GSEB Class 9 Social Science Solutions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 વીસમી સદી વિશ્વ અને

Download GSEB Solutions for Class 9 Social Science Chapter 12 ભારતીય લોકશાહીએકમ 01 વીસમી સદી વિશ્વ અને

Review structured textbook solutions for Class 9 Social Science Chapter 12 ભારતીય લોકશાહીએકમ 01 વીસમી સદી વિશ્વ અને. Built according to GSEB guidelines for the 2026-27 academic year, these downloadable answers support daily revision and problem-solving accuracy.

Access GSEB Solutions and Answers

Navigate directly to the solved Social Science textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો:

 

Question 1. કેટલાં વર્ષે મતદાન કરવાનો અધિકાર મળે છે?
Answer: 18 વર્ષની ઉંમરે મતદાન કરવાનો હક પ્રાપ્ત થાય છે.
In simple words: 18 વર્ષ પૂરા કરનાર વ્યક્તિને મત આપવાનો અધિકાર મળે છે.

Exam Tip: Always remember the minimum age for voting in India is 18 years.

 

Question 2. લોકમત કેળવવા કયાં કયાં માધ્યમોનો ઉપયોગ થાય છે?
Answer: લોકમત બનાવવા માટે મુખ્ય બે માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે:
1. મુદ્રિત માધ્યમો અને
2. વીજાણુ માધ્યમો.
In simple words: લોકોને કોઈ એક વિચાર પર સહમત કરવા માટે બે મુખ્ય રીતો વપરાય છે: છાપેલાં સાધનો અને ઇલેક્ટ્રોનિક સાધનો.

Exam Tip: When asked about mediums for public opinion formation, always list both print and electronic media.

 

Question 3. ભારતમાં કયા કયા રાજકીય પક્ષો પ્રાદેશિક પક્ષો છે?
Answer: ભારતમાં તમિલનાડુનો દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) અને ઑલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK), આંધ્ર પ્રદેશનો તેલુગુ દેશમ્, પંજાબનો અકાલી દળ, બિહારનો રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને જનતા દળ યુનાઈટેડ (JDU), ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટી (SP), જમ્મુ-કાશ્મીરનો નેશનલ કૉન્ફરન્સ, પશ્ચિમ બંગાળનો તૃણમૂલ કોંગ્રેસ, અસમનો અસમ ગણપરિષદ, મહારાષ્ટ્રની શિવસેના વગેરે પ્રાદેશિક પક્ષો છે.
In simple words: ભારતમાં DMK, AIADMK, તેલુગુ દેશમ્, અકાલી દળ, RJD, JDU, SP, નેશનલ કૉન્ફરન્સ, તૃણમૂલ કોંગ્રેસ, અસમ ગણપરિષદ અને શિવસેના જેવા ઘણા પ્રાદેશિક રાજકીય પક્ષો કાર્યરત છે.

Exam Tip: When listing regional parties, try to include examples from different states to show comprehensive knowledge.

 

2. વિધાનનાં કારણ સમજાવો:

 

Question 1. મતદાર લોકશાહીને જીવંત રાખે છે.
Answer: ચૂંટણી એ લોકશાહીનું મુખ્ય લક્ષણ છે. લોકશાહી સરકારની રચના ચૂંટણી દ્વારા જ થાય છે. ચૂંટણીઓમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની પસંદગીના પ્રતિનિધિઓને ચૂંટે છે. મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ મતદારો વતી રાજ્યનો વહીવટ ચલાવે છે. તેથી મતદારો જેવા પ્રતિનિધિઓ ચૂંટે છે, તેવું શાસનતંત્ર બને છે. લોકશાહી સરકારની સફળતા અને અસરકારકતાનો આધાર મતદારોએ પસંદ કરેલા પ્રતિનિધિઓ પર રહે છે. આમ, મતદાર લોકશાહીમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. તેથી કહી શકાય કે, મતદાર લોકશાહીને જીવંત રાખે છે.
In simple words: લોકશાહીમાં ચૂંટણીઓ દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓ પસંદ કરે છે. આ પ્રતિનિધિઓ જ શાસન ચલાવે છે. તેથી, મતદારો યોગ્ય પ્રતિનિધિઓ પસંદ કરીને લોકશાહીને જીવંત અને સફળ બનાવે છે.

