GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 4 જીવન અંજલિ થાજો

Get the most accurate GSEB Solutions for Class 10 Gujarati Chapter 04 જીવન અંજલિ થાજો here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 10 Gujarati. Our expert-created answers for Class 10 Gujarati are available for free download in PDF format.

Detailed Chapter 04 જીવન અંજલિ થાજો GSEB Solutions for Class 10 Gujarati

For Class 10 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 10 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 04 જીવન અંજલિ થાજો solutions will improve your exam performance.

Class 10 Gujarati Chapter 04 જીવન અંજલિ થાજો GSEB Solutions PDF

GSEB Solutions

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (V) નિશાની કરો.

 

Question 1. કવિ પોતાના જીવનને કેવું બનાવવા માંગે છે ?
(a) સુઘડ
(b) આકર્ષક
(c) સ્વચ્છ
(d) પરોપકારી
Answer: (d) પરોપકારી
In simple words: The poet wishes his life to be beneficial and helpful to others.

Exam Tip: When a question asks about the poet's desires, identify the core theme of the poem. Here, it is about selfless service.

 

Question 2. કવિ કયો દીપક કદી ન ઓલવાય એમ ઇચ્છે છે ?
(a) અંધશ્રદ્ધાનો
(b) અશ્રદ્ધાનો
(c) શ્રદ્ધાનો
(d) નિરાશાનો
Answer: (c) શ્રદ્ધાનો
In simple words: The poet wants the lamp of faith to always stay lit and never be put out.

Exam Tip: Remember key metaphors used by the poet, such as the 'lamp of faith', as they often represent central ideas.

 

2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

 

Question 1. કવિ ભૂખ્યા અને તરસ્યા માટે શું બનવા ઇચ્છે છે ?
Answer: કવિશ્રી ભૂખ્યા લોકો માટે ભોજન અને તરસ્યા માટે પાણી બનવાની ઇચ્છા રાખે છે.
In simple words: The poet wants to become food for the hungry and water for the thirsty.

Exam Tip: Focus on direct and concise answers for one-sentence questions, mentioning both parts of the query.

 

Question 2. કવિ દરેક સ્પંદને શું ઇચ્છે છે?
Answer: કવિ દરેક ધબકારે ઈશ્વરનું નામ રટવાની ઇચ્છા રાખે છે.
In simple words: The poet wants to chant God's name with every beat of his heart.

Exam Tip: Understand the spiritual connection the poet wishes for; 'સ્પંદને' refers to every heartbeat or pulse.

 

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

 

Question 1. કવિ ક્યાં ચાલવાનું કહે છે? શા માટે ?
Answer: કવિ ઈશ્વરને મેળવવા માટે ચાલવાનું કહે છે. દરેક વ્યક્તિ ઈશ્વરને પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખે છે, જો પગ થાકી જાય, તો ઈશ્વર પ્રાપ્ત થતા નથી. તેથી, કવિ થાક્યા વિના ઈશ્વર મેળવવા માટે, તેમની દિશામાં ચાલવાની ઇચ્છા રાખે છે. સેવા કરવાથી ઈશ્વરની પ્રાપ્તિ સરળ બને છે. પરોપકાર કરો, ઈશ્વરને શોધો.
In simple words: The poet says to walk towards God to find him. Since everyone wants to reach God, but if their feet get tired, they won't reach him. So, the poet wants to walk tirelessly towards God, believing service makes it easier to find him.

Exam Tip: When answering 'why' questions, provide the reasoning clearly and connect it back to the poet's motivation or belief.

 

Question 2. કવિ પોતાનાં ચરણોને વણથાકયાં કેમ કહે છે ?
Answer: આપણે સમાજમાં કોઈ વસ્તુ મેળવવી હોય તો મહેનત કરવી પડે છે. કામ કરવું પડે છે, ચાલવું પડે છે. જો આપણા પગ ચાલતાં જ થાકી જાય, તો આપણને ધ્યેયની પ્રાપ્તિ થતી નથી. એટલે કવિ પોતાના પગને વણથાકયાં કહે છે; તો જ ઈશ્વર કે ધ્યેયને મેળવી શકાય છે.
In simple words: The poet calls his feet tireless because to achieve anything important in life or society, especially God or a goal, one must work hard and keep moving. If our feet tire, we cannot reach our aim.

