GSEB Class 10 Gujarati Vyakaran છંદ સમજૂતી અને ઉદાહરણ Solutions

Step-by-Step Textbook Solutions for Class 10 Gujarati છંદ સમજૂતી અને ઉદાહરણ

Explore reliable textbook solutions for છંદ સમજૂતી અને ઉદાહરણ tailored for Class 10 learners. Utilizing these Gujarati answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.

Download છંદ સમજૂતી અને ઉદાહરણ Textbook Solutions PDF

Navigate directly to the solved Gujarati textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

GSEB Solutions

Std 10 Gujarati Vyakaran Chand Samjuti Ane Udaharan

Std 10 Gujarati Vyakaran Chand Samjuti Ane Udaharan Questions and Answers

સમજૂતીઃ

અક્ષરમેળ (ગણમેળ) અને માત્રામેળમાં અક્ષરોની ચોક્કસ સંખ્યા કે માપમાં ગોઠવાયેલી, લયબદ્ધ રચનાને "છંદ કે વૃત્ત" કહેવામાં આવે છે. છંદોબદ્ધ કવિતાની એક પંક્તિને "પાદ", "ચરણ કે કડી" કહે છે. બે-ચાર ચરણના જૂથને કૂક કહેવાય છે. કવિ પોતાની જરૂરિયાત મુજબ ટૂક રચવાની સ્વતંત્રતા ધરાવે છે.

ચરણનાં લઘુ-ગુરુ અક્ષરોનાં સ્થાન અને સંખ્યાને આધારે તેમજ લઘુની એક અને ગુરુની બે માત્રા-સંખ્યાને આધારે છંદોના બે પ્રકાર પડે છે:

  • 1. અક્ષરમેળ અને
  • 2. માત્રામેળ.

1. અક્ષરમેળઃ

  • અક્ષરમેળ છંદને "વૃત્ત" કે "ગણમેળ" પણ કહે છે.
  • અક્ષરમેળમાં અક્ષરોની સંખ્યા અને ચરણનાં લઘુ-ગુરુનાં સ્થાન નિશ્ચિત હોય છે.
  • અક્ષરમેળમાં લય-આવર્તનો માટે અક્ષર-સંધિઓ યોજાતી નથી.
  •  

2. માત્રામેળઃ

માત્રામેળ છંદને 'જાતિ' પણ કહે છે.

  • માત્રામેળમાં માત્રાઓની સંખ્યા અને તાલની વ્યવસ્થા દ્વારા છંદ ઓળખાય છે.
  • માત્રામેળમાં લય-આવર્તનો માટે માત્ર-સંધિઓ યોજાય છે.

નોંધ: મનહર છંદ, લઘુ-ગુરુના બંધારણ વિના કેવળ અક્ષરોની સંખ્યા ઉપર આધાર રાખે છે. માત્ર અક્ષરસંખ્યા કે અમુક અક્ષરે આવતો 'તાલ જ છંદનું સ્વરૂપ સર્જે છે, આવા છંદને "સંખ્યામેળ' કહે છે.

બંધારણ છંદનું બંધારણ સમજવા કેટલીક પરિભાષાઓ સમજવી જરૂરી છે.

સ્વર: અ, આ, ઇ, ઈ, ઊ, સ, એ, એ, ઓ અને ઓ. હસ્વ સ્વરો અ, ઇ, ઉ અને ઝ. દિીર્ઘ સ્વર: આ, ઈ, ઊ, એ, ઐ, ઓ અને ઓ.

હસ્વ સ્વરોથી જે અક્ષર બને તે અક્ષર લઘુ ગણાય છે. અક્ષરમેળ છંદમાં, લઘુ અક્ષરની સંજ્ઞા 'u' છે, જ્યારે માત્રામેળ છંદમાં, લઘુ અક્ષરની સંજ્ઞા '1' છે. લઘુ અક્ષર દર્શાવવા આ સંજ્ઞા અક્ષરની ઉપર મુકાય છે. દા. ત.,

અક્ષરમેળ:
\( \overset{u}{\text{મ}} \) (મ્+અ), \( \overset{u}{\text{મિ}} \) (મ્+ ઈ), \( \overset{u}{\text{મુ}} \) (મ+ઉ), \( \overset{u}{\text{મૃ}} \) (મ્ + ઋ)

માત્રામેળ:
\( \overset{1}{\text{મ}} \) (મ્ + અ), \( \overset{1}{\text{મિ}} \) (મ્ + ઈ), \( \overset{1}{\text{મુ}} \) (મ્ + ઉ), \( \overset{1}{\text{મૃ}} \) (મ્ + ઋ)

