NCERT Solutions for Class 9 Social Science: Chapter 06 1945 પછીનું વિશ્વ
Explore reliable textbook solutions for Chapter 06 1945 પછીનું વિશ્વ tailored for Class 9 learners. Utilizing these Social Science answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.
Practice Class 9 Social Science Solutions: Chapter 06 1945 પછીનું વિશ્વ
Navigate directly to the solved Social Science textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.
Question 1. સંયુક્ત રાષ્ટ્રસંઘ(રાષ્ટ્રો)ના હેતુઓ જણાવો.
Answer: સંયુક્ત રાષ્ટ્રસંઘ (રાષ્ટ્રો) ના ઉદ્દેશો નીચે મુજબ હતા:
- વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવી રાખવી.
- શાંતિમાં અવરોધ ઊભી કરતી બાબતોને રોકવી કે દૂર કરવી. હુમલા કે શાંતિભંગના બનાવોને ખતમ કરવા માટે અસરકારક સામૂહિક પગલાં ભરવાં. દરેક આંતરરાષ્ટ્રીય વિવાદ કે ઝઘડાનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવો.
- આત્મનિર્ણય અને સમાન અધિકારના આધારે વિશ્વના દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વધારવા અને વિશ્વશાંતિ જાળવવા માટે યોગ્ય પગલાં લેવા. જગતના રાષ્ટ્રોની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિવારણ લાવવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ મેળવવો.
- જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વગર વિશ્વના બધા જ લોકોના માનવ અધિકારો અને મૂળભૂત સ્વતંત્રતાઓ પ્રત્યે આદરભાવ વિકસાવવો.
- વિશ્વમાં એકતા અને વિશ્વબંધુત્વની ભાવના મજબૂત કરવી.
- સંયુક્ત રાષ્ટ્રોના ઉદ્દેશો પ્રાપ્ત કરવા માટે કામ કરી રહેલાં રાષ્ટ્રોનાં કાર્યો વચ્ચે સુમેળ સાધનાર કેન્દ્ર તરીકે કાર્ય કરવું.
In simple words: સંયુક્ત રાષ્ટ્રસંઘનો મુખ્ય હેતુ વિશ્વમાં શાંતિ અને સુરક્ષા જાળવવાનો, વિવાદો શાંતિથી ઉકેલવાનો, સમાન હક અને મિત્રતા વધારવાનો, તથા આર્થિક અને સામાજિક સમસ્યાઓ હલ કરવા માટે સહયોગ કરવાનો છે.
Exam Tip: જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ વિશે પૂછવામાં આવે, ત્યારે શાંતિ, સુરક્ષા, સહકાર અને માનવ અધિકારો જેવા મુખ્ય મુદ્દાઓને યાદ રાખવા જરૂરી છે.
Question 2. બિનજોડાણની નીતિનો અર્થ સમજાવો.
Answer: બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયામાં અમેરિકા તરફી લોકશાહી દેશોનું સત્તાજૂથ અને લશ્કરી જૂથ, તેમજ સોવિયેત યુનિયન તરફી સામ્યવાદી સત્તાજૂથ અને લશ્કરી જૂથ – એમ પરસ્પર વિરોધી મહાસત્તાઓ અને તેમના લશ્કરી જૂથો અસ્તિત્વમાં આવ્યાં.
- એશિયા અને આફ્રિકાના નવા સ્વતંત્ર થયેલા દેશોએ પોતાની સ્વતંત્રતા તેમજ અન્ય રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે આમાંથી કોઈ પણ સત્તાજૂથ કે લશ્કરી જૂથમાં ન જોડાવાનો, સમાન અંતર જાળવીને, તટસ્થ રહેવાનો નિર્ણય લીધો.
- આમ, અલિપ્ત રહેલા દેશોએ દુનિયાના કોઈ પણ સત્તાજૂથ કે લશ્કરી જૂથમાં ન જોડાવાની અપનાવેલી વિદેશનીતિને બિનજોડાણની નીતિ કહેવામાં આવે છે.
In simple words: બિનજોડાણની નીતિ એટલે નવા સ્વતંત્ર દેશોએ બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા કે સોવિયેત યુનિયન – કોઈ પણ લશ્કરી જૂથમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો. તેઓ બધાથી સમાન અંતર રાખીને તટસ્થ રહ્યા.
Exam Tip: બિનજોડાણની નીતિનો અર્થ સમજાવતી વખતે, બીજા વિશ્વયુદ્ધ પછીના બે મહાસત્તા જૂથો અને નવા સ્વતંત્ર દેશો દ્વારા અપનાવાયેલી તટસ્થતાના મુદ્દા પર ભાર મૂકો.
Question 3. ‘ઠંડા યુદ્ધનાં પરિણામો જણાવો.
Answer: ઠંડા યુદ્ધ (Cold War) ના પરિણામો નીચે મુજબ હતાં:
- ઠંડા યુદ્ધના સમયગાળા દરમિયાન બંને મહાસત્તાઓ – અમેરિકા અને સોવિયેત યુનિયન – અનેક વાર સામસામે આવી, પરંતુ બંને પાસે પરમાણુ શસ્ત્રો અને દૂરસંચાર મિસાઈલો હોવાથી વિશ્વ મોટા યુદ્ધમાંથી બચી ગયું.
- બંને મહાસત્તાઓ વચ્ચે શરૂ થયેલી શસ્ત્રસ્પર્ધા પરાકાષ્ઠાએ પહોંચી.
- દુનિયાના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના આંતરસંબંધોમાં ખૂબ મોટો ફેરફાર આવ્યો.
- બીજા વિશ્વયુદ્ધના અંતે દુનિયામાં અમેરિકા એકલું જ અણુબૉમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું. પરંતુ ઈ. સ. 1949માં સોવિયેત યુનિયને સફળ અણુઅખતરા કરીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું.