Exam Tip: Explain the figurative meaning behind the poet's words, connecting 'tireless feet' to perseverance and dedication towards a goal.

 

4. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.

 

Question 1. "જીવન અંજલિ થાજો' – શીર્ષકની યથાર્થતા સિદ્ધ કરો.
Answer: 'જીવન અંજલિ થાજો' એક પ્રાર્થનાગીત છે, જે ખૂબ સુંદર અને ભાવનાત્મક છે. કવિ અહીં પોતાનું જીવન અંજલિ સમાન બને, એટલે કે બીજાના કામમાં આવે તેવી માંગણી વ્યક્ત કરે છે. ભૂખ્યા માટે ભોજન બનવું, તરસ્યા માટે પાણી બનવું, ગરીબ-દુ:ખિયાના આંસુ લૂછવાં અને આ કાર્ય કરતા ક્યારેય ન થાકવું, એવી કવિની લાગણી ખૂબ ઉચ્ચ છે. પોતાના માટે નહીં પણ બીજા માટે જીવવું અને મદદ કરવી – એવી કવિની ભાવના એક મહાન સંતના ગુણ દર્શાવે છે. સત્યના માર્ગે ચાલનાર વ્યક્તિને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કવિ આવા સત્યના ઉપાસકોના કાંટાળા માર્ગ પર ફૂલ બનીને પથરાવાની ઇચ્છા વ્યક્ત કરે છે. જીવન-રૂપી નૌકા સંસારરૂપી સાગરમાં ડગમગે ત્યારે શ્રદ્ધાના દીવાને પ્રગટાવી રાખવા ઈશ્વરને પ્રાર્થના કરે છે. આમાં કવિની નિ:સ્વાર્થ સેવા અને અન્ય માટે જીવન સમર્પિત કરવાની ભાવના કાવ્યમાં દરેક જગ્યાએ દેખાય છે; તેથી મારી દ્રષ્ટિએ 'જીવન અંજલિ થાજો' શીર્ષક દરેક પાસાંથી યોગ્ય સાબિત થાય છે.
In simple words: The title "Jeevan Anjali Thajo" (May Life Be an Offering) is fitting because the poem is a prayer where the poet wishes for his life to be an offering, helping others. He wants to feed the hungry, give water to the thirsty, and wipe tears of the poor without ever tiring. This selfless desire to live for others, even becoming flowers on the thorny path of truth-seekers, shows a great spiritual aspiration. The poet prays for the lamp of faith to always stay lit amidst life's struggles, confirming that the title truly represents the poem's theme of dedication and service.

Exam Tip: For title justification questions, connect the title to the poem's central theme, key imagery, and the poet's main message, providing examples from the poem itself.

 

Question 2. કાવ્યપંક્તિ સમજાવો : “વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો, શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો"
Answer: કવિની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા મજબૂત અને અચળ છે. જીવનરૂપી નૌકા સંસાર-સાગરમાં આવતા સુખ-દુ:ખના ચક્રવાતોની વચ્ચે હલતી-ડોલતી રહે છે. આવા દુ:ખદ પ્રસંગોએ હે ઈશ્વર ! મારો શ્રદ્ધાનો દીપક હંમેશાં પ્રગટેલો રહે અને ક્યારેય ન બુઝાય, એવી વ્યવસ્થા કરજો ! એક કવિએ કહ્યું છે : "અરે! શ્રદ્ધા ખોવાઈ જાય પછી કોઈ કાળે પણ ખાવા મળતું નથી." એટલે જો હું જ શ્રદ્ધા ગુમાવી દઉં તો મારું જીવન અંજલિરૂપ બની શકે નહીં. દુ:ખમાં અડગ રહેવા અને આગળ વધવા મારો શ્રદ્ધાનો દીવો અખંડ રહે, એવી કવિની ઈશ્વરને પ્રાર્થના છે. ઈશ્વર પણ બીજાને મદદ કરનારને તરત જ મદદ કરે છે.
In simple words: This line means that even when the poet's life, like a small boat, sways and rocks in the strong currents of the world's troubles, he prays that his lamp of faith never goes out. He believes his faith in God is strong and unbroken, and if he loses it, his life cannot truly be an offering to others. The poet asks God to ensure his faith always stays bright, helping him remain firm in hard times, as God quickly helps those who help others.

