GSEB Class 8 Social Science Solutions Chapter 6 સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947)

NCERT Solutions for Class 8 Social Science: Chapter 06 સ્વાતંત્ર્ય ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947)

Explore reliable textbook solutions for Chapter 06 સ્વાતંત્ર્ય ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947) tailored for Class 8 learners. Utilizing these Social Science answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.

Practice Class 8 Social Science Solutions: Chapter 06 સ્વાતંત્ર્ય ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947)

Navigate directly to the solved Social Science textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ

 

Question 1. બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ .............. તરીકે ઓળખાયા.
Answer: બારડોલી સત્યાગ્રહ પછી વલ્લભભાઈ પટેલ સરદાર તરીકે પ્રખ્યાત થયા.
In simple words: After the Bardoli Satyagraha, Vallabhbhai Patel became known as Sardar.

Exam Tip: Remember the titles given to important leaders and the events associated with them.

 

Question 2. ગાંધીજીએ ‘ડુંગળીચોર'નું બિરુદ ને .............. આપ્યું.
Answer: ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ‘ડુંગળીચોર’નું બિરુદ આપ્યું.
In simple words: Gandhiji called Mohanlal Pandya "Dunglichor".

Exam Tip: Note specific titles or nicknames bestowed by prominent figures like Mahatma Gandhi.

 

Question 3. ‘ચલો દિલ્લી' સૂત્ર .............. આપ્યું.
Answer: ‘ચલો દિલ્લી’ સૂત્ર સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું.
In simple words: Subhash Chandra Bose gave the slogan "Chalo Delhi".

Exam Tip: Familiarize yourself with famous slogans and the leaders who gave them.

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:

 

Question 1. મવાળવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થતો હતો?
Answer: હિંદી રાષ્ટ્રીય મહાસભાના મવાળવાદી નેતાઓમાં સુરેન્દ્રનાથ બેનરજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજશાહ મહેતા, વ્યોમેશચંદ્ર બેનરજી, દાદાભાઈ નવરોજી, બદરુદ્દીન તૈયબજી, કે. ટી. તેલંગ, દિનશા વાચ્છા જેવા નેતાઓનો સમાવેશ થતો હતો.
In simple words: Leaders like Surendranath Banerjee, Gopal Krishna Gokhale, Firoz Shah Mehta, Dadabhai Naoroji, and others were part of the moderate group in the Indian National Congress.

Exam Tip: List a few key leaders from each political faction to show comprehensive knowledge.

 

Question 2. ગાંધીજીએ રૉલેટ ઍક્ટને કાળો કાયદો શા માટે કહ્યો?
Answer: રૉલેટ ઍકટ મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાતી તેમજ તેના પર મુકદમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી. આ કારણે, ગાંધીજીએ રૉલેટ ઍકટને 'કાળો કાયદો' કહ્યો.
In simple words: Gandhiji called the Rowlatt Act a 'black law' because it allowed arresting suspicious people and jailing them for many days without a trial.

Exam Tip: Clearly state the provisions of the Rowlatt Act and explain how these provisions led to its designation as a "Black Law."

 

Question 3. ભારતના લોકોએ શા માટે 'સાયમન કમિશન'નો બહિષ્કાર કર્યો?
Answer: સાત સભ્યોના બનેલા સાયમન કમિશનના બધા જ સભ્યો અંગ્રેજો હતા. તેમાં એક પણ ભારતીયને સ્થાન આપવામાં આવ્યું ન હોવાથી ભારતના લોકોએ 'સાયમન કમિશન’નો વિરોધ કર્યો.
In simple words: All seven members of the Simon Commission were British, with no Indian members. So, people in India protested against it.

Exam Tip: Focus on the main reason for the boycott: the absence of Indian representation in the commission.

 

Question 4. ગાંધીજીએ ‘અસહકાર આંદોલન' શા માટે મોકૂફ રાખ્યું?
Answer: ઉત્તર પ્રદેશમાં ગોરખપુર નજીક ચોરીચૌરા ગામમાં પોલીસ ગોળીબારથી ગુસ્સે ભરાયેલા ગામલોકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કરી પોલીસ સ્ટેશનને આગ લગાડી, જેમાં 22 જેટલા પોલીસો મૃત્યુ પામ્યા. ગાંધીજી અહિંસક સત્યાગ્રહમાં વિશ્વાસ ધરાવતા હતા. આ હિંસક સમાચાર સાંભળીને દુઃખી થયેલા ગાંધીજીએ આંદોલન અટકાવવાની જાહેરાત કરી.
In simple words: Gandhiji suspended the Non-Cooperation Movement after the Chauri Chaura incident, where villagers attacked a police station, killing 22 policemen. He believed in non-violence, so he stopped the movement due to this violence.

