GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language)

Get the most accurate GSEB Solutions for Class 10 Gujarati Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language) here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 10 Gujarati. Our expert-created answers for Class 10 Gujarati are available for free download in PDF format.

Detailed Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language) GSEB Solutions for Class 10 Gujarati

For Class 10 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 10 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language) solutions will improve your exam performance.

Class 10 Gujarati Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language) GSEB Solutions PDF

Exercise: દિવસો જુદાઈના જાય છે સ્વાધ્યાય

 

Question 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (V) ની નિશાની કરો :
સ્વજન સુધી કોણ લઈ જશે ?

(A) મિત્રો
(B) દુશ્મનો
(C) ઈશ્વર
(D) ગની
Answer: (B) દુશ્મનો
In simple words: The poet feels that only his enemies will take him to his loved ones.

Exam Tip: For multiple-choice questions, always ensure your selected option precisely matches the question's intent. Sometimes, similar-sounding options can be misleading.

 

Question 2. કવિને ક્યાં સુધી જવું હતું ?
(A) ધરા સુધી
(B) ગગન સુધી
(C) ઉન્નતિ સુધી
(D) એકમેકનાં મન સુધી
Answer: (D) એકમેકનાં મન સુધી
In simple words: The poet wished to reach the minds of each other, not just earthly or heavenly heights.

Exam Tip: Pay attention to the subtle desires expressed by the poet in such questions. The choice of "એકમેકનાં મન સુધી" indicates a deep emotional connection over physical or aspirational journeys.

 

Exercise: એક – એક વાક્યમાં ઉત્તર આપો.

 

Question 1. ગરીબ સ્ત્રીની ચૂંદડી ક્યાં સુધી સાથે રહે છે ?
Answer: ગરીબ સ્ત્રીની ચૂંદડી તેના કફન સુધી સાથે રહે છે.
In simple words: A poor woman's chunari stays with her until her burial shroud.

Exam Tip: When answering questions about cultural symbols like the chunari, provide a direct and concise response as indicated by the "one-sentence answer" instruction.

 

Question 2. કવિ માટે પ્રિયતમાથી ?
Answer: કવિ માટે પ્રિયતમાથી જુદાઈના વિરહના દિવસો જતા હતા.
In simple words: For the poet, the days were passing in separation and longing from his beloved.

Exam Tip: When a question is incomplete, infer the missing part from the context of the poem or chapter. Here, "separation from his beloved" is the implied topic.

 

Exercise: નીચેના પ્રશ્નનો બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો.

 

Question 1. કવિ કઈ અરજ કરે છે ?
Answer: કવિ અરજ કરતાં કહે છે કે તમે રાંકના રતન જેવા છો, એટલે એ રાંકનાં દર્દનાં આંસુ વ્યર્થ ન જાય એ જોવાનું કામ તમારું છે. અમારી આ અરજી તમને માન્ય હોય તો હૃદયથી તેનાં આંસુ લૂછવા રાંકનાં નયન સુધી જાઓ.
In simple words: The poet pleads that because they are like precious jewels to the poor, their tears of sorrow should not go in vain. He requests that if his plea is accepted, they should reach the eyes of the poor to wipe their tears from the heart.

Exam Tip: When asked about a poet's request, clearly state what is asked and explain the underlying reason or condition for the request, as presented in the poem.

 

Exercise: નીચેના પ્રશ્નોના સાતઆઠ લીટીમાં જવાબ આપો.

 