Exam Tip: When explaining poetic lines, first clarify the literal meaning, then delve into the deeper, metaphorical meaning, connecting it to the poet's broader philosophy or prayer.

 

સ્વાધ્યાય

નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો.

 

Question 1. જીવનને ભૂખ્યા કાજે શું બનાવવાનું છે ?
(A) ભજન
(B) ભોજન
(C) ધર
(D) નોકરી
Answer: (B) ભોજન
In simple words: The poet wishes his life to become food for the hungry.

Exam Tip: For simple recall questions, remember the direct imagery used by the poet for selfless service.

 

Question 2. તરસ્યા માણસને શેનાથી રાહત મળે છે ?
(A) ભજનથી
(B) ઝાડના છાંયાથી
(C) જળથી
(D) ઊંઘવાથી
Answer: (C) જળથી
In simple words: Thirsty people find comfort and relief from water.

Exam Tip: Think logically about what addresses the need mentioned; 'જળ' (water) is the direct relief for 'તરસ્યા' (thirsty).

 

Question 3. કોનાં આંસુ લૂછવાના છે ?
(A) સમ-દુ:ખિયાનાં
(B) હમ-દુ:ખિયાનાં
(C) કમ-દુ:ખિયાનાં
(D) દીન-દુ:ખિયાનાં
Answer: (D) દીન-દુ:ખિયાનાં
In simple words: The poet aims to wipe the tears of the poor and distressed.

Exam Tip: Pay attention to the specific terms used in the poem, 'દીન-દુ:ખિયાં' directly translates to the poor and sorrowful.

 

Question 4. દીન-દુ:ખિયાનાં આંસુ લૂછતા શું ન ધરાય ?
(A) અંતરે
(B) અન્નજળ
(C) રૂમાલ
(D) આરતી
Answer: (A) અંતરે
In simple words: While wiping the tears of the poor and distressed, the poet's heart should never be satisfied or full.

Exam Tip: This question tests understanding of the depth of the poet's selfless desire; 'અંતરે' refers to the inner feeling or heart.

 

Question 5. કોની કેડી કાંટાળી છે ?
(A) અસત્યની
(B) ધનની
(C) સતુ ની
(D) જંગલની
Answer: (C) સતુ ની
In simple words: The path of truth is described as thorny or difficult.

Exam Tip: Recognize the symbolic representation: the path of truth is often challenging, hence 'thorny'.

 

Question 6. કાંટાળી કેડી પર શું બનવાનું છે ?
(A) પથ્થર
(B) દીવાલ
(C) રેતી
(D) પુષ્પ
Answer: (D) પુષ્પ
In simple words: The poet wishes to become a flower on the thorny path.

Exam Tip: Understand the imagery: a flower on a thorny path symbolizes bringing comfort and ease to those treading a difficult path.

 

Question 7. જે જગતનું શું પીવાનું છે ?
(A) ઝેર
(B) લોહી
(C) પાણી
(D) શરબત
Answer: (A) ઝેર
In simple words: The poet is willing to drink the poison of the world.

Exam Tip: This shows the poet's willingness to absorb the world's negativity or suffering, a profound act of selflessness.

 

Question 8. ઝેરના બદલામાં શું આપવાનું છે ?
(A) દાન
(B) અમૃત
(C) સેવા
(D) પૈસા
Answer: (B) અમૃત
In simple words: In exchange for drinking poison, the poet wants to offer nectar to the world.

Exam Tip: The contrast between 'poison' and 'nectar' highlights the poet's ultimate aim to transform suffering into joy or peace.

 

Question 9. શું ન થાકે એમ કવિ કહે છે ?
(A) ચરર્થો
(B) કમળો
(C) ભમર
(D) વાયરો
Answer: (A) ચરર્થો
In simple words: The poet wishes that his feet never get tired.

