Get the most accurate GSEB Solutions for Class 9 Social Science Chapter 10 સરકારનાં અંગો here. Updated for the 2026-27 academic session, these solutions are based on the latest GSEB textbooks for Class 9 Social Science. Our expert-created answers for Class 9 Social Science are available for free download in PDF format.
Detailed Chapter 10 સરકારનાં અંગો GSEB Solutions for Class 9 Social Science
For Class 9 students, solving GSEB textbook questions is the most effective way to build a strong conceptual foundation. Our Class 9 Social Science solutions follow a detailed, step-by-step approach to ensure you understand the logic behind every answer. Practicing these Chapter 10 સરકારનાં અંગો solutions will improve your exam performance.
Class 9 Social Science Chapter 10 સરકારનાં અંગો GSEB Solutions PDF
1. નીચેના પ્રશ્નોના જવાબ આપો:
Question 1. સત્તા વિશ્વેષનો સિદ્ધાંત એટલે શું?
Answer: સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત એટલે સત્તાઓને એકબીજાથી અલગ રાખવાનો સિદ્ધાંત. સરકારનાં કાર્યો એકબીજાથી જુદાં હોય છે, તેથી એ કાર્યોને સરકારનાં ત્રણેય અંગો વચ્ચે વહેંચી દેવામાં આવ્યાં છે. સત્તા વિશ્લેષણના સિદ્ધાંત અનુસાર કાયદા બનાવવા માટેની સત્તા ધારાસભાને, કાયદાનું પાલન કરવાની સત્તા કારોબારીને અને કાયદા પ્રમાણે ન્યાય આપવાની સત્તા ન્યાયતંત્રને આપવામાં આવેલી છે. સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને એ માટે સત્તાનું વિશ્લેષણ કરવું જરૂરી છે. ધારાસભાને કાયદા ઘડવાની સત્તા છે, પરંતુ તે તેની સત્તાનો બેફામ ઉપયોગ ન કરે તે માટે ન્યાયતંત્રને ધારાસભા પર નિયંત્રણ રાખવાની કેટલીક સત્તા મળે છે. એ જ રીતે કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર દ્વારા નિયંત્રણ મૂકવામાં આવેલું છે. જોકે, ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ અને સ્વતંત્ર રાખવામાં આવેલું છે.
In simple words: The principle of separation of powers means dividing government powers among different parts. This stops any one part from getting too much power. Each part—like law-making, enforcing, and judging—has its own job. This setup makes sure power is balanced and helps the government work well.
Exam Tip: Define the separation of powers and explain the roles of the legislative, executive, and judicial branches clearly. Mention how this structure helps maintain checks and balances.
Question 2. સાંસદની લાયકાત કઈ છે?
Answer: ભારતીય સંસદના સભ્ય માટેની લાયકાતો નીચે મુજબ છે:
1. તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
2. તેની ઉંમર 25 વર્ષથી ઓછી ન હોવી જોઈએ.
3. તે સંઘસરકાર કે રાજ્યસરકારનો પગારદાર નોકર ન હોવો જોઈએ.
4. તે માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ.
5. તે અદાલત દ્વારા ગુનેગાર સાબિત થયેલો ન હોવો જોઈએ.
In simple words: To become a Member of Parliament in India, a person must be an Indian citizen, at least 25 years old, not employed by the government, mentally stable, not bankrupt, and not proven guilty by a court.
Exam Tip: List all five eligibility criteria accurately, focusing on age, nationality, mental and financial status, and legal standing.
Question 3. લોકસભા અને રાજ્યસભાની કાર્યસાધક સંખ્યા કેટલી છે?
Answer: લોકસભાની કાર્યસાધક સંખ્યા 545 છે અને રાજ્યસભાની કાર્યસાધક સંખ્યા 250 છે.
In simple words: The Lok Sabha has a working strength of 545 members, and the Rajya Sabha has a working strength of 250 members.
Exam Tip: Remember the exact numbers for the working strength of both houses of Parliament, as they are specific facts.
Question 4. રાજ્યસભાના સભ્યોની પસંદગી કઈ રીતે થાય છે?
Answer: રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ છે. તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવે છે. 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો કોઈ પણ ભારતીય નાગરિક રાજ્યસભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે. તે માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આડકતરી રીતે થાય છે. તેની કુલ સભ્યસંખ્યા 250ની છે. તેમાંથી 238 સભ્યોની ચૂંટણી પ્રત્યેક રાજ્યની અને સંઘપ્રદેશની વિધાનસભાના સભ્યો તેમની વસ્તીના ધોરણે કરે છે. બાકીના 12 સભ્યો રાષ્ટ્રપ્રમુખ સાહિત્ય, વિજ્ઞાન, કલા, શિક્ષણ, સમાજસેવા, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગેરે ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન અને વિશિષ્ટ પ્રતિભા ધરાવનાર વ્યક્તિઓને નીમે છે.
In simple words: Rajya Sabha is the upper house of Parliament and represents the states. Members must be Indian citizens, at least 30 years old, and not mentally unstable or bankrupt. They are indirectly elected, with 238 members chosen by state and union territory assemblies based on population. The remaining 12 members are nominated by the President from fields like literature, science, art, and social service.
Exam Tip: Explain the direct and indirect election process for Rajya Sabha, including the age criteria and the President's nomination power. Remember the numbers 238 and 12.
Question 5. સ્પીકર ગૃહની મર્યાદાના રક્ષક છે. શાથી?
Answer: સ્પીકર લોકસભાની બેઠકો દરમિયાન ગૃહનું અધ્યક્ષ સ્થાન સંભાળે છે અને ગૃહમાં થતી ચર્ચા અને કાર્યવાહીનું નિષ્પક્ષતાથી સંચાલન કરે છે. તે લોકસભાનું ગૌરવ, શિસ્ત, વ્યવસ્થા અને માન-મરતબો જાળવે છે. તેઓ સભ્યોને પ્રશ્નો પૂછવાની મંજૂરી આપે છે. ગૃહની કાર્યવાહી દરમિયાન ઉપસ્થિત થતી ચર્ચાસ્પદ બાબતો પર તે ચુકાદાઓ આપે છે. તેમના ચુકાદાઓ અને નિર્ણયો આખરી તેમજ અંતિમ હોય છે. પોતાના આદેશનું ઉલ્લંઘન કરનાર સભ્યને સ્પીકર ગૃહના કર્મચારીઓ દ્વારા ગૃહમાંથી બહાર કાઢી શકે છે. ગૃહના સંચાલનમાં સભ્યો વારંવાર ખલેલ પહોંચાડતા હોય અને તેઓ સ્પીકરની વિનંતીને માન ન આપતા હોય ત્યારે સ્પીકર ગૃહનું કામકાજ સ્થગિત કરી શકે છે.
In simple words: The Speaker leads Lok Sabha meetings and manages discussions fairly. They maintain the dignity, discipline, and order of the House. The Speaker makes final decisions on disputed matters and can remove members who disobey orders or disrupt proceedings. They can also halt House business if members don't cooperate.
Exam Tip: Focus on the Speaker's role in maintaining order, ensuring fair debate, making final decisions, and enforcing discipline within the House.
Question 6. રાષ્ટ્રપ્રમુખની કટોકટી વેળાની સત્તાઓ જણાવો.
Answer: ભારતના રાષ્ટ્રપ્રમુખની કટોકટી વેળાની અસાધારણ સત્તાઓ નીચે મુજબ છે:
1. બાહ્ય કે આંતરિક અશાંતિ: બાહ્ય આક્રમણ કે આંતરિક અશાંતિના કારણે સમગ્ર દેશની કે તેના કોઈ પણ ભાગની સલામતી જોખમમાં મુકાઈ ગઈ હોય ત્યારે રાષ્ટ્રપ્રમુખ એક જાહેરનામું બહાર પાડી કટોકટીની સ્થિતિ જાહેર કરે છે.
• એ જાહેરનામા સાથે ભારતના બંધારણના સમવાયતંત્રની જોગવાઈઓ બિનઅસરકારક બને છે અને એકતંત્રી શાસનનો અમલ શરૂ થાય છે.
• કટોકટીમાં સંઘસરકાર ભારતના નાગરિકોના મૂળભૂત હકો મોકૂફ રાખવાની તેમજ સમગ્ર દેશ માટે કોઈ પણ વિષય ઉપર કાયદો ઘડવાની સત્તા ધરાવે છે.
2. બંધારણીય કટોકટી: રાજ્યપાલના અહેવાલ પરથી કે અન્ય રીતે રાષ્ટ્રપ્રમુખને ખાતરી થાય કે રાજ્યમાં બંધારણના નિયમો પ્રમાણે વહીવટ ચાલી શકે એમ નથી ત્યારે તે બંધારણીય કટોકટીનું જાહેરનામું બહાર પાડે છે અને રાજ્યનો વહીવટ પોતાની સત્તા હસ્તક લઈ લે છે.
