GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને (First Language)

Get the most accurate GSEB Solutions for Class 10 Gujarati Chapter 11 શિકારીને (First Language) here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 10 Gujarati. Our expert-created answers for Class 10 Gujarati are available for free download in PDF format.

Detailed Chapter 11 શિકારીને (First Language) GSEB Solutions for Class 10 Gujarati

For Class 10 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 10 Gujarati solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 11 શિકારીને (First Language) solutions will improve your exam performance.

Class 10 Gujarati Chapter 11 શિકારીને (First Language) GSEB Solutions PDF

શિકારીને સ્વાધ્યાય

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (V) ની નિશાની કરો :

 

Question 1. પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે?
(A) પંખીનો શિકાર કરવાનું
(B) તીર ચલાવવાનું
(C) માળો બનાવવાનું
(D) પંખીનાં ગીતને સાંભળવાનું
Answer: (D) પંખીનાં ગીતને સાંભળવાનું
In simple words: The poet suggests listening to the birds' songs to truly understand them, rather than trying to capture them.

Exam Tip: For appreciation questions, focus on what the poet explicitly states or implies about interaction with nature.

 

Question 2. કવિ નીચેનામાંથી કયો સંદેશો આપે છે?
(A) સંહાર કરવાનું રહેવા દે.
(B) તું ક્રૂર બન.
(C) તારે સુંદર બનવાની જરૂર નથી.
(D) પ્રકૃતિનો તું નાશ કર.
Answer: (A) સંહાર કરવાનું રહેવા દે.
In simple words: The poet's main message is to stop destruction and embrace peace with nature.

Exam Tip: Always identify the central theme or moral of the poem to answer questions about the poet's message.

2. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો :

 

Question 1. કવિની દૃષ્ટિએ પક્ષી ક્યાં મળશે?
Answer: કવિની દૃષ્ટિએ પક્ષી એનાં મધુર ગીતમાં મળશે.
In simple words: The poet feels that a bird's true essence is found in its sweet songs.

Exam Tip: When asked about a poet's perspective, use phrases that reflect their viewpoint, like "in the poet's view."

 

Question 2. શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે?
Answer: શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે.
In simple words: Hunting only gives you the physical body of the bird, not its actual beauty or spirit.

Exam Tip: Understand the difference between physical presence and intrinsic value as highlighted in the poem.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો :

 

Question 1. સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે?
Answer: કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણીજગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્યદષ્ટિને આવરી લીધાં છે. કવિ વૃક્ષો, પંખીઓ, ફૂલો, વેલાઓ તેમજ ઝરણાંમાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે. વૃક્ષો ઉપર કલરવ કરતાં પક્ષીઓનાં ગીતોમાં પણ કવિ સૌંદર્યનો અનુભવ કરે છે.
In simple words: The poet finds nature's beauty in trees, birds, flowers, vines, and streams. He also feels beauty in the chirping songs of birds on the trees.

Exam Tip: When listing examples, try to group similar items and use clear, descriptive language.

 

Question 2. પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે?
Answer: કવિ પક્ષીને પામવા કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી, પણ ક્યાંક છુપાઈને તેનાં મધુર ગીત (કલરવ) સાંભળવાનાં છે. તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે, અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે.
In simple words: The poet tells us not to shoot arrows at birds, but instead to listen to their sweet songs secretly. By doing this, we will enjoy the bird's beautiful sounds, and the bird will reside in our hearts with God.

Exam Tip: Highlight the contrast between destructive actions and appreciative, spiritual connection in your answer.

4. નીચેના પ્રશ્નનો સાત-આઠ લીટીમાં જવાબ આપો :

 

