GSEB Class 9 Social Science Solutions Chapter 17 કુદરતી વનસ્પતિ

Step-by-Step Textbook Solutions for Class 9 Social Science Chapter 17 કુદરતી વનસ્પતિ

Explore reliable textbook solutions for Chapter 17 કુદરતી વનસ્પતિ tailored for Class 9 learners. Utilizing these Social Science answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.

Download Chapter 17 કુદરતી વનસ્પતિ Textbook Solutions PDF

View or download the dedicated Chapter 17 કુદરતી વનસ્પતિ solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Social Science.

Question 1. ભારતમાં વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ શા માટે જોવા મળે છે?
Answer: ભારતમાં કુદરતી વનસ્પતિનું નિર્માણ નીચેના પરિબળો દ્વારા થાય છે:
1. ભૂપૃષ્ઠ,
2. જમીન,
3. તાપમાન અને ભેજ,
4. સૂર્યપ્રકાશ અને
5. વરસાદનું પ્રમાણ.
ભારતનું ભૂપૃષ્ઠ પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, દરિયાકિનારાના વિસ્તારો અને રણપ્રદેશોનું બનેલું છે. ભૂપૃષ્ઠની આ વિવિધતાને કારણે દેશની કુદરતી વનસ્પતિમાં ભિન્નતા જોવા મળે છે.
ભારતમાં કાંપવાળી, રાતી, કાળી, પહાડી અને રેતાળ એમ પાંચ પ્રકારની જમીન છે. જમીનની અલગ-અલગ જાતિઓને કારણે વનસ્પતિમાં ભિન્નતા જોવા મળે છે.
ભારતમાં હિમાલયના બરફથી ઢંકાયેલા અને શીતળ પ્રદેશો તેમજ દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશના તાપમાન અને ભેજમાં રહેલા ફરકને કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે.
સૂર્યપ્રકાશની અસર વનસ્પતિના વિકાસ પર થાય છે. વધુ સૂર્યપ્રકાશ મળતા વિસ્તારોમાં વનસ્પતિનો વિકાસ ઝડપી બને છે, જ્યારે ઓછો સૂર્યપ્રકાશ મળતા વિસ્તારોમાં વનસ્પતિનો વિકાસ ધીમો હોય છે.
ભારતમાં વરસાદ એકસરખો વરસતો નથી. ભારતમાં વાર્ષિક 200 સેમીથી વધુ વરસાદવાળા પ્રદેશો છે અને વાર્ષિક 10થી 12 સેમી જેટલો વરસાદ ધરાવતા પ્રદેશો પણ છે. આમ, વરસાદના અસમાન વિતરણને કારણે ભારતમાં વનસ્પતિની વિવિધતા જોવા મળે છે.
In simple words: ભારતમાં અલગ-અલગ પ્રકારની જમીન, પહાડો, મેદાનો, અને અલગ તાપમાન-વરસાદને કારણે ઘણી બધી વિવિધ પ્રકારની કુદરતી વનસ્પતિ જોવા મળે છે. સૂર્યપ્રકાશ પણ વનસ્પતિના વિકાસને પ્રભાવિત કરે છે.

Exam Tip: જ્યારે આવા પ્રશ્નોના ઉત્તર આપો, ત્યારે દરેક પરિબળનું અલગ-અલગ વર્ણન કરવું અને ભારતમાં તેની કેવી અસર થાય છે તે સમજાવવું.

