GSEB Class 9 Social Science Solutions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો

Official GSEB Solutions for Class 9 Social Science: Chapter 04 ભારતની રાષ્ટ્રીય ચળવળો

Access comprehensive textbook solutions for Chapter 04 ભારતની રાષ્ટ્રીય ચળવળો using the official curriculum guides for Class 9 Social Science. Designed to align with the 2026-27 GSEB standards, these detailed answers help students reinforce core academic concepts.

Chapter-wise Solutions for Social Science: Chapter 04 ભારતની રાષ્ટ્રીય ચળવળો

Access the complete solution PDF for Class 9 Social Science below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.

Question 1. બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળનાં સ્વરૂપ અને પરિણામોની ચર્ચા કરો.
Answer:બહિષ્કાર આંદોલનનાં મુખ્ય ત્રણ ગુણધર્મો હતાં:
1. સ્વદેશી અપનાવવું,
2. વિદેશી માલનો બહિષ્કાર કરવો અને
3. રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું.
1. સ્વદેશી અપનાવવું: બંગભંગના આંદોલનના એક ભાગરૂપે બંગાળમાં સ્વદેશી ચળવળ શરૂ થઈ.

  • આ ચળવળ બહિષ્કારની સહાયક હતી. વિદેશી માલનો બહિષ્કાર કરીને સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપવાનો લોકોને આગ્રહ કરવામાં આવ્યો.
  • આ ચળવળ બંગાળ ઉપરાંત, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મુંબઈ, તમિલનાડુ વગેરે પ્રદેશોમાં ફેલાઈ.
  • સ્વદેશી ચળવળને લીધે દેશમાં બનેલી ચીજવસ્તુઓને સારું પ્રોત્સાહન મળ્યું. દેશમાં સ્વદેશી ચીજવસ્તુઓ બનાવવાના કારખાનાં શરૂ થયાં. આ ચળવળથી ભારતની સ્વાતંત્ર્યચળવળને ગતિ મળી.
2. વિદેશી માલનો બહિષ્કાર કરવો: સ્વદેશીને ઉત્તેજન આપવા ‘વિદેશી માલના બહિષ્કાર'નું આંદોલન ઉગ્ર બન્યું. તેમાં વિદેશી માલનો ત્યાગ કરીને સ્વદેશી માલ વાપરવાની હિમાયત કરવામાં આવી.
  • વિદેશી માલના બહિષ્કારને લીધે માન્ચેસ્ટરથી ભારત આવતા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ ગયું અને ભારતમાં ઉત્પાદિત થયેલા કાપડનું વેચાણ વધ્યું.
  • લોકોએ મીઠું, ખાંડ, પગરખાં, સિગારેટ, તમાકુ વગેરે ઇંગ્લેન્ડથી આવતી ચીજવસ્તુઓનો બહિષ્કાર કર્યો. આમ, બહિષ્કારની ચળવળને લીધે અંગ્રેજી વેપાર પર ખરાબ અસર પડી અને ભારતમાં સ્વદેશી ઉદ્યોગોનો વિકાસ થયો.
3. રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું: રાષ્ટ્રીય શિક્ષણ એ બંગભંગનાં આંદોલનનું એક અંગ હતું. બંગભંગના આંદોલનમાં વિદ્યાર્થીઓએ મુખ્ય ભૂમિકા ભજવી. તેથી તેમને સામૂહિક દંડ કરવામાં આવ્યો. તેમને શાળા-કૉલેજોમાંથી કાઢી મૂકવામાં આવ્યા.
  • આંદોલન દરમિયાન સરકારી શિક્ષણનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો. આથી સરકારી શિક્ષણના એક વિકલ્પ તરીકે રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાઓ શરૂ કરવામાં આવી.
  • ઈ. સ. 1907માં બંગાળમાં 25 જેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને 300 જેટલી રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ થઈ.
  • કવિવર રવીન્દ્રનાથ ટાગોરની શાંતિનિકેતન નામની વિદ્યાપીઠનો આ સમયમાં જ વિકાસ થયો.
સ્વદેશી ચળવળનાં પરિણામો નીચે મુજબ આવ્યાં:
  • સ્વદેશી ચળવળને પરિણામે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર શહેરથી આવતા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ ગયું.
  • ઇંગ્લેન્ડથી આયાત થતાં ખાંડ, બૂટ, સિગારેટ, તમાકુ વગેરે વસ્તુઓનો બહિષ્કાર થવાથી તેમની આયાત ખૂબ ઘટી ગઈ.
  • ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. સ્વદેશી માલનું ઉત્પાદન શરૂ થયું.
  • ભારતમાં બંગાળ ઉપરાંત, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, મુંબઈ, તમિલનાડુ વગેરે પ્રાંતોમાં સ્વદેશી ચળવળ પ્રસરી.
  • સ્વદેશી ચળવળના પ્રત્યાઘાત બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યા.
  • બ્રિટિશ સરકારને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું.
  • તેથી બ્રિટિશ પાર્લામેન્ટ પુનર્વિચારણા કરીને ઈ. સ. 1911માં બંગાળના ભાગલા રદ કર્યા. ભારતીયોની સંગઠનશક્તિનો વિજય થયો.
  • અંગ્રેજો વિરુદ્ધ થયેલી નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય હતો.
In simple words: બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળનો હેતુ સ્વદેશી વસ્તુઓ અપનાવી, વિદેશી વસ્તુઓનો ત્યાગ કરવો અને રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર કરવાનો હતો. આના પરિણામે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું અને અંગ્રેજોના વેપારને નુકસાન થયું, જેના કારણે ભારતમાં સ્વતંત્રતા સંગ્રામને ગતિ મળી.

