Get the most accurate GSEB Solutions for Class 10 Gujarati નિબંધલેખન here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 10 Gujarati. Our expert-created answers for Class 10 Gujarati are available for free download in PDF format.
Detailed નિબંધલેખન GSEB Solutions for Class 10 Gujarati
For Class 10 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 10 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these નિબંધલેખન solutions will improve your exam performance.
Class 10 Gujarati નિબંધલેખન GSEB Solutions PDF
નિબંધલેખન કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવાં બાબતો.
- આપેલા બે કે ત્રણ વિષયોના મુદ્દાઓ વાંચી એવો નિબંધ પસંદ કરો કે જેને તમે યોગ્ય ન્યાય આપી શકો.
- યોગ્ય નિબંધ પસંદ કરી, કાચી નોંધરૂપે એને મુદાઓ / પેટામુદ્દાઓમાં વિભાજિત કરો.
- નિબંધની શરૂઆત અનેક રીતે થઈ શકે. તમે. વિષયને અનુરૂપ સુવાક્ય કે કંડિકા પસંદ કરીને નિબંધની શરૂઆતમાં મૂકી શકો.
- શરૂઆતના મુખ્ય મુદ્દાના પેટામુદ્દાઓને ક્રમશઃ લખો. દરેક પેટામુદાને લખતાં નીચેની બાબતો ધ્યાનમાં રાખો:
- વાક્યો ટૂંકાં, સરળ, સચોટ અને તમારા મુદ્દાને યથાર્થ રીતે અભિવ્યક્ત કરતાં હોવાં જોઈએ.
- લેખનરૂઢિ અને લેખનસજ્જતાના તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને, કાળજી તેમજ ચોકસાઈથી લખો. વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરો.
- અક્ષરો સુઘડ, સ્વચ્છ ને સુવાચ્ય, ચેક-ચાક વિનાના હોવા જોઈએ.
- યોગ્ય અલંકારોનો ઉપયોગ, સહજ રીતે થાય તો કરવો.
- એક મુદ્દો પૂરો થતાં પરિચ્છેદ પાડો. પરિચ્છેદમાં વિચારવિકાસને ધ્યાનમાં રાખીને વાક્ય-વાક્ય વચ્ચે અર્થનો મેળ રહે તેમ કરવું.
- તમારા મૌલિક વિચારો, યોગ્ય રીતે વ્યક્ત થાય તે માટે પ્રયત્નશીલ રહેવું.
- એકનો એક મુદ્દો કે વિચાર, પુનરાવર્તન ન પામે તે જોવું. ન સમજાય – એવાં વાક્યો કે ન સમજાય એવા શબ્દોનો ઉપયોગ ન કરવો.
નીચે આપેલા પ્રત્યેક વિષય પર આશરે 250 શબ્દોમાં નિબંધ લખો:
Question 1. વર્ષાઋતુ
મુદ્દાઓ : પ્રસ્તાવના – વર્ષાનું સ્વાગત – અષાઢ મહિનામાં મેઘરાજાની સવારી – શ્રાવણ મહિનામાં મેઘરાજાની ઝરમર વાતાવરણ રમણીય અને કમનીય- ઉપસંહાર
Answer: એક સોહામણી સાંજે મેઘરાજા ગુજરાત પર મન મૂકીને વરસ્યા. એ સાંજે મેઘરાજાએ પ્રજાને પોતાના જળબંબાકાર રૂપનું અનોખું દર્શન કરાવ્યું.
Exam Tip: When writing an essay on a season, start with an introduction, describe the weather changes, how people and nature react, and conclude with the season's beauty.
Answer: સૂરજના આકરા તાપથી ભૂમિ અને ભૂમિવાસીઓ ત્રસ્ત થઈ ગયા હતા. ત્યાં અચાનક આકાશ વાદળોથી ધનધોર છવાઈ ગયું. વીજળીના કડાકા અને વાદળોના ગડગડાટ સાથે વરસાદ તૂટી પડ્યો. વરસાદમાં નદીકિનારે ફરવા નીકળેલા કૉલેજના વિદ્યાર્થીઓ પર વીજળી જોરથી કડાકા સાથે પડી અને એક વિદ્યાર્થિનીનું પ્રાણપંખેરું ઊડી ગયું. બીજાને ધાયલ કરી દીધા.
Exam Tip: Describe specific events and their impacts, ensuring the narrative flows logically from cause to effect.
Answer: જોતજોતામાં મેઘરાજાનું એકચક્રી શાસન શરૂ થયું. નાનીમોટી ગાડીઓ પાણીમાં નાવ બનીને તરવા લાગી. મોટાં તોતિંગ ઝાડ તૂટ્યાં. રસ્તાઓ પર જાણે કાચો પુલ તૈયાર થઈ ગયો.
Exam Tip: Use vivid imagery and metaphors to illustrate the power and effect of natural phenomena.
Answer: સૂસવાટા આગળ છત્રી, રેઇનકોટ કે શણની ગૂણીનું શું ગજું? ખેતરેથી ઘેર પાછા ફરતા ખેડૂતોની ગૂણી માથા પરથી ક્યાંય દૂર ફેંકાઈ ગઈ અને ખેડૂતોને પાણીથી તરબોળ કરી દીધા. શાળાએથી પાછાં ફરતાં બાળકોને તો એ વરસતા વરસાદમાં નહાવાની મજા આવતી હતી.
Exam Tip: Illustrate different perspectives by describing the experiences of various groups of people, like farmers and children.
Answer: કામધંધેથી ઘેર જઈ રહેલા માણસોની હાલત કફોડી થઈ ગઈ. ટેલિફોનો કહ્યા વગર હડતાલ પર ઉતરી ગયા, ઠેરઠેર મોબાઇલ નેટવર્ક પણ ઠબ થઈ ગયા. આથી કુટુંબીજનો ચિંતામાં પડી ગયાં. નીચલા વિસ્તારનાં કેટલાય ધરોમાં મેઘરાજાની અતિ મહેર ભારે પડી ગઈ. તેમનાં ઘર પાણીમાં તરવા લાગ્યાં.
Exam Tip: Detail the immediate practical challenges and inconveniences caused by heavy rain to demonstrate comprehensive understanding.
Answer: ફૂટપાથ પર રહેતા બિચારા ગરીબોની તો એકદમ બૂરી હાલત હતી, પણ આ વખતે સૌથી વધુ ફાયદો હોટલોવાળાને અને સ્ટેશન પરના સ્ટોલવાળાને થયો. રસ્તા પર અટવાઈ ગયેલાઓએ હોટલમાં જઈને પેટની ભૂખ સંતોષી તો સ્ટેશન પરના સ્ટોલવાળાને ત્યાં પ્રવાસીઓની ભીડ જામી.
Exam Tip: Consider the varied impacts of events on different social groups and economic activities.
Answer: આષાઢી સાંજના અંબર ગાજે,
અંબર ગાજે મેઘાડંબર ગાજે.”
Exam Tip: Incorporating relevant poetic lines can enhance the literary quality of an essay.
Answer: આષાઢી મેઘરાજાનું આવું તોફાની અને ભયાનક રૂપ માનવીને કેવાં હેરાન પરેશાન કરી મૂકે છે તે નજરોનજર જોવા મળ્યું. પણ આ જ મેઘરાજા ઝરમર વરસે ત્યારે વાતાવરણ શીતળ થઈ જાય છે. શ્રાવણ મહિનામાં ધીમેધીમે કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય'ની જેમ મેઘરાજાને ઝરમર વરસતા જોઈને કવિ રાજેન્દ્ર શાહની પંક્તિઓ યાદ આવી જાય છે:
Exam Tip: Contrast the severe and gentle aspects of rain, showing different moods of the season.
Answer: "આ શ્રાવણ નીતય સરવડે કોઈ ઝીલોજી,
પેલાં રેલી ચાલ્યાં રૂપ, કોઈ ઝીલોજી"
Exam Tip: Quoting poetry reinforces descriptions and adds an artistic touch to the essay.
Answer: વીણાના તારની જેમ રણઝણતો વરસાદ, મંદમંદ વહેતા પવનની સાથે વાતાવરણમાં ફેલાતી માટીની સુગંધ, વરસાદમાં નહાતાં બાળકોની કિલકિલાટ, ઝીણા ઝરમર વરસે મેહ, ભીંજે મારી ચૂંદલડી' એવું ગાતી નવયૌવનાના ખુશખુશાલ ચહેરાઓ, ગાયોની કોટે બાંધેલી ઘંટડીઓના મધુર અને કર્ણપ્રિય રણકાર વગેરેથી વર્ષની શ્રાવણી સાંજ અતિ રમણીય અને કમનીય લાગે છે.
Exam Tip: Use sensory details (sound, smell, sight) to create a rich and immersive description of the rainy season.
Question 2. વસંત – વનમાં અને જનમાં
મુદ્દાઓ પ્રસ્તાવના – ભારતનો તુક્રમ – વસંતનું માદક વાતાવરણ – વસંત અને માનવજીવન – વસંત – એક અજોડ ઋતુ – ઉપસંહાર
Answer: "આ ડાળડાળ જાણે કે રસ્તા વસંતના;
ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતનાં"
Exam Tip: Begin an essay on spring with a poetic reference to immediately set the mood and theme.
Answer: કુદરતે આપણને ઋતુઓની રમ્ય વિવિધતા બક્ષી છે. શિયાળો, ઉનાળો ને ચોમાસું એ ત્રણ મુખ્ય ઋતુઓ અને હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ આ છ પેટા-ઋતુઓ આપણા જીવનને વિવિધતાથી ભરી દે છે. પ્રત્યેક ઋતુને પોતાનું આગવું સૌંદર્ય હોય છે. તેમાં પણ વસંત તો ઋતુરાજ છે. બધી ઋતુઓમાં વસંતનો વૈભવ સૌથી નિરાળો છે.
Exam Tip: Introduce the essay by discussing the diversity of seasons and highlighting spring's unique position as the "king of seasons."
Answer: શિશિરઋતુ પછી વસંતઋતુનું આગમન થાય છે. વસંતઋતુની શરૂઆતથી જ ધરતીના અંગેઅંગમાં અનેરી સ્ફૂર્તિનો સંચાર થાય છે. પ્રકૃતિને માંડવે વસંતને વધાવવા જાણે ઉત્સવ જેવું વાતાવરણ જામે છે. વાસંતી વાયરાના સ્પર્શથી વૃક્ષો અને વેલાઓમાં નવું ચેતન રેલાય છે. આમ્રઘટામાં મંજરીઓ મહોરી ઊઠે છે. ખાખરાનાં વૃક્ષો પર કેસૂડાંનાં લાલચટક ફૂલો ખીલી ઊઠે છે. કમળનાં ફૂલોથી સરોવરો શોભી ઊઠે છે.
Exam Tip: Describe the arrival of spring and its immediate effects on nature, focusing on new life and vibrant colors.
Answer: આમ, વસંતઋતુમાં ભાતભાતનાં પુષ્પો ખીલે છે. તેમનાં મનમોહક રંગો અને સુગંધ વસંતના અનુપમ સૌંદર્યમાં ઉમેરો કરે છે. ભમરા પોતાના મધુર ગુંજારવથી અને કોયલ તેના કર્ણપ્રિય ટહુકાથી વાતાવરણને ભરી દે છે. ખરેખર, વસંતઋતુમાં પ્રકૃતિનું કામણગારું યૌવન પૂર્ણપણે ખીલી ઊઠે છે.
Exam Tip: Emphasize the beauty of various flowers and the sounds of nature, showcasing spring as a time of full bloom and youth.
Answer: વસંતઋતુ માનવહૃદય પર અનેરું કામણ કરે છે. એની માદક અસરથી માનવમન આનંદવિભોર થઈ જાય છે. આ ઋતુમાં માનવી વિવિધ ઉત્સવો ઉજવીને પોતાનો આનંદ વ્યક્ત કરે છે. આપણા દેશમાં આ ઋતુમાં વસંતપંચમી, હોળી અને ધુળેટીના ઉત્સવો ધામધૂમથી ઊજવાય છે.
Exam Tip: Connect the natural changes of spring to human emotions and cultural celebrations like Vasant Panchami and Holi.
Answer: આ તહેવારોમાં ચોમેર ઊછળતાં અબીલ-ગુલાલમાં જીવનનો ઉલ્લાસ છલકે છે. ઢોલ, ત્રાંસા અને મૃદંગના તાલ સાથે ગવાતાં વસંતનાં ગીતોની મીઠી ધૂન વાતાવરણને અનોખા આનંદથી ભરી દે છે. વસંતનો માદક વૈભવ કવિઓની કલમ અને ચિત્રકારોની પીંછીને સર્જનની અવનવી કેડીઓ તરફ દોરી જાય છે. મનોજ ખંડેરિયાએ વસંતનું આબેહૂબ શબ્દચિત્ર આપ્યું છેઃ
Exam Tip: Describe the joyous atmosphere during spring festivals, including colors, music, and the inspiration it provides to artists.
Answer: મલયાનિલોની પીંછી ને રંગી ફૂલોના લે,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના”
Exam Tip: Using appropriate literary quotes enhances the descriptive power of your essay.
Answer: વસંતઋતુ સાથે અન્ય કોઈ ઋતુની તુલના થઈ શકે નહિ. શરદનું પોતીકું સૌંદર્ય છે એ ખરું, પરંતુ વસંતના પ્રાકૃતિક વૈભવ આગળ એ શીતળ સૌંદર્ય ફિક્કુ લાગે છે. વર્ષાઋતુના વૈભવ કરતાં પણ વસંતનું ઉન્માદક સૌંદર્ય વધારે આકર્ષક લાગે છે.
Exam Tip: Compare spring with other seasons to emphasize its unique charm and superiority in terms of natural beauty.
Answer: વસંતઋતુ સમગ્ર પ્રકૃતિને નવી તાજગી બક્ષે છે. ખરેખર, વસંત ઋતુરાજ છે
Exam Tip: Conclude by reaffirming the essay's main point, emphasizing spring's refreshing effect and its title as the "king of seasons."
Question 3. વૃક્ષ ઉગાડો, પર્યાવરણ બચાવો
મુદ્દાઓ પ્રસ્તાવના – વૃક્ષોની ઉપયોગિતા – વસ્તીવધારા સાથે ઊભા થયેલા પ્રદૂષણના પ્રશ્નો - પ્રદૂષણના પ્રશ્નોનો ઉકેલ અને ઉપસંહાર
Answer: આઝાદી પછીનાં 50 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 102 કરોડ થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક સમસ્યાઓ સર્જાઈ છે. જંગલોનો વિનાશ કર્યો અને ત્યાં સિમેન્ટ, ક્રોંક્રીટનાં જંગલો ઊભાં કર્યા. આથી હવા, પાણી અને અવાજનાં પ્રદૂષણ વધ્યાં છે.
Exam Tip: Begin by linking population growth to environmental degradation, specifically deforestation and increased pollution.
Answer: માનવજીવન ભયમાં મુકાઈ ગયું છે. પ્રદૂષણને નિવારવાના અનેક ઉપાયોમાંનો એક મહત્ત્વનો ઉપાય એટલે વૃક્ષારોપણ અને વૃક્ષોનો ઉછેર. વૃક્ષો વાવો, જીવન બચાવો.
Exam Tip: State the primary solution to environmental issues and use a clear, impactful slogan to reinforce the message.
Answer: વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોનાં લીલાં પાંદડાં પ્રકાશસંશ્વેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે. વૃક્ષો વાદળાને ઠંડાં પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે.
Exam Tip: List the essential benefits of trees, including their role in air purification, desert control, and rainfall generation.
Answer: વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે તેમજ બાળકો રમે છે. વૃક્ષો ધરતીની શોભા વધારે છે. વૃક્ષો વિનાની ધરતી કેશ વિનાના મસ્તક જેવી ઉજ્જડ લાગે છે.
Exam Tip: Highlight the social and aesthetic values of trees, providing examples of who benefits from their presence.
Answer: વૃક્ષો આપણને રંગબેરંગી ફૂલો તથા જાતજાતનાં ફળો આપે છે. વૃક્ષોનાં મૂળિયાં જમીનનું ધોવાણ થતું અટકાવે છે. વૃક્ષો ઇમારતી લાકડું અને બળતણ આપે છે. કેટલાંય વૃક્ષોનાં મૂળિયાં અને પાંદડાં ઔષધિ તરીકે વપરાય છે.
Exam Tip: Enumerate the diverse economic and environmental contributions of trees, from fruits and timber to erosion control and medicinal uses.