• તે રાજ્યના કાયદા ઘડવાની સત્તા સંઘસંસદને તેમજ રાજ્યની કારોબારી સત્તા કેન્દ્રના પ્રધાનમંડળને સોંપે છે.
• રાજ્યનો રાજ્યપાલ રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ કરે છે.
• આ પ્રમાણેનું રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન વધુમાં વધુ ત્રણ વર્ષની મુદત સુધી અમલમાં રહી શકે છે.
3. નાણાકીય કટોકટી: દેશમાં નાણાકીય સ્થિરતા કે શાખ જોખમમાં મુકાય ત્યારે રાષ્ટ્રપ્રમુખ નાણાકીય કટોકટીની જાહેરાત કરી શકે છે.
• એ પરિસ્થિતિ દરમિયાન બધા જ સરકારી કર્મચારીઓ અને ન્યાયાધીશોનાં વેતન-ભથ્થાં ઘટાડવાનો આદેશ આપી શકે છે.
• નાણાકીય બાબતો અંગે અમુક ચોક્કસ સિદ્ધાંતોનું પાલન કરવા તે રાજ્યોને આદેશ આપી શકે છે.
• નાણાકીય કટોકટીની પરિસ્થિતિ દરમિયાન રાજ્યોની વિધાનસભાઓએ પસાર કરેલા નાણાકીય ખરડાને રાષ્ટ્રપ્રમુખની સંમતિ મોકલવામાં આવે છે.
In simple words: The President of India has special emergency powers. These include declaring a state of emergency if the country faces external aggression or internal unrest, which makes the federal system unitary and can suspend fundamental rights. They can also declare constitutional emergency in a state if the government can't function as per the Constitution, taking over state administration and giving legislative powers to Parliament. Lastly, the President can declare a financial emergency if the country's financial stability is threatened, allowing them to reduce government salaries and give financial directives to states.
Exam Tip: Categorize the President's emergency powers into three types: National (external/internal threat), State (constitutional breakdown), and Financial. For each, describe the conditions for declaration and the key consequences.
Question 7. મહાભિયોગની કાર્યવાહી શું છે? અથવા રાષ્ટ્રપ્રમુખને કયા સંજોગોમાં અને કેવી રીતે પદભ્રષ્ટ કરી શકાય?
Answer: સંસદનાં બંને ગૃહો રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ બંધારણભંગનું તહોમતનામું પસાર કરે તો જ રાષ્ટ્રપ્રમુખને તેમના હોદ્દા પરથી પદભ્રષ્ટ કરી શકાય છે. આ માટે સંસદના કોઈ પણ એક ગૃહે 2/3 બહુમતીથી રાષ્ટ્રપ્રમુખ સામેનું લેખિત તહોમતનામું પસાર કરવાનું હોય છે અને બીજા ગૃહે તે તહોમતનામા ઉપર અદાલતી તપાસ કરવાની હોય છે. જો બીજું ગૃહ પણ 2/3 બહુમતીથી રાષ્ટ્રપ્રમુખ પરનો આરોપ પુરવાર થયેલો જાહેર કરે, તો જ રાષ્ટ્રપ્રમુખને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય છે. આ પ્રકારની કાર્યવાહીને 'મહાભિયોગ' (Impeachment) કહે છે.
In simple words: Impeachment is how the President can be removed from office. If both houses of Parliament pass a charge of violating the Constitution against the President, they can be removed. One house must pass the written charge with a 2/3 majority. Then, the other house investigates it. If the second house also proves the charge with a 2/3 majority, the President is removed.
Exam Tip: Clearly define impeachment, outlining the two-house process, the 2/3 majority requirement in each house, and the reason for removal (violation of the constitution).
Question 8. સંસદની સત્તાઓ અંગે ઉલ્લેખ કરો.
Answer: સંસદની સત્તાઓ નીચે મુજબ છે:
1. ધારાકીય સત્તાઓ: સામાન્ય સંજોગોમાં સંસદ સંઘયાદી અને સંયુક્ત યાદીમાં સૂચવેલા વિષયો પર કાયદા ઘડે છે.
• કટોકટીના સમયે સંસદ રાજ્યયાદી સહિત કોઈ પણ વિષય પર કાયદો ઘડી શકે છે.
• સંસદની મંજૂરી વિના કોઈ પણ ખરડો કાયદો બની શકતો નથી.
• નાણાકીય ખરડા સિવાયનો કોઈ પણ ખરડો સંસદના કોઈ પણ ગૃહમાં રજૂ થઈ શકે છે. નાણાકીય ખરડાઓની પ્રથમ રજૂઆત માત્ર લોકસભામાં જ થઈ શકે છે.
• રાષ્ટ્રપ્રમુખ દ્વારા બહાર પાડવામાં આવતા વટહુકમ માટે વહેલામાં વહેલી તકે સંસદની મંજૂરી લેવી પડે છે. જો સંસદ મંજૂરી ન આપે, તો વટહુકમ આપોઆપ રદ થાય છે.
2. કારોબારી સત્તાઓ: લોકસભાને મંત્રીમંડળ પર અવિશ્વાસની દરખાસ્ત (Vote of no confidence) લાવવાની સત્તા છે. જો એ દરખાસ્ત પસાર થાય, તો મંત્રીમંડળને રાજીનામું આપવું પડે છે.
• લોકસભા નાણામંત્રીએ રજૂ કરેલા નાણાકીય ખરડાને નામંજૂર કરીને સમગ્ર મંત્રીમંડળને રાજીનામું આપવાની ફરજ પાડી શકે છે.
• સંસદના સભ્યો મંત્રીઓને રાજ્યવહીવટ સંબંધી પ્રશ્નો અને પેટાપ્રશ્નો પૂછવાની તેમજ પ્રજાના જાહેર હિત પ્રત્યે મંત્રીઓનું ધ્યાન દોરવાની સત્તા ધરાવે છે.
• સંસદની બેઠક ચાલુ હોય ત્યારે સંસદનો કોઈ પણ સભ્ય જાહેર હિતના મહત્ત્વના પ્રશ્ન પરત્વે મંત્રીમંડળનું ધ્યાન દોરવા સભામોકૂફીની દરખાસ્ત રજૂ કરી શકે છે.
3. નાણાકીય સત્તાઓ: નાણામંત્રી અને રેલમંત્રીએ રજૂ કરેલાં અંદાજપત્રો મંજૂર કરવાં, આકસ્મિક ખર્ચનિધિમાંથી સરકારે ખર્ચેલી રકમ મંજૂર કરવી, સરકારે આગલા વર્ષે કરેલા ખર્ચનો ઑડિટ કરેલ હિસાબ અને અહેવાલ મંજૂર કરવો વગેરે સંસદની નાણાકીય સત્તાઓ છે.
• અંદાજપત્રો સહિત તમામ નાણાકીય બાબતો પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. લોકસભામાં પસાર કર્યા પછી જ તેને રાજ્યસભામાં મોકલવામાં આવે છે. રાજ્યસભાએ માત્ર ચર્ચા કરી 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભાને પાછો મોકલવાનો હોય છે. આ મુદત દરમિયાન રાજ્યસભા એ ખરડો લોકસભામાં પરત ન કરે તો પણ તે પસાર થયેલો ગણાય છે.
4. ન્યાયવિષયક સત્તાઓ: સંસદ લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર તેમજ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને બંધારણના ભંગ બદલ કે કોઈ ગંભીર ગુના માટે બહુમતીથી ઠરાવ પસાર કરીને પદભ્રષ્ટ કરી શકે છે.
• બંધારણના ભંગ બદલ કે દેશહિત વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવાના આરોપસર સંસદ રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના ન્યાયમૂર્તિઓ, મુખ્ય ચૂંટણી કમિશનર, ઑડિટર જનરલ કે ઍટર્ની જનરલ પર મહાભિયોગ (Impeachment) ચલાવી શકે છે અને \( \frac{2}{3} \) બહુમતીથી આરોપ પુરવાર થયેલો જાહેર કરી તેમને હોદ્દા પરથી દૂર કરી શકે છે.
• સંસદ પોતાના કોઈ પણ સભ્યને અસભ્ય વર્તણૂક માટે કે સભાગૃહના નિયમોના ભંગ બદલ તેનું સભ્યપદ નાબૂદ કરવાની, જેલમાં મોકલવાની શિક્ષા કરી શકે છે કે ગૃહમાં થોડા દિવસો માટે હાજરી ન આપવાનો આદેશ આપી શકે છે.
In simple words: Parliament has legislative powers, meaning it makes laws on subjects in the Union and Concurrent lists. In emergencies, it can make laws on state subjects. All bills need parliamentary approval to become law. Only the Lok Sabha can introduce money bills. Parliament also has executive powers, like moving a no-confidence motion against the Council of Ministers, rejecting money bills, and questioning ministers. Its financial powers include approving budgets and government expenses. Lastly, Parliament has judicial powers to remove the Speaker, Deputy Speaker, President, Vice-President, and judges through impeachment for constitutional violations. It can also punish its own members for misconduct.