દીર્ઘ સ્વરોથી જે અક્ષર બને તે અક્ષર ગુરુ' ગણાય છે. અક્ષરમેળ છંદમાં, ગુરુ અક્ષરની સંજ્ઞા '–' છે, જ્યારે માત્રામેળ છંદમાં, ગુરુ અક્ષરની સંજ્ઞા છે. ગુરુ અક્ષર દર્શાવવા આ સંજ્ઞા અક્ષરની ઉપર મુકાય છે. દા. ત.,

અક્ષરમેળ:
\( \overset{-}{\text{મા}} \) (મ્- આ), \( \overset{-}{\text{મી}} \) (મ્-ઈ), \( \overset{-}{\text{મૂ}} \) (મ્-ઊ), \( \overset{-}{\text{મે}} \) (મ્ + એ),
\( \overset{-}{\text{મૈ}} \) (મ્-એ), \( \overset{-}{\text{મોં}} \) (મ્-ઓ), \( \overset{-}{\text{મૌ}} \) (મ્ + ઔ)

માત્રામેળ :
\( \overset{2}{\text{મા}} \) (મ્-આ), \( \overset{2}{\text{મી}} \) (મ્-ઈ), \( \overset{2}{\text{મૂ}} \) (મ્-ઊ), \( \overset{2}{\text{મે}} \) (મ-એ),
\( \overset{2}{\text{મૈ}} \) (મ્-એ), \( \overset{2}{\text{મો}} \) (મ્-ઓ), \( \overset{2}{\text{મૌ}} \) (મ્-ઓ)

 

લઘુ અક્ષર જ્યારે ગુરુ થાય?

(1) 'સ્તુતિ અને સ્તુત્ય" એ બે શબ્દો ઉપર લઘુ-ગુરુ મૂકી જુઓ.

  • "સ્તુતિ" શબ્દમાં 'સ્તુ' (સ્ +ત્+ ઉ) અને 'તિ' (ત્ + ઈ) છે, તેથી લઘુ-ગુરુની સંજ્ઞા મૂકતાં શબ્દ આ રીતે લખાશે: \( \overset{u}{\text{સ્તુ}} \) \( \overset{u}{\text{તિ}} \)
  • "સ્તુતિ સ્તુત્ય" શબ્દમાં પણ "સ્તુ (સ્ +ત્ + ઉ) અને 'ત્ય (ત્ +ત્+ અ) હ્રસ્વ છે, પણ 'ત્ય' જોડાક્ષરનો થડકારો આગળના "સ્તુ"ના હ્રસ્વત્વને દીર્ઘ કરશે. ઉચ્ચાર કરી જુઓ, તેથી લઘુ-ગુરુની સંજ્ઞા મૂકતાં 'સ્તુત્ય' આ રીતે દર્શાવાશે: \( \overset{-}{\text{સ્તુ}} \) \( \overset{u}{\text{ત્ય}} \)

આમ, શબ્દમાં હ્રસ્વ સ્વરવાળા લઘુ અક્ષર પછી જોડાક્ષર આવે, તો એની પહેલાનો અક્ષર લઘુ હોય તો પણ ગુરુ બને છે.

એ જ રીતે નીચેના શબ્દોના લઘુ-ગુરુનો અભ્યાસ કરો:
સિમિતા - અમિતા/પ્રથા -પ્રત્યય/પથ્થર-સુધ્ધાં

સંયુક્ત વ્યંજનો, ઉચ્ચારના થડકારને કારણે આગળના લઘુ અક્ષરને ગુરુ બનાવે છે.

(2) અનુસ્વારવાળો શબ્દ 'અંકુર' જુઓ

  • "અંકુર" શબ્દનો ઉચ્ચાર કરતાં (અ + ન + ક + ઉ + ર + 1), જે વર્ણ જણાય છે, એમાં "ન" અનુનાસિક વ્યંજન છે. આગળના વર્ણ "અ" ઉપર એ અનુનાસિક "ં" અનુસ્વાર (ં) રૂપે મુકાય છે, તેથી લઘુ-ગુરુની સંજ્ઞા મૂકતાં "અંકુર" શબ્દ આમ દર્શાવાશે: \( \overset{-}{\text{અં}} \) \( \overset{u}{\text{કુ}} \) \( \overset{u}{\text{ર}} \)

એ જ રીતે "ચંચૂ" \( (\text{ચ્+અ+ગૂ-ચ્– ઊ}) \), "દાંડી" \( (\text{દ્+ આ + ણ્+ર્+ ઈ}) \), "સુંદરમ્" \( (\text{સ્+ઉ+નૂ+દ્+અ+ર્ + અ +મૂ}) \) અને કંપ \( (\text{ક-અ-મૂ-પ્-અ}) \) શબ્દના લઘુ-ગુરુ તપાસો.