Question 1. કવિ શિકારીને કઈ શિખામણ આપે છે?
Answer: કવિ શિકારીને પક્ષીનો સંહાર કરવાનું છોડી દેવા અંગે કહે છે. કવિ કહે છે કે હે શિકારી, તને આવી ક્રૂરતા શોભા દેતી નથી. સકળ વિશ્વ સંતોનો આશ્રમ છે. એમાં અનેક પ્રકૃતિતત્ત્વોનું સૌંદર્ય રહેલું છે. એમાં ફૂલો, ઝરણાં, વૃક્ષો છે. તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ? એના મૃત શરીર સિવાય કશું નહિ મળે. તારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને એ પંખીઓના મધુરાં ગીતો સાંભળ. પક્ષી એ પ્રભુનું સર્જન છે, તું એનાં મધુરાં ગીતો સાંભળીશ તો તું એ પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ. સૌંદર્યને પામવા માટે તું સ્વયં સુંદર થા, દષ્ટિ કેવળ પ્રયત્ન કર. સૌંદર્યને પામો એટલે તમે પ્રભુને પ્રાપ્ત કરો છો. સકળ વિશ્વમાં ચોમેર આદ્રતા વેરાયેલી છે, એમાં જ પરમતત્ત્વ છે, પરમાત્મા છે. આપણે એને સાથ આપીએ, એમાં જ આપણું ભલું છે.
In simple words: The poet advises the hunter to stop killing birds, stating such cruelty doesn't suit him. The world is a haven for saints, filled with the beauty of nature—flowers, springs, and trees. Hunting only brings a dead body, not true beauty. To experience beauty, one must listen to the birds' sweet songs in the forest, realizing that birds are God's creation. By appreciating their songs, one connects with God. To find beauty, one should become beautiful within and strive to see beauty everywhere. The whole world is filled with kindness, and God resides in it. Supporting this kindness benefits everyone.

Exam Tip: For long answers, break down the poet's advice into distinct points, covering the reasons, actions, and consequences mentioned.

5. નીચેની કાવ્યપંક્તિ સમજાવો :

 

Question 1. સૌદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે, સૌદર્યો પામતાં પહેલાં સૌન્દર્ય બનવું પડે.
Answer: સમગ્ર વિશ્વમાં ઠેરઠેર સોંદર્ય પથરાયેલું છે. એ સોંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ એ સુંદરતાને વેડફી દેવાની નથી હોતી, વેડફી દેવાથી આપણે એને માણી શકતા નથી. આપણે એને મનભરીને માણવી જોઈએ અને એ માટે ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલાં આપણે સૌંદર્યદષ્ટિ કેળવવી પડે, આપણે સ્વયં સુંદર બનવું પડે.
In simple words: Beauty is spread everywhere in the world. Destroying this beauty means we lose its charm and cannot enjoy it. We should enjoy beauty to our heart's content. To truly appreciate beauty, we must first develop an aesthetic sense and become beautiful ourselves.

Exam Tip: Explain the meaning of each phrase in the stanza, then connect them to form a cohesive message about the importance of inner beauty to appreciate external beauty.

1. નીચેના પ્રશ્નોના આઠ – દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખોઃ

 

Question 1. “શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો.
Answer: કાવ્યના આરંભે “રહેવા દે! રહેવા દે એ શબ્દોની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટેની વિનવણી છે. આ વિનવણી જ સૂચવે છે કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી. સૌમાં પરમાત્મા રહેલો છે. પક્ષીનો સંહાર કરવાથી તેનું મૃત શરીર જ મળે છે. પક્ષીનો સંહાર એ પરમાત્માના સંહાર બરાબર છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ, ફૂલો, લતા, ઝરણાં, વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિતત્ત્વોનું સૌંદર્ય ભરેલું છે. સૌંદર્ય માણવું હોય તો એને માટે સૌંદર્યદષ્ટિ કેળવવી પડે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાથી આપણા મનનો તાર પરમાત્મા સાથે જોડાય છે. સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે. પરમાત્માનું આ સુંદર સર્જન છે. એમાં સૌ એકબીજા સાથે હળીમળીને સહૃદયભાવથી રહે તો એનો આનંદ અનેરો છે. એમાં વસુધેવકુટુંબકમની ભાવના રહેલી છે.
In simple words: The poem begins by urging a young hunter to stop killing birds, emphasizing that hunting is a cruel act. It suggests that God exists in all beings, and killing a bird only yields a dead body. Destroying a bird is like destroying God's creation. The world, created by God, is full of natural beauty—birds, flowers, vines, streams, and trees. To truly appreciate this beauty, one needs to develop an aesthetic sense. Enjoying God's creation connects our minds with God. Protecting and respecting beauty helps us experience divine joy. This beautiful creation promotes living together harmoniously, fostering a sense of universal brotherhood.

Exam Tip: When explaining the meaning of a poem, cover the central theme, specific messages, and the emotional or philosophical depth conveyed by the poet.