Exam Tip: બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળના મુખ્ય લક્ષણો અને તેના સકારાત્મક પરિણામોને મુદ્દાસર રજૂ કરવાથી ઉત્તર વધુ સ્પષ્ટ બને છે.

 

Question 2. ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ વર્ણવો.
Answer:બંગભંગ આંદોલન, ઈ. સ. 1907માં સુરતમાં ભરાયેલ કોંગ્રેસ મહાસભાના અધિવેશનમાં કોંગ્રેસના ‘જ્હાલ’ અને ‘મવાળ' એમ બે વિભાગ; કોંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ વગેરે સંજોગોને કારણે ભારતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ થયો.

  • લાલા લજપતરાય, બાળગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલ – લાલ-બાલ-પાલની આ ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી. તેનાથી કોંગ્રેસ સહિત ભારતના યુવા કાર્યકરોમાં નવી જાગૃતિ આવી.
  • લોકમાન્ય ટિળકે ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે, "સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને મેળવીને જ શાંત થઈશ." તેમનું આ વચન આઝાદીના ક્રાંતિકારી લડવૈયાઓનો મંત્ર બની ગયું.
  • ઉદારવાદી (મવાળવાદી) અને ઉગ્રવાદી (જહાલવાદી) વિચારધારાવાળા નેતાઓ પોતાના ઉદ્દેશો સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયા ત્યારે ક્રાંતિકારીઓ વિદેશી શાસનમાંથી ભારતને કોઈ પણ રીતે આઝાદ કરવા ઇચ્છતા હતા. તેઓ માતૃભૂમિની આઝાદી માટે હસતે મુખે બલિદાનો આપવાની તેમજ જરાય ક્ષોભ કે સંકોચ રાખ્યા વિના અંગ્રેજોના પ્રાણ લેવાની ભાવના ધરાવતા હતા.
  • ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, બિહાર, ઓડિશા, પંજાબ, ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, મધ્ય ભારત વગેરે પ્રાંતોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી. ક્રાંતિકારીઓએ સ્થાપેલી ‘મિત્રમેળા સોસાયટી’, 'અભિનવ ભારત સમાજ’, ‘અનુશીલન સમિતિ’, ‘અંજુમન એ મહિલ્લાને વતન’, ‘ઇન્ડિયન પેટ્રિઓટ્સ ઍસોસિયેશન (ભારતમાતા)' વગેરે સંસ્થાઓએ ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓને વેગ આપ્યો.
  • ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ તબક્કામાં ‘સંધ્યા’, યુગાંતર’, ‘નવશક્તિ’, 'વંદે માતરમ્, 'કેસરી', ‘મરાઠા' વગેરે વર્તમાનપત્રો અને સામયિકોએ સતત ઉત્તેજન આપ્યું. આ તબક્કા દરમિયાન બનેલા બનાવોમાં અલીપુર હત્યાકાંડમાં 34 ક્રાંતિકારીઓ પર ચાલેલો કેસ, હાવડા હત્યાકાંડ અને ઢાકા હત્યાકાંડના અનેક ક્રાંતિકારીઓની થયેલી ધરપકડ, દિલ્લીમાં વાઇસરૉય હાર્ડિજ પર અને 13 નવેમ્બર, 1909ના રોજ અમદાવાદમાં વાઇસરૉય મિન્ટો પર બૉમ્બ ફેંકી તેમની હત્યા કરવાના થયેલા પ્રયાસો વગેરે મુખ્ય હતા.
  • ક્રાંતિકારી પ્રવૃત્તિઓના ઈ. સ. 1920થી 1942ના દ્વિતીય તબક્કામાં બનેલા ક્રાંતિકારી બનાવોમાં ‘કાકોરી લૂંટ કેસ’, ‘લાહોર હત્યાકાંડ અને દિલ્લીમાં કેન્દ્રીય ધારાસભામાં બૉમ્બ ફેંકવાની ઘટના વગેરે મુખ્ય હતી.
In simple words: બંગભંગ આંદોલન અને કોંગ્રેસના આંતરિક મતભેદોને કારણે ભારતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ શરૂ થઈ. લાલ-બાલ-પાલ જેવા નેતાઓએ સ્વરાજ્ય માટે પ્રયાસો કર્યા. ક્રાંતિકારીઓએ વિદેશી શાસનમાંથી આઝાદી મેળવવા માટે હિંમતભેર બલિદાન આપ્યા, અનેક સંસ્થાઓ સ્થાપી તથા વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા દેશભરમાં જાગૃતિ ફેલાવી.

Exam Tip: ઉગ્ર ક્રાંતિકારી ચળવળના ઉદ્ભવના કારણો, તેમાં સામેલ મુખ્ય નેતાઓ, અનેક ક્રાંતિકારી સંસ્થાઓના નામ તેમજ મહત્વની ઘટનાઓને યાદ રાખવી જરૂરી છે.

