GSEB Class 10 Gujarati Lekhan Kaushalya અર્થવિસ્તાર (વિચારવિસ્તાર) Solutions

Download GSEB Solutions for Class 10 Gujarati અર્થવિસ્તાર (વિચારવિસ્તાર)

Review structured textbook solutions for Class 10 Gujarati અર્થવિસ્તાર (વિચારવિસ્તાર). Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Access GSEB Solutions and Answers

Access the complete solution PDF for Class 10 Gujarati below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

અર્થવિસ્તાર કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતોઃ

અર્થવિસ્તાર સામાન્ય રીતે ત્રણ વિભાગમાં કરવામાં આવે છે:

શરૂઆત : પહેલા ફકરામાં મુખ્ય વિચાર (રહસ્ય, મર્મ કે ધ્વનિ) એક-બે પંક્તિઓમાં દર્શાવવો જોઈએ.

મધ્યઃ આ ભાગમાં વિધાનનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ.

રૂપક, સરખામણી, વિવાદાસ્પદ વિચાર વગેરેવાળાં વિધાનો હોય ત્યારે મધ્ય ભાગમાં બે ફકરા પાડવા ઉચિત ગણાય. નિશ્ચયાત્મક અભિપ્રાય હોય તો એક જ ફકરો પાડવો.

અંતઃ છેલ્લા ફકરામાં વિધાનનું તાત્પર્ય લખવું અર્થાત્ તેના પરથી ફલિત થતો અર્થ લખવો જોઈએ.

અર્થવિસ્તારમાં બધા ફકરા એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ. ફકરામાં આવેલાં વાક્યો પરસ્પર સુસંકલિત હોવાં જોઈએ. વિચારો સ્પષ્ટ અને તર્કબદ્ધ હોવા જોઈએ. એક જ વસ્તુ ફરી ફરીને કે ફેરવી ફેરવીને ન કહેવી જોઈએ.

અર્થવિસ્તારની ભાષા શુદ્ધ હોવી જોઈએ. વાક્યો ટૂંકાં અને સ્પષ્ટ હોવાં જોઈએ. સરળ અને સાહિત્યિક શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ. યોગ્ય સ્થળે રૂઢિપ્રયોગો વાપરવા જોઈએ. વિરામચિહ્નો અને જોડણી પ્રત્યે પૂરતું ધ્યાન આપવું જોઈએ.

અર્થવિસ્તાર કર્યા પછી તેને એક વાર ધ્યાનપૂર્વક વાંચી જવો જોઈએ.

નીચે આપેલી પ્રત્યેક પંક્તિનો આશરે પંદર વાક્યોમાં અર્થવિસ્તાર કરોઃ

 

Question 1. આવ નહીં, આદર નહીં, નહીં નયનોમાં નેહ, તે ઘર કદી ન જઈએ, કંચન વરસે મેહ.
Answer: આ પંક્તિઓમાં કવિ સમજાવે છે કે જે લોકો આપણને આવકાર ન આપે, માન ન આપે અને તેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય, તેમના ઘરે સોનાનો વરસાદ વરસતો હોય તો પણ આપણે જવું ન જોઈએ. દરેક વ્યક્તિને પોતાનું સ્વમાન પ્રિય હોવું જોઈએ. જો કોઈ અમીર વ્યક્તિના ઘરે જવાથી આપણું સ્વમાન જળવાતું ન હોય, તો આપણે ત્યાં જવું ટાળવું જોઈએ. પ્રેમ વગરના પકવાન કરતાં સ્નેહથી ભરેલા સૂકા રોટલામાં વધુ મીઠાશ રહેલી હોય છે. ભગવાન શ્રીકૃષ્ણએ દુર્યોધનના મહેલની મીઠાઈઓ આરોગવાનું ટાળીને વિદુરના ઘરે જઈને ત્યાં ભાજી ખાવાનું પસંદ કર્યું હતું. આપણે આપણું સ્વમાન જાળવવા માટે જે કંઈ નુકસાન વેઠવું પડે તે વેઠવું જોઈએ, પણ સ્વમાનના ભોગે મળનારા મોટામાં મોટા માણસના આતિથ્યનો સ્વીકાર કરવો જોઈએ નહીં. આપણે આપણું સ્વમાન જાળવીએ તેમજ અન્યોના સ્વમાન પ્રત્યે પણ સભાન રહીએ.