આમ, લઘુ અક્ષરો (અહીં, "અ", "ચ", "દા", "સુ' અને 'ક') પછી આવતા અને અનુનાસિકો (ં, મું)ની જેમ ઉચ્ચારાતા અનુસ્વારો દીર્ઘ દર્શાવાય છે.

(૩) વિસર્ગવાળો શબ્દ "અંતઃકરણ" જુઓ.

"અંતઃકરણ" શબ્દનો ઉચ્ચાર કરતાં (અ + ન + ત્ + = + ક્ + અ + ૨ + અ + + અ), જે વર્ણ જણાય છે, એમાં (:) વિસર્ગ છે; તેથી લઘુ-ગુરુની સંજ્ઞા મૂકતાં આ શબ્દ આ રીતે દર્શાવાશે: \( \overset{u}{\text{અં}} \) \( \overset{u}{\text{ત}} \) : \( \overset{u}{\text{ક}} \) \( \overset{u}{\text{ર}} \) \( \overset{u}{\text{ણ}} \). એ જ રીતે – "પ્રાતઃકાળ".

આમ, વિસર્ગ (:), પૂર્વેના લઘુ અક્ષરને થડકારાના કારણે ગુરુ બનાવે છે.

(4) "સ શબ્દ જુઓ. 'સત્' શબ્દનો ઉચ્ચાર કરો. "સત્ ઉપર લઘુ-ગુરુની સંજ્ઞા મૂકતાં આ શબ્દ આમ દર્શાવાશે: \( \overset{u}{\text{સ}} \) \( \overset{u}{\text{ત્}} \).

'સ'માંના 'ત' જેવા એકલ વ્યંજનના થડકારાને કારણે આગળનો લઘુ અક્ષર ગુરુ દર્શાવાય છે.

ચરણ, તાલ: છંદોબદ્ધ પંક્તિના બે, ચાર કે વધારે ભાગ પડે છે ત્યારે તેને "ચરણ" કે "પાદ' કહે છે. સંસ્કૃતમાં "ચરણ" કે "પાદનો અર્થ "ચોથો ભાગ' એવો થાય છે.

માત્રામેળ છંદમાં અમુક માત્રા પછી ભાર આવે છે, તેને "તાલ" કહે છે. દા. ત.,

ચરણ 1
1 1 2
મ ન સા
\( \uparrow \) \( \uparrow \)
1 1 2
વ ચ સા
\( \uparrow \)
\( \implies \) માત્રા : 15 \( \leftarrow \)

ચરણ 2
2 2 2
સ ત ની
\( \uparrow \)
2 2 2
જો સ વા
\( \uparrow \)
2 1 2
આ દ રી;
\( \uparrow \) \( \uparrow \)
\( \implies \) માત્રા: 15 \( \leftarrow \)

ચરણ 3
2 2 1
તો સૌભાગ્ય
\( \uparrow \)
1 2 2
જુ વા ળે
\( \uparrow \) \( \uparrow \)
1 2
ચ ડી;
\( \uparrow \)
\( \implies \) માત્રા: 15 \( \leftarrow \)

ચરણ 4
2 2 1
આ ત્મા
\( \uparrow \) \( \uparrow \)
2 2 1
જ ઈ અ
\( \uparrow \)
2 1 2
નં તે અ ડે.
\( \uparrow \)
\( \implies \) માત્રા : 15 \( \leftarrow \)

 

અહીં ચાર ચરણ છે, દરેકની પંદર માત્રા છે. પહેલી માત્રાએ : ને પછી ચાર-ચાર માત્રાએ તાલ (1) આવે છે.

યતિ: અક્ષરમેળ છંદમાં ચરણની વચ્ચે જ્યાં વિરામ લેવાનો થાય છે, તેને 'યતિ' કહે છે. યતિને કારણે છંદના લયનું માધુર્ય વધે છે.

દા. ત., રે પંખીડા ! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો. આ છંદ(મંદાક્રાન્તા)માં 4, 6 અને 7મા અક્ષરે યતિ છે. માત્રામેળ છંદમાં યતિ અનિવાર્ય નથી.