Exam Tip: Mention the Chauri Chaura incident as the direct cause and emphasize Gandhiji's commitment to non-violence.

નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર આપોઃ

 

Question 1. ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ અને વિકાસ માટે કયાં કયાં પરિબળો જવાબદાર હતાં?
Answer: ભારતમાં રાષ્ટ્રવાદના વિકાસ અને ઉદ્ભવ માટે ઘણા પરિબળો જવાબદાર હતાં:
(1) સમાન અંગ્રેજી શાસન: 19મી સદીના મધ્ય ભાગ સુધીમાં સમગ્ર ભારતમાં એકહથ્થુ બ્રિટિશ સત્તા સ્થપાઈ. પરિણામે દેશમાં એક જ પ્રકારનો વહીવટ અને એક જ પ્રકારના કાયદા અમલમાં આવ્યા. આમ, સમાન અંગ્રેજી શાસનથી ભારતના લોકોમાં એકતા આવી અને તેમનામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગી.
(2) આર્થિક શોષણ: અંગ્રેજ સરકારની શોષણયુક્ત આર્થિક નીતિને પરિણામે ખેડૂતો પાયમાલ થયા તેમજ ઉદ્યોગ-ધંધા પડી ભાંગતાં કારીગરો બેરોજગાર બન્યા. આમ, આર્થિક શોષણ અને અન્યાયની લાગણીથી ખેડૂતો, મજૂરો અને કારીગરોમાં રાષ્ટ્રીય જાગૃતિ આવી.
(3) અંગ્રેજી કેળવણી: અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં બુદ્ધિશાળી લોકોનો એક નાનો પણ મજબૂત વર્ગ બન્યો. બ્રિટનથી વધુ અભ્યાસ કરીને ભારત પરત આવેલા શિક્ષિત લોકોમાં સ્વશાસન અને સ્વાતંત્ર્યની ભાવના જાગી. દેશમાં રાષ્ટ્રીય કક્ષાના શ્રેષ્ઠ વિચારકો અને નેતાઓનો એક વર્ગ બન્યો. એ વર્ગમાં રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ થયો.
(4) સાહિત્યનો વિકાસ: 19મી સદીમાં ભારતમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી, ઉર્દૂ જેવાં પ્રાદેશિક ભાષાઓમાં વિપુલ સાહિત્ય બન્યું. એ સાહિત્યમાં રાષ્ટ્રવાદ, પૌરાણિક ગૌરવ અને વૈચારિક જાગૃતિને લગતા વિચારોએ રાષ્ટ્રીય ભાવના વિકસાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.
(5) વર્તમાનપત્રોનો ફાળો: મુંબઈ, કોલકાતા અને મદ્રાસ (ચેન્નાઈ)થી પ્રસિદ્ધ થતાં રાષ્ટ્રીય વર્તમાનપત્રોએ દેશમાં રાષ્ટ્રીય જાગૃતિ ફેલાવી અને રાષ્ટ્રીય ભાવનાને પ્રોત્સાહન આપ્યું.
(6) ભારતનો ભવ્ય વારસો: અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં પુરાતત્ત્વીય સંશોધનો થયાં. ભારતના પ્રાચીન શ્રેષ્ઠ ગ્રંથોનો વિદેશી ભાષાઓમાં અનુવાદ થયો. આમ, ભારતની પ્રાચીન સંસ્કૃતિના અવશેષોએ અને ગ્રંથોએ ભારતીયોને તેમના ભવ્ય અને ગૌરવશાળી વારસાનો પરિચય કરાવ્યો. આટલી મહાન સંસ્કૃતિ ધરાવતી પ્રજા ગુલામ કઈ રીતે રહી શકે? તે પ્રશ્ન લોકોમાં રાષ્ટ્રીય ચેતના જગાવી.
(7) વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારનાં સાધનો: 19મી સદીના ઉત્તરાર્ધમાં ભારતમાં રેલવે, તાર, ટપાલ જેવાં ઝડપી વાહનો અને સાધનોને કારણે એક પ્રદેશના લોકો બીજા પ્રદેશના લોકો સાથે સંપર્કમાં આવ્યા. પરિણામે લોકોમાં રાષ્ટ્રીય એકતાના વિચારોને આધાર મળ્યો.
(8) રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપનાર કેટલાક બનાવો:
(1) ભારતની સનદી નોકરીઓમાં ભારતીયો સાથે કરવામાં આવતો અન્યાય,
(2) ગવર્નર જનરલ લૉર્ડ લિટનનો પ્રેસ સ્વાતંત્ર્ય પર કાપ મૂકતો વર્નાક્યુલર પ્રેસ ઍકટ,
(3) હથિયારબંધી ધારો અને
(4) ગવર્નર જનરલ લૉર્ડ રિપને રજૂ કરેલ ઇલ્બર્ટ બિલ. આ બિલની જોગવાઈ મુજબ ભારતીય ન્યાયાધીશ અંગ્રેજ વ્યક્તિનો કેસ ચલાવી શકે. અંગ્રેજોએ એ બિલનો ભારે વિરોધ કર્યો. પરિણામે અંગ્રેજ સરકારે ઇલ્બર્ટ બિલ પાછું ખેંચી લીધું.
In simple words: Many factors helped Indian nationalism grow. British rule united people with common laws. Economic exploitation made farmers and workers suffer, leading to awakening. English education created a class of thinkers who wanted self-rule. Literature in regional languages spread patriotic ideas. Newspapers helped spread national awareness. Discovering India's glorious past through archaeology made people proud. Better transport and communication helped people connect. Events like unfair civil service, restrictions on press freedom, arms act, and the Ilbert Bill controversy also fueled national unity.

