Download GSEB Solutions for Class 9 Social Science Chapter 09 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના મા
Review structured textbook solutions for Class 9 Social Science Chapter 09 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના મા. Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.
Access GSEB Solutions and Answers
Access the complete solution PDF for Class 9 Social Science below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.
1. નીચેના પ્રશ્નોના જવાબ આપો:
Question 1. બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો વિશે જણાવો.
Answer: ભારતના બંધારણમાં સમાવિષ્ટ મુખ્ય ફરજો નીચે પ્રમાણે છે:
- બંધારણનું પાલન કરવું અને રાષ્ટ્ર પ્રત્યે વફાદાર રહેવું.
- બંધારણમાં દર્શાવેલા આદર્શો, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું આદર કરવું અને સન્માન જાળવવું.
- સ્વતંત્રતા સંગ્રામના ઉચ્ચ વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનું પાલન કરવું અને તેને માન આપવું.
- દેશની સાર્વભૌમત્વતા, એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું.
- જરૂરિયાત ઊભી થાય ત્યારે દેશના રક્ષણ માટે રાષ્ટ્રસેવામાં જોડાવા તૈયાર રહેવું.
- દેશના લોકોમાં સુમેળ અને પરસ્પર ભાઈચારાની ભાવનાનો વિકાસ થાય તેવા કામો કરવાં.
- સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડતા વ્યવહારોનો ત્યાગ કરવો.
- રાષ્ટ્રના સમૃદ્ધ, સંયુક્ત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું.
- કાયદાઓનું પાલન કરવું.
- કરવેરા પ્રામાણિકતાથી ભરવા.
- જંગલો, નદીઓ, સરોવરો અને વન્ય જીવો સહિત પર્યાવરણનું સંરક્ષણ કરવું અને તેમાં સુધારો કરવા પ્રયાસો કરવા. બધા જીવો પ્રત્યે દયા રાખવી.
- વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો તેમજ માનવતા અને સંશોધન વૃત્તિ વધારવી.
- જાહેર સંપત્તિનું રક્ષણ કરવું.
- હિંસાનું આચરણ ન કરવું.
- વ્યક્તિગત તેમજ સામૂહિક પ્રયત્નોના બધા ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા મેળવવા પ્રયત્નો કરવા.
- પોતાના બાળકને મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ આપવું એ દરેક માતા-પિતાની ફરજ બને છે.
In simple words: ભારતના બંધારણમાં નાગરિકો માટે અમુક મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે. તેમાં બંધારણનું પાલન કરવું, દેશની એકતા જાળવવી, પર્યાવરણનું રક્ષણ કરવું અને બાળકોને શિક્ષણ આપવું જેવી મુખ્ય બાબતોનો સમાવેશ થાય છે.
Exam Tip: મૂળભૂત ફરજો પરના પ્રશ્નો માટે, દરેક ફરજનું ટૂંકમાં વર્ણન કરો અને રાષ્ટ્રીય કર્તવ્યોનું પાલન કરવા પર ભાર મૂકો.
Question 2. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું? એનું ધ્યેય શું છે? આ સિદ્ધાંતોનું મહત્ત્વ દર્શાવો.
Answer: દેશના રાષ્ટ્રીય અને સામાજિક જીવનના વિવિધ નીતિવિષયક ક્ષેત્રો વિશે તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નીતિઓ નક્કી કરવામાં મદદરૂપ થતા સિદ્ધાંતોને 'રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો' કહેવામાં આવે છે.
- દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પર આધારિત સમાજવ્યવસ્થા સ્થાપિત કરવી એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
- ભારત એક 'કલ્યાણ રાજ્ય' (welfare state) બને એવો આદર્શ આ સિદ્ધાંતોએ અપનાવ્યો છે.
- દેશમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપિત કરવા રાજ્ય સક્રિય પ્રયાસો કરે એવો માર્ગદર્શક આદેશ આ સિદ્ધાંતો દ્વારા પૂરો પાડવામાં આવ્યો છે.
- મૂળભૂત હકો ઉપરાંત, મનુષ્યના સર્વાંગી વિકાસ માટે ઘણા જરૂરી અન્ય હકોનો સમાવેશ આ સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે.
- સ્વસ્થ વિદેશનીતિ ઘડવા માટે પણ આ સિદ્ધાંતો રચનાત્મક સૂચનો આપે છે.
- આ સિદ્ધાંતોનો અમલ રાજ્ય માટે ફરજિયાત નથી હોતો. આમ છતાં, કલ્યાણ રાજ્ય અને વિશ્વશાંતિના ઉદ્દેશ્યને સમર્પિત કોઈ પણ સરકારને આ સિદ્ધાંતોની અવગણના ન કરવી જોઈએ, એવું માર્ગદર્શન આ સિદ્ધાંતોમાંથી મળે છે.
- આ સિદ્ધાંતોએ કલ્યાણકારી સમાજવાદી સમાજવ્યવસ્થા બનાવવાની રૂપરેખા આપી છે.
- રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાવિ સમાજનું દર્શન રજૂ કરે છે. આપણે કઈ દિશામાં આગળ વધવું તે અંગે તે સૂચનો આપે છે.
- ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકર કહે છે કે, આ સિદ્ધાંતો દેશના શાસનમાં પાયાનું મહત્ત્વ ધરાવે છે. આપણે જે સરકારોને ચૂંટીને સત્તા આપીએ છીએ, એ સત્તાનો ઉપયોગ તેમણે કયા હેતુઓ માટે કરવો જોઈએ તે આ સિદ્ધાંતો સતત યાદ અપાવે છે. આ દૃષ્ટિએ તેમનું મહત્ત્વ જરાય ઓછું નથી.
In simple words: રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે એવા નિયમો જે સરકારને દેશનું સંચાલન કરવામાં મદદ કરે છે. તેમનો મુખ્ય ધ્યેય સમાજમાં ન્યાય અને કલ્યાણ લાવવાનો છે. આ સિદ્ધાંતો ફરજિયાત નથી, પણ તે સરકારને સારા નિર્ણયો લેવા માટે માર્ગદર્શન આપે છે.
Exam Tip: રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સમજાવતી વખતે, કલ્યાણ રાજ્ય, સામાજિક-આર્થિક લોકશાહી અને સરકાર માટે માર્ગદર્શન જેવા મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકો.
Question 3. મૂળભૂત હકો એટલે શું? તેમનું મહત્ત્વ સમજાવો.