Exam Tip: Connect 'ચરર્થો' (feet) with the earlier theme of walking tirelessly towards God or service.

 

Question 10. કોના પ્રત્યેક સ્પંદને નામ રટવાનું છે ?
(A) શ્વાસના
(B) હૈયાના
(C) મંદિરના
(D) પુષ્પના
Answer: (B) હૈયાના
In simple words: The poet wants to chant the name with every beat of his heart.

Exam Tip: 'હૈયાના સ્પંદને' (with every pulse of the heart) emphasizes a deep, continuous devotion.

 

Question 11. કોની વચ્ચે નાવ હાલ કડોલક થવાની છે ?
(A) કમળોની
(B) તળાવોની
(C) સરોવરોની
(D) વમળોની
Answer: (D) વમળોની
In simple words: The boat of life is expected to sway amidst whirlpools.

Exam Tip: 'વમળો' (whirlpools) metaphorically represent the struggles and challenges of life.

 

Question 12. આ દીવો કેવો છે ?
(A) શ્રદ્ધાનો
(B) આશાનો
(C) નિરાશાનો
(D) તૂફાનનો
Answer: (A) શ્રદ્ધાનો
In simple words: This lamp is a symbol of faith.

Exam Tip: The 'lamp' imagery frequently denotes guiding principles or inner strengths; here, it's 'faith'.

 

Question 13. ‘જીવન અંજલિ થાજો' ગીતના કવિ કોણ છે ?
(A) મકરંદ દવે
(B) કરસનદાસ માણેક
(C) નિરંજન ભગત
(D) ‘સુંદરમ્'
Answer: (B) કરસનદાસ માણેક
In simple words: The poet who wrote the song 'Jeevan Anjali Thajo' is Karsandas Manek.

Exam Tip: Always remember the author of important poems or texts, as this is a common factual question.

 

નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.

 

Question 1. કોનાં આંસુ લૂછવાનાં છે ?
Answer: ગરીબ-દુ:ખિયાના આંસુ લૂછવાના છે.
In simple words: The tears of the poor and sorrowful need to be wiped away.

Exam Tip: Provide a direct and brief answer, identifying the specific group mentioned in the poem.

 

Question 2. સત્ નો માર્ગ કેવો છે ?
Answer: સત્ નો માર્ગ કાંટાળો છે.
In simple words: The path of truth is described as thorny.

Exam Tip: Use the exact descriptive word from the poem when asked to characterize something.

 

Question 3. આવા કાંટાળા માર્ગ પર કવિને શું બનવું છે ?
Answer: આવા કાંટાળા માર્ગ પર કવિને પુષ્પ બનવું છે.
In simple words: The poet wishes to become a flower on such a thorny path.

Exam Tip: Remember the poet's transformative desire to bring comfort where there is hardship.

 

Question 4. કવિને જગતનું શું પીવું છે ?
Answer: કવિને જગતનું ઝેર પીવું છે.
In simple words: The poet wants to drink the poison of the world.

Exam Tip: This illustrates the poet's willingness to endure suffering for the sake of others.

 

Question 5. કવિ ઝેર પીને જગતને શું આપવા ઇચ્છે છે ?
Answer: કવિ ઝેર પીને જગતને અમૃત આપવા ઇચ્છે છે.
In simple words: After drinking the world's poison, the poet wishes to give nectar to the world.

Exam Tip: Note the powerful contrast that conveys the poet's selfless love and healing intent.

 

Question 6. કોના કારણે નૈયા હાલકડોલક થાય છે ?
Answer: વમળોને કારણે નૈયા હાલ ક-ડોલક થાય છે.
In simple words: The boat of life sways due to whirlpools.

Exam Tip: Understand 'વમળો' as a metaphor for life's challenges or difficulties.

 

Question 7. આ દીવો કેવો છે ?
Answer: આ શ્રદ્ધાનો દીવો છે.
In simple words: This lamp represents faith.

Exam Tip: The 'lamp' is a symbol of hope and unwavering belief in the face of adversity.

 

Question 8. કવિ ઈશ્વર પાસે દીવા માટે શું માગે છે ?
Answer: શ્રદ્ધાનો દીપક કદીયે ન ઓલવાય એ કવિ ઈશ્વર પાસે માગે છે.
In simple words: The poet asks God for the lamp of his faith to never be extinguished.