- વિશ્વના મોટા ભાગના દેશોને એકબીજા પ્રત્યે ઘણો અવિશ્વાસ હતો. તેમને એકબીજાનો ભય લાગતો હતો. તેથી તેઓ દુનિયાના એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાયા.
In simple words: ઠંડા યુદ્ધને કારણે પરમાણુ શસ્ત્રોની સ્પર્ધા વધી, દુનિયાના દેશોમાં અવિશ્વાસ વધ્યો, અને ઘણા દેશો લશ્કરી જૂથોમાં જોડાયા. જોકે, મોટા યુદ્ધનો ભય ટળ્યો.
Exam Tip: ઠંડા યુદ્ધના પરિણામોમાં શસ્ત્રસ્પર્ધા, આંતરસંબંધોમાં પરિવર્તન, અને અવિશ્વાસની ભાવના જેવા મુખ્ય મુદ્દાઓને આવરી લેવાનું યાદ રાખો.
Question 4. જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે ટૂંકમાં જણાવો.
Answer: બીજા વિશ્વયુદ્ધને અંતે પરાજિત જર્મનીની રાજ્યવ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા અને અર્થતંત્ર સંપૂર્ણ રીતે ભાંગી પડ્યાં હતાં.
- તે સમયે જર્મનીને ફરીથી ઊભું કરી શકે તેવો કોઈ નેતા દેશમાં નહોતો.
- વિશ્વયુદ્ધ પૂરું થતાં જર્મનીને ચાર વહીવટી વિસ્તારોમાં વહેંચી દેવામાં આવ્યું.
- વિશ્વયુદ્ધના છેલ્લા તબક્કા દરમિયાન સોવિયેત યુનિયનની લાલ સેના (રેડ આર્મી) એ જર્મનીના પૂર્વ ભાગ પર લશ્કરી કબજો મેળવ્યો હતો. તેથી પૂર્વ જર્મનીનો વહીવટ સોવિયેત યુનિયનને સોંપવામાં આવ્યો.
- જર્મનીના દક્ષિણ-પશ્ચિમ ભાગનો વહીવટ અમેરિકાને, ફ્રાન્સની નજીક આવેલા પ્રદેશોનો વહીવટ ફ્રાન્સને તેમજ નેધરલૅન્ડ્સ (હોલેન્ડ) અને બેલ્જિયમને અડીને આવેલા જર્મન પ્રદેશોનો વહીવટ બ્રિટનને સોંપવામાં આવ્યો.
- ભૌગોલિક રીતે પૂર્વ જર્મનીમાં આવેલા પાટનગર બર્લિનને પણ ચાર વહીવટી વિભાગોમાં વહેંચી દઈ તેના પર ચાર દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો. વહીવટી એકતા માટે સંકલન સમિતિ બનાવવામાં આવી.
- સત્તાજૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ બનતાં પૂર્વ જર્મની પરની પોતાની સત્તા જતી રહેશે એવો ડર સોવિયેત યુનિયનને લાગ્યો. તેથી તેણે પૂર્વ જર્મનીમાં પોતાના સામ્યવાદી પક્ષની પૂતળા સરકાર બનાવી.
- અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતપોતાના વહીવટી અંકુશ નીચેના પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઑફ જર્મનીની રચના કરી.
- પશ્ચિમ જર્મનીના ત્રણ વિભાગોનું એકીકરણ થયું તેમ બર્લિનના ત્રણ વિભાગોને એક કરવામાં આવ્યા.
- આ પ્રક્રિયાના વિરોધરૂપે સોવિયેત યુનિયને એપ્રિલ, 1948માં બર્લિનની નાકાબંધી જાહેર કરી.
- પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયેત યુનિયન વચ્ચે ઘણો તણાવ ઊભો થયો.
- આ પરિસ્થિતિમાં પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને અલગ પાડતી 42 કિમી લાંબી, ઊંચી દીવાલ બનાવવામાં આવી.
- ઉપર્યુક્ત બનાવો પછીના ચાર-સાડા ચાર દસકાના સમયમાં વિવિધ કારણોસર ઠંડા યુદ્ધની સ્થિતિમાં પરિવર્તન આવ્યું.
- સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી દેશો વચ્ચેનું અંતર ઓછું થવા લાગ્યું.
- પરિણામે સોવિયેત યુનિયનનું 14 રાજ્યોમાં વિઘટન થયું.
- આ પ્રક્રિયાના એક ભાગરૂપે 3 ઑક્ટોબર, 1990ના દિવસે પશ્ચિમ જર્મની અને પૂર્વ જર્મનીનું એકીકરણ થયું.
- જર્મન પ્રજાનાં દુઃખ, યાતનાઓ, સંતાપ અને ક્રૂરતાભર્યા જોરજુલમના પ્રતીક સમાન બર્લિનની દીવાલ હર્ષોલ્લાસ સાથે તોડી પાડવામાં આવી.
- તે દીવાલ જમીનદોસ્ત થતાં સમગ્ર જર્મન પ્રજાએ ખૂબ ખુશી અને આનંદ અનુભવ્યો.
- સંયુક્ત બનેલા જર્મનીએ ઈ. સ. 1990 પછીના દસકામાં ખૂબ ઝડપી પ્રગતિ સાધી. પરિણામે રાજકીય, આર્થિક, વેપાર-વાણિજ્ય, સામાજિક વગેરે ક્ષેત્રે પ્રગતિ કરીને તે યુરોપનું સમૃદ્ધ રાષ્ટ્ર બન્યું છે.