2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખોઃ

 

Question 1. કવિ સૌંદર્યને પામવા શી સલાહ આપે છે?
Answer: કવિ કહે છે કે સૌંદર્યનો સંહાર કરવાથી સૌંદર્યને પામી શકાય નહિ. સૌંદર્યને પામવા માટે એનું જતન, પોષણ ને સંવર્ધન કરવું જોઈએ. સુંદરતા પામવા સુંદર બનવું પડે, ક્રૂરતા છોડવી પડે.
In simple words: The poet advises that true beauty cannot be found through destruction. To achieve beauty, one must protect, nourish, and nurture it. To experience beauty, one must become beautiful from within and abandon cruelty.

Exam Tip: Focus on the active steps one needs to take to achieve a deeper understanding and appreciation of beauty, as suggested by the poet.

3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર : લખો:

 

Question 1. સમગ્ર વિશ્વ કોનો આશ્રમ છે?
Answer: સમગ્ર વિશ્વ સંતોનો આશ્રમ છે.
In simple words: The entire world is a refuge for saints.

Exam Tip: For direct questions, provide a concise answer directly from the text without additional explanation.

 

Question 2. સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે?
Answer: સૃષ્ટિનું સૌંદર્ય કવિને પંખીઓ, ફૂલો, લતા – વેલ, ઝરણાં, વૃક્ષો વગેરે પ્રકૃતિતત્ત્વોમાં જોવા મળે છે.
In simple words: The poet finds nature's beauty in birds, flowers, vines, streams, trees, and other natural elements.

Exam Tip: List all the elements of nature mentioned in the poem where the poet perceives beauty.

 

Question 3. સૌંદર્યની આ સૃષ્ટિમાં કવિ કેવી દષ્ટિ ન રાખવા કહે છે?
Answer: સૌંદર્યની આ સૃષ્ટિમાં કવિ દૂરદષ્ટિ ન રાખવા કહે છે.
In simple words: The poet advises not to have a shortsighted or destructive view in this beautiful world.

Exam Tip: Explain the kind of vision the poet warns against when appreciating beauty.

 

Question 4. કવિની દષ્ટિએ વિશ્વસૌંદર્ય કેવું છે?
Answer: કવિની દષ્ટિએ વિશ્વસૌંદર્ય કુમળું છે.
In simple words: The poet sees the world's beauty as delicate and tender.

Exam Tip: Use the exact descriptive word (e.g., "કુમળું") if it's explicitly mentioned in the text about the world's beauty.

 

Question 5. વ્યક્તિ પક્ષીને શાનાથી પામવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે? ?
Answer: વ્યક્તિ પક્ષીને તીરથી પામવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે. ?
In simple words: A person tries to get a bird in vain by using an arrow.

Exam Tip: Identify the specific instrument or action that the poem highlights as ineffective for truly acquiring a bird's essence.

 

Question 6. કવિ પંખીનાં ગીત કેવી રીતે સાંભળવાનું કહે છે?
Answer: કવિ પંખીનાં ગીત છાની રીતે સાંભળવાનું કહે છે.
In simple words: The poet suggests listening to the birds' songs quietly and secretly.

Exam Tip: Note the manner or approach recommended by the poet for observing nature.

 

Question 7. કવિ પ્રકૃતિને પામવા શાને મહત્ત્વ આપે છે?
Answer: કવિ પ્રકૃતિને પોષણ કરીને પામવા મહત્ત્વ આપે છે.
In simple words: The poet gives importance to nurturing nature to truly understand it.

Exam Tip: Understand that the poet advocates for protection and care of nature as a way of connecting with it.

 

Question 8. પક્ષી તેના પ્રભુ સાથે શિકારીને ક્યાં મળશે? એમ કવિ કહે છે?
Answer: કવિ કહે છે કે પક્ષી શિકારીને તેના હૈયામાં પ્રભુ સાથે મળશે.
In simple words: The poet says the bird, along with God, will be found in the hunter's own heart.

Exam Tip: Recognize the spiritual or internal dimension of the connection with nature that the poet emphasizes.

 

Question 9. કવિની દષ્ટિએ સૌદર્યો વેડફી દેતાં શું મળતું નથી?
Answer: કવિની દષ્ટિએ સૌદર્યો વેડફી દેતાં સુંદરતા મળતી નથી.
In simple words: According to the poet, wasting beauty does not result in gaining more beauty.