Question 1. 'દિવસો જુદાઈના જાય છે.” – ગઝલમાં ગનીની મનઃસ્થિતિ તમારા શબ્દોમાં વર્ણવો.
Answer: 'દિવસો જુદાઈના જાય છે ગઝલના આરંભની પંક્તિ જ કવિ ગનીની વિયોગની મનઃસ્થિતિને વ્યક્ત કરે છે. તેમ છતાં કવિને આશા છે કે એ જ જૂદાઈ તેમને એક દિવસ મિલન સુધી લઈ જશે. જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય, પણ એ જ તેમનો હાથ પકડીને તેમનાં સ્વજન સુધી લઈ જશે. કવિને ધરતી સુધી કે ગગન સુધી જવામાં રસ નથી. તેમને જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય તેવા માર્ગ સુધી પણ જવું નથી. તેમને તો એકબીજાના દિલ સુધી પહોંચવું છે. તેમના દિલમાં વસવું છે. કવિ ઈશ્વરને પ્રાર્થે છે કે તમે રાંકનાં રતન સમા છો. એમનાં આંસુ વ્યર્થ ન જાય એ તમારે જોવું રહ્યું. અમારી આટલી વિનમ્ર અરજી તમને માન્ય હોય, તો તમે હૃદયથી એ રાંકનાં નયનોમાંથી વહેતાં આંસુને લૂછવા પહોંચજો. ઈશ્વર તો રાજરાણીનાં વસ્ત્ર જેવા છે. રાજરાણી થોડી વાર માટે વસ્ત્ર પહેરીને તે કોઈ ગરીબને આપી દે છે, પણ રંક સ્ત્રી જેવા અમે એ ચૂંદડીને ઈશ્વરની પ્રસાદી ગણી કફન સુધી સાથે રાખીએ છીએ. હૃદયમાં જો વિયોગની વેદના (આગ) વધી જાય અને એ વિરહાગ્નિની વેદના પવન સુધી એટલે કે બહાર નીકળે એ પહેલાં જ ઈશ્વરે કૃપા કરી.
In simple words: The poem starts with the poet expressing his longing and separation, but he holds hope that this separation will eventually lead to reunion. He believes even enemies might guide him to his loved ones. He does not care for worldly achievements or failures but wishes to connect deeply with others' hearts. He requests God, who is like precious gems to the poor, to ensure their tears are not wasted and to wipe them away if his humble plea is accepted. He sees God's blessings as a poor woman's chunari, which is cherished until the end. He also believes that if the pain of separation becomes too intense, God will mercifully intervene before it spreads.

Exam Tip: When describing a poet's state of mind, always refer back to specific lines or themes from the poem to support your explanation, detailing their emotions, hopes, and prayers. Ensure you also connect the various metaphors used.

 

Question 2. “નહીં ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી, અહીં આપણે તો જવું હતું, ફક્ત એકમેકનાં મન સુધ."
Answer: કવિને ધરા સુધી કે ઊંચે ગગન સુધી જવામાં રસ નથી. તેમની ઉન્નતિ થાય કે પતન થાય તેની પણ તેમને પરવા નથી. કવિ કહે છે કે અહીં (આ પૃથ્વી પર) આપણે તો એકબીજાના મન સુધી જવું હતું, એકબીજાના દિલમાં વસવું હતું.
In simple words: The poet has no interest in reaching the earth or the sky, nor is he concerned with success or failure in life. He simply wants to reach each other's minds and reside in their hearts here on this earth.

Exam Tip: When a quote is provided, explain its deeper meaning by contrasting what the poet rejects with what they truly desire, highlighting their core message of emotional connection.

 

Exercise: દિવસો જુદાઈના જાય છે પ્રશ્નોત્તર

 

Question 1. નીચેના પ્રશ્નોના આઠ – દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો:
તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી!" દ્વારા કવિ શું કહેવા માગે છે?

Answer: "તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી!" આ પંક્તિ દ્વારા કવિ કહે છે કે ઈશ્વર રાજરાણીનાં ચીર જેવા છે. જેમ રાજરાણી જે ચીર એટલે કે ચુંદડી પહેરે છે તે બે – ચાર વાર પહેરીને કોઈ ગરીબ સ્ત્રીને આપી દે છે, પણ ગરીબ સ્ત્રીને મન એ ચૂંદડી મૂલ્યવાન હોય છે. તે વારતહેવારે એ ચુંદડી પહેરે છે અને તે સુહાગણ સ્ત્રી મૃત્યુ પામે ત્યારે તેને એ જ ચૂંદડી ઓઢાડે છે. આમ, ઈશ્વરની દીધી કોઈ પણ વસ્તુ એટલી જ મૂલ્યવાન છે. અમે એને જિંદગીભર સાથે રાખીએ છીએ, અર્થાત્ અમારે મન એ ચિરસ્મરણીય છે.
In simple words: Through this line, the poet means that God is like the garments of a queen. Just as a queen wears a chunari a few times and then gives it to a poor woman, who considers it very valuable, God's blessings are precious to the humble. The poor woman wears it for festivals and is even draped in it when she dies. In this way, any gift from God is valuable to the poet, who wishes to keep it with him for life, meaning it is unforgettable to him.

