GSEB Class 9 Social Science Solutions Chapter 5 ભારત આઝાદી તરફ પ્રયાણ

Step-by-Step Textbook Solutions for Class 9 Social Science Chapter 05 ભારત આઝાદી તરફ પ્રયાણ

Access comprehensive textbook solutions for Chapter 05 ભારત આઝાદી તરફ પ્રયાણ using the official curriculum guides for Class 9 Social Science. Designed to align with the 2026-27 GSEB standards, these detailed answers help students reinforce core academic concepts.

Download Chapter 05 ભારત આઝાદી તરફ પ્રયાણ Textbook Solutions PDF

Access the complete solution PDF for Class 9 Social Science below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

Question 1. ‘હિંદ છોડો' ચળવળ અને એ ચળવળના વિવિધ બનાવો જણાવો.
Answer: ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સાબિત થયું કે બ્રિટિશ સરકાર ભારત છોડવા માગતી ન હતી. તેમજ તે ભારતને સ્વરાજ્ય આપવાનો ઇરાદો ધરાવતી ન હતી. તે હિંદની પ્રજાને છેતરી રહી છે એવું લાગતાં ભારતની પ્રજામાં ભારે હતાશા અને અસંતોષ ફેલાયા. ગાંધીજીએ લોકોની નિરાશા દૂર કરી તેમને આખરી લડત લડવા તૈયાર કર્યા.
• મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વમાં 8 ઑગસ્ટ, 1942ની રાત્રે હિંદ છોડોનો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો.
• ગાંધીજીએ જાહેર કર્યું કે, "આઝાદી માટે મારી આ અંતિમ લડત છે." "આજે છુપાઈને કશું કરવું નથી." "કરેંગે યા મરેંગે" (Do Or Die). આ સભામાં જ ગાંધીજીએ લોકોને વિવિધ કાર્યક્રમો કરવાનો તેમજ અંગ્રેજ સરકારને 'હિંદ છોડો' આદેશ આપ્યો.
'હિંદ છોડો' ચળવળના બનાવો:
• હિંદ છોડોના ઠરાવના બીજા દિવસે વહેલી સવારમાં અંગ્રેજ સરકારે ગાંધીજી, વલ્લભભાઈ, જવાહરલાલ નેહરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રગણ્ય નેતાઓની ધરપકડ કરી, તેમને જેલમાં પૂર્યા. કોંગ્રેસને ગેરકાયદેસર જાહેર કરાઈ. વર્તમાનપત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
• અંગ્રેજ સરકારે પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરી. ગાંધીજી સહિત તમામ દેશનેતાઓની ધરપકડને કારણે ભારતના શહેરો અને ગામડાઓમાં એકાએક હડતાલો પડી.
• ભારતભરના શહેરો અને ગામડાંમાં મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, મહિલાઓ વગેરેએ હિંદ છોડોની ચળવળમાં સક્રિય ભાગ લીધો. મજૂરોએ કારખાનાઓમાં હડતાલ પાડી. જમશેદપુરના લોખંડના કારખાનામાં તેમજ મુંબઈ, તમિલનાડુ અને અમદાવાદની કાપડની મિલોમાં કામદારોએ હડતાલ પાડી. અમદાવાદમાં કાપડની 75 મિલોના એક લાખ ચાલીસ હજાર મજૂરોએ 105 દિવસ સુધી શાંત અને અભૂતપૂર્વ હડતાલ પાડી. શાળા-કૉલેજોમાં હડતાલ પડી. અમદાવાદમાં સાડા ત્રણ માસ સુધી બજારો બંધ રહ્યાં.
• બ્રિટિશ સરકારે સામે શાંતિથી દેખાવો કરી રહેલા લોકો પર ઉગ્ર દમનનીતિ અપનાવી. પરિણામે હિંસક તોફાનો ફાટી નીકળતાં ભાંગફોડના બનાવો બન્યા.
• લોકોએ રેલવે-સ્ટેશનો, પોલીસ-સ્ટેશનો, પોસ્ટ-ઑફિસો, સરકારી મકાનો વગેરેને ભારે નુકસાન પહોંચાડ્યું. કેટલાંક સ્થળોએ રેલના પાટાઓને ઉખેડીને ફેંકી દીધા. દેશભરમાં મિલકતોને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો મોટી સંખ્યામાં બન્યા. રેલવેને સૌથી વધુ નુકસાન થયું. કેટલાક વિસ્તારોમાં લોકોએ બૉમ્બનો પણ ઉપયોગ કર્યો. અનેક સ્થળોએ પોલીસો અને લોકો વચ્ચે હિંસક ઘર્ષણો થયાં.
• અંગ્રેજ સરકારે 'હિંદ છોડો' ચળવળને દબાવી દેવા લાઠીચાર્જ, ટિયરગૅસ, ગોળીબાર વગેરેનો વ્યાપક ઉપયોગ કર્યો. સરકારે લગભગ 70,000 કરતાં વધુ લોકોને જેલમાં પૂર્યા; 538 વખત ગોળીબાર કર્યો, જેમાં 1028 માણસો મૃત્યુ પામ્યા અને 3200થી વધારે સંખ્યામાં ઘવાયા. આમ છતાં, અંગ્રેજ સરકાર આ ચળવળને સંપૂર્ણપણે દબાવી શકી નહિ. આથી સરકારને ખાતરી થઈ ગઈ કે હવે ભારતને વધુ સમય સુધી પરાધીન રાખવું શક્ય નથી. 'હિંદ છોડો' ચળવળથી ભારતના લોકોમાં અભૂતપૂર્વ જાગૃતિ આવી. લોકો પૂર્ણ સ્વરાજ્ય મેળવવા કટિબદ્ધ થયા. પરિણામે પાંચ વર્ષે એટલે કે ઈ. સ. 1947માં ભારતને સંપૂર્ણ આઝાદી મળી.
In simple words: બ્રિટિશ સરકાર ભારતને છોડવા માંગતી ન હતી. ગાંધીજીએ લોકોને 'કરેંગે યા મરેંગે'નો નારો આપ્યો. 1942માં આંદોલન શરૂ થયું, જેમાં હડતાલો, દેખાવો અને ભાંગફોડના બનાવો બન્યા. સરકારે દમન કર્યું, પરંતુ આંદોલન દબાવી શકાયું નહીં, અને આનાથી લોકોમાં આઝાદીની જાગૃતિ આવી.