Exam Tip: Organize your answer by categorizing Parliament's powers into legislative, executive, financial, and judicial. Provide specific examples for each type of power, such as passing bills, no-confidence motions, approving budgets, and impeachment.
Question 9. સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ વિશે જણાવો.
Answer: ગ્રામ્ય કક્ષાએ સ્વશાસનની સંસ્થાઓ પંચાયતીરાજનું માળખું ત્રણ સ્તરનું છે:
(1) ગ્રામ્ય કક્ષાએ ગ્રામપંચાયત,
(2) તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને
(3) જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત.
• ગ્રામપંચાયતના વડાને ‘સરપંચ’ કહે છે. ગામના નોંધાયેલા બધા મતદારો પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા સરપંચની ચૂંટણી કરે છે.
• જે ગામના નોંધાયેલા બધા મતદારો ગ્રામપંચાયતના સભ્યો અને સરપંચની સર્વાનુમતે પસંદગી કરે છે, એ ગામને 'સમરસગામ' કહે છે.
• ગામનો સઘળો વહીવટ ‘તલાટી-કમ-મંત્રી’ સંભાળે છે.
• જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાંખના નેતા જિલ્લા પંચાયત પ્રમુખ કહેવાય છે; જ્યારે જિલ્લા પંચાયતના વહીવટી વડા 'જિલ્લા વિકાસ અધિકારી' (DDO)ના નામે ઓળખાય છે.
શહેરી સ્વશાસનની સંસ્થાઓ:
• નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગરનિગમ (મંગાસિટી) એ શહેરી સ્વશાસનની સંસ્થાઓ છે. આ સંસ્થાઓની ચૂંટણી ગુપ્ત મતદાન પદ્ધતિ દ્વારા પ્રત્યક્ષ રીતે થાય છે.
• નગરપાલિકાના વડા ‘પ્રમુખ’ના નામે અને વહીવટી વડા ‘ચીફ ઑફિસર’ના નામે ઓળખાય છે.
• મહાનગરપાલિકા અને મહાનગરનિગમના વડાને 'મેયર' કહે છે. આ સંસ્થાઓના વહીવટી વડા ‘મ્યુનિસિપલ કમિશનર’ના નામે ઓળખાય છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. મ્યુનિસિપલ કમિશનરના હાથ નીચે ટેકનિકલ અને વહીવટી જ્ઞાન ધરાવતા ઝોનલ વડાઓ, અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓનું તંત્ર હોય છે.
• જાહેર સ્વચ્છતા અને આરોગ્ય, પીવાનું શુદ્ધ પાણી, રસ્તાઓ અને પુલો, દીવાબત્તી, ગટરવ્યવસ્થા, પ્રાથમિક શિક્ષણ, દવાખાનાં અને આરોગ્ય કેન્દ્રો, જન્મ-મરણની નોંધ વગેરે બાબતો અંગેનાં કામો એ શહેરી સ્વશાસનની સંસ્થાઓનાં ફરજિયાત કાર્યો છે.
• રમતગમતનાં મેદાનો, બાગબગીચા, જાહેર જાજરૂ અને પેશાબખાનાં, સ્નાનગૃહ, પુસ્તકાલયો, માધ્યમિક શાળાઓ, વૃક્ષારોપણ, વરસાદી પાણીનો નિકાલ, જાહેર વ્યવહાર, શાકમાર્કેટો કે બજારોની વ્યવસ્થા, પ્રસૂતિગૃહો, સ્મશાનગૃહો, મનોરંજન, ગંદા વસવાટોની નાબૂદી વગેરે બાબતો અંગેનાં કામો એ શહેરી સ્વશાસનની સ્વૈચ્છિક કાર્યો છે.
In simple words: Local self-governance in rural areas follows a three-tier system: Gram Panchayat at the village level, Taluka Panchayat at the block level, and District Panchayat at the district level. The Sarpanch heads the Gram Panchayat, elected directly by voters. A 'Samrasgam' is a village where members and Sarpanch are chosen unanimously. The Talati-cum-Mantri manages village administration. In urban areas, municipalities and municipal corporations handle self-governance. Mayors head corporations, and Chief Officers or Municipal Commissioners manage administration. Their duties include public health, water supply, roads, and education, while optional tasks include parks, libraries, and public transport.
Exam Tip: Differentiate between rural (Panchayati Raj) and urban (municipalities/corporations) self-governance. For each, describe the three tiers/types of bodies, their leadership, and their key functions (mandatory vs. optional in urban areas).
Question 10. અમલદારશાહીનાં મુખ્ય અનિષ્ટો જણાવો.
Answer: અમલદારશાહીનાં મુખ્ય અનિષ્ટોમાં તુમારશાહી, લાગવગ, સગાવાદ, ભ્રષ્ટાચાર, અપ્રમાણિકતા, બિનકાર્યક્ષમતા, ગેરરીતિઓ, જવાબદારીમાંથી પલાયન થવાની વૃત્તિ વગેરેનો સમાવેશ થાય છે.
In simple words: The main problems with bureaucracy include excessive paperwork, favoritism, nepotism, corruption, dishonesty, inefficiency, irregularities, and avoiding responsibility.
Exam Tip: List the common negative aspects of bureaucracy, such as red tape, corruption, and inefficiency, concisely.
2. નીચેના વિધાનોનાં કારણ સમજાવો:
Question 1. ભારતીય સંસદ દ્વિગૃહી છે.
Answer: ભારતીય સંસદ બે ગૃહોની બનેલી છે:
1. નીચલું ગૃહ અને
2. ઉપલું ગૃહ.
નીચલું ગૃહ 'લોકસભા'ના નામે ઓળખાય છે. તે પ્રજા દ્વારા સીધેસીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું છે. ઉપલું ગૃહ રાજ્યસભાના નામે ઓળખાય છે. તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવે છે.
In simple words: The Indian Parliament has two houses. The lower house is called the Lok Sabha, whose members are directly elected by the people. The upper house is called the Rajya Sabha, which represents the states. This two-house system ensures that both the general population and the states have a voice in law-making.
Exam Tip: Explain that "bicameral" means two houses. Name both houses (Lok Sabha and Rajya Sabha) and briefly describe what each represents (people vs. states).
Question 2. રાજ્યસભા કાયમી ગૃહ છે. અથવા રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતી નથી.
Answer: દર બે વર્ષને અંતે રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યાના \( \frac{1}{3} \) ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે. આખી રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતી નથી. આમ, રાજ્યસભા કાયમી ગૃહ છે.
In simple words: The Rajya Sabha is a permanent house because it never gets fully dissolved. Every two years, one-third of its members retire, and new members are elected to replace them. This cycle ensures that the house always remains in session.
Exam Tip: Highlight the continuous nature of Rajya Sabha, explaining the rotation of one-third of its members every two years as the reason for its permanence.
Question 3. ભારતમાં સંસદ સર્વોપરી નથી; પરંતુ બંધારણ સર્વોપરી છે.
Answer: ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓમાં રહીને પોતાની સત્તાઓ ભોગવવાની છે. સંસદે ઘડેલા કોઈ કાયદામાં બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો હોય કે તે બંધારણ સાથે સુસંગત ન હોય, તો તેને અદાલતમાં પડકારી શકાય છે. અદાલતને ખાતરી થાય કે સંસદે ઘડેલો કાયદો બંધારણીય જોગવાઈઓનો ભંગ કરે છે, તો તે તેને ગેરબંધારણીય ગણીને રદબાતલ કરી શકે છે. આમ, ભારતમાં બંધારણ સર્વોપરી છે, સંસદ નહિ.
In simple words: In India, the Constitution holds the highest authority, not Parliament. Parliament must operate within the limits set by the Constitution. If any law passed by Parliament violates constitutional provisions, it can be challenged in court. If the court finds the law unconstitutional, it can declare it invalid. This shows that the Constitution is supreme.
Exam Tip: Emphasize the concept of judicial review. Explain that the judiciary can strike down laws passed by Parliament if they violate the Constitution, proving the Constitution's supremacy.
Question 4. ન્યાયાધીશો નિર્ભય રીતે અને પક્ષપાત વિના તટસ્થ રીતે ન્યાય આપી શકે એ માટે ભારતીય સંઘસરકારમાં ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. તે લોકશાહીનું મહત્ત્વનું લક્ષણ છે.
Answer: ન્યાયાધીશો નિર્ભય રીતે અને પક્ષપાત વિના તટસ્થ રીતે ન્યાય આપી શકે એ માટે ભારતીય સંઘસરકારમાં ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. તે લોકશાહીનું મહત્ત્વનું લક્ષણ છે. બંધારણે ભારતને લોકશાહી રાજ્ય જાહેર કરીને તેના સંરક્ષણનું કાર્ય ન્યાયતંત્રને સોંપ્યું છે. ન્યાયતંત્ર બંધારણના રક્ષક અને વાલી તરીકે કામ કરે છે. આથી કહી શકાય કે, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે.