Answer: કેટલાંક વર્ષો પૂર્વે આપણા દેશમાં પણ ગાઢ જંગલો હતાં. એ જંગલોમાં અનેક જંગલી પશુઓ વસવાટ કરતાં હતાં. જંગલોથી એ પશુઓનું અને એ પશુઓથી જંગલોનું રક્ષણ થતું. જંગલોથી વાતાવરણમાં ઠંડક રહેતી. હવા શુદ્ધ રહેતી. પુષ્કળ વરસાદ વરસતો. આમ, જંગલો આપણા માટે આશીર્વાદરૂપ હતાં.
Exam Tip: Describe the historical state of forests and their importance for wildlife, climate regulation, and clean air.
Answer: પરંતુ આપણા દેશમાં વસ્તીનો સતત વધારો થતાં વસાહતો, કારખાનાં, સડકો, રેલમાર્ગ વગેરે બનાવવા માટે જમીનની જરૂરિયાત વધતી ગઈ. વળી, બળતણ માટે અને ઘરનું રાચરચીલું બનાવવા માટે લાકડાંની જરૂર પડી. આથી આડેધડ જંગલો કપાતાં ગયાં. પરિણામે જંગલોનો વિસ્તાર ઘટી ગયો. ખેતીલાયક જમીન પણ ઓછી થવા લાગી. જેટલાં વૃક્ષો કપાયાં તેટલા પ્રમાણમાં નવાં વૃક્ષો ઉગાડવામાં આવ્યાં નહિ.
Exam Tip: Explain the reasons behind deforestation, such as population growth, industrialization, and demand for resources, and its negative consequences.
Answer: પરિણામે વરસાદનું પ્રમાણ પણ સતત ઘટતું રહ્યું. ભૂગર્ભજળનું સ્તર સતત નીચું જઈ રહ્યું છે. પરિણામે વાતાવરણમાં પ્રદૂષણ વધતું જ જાય છે.
Exam Tip: Connect deforestation directly to climate changes like reduced rainfall and declining groundwater levels, leading to increased pollution.
Answer: આજે આપણને વૃક્ષોનું મહત્ત્વ સમજાયું છે. સાથે સાથે આપણામાં વસ્તીવિસ્ફોટ પર રાખવાની સભાનતા પણ આવી છે. આથી આપણે કેટલાંક સૂત્રો પ્રચલિત કર્યા છે વૃક્ષો વાવો, જીવન બચાવો', 'વૃક્ષ જતન, આબાદ વતન’, "એક બાળક, એક ઝાડ’ વગેરે. આ બધાં સૂત્રો દ્વારા વૃક્ષોનો મહિમા સૂચવાયો છે.
Exam Tip: Discuss the growing awareness about tree conservation and highlight popular slogans that promote environmental protection.
Answer: 5મી જૂન વિશ્વ પર્યાવરણદિન તરીકે ઊજવાય છે. તે દિવસે વૃક્ષો અને પર્યાવરણના રક્ષણ માટેના ઉપાયોની ચર્ચાવિચારણા થાય છે. તેમાંય વૃક્ષારોપણને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. આપણા દેશમાં વર્ષાઋતુ દરમિયાન વનમહોત્સવ પણ ઊજવાય છે. તે વખતે ખુલ્લી જગ્યામાં, રસ્તાની બન્ને બાજુએ, નિશાળોમાં અને પડતર જમીનમાં વૃક્ષો વાવવામાં આવે છે અને તેમનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવે છે.
Exam Tip: Mention significant environmental days and campaigns like Van Mahotsav, explaining their purpose and activities.
Answer: આવા કાર્યક્રમો યોજવાથી વૃક્ષોની સંખ્યામાં વધારો કરી શકાશે. એના લીધે સૃષ્ટિસૌંદર્યમાં પણ વધારો થશે. વળી, આપણા આજના જટિલ પ્રશ્નો – હવા, પાણી અને અવાજના વધતા જતા પ્રદૂષણને પણ દૂર કરી શકાશે. વૃક્ષો આપણને સંતની જેમ પરોપકારી થવાનો બોધ આપે છે.
Exam Tip: Conclude by summarizing the positive outcomes of tree planting, emphasizing improved environmental quality and the lesson of selflessness from trees.
Answer: આપણે વધુ ને વધુ વૃક્ષો ઉગાડીને પ્રદૂષણને ઘટાડવાનું એટલે કે આપણા પોતાના હિતનું અને પરોપકારનું કામ કરીએ. વૃક્ષો ઉગાડીને આપણી ધરતીમાતાએ આપણા પર કરેલા અનેક ઉપકારનો બદલો વાળી શકીશું.
Exam Tip: End with a call to action, framing tree planting as both a self-beneficial and a philanthropic act, repaying nature's kindness.
Question 4. જીવનમાં રમતગમતનું મહત્ત્વ
મુદ્દાઓ પ્રસ્તાવના – રમતગમત – સહજ તેમજ સ્વાભાવિક – રમતગમતથી સ્વાસ્થની જાળવણી – રમતગમતની મન પર અસર – રમતગમત વડે સ્થપાતાં આંતરરાષ્ટ્રીય સૌહાર્દ અને વિશ્વશાંતિ- ઉપસંહાર
Answer: આપણા જીવનઘડતરમાં અનેક પરિબળો ભાગ ભજવતાં હોય છે. રમતગમત પણ એક અગત્યનું પરિબળ છે.
Exam Tip: Start by establishing sports as a crucial element in personality development, alongside other factors.
Answer: માનવજીવનની શરૂઆત જ રમતગમતથી થાય છે. બાળક ચાલતાં શીખે એટલે રમવાનું શરૂ કરે. સંતાકૂકડી, સાતતાળી અને લંગડી જેવી રમતો રમતાં રમતાં તે ક્રિકેટ, ટેનિસ અને ફૂટબૉલ જેવી રમતો તરફ આકર્ષાય છે.
Exam Tip: Illustrate the natural inclination towards sports from childhood, transitioning from simple games to more organized ones.
Answer: ગામડાંના કિશોરો મહદંશે ગિલ્લીદંડા અને હુતતુ જેવી રમતો રમે છે; જ્યારે શહેરોમાં ક્રિકેટ, હૉકી, ટેનિસ, બૅડમિન્ટન જેવી રમતોનું ચલણ વધુ હોય છે. રમતગમત પ્રત્યે મનુષ્યને સ્વાભાવિક પ્રેમ છે. સભ્યતા અને સંસ્કૃતિના વિકાસની સાથે માનવની ખેલવૃત્તિએ નવી નવી રમતગમતો શોધી કાઢી છે.
Exam Tip: Differentiate between traditional rural games and popular urban sports, highlighting the innate human love for play and its evolution with society.
Answer: રમતગમતથી તંદુરસ્તી મળે છે. રમતગમતના પ્રતાપે અંગેઅંગમાં તાજગી અને ચૈતન્ય ઊભરાય છે.
Exam Tip: Focus on the direct physical benefits of sports, such as improved health, freshness, and vitality.
Answer: સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન નિવાસ કરે છે. સ્વસ્થ મન સદાય આશાભર્યું રહે છે. સાચો રમતવીર જીવનને પણ રમત સમજી ખેલદિલીપૂર્વક જીવે છે.
Exam Tip: Explain the link between physical and mental well-being, emphasizing how a true sportsperson approaches life with sportsmanship.
Answer: રમતગમત દ્વારા યશ અને ધન પણ પ્રાપ્ત થાય છે. કેટલાય ક્રિકેટવીરો ક્રિકેટ મેચની કમાણી વડે સાધનસંપન્ન બની ગયા છે. ફૂટબૉલ, ટેનિસ, બૉક્સિંગ કે કુસ્તી વગેરેની સ્પર્ધાઓમાં વિશેષ સિદ્ધિ મેળવનારા રમતવીરો અઢળક સંપત્તિ પ્રાપ્ત કરે છે.
Exam Tip: Highlight the professional and financial rewards associated with sports, giving examples of successful athletes.
Answer: આજે રમતગમત પ્રત્યેની આપણી દષ્ટિ ખૂબ જ વિશાળ બની ગઈ છે. ક્રિકેટ, હોકી, ફૂટબૉલ અને ટેનિસ જેવી રમતોની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ દ્વારા આજે વિશ્વમાં એકતા અને વિશ્વબંધુત્વની ભાવના વિકસી છે. આમ, વિશ્વશાંતિ માટે રમતગમતનું વિશેષ મહત્ત્વ છે.
Exam Tip: Discuss the broader global impact of international sports, promoting unity and peace among nations.
Answer: ચારિત્ર્યઘડતરમાં પણ રમતગમતનું વિશિષ્ટ સ્થાન છે. શિસ્ત, સાહસ, સંયમ, સહિષ્ણુતા, સહકાર અને ખેલદિલી જેવા ઉત્તમ ગુણો ખીલવવામાં રમતગમત અનન્ય ભાગ ભજવે છે. યુવાપેઢીના વ્યક્તિત્વના ઘડતરમાં રમતગમતનો ફાળો નાનોસૂનો નથી.
Exam Tip: Elaborate on the role of sports in character building, listing specific virtues like discipline, courage, and teamwork that are fostered.
Question 5. પ્રાર્થના -જીવનનું બળ
મુદાઓઃ પ્રસ્તાવના – ઈશ્વરના ઋણી – વિવિધ ધર્મોમાં પ્રાર્થના – પ્રાર્થનાની શક્તિ અને તેનાં ઉદાહરણ – પ્રાર્થનાના સંસ્કાર – ઉપસંહાર
Answer:
Exam Tip: A good introduction should set the stage for the essay by defining prayer's significance as a spiritual force.
Answer: શરીરને સ્વસ્થ રાખવા માટે જેમ સાત્ત્વિક ખોરાક જરૂરી હોય છે, તેમ હૃદય અને મનને સ્વસ્થ અને નિર્મળ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે.
Exam Tip: Draw an analogy between physical nourishment and spiritual nourishment to highlight the necessity of prayer for inner health.
Answer: ઈશ્વરે આપણને મનુષ્યદેહ આપીને આપણા પર મોટો ઉપકાર કર્યો છે. વળી, ઈશ્વર આપણને હવા, પાણી અને પ્રકાશ પૂરાં પાડે છે. હજાર હાથવાળા પ્રભુના ઉપકારનો બદલો વાળવા માટે બે હાથવાળો માનવી સમર્થ નથી. તેથી આપણે ઈશ્વરની સ્તુતિ કરીને તેનો આભાર માનીએ છીએ.
Exam Tip: Express gratitude towards divine blessings and explain that prayer is a way to acknowledge these favors.
Answer: દરેક ધર્મમાં પ્રાર્થનાનું ઘણું મહત્ત્વ છે. ખ્રિસ્તીઓ દેવળમાં જઈને પ્રાર્થના કરે છે. મુસલમાનો દિવસમાં પાંચ વાર નમાજ પઢે છે. હિંદુઓ મંદિરમાં જઈને પૂજા અને ભજનકીર્તન કરે છે.
Exam Tip: Provide examples of prayer practices across different religions to show its universal significance.
Answer: પ્રાર્થનામાં અદ્ભુત શક્તિ રહેલી છે. પ્રાર્થના આપણા હૃદયને શુદ્ધ બનાવે છે. પ્રાર્થના આપણા મનમાંથી મલિન વિચારોને દૂર કરે છે. પ્રાર્થના મનુષ્યને પ્રેમાળ, પરોપકારી, દયાળુ અને સ્વાર્થરહિત બનાવે છે. ખરા હૃદયથી કરવામાં આવતી પ્રાર્થના અશાંતિને દૂર કરે છે.
Exam Tip: Focus on the transformative power of prayer, detailing its psychological and moral benefits in fostering positive traits.
Answer: પ્રાર્થનાથી મનુષ્યને દુઃખનો સામનો કરવાનું બળ મળે છે. પ્રાર્થનાથી મનુષ્ય નમ્ર આપણે આપણા દોષો શોધી શકીએ છીએ.
Exam Tip: Explain how prayer provides strength during adversity and promotes self-reflection and humility.
Answer: ઘણા સંતો અને ભક્તોના જીવનમાં પ્રાર્થના થકી અદ્ભુત ચમત્કારો સર્જાયા છે. ભક્ત ભગવાનને પોકારે ત્યારે તેણે ભક્તની સહાય કરવા આવવું પડે છે. દ્રોપદીની પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ તેને નવસો નવ્વાણું ચીર પૂરાં પાડ્યાં હતાં. સતી સાવિત્રીની પ્રાર્થના વડે તેના પતિને જીવતદાન મળ્યું હતું. ભગવાને પ્રત્યક્ષ હાજર થઈને નરસિંહ મહેતાનાં અનેક કામો કરી આપ્યાં હતાં.
Exam Tip: Illustrate the power of prayer with historical or mythological examples, showing how devotion can lead to miraculous interventions.
Answer: તેણે શામળશા શેઠ નામ ધારણ કરીને નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી હતી તેમજ કુંવરબાઈનું મામેરું કર્યું હતું. બાબર ખુદાની બંદગી કરીને મરણપથારીએ સૂતેલા પોતાના દીકરા હુમાયુને બચાવી શક્યો હતો. મીરાને રાણા દ્વારા આપવામાં આવેલું ઝેર મીરાની પ્રાર્થના અને ભક્તિ વડે અમૃતમાં ફેરવાઈ ગયું હતું.
Exam Tip: Continue providing examples from literature or history that demonstrate the profound impact of sincere prayer.
Answer: પ્રાર્થનાનું આપણા જીવનમાં આટલું બધું મહત્ત્વ હોવાથી આપણે કોઈ પણ શુભ કાર્ય પ્રાર્થનાથી શરૂ કરીએ છીએ. બાળકોમાં પ્રાર્થના કરવાનાં સંસ્કાર કેળવાય તે માટે દરેક શાળામાં નિયમિત પ્રાર્થના કરવામાં આવે છે.
Exam Tip: Explain the cultural practice of initiating important tasks with prayer and the importance of inculcating prayer habits in children through schooling.
Answer: ગાંધીજી પણ સવાર-સાંજ નિયમિત પ્રાર્થના કરતા હતા. ગાંધીજી કહેતા કે, “ઈશ્વરે મારી પ્રાર્થનાનો જવાબ ન આપ્યો હોય એવું કદી બન્યું નથી." ગાંધીજી સાથે અનેક લોકો પ્રાર્થનામાં જોડાતા હતા. પ્રાર્થના મોટેથી ગાઈને અથવા મનોમન પણ કરી શકાય. ભજનકીર્તન અને સત્સંગ એ બધાં પ્રાર્થનાનાં જ વિવિધ સ્વરૂપો છે.
Exam Tip: Use the example of Mahatma Gandhi to emphasize the consistency and efficacy of prayer, and clarify its various forms like chanting and silent meditation.
Answer: આપણે નિયમિત પ્રાર્થના કરવી જોઈએ. આપણે પ્રાર્થના દ્વારા ઈશ્વર પાસે ભૌતિક સુખોની માગણી કરવાને બદલે મનની શાંતિ માગવી જોઈએ. ઉમાશંકર જોશીએ એક કાવ્યમાં કહ્યું છે:
Exam Tip: Conclude by advocating for consistent prayer, emphasizing the pursuit of mental peace over material gains, and referencing a relevant poetic insight.
Answer: "ત્રણ વાનાં મુજને મળ્યાં હૈયું, મસ્તક ને હાથ.
બહુ દઈ દીધું નાથ! જા, ચોથું નથી માગવું."
Exam Tip: Conclude with a powerful quote that embodies the essence of prayer as a means of seeking inner peace and contentment rather than material gains.
Question 6. સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય
મુદ્દાઓ પ્રસ્તાવના – પરિશ્રમનું મહાભ્ય – શાળાઓમાં શ્રમનું ગૌરવશિક્ષિત સમાજની વૃત્તિ – વિદેશોમાં શ્રમનું ગૌરવ – મહાપુરુષોનો શ્રમયજ્ઞ – ઉપસંહાર
Answer: "મેન દિ સિધ્ધતિ કાળ ન મનોરથૈઃ "
Exam Tip: Begin with a relevant proverb or saying that highlights the importance of effort over mere desire.
Answer: કોઈ પણ કાર્ય શ્રમ વિના સિદ્ધ થતું નથી. જંગલના રાજા સિંહને પણ શિકાર કરવા જવું જ પડે છે.
Exam Tip: Emphasize that success requires action, using an analogy of a powerful animal like a lion to illustrate the need for effort.
Answer: કોઈએ ઠીક જ કહ્યું છેઃ "મનુષ્ય મહેનત કર્યા વિના ભોજન ન કરવું જોઈએ.” જે પરિશ્રમ કરે છે તેને જ ભોજન કરવાનો અધિકાર મળે છે. ભગવદ્ગીતામાં પણ શ્રમ કર્યા શ્રમયજ્ઞ કરતા અને તમામ આશ્રમવાસીઓને એ શ્રમયજ્ઞમાં સામેલ કરતા હતા.