Exam Tip: જ્યારે 'હિંદ છોડો' ચળવળ વિશે પૂછવામાં આવે, ત્યારે ગાંધીજીના નેતૃત્વ, ઠરાવની તારીખ, અને આંદોલનના મુખ્ય બનાવો જેમ કે હડતાલો, સરકારી કાર્યવાહી અને અંતિમ પરિણામનો ઉલ્લેખ કરવો જરૂરી છે.

 

Question 2. આઝાદ હિંદ ફોજે ભારતને આઝાદી અપાવવા બજાવેલી કામગીરીની વિગત દર્શાવો.
Answer: અંગ્રેજ સરકારે સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરીને કોલકાતામાં તેમના નિવાસસ્થાને નજરકેદ કર્યા. એક મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ વેશપલટો કરીને અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટકી ગયા.
• તેઓ કોલકાતાથી પેશાવર, કાબુલ, ઈરાન અને રશિયા થઈને 28 માર્ચ, 1942ના રોજ બર્લિન (જર્મની) પહોંચ્યા. બર્લિનમાં તેમણે ‘આઝાદ હિંદ રેડિયો સ્ટેશન' સ્થાપ્યું. એ સ્ટેશનેથી તેમણે ભારતીયોને અંગ્રેજ શાસન ઉથલાવી નાખવા હાકલ કરી.
• રાસબિહારી બોઝ નામના હિંદી ક્રાંતિકારી નેતાએ જાપાનના ટોકિયો શહેરમાં ‘ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ' નામની સંસ્થા સ્થાપી હતી. તેમણે ભારતની આઝાદી માટે આઝાદ હિંદ ફોજની રચના કરવા નક્કી કર્યું. એ સમયે વિશ્વના જુદા જુદા દેશોમાં વસતા હિંદીઓના 100 જેટલા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. એ પરિષદમાં દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનના હાથે યુદ્ધકેદી તરીકે પકડાયેલા મેજર મોહનસિંગે રાસબિહારી બોઝના પ્રમુખપદે આઝાદ હિંદ ફોજની રચના કરી.
• ઈ. સ. 1943માં સુભાષચંદ્ર બોઝ બર્લિનથી જાપાન ગયા. જાપાનમાં રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને ‘ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ'ના નેતા બનાવ્યા.
• 2 જુલાઈ, 1943ના રોજ સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા. 4 જુલાઈ, 1943ના રોજ તેઓ ‘ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ'ના પ્રમુખ બન્યા. એ જ સમયે રાસબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને “આઝાદ હિંદ ફોજ (Indian National Army - INA)ના વડા બનાવ્યા. સિંગાપુરમાં વસતા હિંદીઓએ સુભાષચંદ્ર બોઝને “નેતાજી'નું હુલામણું નામ આપ્યું.
• સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજને ‘ચલો દિલ્લી' અને 'જયહિંદ'નાં સૂત્રો આપ્યાં. તેમણે ફોજના સૈનિકોને કહ્યું, “તુમ મુઝે ખૂન દો, મેં તુમહેં આઝાદી દૂંગા.”
• સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં ભારતની કામચલાઉ સરકાર (આરઝી હકૂમત) સ્થાપી. આ સરકારના તેઓ વડા પ્રધાન અને લશ્કરના સેનાપતિ બન્યા. આ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, મ્યાનમાર (બર્મા) વગેરે દેશોએ માન્યતા આપી.
• ઈ. સ. 1943માં સુભાષચંદ્ર બોઝે અંદમાન-નિકોબાર ટાપુઓની મુલાકાત લીધી અને તેમને અનુક્રમે 'શહીદ' અને ‘સ્વરાજ્ય' એવાં નામ આપ્યાં.
• સુભાષચંદ્ર બોઝની કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ સામે યુદ્ધ જાહેર કર્યું. આઝાદ હિંદ ફોજનું વડું મથક સિંગાપુરથી રંગૂન ખસેડવામાં આવ્યું. અહીંથી આઝાદ હિંદ ફોજની ટુકડીઓએ ભારતની પૂર્વ સરહદે પ્રવેશ કરી પ્રોમ, કોહિમા (હાલના નાગાલૅન્ડની રાજધાની) ઇમ્ફાલ (હાલના મણિપુરની રાજધાની) વગેરે જીતી લીધાં.
• એ સમયે અમેરિકાએ બ્રિટનના પક્ષે દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઝંપલાવ્યું. તેણે જાપાનનાં નાગાસાકી અને હિરોશિમા શહેરો પર અણુબૉમ્બ ફેંક્યા. અણુબૉમ્બથી સર્જાયેલા ભયંકર વિનાશને કારણે જાપાને મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. પરિણામે આઝાદ હિંદ ફોજને જાપાનની મદદ મળતી બંધ થઈ. આ ઉપરાંત, બ્રિટને આઝાદ હિંદ ફોજ ઉપર હવાઈ હુમલાઓ કર્યા અને તેની પાસેથી રંગૂન કબજે કર્યું. આવી કપરી પરિસ્થિતિમાં આઝાદ હિંદ ફોજને વિખરાઈ જવાની ફરજ પડી.
• 18 ઑગસ્ટ, 1945ના દિવસે સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં અવસાન થયું એમ માનવામાં આવે છે.
• આમ, ભારતની સ્વાતંત્ર્ય લડતમાં આઝાદ હિંદ ફોજે નોંધપાત્ર કામગીરી બજાવી.
In simple words: સુભાષચંદ્ર બોઝે બર્લિનમાં આઝાદ હિંદ રેડિયો સ્ટેશન સ્થાપ્યું. પછી તેઓ જાપાન ગયા અને આઝાદ હિંદ ફોજના વડા બન્યા. તેમણે 'ચલો દિલ્લી' અને 'તુમ મુઝે ખૂન દો, મેં તુમહેં આઝાદી દૂંગા' જેવા નારા આપ્યા. તેમણે કામચલાઉ સરકાર બનાવી અને પૂર્વ સરહદ પર લડાઈ કરી. જોકે, વિશ્વયુદ્ધમાં જાપાનની હાર થતાં ફોજને મદદ મળતી બંધ થઈ અને તે વિખરાઈ ગઈ.