In simple words: To ensure judges can deliver fair and impartial justice without fear or bias, India's federal government keeps the judiciary separate from the legislature and executive. This independence is a key feature of democracy. The Constitution has made India a democratic state and entrusted the judiciary with protecting it. The judiciary acts as the guardian and protector of the Constitution, making an independent and unbiased judiciary the cornerstone of democracy.
Exam Tip: Focus on why judicial independence is crucial for democracy: to ensure unbiased justice, protect the Constitution, and act as a guardian of fundamental rights.
Question 5. સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ લોકશાહીની તાલીમશાળા અને વહીવટ સુધારણાની પ્રયોગશાળા છે. અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમશાળા તે કહેવાય છે.
Answer: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની રચના અને વહીવટ લોકશાહી પદ્ધતિએ ચાલે છે. આથી આ સંસ્થાઓમાં શાસનના પ્રત્યક્ષ પાઠ શીખવા મળે છે. આ સંસ્થાઓ દ્વારા લોકોને પોતાના મતાધિકારનું મહત્ત્વ સમજાય છે. તેમને યોગ્ય પ્રતિનિધિઓ પસંદ કરવાની અને કાર્યદક્ષ પ્રતિનિધિઓ તરીકે કાર્ય કરવાની તાલીમ મળે છે. આ તાલીમ અને અનુભવ તેમને ધારાસભાના કે કારોબારીના સભ્યો તરીકેની ફરજો બજાવવામાં ઉપયોગી થાય છે. સ્થાનિક સ્તરે નાગરિકો પોતાના રોજબરોજના પ્રશ્નોના નિરાકરણમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. સ્થાનિક કાર્યો કરતાં કરતાં તેમનામાં રાજ્ય કે રાષ્ટ્રના પ્રશ્નો વિશે પોતાના મંતવ્યો બાંધવાની સૂઝ વિકસે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા નાગરિકોને ઘરઆંગણે લોકશાહીની પ્રણાલિકાઓ અને કાર્યપદ્ધતિનો અનુભવ મળે છે. તેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ 'લોકશાહીની તાલીમશાળા' છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નીચલા સ્તરે વહીવટમાં કાયદાની અસ્પષ્ટતા કે વિસંગતતાને કારણે સર્જાતી સમસ્યાઓ કે પ્રશ્નોને ઉપલી કક્ષાએ હલ કરવામાં પૂરતી કાળજી, ચકાસણી અને સુધારણાનો અવકાશ રહે છે. તેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને 'વહીવટ સુધારણાની પ્રયોગશાળા' પણ કહે છે.
In simple words: Local self-governance institutions are called "schools of democracy" because they operate democratically, teaching citizens practical lessons in governance. People learn the importance of their vote, how to choose good representatives, and gain experience useful for higher political roles. They actively participate in solving daily problems, developing an understanding of state and national issues. These bodies are also "laboratories for administrative reforms" because they allow for careful review and improvement of issues arising from unclear laws or inconsistencies at the local level.
Exam Tip: Explain why local self-governance is both a "school of democracy" (public participation, electoral training) and a "laboratory for administrative reforms" (solving local issues, refining laws). Provide examples for each aspect.
Question 6. રાજ્યની વિધાનસભા રાજ્યના લોકોની ઇચ્છાનું પ્રતિબિંબ પાડે છે.
Answer: ભારત પ્રજાસત્તાક લોકશાહી દેશ છે. ભારતમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ લોકોને જવાબદાર રહીને રાજ્યવહીવટ ચલાવે છે. વિધાનસભા રાજ્યની પ્રજા દ્વારા સીધેસીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું ગૃહ છે. તેથી તે પ્રજાને પ્રત્યક્ષ રીતે જવાબદાર છે. રાજ્યની વિધાનસભા રાજ્યના લોકોની ઇચ્છા – લોકમત – મુજબ ધારાકીય અને કારોબારી કાર્યો કરે છે. વિધાનસભા પ્રજાના વિવિધ પ્રશ્નો, પોતાનાં કાર્યો વિશે પ્રજાના પ્રત્યાઘાતો, અભિપ્રાયો; લોકોની આશાઓ, આકાંક્ષાઓ, માગણીઓ જાણીને, સમજીને રાજ્યનો વહીવટ કરે છે. આમ, રાજ્યની વિધાનસભામાં રાજ્યના લોકોની ઇચ્છાનું પ્રતિબિંબ પડે છે.
In simple words: India is a democratic republic where elected representatives govern responsibly. The Legislative Assembly, with members directly chosen by the public, is directly accountable to the people. It performs legislative and executive duties according to public opinion and the people's will. By understanding public feedback, opinions, hopes, desires, and demands regarding various issues and its own functions, the Assembly effectively manages state administration. Therefore, the state Legislative Assembly reflects the will of the state's people.
Exam Tip: Focus on how direct elections make the Legislative Assembly accountable to the people. Explain that it understands and acts upon public opinion, aspirations, and demands, thereby reflecting the will of the state's populace.
Question 7. રાજ્યપાલ એ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કડીરૂપ ભૂમિકા અદા કરે છે.
Answer: રાજ્યપાલની નિમણૂક કેન્દ્રના પ્રધાનમંડળની સલાહ અનુસાર રાષ્ટ્રપ્રમુખ કરે છે. રાજ્યપાલ રાજ્ય સરકારની કામગીરી વિશે રાષ્ટ્રપ્રમુખને વાકેફ કરે છે. રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન સ્થપાય છે ત્યારે રાજ્યપાલ રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ સંભાળે છે. આમ, રાજ્યપાલ એ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કડીરૂપ ભૂમિકા અદા કરે છે.
In simple words: The President appoints the Governor based on the central cabinet's advice. The Governor informs the President about the state government's performance. During President's Rule in a state, the Governor acts as the President's representative and manages state administration. In this way, the Governor serves as a crucial link between the state and the central government.
Exam Tip: Explain the Governor's appointment process and their dual role: reporting on state affairs to the President and acting as the President's representative during President's Rule, thus linking the state and central governments.
Question 8. લોકસભા દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે.
Answer: લોકસભા પ્રજા દ્વારા સીધેસીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું સંસદનું નીચલું ગૃહ છે. સંઘસરકાર પોતાનાં બધાં જ કાર્ય માટે લોકસભાને જ જવાબદાર છે. લોકસભામાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં આવે છે. લોકસભાના સભ્યો લોકોની ઇચ્છાને વધારે સારી રીતે સમજી શકે છે. તેઓ પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓ ઉકેલે છે. આથી કહી શકાય કે, લોકસભા દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે.
In simple words: The Lok Sabha is a key democratic institution because its members are directly elected by the people. The central government is fully accountable to the Lok Sabha. It gives a voice to public issues and helps solve people's problems and concerns because its members can better understand the public's wishes. Therefore, the Lok Sabha is a vital popular institution for the country.
Exam Tip: Focus on the direct election of Lok Sabha members and its accountability role over the central government. Emphasize its function as a platform for public issues and problem-solving, which makes it a key popular institution.
Question 9. રાજકીય કારોબારી અને વહીવટી કારોબારી વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો રાજ્યના સુશાસનની પૂર્વશરત છે.
Answer: રાજકીય કારોબારી વહીવટીતંત્રનાં જુદાં જુદાં ક્ષેત્રોની નીતિઓ ઘડે છે અને વહીવટી કારોબારી એ નીતિઓનો કાર્યક્ષમતાથી અમલ કરે છે. વહીવટી કારોબારી રાજકીય કારોબારીને નીતિવિષયક બાબતોમાં સલાહ-સૂચનો આપે છે. તેમજ જરૂરી માહિતી અને આંકડા પૂરા પાડે છે. આ રીતે સરકારની નીતિઓના ઘડતરમાં અને અમલીકરણમાં વહીવટી કારોબારી રાજકીય કારોબારીને પીઠબળ પૂરું પાડે છે. વહીવટી કારોબારી સરકારની કરોડરજ્જુ સમાન છે. રાજકીય કારોબારી પ્રજાના કલ્યાણ અને સુખાકારી માટે ચિંતા તથા ચિંતન કરતું મગજ છે; જ્યારે વહીવટી કારોબારી રાજકીય કારોબારીના હાથપગ છે. જેમ મગજની આજ્ઞા પ્રમાણે હાથ-પગ કામ કરે છે. તેમ રાજકીય કારોબારીની આજ્ઞા પ્રમાણે વહીવટી કારોબારી કામ કરે છે. સરકારની વિકાસયાત્રાની ગતિ સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખવામાં વહીવટી કારોબારી મહત્ત્વનો ભાગ ભજવે છે. આમ, રાજકીય કારોબારી અને વહીવટી કારોબારી વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો રાજ્યના સુશાસનની પૂર્વશરત છે.
In simple words: Friendly relations between the political and administrative executives are crucial for good governance. The political executive sets policies, and the administrative executive implements them efficiently. The administrative executive advises the political executive, provides information, and supports policy-making and execution. It's like the administrative executive is the backbone of the government, and the political executive is the brain, with the administrative part acting as the hands and feet to carry out decisions. This ongoing cooperation ensures smooth progress and good governance.
