Step-by-Step Textbook Solutions for Class 8 Social Science Chapter 08 સ્વતંત્રતા પછીનું ભારત
Access comprehensive textbook solutions for Chapter 08 સ્વતંત્રતા પછીનું ભારત using the official curriculum guides for Class 8 Social Science. Designed to align with the 2026-27 GSEB standards, these detailed answers help students reinforce core academic concepts.
Download Chapter 08 સ્વતંત્રતા પછીનું ભારત Textbook Solutions PDF
Access the complete solution PDF for Class 8 Social Science below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.
Question 1. યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યાઓ પૂરો:
Answer:
1. હિંદના વિભાજન માટે બ્રિટિશ પાર્લમેન્ટ **હિંદ સ્વાતંત્ર્ય ધારો** પસાર કર્યો હતો.
2. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી **ડૉ. જીવરાજ મહેતા** હતા.
3. હાલ આયોજનપંચ **નીતિ આયોગ** તરીકે ઓળખાય છે.
In simple words: ખાલી જગ્યામાં સાચા શબ્દો ભરીને વાક્યો પૂરાં કરો. આ જવાબો ભારતની આઝાદી અને ગુજરાતના ઇતિહાસ વિશેની માહિતી આપે છે.
Exam Tip: ખાલી જગ્યાઓ ભરતી વખતે, આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય શબ્દ પસંદ કરો જે વાક્યના અર્થને પૂર્ણ કરે અને ઐતિહાસિક રીતે સાચો હોય.
Question 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
Question 1. ભારતદેશ ક્યારે સ્વતંત્ર થયો?
Answer: ભારત દેશ 15 ઓગસ્ટ, 1947 ના દિવસે સ્વતંત્ર બન્યો હતો.
In simple words: ભારત 15 ઓગસ્ટ, 1947 ના રોજ આઝાદ થયો.
Exam Tip: ભારતની સ્વતંત્રતાની તારીખ અને વર્ષને ચોક્કસ યાદ રાખો કારણ કે તે ઇતિહાસનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
Question 2. રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા?
Answer: રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ડો. ફઝલઅલી હતા.
In simple words: રાજ્યને ફરીથી ગોઠવનારા પંચના વડા ડો. ફઝલઅલી હતા, જેઓ અગાઉ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હતા.
Exam Tip: મહત્વપૂર્ણ પંચો અને કમિશનના અધ્યક્ષોના નામ યાદ રાખવા પરીક્ષામાં મદદરૂપ થાય છે.
Question 3. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી?
Answer: ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે, 1960 ના રોજ થઈ હતી.
In simple words: ગુજરાત રાજ્ય 1 મે, 1960 ના રોજ બન્યું હતું.
Exam Tip: રાજ્યની સ્થાપના તારીખો અને સંબંધિત ઘટનાઓ યાદ રાખવાથી પ્રાદેશિક ઇતિહાસ વિશેની તમારી જાણકારી દર્શાવે છે.
Question 3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપોઃ
Question 1. સ્વતંત્ર ભારતની સામે ક્યા કયા પડકારો હતા?
Answer: સ્વતંત્ર ભારતની સામે નીચેના મુજબના પડકારો હતા:
1. અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતાં ભારત અને પાકિસ્તાન એમ બે નવા દેશો બન્યા. પાકિસ્તાને પોતાના દેશમાંથી બિનમુસ્લિમોને હાંકી કાઢવાની નીતિ અપનાવી, જેના કારણે લગભગ 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારતમાં આવ્યા હતા. આ શરણાર્થીઓને ભારતમાં સમાવવા અને તેમને કામ આપવું એક મોટો પડકાર હતો.
2. આઝાદી મળી તે સમયે ભારતમાં નાના-મોટા 562 જેટલાં દેશી રાજ્યો હતાં. આ રાજ્યોનું એકીકરણ કરવું અને તેમને ભારતસંઘ સાથે જોડવા માટે સમજાવવાં.