Exam Tip: આઝાદ હિંદ ફોજની કામગીરી વર્ણવતી વખતે, સુભાષચંદ્ર બોઝના કાર્યો, તેમણે સ્થાપેલી સંસ્થાઓ, તેમના નારાઓ, લશ્કરી કાર્યવાહી અને ફોજના વિખરાઈ જવાના કારણોને ક્રમબદ્ધ રીતે રજૂ કરવા.

 

2. ટૂંક નોંધ લખો:

 

Question 1. સાયમન કમિશન
Answer: ઈ. સ. 1919ના મૉન્ટ-ફર્ડ (મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ)ના કાયદામાં જોગવાઈ મુજબ આ કાયદાનો કઈ રીતે અમલ થયો છે અને હવે તેમાં કોઈ સુધારાની જરૂરિયાત છે કે કેમ તેનો અભ્યાસ કરવા માટે દસ વર્ષે એક કમિશનની નિમણૂક કરવી.
• પરંતુ ઈ. સ. 1927માં અર્થાત્ બે વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી.
• જ્હૉન સાયમનના પ્રમુખપદે રચાયેલા સાયમન કમિશનમાં સાત સભ્યો હતા. આ સાતેય સભ્યો અંગ્રેજ હતા.
• હિંદીઓનાં દુઃખદર્દ હિંદીઓ જ સમજી શકે એ વિચારથી કમિશનમાં હિંદી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી હતી, પરંતુ અંગ્રેજ સરકારે એ ભલામણ સ્વીકારી નહિ. તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું.
• 3 ફેબ્રુઆરી, 1928ના રોજ સાયમન કમિશન મુંબઈના બંદરે ઊતર્યું ત્યારે લોકોએ 'સાયમન પાછો જા' (સાયમન ગો બૅક)ના બુલંદ સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા.
• કમિશનના ભારત આગમનના વિરોધમાં દેશભરમાં હડતાલ પાડવામાં આવી તેમજ સભા-સરઘસો યોજવામાં આવ્યાં.
• બ્રિટિશ સરકારે આ આંદોલનને કચડી નાખવા લોકો પર ભારે દમન ગુજાર્યું. હજારો નિર્દોષ અને નિઃશસ્ત્ર લોકો પર લાઠીચાર્જ, ટિયરગૅસ અને ગોળીબાર કર્યો. તેમાં લાલા લજપતરાય, ગોવિંદવલ્લભ પંત, જવાહરલાલ નેહરુ જેવા કોંગ્રેસના અગ્રણી નેતાઓ ઘવાયા.
• લાહોરમાં સરઘસની આગેવાની લેનાર લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા. થોડા સમય પછી તેમનું અવસાન થયું. ગોવિંદવલ્લભ પંત જીવનપર્યત વિકલાંગ બની ગયા.
• લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ખૂબ ગુસ્સે થયા. લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાંડર્સની હત્યા કરવામાં આવી.
In simple words: 1919ના કાયદાનો અભ્યાસ કરવા 1927માં સાયમન કમિશન બનાવવામાં આવ્યું. તેમાં સાત અંગ્રેજ સભ્યો હતા, એક પણ ભારતીય નહીં. તેથી ભારતીયોએ તેનો વિરોધ કર્યો અને 'સાયમન પાછો જા'ના નારા લગાવ્યા. આ વિરોધને દબાવવા સરકારે દમન કર્યું, જેમાં લાલા લજપતરાય જેવા નેતાઓ ઘાયલ થયા અને બાદમાં તેમનું મૃત્યુ થયું.