Exam Tip: જ્યારે શ્લોક કે પંક્તિનો અર્થવિસ્તાર કરવાનો હોય, ત્યારે તેનો મુખ્ય ભાવ સ્પષ્ટ રીતે રજૂ કરો અને તેને દૃષ્ટાંતો દ્વારા સમજાવો.

 

Question 2. કડવા હોય લીમડા, પણ શીતળ તેની છાંય, બાંધવ હોય અબોલડા, તોય પોતાની બાંય.
Answer: આ પંક્તિઓમાં કવિ કહે છે કે લીમડો સ્વાદમાં કડવો ભલે હોય, પણ તેની છાયા ઠંડી અને આરામદાયક હોય છે. ઉનાળામાં મુસાફરો લીમડાની છાયામાં અદ્ભુત શીતળતાનો અનુભવ અનુભવે છે. તેવી જ રીતે, આપણા ભાઈ-ભાંડુ આપણી સાથે ભલે બોલતા ન હોય, તોપણ આપણે સંકટમાં હોઈએ ત્યારે તેઓ આપણને મદદ કરવા માટે ચોક્કસ દોડી આવે છે, કારણ કે તેઓ આખરે તો આપણા જ છે. બીજા લોકો આપણો તમાશો જોઈને ખુશ થાય છે, જ્યારે ભાઈને આપણું દુઃખ જોઈને દુઃખ થાય છે. તેથી તે સાચી લાગણીથી પ્રેરાઈને મદદ માટે દોડી આવે છે. બીજું, આપણા માતા-પિતા, વડીલો અને ગુરુજનો આપણને ઠપકો આપે ત્યારે આપણે માઠું ન લગાડવું જોઈએ, કારણ કે તેમને આપણા પ્રત્યે જેવી લાગણી હોય છે, તેવી લાગણી અન્ય વ્યક્તિઓને હોતી નથી. તેમના કડવા શબ્દોમાં આપણું ભલું જ સમાયેલું હોય છે. એક કહેવત પણ છે કે, કડવી દવા મા જ પાય. કડવા કારેલાંના ગુણ ન હોય તેમ કડવા શબ્દોમાં પણ ગુણ હોય છે.

Exam Tip: જીવનમાં સંબંધોનું મહત્વ અને કડવી સલાહના ફાયદા સમજાવતી વખતે યોગ્ય ઉદાહરણો આપો.

 

Question 3. ઊંચીનીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ. ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ.
Answer: આ પંક્તિઓમાં કવિ આપણને પરિવર્તનશીલ સમયનું એક સત્ય સમજાવે છે. જીવનની ઘટમાળ ઊંચીનીચી ફર્યા જ કરે છે. જીવનરૂપી સાગરમાં ક્યારેક સુખરૂપી ભરતી આવે છે તો ક્યારેક દુઃખરૂપી ઓટ પણ આવે છે. જેમ સાગરમાં ભરતી પછી ઓટ અને ઓટ પછી ફરી ભરતી આવે છે, તેમ જીવનમાં પણ સુખ પછી દુઃખ ચોક્કસપણે આવે છે. આમ, આપણું જીવન સુખ-દુઃખથી ભરેલું છે. મીરાંબાઈ કહે છે તેમ, કોઈ દિવસ ખાવાને શીરો અને પૂરી મળે તો કોઈ દિવસ ભૂખ્યા પણ રહેવું પડે. રાત-દિવસ, તડકો-છાંયડો, અમાસ-પૂનમની જેમ સુખ-દુઃખ એ માનવજીવનનો નિશ્ચિત ક્રમ છે. સુખ અને દુઃખ કંઈ કાયમ ટકતાં નથી. તેથી આપણે સુખમાં છકી ન જવું અને દુઃખમાં હિંમત ન હારવી. બંને પરિસ્થિતિઓમાં આપણે સમાન વ્યવહાર કરવો જોઈએ, એ જ આ પંક્તિઓનો મુખ્ય સાર છે.

Exam Tip: જીવનમાં સુખ-દુઃખના ચક્રને સમજાવતી વખતે, સમભાવ રાખવાનું મહત્વ દર્શાવવું જરૂરી છે.

