GSEB Class 9 Gujarati Textbook Solutions Chapter 4 સિંહનું મૃત્યુ

Step-by-Step Textbook Solutions for Class 9 Gujarati Chapter 04 સિંહનું મૃત્યુ

Explore reliable textbook solutions for Chapter 04 સિંહનું મૃત્યુ tailored for Class 9 learners. Utilizing these Gujarati answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.

Download Chapter 04 સિંહનું મૃત્યુ Textbook Solutions PDF

View or download the dedicated Chapter 04 સિંહનું મૃત્યુ solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Gujarati.

સિંહનું મૃત્યુ સ્વાધ્યાય

1. પ્રશ્રની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (V) નિશાની કરો :

 

Question 1. 'સાવજ સીધો હાલ્યો ગ્યો હોત તો કાંય થવાનું નોતું” આ વાક્ય કોણ બોલે છે?
(A) ગામલોકો
(B) ગોવિંદભાઈ
(C) એહમદ
(D) લેખક
Answer: (C) એહમદ
In simple words: This question asks who said the line about the lion not having any trouble if it had just walked straight. The answer is એહમદ.

Exam Tip: For dialogue-based questions, accurately recall the speaker of each specific quote from the story.

 

Question 2. સિંહનું માથું શાથી ફાટી ગયું ?
(A) હીરણ નદીના પુલ પરથી નીચે પટકાવાથી
(B) ખટારાના વ્હીલમાં આવી જતાં
(C) દીવાલ પડવાથી
(D) ખેતરમાં પડવાથી
Answer: (A) હીરણ નદીના પુલ પરથી નીચે પટકાવાથી
In simple words: The lion's head was injured because it fell from the bridge of the Hiran river.

Exam Tip: Remember the exact location and cause of the incident as described in the chapter for factual questions.

 

Question 3. ડ્રાઇવરે પોતાના મિત્રને ફોન કર્યો. કારણ કે.
(A) ગાડીની બૅટરી ઊતરી ગઈ હતી.
(B) પુલ ઉપરથી સાવજને ચાલ્યો જતો જોયો હતો.
(C) રાત્રે વાળુ કરવાનું બાકી હતું.
(D) ડ્રાઇવરને ચા-પાણી પીવા હતા.
Answer: (B) પુલ ઉપરથી સાવજને ચાલ્યો જતો જોયો હતો.
In simple words: The driver called his friend because he saw a lion walking across the bridge.

Exam Tip: Focus on key events and character motivations when answering questions about narrative actions.

 

Question 4. ‘સિંહનું મૃત્યુ' કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.
(A) નવલકથાખંડ
(B) નવલિકા
(C) નિબંધ
(D) નાટક
Answer: (A) નવલકથાખંડ
In simple words: The story 'Lion's Death' is a part or a section from a novel.

Exam Tip: Know the literary genre of each chapter or story to answer such classification questions correctly.

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

 

Question 1. સિંહે પુલ ઉપરથી નીચે કૂદકો કેમ માર્યો?
Answer: રાત્રિનો સમય હતો. પુલની બંને બાજુએથી વાહનો આવ્યાં. આંખો આંજી નાખતા પ્રકાશના શેરડા અને અવાજથી સિંહ કંટાળી ગયો અને પુલની દિવાલ કૂદીને અંધકાર બાજુ જવાના ઇરાદાએ છલાંગ મારી, પરંતુ નીચે હીરણ નદીનો પથરાળ પટ હતો. તેથી ત્યાં પડતાં વેંત તેનું માથું ફાટી ગયું.
In simple words: It was night, and vehicles came from both sides of the bridge. The lion got tired of the bright lights and noise, so it jumped over the bridge wall, hoping to go towards the dark fields. However, below was the rocky bed of the Hiran river, and its head broke upon landing.

Exam Tip: Describe the sequence of events clearly, including the cause (lights, noise) and the effect (lion's action, injury) for a complete answer.