 

Question 3. અસહકાર આંદોલનના કાર્યક્રમો, બનાવ જણાવી તેની અસરો તપાસો.
Answer:અસહકારના આંદોલનના કાર્યક્રમો: મહાત્મા ગાંધીએ પોતાની ‘કેસરે હિંદ’ની પદવીનો અને રવીન્દ્રનાથ ટાગોરે ‘નાઇટ હુડ’ના ખિતાબનો ત્યાગ કર્યો. દેશના અન્ય નેતાઓએ પણ પોતપોતાની પદવીઓનો ત્યાગ કર્યો.

  • વિદ્યાર્થીઓએ શાળા-કૉલેજોનો ત્યાગ કર્યો અને શિક્ષકોએ રાજીનામાં આપ્યાં. ઠેરઠેર વિદેશી કાપડની હોળી પ્રગટાવવામાં આવી. દેશના નામાંકિત વકીલોએ વકીલાત છોડી. નવેમ્બર, 1921માં ડ્યૂક ઑફ કેનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો. ભારતમાં આવેલા પ્રિન્સ ઑફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો.
  • સરકારી શિક્ષણના બહિષ્કારને કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે એ માટે રાષ્ટ્રીય શાળા-કૉલેજો (વિદ્યાપીઠો) શરૂ કરવામાં આવી. કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા-મિલિયા વિદ્યાપીઠ (દિલ્લી), ગૂજરાત વિદ્યાપીઠ (અમદાવાદ) વગેરે આવી વિદ્યાપીઠો હતી.
  • સ્વદેશીનો પ્રચાર થતાં ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, પગરખાં, મોજશોખની વસ્તુઓમાં ભારે ઘટાડો થયો. તેનો પડઘો ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં પડ્યો. ઇંગ્લેન્ડને થયેલા ભારે આર્થિક નુકસાનથી સરકાર ચોંકી ઊઠી!
  • 'ટિળક સ્વરાજ્ય ફંડમાં એક કરોડથી વધારે રૂપિયા એકઠા કરવામાં આવ્યા. હિંદુ-મુસ્લિમ એકતા માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા.
  • હિંદુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા મોપેલા બળવા (મલબાર)ને બ્રિટિશ સરકારે સખતાઈથી દબાવી દીધો. આ બળવો ટીકાપાત્ર બન્યો હતો.
  • અંગ્રેજ સરકારે અસહકારના આંદોલનને નિષ્ફળ બનાવવા દમનનીતિ અપનાવી. બેફામ લાઠીમાર, આડેધડ ગોળીબાર, સામુદાયિક ધરપકડો અને અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો. હિંદુ-મુસ્લિમ એકતાને તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો.
ચૌરી ચૌરાનો બનાવ અને આંદોલનની મોકૂફી:
  • 5 ફેબ્રુઆરી, 1922ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરીચૌરા ગામે વિદેશી કાપડ અને દારૂની દુકાન પર શાંતિથી પિકેટિંગ કરી રહેલા લોકો પર પોલીસોએ ગોળીબાર કર્યો. ગોળીઓ ખૂટી ગઈ ત્યારે પોલીસો પોલીસ ચોકીમાં ભરાઈ ગયા. પોલીસોના દમનથી ઉશ્કેરાયેલા લોકો હિંસાને માર્ગે વળ્યા. તેમણે પોલીસ ચોકીને આગ લગાડી. તેમાં 21 પોલીસો મૃત્યુ પામ્યા. આ હિંસક પ્રસંગથી ગાંધીજીને ખૂબ દુ:ખ થયું. તેમણે જણાવ્યું કે, “અહિસાનું મૂલ્ય નહિ સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે.” ગાંધીજીએ અસહકારનું આંદોલન તત્કાલ પાછું ખેંચી લીધું.
અસહકારના આંદોલનની અસરો:
  • અસહકારના આંદોલનના હકારાત્મક અને નિષેધાત્મક કાર્યક્રમોએ લોકોને તેમના અધિકારો પ્રત્યે જાગ્રત કર્યા. દેશમાં અંગ્રેજ સરકાર પ્રત્યે વિરોધી વાતાવરણ સર્જાયું. લોકોમાં અન્યાય પ્રત્યે સંઘર્ષ કરવાની ભાવના પ્રબળ બની. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી. સ્વરાજ્ય માટેની તેમની શ્રદ્ધા અડગ બની. લોકોના મનમાંથી લાઠી, દંડ અને જેલનો ભય દૂર થયો. યુવાનો અને બહેનો પણ લડતમાં જોડાયાં. કોંગ્રેસ લોકસંસ્થા બની. દેશમાં રાષ્ટ્રીય શિક્ષણની શાળાઓ શરૂ થઈ. અંગ્રેજી ભાષાને સ્થાને હિન્દી ભાષાને મહત્ત્વ મળ્યું. જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરો અને બુદ્ધિજીવીઓ પૂરતું મર્યાદિત હતું તે હવે ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી પ્રસર્યું.
In simple words: અસહકાર આંદોલનમાં ગાંધીજી અને અન્ય નેતાઓએ પદવીઓનો ત્યાગ કર્યો, વિદ્યાર્થીઓએ શિક્ષણ છોડ્યું, અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર થયો. ચૌરી ચૌરા બનાવમાં હિંસા થતાં ગાંધીજીએ આંદોલન પાછું ખેંચી લીધું. આ આંદોલનથી લોકોમાં રાજકીય જાગૃતિ અને સ્વરાજ્ય માટેની શ્રદ્ધા મજબૂત બની.