In simple words: બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીને ચાર ભાગમાં વહેંચી દેવાયું હતું. સોવિયેત યુનિયને પૂર્વ જર્મની પર સામ્યવાદી સરકાર બનાવી, જ્યારે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પશ્ચિમ જર્મનીનું એકીકરણ કર્યું. 1948માં બર્લિનની નાકાબંધી થઈ અને એક દીવાલ પણ બની. 1990માં સોવિયેત યુનિયનના વિઘટન પછી, પૂર્વ અને પશ્ચિમ જર્મની ફરી એક થઈ ગયા, અને બર્લિનની દીવાલ તોડી પાડવામાં આવી.
Exam Tip: જર્મનીના ભાગલા અને એકીકરણની ઘટના સમજાવતી વખતે, વિશ્વયુદ્ધ પછીની વહીવટી વહેંચણી, બર્લિન નાકાબંધી, દીવાલનું નિર્માણ અને સોવિયેત યુનિયનના વિઘટન પછીના એકીકરણના મુખ્ય તબક્કાઓ પર ધ્યાન આપો.
Question 5. ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની સંક્ષેપમાં ચર્ચા કરો.
Answer: ભારતમાં મોટા અને મહત્ત્વના ઉદ્યોગો સ્થાપવામાં અને સંરક્ષણ ક્ષેત્રે મજબૂત બનવામાં રશિયાએ આર્થિક અને તકનિકી સહાય પૂરી પાડી છે.
- રશિયાએ હંમેશાં જમ્મુ-કશ્મીરના પ્રશ્નમાં ભારતનો પક્ષ લીધો છે.
- સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ પસાર ન થાય તે માટે રશિયાએ અનેક વાર પોતાના 'વીટો' (VETO) સત્તાનો ઉપયોગ કર્યો છે.
- તેણે કશ્મીરના પ્રશ્ન વૈશ્વિક સ્તર પર ભારતના મતને ટેકો આપ્યો છે.
- આમ, ભારત અને રશિયા વચ્ચે મજબૂત મૈત્રીપૂર્ણ સંબંધો પ્રવર્તે છે.
In simple words: ભારત અને રશિયાના સંબંધો ઘણા ગાઢ છે. રશિયાએ ભારતના ઉદ્યોગો અને સંરક્ષણમાં મદદ કરી છે અને કશ્મીરના મુદ્દે હંમેશા ભારતને ટેકો આપ્યો છે.
Exam Tip: ભારત-રશિયા સંબંધો વિશે લખતી વખતે, રશિયાની આર્થિક અને તકનિકી સહાય, તેમજ કશ્મીર મુદ્દે રશિયાના સમર્થનને મુખ્ય મુદ્દા તરીકે રજૂ કરો.
Question 6. ‘નાટો', 'સિઆટો' અને 'વૉસ' લશ્કરી જૂથો વિશે માહિતી આપો.
Answer:
નાટો (NATO): સોવિયેત યુનિયન અને તેના સામ્યવાદને નિયંત્રિત કરવાના ઉદ્દેશથી એપ્રિલ, 1949માં અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ ઉત્તર ઍટલૅન્ટિક મહાસાગરના કિનારે આવેલા પશ્ચિમી લોકશાહી દેશોનું એક લશ્કરી સંગઠન બનાવવામાં આવ્યું, જે નાટો (NATO – નોર્થ ઈસ્ટ ઍટલૅન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન) ના નામે ઓળખાય છે.
સિઆટો (SEATO): ઇંગ્લેન્ડ અને અમેરિકાએ દક્ષિણપૂર્વ એશિયાનું સામ્યવાદી વિસ્તારવાદ' સામે રક્ષણ કરવા માટે ઈ. સ. 1954માં સિઆટો" (SEATO – સાઉથ ઈસ્ટ એશિયાટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન) નામના લશ્કરી જૂથની રચના કરી.
વૉસ કરાર: અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ રચાયેલાં ‘નાટો' અને 'સિઆટો' લશ્કરી જૂથોના વધતા પ્રભાવને અટકાવવા, તેમની વિરુદ્ધમાં સોવિયેત યુનિયનની નેતાગીરી નીચે યુરોપના સામ્યવાદી દેશોએ 'વૉર્સો કરાર' નામના લશ્કરી જૂથની રચના કરી. આલ્બનિયા, બલ્ગેરિયા, ઝેકોસ્લોવેકિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા, રશિયા વગેરે દેશો આ લશ્કરી જૂથના સભ્યો હતા.
[લશ્કરી જૂથ સેન્ટો (CENTO): ઇંગ્લેન્ડની પ્રેરણાથી મધ્યપૂર્વમાં અરબ સંઘના દેશોનું એક લશ્કરી સંગઠન બનાવવામાં આવ્યું છે. તે 'કેન્દ્રીય સંગઠન કરાર' – 'સેન્ટો' (CENTO – સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઑર્ગેનાઈઝેશન) ના નામે ઓળખાય છે. આ સંગઠનનું નેતૃત્વ અમેરિકાએ લીધું છે.]
In simple words: નાટો એ અમેરિકા દ્વારા સોવિયેત યુનિયનને રોકવા માટે બનેલું પશ્ચિમી દેશોનું લશ્કરી જૂથ હતું. સિઆટો દક્ષિણપૂર્વ એશિયામાં સામ્યવાદ સામે રક્ષણ માટે ઇંગ્લેન્ડ અને અમેરિકાએ બનાવ્યું. વોસો કરાર નાટો અને સિઆટોના પ્રભાવને ઘટાડવા માટે સોવિયેત યુનિયનના નેતૃત્વ હેઠળ સામ્યવાદી દેશોએ બનાવ્યો. સેન્ટો મધ્યપૂર્વમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી બનેલું લશ્કરી સંગઠન હતું.