Exam Tip: This prayer reflects the poet's desire for unwavering spiritual strength and belief.

 

Question 9. “જીવન અંજલિ થાજો” પ્રાર્થનાગીતના કવિ કોણ છે ?
Answer: કરસનદાસ માણેક “જીવન અંજલિ થાજો” પ્રાર્થનાગીતના કવિ છે.
In simple words: Karsandas Manek is the poet of the devotional song "Jeevan Anjali Thajo."

Exam Tip: Knowing the author of a poem or song is crucial for credit and context.

 

નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો.

 

Question 1. કોનાં આંસુ લૂછતાં કવિને ધરવ થતો નથી ?
Answer: સમાજમાં ઘણા લોકો દુ:ખી છે. ચારેબાજુ દુ:ખ અને નિરાશા દેખાય છે. સમાજમાં સુખ કરતાં દુ:ખનું પ્રમાણ વધુ છે. કવિ આવા ગરીબ અને દુ:ખી લોકોના આંસુ લૂછવા માંગે છે અને તેથી આવા પરોપકારી કામ કરતાં એમના હૃદયને સંતોષ થતો નથી. તેમને સતત કામ કરતા રહેવાની ઇચ્છા છે.
In simple words: The poet feels unsatisfied when wiping the tears of the poor and suffering because he sees widespread sorrow and despair in society. The amount of suffering outweighs happiness, so even after helping, his heart longs to do more selfless work continuously.

Exam Tip: Explain the underlying reason for the poet's unending desire to serve, connecting it to the pervasive suffering he perceives in society.

 

Question 2. આ જગતમાં કયું કામ અઘરું ગણાય છે ?
Answer: આ જગતમાં ઝેર પીને અમૃત આપવાનું કામ ખૂબ જ મુશ્કેલ ગણાય છે. સમાજમાં ઘણા લોકો એકબીજા સાથે સારી રીતે વર્તતા નથી. દુ:ખ અને પીડાને કારણે લોકો વચ્ચે વેર-ઝેર ચાલુ રહે છે. કવિ આવા વેર-ઝેરને પી જઈને, ભૂલી જઈને – જગતને શાંતિ, સુખ અને અમૃતનું પાન કરાવવા માંગે છે. દુ:ખને ગળી જવા અને બદલામાં સુખ કે અમૃત આપવાનું કામ ખૂબ જ મુશ્કેલ ગણાય છે. માત્ર ઈશ્વરની દયા હોય તો જ આવું કામ થઈ શકે.
In simple words: In this world, drinking poison and giving nectar in return is considered very difficult. People often don't get along well, and pain causes conflicts. The poet wants to absorb this negativity, forget it, and offer peace and happiness to the world. Swallowing sorrow and giving joy in return is a tough task, possible only with God's grace.

Exam Tip: Detail the symbolic meaning of 'drinking poison' (absorbing negativity) and 'giving nectar' (offering peace), and emphasize the divine grace required for such a profound act.

 

નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.

 

Question 1. "ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, દીન-દુ:ખિયાનાં આંસુ લો'તા, અંતર કદી ન ધરાજો !"
Answer: 'જીવન અંજલિ થાજો' પ્રાર્થનાગીતમાં કવિને દુ:ખી અને અસહાય લોકોની મદદ કરવાની ઇચ્છા છે. સમાજનાં ભૂખ્યાં લોકોને પોતે ભોજન આપવા માંગે છે; જેથી તેઓ શાંતિથી જીવી શકે. સમાજમાં રહેલાં તરસ્યાં લોકોને પાણી પીવડાવવાની કવિની તીવ્ર ઇચ્છા છે, ભારતના અને ગુજરાતના ઘણા ગામડાં હજુ પણ પીવાના પાણીથી વંચિત છે. આવા લોકોને પીવાનું પાણી મળે તેવી ગોઠવણ કરવાની કવિની ઇચ્છા છે. જે લોકો ગરીબ છે અને પછાત છે; તેમના આંસુ પણ લૂછવાની ઇચ્છા કવિ બતાવે છે; અને આવા પરોપકારી કામ કરતાં તેમનું હૃદય કદી પણ સંતોષાય નહીં, એવી પ્રભુને પ્રાર્થના કરે છે. જીવનને પરોપકારી બનાવવા આવા મુશ્કેલ કાર્યો કરવાની કવિની ઇચ્છા ખરેખર પ્રશંસાને પાત્ર છે. સેવામાં જ ઈશ્વર વસેલા છે, ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપો – તો તમને ઈશ્વરની પ્રાપ્તિ સહેલાઈથી થાય છે.
In simple words: In the prayer 'Jeevan Anjali Thajo', the poet strongly desires to help suffering and helpless people. He wants to become food for the hungry so they can live peacefully, and provide water for the thirsty, especially since many villages still lack drinking water. The poet also wishes to wipe the tears of the poor and marginalized, praying that his heart never feels content while doing such charitable work. His eagerness to perform these difficult, selfless acts is truly commendable, as he believes serving others is serving God, which makes attaining God easier.

