GSEB Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો Solutions

Get the most accurate GSEB Solutions for Class 10 Gujarati સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 10 Gujarati. Our expert-created answers for Class 10 Gujarati are available for free download in PDF format.

Detailed સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો GSEB Solutions for Class 10 Gujarati

For Class 10 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 10 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો solutions will improve your exam performance.

Class 10 Gujarati સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો GSEB Solutions PDF

સંજ્ઞા અને તેના પ્રકારો ગુજરાતી ભાષામાં નામવર્ગમાં સંજ્ઞા, વિશેષણ અને સર્વનામનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં સંજ્ઞા અને તેના પ્રકારો વિશે સમજ મેળવીશું.

આપણે દરેક જડ વસ્તુ કે જીવંત વ્યક્તિને ઓળખવા માટે તેને કોઈ ને કોઈ નામ આપ્યાં છે. દા. ત., કોઈ શહેરનું વિશેષ નામ સુરત તો કોઈનું વિશેષ નામ રાજકોટ. કોઈ પશુને ગાય તો કોઈને ઘોડો, કોઈ પક્ષીને ચકલી તો કોઈને પોપટ, કોઈ વ્યક્તિને છોકરી તો કોઈને છોકરો એવી સંજ્ઞા આપવામાં આવી છે. કોઈ સ્ત્રીને ઇંદુમતી તો કોઈ પુરુષને કિશોર એવી વિશેષ સંજ્ઞા આપવામાં આવી છે. વ્યાકરણની પરિભાષામાં એને સંજ્ઞા કહે છે.

સંજ્ઞાના ગુણધર્મ અને તેની વિશેષતાને આધારે નીચેના પ્રકારો પાડવામાં આવ્યા છેઃ

  • વ્યક્તિવાચક,
  • જાતિવાચક,
  • સમૂહવાચક,
  • દ્રવ્યવાચક,
  • ભાવવાચક અને
  • ક્રિયાવાચક.

(1) વ્યક્તિવાચક સંજ્ઞા: કોઈ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ/પદાર્થને ઓળખવા માટે તેને વિશેષ નામ આપવામાં આવે ત્યારે તે 'વ્યક્તિવાચક સંજ્ઞા' કહેવાય છે.

દા. ત., જયદીપ, મયૂર, પાયલ, પૂર્વી, તન્વી, ઇંદુમતી, કિશોર, ગંગાસતી, જીવલો, નરેનભાઈ વગેરે સંજ્ઞા સ્ત્રીલિંગ - પુંલ્લિંગ વ્યક્તિની ઓળખ આપે છે.

નદીની ઓળખ આપતી સંજ્ઞા : ગંગા, યમુના, અલકનંદા, સાબરમતી, તાપી વગેરે.

પર્વતની ઓળખ આપતી સંજ્ઞા : હિમાલય, ગિરનાર, શત્રુંજય વગેરે.

મહિનાની ઓળખ આપતી સંજ્ઞા : કારતક, શ્રાવણ, આસો વગેરે.

શહેરની ઓળખ આપતી સંજ્ઞા સુરત, રાજકોટ, ચેન્નઈ, બેંગલૂરુ, દિલ્લી વગેરે.

રાજ્યની ઓળખ આપતી સંજ્ઞા ઃ કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ વગેરે.

આ તમામ સંજ્ઞાઓ વ્યક્તિવાચક સંજ્ઞા છે.

(2) જાતિવાચક સંજ્ઞા: સમાન જાતિ કે વર્ગની વ્યક્તિઓ, વસ્તુઓ કે પદાર્થોને ઓળખાવતી સંજ્ઞાને “જાતિવાચક સંજ્ઞા' કહેવાય છે.

દા. ત.,

  • પર્વત,
  • નદી,
  • વૃક્ષ,
  • ફૂલ,
  • સ્ત્રી,
  • પુરુષ,
  • શિક્ષક,
  • મંત્રી,
  • ટેબલ,
  • વાઘ,
  • મેના,
  • કબૂતર,
  • પુસ્તક,
  • વૈષ્ણવજન,
  • ડગ,
  • રીંછ,
  • પોયરો

(૩) સમૂહવાચક સંજ્ઞા: જે સંજ્ઞા કોઈ પણ વર્ગની વ્યક્તિઓ, વસ્તુઓ કે પદાર્થોના સમૂહનો નિર્દેશ કરતી હોય તો તે “સમૂહવાચક સંજ્ઞા' કહેવાય છે. આ સંજ્ઞા આખા સમૂહને સૂચવે છે અને તે એકવચનમાં વપરાય છે.

દા. ત.,

  • ઝૂડો (ચાવીઓનો સમૂહ),
  • ટોળું (અમુક લોકોનો સમૂહ),
  • સેના સૈન્ય (સૈનિકોનો સમૂહ),
  • ઢગલો (કપડાંનો, દાણાનો કે એવી કોઈ પણ વસ્તુઓનં સમૂહ),
  • ધણ (ગાયોનો સમૂહ) ભારો, મૂડી, સભા વગેરે.

(4) દ્રવ્યવાચક સંજ્ઞા: પદાર્થો દ્રવ્યરૂપે હોય છે માટે તેને ‘દ્રવ્યવાચક સંજ્ઞા' કહેવાય છે.

દ્રવ્યમાં પ્રવાહી અને ઘન બંને પ્રકારના પદાર્થોનો સમાવેશ થાય છે.

જેમ કે તેલ, ઘી, પાણી, દારૂ, રસ વગેરે પ્રવાહી પદાર્થો છે, જ્યારે બાજરી, ચોખા, દાળ, લોટ, કાપડ, સોનું, જળ, ચાંદી, રૂ વગેરે ઘન પદાર્થો છે.

(૬) ભાવવાચક સંજ્ઞા: જે પદાર્થને જોઈ શકાતો નથી કે તેનો સ્પર્શ પણ કરી શકાતો નથી, પરંતુ તેને કેવળ અનુભવી શકાય છે. આમ, ગુણ કે ક્રિયાનો ભાવ દર્શાવતી સંજ્ઞાને ‘ભાવવાચક સંજ્ઞા’ કહેવાય છે.

દા. ત.,

  • સારપ,
  • ભલાઈ,
  • કાળાશ,
  • મીઠાશ,
  • લાલચ,
  • આળસ,
  • જીવન,
  • મૃત્યુ,
  • સેવા,
  • ઠંડી,
  • ગરમી,
  • લખાવટ,
  • વિચાર,
  • પીડ વગેરે.