ગણ : છંદના અક્ષરસમૂહને, લઘુ-ગુરુને યાદ રાખવા, ત્રણ-ત્રણ અક્ષરમાં લઘુ-ગુરુને ગોઠવવામાં આવે છે, ત્રણ અક્ષરના આ સમૂહને "ગણ" કહે છે. એમ કરવા જતાં આઠ ગણ રચાય છે. 'યમાતારાજભાન લગા' સૂત્રથી એ ઓળખવામાં આવે છે.

આઠ ગણો

  • (1) ય–ગણ – યમાતા લગાગા \( (\text{U - -}) \)
  • (2) મ – ગણ – માતારા ગાગાગા \( (\text{- - -}) \)
  • (3) ત – ગણ – તારાજ ગાગાલ \( (\text{- - U}) \)
  • (4) ર – ગણ – રાજભા ગાલગા \( (\text{- U -}) \)
  • (5) જ – ગણ – જભાન લગાલ \( (\text{U - U}) \)
  • (6) ભ – ગણ – ભાનસ ગાલલ \( (\text{- U U}) \)
  • (7) ન – ગણ – નસલ લલલ \( (\text{U U U}) \)
  • (8) સ– ગણ – સલગા લલગા \( (\text{U U -}) \)

ગણયોજના યાદ રાખો:
"આદિ, મધ્ય ને અંતમાં ય – ર – ત ગણો લઘુ થાય, ભ- જ – સ ગણો ગુરુતા ધરે, મ– ન ગુરુ – લઘુ જ બધાય."

 

લઘુ-ગુરુની સંયોજનની વિશિષ્ટ ભાતને બીજી રીતે પણ યાદ રાખી શકાય:

  • ય (ગણ) – લગાગા \( (\text{U - -}) \)
  • મ (ગણ) – ગાગાગા \( (\text{- - -}) \)
  • ર (ગણ) – ગાલગા \( (\text{- U -}) \)
  • ત (ગણ) – ગાગાલ \( (\text{- - U}) \)
  • ભ (ગણ) – ગાલલ \( (\text{- U U}) \)
  • ન (ગણ) – લલલ \( (\text{U U U}) \)
  • જ (ગણ) – લગાલ \( (\text{U - U}) \)
  • સ (ગણ) – લલગા \( (\text{U U -}) \)

અક્ષરમેળ છંદો:

છંદબંધારણ અને ઉદાહરણ
(1) શિખરિણી

બંધારણ: અક્ષર: 17
યતિ: 6 અને પછી 12 અક્ષરે
ગણ: ય મ ન સ ભ લ ગા

સંધિવિન્યાસ:
\( \overset{u}{\text{લ}} \) \( \overset{-}{\text{ગા}} \) \( \overset{-}{\text{ગા}} \) \( \overset{-}{\text{ગા}} \) \( \overset{-}{\text{ગા}} \) \( \overset{u}{\text{લ}} \) | \( \overset{u}{\text{લ}} \) \( \overset{u}{\text{લ}} \) \( \overset{-}{\text{લ}} \) \( \overset{-}{\text{ગા}} \), \( \overset{u}{\text{લ}} \) \( \overset{-}{\text{ગા}} \) \( \overset{-}{\text{ગા}} \)
ર હી જે ને ભા ગ્યે અ મૃ ત સુ ધા આ અ ધ ર
\( \overset{ય}{1} \) \( \overset{મ}{1} \) \( \overset{ન}{1} \) \( \overset{સ}{1} \) \( \overset{ભ}{1} \) \( \overset{લ}{1} \) \( \overset{ગા}{1} \)

ઉદાહરણો: 1. બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું,
વિચારે એવું કે લસલસ થતો મોલ સઘળો.

2. અસત્યો માંહેથી પ્રભુ ! પરમ સત્યે તું લઈ જા.

3. ઠરી મારી આંખો કબીરવડ તુંને નીરખીને,
ખરી પાપી બુદ્ધિ, ખરી જ રૂડી જાત્રા થઈ મને.

4. હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી.