Exam Tip: When asked for factors, provide a comprehensive list with a brief explanation for each point, ensuring all relevant historical and social aspects are covered.

 

Question 2. ભારતમાં થયેલ ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ટૂંકમાં પરિચય આપો.
Answer: ભારતમાં થયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો ટૂંકો પરિચય નીચે મુજબ છે:
(1) મહારાષ્ટ્રના વાસુદેવ બળવંત ફડકે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા હતા. તેમણે પછાત જાતિઓને સંગઠિત કરી લડાયક તાલીમ આપી હતી.
(2) મુખ્ય પ્લેગ કમિશનર રેન્ડની હત્યા કરવાના ચાફેકર નામના બે ભાઈઓને પકડવામાં આવ્યા અને તેમને ફાંસી આપવામાં આવી.
(3) ઈ. સ. 1900માં વિનાયક દામોદર સાવરકરે ‘મિત્રમેલા' નામની ક્રાંતિકારી સંસ્થા સ્થાપી હતી, જે પછીથી 'અભિનવ ભારત’ના નામે જાણીતી બની. '1857 : પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ' નામનું તેમનું પુસ્તક પ્રકાશિત થાય એ પહેલાં પ્રતિબંધિત થનારું વિશ્વનું પહેલું પુસ્તક હતું. તેમણે લંડનમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી. એ સમયે અંગ્રેજ સરકારે તેમની ધરપકડ કરી. જન્મટીપની સજા હેઠળ તેમને અંદમાનની જેલમાં મોકલ્યા. અહીં તેમની તબિયત બગડતાં ભારતમાં નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા.
(4) કોલકાતામાં સ્થપાયેલી 'અનુશીલન સમિતિ'ના બારીન્દ્ર ઘોષ તેના મુખ્ય નેતા બન્યા. આ સંસ્થાએ ક્રાંતિકારી સાહિત્ય, બૉમ્બ બનાવવાની અને શસ્ત્રો ચલાવવાની તાલીમ વગેરે દ્વારા ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી.
(5) બંગાળમાં ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી નામના ક્રાંતિવીરોએ ન્યાયાધીશ કિગ્સફર્ડની હત્યા કરવા માટે તેની બગી પર બૉમ્બ ફેંક્યો પરંતુ કમનસીબે તે કૅનેડી નામના અંગ્રેજની બગી હતી. તેમાં તેની પત્ની અને પુત્રી બેઠેલાં હતાં. બૉમ્બથી બંનેનું અવસાન થયું. પોલીસ પકડે તે પહેલાં પ્રફુલ્લ ચાકીએ પોતાને ગોળી મારી બલિદાન આપ્યું. ખુદીરામ બોઝની ધરપકડ કરી તેને ફાંસી આપવામાં આવી.
(6) અશફાક ઉલ્લાખાં અને રામપ્રસાદ બિસ્મિલે હિંદુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. તેમણે કાકોરી ટ્રેનમાં અંગ્રેજ તિજોરી લૂંટી હતી. આ લૂંટની યોજનામાં અશફાક ઉલ્લાખા, રામપ્રસાદ બિસ્મિલ, રોશનસિંહ અને રાજેન્દ્રપ્રસાદ પકડાઈ જતાં તેમને ફાંસી આપવામાં આવી.
(7) દુર્ગાભાભીએ મહિલાઓને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય બનાવી હતી. પોસ્ટરો ચોંટાડવાં, પત્રિકાઓ વહેંચવી, નાણાં એકઠાં કરવાં, બંદૂકો ચલાવવી જેવી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ તેઓ કરતાં હતાં.
(8) ચંદ્રશેખર આઝાદ બાળપણથી જ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યા હતા. કાકોરી લૂંટની યોજનામાં તેમણે ભાગ લીધો હતો. પોલીસ તેમને શોધતી હતી. તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે હું જીવતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ. ઈ. સ. 1931માં અલાહાબાદના આફ્રેડ બાગમાં અંગ્રેજ પોલીસ સાથેના સંઘર્ષમાં ચંદ્રશેખરે પોતાની જ પિસ્તોલથી શહીદી વહોરી લીધી.
In simple words: India saw many revolutionary actions. Vasudev Balwant Phadke trained backward classes. The Chapekar brothers killed a plague commissioner. Vinayak Damodar Savarkar started 'Mitramela' and 'Abhinav Bharat' and was jailed for life. Barindra Ghosh led the 'Anushilan Samiti' in Kolkata, spreading revolutionary literature and bomb-making. Khudiram Bose and Prafulla Chaki attempted to kill Kingsford, leading to their deaths. Ashfaqulla Khan and Ramprasad Bismil, showing Hindu-Muslim unity, looted the Kakori train and were later hanged. Durgabhabhi involved women in revolutionary tasks like distributing pamphlets and collecting funds. Chandrashekhar Azad, who took part in the Kakori dacoity, fought till his last breath and died by his own pistol, fulfilling his vow not to be caught alive by the British.

Exam Tip: For each revolutionary, briefly mention their key contribution, the organizations they were involved with, and their ultimate fate.

 