Exam Tip: Explain the distinct yet complementary roles of both executives. Emphasize how their cooperation, with the administrative executive providing support and implementation for the political executive's policies, leads to effective governance.
Question 10. સક્ષમ અને બાહોશ સનદી અધિકારીઓ સરકારની કરોડરજ્જુ સમાન છે.
Answer: નિષ્ણાત જ્ઞાન, વહીવટી ક્ષમતા અને સૂઝબૂઝ, બહોળો અનુભવ અને દીર્ધદષ્ટિને કારણે સનદી અધિકારીઓ રાજ્યનો કાર્યક્ષમ વહીવટ કરી શકે છે. રાજ્યની કારોબારી (મંત્રીમંડળ) એ લોકકલ્યાણ અને સુખાકારીની ચિંતા અને ચિંતન કરતા મગજ સમાન છે; જ્યારે વહીવટી કારોબારીના સનદી અધિકારીઓ તેના હાથપગ છે. સરકારના કાયદા, નીતિઓ વગેરેનો અમલ સનદી અધિકારીઓ જ કરે છે. તેઓ સરકારને પીઠબળ પૂરું પાડે છે. આથી કહી શકાય કે, સક્ષમ અને બાહોશ સનદી અધિકારીઓ સરકારની કરોડરજ્જુ સમાન છે.
In simple words: Competent civil servants are the backbone of the government because their expert knowledge, administrative skills, vast experience, and foresight enable efficient state administration. The Council of Ministers acts as the brain, focused on public welfare, while civil servants are its hands and feet, implementing government laws and policies. They provide strong support to the government, making them its backbone.
Exam Tip: Describe how civil servants' expertise and implementation capabilities are vital for government functioning. Use the analogy of the Council of Ministers as the 'brain' and civil servants as the 'hands and feet' to illustrate their indispensable role.
3. ટૂંક નોંધ લખો:
Question 1. રાજ્યપાલનું સ્થાન અને કાર્યો
Answer: રાજ્યપાલની નિમણૂક સંઘના પ્રધાનમંડળની સલાહ અનુસાર રાષ્ટ્રપ્રમુખ કરે છે.
• 35 વર્ષ કે તેથી વધુ ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને રાષ્ટ્રપ્રમુખ એક કે તેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે નીમી શકે છે.
• રાજ્યપાલના હોદ્દાની મુદત પાંચ વર્ષની છે. પરંતુ એ મુદત પૂર્ણ થાય એ પહેલાં રાષ્ટ્રપ્રમુખ તેમને હોદ્દા પરથી દૂર કરી શકે છે અથવા રાજ્યપાલ સ્વેચ્છાથી રાજીનામું આપી શકે છે.
• રાષ્ટ્રપ્રમુખ તેમના હોદ્દાની મુદત વધારી પણ શકે છે.
• તે તેમની બીજા રાજ્યના રાજ્યપાલ તરીકે બદલી કરી શકે છે.
• રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા છે.
• તે રાજ્યની બધી કારોબારી સત્તાઓ ધરાવે છે.
• રાજ્યના તમામ વહીવટ રાજ્યપાલને નામે ચાલે છે.
• તે વિધાનસભાના બહુમતી પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે અને મુખ્યમંત્રીની સલાહ અનુસાર પ્રધાનમંડળની રચના કરે છે.
• રાજ્યપાલ રાજ્યના ઍડ્વોકેટ જનરલ તથા રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરે છે.
• રાષ્ટ્રપ્રમુખ રાજ્યપાલની સાથે મંત્રણા કરીને રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે.
• રાજ્યપાલ રાજ્યની ધારાસભાની બેઠકો બોલાવવાની, તેને બરખાસ્ત કરવાની કે મુલતવી રાખવાની, વટહુકમ બહાર પાડવાની, રાજ્યની ધારાસભાએ પસાર કરેલા ખરડાઓ પર સહી કરી તેમને કાયદાઓનું સ્વરૂપ આપવાની વગેરે ધારાકીય સત્તાઓ ધરાવે છે.
• રાજ્યની બધી યુનિવર્સિટીઓના હોદ્દાની રૂએ રાજ્યપાલ કુલાધિપતિ (ચાન્સેલર) હોય છે. તેઓ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરની નિમણૂક કરવાની ઔપચારિક સત્તા ધરાવે છે.
• રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન સ્થપાય તો તે રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ ચલાવે છે.
• રાજ્યમાં સામાન્ય ચૂંટણી પછી વિધાનસભામાં બહુમતીએ ચૂંટાઈ આવેલા પક્ષના નેતાની રાજ્યપાલ મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે.
• જો વિધાનસભામાં કોઈ પણ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હોય, તો જુદા જુદા પક્ષોએ સંગઠન સાધીને મેળવેલી બહુમતીના નેતાની કે અન્ય પક્ષોનો ટેકો ધરાવતા સૌથી મોટા પક્ષના નેતાની નિમણૂક રાજ્યપાલ મુખ્યમંત્રી તરીકે કરી શકે છે.
• રાજ્યપાલ રાજ્યની કારોબારીના વડા છે. પરંતુ વાસ્તવમાં, તે રાજ્યપાલની લગભગ બધી જ સત્તાઓ મુખ્ય પ્રધાન અને તેમનું પ્રધાનમંડળ ભોગવે છે.
In simple words: The President appoints the Governor based on the Union Cabinet's advice. A Governor must be an Indian citizen over 35 and can be appointed for five years, but the President can remove them or extend their term. They can also be transferred to another state. The Governor is the state's constitutional head and holds all executive powers, with all administration running in their name. They appoint the Chief Minister and Council of Ministers. The Governor also appoints the Advocate General and Public Service Commission members, and consults with the President for High Court judges. Their legislative powers include summoning, proroguing, or dissolving the assembly, issuing ordinances, and assenting to bills. The Governor is the Chancellor of all state universities and formally appoints Vice-Chancellors. During President's Rule, they act as the President's representative. After elections, the Governor appoints the Chief Minister, either from a majority party or a coalition. While the Governor is the executive head, the Chief Minister and Council of Ministers wield most of their powers in practice.
Exam Tip: Structure your answer into appointment, tenure, and various powers (legislative, executive, judicial, discretionary). Include special roles like Chancellor of universities and representative during President's Rule. Conclude by noting the real power lies with the Chief Minister and Council of Ministers.
Question 2. રાજ્યની વિધાનસભાની કારોબારી વિષયક સત્તાઓ
Answer:
| રાજ્યસરકાર | |||
|---|---|---|---|
| ધારાસભા | કારોબારી | ન્યાયતંત્ર | |
| વિધાનસભા | રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળ તેમજ વહીવટી અધિકારીઓ | વડી અદાલત | |
| વિધાનપરિષદ | તાબાની અદાલતો | ||
| જિલ્લા અદાલતો | તાલુકા અદાલતો | ||
• વિધાનસભ્યો પ્રધાનોને વહીવટી કાર્યો અંગે પ્રશ્નો અને પેટાપ્રશ્નો પૂછી શકે છે.
• તે અગત્યની બાબત કે બનાવ વિશે ચર્ચા કરવા સભા મોકૂફીની દરખાસ્ત રજૂ કરી શકે છે.
• તે પ્રધાનમંડળ ઉપર અવિશ્વાસનો ઠરાવ પસાર કરી તેને રાજીનામું આપવાની ફરજ પાડી શકે છે.
• વિધાનસભાની સત્તાઓ ઘણી વિસ્તૃત હોવા છતાં કટોકટીના સમયમાં લોકસભા (સંસદનું નીચલું ગૃહ) તેના પર અંકુશ મૂકી શકે છે.
In simple words: The State Legislative Assembly has various executive powers. Its members can ask ministers questions and supplementary questions about administrative work. They can also introduce adjournment motions to discuss important events or matters. The Assembly can pass a no-confidence motion against the Council of Ministers, forcing them to resign. While the Assembly has extensive powers, during emergencies, the Lok Sabha (lower house of Parliament) can exercise control over it.
Exam Tip: Highlight the Assembly's powers to question ministers, introduce adjournment motions, and pass no-confidence motions. Also, mention the limitation of its powers during emergencies when the Lok Sabha can intervene.
Question 3. ટૂંક નોંધ લખોઃ વડા પ્રધાનનું સ્થાન અને કારોબારી સત્તાઓ
Answer: 1. વડા પ્રધાનનું સ્થાન પ્રધાનમંડળમાં વડા પ્રધાનનું સ્થાન અજોડ છે. તે પ્રધાનમંડળના વડા છે.
• લોકસભામાં સરકારી નીતિઓની તે પ્રધાનમંડળ વતી જાહેરાતો કરે છે.
• પ્રખ્યાત બંધારણશાસ્ત્રી ડૉ. જેનિંગના શબ્દોમાં કહીએ તો, “પ્રધાનમંડળમાં તે સૌથી વધુ મહત્ત્વની વ્યક્તિ છે. પ્રધાનમંડળની રચના, પ્રધાનમંડળ અને સંઘ, પ્રધાનમંડળ અને રાષ્ટ્રપ્રમુખ તથા રાજ્યવહીવટ સાથે વડા પ્રધાનનો ગાઢ સંબંધ હોય છે.”