Exam Tip: લશ્કરી જૂથો વિશે લખતી વખતે, દરેક જૂથનો હેતુ, સ્થાપક દેશો અને કયા પ્રદેશોમાં તે સક્રિય હતું તે સ્પષ્ટ રીતે જણાવો.
2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો:
Question 1. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો શાથી તનાવપૂર્ણ બન્યા?
Answer: બીજા વિશ્વયુદ્ધ પછી અસ્તિત્વમાં આવેલી પરસ્પર વિરોધી વિચારસરણીવાળી બે મહાસત્તાઓ – અમેરિકા અને સોવિયેત યુનિયન – વચ્ચે સમગ્ર વિશ્વ પર પોતાનું પ્રભુત્વ સ્થાપવાની તીવ્ર સ્પર્ધા શરૂ થઈ.
- પરસ્પરની શંકા-કુશંકા અને અવિશ્વાસમાંથી જન્મેલા ભયને કારણે બંને મહાસત્તાઓએ પોતપોતાનાં લશ્કરી જૂથો બનાવ્યાં. વિશ્વના મોટા ભાગના દેશો એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાયા.
- વિશ્વ બે સત્તાજૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. સત્તાનું કેન્દ્રીકરણ અમેરિકા અને રશિયા – આ બે ધ્રુવોમાં થયું.
- બીજા વિશ્વયુદ્ધના અંતે દુનિયામાં એકલું અમેરિકા જ અણુબૉમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું. પરંતુ ઈ. સ. 1949માં સોવિયેત યુનિયને સફળ અણુઅખતરા કરીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું.
- અરસપરસના ઇરાદાઓ માટે ભારે શંકા-કુશંકા અને અવિશ્વાસને કારણે બંને મહાસત્તાઓએ ખૂબ વિનાશકારી શસ્ત્રોના ઉત્પાદનની તીવ્ર હરીફાઈ શરૂ કરી.
- ઉપર્યુક્ત કારણોને લીધે બીજા વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો તનાવપૂર્ણ બન્યા.
In simple words: બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે વિશ્વ પર પ્રભુત્વ મેળવવા માટેની સ્પર્ધા શરૂ થઈ. અવિશ્વાસને કારણે બંનેએ લશ્કરી જૂથો બનાવ્યા અને શસ્ત્રો બનાવવાની સ્પર્ધા કરી, જેનાથી સંબંધો તનાવપૂર્ણ બન્યા.
Exam Tip: મહાસત્તાઓ વચ્ચેના તનાવના કારણો સમજાવતી વખતે, વિચારધારાનો સંઘર્ષ, શસ્ત્રસ્પર્ધા, અને લશ્કરી જૂથોની રચના જેવા મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખો.
Question 2. પંડિત જવાહરલાલ નેહરુ બિનજોડાણની નીતિ વિશે શું માનતા હતા?
Answer: ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ બિનજોડાણની નીતિના ખૂબ મોટા હિમાયતી હતા.
- તેઓ માનતા હતા કે, કોઈ એક સત્તાજૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે બિનજોડાણની નીતિ અપનાવીશું – એટલે કે તટસ્થ રહીશું –
- તો દેશનાં રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ કરી શકીશું.
- ભારત માનતું હતું કે વિશ્વના દેશોનું આવાં બે હરીફ-જૂથોમાં વિભાજન વિશ્વશાંતિ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે જોખમી છે.
In simple words: પંડિત જવાહરલાલ નેહરુ માનતા હતા કે બિનજોડાણની નીતિ અપનાવીને ભારત તેના પોતાના હિતોનું સારી રીતે રક્ષણ કરી શકે છે. તેઓ એમ પણ માનતા હતા કે વિશ્વનું બે જૂથમાં વિભાજન શાંતિ માટે સારું નથી.
Exam Tip: પંડિત નેહરુના બિનજોડાણની નીતિના મંતવ્યો જણાવતી વખતે, રાષ્ટ્રીય હિતોનું રક્ષણ અને વિશ્વશાંતિ માટે જૂથબંધીના જોખમો પર ભાર મૂકો.
Question 3. 'પરમાણુ બિનપ્રસાર સંધિ' એટલે શું? ભારતે તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નથી?
Answer: દુનિયાની પરમાણુ સત્તાઓએ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રોનો ફેલાવો દુનિયાના અન્ય દેશોમાં થતો રોકવા માટે ઘડેલી સંધિ 'પરમાણુ બિનપ્રસાર સંધિ' તરીકે ઓળખાય છે. પરમાણુ બિનપ્રસાર સંધિ પરમાણુ શસ્ત્રો અને પ્રક્ષેપાસ્ત્રો ધરાવતા (મુખ્યત્વે અમેરિકા અને સોવિયેત યુનિયન) દેશો પર કોઈ નિયંત્રણ મૂકતી નથી. તેઓ તેમનાં એ શસ્ત્રોમાં વધારો કરી શકે છે, પરંતુ તેઓ એ શસ્ત્રોના ઉત્પાદન પર અન્ય દેશો પર કડક નિયંત્રણો મૂકે છે.
- આમ, આ સંધિ સંપૂર્ણ ભેદભાવયુક્ત અને ભારતના રાષ્ટ્રીય હિતોની વિરોધી હોવાથી ભારતે તેની પર હસ્તાક્ષર કર્યા નથી.
In simple words: પરમાણુ બિનપ્રસાર સંધિ એ પરમાણુ શસ્ત્રોનો ફેલાવો રોકવા માટે હતી, પરંતુ તે માત્ર નવા દેશોને શસ્ત્રો બનાવતા અટકાવે છે, હાલની પરમાણુ સત્તાઓને નહીં. ભારતે આ સંધિ પર સહી કરી નથી કારણ કે તે ભેદભાવપૂર્ણ હતી અને ભારતના હિતોની વિરુદ્ધ હતી.