 

Question 3. જંગલોના વિનાશનાં કારણો કયાં કયાં છે?
Answer: જંગલોનો સૌથી વધુ વિનાશ માનવી કરે છે. જંગલોના વિનાશના મુખ્ય કારણો નીચે મુજબ છે:
• દેશનો વસ્તીવધારો
• ઉદ્યોગોને શહેરોના રહેણાક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ
• શહેરીકરણ અને ઉદ્યોગીકરણ
• નવી વસાહતો અને રહેઠાણોનું નિર્માણ
• બહુહેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ
• રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ
• ઇમારતો અને બળતણ માટે લાકડાં મેળવવાની પ્રવૃત્તિ
• 'ઝૂમ' પદ્ધતિની ખેતી (સ્થળાંતરિત ખેતી)
• જંગલવાસીઓની ગરીબી
• ઇમારતી લાકડાની વધી રહેલી ચોરી
• ઉદ્યોગો માટે જંગલપેદાશોની પ્રાપ્તિમાં થઈ રહેલો અવિવેક
• આ ઉપરાંત, દાવાનળ પણ જંગલવિનાશનું કારણ છે.
In simple words: જંગલોના નાશ પાછળ માનવીય કારણો મુખ્ય છે, જેમ કે વસ્તી વધારો, શહેરોનો વિકાસ, ખેતીની નવી પદ્ધતિઓ, લાકડાની જરૂરિયાત અને ઉદ્યોગો માટે જંગલની વસ્તુઓનો વધુ ઉપયોગ. કુદરતી આગ પણ એક કારણ છે.

Exam Tip: જંગલોના વિનાશ માટેના માનવસર્જિત અને કુદરતી બંને કારણોનો ઉલ્લેખ કરો. દરેક કારણને ટૂંકમાં સમજાવવું.

 

Question 4. જંગલ વિનાશની અસરો કઈ કઈ છે? અથવા જંગલોના આડેધડ વિનાશથી આપણા પર્યાવરણને કયાં પરિણામો ભોગવવાં પડ્યાં છે?
Answer: જંગલોના આડેધડ વિનાશથી નીચે મુજબની અસરો થાય છે:
• પ્રદૂષણમાં વધારો થાય છે
• વરસાદના પ્રમાણમાં ઘટાડો થાય છે
• દુષ્કાળ પડે છે
• ગ્લોબલ વૉર્મિંગ (Global Warming) – વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ થાય છે
• ગ્રીનહાઉસ ઇફેક્ટ (Greenhouse Effect) – હરિતગૃહ પ્રભાવની સમસ્યા સર્જાય છે
• રણવિસ્તારોમાં વધારો થાય છે
• વન્ય જીવો નિરાશ્રિત થાય છે
• જમીનનું ધોવાણ થાય છે
• નદીઓમાં પૂર આવે છે
• કેટલાંક વન્ય પ્રાણીઓ લુપ્ત થઈ જાય છે
• પ્રાકૃતિક સૌંદર્યનો ઘટાડો થવો વગેરે ખરાબ પરિણામો આપણા પર્યાવરણને ભોગવવાં પડ્યાં છે.
In simple words: જંગલોના ઘટાડાને કારણે પ્રદૂષણ વધે છે, વરસાદ ઘટે છે, ગરમી વધે છે, રણ વધે છે, પ્રાણીઓ તેમના ઘર ગુમાવે છે અને ઘણી જાતિઓ લુપ્ત થાય છે.

Exam Tip: પર્યાવરણ પર જંગલના વિનાશની નકારાત્મક અસરોને સ્પષ્ટપણે રજૂ કરો, અને ગ્લોબલ વૉર્મિંગ જેવા વૈશ્વિક મુદ્દાઓનો પણ ઉલ્લેખ કરો.

 

Question 5. ‘ઉષ્ણ કટિબંધીય જંગલોને ‘નિત્ય લીલાં જંગલો' કહે છે.' શા માટે?
Answer: ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો બારે માસ લીલાં રહેતાં હોવાથી તેને 'નિત્ય લીલાં જંગલો' કહે છે.
In simple words: આ જંગલો આખા વર્ષ દરમિયાન લીલાછમ રહે છે, એટલે તેમને 'નિત્ય લીલાં' જંગલો કહેવાય છે.

Exam Tip: આ પ્રશ્નના ઉત્તરમાં 'બારે માસ લીલાં રહે છે' એ મુખ્ય શબ્દો છે. આ વાક્યનો સમાવેશ કરવાથી પૂરા ગુણ મળી શકે છે.