• પ્રધાનમંડળની બેઠકોમાં તે પ્રમુખસ્થાન લે છે. તે દરેક પ્રધાનના કામકાજ પર દેખરેખ રાખે છે.
• બીજા પ્રધાનો તેમની ઇચ્છા અને લાગણીને માન આપે છે.
• તે ગમે તે પ્રધાનને રાજીનામું આપવાનું જણાવી શકે છે. રાષ્ટ્રપ્રમુખ સાથે તે સતત સંપર્કમાં રહે છે.
• પ્રધાનમંડળના અગત્યના નિર્ણયોની તે રાષ્ટ્રપ્રમુખને તાત્કાલિક જાણ કરે છે.
• રાષ્ટ્રપ્રમુખનો અભિપ્રાય તે પ્રધાનમંડળ સમક્ષ રજૂ કરે છે. તે દેશની ગૃહનીતિ અને વિદેશનીતિમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
• રાષ્ટ્રના પ્રગતિ અને તેના ભાવિનો આધાર મોટા ભાગે વડા પ્રધાનના નેતૃત્વ પર રહેલો છે.
• પ્રોફેસર શેટ્ટી અને મહાજનના મત પ્રમાણે, “વડા પ્રધાન પ્રધાનમંડળમાં સુકાનીરૂપ અને ચાવીરૂપ વ્યક્તિ (key-man) છે.”
2. વડા પ્રધાનની કારોબારી સત્તાઓ: ભારતના વડા પ્રધાનનાં મુખ્ય કાર્યો અને સત્તાઓ નીચે મુજબ છે:
• વડા પ્રધાન રાષ્ટ્રપ્રમુખના આમંત્રણથી પ્રધાનમંડળ રચે છે. તેઓ દરેક પ્રધાનને એક કે વધારે ખાતાંનો વહીવટ સોંપે છે. તેઓ પોતે પણ એક કે વધારે ખાતાંનો વહીવટ સંભાળે છે.
• તેઓ પ્રધાનોને પદભ્રષ્ટ કરવાનો, તેમનાં ખાતાં બદલવાનો અને સમગ્ર પ્રધાનમંડળની પુનર્રચના કરવાનો અધિકાર ધરાવે છે.
• વડા પ્રધાન જ દેશની કારોબારીના વાસ્તવિક વડા છે. તેઓ દેશની આંતરિક નીતિ અને વિદેશનીતિ ઘડે છે તેમજ એ નીતિ અનુસાર કાર્ય કરવા માટે દરેક પ્રધાનને માર્ગદર્શન આપે છે.
• વડા પ્રધાન પ્રધાનમંડળની બેઠકોનું અધ્યક્ષસ્થાન સંભાળે છે. તેઓ અગત્યની બાબતો અંગે ચર્ચા કરી નિર્ણયો લે છે.
• તેઓ લોકસભામાં સરકારની નીતિઓની જાહેરાત કરે છે અને એ વિશેના ખુલાસા કરે છે તેમજ નીતિવિષયક નિર્ણયો લે છે.
• વડા પ્રધાન પ્રધાનમંડળ અને રાષ્ટ્રપ્રમુખ વચ્ચે કડીરૂપ છે. પ્રધાનમંડળની બેઠકોમાં થયેલા ઠરાવો વિશે, દેશની સમગ્ર પરિસ્થિતિ વિશે તેમજ કેન્દ્ર સરકારના સમગ્ર વહીવટ વિશે વડા પ્રધાન રાષ્ટ્રપ્રમુખને વાકેફ કરે છે.
• હોદ્દાની રૂએ વડા પ્રધાન નીતિપંચ (આયોજનપંચ)નું અધ્યક્ષપદ સંભાળે છે.
In simple words: The Prime Minister holds a unique and leading position in the Council of Ministers, serving as its head. They announce government policies in the Lok Sabha on behalf of the cabinet. According to Dr. Jenning, the PM is the most important person in the cabinet, connecting it with the President and state administration. They preside over cabinet meetings, supervise ministers, and can ask any minister to resign. The PM stays in constant contact with the President, informing them of key cabinet decisions and presenting the President's opinions to the cabinet. They play a vital role in national and foreign policy, and the country's progress largely depends on their leadership. As for executive powers, the PM forms the cabinet at the President's invitation, allocating portfolios and potentially holding multiple ministries themselves. They have the power to dismiss or reassign ministers and reshuffle the entire cabinet. The PM is the real executive head, formulating domestic and foreign policies and guiding ministers. They chair cabinet meetings, discussing and deciding on important issues. They announce government policies and clarify policy decisions in the Lok Sabha. The PM acts as a link between the cabinet and the President, keeping the President informed about cabinet resolutions and the overall situation and administration of the country. The Prime Minister also chairs the NITI Aayog (Planning Commission).
Exam Tip: Divide the answer into two parts: the PM's position (unique role in cabinet, quotes, key responsibilities) and their executive powers (cabinet formation, policy-making, leadership, liaison with President). Provide specific examples for each point.
Question 4. રાષ્ટ્રપ્રમુખની ધારાકીય સત્તાઓ અને વહીવટી સત્તાઓ
Answer:
ધારાકીય સત્તાઓ: રાષ્ટ્રપ્રમુખ સંસદની બેઠક બોલાવવાની, મુલતવી રાખવાની તથા લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા ધરાવે છે.
• તે સાહિત્ય, શિક્ષણ, વિજ્ઞાન, કલા, સમાજસેવા વગેરે ક્ષેત્રોની 12 નામાંકિત વ્યક્તિઓની રાજ્યસભામાં નિમણુક કરે છે.
• લોકસભામાં એંગ્લો-ઇન્ડિયનોને પૂરતું પ્રતિનિધિત્વ ન મળ્યું હોય ત્યારે એ વર્ગના બે પ્રતિનિધિઓ નીમવાની રાષ્ટ્રપ્રમુખને સત્તા છે.
• સામાન્ય ચૂંટણીઓ પછી સંસદનાં બંને ગૃહોનું તે ઉદ્ઘાટન કરે છે તેમજ તે દર વર્ષે સંસદની પ્રથમ બેઠક સમયે બંને ગૃહોની સંયુક્ત સભા સમક્ષ 'અભિભાષણ' (પ્રવચન) કરે છે.
• સંસદગૃહોએ પસાર કરેલા ખરડાઓ રાષ્ટ્રપ્રમુખની સહી વિના કાયદા બની શકતા નથી. નાણાકીય ખરડા સિવાયના ખરડા રાષ્ટ્રપ્રમુખ પુનર્વિચારણા માટે સંસદને પરત મોકલી શકે છે.
• અંદાજપત્ર કે અન્ય કોઈ નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વસંમતિથી જ લોકસભામાં દાખલ થઈ શકે છે.
• કોઈ પણ ખરડા પર સંસદનાં બંને ગૃહો વચ્ચે મતભેદો પડે ત્યારે રાષ્ટ્રપ્રમુખ સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે છે.
• સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે તાકીદની પરિસ્થિતિ અંગે રાષ્ટ્રપ્રમુખ વટહુકમ બહાર પાડી શકે છે.
કારોબારી (વહીવટી) સત્તાઓ: ભારતના રાષ્ટ્રપ્રમુખ સંઘસરકારની કારોબારીના સર્વોચ્ચ વડા છે. લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને તે વડા પ્રધાન તરીકે નીમે છે. પ્રધાનમંડળના અન્ય પ્રધાનોની નિમણૂક તે વડા પ્રધાનની સલાહથી કરે છે. કારોબારીનાં બધાં જ કાર્યો રાષ્ટ્રપ્રમુખના નામે કરવામાં આવે છે.
• રાષ્ટ્રપ્રમુખ ત્રણેય સંરક્ષણ દળોના વડા છે. તે અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા ધરાવે છે.
• ભારતના ઍટર્ની જનરલ, કમ્પટ્રોલર, ઑડિટર જનરલ, સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદાલતના ન્યાયાધીશો, રાજ્યપાલો, ઉચ્ચ લશ્કરી અધિકારીઓ, કેટલાક સર્વોચ્ચ અધિકારીઓ વગેરેની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે.
• તે ચૂંટણીપંચ, નાણાપંચ, જાહેર સેવા આયોગ વગેરેના અધ્યક્ષો અને સભ્યોની નિમણૂક કરે છે.
• તે વિદેશોમાં ભારતના રાજદૂત – એલચીઓની નિમણૂક કરે છે અને વિદેશી રાજદૂતોને માન્યતા આપે છે.