Exam Tip: અસહકાર આંદોલનના મુખ્ય કાર્યક્રમો, ચૌરી ચૌરાનો બનાવ અને આંદોલનની અસરોને ક્રમબદ્ધ રીતે યાદ રાખવી જોઈએ. ખાસ કરીને ગાંધીજીના વિચારો અને નિર્ણયો પર ધ્યાન આપવું.

 

2. ટૂંક નોંધ લખો:

 

Question 1. વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ
Answer:ભારતમાં શરૂ થયેલી ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિદેશોમાં ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર (બર્મા), મલાયા, સિંગાપુર, કાબુલ (અફઘાનિસ્તાન), રશિયા વગેરે દેશોમાં ફેલાઈ.

  • શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા, વીર સાવરકર, લાલા હરદયાળ, ઉધમસિંહ, રાજા મહેન્દ્રપ્રતાપ, મૅડમ ભિખાઈજી કામા, રાણા સરદારસિંહ, મૌલાના અબ્દુલા, મૌલાના બશીર, ચંપક રમણ પિલ્લાઈ, ડૉ. મથુરસિંહ, ખુદાબણ વગેરે ક્રાંતિકારીઓ આ પ્રવૃત્તિઓ ચલાવતા હતા.
  • ઇંગ્લેન્ડથી વિનાયક સાવરકર ભારતના ક્રાંતિકારીઓને રસોઇયાની બેડિંગમાં છૂપી રીતે પિસ્તોલો (શસ્ત્રો) મોકલતા. મદનલાલ ધીંગરાએ ક્રાંતિકારીઓની ટીકા કરનાર વિલિયમ વાયલી નામના એક અંગ્રેજ અધિકારીનું ખૂન કર્યું.
  • અમેરિકામાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવા માટે ઈ. સ. 1907માં કૅલિફૉર્નિયામાં ‘ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ’ નામની સંસ્થા સ્થાપવામાં આવી. ક્રાંતિકારી લાલા હરદયાળે લીગનું નામ બદલીને ‘ગદ્દર પાટ’ રાખ્યું અને ચાર ભાષાઓમાં ‘ગદ્દર’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં તારકનાથ દાસ અને કતારસિંહ જોડાયા.
  • જર્મનીમાં ચંપક રમણ પિલ્લાઈએ 'હિંદી રાષ્ટ્રીય સ્વયંસેવક દળ'ની રચના કરી. તેણે ઇરાકને વડું મથક બનાવી ત્યાંથી ભારત પર આક્રમણ કરવાની યોજના બનાવી. ઈ. સ. 1907માં જર્મનીના ટુઅર્ટ ગાર્ડ શહેરમાં યોજાયેલી "આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સર્વપ્રથમ વખત મૅડમ ભિખાઈજી કામાએ બનાવેલો ભારતનો રાષ્ટ્રધ્વજ (સૂચિત) ફરકાવવામાં આવ્યો.
  • અફઘાનિસ્તાનના કાબુલ શહેરમાં રાજા મહેન્દ્રપ્રતાપના પ્રમુખ પદે કામચલાઉ સરકારની રચના કરવામાં આવી. એ સરકારમાં બરકતુલ્લા, આબિદુલ્લા, મોલાના બશીર, શમશેરસિંહ, ડૉ. મથુરસિંહ વગેરે જોડાયા. એ સરકારે રશિયા, ઈરાન, તુર્કી વગેરે દેશોમાંથી સહાય મેળવવા પ્રયત્નો કર્યા. રાજા મહેન્દ્રપ્રતાપે પોતાની સહીવાળી સોનાની પટ્ટી રશિયાના રાજા ઝારને મોકલાવી હતી. તેમાં તેણે રશિયાને ઇંગ્લેન્ડ સાથે સંબંધો તોડી નાખવા જણાવ્યું હતું.
  • મ્યાનમાર (બર્મા)માં સોહનલાલ પાઠકે અને સિંગાપુરમાં પરમાનંદ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી.
  • વિદેશોમાં ક્રાંતિકારીઓને અંગ્રેજો વિરુદ્ધ પ્રવૃત્તિઓ ચલાવવા માટે કામાગાટામારુ અને તોશામારુ સ્ટીમરોની ઘટનાએ પ્રેરકશક્તિ પૂરી પાડી હતી.
In simple words: ભારતમાં શરૂ થયેલી ક્રાંતિકારી ચળવળો ઇંગ્લેન્ડ, અમેરિકા, જર્મની, રશિયા જેવા અનેક વિદેશી દેશોમાં પણ ફેલાઈ હતી. શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા, લાલા હરદયાળ અને મેડમ ભિખાઈજી કામા જેવા અનેક નેતાઓએ વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું સંચાલન કર્યું. તેમણે ગુપ્ત સંગઠનો બનાવ્યા, શસ્ત્રો મોકલ્યા અને ભારતની આઝાદી માટે ઝુંબેશ ચલાવી.

Exam Tip: વિદેશોમાં ક્રાંતિકારી ચળવળમાં સામેલ મુખ્ય નેતાઓના નામ, તેમણે સ્થાપેલી સંસ્થાઓ અને તેમની મહત્વની કામગીરી યાદ રાખવી. જેમ કે 'ગદ્દર પાટ' અને રાષ્ટ્રધ્વજ ફરકાવવાની ઘટના.