Exam Tip: પરમાણુ બિનપ્રસાર સંધિની વ્યાખ્યા અને ભારતે હસ્તાક્ષર ન કરવાના કારણો (ભેદભાવ અને રાષ્ટ્રીય હિતોનો ભંગ) સ્પષ્ટ કરો.
3. નીચેના પર ટૂંક નોંધ લખો:
Question 1. શસ્ત્રીકરણ અને નિઃશસ્ત્રીકરણ
Answer:
શસ્ત્રીકરણ: 'ઠંડા યુદ્ધ'ના તબક્કા દરમિયાન બંને મહાસત્તાઓ વચ્ચે વિશ્વ પર પોતાનું પ્રભાવ અને પ્રભુત્વ જમાવવા માટે વિવિધ પ્રકારનાં સંખ્યાબંધ સંહારક શસ્ત્રોનું ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ.
- અમેરિકાએ સૌથી વધુ સંહારક એવો પરમાણુ બૉમ્બ બનાવ્યો અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, ઈ. સ. 1945માં, જાપાનનાં હિરોશિમા અને નાગાસાકી શહેરો પર તેનો ઉપયોગ કર્યો અને અણુશસ્ત્રોમાં પોતાની સર્વોપરિતા સાબિત કરી. એ પછીનાં ચાર વર્ષમાં ઈ. સ. 1949માં સોવિયેત યુનિયને અણુઅખતરા કરીને અણુશસ્ત્રો બનાવવાની પોતાની ક્ષમતા પુરવાર કરી. એ પછી વિશ્વના અગ્રણી દેશો વચ્ચે પરમાણુ શસ્ત્રો બનાવવાની સ્પર્ધા શરૂ થઈ.
- બે મહાસત્તાઓ પછી બ્રિટને પરમાણુ શસ્ત્રો વિકસાવ્યાં. એ પછીના દાયકામાં ફ્રાન્સ અને ચીન પરમાણુ શસ્ત્રો વિકસાવી પરમાણુ સત્તાઓ બન્યા. આમ, વિશ્વનાં પાંચ રાષ્ટ્રો પરમાણુ શસ્ત્રો ધરાવતાં રાષ્ટ્રો બન્યાં. ચીન સિવાયનાં ચાર રાષ્ટ્રો સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિનાં કાયમી સભ્ય-રાષ્ટ્રો હતાં.
- આ પાંચ રાષ્ટ્રો પાસે પરમાણુ શસ્ત્રો, વિઘાતક રાસાયણિક જૈવિક શસ્ત્રો તેમજ હજારો કિલોમીટર દૂર આવેલાં નિશ્ચિત લક્ષ્યાંકો પર ફેંકી શકાય એવાં પ્રક્ષેપાસ્ત્રો (મિસાઇલ) ના ઉત્પાદનની અદ્યતન ટેક્નોલૉજી હતી. સમગ્ર મનુષ્ય જાતિનો જ નહિ પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ સાથે આખા જગતનો અનેક વાર વિનાશ કરી શકે એવાં શસ્ત્રોના ભય નીચે વિશ્વ જીવતું હતું.
નિઃશસ્ત્રીકરણ: ઈ. સ. 1961 – 62માં સર્જાયેલી 'ક્યૂબાની કટોકટી'ની ઘટના પછી અમેરિકા, સોવિયેત યુનિયન અને બ્રિટને પરમાણુ શસ્ત્રોના નિઃશસ્ત્રીકરણની દિશામાં પ્રથમ પગલાં તરીકે પરમાણુ શસ્ત્રોના ઉત્પાદન, પરીક્ષણ અને પ્રસારણ પર નિયંત્રણ મૂકવા માટે સહમત થયા. આ માટે તેમણે ‘આંશિક પરમાણુ અખતરાબંધી' નામની સંધિ તૈયાર કરી. આ સંધિ એક બીજા દેશ પર અણુઅખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી. આ સંધિ પર ફ્રાન્સ અને ચીને હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કર્યો. ઈ. સ. 1964માં ચીને અણુઅખતરો કર્યો.
- બંને મહાસત્તાઓ વચ્ચેના ઠંડા યુદ્ધની તીવ્રતા ઓછી થતાં અને તેમની વચ્ચે સંબંધ સુધાર'ની પ્રક્રિયા શરૂ થતાં મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મૂકતી અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા છે. ભારતે આ સંધિઓ આવકારી છે. પરંતુ તે હંમેશાં સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણની હિમાયત કરે છે.
- જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિઃશસ્ત્રીકરણ નહીં થાય ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં.
In simple words: શસ્ત્રીકરણ એટલે ઠંડા યુદ્ધ દરમિયાન મહાસત્તાઓ દ્વારા શસ્ત્રો બનાવવાની સ્પર્ધા, જેમાં પરમાણુ શસ્ત્રો પણ સામેલ હતા. નિઃશસ્ત્રીકરણ એટલે આ સ્પર્ધાને રોકવાના પ્રયાસો, જેમાં ક્યૂબાની કટોકટી પછી 'આંશિક પરમાણુ અખતરાબંધી' સંધિ અને શસ્ત્રો ઘટાડવાના કરારોનો સમાવેશ થાય છે.
Exam Tip: શસ્ત્રીકરણ અને નિઃશસ્ત્રીકરણ વિશે લખતી વખતે, શસ્ત્રસ્પર્ધાના કારણો અને તેની અસરો તેમજ શાંતિ જાળવવા માટે કરાયેલા પ્રયાસોને સંતુલિત રીતે રજૂ કરો.