Exam Tip: સાયમન કમિશન વિશે લખતી વખતે તેની રચનાનો હેતુ, સભ્યોની સંખ્યા, ભારતીય સભ્યનો અભાવ, વિરોધના કારણો અને તેની અસરોને સ્પષ્ટપણે દર્શાવો.

 

Question 2. કયા સંજોગોમાં પૂર્ણ સ્વરાજ્યની માગણી કરવામાં આવી?
Answer: બ્રિટિશ સરકારે નેહરુ કમિટીના અહેવાલની ભલામણોનો અસ્વીકાર કર્યો. આ કારણે પૂર્ણ સ્વરાજ્યની માગણી કરવામાં આવી.
• આ સમયે હિંદી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય હતા. આ નેતાઓ પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા. સાંસ્થાનિક સ્વરાજ્યથી તેમને સંતોષ ન હતો.
• 31 ડિસેમ્બર, 1929ના રોજ લાહોરમાં રાવી નદીના કિનારે જવાહરલાલ નેહરુના પ્રમુખપદે ભરાયેલા હિંદી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યની માગણીનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો. એ પછી 26 જાન્યુઆરી, 1930ના રોજ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લઈ પ્રથમ વાર સ્વાતંત્ર્યદિન ઊજવવામાં આવ્યો.
• પૂર્ણ સ્વરાજ્ય મેળવવા માટેની ઘટનાને યાદ રાખવા માટે સ્વતંત્ર ભારતના બંધારણને 26 જાન્યુઆરી, 1950ના દિવસે અમલમાં મૂકવામાં આવ્યું. આપણે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને "પ્રજાસત્તાકદિન" તરીકે ઊજવીએ છીએ.
In simple words: બ્રિટિશ સરકારે નેહરુ કમિટીની ભલામણો નકારી કાઢી. આથી જવાહરલાલ નેહરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓએ પૂર્ણ સ્વરાજ્યની માંગ કરી. 1929માં લાહોરમાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર થયો. 26 જાન્યુઆરી, 1930ના રોજ પ્રથમ સ્વાતંત્ર્ય દિવસ ઉજવાયો, જેની યાદમાં 1950માં ભારતીય બંધારણ લાગુ પડ્યું અને આપણે પ્રજાસત્તાક દિન ઉજવીએ છીએ.

Exam Tip: પૂર્ણ સ્વરાજ્યની માગણીના સંજોગોમાં નેહરુ કમિટીની અવગણના, યુવા નેતાઓનો પ્રભાવ, લાહોર અધિવેશન અને 26 જાન્યુઆરીના ઐતિહાસિક મહત્વનો સમાવેશ કરવો જરૂરી છે.

 