 

Question 2. રૉલેટ ઍક્ટ
Answer:ભારતમાં અંગ્રેજ સરકારે રાષ્ટ્રવાદીઓ અને ક્રાંતિકારીઓ પર દમન ગુજારવાના ઉદ્દેશથી ઇંગ્લેન્ડના કાયદા પ્રધાન રૉલેટના અધ્યક્ષ પદે ઈ. સ. 1919માં 'રૉલેટ ઍક્ટ' ઘડ્યો. આ કાયદા મુજબ અંગ્રેજ સરકારને શાંતિ અને સલામતીના નામે કોઈ પણ વ્યક્તિની કારણ દર્શાવ્યા વિના ધરપકડ કરવાની તેમજ અદાલતમાં કેસ ચલાવ્યા વિના અનિશ્ચિત મુદત સુધી જેલમાં પૂરી રાખવાની સત્તા આપવામાં આવી. તેથી ગાંધીજીએ રૉલેટ ઍક્ટને કાળો કાયદો કહ્યો.

  • રૉલેટ ઍક્ટથી ભારતીયોનું વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય છીનવાઈ ગયું. પંડિત મોતીલાલ નેહરુના મતે, આ કાયદાથી ભારતીયોનો ‘દલીલ, અપીલ અને વકીલનો અધિકાર' પડાવી લેવામાં આવ્યો.
  • ગાંધીજીએ રૉલેટ ઍક્ટનો વિરોધ કરવા દેશવ્યાપી હડતાલ પાડવાનું એલાન કર્યું. અંગ્રેજ સરકારે ગાંધીજીની દિલ્લીમાં ધરપકડ કરી. ગાંધીજીના એલાન મુજબ દેશભરમાં હડતાલ પાડવામાં આવી અને તે ઠેરઠેર સભા-સરઘસો, દેખાવો યોજાયાં. નેતાઓ અને પ્રજાએ એક બની આ કાયદાનો સખત વિરોધ કર્યો.
  • 6 એપ્રિલ, 1919ના દિવસે પંજાબના અમૃતસર શહેરના લોકપ્રિય નેતાઓ ડૉ. સત્યપાલ અને ડૉ. સેફુદ્દીન કિચલુની અંગ્રેજ સરકારે ધરપકડ કરી. તેના વિરોધમાં લોકોએ અમૃતસરમાં સરઘસો કાઢ્યાં. એ વિરોધને દબાવી દેવા અંગ્રેજ સરકારે લોકો પર દમન ગુજાર્યો. રૉલેટ ઍક્ટનો દેશભરમાં લોકોએ દર્શાવેલા વિરોધને કારણે લોકોમાં એકતા અને સ્વજન-જાગૃતિ પેદા થયાં.
In simple words: રૉલેટ ઍક્ટ એ 1919માં અંગ્રેજ સરકારે બનાવેલો એક કાયદો હતો, જે અંતર્ગત કોઈ પણ વ્યક્તિને કારણ વગર ધરપકડ કરીને અદાલતી કાર્યવાહી વિના જેલમાં રાખી શકાતી હતી. ગાંધીજીએ તેને "કાળો કાયદો" કહ્યો કારણ કે તેણે લોકોની સ્વતંત્રતા છીનવી લીધી. આ કાયદાના વિરોધમાં દેશભરમાં હડતાળો અને દેખાવો થયા, જેનાથી લોકોમાં જાગૃતિ આવી.

Exam Tip: રૉલેટ ઍક્ટની મુખ્ય જોગવાઈઓ, ગાંધીજીએ તેને "કાળો કાયદો" શા માટે કહ્યો, અને તેના વિરોધમાં થયેલા મુખ્ય બનાવોને યાદ રાખવા.

 

Question 3. જલિયાંવાલા બાગનો હત્યાકાંડ
Answer:બ્રિટિશ સરકારના દમનનો તેમજ લોકપ્રિય નેતાઓ ડૉ. સત્યપાલ અને ડૉ. કિચલુની ધરપકડનો વિરોધ કરવા 13 એપ્રિલ, 1919ના રોજ (વૈશાખી પૂર્ણિમાના દિવસે) અમૃતસરના જલિયાંવાલા બાગમાં એક મોટી સભા ભરાઈ.

  • બાગને ફરતે દોઢેક મીટર જેટલી ઊંચી દીવાલ હતી. બાગની વચ્ચે અવાવરૂ કૂવો હતો. બાગમાં જવા-આવવા માટે ફક્ત એક જ સાંકડો રસ્તો હતો.
  • સભા ચાલતી હતી ત્યારે અમૃતસરનો પોલીસવડા જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે ત્યાં આવી પહોંચ્યો. તેણે લોકોને વિખરાઈ જવાની ચેતવણી આપ્યા વિના ઓચિંતા જ ગોળીબાર કરવા સૈનિકોને હુકમ આપ્યો.
  • લશ્કરે માત્ર દસ મિનિટમાં 1500 જેટલા ગોળીબારના રાઉન્ડ છોડતાં આશરે 379 લોકો મૃત્યુ પામ્યા અને લગભગ 1200 લોકો ઘવાયા. કોંગ્રેસે નીમેલી તપાસ સમિતિના મતે લગભગ 1000 લોકો મૃત્યુ પામ્યા હતા.
  • આ હત્યાકાંડથી આખા દેશમાં હાહાકાર મચી ગયો. ગાંધીજીની અંગ્રેજો પ્રત્યેની રહીસહી શ્રદ્ધા પણ ડગી ગઈ.
  • આ હત્યાકાંડે આખા દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. આ હત્યાકાંડે અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પૂરી પાડી.
In simple words: 13 એપ્રિલ, 1919ના રોજ અમૃતસરના જલિયાંવાલા બાગમાં એક શાંતિપૂર્ણ સભા ચાલી રહી હતી. જનરલ ડાયરે ચેતવણી વિના ગોળીબારનો આદેશ આપ્યો, જેમાં સેંકડો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. આ ઘટનાથી આખા દેશમાં રોષ ફેલાયો અને ગાંધીજીની અંગ્રેજો પરની શ્રદ્ધા ડગી ગઈ, જેણે રાષ્ટ્રીય એકતાને મજબૂત કરી અને ભવિષ્યના આંદોલનો માટે પાયો નાખ્યો.