Exam Tip: Focus on the negative consequence of squandering beauty as described in the poem.

 

Question 10. સૌંદર્ય પામવા માટે શેની જરૂર છે?
Answer: સૌંદર્ય પામવા માટે સુંદર બનવાની, સૌંદર્યદષ્ટિ કેળવવાની જરૂર છે.
In simple words: To find beauty, one needs to become beautiful and develop an aesthetic sense.

Exam Tip: State the internal and external qualities required for true appreciation of beauty.

 

Question 11. “સૌંદર્યે ખેલવું, એ તો પ્રભુનો ઉપયોગ છે.” આ પંક્તિમાં ‘સૌંદર્યે ખેલવું એટલે શું?
Answer: “સૌંદર્યે ખેલવું, એ તો પ્રભુનો ઉપયોગ છે.” આ પંક્તિમાં “સૌંદર્યે ખેલવું એટલે સૌંદર્યનો સહવાસ કેળવવો.
In simple words: In this line, "playing with beauty" means cultivating companionship with beauty.

Exam Tip: When interpreting poetic lines, focus on the deeper meaning of key phrases, relating them to the overall theme of the poem.

 

Question 12. કવિની દષ્ટિએ સૌંદર્ય ખેલવું એ વાસ્તવમાં કોનો ઉપયોગ છે?
Answer: કવિની દષ્ટિએ સૌંદર્ય ખેલવું એ વાસ્તવમાં પ્રભુનો ઉપયોગ છે.
In simple words: From the poet's viewpoint, engaging with beauty is actually using God's gift.

Exam Tip: Connect the act of appreciating beauty to a spiritual or divine purpose, as suggested by the poet.

 

Question 13. કવિ કલાપી સમગ્ર કાવ્યમાં કોને ઉદ્ધોધન કરે છે?
Answer: કવિ કલાપી સમગ્ર કાવ્યમાં યુવાનને ઉધ્ધોધન કરે છે.
In simple words: Throughout the entire poem, poet Kalapi addresses a young person.

Exam Tip: Identify the specific audience or recipient of the poet's message within the poem.

 

Question 14. “બધે છે આદ્રતા છાઈ તેમાં મેં ભળવું ભલું એટલે શું?
Answer: બધે છે આદ્રતા છાઈ તેમાં મેં ભળવું ભલું એટલે સૌ પ્રત્યે અનુકંપા રાખવી.
In simple words: "It is good for me to join in where kindness is spread everywhere" means to show compassion towards all.

Exam Tip: Explain the phrase's meaning in the context of universal compassion and empathy.

 

Question 15. “કલાપી' કોનું ઉપનામ છે?
Answer: “કલાપી” એ સુરસિંહજી ગોહિલનું ઉપનામ છે.
In simple words: "Kalapi" is the pen name of Sursinhji Gohil.

Exam Tip: Remember the full name associated with famous literary pseudonyms.

 

Question 16. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું છે?
Answer: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ “કલાપી” છે.
In simple words: Sursinhji Takhtasinhji Gohil's pen name is "Kalapi".

Exam Tip: Ensure you can identify the pen name when given the full name of a poet.

 

Question 17. "શિકારીને કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે?
Answer: “શિકારીને કાવ્ય “કલાપીનો કેકારવ'માંથી લેવામાં આવ્યું છે.
In simple words: The poem "Shikarine" is taken from "Kalapino Kekarav".

Exam Tip: Always remember the source text or collection from which a particular poem is drawn.

 

Question 18. ‘સૉનેટમાં કેટલી પંક્તિઓ હોય છે?
Answer: “સૉનેટમાં ચૌદ પંક્તિઓ હોય છે.
In simple words: A sonnet typically has fourteen lines.

Exam Tip: Recall the standard structural features of poetic forms like a sonnet.

 

Question 19. 'શિકારીને કાવ્ય કયા છંદમાં રચાયેલું છે?
Answer: “શિકારીને કાવ્ય અનુષુપ છંદમાં રચાયેલું છે.
In simple words: The poem "Shikarine" is written in the Anushtup meter.

Exam Tip: Identify the specific poetic meter used for the composition, as this is a key literary detail.

 

Question 20. શિકારીને કાવ્યનો મુખ્ય ધ્વનિ શો છે?
Answer: શિકારીને કાવ્યનો મુખ્ય ધ્વનિ પ્રકૃતિ પ્રત્યે અનુકંપા છે.
In simple words: The main theme of the poem "Shikarine" is compassion towards nature.