(5) ક્રિયાવાચક સંજ્ઞા: ક્રિયા દર્શાવનાર સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે.

દા. ત.,

“રમવું’, ‘રમત’, “ઘૂસકું', ‘લેખન′ વગેરે.

સંજ્ઞા સ્વાધ્યાય

 

Question 1. નીચેની અધોરેખિત સંજ્ઞાઓને ઓળખાવોઃ
1. સુશી ટેલિફોન પાસેથી ખસી ગઈ.
2. રાજકોટ જવા - આવવાના બસ ભાડાના ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયા થાય.
3. એનો ગરીબડો પુત્ર, ખુદ દરિદ્રતાને પણ શરમ આવે એવો.
4. આજે દાસકાકા ફરી હિસાબ કરશે.
5. ગોવિંદ વાડામાંથી વાલોળ અને રીંગણા લઈ આવ્યો.
Answer:
1. સુશી (વ્યક્તિવાચક)
2. રાજકોટ (વ્યક્તિવાચક) ટેલિફોન (જાતિવાચક)
3. પુત્ર (જાતિવાચક)
4. દાસકાકા (વ્યક્તિવાચક) દરિદ્રતા (ભાવવાચક) હિસાબ (ભાવવાચક)
5. ગોવિદ (વ્યક્તિવાચક) વાડો (જાતિવાચક) વાલોળ (જાતિવાચક)

 

Question 2. તમારા પાઠ્યપુસ્તકની કોઈ પણ કૃતિમાંથી દસ - પંદર વાક્યો લો. સંજ્ઞાઓ તારવી તેના પ્રકારો ઓળખાવોઃ
1. હળવે હળવે અંધકાર ઊતરી રહ્યો હતો.
2. આવો ધિક્કાર અંક્તિમાં અમે કદી જોયો નહોતો.
3. ચાલો, વરંડામાં બેસીએ.
4. મારા આશીર્વાદ છે.
5. અંક્લેશ્વર મને પ્રિય છે.
6. ભીખલા, બપોર થે ગયા...”
7. જીવલો એનું દુઃખ રડતો હતો.
8. થોડાં ડગલાં ચાલ્યા પછી એનો વેગ મંદ પડી ગયો.
9. રાજુ અત્યારે રમૂજમાં ન હતી.
10. બળદને હવે જોતરીશ નઈ
11. ઝબકબાઈ સાથે તેમનું લગ્ન થયેલું.
12. અમે અમારી કૂચ ચાલુ રાખી.
13. પગલીના બીબામાં પત્નીની નજર ઢળી હતી.
14. કુળ ઈકોતેર તાર્યા રે.
15. લળીલળીને હેત કરતાં વાંસનાં ઝુંડનાં ઝુંડ.
Answer:
1. અંધકાર – ભાવવાચક
2. ધિક્કાર – ભાવવાચક, અંકિત – વ્યક્તિવાચક
3. વરંડા – જાતિવાચક
4. આશીર્વાદ – ભાવવાચક
5. અંકલેશ્વર – વ્યક્તિવાચક
6. ભીખલા – વ્યક્તિવાચક, બપોર – ભાવવાચક
7. જીવલો – વ્યક્તિવાચક, દુઃખ – ભાવવાચક
8. ડગલાં – સમૂહવાચક, વેગ – ભાવવાચક
9. રમૂજ – ભાવવાચક
10. બળદ – જાતિવાચક
11. ઝબકબાઈ – વ્યક્તિવાચક
12. કૂચ – સમૂહવાચક
13. નજર – ભાવવાચક
14. કુળ – સમૂહવાચક
15. ઝુંડના ઝુંડ – સમૂહવાચક

વિશેષણ

વિશેષણ અને તેના પ્રકારોઃ વાક્યમાં સંજ્ઞાના અર્થની કંઈક વિશેષતા દર્શાવનાર તેમજ અર્થને વધુ સ્પષ્ટ કે ચોક્કસ, કરનાર પદને ‘વિશેષણ' કહે છે. નીચે દર્શાવેલ વિશેષણના પ્રકાર - કાર્ય તેમજ ઉદાહરણનો અભ્યાસ કરો:

પ્રકારકાર્યઉદાહરણ
ગુણવાચક વિશેષણઆકાર, સ્વાદ, રંગ, કદ (પરિમાણ), સાદશ્ય (પ્રકાર) તેમજ કતૃત્વદર્શક ગુણવાચકલંબ, ચોરસ, મોટું, ચતુર, બોલકો
સંખ્યાવાચક વિશેષણપૂર્ણાંકદર્શક
ક્રમદર્શક
અપૂર્ણાંકદર્શક
સાકલ્યદર્શક
આવૃત્તિદર્શક, ભિન્નતાદર્શક
સમૂહદર્શક, અનિશ્ચયદર્શક, સાર્વનામિક
બે, દસ, સોળ
બીજો, બીજી, બીજું, વીસમું
દોઢ, અઢી, અડધું
પાંચેય, ચારેય
એકવડું, ત્રેવડું/ચાર-ચાર, દરેક
કોડી, સદી/ થોડું, ઓછું / તે, પેલું
રચનાગત પ્રકારવિકારી
અવિકારી
સંજ્ઞા(વિશેષ્ય)ના લિંગ-વચન અનુસાર બદલાય.
સંજ્ઞા(વિશેષ્ય)ના લિંગ-વચન અનુસાર ન બદલાય.
સારો/સારી/સારું
સુંદર/હોશિયાર
સ્થાનનિયત પ્રકારપૂર્વ (અનુવાદ્ય) વિશેષણ
ઉત્તર (વિધેય) વિશેષણ
સંજ્ઞા(વિશેષ્ય)ની પૂર્વે આવતું વિશેષણ.
સંજ્ઞા(વિશેષ્ય)ની પછી વિધેયના અંશ તરીકે આવતું વિશેષણ.
આ સુંદર બાગ છે.
આ બાગ સુંદર છે.

વિશેષણના પ્રકારો ત્રણ રીતે પાડવામાં આવ્યા છેઃ

  1. અર્થગત,
  2. રચનાગત અને
  3. સ્થાનનિયત વિશેષણો.