Exam Tip: Quote scriptural or philosophical wisdom to underscore the moral justification for labor and the right to its rewards.
Answer: જે વ્યક્તિ કોઈની દયા પર જીવે છે તેને લાંબા ગાળે ઘણું નુકસાન થાય છે. જે વ્યક્તિ શ્રમ-આધારિત જીવન ગુજારે છે તે સુખ અને સંતોષ પામે છે. બાળકોમાં શાળાજીવન દરમિયાન જ, શ્રમ કરવાની ટેવ કેળવાય તે માટે વિદ્યાર્થીઓ પાસે વર્ગસફાઈ, મેદાનની સફાઈ, બાગકામ વગેરે શ્રમની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે વિધાયર્થીઓને સંતોષ તેણે જાબાગ જાતા હતા. શ્રમમાંતરણ ભાજન નહીં લેવાનો અનુરોએ જ.
Exam Tip: Contrast the long-term benefits of self-reliance through labor with the drawbacks of dependence, and highlight the importance of instilling work ethic in children.
Answer: સમાજનો શિક્ષિત વર્ગ મોટે ભાગે શ્રમથી દૂર ભાગે છે. આવા લોકો પરિશ્રમ વિશે આલંકારિક ભાષામાં સુંદર લેખ લખી શકે, પરંતુ વાસ્તવિક જીવનમાં તે શ્રમ કરવાનું પસંદ કરતા નથી. લોકો કડિયા, સુથાર, લુહાર, દરજી કે ખેડૂતના શ્રમને આજે પણ હલકું કામ સમજે છે. ઑફિસમાં અધિકારીઓ અને કારકુનો ખુરશીમાં બેઠાંબેઠાં પોતાનાં કાય બીજા લોકો પાસે કરાવવામાં જ પોતાની મહત્તા સમજે છે.
Exam Tip: Critically analyze societal attitudes towards manual labor, particularly among the educated class, and challenge the notion of certain professions being "inferior."
Answer: શારીરિક શ્રમ પ્રત્યેની સૂગ એ આપણા દેશનું મોટામાં મોટું દૂષણ છે. શારીરિક શ્રમ કરવાથી સ્વાથ્ય સારું રહે છે. બેઠાડુ જીવન જીવનાર વ્યક્તિઓ અનેક રોગોના ભોગ બને છે; આવા લોકો તન અને મનથી સ્વસ્થ રહી શકતા નથી.
Exam Tip: Identify the aversion to physical labor as a societal flaw and explain its negative consequences on health and overall well-being.
Answer: વિદેશોમાં શ્રમની બાબતે આપણા દેશ કરતાં જુદી પરિસ્થિતિ છે. ત્યાં શ્રમનું ગૌરવ કરવામાં આવે છે. ત્યાં દરેક વ્યક્તિ પોતાનું કામ જાતે જ કરે છે. ઘરકામ માટે લોકો ભાગ્યેજ નોકર-ચાકર રાખે છે. અમેરિકામાં દરેક જણ પોતાની ગાડી જાતે જ ધુએ છે.
Exam Tip: Compare the work ethic in Western countries with India, highlighting the cultural difference in valuing self-reliance and manual tasks.
Answer: વિદેશમાં કોઈ કામને નાનું કે હલકું ગણવામાં આવતું નથી. ત્યાં જો કોઈ વ્યક્તિ પોતાનું કામ જાતે ન કરે તો તેનો રોજિદા જીવનવ્યવહાર જ ખોરવાઈ પડે. આપણા દેશમાંથી પરદેશ ગયેલા ઘણા લોકો હૉટલમાં કપરકાબી ધોવાથી માંડીને શેરીઓ વાળવા સુધીનાં કામો પણ કરે છે.
Exam Tip: Emphasize the dignity of labor abroad and how it contrasts with the attitudes often found in India, even among expatriates.
Answer: વિદેશ ગયેલો ભારતીય નાગરિક ત્યાં શારીરિક શ્રમ કરે છે, પણ એ અહીં પરત આવે ત્યારે વળી પાછો “શેઠ થઈ જાય છે.
Exam Tip: Note the hypocrisy of some Indian expatriates who adopt a different work ethic when abroad but revert to traditional attitudes upon returning home.
Answer: પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ દ્વારા સ્થાપવામાં આવેલી આશ્રમશાળાઓમાં શ્રમનો ખૂબ મહિમા હતો. આપણા દેશના ઘણા મહાપુરુષોએ શ્રમનું વિશેષ ગૌરવ કર્યું છે. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ, વિનોબા ભાવે, રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા વગેરેએ તેમના જીવનમાં સાદાઈ અને શ્રમને જ પ્રાધાન્ય આપ્યું છે.
Exam Tip: Trace the historical and philosophical roots of labor's importance in India, citing examples of revered figures who championed simplicity and hard work.
Answer: કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. આપણે પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શથી જ સુખી થઈ શકીએ. આથી આપણે શ્રમ કરવા માટે હરહંમેશ તત્પર રહેવું જોઈએ.
Exam Tip: Conclude by asserting that hard work is indispensable for achieving happiness and success, and encourage a constant readiness to labor.
Question 7. મારા પ્રિય સર્જક
મુદ્દાઓ પ્રસ્તાવના – પ્રિય સર્જક – મેધાણી – જન્મ અને જીવન – પધક્ષેત્રે તેમનું પ્રદાન – ઉપસંહાર
Answer: ગુજરાતી સાહિત્ય અતિ સમૃદ્ધ છે. તેમાં ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર. મનુભાઈ પંચોળી, રમણલાલ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, ચુનીલાલ મડિયા, ઉમાશંકર જોશી, સુન્દરમ જેવા અનેક લેખકો અને કવિઓ થઈ ગયા છે. તેમણે ગદ્ય પધક્ષેત્રે અતિ સુંદર ખેડાણ કરીને ગુજરાતી સાહિત્યની ઉત્તમ સેવા કરી છે.
Exam Tip: Introduce the essay by acknowledging the richness of Gujarati literature and mentioning several prominent writers who have contributed significantly.
Answer: મારા પ્રિય લેખક ઝવેરચંદ મેઘાણી છે. તેમણે સોરઠની ધરતી ખૂંદી વળીને સૌરાષ્ટ્રના લોકસાહિત્યનું સંપાદન કર્યું છે.
Exam Tip: Clearly state your favorite author and briefly mention their most significant contribution, like Zaverchand Meghani's work in Saurashtra folk literature.
Answer: ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રના બગસરા ગામના વતની હતા. તેમનો જન્મ ઈ. સ. 1897માં થયો હતો. તેમણે સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની કલમ ચલાવીને ગુજરાતને ઉત્તમ સાહિત્યની ભેટ આપી છે. વીરતા અને દેશભક્તિની પ્રેરણા આપતાં તેમનાં કાવ્યોનો સંગ્રહ એટલે યુગવંદના'.
Exam Tip: Provide essential biographical details such as birth year and birthplace, and highlight key literary works or collections, like 'Yugvandana'.
Answer: તેઓ બુલંદ કંઠે ગાઈ પણ શકતા. મુંબઈના રસ્તાઓ ઉપર એમને કાવ્ય ગાતા સાંભળવા પુષ્કળ માનવમેદની એકઠી થતી. એમને લીધે મુંબઈના રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ જતો. તેમની રાષ્ટ્રભક્તિ જોઈને ગાંધીજીએ તેમને “રાષ્ટ્રીય શાયર'નું બિરુદ આપ્યું હતું.
Exam Tip: Describe the author's unique qualities and public reception, including anecdotes that demonstrate their impact, like being named "Rashtriya Shayar" by Gandhiji.
Answer: જેમ પન્નાલાલ પટેલે ઈશાનિયા પ્રદેશની તળપદી બોલીમાં મળેલા જીવ’, “માનવીની ભવાઈ' જેવી યશસ્વી નવલકથાઓ લખી છે; તેમ ઝવેરચંદ મેઘાણીએ સોરઠી ભાષામાં “સોરઠ તારાં વહેતાં પાણી', વેવિશાળ' અને 'તુલસીક્યારો' જેવી નવલકથાઓ આપી છે.
Exam Tip: Compare the author's work with other famous Gujarati writers, highlighting their specific contributions to different literary forms and regional dialects.
Answer: આ નવલકથાઓમાં આપણને સોરઠની તળપદી બોલીની મીઠાશ માણવા મળે છે. તેમણે ટૂંકી વાર્તા, નાટક અને ચરિત્ર જેવા સાહિત્યપ્રકારોમાં પણ નોંધપાત્ર ખેડાણ કર્યું છે. તેમણે ગુજરાતના મૂકસેવક પૂ. શ્રી રવિશંકર મહારાજના અનુભવોને એમના મુખેથી સાંભળીને તેને “માણસાઈના દિવા' નામના પુસ્તકમાં કલાત્મક રીતે રજૂ કર્યા છે.
Exam Tip: Discuss the unique linguistic flavor of the author's novels and their significant work in other genres like short stories, plays, and biographies, especially 'Manasaian Diva'.
Answer: ઝવેરચંદ મેઘાણીએ સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે. સૌરાષ્ટ્રના લોકસાહિત્યના સંશોધન-સંપાદનનું કાર્ય એમણે ખૂબ નિષ્ઠાપૂર્વક કર્યું છે. તેમણે ગામડેગામડે ફરીને લોકગીતો અને લોકકથાઓનું સાહિત્ય એકઠું કર્યું છે અને તેને જુદાજુદા અનેક ગ્રંથોમાં પ્રગટ કર્યું છે. સોરઠી સ્ત્રી-પુરુષોમાં રહેલી મર્દાનગી, પ્રામાણિકતા અને ખાનદાનીના ગુણોની કથાઓ એટલે 'સૌરાષ્ટ્રની રસધાર'.
Exam Tip: Emphasize the author's dedication to researching and compiling folk literature, explaining how their collection 'Saurashtra ni Rasdhar' captures the regional culture and virtues.
Answer: આ વાર્તાઓ દ્વારા આપણને સૌરાષ્ટ્રની ખમીરવંતી પ્રજાનો અને ત્યાંની બળકટ લોકભાષાનો પરિચય થાય છે. મેધાણીએ તેમાં સૌરાષ્ટ્રની બોલીના લહેકા અને લઢણોનો તથા દુહાઓનો સમાવેશ કરીને એમાં અસલ વાતાવરણ જમાવ્યું છે. તેમણે આવી સુંદર વાર્તાઓ દ્વારા આપણને સહજ રીતે મૂલ્યવાન બોધ આપ્યો છે. તેમની વાર્તાઓ આપણને બહાદુરી, હિંમત, સ્વદેશાભિમાન અને માણસાઈ જેવા ગુણોનો પ્રત્યક્ષ પરિચય કરાવે છે.
Exam Tip: Explain how the author's stories introduce readers to the resilient people and dialect of Saurashtra, imparting valuable lessons in bravery, pride, and humanity.
Answer: ઈ. સ. 1947માં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું આ ભાઈ જે થયું પણ તેઓ પોતાના અમર સાહિત્યને લીધે. સદાય યાદગાર રહેશે. ગુજરાતની કદરદાન જનતા તેમને કદી ભૂલી શકશે નહિ.
Exam Tip: Conclude by reflecting on the author's enduring legacy and how their immortal literary contributions ensure they will always be remembered by the people of Gujarat.
Question 8. મારું પ્રિય પુસ્તક
મુદાઓઃ પ્રસ્તાવના – પ્રિય પુસ્તક ગીતાનો પરિચય, પૂર્વકથા-પુસ્તકમાં રહેલો બોધ – પુસ્તકની વિશેષતા ઉપસંહાર
Answer: સારાં પુસ્તકોનું વાંચન આપણા જીવનને ઉન્નત બનાવે છે. સારા પુસ્તકો મિત્ર, ગુરુ અને ભોમિયાની ગરજ સારે છે. આથી હું હંમેશાં સારાં પુસ્તકો મારી પાસે રાખું છું. મેં મારી રુચિ પ્રમાણે કેટલાંક પુસ્તકોનું વાંચન અને મનન કર્યું છે. એ બધાં પુસ્તકોમાં “શ્રીમદ્ ભગવદ્ગીતા"નું પુસ્તક મને ખૂબ જ પ્રિય છે.
Exam Tip: Begin the essay by highlighting the uplifting power of good books and introducing your favorite book, the Bhagavad Gita, as a guide.
Answer: બાઇબલ ખ્રિસ્તી ધર્મનું પુસ્તક છે; કુરાન મુસલમાનોનું ધાર્મિક પુસ્તક છે; તેમ શ્રીમદ્ ભગવદ્ગીતા, રામાયણ અને મહાભારત હિંદુઓનાં ધાર્મિક પુસ્તકો છે. રામાયણમાં રામની કથા આવે છે. તેમાં રામરાજ્યની વાત રજૂ કરવામાં આવી છે. મહાભારતમાં પાંડવો અને કૌરવોના મહાયુદ્ધની કથા છે. આ બંને પુસ્તકો આપણા માર્ગદર્શક બની શકે તેમ છે.
Exam Tip: Compare and contrast the Bhagavad Gita with other religious texts, emphasizing its significance within Hindu scriptures and its role as a moral guide.
Answer: પરંતુ નાની હોવા છતાં અત્યંત પ્રેરણાદાયક એવી શ્રીમદ્ ભગવદ્ગીતા મારું અત્યંત પ્રિય પુસ્તક છે. તેમાં વિષ્ણુનો અવતાર ગણાતા ભગવાન શ્રીકૃષ્ણ અઢાર અધ્યાયમાં અર્જુનને જીવન, મૃત્યુ અને જગત વિશે તાત્ત્વિક બોધ આપ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણના મુખે ગવાયેલા શ્વોકો અને તેમાં રજૂ થયેલા સરળ જીવનબોધને લીધે તે મારું પ્રિય પુસ્તક બની ગયું છે.
Exam Tip: Explain why the Bhagavad Gita is your favorite book, focusing on its profound philosophical teachings on life, death, and existence, delivered by Lord Krishna.
Answer: પાંડવો અને કૌરવો વચ્ચે રાજ્યની વહેંચણી અંગે ખટરાગ ઊભો થયો હતો. બાર વર્ષના વનવાસ અને એક વર્ષના અજ્ઞાતવાસ પછી પણ દુર્યોધને પાંડવોને તેમનું રાજ્ય પાછું આપવાની સાફ ના પાડી દીધી. પાંડવો તરફથી કરવામાં આવેલા સંધિના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા. સંધિનો સંદેશ લઈને હસ્તિનાપુરમાં ગયેલા શ્રીકૃષ્ણનું પણ દુર્યોધને અપમાન કર્યું. છેવટે પાંડવોને હવે તો યુદ્ધ એ જ કલ્યાણ'નો માર્ગ અપનાવવો પડ્યો.
Exam Tip: Provide the historical context of the Mahabharata war, explaining the conflict between Pandavas and Kauravas and the events leading to the battle.
Answer: પાંડવો અને કૌરવોની સેના કુરુક્ષેત્રના મેદાન પર સામસામે ગોઠવાઈ ગઈ. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના રથના સારથિ બન્યા. યુદ્ધના મેદાન પર પાંડવોની સામે ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ, વડીલો, કાકા, મામા, મિત્રો, સસરા વગેરેને લડવા માટે ઊભેલા જોઈને અર્જુન હતાશ થઈ જાય છે. એ યુદ્ધ કરવાની ના પાડે છે શસ્ત્રો હેઠાં મૂકી દે છે. તે કહે છે કે “સ્વજનોને મારીને મને સ્વર્ગનું રાજ્ય મળવાનું હોય તો તે પણ મારે જોઈતું નથી.”
Exam Tip: Detail the pivotal moment on the battlefield where Arjuna, seeing his kin in the opposing army, experiences moral dilemma and refuses to fight.
Answer: અર્જુનને સગાં-સંબંધીઓથી મોહ ઉત્પન્ન થયેલો જોઈને ભગવાન શ્રીકૃષ્ણ તેને બોધ આપે છે. આ બોધનું પુસ્તક એટલે શ્રીમદ ભગવદ્ગીતા. તેમાં તે અર્જુનને નિમિત્ત માત્ર હોવાનું કહે છે.
Exam Tip: Explain that the Bhagavad Gita contains Lord Krishna's divine counsel to Arjuna, guiding him through his ethical crisis.
Answer: તે અર્જુનને જ્ઞાનયોગ, ભક્તિયોગ બોધ આપે છે.