Answer: મૂળભૂત હકો એટલે નાગરિકના સર્વાંગી વિકાસ માટે મળવી જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતાઓ.
મૂળભૂત હકો એ દરેક નાગરિકની ખૂબ જ કિંમતી પૂંજી અને શક્તિ છે. તેમના દ્વારા નાગરિક પોતાનો સર્વાંગી વિકાસ સાધી શકે છે. સરળ, સ્વસ્થ, સમજદારીપૂર્ણ અને સમૃદ્ધ જીવન જીવવા માટે મૂળભૂત હકો આવશ્યક છે. નાગરિકના મૂળભૂત હકોનું રક્ષણ એ બીજી રીતે લોકશાહીનું પણ રક્ષણ છે. જે સરકાર નાગરિકોને પાયાના હકો ગણાતા મૂળભૂત હકો આપે તેને લોકશાહી સરકાર કહી શકાય. આમ, મૂળભૂત હકોમાં લોકશાહીની ભાવના સમાયેલી હોવાથી તેમનું વિશેષ મહત્ત્વ છે.
In simple words: મૂળભૂત હકો એ એવી ખાસ સુવિધાઓ છે જે દરેક નાગરિકના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી છે. તે નાગરિકની શક્તિ છે અને લોકશાહીના રક્ષણ માટે પણ મહત્ત્વપૂર્ણ છે.
Exam Tip: મૂળભૂત હકોની વ્યાખ્યા અને તેમના મહત્ત્વનું વર્ણન કરતી વખતે, વ્યક્તિગત વિકાસ અને લોકશાહી સાથેના તેમના સંબંધ પર ધ્યાન કેન્દ્રિત કરો.
Question 4. વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું?
Answer: સ્વતંત્રતાના હક દ્વારા ભારતના દરેક નાગરિક પોતાના વિચારો વાણી અને લેખન દ્વારા રજૂ કરી શકે છે. પરંતુ કોઈ પણ નાગરિક આ હકનો અમર્યાદિત અને નિરંકુશપણે ઉપયોગ કરી શકે નહિ.
- ભારતના બંધારણે આ હક દ્વારા આપેલી સ્વતંત્રતાઓ બધા નાગરિકોએ અમુક મર્યાદાઓ હેઠળ ભોગવવાની હોય છે.
- ભારતનું સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા, જાહેર શાંતિ અને સલામતી, વિદેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, અદાલતનો તિરસ્કાર, બદનક્ષી, હિંસક ઉશ્કેરણી વગેરે બાબતોને ધ્યાનમાં રાખી નાગરિકની સ્વતંત્રતાઓ પર રાજ્ય કાયદા દ્વારા મર્યાદાઓ અને નિયંત્રણો મૂકી શકે છે.
- ભારતનો નાગરિક શાંતિથી અને શસ્ત્રો વિના એકઠા થવાની, જાહેર સભા ભરવાની અને સરઘસો કાઢવાની સ્વતંત્રતા ધરાવે છે. પરંતુ કોઈ પણ નાગરિકને રાષ્ટ્રીય ધોરી માર્ગ (હાઇવે) અને રેલમાર્ગ પર સરઘસ કાઢવાનો અધિકાર નથી.
- નાગરિકો મંડળો, સંસ્થાઓ અને સંઘો સ્થાપવાની સ્વતંત્રતા અમુક નિયંત્રણો અને મર્યાદાઓ હેઠળ ભોગવી શકે છે.
- બધા નાગરિકો જાહેર હિત જોખમાય નહિ એ રીતે ધંધો કે વ્યવસાય કરવાનો હક ભોગવી શકે છે. રાજ્ય ધંધો કે વ્યવસાય અને રોજગાર માટેની લાયકાતનાં ધોરણો નક્કી કરી શકે છે.
In simple words: વાજબી નિયંત્રણો એટલે સ્વતંત્રતાના અધિકારનો ઉપયોગ કરતી વખતે રાખવાની મર્યાદાઓ. આપણે આપણા વિચારો વ્યક્ત કરી શકીએ છીએ, પણ દેશની એકતા, શાંતિ અને સુરક્ષાને નુકસાન ન પહોંચે તેનું ધ્યાન રાખવું પડે છે.
Exam Tip: વાજબી નિયંત્રણો સમજાવતી વખતે, સ્વતંત્રતાનો અર્થ સંપૂર્ણ અરાજકતા નથી, પરંતુ સમાજમાં સુમેળ જાળવવા માટેની મર્યાદાઓ છે તે દર્શાવો.
Question 5. નિવારક અટકાયત (પ્રતિબંધિત અટકાયત ધારા) વિશે લખો.
Answer: રાજ્ય સરકારને ખાતરી થાય કે કોઈ વ્યક્તિ ગુનાહિત કાર્ય કે પ્રવૃત્તિ કરવાની છે તો સાવચેતીના પગલાં તરીકે તેની નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકે છે.
નિવારક અટકાયત ધારાનો મુખ્ય ઉદ્દેશ્ય અટકાયતીને તેના સંભવિત ગુનાહિત કાર્ય માટે સજા કરવાનો નથી, પરંતુ તેને રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કાર્ય કરતો અટકાવવાનો છે. આ ધારા મુજબ અટકાયતીને ત્રણ માસ કરતાં વધુ સમય સુધી અટકાયતમાં રાખી શકાતી નથી. વડી અદાલતના ન્યાયાધીશ કે સલાહકાર બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયતનો હુકમ રદ કરી શકાય છે. અટકાયતીને કેટલા સમય સુધી અટકાયતમાં રાખવો તેનો અંતિમ નિર્ણય રાજ્ય સરકાર લઈ શકે છે.
In simple words: નિવારક અટકાયત એટલે કોઈ વ્યક્તિ ગુનો કરે તે પહેલાં તેને રોકવા માટે સરકાર દ્વારા પકડવી. તેનો હેતુ ગુનેગારને સજા કરવાનો નથી, પરંતુ ગુનો થતો અટકાવવાનો છે. સામાન્ય રીતે ત્રણ મહિનાથી વધુ સમય માટે અટકાયતમાં રાખી શકાતી નથી.
Exam Tip: નિવારક અટકાયત વિશે લખતી વખતે, તેનો હેતુ, સમયગાળો અને કયા સંજોગોમાં તે લાગુ પડે છે તે સ્પષ્ટ કરો.
Question 6. ભારતના નાગરિકને કયા કયા મૂળભૂત હકો આપવામાં આવ્યા છે?