Exam Tip: Analyze metaphors by breaking down each part of the comparison. Explain both the literal and the symbolic meaning to fully convey the poet's message. Also, consider the contrast between the queen's perspective and the poor woman's perspective.

 

Exercise: નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખો:

 

Question 1. શત્રુઓ ઉપર કવિને શો વિશ્વાસ છે?
Answer: કવિના દિવસો સ્વજનના વિરહમાં પસાર થઈ રહ્યા છે. કવિને સ્વજનના મિલનની ઝંખના છે, એ ઝંખના કોઈ સ્વજનના દ્વારા નહીં, પણ કોઈ શત્રુ દ્વારા જ સંતોષાશે એવો કવિને વિશ્વાસ છે.
In simple words: The poet's days are spent in separation from his loved ones. He yearns for reunion, and he trusts that this longing will be fulfilled not by his own kin, but by his enemies.

Exam Tip: When addressing paradoxes or unexpected statements (like trusting enemies), explain the situation leading to such a belief, emphasizing the poet's unique perspective or dire circumstances.

 

Question 2. ઈશ્વરે કવિ પર શી કૃપા કરી?
Answer: કવિની જુદાઈની વેદના વધી ગઈ ત્યારે ઈશ્વરે પોતે તેમના પર કૃપા કરી. પવન તેમની વિરહાગ્નિને સ્પર્શે તે પહેલાં જ તેમના શ્વાસ બંધ થઈ ગયા, અર્થાત્ મૃત્યુ પામ્યા.
In simple words: When the poet's pain of separation became too much, God showed mercy. His breath stopped, meaning he died, before the wind could even touch the fire of his longing.

Exam Tip: Focus on the direct action and its immediate consequence when describing divine intervention. Explain how God's mercy alleviated the poet's suffering, even if it meant an end to life.

 

Exercise: નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખોઃ

 

Question 1. કાવ્યનાયકની દષ્ટિએ જીવનના કેવા દિવસો પસાર થાય છે?
Answer: કાવ્યનાયકની દષ્ટિએ જીવનના જુદાઈના દિવસો પસાર થાય છે.
In simple words: From the poet's viewpoint, life's days are passing in separation.

Exam Tip: Ensure your answer directly addresses the question using keywords from the question itself, making it precise and complete.

 

Question 2. જુદાઈના દિવસો ક્યાં સુધી લઈ જશે?
Answer: જુદાઈના દિવસો મિલન સુધી લઈ જશે.
In simple words: The days of separation will lead to reunion.

Exam Tip: When asked about a future outcome in poetry, state the poet's hopeful or predicted resolution concisely.

 

Question 3. કાવ્યનાયક પોતાનો હાથ કોણ ઝાલશે એમ કહે છે?
Answer: કાવ્યનાયક પોતાનો હાથ શત્રુ ઝાલશે એમ કહે છે.
In simple words: The poet says that his enemies will hold his hand.

Exam Tip: Note any unexpected turns or paradoxes in the poem, such as the poet relying on enemies, and state them clearly.

 

Question 4. શત્રુઓ હાથ પકડીને કાવ્યનાયકને ક્યાં લઈ જશે?
Answer: શત્રુઓ હાથ પકડીને કાવ્યનાયકને સ્વજન સુધી લઈ જશે.
In simple words: His enemies will take the poet to his loved ones by holding his hand.

Exam Tip: Connect the actions of characters (like enemies holding hands) with their intended destination or outcome in the narrative.

 

Question 5. કાવ્યનાયક કોને ધૂળમાં ન ભળી જવાની અરજ કરે છે?
Answer: કાવ્યનાયક અશ્રુને ધૂળમાં ન ભળી જવાની અરજ કરે છે.
In simple words: The poet requests his tears not to mix with the dust.

Exam Tip: Identify the specific entity to whom the poet is making a plea. The personification of "tears" is key here.

 

Question 6. કાવ્યનાયક અશ્રુઓને ક્યાંથી ક્યાં સુધી જવા અરજ કરે છે?
Answer: કાવ્યનાયક અશ્રુઓને હૃદયથી નયન સુધી જવા અરજ કરે છે.
In simple words: The poet requests his tears to travel from the heart to the eyes.