Exam Tip: જલિયાંવાલા બાગ હત્યાકાંડની તારીખ, સ્થળ, ઘટનાક્રમ અને તેના પરિણામોને ચોકસાઈપૂર્વક યાદ રાખવા. જનરલ ડાયરનું નામ અને ગાંધીજી પર તેની અસર ખાસ નોંધવી.

 

Question 4. સ્વરાજ્ય પક્ષ
Answer:અસહકાર આંદોલનને કારણે લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નેહરુએ ઈ. સ. 1923માં સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી.

  • સ્વરાજ્ય પક્ષનો હેતુ ધારાસભાઓમાં પ્રવેશી અંગ્રેજ સરકારની ખોટી નીતિઓનો વિરોધ કરવાનો હતો.
  • સ્વરાજ્ય પક્ષના સ્થાપકોએ ગાંધીજીના અસ્પૃશ્યતાનિવારણ, હિંદુ-મુસ્લિમ એકતા, રેંટિયાનો પ્રચાર, નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમો અમલમાં મૂક્યા.
  • સ્વરાજ્ય પક્ષે નવેમ્બર, 1923ની ધારાસભાઓની ચૂંટણીમાં ભાગ લીધો અને કેન્દ્રીય તથા પ્રાંતીય ધારાસભામાં બહુમતી મેળવી.
  • કેન્દ્રીય ધારાસભામાં સ્વરાજ્ય પક્ષના નેતા તરીકે મોતીલાલ નેહરુની અને બંગાળ પ્રાંતમાં નેતા તરીકે ચિત્તરંજનદાસની વરણી થઈ.
  • આ પક્ષ ધારાસભામાં સરકારી અંદાજપત્રો અને ખરડાઓને નામંજૂર કરી, સરકારની નીતિઓનો વિરોધ કર્યો. તેણે સરકારને પ્રજાના પ્રશ્નો તરફ ધ્યાન આપવાની ફરજ પાડી.
  • સ્વરાજ્ય પક્ષની કામગીરીને કારણે જ સરકારને 'સાયમન કમિશન બે વર્ષ વહેલું નીમવાની ફરજ પડી.
  • સ્વરાજ્ય પક્ષે ધારાસભામાં ઊંચી સંસદીય પ્રણાલી સ્થાપી. ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિએ અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે એમ આ પક્ષે બ્રિટિશ સરકારને પ્રતીતિ કરાવી દીધી.
  • સ્વરાજ્ય પક્ષની સારી કામગીરીને લીધે હિંદનો શિક્ષિત વર્ગ તેની તરફ આકર્ષાયા. દેશમાં રાષ્ટ્રીય જાગૃતિ આવી.
  • 'સ્વરાજ્યપ્રાપ્તિ'ને વધુ નજીક લાવવામાં આ પક્ષે મહત્ત્વનો ભાગ ભજવ્યો.
  • આમ, સ્વરાજ્ય પક્ષે બે વર્ષ દરમિયાન નોંધપાત્ર કામગીરી બજાવી. જૂન, 1925માં ચિત્તરંજનદાસનું અવસાન થતાં સ્વરાજ્ય પક્ષની કામગીરી નબળી પડી.
In simple words: સ્વરાજ્ય પક્ષની સ્થાપના ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નેહરુએ 1923માં કરી હતી, જેનો મુખ્ય હેતુ ધારાસભાઓમાં પ્રવેશીને અંગ્રેજ સરકારની નીતિઓનો વિરોધ કરવાનો હતો. આ પક્ષે ચૂંટણીઓમાં બહુમતી મેળવીને મહત્વના કાર્યો કર્યા, પરંતુ ચિત્તરંજનદાસના અવસાન પછી તેની પ્રવૃત્તિઓ ઓછી થઈ ગઈ.

Exam Tip: સ્વરાજ્ય પક્ષની સ્થાપના, તેના ઉદ્દેશો, કાર્યક્રમો અને તેની સફળતા તથા પતનનાં કારણો પર ધ્યાન આપવું.

 

3. નીચેના પ્રશ્નોના જવાબ આપો:

 

Question 1. બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા? શા માટે?
Answer:વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ ઈ. સ. 1905માં તે સમયના વાઇસરૉય કર્ઝને બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પાડ્યા. આની પાછળ કર્ઝનનો ઇરાદો સમગ્ર ભારતમાં સૌથી વધારે જાગ્રત પ્રજાની – હિંદુ અને મુસ્લિમ પ્રજાની – કોમી એકતા તોડવાનો હતો.In simple words: 1905માં વાઇસરૉય કર્ઝને વહીવટી સરળતાના બહાને બંગાળના બે ભાગલા પાડ્યા, પરંતુ તેમનો સાચો હેતુ બંગાળની જાગૃત હિંદુ અને મુસ્લિમ પ્રજાની એકતાને તોડવાનો હતો.