Exam Tip: Emphasize the role of voters in choosing representatives and how this choice directly impacts the effectiveness of a democratic government.

 

Question 2. સંસદીય લોકશાહી અનોખી અને મહત્ત્વની છે.
Answer: ભારતે લોકશાહી સિદ્ધાંતો મુજબ સંસદીય લોકશાહીનો સ્વીકાર કર્યો છે. સંસદીય લોકશાહી શાસનપદ્ધતિ અનુસાર સામાન્ય ચૂંટણીઓ પછી કેન્દ્રની લોકસભામાં જે પક્ષના સભ્યોની બહુમતી થાય તે પક્ષની સરકાર રચાય છે અને તેના વડાને રાષ્ટ્રપ્રમુખ વડા પ્રધાન તરીકે નિયુક્ત કરે છે. બીજી સામાન્ય ચૂંટણી થાય ત્યાં સુધી એ સરકાર શાસનતંત્રની સત્તા ભોગવે છે. એ સમય દરમિયાન જો શાસક પક્ષ લોકસભામાં બહુમતી સભ્યોનો વિશ્વાસ ગુમાવે, તો સરકારને રાજીનામું આપવું પડે છે. આમ, સંસદીય શાસનપદ્ધતિની સરકાર લોકસભાને સંપૂર્ણપણે જવાબદાર છે. તેથી, સંસદીય લોકશાહી અનોખી અને મહત્ત્વપૂર્ણ છે.
In simple words: ભારતે સંસદીય લોકશાહી અપનાવી છે. આમાં, ચૂંટણી પછી બહુમતી ધરાવતો પક્ષ સરકાર બનાવે છે અને વડા પ્રધાન ચૂંટે છે. જો સરકાર લોકસભાનો વિશ્વાસ ગુમાવે, તો તેણે રાજીનામું આપવું પડે છે, જે તેને અનન્ય અને મહત્ત્વપૂર્ણ બનાવે છે.

Exam Tip: Highlight the principle of collective responsibility to the Lok Sabha and the mechanism of resignation upon losing majority as key features of parliamentary democracy.

 

Question 3. પ્રસાર માધ્યમો એ લોકમત કેળવવાનું સઘન માધ્યમ છે.
Answer: મુદ્રિત માધ્યમો અને વીજાણુ માધ્યમો લોકમતના ઘડતરમાં ફાળો આપતા બે મુખ્ય માધ્યમો છે. દૈનિક વર્તમાનપત્રો, સામયિકો, વિવિધ સમસ્યા અંગેના ચર્ચાપત્રો, વિશિષ્ટ લેખો વગેરે લોકમત બનાવનારા મુદ્રિત માધ્યમો છે. આ માધ્યમોમાં રજૂ થતા સમાચારો, મંતવ્યો, અભિપ્રાયો વગેરે વાંચીને વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ ઘટના કે પ્રસંગ વિશે જુદાં જુદાં તારણો પર આવે છે.
રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મો લોકમત બનાવનારા વીજાણુ માધ્યમો છે. રેડિયો અને ટેલિવિઝનના માધ્યમ દ્વારા દેશ અને દુનિયાની મહત્ત્વની ઘટનાઓ દરેક ઘરમાં પહોંચી જાય છે. સિનેમાના પડદા પર ફિલ્મો દ્વારા અસ્પૃશ્યતા, દહેજપ્રથા, સ્ત્રીઓનું શોષણ, નિરક્ષરતા, ગરીબી વગેરે સામાજિક અને આર્થિક સમસ્યાઓ સચિત્ર રજૂ કરીને તેમની સામે અસરકારક લોકમત ઊભો કરી શકાય છે. ટેલિવિઝન પર રજૂ થતી બાબતો સમાજ અને દેશની અનેક પ્રકારની સમસ્યાઓ વિશે લોકોનું ધ્યાન ખેંચે છે. તે પ્રજાને કોઈ ને કોઈ સંદેશો આપે છે. લોકો તેમને જોઈ-જાણીને અને સમજીને પોતાનાં મંતવ્યો બાંધે છે. આમ, પ્રસાર માધ્યમો એ લોકમત કેળવવાનું સઘન માધ્યમ છે.
In simple words: છાપેલાં અને ઇલેક્ટ્રોનિક માધ્યમો લોકમત બનાવવામાં મદદ કરે છે. છાપેલાં માધ્યમો જેમ કે વર્તમાનપત્રો, સામયિકો વાંચીને લોકો જુદા જુદા વિચારો મેળવે છે. રેડિયો, ટીવી અને ફિલ્મો જેવી ઇલેક્ટ્રોનિક માધ્યમો દુનિયાની ઘટનાઓ બતાવે છે, સામાજિક સમસ્યાઓ પર પ્રકાશ પાડે છે અને લોકોને તેમના વિશે વિચારવા અને સમજવા માટે પ્રોત્સાહિત કરે છે.