Question 3. દાંડીકૂચ
Answer: સવિનય કાનૂનભંગની ચળવળના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયાકિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું.
• 11 માર્ચની સાંજે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાં હજારો લોકોની સભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો. ધરપકડ થાય તો પણ લોકોની મક્કમતાપૂર્વક અહિંસક રીતે અંગ્રેજ સરકાર સામે લડત આગળ વધારવાનો તેમણે અનુરોધ કર્યો.
• તેમણે અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાંથી 12 માર્ચ, 1930ના રોજ પોતાના 78 સત્યાગ્રહીઓ સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયાકિનારા સુધી 370 કિલોમીટરની પદયાત્રા યોજી. તેમની એ ઐતિહાસિક યાત્રા ‘દાંડીકૂચ’ના નામે પ્રસિદ્ધ છે.
• 29 માર્ચ, 1930ના રોજ દાંડીયાત્રામાં ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી કે, “હું કાગડા-કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ્ય મળે નહિ ત્યાં સુધી આશ્રમમાં પાછો નહિ ફરું.”
• દાંડીયાત્રાના માર્ગમાં ગામેગામે સત્યાગ્રહીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
• દરેક ગામમાં ગાંધીજી સભા યોજીને લોકોને જાગ્રત કરવા માટે મીઠાના અન્યાયી કાયદા વિશે, સવિનય કાનૂનભંગ અને સત્યાગ્રહ વિશે સમજાવતા.
• ગાંધીજી અને તેમના સાથીઓ 24 દિવસની પદયાત્રા બાદ 5 એપ્રિલ, 1930ના દિવસે દાંડી પહોંચ્યા. 6 એપ્રિલ, 1930ના રોજ સૂર્યોદય સમયે ગાંધીજીએ દાંડીના દરિયાકિનારે અગરમાંથી મૂઠી મીઠું લઈ, મીઠાના કાયદાનો ભંગ કર્યો અને ધરપકડ વહોરી લીધી.
• ગાંધીજીએ ગગનભેદી અવાજે જણાવ્યું: “મૈને નમક કા કાનૂન તોડ દિયા!”
• તેમણે ત્યાં ઉપસ્થિત જનતાને સંબોધતા કહ્યું કે, “હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં (આ પ્રસંગથી) લૂણો લગાડું છું."
• દાંડીકૂચે ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અપાર શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું. સમગ્ર દેશમાં મીઠાના કાયદાના ભંગ કરવાના સત્યાગ્રહો થયા.
• શ્રી મહાદેવભાઈ દેસાઈએ દાંડીકૂચને ગૌતમ બુદ્ધના "મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે.
In simple words: ગાંધીજીએ મીઠાનો કાયદો તોડવા માટે 1930માં સાબરમતી આશ્રમથી દાંડી સુધી 370 કિલોમીટરની યાત્રા કરી, જેને દાંડીકૂચ કહેવાય છે. તેમણે પ્રતિજ્ઞા લીધી કે સ્વરાજ્ય ન મળે ત્યાં સુધી પાછા નહીં ફરે. દાંડી પહોંચીને તેમણે મીઠું ઉપાડીને કાયદો તોડ્યો, જેનાથી દેશભરમાં મીઠાના સત્યાગ્રહો શરૂ થયા અને લોકોમાં મોટી જાગૃતિ આવી.

Exam Tip: દાંડીકૂચ વિશે લખતી વખતે તેની શરૂઆતની તારીખ, સ્થળ, ગાંધીજીનો સંદેશ, યાત્રાનો સમયગાળો, અંતિમ સ્થળ અને મીઠાનો કાયદો તોડવાની ઘટના તથા તેના પરિણામો અને પ્રભાવનો ઉલ્લેખ કરો.

 