(1) અર્થગત: અર્થ અનુસાર વિશેષણના સાત પ્રકાર પાડવામાં આવે છેઃ

1. ગુણવાચક વિશેષણ: આ વિશેષણ વિશેષ્ય(નામ)નાં રંગ, સ્વાદ, આકાર, કદ, સાદશ્ય, કર્તુત્વ વગરે દર્શાવે છે.

ઉદાહરણ:

Question. (1) ભાગીરથીનો નવરંગ સાળુ ભેંસના છાણમાં જરાક બગડે તો એનો આખો દિવસ બગડતો.
(2) શ્યામ રંગ સમીપે ન જાવું હો રાજ....
Answer: ઉપરનાં બંને વાક્યોમાં “નવરંગ” અને “શ્યામ” રંગદર્શક ગુણવાચક વિશેષણો છે. આ શબ્દો વસ્તુનો રંગ બતાવી તેનું વર્ણન કરે છે.

 

Question. (3) ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર.
(4) ખાટું દહીં છાશ બનાવવામાં વપરાય છે.
Answer: ઉપરનાં બંને વાક્યોમાં “મોળો”, “સૂનો અને ખાટું સ્વાદદર્શક ગુણવાચક વિશેષણો છે. આ શબ્દો વસ્તુનો સ્વાદ બતાવી તેનું વર્ણન કરે છે.

 

Question. (5) ગોળગોળ ફૂદડી ફરતાં જઈએ, ગીત ગાતાં જઈએ.
Answer: વાક્યમાં “ગોળગોળ” આકારદર્શક ગુણવાચક વિશેષણ છે. તે વસ્તુનો આકાર બતાવી તેનું વર્ણન કરે છે.

 

Question. (6) આડાઅવળા પંથે અમે કેમ કરીને જાશું?
Answer: ઉપરનાં બંને વાક્યોમાં “ગોળગોળ” અને “આડાઅવળા” આકારદર્શક ગુણવાચક વિશેષણો છે. તે વસ્તુનો આકાર બતાવી તેનું વર્ણન કરે છે.

 

Question. (7) નાની એવી જાતક વાતનો મચાવીએ નહિ શોર.
(8) આવડું મોટું ઘર!
Answer: ઉપરનાં બંને વાક્યોમાં “નાની” અને “આવડું મોટું” કદદર્શક કે પરિમાણદર્શક ગુણવાચક વિશેષણો છે. તે વસ્તુનું કદ અથવા માપ બતાવી તેનું વર્ણન કરે છે.

 

Question. (9) જેવું અન્ન તેવો ઓડકાર.
(10) જેવું - તેવું કાપડ મને શું ગમે?
Answer: ઉપરનાં બંને વાક્યોમાં “જેવું-તેવો”, “જેવું-તેવું” એ સાદૃશ્યદર્શક કે પ્રકારદર્શક ગુણવાચક વિશેષણો છે. તે વસ્તુની સમાનતા કે પ્રકાર બતાવી તેનું વર્ણન કરે છે.

 

Question. (11) બોલકો છોકરો સૌને ગમે.
(12) સાંભળનાર છે જ કોણ અહીં?
Answer: વાક્યો (11) અને (12)માં “બોલકો” અને “સાંભળનાર” એ કર્તુત્વદર્શક ગુણવાચક વિશેષણો છે. તે વસ્તુનો ગુણ બતાવી તેનું વર્ણન કરે છે.

સંક્ષેપમાં, ઉપર દર્શાવેલાં વિશેષણો વિશેષ્ય (નામ / સંજ્ઞા)ના ગુણ'નો નિર્દેશ કરે છે. આ વિશેષણો સંજ્ઞા કે નામનો ગુણ દર્શાવી તેના અર્થમાં વધારો કરે છે. ગુણનો નિર્દેશ કરે કે અર્થમાં વિશેષતા લાવે એવાં પદોને ગુણવાચક વિશેષણો કહે છે.

2. સંખ્યાવાચક વિશેષણઃ

આ વિશેષણ સંખ્યા દર્શાવે છે. (નોંધઃ સંખ્યા પણ નામ કે વિશેષ્યનો એક ગુણ છે એટલે સંખ્યા દર્શાવનારાં વિશેષણોનો પણ ગુણવાચક વિશેષણોમાં સમાવેશ કરવામાં આવે છે.].

ઉદાહરણોઃ ત્રણ, પાંચ, પંદર, પચાસ, સો વગેરે. (આ વિશેષણો પૂર્ણ સંખ્યા દર્શાવે છે માટે આને "પૂર્ણાંકદર્શક સંખ્યાવાચક વિશેષણો કહે છે.)

ત્રીજો - ત્રીજી - ત્રીજું, પાંચમો - પાંચમી - પાંચમું, પંદરમો - પંદરમી-પંદરમું વગેરે ક્રમિક સંખ્યા દર્શાવે છે માટે આને “ક્રમદર્શક સંખ્યાવાચક વિશેષણો' કહે છે.

પા, અડધું, પોણું વગેરે. (આ વિશેષણો અપૂર્ણ સંખ્યા દર્શાવે છે માટે આને “અપૂર્ણાંકદર્શક સંખ્યાવાચક વિશેષણો' કહે છે.)

બેઉ, ચારેય વગેરે. (આ વિશેષણો સકલતા કે સમગ્રતા દર્શાવે છે માટે આને "સાકલ્યદર્શક સંખ્યાવાચક વિશેષણો કહે છે.)

બેવડું, ત્રેવડું વગેરે. (આ વિશેષણો સંખ્યા કેટલા ગણી છે તે દર્શાવે છે માટે આને "આવૃત્તિદર્શક સંખ્યાવાચક વિશેષણો” કહે છે.)

દરેક, પ્રત્યેક, ચાર - ચાર, છ - છ વગેરે. (આ વિશેષણો સંખ્યાનું જુદાપણું કે ટુકડીનો અર્થ દર્શાવે છે માટે આને ભિન્નતાદર્શક સંખ્યાવાચક વિશેષણો' કહે છે.)

ચોકું, દશકો - દસકો, કોડી, સદી વગેરે. (આ વિશેષણો સમુદાય દર્શાવે છે માટે આને "સમૂહદર્શક સંખ્યાવાચક વિશેષણો' કહે છે.) ચોક, દશકો - દસકો, કોડી, સદી વગેરે સમૂહદર્શક સંખ્યાવાચક વિશેષણો સંજ્ઞા કે નામ તરીકે પણ વપરાય છે.