(2) મંદાક્રાન્તા

બંધારણ: અક્ષર: 17
યતિ: 4 અને 10 અક્ષરે
ગણ: મ ભ ન ત ત ગા ગા

સંધિવિન્યાસ:
\( \overset{-}{\text{ગા}} \) \( \overset{-}{\text{ગા}} \) \( \overset{-}{\text{ગા}} \) \( \overset{-}{\text{ગા}} \) \( \overset{u}{\text{લ}} \) \( \overset{u}{\text{લ}} \) \( \overset{-}{\text{લ}} \) | \( \overset{-}{\text{ગા}} \) \( \overset{-}{\text{ગા}} \) \( \overset{u}{\text{લ}} \) \( \overset{-}{\text{ગા}} \) \( \overset{-}{\text{ગા}} \)
બે સી ખા ટે પિ ય ૨ માં જિં દ ગી જો ઈ સા રી.
\( \overset{મ}{1} \) \( \overset{ભ}{1} \) \( \overset{ન}{1} \) \( \overset{ત}{1} \) \( \overset{ત}{1} \) \( \overset{ગા}{1} \) \( \overset{ગા}{1} \)

ઉદાહરણો: 1. રે પંખીડાં! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો.

2. ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી.

3. શોકાવેશે હૃદય ભરતી કંપતી ભીતિઓથી.

4. ઝાંખાં ભૂરાં ગિરિ ઉપરનાં એકથી એક શૃંગ;
વર્ષાકાલે જલધિજલના હોય જાણે તરંગ!

છંદબંધારણ અને ઉદાહરણ
(3) અનુષ્ટુપ

બંધારણ: (શ્લોકમાં)

"શ્લોકમાં ચરણો ચાર /પ્રત્યેકે આઠ અક્ષરો,
લઘુ પંચમ સર્વત્ર/ગુરુ સર્વત્ર ષષ્ટ છે.
વળી પહેલે અને ત્રીજે /ચરણે ગુરુ સાતમો,
લઘુ બીજે તથા ચોથે / ચરણે છે અનુષ્ટુપે."

8, 8 અક્ષરનાં ચાર ચરણ; પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો લઘુ, છઠ્ઠો ગુરુ અને સાતમો ગુરુ. બીજા અને ચોથા ચરણમાં પાંચમો લઘુ, છઠ્ઠો ગુરુ અને સાતમો લઘુ.

ટૂંકમાં, પહેલું– ત્રીજું ચરણ \( \rightarrow \) 5 – 6 – 7 = યગણ = \( \text{U - -} \) (યમાતા)

બીજું – ચોથું ચરણ \( \rightarrow \) 5 - 6 - 7 = જ ગણ = \( \text{U - U} \) (જભાન)

ઉદાહરણો: 1. વસે શું વિશ્વમાં આવી સત્યધર્મ પ્રસારતી,
અમોલ માનવી– સત્તા સર્વલોક પ્રતારતી?

2. ઇંદ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા;
એક બાબતને માટે શંકા સૌ ધરતા હતા.

3. આશા નામે મનુષ્યોની બેડી આશ્ચર્યની કહી;
જેથી બંધાયેલા દોડે, છૂટા રહે પાંગળા જ્યમ !

(4) મનહર

બંધારણ : બે ચરણમાં 31 અક્ષર
યતિ : આઠ-આઠ અક્ષરે
બીજા ચરણનો છેલ્લો અક્ષર ગુરુ.
ચાર ચરણની ટૂક અને પ્રત્યેક ચરણમાં 8, 8, 8, 7) હોય છે.

ચરણ 1 (અક્ષર: 8) ચરણ 2 (અક્ષર : 8)
પોલું છે તે બોલ્યું તેમાં, કરી તેં શી કારીગરી? = 16
ટૂંક સાંબેલું બજાવે તો હું, જાણું કે તું શાણો છે. = 15
ચરણ 3 (અક્ષર : 8) ચરણ 4 (અક્ષર : 7)

ઉદાહરણો: 1. 'ગુસ્સો શું કરે છે ઘેલી? ગરમ માથે તપેલી
મૂકી પાણી ઉકાળવા કોલસા બચાવિયા."

2. "ભાઈ! ભારે ટોપલો આ માથે મૂકી આપો જરા,"
ઘોડો રોકી મહારાજા કૂદી નીચે આવિયા.

3. આંધળી દળે ને આટો ચાર શ્વાન ચાટી જાય,
એ તે આટો ક્યારે એને આવશે આહારમાં.