Question 4. સુભાષચંદ્ર બોઝના જીવન અને કારકિર્દીનો ટૂંકમાં અહેવાલ આપી, ભારતની સ્વતંત્રતાની લડતમાં તેમણે આપેલો ફાળો વર્ણવો.
Answer: સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી, 1897ના રોજ ઓરિસ્સા (ઓડિશા)ના કટક શહેરમાં થયો હતો.
• કોલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં અભ્યાસ પૂરો કરી તેઓ વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા.
• તેમણે લંડનમાં I.C.S.(ઇન્ડિયન સિવિલ સર્વિસ)ની પદવી મેળવી. પ્રેસિડેન્સી કૉલેજના ધમંડી અંગ્રેજ અધ્યાપકોના હિંદીઓ પ્રત્યેના અપમાનજનક વર્તને તેમનામાં ક્રાંતિનાં બી રોપ્યાં.
• ઈ. સ. 1923માં તે ‘રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષ'માં જોડાયા. ટૂંક સમયમાં જ તે યુવાનોના અતિપ્રિય નેતા બની ગયા.
• દેશની સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લઈને તે જેલમાં ગયા.
• ઈ. સ. 1938માં 41 વર્ષની વયે સુભાષચંદ્ર બોઝ હરિપુરા (સુરત) કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા. ગાંધીજી સાથે મતભેદ થતાં તેમણે કોંગ્રેસ છોડી અને મે, 1939માં ‘ફૉરવર્ડ બ્લૉક' નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી.
• ત્યારપછી તેમણે બ્રિટિશરો વિરુદ્ધ લોકમત જાગ્રત કરવા દેશના વિવિધ ભાગોમાં પ્રવાસ કર્યો અનેક સભાઓ યોજી. અંતે બ્રિટિશ સરકારે હિંદ સંરક્ષણ ધારાનો ઉપયોગ કરી સુભાષચંદ્રને જેલમાં પૂર્યા. કારાવાસ દરમિયાન તેમની તબિયત બગડતાં તેમને પોતાના નિવાસસ્થાનમાં જ નજરકેદ કર્યા.
• 26 જાન્યુઆરી, 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર વેશપલટો કરી, અંગ્રેજ સરકારની નજરકેદમાંથી છટક્યા અને 28 માર્ચ, 1942ના રોજ બર્લિન (જર્મની) પહોંચ્યા.
• બર્લિનમાં તેમણે ‘આઝાદ હિંદ રેડિયો સ્ટેશન' સ્થાપ્યું. એ સ્ટેશનેથી સુભાષચંદ્ર ભારતીયોને અંગ્રેજ શાસન ઉથલાવી નાખવા હાકલ કરી.
• ઈ. સ. 1943માં તે બર્લિનથી જાપાન ગયા.
• 2 જુલાઈ, 1943ના રોજ તે જાપાનથી સિંગાપુર ગયા.
• 4 જુલાઈ, 1943ના રોજ તે 'આઝાદ હિંદ ફોજ'ના સર્વોચ્ચ નેતા બન્યા. તેમને 'નેતાજી'નું હુલામણું નામ મળ્યું.
• સુભાષચંદ્ર બોઝે 'ચલો દિલ્લી' અને 'જયહિંદ'નાં સૂત્રો આપ્યાં. તેમણે ફોજના સૈનિકોને કહ્યું, "તુમ મુઝે ખૂન દો, મેં તુમહેં આઝાદી દૂંગા." ઑકટોબર, 1943માં સિંગાપુરમાં તેમણે ભારતની ‘કામચલાઉ સરકાર (આરઝી હકૂમત)ની રચના કરી.
• એ સરકારે ઇંગ્લેન્ડ સામે યુદ્ધ જાહેર કર્યું.
• મે, 1944માં તેમના નેતૃત્વ નીચે ફોજના સૈનિકોએ ભારતની પૂર્વ સરહદે પ્રવેશ કરી રંગૂન, કોહિમા, પ્રોમ, ઇમ્ફાલ વગેરે જીતી લીધાં.
• એ અરસામાં અમેરિકાએ દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઝંપલાવી જાપાનનાં નાગાસાકી અને હિરોશિમા શહેરો પર અણુબૉમ્બ ફેંક્યા. તેનાથી ભયંકર વિનાશ સર્જાતાં જાપાને મિત્રરાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. પરિણામે જાપાન તરફથી આઝાદ હિંદ ફોજને મળતી મદદ બંધ થઈ ગઈ.
• બ્રિટને હવાઈ હુમલા કરી આઝાદ હિંદ ફોજના સૈનિકોને પીછેહઠ કરવાની ફરજ પાડી. મે, 1945માં બ્રિટિશ દળોએ આઝાદ હિંદ ફોજ પાસેથી રંગૂન કબજે કર્યું. આથી આઝાદ હિંદ ફોજને વિખરાઈ જવાની ફરજ પડી.
• સ્વરાજ્ય પ્રાપ્તિનું સુભાષચંદ્ર બોઝનું સ્વપ્ન પૂરું ન થયું. 18 ઑગસ્ટ, 1945ના રોજ સુભાષચંદ્ર બોઝનું વિમાની અકસ્માતમાં અવસાન થયું એમ માનવામાં આવે છે.
• સુભાષચંદ્રનું બલિદાન એળે ન ગયું. ટૂંક સમયમાં ભારતને આઝાદી મળી. ઈ. સ. 1941થી મૃત્યુપર્યંત વિદેશોમાં જ રહીને સુભાષચંદ્ર બોઝે ભારતની સ્વતંત્રતાની લડતમાં અનન્ય ફાળો આપ્યો છે.
In simple words: સુભાષચંદ્ર બોઝનો જન્મ 1897માં થયો હતો. તેમણે ICS પાસ કર્યું અને 'રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષ'માં જોડાયા. કોંગ્રેસ છોડી 'ફૉરવર્ડ બ્લૉક' બનાવ્યો. તેઓ બર્લિન પહોંચ્યા, 'આઝાદ હિંદ રેડિયો સ્ટેશન' સ્થાપ્યું અને પછી જાપાન જઈ આઝાદ હિંદ ફોજના નેતા બન્યા. તેમણે કામચલાઉ સરકાર બનાવી અને ભારતની આઝાદી માટે લડ્યા. જોકે, બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હાર થતાં ફોજ વિખેરાઈ ગઈ. તેમનું અવસાન વિમાન દુર્ઘટનામાં થયું હોવાનું મનાય છે.

Exam Tip: સુભાષચંદ્ર બોઝના યોગદાન વિશે લખતી વખતે તેમના જન્મ, શિક્ષણ, રાજકીય જોડાણો, 'ફૉરવર્ડ બ્લૉક'ની સ્થાપના, વિદેશમાં તેમની પ્રવૃત્તિઓ, આઝાદ હિંદ ફોજનું નેતૃત્વ, નારાઓ, લશ્કરી ઝુંબેશ અને અંતિમ પરિણામોને ક્રમબદ્ધ રીતે રજૂ કરો.