Answer: ભારતના નાગરિકને બંધારણે આ છ બંધારણીય અધિકારો આપ્યા છે:
- સમાનતાનો હક,
- સ્વતંત્રતાનો હક,
- શોષણ વિરુદ્ધનો હક,
- ધાર્મિક સ્વતંત્રતાનો હક,
- સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, અને
- બંધારણીય ઇલાજોનો હક.
[ઈ. સ. 1978માં ભારત સરકારે બંધારણમાં સુધારો કરીને નાગરિકના મિલકત ધરાવવાના હકને મૂળભૂત અધિકારોમાંથી દૂર કર્યો છે. મિલકતનો અધિકાર હવે માત્ર કાનૂની અધિકાર તરીકે સ્થાન પામ્યો છે.]
In simple words: ભારતના નાગરિકોને છ મુખ્ય મૂળભૂત હકો મળ્યા છે: સમાનતા, સ્વતંત્રતા, શોષણ સામે રક્ષણ, ધર્મની આઝાદી, સંસ્કૃતિ અને શિક્ષણ, અને બંધારણીય ઉપાયો. મિલકતનો હક હવે મૂળભૂત હક નથી.
Exam Tip: છ મૂળભૂત હકોને ક્રમબદ્ધ રીતે યાદ રાખો અને દરેકનું નામ સ્પષ્ટપણે લખો. મિલકતના હકના બદલાવનો પણ ઉલ્લેખ કરો.
Question 7. લઘુમતીઓને બક્ષવામાં આવેલા બંધારણીય અધિકારો જણાવો.
Answer: લઘુમતીઓને બક્ષવામાં આવેલા બંધારણીય અધિકારો નીચે મુજબ છે:
- લઘુમતી કોમો પોતાની સંસ્કૃતિ, ભાષા કે ધર્મના આધારે શિક્ષણ સંસ્થાઓ સ્થાપી શકે છે તેમજ તેનું સંચાલન પણ કરી શકે છે.
- રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તેમને દરેક પ્રકારની નાણાકીય સહાય આપવા માટે બંધાયેલી છે.
- રાજ્ય સરકાર લઘુમતી સંસ્થાઓની મિલકતોનું સંપાદન જરૂરી વળતર આપીને જ કરી શકે છે.
In simple words: લઘુમતી સમુદાયોને તેમની સંસ્કૃતિ, ભાષા અને ધર્મ જાળવી રાખવા માટે શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર છે. સરકાર તેમને નાણાકીય સહાય પણ ભેદભાવ વિના આપે છે.
Exam Tip: લઘુમતીઓના અધિકારો વિશે લખતી વખતે, તેમની સાંસ્કૃતિક અને શૈક્ષણિક સ્વતંત્રતા તેમજ સરકારી સહાય પર ભાર મૂકો.
2. ટૂંક નોંધ લખોઃ
Question 1. સમાનતાનો હક
Answer: સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે.
- સમાનતાના હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા, રંગ કે જન્મસ્થળના કોઈ પણ ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક મળેલો છે.
- આ હક સરકારી નોકરીઓ, ધંધો, જાહેર રોજગાર, હોદ્દાની પ્રાપ્તિ, ધાર્મિક સ્વતંત્રતા, જાહેર સ્થળનો ઉપયોગ, સામાજિક જીવન વગેરેની બાબતમાં દરેક નાગરિકને સમાનતા આપે છે.
- દેશની અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને સામાજિક દૃષ્ટિએ પછાત મનાતા વર્ગો માટે રાજ્ય સરકાર ખાસ જોગવાઈઓ કરે તો તે સમાનતાના હકનું ઉલ્લંઘન ગણાશે નહિ.
- આ વર્ગો માટે સરકારી નોકરીઓમાં તેમજ શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠકો રાખવામાં આવે છે.
- ભારતીય સમાજનું કલંક ગણાતી અસ્પૃશ્યતા નાબૂદ કરી છે. તેથી અસ્પૃશ્યો કે અન્ય પછાત જાતિઓના લોકોને અછૂત ગણીને તિરસ્કાર કરી શકાશે નહિ, અસ્પૃશ્યતાનું આચરણ સજાપાત્ર ગુનો બને છે.
- સમાજમાં કૃત્રિમ ભેદભાવ સર્જતા ઇલકાબો અને ખિતાબો નાબૂદ કરવામાં આવ્યા છે.
In simple words: સમાનતાનો હક એટલે બધા નાગરિકોને કાયદા સમક્ષ સમાન ગણવા અને કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન કરવો. સરકારી નોકરી, ધર્મ કે જાતિના આધારે ભેદભાવ ન થાય. અસ્પૃશ્યતાને નાબૂદ કરવામાં આવી છે.
Exam Tip: સમાનતાના હક વિશે લખતી વખતે, કાયદા સમક્ષ સમાનતા, ભેદભાવ પ્રતિબંધ અને અસ્પૃશ્યતા નાબૂદી જેવા મુખ્ય મુદ્દાઓને સમાવો.
Question 2. બંધારણીય ઇલાજોનો હક
Answer: ભારતના બંધારણે દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપ્યો છે.
- કોઈ પણ મૂળભૂત હકનું પાલન ન થતું હોય કે તેનો ભંગ થતો હોય તો કોઈ પણ નાગરિક આ હકના રક્ષણ માટે વડી અદાલત (હાઈકોર્ટ) કે સર્વોચ્ચ અદાલત પાસે ન્યાય માગી શકે છે.
- આ માટે અદાલતને હાજર હુકમ, કર્તવ્ય હુકમ, મનાઈ હુકમ વગેરે આદેશો બહાર પાડવાની બંધારણીય સત્તા આપવામાં આવી છે.
- અદાલતો પાસે આવેલી મૂળભૂત હકના ભંગ બદલની ફરિયાદ બરાબર સાંભળીને નાગરિકોને ન્યાય આપવો એ અદાલતોની ફરજ બને છે.
- આમ, આ હક કોઈ પણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતોમાં જવાનો અને એ હકોનું રક્ષણ મેળવવાનો અધિકાર આપે છે.
- ડૉ. બાબાસાહેબ આંબેડકરના મત મુજબ, "બંધારણીય ઇલાજો સંબંધી જોગવાઈ સમગ્ર 'બંધારણના આત્મા' સમાન છે."
- અલબત્ત, જ્યારે દેશમાં કટોકટીની પરિસ્થિતિ જાહેર કરવામાં આવી હોય ત્યારે અન્ય મૂળભૂત હકોની જેમ આ હકનો અમલ પણ મોકૂફ રાખી શકાય છે.