Exam Tip: Pinpoint the starting and ending points of any metaphorical journey or request made by the poet.

 

Question 7. કાવ્યનાયક અશ્રુઓને કોના જેવા ગણાવે છે?
Answer: કાવ્યનાયક અશ્રુઓને રાંકનાં રતનસમાં ગણાવે છે.
In simple words: The poet describes tears as being like jewels to the poor.

Exam Tip: When asked about a comparison, clearly state what is being compared and to what, and mention any specific adjectives or descriptors used.

 

Question 8. અશ્રુઓને હૃદયથી નયન સુધી જવા શું કરે છે?
Answer: અશ્રુઓને હૃદયથી નયન સુધી જવા અરજ કરે છે.
In simple words: He makes a request for the tears to go from the heart to the eyes.

Exam Tip: Distinguish between a statement of fact and a specific action (like making a request) by the poet or narrator.

 

Question 9. કાવ્યનાયક પ્રિયપાત્રની સરખામણી કોની સાથે કરે છે?
Answer: કાવ્યનાયક પ્રિયપાત્રની સરખામણી રાજરાણીનાં વસ્ત્રો સાથે કરે છે.
In simple words: The poet compares his beloved to the garments of a queen.

Exam Tip: Clearly state the object of comparison and what it is being compared to, noting any symbolic significance.

 

Question 10. કાવ્યનાયક પોતાની સરખામણી કોની સાથે કરે છે?
Answer: કાવ્યનાયક પોતાની સરખામણી ગરીબ સ્ત્રીની ચૂંદડી સાથે કરે છે.
In simple words: The poet compares himself to a poor woman's chunari.

Exam Tip: In questions involving self-comparison, ensure you identify the specific item the poet uses to represent himself.

 

Question 11. રાજરાણીનાં ચીર એનાં અંગો ઉપર કેટલો સમય રહે છે?
Answer: રાજરાણીનાં ચીર એનાં અંગો ઉપર ઘડી બેઘડી રહે છે.
In simple words: A queen's garments stay on her body for only a moment or two.

Exam Tip: Pay attention to phrases indicating duration (like "ઘડી બેઘડી" - a moment or two) as they often carry symbolic weight in poetic comparisons.

 

Question 12. જો હૃદયની આગ વધી ગની' તો કોણે કૃપા કરી?
Answer: જો હૃદયની આગ વધી “ગની’ તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી.
In simple words: If the fire in the heart increased, then God himself showed mercy.

Exam Tip: Identify the specific agent of action (God) in scenarios involving intense emotion or spiritual intervention.

 

Question 13. પ્રિયપાત્રની અમીરાત અને કાવ્યનાયકની ખુવારી – ખુમાની કઈ પંક્તિમાં જોવા મળે છે?
Answer: પ્રિયપાત્રની અમીરાત અને કાવ્યનાયકની ખુવારી – ખુમાની નીચેની પંક્તિમાં જોવા મળે છેઃ ‘તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.”
In simple words: The wealth of the beloved and the poet's distress and pride are shown in the line: "You stay on the body for a moment or two, we accompany you until the shroud."

Exam Tip: When asked to identify a specific line, quote it accurately. Then, briefly explain how that line illustrates the contrasting themes mentioned in the question.

 

Exercise: માગ્યા પ્રમાણે ઉત્તર લખો:

 

Question 1. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો
(i) સત્રુ – (ષત્ર, સદ્ગ, શત્રુ)
(ii) ઊનતિ – (ઉન્નતિ, ઊનતિ, ઊન્નતિ)
(iii) અy – (અસુ, અશુ, અશ્રુ)
(iv) ચૂદડી – (ચુંદડી, ચૂંદડી, ચુદડી)
(v) ક્રુપા – (કૂપા, કૃપા, કૃપા)
(vi) સ્વાસ – (હવાસ, સવાસ, શ્વાસ)

Answer:
(i) શત્રુ
(ii) ઉન્નતિ
(iii) અશ્રુ
(iv) ચૂંદડી
(v) કૃપા
(vi) શ્વાસ
In simple words: For each given word with options, pick the one that has the correct spelling.

Exam Tip: Always pay close attention to minor differences in spelling, especially for commonly confused letters or vowel marks in Gujarati. Practice often to recognize correct forms instantly.

