Step-by-Step Textbook Solutions for Class 8 Social Science Chapter 13 માનવ સંસાધન
Explore reliable textbook solutions for Chapter 13 માનવ સંસાધન tailored for Class 8 learners. Utilizing these Social Science answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.
Download Chapter 13 માનવ સંસાધન Textbook Solutions PDF
Access the complete solution PDF for Class 8 Social Science below. Regular practice with these targeted textbook answers builds familiarity with standard question patterns and helps secure higher marks in final school evaluations.
1. નીચેના પ્રશ્નો ઉત્તર આપો:
Question 1. વસ્તીને એક સંસાધન તરીકે કેમ ગણવામાં આવે છે?
Answer: માનવીને કુદરતે બુદ્ધિ, વિચારશક્તિ, મહત્ત્વાકાંક્ષા, નિર્ણયો લેવાની અને તેનો અમલ કરવાની શક્તિ વગેરેની ભેટ આપી છે. આથી, યોગ્ય શિક્ષણ અને તાલીમ પામેલા લોકો પોતાની જરૂરિયાતો અને યોગ્યતાઓને સંસાધનોમાં બદલી શકે છે. સ્વસ્થ, સુશિક્ષિત, કેળવાયેલા, પ્રતિભાવંત અને વિચારશીલ લોકો પોતાની જરૂરિયાતો મુજબ સંસાધનોનો વિકાસ કરે છે. આ રીતે તેઓ પોતાનો, સમાજનો અને રાષ્ટ્રનો વિકાસ સાધે છે. આથી વસ્તીને - લોકોને - રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન માનવામાં આવે છે.
In simple words: કુદરતે મનુષ્યને બુદ્ધિ, વિચાર અને નિર્ણય લેવાની શક્તિ આપી છે. ભણેલા અને તાલીમ પામેલા લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે વસ્તુઓને ઉપયોગી બનાવે છે. આવા લોકો પોતાનો, સમાજનો અને દેશનો વિકાસ કરવામાં મદદ કરે છે. તેથી, વસ્તીને દેશનું સૌથી મોટું સંસાધન ગણવામાં આવે છે.
Exam Tip: આ પ્રશ્નનો ઉત્તર આપતી વખતે માનવીના વિશેષ ગુણધર્મો અને સંસાધન વિકાસમાં તેની ભૂમિકા પર ભાર મૂકવો જોઈએ.
Question 2. વિશ્વમાં વસ્તીના અસમાન વિતરણનાં કારણો કયાં છે?
Answer: વિશ્વમાં નદીકિનારાના અને મુખત્રિકોણ પ્રદેશના ફળદ્રુપ, સપાટ જમીન વિસ્તારો; ઔદ્યોગિક વિસ્તારો, ધાર્મિક સ્થળો વગેરેમાં વધારે વસ્તી હોય છે. ઊંચા પર્વતો, ખૂબ અસમતલ ભૂપૃષ્ઠ, બહુ ભારે વરસાદના પ્રદેશો, ગીચ જંગલો, દલદલવાળા પ્રદેશો, ખારાપાટના વિસ્તારો તેમજ રણપ્રદેશો – જ્યાં ખેત-ઉત્પાદન માટે ખરાબ પરિસ્થિતિ છે, ત્યાં વસ્તીની સંખ્યા ઓછી હોય છે. ઉચ્ચ અક્ષાંશીય ક્ષેત્રો, ઉષ્ણકટિબંધીય રણપ્રદેશો અને વિષુવવૃત્તીય જંગલોના વિસ્તારોમાં ખૂબ ઓછી વસ્તી વસવાટ કરે છે.
In simple words: દુનિયામાં વસ્તી બધે સરખી નથી. નદીઓ પાસેની ફળદ્રુપ જમીન, ઉદ્યોગો અને ધાર્મિક સ્થળોમાં ઘણા લોકો રહે છે. જ્યારે ઊંચા પર્વતો, જંગલો, રણ અને જ્યાં ખેતી નથી થતી, ત્યાં ઓછા લોકો રહે છે.
Exam Tip: વસ્તીના અસમાન વિતરણ માટે ભૌગોલિક અને આર્થિક કારણોને અલગ-અલગ સમજાવી શકાય છે.
Question 3. વસ્તીગીચતાનો અર્થ શું છે?
Answer: પૃથ્વી સપાટીના કોઈ એકમ ક્ષેત્ર અથવા કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિલોમીટરે વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની 'વસ્તીગીચતા' કહે છે. કોઈ એક ચોક્કસ વિસ્તારમાં (ચોરસ કિલોમીટરમાં) કેટલી માનવવસ્તી છે, તે ઉપરથી તે પ્રદેશની વસ્તીગીચતા જાણી શકાય છે. વસ્તીગીચતાને નીચે આપેલા સૂત્ર મુજબ પણ દર્શાવી શકાય છે:
\( \text{વસ્તીગીચતા} = \frac { \text{દેશની કુલ વસ્તી} }{ \text{દેશનું કુલ ક્ષેત્રફળ} } \)
In simple words: વસ્તીગીચતા એટલે એક ચોરસ કિલોમીટર વિસ્તારમાં કેટલા લોકો રહે છે તેની સરેરાશ સંખ્યા. તેને શોધવા માટે કુલ વસ્તીને કુલ વિસ્તારથી ભાગવામાં આવે છે.