In simple words: બંધારણીય ઇલાજોનો હક નાગરિકોને તેમના મૂળભૂત હકોના ભંગ સામે અદાલતમાં જઈને ન્યાય મેળવવાની શક્તિ આપે છે. ડૉ. આંબેડકરે તેને બંધારણનો આત્મા કહ્યો છે.
Exam Tip: બંધારણીય ઇલાજોના હકનું મહત્ત્વ સમજાવતી વખતે, અદાલતી રક્ષણની ભૂમિકા અને ડૉ. આંબેડકરના ઉદ્ભવને ખાસ ઉલ્લેખ કરો.
Question 3. સ્વતંત્રતાનો હક
Answer: સ્વતંત્રતાનો હક એ લોકશાહીનો પ્રાણ છે.
- સ્વતંત્રતાના હક વિનાની લોકશાહીની કલ્પના થઈ શકે નહિ.
- લોકશાહીના સફળ સંચાલન માટે સ્વતંત્રતા જરૂરી છે.
- દેશના દરેક નાગરિકના વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે અને અભિવ્યક્તિ કરવા માટે સ્વતંત્રતાનો હક આવશ્યક છે.
- વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે સ્વતંત્રતાના હકનું વિશેષ મહત્ત્વ છે.
- આ હક દ્વારા ભારતીય નાગરિકો પોતાના વિચારો વાણી અને વર્તન દ્વારા મુક્ત રીતે વ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે.
- વ્યક્તિ સ્વાતંત્ર્યને આવરી લેતા આ હકને છ પ્રકારની સ્વતંત્રતાઓમાં વહેંચી નાખવામાં આવ્યો છે.
- બંધારણે નક્કી કરેલી મર્યાદામાં રહીને આ હક ભોગવવાની નાગરિકોને ખાતરી આપવામાં આવી છે.
- આ હક દ્વારા આ પ્રમાણે સ્વતંત્રતાઓ આપવામાં આવી છેઃ
- ભાષણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા;
- શાંતિપૂર્વક, શસ્ત્રો વિના એકઠા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા;
- મંડળો, સંસ્થાઓ અને સંઘો સ્થાપવાની સ્વતંત્રતા;
- ભારતના સમગ્ર ક્ષેત્રમાં મુક્તપણે હરવા-ફરવાની સ્વતંત્રતા;
- ભારતના સમગ્ર ક્ષેત્રના (જમ્મુ-કાશ્મીર સિવાય) કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા તથા
- કોઈ પણ વ્યવસાય, કામકાજ, વેપાર, ધંધો અને રોજગારની સ્વતંત્રતા.
In simple words: સ્વતંત્રતાનો હક લોકશાહીનો મુખ્ય આધાર છે. તે નાગરિકોને તેમના વિચારો વ્યક્ત કરવાની, શાંતિથી એકઠા થવાની, સંસ્થાઓ બનાવવાની, દેશમાં ક્યાંય પણ ફરવાની અને રહેવાની, તથા કોઈ પણ વ્યવસાય કરવાની આઝાદી આપે છે.
Exam Tip: સ્વતંત્રતાના હકના છ પ્રકારોને યાદ રાખવા માટે 'ભાષણ, સભા, સંઘ, હરવા-ફરવા, રહેવા, વ્યવસાય' જેવા કીવર્ડ્સનો ઉપયોગ કરો.
Question 4. શોષણ સામેનો હક
Answer: આ હક દ્વારા શોષણવિહીન સમાજની સ્થાપનાનો બંધારણનો ઉદ્દેશ્ય સિદ્ધ થયો છે.
- આ હક દ્વારા દરેક નાગરિકને કોઈ પણ ક્ષેત્રમાં શોષણ સામે રક્ષણ આપવામાં આવ્યું છે.
- આ હક દ્વારા ગુલામીની પ્રથા, ફરજિયાત મજૂરી, બાળમજૂરી, લોહીનો વેપાર વગેરે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બધા પ્રકારના શોષણને સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે.
- કોઈ પણ વ્યક્તિ પાસે વિના વેતને કે લઘુતમ વેતનથી ઓછા વેતને ફરજિયાત કે બળજબરીપૂર્વક કામ કરાવવું એ શિક્ષાપાત્ર ગુનો બને છે.
- આ હક મુજબ, 14 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોને કારખાનાંમાં, ખાણોમાં કે અન્ય જોખમભરેલાં સ્થળોએ નોકરીમાં રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. બાળમજૂરી કાનૂન હેઠળ આ પ્રકારના શોષણને સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે.
- માલિકો મજૂરોનું શોષણ ન કરે તે માટે પણ બંધારણમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે.
- આ હક વ્યક્તિના ગૌરવનો સ્વીકાર અને રક્ષણ કરે છે.
In simple words: શોષણ સામેનો હક નાગરિકોને ગુલામી, બાળમજૂરી અને ફરજિયાત મજૂરીથી બચાવે છે. 14 વર્ષથી નાના બાળકોને જોખમી કામમાં રોકી શકાતા નથી. આ કાયદો શોષણમુક્ત સમાજ બનાવવામાં મદદ કરે છે.
Exam Tip: શોષણ સામેના હકમાં ગુલામી, બાળમજૂરી અને 14 વર્ષથી નીચેના બાળકોના રોજગાર પરના પ્રતિબંધ જેવા મુદ્દાઓને યાદ રાખો.
Question 5. ટૂંક નોંધ લખો આર્થિક નીતિઓ સંદર્ભે માર્ગદર્શક સિદ્ધાંતો
Answer: ભારતના તમામ નાગરિકોનું કલ્યાણ થાય એ રીતે સમાજનાં ભૌતિક સંસાધનોની સમાન વહેંચણી કરવી જોઈએ.
- દેશમાં ઉત્પાદન વધે અને કોઈનું શોષણ ન થાય એ માટે રાજ્યનાં ઉત્પાદનનાં સાધનો અને તેની વહેંચણી પર નિયંત્રણો મૂકવાં.
- જનકલ્યાણને અવરોધરૂપ આવતા સંપત્તિના કેન્દ્રીકરણને અટકાવવા ઉપાયો કરવા.
- સમાન કામ માટે સ્ત્રી-પુરુષને સમાન વેતન મળે એ માટે રાજ્યે પ્રયાસ કરવા.