Exam Tip: Clearly state the primary message or underlying tone of the poem.

 

Question 21. “વસુધેવકુટુંબકમની ભાવના વ્યક્ત કરતું કાવ્ય એટલે ...
Answer: 'વસુદેવકુટુંબકગ્ની ભાવના વ્યક્ત કરતું કાવ્ય એટલે શિકારીને'.
In simple words: The poem that expresses the feeling of "Vasudhaiva Kutumbakam" (the world is one family) is "Shikarine".

Exam Tip: Connect the poem's themes to well-known philosophical concepts or sayings, if applicable.

શિકારીને વ્યાકરણ

માગ્યા પ્રમાણે ઉત્તર લખો:

આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો:

 

Question 1. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો:
(1) સૌર્દય – (સૌંદર્ય, સૌર્દય, સોઉદય)
(2) ઊપયોગ – (ઉપયોગ, ઉપયોગ્ય, ઊપયોગ્ય)
(3) ફરતા – (ક્રુરતા, ક્રૂરતા, કુર્તા)
(4) સુંદરતા – (સુન્દરતા, સુન્દરતા, સુંદરતા)
Answer:
(1) સૌંદર્ય
(2) ઉપયોગ
(3) ક્રૂરતા
(4) સુન્દરતા
In simple words: Choose the correct spelling from the given choices for each word.

Exam Tip: Pay close attention to subtle differences in vowels and consonants when selecting the correct spelling in Gujarati.

2. નીચેના શબ્દોની સાચી સંધિ જોડોઃ

 

Question 1. નીચેના શબ્દોની સાચી સંધિ જોડોઃ
(1) વિ + અર્થ = (વિર્થ, વ્યર્થ, ભૈથ)
(2) પોષ + અન = (પોષણ, પોસણ, પોશણ)
(3) કિમ્ + ત = (કિન્તુ, કિન્તુ, કન્નુ)
Answer:
(1) વ્યર્થ
(2) પોષણ
(3) કિન્તુ
In simple words: Combine the parts of each word to form the correct compound word.

Exam Tip: Familiarize yourself with common Sandhi rules to accurately combine word elements.

3. નીચેના શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે, તે લખોઃ (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)

 

Question 1. નીચેના શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે, તે લખોઃ
(1) શિકારી
(2) સૌંદર્ય
(3) ઉપભોગ
(4) આદ્રતા
(5) વ્યર્થ
Answer:
(1) પરપ્રત્યય
(2) પરપ્રત્યય
(3) પૂર્વપ્રત્યય
(4) પરપ્રત્યય
(5) પૂર્વપ્રત્યય
In simple words: Identify if the prefix or suffix is at the start (પૂર્વપ્રત્યય) or end (પરપ્રત્યય) of each word.

Exam Tip: Distinguish between prefixes (પૂર્વપ્રત્યય) and suffixes (પરપ્રત્યય) by observing whether the added part comes before or after the root word.

4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ

 

Question 1. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ
(1) દષ્ટિ = (આંખ, નજર, કીકી)
(2) વિશ્વ = (બધું, જગત, સમસ્ત)
(3) સંહાર = (નાશ, સાથ – સહાર, હારમાળા)
(4) ઉપભોગ = (આસ્વાદ, મદદ, વધેરવું)
(5) વ્યર્થ = (ખાસ અર્થ, નકામું, કામનું)
(6) લતા = (વહેલ, વેલ, ફલ)
Answer:
(1) નજર
(2) જગત
(3) નાશ
(4) આસ્વાદ
(5) નકામું
(6) વેલ
In simple words: For each word, write a word that has the same meaning.

Exam Tip: Practice identifying synonyms by understanding the core meaning of each word and finding a suitable replacement.

5. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખોઃ

 

Question 1. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખોઃ
(1) સુંદરતા – (સમૂહવાચક, ભાવવાચક, જાતિવાચક)
(2) આદ્રતા – (દ્રવ્યવાચક, ભાવવાચક, જાતિવાચક)
(3) યુવાન – (વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક)
(4) તરુ – (વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક)
Answer:
(1) ભાવવાચક
(2) ભાવવાચક
(3) જાતિવાચક
(4) જાતિવાચક
In simple words: Identify the type of noun (e.g., abstract, common, collective) for each given word.