થોડું, ઓછું, ઝાઝું, અન્યોન્ય વગેરે. (આ વિશેષણો સંખ્યાનું અચોક્કસપણું દર્શાવે છે માટે આને "અનિશ્ચયદર્શક સંખ્યાવાચક વિશેષણો” કહે છે.)

3. સાર્વનામિક વિશેષણ

વિશેષણ તરીકે વપરાતાં સર્વનામ કે સર્વનામજન્ય (સર્વનામમાંથી બનતાં) વિશેષણ સાર્વનામિક વિશેષણ કહેવાય છે.

ઉદાહરણ તે નિશાળ, પેલું પુસ્તક. (અહીં સર્વનામ વિશેષણ તરીકે વપરાય છે માટે આને “મૂળ સાર્વનામિક વિશેષણો' કહે છે.)

આટલું ધાન કોણ ખાશે? જેટલા દાણા મેં આપ્યા તેટલા પૈસા તેણે મને આપ્યા. એણે કેટલું વજન ઊંચક્યું છે?

(આટલું, જેટલું જેટલા/જેટલી, તેટલા/તેટલી તેટલું... સર્વનામ પરથી બનેલાં વિશેષણો છે ને એ વિશેષણો જથ્થાનો નિર્દેશ કરે છે તેથી “જથ્થાદર્શક કે પરિમાણદર્શક સાર્વનામિક વિશેષણો' કહેવાય છે.

આવડું મોટું ઘર! જેવડી મૂર્તિ લેવી હોય તેવડી મૂર્તિ લો.

આ”, “જે’, ‘તે’ સર્વનામો પરથી આવડું, જેવડી, તેવડી વિશેષણો બન્યાં છે. આ વિશેષણો કદ દર્શાવે છે તેથી “કદદર્શક સાર્વનામિક વિશેષણો' કહેવાય છે.

જેવું બી વાવશો તેવું ફળ પામશો. જેવો આહાર એવો ઓડકાર.

જે’, ‘તે’, ‘એ’ સર્વનામો પરથી જેવું, તેવું, એવું એ વિશેષણો બન્યાં છે. આ વિશેષણો સાદૃશ્ય કે પ્રકાર (એકના જેવું બીજું) દર્શાવે છે માટે "સાદૃશ્યદર્શક કે પ્રકારદર્શક સાર્વનામિક વિશેષણો' કહેવાય છે.

કયો મૂર્ખ આ વાત માને? કઈ બાજુ જવું છે? કયું ગામ આવ્યું?

અહીં “કોણ’ સર્વનામમાંથી બનતું ‘કયો’ એ પ્રશ્નાર્થક સર્વનામ વિશેષણ તરીકે વપરાય છે. બીજું, “કઈ”, “કયું' એ પ્રશ્ન સૂચવે છે માટે આ બધાંને પ્રશ્નાર્થક સાર્વનામિક વિશેષણો' કહે છે.

4. ક્રિયાવાચક વિશેષણ

ધાતુઓ પરથી બનાવવામાં આવેલાં કૃદંત – વિશેષણો ક્રિયાવાચક વિશેષણ' કહેવાય છે.

ઉદાહરણઃ

બેસતું બાળક (અહીં ‘બેસતું’ કૃદંત – વિશેષણ ચાલુ ક્રિયા દર્શાવે છે માટે તેને ‘વર્તમાનકાલદર્શક ક્રિયાવાચક વિશેષણ’ કહે છે.)

પડેલો દડો. (અહીં ‘પડેલો’ કૃદંત – વિશેષણ થઈ ગયેલી ક્રિયા દર્શાવે છે માટે આ “ભૂતકાલદર્શક ક્રિયાવાચક વિશેષણ’ છે.)

પુરુષાર્થ કરનાર માણસને ફળ અવશ્ય મળવાનું. (અહીં 'કરનાર' કૃદંત – વિશેષણ થનાર ક્રિયા દર્શાવે છે માટે આને “ભવિષ્યકાલદર્શક ક્રિયાવાચક વિશેષણ’ કહે છે.)

5. પરિમાણવાચક વિશેષણ

આ વિશેષણ માપ દર્શાવે છે. (નોંધઃ “સાર્વનામિક વિશેષણ’માં આનો સમાવેશ થઈ જાય છે.)

ઉદાહરણ એવડું, કેવડું, જેટલું, કેટલું વગેરે.

6. પ્રકારવાચક કે રીતિવાચક વિશેષણ

આ વિશેષણ રીતે દર્શાવે છે. (નોધઃ ‘સાર્વનામિક વિશેષણ’માં આનો પણ સમાવેશ થઈ જાય છે. ઉદાહરણ એવું, તેવું, કેવું, જેવું વગેરે.

7. સંજ્ઞાસાધિત વિશેષણ

અંગ્રેજી વ્યાકરણ પ્રમાણે સંજ્ઞાવાચક કે વ્યક્તિવાચક સંજ્ઞા – Proper Noun – ઉપરથી બનેલાં વિશેષણો ‘સંજ્ઞાસાધિત વિશેષણો’ કહેવાય છે.

ઉદાહરણઃ કાશ્મીરી શાલ, કોલ્હાપુરી ગોળ, કાનપુરી ચપ્પલ, મરાઠી ભાષા, ભારતીય સંસ્કૃતિ વગેરે.

ઉપરનાં ઉદાહરણમાં કાળા અક્ષરે છાપેલાં પાંચેય વિશેષણો અનુક્રમે કાશ્મીર, કોલ્હાપુર, કાનપુર, મરાઠા અને ભારત એ સંજ્ઞાવાચક નામો પર તૈયાર થયેલાં – બનેલાં છે એટલે એ બધાં “સંજ્ઞાસાધિત વિશેષણો છે.

(2) રચનાગત વિશેષણનું

રૂપ વિશેષ્ય(નામ)નાં લિંગવચન પ્રમાણે બદલવાથી. આ રીતે વિશેષણના બે પ્રકાર પડે છેઃ

1. વિકારી વિશેષણઃ લિંગ પ્રમાણે ફેરફાર પામનાર વિશેષણ વિકારી કહેવાય છે.

ઉદાહરણો સારો છોકરો, સારી છોકરી, સારું છોકરું.