Exam Tip: Specify the main paths of spiritual knowledge, such as Jnana Yoga and Bhakti Yoga, taught by Krishna to Arjuna.
Answer: બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો દર્શાવવામાં આવ્યાં છે. શ્રીકૃષ્ણ ફળની અપેક્ષા રાખ્યા વિના નિષ્કામ કર્મ કરવાનું જણાવે છે. વળી, તે રાગ અને દ્વેષથી પર રહેવાનું પણ કહે છે. એને અનાસક્તભાવે લડવાનું કહે છે. ગીતાનાં ટૂંક ટૂંકાં સરળ વાક્યો આપણને સુંદર જીવનબોધ આપી જાય છે. જેમ કે યોગ: કર્મસુ કૌશત સ્વધર્ષે નિધનં શ્રેયઃ પર મચાવડા વગેરે.
Exam Tip: Discuss the concept of 'Sthitaprajna' and the importance of selfless action (Nishkama Karma) and detachment from results, as taught in the Gita.
Answer: શ્રીમદ્ ભગવદ્ગીતાના શ્વોકો સરળ રીતે યાદ રાખીને તેનું પઠન થઈ શકે છે અને ગાઈ પણ શકાય છે. આ શ્વોકોનો ગુજરાતી અનુવાદ વાંચતાં ગીતાનું તત્ત્વજ્ઞાન સારી રીતે સમજી શકાય છે. દુનિયાના શ્રેષ્ઠ ગ્રંથોમાં તેને સ્થાન મળ્યું છે. દુનિયાની બધી જ ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે.
Exam Tip: Highlight the accessibility of the Gita's verses for memorization and recitation, and its universal recognition and translation into many languages.
Answer: અમારા ઘરમાં મારા દાદાજી અને મારા પિતાજી દરરોજ ગીતાના એક અધ્યાયનો પાઠ કરે છે. હું પણ છેલ્લાં બે વર્ષથી રોજ ગીતાના એક અધ્યાયનો પાઠ કરું છું. મને ગીતાના કેટલાક શ્વોકો મોઢે થઈ ગયા છે. ગીતાની મહત્તા સમજાવતાં એક સંસ્કૃત કવિએ કહ્યું છે કે, નીતા સુનીતા શર્તવ્યા નિમઃ શાસ્ત્રવિતંડા અર્થાત્ ગીતાને જ સારી રીતે ગાવી જોઈએ, બીજા અનેક શાસ્ત્રોનો અભ્યાસ કરવાની કોઈ જરૂર નથી.
Exam Tip: Share personal experiences of reading the Gita and its impact, and reinforce its importance with a quote about its supreme value among scriptures.
Question 9. મારો પ્રિય તહેવાર
મુદ્દાઓ પ્રસ્તાવના – આપણા તહેવારો – નવરાત્રિનું ધાર્મિક મહત્ત્વ – નવરાત્રિની ઉજવણી – તહેવાર પ્રિય હોવાનું કારણ અને ઉપસંહાર
Answer: દરેક દેશની પ્રજાને પોતાના આગવા તહેવારો હોય છે. સંસ્કૃતમાં કહ્યું છે: ‘ત્સવા રવ7 પ્રિયા માનવી' – પ્રજા ખરેખર ઉત્સવપ્રિય હોય છે. તેમાંયે ભારતના લોકોને તહેવારોની ઉજવણી કરવાનું સૌથી વધારે ગમે છે. એકધારા જીવનથી આપણે કંટાળીએ નહિ તે માટે તહેવારોનું આયોજન કરવામાં આવેલું છે.
Exam Tip: Start the essay by establishing the universal appeal of festivals and their role in breaking monotony, especially in India.
Answer: આપણે વર્ષ દરમિયાન જન્માષ્ટમી, ગણેશચતુર્થી, પર્યુષણ, સ્વાતંત્ર્યદિન, પ્રજાસત્તાકદિન, નવરાત્રિ, દશેરા, દિવાળી, ઉત્તરાયણ, શિવરાત્રિ, રામનવમી, નાતાલ, હોળી, ઈદ વગેરે તહેવારો ઉજવીએ છીએ. આટલા બધા તહેવારો દુનિયાના બીજા કોઈ દેશમાં ઉજવાતા જોવા નહિ મળે.
Exam Tip: List a variety of Indian festivals, demonstrating the country's rich cultural diversity and the sheer number of celebrations.
Answer: ધાર્મિક તહેવારો આપણી ધર્મભાવનાને પોષે છે. સામાજિક તહેવારો આપણા અરસપરસના સંબંધોમાં મીઠાશ લાવે છે. રાષ્ટ્રીય તહેવારો આપણી રાષ્ટ્રભાવનાને વિકસાવે છે. મને ધાર્મિક તહેવારો ગમે છે, અને એમાંય નવરાત્રિ એ મારો પ્રિય તહેવાર છે.
Exam Tip: Categorize festivals by their nature (religious, social, national) and explain their respective benefits, then introduce your favorite festival.
Answer: નવરાત્રિનો તહેવાર આસો સુદ એકમથી આસો સુદ નોમ ઉજવણી . ઊજવાય છે. આત જ અને પાછળ એક ધાર્મિક માન્યતા રહેલી છે. દેવોને રંજાડનારા મહિષાસુરને મારવા અંબામાતાએ તેની સાથે નવ નવ દિવસ સુધી યુદ્ધ કર્યું હતું. દસમા દિવસે મહિષાસુરનો વધ થયો. તેની ખુશીમાં માતાજીને હાથે નવરાત્રિ ઊજવાય છે.
Exam Tip: Explain the mythological significance of Navratri, detailing the story of Goddess Amba and Mahishasura, and the duration of the festival.
Answer: મહિષાસુરના વિનાશમાં માનવીની અ રહેલા પરિપુ(છ શત્રુ) કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરનો નાશ કરવાનો ગૂઢાર્થ પણ રહેલો છે. નવરાત્રિ વિશે બીજી પણ એક માન્યતા પ્રચલિત છે: ત્રેતાયુગમાં ભગવાન રામે રાક્ષસરાજ રાવણ સાથે યુદ્ધ કરી તેનો સંહાર કર્યો હતો. તેની યાદમાં નવરાત્રિનો તહેવાર ઊજવવામાં આવે છે.
Exam Tip: Discuss the symbolic meaning behind the victory over Mahishasura, representing the triumph over internal vices, and mention another mythological context like Rama's victory over Ravana.
Answer: આસુરી (અસત્ય) તત્ત્વો સામે દેવી (સત્ય) તત્ત્વોનો વિજય થયો. આથી લોકો નવ દિવસ સુધી શક્તિની આરાધના કરે છે. કેટલાક લોકો નવેનવ દિવસ નકોરડા ઉપવાસ કરે છે. આઠમના દિવસે માતાજીને નૈવેધ ધરાવે છે. લોકો નોમને દિવસે હવન પણ કરે છે. નવનવ દિવસ સુધી અનેરું ધાર્મિક વાતાવરણ સર્જાય છે.
Exam Tip: Explain the spiritual significance of Navratri as the worship of divine power and the triumph of good over evil, detailing the associated rituals like fasting and offerings.
Answer: નવરાત્રિમાં ઠેરઠેર મંડપો બાંધવામાં આવે છે. આ મંડપોમાં માતાજીની સ્થાપના કરવામાં આવે છે. તેમાં દીવો અને ધૂપ કરવામાં આવે છે. શ્રદ્ધા અને ભક્તિપૂર્વક માતાજીની આરતી કરવામાં આવે છે. આરતીને અંતે પ્રસાદ વહેંચાય છે. માતાજીના ગરબા ગવાય છે. ગામડાઓમાં અને શહેરની પોળોમાં ઠેરઠેર પરંપરાગત શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે.
Exam Tip: Describe the vibrant public celebrations during Navratri, including setting up marquees, idol installation, aarti, and traditional Garba dances in villages and cities.
Answer: જોકે શહેરોમાં નવરાત્રિના તહેવારમાં વેપારી વૃત્તિ પેસી ગઈ છે. ઠેકઠેકાણે સંગીતમંડળીઓને બોલાવવામાં આવે છે. ગાયક કલાકારો મધુર કંઠે ગરબા અને રાસ જ નહિ, ફિલ્મી ગીતો પણ ગાય છે.
Exam Tip: Acknowledge the commercialization of Navratri in urban areas, noting the shift towards professional performances and modern music alongside traditional forms.
Answer: એમના સહાયકો વાજિત્રોના સૂર અને તાલની રમઝટ જમાવે છે. યુવાનો, યુવતીઓ અને બાળકો સુંદર વેશભૂષામાં સજ્જ થઈને ગરબે ઘૂમે છે.
Exam Tip: Describe the lively musical accompaniment and the enthusiastic participation of youth and children in traditional attire during Garba.
Answer: રોશનીની ઝાકમઝોળ અને યુવાનોની દાંડિયારાસની રમઝટ જોવા લોકોના ટોળેટોળાં ઉમટે છે. મોડી રાત સુધી દાંડિયારાસની રમઝટ જામે છે. ગરબાના રસિયાઓમાં અભૂતપૂર્વ હર્ષોલ્લાસ જોવા મળે છે. ગુજરાતના ગરબા દેશ અને દુનિયામાં ખૂબ જાણીતા છે.
Exam Tip: Emphasize the festive atmosphere created by lights and enthusiastic participation in Dandiya-Raas, and note the global recognition of Gujarati Garba.
Answer: મને પણ ગરબે ઘૂમવાનો અને દાંડિયારાસનો ખૂબ શોખ છે. ભારતીય તહેવારોમાં વિશિષ્ટ મહત્તા ધરાવતો “નવરાત્રિ' મારો અતિ પ્રિય તહેવાર છે. હું મારી બહેનપણીઓ સાથે ગરબાહરીફાઈમાં પણ ભાગ લઉં છું. આવી ઘણી સ્પર્ધાઓમાં મને ઇનામ પણ મળ્યાં છે. મને ઘણી વાર એવો વિચાર આવે છે કે નવરાત્રિનો તહેવાર વારંવાર આવતો હોય તો કેવું સારું?
Exam Tip: Personalize the essay by expressing your own love for Garba and Navratri, including participation in competitions and a wish for more frequent celebrations.
Question 10. સ્વચ્છતા
મુદ્દાઓ પ્રસ્તાવના – શરીરની સ્વચ્છતા – ઘર અને મહોલ્લાની સ્વચ્છતા અંગેના પ્રયત્નો – ગામડાં અને શહેરોની સ્થિતિ – ગાંધીજીના સ્વચ્છતા અંગેના પ્રયત્નો – સ્વચ્છતાની જવાબદારી – વિદેશોમાં સ્વચ્છતા ઉપસંહાર
Answer: આપણા જીવનમાં સ્વચ્છતાનું ઘણું મહત્ત્વ છે. જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા. જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, જ્યાં સ્વચ્છતા ત્યાં દિવ્યતા, જ્યાં સ્વચ્છતા ત્યાં તંદુરસ્તી. આ સૂત્રો આપણે જીવનમાં વણી લેવાં જોઈએ. ગાંધીજીએ તો આગળ વધીને “સ્વચ્છતા ત્યાં પ્રભુતા' એવું સૂત્ર આપ્યું.
Exam Tip: Begin by stressing the fundamental importance of cleanliness in life, linking it to beauty, purity, divinity, and health, and quoting Gandhiji's famous slogan.
Answer: શરીરની તંદુરસ્તી માટે શરીરની સ્વચ્છતા ખૂબ જરૂરી છે. આપણે આંખ, કાન, નાક, ચામડી, વાળ, નખ, દાંત વગેરે અવયવોને સ્વચ્છ રાખવાં જોઈએ. સ્નાન કરતી વખતે શરીરનાં બધાં અંગોની સારી રીતે સફાઈ કરવી જોઈએ. આપણાં કપડાં પણ સ્વચ્છ હોવાં જોઈએ.
Exam Tip: Detail the aspects of personal hygiene, including cleaning all body parts and wearing clean clothes, for maintaining physical health.
Answer: સ્વચ્છ શરીર અને સ્વચ્છ કપડાં આપણા મનને સ્વસ્થ રાખે છે. આથી આપણું શરીર તાજગી અનુભવે છે અને આપણા ઉત્સાહમાં વધારો થાય છે.
Exam Tip: Explain the psychological benefits of cleanliness, such as a healthy mind, feeling refreshed, and increased enthusiasm.
Answer: જાહેર આરોગ્ય માટે ઘર અને મહોલ્લાની નિયમિત સફાઈ થવી 3 જરૂરી છે. આપણે આપણા ઘરનાં બારીબારણાં, ભોંયતળિયું, છત, ? દીવાલો વગેરેની નિયમિત સફાઈ કરવી જોઈએ. ઘર સુંદર હોય અને તેમાં સુંદર રાચરચીલું વસાવેલું હોય પરંતુ તેને સ્વચ્છ રાખવામાં આવતું હું ન હોય તો તે સુંદર લાગતું નથી. ઘરની આસપાસનો વિસ્તાર પણ સ્વચ્છ રાખવો જોઈએ.
Exam Tip: Extend the concept of cleanliness to the public sphere, emphasizing regular cleaning of homes and surroundings for public health and aesthetic appeal.
Answer: ક્યાંય ગંદકી કે કચરાના ઢગલા ન થવા દેવા જોઈએ. કચરાના ઢગલામાંથી દુર્ગંધ પ્રસરે છે અને જંતુઓ ઉત્પન્ન થાય છે. તેનાથી રોગચાળો ફેલાય છે. બધે કચરાપેટીઓની સગવડ કરી તેમાં જ કચરો નાખવો
Exam Tip: Discuss the health hazards associated with uncleanness, such as foul odors, germ breeding, and disease outbreaks, and advocate for proper waste disposal.
Answer: જોઈએ.
Exam Tip: Emphasize the importance of disposing waste properly in designated bins to maintain a clean environment.
Answer: આપણો દેશ ગામડાઓનો બનેલો છે. લોકોમાં કેળવણીના અભાવે ઘણાં ગામડાંમાં ગંદકીનો પાર હોતો નથી. લોકોના ઘરનાં આંગણાં જ 3 ઉકરડા બની જાય છે. લોકો ખુલ્લામાં કુદરતી હાજતે જાય છે. તેથી ત્યાં માખી અને મચ્છરનો બેસુમાર ઉપદ્રવ થાય છે. લોકો ગમે ત્યાં થૂકે છે અને પોતાનું નાક સાફ કરે છે. આથી ગામડાના લોકો અનેક રોગોના ભોગ બની જાય છે. શહેરની ચાલીઓ અને પોળોમાં પણ લગભગ આવી જ સ્થિતિ પ્રવર્તે છે.
Exam Tip: Describe the sanitation issues prevalent in rural and congested urban areas due to lack of education and proper facilities, leading to health problems.
Answer: ગાંધીજીએ સફાઈને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. તેમણે રૂ આશ્રમવાસીઓને સ્વચ્છતાના પાઠ શીખવ્યા હતા. આથી આશ્રમવાસીઓ રોજ સવારે સમૂહમાં સફાઈકામ કરતા. એમની સાથે ગાંધીજી પણ સફાઈકામમાં જોડાતા. કેટલીક નિશાળોમાં શિક્ષણકાર્યની શરૂઆતમાં સફાઈનો કાર્યક્રમ રાખવામાં આવે છે. “ન તાલીમ સારું સે શુક હોતી એ બુનિયાદી શિક્ષણનું સૂત્ર છે.
Exam Tip: Highlight Mahatma Gandhi's emphasis on cleanliness, citing his personal example and the implementation of sanitation programs in ashrams and schools.
Answer: વળી, શ્રમશિબિરો અને સામૂહિક સફાઈ એ આપણી આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાનો મહાન યજ્ઞ છે. એ યજ્ઞકાર્યમાં સહુ જોડાય એ મહત્ત્વનું છે. સ્વચ્છતા જાળવવાની જવાબદારી ગામડાંમાં પંચાયતોની અને શહેરોમાં સુધરાઈની હોય છે.
Exam Tip: Emphasize collective responsibility and community participation in cleanliness drives, and define the roles of local governing bodies.
Answer: તેઓ પોતાની જવાબદારી નિભાવે પણ છે. અનેક કર્મચારીઓ અને સફાઈ-કામદારો સફાઈ જાળવવાના કામે લાગે છે. સફાઈની આ પ્રવૃત્તિમાં લોકોનો સાથસહકારીઓ અને સફાઈ-ફામ સરકાર અને એટલો જ જરૂરી છે. લોકો જાગ્રત હોય તો જ સ્વચ્છતા જાળવી શકાય.
Exam Tip: Acknowledge the efforts of sanitation workers and stress the necessity of public cooperation for effective cleanliness maintenance.
