Get the most accurate GSEB Solutions for Class 10 Gujarati Chapter 23 લઘુકાવ્યોઃ દુહા મુક્તક હાઈકુ (First Language) here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 10 Gujarati. Our expert-created answers for Class 10 Gujarati are available for free download in PDF format.
Detailed Chapter 23 લઘુકાવ્યોઃ દુહા મુક્તક હાઈકુ (First Language) GSEB Solutions for Class 10 Gujarati
For Class 10 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 10 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 23 લઘુકાવ્યોઃ દુહા મુક્તક હાઈકુ (First Language) solutions will improve your exam performance.
Class 10 Gujarati Chapter 23 લઘુકાવ્યોઃ દુહા મુક્તક હાઈકુ (First Language) GSEB Solutions PDF
લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ સ્વાધ્યાય
1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (V) ની નિશાની કરો :
Question 1. કવિ કયાં જવાની ના પાડે છે ?
(A) આવકાર મળે ત્યાં
(B) આદર મળે ત્યાં
(C) આંખોમાં સ્નેહ દેખાય ત્યાં
(D) આવકારો ન મળે ત્યાં
Answer: (D) આવકારો ન મળે ત્યાં
In simple words: The poet advises against going to places where one is not welcomed or respected.
Exam Tip: For MCQ questions, read all options carefully before selecting the most appropriate answer as per the text.
Question 2. શું બનવું દુર્લભ છે ?
(A) કુલદીપક
(B) દેશદીપક
(C) વીર
(D) મહાન
Answer: (B) દેશદીપક
In simple words: Becoming a 'Deshdipak' (light of the nation) is considered difficult.
Exam Tip: Understand the meaning of each option in context to the lesson to choose the right one.
2. એક વાક્યમાં ઉત્તર આપો.
Question 1. કવિની દૃષ્ટિએ ભારવાળો મુગટ એટલે શું?
Answer: કવિની દૃષ્ટિએ ભારવાળો મુગટ એટલે જવાબદારીવાળો મુગટ.
In simple words: For the poet, a heavy crown means a crown that carries much responsibility.
Exam Tip: Always directly answer the question in a concise sentence, using keywords from the question.
3. બે-ત્રણ વાકયોમાં ઉત્તર આપો.
Question 1. ઠાકુરને આંગણું મોટું શા માટે લાગે છે?
Answer: તેમનું ઘર નાનું છે, પરંતુ બહારનું આંગણું સુંદર છે. સૂર્યનો પ્રકાશ બધી બાજુ ફેલાય છે. કવિની ચેતના આ પ્રકાશને ઝીલે છે. ચેતના પોતે વિસ્તરે છે, તેથી ઘરની બહારનું આંગણું કવિને મોટું લાગે છે.
In simple words: Thakur feels his courtyard is large because even though his house is small, the sun's light spreads widely, and his awareness takes in this vastness, making the space feel big.
Exam Tip: When explaining a poet's perspective, include the reasoning and underlying sentiment from the text.
4. સાત-આઠ લીટીમાં ઉત્તર આપો.
Question 1. પ્રથમ મુકતકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે? વિસ્તારથી સમજાવો.
Answer: પ્રથમ મુક્તકમાં કવિ આ વાતની ચેતવણી આપે છે કે દુનિયામાં ક્યારેય હાર ન હોય અને સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હોય એમ માનવું ન જોઈએ. માનવીનું જીવન એક ગતિશીલ ચક્ર જેવું છે. તેની સાથે હાર અને જીત તથા સુખ અને દુઃખ સંકળાયેલાં છે. દુનિયામાં એવો કોઈ તાજ બન્યો જ નથી જેને માથા પર મૂકતાં તેનો ભાર ન લાગે. એટલે જેના માથે મુગટ હોય તેના માથે અનેકગણી જવાબદારીઓ હોય છે. તે જવાબદારી તેને નિભાવવી જ પડે છે. મુગટ કંઈ માત્ર શોભા માટે નથી.
In simple words: In the first muktak, the poet warns that we should not assume life is always victory and happiness. Life is like a moving cycle, with both wins and losses, joy and sorrow. A crown always brings responsibility, not just beauty, and one must manage that burden.
Exam Tip: For detailed explanations, break down the core message into key points and elaborate on each, linking back to the poet's perspective.
Question 2. પંક્તિઓ સમજાવો. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી."