અહીં “સારો’, “સારી’, “સારું’ – વિશેષણોને ‘ઓ’, ‘ઈ’, ‘ઉ’ પ્રત્યયો લાગે છે. છોકરો (પું.), છોકરી (સ્ત્રી), છોકરું(નપું.)ના લિંગની અસર વિશેષણ ઉપર થાય છે તેથી તે વિશેષણો વિકારી કે વ્યક્તલિંગવાચક છે.

2. અવિકારી વિશેષણ: લિંગમાં ફેરફાર થતાં ન બદલનાર વિશેષણ અવિકારી કહેવાય છે.

ઉદાહરણો : ચતુર પુરુષ, ચતુર સ્ત્રી, ચતુર બાળક.

અહીં “ચતુર’ વિશેષણને કશો પ્રત્યય લાગ્યો નથી. પુરુષ (પું.), સ્ત્રી (સ્ત્રી.) બાળક (નપું.) હોવા છતાં તેનાં લિંગની અસર વિશેષણ ઉપર થતી નથી તેથી તે વિશેષણ (તેવાં વિશેષણો) અવિકારી કે અવ્યક્ત – લિંગવાચક છે.

(3) સ્થાનનિયત: વિશેષણનું સ્થાન વિશેષ્યની આગળ કે પાછળ કરવાથી. આ રીતે વિશેષણના બે પ્રકાર પડે છેઃ

1. પૂર્વ અથવા અનુવાદ્ય વિશેષણ: વિશેષ્યની પૂર્વે આવતું વિશેષણ પૂર્વ કે અનુવાઘ વિશેષણ કહેવાય છે.

ઉદાહરણોઃ

  • આ રમણીય ઉદ્યાન છે.
  • આ હોશિયાર છોકરો છે.

આ બંને વાક્યોમાં “રમણીય અને હોશિયાર” એ બંને વિશેષણો અનુક્રમે વિશેષ્ય (નામ) ‘ઉદ્યાન’ અને “છોકરો'ની પૂર્વે આવે છે એટલે એ વિશેષણો પૂર્વ કે અનુવાઘ વિશેષણો છે.

2. ઉત્તર અથવા વિધેય વિશેષણ: વિશેષ્યની પછી વિધેયના અંશ તરીકે આવતું વિશેષણ ઉત્તર કે વિધેય વિશેષણ કહેવાય છે.

ઉદાહરણો

  1. આ ઉદ્યાન રમણીય છે.
  2. આ છોકરો હોશિયાર છે.

આ બંને વાક્યોમાં “રમણીય” અને “હોશિયાર” એ બંને વિશેષણો અનુક્રમે વિશેષ્ય (નામ) “ઉદ્યાન” અને “છોકરો'ની પાછળ – પછી વિધેયના ભાગમાં આવે છે.

વિશેષણ સ્વાધ્યાય

Question. નીચેનાં વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવોઃ

 

Question 1.
1. સમુદ્રનું પેટ ઠાલું થયું, તે અગાધ જળ, સ્વામી! ક્યાં ગયું?
2. ઓઢું હું કાળો કામળો; દૂજો ડાઘ ન લાગે કોય.
3. આટલું બધું ઘી રેડાય?
4. ઊના પાણીનું તો પેલું ઊજળું હાંલ્લું છે.
5. આ શુદ્ર મહીં એ નહિં કામ આવે.
Answer:
1. અગાધ – પરિમાણવાચક વિશેષણ, ઠાલું – ગુણવાચક વિશેષણ
2. કાળો – (રંગદર્શક) ગુણવાચક વિશેષણ, દૂજો – ક્રમવાચક સંખ્યાવિશેષણ
3. આટલું – પરિમાણવાચક વિશેષણ
4. ઊના, ઊજળું – ગુણવાચક વિશેષણ
5. શુદ્ર – ગુણવાચક વિશેષણ, આ – દર્શક સાર્વનામિક વિશેષણ

 

Question 2.
1. ખીસામાંથી એક નાનું માઉથ - ઑર્ગન કાઢી એણે મને આપ્યું.
2. ટૉમે ઉષ્માપૂર્વક મારો હાથ દબાવ્યો.
3. ફટાકડા ફોડનાર પામર જીવોની હું દયા ખાવા લાગ્યો.
4. કેટલા બધા માણસો આ ગંધાતી ચા ઢીંચે છે.
5. આજે આ ત્રણે પાત્રો નથી.
Answer:
1. એક – સંખ્યાવાચક વિશેષણ; નાનું – પરિમાણવાચક વિશેષણ
2. મારો – સાર્વનામિક વિશેષણ
3. ફોડનાર – કર્તવાચક વિશેષણ; પામર – ગુણવાચક વિશેષણ
4. કેટલા બધા – પરિમાણવાચક વિશેષણ; આ – (દર્શક) સાર્વનામિક વિશેષણ
5. આ – (દર્શક) સાર્વનામિક વિશેષણ; ત્રણે – (સાકલ્યદર્શક) વિશેષણ

 

Question 3. સંખ્યાવાચક વિશેષણ
(1) એનું જાગ્રત ભાન જો દરેક માણસને હોત તો તે કાદવનો તિરસ્કાર ન કરત.
(2) પહેલે પાને એક નાનકડું વાક્ય લખ્યું હતું.
(3) આછલાં કંકુ ઘોળ રે લાડી.
(4) નટખટ ને નખરાળી નવોઢા રમી રહી.
(5) આજનું એ અમૃતમીઠું ભોજન પણ યાદ આવ્યું.
Answer:
(1) જાગ્રત – ગુણવાચક વિશેષણ; દરેક – સંખ્યાવાચક વિશેષણ
(2) પહેલે – ક્રમવાચક સંખ્યાવિશેષણ; એક – સાદું સંખ્યાવાચક વિશેષણ; નાનકડું – ગુણવાચક વિશેષણ
(3) આછલાં – ગુણવાચક વિશેષણ
(4) નટખટ, નખરાળી – ગુણવાચક વિશેષણ
(5) અમૃતમીઠું – ગુણવાચક (સ્વાદવાચક) વિશેષણ, એ – (દર્શક) સાર્વનામિક વિશેષણ

 