Exam Tip: Understand the definitions of different noun types to correctly categorize them, such as abstract nouns (भाववाचक) for qualities or states.

નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખોઃ

6. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ

 

Question 1. સાધુઓનો નિવાસ
Answer: આશ્રમ
In simple words: This is a place where saints live.

Exam Tip: Practice converting phrases into single words by finding the most precise term.

 

Question 2. કેકા(મોર)નો અવાજ
Answer: કેકારવા
In simple words: This is the specific sound made by a peacock.

Exam Tip: Learn specific terms for sounds made by animals or particular phenomena.

7. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખોઃ

 

Question 1. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખોઃ
(1) ઉપયોગ
(2) સંહાર
(3) સ્થળ
(4) આદ્ર
(5) સાથે
(6) કઠોર
Answer:
(1) ઉપયોગ \( \times \) નિરુપયોગ
(2) સંહાર \( \times \) સર્જન
(3) સ્થળ \( \times \) સૂક્ષ્મ
(4) આર્દ્ર \( \times \) શુષ્ક
(5) સાથે \( \times \) વ્યર્થ
(6) કઠોર \( \times \) કોમળ (કુમળું)
In simple words: For each word, write a word that means the opposite.

Exam Tip: Understand the nuances of each word to find its most accurate antonym. Pay attention to context for words with multiple meanings.

8. નીચેના શબ્દોના અર્થ આપોઃ

 

Question 1. નીચેના શબ્દોના અર્થ આપોઃ
(1) સંત
(2) તરુ
(3) ઉપયોગ
(4) ભરવું
(5) ભળવું
(6) આશ્રમ
(7) આ શ્રમ
Answer:
(1) સંત – સાધુ
(2) તરુ – ઝાડ
(3) ઉપયોગ – જરૂરિયાત
(4) ભરવું – ખાલી હોય તેમાં મૂકવું, રેડવું
(5) ભળવું – ભેગું મળી જવું
(6) આશ્રમ – સાધુનિવાસ
(7) આ શ્રમ – મહેનતનાં પ્રકાર નું ગીત
In simple words: Give the meaning of each word as listed.

Exam Tip: Provide clear and concise definitions for each term, being careful with words that have similar spellings but different meanings (e.g., આશ્રમ vs. આ શ્રમ).

9. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપોઃ

 

Question 1. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપોઃ
(1) ઘટવું
(2) સુશ
Answer:
(1) શોભવું
(2) સાંભળ
In simple words: Convert each colloquial word into its formal or standard Gujarati form.

Exam Tip: Familiarize yourself with common colloquialisms and their standard equivalents in Gujarati grammar.

10. નીચેની પંક્તિઓમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ

 

Question 1. નીચેની પંક્તિઓમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ
(1) ઘટે ના ક્રૂર દષ્ટિ અહીં ત્યાં.
(2) પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે ત્વને.
Answer:
(1) ક્રૂર – ગુણવાચક
(2) તેના – સંબંધવાચક
In simple words: Identify the adjective in each line and then state what kind of adjective it is.

Exam Tip: To identify adjectives, look for words that describe nouns; then categorize them based on whether they denote quality, relationship, or quantity.

11. નીચેની પંક્તિઓમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ

 

Question 1. નીચેની પંક્તિઓમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ
(1) સૌદર્યો પામતાં પહેલાં સૌન્દર્ય બનવું પડે
(2) પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને.
Answer:
(1) પહેલાં – સમયવાચક
(2) છાનો – રીતિવાચક
In simple words: Find the adverb in each line and then classify its type.

Exam Tip: Adverbs modify verbs, adjectives, or other adverbs. Determine their type by asking 'when', 'how', 'where', or 'to what extent' the action occurs.

12. નીચેના શબ્દોના ધ્વનિઘટકો છૂટા પાડો:

 

Question 1. નીચેના શબ્દોના ધ્વનિઘટકો છૂટા પાડો:
(1) સૌંદર્ય
(2) આદ્રતા
Answer:
(1) સૌંદર્ય – સ્+ ઔ+નૂ+દ્+અ+૨+યૂ+ અ
(2) આર્દ્રતા – આ +૨+દ્+૨+અ+ ત્ + આ
In simple words: Break down each word into its individual sound components or phonemes.

Exam Tip: Be meticulous in separating each vowel and consonant, including implicit 'a' sounds and half-letters (halant consonants).