Question 2. ક્યૂબાની કટોકટી
Answer: ઈ. સ. 1961-1962 દરમિયાન અમેરિકાએ તેની દક્ષિણ-પશ્ચિમે આવેલા સામ્યવાદી દેશ ક્યૂબાની નાકાબંધી કરી.
- અમેરિકાના સંભવિત લશ્કરી હુમલા સામે ક્યૂબાની સલામતી માટે સોવિયેત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલો ભરેલાં વહાણો કેરિબિયન સમુદ્ર તરફ રવાના કર્યા.
- વિશ્વની બંને મહાસત્તાઓએ એકબીજા પર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી. વિશ્વમાં પરમાણુ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ. અંતે અમેરિકા અને સોવિયેત યુનિયનના વડાઓએ સૌપ્રથમ વાર ‘હોટ લાઈન' પર વાતચીત કરી.
- પરિણામે સોવિયેત યુનિયને પોતાનાં વહાણ પાછાં વાળી લીધાં અને અમેરિકાએ ક્યૂબા સામે ગોઠવેલાં પરમાણુ શસ્ત્રોવાળા મિસાઇલો ઉતારી લીધાં. પરિણામે બંને દેશો વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ.
- આ ઘટનાને 'ક્યૂબાની કટોકટી' તરીકે ઓળખવામાં આવે છે.
- 'ક્યૂબાની કટોકટી'ની આ ઘટના વેળા બંને મહાસત્તાઓએ સંભાવપૂર્ણ સંદેશાની સૌપ્રથમ આપ-લે શરૂ કરી. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો. ક્યૂબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે.
In simple words: ક્યૂબાની કટોકટી એ 1961-1962માં થઈ, જ્યારે સોવિયેત યુનિયને ક્યૂબામાં પરમાણુ મિસાઈલો મોકલ્યા અને અમેરિકાએ ક્યૂબાની નાકાબંધી કરી. આનાથી પરમાણુ યુદ્ધનો ભય ઊભો થયો, પરંતુ વાતચીત દ્વારા સોવિયેતે મિસાઈલો પાછી ખેંચી લીધી અને યુદ્ધ ટળ્યું. આ ઘટનાને ઠંડા યુદ્ધના અંતની શરૂઆત માનવામાં આવે છે.
Exam Tip: ક્યૂબાની કટોકટી વિશે લખતી વખતે, નાકાબંધી, મિસાઇલોની ગોઠવણ, પરમાણુ યુદ્ધનો ભય, અને અંતે સંવાદ દ્વારા ઉકેલ જેવા મુખ્ય તબક્કાઓ પર ભાર મૂકો.
Question 3. સોવિયેત યુનિયનનું વિઘટન
Answer: 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન ઉદારમતવાદી વલણ ધરાવતા મિખાઈલ ગોર્બાચોવ સોવિયેત યુનિયનના પ્રમુખ બન્યા. તેમની એ નીતિને કારણે સોવિયેત યુનિયન વિચારસરણીમાં પરિવર્તન આવ્યું. તેથી સોવિયેત યુનિયન (રશિયા) નું વિભાજન થયું. સોવિયેત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વરાજકારણની એક અદ્વિતીય અને શકવર્તી ઘટના ગણાય છે.
- 11 માર્ચ, 1985માં મિખાઈલ ગોર્બાચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તાસ્થાને આવ્યા. તેમના કાર્યકાળ દરમિયાન રશિયાએ વિજ્ઞાન અને ટેક્નોલૉજી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી. તે અમેરિકા જેવી મહાસત્તા સામે શક્તિ ધરાવતું બન્યું.
- મિખાઈલ ગોર્બાચોવની 'ગ્લાનોસ્ત' (ખુલ્લાપણું) અને 'પેરેસ્ટ્રોઇકા' (આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ) નીતિઓને કારણે સોવિયેત સમાજવાદી પ્રજાસત્તાક સંઘનાં સભ્ય-રાજ્યો સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યનો દરજ્જો મેળવવા માટે તૈયાર બન્યાં. આ રાજ્યો એક પછી એક સ્વતંત્ર બન્યાની ઘોષણા કરવા લાગ્યાં.
- ધીમે ધીમે સોવિયેત યુનિયનના વહીવટીતંત્ર પર સામ્યવાદી પક્ષ, અમલદારશાહી અને લાલ સેના (રેડ આર્મી) ની પકડ ઢીલી પડવા લાગી.
- ઈ. સ. 1990માં સોવિયેત યુનિયનના વિભાજનથી પ્રક્રિયા શરૂ થઈ. ડિસેમ્બર, 1991માં દેશનાં કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થતાં સોવિયેત યુનિયનના વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ. 15મું રાજ્ય રશિયા સૌથી મોટું છે. તે રશિયન ફેડરેશનના નામે ઓળખાય છે.
In simple words: મિખાઈલ ગોર્બાચોવની સુધારાવાદી નીતિઓ ('ગ્લાનોસ્ત' અને 'પેરેસ્ટ્રોઇકા') ને કારણે સોવિયેત યુનિયનમાં પરિવર્તન આવ્યું. સભ્ય-રાજ્યો સ્વતંત્ર થવા લાગ્યા, અને સામ્યવાદી પક્ષની પકડ નબળી પડી. આથી, 1990-1991 દરમિયાન સોવિયેત યુનિયનનું વિઘટન થયું અને તે ઘણા સ્વતંત્ર દેશોમાં વહેંચાઈ ગયું, જેમાં રશિયા સૌથી મોટો દેશ બન્યો.
Exam Tip: સોવિયેત યુનિયનના વિઘટન વિશે લખતી વખતે, મિખાઈલ ગોર્બાચોવની નીતિઓ, સભ્ય-રાજ્યોની સ્વતંત્રતાની ઘોષણા, અને અંતિમ વિભાજનની તારીખોને મુખ્ય મુદ્દા તરીકે ધ્યાનમાં રાખો.