 

3. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો:

 

Question 1. ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો?
Answer: સાત સભ્યોના બનેલા સાયમન કમિશનના બધા જ સભ્યો અંગ્રેજો હતા. તેમાં એક પણ ભારતીયને સ્થાન આપવામાં આવ્યું ન હોવાથી ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો.
In simple words: સાયમન કમિશનમાં એક પણ ભારતીય સભ્ય ન હોવાથી ભારતીય લોકોએ તેનો વિરોધ કર્યો.

Exam Tip: સાયમન કમિશનના વિરોધનું મુખ્ય કારણ ભારતીય સભ્યોનો અભાવ હતો તે સ્પષ્ટપણે જણાવો.

 

Question 2. 'આઝાદ હિંદ ફોજ'નાં સૂત્રો જણાવો.
Answer: 'ચલો દિલ્લી', 'તુમ મુઝે ખૂન દો, મેં તુમહેં આઝાદી દૂંગા' અને 'જયહિંદ' એ 'આઝાદ હિંદ ફોજ'નાં સૂત્રો હતાં.
In simple words: 'ચલો દિલ્લી', 'તુમ મુઝે ખૂન દો, મેં તુમહેં આઝાદી દૂંગા', અને 'જયહિંદ' આઝાદ હિંદ ફોજના મુખ્ય નારા હતા.

Exam Tip: આઝાદ હિંદ ફોજના મુખ્ય ત્રણ સૂત્રોને યાદ રાખીને લખવા.

 

Question 3. માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ થઈ?
Answer: માઉન્ટ બેટન યોજના 3 જૂન, 1947ના રોજ રજૂ થઈ.
In simple words: માઉન્ટ બેટન યોજના 3 જૂન, 1947ના દિવસે રજૂ કરાઈ હતી.

Exam Tip: માઉન્ટ બેટન યોજનાની રજૂઆતની ચોક્કસ તારીખ (દિવસ, મહિનો, વર્ષ) યાદ રાખો.

 

Question 4. અંગ્રેજોએ ભારતને સત્તા સોંપી ત્યારે હિંદના પ્રથમ હિંદી ગવર્નર જનરલ તરીકે કોને નિમવામાં આવેલા?
Answer: અંગ્રેજોએ ભારતને સત્તા સોંપી ત્યારે હિંદના પ્રથમ હિંદી ગવર્નર જનરલ તરીકે ચક્રવર્તી સી. રાજગોપાલાચારીને નિમવામાં આવ્યા હતા.
In simple words: ભારતને આઝાદી મળ્યા પછી, પ્રથમ હિંદી ગવર્નર જનરલ તરીકે ચક્રવર્તી સી. રાજગોપાલાચારીને નિમાયા હતા.

Exam Tip: સ્વતંત્ર ભારતના પ્રથમ હિંદી ગવર્નર જનરલનું નામ ચોકસાઈપૂર્વક યાદ રાખવું.

 

4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:

 

Question 1. સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું?
(a) 5
(b) 6
(c) 7
(d) 8
Answer: (c) 7
In simple words: સાયમન કમિશનમાં કુલ સાત સભ્યોનો સમાવેશ થતો હતો.

Exam Tip: સાયમન કમિશનમાં સભ્યોની સંખ્યા ઘણીવાર પૂછાતી હોય છે, તેથી તે યાદ રાખવી જરૂરી છે.

 

Question 2. દાંડીકૂચ ક્યારે કરવામાં આવી?
(a) 12 એપ્રિલ, 1930
(b) 12 માર્ચ, 1931
(c) 12 માર્ચ, 1930
(d) 12 માર્ચ, 1929
Answer: (c) 12 માર્ચ, 1930
In simple words: દાંડીકૂચની શરૂઆત 12 માર્ચ, 1930ના રોજ થઈ હતી.

Exam Tip: દાંડીકૂચની શરૂઆતની તારીખ, મહિનો અને વર્ષ બરાબર યાદ રાખો, કારણ કે તે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક મહત્વપૂર્ણ ઘટના છે.

 

Question 3. કઈ વ્યક્તિ દાંડીકૂચને ‘મહાભિનિષ્ક્રમણ’ સાથે સરખાવે છે?
(a) મહાદેવભાઈ દેસાઈ
(b) સરદાર વલ્લભભાઈ
(c) મૌલાના આઝાદ
(d) સુભાષચંદ્ર બોઝ
Answer: (a) મહાદેવભાઈ દેસાઈ
In simple words: મહાદેવભાઈ દેસાઈએ દાંડીકૂચને ગૌતમ બુદ્ધના 'મહાભિનિષ્ક્રમણ' સાથે સરખાવી હતી.

Exam Tip: ઐતિહાસિક ઘટનાઓ સાથે સરખામણી કરનાર વ્યક્તિના નામ ખાસ યાદ રાખવા.