 

Question 4. કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો; અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.
Answer: આ પંક્તિઓમાં કવિએ આપણને દઢ મનોબળનું મહત્ત્વ સમજાવ્યું છે. કવિ કહે છે કે, જેના પગ પહેલેથી જ ઢીલા હોય છે અને જેનું મન ઢચુપચુ હોય છે, તેને મંજિલે પહોંચવાનો રસ્તો મળતો નથી. તે રસ્તામાં જ અટવાયા કરે છે અને ભાંગી પડે છે. પરંતુ જેનું મન દઢ હોય છે, જે મંજિલે જવા માટે બરાબર કમર કસી લે છે, તેની ગતિને હિમાલય પણ રોકી શકતો નથી; તેના રસ્તામાં આવતી ગમે તેવી આફતો પણ તેને ગભરાવી શકતી નથી. “મન હોય તો માળવે જવાય', “રોતો જાય એ મૂઆના સમાચાર લાવે” જેવી કહેવતો પણ આ પંક્તિઓના મૂળ ભાવને સમર્થન આપે છે. જે થવાનું હોય તે થાય, એવી ખુમારીથી જીવનારો મનુષ્ય જ તેના જીવનમાં ઇચ્છિત પ્રગતિ પ્રાપ્ત કરી શકે છે. આવી વ્યક્તિ ખુમારીપૂર્વક કહેશે કે – “અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં” આપણે પણ દઢ મનોબળ કેળવીને જિંદગીના રાહ પર આગળ વધતા રહેવું જોઈએ. અગવડો અને અડચણોથી આપણે જરાય વિચલિત ન થવું જોઈએ.

Exam Tip: સફળતા માટે મનોબળ અને દૃઢ નિશ્ચયના મહત્વ પર ભાર મૂકો અને પ્રેરણાદાયી ઉદાહરણો અથવા કહેવતોનો ઉપયોગ કરો.

 

Question 5. ત્રણ વાનાં મુજને મળ્યાં હૈયું, મસ્તક ને હાથ, બહુ દઈ દીધું નાથ ! જા, ચોથું નથી માગવું.
Answer: આ પંક્તિઓ મનુષ્યની મર્દાનગી દર્શાવે છે. એમાં સંતોષી માનવીની ભાવના પ્રગટ થઈ છે. ઈશ્વરે મનુષ્યને મુખ્ય ત્રણ અંગ – હૃદય, મસ્તક અને હાથ આપ્યાં છે. માનવીને ખુમારીપૂર્વક જીવન જીવવા માટે આ અંગો પર્યાપ્ત છે. આથી વિશેષ કંઈ પણ પ્રભુ પાસે માગવાની જરૂર રહેતી નથી. ઈશ્વરે માનવીને સંવેદનશીલ હૈયું આપ્યું, મસ્તક (મગજ – બુદ્ધિ) આપ્યું અને મનના સકારાત્મક વિચારોને અમલમાં મૂકવા માટે મજબૂત હાથ આપ્યા. હૈયામાં લાગણી, પ્રેમ અને કામ કરવાની લગન હોય, મસ્તકમાં સકારાત્મક વિચારો આવતા હોય અને હાથ દ્વારા પરિશ્રમ કરવાની વૃત્તિ હોય તો માનવી દુનિયામાં કોઈ પણ કામ આત્મવિશ્વાસ અને દઢ નિષ્ઠાથી પાર પાડી શકે છે. ભગવાને આ ત્રણ અંગો આપીને જાણે દુનિયાનું સુખ ખોબે ખોબે આપી દીધું છે. આ પંક્તિમાં એનો પરમ સંતોષ પ્રગટ કર્યો છે. આથી ખુમારીપૂર્વક કહે છે, જા, ચોથું નથી માગવું.

Exam Tip: સંતોષનું મહત્વ અને ઈશ્વર દ્વારા મળેલા વરદાનનો સદુપયોગ કરીને જીવન જીવવાની પ્રેરણા આપો.