Exam Tip: Distinguish between print and electronic media, providing examples for each and explaining how each type contributes to shaping public opinion through information dissemination and discussion.

 

Question 4. ચૂંટણી એ લોકશાહીની પારાશીશી છે.
Answer: લોકશાહીમાં ચૂંટણીઓ દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓને દેશમાં શાસન કરવાની સત્તા સોંપે છે. એ પ્રતિનિધિઓના શાસનથી નાગરિકોને સંતોષ થાય તો જ તેઓ તેમને ફરીથી ચૂંટે છે, નહિ તો તેમના સ્થાને બીજા પ્રતિનિધિઓને પસંદ કરે છે. એ રીતે ચૂંટણી લોકોના પ્રતિનિધિઓની કામગીરીનું મૂલ્યાંકન કરવાની તક આપે છે. ચૂંટણી દેશમાં નવી રાજકીય વ્યવસ્થા અને વલણો સર્જે છે કે જેનાથી દેશના ભાવિ માર્ગ નક્કી થાય છે. ચૂંટણી વખતે દેશ અને સમાજના પ્રશ્નોની જાહેરમાં ચર્ચા થાય છે. પરિણામે ચૂંટણીથી દેશની સામાજિક અને આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે છે. ચૂંટણી દ્વારા સરકારોનું ભવિષ્ય નક્કી થાય છે. લોકશાહીમાં રાજકીય પક્ષોને અને ઉમેદવારોને લોકોનું સમર્થન ચૂંટણી દ્વારા જ જાણી શકાય છે. આમ, ચૂંટણીઓ લોકમતને જાણવાનું મહત્ત્વનું માધ્યમ છે. તેથી તે 'લોકશાહીની પારાશીશી' છે.
In simple words: ચૂંટણીઓ દ્વારા લોકો પોતાના શાસકોને ચૂંટે છે. જો શાસકો સારું કામ કરે, તો તેમને ફરીથી ચૂંટવામાં આવે છે, નહીંતર બદલવામાં આવે છે. ચૂંટણીઓ દેશના પ્રશ્નોની ચર્ચા કરાવે છે અને સરકારોનું ભવિષ્ય નક્કી કરે છે, તેથી તે લોકશાહીની સાચી કસોટી છે.

Exam Tip: Explain how elections act as a mechanism for public accountability, allowing citizens to assess and change their representatives, thus reflecting the true health of a democracy.

 

3. ટૂંક નોંધ લખો:

 