Exam Tip: બંગાળના ભાગલાની સાલ, વાઇસરૉયનું નામ અને તેના પાછળનો મુખ્ય ઉદ્દેશ યાદ રાખવો. ખાસ કરીને "વહીવટી કાર્યક્ષમતા" એ બહાનું હતું તે દર્શાવવું.

 

Question 2. ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો વિશે જણાવો.
Answer:

  1. શ્રી અરવિંદ ઘોષે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી. તેમણે 'ભવાની મંદિર' નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી.
  2. ઈ. સ. 1902માં બારીન્દ્રકુમાર ઘોષ ગુજરાત આવ્યા. તેમણે દક્ષિણ ગુજરાતમાં ક્રાંતિનો પ્રચાર કર્યો. અહીં તેમને શ્રી છોટુભાઈ પુરાણી અને શ્રી અંબુભાઈ પુરાણીનો સાથ મળ્યો. નર્મદા નદીના કિનારે તેમને સાકરિયા સ્વામી મળ્યા.
  3. શ્રી બારીન્દ્રકુમાર ઘોષે વડોદરા, ચરોતર પ્રદેશ (ખેડા), અમદાવાદ, મહેસાણા વગેરે સ્થળોએ ફરીને મધ્યમવર્ગના યુવાનોને ક્રાંતિમાં જોડ્યા.
  4. ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિની યોજનાઓ ફેલાવવા માટે ‘દેશી વનસ્પતિની દવાઓ’, ‘નાહવાનો સાબુ બનાવવાની રીત’, ‘કસરત', 'ગુલાબનો કિસ્સો’, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવી. આ પુસ્તિકાઓમાં બૉમ્બ બનાવવાની રીત હતી.
  5. નર્મદા નદીના કિનારે ચાંદોદ-કરનાલી પાસે ‘ગંગનાથ વિધાલયની’ સ્થાપના કરવામાં આવી. એ વિદ્યાલયમાં છૂપી રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી.
  6. ગુજરાતના અનેક યુવાનો ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા.
In simple words: ગુજરાતમાં અરવિંદ ઘોષે 'ભવાની મંદિર' પુસ્તક દ્વારા સશસ્ત્ર ક્રાંતિની યોજના બનાવી. બારીન્દ્રકુમાર ઘોષે દક્ષિણ ગુજરાતમાં ક્રાંતિનો પ્રચાર કર્યો અને યુવાનોને જોડ્યા. 'ગંગનાથ વિદ્યાલય' જેવા સ્થળોએ ગુપ્ત પ્રવૃત્તિઓ ચાલતી હતી અને બૉમ્બ બનાવવાની રીતો દર્શાવતી પુસ્તિકાઓ પણ પ્રકાશિત કરવામાં આવી હતી.

Exam Tip: ગુજરાતમાં ક્રાંતિકારી ચળવળમાં સામેલ મુખ્ય વ્યક્તિઓ (અરવિંદ ઘોષ, બારીન્દ્રકુમાર ઘોષ), મહત્વના સ્થળો અને પ્રકાશિત થયેલી પુસ્તિકાઓના નામ યાદ રાખવા.

 

Question 3. રૉલેટ ઍક્ટને ગાંધીજીએ 'કાળો કાયદો' શા માટે કહ્યો?
Answer:રૉલેટ ઍક્ટ મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી. આથી ગાંધીજીએ રૉલેટ ઍક્ટને કાળો કાયદો કહ્યો.In simple words: ગાંધીજીએ રૉલેટ ઍક્ટને "કાળો કાયદો" કહ્યો કારણ કે તે કોઈ પણ વ્યક્તિને કારણ દર્શાવ્યા વિના ધરપકડ કરવાની અને અદાલતી કાર્યવાહી વિના જેલમાં રાખવાની સત્તા સરકારને આપતો હતો, જે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન હતું.

Exam Tip: રૉલેટ ઍક્ટની મુખ્ય જોગવાઈ અને તે કઈ રીતે ભારતીય નાગરિકોના અધિકારો છીનવતો હતો, તે સ્પષ્ટ કરવું.

 

Question 4. અસહકારનું આંદોલન (1920 – 22) શા માટે મોકૂફ રાખવામાં આવ્યું?
Answer:

  1. ગાંધીજી બ્રિટિશ સરકાર સામે અહિંસક આંદોલન ચલાવવાના આગ્રહી હતા.
  2. 5 ફેબ્રુઆરી, 1922ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરીચૌરા ગામમાં લોકો હિંસાને માર્ગે વળ્યા.
  3. તેમણે પોલીસ ચોકીમાં ભરાયેલા 21 પોલીસોને જીવતા સળગાવી દીધા.
  4. આંદોલનમાં હિંસા થતાં ગાંધીજીને ખૂબ દુ:ખ થયું. અહિંસક લડત માટે લોકો હજુ તૈયાર નથી એમ લાગતા તેમણે આંદોલન મોકૂફ રાખ્યું.
In simple words: અસહકાર આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું કારણ કે ગાંધીજી અહિંસક માર્ગે લડવા માંગતા હતા, પરંતુ 5 ફેબ્રુઆરી, 1922ના રોજ ચોરીચૌરા ગામમાં લોકો હિંસક બન્યા અને 21 પોલીસોને સળગાવી દીધા. આ હિંસાથી દુઃખી થઈને ગાંધીજીએ આંદોલન બંધ કરવાનો નિર્ણય લીધો.