13. નીચેની પંક્તિઓનો છંદ ઓળખાવોઃ

 

Question 1. તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મળે; તીરથી પક્ષી તો ના ના કિન્તુ ભૂલ મળી શકે.
Answer: અનુષ્ટ્રપ
In simple words: Identify the poetic meter of this verse.

Exam Tip: To identify the meter, count the syllables and note the pattern of short and long syllables in each line, comparing it to known poetic meters.

 

Question 2. સૌન્દર્યો ખેલવું, એ તો પ્રભુનો ઉપયોગ છે; પોષવું, પૂજવું એને, એ એનો ઉપભોગ છે.
Answer: અનુપ
In simple words: Identify the poetic meter of this verse.

Exam Tip: Practice recognizing meter patterns based on the number and arrangement of syllables in the lines.

14. નીચેનો છંદ ઓળખાવી, એનું બંધારણ લખીને જણાવોઃ

 

Question 1. નીચેનો છંદ ઓળખાવી, એનું બંધારણ લખીને જણાવોઃ પંક્તિ રહેવા દે! રહેવા દે આ સંહાર, યુવાન! તું; ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સત્તનું.
Answer: છંદ : અનુષ્ટ્રપ
સમજૂતી :
1
C--
2
C10
રહેવા દે! રહેવા દે | આ સંહાર, યુવાન! તું;
3
4
010
ઘટે ના ક્રૂરતા આવી | વિશ્વ આશ્રમ સત્તનું.
બંધારણ: 8, 8 અક્ષરનાં ચાર ચરણ
પહેલું-ત્રીજું ચરણ
\( \implies \) 5, 6, 7 = ય ગણ =U – – (યમાતા)
બીજું-ચોથું ચરણ
\( \implies \) 5, 6, 7 = જ ગણ = ૭-૭ (જભાન)
"અનુષ્ટપ’ છંદ યાદ રાખવાનો કીમિયો – શ્વોકરૂપે
CIC
“શ્લોકમાં ચરણો ચાર/પ્રત્યેકે આઠ અક્ષરો,
CIC
લઘુ પંચમ સર્વત્ર / ગુરુ સર્વત્ર ષષ્ઠ છે.
C-
010
વળી પહેલે અને ત્રીજે|ચરણે ગુરુ સાતમો,
C--
010
લઘુ બીજે તથા ચોથે/ ચરણે છે અનુષ્ટુપે.”
8, 8 અક્ષરનાં ચાર ચરણ; પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો લઘુ, છઠ્ઠો ગુરુ અને સાતમો ગુરુ. બીજા અને
ચોથા ચરણમાં પાંચમો લઘુ, છઠ્ઠો ગુરુ અને સાતમો લઘુ.
In simple words: Identify the meter of the verse and explain its structural rules, including the number of lines, syllables per line, and the pattern of short and long syllables.

Exam Tip: For meter identification, carefully mark the short and long syllables, count them, and apply the specific rules for the given meter, such as Anushtup, which has 8 syllables per line.

શિકારીને કાવ્ય – પરિચય

- કલાપી [જન્મ: 26 – 01 – 1874; મૃત્યુ: 09 – 06 – 1900].

શિકારીને કાવ્યના આરંભે કવિ કોઈ યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા વિનવે છે. પરમાત્માએ સર્જેલા વિશ્વનું સર્જન કેટલું સુંદર છે. એમાં પંખી, ફૂલો, લતા, ઝરણાં, વૃક્ષો વગેરેમાં રહેલા સૌંદર્યને માણવા સૌએ સૌંદર્યદષ્ટિ કેળવવાની છે.

આથી કવિ શિકારીને સમજાવે છે કે પક્ષીનો સંહાર કરવાથી માત્ર પક્ષીનું નિર્જીવ શરીર જ મળશે, એનાં મધુર ગીતો (કલરવ) સાંભળવા નહિ મળે. પ્રકૃતિનાં તત્ત્વો સાથે માનવ સહૃદયતાથી વર્તે તો જ વિશ્વમાં વસુધેવકુટુંબકમની ભાવના જળવાશે.

કોઈનો સંહાર કરવાની ઇચ્છા પણ નહિ થાય; પરંતુ સમગ્ર સૃષ્ટિ પ્રત્યે અનુકંપા રહેશે.