Answer: આ પંક્તિઓમાં કવિએ હાથમાં દેખાતી રેખાઓના આધારે જીવનમાં સફળતા શોધવાનો પ્રયત્ન કરતા ભાગ્યવાદીઓ ઉપર કટાક્ષ કર્યો છે. દુનિયામાં ઘણા લોકો એવા છે જે એમ માને છે કે ભાગ્ય (નસીબ)માં સુખ, સમૃદ્ધિ, સફળતા લખાયાં હશે તો મળશે. તેઓ ભાગ્યોદયની રાહ જોતા નિષ્ક્રિય બેસી રહે છે. તેમની આ સંકુચિત વિચારસરણીને પડકારતાં કવિ કર્મનું અને પુરુષાર્થનું મહત્ત્વ સમજાવે છે. જેમ કોઈ આર્કિટેકટ કોઈ ઇમારત બાંધવા માટે નકશો દોરી આપ્યો, પણ એ નકશો કંઈ રહેવા માટેની ઇમારત બની જતી નથી. ઇમારત બનાવવા માટે તેનું ચણતર કરવું પડે છે. તે માટે પુરુષાર્થ કરવો પડે છે. ફક્ત હસ્તરેખા પર ભરોસો રાખીને બેસવાથી સાચી સફળતા મળતી નથી.
In simple words: The poet criticizes those who believe success is determined by fate or palm lines. Just as a building's blueprint isn't the building itself, life needs effort and hard work, not just waiting for luck. True success comes from action, not just destiny.
Exam Tip: When asked to explain lines of poetry, first state the literal meaning, then the deeper message or the poet's intent, using metaphors or analogies mentioned in the lines.
લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ પ્રશ્નોત્તર
1. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખો
Question 1. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટરચિત હાઈકુનો ભાવાર્થ સમજાવો.
Answer: અનિરુદ્ધ બ્રહ્મભટ્ટરચિત હાઈકુમાં રાતનું ચિત્ર છે. રાત થતાં દીપક બુઝાવી દેશે તો ચારે બાજુ અંધારું થઈ જશે એની ચિંતા છે. અરે! એ ચિંતાને જાણે દૂર કરવી હોય એમ જાણે આકાશમાં ખીલેલો ચંદ્ર બારીમાં દેખાય છે. અહીં કવિએ અંધકાર અને પ્રકાશ એમ બે સ્થિતિને એકસાથે મૂકીને ચિંતારૂપી નિરાશાની સામે નચિંત કરતી આશાને સરસ રીતે રજૂ કરી છે.
In simple words: Aniruddh Brahmbhatt's haiku paints a picture of night, where the thought of darkness from a blown-out lamp is dispelled by the sight of the moon through the window. It beautifully shows how hope can emerge from despair by presenting both darkness and light together.
Exam Tip: For poetic interpretations, always describe the scene or image presented, then explain the underlying emotion or philosophical message conveyed by the poet.
2. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો:
Question 1. ગમે તે બે લઘુકાવ્ય સ્વરૂપોનાં નામ દર્શાવો.
Answer: બે લઘુકાવ્ય સ્વરૂપોઃ
- દુહા અને
- મુક્તક.
In simple words: Two short poetry forms are Doha and Muktak.
Exam Tip: Remember the primary short poetic forms to answer such direct questions.
Question 2. દુહાની દૃષ્ટિએ શું થવું કઠિન છે?
Answer: દુહાની દૃષ્ટિએ કુલદીપક થવું કઠિન છે.
In simple words: According to the Doha form, it is difficult to become a Kuldeepak (light of the family).
Exam Tip: Pay attention to the specific context (e.g., 'દુહાની દૃષ્ટિએ') mentioned in the question.
Question 3. કવિ રઈશ મણિયાર જીતમાં શું ન હોય, એ અંગે ચેતવે છે?
Answer: કવિ રઈશ મણિયાર જીતમાં હાર ન હોય, એ અંગે ચેતવે છે.
In simple words: Poet Raish Maniyar warns that one should not believe there is no defeat in victory.
Exam Tip: Identify the specific warning or advice given by the poet in the context of the question.
Question 4. “સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી પંક્તિ દ્વારા કવિ કઈ બાબતને મહત્ત્વ આપતા નથી?
Answer: “સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી પંક્તિ દ્વારા કવિ પ્રારબ્ધ (નસીબ)ને સ્વીકારીને નિષ્ક્રિય બેસી રહેવાને મહત્ત્વ આપતા નથી.
In simple words: Through the line "Success is not in the lines of life," the poet does not give importance to passively accepting fate (destiny).
Exam Tip: Understand the poet's underlying message and what they are critiquing or emphasizing.