 

Question 2. નીચેના શબ્દોની સાચી સંધિ જોડોઃ
(i) ઉદ્ + નતિ = (ઉદતિ, ઉન્નતિ, ઉન્નિતિ)
(ii) ને + અન = (નયન, નેન, નયન)

Answer:
(i) ઉન્નતિ
(ii) નયન
In simple words: Combine the given parts of the word to form the correct single word.

Exam Tip: Understand the rules of Sandhi (word joining) for common prefixes and suffixes. Remember that some letters transform when joined, like 'દ્' changing to 'ન્ન' before 'ન'.

 

Question 3. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ
(i) સ્વજન – (તત્પુરુષ, કર્મધારય, ઉપપદ)
(ii) રાજરાણી – (મધ્યમપદલોપી, તત્પુરુષ, દ્વિગ)

Answer:
(i) કર્મધારય
(ii) તત્પુરુષ
In simple words: Identify the type of compound word for each given term based on how its parts relate to each other.

Exam Tip: To identify a compound word's type (Samas), break it down into its constituent words and analyze the relationship between them. For Tatpurush, look for implied prepositions; for Karmadharay, look for adjective-noun relationships.

 

Question 4. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે, તે લખો: (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)
(i) ઉન્નતિ
(ii) જુદાઈ
(iii) અશ્રુઓ
(iv) પતન
(v) સ્વજન
(vi) ચૂંદડી

Answer:
(i) પૂર્વપ્રત્યય
(ii) પરપ્રત્યય
(iii) પરપ્રત્યય
(iv) પરપ્રત્યય
(v) એક પણ પ્રત્યય નહિ
(vi) પરપ્રત્યય
In simple words: For each word, say if it has a prefix (comes before the main word), a suffix (comes after the main word), or neither.

Exam Tip: To find prefixes (પૂર્વપ્રત્યય) or suffixes (પરપ્રત્યય), try to isolate the root word. Prefixes change the meaning at the beginning, while suffixes add meaning or change the word's grammatical function at the end.

 

Question 5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:
(i) ઉન્નતિ = (ચડતી, અવનતિ, પગથિયાં)
(ii) કબૂલ = (કાનબુટ્ટી, મજૂર, મંજૂરી)
(iii) રંક = (ગરીબ, છાપ, ગરીબાઈ)
(iv) ચીર = (વસ્ત્ર, ચોરી, ફાડ)

Answer:
(i) ચડતી
(ii) મંજૂર
(iii) ગરીબ
(iv) વસ્ત્ર
In simple words: For each word, find another word that means the same or very similar.

Exam Tip: When choosing synonyms from options, select the word that best matches the primary meaning in the context of the poem or general usage. Some words might have multiple meanings.

 

Question 6. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખોઃ
(i) શત્રુ – (જાતિવાચક, વ્યક્તિવાચક, ભાવવાચક)
(ii) કૃપા – (ભાવવાચક, વ્યક્તિવાચક, ક્રિયાવાચક)
(iii) જુદાઈ – (ભાવવાચક, વ્યક્તિવાચક, દ્રવ્યવાચક)
(iv) ગગન – (જાતિવાચક, વ્યક્તિવાચક, ભાવવાચક)
(v) અશ્રુ – (દ્રવ્યવાચક, ભાવવાચક, વ્યક્તિવાચક)
(vi) રાત – (જાતિવાચક. ભાવવાચક, વ્યક્તિવાચક)

Answer:
(i) જાતિવાચક
(ii) ભાવવાચક
(iii) ભાવવાચક
(iv) વ્યક્તિવાચક
(v) દ્રવ્યવાચક
(vi) ભાવવાચક
In simple words: For each noun, identify if it names a general class of things (common noun), a specific person or place (proper noun), a feeling or idea (abstract noun), or a material/substance (material noun).

Exam Tip: Understand the definitions of different noun types. 'Jaativaachak' (common) names a class, 'Vyakitivaachak' (proper) names an individual, 'Bhaavavaachak' (abstract) names a quality or state, and 'Dravyavaachak' (material) names a substance.

 

Exercise: નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખોઃ

 

Question 7. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ
(i) ઊંચે જઈ રહેલી સ્થિતિ – ઉન્નતિ
(ii) શબને ઓઢાડવાનું લૂગડું – કફન

Answer:
(i) ઉન્નતિ
(ii) કફન
In simple words: For each group of words, provide a single word that describes its meaning.