Question 4.
(1) તેનો સ્વર કોમળ હતો.
(2) ગોવિંદ ધીમા બળતા દીવા સામે જોઈ રહ્યો છે.
(3) તેના મનમાં નિશ્ચયાત્મક બુદ્ધિનો પ્રવેશ થયો હતો.
(4) મારા તાબામાં દસ હજાર સામંત હોત ...
(5) હું તો એક નાનો સિપાહી છું.
Answer:
(1) કોમળ – અવિકારી – અવ્યક્તલિંગવાચક અને ઉત્તર કે વિધેય વિશેષણ; ગુણવાચક વિશેષણ
(2) ધીમા – ગુણવાચક વિશેષણ; બળતા – (વર્તમાનદર્શક) ક્રિયાવાચક વિશેષણ
(3) નિશ્ચયાત્મક – ગુણવાચક વિશેષણ
(4) દસ હજાર – સંખ્યાવાચક વિશેષણ, મારા – સાર્વનામિક વિશેષણ
(5) એક – સંખ્યાવાચક વિશેષણ; નાનો – પરિમાણવાચક વિશેષણ

 

Question 5.
(1) દરેકેદરેક બનાવની રજેરજ વિગત હું જાણું છું.
(2) બૉમ્બ બનાવીને નિર્દોષ સૈનિકોને મુક્તિ આપવી જોઈતી હતી.
(3) એમ અવળે મોઢે કેમ બેઠા?
(4) ઊના પાણીનું તો પેલું ઊજળું હાંલ્લું છે.
(5) વિના પ્રીતિ ક્યાંથી ઇતર ઉરમાં પ્રેમ પ્રગટે?
Answer:
(1) દરેકેદરેક – સંખ્યાવાચક વિશેષણ; રજેરજ – પરિમાણવાચક વિશેષણ
(2) નિર્દોષ – ગુણવાચક વિશેષણ
(3) અવળે – પ્રકારવાચક વિશેષણ
(4) ઊના – ગુણવાચક વિશેષણ; પેલું – સાર્વનામિક વિશેષણ; ઊજળું – ગુણવાચક વિશેષણ
(5) ઇતર – (સાર્વનામિક) સંખ્યાવાચક વિશેષણ

ક્રિયાવિશેષણ

ક્રિયાવિશેષણ ક્રિયાપદના અર્થમાં વિશેષતા – વધારો લાવનાર પદ છે. જે પદ ક્રિયાની રીત, ક્રિયાનો હેતુ, ક્રિયાનું સ્થળ કે ક્રિયાનો સમય દર્શાવી તેમાં વિશેષતા લાવે તે ક્રિયાવિશેષણ કહેવાય છે.

નીચેનાં વાક્યો વાંચોઃ

  • સુધા સુંદર ગીત ગાય છે
  • સુધા ગીત સુંદર ગાય છે.
  • મનહર ઘરની અંદર જાય છે.
  • મનહર અંદર ગયો.

પહેલા વાક્યમાં ‘સુંદર’ પદ 'ગીત (સંજ્ઞા વિશેષ્ય)ની વિશેષતા દર્શાવે છે તેથી વિશેષણ છે. બીજા વાક્યમાં "સુંદર' પદ ક્રિયાપદની વિશેષતા (ગાવાની રીત) દર્શાવે છે તેથી તે ક્રિયાવિશેષણ છે.

ત્રીજા વાક્યમાં “અંદર” પદ “ઘરની પદનામ/સંજ્ઞા)ની સાથે જોડાયેલું છે એટલે નામયોગી છે. ચોથા વાક્યમાં 'અંદર' પદ ‘ગયો’ ક્રિયાપદનું સ્થળ દર્શાવે છે અર્થાત્ તે ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે તેથી તે ક્રિયાવિશેષણ છે.

ક્રિયાવિશેષણના પ્રકારઃ

સમયદર્શક ક્રિયાવિશેષણઃ નીચેનાં વાક્યોમાંનાં રેખાંકિત પદો તપાસો :

  • ન માગે દોડતું આવે ને વિશ્વાસે કદી રહેજે.
  • હવે ફરીથી અઘરણી આવશે ત્યારે કંકોતરી મોકલશે.
  • ઇચ્છા હોય ત્યાં સુધી આવો.
  • થોડી વાર મુંજાલ જોઈ રહ્યો.
  • ગાડી ક્યારેક મોડી આવે છે.

ઉપરનાં વાક્યોમાંનાં રેખાંકિત પદો ક્રિયાપદનો સમય બતાવે છે એટલે તે બધાં સમયદર્શક ક્રિયાવિશેષણ છે.

નીચે આપેલા શબ્દો પણ સમયદર્શક ક્રિયાવિશેષણ તરીકે વપરાય છે:

  • હવે,
  • હાલ,
  • અત્યારે,
  • ક્યારે,
  • જ્યારે,
  • હમણાં,
  • સદે,
  • અવારનવાર,
  • વારંવાર,
  • કદાપિ,
  • નિરંતર,
  • ફરી વગેરે.

(2) રીતિદર્શક ક્રિયાવિશેષણઃ નીચેનાં વાક્યોમાંનાં રેખાંકિત પદો તપાસો

  • ઝાઝું તો મૂંગા રહીએ.
  • જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે.
  • જરાયે અંતરે આનંદ ના ઓછો થવા દેજે.
  • જીવરામ ભટ્ટ ધીમેથી ઊઠ્યા.
  • ખરેખર તો આખો પાઠ મને મોઢે થઈ ગયો છે.

ઉપરનાં વાક્યોમાંનાં રેખાંકિત પદો ક્રિયાપદની રીત દર્શાવે છે એટલે તે બધાં રીતિદર્શક ક્રિયાવિશેષણ છે.

નીચે આપેલા શબ્દો પણ રીતિદર્શક ક્રિયાવિશેષણ તરીકે વપરાય છેઃ

આમ, તેમ, કેમ, જેમ - તેમ, ફટાફટ, એકદમ, જલદી, ગુપચુપ, માંડ, અડોઅડ, પડ્યો - પડ્યો, તરત, તરતોતરત વગેરે.

(3) Quantifying or Proportional Adverb: Examine the underlined words in the following sentences:

  • I will get along more with Michael.
  • Mom likes cashews very much.
  • Oh brother! How much strength does our sorrow have?
  • My sister does not like sweets at all.

The underlined words in the sentences above show the quantity or amount of the action, so all of them are considered quantifying or proportional adverbs. Words like "very," "a little," "a bit," "barely," "enough," "completely," "extremely," and others are also used as quantifying or proportional adverbs.