(5) વસંતતિલકા

બંધારણ : અક્ષર: 14
ગણ: ત ભ જ જ ગા ગા

સંધિવિન્યાસ : \( \overset{-}{\text{ગા}} \) \( \overset{-}{\text{ગા}} \) \( \overset{u}{\text{લ}} \) \( \overset{-}{\text{ગા}} \) \( \overset{u}{\text{લ}} \) \( \overset{u}{\text{લ}} \) \( \overset{-}{\text{લ}} \) \( \overset{u}{\text{લ}} \) \( \overset{-}{\text{ગા}} \) \( \overset{-}{\text{ગા}} \)
ઘોડે ચઢી મેં લ ય વા યુ ત ણા લા સી
\( \overset{ત}{1} \) \( \overset{ભ}{1} \) \( \overset{જ}{1} \) \( \overset{જ}{1} \) \( \overset{ગા}{1} \) \( \overset{ગા}{1} \)

ઉદાહરણો: 1. ઉગ્રીવ દૃષ્ટિ કરતાં નભ શૂન્ય ભાસે

2. વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

3. એ હું જ છું નૃપ, મને કર માફ! બાઈ!

4. કેવી રીતે જીવમાં થઈ જાઉં સ્થિર?

છંદબંધારણ અને ઉદાહરણ
(6) સ્ત્રગ્ધરા

બંધારણ: અક્ષર: 21
ગણ: મ ર ભ ન ય ય ય
યતિ: 7, 14 અને 21 અક્ષરે

સંધિવિન્યાસ:
\( \overset{-}{\text{ગા}} \) \( \overset{-}{\text{ગા}} \) \( \overset{-}{\text{ગા}} \) \( \overset{u}{\text{લ}} \) \( \overset{-}{\text{ગા}} \) \( \overset{u}{\text{લ}} \) | \( \overset{u}{\text{લ}} \) \( \overset{u}{\text{લ}} \) \( \overset{-}{\text{લ}} \) \( \overset{-}{\text{ગા}} \), \( \overset{u}{\text{લ}} \) \( \overset{-}{\text{ગા}} \) \( \overset{-}{\text{ગા}} \)
ધી મે ધી મે છ ટા થી, કુ સુ મ ૨ જ લ ઈ, ડો લ તો વા યુ વા ય
\( \overset{મ}{1} \) \( \overset{ર}{1} \) \( \overset{ભ}{1} \) \( \overset{ન}{1} \) \( \overset{ય}{1} \) \( \overset{ય}{1} \) \( \overset{ય}{1} \)

ઉદાહરણો: 1. ચોપાસે વલ્લિઓથી પરિમલ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય.

2. આનંદોલ્લાસ રેલે નવરસલહરે સ્ત્રગ્ધરા શ્રી-સુહાગી.

3. ટૌકો ઊંડો ગજાવે ગગનપટ ભરી ફૂટડી ક્રૌંચ જોડી.

4. જાગ્યો શું વનિ ઝાળે,
હૃદય મૂંઝવણે સિન્ધુની છોડી શૈયા.

5. એણે નક્ષત્ર કેરા, ઉડુગણ સહુના પંથ છોડ્યા પુરાણા.

(7) ઈન્દ્રવજા

બંધારણ: (શ્લોકમાં)
અક્ષર: 11
ગણ: ત ત જ ગા ગા

સંધિવિન્યાસ: \( \overset{-}{\text{ગા}} \) \( \overset{-}{\text{ગા}} \) \( \overset{u}{\text{લ}} \) | \( \overset{-}{\text{ગા}} \) \( \overset{-}{\text{ગા}} \) \( \overset{u}{\text{લ}} \) | \( \overset{u}{\text{લ}} \) \( \overset{-}{\text{ગા}} \) \( \overset{-}{\text{ગા}} \)
મા રો મા રો, દુ: ખ તા ધા રો
\( \overset{ત}{1} \) \( \overset{ત}{1} \) \( \overset{જ}{1} \) \( \overset{ગા}{1} \) \( \overset{ગા}{1} \)

[નોંધ: ચરણને અંતે આવતો લઘુ અક્ષર ગુરુ પણ ગણી શકાય.]

ઉદાહરણો: 1. ઈલા દિવાળી દિવડા કરીશું.

2. કીધો હતો સાસર વાસ કાલે.

3. સંસારને સાગરને કિનારે
ઊભા રહી અંજલિ એક લીધી.