In simple words: The President has legislative powers, including summoning, proroguing, or dissolving Parliament and nominating 12 members to the Rajya Sabha from arts, science, literature, and social service. They can also nominate two Anglo-Indian members to the Lok Sabha if needed. After general elections, the President inaugurates both houses and addresses their joint sitting annually. No bill becomes law without the President's signature, and they can send non-money bills back for reconsideration. Money bills require prior presidential consent to be introduced. In case of disagreement between houses on a bill, the President can call a joint session. They can also issue ordinances when Parliament is not in session. Regarding administrative powers, the President is the supreme head of the Union executive. They appoint the Prime Minister (leader of the majority party in Lok Sabha) and other ministers on the PM's advice, and all executive actions are taken in their name. The President is the Commander-in-Chief of the armed forces, with powers to declare war or peace. They appoint high-ranking officials like the Attorney General, Comptroller, Auditor General, judges of the Supreme Court and High Courts, Governors, and top military and civil officers. The President also appoints chairpersons and members of constitutional bodies like the Election Commission, Finance Commission, and Public Service Commission, and appoints ambassadors abroad while receiving foreign envoys.
Exam Tip: Clearly distinguish between legislative and administrative powers. For legislative, focus on roles related to Parliament (nominations, assent to bills, ordinances). For administrative, highlight appointment powers (PM, ministers, judges, high officials) and role as Commander-in-Chief. Give specific examples for each.
Question 5. ખરડામાંથી કાયદો કેવી રીતે બને છે તે સમજાવો. અથવા કાયદા માટેની દરખાસ્ત ખરડો કહેવાય છે. ખરડાના બે પ્રકારો છે: 1. સામાન્ય ખરડો અને 2. નાણાકીય ખરડો.
Answer: કાયદા માટેની દરખાસ્ત ખરડો કહેવાય છે. ખરડાના બે પ્રકારો છે:
1. સામાન્ય ખરડો અને
2. નાણાકીય ખરડો.
1. સામાન્ય ખરડામાંથી કાયદાની રચના: સંસદમાં ખરડો રજૂ કરતાં પહેલાં લોકસભામાં સ્પીકરની અને રાજ્યસભામાં અધ્યક્ષની પરવાનગી મેળવવી પડે છે.
• સામાન્ય ખરડો સંસદના બંને ગૃહોમાંથી કોઈ પણ ગૃહમાં રજૂ થઈ શકે છે.
• તે પ્રધાનમંડળના કોઈ પ્રધાન અથવા ગૃહના કોઈ પણ સભ્ય દ્વારા રજૂ થઈ શકે છે.
• સામાન્ય ખરડો રાષ્ટ્રપ્રમુખ પાસે સહી માટે મોકલવામાં આવે તે પહેલાં તેને બંને ગૃહોમાં ત્રણ વાચનમાંથી પસાર થવું પડે છે.
(i) પ્રથમ વાચન: ખરડો રજૂ કરનાર મંત્રી કે સંસદસભ્ય ગૃહમાં ખરડાનું વાચન કરી ખરડાના હેતુઓ અને બાકી મહત્ત્વના બાબતો ગૃહના ધ્યાન પર લાવે છે. ત્યારપછી ગૃહમાં ખરડા પર ચર્ચા થાય છે. ગૃહ ખરડાને મંજૂર કરે તો તે બીજા વાચનમાં આવે છે.
(ii) બીજું વાચન: બીજા વાચન દરમિયાન ખરડાની દરેક કલમ પર ગૃહના સભ્યો વિસ્તૃત ચર્ચા કરે છે. આ સમયે સભ્યો તેમાં સુધારા રજૂ કરી શકે છે. કોઈ મહત્ત્વનો ખરડો હોય અથવા ખરડા ઉપર ગંભીર વિચારણાની જરૂર હોય, તો વધુ વિચારણા માટે ખરડાને સંસદસભ્યોમાંથી જે-તે વિષયના તજ્જ્ઞ અને વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની બનેલી ‘પ્રવર સમિતિ’ને સોંપવામાં આવે છે.
(iii) ત્રીજું વાચન: પ્રવર સમિતિના અહેવાલ પછી એ અહેવાલને આધારે ગૃહમાં ખરડાનું ત્રીજું વાચન શરૂ થાય છે. ત્રીજા વાચનને અંતે ગૃહ ખરડાને બહુમતીથી પસાર કરે તો તેને સંસદના બીજા ગૃહમાં મોકલવામાં આવે છે. બીજા ગૃહમાં પણ ખરડાને ત્રણ વાચનમાંથી પસાર થવું પડે છે. આમ, બંને ગૃહોમાંથી પસાર થયા પછી ખરડાને રાષ્ટ્રપ્રમુખની સહી માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપ્રમુખ સહી કરે પછી જ તે કાયદો બને છે. સહી કરતાં પહેલાં રાષ્ટ્રપ્રમુખને જરૂર લાગે તો ખરડાને પોતાની પાસે રાખી મૂકી શકે છે, કે સંસદમાં પુનઃવિચારણા માટે પાછો મોકલી શકે છે. ફરીથી એ જ વિધિથી ખરડો બંને ગૃહોમાં પસાર થાય તો રાષ્ટ્રપ્રમુખને સહી કરવી પડે છે. રાષ્ટ્રપ્રમુખ સહી કરે એટલે તે ખરડો કાયદો બને છે અને ત્યારપછી તેને સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે.
2. નાણાકીય ખરડામાંથી કાયદાની રચના: નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વમંજૂરીથી પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે.
• કોઈ પણ ખરડો નાણાકીય ખરડો છે કે કેમ તે માત્ર લોકસભાના સ્પીકર જ નક્કી કરે છે.
• લોકસભામાં પસાર કર્યા પછી જ નાણાકીય ખરડાને રાજ્યસભામાં મોકલવામાં આવે છે.
• રાજ્યસભાએ માત્ર ચર્ચા કરી, તેની ભલામણો સાથે કે ભલામણો વિના, 14 દિવસમાં તેને લોકસભાને પાછો મોકલવાનો હોય છે. આ મુદત દરમિયાન રાજ્યસભા નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરે તો પણ તે પસાર થયેલો ગણાય છે.
• એ પછી તેને રાષ્ટ્રપ્રમુખની સહી માટે મોકલવામાં આવે છે, રાષ્ટ્રપ્રમુખની સહી થતાં નાણાકીય ખરડો કાયદો બને છે.
In simple words: A bill is a proposal for a law, divided into ordinary and money bills. For an ordinary bill to become law, it must pass through three readings in both houses of Parliament, starting with introduction and general discussion (first reading), followed by detailed clause-by-clause debate and potential amendments or referral to a select committee (second reading), and finally a vote on the amended bill (third reading). After both houses approve it, it goes to the President, whose signature makes it a law. The President can return it for reconsideration, but if passed again, they must sign it. Money bills, identified solely by the Lok Sabha Speaker, can only be introduced in the Lok Sabha with prior presidential approval. After passing the Lok Sabha, they go to the Rajya Sabha, which can only discuss and recommend changes within 14 days. If the Rajya Sabha doesn't return it or its recommendations are rejected, the bill is deemed passed. It then needs the President's signature to become law.
Exam Tip: Describe the legislative process for both ordinary and money bills clearly. For ordinary bills, detail the three readings in each house and the President's role. For money bills, emphasize the Lok Sabha's primary role, the Speaker's certification, the 14-day limit for Rajya Sabha, and the President's mandatory assent.
Question 6. ટૂંક નોંધ લખોઃ નાણાકીય ખરડા અંગેની બંધારણીય જોગવાઈઓ અથવા નાણાકીય ખરડામાંથી કાયદાની રચના
Answer: કોઈ પણ ખરડો નાણાકીય ખરડો છે કે કેમ તે માત્ર લોકસભાના સ્પીકર જ નક્કી કરે છે.
• અંદાજપત્ર તેમજ નાણાકીય બાબતોને લગતો ખરડો નાણાકીય ખરડો કહેવાય છે.
• નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વમંજૂરીથી પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે.
• લોકસભામાં નાણાકીય ખરડો (અંદાજપત્ર) નીચેના તબક્કામાંથી પસાર કરવામાં આવે છે:
(1) ખરડા પર બે-ત્રણ દિવસ સુધી પ્રાથમિક ચર્ચા કરવામાં આવે છે.
(2) અંદાજપત્રમાં દર્શાવેલા વાર્ષિક ખર્ચની માગણીઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવે છે. નાણામંત્રી ગૃહમાં આંકડાકીય માહિતી રજૂ કરે છે.
(3) કેન્દ્રના પ્રધાનમંડળના પ્રધાનો પોતાના ખાતાની માગણીઓ ગૃહમાં ચર્ચા-વિચારણા માટે રજૂ કરે છે. ગૃહમાં હાજર રહેલા સભ્યોના મતદાનથી તે મંજૂર થાય છે.
(4) અંદાજપત્રમાં દર્શાવેલ આવકના વિવિધ સ્રોતો અને કરવેરાના પ્રસ્તાવો ગૃહની મંજૂરી માટે રજૂ કરવામાં આવે છે.
• લોકસભામાં પસાર કર્યા પછી જ નાણાકીય ખરડાને રાજ્યસભામાં મોકલવામાં આવે છે.