 

Question 2. સાસણ અને આજુબાજુનાં ગામમાં બંધ શા માટે પાળ્યો હતો?
Answer: સિંહના અકાળે થયેલા મૃત્યુના બનાવ વિશે જે કોઈએ જાણ્યું એણે અરેરાટી વ્યક્ત કરી. સિંહ પ્રત્યેની આત્મીયતા હોવાને લીધે એના અંતિમ સંસ્કાર નિમિત્તે સાસણ અને આજુબાજુનાં ગામોમાં લોકોએ બંધ પાળ્યો હતો.
In simple words: Everyone who heard about the lion's sudden death expressed sadness. Due to their deep affection for the lion, the people of Sasan and nearby villages observed a 'bandh' (strike) for its last rites.

Exam Tip: Explain both the emotional reaction and the symbolic act (bandh) to fully address the question.

3. નીચેના પ્રશ્નોના છ-સાત વાક્યમાં ઉત્તર લખો :

 

Question 1. સિંહનું અકાળે મૃત્યુ કેવી રીતે થયું તે વિસ્તારથી વર્ણવો.
Answer: રાત્રિના સાડા દસનો સમય હતો. સાસણમાં મેંદરડા તરફથી આવતા કોઈ વાહનના ડ્રાઇવરે વળાંક લેતાં જોયું કે પુલ ઉપર કોઈ મોટું પ્રાણી ચાલ્યું જાય છે. ડ્રાઇવરે ગાડી થોભાવી સાસણમાં રહેતા મિત્રને ફોન પર જાણ કરી. એવામાં પુલના સામે છેડેથી વાહન આવતું જોતાં, એણે પોતાના વાહનની હેડલાઈટ ચાલુ-બંધ કર્યા કરીને સામેથી આવતા વાહનને ચેતવ્યું. પરિણામે સામેથી આવતું વાહન જરા ધીમું થયું પણ તેના ડ્રાઇવરને હજી પુલ પર શું છે તે દેખાયું નહિ. મૂંઝવણથી ઘેરાયેલા ડ્રાઇવરે જોરદાર બ્રેક મારી. ચીં...ઈ...ઈ અવાજ કરીને વાહન પુલ વચ્ચે રોકાઈ ગયું. બેઉ તરફથી આંખો આંજી નાખતા પ્રકાશના શેરડા અને અવાજથી કંટાળીને સિંહે પુલની પાળી કૂદી. તેને એમ કે પેલી તરફના અંધારા ખેતરમાં જવાશે ! પરંતુ અહીં તો નીચે હીરણ નદી હતી. સિંહ હીરણના પથરાળ પટ પર પડ્યો. પડતાં વેંત સિંહનું માથું ફાટી ગયું. આમ, સિંહનું અકાળે મૃત્યુ થયું.
In simple words: It was 10:30 PM when a driver from Mendarada saw a large animal on the bridge. He stopped and called his friend in Sasan. Seeing another vehicle approach, he flashed his headlights to warn them. The oncoming vehicle slowed down but still couldn't see clearly. The confused driver braked hard, stopping in the middle of the bridge with a screech. Annoyed by the blinding lights and loud noise from both sides, the lion jumped over the bridge wall, thinking it would land in dark fields. Instead, it fell onto the rocky bed of the Hiran river below, fatally injuring its head. This is how the lion met its untimely end.

Exam Tip: Narrate the events in chronological order, paying attention to details like time, location, and the reactions of both the driver and the lion.