Question 5. બરકત વીરાણીનું ઉપનામ શું છે?
Answer: બરકત વીરાણીનું ઉપનામ 'બેફામ' છે.
In simple words: Barkat Virani's pen name is 'Befam'.
Exam Tip: Memorize the pen names of poets and authors mentioned in the chapter.
Question 6. હાઈકુ ક્યાંનો સાહિત્યપ્રકાર છે?
Answer: 'હાઈકુ' જાપાનનો સાહિત્યપ્રકાર છે.
In simple words: Haiku is a literary form from Japan.
Exam Tip: Know the origins of various literary forms discussed in the lesson.
Question 7. હાઈકુમાં કેટલા અક્ષર હોય છે?
Answer: હાઈકુમાં સત્તર અક્ષર હોય છે.
In simple words: A haiku poem has seventeen syllables.
Exam Tip: Remember the structural characteristics, like syllable count, for different poetic forms.
Question 8. હાઈકુ કાવ્ય કેટલી પંક્તિનું હોય છે?
Answer: 'હાઈકુ' કાવ્ય ત્રણ પંક્તિનું હોય છે.
In simple words: A haiku poem has three lines.
Exam Tip: Be precise when stating the number of lines or stanzas for a poetic form.
3. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (V) ની નિશાની કરોઃ
Question 1. એ ઘેર કદી જવું જોઈએ નહિ – એ દુહામાં કઈ બાબતનો સમાવેશ નથી?
A. જ્યાં આવકાર ન હોય.
B. જ્યાં આદર ન હોય.
C. આંખોમાં જ્યાં પ્રેમ ન હોય.
D. જ્યાં કશો સગાઈ – સંબંધ ન હોય.
Answer: (D) જ્યાં કશો સગાઈ – સંબંધ ન હોય.
In simple words: In the doha, the aspects of welcome, respect, and love in the eyes are mentioned, but not the absence of any familial relationship.
Exam Tip: Carefully read the question to understand what is NOT included in the text, rather than what is.
લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ વ્યાકરણ
માગ્યા પ્રમાણે ઉત્તર લખો :
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો:
Question 1. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો:
1. જીંદગી – (જિંદગી, જીંદગિ, જિંદગિ).
2. કૂલદિપક – (કુલદિપક, કુલદીપક, કૂલદીપક)
3. આગણું – (આંગણું, આંગૂણુ, આંગણું)
4. મૂગટ – (મુઘટ, મુગટ, મૂઘટ)
Answer:
1. જિંદગી
2. કુલદીપક
3. આંગણું
4. મુગટ
In simple words: From the given choices, select and write down the correct spelling for each word.
Exam Tip: Practice common Gujarati spellings and be aware of similar-sounding words to avoid errors.
2. નીચેના શબ્દોની સાચી સંધિ જોડોઃ
Question 1. દુઃ + લભ = (દૂર્લભ, દુર્લભ, દુલર્ભ)
Answer: દુર્લભ
In simple words: Join the parts of the word to form the correct compound word.
Exam Tip: Understand the rules of Gujarati sandhi (joining of words) to accurately combine them.
Question 2. જગત્ + ઈશ = (જગદિશ, જગદીશ, જગદીશ)
Answer: જગદીશ
In simple words: Combine the word segments to create the proper joined word.
Exam Tip: Pay attention to vowel and consonant changes when applying sandhi rules.
3. નીચેના શબ્દની સાચી સંધિ છોડોઃ
Question. નયન = (નૌ + અન, ને + અન, ની + અન)
Answer: ને + અન
In simple words: Separate the combined word into its correct original parts.
Exam Tip: Identify the original root words and prefixes/suffixes when splitting compound words.
4. નીચેના શબ્દોના સમાસ ઓળખાવો:
Question 1. દુર્લભ – (કર્મધારય, બહુવ્રીહિ, ધન્ડ)
Answer: બહુવ્રીહિ
In simple words: Identify the type of compound word (Samas) for the given word.
Exam Tip: For Bahuvrihi Samas, remember that neither part is dominant; the compound refers to something else entirely.
Question 2. હસ્તરેખા – (તપુરુષ, કર્મધારય, બહુવ્રીહિ)
Answer: તત્પરુષ
In simple words: Determine the type of compound word (Samas) for the given word.
Exam Tip: In Tatpurush Samas, the second word is dominant and often has a case ending implied between the parts.
Question 3. કુલદીપક – (કર્મધારય, ઉપપદ, તપુરુષ)
Answer: ઉપપદ
In simple words: Identify the compound word type (Samas) for the given term.