3. દેશની પ્રજાની આશાઓ અને આકાંક્ષાઓ પૂરી કરી શકે તેવું રાજ્યનું બંધારણ બનાવવું અને રાજકીય વ્યવસ્થા ગોઠવવી.
4. ઇ.સ. 1947 માં ભારતની વસ્તી લગભગ 35 કરોડ જેટલી હતી. આ વસ્તી ભાષા, પહેરવેશ, ધર્મ, પ્રદેશ અને સાંસ્કૃતિક બાબતોમાં ભિન્નતાઓ ધરાવતી હતી. અનેક વિવિધતા ધરાવતી આ પ્રજામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જગાડીને રાષ્ટ્રીય વિકાસ કરવો.
5. આઝાદીના સમયે દેશની વસ્તીનો મોટો સમુદાય ગામડાંમાં રહેતો હતો અને ખેતી કરતો હતો. આ ગ્રામીણ વિસ્તારોમાં ખેતીની અને ખેતી સાથે જોડાયેલી રોજગારની કઠિન સમસ્યાઓ હતી.
6. દેશના શહેરી વિસ્તારોમાં ગંદકી, ગીચ વસવાટો, ગરીબી, શિક્ષણ અને આરોગ્ય સંબંધિત સવલતોનો અભાવ વગેરે સમસ્યાઓ હતી.
In simple words: નવા આઝાદ થયેલા ભારત સામે ઘણા મુશ્કેલ કામો હતા. જેમાં પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને મદદ કરવી, 562 દેશી રાજ્યોને ભારત સાથે જોડવા, સારું બંધારણ બનાવવું, જુદી જુદી ભાષા અને ધર્મના લોકોને એક કરવા, ગામડા અને શહેરોની સમસ્યાઓ હલ કરવી જેવા કામો મુખ્ય હતા.
Exam Tip: સ્વતંત્રતા પછીના પડકારોને યાદ રાખવા માટે, તેમને મુખ્ય શ્રેણીઓમાં વિભાજીત કરો જેમ કે રાજકીય (રાજ્યોનું એકીકરણ), સામાજિક (શરણાર્થીઓ, એકતા), અને આર્થિક (ગ્રામીણ-શહેરી સમસ્યાઓ).
Question 4. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર આપોઃ
Question 1. દેશી રાજ્યોના એકીકરણ અને વિલીનીકરણ વિશે માહિતી આપો.
Answer: સ્વરાજ્ય મળ્યું ત્યારે ભારતમાં નાના-મોટા મળીને 562 જેટલાં દેશી રાજ્યો હતાં. કશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર મોટાં રાજ્યો હતાં. બધાં દેશી રાજ્યોના રાજાઓ અને નવાબોને ભારતસંઘમાં જોડાવા માટે સમજાવવું એ ખૂબ મોટું અને મહેનતવાળું કાર્ય હતું.
આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગરમાં 'જવાબદાર સરકાર' નો શુભ પ્રારંભ કર્યો. સરદાર પટેલના પ્રયાસોથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થઈ, જેમાં ભાવનગર રાજ્ય 15 ફેબ્રુઆરી 1948 માં તેમાં ભળી ગયું. સૌરાષ્ટ્ર રાજ્યની રચનાની આ ઘટનાને જવાહરલાલ નેહરુએ 'સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ' ગણાવ્યું.
સ્વાતંત્ર્યતા મળ્યા પછી તત્કાલીન નાયબ વડા પ્રધાન અને ગૃહપ્રધાન વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોના રાજાઓને વિનંતી કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતસંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોનો સ્વેચ્છાએ ત્યાગ કરે અને એક મજબૂત, અખંડ અને સમૃદ્ધ ભારતનો આધાર નાખવામાં પોતાની સંમતિ આપે.
સરદાર પટેલે તેમના સચિવ વી. પી. મેનનની મદદથી દેશી રાજ્યો માટે એક ‘જોડાણખત’ અને ‘યથાવત્ કરાર' નો મુસદ્દો તૈયાર કર્યો. સરદાર પટેલે પોતાની સમજદારીથી લગભગ બધાં દેશી રાજ્યોની ભારતસંઘમાં વિલીનીકરણની પ્રક્રિયા શરૂ કરી. તેમણે ભારત સરકાર વતી રાજાઓને તેમનાં સાલિયાણાં, દરજ્જો, હકો અને હિતોના રક્ષણની ખાતરી આપી.
કશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદના શાસકો સિવાયના બધા રાજાઓએ જોડાણખત પર સહી કરીને પોતાના રાજ્યો અને રિયાસતોને ભારતસંઘ સાથે જોડી દીધાં.
હૈદરાબાદના નિઝામ સામે પોલીસે કાર્યવાહી કરીને તેના હિતોના રક્ષણની બાંહેધરી આપી, હૈદરાબાદને ભારતસંઘ સાથે જોડી દેવામાં આવ્યું. હૈદરાબાદના વિલીનીકરણમાં શ્રી કનૈયાલાલ મુનશીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
જૂનાગઢના નવાબ સામે લશ્કરી કાર્યવાહી અને પ્રજાની પ્રબળ ઇચ્છાશક્તિ વડે જૂનાગઢને ભારતસંઘ સાથે જોડી દેવામાં આવ્યું.
ભારતને સ્વરાજ્ય મળ્યું તે સમયે કશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ ભારત સાથેના જોડાણખત પર સહી કરી ન હતી. તે સમયે પાકિસ્તાને કશ્મીરને પોતાની સાથે જોડવા માટે કશ્મીર પર હુમલો કર્યો. રાજા હરિસિંહે તાબડતોબ જોડાણખત પર સહી કરી. તે પછી ભારત સરકારે કશ્મીરમાં તાત્કાલિક લશ્કર મોકલીને હુમલાખોરોને ભગાડી મૂક્યા. પરંતુ તે સમયે પાકિસ્તાને કશ્મીરના ત્રીજા ભાગ પર ગેરકાયદેસર રીતે લશ્કરી કબજો જમાવ્યો હતો.
In simple words: ભારત આઝાદ થયું ત્યારે 562 નાના-મોટા રાજ્યો હતા. સરદાર પટેલે બધા રાજાઓને સમજાવ્યા કે તેઓ તેમના રાજ્યોને ભારત સાથે જોડી દે. ભાવનગરના રાજાએ પહેલ કરી. સરદાર પટેલે વી.પી. મેનનની મદદથી જોડાણના કાગળો બનાવ્યા. કશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢને જોડવા માટે અલગ પ્રયત્નો કરવા પડ્યા. અંતે, બધા રાજ્યો ભારતનો ભાગ બન્યા.
Exam Tip: દેશી રાજ્યોના એકીકરણની પ્રક્રિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા, 'જોડાણખત' નો અર્થ, અને જૂનાગઢ, હૈદરાબાદ તથા કશ્મીરના કિસ્સાઓ ખાસ યાદ રાખો.
Question 2. પંચવર્ષીય યોજનાઓથી થયેલ આર્થિક વિકાસ વિશે માહિતી આપો.
Answer: ઇ.સ. 1950 માં ભારત સરકારે બંધારણના લક્ષ્યો અને આદર્શોને પૂરા કરવા આયોજનપંચની રચના કરી. આ આયોજનપંચ આજે 'નીતિ આયોગ' તરીકે ઓળખાય છે. નીતિઆયોગ ભારતનું લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું આર્થિક આયોજન કરે છે.
1. ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશ્યોમાં દેશનો ઝડપી આર્થિક વિકાસ અને પ્રગતિ, આર્થિક અસમાનતામાં ઘટાડો, ગરીબી ઘટાડવી, પૂર્ણ રોજગારી મેળવવી, સ્વાવલંબન, ભાવસ્થિરતા, શૈક્ષણિક વિકાસ વગેરે બાબતોને હાંસલ કરવા પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
2. ઇ.સ. 1951 થી 1956 ના વર્ષો દરમિયાન પ્રથમ પંચવર્ષીય યોજના શરૂ કરવામાં આવી હતી. પંચવર્ષીય યોજનાઓના સમયગાળા દરમિયાન આયોજનબદ્ધ આર્થિક વિકાસના પ્રયાસો થયા.