- સ્ત્રીઓ અને બાળમજૂરોને તેમનું આરોગ્ય જોખમાય એવાં કામમાં રોકવા નહિ. બધા જ વર્ગના કામદારોને કામગીરીના બદલામાં યોગ્ય વેતન આપવું તથા તેમને શારીરિક અને માનસિક વિકાસની સુવિધાઓ પૂરી પાડવી. કામના સ્થળે બધા જ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે એવી માનવીય પરિસ્થિતિ બનાવવી.
- સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ અને રાહત આપવી.
- રાજ્ય નાગરિકોને માંદગી, અપંગ અવસ્થા, વૃદ્ધાવસ્થા કે અન્ય આફતો સામે વીમા યોજના, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઇટી, બચત યોજના, આરોગ્યગૃહો, દવાખાનાં વગેરે દ્વારા યોગ્ય રક્ષણ આપવું.
- ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની ભાગીદારી વધે એવાં પગલાં ભરવાં.
- આર્થિક લાચારીને કારણે બાળકોનું શોષણ ન થાય તેમજ તેઓ સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે એ માટેની જરૂરી તકો અને સવલતો ઊભી કરવા રાજ્યે ખાસ પગલાં ભરવાં.
- ખેતી અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ઢબે વિકાસ કરવો. દુધાળાં ઢોર અને અન્ય પાલતુ પશુઓની કતલ ન થાય એ માટે શક્ય એટલા તમામ પ્રયત્નો કરવા.
- રાજ્યમાં બધાને એકસમાન ન્યાય મળે તેમજ આર્થિક રીતે સમર્થ ન હોય એવા લોકોને ન્યાય આપવાનો ઇનકાર કરવામાં ન આવે. સૌને મફત કાનૂની સહાય આપવાની વ્યવસ્થા કરવી. એ માટે જરૂરી કાયદા ઘડવા.
- ખેતમજૂરોને યોગ્ય જીવનધોરણ મળે, તેમને જરૂરી કામ અને આરામ મળે તેમજ તેમને અન્ય નાગરિકોની જેમ શિક્ષણ વગેરેની સુવિધાઓ મળે એ માટે રાજ્યે આવશ્યક પગલાં ભરવાં.
In simple words: આર્થિક નીતિઓ માટેના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ બધા નાગરિકોને સમાન ભૌતિક સંસાધનો મળે, શોષણ ન થાય, સમાન કામ માટે સમાન વેતન મળે અને કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો છે. તે બાળકોના વિકાસ અને ખેતીના આધુનિકીકરણ પર પણ ભાર મૂકે છે.
Exam Tip: આર્થિક નીતિઓ સંદર્ભે માર્ગદર્શક સિદ્ધાંતો લખતી વખતે, સમાન વેતન, બાળમજૂરી પ્રતિબંધ, કામદારોના અધિકારો અને કૃષિ વિકાસ જેવા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો.
Question 6. રાજકીય અને વિદેશી સંબંધો વિશેના સિદ્ધાંતો
Answer: રાજ્ય ગ્રામપંચાયતોની સ્થાપના કરવા જરૂરી પગલાં ભરશે તેમજ તેમની સત્તા અને તેમના અધિકારોમાં વધારો કરશે. ગ્રામપંચાયતોના નિભાવ માટે રાજ્ય તેમને નાણાકીય મદદ કરશે.
- ન્યાયાધીશો નિષ્પક્ષ, નિર્ભય અને નીડરતાથી ન્યાય આપી શકે એ માટે રાજ્ય તેની સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર રાખવા પગલાં ભરશે.
- આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને વિકાસ માટેના દરેક પ્રયત્નમાં રાજ્ય પૂરતો સહકાર આપશે.
- બધા દેશો સાથે મૈત્રી અને ભાઈચારાના સંબંધો જાળવવા.
- આંતરરાષ્ટ્રીય કાયદા અને બીજા દેશો સાથેના કરારોને માન આપવું અને તેનું પાલન કરવું.
- આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનું યુદ્ધને બદલે ચર્ચાઓ અને લવાદોના શાંતિમય માર્ગો દ્વારા નિરાકરણ થાય એ માટે પ્રયત્નો કરવા.
- વિશ્વમાં દરેક રાષ્ટ્રનું સાર્વભૌમત્વ જળવાય અને રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેના સંબંધો ગૌરવપૂર્ણ બને એ માટે પ્રયત્નો ચાલુ રાખવા.
In simple words: રાજકીય અને વિદેશી સંબંધોના સિદ્ધાંતો ગ્રામપંચાયતોને મજબૂત કરવા, ન્યાયતંત્રને સ્વતંત્ર રાખવા અને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સહકાર જાળવવા પર ભાર મૂકે છે. દેશો વચ્ચેના વિવાદો શાંતિપૂર્ણ રીતે ઉકેલાય તે સુનિશ્ચિત કરવું પણ તેનો ભાગ છે.
Exam Tip: રાજકીય અને વિદેશી સંબંધોના સિદ્ધાંતો વિશે લખતી વખતે, ગ્રામપંચાયતો, ન્યાયતંત્રની સ્વતંત્રતા અને આંતરરાષ્ટ્રીય શાંતિ જેવા મુદ્દાઓને સમાવો.
3. નીચેના વિધાનોનાં કારણો આપો સમજાવો:
Question 1. મૂળભૂત હકોના ભંગ સામે અદાલતનો આશરો લઈ શકાય છે.
Answer: ભારતના બંધારણમાં દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક મળ્યો છે.
આ હક મુજબ મૂળભૂત હકોના ભંગ બદલ રક્ષણ મેળવવા સીધા જ સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતમાં જઈ શકાય છે. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષક અને વાલી તરીકે ફરજ બજાવે છે.
In simple words: બંધારણીય ઇલાજોનો હક હોવાથી, જો કોઈના મૂળભૂત હકો છીનવાઈ જાય, તો તે વ્યક્તિ પોતાના હકોના રક્ષણ માટે સીધી રીતે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટમાં જઈ શકે છે. અદાલતો આ હકોનું રક્ષણ કરે છે.
Exam Tip: આ પ્રશ્નનો જવાબ આપતી વખતે, બંધારણીય ઇલાજોના હકનું મહત્ત્વ અને અદાલતોની ભૂમિકા પર ભાર મૂકો.
Question 2. બંધારણીય ઇલાજોનો હક ‘બંધારણના આત્મા' સમાન છે.
Answer: ભારતના બંધારણે દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપ્યો છે.