4. વર્ષો લગી એ કરી ધર્મ ચિંતા
ને વેઠી કૈં વર્ષ સુધી અનિદ્રા

 

માત્રામેળ છંદોઃ

છંદબંધારણ અને ઉદાહરણ
(1) ચોપાઈ

બંધારણ: માત્રા: દરેક ચરણમાં 15
ચરણ: ચાર
તાલ: પહેલી પછી ચાર ચાર માત્રાએ, છેલ્લા બે અક્ષર ગુરુ-લઘુ

ઉદાહરણો: 1. \( \overset{2}{\text{આ}} \) \( \overset{2}{\text{કા}} \) \( \overset{2}{\text{શે}} \) \( \overset{2}{\text{તા}} \) \( \overset{2}{\text{રા}} \) \( \overset{2}{\text{ની}} \) \( \overset{2}{\text{ભા}} \) \( \overset{2}{\text{ત}} \) / = 15
\( \overset{2}{\text{સ}} \) \( \overset{2}{\text{ર}} \) \( \overset{2}{\text{જી}} \) \( \overset{2}{\text{તો}} \) \( \overset{2}{\text{ક્}} \) \( \overset{2}{\text{યાં}} \) \( \overset{2}{\text{સ}} \) \( \overset{2}{\text{ર્જી}} \) \( \overset{2}{\text{તા}} \) \( \overset{2}{\text{ત}} \) / = 15
\( \overset{1}{\text{ધ}} \) \( \overset{1}{\text{ર}} \) \( \overset{2}{\text{તી}} \) \( \overset{2}{\text{હૈ}} \) \( \overset{2}{\text{યે}} \) \( \overset{2}{\text{ફૂ}} \) \( \overset{1}{\text{લ}} \) \( \overset{1}{\text{બી}} \) \( \overset{2}{\text{છા}} \) \( \overset{1}{\text{ત}} \) ; = 15
\( \overset{2}{\text{મા}} \) \( \overset{2}{\text{ન}} \) \( \overset{2}{\text{વ}} \) \( \overset{2}{\text{ના}} \) \( \overset{2}{\text{મ}} \) \( \overset{2}{\text{ન}} \) \( \overset{2}{\text{માં}} \) \( \overset{2}{\text{મ}} \) \( \overset{2}{\text{ધ}} \) \( \overset{2}{\text{રા}} \) \( \overset{2}{\text{ત}} \) . = 15

2. મળી આપણ જણ બંને બેન; સંપી રમીએ તો સુખચેન.

3. વાદળની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય,
ભટૂરિયાં શા તારલિયા લે ચંદા આભે રમવા જાય.

(2) દોહરો

બંધારણ: માત્રા: પહેલા અને ત્રીજા ચરણમાં 13-13.
બીજા અને ચોથા ચરણમાં 11-11.
ચરણ: ચાર
તાલ: પહેલી, પાંચમી અને નવમી માત્રાએ;
છેલ્લા બે અક્ષરો ગુરુ-લઘુ

ઉદાહરણો: 1. \( \overset{2}{\text{દી}} \) \( \overset{1}{\text{પ}} \) \( \overset{1}{\text{ક}} \) \( \overset{2}{\text{ના}} \) \( \overset{2}{\text{બે}} \) \( \overset{2}{\text{દી}} \) \( \overset{1}{\text{ક}} \) \( \overset{2}{\text{રા}} \), \( \overset{2}{\text{કા}} \) \( \overset{1}{\text{જ}} \) \( \overset{1}{\text{ળ}} \) \( \overset{2}{\text{ને}} \) \( \overset{1}{\text{અ}} \) \( \overset{1}{\text{જ}} \) \( \overset{2}{\text{વા}} \) \( \overset{1}{\text{શ}} \);
ચરણ 1 (માત્રા: 13)
ચરણ 2 (માત્રા: 11)
\( \overset{2}{\text{એ}} \) \( \overset{1}{\text{ક}} \) \( \overset{2}{\text{પ્ર}} \) \( \overset{1}{\text{કા}} \) \( \overset{1}{\text{શ}} \).
ચરણ 3 (માત્રા: 13)
ચરણ 4 (માત્રા: 11)

2. મુખ સમ કો મંગલ નહીં, મૃત્યુ સમી નહીં હાણ;
જગ સમ કો જંગલ નહીં, સત્ય સમી નહીં વાણ.

3. કરતાં જાળ કરોળિયો, ભોંય પડી ગભરાય;
વણતૂટેલે તાંતણે, ઉપર ચઢવા જાય.

છંદબંધારણ અને ઉદાહરણ
(3) સવૈયા

બંધારણ: માત્રા: દરેક પંક્તિમાં 31 કે 32
ચરણ: ચાર
તાલ: પહેલી પછી ચાર ચાર માત્રાએ; છેલ્લે અનુક્રમે ગુરુ-લઘુ કે બે ગુરુ
[નોંધ: સવૈયા એકત્રીસા અને સવૈયા બત્રીસાનું બંધારણ એક જ છે, બત્રીસામાં છેલ્લે બે ગુરુ જોઈએ.]
સંધિ: ચાર માત્રાનો સંધિ સાત વાર – ત્રણ માત્રાનો સંધિ એક વાર અથવા ચાર માત્રાનો સંધિ આઠ વાર.