Question 1. રાજકીય પક્ષના પ્રકારો
Answer: ભારતમાં બહુપક્ષીય લોકશાહી છે. તેથી દેશમાં અનેક નાના-મોટા રાજકીય પક્ષો છે. ચૂંટણીપંચ ચોક્કસ નીતિ અને નક્કી કરેલા ધોરણો પ્રમાણે રાજકીય પક્ષોને માન્યતા આપે છે. આપણા દેશમાં રાજકીય પક્ષોના મુખ્ય બે પ્રકારો છે: (1) રાષ્ટ્રીય પક્ષો અને (2) પ્રાદેશિક પક્ષો. જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર સમગ્ર દેશમાં વિસ્તરેલું હોય તે 'રાષ્ટ્રીય પક્ષો' કહેવાય છે અને જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર એક જ રાજ્ય કે પ્રદેશ પૂરતું સીમિત હોય તે પ્રાદેશિક પક્ષો કહેવાય છે. કોઈ રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષને માન્યતા આપવા માટે ચૂંટણીપંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે. એ ધોરણો મુજબ જે રાજકીય પક્ષે ઓછામાં ઓછાં ચાર રાજ્યોમાં અગાઉની ચૂંટણીમાં માન્ય કરેલ કુલ મતમાંથી ઓછામાં ઓછા ચાર ટકા મતો મેળવેલા હોય તેને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્ય રાખવામાં આવે છે. આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ INC (Congress), ભારતીય જનતા પક્ષ, કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (CPI), કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) (CPIM), બહુજન સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી વગેરે રાષ્ટ્રીય પક્ષો છે. જે રાજકીય પક્ષનો પ્રભાવ માત્ર અમુક રાજ્ય કે પ્રદેશ પૂરતો મર્યાદિત હોય તેને ચૂંટણીપંચ પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપે છે. આપણા દેશમાં તમિલનાડુનો દ્રવિડ મુનેત્ર કઝગમ અને ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ, આંધ્ર પ્રદેશનો તેલુગુ દેશમ્, પંજાબનો અકાલી દળ, બિહારનો રાષ્ટ્રીય જનતા દળ અને જનતા દળ યુનાઇટેડ, ઉત્તર પ્રદેશનો સમાજવાદી પક્ષ, જમ્મુ-કશ્મીરનો નેશનલ કૉન્ફરન્સ, અસમનો અસમ ગણપરિષદ, મહારાષ્ટ્રની શિવસેના, દિલ્લીની આમ આદમી પાર્ટી વગેરે પ્રાદેશિક પક્ષો છે. રાષ્ટ્રીય પક્ષો તરીકે માન્ય પક્ષની માન્યતા મતોના આધારે રદ થઈ શકે છે; જ્યારે પ્રાદેશિક પક્ષોને રાષ્ટ્રીય પક્ષો તરીકે માન્યતા મળી શકે છે.
In simple words: ભારતમાં અનેક રાજકીય પક્ષો છે, જેને ચૂંટણીપંચ દ્વારા માન્યતા મળે છે. મુખ્યત્વે બે પ્રકારના પક્ષો છે: રાષ્ટ્રીય પક્ષો, જેનું કાર્યક્ષેત્ર આખા દેશમાં હોય, અને પ્રાદેશિક પક્ષો, જેનું કાર્યક્ષેત્ર અમુક રાજ્ય પૂરતું હોય. રાષ્ટ્રીય પક્ષોને ચાર રાજ્યોમાં 4% મત મળ્યા હોય તો માન્યતા મળે છે, જ્યારે પ્રાદેશિક પક્ષો અમુક રાજ્યમાં જ પ્રભાવ ધરાવે છે.

Exam Tip: Clearly define national and regional parties, list the criteria for recognition, and provide relevant examples for both categories from India.

 

Question 2. મતદાર અને સરકાર
Answer: ભારતમાં લોકશાહી પદ્ધતિની સરકાર છે. બંધારણ મુજબ મતદાન એક મહત્ત્વની પ્રક્રિયા છે. તેમાં મતદાર ખૂબ મહત્ત્વ ધરાવે છે. ભારતમાં સાર્વત્રિક પુખ્તવય મતાધિકારની પદ્ધતિ છે. 18 વર્ષ કે તેથી વધારે ઉંમર અને મતદારયાદીમાં નામ ધરાવતો, નાદાર અને અસ્થિર મગજ ન હોય તેવો ભારતનો દરેક નાગરિક કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના ચૂંટણીઓમાં મત આપવાનો અધિકાર ધરાવે છે. આપણા દેશમાં બંધારણે લિંગ, જાતિ, ધર્મ, શિક્ષણ, જન્મસ્થાન, મિલકત કે ઊંચનીચના ભેદભાવ રાખ્યા વિના પુખ્તવયનાં (18 વર્ષ પૂરાં કર્યા હોય એવાં) તમામ સ્ત્રી-પુરુષોને મતાધિકાર આપ્યો છે. પુખ્તવય મતાધિકાર એ ભારતના બંધારણની એક મહત્ત્વપૂર્ણ વિશેષતા છે. સાર્વત્રિક પુખ્તવય મતાધિકારની પદ્ધતિ 'વ્યક્તિદીઠ એક મત'ના સિદ્ધાંત પર આધારિત છે. મતદાર જાગૃતિ અને પોતાની ફરજ પ્રત્યે સભાન હોવો જોઈએ. તેણે લોભ, લાલચ કે ડર વિના મતદાન કરવાની ફરજ બજાવવી જોઈએ. ચૂંટણીમાં મતદાન કરવું એ દરેક નાગરિકનો અધિકાર જ નહિ, પવિત્ર ફરજ પણ છે. તેથી તેણે મતદાન કરીને પોતાની ફરજ અદા કરવી જોઈએ. લોકશાહીની સફળતાનો આધાર મતદારોના મતાધિકારના વિવેકપૂર્ણ ઉપયોગ પર અવલંબે છે. દરેક નાગરિકને મતદાનનો અધિકાર છે. તેથી દરેક મતદારે પોતાના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ.
In simple words: ભારતમાં 18 વર્ષથી વધુ ઉંમરના દરેક નાગરિકને જાતિ, ધર્મ કે લિંગના ભેદભાવ વિના મત આપવાનો અધિકાર છે. મતદાર જાગૃત હોવો જોઈએ અને ડર કે લોભ વિના મતદાન કરવું જોઈએ, કારણ કે મતદાન એ લોકશાહીની સફળતાનો આધાર છે.