3. ઔદ્યોગિક વિકાસના હેતુથી મોટા અને પાયાના ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા, જેના પરિણામે ઔદ્યોગિક ઉત્પાદનમાં દેશ મહદ્અંશે આત્મનિર્ભર બન્યો છે.
4. કૃષિ ક્ષેત્રે કરેલા સુધારાઓને કારણે દેશ અન્ન ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યો છે. એટલું જ નહિ, આજે દેશમાંથી અનાજની નિકાસ થાય છે. આ ઘટના ‘હરિયાળી ક્રાંતિ’ કહેવાય છે.
5. દૂધ-ઉત્પાદનમાં શ્વેત ક્રાંતિ અને તેલીબિયાંના ઉત્પાદનમાં પીળી ક્રાંતિ દ્વારા ઉત્પાદન વધારવાની દિશામાં વિકાસકીય પગલાં ભરવામાં આવેલ છે.
6. દેશમાંથી ગરીબી અને આર્થિક અસમાનતા ઘટાડવા માટે ગરીબી નિવારણના અનેક કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવ્યા છે.
7. પંચવર્ષીય યોજનાઓના પરિણામ સ્વરૂપે આજે રાષ્ટ્રીય આવક અને વ્યક્તિ દીઠ આવકમાં વધારો થયો છે.
8. ગરીબી ઘટાડવા, આવકની અસમાનતા ઓછી કરવા, રોજગારની તકો વધારવા, શિક્ષણનો પ્રચાર-પ્રસાર કરવા, ગરીબોને જરૂરી વસ્તુઓ આપવા વગેરે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે.
9. પંચવર્ષીય યોજનાના આરોગ્યલક્ષી કાર્યક્રમોને કારણે દેશની પ્રજાના આરોગ્યમાં અને સરેરાશ આયુષ્યમાં સુધારો થયો છે. દેશમાંથી શીતળાનો રોગ નાબૂદ થયો છે. બાળ આરોગ્ય અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થયો છે.
10. શિક્ષણના પ્રમાણમાં વધારો થવાથી સાક્ષરતાના દરમાં પણ વધારો થયો છે.
In simple words: 1950 માં ભારતે દેશના વિકાસ માટે પંચવર્ષીય યોજનાઓ શરૂ કરી. આ યોજનાઓનો મુખ્ય ધ્યેય ઝડપી આર્થિક વિકાસ, ગરીબી ઘટાડવી, રોજગારી આપવી અને શિક્ષણ વધારવું હતું. ખેતી, ઉદ્યોગ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ભારતને ઘણી પ્રગતિ મળી.
Exam Tip: પંચવર્ષીય યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્યો (આર્થિક વિકાસ, ગરીબી ઘટાડવી, રોજગારી, સ્વાવલંબન) અને તેના પરિણામો (હરિયાળી ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, ઔદ્યોગિક પ્રગતિ) યાદ રાખો.
Question 3. આઝાદી પછીનાં વર્ષોમાં ભારતે સાધેલી પ્રગતિ વિશે ટૂંકમાં માહિતી આપો.
Answer: ભારતે લોકશાહીના આદર્શોને જીવંત રાખ્યા છે. તે એક સન્માનજનક ઉપલબ્ધિ છે. આઝાદીથી અત્યાર સુધી લોકસભા, રાજ્યસભા, વિધાનસભાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ સફળતાપૂર્વક થઈ છે. દેશના નાગરિકોને પુખ્તવય મતાધિકાર આપવામાં આવ્યો છે. ભારતમાં મૂળભૂત અધિકારોનું યોગ્ય પાલન થાય છે. ભારતમાં પ્રેસ સ્વતંત્રતા છે. નિષ્પક્ષ અને તટસ્થ ન્યાયતંત્ર છે. દેશમાં ભાષાકીય અને ધાર્મિક વિવિધતા તથા પ્રાદેશિક અસમાનતાઓ હોવા છતાં રાષ્ટ્રીય એકતા જોવા મળે છે.
વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની સરખામણીમાં ભારતે આઝાદી પછીનાં વર્ષોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે અદભૂત સિદ્ધિઓ પ્રાપ્ત કરીને વિકસિત દેશો સાથે સ્પર્ધા કરી છે. મર્યાદિત અને ઓછા સાધનો, ઓછું સાક્ષરતા પ્રમાણ વગેરે સમસ્યાઓ હોવા છતાં ભારતે આ ક્ષેત્રે મેળવેલો વિકાસ અદ્વિતીય છે. પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો શાંતિપૂર્ણ ઉપયોગ અને તેના દ્વારા વિકાસની પ્રક્રિયામાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. ઇલેક્ટ્રોનિક્સ, ઊર્જા, લોખંડ-પોલાદ, ટેલિકોમ્યુનિકેશન, રાસાયણિક ખાતરો, સિમેન્ટ, પેટ્રોકેમિકલ્સ વગેરે ક્ષેત્રોમાં ભારતે ઝડપી પ્રગતિ કરી છે.
ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ભારતે 'આર્યભટ્ટ', ‘ભાસ્કર', 'રોહિણી’ જેવા ઉપગ્રહો અવકાશમાં છોડ્યા છે તેમજ અવકાશમાં ઉપગ્રહો છોડવા માટેનાં વાહનો (GSLV - ઝીયોસિન્ક્રોનાસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ) બનાવ્યા છે. મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન અને ઉપગ્રહો છોડવામાં મેળવેલું સંપૂર્ણ સ્વાવલંબન વગેરે ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિઓ રહી છે. વિશ્વના દેશોએ પણ ભારતીય સિદ્ધિઓની નોંધ લીધી છે. આમ, આઝાદી પછીનાં વર્ષોમાં ભારતે અદ્ભુત પ્રગતિ કરી છે.
In simple words: આઝાદી પછી ભારતે લોકશાહીને જીવંત રાખી છે, જ્યાં ચૂંટણીઓ થાય છે અને બધાને મૂળભૂત હકો મળે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ ભારતે ઘણી પ્રગતિ કરી છે, જેમાં પરમાણુ શક્તિનો શાંતિપૂર્ણ ઉપયોગ અને અવકાશમાં ઉપગ્રહો છોડવા જેવી સફળતાઓ સામેલ છે.
Exam Tip: આઝાદી પછી ભારતની પ્રગતિને રાજકીય (લોકશાહી, ચૂંટણી), સામાજિક (એકતા), અને વૈજ્ઞાનિક-ટેકનોલોજીકલ (અવકાશ, પરમાણુ) એમ વિવિધ ક્ષેત્રોમાં વિભાજીત કરીને યાદ રાખવાનો પ્રયાસ કરો.
Free study material for Social Science
Step-by-Step Textbook Answers: Class 8 Social Science Chapter 08 સ્વતંત્રતા પછીનું ભારત
Official GSEB Solutions for Chapter 08 સ્વતંત્રતા પછીનું ભારત
Review comprehensive exercise answers for Class 8 Social Science Chapter 08 સ્વતંત્રતા પછીનું ભારત. Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.
Step-by-Step Explanations for Chapter 08 સ્વતંત્રતા પછીનું ભારત
Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 08 સ્વતંત્રતા પછીનું ભારત concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.
Next Steps in Your Social Science Revision
Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 8 Social Science.
FAQs
The complete and updated GSEB Class 8 Social Science Solutions Chapter 8 સ્વતંત્રતા પછીનું ભારત is available for free on StudiesToday.com. These solutions for Class 8 Social Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 8 Social Science Solutions Chapter 8 સ્વતંત્રતા પછીનું ભારત as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 8 Social Science Solutions Chapter 8 સ્વતંત્રતા પછીનું ભારત will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 8 Social Science. You can access GSEB Class 8 Social Science Solutions Chapter 8 સ્વતંત્રતા પછીનું ભારત in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 8 Social Science Solutions Chapter 8 સ્વતંત્રતા પછીનું ભારત in printable PDF format for offline study on any device.