Question 3. દાંડીકૂચ વિશે ટૂંક નોંધ લખો.
Answer: ઈ. સ. 1930માં ગાંધીજીએ જાહેર કર્યું હતું કે, મીઠાના અન્યાયી કાયદાનો ભંગ કરવા યાત્રા કાઢશે. અંગ્રેજ સરકારે મીઠા પર નાખેલો કર સૌથી વધુ અન્યાયી હતો. એ સમયે મીઠાના ઉત્પાદન અને વેચાણ પર અંગ્રેજ સરકારનો એકાધિકાર હતો. ગાંધીજી અને અન્ય રાષ્ટ્રીય નેતાઓ માનતા હતા કે મીઠા પર વેરો નાખવો પાપ છે, કારણ કે મીઠું ભોજનની પાયાની જરૂરિયાત છે.
ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી 12 માર્ચ, 1930ના રોજ પોતાના 78 સત્યાગ્રહીઓ સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયાકિનારા સુધી 370 કિલોમીટરની પદયાત્રા યોજી. તેમની એ ઐતિહાસિક યાત્રા 'દાંડીકૂચ'ના નામે પ્રખ્યાત છે. દાંડીકૂચના માર્ગમાં આવતાં અસલાલી, બારેજા, નડીયાદ, આણંદ, રાસ, જંબુસર, સુરત, નવસારી જેવાં ગામો-શહેરોમાં સભાઓ ભરી ગાંધીજી અને તેમના સાથીઓ 5 એપ્રિલ, 1930ના રોજ દાંડી પહોંચ્યા. 6 એપ્રિલ, 1930ના રોજ સવારે ગાંધીજીએ દાંડીના દરિયાકિનારે અગરમાંથી મૂઠી મીઠું લઈ, મીઠાના કાયદાનો ભંગ કર્યો. એ સાથે જ તેમણે સવિનય કાનૂન ભંગની લડત શરૂ કરી.
એ લડતમાં સ્વદેશી, વિદેશી કાપડનો બહિષ્કાર, મહેસૂલ સહિતના કરવેરા ન ભરવા, દારૂબંધી, દારૂના પીઠા પર પિકેટિંગ, અસ્પૃશ્યતાનિવારણ, હિંદુ-મુસ્લિમ એકતા જેવા રચનાત્મક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. લડતમાં ખેડૂતો, આદિવાસીઓ, સ્ત્રીઓ વગેરેએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સરહદ પ્રાંતના વિસ્તારમાં ‘સરહદના ગાંધી’ના નામે જાણીતા બનેલ ખાન અબ્દુલ ગફારખાનના નેતૃત્વ નીચે ‘ના કર’ની અહિંસક લડત લડવામાં આવી હતી. અંગ્રેજ સરકારે હજારો સત્યાગ્રહીઓની ધરપકડ કરી લડતને દબાવવા પ્રયત્ન કર્યો.
ગાંધીજીની દાંડીકૂચથી ગુજરાતની અને ભારતની પ્રજામાં અભૂતપૂર્વ જાગૃતિ અને એકતા પ્રગટ્યાં. સમગ્ર દેશમાં મીઠાના કાયદાનો ભંગ કરવાના સત્યાગ્રહો શરૂ થયા.
In simple words: In 1930, Gandhiji announced a march to break the unjust salt law, seeing the salt tax as a sin because salt is a basic need. He started from Sabarmati Ashram on March 12, 1930, with 78 followers, marching 370 km to Dandi. Along the way, he held meetings in many towns. On April 6, 1930, he broke the salt law by picking up a handful of salt, starting the Civil Disobedience Movement. This movement included boycotting foreign goods, refusing to pay taxes, promoting temperance, and Hindu-Muslim unity. Many farmers, tribals, and women participated. Khan Abdul Ghaffar Khan led a similar "No-Tax" movement. The British arrested thousands to suppress the movement. The Dandi March sparked great awakening and unity across Gujarat and India, leading to salt satyagrahas nationwide.

Exam Tip: Outline the key dates, participants, distance covered, and the immediate impact of the Dandi March. Mention the broader Civil Disobedience Movement's goals.

 