2. નીચેના પ્રશ્નોના જવાબ આપો:

 

Question 1. ભારતના કુદરતી વનસ્પતિના પ્રદેશો જણાવી તે દરેક વિશે જાણકારી આપો.
Answer: ભારતના જંગલો (કુદરતી વનસ્પતિ)ના મુખ્ય પાંચ પ્રકારો છે:
1. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો,
2. ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો,
3. ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલો,
4. સમશીતોષ્ણ કટિબંધીય જંગલો તથા ઘાસનાં મેદાનો (હિમાલયની વનસ્પતિ) અને
5. ભરતીનાં જંગલો (મેન્ગ્રોવ જંગલો).

1. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો:
(i) વિતરણ : ભારતમાં આ જંગલો ગરમ અને ભેજવાળી આબોહવા, વાર્ષિક 200 સેમી કરતાં વધુ વરસાદ અને 22 °સે કરતાં વધુ તાપમાનવાળા પ્રદેશોમાં આવેલાં છે. ભારતમાં તે પશ્ચિમઘાટના વધુ વરસાદવાળા વિસ્તારો, લક્ષદ્વીપ અને અંદમાન-નિકોબાર ટાપુઓ, આસામના ઉપરના વિસ્તારો અને તમિલનાડુના તટીય પ્રદેશોમાં જોવા મળે છે.
(ii) વૃક્ષો: મૅહોગની, અબનૂસ, રોઝવુડ, રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે.
(iii) વિશેષતાઓ:
• અહીંના વૃક્ષોની ઊંચાઈ 60 મીટર કરતાં વધુ હોય છે.
• ઝાડી-ઝાંખરાંના કારણે અહીં ભેજનું પ્રમાણ વધુ હોય છે.
• આ જંગલોમાં પાનખર ઋતુ હોતી નથી.
• તે બારે માસ લીલાં રહે છે, તેથી તેમને 'નિત્ય લીલાં જંગલો' પણ કહે છે.
• અહીંના વૃક્ષોના થડ જાડાં તથા તેમનું લાકડું કઠણ અને વજનદાર હોય છે.
In simple words: ભારતમાં પાંચ પ્રકારના જંગલો છે, જેમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો ગરમ અને ભેજવાળા વિસ્તારોમાં જોવા મળે છે. અહીંના વૃક્ષો ઊંચા હોય છે અને આખું વર્ષ લીલાછમ રહે છે.

Exam Tip: દરેક પ્રકારના જંગલ માટે તેનું વિતરણ, મુખ્ય વૃક્ષો અને તેની વિશિષ્ટ લાક્ષણિકતાઓ સ્પષ્ટપણે જણાવો. યાદ રાખવા માટે દરેકની એક કે બે મુખ્ય લાક્ષણિકતા પર ધ્યાન કેન્દ્રિત કરો.

 

Question 2. જંગલોની ઉપયોગિતા લખો.
Answer: જંગલોની ઉપયોગિતા નીચે મુજબ છે:

(અ) જંગલોની વન્ય પેદાશો સંદર્ભે ઉપયોગિતા:
• જંગલની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલોમાંથી સાગ, સાલ અને સીસમ જેવાં મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડાં મળે છે.
• બાવળ અને ખેર જેવાં વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે.
• દેવદાર અને ચીડ જેવાં શંકુ આકારનાં વૃક્ષોના પોચા લાકડામાંથી ચા અને દવાના પૅકિંગની પેટીઓ, રમતગમતનાં સાધનો, દીવાસળી, કાગળ, કૃત્રિમ રેસા (Synthetic fibres) વગેરે ચીજો બને છે.
• વાંસમાંથી કાગળ અને રેયૉન તેમજ ટોપલા, ટોપલી, રમકડાં, – સાદડી અને ગૃહ-સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવે છે.
• સુંદરવનમાં થતા સુંદરી વૃક્ષના લાકડાની હોડી બને છે.
• કર્ણાટકના જંગલોમાં થતાં ચંદનના વૃક્ષોમાંથી સુગંધીદાર ચંદનનું લાકડું (સુખડ) તેમજ સુખડનું તેલ મળે છે.
• ખેરના લાકડામાંથી કાથો મળે છે. ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન અને યુકેલિપ્ટસના પાનમાંથી ઔષધીય તેલ મળે છે.
• સર્પગંધા, અશ્વગંધા, સિંકોના, શંખાવલી, સરગવો, ગરમાળો, હરડે, બહેડાં, આંબળાં વગેરે વનસ્પતિ ઔષધો આપે છે.
• તાડ-ખજૂરીના પાનમાંથી સાવરણી, ખાખરાના પાનમાંથી પાતળ પડિયા અને ટીમરુના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે.
• જંગલની કેટલીક ગૌણ પેદાશોમાં રબર, લાખ, રાળ, મધ, ગુંદર અને નેતરનો સમાવેશ થાય છે. લાખનું મોટા ભાગનું ઉત્પાદન ભારતમાં થાય છે.
• જંગલોમાંથી વિવિધ પ્રકારનાં ફળો પણ મળે છે.

(બ) જંગલોનું પર્યાવરણીય ઉપયોગિતા (મહત્ત્વ):
• જંગલો વાતાવરણને ઠંડું રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે.
• જંગલો વાતાવરણમાં ભેજ પ્રસરાવી આબોહવાને અતિશય થતી અટકાવે છે. જંગલો હવામાંથી કાર્બન ડાયૉક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી જીવનદાયી ઑક્સિજન વાયુ આપે છે.
• નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવા માટે જંગલો ખૂબ ઉપયોગી છે.
• તે પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે.
• તે રણને આગળ વધતું અટકાવી, ફળદ્રુપ જમીનોનું રક્ષણ કરે છે.
• જંગલો ભેજ સંઘરી રાખે છે અને ભૂમિગત જળને જાળવી રાખે છે.
• જંગલો પ્રદૂષણમાં ઘટાડો કરે છે અને પર્યાવરણમાં સમતુલા જાળવી રાખે છે.
• તે કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે.
• તે હવાને શુદ્ધ રાખે છે.
• તે વન્ય જીવસૃષ્ટિને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે.
• જંગલો “સાહસિક – પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્રો છે.
• ભારતમાં કેટલાંક જંગલો રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો માટે આરક્ષિત કરવામાં આવ્યાં છે.
In simple words: જંગલો આપણને લાકડું, ઔષધો, ફળો જેવી ઘણી વસ્તુઓ આપે છે. પર્યાવરણ માટે, તે હવાને સ્વચ્છ રાખે છે, વરસાદ લાવે છે, જમીનનું ધોવાણ અટકાવે છે, પૂરને અટકાવે છે અને પ્રાણીઓને ઘર આપે છે.

Exam Tip: જંગલોની ઉપયોગિતાને બે ભાગમાં વિભાજિત કરો: વન્ય પેદાશો અને પર્યાવરણીય મહત્ત્વ. દરેક ભાગમાં ઓછામાં ઓછા પાંચથી સાત મુદ્દાઓનો સમાવેશ કરો.

 