 

Question 2. સિંહ પ્રત્યેનો ગીરના માણસોનો પ્રેમ તમારા શબ્દોમાં વ્યક્ત કરો.
Answer: બેઉ તરફથી આવતાં વાહનોના પ્રકાશથી અંજવાઈ જઈને, અવાજથી કંટાળી જઈને સિંહે પુલની પાળી કૂદવા છલાંગ મારી અને સીધો હીરણ નદીના પથરાળ પટ પર પડ્યો. પડતાં વેંત સિંહનું માથું ફાટી ગયું. ડ્રાઇવરોએ બૂમો પાડીને ઊંધતા ગામને જગાડ્યું. જે કોઈએ આ બનાવ વિશે જાણ્યું તેણે અરેરાટી વ્યક્ત કરી. વનખાતાના અધિકારીઓ, ડૉક્ટરો વગેરે આવી પહોંચ્યા. તેમણે પોસ્ટમોર્ટમ અને બીજી વિધિઓ પૂરી કરી. પછી સવારે સિંહના નશ્વર દેહને અવલ મંજિલે પહોંચાડ્યો. તેના અંતિમ સંસ્કાર નિમિત્તે સાસણ ગામે બંધ પાળ્યો. ઉપરાંત, સાસણની આજુબાજુનાં દસેક ગામોએ બંધ પાળીને પોતાનો શોક દર્શાવ્યો, પ્રાણી માટેની આત્મીયતા વ્યક્ત કરી.
In simple words: Dazzled by the vehicle lights and bothered by the noise, the lion leaped over the bridge wall and fell directly onto the rocky bed of the Hiran river, where its head was fatally split. The drivers' shouts woke up the sleeping village. Everyone who heard about the event felt deep sorrow. Forest officials, doctors, and others arrived, performed the post-mortem, and completed other rituals. In the morning, the lion's mortal remains were taken for its final journey. The village of Sasan observed a 'bandh' for its funeral. Additionally, about ten surrounding villages in Sasan also showed their grief by observing a 'bandh', expressing their profound affection for the animal.

Exam Tip: When expressing emotions, use descriptive language and provide concrete examples from the story, like the villagers observing a 'bandh' to show their love for the animal.

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:

 

Question 1. સાસણમાં રહેતો ડ્રાઇવરનો મિત્ર "પુલ પર સાવજ છે ? એ વાત માનવા કેમ તૈયાર ન થયો?
Answer: સાસણમાં રહેતો ડ્રાઇવરનો મિત્ર "પુલ પર સાવજ છે" એ વાત માનવા તૈયાર ન થયો, કારણ કે એના પોતાના જન્મ પછી ક્યારેય આવી ઘટના બની ન હતી.
In simple words: The driver's friend in Sasan did not believe that there was a lion on the bridge because such an event had never happened in his lifetime.

Exam Tip: Focus on the specific reason provided in the text for the character's disbelief.

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખોઃ

 

Question 1. સિંહ કઈ નદીમાં પડ્યો?
Answer: સિંહ હીરણ નદીમાં પડ્યો.
In simple words: The lion fell into the Hiran river.

Exam Tip: For single-sentence answers, be direct and provide only the requested information.

 

Question 2. ડ્રાઇવરે કોને ફોન કર્યો?
Answer: ડ્રાઇવરે પોતાના મિત્રને ફોન કર્યો.
In simple words: The driver called his friend.

Exam Tip: Identify the specific recipient of the action for precise answers.

 

Question 3. સિંહનું મૃત્યુ એ ધ્રુવ ભટ્ટની કઈ નવલકથાનો અંશ છે?
Answer: સિંહનું મૃત્યુ એ ધ્રુવ ભટ્ટની 'અકૂપાર' નવલકથાનો અંશ છે.
In simple words: The story 'Lion's Death' is a part of Dhruv Bhatt's novel, 'Akupar'.

Exam Tip: Remember the specific name of the source novel or literary work when asked about its origin.

 

Question 4. સિંહના અંતિમ સંસ્કાર નિમિત્તે કોણે બંધ પાળ્યો?
Answer: સિંહના અંતિમ સંસ્કાર નિમિત્તે સાસણ અને તેની આજુબાજુનાં દસેક ગામોમાં લોકોએ બંધ પાળ્યો.
In simple words: For the lion's funeral, Sasan and about ten surrounding villages observed a 'bandh'.

Exam Tip: Be specific about who performed the action in your answer.

