwells, etc.) and mention at least 5-7 prominent ones for a comprehensive answer.
Question 6. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. સ્પષ્ટ કરો.
અથવા
ભારતમાં આવેલ તીર્થસ્થાનોનો પરિચય આપો. (કોઈ પણ છ વિશે)
Answer:
પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. ભારતમાં ચાર ધામની અને બાર જ્યોતિર્લિંગની યાત્રા ખૂબ મહત્ત્વની ગણાય છે.
- ચાર મુખ્ય ધામોની યાત્રામાં બદ્રીનાથ (ઉત્તરાખંડ), રામેશ્વરમ્ (તમિલનાડુ), દ્વારકા (ગુજરાત) અને જગન્નાથપુરી (ઓડિશા) આ પવિત્ર તીર્થસ્થાનોનો સમાવેશ થાય છે.
- આ ઉપરાંત, 51 શક્તિપીઠોની અને જમ્મુ-કશ્મીરમાં આવેલા અમરનાથ તથા વૈષ્ણોદેવીની યાત્રા પણ ખૂબ મહત્ત્વની મનાય છે.
- ગુજરાતમાં ગિરનાર (લીલી પરિક્રમા), શેત્રુંજય અને નર્મદાની પરિક્રમા પવિત્ર ગણાય છે. દર વર્ષે ઘણા ભાવિકો આ પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે.
- આમ, ભારતના લોકો તીર્થો, પવિત્ર સ્થળો, પર્વતો અને નદીઓની યાત્રાએ જાય છે. યુનેસ્કોએ વૈશ્વિક વારસાનાં સ્થળોમાં ભારતના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાનાં સ્થળોને સમાવિષ્ટ કર્યો છે.
In simple words: India has been a pilgrimage land since ancient times, with Char Dham and twelve Jyotirlinga journeys considered very important. Sacred sites like Badrinath, Rameshwaram, Dwarka, Jagannathpuri, the 51 Shaktipeeths, and Amarnath are highly revered. Additionally, many devotees undertake holy circumambulations (Parikramas) in Gujarat. India's rich spiritual tradition is further recognized by UNESCO, which includes 32 of its natural and cultural heritage sites.
Exam Tip: To explain India as a land of pilgrimage, mention the Char Dhams, Jyotirlingas, Shaktipeeths, and specific regional pilgrimages. Also, highlight the cultural significance of visiting these sites and India's recognition by UNESCO for its heritage.
Question 1. અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે?
(a) મધ્ય પ્રદેશ
(b) મહારાષ્ટ્ર
(c) ઓડિશા
(d) ગુજરાત
Answer: (b) મહારાષ્ટ્ર
In simple words: અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે.
Exam Tip: Remember the locations of famous historical sites for general knowledge and map-based questions.
Question 2. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
(a) ઇલોરાની ગુફાઓમાં કૈલાસ મંદિર આવેલું છે.
(b) ઇલોરામાં કુલ 34 ગુફાઓ આવે છે.
(c) રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિંદુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું.
(d) ઇલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે.
Answer: (d) ઇલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે.
In simple words: ઇલોરાની ગુફાઓને ચાર ભાગમાં વહેંચવામાં આવી નથી, તેથી આ વિધાન ખોટું છે.
Exam Tip: Always read "not correct" or "incorrect" questions carefully to avoid choosing the true statement by mistake.
Question 3. જોડકાં જોડી સાચો ક્રમ પસંદ કરો:
| મંદિર | રાજ્ય |
|---|---|
| 1. કોણાર્કનું સૂર્યમંદિર | a. મધ્ય પ્રદેશ |
| 2. વિરૂપાક્ષનું મંદિર – પટ્ટદકલ | b. તમિલનાડુ |
| 3. બૃહદેશ્વર મંદિર | c. કર્ણાટક |
| 4. ખજૂરાહોનાં મંદિર | d. ઓડિશા |
(b) (1 – c), (2 – d), (3 – a), (4 – b).
(c) (1 – c), (2 – d), (3 – b), (4 – a).
(d) (1 – c), (2 – b), (3 – d), (4 – a).
Answer: (a) (1 – d), (2 – c), (3 – b), (4 – a).
In simple words: આ જોડકામાં, કોણાર્કનું સૂર્યમંદિર ઓડિશામાં છે, વિરૂપાક્ષ મંદિર કર્ણાટકમાં છે, બૃહદેશ્વર મંદિર તમિલનાડુમાં છે, અને ખજૂરાહોનાં મંદિર મધ્ય પ્રદેશમાં આવેલા છે.
Exam Tip: For matching questions, it is often helpful to first match the pairs you are most confident about, which helps eliminate options quickly.