Exam Tip: Focus on the principles of universal adult franchise, the 'one person, one vote' concept, and the importance of informed and fearless voting for a healthy democracy.

 

Question 3. ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો
Answer:
1. ચૂંટણીપંચ: ભારતના રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીપંચના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિયુક્તિ કરે છે. ભારતમાં સમગ્ર ચૂંટણી-પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ ચૂંટણીપંચ કરે છે. તે એક સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા છે. ચૂંટણીપંચ રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, સંસદ, રાજ્યોની ધારાસભાઓની ચૂંટણીઓની વ્યવસ્થા કરે છે. તે ચૂંટણી અંગેની તમામ જવાબદારીઓ સંભાળે છે. તે મતદારોની યાદીઓ તૈયાર કરાવે છે તેમજ ચૂંટણીની તારીખો અને ઉમેદવારી નોંધાવવાની તારીખો જાહેર કરે છે. તે ઉમેદવારી પત્રોની ચકાસણી કરે છે અને અધિકૃત ઉમેદવારોના નામ અને તેમનાં ચૂંટણી પ્રતીકો જાહેર કરે છે. દરેક ઉમેદવાર પંચે નક્કી કરેલ આચારસંહિતા (નિયમો) પ્રમાણે પ્રચાર અને ચૂંટણીખર્ચ કરે છે કે નહિ તેની તકેદારી ચૂંટણીપંચ રાખે છે. તે નિશ્ચિત તારીખોએ ચૂંટણી યોજે છે અને મતગણતરી કરી વધુ મતો મેળવનાર વિજયી ઉમેદવારોના નામ જાહેર કરે છે. આમ, ચૂંટણીપંચ ચૂંટણી અંગેની તમામ કાર્યવાહી કરે છે. આ ઉપરાંત, તે ચૂંટણીઓ અંગેના ઝઘડાઓ પણ પતાવે છે.
2. રાજકીય પક્ષો: રાજકીય પક્ષો લોકશાહીનું એક મહત્ત્વપૂર્ણ લક્ષણ છે. કોઈ પણ રાજકીય પક્ષનું મુખ્ય ધ્યેય રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા, સામાજિક ન્યાય, આર્થિક સમાનતા અને બિનસાંપ્રદાયિકતા હોવું જોઈએ. આ ધ્યેયો ધરાવતા રાજકીય પક્ષોથી લોકશાહી જીવંત, સક્રિય અને સફળ બને છે. સત્તા પર હોય તો સરકાર તરફથી અને વિરોધપક્ષના સ્થાને હોય તો ચોકીદાર તરીકે આ ધ્યેયો પૂરાં કરવાં જોઈએ. રાજકીય પક્ષોના નેતાઓ અને સભ્યોમાં રાષ્ટ્રભાવના, નિષ્ઠા, નિઃસ્વાર્થવૃત્તિ અને સેવાભાવ જેવા ગુણો હોવા જોઈએ. આ ગુણો ધરાવતા રાજકીય પક્ષો જ પ્રજામાં રાજકીય અને રાષ્ટ્રીય જાગૃતિ લાવવાનું કાર્ય કરી શકે. લોકશાહીના તંદુરસ્ત વિકાસ માટે દેશમાં બે-ત્રણ જ રાજકીય પક્ષો હોવા જોઈએ. એક પક્ષ કે બહુ પક્ષો લોકશાહી માટે હાનિકારક છે. ચૂંટણીપંચ ચોક્કસ ધોરણો અનુસાર રાજકીય પક્ષોને માન્યતા આપવાનું કાર્ય કરે છે.
In simple words: ચૂંટણીપંચ ભારતમાં ચૂંટણીઓનું સંચાલન કરે છે, જેમાં ઉમેદવારી પત્રોની ચકાસણી, તારીખોની જાહેરાત અને પરિણામોનો સમાવેશ થાય છે. રાજકીય પક્ષો લોકશાહી માટે જરૂરી છે, જે રાષ્ટ્રીય એકતા અને સામાજિક ન્યાય જેવા લક્ષ્યો ધરાવે છે અને નેતાઓમાં રાષ્ટ્રભાવના અને સેવાભાવ હોવા જોઈએ.