Answer: અમુક દેશોમાં સ્વચ્છતા અંગે સરકાર અને પ્રજા ખૂબ સભાન અને જાગ્રત હોય છે. ત્યાં ક્યાંય ગંદકી જોવા મળતી નથી. માખી મચ્છરનું તો નામનિશાન પણ હોતું નથી. અમેરિકામાં એક વાર ફળના કરંડિયામાંથી એક માખી મળી આવી ત્યારે એ સમાચાર ટીવી પર પ્રસારિત થયા હતા. આ બનાવ અંગે ઊંડી તપાસ પણ કરવામાં આવી હતી. સ્વચ્છતા અને આરોગ્ય વિશે આવી જાગૃતિ હોય ત્યાં જ સ્વાથ્યની યોગ્ય જાળવણી થઈ શકે.
Exam Tip: Provide examples of countries with high standards of cleanliness, illustrating the combined efforts of government and citizens, and connecting it to public health.
Answer: આપણી સરકાર ટીવી, રેડિયો અને વર્તમાનપત્રો જેવાં પ્રસાર માધ્યમો દ્વારા લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા માટે ઘણા પ્રયત્નો કરે છે. આવા કાર્યક્રમોની લોકો પર સારી અસર થાય છે, સાથેસાથે સ્વચ્છતા જાળવવા અંગેના નિયમો ઘડીને સરકારે તેનો સખતાઈથી અમલ પણ કરાવવો જોઈએ. સફાઈ-ઝુંબેશ દ્વારા પણ લોકજાગૃતિ લાવી શકાય. ઠેરઠેર સ્વચ્છતા વિશે સુંદર સૂત્રો લખાવીને પણ લોકજાગૃતિનું કામ કરી શકાય છે.
Exam Tip: Discuss the role of media in raising awareness about cleanliness and suggest government enforcement of sanitation rules and public campaigns to promote hygiene.
Question 11. ધરતીનો છેડો ઘર
મુદાઓઃ પ્રસ્તાવના – ઘર એક આશ્રયસ્થાન – ઘર કોને ન કહેવાય?- ધરતીનો છેડો ઘર' એ ઉક્તિનું રહસ્ય – ઉપસંહાર
Exam Tip: The introduction should clarify the meaning of the proverb 'Dharti no Chhedo Ghar' (Home is the end of the earth) and its significance.
Answer: સવારે દાણા ચણવા ગયેલાં પંખીઓ સાંજે પોતપોતાના છે માળામાં પાછાં ફરે છે. સવારે નોકરીધંધે ગયેલા લોકો સાંજે પોતપોતાને ઘેર પાછા ફરે છે. સવારે ખેતરમાં કામ કરવા ગયેલા ખેડૂતો સાંજે ઘેર પાછા ફરે છે. સવારે ચારાની શોધમાં નીકળેલા ગોવાળિયાઓ અને ગાયોનાં ધણ પણ સાંજે ઘર ભણી પાછાં વળે છે. આમ, માનવી હોય કે પશુપંખી, સાંજે તેમને પોતાના ધરે પાછાં ફરતાં આનંદ થાય છે.
Exam Tip: Use examples of birds, farmers, and animals returning home to illustrate the universal comfort and happiness associated with one's dwelling.
Answer: ઘર એ માનવીનું, માળો એ પંખીનું, તો ગુફા એ સિંહ જેવાં પ્રાણીઓનું આશ્રયસ્થાન છે. દરેક જીવને પોતાના ઘરમાં કે આશ્રયસ્થાનમાં નિરાંતનો અનુભવ થાય છે. માનવી સાંજે ઘરે આવીને જમી પરવારીને આરામ કરે છે. તે પોતાનાં બાળકો અને પત્ની સાથે બેસીને પોતાની દિવસભરની પ્રવૃત્તિઓની તથા સુખદુઃખની વાતો કરે છે. સાંજે બાળકો પણ માબાપ અને અન્ય કુટુંબીજનો સાથે મોકળા મને વાતચીત કરે છે.
Exam Tip: Define 'home' as a place of refuge and comfort for all living beings, explaining how it provides a space for rest, family interaction, and sharing experiences.
Answer: ઘરના વાતાવરણમાં બાળકોને સહજ રીતે જ કેટલીક તાલીમ મળે છે. તેમનામાં માબાપના સારા સંસ્કારો ઊતરે છે. ઘર અને નિશાળ એ બંને બાળકની તાલીમશાળાઓ છે. બાળકનો વધુમાં વધુ વિકાસ તેના ઘરમાં જ થાય છે. ઘરમાં કોઈ સાજુમાંદુ થાય ત્યારે ઘરના સભ્યો તેની સેવા કરે છે. સંયુક્ત કુટુંબમાં માબાપ, કાકાકાકી, દાદાદાદી વગેરે સાથે રહેતાં હોય છે. આથી એ સૌને એકબીજાની હૂંફ મળી રહે છે.
Exam Tip: Emphasize the role of the home as a primary training ground for children, where they learn values and receive care, especially in joint family setups.
Answer: જે ઘરના સભ્યો યંત્રવત્ જીવન જીવતાં હોય, એમને એકબીજા એકબીજા પ્રત્યે લાગણી ન હોય અને એમનામાં એકબીજાને મદદરૂપ થવાની ભાવના ન હોય, તે ઘરને ધર કહી ન શકાય. જ્યાં સતત કજિયાકંકાસ થતા હોય, કુટુંબના સભ્યો પરસ્પર અવિશ્વાસ રાખતાં હોય, કોઈકોઈની માનમર્યાદા સાચવતું ન હોય, કુટુંબના દરેક સભ્યના મનમાં માત્ર સ્વાર્થની જ ભાવના હોય, એકબીજાને મદદરૂપ થવાની ભાવના ન હોય તો તે ઘર નથી, નિર્જીવ મકા
Exam Tip: Define what a 'home' is not by describing a dysfunctional household lacking love, trust, and mutual support, highlighting that it's more than just a physical structure.
Answer: Hands make House, Hearts make Home.
Exam Tip: Use a concise proverb to distinguish between a physical structure and an emotionally nurturing home, emphasizing the role of relationships.
Answer: પોતાનું ઘર નાનું હોય કે મોટું, કાચું હોય કે પાકું, પરંતુ માનવીને પોતાના ઘરમાં સુખ અને શાંતિનો અનુભવ થાય છે. આવો અનુભવ તેને બીજે ક્યાંય થતો નથી. તે પોતાના ઘરમાં સર્વત્ર મુક્ત રીતે હરીફરી શકે છે. માનવી દુનિયાના ગમે તે દેશમાં જાય અને ત્યાં ગમે તેટલી સારી સગવડો ભોગવે, છતાં તેને તેના જીવનમાં કંઈક ખૂટતું હોય તેમ લાગે છે. આથી તે બેચેની અનુભવે છે.
Exam Tip: Explain that true peace and comfort are found only in one's own home, regardless of its size or state, a feeling unmatched by any other place.
Answer: જ્યારે તે પોતાના ઘરમાં આવી પહોંચે છે, ત્યારે જ તેને “હાશ’નો અનુભવ થાય છે. માતાને પોતાના બાળક પ્રત્યે જેવી લાગણી હોય છે, એવી જ લાગણી માનવીને પોતાના ઘર પ્રત્યે હોય છે. ભાંગ્યુંતૂટ્ય પણ પોતાનું ખોરડું માણસને અતિ પ્રિય હોય છે. માટે જ "ધરતીનો છેડો ઘર' એમ કહેવાય છે.
Exam Tip: Conclude by emphasizing the sense of relief and deep affection one feels for their own home, comparing it to a mother's love for her child, thus explaining the proverb's essence.
Answer: આ બાબતને વિશાળ અર્થમાં લઈએ તો એવું કહી શકાય કે, વતનની ધૂળમાં આપણને જે મજા આવે છે તે પરદેશની પાકી સડકો પર પણ નથી આવતી. કવિશ્રી આદિલ મનસૂરીએ લખ્યું છેઃ
Exam Tip: Broaden the meaning of 'home' to include one's homeland, suggesting that the comfort of one's native soil surpasses any foreign luxury, and support with a poetic reference.
Question 12. સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર
મુદ્દાઓ : પ્રસ્તાવના – અંધશ્રદ્ધા – ઘર-કુટુંબ અને સમાજનો દુરાગ્રહ – લાચાર યુવતીની મનોદશા – પુત્રની લોલુપતા -હત્યા – ઊભી થયેલી સામાજિક અસમાનતા – ઉપાયો
Answer: સ્વતંત્રતા પ્રાપ્તિનાં ઘણાં વર્ષો પછી પણ આપણા દેશમાં અજ્ઞાન, વહેમો જેવાં સામાજિક દૂષણો પ્રવર્તે છે, જે સમાજનો એક પ્રકારનો મોટો સડો છે. તે દેશના વિકાસને આડકતરી રીતે રુંધવાનો પ્રયત્ન કરે છે. ઊંચનીચના ભેદ, અસ્પૃશ્યતા-શોષણ, જાતીય અસમાનતા, દહેજપ્રથા તથા ભૂણહત્યા-આ સામાજિક દૂષણો કેટલાંક વર્ષોથી આપણા દેશમાં ઘર કરી ગયેલાં છે. ધીરેધીરે આવાં દૂષણોનું પ્રમાણ વધતું ગયું છે, જે આપણા માટે ગંભીર બાબત છે.
Exam Tip: Begin by highlighting persistent social evils in India, such as ignorance, superstitions, and gender inequality, linking them to national underdevelopment and the rise of serious issues like female feticide.
Answer: ગર્ભમાંના બાળકની જાતિ સ્ત્રી હોવાનું જણાતાં ભૃણહત્યા કરાવતાં દંપતીઓની સંખ્યા દિવસેદિવસે ઘણી વધી ગઈ છે. ડૉક્ટરો પણ આર્થિક કમાણીના મોહમાં આવાં જધન્ય કૃત્યો કરતાં જરા પણ અચકાતા નથી. ભૃણહત્યા મોટે ભાગે દીકરીઓની જ થતી હોય છે, જેથી કન્યાજન્મનું પ્રમાણ દિન-પ્રતિદિન ઓછું થતું ગયું છે. વર્ષ 2001ની વસ્તીગણતરી પ્રમાણે સ્ત્રી-પુરુષનું જાતીય પ્રમાણ 933: 1000 છે.
Exam Tip: Detail the alarming practice of female feticide, its motivations (financial gain for doctors), and the resultant skewed gender ratio, citing relevant statistics.
Answer: આ આંકડાઓ સ્પષ્ટ રીતે બતાવે છે કે 1000 પુરુષોએ 933 સ્ત્રીઓ છે. આ પ્રમાણ 2008ના વર્ષના તારણ પ્રમાણે ઘણું નીચું ગયું છે. અત્યારે અંદાજે 833: 1000નું પ્રમાણ જોવા મળે છે. છેલ્લાં સાત વર્ષના ગાળામાં જ સ્ત્રીઓની સંખ્યા 100 જેટલી ઘટી છે, જે ખૂબ જ ચિંતાજનક છે.
Exam Tip: Analyze the implications of the declining sex ratio with updated figures, highlighting the critical nature of the demographic imbalance.
Answer: આપણી પુરુષપ્રધાન સંસ્કૃતિ આજે પણ પુત્ર-પુત્રીની ભેદરેખા ભૂંસી શકેલ નથી. દીકરી હોવાનું માલુમ પડતાં જ ગર્ભપાત કરાવવા માટે યુવતી પર દબાણ કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં તો સ્ત્રીની ઇચ્છા ન હોવા છતાં ઘરના સભ્યોના આગ્રહને કારણે લાચાર બની ભૂણહત્યા કરાવવામાં આવે છે.
Exam Tip: Explain how patriarchal cultural norms perpetuate discrimination against daughters, leading to forced abortions, even against the mother's will.
Answer: પુત્રજન્મની ઘેલછા એટલા માટે કે તે ઘડપણનો સહારો બનશે, પોતાનો વંશવેલો આગળ વધારી શકશે, અંતિમ ક્રિયા જેવી ધાર્મિક વિધિમાં પુત્ર જ જોઈએ. પુત્રી પિંડદાન કરી શકે નહીં, તેવી માન્યતાઓ પ્રવર્તે
Exam Tip: List the reasons for the strong preference for sons, including perceived support in old age, continuation of lineage, and performance of religious rites.
Answer: છે. પુત્રીઓને પોતાના કુટુંબની આવકમાં હિસ્સો આપનાર તરીકે જોવામાં આવતી નથી.
Exam Tip: Highlight the societal view that daughters are not seen as contributors to family income, further fueling son preference.
Answer: પુત્રીને આર્થિક અને સામાજિક બોજો ગણવામાં આવે છે. તેને સાપનો ભારો અને પારકી થાપણ માનવામાં આવે છે. સમાજમાં પ્રવેશેલા દહેજપ્રથા જેવા કુરિવાજોને લીધે પણ સ્ત્રી મા-બાપ માટે બોજારૂપ બને છે. ઉપરાંત પુત્રીના ચારિત્ર્યની ચિંતા, લગ્નની ચિંતા વગેરે બાબતોને લીધે પુત્ર-પુત્રીના જન્મમાં ભેદરેખા અંકાઈ છે. અત્યારે સ્ત્રી-ભૂણહત્યા માટે આ બધાં પરિબળો જવાબદાર છે.
Exam Tip: Elaborate on how daughters are perceived as financial and social burdens due to dowry, and the constant anxieties related to their character and marriage, contributing to feticide.
Answer: અત્યારે સમાજમાં સ્ત્રી-પુરુષની અસમાનતા પરાકાષ્ઠાએ પહોંચી છે. છોકરો થોડું ઓછું ભણેલો હોય, આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા છોકરાને છોકરી મળવી સંભવ નથી. આ પરિસ્થિતિને લીધે સ્ત્રીઓના અપહરણની ઘટનાઓ, દીકરીઓની નાસી જવાની ઘટનાઓ, આંતરજ્ઞાતીય લગ્નો, બળાત્કારની ઘટનાઓ બનશે.
Exam Tip: Discuss the grave consequences of extreme gender imbalance, leading to social issues like abduction, elopement, inter-caste marriages, and sexual violence.
Answer: સ્ત્રી-સતામણી, જાતીય દુર્વ્યવહાર, સ્ત્રીશોષણ, વંધ્ય પુરુષોના પ્રશ્નો વગેરે જેવી અનેકવિધ સામાજિક સમસ્યાઓથી સમાજની સ્થિતિ કરુણાજનક બની જશે. સમાજે ઊભી કરેલી લગ્નસંસ્થાઓને જબરદસ્ત ફટકો પડશે. લગ્નસંસ્થાઓ તૂટશે. સામાજિક સમસ્યાઓથી સમાજવ્યવસ્થા છિન્નભિન્ન થઈ જશે, ભારે નુકસાન પહોંચાડશે.
Exam Tip: Explain how a declining female population would result in severe societal breakdown, affecting marriage institutions, increasing exploitation, and creating profound social disharmony.
Answer: સમાજમાં સ્ત્રી અબળા નથી, પરંતુ પુરુષ સમોવડી છે. તે દરેક ક્ષેત્રમાં પુરુષોને મહાત કરવા (દરેક કાર્ય કરવા) તૈયાર છે. આવી બાબતોની પ્રતીતિ સમાજને કરાવતા રહેવું તે સમજદાર નાગરિક તરીકે આપણે સ્વીકારી લેવું જોઈએ. સમાજમાં બિનસરકારી સંસ્થાઓએ આ પ્રકારનાં કાર્યો હાથ ધરવાં જોઈએ.
Exam Tip: Advocate for gender equality by emphasizing women's capabilities and their equal standing with men, urging citizens and NGOs to promote this awareness.
Answer: તબીબો માટે જાતીય પરીક્ષણ માટે કાયદાઓનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. આવા સક્રિય પ્રયત્નોથી જ સ્ત્રી-ભૃણહત્યાનું પ્રમાણ ઘટશે. આ માટે બેટી બચાવો અભિયાન પણ ચલાવવું જોઈએ, જેનાથી સમાજમાં જાગૃતિ આવશે。
Exam Tip: Propose practical solutions such as strict enforcement of laws against sex determination and promotion of "Beti Bachao" campaigns to reduce female feticide and raise public awareness.
Question 13. મારો યાદગાર પ્રવાસ મુદ્દાઓ : પ્રસ્તાવના -જીવનમાં પ્રવાસનું મહત્ત્વ – જોયેલા સ્થળનું વર્ણન – અનુભવો ઉપસંહાર
Answer: “ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી ...”