Question 4. ‘હિંદ છોડો' આંદોલન વિશે માહિતી આપો.
Answer: બ્રિટિશ સરકારે હિંદના નેતાઓને મનાવી લેવા ઈ. સ. 1945માં ક્રિપ્સ મિશન'ને ભારત મોકલ્યું. ક્રિપ્સ મિશનની દરખાસ્તો ભારતના લોકોની સ્વતંત્રતાની માંગ સંતોષી શકી નહિ. ક્રિપ્સ નિષ્ફળ ગયું. ભારતની પ્રજામાં અંગ્રેજ સરકાર પ્રત્યે અસંતોષ વધતો ગયો. ગાંધીજીએ પ્રજાની હતાશા દૂર કરી તેમને આખરી લડત માટે તૈયાર કર્યા.
મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીના નેતૃત્વમાં 8 ઑગસ્ટ, 1942ની રાત્રે અંગ્રેજોને ભારત છોડી જવા ‘હિંદ છોડો’નો ઐતિહાસિક ઠરાવ પસાર કરવામાં આવ્યો. ગાંધીજીએ જાહેર કર્યું કે, “આઝાદી માટે મારી આ અંતિમ લડત છે.” “આજે છુપાઈને કશું કરવું નથી." "કરેંગે યા મરેંગે" (Do Or Die). આ સભામાં જ ગાંધીજીએ અંગ્રેજ સરકારને 'હિંદ છોડો'નો આદેશ આપ્યો.
હિંદ છોડોના ઠરાવના બીજા દિવસે વહેલી સવારે અંગ્રેજ સરકારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રગણ્ય નેતાઓની ધરપકડ કરી, તેમને જેલમાં પૂર્યા. પરિણામે ભારતનાં શહેરો અને ગામડાંઓમાં હડતાલો પડી. દેશભરમાં ખેડૂતો, મજૂરો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, મહિલાઓ વગેરેએ હિંદ છોડોની લડતમાં સક્રિય ભાગ લીધો. દેશભરમાં લોકોએ રેલવે-સ્ટેશનો, પોલીસ સ્ટેશનો, પોસ્ટ ઑફિસો, સરકારી મકાનો વગેરેને ભારે નુકસાન પહોંચાડ્યું. સમગ્ર ભારતમાં મિલકતોને લૂંટવાના અને આગ લગાડવાના બનાવો મોટી સંખ્યામાં બન્યા. લડતને વ્યાપક બનાવવા દેશના ઘણા વિસ્તારોમાં લોકોએ પોતાની રાષ્ટ્રીય સરકારોની રચના કરી.
અંગ્રેજ સરકારે ‘હિંદ છોડો' આંદોલનને દબાવી દેવા દમનકારી પગલાં ભર્યા. ઈ. સ. 1943ના અંત સુધીમાં અંગ્રેજ સરકારે મોટી સંખ્યામાં સ્વાતંત્ર્યસેનાનીઓની ધરપકડ કરી, તેમને જેલમાં પૂર્યા. આ આંદોલનમાં ઘણા લોકો મૃત્યુ પામ્યા તેમજ અનેક લોકો ગોળીબારમાં ઘવાયા. આમ છતાં, અંગ્રેજ સરકાર આ આંદોલનને સંપૂર્ણપણે દબાવી શકી નહિ. આથી અંગ્રેજ સરકારને ખાતરી થઈ ગઈ કે હવે ભારતને વધુ સમય સુધી પરાધીન રાખવાનું શક્ય નથી.
In simple words: The British sent the Cripps Mission in 1945 to pacify Indian leaders, but it failed to meet their demands for independence. This increased discontent, so Gandhiji prepared people for a final struggle. On August 8, 1942, in Mumbai, under Gandhiji's leadership, the Congress passed the 'Quit India' resolution, urging the British to leave India. Gandhiji declared, "This is my final fight for freedom. Do or Die." The next day, the British arrested Gandhiji and other major leaders, leading to strikes in cities and villages. Farmers, workers, students, teachers, traders, and women actively joined the movement. People damaged railway stations, police stations, post offices, and government buildings, with widespread looting and arson. To spread the movement, people formed their own national governments in many areas. The British government used harsh measures to suppress the 'Quit India' movement, arresting many freedom fighters and causing many deaths and injuries by 1943. Despite this, the British could not fully crush the movement, realizing that they could no longer keep India under their rule for long.