 

Question 6. ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને, પ્રીત મીરાંની નથી, નરસિંહનું કીર્તન નથી.
Answer: આ પંક્તિઓમાં કવિએ મીરાંની પ્રીત અને નરસિંહના કીર્તનમાં રહેલી પ્રેમલક્ષણાભક્તિનો મહિમા ગાયો છે, તથા પોતાની પાસે એવી ભક્તિ નથી તેનો સ્વીકાર કર્યો છે. કવિ કહે છે કે આપણે પણ ઝેરનું અમૃત બનાવી શકીએ; પરંતુ, તેને માટે આપણી પાસે મીરાં જેવી અનન્ય પ્રીતિ અને નરસિંહ જેવી અસાધારણ ભક્તિ હોવી જોઈએ. મીરાં શ્રીકૃષ્ણના પ્રેમમાં પાગલ હતી. તેની પ્રેમભક્તિથી વશ થઈને ગિરિધર ગોપાલે મીરાંને આપવામાં આવેલા ઝેરને અમૃત બનાવી દીધું હતું. નરસિંહ મહેતાના કીર્તનમાં પણ તેવી જ અસાધારણ પ્રેમલક્ષણાભક્તિ હતી. તેમણે કીર્તન દ્વારા ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી હતી. તેથી તેમના અનેક કામોમાં કૃષ્ણ તેમને મદદ કરતા હતા. ભગવાન ભક્તવત્સલ છે. ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન તેને હાજરાહજૂર રહે છે. આમ, પ્રભુને પ્રાપ્ત કરવા માટે પ્રેમભક્તિનો માર્ગ કવિને શ્રેષ્ઠ જણાયો છે.

Exam Tip: ભક્તિની શક્તિ અને તેનાથી પ્રાપ્ત થતી દિવ્ય કૃપા પર ભાર મૂકો, અને ભક્તોના ઉદાહરણોથી વાતને સ્પષ્ટ કરો.

 

Question 7. જીવે જે કોઈ સ્વપ્રવિણ, તે જિંદગી જિંદગી ના; પ્રેરે કાર્યો નહિ, ન બલ દે, સોણલાં સોણલાં ના.
Answer: આ પંક્તિઓમાં કવિ કહે છે કે જે વ્યક્તિ ભવિષ્યના માત્ર મીઠા સપના જોવામાં જ મશગૂલ રહે, તેની જિંદગી વ્યર્થ છે. વળી, જે સપના વ્યક્તિને કોઈ નોંધપાત્ર કાર્ય કરવાનું બળ અને પ્રેરણા ન આપે, તે સપના સપના જ ન કહેવાય. ધ્યેયપૂર્ણ અને સારા સપના જોવામાં આપણને અનેરો આનંદ આવે છે. કવિઓ, લેખકો, વિજ્ઞાનીઓ, યુવાનો વગેરે ભવિષ્યના સારા સપના જોઈને જ પોતાના જીવનમાં ઉત્સાહ ભરે છે. ફક્ત સપના જોનાર બની રહેવાથી આપણું જીવન સફળ થતું નથી. પરંતુ એ સપના મનુષ્યને પ્રચંડ પુરુષાર્થ કરવાની પ્રેરણા પણ આપતાં હોવાં જોઈએ અને એ સપના સાકાર કરવા માટે મનુષ્યએ સખત પરિશ્રમ પણ કરવો જોઈએ. આપણે સારા જીવન માટે સપના જોઈએ અને તેને સાકાર કરવા માટે સખત પરિશ્રમ પણ કરીએ એવી કવિની ઈચ્છા છે.

Exam Tip: સપના જોવાની સાથે તેને સાકાર કરવા માટેના પ્રયત્નોનું મહત્વ સમજાવો અને કાર્યશીલતા પર ભાર મૂકો.

 