Exam Tip: When discussing the Election Commission, detail its functions like conducting elections, preparing voter lists, and resolving disputes. For political parties, emphasize their role in democratic functioning and the qualities expected from their leaders.

 

4. તફાવત લખો:

 

Question 1. રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો
Answer: રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો વચ્ચેનો મુખ્ય તફાવત :

રાષ્ટ્રીય પક્ષોપ્રાદેશિક પક્ષો
1. જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર સમગ્ર દેશમાં વિસ્તરેલું હોય તે રાષ્ટ્રીય પક્ષો કહેવાય છે.1. જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર એક જ રાજ્ય કે પ્રદેશ પૂરતું સીમિત હોય તે પ્રાદેશિક પક્ષો કહેવાય છે.
2. કોઈ રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષને માન્યતા આપવા માટે ચૂંટણીપંચે ચોક્કસ ધોરણો નક્કી કર્યા છે. એ ધોરણો મુજબ જે રાજકીય પક્ષે ઓછામાં ઓછાં ચાર રાજ્યોમાં અગાઉની ચૂંટણીમાં માન્ય કરેલ કુલ મતમાંથી ઓછામાં ઓછા 4 (ચાર) ટકા મતો મેળવેલા હોય તેને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્ય રાખવામાં આવે છે. આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ INC (Congress), ભારતીય જનતા પક્ષ (BJP), કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (CPI), કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્કસિસ્ટ) (CPIM), બહુજન સમાજવાદી પાર્ટી (BSP), રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP), વગેરે રાષ્ટ્રીય પક્ષો છે.2. જે રાજકીય પક્ષનો પ્રભાવ માત્ર અમુક રાજ્ય કે પ્રદેશ પૂરતો મર્યાદિત હોય તેને ચૂંટણીપંચ પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા આપે છે. આપણા દેશમાં તમિલનાડુનો દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) અને ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK), આંધ્ર પ્રદેશનો તેલુગુ દેશમ્, પંજાબનો અકાલી દળ, બિહારનો રાષ્ટ્રીય જનતા દળ (RJD), જનતા દળ યુનાઇટેડ (JDU), ઉત્તર પ્રદેશનો સમાજવાદી પક્ષ (SP), જમ્મુ-કશ્મીરનો નૅશનલ કૉન્ફરન્સ, અસમનો અસમ ગણપરિષદ, મહારાષ્ટ્રની શિવસેના, દિલ્લીની આમ આદમી પાર્ટી (APP) વગેરે પ્રાદેશિક રાજકીય પક્ષો છે.
In simple words: રાષ્ટ્રીય પક્ષોનો પ્રભાવ સમગ્ર દેશમાં હોય છે, જ્યારે પ્રાદેશિક પક્ષો કોઈ એક રાજ્ય પૂરતા મર્યાદિત હોય છે. ચૂંટણીપંચ અમુક માપદંડોના આધારે તેમને માન્યતા આપે છે, જેમ કે રાષ્ટ્રીય પક્ષ માટે ઓછામાં ઓછા ચાર રાજ્યોમાં 4% મત મેળવવા.

Exam Tip: For a comparison question, ensure you provide clear distinguishing points for each category and support them with relevant examples.