Question 4. તાજમહાલ : શાહજહાં ! હુમાયુનો મકબરોઃ
(a) જ્હાંગીર
(b) હુમાયુ
(c) હમીદા બેગમ
(d) શાહજહાં
Answer: (c) હમીદા બેગમ
In simple words: તાજમહાલ શાહજહાં સાથે સંબંધિત છે, તેવી જ રીતે હુમાયુનો મકબરો હમીદા બેગમ સાથે સંબંધિત છે કારણ કે તેમણે તે બંધાવ્યો હતો.
Exam Tip: Understanding analogies requires identifying the relationship between the first pair and applying it to the second, often about builder/structure or owner/possession.
Question 5. ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી હતી?
(a) હુમાયુએ
(b) શાહજહાંએ
(c) બાબરે
(d) અકબરે
Answer: (d) અકબરે
In simple words: ફતેહપુર સિકરી શહેરની સ્થાપના અકબરે કરી હતી.
Exam Tip: Knowing key historical figures and their contributions to important sites is crucial for history exams.
Question 6. ભારતના આ ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણના ક્રમમાં ગોઠવતાં કયો ક્રમ સાચો ગણાય?
(a) તાજમહાલ, ખજૂરાહોનાં મંદિર, બૃહદેશ્વર મંદિર, ઇલોરાની ગુફાઓ
(b) ઇલોરાની ગુફાઓ, તાજમહાલ, ખજૂરાહોનાં મંદિર, બૃહદેશ્વર મંદિર
(c) તાજમહાલ, બૃહદેશ્વર મંદિર, ખજૂરાહોનાં મંદિર, ઇલોરાની ગુફાઓ
(d) તાજમહાલ, ખજૂરાહોનાં મંદિર, ઇલોરાની ગુફાઓ, બૃહદેશ્વર મંદિર
Answer: (d) તાજમહાલ, ખજૂરાહોનાં મંદિર, ઇલોરાની ગુફાઓ, બૃહદેશ્વર મંદિર
In simple words: ભારતના ઐતિહાસિક સ્થળોને ઉત્તરથી દક્ષિણ દિશાના ક્રમમાં ગોઠવીએ તો સાચો ક્રમ તાજમહાલ, પછી ખજૂરાહોનાં મંદિર, પછી ઇલોરાની ગુફાઓ અને છેલ્લે બૃહદેશ્વર મંદિર આવે છે.
Exam Tip: For geographical arrangement questions, visualize the locations on a map or recall their regional placements (North, Central, South India).
Question 7. નીચેનામાંથી સાચું જોડકું જોડી સાચો ક્રમ પસંદ કરોઃ
| ‘અ’ | ‘બ’ |
|---|---|
| 1. ઉપરકોટ | a. અમદાવાદ |
| 2. સીદી સૈયદની જાળી | b. પાટણ |
| 3. રાણીની વાવ | c. ખદીર બેટ |
| 4. ધોળાવીરા | d. જૂનાગઢ |
(b) (1 – d), (2 – a), (3 – b), (4 – c).
(c) (1 – c), (2 – d), (3 – b), (4 – a).
(d) (1 – c), (2 – b), (3 – d), (4 – a).
Answer: (b) (1 – d), (2 – a), (3 – b), (4 – c).
In simple words: આ જોડકામાં, ઉપરકોટ જૂનાગઢમાં છે, સીદી સૈયદની જાળી અમદાવાદમાં છે, રાણીની વાવ પાટણમાં છે, અને ધોળાવીરા ખદીર બેટમાં આવેલું છે.
Exam Tip: Familiarity with architectural sites and their locations in Gujarat is key for such matching questions.
Question 8. નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી?
(a) નંદા
(b) ભદ્રા
(c) તદા
Answer: (c) તદા
In simple words: આપેલા વિકલ્પોમાંથી 'તદા' એ વાવનો પ્રકાર નથી.
Exam Tip: Knowing common classifications, like types of stepwells (vavs), helps in identifying the odd one out. The main types are Nanda, Bhadra, Jaya, and Vijaya.
Free study material for Social Science
GSEB Solutions Class 10 Social Science Chapter 06 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો
Students can now access the GSEB Solutions for Chapter 06 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 10 Social Science textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 06 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 10 Social Science chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 10 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Social Science Class 10 Solved Papers
Using our Social Science solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 10 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 06 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 10 Social Science Solutions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો is available for free on StudiesToday.com. These solutions for Class 10 Social Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 10 Social Science Solutions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Social Science Solutions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 10 Social Science. You can access GSEB Class 10 Social Science Solutions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 10 Social Science Solutions Chapter 6 ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળો in printable PDF format for offline study on any device.