• રાજ્યસભાએ તેની પર માત્ર ચર્ચા કરી, તેની ભલામણો સાથે કે ભલામણો વિના, 14 દિવસમાં તેને લોકસભાને પાછો મોકલવાનો હોય છે. આ મુદત દરમિયાન રાજ્યસભા નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરે તો પણ તે પસાર થયેલો ગણાય છે.
• રાજ્યસભાએ સૂચવેલી ભલામણો લોકસભા સ્વીકારે કે ન સ્વીકારે તોપણ નાણાકીય ખરડો બંને ગૃહોમાં પસાર થયેલો ગણાય છે.
• ત્યારપછી તેને રાષ્ટ્રપ્રમુખની સહી માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપ્રમુખની સહી થતાં નાણાકીય ખરડો કાયદો બને છે.
In simple words: Only the Lok Sabha Speaker decides if a bill is a money bill, which covers budget and financial matters. Such bills are first introduced in the Lok Sabha with the President's prior approval. The process in Lok Sabha includes preliminary debate, discussion on annual expenditure demands (with the Finance Minister presenting data), voting on ministry-specific demands by present members, and presenting revenue sources and tax proposals for approval. After passing the Lok Sabha, the money bill goes to the Rajya Sabha. The Rajya Sabha can only discuss and make recommendations, with or without which it must return the bill within 14 days. Even if not returned within this period, or if its recommendations are rejected, the bill is considered passed by both houses. Finally, it becomes law after the President's signature.
Exam Tip: Detail the specific provisions for money bills, including the Speaker's certification, exclusive introduction in Lok Sabha, the stages of debate and approval in Lok Sabha (especially budget components), and the limited role and 14-day timeline for Rajya Sabha. Conclude with presidential assent.
Select The Correct Option From The Following:
Question 1. વિધાનસભાના સભ્યપદ માટે વયમર્યાદા કેટલાં વર્ષની નક્કી થઈ છે:
(a) 25 વર્ષ
(b) 30 વર્ષ
(c) 35 વર્ષ
(d) 18 વર્ષ
Answer: (a) 25 વર્ષ
In simple words: To become a member of the legislative assembly, a person needs to be at least 25 years old.
Exam Tip: Remember that the minimum age for a Legislative Assembly member is 25 years, similar to a Lok Sabha member.
Question 2. લોકસભાનું સંખ્યાબળ અને રાજ્યસભાનું સંખ્યાબળ કેટલું નિર્ધારિત કર્યું છે?
(a) 545 અને 250
(b) 455 અને 350
(c) 182 અને 11
(d) 543 અને 238
Answer: (a) 545 અને 250
In simple words: The total number of members for Lok Sabha is fixed at 545, while for Rajya Sabha it is set at 250.
Exam Tip: Remember the specific number of members for both Lok Sabha and Rajya Sabha, as these are fundamental figures in parliamentary structure.
Question 3. નીચેના કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં નથી?
(a) કર્ણાટક
(b) આંધ્ર પ્રદેશ
(c) તમિલનાડુ
(d) બિહાર
Answer: (b) આંધ્ર પ્રદેશ
In simple words: Andhra Pradesh is among the states that do not have two houses in their legislative assembly.
Exam Tip: Be aware of the states that have bicameral legislatures (two houses) versus unicameral legislatures (one house), as this is a common general knowledge question.
Question 4. ન્યાયાધીશને કોણ નીમે છે?
(a) વડા પ્રધાન
(b) રાજ્યપાલ
(c) રાષ્ટ્રપ્રમુખ
(d) ઉપરાષ્ટ્રપ્રમુખ
Answer: (c) રાષ્ટ્રપ્રમુખ
In simple words: The President appoints judges. This is a key power of the President in the judicial system.
Exam Tip: The President of India plays a crucial role in the appointment of judges to the Supreme Court and High Courts, ensuring the independence of the judiciary.
Question 5. લોકસભાના સભ્યોની સમયમર્યાદા કેટલાં વર્ષની છે?
(a) 4 વર્ષ
(b) 6 વર્ષ
(c) 2 વર્ષ
(d) 5 વર્ષ
Answer: (d) 5 વર્ષ
In simple words: Members of the Lok Sabha typically serve for a period of five years unless the house is dissolved earlier.
Exam Tip: The term of a Lok Sabha member is 5 years, which is the standard tenure for elected representatives in the lower house.
Question 6. રાષ્ટ્રપ્રમુખ કયા ગૃહમાં બે એંગ્લો-ઇન્ડિયન સભ્યની નિમણૂક કરે છે?
(a) રાજ્યસભા
(b) લોકસભા
(c) ગોવા વિધાનસભા
(d) આયોજનપંચ
Answer: (b) લોકસભા
In simple words: The President can nominate two Anglo-Indian members to the Lok Sabha if they feel the community is not adequately represented.
Exam Tip: This power to nominate Anglo-Indian members to the Lok Sabha by the President is an important provision to ensure diverse representation.
Question 7. વડા પ્રધાનને હોદા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે?
(a) ઉપરાષ્ટ્રપ્રમુખ
(b) રાષ્ટ્રપ્રમુખ
(c) સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ
(d) લોકસભાના પ્રોટેમ સ્પીકર
Answer: (b) રાષ્ટ્રપ્રમુખ
In simple words: The President administers the oath of office and secrecy to the Prime Minister. This formal step confirms the PM's position.
Exam Tip: The President's role in administering the oath to the Prime Minister and other ministers highlights the ceremonial head-of-state function.
Question 8. નીચે આપેલાં જોડકાં લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો:
| વહીવટી સંસ્થાઓ | વહીવટી વડાઓ |
|---|---|
| 1. જિલ્લા સેવાસદન | a. મેયર |
| 2. મહાનગરપાલિકા | b. ડીડીઓ |
| 3. જિલ્લા પંચાયત | c. કલેક્ટર |
| d. કમિશનર |
(a) (1 – a), (2 – c), (3 – d)
(b) (1 – c), (2 – d), (3 – b)
(c) (1 – b), (2 – c), (3 – d)
(d) (1 – c), (2 – a), (3 – b)
Answer: (b) (1 – c), (2 – d), (3 – b)
In simple words: This question matches administrative bodies with their respective heads. District Services are led by the Collector, Municipal Corporations by the Commissioner, and District Panchayats by the DDO.
Exam Tip: For matching questions, always cross-reference each pair with your knowledge. Be precise about the roles of political and administrative heads in local governance.
Question 9. રાજ્યસભામાં રાષ્ટ્રપ્રમુખ કેટલા સભ્યો નીમે છે?
(a) 238
(b) 12
(c) 2
(d) 14
Answer: (b) 12
In simple words: The President nominates twelve members to the Rajya Sabha from various fields like literature, science, and social service.
Exam Tip: Recall that the President nominates 12 members to the Rajya Sabha, recognizing individuals with special knowledge or practical experience in specific areas.
Question 10. સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે?
(a) વડા પ્રધાન
(b) ગૃહપ્રધાન
(c) નાણાપ્રધાન
(d) સંસદસભ્ય
Answer: (c) નાણાપ્રધાન
In simple words: The Finance Minister presents the budget in the Parliament. This is a crucial financial responsibility.
Exam Tip: Remember that the Union Budget is presented by the Finance Minister, outlining the government's financial plans for the upcoming year.
Free study material for Social Science
GSEB Solutions Class 9 Social Science Chapter 10 સરકારનાં અંગો
Students can now access the GSEB Solutions for Chapter 10 સરકારનાં અંગો prepared by teachers on our website. These solutions cover all questions in exercise in your Class 9 Social Science textbook. Each answer is updated based on the current academic session as per the latest GSEB syllabus.
Detailed Explanations for Chapter 10 સરકારનાં અંગો
Our expert teachers have provided step-by-step explanations for all the difficult questions in the Class 9 Social Science chapter. Along with the final answers, we have also explained the concept behind it to help you build stronger understanding of each topic. This will be really helpful for Class 9 students who want to understand both theoretical and practical questions. By studying these GSEB Questions and Answers your basic concepts will improve a lot.
Benefits of using Social Science Class 9 Solved Papers
Using our Social Science solutions regularly students will be able to improve their logical thinking and problem-solving speed. These Class 9 solutions are a guide for self-study and homework assistance. Along with the chapter-wise solutions, you should also refer to our Revision Notes and Sample Papers for Chapter 10 સરકારનાં અંગો to get a complete preparation experience.
FAQs
The complete and updated GSEB Class 9 Social Science Solutions Chapter 10 સરકારનાં અંગો is available for free on StudiesToday.com. These solutions for Class 9 Social Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 9 Social Science Solutions Chapter 10 સરકારનાં અંગો as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 9 Social Science Solutions Chapter 10 સરકારનાં અંગો will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 9 Social Science. You can access GSEB Class 9 Social Science Solutions Chapter 10 સરકારનાં અંગો in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 9 Social Science Solutions Chapter 10 સરકારનાં અંગો in printable PDF format for offline study on any device.