(4) Attitudinal Adverb (Indicating Certainty or Negation):

  • We do not need a crown, nor do we need a kingdom. (negation)
  • The young Mir was firm in his decision. (certainty)
  • I will never experience sorrow. (certainty)
  • You can say with confidence that victory will surely be ours. (certainty)

The underlined words in these sentences show either negation or certainty of the action, so they are all attitudinal adverbs. Words like "truly," "indeed," "undoubtedly," and similar terms are also used as attitudinal adverbs.

(5) Locational Adverb: Examine the underlined words in the following sentences:

  • Truly, that boy sat above.
  • It would be good if you came up.
  • With a pounding heart, he went inside.
  • Go down, father is waiting for you.
  • Go outside and sit.

The underlined words in the above sentences show the place of the action, so all of them are locational adverbs. Words like "here," "there," "midway," "eastward," "westward," "where," "near," "around," "far," "below," and others are also used as locational adverbs.

Exercise

Identify the adverb from the following sentences and state its type:

 

Question 1.
(1) The ocean's belly became vast; where did the unfathomable waters go, my lord?
(2) I will wear a black blanket; no other stain will appear.
(3) So much ghee is poured?
(4) The warm water has that bright pot.
(5) This short task will not work here.
Answer:
(1) અગાધ - Quantifying Adverb, ઠાલું - Adjective of Quality
(2) કાળો - Adjective of Quality (color-indicating), દૂજો - Ordinal Numeral Adjective
(3) આટલું - Quantifying Adverb
(4) ઊના, ઊજળું - Adjective of Quality
(5) શુદ્ર - Adjective of Quality, આ - Demonstrative Pronominal Adjective
In simple words: When a word describes how much, what color, or which position, it's either an adverb or an adjective. We determine its type by how it modifies another word.

Exam Tip: Pay close attention to whether the word modifies a verb (adverb) or a noun (adjective). The context is key.

 

Question 2.
(1) From his pocket, he took out a small mouth-organ and gave it to me.
(2) Tom gently pressed my hand.
(3) I began to pity the foolish people who set off firecrackers.
(4) How many people are drinking this stinky tea?
(5) Today, these three characters are missing.
Answer:
(1) એક - Numeral Adjective; નાનું - Quantifying Adjective
(2) મારો - Pronominal Adjective
(3) ફોડનાર - Agentive Adjective; પામર - Adjective of Quality
(4) કેટલા બધા - Quantifying Adverb; આ - (Demonstrative) Pronominal Adjective
(5) આ - (Demonstrative) Pronominal Adjective; ત્રણે - (Collective) Numeral Adjective
In simple words: Look for words that tell "how much," "whose," or "what kind." These often serve as adjectives or adverbs, describing nouns or actions in a sentence.

Exam Tip: Remember that even numbers and pronouns can function as adjectives when they describe a noun.

 

Question 3.
(1) If every person had this conscious awareness, they would not despise mud.
(2) There was a small sentence written on the first page.
(3) Mix light vermilion, my dear.
(4) The naughty and playful newlywed was playing.
(5) Today's ambrosial meal was also remembered.
Answer:
(1) જાગ્રત - Adjective of Quality; દરેક - Numeral Adjective
(2) પહેલે - Ordinal Numeral Adjective; એક - Simple Numeral Adjective; નાનકડું - Adjective of Quality
(3) આછલાં - Adjective of Quality
(4) નટખટ, નખરાળી - Adjective of Quality
(5) અમૃતમીઠું - Adjective of Quality (Taste-indicating), એ - (Demonstrative) Pronominal Adjective
In simple words: Spot the words that describe how something feels or looks, its position in a sequence, or if it's a specific amount. These are often adjectives, giving more details about nouns.

Exam Tip: Adjectives of quality are very common. Always consider if a word describes a characteristic like color, taste, or a general trait.

 

Question 4.
(1) The Vishwamitra of Kaliyuga looked at her for a while.
(2) The wife immediately put a pink tea cup on the table and spoke.
(3) The resolution started from which night?
(4) Do not ask for what comes running, nor trust it ever.
(5) Do not let happiness decrease inside even a little.
Answer:
(1) થોડી વાર - Time-indicating Adverb
(2) તરત જ - Time-indicating Adverb
(3) ક્યારથી - Time-indicating Adverb
(4) કદી - Time-indicating Adverb
(5) જરાયે - Manner Adverb
In simple words: Look for words that tell "when" something happened (like "for a while," "immediately," "since when," "never") or "how" it happened (like "even a little"). These are adverbs of time and manner.

Exam Tip: Time adverbs indicate duration, frequency, or a specific point in time. Manner adverbs explain the way an action is performed.

 

Question 5.
(1) It is harder to make peace than discord.
(2) Don't be crazy, girl, no one has stolen your Nandkumar.
(3) Munjal looked up with pride.
(4) Munjal laughed scornfully.
(5) When are you going to Avanti?
Answer:
(1) વધારે - Proportional Adverb
(2) મા - Negative Adverb
(3) ઊંચું - Manner Adverb
(4) તિરસ્કારભર્યું - Attitudinal Adverb
(5) ક્યારે - Time-indicating Adverb
In simple words: Identify words that show "how much" (more), "negation" (not), "how" (upward, scornfully), or "when" (when). These are all different kinds of adverbs.

Exam Tip: Adverbs add crucial detail to verbs, adjectives, or other adverbs. Understand what question each adverb answers (how, when, where, to what extent) to identify its type.