Exam Tip: Analyze each line of the stanza, explaining its literal meaning and then its broader implication regarding selfless service, compassion, and the path to spiritual fulfillment.

 

નીચેના પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો :

નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.

  • ત્વરિત – ઝડપી, વેગીલું
  • ઉમંગ – ઉમળકો, ઉત્સાહ
  • વિદિત – જાણેલું
  • વહેમ – સંશય, શંકા
  • કર્તવ્ય – ફરજ
  • નાદ – સ્વર
  • કોપ – ગુસ્સો, ક્રોધ
  • ઉપયોગી – ઉપયોગી
  • પૂજારિ – ધ્રુજારી
  • કવી – કવિ
  • નિસાનિ – નિશાની
  • પંકતી – પંક્તિ
  • સમુહ – સમૂહ

નીચેના શબ્દોની સાચી જોડણી લખો.

  • અંજલી – અંજલિ
  • દૂખીયા – દુ:ખિયા
  • સુંદર – સુંદર
  • અમ્રત – અમૃત

નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો.

  • સ્વચ્છ × ગંદુ
  • ભૂખ્યા × તરસ્યા
  • શ્રદ્ધા × અશ્રદ્ધા
  • સમીપ × દૂર
  • આશા × નિરાશા
  • સત x અસત
  • કર્ષક × અનાકર્ષક
  • ઝેર × અમૃત
  • સુઘડ × કૂવડ
  • મારું × તારું

નીચેના શબ્દોના વિશેષણ બનાવો

  • પરોપકાર – પરોપકારી
  • સમૂહ – સામૂહિક
  • આકર્ષણ – આકર્ષક
  • ભૂખ – ભૂખ્યા
  • શબ્દ – શાબ્દિક
  • તરસ – તરસ્યા
  • કાયમ – કાયમી
  • ઉપયોગ – ઉપયોગી

નીચેના શબ્દોની સંધિ છોડીને લખો.

  • રામાયણ – રામ + અયન
  • નાસ્તિક – ન + આસ્તિક
  • પૂર્વાપર – પૂર્વ + અપર
  • વિધાર્થી – વિદ્યા + અર્થી
  • દુરાચાર – દુ: + આચાર
  • સજ્જન – સત્ + જન
  • સંચય – સમુ + ચય
  • શિલ્પાનુકૂળ – શિલ્પ + અનુકૂળ
  • અથેતિ – અથ + ઇતિ
  • દેવાલય – દેવ + આલય
  • ચિંતાગ્નિ – ચિંતા + અગ્નિ
  • સમૃદ્ધિ – સમુ + ઋદ્ધિ
  • નિચ્છલ – નિસ્ + છલ
  • અધોગતિ – અધ: + ગતિ

જીવન અંજલિ થાજો Summary in Gujarati

જીવન અંજલિ થાજો કાવ્ય-પરિચય :

લેખક પરિચય : કરસનદાસ નરસિંહભાઈ માણેકનો જન્મ કરાંચીમાં થયો હતો. તેઓ જામનગર જિલ્લાના હડિયાણાના વતની હતા. ‘આલબેલ', ‘મહોબતને માંડવે', 'વૈશંપાયનની વાણી', ‘મધ્યાહ્ન' વગેરે તેમના કાવ્યસંગ્રહ છે, ‘હરિનાં લોચનિયાં' અને ‘લાક્ષાગૃહ' નામની બે તેમની જાણીતી રચનાઓ પણ છે, ‘વૈશંપાયન” ઉપનામથી તેમણે હળવી કટાક્ષમય શૈલીમાં કાવ્યો લખ્યાં છે.