 

Question 5. “તારો બાપ આ આગળ હાલ્યો જાય સે. આ વાક્ય કોણ બોલે છે?
Answer: ‘તારો બાપ આ આગળ હાલ્યો જાય સે”. આ વાક્ય ડ્રાઇવર બોલે છે.
In simple words: The driver says this sentence: "Your father is walking ahead."

Exam Tip: When quoting a dialogue, attribute it correctly to the speaker as per the story.

 

Question 6. 'એ ભલે, દોયડે બાંધીને લેતો આવ્ય.' આ વાક્ય કોણ બોલે છે?
Answer: ‘એ ભલે, દોયડે બાંધીને લેતો આવ્ય." આ વાક્ય ડ્રાઇવરનો મિત્ર બોલે છે.
In simple words: The driver's friend says this sentence: "Okay, bring him tied with a rope."

Exam Tip: Always identify the speaker of a dialogue correctly based on the context of the story.

પ્રશ્ન 4. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો:

વ્યાકરણ

1. સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો:

 

Question 1. સૂમસામ
(અ) અવાવરું
(બ) નીરવ
(ક) એકાંત
Answer: (બ) નીરવ
In simple words: The word 'sumsam' means quiet or silent, and 'nirav' is a synonym for it.

Exam Tip: Understand the nuances of synonyms; some might be close but not exact fits. 'Nirav' implies quietness, which matches 'sumsam'.

 

Question 2. અરણ્ય
(અ) મંગલ
(બ) ઋષિકુમાર
(ક) જંગલ
Answer: (ક) જંગલ
In simple words: 'Aranya' means a forest or a wild area, and 'jangal' is its synonym.

Exam Tip: Broaden your vocabulary by learning multiple words for similar concepts, especially for common nouns like 'forest'.

 

Question 3. સિંહ
(અ) સાવજ
(બ) વનેચર
(ક) રાજા
Answer: (અ) સાવજ
In simple words: 'Sinh' refers to a lion, and 'savaj' is another common term for a lion.

Exam Tip: Be aware of regional or common alternative names for animals or objects.

2. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો:

 

Question 1. પરવા
(અ) પરવાનગી
(બ) બેપરવા
(ક) બેફિકર
Answer: (બ) બેપરવા
In simple words: 'Parva' means care or concern, so its opposite 'beparva' means careless or unconcerned.

Exam Tip: Antonyms often involve prefixes (like 'be-' in Gujarati) that indicate the opposite meaning.

 

Question 2. બેદરકારી
(અ) તકેદારી
(બ) અધિકારી
(ક) ઉમેદવારી
Answer: (અ) તકેદારી
In simple words: 'Bedarkari' means carelessness, and its opposite 'takedari' means carefulness or precaution.

Exam Tip: Recognize the root word and how prefixes like 'be-' negate the meaning, helping you find the correct antonym.

 

Question 3. શોક
(અ) શોખ
(બ) આનંદ
(ક) હતાશા
Answer: (બ) આનંદ
In simple words: 'Shok' means sorrow or grief, and its opposite 'anand' means joy or happiness.

Exam Tip: Contrast words directly related to emotions to find accurate antonyms.

3. આપેલા શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો :

 

Question 1.
(અ) શામ્રાજ્ય
(બ) સામ્રાજ્ય
(ક) સામરાજ્ય
Answer: (બ) સામ્રાજ્ય
In simple words: The correct spelling for 'empire' in Gujarati is 'samrajya'.

Exam Tip: Pay attention to vowel length and consonant combinations when identifying correct spellings.

 

Question 2.
(અ) શીમેન્ટ
(બ) સીમેન્ટ
(ક) સિમેન્ટ
Answer: (ક) સિમેન્ટ
In simple words: The correct spelling for 'cement' in Gujarati is 'siment'.

Exam Tip: Be mindful of common loanwords and their standard spellings in Gujarati.