Exam Tip: Upapad Samas often ends with a root verb form, like 'dipak' (one who lights/enlightens).
Question 4. દેશદીપક – (દ્વન્દ્ર, કર્મધારય, તપુરુષ)
Answer: તપુરુષ
In simple words: Determine the compound word category (Samas) for the provided word.
Exam Tip: Tatpurush Samas shows a clear relationship (like 'of the nation') between its components.
5. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે, તે લખો: (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)
Question 1. કુલદીપક
Answer: એક પણ પ્રત્યય નહિ
In simple words: State which type of affix (prefix, suffix, or none) is present in the word.
Exam Tip: Carefully examine the word to see if it has any added prefixes or suffixes.
Question 2. દુર્લભ
Answer: પૂર્વપ્રત્યય
In simple words: Identify whether the word contains a prefix, suffix, or no affix at all.
Exam Tip: A prefix (પૂર્વપ્રત્યય) comes before the main word, changing its meaning.
Question 3. અલભ્ય
Answer: પૂર્વપ્રત્યય
In simple words: Indicate if the word has a prefix, suffix, or no affix.
Exam Tip: The 'અ-' in 'અલભ્ય' serves as a negative prefix, similar to 'un-' in English.
Question 4. જરાય
Answer: પરપ્રત્યય
In simple words: State what kind of affix (prefix, suffix, or none) is present in this word.
Exam Tip: A suffix (પરપ્રત્યય) is added at the end of a word to modify its meaning or grammatical function.
Question 5. સફળતા
Answer: પરપ્રત્યય
In simple words: Specify whether the word contains a prefix, suffix, or no affix.
Exam Tip: The suffix '-તા' (like '-ness' or '-ity') is often used to form abstract nouns from adjectives.
6. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:
Question 1. કઠિન = (અઘરું, પથ્થર, પથરિલું)
Answer: અઘરું
In simple words: Write a word that has the same meaning as the given word.
Exam Tip: Provide the most common and direct synonym for the given word.
Question 2. નેહ = (નેહડો, સ્નેહ, સનેડો).
Answer: સ્નેહ
In simple words: Give a word that means the same as the given word.
Exam Tip: Choose the synonym that best fits the general context, if multiple are provided.
Question 3. આદર = (માન, પ્રતિષ્ઠા, ગૌરવ)
Answer: માન
In simple words: Write a word with an identical meaning to the provided word.
Exam Tip: Select the simplest and most widely understood synonym.
Question 4. ઇમારત = (મકાન, ગૃહ, આલ્ક)
Answer: મકાન
In simple words: Provide a word that holds the same meaning as the given word.
Exam Tip: Focus on finding the primary synonym that directly corresponds to the original word's meaning.
7. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખોઃ
Question 1. આદર – (વ્યક્તિવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક)
Answer: ભાવવાચક
In simple words: Identify the type of noun (Sanjna) for the given word.
Exam Tip: Abstract nouns (Bhavvachak Sanjna) refer to qualities, states, or concepts, not concrete objects.
Question 2. દીપ – (જાતિવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક)
Answer: જાતિવાચક
In simple words: State the category of noun (Sanjna) for the provided term.
Exam Tip: Common nouns (Jativachak Sanjna) refer to a general class of persons, places, or things.
Question 3. સફળતા – (વ્યક્તિવાચક, ભાવવાચક, દ્રવ્યવાચક)
Answer: ભાવવાચક
In simple words: Identify the type of noun (Sanjna) for the given word.
Exam Tip: Qualities or states, like 'success', are typically classified as abstract nouns.
Question 4. ચંદ્ર – (ભાવવાચક, જાતિવાચક, વ્યક્તિવાચક)
Answer: વ્યક્તિવાચક
In simple words: State the category of noun (Sanjna) for the provided term.
Exam Tip: Proper nouns (Vyaktivachak Sanjna) refer to specific, unique entities, like 'the Moon'.
Question 5. કંચન – (દ્રવ્યવાચક, જાતિવાચક, સમૂહવાચક)
Answer: દ્રવ્યવાચક
In simple words: Identify the type of noun (Sanjna) for the given word.
Exam Tip: Material nouns (Dravyavachak Sanjna) refer to substances or materials that can be measured but not counted individually.
Question 6. મેહ – (જાતિવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક)
Answer: દ્રવ્યવાચક
In simple words: State the category of noun (Sanjna) for the provided term.
Exam Tip: 'Megh' (rain) is considered a material noun because it refers to a substance.