Exam Tip: અસહકાર આંદોલન મોકૂફ રાખવાનું મુખ્ય કારણ ચોરીચૌરા ઘટના અને ગાંધીજીનો અહિંસાનો સિદ્ધાંત હતો, જે સ્પષ્ટપણે દર્શાવવો.

 

Question 5. ‘સ્વરાજ્ય પક્ષ’ની પ્રતિષ્ઠા કયાં કારણોથી ઓછી થઈ હતી?
Answer:'સ્વરાજ્ય પક્ષ'ની પ્રતિષ્ઠા ઓછી થવાનાં કારણો:

  1. ‘સ્વરાજ્ય પક્ષ’ના એક સ્થાપક ચિત્તરંજનદાસ મુનશીનું જૂન, 1925માં અવસાન થયું.
  2. 'સ્વરાજ્ય પક્ષના કેટલાક સભ્યોએ અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ અપનાવી.
  3. પક્ષના કેટલાક સભ્યોએ ‘નૅશનલ પાર્ટી' નામનો નવો પક્ષ સ્થાપ્યો.
In simple words: સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓછી થઈ કારણ કે તેના સ્થાપક ચિત્તરંજનદાસનું 1925માં અવસાન થયું. ઉપરાંત, કેટલાક સભ્યોએ અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ અપનાવી અને અમુક સભ્યોએ ‘નૅશનલ પાર્ટી’ નામનો નવો પક્ષ બનાવ્યો.

Exam Tip: સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઘટવાના મુખ્ય કારણોમાં નેતાનું અવસાન અને આંતરિક મતભેદો તથા નવા પક્ષની રચનાનો સમાવેશ થાય છે, જે યાદ રાખવા.

 

4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:

 

Question 1. બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો?
(a) રાષ્ટ્રીય શોકદિન
(b) બંગભંગદિન
(c) સ્વાતંત્ર્યદિન
(d) આપેલ પૈકી એક પણ નહિ
Answer: (a) રાષ્ટ્રીય શોકદિન
In simple words: બંગાળના ભાગલા થયા તે દિવસને લોકોએ રાષ્ટ્રીય શોકદિન તરીકે ઉજવ્યો, કારણ કે તે દિવસે બંગાળના લોકોએ એકતા અને સ્વતંત્રતા માટે પોતાનો શોક વ્યક્ત કર્યો હતો.

Exam Tip: બંગાળના ભાગલાના અમલના દિવસનું નામ અને તેનું ઐતિહાસિક મહત્વ યાદ રાખવું.

 

Question 3. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી?
(a) બારીન્દ્રનાથ ધોષ
(b) છોટુભાઈ પુરાણીએ
(c) અંબુભાઈ પુરાણીએ
(d) અરવિંદ ધોષે
Answer: (d) અરવિંદ ધોષે
In simple words: ગુજરાતમાં શસ્ત્રો દ્વારા ક્રાંતિ કરવાની તૈયારી અરવિંદ ધોષે કરી હતી, જેમણે આ હેતુ માટે પુસ્તકો પણ લખ્યા હતા.

Exam Tip: ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના મુખ્ય પ્રણેતાનું નામ અને તેમનું યોગદાન યાદ રાખવું.

 

Question 4. પરદેશની ભૂમિ પર ભારતનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો?
(a) શ્યામજી કૃષ્ણ વર્માએ
(b) રાણા સરદારસિંહે
(c) મૅડમ ભિખાઈજી કામાએ
Answer: (c) મૅડમ ભિખાઈજી કામાએ
In simple words: વિદેશની ધરતી પર ભારતના રાષ્ટ્રધ્વજને સૌપ્રથમ વાર મૅડમ ભિખાઈજી કામાએ ફરકાવ્યો હતો, જે ભારતની આઝાદીના પ્રતીક સમાન હતું.

Exam Tip: પરદેશમાં સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રધ્વજ ફરકાવનાર વ્યક્તિનું નામ અને તે ઘટનાનું મહત્વ યાદ રાખવું.

Free study material for Social Science

Step-by-Step Textbook Answers: Class 9 Social Science Chapter 04 ભારતની રાષ્ટ્રીય ચળવળો

Accessing Chapter 04 ભારતની રાષ્ટ્રીય ચળવળો Solutions

Review comprehensive exercise answers for Class 9 Social Science Chapter 04 ભારતની રાષ્ટ્રીય ચળવળો. Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Concept-Driven Answers for Class 9 Social Science

Clear, methodical explanations accompany every challenging problem within the Class 9 Social Science text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Maximizing Study Efficiency

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 9 Social Science.

FAQs

Where can I find the latest GSEB Class 9 Social Science Solutions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો for the 2026-27 session?

The complete and updated GSEB Class 9 Social Science Solutions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો is available for free on StudiesToday.com. These solutions for Class 9 Social Science are as per latest GSEB curriculum.

Are the Social Science GSEB solutions for Class 9 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 9 Social Science Solutions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 9 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 9 Social Science Solutions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 9 Social Science Solutions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 9 Social Science. You can access GSEB Class 9 Social Science Solutions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો in both English and Hindi medium.

Is it possible to download the Social Science GSEB solutions for Class 9 as a PDF?

Yes, you can download the entire GSEB Class 9 Social Science Solutions Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો in printable PDF format for offline study on any device.