ઉમાશંકર જોશી
Exam Tip: Start with an evocative quote about travel from a renowned poet to set a reflective and adventurous tone.
Answer: “પ્રવાસ એટલે અગવડો વેઠવા માટેની બાદશાહી સગવડ"
Exam Tip: Include another relevant quote that captures the paradoxical nature of travel—embracing discomfort for a richer experience.
Answer: ગયા વર્ષે દિવાળીની રજાઓમાં અમે કેટલાક મિત્રો સાથે મળીને ગિરનારની પરિક્રમા કરવા ગયા હતા. 25મી ઑકટોબરે રાત્રે અમદાવાદથી બસમાં બેસીને અમે વહેલી સવારે જૂનાગઢ પહોંચ્યા. ત્યાં એક ધર્મશાળામાં અમે મુકામ કર્યો. નાહીધોઈને અમે ગિરનારની પરિક્રમા કરવા નીકળી પડ્યા. અમે અમારી સાથે બે જોડ કપડાં, પ્યાલો, ટૉર્ચ, નાની શેતરંજી, ચોરસો વગેરે લીધાં હતાં.
Exam Tip: Provide specific details about the journey's start, including the destination, travel date, mode of transport, accommodation, and essential items carried for the pilgrimage.
Answer: અમે સૌપ્રથમ ભવનાથ મંદિરે દર્શન કર્યા પછી પદયાત્રાની શરૂઆત કરી. આખા રસ્તે એટલી બધી ભીડ હતી કે બધાંને કીડીવેગે ચાલવું પડતું હતું. રસ્તામાં નાનાં નાનાં અનેક મંદિરો તથા દેરીઓ આવતાં હતાં. સૌ યાત્રાળુઓ જય ગિરનારી'નો નાદ ગજવતા ચાલતા હતા. સતત ત્રણ કલાક સુધી ચાલ્યા પછી અમે એક સ્થળે થોભ્યા. પછી થોડો આરામ કરીને અમે આગળ વધ્યા. સાંજ પડી, અમે એક ખુલ્લા મેદાનમાં આવી પહોંચ્યા.
Exam Tip: Describe the beginning of the pilgrimage, mentioning the first stop, the crowded path, the presence of smaller shrines, and the shared devotional chants among pilgrims.
Answer: ત્યાં હજારો યાત્રાળુઓ વિશ્રામ કરી રહ્યા હતા. અમે પણ એક ખૂણે શેતરંજી બિછાવી. અમારે માથે આભનું છત્ર હતું અને નીચે ધરતીની { પથારી. જિંદગીનો આ પણ એક અનેરો લહાવો હતો.
Exam Tip: Paint a picture of the night halt, emphasizing the simple and unique experience of sleeping under the open sky with fellow pilgrims.
Answer: સવારે ચાર વાગ્યે અન્ય યાત્રાળુઓની જેમ અમે પણ જાગી ગયાં. બ્રશ કરીને અમે આગળની યાત્રા શરૂ કરી. ગિરનાર પર્વતની ફરતે ડુંગરો આવેલા છે. ત્રણ દિવસમાં ત્રણ પર્વતોની યાત્રા કરવાનો ખાસ મહિમા છે. બપોરે એક સદાવ્રતમાં અમે ભોજન લીધું. થોડી વાર આરામ કર્યા પછી પાછી અમારી યાત્રા શરૂ થઈ. સાંજે અમે હનુમાનજીના મંદિરે આવી પહોંચ્યાં. મંદિરની પડખે જ એક ખેતર હતું.
Exam Tip: Continue the narrative by describing the second day's journey, including early morning routines, the landscape, the significance of the three-day pilgrimage, and a stop for food and rest.
Answer: ત્યાં પાણીનો બોર હતો. બે દિવસ હાડમારી વેક્યા પછી અમને આવી ઉત્તમ સગવડ મળતાં અમે રાજી રાજી થઈ ગયાં. અહીં હજારો યાત્રાળુઓ સાથે અમે પણ વાળુ કર્યું. રાતે ખુલ્લા મેદાનમાં સૂવાનો લહાવો પણ અમે લીધો.
Exam Tip: Describe the simple joys and relief of finding basic amenities after days of arduous travel, highlighting the shared communal experience of sleeping under the stars.
Answer: વહેલી સવારે દૈનિક વિધિ તથા ચા-નાસ્તા બાદ અમે પાછી પરિક્રમા શરૂ કરી. બગદાણાવાળા બાપુના આશ્રમ તરફથી બપોરના ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કાચા રસ્તા, ખાડાટેકરા, ગીચ ઝાડી અને ઠેર ઠેર વહેતાં ઝરણાં વડે દુર્ગમ એવા અહીંના જંગલમાં હજારો યાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કરવી તે ઘણું કપરું કામ હતું.
Exam Tip: Detail the third day's journey, including a mention of the challenging terrain and the commendable efforts of organizations like Bagdana Bapu's Ashram in providing meals to pilgrims in a remote area.
Answer: સ્વયંસેવકો પદયાત્રાના માર્ગ પર ઊભા રહીને પદયાત્રીઓને પ્રેમથી બોલાવી બોલાવીને પ્રસાદ લેવાનો આગ્રહ કરતા હતા. બાપા પ્રેમથી જમજો' એવું કહી કહીને તેઓ સોને ભાવપૂર્વક ભોજન પીરસતા હતા. “અન્નદાન એ શ્રેષ્ઠ દાન છે' એ વાત મને અહીં સમજાઈ. ભોજન કર્યા પછી અમે ધીરે ધીરે આગળ વધ્યાં.
Exam Tip: Highlight the selfless service of volunteers, their warm hospitality, and the profound realization of 'Annadaan' (food donation) as the greatest charity during the pilgrimage.
Answer: સાંજે અમે જૂનાગઢ પાછાં આવ્યાં. બીજે દિવસે અમારી શાળા શરૂ થતી હોવાથી રાત્રે જ બસમાં બેસી વહેલી સવારે અમે અમદાવાદ આવી પહોંચ્યાં. લોકોની ધાર્મિક ભાવના, નિઃસ્વાર્થ સેવાવૃત્તિ અને { પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે અમને પર્વતારોહણનો અનેરો અનુભવ થયો.
Exam Tip: Conclude the travel description with the return journey, reflecting on the overall experience of devotion, selfless service, natural beauty, and the unique adventure of mountain climbing.
Answer: આ ત્રણ દિવસ દરમિયાન અમે છાપું જોયું ન હતું, રેડિયો કે ટીવીના કાર્યક્રમો જોયા-સાંભળ્યા નહોતા છતાં અમને એની ખોટ જરીકે સાલી નહોતી. અમારો આ ગિરનાર પ્રવાસ અમને હંમેશાં યાદ રહેશે.
Exam Tip: Summarize the lasting impact of the trip, emphasizing the sense of detachment from modern media and the indelible memory of the pilgrimage.
Question 11. ધરતીનો છેડો ઘર
મુદ્દાઓ: પ્રસ્તાવના – ઘર એક આશ્રયસ્થાન – ઘર કોને ન કહેવાય?- 'ધરતીનો છેડો ઘર' એ ઉક્તિનું રહસ્ય – ઉપસંહાર
Answer: સવારે દાણા ખાવા ગયેલા પંખીઓ સાંજે પોતાના માળામાં પાછા ફરે છે. સવારે નોકરી-ધંધા પર ગયેલા લોકો સાંજે પોતાના ઘરે પાછા આવે છે. સવારે ખેતરમાં કામ કરવા ગયેલા ખેડૂતો સાંજે ઘરે પરત આવે છે. સવારે ચારાની શોધમાં નીકળેલા ગોવાળિયાઓ અને ગાયોના ટોળા પણ સાંજે ઘર તરફ પાછા વળે છે. આ રીતે, માનવી હોય કે પશુપંખી, સાંજે તેમને પોતાના ઘરે પાછા ફરતાં આનંદ થાય છે. ઘર એ મનુષ્યનું, માળો એ પંખીનું, તો ગુફા એ સિંહ જેવા જંગલી પ્રાણીઓનું આશ્રયસ્થાન છે. દરેક જીવને પોતાના ઘરમાં કે આશ્રયસ્થાનમાં આરામનો અનુભવ થાય છે. માનવી સાંજે ઘરે આવીને જમી-પરવારીને આરામ કરે છે. તે પોતાના બાળકો અને પત્ની સાથે બેસીને પોતાની દિવસભરની પ્રવૃત્તિઓ અને સુખ-દુઃખની વાતો કરે છે. સાંજે બાળકો પણ માતા-પિતા અને અન્ય કુટુંબીજનો સાથે મોકળા મનથી વાતચીત કરે છે. ઘરના વાતાવરણમાં બાળકોને સહેલાઈથી જ કેટલીક તાલીમ મળે છે. તેમનામાં માતા-પિતાના સારા સંસ્કારો ઉતરે છે. ઘર અને શાળા એ બંને બાળકની તાલીમશાળાઓ છે. બાળકનો વધુમાં વધુ વિકાસ તેના ઘરમાં જ થાય છે. ઘરમાં કોઈ બીમાર થાય ત્યારે ઘરના સભ્યો તેની સેવા કરે છે. સંયુક્ત કુટુંબમાં માતા-પિતા, કાકા-કાકી, દાદા-દાદી વગેરે સાથે રહેતા હોય છે. આથી એ સૌને એકબીજાની હૂંફ મળે છે. જે ઘરના સભ્યો યંત્રવત્ જીવન જીવતા હોય, તેમને એકબીજા પ્રત્યે લાગણી ન હોય અને તેમનામાં એકબીજાને મદદરૂપ થવાની ભાવના ન હોય, તે ઘરને ઘર કહી શકાય નહીં. જ્યાં સતત ઝઘડા-કંકાસ થતા હોય, કુટુંબના સભ્યો એકબીજા પર અવિશ્વાસ રાખતા હોય, કોઈ કોઈની માન-મર્યાદા જાળવતું ન હોય, કુટુંબના દરેક સભ્યના મનમાં માત્ર સ્વાર્થની જ ભાવના હોય, એકબીજાને મદદરૂપ થવાની ભાવના ન હોય તો તે ઘર નથી, નિર્જીવ મકાન.
Hands make House, Hearts make Home.
પોતાનું ઘર નાનું હોય કે મોટું, કાચું હોય કે પાકું, પરંતુ માનવીને પોતાના ઘરમાં સુખ અને શાંતિનો અનુભવ થાય છે. આવો અનુભવ તેને બીજે ક્યાંય થતો નથી. તે પોતાના ઘરમાં સર્વત્ર મુક્ત રીતે હરીફરી શકે છે. માનવી દુનિયાના ગમે તે દેશમાં જાય અને ત્યાં ગમે તેટલી સારી સગવડો ભોગવે, છતાં તેને તેના જીવનમાં કંઈક ખૂટતું હોય તેમ લાગે છે. આથી તે બેચેની અનુભવે છે. જ્યારે તે પોતાના ઘરમાં આવી પહોંચે છે, ત્યારે જ તેને "હાશ"નો અનુભવ થાય છે. માતાને પોતાના બાળક પ્રત્યે જેવી લાગણી હોય છે, એવી જ લાગણી માનવીને પોતાના ઘર પ્રત્યે હોય છે. ભાંગ્યું-તૂટ્યું પણ પોતાનું ખોરડું માણસને અતિ પ્રિય હોય છે. માટે જ "ધરતીનો છેડો ઘર" એમ કહેવાય છે. આ બાબતને મોટા અર્થમાં લઈએ તો એવું કહી શકાય કે, વતનની ધૂળમાં આપણને જે મજા આવે છે તે પરદેશની પાકી સડકો પર પણ નથી આવતી. કવિશ્રી આદિલ મનસૂરીએ લખ્યું છે:
"વતનની ધૂળથી માથું ભરી લઉં "આદિલ,
ફરી આ ધૂળ, ઉમ્રભર મળે ન મળે”
વતનના ખોરડામાં આપણને જે સુખ-શાંતિનો અનુભવ થાય છે, એવો અનુભવ પરદેશના આલીશાન બંગલામાં પણ નથી થતો. વતનના રોટલામાં જે મીઠાશ રહેલી છે, તે પરદેશના પકવાનમાં પણ નથી હોતી. માટે જ એક કવિએ કહ્યું છે:
મારું વનરાવન છે રૂડું કે વૈકુંઠ નહિ રે જાવું."
In simple words: Home is where the heart is. Birds, animals, and humans all find comfort and joy in returning to their homes. A home offers peace, security, and a place to share life's joys and sorrows with family. It’s where children learn good values. Even if humble, one's own home is always preferred over grand places elsewhere because it provides unmatched happiness and belonging.
Exam Tip: For essay questions about home, remember to discuss its emotional significance, the comfort it offers, and why it's a fundamental part of human and animal life, often contrasting it with foreign lands.
Question 12. સૃષ્ટિનો છે એક જ પોકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર
મુદ્દાઓ: પ્રસ્તાવના – અંધશ્રદ્ધા – ઘર-કુટુંબ અને સમાજનો દુરાગ્રહ – લાચાર યુવતીની મનોદશા – પુત્રની લોલુપતા -હત્યા – ઊભી થયેલી સામાજિક અસમાનતા – ઉપાયો
Answer: આઝાદી મળ્યાના ઘણા વર્ષો પછી પણ આપણા દેશમાં અજ્ઞાનતા અને અંધશ્રદ્ધા જેવા સામાજિક દૂષણો પ્રવર્તે છે, જે સમાજનો એક મોટો સડો છે. તે દેશના વિકાસને આડકતરી રીતે અટકાવવાનો પ્રયાસ કરે છે. ઊંચ-નીચના ભેદભાવ, અસ્પૃશ્યતા-શોષણ, જાતિગત અસમાનતા, દહેજપ્રથા અને ભ્રૂણહત્યા – આ સામાજિક દૂષણો કેટલાક વર્ષોથી આપણા દેશમાં ઘર કરી ગયાં છે. ધીમે ધીમે આવા દૂષણોનું પ્રમાણ વધતું ગયું છે, જે આપણા માટે ગંભીર બાબત છે. ગર્ભમાંના બાળકની જાતિ સ્ત્રી હોવાનું જાણતાં ભ્રૂણહત્યા કરાવતા દંપતીઓની સંખ્યા દિવસે-દિવસે ઘણી વધી ગઈ છે. ડૉક્ટરો પણ પૈસા કમાવવાના મોહમાં આવા ઘૃણાસ્પદ કાર્યો કરતાં જરા પણ અચકાતા નથી. ભ્રૂણહત્યા મોટે ભાગે દીકરીઓની જ થતી હોય છે, જેથી કન્યાજન્મનું પ્રમાણ દિન-પ્રતિદિન ઘટતું ગયું છે. વર્ષ 2001ની વસ્તીગણતરી મુજબ સ્ત્રી-પુરુષનું જાતિ પ્રમાણ 933:1000 છે. આ આંકડા સ્પષ્ટ રીતે બતાવે છે કે 1000 પુરુષોએ 933 સ્ત્રીઓ છે. આ પ્રમાણ 2008ના વર્ષના અહેવાલ મુજબ ઘણું નીચું ગયું છે. અત્યારે અંદાજે 833:1000નું પ્રમાણ જોવા મળે છે. છેલ્લા સાત વર્ષના ગાળામાં જ સ્ત્રીઓની સંખ્યા 100 જેટલી ઘટી છે, જે ખૂબ જ ચિંતાજનક છે. આપણી પુરુષપ્રધાન સંસ્કૃતિ આજે પણ પુત્ર-પુત્રીની ભેદરેખા દૂર કરી શકી નથી. દીકરી હોવાનું માલૂમ પડતાં જ ગર્ભપાત કરાવવા માટે યુવતી પર દબાણ કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં તો સ્ત્રીની ઇચ્છા ન હોવા છતાં ઘરના સભ્યોના આગ્રહને કારણે લાચાર બની ભ્રૂણહત્યા કરાવવામાં આવે છે. પુત્રજન્મની ઘેલછા એટલા માટે કે તે વૃદ્ધાવસ્થાનો સહારો બનશે, પોતાનો વંશવેલો આગળ વધારી શકશે, અંતિમ ક્રિયા જેવી ધાર્મિક વિધિમાં પુત્ર જ જોઈએ. પુત્રી પિંડદાન કરી શકે નહીં, તેવી માન્યતાઓ પ્રવર્તે છે. પુત્રીઓને પોતાના કુટુંબની આવકમાં હિસ્સો આપનાર તરીકે જોવામાં આવતી નથી. પુત્રીને આર્થિક અને સામાજિક બોજો ગણવામાં આવે છે. તેને સાપનો ભારો અને પારકી થાપણ માનવામાં આવે છે. સમાજમાં પ્રવેશેલા દહેજપ્રથા જેવા ખરાબ રિવાજોને લીધે પણ સ્ત્રી માતા-પિતા માટે બોજારૂપ બને છે. ઉપરાંત પુત્રીના ચારિત્ર્યની ચિંતા, લગ્નની ચિંતા વગેરે બાબતોને લીધે પુત્ર-પુત્રીના જન્મમાં ભેદભાવ અંકાઈ ગયો છે. અત્યારે સ્ત્રી-ભ્રૂણહત્યા માટે આ બધા પરિબળો જવાબદાર છે. અત્યારે સમાજમાં સ્ત્રી-પુરુષની અસમાનતા ચરમસીમાએ પહોંચી છે. છોકરો થોડું ઓછું ભણેલો હોય, આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા છોકરાને છોકરી મળવી સંભવ નથી. આ પરિસ્થિતિને લીધે સ્ત્રીઓના અપહરણની ઘટનાઓ, દીકરીઓની નાસી જવાની ઘટનાઓ, આંતર-જ્ઞાતીય લગ્નો, બળાત્કારની ઘટનાઓ બનશે. સ્ત્રી-સતામણી, જાતીય દુર્વ્યવહાર, સ્ત્રી-શોષણ, વંધ્ય પુરુષોના પ્રશ્નો વગેરે જેવી ઘણી સામાજિક સમસ્યાઓથી સમાજની સ્થિતિ કરુણાજનક બની જશે. સમાજે ઊભી કરેલી લગ્નસંસ્થાઓને મોટો આઘાત લાગશે. લગ્નસંસ્થાઓ તૂટશે. સામાજિક સમસ્યાઓથી સમાજ વ્યવસ્થા છિન્નભિન્ન થઈ જશે, અને ભારે નુકસાન પહોંચાડશે. સમાજમાં સ્ત્રી અબળા નથી, પરંતુ પુરુષ સમોવડી છે. તે દરેક ક્ષેત્રમાં પુરુષોને હરાવવા (દરેક કાર્ય કરવા) તૈયાર છે. આવી બાબતોની પ્રતીતિ સમાજને કરાવતા રહેવું તે સમજદાર નાગરિક તરીકે આપણે સ્વીકારી લેવું જોઈએ. સમાજમાં બિનસરકારી સંસ્થાઓએ આ પ્રકારનાં કાર્યો હાથ ધરવાં જોઈએ. તબીબો માટે જાતીય પરીક્ષણ માટે કાયદાઓનો કડક અમલ કરાવવો જોઈએ. આવા સક્રિય પ્રયાસોથી જ સ્ત્રી-ભ્રૂણહત્યાનું પ્રમાણ ઘટશે. આ માટે બેટી બચાવો અભિયાન પણ ચલાવવું જોઈએ, જેનાથી સમાજમાં જાગૃતિ આવશે.