Question 8. નગુણે વાસ ન રાખીએ, સગુણાની પત જાય; ચંદન પડિયું ચોકમાં, ઈંધણ મૂલ વેચાય.
Answer: આ પંક્તિઓમાં કવિ કહે છે કે જેને ગુણની કિંમત ન હોય, અર્થાત્ જેને ગુણ પારખતા ન આવડતું હોય, તેનો સંગ કરવો ન જોઈએ. તેનાથી આપણી કિંમત ઘટી જાય છે. કવિ કહે છે કે ચોકમાં પડી રહેલું ચંદનનું લાકડું પણ બળતણના લાકડા જેટલી જ કદર પામે છે, કારણ કે તે સામાન્ય લાકડાં સાથે પડેલું હોય ત્યારે લોકો તેને બળતણ લાયક લાકડું સમજી લે છે. એ જ પ્રમાણે અજ્ઞાની લોકોના હાથમાં હીરા-મોતી આવી પડે તો તેઓ તેની કિંમત કાંકરા જેટલી જ આંકે છે. જે વ્યક્તિને યોગ્ય માણસની કદર કરતા ન આવડતું હોય, તેવી વ્યક્તિથી હંમેશાં દૂર જ રહેવું જોઈએ. આવા માણસોનો સંગ કરવાથી યોગ્ય માણસનું પણ અવમૂલ્યન થાય છે. માણસે કદરહીન વ્યક્તિઓથી સો ગજ છેટે રહેવું જોઈએ અને પોતાના સન્માનનું જતન કરવું જોઈએ.

Exam Tip: વ્યક્તિની સંગતની અસર અને ગુણીજનોનું સન્માન કરવાના મહત્વ પર ભાર મૂકો, અને ખોટી સંગત ટાળવાની સલાહ આપો.

 

Question 9. પૈસા ને વળી પદવીનો, વિશેષ શો વિશ્વાસ; રાવણ કેરી સિદ્ધિ પણ, પળમાં પાણી નાશ.
Answer: આ પંક્તિઓમાં કવિએ પૈસા અને પદવીના મદમાં રાચતા લોકોને ચેતવણી આપતાં કહ્યું છે કે પૈસા અને પદવી વિશ્વાસપાત્ર નથી, તે આજે આપણી પાસે હોય પણ કાલે કદાચ ન પણ હોય. કવિએ આ વાતના સમર્થનમાં રાવણનું સચોટ ઉદાહરણ આપ્યું છે. રાવણ લંકાનો રાજા હતો. કહેવાય છે કે તેની નગરી લંકા સોનાની બનેલી હતી. આમ છતાં, અભિમાનમાં રાચતા રાવણનો અને તેની સોનાની નગરી લંકાનો નાશ થતાં વાર લાગી નહિ. તેની કીર્તિ પણ ધૂળમાં રોળાઈ ગઈ. સંજોગો બદલાય ત્યારે કરોડપતિ માણસને પણ રોડપતિ થઈ જવામાં વાર લાગતી નથી. ઉચ્ચ સ્થાન ભોગવતી વ્યક્તિને પણ સંજોગો બદલાતાં પદ છોડવાની નોબત આવે છે. મનુષ્યે પૈસો અને પદવી મળતાં અભિમાની થવું ન જોઈએ. આ બંને સુખને સમજદારીથી ભોગવવાં જોઈએ.

Exam Tip: પૈસા અને સત્તાની અસ્થિરતા પર ભાર મૂકો, અને અભિમાન ટાળીને વિવેકપૂર્ણ જીવન જીવવાની સલાહ આપો.

 

Question 10. સોબત કરતાં શ્વાનની બે બાજુનું દુઃખ, ખીજ્યું કરડે પિંડીએ રીયું ચાટે મુખ.
Answer: આ પંક્તિઓમાં શ્વાનના ઉદાહરણ દ્વારા કવિએ હલકા માણસોનો સંગ ન કરવાની આપણને શિખામણ આપી છે. કૂતરાનો સંગ કરવાથી આપણે બે પ્રકારનું દુઃખ ભોગવવું પડે છે. જો તે ગુસ્સે થાય તો આપણા પગે બચકું ભરી લે છે અને જો તે આપણા પર ખુશ થાય તો તે આપણું મોં ચાટવા લાગે છે. એ જ પ્રમાણે, હલકા માણસોનો સંગ પણ નુકસાનકારક જ નીવડે છે. તે રાજી હોય ત્યારે આપણી ખોટી ખુશામત કરી આપણો ગેરલાભ ઉઠાવે છે. પણ જો કોઈ કારણસર તેમની સાથેના આપણા સંબંધો તૂટી જાય, તો તેઓ આપણા પર ગુસ્સે થઈ બદલાની ભાવના રાખીને આપણને નુકસાન પહોંચાડે છે. તેઓ આપણી ખાનગી વાતો જાહેર કરી દેતાં પણ અચકાતા નથી. એટલે જ કહેવાય છે કે, “મૂર્ખ મિત્ર કરતાં સમજદાર દુશ્મન સારો.” આમ, આપણે ખરાબ સ્વભાવવાળા માણસોનો સંગ ક્યારેય ન કરવો જોઈએ.