Question 4. બર્લિનની નાકાબંધી
Answer: બીજા વિશ્વયુદ્ધને અંતે પરાજિત જર્મનીને ચાર વહીવટી વિસ્તારોમાં વહેંચી દેવામાં આવ્યું.
- એ જ રીતે તેની રાજધાની બર્લિનને પણ ચાર વહીવટી વિભાગોમાં વહેંચી દઈ તેના પર ચાર મહાસત્તાઓનો વહીવટ સ્થાપવામાં આવ્યો.
- થોડાં વર્ષો પછી અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પશ્ચિમ જર્મનીના ત્રણ પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઑફ જર્મનીની રચના કરી.
- આ દેશોએ પશ્ચિમ જર્મનીના ત્રણ પ્રદેશોના એકીકરણની જેમ બર્લિનના ત્રણ વિભાગોને પણ એક બનાવ્યા.
- આ પ્રક્રિયાના વિરોધરૂપે સોવિયેત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી.
- પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયેત યુનિયન વચ્ચે ઘણો તણાવ ઊભો થયો.
- ઘણા વિદ્વાનો આ નાકાબંધીને ઠંડા યુદ્ધનો આરંભ માને છે.
In simple words: બીજા વિશ્વયુદ્ધ પછી જર્મની અને તેની રાજધાની બર્લિનને ચાર ભાગમાં વહેંચી દેવાયા. જ્યારે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પશ્ચિમ જર્મની અને પશ્ચિમ બર્લિનનું એકીકરણ કર્યું, ત્યારે સોવિયેત યુનિયને તેનો વિરોધ કરીને બર્લિનની નાકાબંધી કરી, જેનાથી ઠંડા યુદ્ધની શરૂઆત થઈ.
Exam Tip: બર્લિનની નાકાબંધી સમજાવતી વખતે, જર્મનીના ભાગલા, પશ્ચિમી દેશો દ્વારા એકીકરણ, અને સોવિયેત યુનિયનના પ્રતિભાવને મુખ્ય ઘટનાક્રમ તરીકે રજૂ કરો.
4. નીચેના વિધાનોનાં કારણો આપો:
Question 1. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાએ નવા વિશ્વનો પાયો નાખ્યો છે.
Answer: આધુનિક વિશ્વએ બે મોટા અને વિનાશકારી વિશ્વયુદ્ધોનાં ખરાબ પરિણામો ભોગવ્યાં છે.
- આવાં યુદ્ધોની યાતનાથી ભાવિ પ્રજાને બચાવવા ઈ. સ. 1945માં દુનિયાના 50 દેશોએ વિશ્વસંસ્થા સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરી.
- તે સમયે મળેલી પરિષદના સમાપન પ્રવચનમાં અમેરિકાના એ વખતના પ્રમુખ ટ્રુમેને જણાવ્યું હતું કે, હવે યુદ્ધો વિનાના વિશ્વમાં જગતનાં રાષ્ટ્ર પોતાના ઝઘડાઓ કે વિવાદોનો ઉકેલ ચર્ચાઓ, વાટાઘાટો કે લવાદી દ્વારા લાવશે.
- તેમના મતે, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાએ યુદ્ધો વિનાના નવા વિશ્વનો પાયો નાખ્યો છે.
In simple words: બે વિશ્વયુદ્ધના વિનાશ પછી, ભવિષ્યમાં આવા યુદ્ધો ટાળવા માટે 1945માં સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ. તેનો મુખ્ય હેતુ ચર્ચાઓ અને વાટાઘાટો દ્વારા વિવાદો ઉકેલવાનો હતો, જે યુદ્ધ વિનાના નવા વિશ્વનો આધાર બન્યો.
Exam Tip: સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના નવા વિશ્વનો પાયો કઈ રીતે બની તે સમજાવતી વખતે, વિશ્વયુદ્ધના ભયાનક પરિણામો અને ભવિષ્યમાં શાંતિપૂર્ણ રીતે વિવાદો ઉકેલવાની જરૂરિયાત પર ભાર મૂકો.
Question 2. ક્યૂબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે.
Answer: ઈ. સ. 1961-1962 દરમિયાન અમેરિકાએ તેની દક્ષિણ-પશ્ચિમે આવેલા સામ્યવાદી દેશ ક્યૂબાની નાકાબંધી કરી.
- અમેરિકાના સંભવિત લશ્કરી હુમલા સામે ક્યૂબાની સલામતી માટે સોવિયેત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલો ભરેલાં વહાણો કેરિબિયન સમુદ્ર તરફ રવાના કર્યા.
- વિશ્વની બંને મહાસત્તાઓએ એકબીજા પર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી. વિશ્વમાં પરમાણુ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ. અંતે અમેરિકા અને સોવિયેત યુનિયનના વડાઓએ સૌપ્રથમ વાર ‘હોટ લાઈન' પર વાતચીત કરી.
- પરિણામે સોવિયેત યુનિયને પોતાનાં વહાણ પાછાં વાળી લીધાં અને અમેરિકાએ ક્યૂબા સામે ગોઠવેલાં પરમાણુ શસ્ત્રોવાળા મિસાઇલો ઉતારી લીધાં. પરિણામે બંને દેશો વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ.
- આ ઘટનાને 'ક્યૂબાની કટોકટી' તરીકે ઓળખવામાં આવે છે.
- 'ક્યૂબાની કટોકટી'ની આ ઘટના વેળા બંને મહાસત્તાઓએ સંભાવપૂર્ણ સંદેશાની સૌપ્રથમ આપ-લે શરૂ કરી. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો. ક્યૂબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે.