In simple words: Despite gaining independence, our society still faces social evils like ignorance and superstition. Gender inequality and female foeticide are alarming issues. Many couples opt for foeticide when they learn the baby is a girl, driven by a desire for a son. This has led to a severely skewed male-female ratio, causing various social problems. Women are capable and equal to men, and society must acknowledge this. Strict enforcement of laws against gender determination and public awareness campaigns like 'Beti Bachao' are essential to solve this problem.
Exam Tip: When addressing social issues like female foeticide, always include historical context, statistical data if available, the root causes (e.g., preference for sons, dowry), the societal consequences, and concrete solutions (legal, social, awareness campaigns).
Question 13. મારો યાદગાર પ્રવાસ
મુદ્દાઓ: પ્રસ્તાવના - જીવનમાં પ્રવાસનું મહત્ત્વ – જોયેલા સ્થળનું વર્ણન – અનુભવો ઉપસંહાર
Answer:
"ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી ...”
ઉમાશંકર જોશી
“પ્રવાસ એટલે અગવડો વેઠવા માટેની બાદશાહી સગવડ"
કાકા કાલેલકર
ગયા વર્ષે દિવાળીની રજાઓમાં અમે કેટલાક મિત્રો સાથે મળીને ગિરનારની પરિક્રમા કરવા ગયા હતા. 25મી ઑકટોબરે રાત્રે અમદાવાદથી બસમાં બેસીને અમે વહેલી સવારે જૂનાગઢ પહોંચ્યા. ત્યાં એક ધર્મશાળામાં અમે રોકાણ કર્યું. નાહી-ધોઈને અમે ગિરનારની પરિક્રમા કરવા નીકળી પડ્યા. અમે અમારી સાથે બે જોડ કપડાં, પ્યાલો, ટૉર્ચ, નાની શેતરંજી, ટુવાલ વગેરે લીધાં હતાં. અમે સૌપ્રથમ ભવનાથ મંદિરે દર્શન કર્યા પછી પદયાત્રાની શરૂઆત કરી. આખા રસ્તે એટલી બધી ભીડ હતી કે બધાને કીડીવેગે ચાલવું પડતું હતું. રસ્તામાં નાનાં-નાનાં ઘણા મંદિરો તથા દેરીઓ આવતાં હતાં. સૌ યાત્રાળુઓ "જય ગિરનારી"નો નાદ ગજવતા ચાલતા હતા. સતત ત્રણ કલાક સુધી ચાલ્યા પછી અમે એક સ્થળે થોભ્યા. પછી થોડો આરામ કરીને અમે આગળ વધ્યા. સાંજ પડી, અમે એક ખુલ્લા મેદાનમાં આવી પહોંચ્યા. ત્યાં હજારો યાત્રાળુઓ આરામ કરી રહ્યા હતા. અમે પણ એક ખૂણે શેતરંજી પાથરી. અમારે માથે આભનું છત્ર હતું અને નીચે ધરતીની પથારી. જીવનનો આ પણ એક અનોખો અનુભવ હતો. સવારે ચાર વાગ્યે અન્ય યાત્રાળુઓની જેમ અમે પણ જાગી ગયા. બ્રશ કરીને અમે આગળની યાત્રા શરૂ કરી. ગિરનાર પર્વતની ફરતે ડુંગરો આવેલા છે. ત્રણ દિવસમાં ત્રણ પર્વતોની યાત્રા કરવાનો ખાસ મહિમા છે. બપોરે એક સદાવ્રતમાં અમે ભોજન લીધું. થોડી વાર આરામ કર્યા પછી પાછી અમારી યાત્રા શરૂ થઈ. સાંજે અમે હનુમાનજીના મંદિરે આવી પહોંચ્યા. મંદિરની નજીક જ એક ખેતર હતું. ત્યાં પાણીનો બોર હતો. બે દિવસની મુશ્કેલી વેઠ્યા પછી અમને આવી ઉત્તમ સગવડ મળતાં અમે ખૂબ ખુશ થઈ ગયા. અહીં હજારો યાત્રાળુઓ સાથે અમે પણ વાળું કર્યું. રાતે ખુલ્લા મેદાનમાં સૂવાનો અનુભવ પણ અમે લીધો. વહેલી સવારે દૈનિક ક્રિયાઓ તથા ચા-નાસ્તા બાદ અમે પાછી પરિક્રમા શરૂ કરી. બગદાણાવાળા બાપુના આશ્રમ તરફથી બપોરના ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. કાચા રસ્તા, ખાડા-ટેકરા, ગીચ ઝાડી અને ઠેર-ઠેર વહેતાં ઝરણાં વડે દુર્ગમ એવા અહીંના જંગલમાં હજારો યાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કરવી તે ઘણું અઘરું કામ હતું. સ્વયંસેવકો પદયાત્રાના માર્ગ પર ઊભા રહીને પદયાત્રીઓને પ્રેમથી બોલાવી-બોલાવીને પ્રસાદ લેવાનો આગ્રહ કરતા હતા. "બાપા પ્રેમથી જમજો" એવું કહી-કહીને તેઓ સૌને ભાવપૂર્વક ભોજન પીરસતા હતા. "અન્નદાન એ શ્રેષ્ઠ દાન છે" એ વાત મને અહીં સમજાઈ. ભોજન કર્યા પછી અમે ધીમે-ધીમે આગળ વધ્યા. સાંજે અમે જૂનાગઢ પાછા આવ્યાં. બીજે દિવસે અમારી શાળા શરૂ થતી હોવાથી રાત્રે જ બસમાં બેસી વહેલી સવારે અમે અમદાવાદ આવી પહોંચ્યા. લોકોની ધાર્મિક ભાવના, નિઃસ્વાર્થ સેવાવૃત્તિ અને પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે અમને પર્વતારોહણનો અનોખો અનુભવ થયો. આ ત્રણ દિવસ દરમિયાન અમે છાપું જોયું ન હતું, રેડિયો કે ટીવીના કાર્યક્રમો જોયા-સાંભળ્યા નહોતા છતાં અમને એની ખોટ જરાય સાલી નહોતી. અમારો આ ગિરનાર પ્રવાસ અમને હંમેશા યાદ રહેશે.
In simple words: During Diwali holidays, we went on a pilgrimage to Girnar. We started from Ahmedabad, reached Junagadh, and began the circumambulation. The path was crowded, and we saw many small temples. We rested, ate simple food with other pilgrims, and enjoyed the starry night sky. We continued our journey, experiencing the beauty of nature and the challenges of the terrain. Volunteers served food with love, emphasizing the value of charity. We returned to Ahmedabad feeling refreshed and enriched by the experience, cherishing the memories of the pilgrimage and the simple life away from city distractions.
Exam Tip: When describing a memorable journey, remember to include details about the location, the activities performed, challenges faced, and the overall impact or lessons learned from the experience. Use vivid descriptions to bring the place and events to life.
Question 14. મારું વતન
મુદ્દાઓ: પ્રસ્તાવના – વતનની વિશેષતા – વતનપ્રેમની વાતો – સંસ્મરણો – ઉપસંહાર
Answer: જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી (માતા અને માતૃભૂમિ તો સ્વર્ગથી પણ ચડિયાતાં છે.) માતા અને માતૃભૂમિ (વતન) તરફથી મળેલા સંસ્કારો વ્યક્તિના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે, આપણે સૌ એનાં ઋણી છીએ. માતૃભૂમિ (વતન) સાથે જોડાયેલી બે અન્ય બાબતો પણ એટલી જ મહત્વની છે: માતૃભાષા અને માતૃસંસ્થા (શાળા). આજે વતનથી ઘણો દૂર છું પણ વતનના અવાજ અને સંસ્મરણો હૃદયના કોઈ અદ્રશ્ય ખૂણે જીવનની અખૂટ મૂડી રૂપે સચવાયેલાં પડ્યાં છે. મારું ગામ શમેળા તળાવને કાંઠે વસેલું છે. પુરાણોમાં મારા ગામનો ઉલ્લેખ છે, તે ઐતિહાસિક છે. ચાર યુગ જૂનું છે એમ કહેવાય છે. આ ગામ પહેલાં નગર તરીકે ઓળખાતું. નગરને ફરતો ચારે બાજુ કોટ છે, છ દરવાજા છે. કીર્તિતોરણ છે. અકબરના દરબારી તાનસેને દીપક રાગ ગાયો, પછી શરીરમાં અગ્નિ પ્રગટાવી જેવા કામનો ગાનાર તાનારીરી નામની બે બહેનોની દેરીઓ છે. દર વર્ષે સંગીત સમારોહ થાય છે. નાગરોના ઇષ્ટદેવ હાટકેશ્વરનું સોલંકીયુગનું મંદિર છે. આજુબાજુ ઘણાં બધાં મંદિરો અને તળાવો છે કે ન પૂછો વાત! જમીન મીઠી છે, તો માતૃભૂમિ (વતન) પણ મીઠી છે. બાળપણના મિત્રો, શાળાજીવનના વર્ષો, ગુરુજનો, વતનનું ઘર, પ્રાકૃતિક સૌંદર્ય હૃદય સાથે જોડાઈ ગયેલાં છે. ગમે તેટલા મોટા થઈએ, આર્થિક-સામાજિક કે રાજકીય દ્રષ્ટિએ સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા મેળવીએ પણ વતનની ધૂળમાં આળોટ્યાનો આનંદ એની તુલનામાં આવી શકે એમ નથી. વતને શું નથી આપ્યું? શું ભૂલું, શું યાદ કરું? માતા-પિતાનો પ્રેમ, પુસ્તકાલય અને શાળામાંથી મળેલું જ્ઞાન, મોભી-વડીલોએ શીખવેલા કર્તવ્યનિષ્ઠા અને જવાબદારી! વતને બાંધી આપેલી એ સંસ્કાર અને સંસ્મરણોની પોટલી, જ્યારે જરૂર પડી ત્યારે ખોલી છે અને જીવનને પોષક એવાં મૂલ્યોએ બળ પૂરું પાડ્યું છે. તળાવ-વાવ તેમજ મંદિરો એના જૂના ઇતિહાસની સાક્ષી પૂરે છે. એમાં જૂના શિલ્પો છે, સ્થાપત્યની દ્રષ્ટિએ એનું મૂલ્ય જગજાહેર છે. અર્જુનબારી દરવાજામાં કુમારપાળ રાજાની પ્રશસ્તિનો શિલાલેખ છે. કુમારપાળે અગિયારમી સદીમાં નગરની ફરતે કોટ બંધાવ્યો હતો, તેનો એ શિલાલેખમાં ઉલ્લેખ છે. "માણ્યું એનું સ્મરણ કરવું,
એય છે એક લ્હાણું."
ન કોઈ ચિંતા, ન કોઈ બંધન, કેવો જાહોજલાલીનો સુવર્ણકાળ ! સ્મરણપોથીનું એક-એક પૃષ્ઠ કેટલું મજાનું! "चिन्ता-रहित खेलना खाना, वह फिरना निर्भय स्वच्छंद। कैसे भूला जा सकता है, वतन का अतुलित आनंद।।" પણ ખેર! ભવભૂતિનું વાક્ય "તે દિ નો દિવસ તા:' યાદ કરીને, સંસ્મરણોનું અમૃતપાન કરવા સિવાય બીજો કોઈ માર્ગ હવે નથી! આદિલ મનસૂરીએ પોતાનું વતન છોડતાં રચેલી પંક્તિઓ યાદ આવે છે:
વતનની ધૂળથી માથું ભરી લઉં 'આદિલ',
ફરી આ ધૂળ ઉમ્રભર મળે ન મળે.
મારું વનરાવન છે રૂડું કે વૈકુંઠ નહિ રે જાવું."
In simple words: The homeland and mother tongue shape a person's life, and we are indebted to them. My village, Sameļa, has a rich history, with ancient lakes, temples, and stories of legendary figures. Despite living far away, the memories of childhood friends, school days, and natural beauty are etched in my heart. The values and morals learned in one's homeland provide strength and guidance. Even grand foreign places cannot compare to the peace and joy found in one's own country. The saying "Home is the end of the earth" truly captures this sentiment, as reflected in poems about the longing for one's native soil.
Exam Tip: When writing about your hometown, focus on emotional connections, childhood memories, cultural heritage, and the unique aspects that make it special. Include personal anecdotes or relevant quotes to enrich your essay.