 

Question 3.
(અ) નિમિત્ત
(બ) નીમીત્ત
(ક) નિમીત
Answer: (અ) નિમિત્ત
In simple words: The correct spelling for 'nimitt' (reason/occasion) in Gujarati is 'nimitt'.

Exam Tip: Practice words with double consonants to ensure correct spelling.

 

Question 4.
(અ) શાર્દૂલ
(બ) દિવાલ
(ક) મંઝિલ
Answer: (અ) શાર્દૂલ
In simple words: The correct spelling among the options is 'shardul' (a poetic term for lion).

Exam Tip: Focus on words that are distinct and correctly spelled, even if other options are not directly related as synonyms or antonyms.

4. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ

 

Question 1. દુકાન, સાહૂણ, અરણ્ય, પુલ, મંજિલ, સાવજ
Answer: અરણ્ય, દુકાન, પુલ, મંજિલ, શાર્દૂલ, સાવજ
In simple words: Arrange the given words in the order they would appear in a dictionary, starting with 'aranya' and ending with 'savaj'.

Exam Tip: When arranging words alphabetically, consider the first letter, then the second, and so on. In Gujarati, also consider the specific order of vowels and consonants.

5. લિંગ શબ્દ ઓળખાવોઃ

 

Question 1. પુંલ્લિંગ શબ્દ ઓળખાવો.
(અ) રાત
(બ) શિકારી
(ક) ચિંતા
Answer: (બ) શિકારી
In simple words: Identify the masculine word; 'shikari' (hunter) is masculine.

Exam Tip: To identify gender in Gujarati, practice with common nouns and their associated verbs or adjectives.

 

Question 2. સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો.
(અ) સાવજ
(બ) સામ્રાજ્ય
(ક) દીવાલ
Answer: (ક) દીવાલ
In simple words: Identify the feminine word; 'dival' (wall) is feminine.

Exam Tip: Many nouns ending in 'aa' or 'al' sounds in Gujarati can be feminine, but there are exceptions.

 

Question 3. નપુંસકલિંગ શબ્દ ઓળખાવો.
(અ) અરણ્ય
(બ) વ્યથા
(ક) રસ્તો
Answer: (અ) અરણ્ય
In simple words: Identify the neuter word; 'aranya' (forest) is neuter.

Exam Tip: Some inanimate objects or abstract concepts are often neuter in Gujarati.

6. વચન બદલો:

 

Question 1. રસ્તો
(અ) રસ્તોઓ
(બ) રસ્તા
(ક) રસ્તાં
Answer: (બ) રસ્તા
In simple words: The plural form of 'rasto' (road) is 'rasta' (roads).

Exam Tip: Learn common pluralization rules in Gujarati, as they vary for different noun endings.

 

Question 2. આંખો
(અ) આંખ
(બ) આંખા
(ક) આંખું
Answer: (અ) આંખ
In simple words: The singular form of 'ankho' (eyes) is 'ankh' (eye).

Exam Tip: Practice converting between singular and plural forms for irregular nouns as well.

 

Question 3. અધિકારી
(અ) અધિકારિયો
(બ) અધીકારીઓ
(ક) અધિકાર
Answer: (અ) અધિકારિયો
In simple words: The plural form of 'adhikari' (officer) is 'adhikariyo' (officers).

Exam Tip: Many masculine nouns ending in 'i' form their plural by adding 'yo'.

 

Question 4. સાધનો
(અ) સાધન
(બ) સાધના
(ક) સાધનું
Answer: (અ) સાધન
In simple words: The singular form of 'sadhano' (tools/means) is 'sadhan' (tool/means).

Exam Tip: Remember that in Gujarati, some neuter nouns form their plural by adding 'o'.

7. અનુગ શોધો :

 

Question 1. દેશમાં તો આવો પહેલો બનાવ હશે.
Answer: માં
In simple words: In this sentence, 'maa' is the postposition, showing location ("in the country").