Question 3. જંગલોના જતન માટેના ઉપાયો જણાવો.
Answer: જંગલોના જતન માટેના ઉપાયો:
ભારત સરકારે જંગલોનું જતન અને સંવર્ધન કરવા માટે ઈ. સ. 1952માં રાષ્ટ્રીય વનનીતિ અમલમાં મૂકી. એ પછી ઈ. સ. 1980માં ભારતની સંસદે વનસંરક્ષણ અધિનિયમ પસાર કર્યો. ઈ. સ. 1988માં ભારત સરકારે નવી રાષ્ટ્રીય વનનીતિ જાહેર કરી.
• જંગલો આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, તેથી તેનું રક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે તેવી નાગરિકોમાં સમજ કેળવવી.
• વૃક્ષછેદન પર કડક નિયંત્રણો મૂકવાં અને ગેરકાયદે વૃક્ષ કાપતી વ્યક્તિને કડક સજા કરવી.
• વનમહોત્સવ અને સામાજિક વનીકરણ જેવા કાર્યક્રમોમાં લોકભાગીદારી વધારવી તેમજ આ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું.
• જંગલ ખાતાએ તૈયાર કરેલા રોપાઓ પડતર જમીન, નદી, રેલવે, સડકો, નહેરો વગેરેની બંને બાજુએ રોપવા અને તેનો ઉછેર કરવો.
• શાળા-કૉલેજોમાં પર્યાવરણ શિક્ષણ, પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ દ્વારા તેમજ શાળાકીય અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણીય જાગરૂકતા લાવવી.
• 'વિશ્વ વનદિન' અને 'વિશ્વ પર્યાવરણદિન' જેવા પર્યાવરણલક્ષી દિન ઊજવવા.
• જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો તેનું તાત્કાલિક શમન કરવા પૂરતી વ્યવસ્થા કરવી.
• ઊર્જા મેળવવા માટે લાકડાને બદલે સૌર-ઊર્જા, બાયો-ઊર્જા, પવન-ઊર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા અને તે અંગેનાં સાધનો ખરીદવા મદદ કરવી.
• પ્રચાર-પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલોનું મહત્ત્વ સમજાવી, લોકજાગૃતિ લાવવી.
In simple words: જંગલોને બચાવવા માટે સરકાર નીતિઓ બનાવે છે, લોકોમાં જાગૃતિ લાવવામાં આવે છે, વૃક્ષો કાપવા પર નિયંત્રણો મુકાય છે, નવા વૃક્ષો રોપવામાં આવે છે અને જંગલની આગને કાબૂમાં લેવાય છે.

Exam Tip: જંગલ સંરક્ષણ માટેના સરકારી પ્રયાસો (નીતિઓ) અને સામાજિક તેમજ વ્યક્તિગત સ્તરે થતા પ્રયાસો એમ બંને પાસાઓને સમાવી લો. મુદ્દાઓને વ્યવસ્થિત રીતે રજૂ કરો.

3. નીચે આપેલ પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો :

 

Question 1. વનસ્પતિની વિવિધતાની દૃષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે?
(a) પ્રથમ
(b) ચોથું
(c) દસમું
(d) પાંચમું
Answer: (c) દસમું
In simple words: વિશ્વમાં વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન દસમું છે, એટલે કે ઘણા પ્રકારની વનસ્પતિઓ અહીં જોવા મળે છે.

Exam Tip: આવા આંકડાકીય પ્રશ્નો માટે ચોક્કસ માહિતી યાદ રાખવી મહત્ત્વપૂર્ણ છે. સીધો જવાબ આપો.

 

Question 2. નીચે આપેલાં વિધાનોમાં કયું વિધાન અયોગ્ય છે?
(a) ગંગા નદીના મુખત્રિકોણ પ્રદેશમાં ભરતીનું જંગલ આવેલું છે.
(b) ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે.
(c) સુંદરીનું લાકડું હોડી ઉપયોગમાં આવે છે.
(d) હિમાલયના પર્વતીય વિસ્તારોમાં કાંટાળી વનસ્પતિ થાય છે.
Answer: (d) હિમાલયના પર્વતીય વિસ્તારોમાં કાંટાળી વનસ્પતિ થાય છે.
In simple words: હિમાલયના પર્વતીય વિસ્તારોમાં ઠંડી અને ઊંચાઈને કારણે કાંટાળી વનસ્પતિ નહીં પણ શંકુદ્રુમ અને શીતળ વનસ્પતિ જોવા મળે છે, તેથી આ વિધાન ખોટું છે.