- આ હક મુજબ, કોઈ પણ નાગરિક અદાલતો પાસેથી પોતાના મૂળભૂત હકોનું રક્ષણ મેળવી શકે છે. આથી બંધારણીય ઇલાજોના હકનું અનન્ય મહત્ત્વ છે.
- તેથી બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબના મતે, "બંધારણીય ઇલાજોનો હક 'બંધારણના આત્મા સમાન' છે."
In simple words: બંધારણીય ઇલાજોનો હક નાગરિકોને તેમના મૂળભૂત હકોના રક્ષણ માટે અદાલતમાં જવાની શક્તિ આપે છે. આ હક એટલો મહત્ત્વનો છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકરે તેને 'બંધારણનો આત્મા' કહ્યો છે.
Exam Tip: ડૉ. બાબાસાહેબ આંબેડકરના કથનને યાદ રાખીને જવાબ લખો અને શા માટે આ હકને 'આત્મા' ગણવામાં આવે છે તે સમજાવો.
Question 3. સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહિ.
Answer: ભારતના બંધારણે સ્વતંત્રતાના મૂળભૂત હક દ્વારા આપેલી સ્વતંત્રતાઓ નાગરિકોએ કેટલીક મર્યાદાઓ હેઠળ ભોગવવાની હોય છે.
- આપણે સમાજમાં રહીએ છીએ તેથી સમાજના હિત અને સલામતી ધ્યાનમાં રાખવાં પડે છે.
- દેશનું સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થા, અદાલતનો તિરસ્કાર, બદનક્ષી, સુરુચિ અને નીતિમત્તા, હિંસક ઉશ્કેરણી વગેરે બાબતોને ધ્યાનમાં રાખી નાગરિકની સ્વતંત્રતાઓ પર કાયદા દ્વારા વાજબી મર્યાદાઓ મૂકી શકાય છે. આમ, સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહિ.
In simple words: આપણી સ્વતંત્રતાઓ અમર્યાદિત નથી. સમાજમાં શાંતિ અને દેશની સુરક્ષા જાળવવા માટે તેના પર અમુક નિયંત્રણો જરૂરી છે. જો દરેક વ્યક્તિ સંપૂર્ણ સ્વતંત્રતાનો દુરુપયોગ કરે, તો અવ્યવસ્થા સર્જાઈ શકે છે.
Exam Tip: સ્વતંત્રતાઓ અમર્યાદિત શા માટે નથી તે સમજાવતી વખતે, સમાજ અને દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખો અને વાજબી નિયંત્રણોનું મહત્ત્વ સમજાવો.
Question 4. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હકોના ઉપયોગની પૂર્વશરત છે.
Answer: રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે મૂળભૂત હકોની જેમ તેમને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભલે આ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્ય બંધાયેલું નથી, પરંતુ આ સિદ્ધાંતોનો અમલ કરવામાં આવે તો જ મૂળભૂત હકો સાર્થક બને. આમ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હકોના ઉપયોગની પૂર્વશરત છે.
In simple words: રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ થાય તો જ મૂળભૂત હકો ખરેખર ઉપયોગી બને છે. જોકે સરકાર તેમને અમલમાં મૂકવા બંધાયેલી નથી, તેમ છતાં આ સિદ્ધાંતોનું પાલન થવું એ નાગરિકોના હકો માટે ખૂબ જ જરૂરી છે.
Exam Tip: આ પ્રશ્નનો જવાબ આપતી વખતે, મૂળભૂત હકો અને માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરો અને દર્શાવો કે એકબીજાના પૂરક છે.
Question 5. માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો એ એકબીજાના વિરોધી નથી બલકે એકબીજાના પૂરક છે.
Answer: રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તૃત કરે છે; જ્યારે મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે; જ્યારે મૂળભૂત હકો રાજ્યમાં રાજકીય લોકશાહી સ્થાપે છે. આમ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો એ એકબીજાના વિરોધી નથી, બલકે એકબીજાના પૂરક છે.
In simple words: માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો એકબીજાથી વિરુદ્ધ નથી, પણ એકબીજાને મદદ કરે છે. માર્ગદર્શક સિદ્ધાંતો સરકારની શક્તિ વધારે છે અને સામાજિક-આર્થિક લોકશાહી લાવે છે, જ્યારે મૂળભૂત હકો સરકારની શક્તિને મર્યાદિત કરે છે અને રાજકીય લોકશાહી સ્થાપે છે.
Exam Tip: માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકોના પૂરક સ્વભાવને સમજાવતી વખતે, દરેકનો અલગ-અલગ ઉદ્દેશ્ય અને તેઓ કેવી રીતે એકબીજાને ટેકો આપે છે તે સ્પષ્ટ કરો.
Question 6. શોષણમુક્ત સમાજની રચના એ આપણા બંધારણનું મુખ્ય ધ્યેય છે.
Answer: ભારતના બંધારણમાં દેશના બધા નાગરિકોને શોષણ સામેનો મૂળભૂત હક આપવામાં આવ્યો છે. આ હક દ્વારા દરેક નાગરિકને કોઈ પણ ક્ષેત્રમાં શોષણ સામે પૂરતું રક્ષણ આપવામાં આવ્યું છે. બધા પ્રકારના શોષણને સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે.
14 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોને શોષણમાંથી બચાવવા બાળમજૂરી નાબૂદી કાયદો ઘડવામાં આવ્યો છે. માલિકો મજૂરોનું શોષણ ન કરે એ માટે પણ બંધારણમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. આમ, શોષણમુક્ત સમાજની રચના એ આપણા બંધારણનું મુખ્ય ધ્યેય છે.
In simple words: શોષણમુક્ત સમાજ બનાવવો એ બંધારણનો મુખ્ય લક્ષ્ય છે. બંધારણ બધા નાગરિકોને શોષણ સામે રક્ષણ આપે છે. બાળમજૂરી પર પ્રતિબંધ મુકાયો છે અને માલિકો મજૂરોનું શોષણ ન કરે તે માટે કાયદા પણ બનાવવામાં આવ્યા છે.
Exam Tip: શોષણમુક્ત સમાજની રચનાના ધ્યેયને સમજાવતી વખતે, શોષણ સામેના હકના વિવિધ પાસાંઓ, જેમ કે બાળમજૂરી કાયદાઓ અને મજૂર સુરક્ષા પર ભાર મૂકો.
Question 7. હક અને ફરજ એકબીજા સાથે જોડાયેલાં છે.