 

Question 2. સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી
Answer: સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી વચ્ચેનો તફાવત નીચે મુજબ છે:

સંસદીય લોકશાહીપ્રમુખીય લોકશાહી
1. લોકસભામાં સ્પષ્ટ બહુમતી ધરાવતા નેતાને રાષ્ટ્રપ્રમુખ વડા પ્રધાન તરીકે નીમે છે.1. રાષ્ટ્રના વડા પ્રમુખને પ્રજા સીધી રીતે ચૂંટે છે.
2. સમગ્ર પ્રધાનમંડળ સંસદ- (લોકસભા)ને જવાબદાર હોય છે.2. પ્રધાનમંડળ સૅનેટ(સંસદ)ને જવાબદાર હોતું નથી. પ્રધાનો વ્યક્તિગત રીતે પ્રમુખને જવાબદાર હોય છે.
3. પ્રધાનમંડળ સંસદની બહુમતીનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા પર રહી શકે છે.3. પ્રધાનમંડળના પ્રધાનો પ્રમુખની ઇચ્છા હોય ત્યાં સુધી જ હોદ્દા પર રહી શકે છે.
4. રાષ્ટ્રપ્રમુખ દેશના બંધારણીય વડા છે, જ્યારે વહીવટી વડા વડા પ્રધાન અને તેમના પ્રધાનો છે.4. પ્રમુખ દેશના વહીવટી વડા તેમજ બંધારણીય વડા છે.
5. પ્રધાનો વડા પ્રધાનના સાથી-દારો છે.5. પ્રધાનો પ્રમુખના અમલદારો ગણાય છે.
In simple words: સંસદીય લોકશાહીમાં વડા પ્રધાન અને તેમનું પ્રધાનમંડળ સંસદને જવાબદાર હોય છે અને બહુમતી ગુમાવતા રાજીનામું આપે છે. પ્રમુખીય લોકશાહીમાં પ્રમુખ સીધા લોકો દ્વારા ચૂંટાય છે અને પ્રધાનો પ્રમુખને જવાબદાર હોય છે, જ્યાં પ્રમુખ વહીવટી અને બંધારણીય બંનેના વડા હોય છે.

Exam Tip: Clearly delineate the roles of the head of state and head of government in both systems, focusing on accountability to the legislature in parliamentary democracy versus direct popular mandate in presidential democracy.

 

Question 3. મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમો
Answer: મુદ્રિત માધ્યમો અને વીજાણુ માધ્યમો વચ્ચેનો તફાવત નીચે મુજબ છે:

મુદ્રિત માધ્યમોવીજાણુ માધ્યમો
1. વિવિધ ભાષાઓમાં પ્રકાશિત થતાં દૈનિક વર્તમાનપત્રો, અઠવાડિકો, પાક્ષિકો, માસિકો, વિશિષ્ટ વિષયનાં સામયિકો, વિવિધ વિષયોનાં ચર્ચાપત્રો, વિશિષ્ટ લેખો વગેરે લોકમત ઘડનારાં મુદ્રિત માધ્યમો છે.1. રેડિયો, ટેલિવિઝન, ફિલ્મો વગેરે દશ્ય-શ્રાવ્ય માધ્યમો લોકમત ઘડનારાં વીજાણુ માધ્યમો છે. આપણા દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી વર્તમાનપત્રો અને સામયિકો કરતાં રેડિયો અને ટેલિવિઝનનું મહત્ત્વ વધુ છે.
2. આ માધ્યમોમાં રજૂ થતા સમાચારો, મંતવ્યો, અભિપ્રાયો વગેરે વાંચીને વિવિધ વિચારસરણી ધરાવતા લોકો એક જ ઘટના કે પ્રસંગ વિશે જુદાં જુદાં તારણો પર આવે છે.2. રેડિયો અને ટેલિવિઝન દ્વારા દેશ અને દુનિયાની અગત્યની ઘટનાઓ ઘરેઘર પહોંચી જાય છે. સિનેમાના પડદા પર ફિલ્મો દ્વારા દેશની સામાજિક અને આર્થિક સમસ્યાઓ સચિત્ર રજૂ કરીને તેમની સામે અસરકારક લોકમત ઊભો કરી શકાય છે.
In simple words: મુદ્રિત માધ્યમોમાં વર્તમાનપત્રો અને સામયિકો જેવાં છાપેલાં પ્રકાશનોનો સમાવેશ થાય છે, જે લોકોને વાંચીને માહિતી આપે છે. વીજાણુ માધ્યમોમાં રેડિયો, ટીવી અને ફિલ્મો જેવી દ્રશ્ય-શ્રાવ્ય સામગ્રીનો સમાવેશ થાય છે, જે ચિત્રો અને અવાજ દ્વારા માહિતી પ્રસારિત કરે છે, ખાસ કરીને નિરક્ષર લોકો માટે મહત્ત્વપૂર્ણ છે.