કાવ્યનો સારાંશ : આ પ્રાર્થનાકાવ્ય સુંદર અને ભાવવાહી છે. પોતાનું જીવન અંજલિરૂપ બને, અન્યને ઉપયોગી થાય તેવી માંગણી કવિએ અહીં વ્યક્ત કરી છે, ભૂખ્યા માટે ભોજન બનવું, તરસ્યા માટે પાણી બનવું, દીનદુ:ખિયાનાં આંસુ લૂછતાં ક્યારેય ન થાકવું એ દ્વારા કવિએ બીજા માટે જીવવું એ જ સાચું જીવન છે તે સ્પષ્ટ રીતે વર્ણવ્યું છે. સત્ય (સાચા) માર્ગે ચાલનારના માર્ગ પર પુષ્પ બની પથરાવું, જીવનરૂપી નૌકા ડગમગે ત્યારે પણ શ્રદ્ધાનો દીવો પ્રગટેલો રાખવો એમાં નિ:સ્વાર્થ અને શ્રદ્ધાવાન જીવનની ઝાંખી થાય છે. અન્ય માટે જીવન સમર્પિત કરવાની દિવ્ય ભાવના "જીવન અંજલિ થાજો” એ મુખ્ય પંક્તિ દ્વારા ખૂબ સારી રીતે હૃદયમાં કોતરાઈ જાય છે.

નીચેની કાવ્યપંક્તિનો અર્થ લખો.

 

Question. જીવન અંજલિ થાજો અંજલિ થાજો !
Answer: મારું આ જીવન અંજલિરૂપ બને. હું સમાજમાં બીજાને ઉપયોગી બનું, એવું મારું જીવન અંજલિરૂપ બને, એવી મારી ઇચ્છા છે.
In simple words: May my life become an offering. I wish my life to be useful to others in society, truly an offering.

Exam Tip: When explaining the meaning of a poetic line, first state its direct interpretation and then elaborate on the deeper wish or philosophy it conveys.

 

Question. ભૂખ્યાં કાજે.............. મમમ અંજલિ થાજો !
Answer: ભૂખ્યાં લોકોને માટે મારું જીવન ભોજન આપનાર બને, તરસ્યા માણસોને હું પાણી પીવડાવી શકું, ગરીબ અને દુ:ખી માણસના દિલના દુ:ખને, તેમના આંસુ લૂછી શકું, એવું મારું આ જીવન અંજલિ રૂપ બનજો.
In simple words: May my life be an offering for the hungry by providing food, for the thirsty by giving water, and may I wipe the tears and sorrows from the hearts of the poor and distressed.

Exam Tip: Understand that this is a prayer for selfless service, where the poet desires to directly alleviate the suffering of others.

 

Question. સની કાંટાળી અંજલિ થાજો !
Answer: સત્યનો રસ્તો ખૂબ કાંટાળો છે, મુશ્કેલી ભર્યો છે. એવા રસ્તા પર મારું જીવન પુષ્પ બનીને પથરાય એવી મારી ઇચ્છા છે કે જેથી સત્યના રસ્તે ચાલનારને કાંટા કે દુ:ખ ન પહોંચે. આ જગતમાં ચારે બાજુ ઝેર, દુ:ખ, જૂઠ ફેલાયેલાં છે, તે બધાં હું પી જાઉં અને બદલામાં સમાજના લોકોને અમૃત અર્પણ કરું, એવું મારું જીવન અંજલિરૂપ બને.
In simple words: The path of truth is difficult and full of challenges. The poet wishes his life to become a flower on this thorny path, so those who follow truth don't encounter hardship. He wants to absorb all the negativity, sorrow, and lies of the world and, in return, offer peace and happiness to society, making his life an offering.