Answer: હક અને ફરજ એકબીજાના પૂરક છે. આપણે અમુક હકનો વિચાર કરીએ એટલે તેની સાથે જોડાયેલી ફરજનો વિચાર પણ કરવો જ પડે છે. ફરજ વિનાનો કોઈ હક નથી અને હક ન હોય ત્યાં ફરજ પણ હોતી નથી. એક વ્યક્તિનો હક બીજી વ્યક્તિ માટે ફરજ બની રહે છે. હક ભોગવવા માટે ફરજ અચૂક બજાવવી પડે છે. એક નાગરિક પોતાનો હક ભોગવે ત્યારે બીજાના તે પ્રકારના હકો જાળવવા એ તેની ફરજ બની રહે છે. રસ્તાની ડાબી બાજુએ ચાલવાની આપણી ફરજ છે, તેમ બીજાને પણ એ રસ્તા પર સરળતાથી ચાલવાનો હક છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે હક વિના ફરજ નથી અને ફરજ વિના હક નથી. હક અને ફરજ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલાં છે. તે બંને એક સિક્કાની બે બાજુઓ જેવા છે.
In simple words: હક અને ફરજ એક સિક્કાની બે બાજુ જેવા છે; તેઓ હંમેશા સાથે હોય છે. જો તમને કોઈ હક મળે, તો તે બીજા માટે ફરજ બની જાય છે, અને તમારી પણ ફરજ છે કે તમે બીજાના હકોનું સન્માન કરો.
Exam Tip: હક અને ફરજ વચ્ચેનો અવિભાજ્ય સંબંધ સમજાવતી વખતે, ઉદાહરણોનો ઉપયોગ કરો અને દર્શાવો કે તેઓ કેવી રીતે એકબીજાના પૂરક છે.
Question 8. બાળમજૂરી સજાપાત્ર ગુનો છે.
Answer: શોષણ વિરોધી હકથી દરેક નાગરિકને શોષણ વિરુદ્ધ રક્ષણ આપવામાં આવ્યું છે. આ હક દ્વારા બાળમજૂરી પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હક મુજબ 14 વર્ષથી નીચેની ઉંમરનાં બાળકોને જોખમભરેલાં સ્થળોએ નોકરીમાં રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આથી બાળમજૂરી સજાપાત્ર ગુનો ગણાય છે.
In simple words: બાળમજૂરી એ કાયદેસર રીતે ખોટો ગુનો છે. શોષણ વિરુદ્ધના અધિકાર હેઠળ, 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જોખમી જગ્યાઓ પર કામ કરાવવું ગેરકાયદેસર છે, અને આમ કરવાથી સજા થઈ શકે છે.
Exam Tip: બાળમજૂરી સજાપાત્ર ગુનો શા માટે છે તે સમજાવતી વખતે, શોષણ સામેનો હક અને 14 વર્ષથી નીચેના બાળકોના રોજગાર પરના પ્રતિબંધ પર ભાર મૂકો.
Question 9. (રાજ્યનીતિના) માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી.
Answer: રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ રાજ્ય માટે ફરજિયાત નથી હોતો. એ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્ય બંધાયેલ નથી. તેમનો અમલ કરવા માટે સરકારને અદાલત દ્વારા ફરજ પાડી શકાતી નથી. તેથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી.
In simple words: રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરવો સરકાર માટે ફરજિયાત નથી. તેથી, આ સિદ્ધાંતોનું પાલન કરાવવા માટે અદાલતમાં જઈ શકાતું નથી.
Exam Tip: માર્ગદર્શક સિદ્ધાંતોના બિન-ન્યાયિક સ્વભાવને સ્પષ્ટ કરો અને ભાર મૂકો કે તેઓ કાનૂની રીતે લાગુ કરી શકાતા નથી.
Question 10. માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે.
Answer: દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પર આધારિત સમાજવ્યવસ્થા સ્થાપિત કરવી એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મુખ્ય ધ્યેય છે. દેશમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા માટે રાજ્ય સક્રિય પ્રયાસો કરે એવો માર્ગદર્શક આદેશ આ સિદ્ધાંતો દ્વારા આપવામાં આવ્યો છે. આ સિદ્ધાંતોએ કલ્યાણકારી સમાજરચનાનું નિર્માણ કરવાની રૂપરેખા દોરી આપી છે. સરકારે તેની સત્તાનો ઉપયોગ કયા હેતુઓ માટે કરવાનો છે તે આ સિદ્ધાંતો સતત યાદ અપાવે છે. આ દૃષ્ટિએ તે શાસનસત્તાના આધારરૂપ સિદ્ધાંતો છે. તેથી જ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર કહે છે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે.
In simple words: માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેઓ સમાજમાં ન્યાય અને કલ્યાણ લાવવાનું લક્ષ્ય રાખે છે, સરકારને તેની સત્તાનો યોગ્ય ઉપયોગ કરવા માટે માર્ગદર્શન આપે છે. ડૉ. આંબેડકર પણ તેમને શાસન માટે પાયારૂપ ગણાવે છે.
Exam Tip: માર્ગદર્શક સિદ્ધાંતો શાસનમાં કેવી રીતે પાયારૂપ છે તે સમજાવતી વખતે, સામાજિક-આર્થિક ન્યાય અને કલ્યાણકારી રાજ્યના ખ્યાલોને સમાવો.
Question 11. આર્થિક અને સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અધૂરી છે.
Answer: રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ રાજ્ય માટે ફરજિયાત નથી હોતો. એ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્ય બંધાયેલું નથી. તેમનો અમલ કરવા માટે સરકારને અદાલત દ્વારા ફરજ પાડી શકાતી નથી. તેથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી.
In simple words: જ્યાં સુધી લોકો આર્થિક અને સામાજિક રીતે સમાન ન હોય, ત્યાં સુધી માત્ર રાજકીય લોકશાહી સંપૂર્ણ ગણી શકાય નહીં. માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ્ય સામાજિક-આર્થિક સમાનતા લાવવાનો છે, જે રાજકીય લોકશાહીને વધુ મજબૂત બનાવે છે.
Exam Tip: આર્થિક, સામાજિક અને રાજકીય લોકશાહી વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરો અને દર્શાવો કે તેઓ એકબીજાના પૂરક છે.
Question 12. સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની ફરજ સૌની છે.