Question 15. મારા શૈશવનાં સંસ્મરણો
મુદાઓ: પ્રસ્તાવના – બાળપણની ટેવ – બાલમંદિરનાં સંસ્મરણો – પહેલા ધોરણનાં સંસ્મરણો – પ્રાથમિક શાળાનાં સંસ્મરણો – રજાઓનાં સંસ્મરણો – ઉપસંહાર
Answer: "પ્રવાસની કથા સુંદર હોય છે. એ ઉક્તિ જેવી જ બીજી ઉક્તિ છે: બાળપણની કથા સુંદર હોય છે. મારા બાળપણના રમુજી દિવસોની સ્મરણકથા પણ રસપ્રદ અને યાદગાર છે. હું મારા બાળપણને મારા જીવનનો સુવર્ણકાળ ગણું છું. "માણ્યું તેનું સ્મરણ કરવું, એય છે એક લ્હાણું" ન કોઈ ચિંતા, ને કોઈ બંધન, કેવો જાહોજલાલીનો સુવર્ણકાળ ! સ્મરણપોથીનું એક-એક પૃષ્ઠ કેટલું મજાનું! હું ત્રણેક વર્ષનો થયો, ત્યારપછીની મારા જીવનની કેટલીક ઘટનાઓ મને આજે પણ યાદ છે. બાળપણમાં મારી બધી ચિંતા મારાં માતા-પિતા અને દાદા-દાદી કરતાં હતાં. સૂર્યોદય થયા પછી પણ નિરાંતે ઊઠવાનું; મમ્મી માથાકૂટ કરીને થાકી જાય ત્યારે બ્રશ કરવાનું; મારા માટે ગરમ કરેલું દૂધ ઠંડું થઈ જાય પછી ફરીથી મમ્મી ગરમ કરી આપે ત્યારે પરાણે પીવાનું અને મમ્મી મને ખેંચીને બાથરૂમમાં લઈ જાય એટલે રડતાં રડતાં નાહવાનું – આ મારો રોજનો ક્રમ હતો. આખો દિવસ પાડોશીનાં બાળકોની સાથે રમ્યા કરવાનું, બધાં સાથે દાદાગીરી કરવાની, દોસ્તોની સાથે વારંવાર કિટા-બુચ્ચા કર્યા કરવાની, ક્યારેક કોઈ વસ્તુ મેળવવા માટે મમ્મી આગળ જીદ કરવાની, એના બદલામાં ક્યારેક મમ્મીના હાથનો માર પણ ખાવાનો અને છેવટે રડતાં રડતાં ઊંઘી જવાનું – બાળપણમાં હું આવો નાદાન અને જિદ્દી હતો. ત્રણ વર્ષ પૂરાં થતાં મને બાલમંદિરમાં મૂકવામાં આવ્યો. રોજ મમ્મી મને શાળામાં મૂકવા આવતી, ત્યાં મારું રડવાનું શરૂ થઈ જતું. બાલમંદિરનાં બહેન ખૂબ પ્રેમાળ હતાં. મારા તરફના તેમના પ્રેમાળ વર્તનને લીધે ધીમે ધીમે મને બાલમંદિરે જવાનું ગમવા લાગ્યું. પછી તો બાલમંદિરનાં બીજાં બાળકો સાથે મારે મિત્રતા થઈ ગઈ. અમે બધાં સાથે રહીને ભણતાં, ગીતો ગાતાં અને રમતાં. અમને વર્ષમાં બે-ત્રણ વાર નજીકના કોઈ સ્થળના પ્રવાસે લઈ જવામાં આવતાં. હું પહેલા ધોરણમાં આવ્યો ત્યારે મને થોડું-થોડું લખતાં-વાંચતાં આવડી ગયું હતું. હું મોટા મોટા અક્ષરોવાળી વાચનમાળા મારી જાતે વાંચતો થયો. શરૂઆતથી જ મારા અક્ષર સારા હતા. હું પહેલા ધોરણની વાર્ષિક પરીક્ષામાં પહેલા નંબરે પાસ થયો. મારા આનંદનો પાર ન રહ્યો. પિતાજીએ મને એક સરસ બૅટ ભેટ આપ્યું. રજાઓમાં અમે ક્રિકેટ મૅચ ગોઠવતા. મમ્મી મને થોડા દિવસ મામાને ત્યાં રહેવા લઈ જતી. ત્યાં મને ખૂબ મજા આવતી. મામા અમને દરરોજ સાંજે ખેતરે લઈ જતા. ત્યાં આંબા પરથી કાચી કેરીઓ પાડવાની, પાણીની કુંડીમાં કૂદાકૂદ કરવાની, ઘાસની ગંજી પરથી લપસવાની અને થપ્પો રમવાની મને ખૂબ મજા પડતી.
"चिन्ता-रहित खेलना खाना, वह फिरना निर्भय स्वच्छंद ।
कैसे भूला जा सकता है, बचपन का अतुलित आनंद।।"
બાળપણના એ સુવર્ણ દિવસો આજેય મને મારું જીવન કેવું બેફિકરું અને મજાનું હતું તે યાદ અપાવે છે! બસ, ખાઓ, પીઓ અને મજા કરો. હવે તો પરીક્ષા, પરીક્ષા અને પરીક્ષા. વર્ગમાં સારા ક્રમે આવવાની કાયમ ચિંતા. ત્યારે મારું મન પોકારી ઊઠે છે કે, ફરી બનવા ચાહું છું પ્રભુ! બાળ નાનું!" પણ પછી તરત જ સંસ્કૃતના કવિ ભવભૂતિની એ પંક્તિ યાદ આવે છે -"તે દિ નો દિવસ તા: ‘ અર્થાત્ એ દિવસો તો હવે ચાલ્યા ગયા.
In simple words: Childhood memories are precious and represent a golden period of life, full of joy and no worries. My early days involved playful disobedience, stubbornness, and constant interaction with other children. Entering kindergarten and then primary school brought new experiences of learning and friendship. Holidays spent at my uncle's farm were especially fun, filled with games and outdoor activities. These carefree times, free from the stress of exams, are often missed, but they are gone forever.
Exam Tip: When describing childhood memories, focus on sensory details, key events, and the emotions associated with them. Reflect on how these experiences shaped your personality or perspective, and use nostalgic language to evoke a strong feeling.
Question 16. મિત્રતાની મીઠાશ
મુદ્દાઓ: મૈત્રીનો મહિમા – મિત્રની મહત્તા – સાચા મિત્રોથી થતા લાભ – આદર્શ મૈત્રીનાં પ્રાચીન ઉદાહરણ સુખ-દુઃખનો સાથી
Answer: મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મારા હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના હંમેશા રહે. અંગ્રેજીમાં એક કહેવત છે, Tell me who are his friends, And I will tell you, which type of man he is. અર્થાત્ તમે મને એ કહો કે તેના મિત્રો કોણ છે તો હું તમને એ જણાવીશ કે તે કેવી વ્યક્તિ છે! એટલે કે કોઈ પણ વ્યક્તિના મિત્રોને આધારે તેના ગુણદોષોનું અનુમાન થઈ શકે છે. ગુજરાતીમાં પણ 'સંગ તેવો રંગ' અને "સોબત તેવી અસર" જેવી કહેવતો જાણીતી છે. જીવનમાં એકાદ સારો મિત્ર હોવો જરૂરી છે. આવો મિત્ર આપણા સુખ અને દુઃખમાં આપણી પડખે ઊભો રહે, આપણને સારી બાબતો શીખવી શકે, ક્યારેક માર્ગદર્શન, પ્રેરણા અને પ્રોત્સાહન પણ આપી શકે. સારા મિત્રની સોબત આપણને સુખી, સમૃદ્ધ અને શ્રેષ્ઠ બનાવી શકે. જોકે સારો અને સજ્જન મિત્ર શોધવાનું કામ સહેલું નથી. કારણ કે:
શેરી મિત્રો સો મળે, તાળી મિત્રો અનેક
જેમાં સુખદુ:ખ વામીએ, તે લાખોમાં એક”
એટલે કે શેરી મિત્રો અને તાળી મિત્રો તો ઘણા મળે છે, પણ આપણા સુખ-દુઃખના સાથી બની શકે એવા મિત્ર તો લાખોમાં એક જ હોય છે. આમ છતાં આપણા સમાજમાં પ્રસંગોપાત્ત આદર્શ મૈત્રીનાં ઉદાહરણો જોવા મળે છે. કૃષ્ણ-સુદામા અને રામ-સુગ્રીવની મૈત્રી આજે પણ શ્રેષ્ઠ અને અનોખી મનાય છે. કૃષ્ણ અને સુદામા સાંદીપનિ ઋષિના આશ્રમમાં સાથે રહીને ભણ્યા હતા. કૃષ્ણ દ્વારકાના રાજા બન્યા અને પૂજા-પાઠનું કામ કરતા સુદામા ગરીબ રહી ગયા. સુદામાના પત્નીએ તેમને કૃષ્ણ પાસે મદદ માગવા માટે મોકલ્યા. સંકોચને કારણે સુદામા શ્રીકૃષ્ણની પાસે કશું માગી શક્યા નહીં. પણ શ્રીકૃષ્ણ સુદામાને વણમાગ્યે અપાર સંપત્તિ અને સમૃદ્ધિ ભેટમાં આપી દીધી. એ પણ તેમને જણાવ્યા વિના તેમના ઘરે મોકલી આપી. આ જ રીતે રામ અને સુગ્રીવે એકબીજાને મદદ કરી અને પોતાનો મિત્રધર્મ નિભાવ્યો હતો. દેવાલિ જેવા અજેય યોદ્ધાને હણીને સુગ્રીવને તેના ત્રાસથી મુક્તિ અપાવી તો સુગ્રીવે રામને રાવણ સામેના યુદ્ધમાં તમામ મદદ કરી. નાત-જાત-ધર્મ કે ભાષા જુદાં હોવા છતાં બે વ્યક્તિ મિત્રતાના સંબંધથી જોડાય છે. સ્વભાવ અલગ હોવા છતાં એકબીજાને અનુકૂળ થવા પ્રયત્ન કરે છે. એકમેકની પસંદગીનો ખ્યાલ રાખે છે. એકબીજાના પ્રત્યે નિઃસ્વાર્થ સ્નેહની ભાવના રાખે છે. મિત્રતા એ કોઈ પણ સગાઈ વિનાનો, અપેક્ષા અને શરત વિનાનો અદ્ભુત સંબંધ છે. મિત્રતા, એ મનુષ્યને માગ્યા વગર ઈશ્વરે આપેલું વરદાન છે. જેને એક પણ સાચો મિત્ર હોય, તે કદી એકલો પડતો નથી. સુખ અને દુઃખ બંને સ્થિતિઓમાં સાચો મિત્ર સાથ નિભાવે છે. પરિવારનાં સભ્યો આપણને ક્યારેક સાથ ન પણ આપે, પણ મિત્ર આજીવન આપણો સાથે નિભાવે છે. ખરેખર મિત્રતાની મીઠાશ અનોખી છે.
In simple words: True friendship is a pure bond, essential for a happy life. A good friend stands by you in good and bad times, offering guidance, inspiration, and encouragement. Finding such a friend is rare. Historical examples like Krishna-Sudama and Ram-Sugriva show the depth of ideal friendships. Regardless of background, true friends try to understand each other, respect preferences, and offer selfless love. Friendship is a divine gift, ensuring you are never alone. The sweetness of true friendship is truly unique and lasts a lifetime.
Exam Tip: When discussing friendship, highlight its importance in personal development, the qualities of a good friend, and how such relationships enrich life. Citing well-known examples can add weight to your arguments.
Question 17. પ્રામાણિકતા જીવનનું અમૃત અથવા જીવનમાં પ્રામાણિકતાનું મહત્ત્વ
મુદ્દાઓ: પ્રામાણિકતા – લોભથી અધઃપતન – અણહકનું ત્યાજ્ય ગણવું – અપ્રામાણિકતા અને ઉપાધિ – હું સુધરું તો દેશ સુધરે
Answer: જીવનવ્યવહારમાં સુખ પ્રાપ્ત કરવા માટે, અંગ્રેજીમાં પણ એક ડહાપણ ભરેલી ઉક્તિ છે – Honesty is the best Policy એટલે કે પ્રામાણિકતા એ શ્રેષ્ઠ પ્રથા છે, છતાં પ્રામાણિક માણસોની સંખ્યા દિવસે-દિવસે ઘટતી જાય છે. સંખ્યામાં ઘટવાનું કારણ મનુષ્યની લોભવૃત્તિ છે. લોભ એ માણસજાતનો સૌથી મોટો શત્રુ છે. લોભને કારણે માણસ ખોટું કામ કરવા માટે પણ તૈયાર થઈ જાય છે. સમાજમાં અપ્રામાણિકતાનું પ્રમાણ એટલું વધી ગયું છે કે લોકો એને સહેલાઈથી માનવા લાગ્યા છે. નૈતિકતાનું આવું પતન ખરેખર અસહ્ય છે. કુદરત દરેક માણસને તેની લાયકાત મુજબનું સ્થાન આપે છે અને જરૂરિયાત જેટલું ધન આપે છે. મનુષ્યને તેની મહેનત જેટલું વળતર મળે છે. આટલા વળતરમાં ઘણા લોકો ખુશીથી તેમનો જીવનનિર્વાહ કરે છે. કેટલાક લોકો આળસુ અને લોભી હોય છે. તેમને કામ કરવામાં ઓછો અને પૈસા મેળવવામાં વધુ રસ હોય છે. તેમને લાયકાત અને મહેનતના પ્રમાણમાં જે મળે છે, તેનાથી સંતોષ થતો નથી. તેમને પુષ્કળ ધન-દોલત અને સુખ-સગવડ જોઈએ છે – તે પણ મહેનત કર્યા વગર અને ઝડપથી. આ લોકો અધિકાર કરતાં વધારે સંપત્તિ મેળવવા માટે અપ્રામાણિકતા આચરે છે. આ રીતે મળેલું ધન પાપની કમાણીનું છે. તે માણસને કદાચ ભૌતિક સુખ આપી શકે પણ મનની શાંતિ ન આપી શકે. ખોટી રીતે કમાયેલું ધન ચોરી, લૂંટ, કુદરતી આફત, આગ-અકસ્માત, વ્યસન કે જીવલેણ બીમારી જેવી સમસ્યાઓને નોતરું આપે છે અને પોતાનો રસ્તો કરી લે છે. સરકારની નજર પડી જાય તો બધી મિલકત જપ્ત થાય અને જેલની સજા થાય! સમાજમાં બદનામી થાય અને કુટુંબીજનોની નજરમાં નીચા પડી જવાય. હાથે કરીને આવી ઉપાધિ ઊભી જ શા માટે કરવી? તેના કરતાં "સંતોષી નર સદા સુખી"નો સિદ્ધાંત જ સૌથી સારો છે. આપણી મહેનતનું જે વળતર મળે છે, તે પૂરતું છે. અને જો અપૂરતું હોય તો વધુ મહેનત કરવી. અણહકનું ધન મેળવવાનો પ્રયત્ન નહીં જ કરીએ. પ્રામાણિકતાનું આચરણ કરવાથી સુખ-સગવડો કદાચ ઓછાં મળશે, પણ નિરાંત અને શાંતિ તો મળશે જ. વ્યક્તિની પ્રામાણિકતા સાથે માત્ર તેનું એકલાનું જ નહીં, પરિવાર, સમાજ અને દેશનું પણ હિત જોડાયેલું છે. દેશમાં રહેલી સંપત્તિ મારા એકલાની નથી, તમામ દેશવાસીઓની છે. તમામ મહેનતકશ લોકોનો એમાં હિસ્સો રહેલો છે. આપણે પ્રામાણિક રહીએ અને અણહકનું ધન ન લઈએ તો જ સૌને તેમના હિસ્સાનું ધન મળી શકે. સૌને તેમનો હિસ્સો મળે તો સૌ સુખી થાય. સર્વે જનાઃ સુખિનઃ સન્તુઃ સર્વે સન્તુ નિરામયાઃ અર્થાત્ સૌ સુખી અને નિરોગી રહે એ આપણી સંસ્કૃતિનો મુદ્રાલેખ છે. બીજાઓ પાસે અપેક્ષા રાખવાને બદલે મારે મારાથી જ સારી શરૂઆત કરવી જોઈએ. એટલે કે હું સુધરું તો જ દેશ સુધરશે. હું પ્રામાણિક હોઈશ તો બીજાઓ પણ પ્રામાણિક થશે. અપ્રામાણિકતાથી ક્ષણિક સુખ કદાચ મળતું હશે, પણ લાંબા ગાળે દુઃખ જ દુઃખ મળે છે. જ્યારે પ્રામાણિકતાથી તો માત્ર સુખ જ સુખ મળે છે. જીવનમાં આ પ્રામાણિકતાનું આ મહત્વ સૌએ સમજવું જોઈએ.
In simple words: Honesty is the best policy for a happy life, yet its practice is declining due to greed. Greed makes people do wrong things, leading to an increase in dishonesty that society now accepts. This moral decay is unacceptable. Nature provides enough for everyone's hard work. Those who are lazy or greedy seek quick wealth dishonestly, which brings temporary happiness but long-term sorrow. Dishonest gains lead to health problems, legal trouble, and social disgrace. The principle of "a contented man is always happy" is best. Honesty brings peace and contributes to the well-being of family, society, and the nation. If each individual practices honesty, the nation will prosper, as everyone will get their rightful share.
Exam Tip: When writing about honesty, define its importance, discuss the negative impacts of dishonesty (personal, social, and legal), and suggest ways to promote integrity, emphasizing individual responsibility and its collective benefits.
Free study material for Gujarati
GSEB Solutions Class 10 Gujarati નિબંધલેખન
Students can now access the GSEB Solutions for નિબંધલેખન prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 10 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for નિબંધલેખન
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 10 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 10 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Gujarati Class 10 Solved Papers
Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 10 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for નિબંધલેખન to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 10 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન Solutions is available for free on StudiesToday.com. These solutions for Class 10 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 10 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન Solutions as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન Solutions will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 10 Gujarati. You can access GSEB Class 10 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન Solutions in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 10 Gujarati Lekhan Kaushalya નિબંધલેખન Solutions in printable PDF format for offline study on any device.