Exam Tip: Postpositions are words that come after nouns to indicate relationships like location, direction, or time. Look for short particles attached to nouns.

 

Question 2. ડ્રાઇવરોએ હતાં તે સાધનોથી નીચે જોવા નિષ્ફળ પ્રયત્નો કર્યા.
Answer: એ, થી
In simple words: In this sentence, 'e' and 'thi' are the postpositions. 'e' shows the doer (drivers) and 'thi' indicates "with" or "by means of" (with the tools).

Exam Tip: Identify postpositions by their position immediately following a noun or pronoun, often indicating case.

8. નામયોગી શોધોઃ

 

Question 1. મેંદરડા તરફથી આવતા કોઈ વાહનના ડ્રાઇવરે જોયું હશે.
Answer: તરફથી
In simple words: In this sentence, 'taraffthi' is the postposition, indicating "from the direction of".

Exam Tip: Namayogi (postpositions) are typically words that express relationships like direction, location, or cause, similar to prepositions in English.

 

Question 2. તેણે ફોન બાજુ પર મૂકી દીધો.
Answer: પર
In simple words: In this sentence, 'par' is the postposition, meaning "on" or "aside".

Exam Tip: Recognize common postpositions like 'par' (on/at), 'ma' (in), 'thi' (from/by), etc.

9. સંધિ છૂટી પાડોઃ

 

Question 1. નિષ્ફળ
(અ) નિઃ + ફળ
(બ) નીઃ + ફળ
(ક) નિષ + ફળ
Answer: (અ) નિઃ + ફળ
In simple words: The word 'nishfal' (unsuccessful) is formed by combining 'nih' (not) and 'fal' (result).

Exam Tip: For Sandhi (conjunctions), understand the rules of Sanskrit grammar as they apply to Gujarati word formation.

 

Question 2. વાતાવરણ
(અ) વાતા + વરણ
(બ) વાત + આવરણ
(ક) વાતા + આવરણ
Answer: (બ) વાત + આવરણ
In simple words: The word 'vatavaran' (atmosphere) is formed by combining 'vat' (air) and 'avaran' (covering).

Exam Tip: Practice identifying the root words and how they combine to form new meanings in Sandhi.

10. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખોઃ

 

Question 1. જાત છતી થઈ જવી
Answer: જેવું હોય તેવું દેખાઈ જવું
In simple words: This idiom means to reveal one's true nature or identity, to appear as one truly is.

Exam Tip: Idioms often have a figurative meaning different from the literal meaning of their words. Understand the context to grasp the true sense.

 

Question 2. અવલ મંજિલ
Answer: દફનક્રિયા
In simple words: This phrase refers to the final journey or the funeral rites, specifically burial.

Exam Tip: Learn common idiomatic expressions and their precise meanings for clear communication.

પાઠ-પરિચય સિંહનું મૃત્યુ

[ધ્રુવ ભટ્ટ (જન્મ: 08 -05-1947]

આ પાઠમાં સિંહના મૃત્યુની ઘટના છે. એક સિંહ ગામના પાદરમાં આવેલા પુલ પર રાત્રે બંને બાજુએથી આવતાં વાહનોની લાઇટમાં અંજવાઈ જાય છે અને પુલની દીવાલ કૂદી પડતાં નદીમાં પડીને મૃત્યુ પામે છે. સિંહના અગ્નિસંસ્કાર થાય છે. સાસણ અને તેની આજુબાજુનાં બીજાં દસેક ગામ સિંહના મૃત્યુના શોકમાં બંધ પાળે છે. આમ, આ પાઠમાં મનુષ્યની પ્રાણી માટેની આત્મીયતાનું આલેખન થયું છે.
[In this lesson there is an incident of a lion's death. A lion is dazzled in the focus of the vehicles coming from each other's opposite sides, jumps up the wall of the bridge, falls into a river and dies. The lion is given cremation. Sasan and surrounding about ten villages observe 'bandh' (non-functioning) in the grief of the lion's death. Thus, there is a picture of intimacy of a man for an animal in this lesson.)