Question 7. સૂર્ય – (જાતિવાચક, વ્યક્તિવાચક, ભાવવાચક)
Answer: વ્યક્તિવાચક
In simple words: Identify the type of noun (Sanjna) for the given word.
Exam Tip: Proper nouns (Vyaktivachak Sanjna) name specific, unique celestial bodies like 'the Sun'.
નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો:
8. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો:
Question 1. હથેળીમાં દેખાતી નાની – મોટી રેખા કે લીટી જેના પરથી ભવિષ્યકથન થાય છે
Answer: હસ્તરેખા
In simple words: Write a single word for the phrase describing lines on the palm used for fortune-telling.
Exam Tip: For 'one word answers', ensure the selected word accurately encapsulates the entire meaning of the phrase.
Question 2. મુશ્કેલીથી મળે તેવું
Answer: દુર્લભ
In simple words: Provide a single word that means 'difficult to obtain'.
Exam Tip: Think of common terms that are direct equivalents to the given descriptive phrases.
Question 3. જેનો તે ચોક્કસ અંશ છે તેવું
Answer: અંશી
In simple words: Give one word for 'something that is a definite part of something else'.
Exam Tip: Understand the nuance of the phrase; 'અંશી' implies being an integral part.
Question 4. જગ્યા કે પ્રદેશનો માપસરનો આલેખ
Answer: નકશો
In simple words: Provide a single word for 'a scaled drawing of a place or region'.
Exam Tip: The word should be a precise fit, like 'map' for a scaled drawing.
9. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો:
Question 1. જીત
Answer: જીત X હાર
In simple words: Write the opposite word for 'victory'.
Exam Tip: Always provide the direct antonym that has a contrasting meaning.
Question 2. જરા
Answer: જરા X વધુ
In simple words: Provide the opposite word for 'a little'.
Exam Tip: Consider the magnitude or quantity implied by the original word for its antonym.
Question 3. કઠિન
Answer: કઠિન X સરળ
In simple words: Write the antonym for 'difficult'.
Exam Tip: The opposite of 'difficult' is 'easy' or 'simple'.
Question 4. આદર
Answer: આદર X તિરસ્કાર
In simple words: Provide the opposite word for 'respect'.
Exam Tip: The antonym for 'respect' is 'disrespect' or 'contempt'.
Question 5. સફળતા
Answer: સફળતા X નિષ્ફળતા
In simple words: Write the opposite word for 'success'.
Exam Tip: Ensure the antonym directly contrasts with the noun form of the original word.
Question 6. દુર્લભ
Answer: દુર્લભ X સુલભ
In simple words: Provide the opposite word for 'rare'.
Exam Tip: The antonym for 'rare' is 'common' or 'easily available'.
10. નીચેના શબ્દોના અર્થ આપોઃ
Question 1. જીત
Answer: ફતેહ, વિજય
In simple words: Give the meaning of the word 'victory'.
Exam Tip: List common synonyms to explain the meaning of the word.
Question 2. અંશ
Answer: ભાગ
In simple words: Provide the meaning of 'part'.
Exam Tip: Focus on the primary meaning when giving simple definitions.
Question 3. ભાર
Answer: વજન
In simple words: Give the meaning of 'burden'.
Exam Tip: A single, clear synonym is often sufficient for a definition.
Question 4. પ્રકાર
Answer: ભેદ, જાત
In simple words: Provide the meaning of 'type'.
Exam Tip: When multiple synonyms exist, list a few relevant ones to provide a fuller understanding.
Question 5. સફર
Answer: પ્રવાસ, મુસાફરી
In simple words: Give the meaning of 'journey'.
Exam Tip: Similar to other definitions, provide synonyms that clearly convey the meaning.
Question 6. નકશામાં
Answer: જગા કે પ્રદેશના માપસર આલેખમાં
In simple words: Provide the meaning of 'in a map'.
Exam Tip: When a word is specific, its definition should be precise and descriptive.
11. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપોઃ
Question 1. અંશી
Answer: અંશ
In simple words: Give the formal equivalent for the colloquial word 'anshi'.
Exam Tip: Understand the difference between colloquial (તળપદા) and standard (શિષ્ટ) forms of words.
Question 2. હાર
Answer: પરાજય
In simple words: Provide the formal version of the word 'loss' or 'defeat'.
Exam Tip: Many colloquial words have more formal or literary counterparts.
Question 3. જરાય
Answer: થોડું પણ
In simple words: Give the formal equivalent for the word meaning 'even a little'.