Exam Tip: Explain the metaphor of the 'thorny path of truth' and how the poet's desire to become a 'flower' or to 'drink poison' signifies a profound act of compassion and sacrifice.

 

Question. વણથાક્યા અંજલિ થાજો !
Answer: હે પ્રભુ ! હું તને પામવા માટે, ભલે ગમે તેટલું ચાલું, પણ મારા પગ જરાપણ થાકે નહિ, હંમેશને માટે તને પામવા હું ચાલતો રહું અને મારા પગ થાકે નહિ, મારા હૃદયની પ્રત્યેક ધડકને તારું જ નામ રટતું રહે, એવું મારું જીવન અંજલિરૂપ બને.
In simple words: Oh God! To reach you, no matter how much I walk, may my feet never tire. I wish to keep walking towards you forever without my feet getting exhausted, and may every beat of my heart chant your name, making my life an offering.

Exam Tip: This line emphasizes unwavering devotion and perseverance in the spiritual journey, linking physical endurance with spiritual dedication.

 

Question. વમળોની વચ્ચે અંજલિ થાજો !
Answer: સંસારમાં આવતી મુસીબતોના વમળો-સંકટની વચ્ચે મારી જીવનરૂપી નાવ ભલે હાલકડોલક થાય, ઊંચી નીચી થાય તેની મને ચિંતા નથી. મારો આપના ઉપરનો ભરોસો – વિશ્વાસનો, શ્રદ્ધાનો દીપક કોઈ દિવસ પણ બુઝાય નહિ, એવું મારું જીવન અંજલિરૂપ બનજો.
In simple words: Even when the boat of my life sways and rocks amidst the whirlpools and dangers of the world, I am not worried. I pray that the lamp of my faith and trust in you, God, never gets extinguished, making my life an offering.

Exam Tip: The 'whirlpools' symbolize life's challenges, and the poet's prayer is for an enduring faith that guides him through all difficulties, maintaining his spirit of service.

 

જીવન અંજલિ થાજો શબ્દાર્થ :

  • અંજલિ – ખોબામાં સમાય તેટલું પાણી કે ફૂલ લઈ અર્પવાની ક્રિયા
  • અમૃત – પીયૂષ, અમી
  • કાજે – વાસ્તે, માટે
  • દીન – ગરીબ, રેક, નિર્ધન
  • અંતર – હૃદય, ઉર, હૈયું
  • સત – સાચાપણું, સત્ય
  • જીરવવું – સહન કરવું, ખમવું
  • સમીપ – નજીક, પાસે
  • શ્રદ્ધા – આસ્થા, વિશ્વાસ
  • પ્રત્યેકે – દરેક, હરેક
  • નૈયા – નાવ;
  • ઉર – હૃદય;
  • થાજો – દોડજો;
  • સ્પંદન – નાડી ધ્રુજારી, થડકો.

જીવન અંજલિ થાજો તળપદા શબ્દો :

  • લો'તાં – લૂછતાં
  • નિત – નિત્ય, હંમેશાં, કાયમ
  • મુજ – મારું
  • કેરાં – નો
  • નવ – નહીં, ના, ન

Free study material for Gujarati

GSEB Solutions Class 10 Gujarati Chapter 04 જીવન અંજલિ થાજો

Students can now access the GSEB Solutions for Chapter 04 જીવન અંજલિ થાજો prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 10 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 04 જીવન અંજલિ થાજો

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 10 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 10 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Gujarati Class 10 Solved Papers

Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 10 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 04 જીવન અંજલિ થાજો to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 4 જીવન અંજલિ થાજો for the 2026-27 session?

The complete and updated GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 4 જીવન અંજલિ થાજો is available for free on StudiesToday.com. These solutions for Class 10 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 10 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 4 જીવન અંજલિ થાજો as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 10 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 4 જીવન અંજલિ થાજો will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 4 જીવન અંજલિ થાજો in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 10 Gujarati. You can access GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 4 જીવન અંજલિ થાજો in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 10 as a PDF?

Yes, you can download the entire GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 4 જીવન અંજલિ થાજો in printable PDF format for offline study on any device.