Exam Tip: ખોટી સંગતથી થતા નુકસાનને સ્પષ્ટ કરવા માટે દૃષ્ટાંતનો ઉપયોગ કરો અને ખરાબ સ્વભાવના લોકોથી દૂર રહેવાની સલાહ આપો.

 

Question 11. ઊગે કમળ પંકમાં તદપિ દેવ શિરે ચડે, નહિ કુળથી કિન્તુ મૂલ્ય મૂલવાય ગુણો વડે.
Answer: આ પંક્તિઓમાં કવિએ કમળનું ઉદાહરણ આપતાં કહ્યું છે કે કમળ ભલે કાદવમાં ઊગતું હોય, પણ તે દેવને ચડાવાય છે. એ જ પ્રમાણે, કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન તે કયા કુળમાં કે વંશમાં જન્મ્યો છે તેના આધારે નહિ, પરંતુ તેનામાં રહેલા ગુણોને આધારે જ કરવું જોઈએ. કમળ કાદવમાં ઊગે છે, પરંતુ તેનામાં રહેલી સુવાસ અને તેનું સૌંદર્ય તેને ઉચ્ચ સ્થાને લઈ જાય છે. તેને મંદિરમાં બિરાજતા દેવને શિરે ચડાવી ઉચ્ચ સ્થાન આપવામાં આવે છે. એ જ રીતે, મનુષ્ય તેનામાં રહેલા સદ્ગુણો વડે જ સમાજમાં ઉચ્ચ સ્થાને બિરાજી શકે છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. મનુષ્યનો જન્મ કેવા કુળમાં થવો તે તેના હાથની વાત નથી, પરંતુ સારા ગુણો કેળવવા તે મનુષ્યના હાથની વાત છે. તે વિદ્યાભ્યાસથી અને સારા ગુણો કેળવીને સમાજમાં મોભાનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે અને અનેક લોકો માટે આદરણીય બની શકે છે. આવા જ અર્થનો એક દુહો જાણીતો છે: “जाति न पूछीए साधु की पूछ लीजिये ज्ञान, मोल करो तलवार का, पडा रहन दो म्यान।" આમ, આપણે કોઈ પણ વ્યક્તિના કુળને મહત્ત્વ ન આપતાં તેનામાં રહેલા સદ્ગુણોને જ મહત્ત્વ આપીએ. આપણે પોતે પણ સારા ગુણો કેળવીએ.

Exam Tip: વ્યક્તિના ગુણોનું મહત્વ કુળ કરતાં વધારે છે તે સમજાવો અને ઉદાહરણો આપીને તેને સ્પષ્ટ કરો.

 

Question 12. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
Answer: આ પંક્તિઓમાં કવિએ ભાગ્યના ભરોસે બેસી રહેનારને પુરુષાર્થનો મહિમા સમજાવવાનો સચોટ પ્રયત્ન કર્યો છે. જિંદગીની સફળતા ફક્ત માનવીની હસ્તરેખાઓમાં હોતી નથી. હસ્તરેખાઓ ઉકેલવા માત્રથી ઉન્નતિ અને સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. તે માટેનું ઉદાહરણ આપતાં તે જણાવે છે કે ઇમારતની ડિઝાઇન તેના નકશામાં હોય છે; પરંતુ ચણાયેલી ઇમારત તો તેણે કરેલી મહેનતનું પરિણામ છે. એ જ રીતે, હસ્તરેખાઓ – ભાગ્ય – ગમે તેટલી બળવાન હોય, પરંતુ તેને સાકાર કરવા માટે પુરુષાર્થ કરવો જ પડે. પુરુષાર્થ જ પારસમણિ' છે. “કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન” એટલે કે, માત્ર ઇચ્છાઓ કરવાથી નહિ, પણ ઉદ્યમ કરવાથી જ કાર્યો સિદ્ધ થાય છે. આપણે ભાગ્યને ભરોસે જ બેસી ન રહેતાં સફળ થવા માટે સખત પુરુષાર્થ કરવો જોઈએ.