Exam Tip: Some colloquial words can be replaced by short phrases in formal language.
Question 4. ખોરડું
Answer: ઘર
In simple words: Provide the formal equivalent for 'small house' or 'hut'.
Exam Tip: Think of the standard, widely accepted term for the given colloquial word.
Question 5. કોક
Answer: કોઈક
In simple words: Give the formal equivalent for the colloquial word 'someone'.
Exam Tip: Identify the standard pronoun or indefinite adjective for the colloquial form.
Question 6. નેહ
Answer: સ્નેહ
In simple words: Provide the formal equivalent for 'affection' or 'love'.
Exam Tip: Many colloquial words are shortened or slightly altered versions of their formal counterparts.
12. નીચેની પંક્તિઓમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ
Question 1. ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી.
Answer: ચણાયેલ – ગુણવાચક, એના – સંબંધવાચક
In simple words: Identify the adjectives in the sentence and state their types.
Exam Tip: Adjectives modify nouns. 'ચણાયેલ' describes the quality of the building, and 'એના' shows a possessive relationship.
Question 2. ખોરડું નાનું / સૂરજનો ઉજાસ / મોટું આંગણું
Answer: નાનું – ગુણવાચક, સૂરજનો – સંબંધવાચક, મોટું – ગુણવાચક
In simple words: Find the adjectives in each phrase and determine their specific types.
Exam Tip: 'નાનું' and 'મોટું' describe attributes, making them qualitative adjectives. 'સૂરજનો' shows belonging, making it a relational adjective.
13. નીચેની પંક્તિઓમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ
Question 1. તે ઘેર કદી ન જઈએ, કંચન વરસે મેહ.
Answer: કદી – સમયવાચક
In simple words: Identify the adverbs in the sentence and specify their types.
Exam Tip: Adverbs modify verbs, adjectives, or other adverbs. 'કદી' (never) indicates time, so it's an adverb of time.
Question 2. જેનો માથે જરાય ભાર ન હો.
Answer: જરાય – માત્રાસૂચક
In simple words: Find the adverb in the sentence and describe its type.
Exam Tip: 'જરાય' (even a little/not at all) quantifies the extent of the burden, making it an adverb of quantity.
14. નીચેની પંક્તિમાંનો છંદ ઓળખાવોઃ
Question. આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં નેહ, તે ઘર કદી ન જાઈએ, કંચન વરસે મેહ.
Answer: દોહરો
In simple words: Identify the poetic meter (Chhand) of the given lines of poetry.
Exam Tip: To identify a 'Chhand', pay attention to the syllable count, short/long vowel patterns, and the rhythm of the lines.
15. નીચેનો છંદ ઓળખાવી, એનું બંધારણ લખીને જણાવો?
Question. પંક્તિઃ કુલદીપક થાવું કઠિન, દેશદીપક દુર્લભ જગદીપક જગદીશના, અંશી કોક અલભ્ય.
Answer:
છંદ : દોહરો
બંધારણ : માત્રા : પહેલા અને ત્રીજા ચરણમાં 13-13, બીજા અને ચોથા ચરણમાં 11-11
ચરણ : ચાર
| ચરણ 1 |
|---|
| 1 1 2 1 1 2 2 1 1 1 |
| કુ લ દી ૫ ક થા વું ક ઠિન, |
| → માત્રા: 13 ← |
| ચરણ 2 |
|---|
| 2 1 2 1 1 1 2 1 |
| દે શ દી ૫ ક દુ ર્લ ભ |
| → માત્રા : 11 ← |
| ચરણ 3 |
|---|
| 1 1 2 1 1 1 1 2 1 2 |
| જગ દી ૫ ક જ ગ દી શ ના, |
| → માત્રા: 13 ← |
| ચરણ 4 |
|---|
| 2 `2 2 1 1 1 2 |
| અં શી કો ક અ લ ભ્ય. |
| → માત્રા : 11 ← |
In simple words: Identify the poetic meter of the lines and describe its structure. The poetic meter is 'Dohra', which has four lines. The first and third lines each have 13 'matras' (syllable units), while the second and fourth lines each have 11 'matras'.
Exam Tip: When analyzing poetic meter, meticulously count the 'matras' (syllable units, considering short and long vowels) for each line to confirm the 'Chhand' type and its structure.
લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ Summary in Gujarati
લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ કાવ્ય – પરિચય
દુહા
દુહા લોકસાહિત્યનો અત્યંત લોકપ્રિય પ્રકાર છે. દુહાને "દસમો વેદ" કહે છે. લોકસાહિત્યમાં પુષ્કળ દુહાઓ મળી આવે છે. એક દૃષ્ટિએ લોકસાહિત્ય એવું સાહિત્ય છે, જે લોકકંઠે રમતું રહે છે, લોકકંઠે જીવતું રહે છે. દુહા મોટે ભાગે બેથી ચાર પંક્તિઓના હોય છે. શ્લોકની જેમ દુહા એની ચોટદાર સરળ – સહજ અભિવ્યક્તિ તેમજ અર્થપૂર્ણ લાઘવને કારણે વિશેષ પ્રચલિત રહ્યા છે.
- પ્રથમ દુહામાં ઉત્તમ વ્યક્તિ બનવું કેટલું અઘરું છે એ સમજાવવા કુલદીપક, દેશદીપક અને જગદીપકનાં દૃષ્ટાંત આપીને સમજાવ્યું છે.
- બીજા દુહામાં સ્વાભિમાનને મહત્ત્વનું ગણ્યું છે. જ્યાં મીઠો આવકાર, આદર અને આંખોમાં સ્નેહ મળે ત્યાં જ સ્વાભિમાન જળવાય.
મુક્તક
મુક્તક એ મૌક્તિક શબ્દ પરથી ઊતરી આવ્યો છે. મૌક્તિક એટલે મોતી. મોતી નાનું પણ ઘાટીલું, ચમકદાર ને કિંમતી હોય છે એમ મુક્તક પણ લઘુ, ભાવ – વિચારની સઘનતા સાથે અર્થભાવની મૂલ્યવત્તા ધરાવનારું હોય છે.
મુક્તકનું મહત્ત્વનું લક્ષણ ચમત્કૃતિ છે. મુક્તક સામાન્ય રીતે બેથી ચાર પંક્તિઓનાં હોય છે. તેમાં માનવીનાં ભાવસંવેદનો રજૂ કરવામાં આવે છે. થોડામાં ઘણું કહેવાની કળા એ એની વિશેષતા છે.
રઈશ મણિયારરચિત મુક્તકમાં કવિ માનવીને ચેતવે છે કે જગતમાં સુખ અને દુઃખ બંને આવ્યા જ કરવાનાં. સુખમાં છકી જવું નહિ અને દુઃખમાં નિરાશ થવું નહિ. આ જગતમાં એવો કોઈ તાજ નથી એટલે કે જવાબદારી નથી કે જેનો ભાર ન હોય, પણ એ ભારને શાંતિથી વહન કરવાનો હોય છે.
આ મુક્તકમાં બરકત વિરાણી 'બેફામ' કહે છે કે કોઈ પણ વ્યક્તિના હાથમાં સફળતાની હસ્તરેખા નથી હોતી. એ જ રીતે ઇમારત બનાવવા માટે નકશો તૈયાર કરવો પડે, પણ ચણાયેલી ઇમારત (મકાન) નકશામાં નથી દેખાતી. અર્થાત્ નસીબ એ જીવન નથી. વ્યક્તિનું જીવન એની મહેનત અને પ્રયત્નથી બને છે. આમ, ઇમારતનું દૃષ્ટાંત આપીને કવિએ કર્મનો, પુરુષાર્થનો મહિમા કહ્યો છે.
હાઈકુ
હાઈકુ જાપાની સાહિત્યનો લઘુ કાવ્યપ્રકાર છે. એમાં સાત, પાંચ અને સાત એમ કુલ સત્તર અક્ષરોની ત્રણ પંક્તિઓ હોય છે. ગુજરાતી સાહિત્યમાં હાઈકુનું સ્વરૂપ ખેડનારાઓમાં ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ’ મુખ્ય છે. એમાં ઓછામાં ઓછા શબ્દોમાં સંવેદનાને ચિત્રાત્મક રીતે રજૂ કરવાની હોય છે.
મુરલી ઠાકુરરચિત હાઈકુમાં દિવસે ઊગતા સૂરજના ઉજાસની વાત છે. ખોરડું ભલે નાનું હોય, પણ સૂરજનો ઉજાસ તો મોટા આંગણા સુધી ફેલાય છે.
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટરચિત હાઈકુમાં રાતનું ચિત્ર છે. દીપ હોલવીશ તો અંધારું થઈ જશે, પણ એની ચિંતા નથી. બારીમાં ચંદ્ર ખીલ્યો છે. આમ, અંધકાર અને પ્રકાશ બંનેની એકસાથે સર્જાતી પરિસ્થિતિમાં આશાનું કિરણ દેખાય છે.