Exam-Oriented Exercise (Q&A according to Board - Question Paper Pattern)

1. Write the correct type of the following nouns from the given options

 

Question 1.
1. હેમત - (જાતિવાચક, ભાવવાચક, વ્યક્તિવાચક)
2. નરેન્દ્ર - (ભાવવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક)
3. આબુ - (દ્રવ્યવાચક, ભાવવાચક, વ્યક્તિવાચક)
4. હાથી - (સમૂહવાચક, જાતિવાચક, વ્યક્તિવાચક)
5. રાજ્ય - (જાતિવાચક, વ્યક્તિવાચક, ભાવવાચક)
6. પંખી - (વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક)
7. ઘી - (વ્યક્તિવાચક, દ્રવ્યવાચક, જાતિવાચક)
8. મધ - (જાતિવાચક, વ્યક્તિવાચક, દ્રવ્યવાચક)
9. ખાંડ - (સમૂહવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક)
10. સૌંદર્ય - (ભાવવાચક, સમૂહવાચક, વ્યક્તિવાચક)
11. ગાંસડી - (વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક)
12. માંદગી - (જાતિવાચક, સમૂહવાચક, ભાવવાચક)
13. ઝૂમખું - (સમૂહવાચક, ભાવવાચક, વ્યક્તિવાચક)
14. સંઘર્ષ - (ભાવવાચક, વ્યક્તિવાચક, જાતિવાચક)
15. સમિતિ - (સમૂહવાચક, ભાવવાચક, દ્રવ્યવાચક)
Answer:
1. વ્યક્તિવાચક
2. વ્યક્તિવાચક
3. વ્યક્તિવાચક
4. જાતિવાચક
5. જાતિવાચક
6. જાતિવાચક
7. દ્રવ્યવાચક
8. દ્રવ્યવાચક
9. દ્રવ્યવાચક
10. ભાવવાચક
11. સમૂહવાચક
12. ભાવવાચક
13. સમૂહવાચક
14. ભાવવાચક
15. સમૂહવાચક
In simple words: Each word belongs to a specific type of noun. A proper noun names a specific person, place, or thing. A common noun refers to a general group. A material noun indicates a substance, an abstract noun represents a quality or state, and a collective noun refers to a group.

Exam Tip: To correctly identify noun types, ask yourself: Is it a specific name (proper)? A general category (common)? A substance (material)? An idea or feeling (abstract)? Or a collection (collective)?

 

Question 2. Identify the adjective from the following sentences and state its type?

 

Question 1.
1. If there are two - three friends together.
2. We should always bow to a virtuous saint.
3. We will preserve the soft color.
4. Bapu used to do the business of money-lending.
5. If Moh - Maya does not spread to him,
6. Remain blissful for all eight watches,
7. The number of devotees in our country is not small.
8. Now there was a wait of half an hour.
9. When we bathe, the whole Narmada is ours.
10. All of them worship all beings.
11. (He) ordered a quarter-litre of cow ghee.
12. The palms of the hands hit the face.
13. She had walked away, erasing her footsteps.
14. I was studying in the tenth grade at that time.
15. Worship everyone in the whole world.
Answer:
1. બે - ત્રણ - Numeral Adjective
2. શીલવંત - Adjective of Quality
3. સુંવાળા - Adjective of Quality
4. શાહુકારીનો ધંધો - Relational Adjective
5. મોહ - માયા - Adjective of Quality
6. આઠે - Numeral Adjective
7. આપણા - Pronominal Adjective
8. અર્ધા - Numeral Adjective
9. આખી - Quantifying Adjective
10. સર્વ - Quantifying Adjective
11. પાશેર - Numeral Adjective
12. હાથના પંજા - Relational Adjective
13. પોતાનું - Pronominal Adjective
14. દસમા ક્રમિક - Ordinal Numeral Adjective
15. સકળ - Quantifying Adjective
In simple words: Adjectives describe nouns and pronouns, giving more details about their quantity, quality, relation, or position. They can be numbers, qualities, or even pronouns used to modify nouns.

Exam Tip: Pay attention to whether the word answers 'how many,' 'what kind,' 'whose,' or 'which one' about a noun to identify its adjective type.

 

Question 3. Identify the adverb from the following sentences and state its type:

 

Question 1.
1. Such wastage cannot be tolerated by us.
2. I left to go there for labor.
3. I will never suffer.
4. They started striking blows repeatedly on my self-respect.
5. Saying 'alright,' they suddenly left again.
Answer:
1. આમ - Manner Adverb
2. ત્યાં - Locational Adverb
3. કદી - Certainty Adverb
4. ઉપરાઉપરી - Manner Adverb
5. એકદમ - Manner Adverb
In simple words: Adverbs tell us "how," "where," "when," or "to what extent" an action occurs. They modify verbs, providing additional context to the sentence.

Exam Tip: To find adverbs, ask how, when, where, or why the action of the verb is happening. These words are often adverbs.

 

Question 4.
1. The Vishwamitra of Kaliyuga looked at her for a little while.
2. The wife immediately put a pink tea cup on the table and spoke.
3. The resolution started from which night?
4. Do not ask for what comes running, nor trust it ever.
5. Do not let happiness decrease inside even a little.
Answer:
1. થોડી વાર - Time-indicating Adverb
2. તરત જ - Time-indicating Adverb
3. ક્યારથી - Time-indicating Adverb
4. કદી - Time-indicating Adverb
5. જરાયે - Manner Adverb
In simple words: Words describing "how long," "how soon," "since when," "never," or "to what extent" are adverbs. They help to clarify the verb's action.

Exam Tip: Many adverbs of time indicate duration, frequency, or a specific point in the past or future. Manner adverbs explain the way something is done.

 

Question 5.
1. It is harder to make peace than discord.
2. Don't be crazy, girl, no one has stolen your Nandkumar.
3. Munjal looked up with pride.
4. Munjal laughed scornfully.
5. When are you going to Avanti?
Answer:
1. વધારે - Proportional Adverb
2. મા - Negative Adverb
3. ઊંચું - Manner Adverb
4. તિરસ્કારભર્યું - Attitudinal Adverb
5. ક્યારે - Time-indicating Adverb
In simple words: Adverbs clarify the details of an action, such as its intensity, negation, manner, or time. Look for words that answer questions like "how much," "not," "in what way," or "when."

Exam Tip: When analyzing adverbs, consider their function in modifying verbs or adjectives. This helps categorize them into proportional, negative, manner, attitudinal, or time-based types.

Free study material for Gujarati

GSEB Solutions Class 10 Gujarati સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો

Students can now access the GSEB Solutions for સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 10 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 10 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 10 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Gujarati Class 10 Solved Papers

Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 10 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો Solutions for the 2026-27 session?

The complete and updated GSEB Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો Solutions is available for free on StudiesToday.com. These solutions for Class 10 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 10 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો Solutions as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 10 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો Solutions will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો Solutions in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 10 Gujarati. You can access GSEB Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો Solutions in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 10 as a PDF?

Yes, you can download the entire GSEB Class 10 Gujarati Vyakaran સંજ્ઞા, વિશેષણ, ક્રિયાવિશેષણ અને તેના પ્રકારો Solutions in printable PDF format for offline study on any device.