ઉદાહરણો: 1. દેખ બિચારી બકરીનો પણ કોઈના જાત પકડે કાન, = 31
એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિંદુસ્તાન. = 31

2. સૂરજદેવે આંખ ઉઘાડી હિંગળોક શી ઊગતે પહોર;
બિવરાવીને રાત ભગાડી મૂકી કાજળ કાળી ઘોર.

3. ઝેર ગયાં ને વેર ગયાં, પણ કાળા કેર ગયા કરનાર.

(4) હરિગીત

બંધારણ: માત્રા: દરેક ચરણમાં 28
ચરણ: ચાર
તાલ: ચૌદમી અને છેલ્લી માત્રાએ

ઉદાહરણો: 1. \( \overset{1}{\text{સુ}} \) \( \overset{1}{\text{ખ}} \) \( \overset{1}{\text{સ}} \) \( \overset{1}{\text{મ}} \) \( \overset{1}{\text{ય}} \) \( \overset{2}{\text{માં}} \) \( \overset{1}{\text{છ}} \) \( \overset{2}{\text{કી}} \) \( \overset{1}{\text{ન}} \) \( \overset{1}{\text{વ}} \) \( \overset{1}{\text{જ}} \) \( \overset{1}{\text{વું}} \),
ચરણ 1 (માત્રા: 14)
\( \overset{1}{\text{દુ}} \) \( \overset{2}{\text{ખ}} \) \( \overset{1}{\text{માં}} \) \( \overset{2}{\text{ન}} \) \( \overset{1}{\text{હિં}} \) \( \overset{2}{\text{મ}} \) \( \overset{1}{\text{ત}} \) \( \overset{2}{\text{હા}} \) \( \overset{1}{\text{ર}} \) \( \overset{2}{\text{વી}} \);
ચરણ 2 (માત્રા: 14)
\( \overset{1}{\text{સુ}} \) \( \overset{1}{\text{ખ}} \) \( \overset{2}{\text{દુ}} \) \( \overset{1}{\text{ખ}} \) \( \overset{1}{\text{સ}} \) \( \overset{2}{\text{દા}} \) \( \overset{1}{\text{ટ}} \) \( \overset{2}{\text{ક}} \) \( \overset{1}{\text{તાં}} \) \( \overset{1}{\text{ન}} \) \( \overset{2}{\text{થી}} \);
ચરણ 3 (માત્રા: 14)
ચરણ 4 (માત્રા: 14)

2. જ્યાં જ્યાં નજર મારી ઠરે; યાદી ભરી ત્યાં આપની.

3. નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી.

છંદ વિશેના પરીક્ષાલક્ષી સ્વાધ્યાય (પ્રશ્નોત્તર) માટે જુઓ પરિશિષ્ટ (પાન. ન. 142 – 144).

Free study material for Gujarati

GSEB Solutions for Class 10 Gujarati છંદ સમજૂતી અને ઉદાહરણ

Accessing છંદ સમજૂતી અને ઉદાહરણ Solutions

Explore reliable textbook solutions for છંદ સમજૂતી અને ઉદાહરણ tailored for Class 10 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Gujarati.

Concept-Driven Answers for Class 10 Gujarati

Clear, methodical explanations accompany every challenging problem within the Class 10 Gujarati text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Maximizing Study Efficiency

Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 10 Gujarati.

FAQs

Where can I find the latest GSEB Class 10 Gujarati Vyakaran છંદ સમજૂતી અને ઉદાહરણ Solutions for the 2026-27 session?

The complete and updated GSEB Class 10 Gujarati Vyakaran છંદ સમજૂતી અને ઉદાહરણ Solutions is available for free on StudiesToday.com. These solutions for Class 10 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 10 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 10 Gujarati Vyakaran છંદ સમજૂતી અને ઉદાહરણ Solutions as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 10 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Gujarati Vyakaran છંદ સમજૂતી અને ઉદાહરણ Solutions will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 10 Gujarati Vyakaran છંદ સમજૂતી અને ઉદાહરણ Solutions in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 10 Gujarati. You can access GSEB Class 10 Gujarati Vyakaran છંદ સમજૂતી અને ઉદાહરણ Solutions in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 10 as a PDF?

Yes, you can download the entire GSEB Class 10 Gujarati Vyakaran છંદ સમજૂતી અને ઉદાહરણ Solutions in printable PDF format for offline study on any device.