Exam Tip: Describe the background of the movement (Cripps Mission failure), the key resolution date (August 1942), Gandhiji's slogans, the immediate arrests of leaders, the widespread public participation, and the government's suppressive actions, concluding with the impact on British policy.

Free study material for Social Science

Free GSEB Textbook Explanations: Class 8 Social Science Chapter 06 સ્વાતંત્ર્ય ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947)

Chapter Exercise Answers for Class 8 Social Science

Access structured GSEB textbook solutions for Chapter 06 સ્વાતંત્ર્ય ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947). Designed in alignment with the latest academic curriculum for Class 8 Social Science, these answers cover all end-of-chapter exercises to support daily learning and homework completion.

Detailed Answer Guides for Chapter 06 સ્વાતંત્ર્ય ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947)

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 06 સ્વાતંત્ર્ય ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947) concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Complete Preparation Kit for Class 8 Exams

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 8 Social Science.

FAQs

Where can I find the latest GSEB Class 8 Social Science Solutions Chapter 6 સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947) for the 2026-27 session?

The complete and updated GSEB Class 8 Social Science Solutions Chapter 6 સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947) is available for free on StudiesToday.com. These solutions for Class 8 Social Science are as per latest GSEB curriculum.

Are the Social Science GSEB solutions for Class 8 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 8 Social Science Solutions Chapter 6 સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947) as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 8 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 8 Social Science Solutions Chapter 6 સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947) will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 8 Social Science Solutions Chapter 6 સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947) in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 8 Social Science. You can access GSEB Class 8 Social Science Solutions Chapter 6 સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947) in both English and Hindi medium.

Is it possible to download the Social Science GSEB solutions for Class 8 as a PDF?

Yes, you can download the entire GSEB Class 8 Social Science Solutions Chapter 6 સ્વાતંત્ર્ય-ચળવળો (ઈ.સ. 1870 થી ઈ.સ. 1947) in printable PDF format for offline study on any device.