સિંહનું મૃત્યુ શબ્દાર્થ (Meanings)

  • સૂમસામ – નીરવ; quiet.
  • ખેરિયત – ક્ષેમકુશળ હોવું તે; state of happiness and good health.
  • પરમ દ્વિ-પરમ દિવસે; the day before yesterday.
  • રાત્રે – રાત્રે; at night.
  • માથેથી – ઉપરથી; from.
  • સાવજ – સિંહ, વાઘ, વનરાજ, શાર્દૂલ; lion.
  • પડ્યું મેલું – દેહ પડ્યો; fell down.
  • મૈયત – મરણ, મરણ પામેલું; death.
  • અજાણતાં-અણસમજથી; unknowingly.
  • જોય જાણીને – સમજપૂર્વક, હેતુપૂર્વક; knowingly, intentionally.
  • બેદરકારીથી – કાળજી વિના; carelessly.
  • હાલ્યો જાય – ચાલ્યો જાય; is walking.
  • દોયડે – દોરડે; with a rope.
  • આવ્ય – આવ; come.
  • શેરડો – કેડી, સાંકડો રસ્તો; narrow path.
  • હાલ્યો ગ્યો –ચાલ્યો ગયો; walked.
  • કાંય થાવાનું નોતું– કઈ થવાનું ન હતું; nothing was to happen.
  • માણાં – માણસો; men.
  • નંઈ – નહિ; no.
  • છે-નંઈ – he has.
  • અરણ્ય –જંગલ; forest.
  • કેડી –સાંકડો રસ્તો; narrow path, trail.
  • બેઝિઝક – સહેલાઈથી; easily.
  • ઓલીકોર – પેલી બાજુ; on that side.
  • નથ્ય – નથી; not.
  • ભાળવું – જોવું; to see.
  • ઈંધી –બધી; all.
  • સમજ – સમજ; understanding.
  • અવાવરું બહુ વખતથી વપરાયા વિનાનો; unused for a long time.
  • અરેરાટી – વ્યથા, આશ્ચર્ય, ચિંતા વગેરેથી ઉદ્ભવતો આઘાત; shock resulting from affliction, surprise, anxiety, etc.
  • પામેલા; dead.
  • અવલ મંજિલ – દફનક્રિયા; funeral ceremony.

Free study material for Gujarati

GSEB Solutions for Class 9 Gujarati Chapter 04 સિંહનું મૃત્યુ

Chapter Exercise Answers for Class 9 Gujarati

Access structured GSEB textbook solutions for Chapter 04 સિંહનું મૃત્યુ. Designed in alignment with the latest academic curriculum for Class 9 Gujarati, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Detailed Answer Guides for Chapter 04 સિંહનું મૃત્યુ

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 04 સિંહનું મૃત્યુ concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Complete Preparation Kit for Class 9 Exams

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 9 Gujarati.

FAQs

Where can I find the latest GSEB Class 9 Gujarati Textbook Solutions Chapter 4 સિંહનું મૃત્યુ for the 2026-27 session?

The complete and updated GSEB Class 9 Gujarati Textbook Solutions Chapter 4 સિંહનું મૃત્યુ is available for free on StudiesToday.com. These solutions for Class 9 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 9 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 9 Gujarati Textbook Solutions Chapter 4 સિંહનું મૃત્યુ as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 9 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 9 Gujarati Textbook Solutions Chapter 4 સિંહનું મૃત્યુ will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 9 Gujarati Textbook Solutions Chapter 4 સિંહનું મૃત્યુ in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 9 Gujarati. You can access GSEB Class 9 Gujarati Textbook Solutions Chapter 4 સિંહનું મૃત્યુ in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 9 as a PDF?

Yes, you can download the entire GSEB Class 9 Gujarati Textbook Solutions Chapter 4 સિંહનું મૃત્યુ in printable PDF format for offline study on any device.