Answer: આપણાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોના રક્ષણ પરત્વે તેમજ એ સ્થળોને થઈ રહેલા નુકસાન કે નાશ પરત્વે દેશના નાગરિકોમાં જાગૃતિ અને સભાનતા કેળવવાં જોઈએ. આપણો વારસો અમૂલ્ય છે, તેથી તેને નષ્ટ ન જ થવા દેવાય' એવો લોકમત કેળવવો જોઈએ. આપણો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો એ આપણા દેશની અને લોકોની ઓળખનો દર્પણ છે. આપણો અમૂલ્ય વારસો જ આપણને ગૌરવ આપે છે. તેથી એ વારસાના સંરક્ષણમાં લોકોએ સહકાર આપવો જોઈએ તેમજ તેના જતનની જવાબદારી ઉઠાવવી જોઈએ. આમ, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની આપણા સૌની ફરજ છે.
In simple words: આપણો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો આપણી ઓળખ છે અને તે ખૂબ જ કિંમતી છે. તેનું રક્ષણ કરવું અને તેને નુકસાન ન થવા દેવું એ આપણા બધાની જવાબદારી છે.
Exam Tip: સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાના જતનના મહત્ત્વ પર ભાર મૂકો અને દર્શાવો કે તે રાષ્ટ્રીય ગૌરવ અને ઓળખનો ભાગ છે.
4. નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો:
Question 1. ડૉ. બાબાસાહેબ આંબેડકરે કયા હકને બંધારણના આત્મા સમાન' કહ્યો છે?
(a) સ્વતંત્રતાના હકને
(b) સમાનતાના હકને
(c) સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકને
(d) બંધારણીય ઇલાજોના હકને
Answer: (d) બંધારણીય ઇલાજોના હકને
In simple words: ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણીય ઇલાજોના હકને બંધારણનો આત્મા કહ્યો હતો, કારણ કે તે નાગરિકોને તેમના મૂળભૂત હકોના રક્ષણ માટે અદાલતમાં જવાની શક્તિ આપે છે.
Exam Tip: ડૉ. આંબેડકરે બંધારણીય ઇલાજોના હકને 'આત્મા' કહ્યો હતો તે યાદ રાખવું મહત્ત્વપૂર્ણ છે.
Question 2. કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે?
(a) નરેન્દ્ર મોદી
(b) જવાહરલાલ નેહરુ
(c) ડૉ. રાજેન્દ્રપ્રસાદ
(d) ડૉ. બાબાસાહેબ આંબેડકર
Answer: (d) ડૉ. બાબાસાહેબ આંબેડકર
In simple words: ડૉ. બાબાસાહેબ આંબેડકર માનતા હતા કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસન માટે ખૂબ જ પાયારૂપ છે, કારણ કે તેઓ સરકારને કલ્યાણકારી નિર્ણયો લેવા માટે માર્ગદર્શન આપે છે.
Exam Tip: ડૉ. બાબાસાહેબ આંબેડકરના બંધારણીય પ્રદાન અને તેમના મુખ્ય અવતરણો યાદ રાખો.
Question 3. પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે?
(a) 24 કલાક
(b) 6 માસ
(c) 3 માસ
(d) આજીવન
Answer: (c) 3 માસ
In simple words: પ્રતિબંધિત અટકાયત હેઠળ, કોઈ પણ વ્યક્તિને સામાન્ય રીતે ત્રણ મહિના સુધી અટકાયતમાં રાખી શકાય છે. આ સમયગાળો ગુનાને અટકાવવાના હેતુથી નક્કી કરાયો છે.
Exam Tip: પ્રતિબંધિત અટકાયત હેઠળના સમયગાળાને યાદ રાખવું મહત્ત્વપૂર્ણ છે, જે ત્રણ માસનો હોય છે.
Question 4. કઈ ઉંમરનાં બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે?
(a) 6થી 14 વર્ષનાં
(b) 3 વર્ષ સુધીનાં
(c) 14 વર્ષથી ઉપરનાં
(d) 18 વર્ષનાં
Answer: (a) 6થી 14 વર્ષનાં
In simple words: ભારતમાં 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો કાયદેસરનો અધિકાર છે.
Exam Tip: શિક્ષણના અધિકારમાં 6 થી 14 વર્ષની વય જૂથને યાદ રાખો.
Question 5. કઈ ઉંમરનાં બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહિ?
(a) 14 વર્ષથી નીચેનાં
(b) 18 વર્ષથી નીચેનાં
(c) 6થી 14 વર્ષનાં
(d) 28 વર્ષથી ઉપરનાં
Answer: (a) 14 વર્ષથી નીચેનાં
In simple words: 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈપણ જોખમી વ્યવસાયમાં કામ કરવા માટે રોકી શકાતા નથી, આ બાળમજૂરી વિરોધી કાયદાનો ભાગ છે.
Exam Tip: બાળમજૂરી સંબંધિત કાયદાકીય વયમર્યાદા, એટલે કે 14 વર્ષથી નીચે, યાદ રાખો.
Question 6. કયું આચરણ સામાજિક કલંક ગણાય?
(a) અસ્પૃશ્યતા
(b) બાળમજૂરી
(c) દહેજપ્રથા
(d) વહેમ અને અંધશ્રદ્ધા
Answer: (a) અસ્પૃશ્યતા
In simple words: અસ્પૃશ્યતા એટલે અમુક લોકોને 'અછૂત' ગણીને તેમનો બહિષ્કાર કરવો, જે ભારતીય સમાજમાં એક મોટું સામાજિક કલંક ગણાય છે. બંધારણ દ્વારા તેના પર પ્રતિબંધ મુકાયો છે.
Exam Tip: અસ્પૃશ્યતાને સામાજિક કલંક તરીકે ઓળખો અને ભારતીય બંધારણમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે યાદ રાખો.
Free study material for Social Science
Free GSEB Textbook Explanations: Class 9 Social Science Chapter 09 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના મા
Accessing Chapter 09 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના મા Solutions
Explore reliable textbook solutions for Chapter 09 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના મા tailored for Class 9 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Social Science.
Concept-Driven Answers for Class 9 Social Science
Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 9 Social Science module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.
Maximizing Study Efficiency
Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 9 Social Science.
FAQs
The complete and updated GSEB Class 9 Social Science Solutions Chapter 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના મા is available for free on StudiesToday.com. These solutions for Class 9 Social Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 9 Social Science Solutions Chapter 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના મા as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 9 Social Science Solutions Chapter 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના મા will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 9 Social Science. You can access GSEB Class 9 Social Science Solutions Chapter 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના મા in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 9 Social Science Solutions Chapter 9 મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના મા in printable PDF format for offline study on any device.