Exam Tip: આવા પ્રશ્નોમાં દરેક વિધાનની સત્યતા ચકાસો. જે વિધાન ખોટું હોય તેને પસંદ કરો. વનસ્પતિના પ્રકારો અને તેમના પ્રદેશોની માહિતી સ્પષ્ટ હોવી જોઈએ.

 

Question 3. જોડકાં જોડો :

'અ''બ'
a. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો1. ખેર
b. ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલો2. દેવદાર
c. ભરતીનાં જંગલો3. બાવળ
d. શંકુદ્રુમ જંગલો4. મૅહોગની
(a) (a-3), (b-4), (c-1), (d-2)
(b) (a-4), (b-3), (c-1), (d-2)
(c) (a-4), (b-3), (c-2), (d-1)
(d) (a-4), (b-2), (c-3), (d-1)
Answer: (b) (a-4), (b-3), (c-1), (d-2)
In simple words: આ જોડકામાં, ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો મૅહોગની સાથે, ઉષ્ણ કટિબંધીય કાંટાળાં જંગલો બાવળ સાથે, ભરતીનાં જંગલો ખેર સાથે અને શંકુદ્રુમ જંગલો દેવદાર સાથે યોગ્ય રીતે જોડાય છે.

Exam Tip: જોડકાં જોડતી વખતે, દરેક જંગલ પ્રકાર અને તેમાં જોવા મળતા વૃક્ષોના ઉદાહરણોને ધ્યાનથી યાદ રાખો. સામાન્ય રીતે આવા પ્રશ્નો સીધા જ્ઞાન પર આધારિત હોય છે.

 

Question 4. ચીડના રસમાંથી શું બને છે?
(a) કાળો
(b) ટર્પેન્ટાઇન
(c) લાખ મે.
(d) ગુંદર
Answer: (b) ટર્પેન્ટાઇન
In simple words: ચીડના વૃક્ષના રસમાંથી ટર્પેન્ટાઇન નામનું દ્રવ્ય બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં થાય છે.

Exam Tip: વૃક્ષોમાંથી મળતી પેદાશો અને તેમના ઉપયોગોને યાદ રાખો. આ પ્રકારના પ્રશ્નો એકમની વિગતવાર સમજણ દર્શાવે છે.

Free study material for Social Science

Social Science Class 9 Curriculum Solutions: Chapter 17 કુદરતી વનસ્પતિ

Official GSEB Solutions for Chapter 17 કુદરતી વનસ્પતિ

Review comprehensive exercise answers for Class 9 Social Science Chapter 17 કુદરતી વનસ્પતિ. Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Step-by-Step Explanations for Chapter 17 કુદરતી વનસ્પતિ

Clear, methodical explanations accompany every challenging problem within the Class 9 Social Science text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Next Steps in Your Social Science Revision

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 9 Social Science.

FAQs

Where can I find the latest GSEB Class 9 Social Science Solutions Chapter 17 કુદરતી વનસ્પતિ for the 2026-27 session?

The complete and updated GSEB Class 9 Social Science Solutions Chapter 17 કુદરતી વનસ્પતિ is available for free on StudiesToday.com. These solutions for Class 9 Social Science are as per latest GSEB curriculum.

Are the Social Science GSEB solutions for Class 9 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 9 Social Science Solutions Chapter 17 કુદરતી વનસ્પતિ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 9 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 9 Social Science Solutions Chapter 17 કુદરતી વનસ્પતિ will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 9 Social Science Solutions Chapter 17 કુદરતી વનસ્પતિ in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 9 Social Science. You can access GSEB Class 9 Social Science Solutions Chapter 17 કુદરતી વનસ્પતિ in both English and Hindi medium.

Is it possible to download the Social Science GSEB solutions for Class 9 as a PDF?

Yes, you can download the entire GSEB Class 9 Social Science Solutions Chapter 17 કુદરતી વનસ્પતિ in printable PDF format for offline study on any device.