Exam Tip: When differentiating between print and electronic media, explain the primary mode of communication (reading vs. seeing/hearing) and their respective advantages and disadvantages for public opinion formation.

 

5. ખાલી જગ્યા પૂરો:

 

Question 1. આપણા દેશમાં સાર્વત્રિક પુખ્તવય __________ સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. અથવા સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર પદ્ધતિ કયા સિદ્ધાંત પર આધારિત છે?
(a) વ્યક્તિ દીઠ બહુમત
(b) વ્યક્તિ દીઠ એક મત
(c) વ્યક્તિ દીઠ વિરોધ મત
(d) વ્યક્તિ દીઠ જાહેર મત
Answer: (b) વ્યક્તિ દીઠ એક મત
In simple words: ભારતમાં, દરેક પુખ્ત વ્યક્તિને એક જ મત આપવાનો અધિકાર છે, પછી ભલે તે ગમે તેટલો શ્રીમંત કે ગરીબ હોય.

Exam Tip: Remember that universal adult franchise in India strictly follows the principle of 'one person, one vote' to ensure equality in democratic participation.

 

Question 2. લોકમતના ઘડતર માટે __________ માધ્યમ ઓછું અસરકારક છે.
(a) દૃશ્ય-શ્રાવ્ય
(b) દૃશ્ય
(c) શ્રાવ્ય
(d) મુદ્રિત
Answer: (d) મુદ્રિત
In simple words: લોકમત બનાવવામાં, છાપેલાં સાધનો ઓછા અસરકારક હોય છે કારણ કે ઘણા લોકો વાંચી શકતા નથી.

Exam Tip: Consider literacy rates when evaluating the effectiveness of different media types in shaping public opinion. Print media requires literacy, which might limit its reach compared to audio-visual media.

 

Question 3. EVMનું સાચું (પૂરું) નામ __________ છે.
(a) ઇલેક્ટ્રૉનિક વૅલ્યુ મશીન
(b) ઇલેક્ટ્રોનિક વેઇટ મશીન
(c) ઇલેક્ટ્રોનિક વૉટિંગ મેથડ
(d) ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન
Answer: (d) ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીન
In simple words: EVM એટલે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, જે મત ગણતરીને સરળ બનાવે છે.

Exam Tip: Always know the full forms of common abbreviations related to elections and governance. This is a basic factual question.

Free study material for Social Science

Social Science Class 9 Curriculum Solutions: Chapter 12 ભારતીય લોકશાહીએકમ 01 વીસમી સદી વિશ્વ અને

Accessing Chapter 12 ભારતીય લોકશાહીએકમ 01 વીસમી સદી વિશ્વ અને Solutions

Explore reliable textbook solutions for Chapter 12 ભારતીય લોકશાહીએકમ 01 વીસમી સદી વિશ્વ અને tailored for Class 9 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Social Science.

Concept-Driven Answers for Class 9 Social Science

Clear, methodical explanations accompany every challenging problem within the Class 9 Social Science text. Engaging with these detailed answers lays a solid foundation for advanced learning and improves foundational clarity for upcoming assessments.

Maximizing Study Efficiency

Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 9 Social Science.

FAQs

Where can I find the latest GSEB Class 9 Social Science Solutions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 વીસમી સદી વિશ્વ અને for the 2026-27 session?

The complete and updated GSEB Class 9 Social Science Solutions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 વીસમી સદી વિશ્વ અને is available for free on StudiesToday.com. These solutions for Class 9 Social Science are as per latest GSEB curriculum.

Are the Social Science GSEB solutions for Class 9 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 9 Social Science Solutions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 વીસમી સદી વિશ્વ અને as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 9 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 9 Social Science Solutions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 વીસમી સદી વિશ્વ અને will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 9 Social Science Solutions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 વીસમી સદી વિશ્વ અને in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 9 Social Science. You can access GSEB Class 9 Social Science Solutions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 વીસમી સદી વિશ્વ અને in both English and Hindi medium.

Is it possible to download the Social Science GSEB solutions for Class 9 as a PDF?

Yes, you can download the entire GSEB Class 9 Social Science Solutions Chapter 12 ભારતીય લોકશાહીએકમ 1 વીસમી સદી વિશ્વ અને in printable PDF format for offline study on any device.