કાવ્યની સમજૂતી

હે યુવાન! તું આ સંહાર કરવાનું રહેવા દે! રહેવા દે. (તને) આવી નિર્દયતા (ઘાતકીપણું) શોભતી નથી. સમગ્ર વિશ્વ સંતોનો આશ્રમ છે.

(આ વિશ્વરૂપી આશ્રમમાં) સુંદર પંખીઓ, ફૂલો, લતા, ઝરણાં, વૃક્ષો વગેરે છે. ત્યાં તને) આવી નિર્દય (ઘાતકી) દષ્ટિ શોભતી નથી. આ વિશ્વ કોમળ અને સુંદર છે.

તીર મારીને પક્ષી મેળવવા તું નાહકનો નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યા છો. તીરથી તને પક્ષી (સૌંદર્ય) નહિ મળે, પરંતુ કેવળ સ્થૂળ (મૃત) પક્ષી જ મળી શકે.

પક્ષીને મેળવવું હોય તો ક્યાંક છુપાઈને તું એનાં મધુર ગીત (કલરવ) સાંભળ. (તો) પક્ષી તેના પ્રભુ સાથે તને હૈયામાં મળશે. સૌંદર્યોનો નાશ કરવાથી સુંદરતા નહિ જ મળે, નહિ જ મળે.

સૌંદર્યનો આસ્વાદ માણવો હોય તો સૌથી પહેલાં સૌંદર્યદષ્ટિ કેળવવી પડે. સૌંદર્ય માણવું એ તો પ્રભુ સાથેનું જોડાણ (સાયુજ્ય) છે. સૌંદર્યનું જતન કરવું, તેનો આદર કરવો એ પ્રભુનો આનંદ માણવા જેવું છે.

હે યુવાન! તું આ સંહાર કરવાનું રહેવા દે! રહેવા દે. ચારે બાજુ આદ્રતા છવાયેલી છે. તેમાં થોડોઘણો સાથ (સહકાર) આપવામાં જ આપણું ભલું છે.

શિકારીને શબ્દાર્થ

  • શિકારી – શિકાર કરનાર.
  • સંહાર – નાશ.
  • પૂરતા – નિર્દયતા, ધાતકીપણું.
  • આશ્રમ – સંતોનું નિવાસસ્થાન.
  • સત્ત – સંત, સન્યાસી.
  • રૂડું – સારું, સુંદર.
  • લતા – વેલ, વેલો.
  • તરુ – વૃક્ષ, ઝાડ.
  • દૂર દષ્ટિ – નિર્દય નજર, ઘાતકી નજર.
  • સૌંદર્ય – સુંદરતા.
  • કુમળું – મૃદુ, નજાક્ત.
  • તીર – બાણ, તીરકામઠું.
  • મથામણ – પ્રયત્ન કરવો, મથામણ કરવી.
  • કિન્તુ – પણ.
  • સ્થૂલ – (અહીં) મૃત કે નિર્જીવ શરીર.
  • છાનો – છુપાઈને, ચૂપચાપ.
  • સુણ – સાંભળ.
  • વેડફવું – બગાડવું, નાશ કરવું.
  • પૂજવું – આદર કરવો.
  • ઉપભોગ – આસ્વાદ.
  • આદ્રતા – ભીનાશ, મૃદુતા, માયાળુપણું.
  • છાઈ – છવાયેલી, સમાયેલી, પથરાયેલી.
  • કે – કંઈક, થોડું. ભલું સારું.

Free study material for Gujarati

GSEB Solutions Class 10 Gujarati Chapter 11 શિકારીને (First Language)

Students can now access the GSEB Solutions for Chapter 11 શિકારીને (First Language) prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 10 Gujarati textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.

Detailed Explanations for Chapter 11 શિકારીને (First Language)

Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 10 Gujarati chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 10 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.

Benefits of using Gujarati Class 10 Solved Papers

Using our Gujarati solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 10 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 11 શિકારીને (First Language) to get a complete preparation experience.

FAQs

Where can I find the latest GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને (First Language) for the 2026-27 session?

The complete and updated GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને (First Language) is available for free on StudiesToday.com. These solutions for Class 10 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 10 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને (First Language) as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 10 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને (First Language) will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને (First Language) in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 10 Gujarati. You can access GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને (First Language) in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 10 as a PDF?

Yes, you can download the entire GSEB Class 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને (First Language) in printable PDF format for offline study on any device.