Exam Tip: Pay attention to the precise meaning of the phrase to find the most accurate single-word equivalent. Consider common idioms and vocabulary relevant to the text.

 

Question 8. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો:
(i) રંક
(ii) સંમતિ
(iii) જુદાઈ
(iv) ઉન્નતિ
(v) શત્રુ
(vi) ધરા

Answer:
(i) રંક \( \times \) શ્રીમંત
(ii) સંમતિ \( \times \) અસંમતિ
(iii) જુદાઈ \( \times \) મિલન
(iv) ઉન્નતિ \( \times \) અવનતિ
(v) શત્રુ \( \times \) મિત્ર
(vi) ધરા \( \times \) ગગન
In simple words: For each word, write a word that means the opposite.

Exam Tip: When providing antonyms, ensure the words are true opposites and match the grammatical form of the original word. The \( \times \) symbol clearly denotes an antonym pair.

 

Question 9. નીચેના શબ્દોના અર્થ આપોઃ
(i) ચીર
(ii) નાર
(iii) મિલન

Answer:
(i) ચીર – ફાડ, તરડ
(ii) નાર – સ્ત્રી
ચિર – લાંબા સમયનું
મિલન – મળવું તે
મીલન – બંધ કરવું (બીડવું) તે
In simple words: Give the different meanings for each of the given words.

Exam Tip: Be aware that some words have multiple meanings (homonyms). Provide all relevant meanings, especially if they are used in different contexts within the poem or language.

 

Question 10. નીચેની પંક્તિઓમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ
(i) તમે બે ઘડી રહો અંગ પર
(ii) તમે રાંકનાં છો રતન સમાં
(iii) અમે રંક નારની ચૂંદડી!

Answer:
(i) બે – સંખ્યાવાચક
(ii) રાંકનાં – સંબંધવાચક
(iii) રંક – ગુણવાચક
In simple words: For each sentence, find the describing word (adjective) and say what type of adjective it is (e.g., number, relationship, quality).

Exam Tip: Adjectives modify nouns or pronouns. Identify the word that describes a quantity (સંખ્યાવાચક), relationship (સંબંધવાચક), or quality (ગુણવાચક) of another word in the sentence.

 

Question 11. નીચેની પંક્તિઓમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ
(i) એ જશે જરૂર મિલન સુધી.
(ii) મારો હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી
(iii) તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.

Answer:
(i) જરૂર – અભિગમવાચી
(ii) હવે – સમયવાચક
(iii) બે ઘડી – સમયવાચક
In simple words: From each line, find the word that describes how, when, or where an action happens (adverb) and state its type.

Exam Tip: Adverbs modify verbs, adjectives, or other adverbs. Look for words that answer questions like "how?" (રીતિવાચક), "when?" (સમયવાચક), "where?" (સ્થળવાચક), or indicate certainty/approach (અભિગમવાચી).

 

Question 12. નીચેના શબ્દોના ધ્વનિઘટકો છૂટા પાડોઃ
(i) અશ્રુઓ
(ii) કૃપા

Answer:
(i) અશ્રુઓ – અ \( + \) શું \( + \) ૨ \( + \) ઈ \( + \) ઓ
(ii) કૃપા – ક \( + \) ગ \( + \) ૫ \( + \) આ
In simple words: Break down each word into its smallest sound parts, showing the individual letters and vowel sounds.

Exam Tip: When separating phonemes, ensure you account for all vowel and consonant sounds, including those that are implied or combined. Remember that each consonant often has an inherent 'a' sound unless followed by another vowel or a halant mark.

દિવસો જુદાઈના જાય છે કાવ્ય – પરિચય

ગની દહીંવાલા [જન્મ: 17 – 08 – 1908; મૃત્યુ: 05 – 03 – 1987]

દિવસો જુદાઈના જાય છે ગઝલના પહેલા શેરમાં કવિને આશા છે કે જુદાઈ છે, વિરહ છે, પણ એ જ જુદાઈ તેમને મિલન તરફ લઈ જશે જ. કવિએ દરેક શેરમાં જીવન જીવવા માટે મહત્ત્વની દિશા ચીંધી છે. જેમ કે, એકબીજાના મન સુધી પહોંચવું, હૃદયથી નયન સુધી પહોંચવું.