કાવ્યની સમજૂતી
દુહા
- કુળને દીપાવનાર કુલદીપક થવું અઘરું છે, દેશને ઉજાળનાર દેશદીપક થવું પણ મુશ્કેલ છે. વિશ્વને ઉજાળનાર જગદીપક થવું એટલે જગદીશના કોઈક અંશી પણ મળવા મુશ્કેલ છે.
- જે ઘરે જઈએ અને ત્યાં આવકાર ન મળે, આદર ન મળે, (એ ઘરના કોઈ સભ્યની) આંખમાં (આપણા પ્રત્યે) સ્નેહ ન હોય એવા ઘરે કદી ન જવું. પછી ભલેને એના ઘરમાં સોનાનો વરસાદ વરસતો હોય.
મુક્તક
- જગતમાં કદી હાર ન હોય એવા વિચારથી ચેતજે. સુખ એ દુઃખનો કોઈ પ્રકાર નથી. (જગતમાં) એવો કોઈ મુગટ (સત્તા કે જવાબદારી) જગતમાં જ નથી, જેનો માથા પર સહેજ પણ ભાર ન લાગતો હોય.
- જિંદગીની સફળતા (માનવીની) હસ્તરેખામાં નથી હોતી. ચણાયેલી ઇમારત એ માટે તૈયાર કરેલ નકશામાં નથી દેખાતી.
હાઈકુ
- ખોરડું નાનું છે, પણ સૂરજનો ઉજાસ તો (ઘરના) મોટા આંગણા સુધી ફેલાયો છે.
- દીપ (દીવડો) હોલવી નાખું તો અંધારું થશે; અરે! (ત્યાં તો) બારીમાં ચંદ્ર! (બારીમાંથી ચંદ્ર ઉજાસ કર્યો)
લઘુકાવ્યોઃ દુહા – મુક્તક – હાઈકુ શબ્દાર્થ: દુહા
- કુલદીપક – કુળને દીપાવનાર પુત્ર.
- કઠિન – કઠણ, અઘરું. દેશદીપક દેશને દીપાવનાર વ્યક્તિ.
- દુર્લભ – મુશ્કેલીથી મળે તેવું, દુષ્પ્રાપ્ય.
- જગદીપક – વિશ્વને દીપાવનાર વ્યક્તિ.
- અંશી – જેનો તે ચોક્કસ અંશ છે તેવું. કોક કોઈક.
- અલભ્ય – ન મેળવી શકાય તેવું, અપ્રાપ્ય
- આદર – માન, સન્માન.
- નેહ - સ્નેહ.
- કંચન – સુવર્ણ, સોનું.
- મેહ – વરસાદ, મેઘ.
મુક્તક
- ચેતવું – ઇશારતમાં સમજી જવું, સાવધાન થઈ જવું.
- જગ – વિશ્વ.
- હાર – પરાજય, પરાભવ.
- મુગટ – તાજ, (અહીં) સત્તા, જવાબદારી.
- ભાર – બોજ.
- હસ્તરેખા – હથેળીની રેખાઓ (જેના પરથી ભવિષ્ય ભાખવામાં આવે છે.).
- ઇમારત – મકાન.
- નકશો – જગ્યા કે પ્રદેશનો માપસર આલેખ.
Free study material for Gujarati
GSEB Solutions Class 10 Gujarati Chapter 23 લઘુકાવ્યોઃ દુહા મુક્તક હાઈકુ (First Language)
Students can now access the GSEB Solutions for Chapter 23 લઘુકાવ્યોઃ દુહા મુક્તક હાઈકુ (First Language) prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 10 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 23 લઘુકાવ્યોઃ દુહા મુક્તક હાઈકુ (First Language)
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 10 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 10 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Gujarati Class 10 Solved Papers
Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 10 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 23 લઘુકાવ્યોઃ દુહા મુક્તક હાઈકુ (First Language) to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 23 લઘુકાવ્યોઃ દુહા મુક્તક હાઈકુ (First Language) is available for free on StudiesToday.com. These solutions for Class 10 Gujarati are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 23 લઘુકાવ્યોઃ દુહા મુક્તક હાઈકુ (First Language) as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 23 લઘુકાવ્યોઃ દુહા મુક્તક હાઈકુ (First Language) will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 10 Gujarati. You can access GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 23 લઘુકાવ્યોઃ દુહા મુક્તક હાઈકુ (First Language) in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 23 લઘુકાવ્યોઃ દુહા મુક્તક હાઈકુ (First Language) in printable PDF format for offline study on any device.