 

Question 4. ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું?
(a) સાંસ્થાનિક સ્વરાજ્ય
(b) સાંપ્રદાયિક્તા
(c) પૂર્ણ સ્વરાજ્ય
(d) સરમુખત્યારશાહી
Answer: (a) સાંસ્થાનિક સ્વરાજ્ય
In simple words: ડોમિનિયન સ્ટેટ્સ એટલે દેશનું પોતાનું શાસન, પરંતુ બ્રિટિશ સામ્રાજ્યના ભાગ રૂપે.

Exam Tip: 'ડોમિનિયન સ્ટેટ્સ' અને 'પૂર્ણ સ્વરાજ્ય' વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે સમજવો અને યાદ રાખવો.

 

Question 5. મૉન્ટ-ફર્ડ સુધારામાં નવા સુધારાની જરૂરિયાત માટે કેટલાં વર્ષે કમિશન નીમવું તેવી જોગવાઈ હતી?
(a) 20 વર્ષે
(b) 10 વર્ષે
(c) 7 વર્ષે
(d) 5 વર્ષે
Answer: (b) 10 વર્ષે
In simple words: મૉન્ટ-ફર્ડ સુધારા મુજબ, દર દસ વર્ષે નવા સુધારા માટે કમિશન બનાવવાની જોગવાઈ હતી.

Exam Tip: મૉન્ટ-ફર્ડ સુધારા કાયદા હેઠળ કમિશન નિમણૂકની સમયમર્યાદા (દસ વર્ષ) યાદ રાખવી.

 

Question 6. સાયમન કમિશનનો વિરોધ કરતાં લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું?
(a) પંડિત જવાહરલાલનું
(b) લાલા લજપતરાયનું
(c) ગોવિંદવલ્લભ પંતનું
(d) મોતીલાલ નેહરુનું
Answer: (b) લાલા લજપતરાયનું
In simple words: સાયમન કમિશનના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા લાઠીચાર્જમાં લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું.

Exam Tip: સાયમન કમિશનના વિરોધ સાથે સંકળાયેલા શહીદ નેતાનું નામ અને ઘટનાને યાદ રાખો.

 

Question 7. 'નેતાજી'નું હુલામણું નામ કોને મળ્યું હતું?
(a) સુભાષચંદ્ર બોઝને
(b) વલ્લભભાઈ પટેલને
(c) રાસબિહારી બોઝને
(d) જવાહરલાલ નેહરુને
Answer: (a) સુભાષચંદ્ર બોઝને
In simple words: સુભાષચંદ્ર બોઝને 'નેતાજી'ના નામથી ઓળખવામાં આવતા હતા.

Exam Tip: ભારતના મહત્વપૂર્ણ નેતાઓના હુલામણાં નામો યાદ રાખવા, જેમ કે સુભાષચંદ્ર બોઝ માટે 'નેતાજી'.

 

Question 8. હિંદુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા?
(a) મોન્ટેગ્યુ-ચેમ્સફર્ડ
(b) વેલેસ્લી
(c) માઉન્ટ બેટન
(d) ડેલહાઉસી
Answer: (c) માઉન્ટ બેટન
In simple words: ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે માઉન્ટ બેટન ભારતના ગવર્નર જનરલ હતા.

Exam Tip: ભારત-વિભાજન સમયે ગવર્નર જનરલનું નામ યાદ રાખવું એ ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે.

Free study material for Social Science

Social Science Class 9 Curriculum Solutions: Chapter 05 ભારત આઝાદી તરફ પ્રયાણ

Accessing Chapter 05 ભારત આઝાદી તરફ પ્રયાણ Solutions

Access structured GSEB textbook solutions for Chapter 05 ભારત આઝાદી તરફ પ્રયાણ. Designed in alignment with the latest academic curriculum for Class 9 Social Science, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Concept-Driven Answers for Class 9 Social Science

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 9 Social Science module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.

Maximizing Study Efficiency

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 9 Social Science.

FAQs

Where can I find the latest GSEB Class 9 Social Science Solutions Chapter 5 ભારત આઝાદી તરફ પ્રયાણ for the 2026-27 session?

The complete and updated GSEB Class 9 Social Science Solutions Chapter 5 ભારત આઝાદી તરફ પ્રયાણ is available for free on StudiesToday.com. These solutions for Class 9 Social Science are as per latest GSEB curriculum.

Are the Social Science GSEB solutions for Class 9 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 9 Social Science Solutions Chapter 5 ભારત આઝાદી તરફ પ્રયાણ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 9 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 9 Social Science Solutions Chapter 5 ભારત આઝાદી તરફ પ્રયાણ will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 9 Social Science Solutions Chapter 5 ભારત આઝાદી તરફ પ્રયાણ in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 9 Social Science. You can access GSEB Class 9 Social Science Solutions Chapter 5 ભારત આઝાદી તરફ પ્રયાણ in both English and Hindi medium.

Is it possible to download the Social Science GSEB solutions for Class 9 as a PDF?

Yes, you can download the entire GSEB Class 9 Social Science Solutions Chapter 5 ભારત આઝાદી તરફ પ્રયાણ in printable PDF format for offline study on any device.