In simple words: ક્યૂબાની કટોકટીમાં અમેરિકા અને સોવિયેત યુનિયન પરમાણુ યુદ્ધની ખૂબ નજીક આવી ગયા હતા. જોકે, બંને દેશોના નેતાઓએ સીધી વાતચીત કરીને મિસાઈલો પાછી ખેંચી લીધી અને યુદ્ધ ટાળ્યું. આનાથી તેમની વચ્ચે સીધા સંવાદનો માર્ગ ખુલ્યો અને ગેરસમજ ઓછી થઈ, તેથી તેને ઠંડા યુદ્ધના અંતની શરૂઆત માનવામાં આવે છે.
Exam Tip: ક્યૂબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે શા માટે ગણવામાં આવે છે તે સમજાવવા માટે, બંને મહાસત્તાઓ વચ્ચેના સીધા સંવાદની શરૂઆત અને પરમાણુ યુદ્ધ ટાળવાની ઘટનાને મુખ્ય કારણ તરીકે રજૂ કરો.
5. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:
Question 1. સંયુક્ત રાષ્ટ્રો(યુ.એન.)ના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે?
A. આમુખથી
B. આમુખથી
C. માનવહકોથી
D. બંધારણથી
Answer: (B) આમુખથી
In simple words: સંયુક્ત રાષ્ટ્રોનો મુખ્ય દસ્તાવેજ 'આમુખ' નામની પ્રસ્તાવનાથી શરૂ થાય છે.
Exam Tip: સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ 'આમુખ'થી થાય છે તે એક મહત્વપૂર્ણ હકીકત છે, તેને યાદ રાખો.
Question 2. ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે?
A. બર્લિનની નાકાબંધીને
B. જર્મનીના ભાગલાને
C. હિટલરની આત્મહત્યાને
D. જર્મનીના એકીકરણને
Answer: (A) બર્લિનની નાકાબંધીને
In simple words: ઘણા નિષ્ણાતો માને છે કે બર્લિનની નાકાબંધીની ઘટના ઠંડા યુદ્ધની શરૂઆત હતી.
Exam Tip: ઠંડા યુદ્ધની શરૂઆત માટે બર્લિન નાકાબંધીને યાદ રાખો, કારણ કે તે મહાસત્તાઓ વચ્ચેના સીધા તનાવનું પ્રારંભિક ઉદાહરણ હતું.
Question 3. સોવિયેત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારામાં માનતા હતા?
A. લોકશાહી
B. સામ્રાજ્યવાદી
C. સામ્યવાદી
D. ઉદારમતવાદી
Answer: (C) સામ્યવાદી
In simple words: સોવિયેત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો સામ્યવાદી વિચારધારામાં વિશ્વાસ ધરાવતા હતા.
Exam Tip: સોવિયેત યુનિયન હંમેશા સામ્યવાદી વિચારધારા સાથે સંકળાયેલું હતું, આ મૂળભૂત માહિતી યાદ રાખો.
Question 4. ભારતમાં બિનજોડાણની વિદેશનીતિના પ્રવર્તક કોણ હતા?
A. લાલબહાદુર શાસ્ત્રી
B. ડૉ. રાધાકૃષ્ણન
C. પંડિત જવાહરલાલ નેહરુ
D. શ્રીમતી ઇન્દિરા ગાંધી
Answer: (C) પંડિત જવાહરલાલ નેહરુ
In simple words: પંડિત જવાહરલાલ નેહરુ ભારતમાં બિનજોડાણની નીતિને શરૂ કરનાર મુખ્ય વ્યક્તિ હતા.
Exam Tip: ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે પંડિત જવાહરલાલ નેહરુની ભૂમિકા બિનજોડાણની નીતિના પ્રણેતા તરીકે અગત્યની છે, તેને યાદ રાખો.
Question 5. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં કઈ નીતિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે?
A. બિનજોડાણની નીતિએ
B. ઠંડા યુદ્ધની નીતિએ
C. નિઃશસ્ત્રીકરણની નીતિએ
D. સંસ્થાનવાદની નીતિએ
Answer: (A) બિનજોડાણની નીતિએ
In simple words: આંતરરાષ્ટ્રીય રાજકારણમાં બિનજોડાણની નીતિએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે.
Exam Tip: ઠંડા યુદ્ધના સમયગાળામાં બિનજોડાણની નીતિએ ત્રીજા વિશ્વના દેશોને સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખવામાં મદદ કરી, જે તેનું મહત્વ દર્શાવે છે.
Free study material for Social Science
GSEB Solutions for Class 9 Social Science Chapter 06 1945 પછીનું વિશ્વ
Official GSEB Solutions for Chapter 06 1945 પછીનું વિશ્વ
Review comprehensive exercise answers for Class 9 Social Science Chapter 06 1945 પછીનું વિશ્વ. Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.
Step-by-Step Explanations for Chapter 06 1945 પછીનું વિશ્વ
Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 06 1945 પછીનું વિશ્વ concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.
Next Steps in Your Social Science Revision
These resources act as an effective roadmap for daily homework tasks and independent study. Supplement your review of Chapter 06 1945 પછીનું વિશ્વ with official sample papers and interactive practice tests available on our platform free of charge.
FAQs
The complete and updated GSEB Class 9 Social Science Solutions Chapter 6 1945 પછીનું વિશ્વ is available for free on StudiesToday.com. These solutions for Class 9 Social Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 9 Social Science Solutions Chapter 6 1945 પછીનું વિશ્વ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 9 Social Science Solutions Chapter 6 1945 પછીનું વિશ્વ will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 9 Social Science. You can access GSEB Class 9 Social Science Solutions Chapter 6 1945 પછીનું વિશ્વ in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 9 Social Science Solutions Chapter 6 1945 પછીનું વિશ્વ in printable PDF format for offline study on any device.