Exam Tip: મહેનત અને પુરુષાર્થના મહત્વ પર ભાર મૂકો, અને ભાગ્ય કરતાં કર્મ શ્રેષ્ઠ છે તે સમજાવો.

 

Question 13. કે હીન જન્મે નવ હીન માનવ; કે હીન કર્મે કરી હીન માનવ.
Answer: માણસ હીન એટલે કે નીચા કુળમાં જન્મવાથી તે હીન કે ખરાબ ગણાવો ન જોઈએ; પરંતુ માણસ ખરાબ કર્મ કરે તો તેનાથી તે હીન ગણાવો જોઈએ – એમ કહીને કવિએ દબાયેલા, કચડાયેલા અને શોષિત વર્ગની લાગણીને વાચા આપી છે. આ પંક્તિઓમાં ગાંધીવાદી વિચારસરણી જોવા મળે છે. આપણા દેશમાં શબરી, કર્ણ, એકલવ્ય, બાબાસાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષો થઈ ગયા. તેઓ ઉચ્ચ કુળમાં જન્મ્યા નહોતા, આમ છતાં તેઓ મહાન ગણાય છે. શબરી રામની પરમ ભક્ત તરીકે અમર બની ગઈ. કર્ણને આજે સૌ શૂરવીર બાણાવળી અને દાનવીર તરીકે ઓળખે છે. એકલવ્યને ભલે ગુરુએ પ્રત્યક્ષ જ્ઞાન ન આપ્યું, પણ ગુરુની પ્રતિમા બનાવી, તેમને નજર સામે રાખી તે બાણવિદ્યા શીખ્યો અને ઉત્તમ બાણાવળી તરીકે પંકાયો. બાબાસાહેબ આંબેડકર પણ તેમની અદ્વિતીય પ્રતિભાથી ભારતનું રાજ્યબંધારણ ઘડીને “ભારતના રાજ્યબંધારણના ઘડવૈયા' તરીકે પ્રતિષ્ઠા પામ્યા. આવા અનેક મહાપુરુષો થઈ ગયા, જેઓ જન્મથી નહિ, પણ તેમનાં કર્મથી પ્રતિષ્ઠિત થયા છે. આજે તેમને સૌ આદરથી યાદ કરે છે.

Exam Tip: વ્યક્તિનું મહત્વ તેના જન્મ કરતાં તેના કર્મો દ્વારા નક્કી થાય છે તે સમજાવો અને સમાજમાં સન્માન મેળવવા માટે સારા કર્મો કરવા પર ભાર મૂકો.

Free study material for Gujarati

Step-by-Step Textbook Answers: Class 10 Gujarati અર્થવિસ્તાર (વિચારવિસ્તાર)

Accessing અર્થવિસ્તાર (વિચારવિસ્તાર) Solutions

Review comprehensive exercise answers for Class 10 Gujarati અર્થવિસ્તાર (વિચારવિસ્તાર). Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Concept-Driven Answers for Class 10 Gujarati

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 10 Gujarati module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.

Maximizing Study Efficiency

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 10 Gujarati.

FAQs

Where can I find the latest GSEB Class 10 Gujarati Lekhan Kaushalya અર્થવિસ્તાર (વિચારવિસ્તાર) Solutions for the 2026-27 session?

The complete and updated GSEB Class 10 Gujarati Lekhan Kaushalya અર્થવિસ્તાર (વિચારવિસ્તાર) Solutions is available for free on StudiesToday.com. These solutions for Class 10 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 10 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 10 Gujarati Lekhan Kaushalya અર્થવિસ્તાર (વિચારવિસ્તાર) Solutions as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 10 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 10 Gujarati Lekhan Kaushalya અર્થવિસ્તાર (વિચારવિસ્તાર) Solutions will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 10 Gujarati Lekhan Kaushalya અર્થવિસ્તાર (વિચારવિસ્તાર) Solutions in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 10 Gujarati. You can access GSEB Class 10 Gujarati Lekhan Kaushalya અર્થવિસ્તાર (વિચારવિસ્તાર) Solutions in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 10 as a PDF?

Yes, you can download the entire GSEB Class 10 Gujarati Lekhan Kaushalya અર્થવિસ્તાર (વિચારવિસ્તાર) Solutions in printable PDF format for offline study on any device.