એક શેર દ્વારા કવિ કહે છે કે રાજરાણી માટે એનું ચીર બે ઘડી રહે પણ રંકને તે કફન સુધી સાથ આપે છે. ગઝલનો છેલ્લો શેર પણ જીવનની ધન્યતાની ક્ષણ, – છીપમાં જેમ સ્વાતિ નક્ષત્રમાં મોતી પાકે, – એવી ક્ષણને વ્યક્ત કરે છે.

જુદાઈ કે વિરહ જ્યારે ઉત્કટતાની પરાકોટિએ અનુભવાય ત્યારે એ પરમાત્મા – ઈશ્વર – ની કૃપા જ બની રહે છે. કવિનો આ શ્રદ્ધા – અનુભવ ઉપનિષદના શ્લોક જેવો છે.

દિવસો જુદાઈના જાય છે કાવ્યની સમજૂતી

દિવસો જુદાઈના એટલે કે વિયોગના જાય છે; પરંતુ એ નક્કી મિલન સુધી જશે. મને હાથ પકડીને શત્રુઓ જ (મારા) સ્વજન સુધી લઈ જશે.

(આપણે) નથી ધરતી સુધી જવું કે નથી ગગન સુધી જવું, આપણે ન તો ઉન્નતિના શિખરો સર કરવાં હતાં, કે ન તો અવનતિની ગર્તામાં જવું હતું. આપણે તો જવું હતું એકબીજાના મન સુધી, એટલે કે એકબીજાનાં દિલમાં વસવું હતું.

તમે રાંકનાં રતન જેવા છો તો (જોજો) એમનાં આંસુ ધૂળમાં વહી ન જાય (આંસુ વ્યર્થ ન જાય). અમારી આટલી અરજી માન્ય હોય, તો હૃદયથી (સામી વ્યક્તિના) નયન સુધી એટલે કે એનાં આંસુ (લૂછવા) સુધી જાઓ.

તમે રાજરાણીનાં વસ્ત્ર જેવા છો. અમે તો રંક નારીની ચૂંદડી છીએ ! તમારા અંગ પર આ વસ્ત્ર બે ઘડી અર્થાત્ તમે એ વસ્ત્ર થોડો સમય પહેરો, પણ અમે તો (તમારી દીધેલી) ચૂંદડીને કફન સુધી સાથ આપીએ અર્થાત્ અમારા કફન પર એ જ ચૂંદડી ઓઢાડે.

જો હૃદયમાં વિયોગની આગ (પીડા) વધી ગઈ ‘ગની તો ઈશ્વરે પોતે જ (અમારી પર) કૃપા કરી. કોઈ અમારા શ્વાસ બંધ કરી ગયું, જેથી પવન એ વિયોગરૂપી અગન સુધી ન જાય.

દિવસો જુદાઈના જાય છે શબ્દાર્થ

  • જુદાઈ – વિયોગ, વિરહ.
  • જરૂર – નક્કી.
  • ઝાલવું – પકડવું.
  • શત્રુ – દુશ્મન.
  • સ્વજન – સગાં.
  • ધરા – પૃથ્વી, ધરતી.
  • ગગન – આકાશ.
  • પતન – પડતી.
  • રાંક – ગરીબ, સાલસ.
  • અશ્રુ – આંસુ.
  • અરજ – અરજી, વિનંતી.
  • ચીર – વસ્ત્ર.
  • રંક – ગરીબ,
  • નાર – સ્ત્રી.
  • કફન – શબને ઓઢાડવાનું લૂગડું.
  • આગ – અગ્નિ, (અહીં) વિરહની પીડા. ખુદ પોતે.
  • કૃપા – દયા, મહેરબાની.

Free study material for Gujarati

GSEB Solutions Class 10 Gujarati Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language)

Students can now access the GSEB Solutions for Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language) prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 10 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language)

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 10 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 10 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Gujarati Class 10 Solved Papers

Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 10 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language) to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language) for the 2026-27 session?

The complete and updated GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language) is available for free on StudiesToday.com. These solutions for Class 10 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 10 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language) as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 10 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language) will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language) in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 10 Gujarati. You can access GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language) in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 10 as a PDF?

Yes, you can download the entire GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 17 દિવસો જુદાઈના જાય છે (First Language) in printable PDF format for offline study on any device.