Exam Tip: વસ્તીગીચતાની વ્યાખ્યા સ્પષ્ટ અને સંક્ષિપ્તમાં આપવી, અને જો શક્ય હોય તો તેનું ગણતરી સૂત્ર પણ લખવું.
Question 4. વસ્તી-વિતરણને અસર કરનારાં પરિબળો સમજાવો.
Answer: વસ્તી-વિતરણને અસર કરનારા મુખ્ય પરિબળો નીચે મુજબ છે:
(1) ભૌગોલિક પરિબળો:
1. પ્રાકૃતિક રચના:
પ્રદેશની પ્રાકૃતિક રચના વસ્તી-વિતરણ પર ઘણી અસર કરે છે. દાખલા તરીકે, માનવી હંમેશાં પર્વતો અને ઉચ્ચપ્રદેશો કરતાં મેદાની વિસ્તારમાં રહેવાનું વધારે પસંદ કરે છે, કારણ કે આ વિસ્તાર ખેતી, ઉદ્યોગો અને સેવાઓની પ્રવૃત્તિઓ માટે ખૂબ ઉપયોગી હોય છે. ઉદાહરણ તરીકે, ભારતમાં ગંગા નદીના કિનારાના વિસ્તારો વિશ્વના સૌથી વધારે ગીચ વસ્તી ધરાવતા પ્રદેશો છે; જ્યારે ઍન્ડીઝ, આલ્પ્સ, હિમાલય જેવા પર્વતોના વિસ્તારમાં ઘણી જ ઓછી વસ્તી વસે છે.
2. આબોહવા:
ખૂબ ગરમી કે ખૂબ ઠંડી પડતી હોય તેવા વિસ્તારો માનવવસવાટ માટે પ્રતિકૂળ છે. ઉદાહરણ તરીકે, આફ્રિકાનું સહરાનું રણ, રશિયાનો ધ્રુવીય પ્રદેશ, કેનેડાનો ઉત્તર ભાગ, ઍન્ટાર્કટિકા ખંડ વગેરે વિસ્તારો અત્યંત વિષમ આબોહવા ધરાવતા હોવાથી ત્યાં માનવી રહેવાનું પસંદ કરતો નથી.
3. જમીન:
નદીઓના કાંપનાં મેદાનોની જમીન અત્યંત ફળદ્રુપ હોય છે, જે ખેતીપ્રવૃત્તિ માટે ખૂબ જ ઉપયોગી બને છે. તે ઉપરાંત, એ જમીન ઔદ્યોગિક પ્રવૃત્તિઓ માટે સારી અનુકૂળતા ધરાવે છે. ભારતમાં ગંગા-યમુના અને બ્રહ્મપુત્રા નદીઓ; ચીનમાં દ્વાંગ હો અને ચાંગ જિયાંગ નદીઓ તેમજ ઇજિપ્તમાં નાઈલ નદી – આ બધી નદીઓએ ફળદ્રુપ મેદાનોની રચના કરી છે. અહીં સિંચાઈની સારી સગવડ હોવાથી ખેતી અને પશુપાલન સારી રીતે થઈ શકે છે. તેથી આ નદીઓનાં મેદાનો ગીચ વસ્તીવાળા વિસ્તારો બન્યા છે.
4. જળ:
જે વિસ્તારોમાં બિનક્ષારીય મીઠું પાણી સરળતાથી મળે છે ત્યાં રહેવા માટે માનવી પ્રાથમિકતા આપે છે, કારણ કે એ વિસ્તારોમાં ખેતી, પશુપાલન અને ઉદ્યોગો સારાં થઈ શકે છે. વિશ્વની નદીખીણોનાં ક્ષેત્રો ગીચ વસ્તી ધરાવે છે, જ્યારે રણવિસ્તારોમાં વસ્તી ખૂબ ઓછી હોય છે.
5. ખનીજ:
ખનીજ-સંસાધનવાળા વિસ્તારોમાં ઘણી વસ્તી હોય છે. હીરાની ખાણો ધરાવતા દક્ષિણ આફ્રિકામાં અને ખનીજ તેલનાં ક્ષેત્રોવાળા મધ્ય-પૂર્વ એશિયામાં વસ્તીની ગીચતા વધારે છે.
(2) સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિબળો:
1. સામાજિક પરિબળ:
સાનુકૂળ રહેઠાણો તેમજ શિક્ષણ અને સ્વાસ્થ્યની સારી સગવડોવાળા વિસ્તારોમાં વસ્તીની ગીચતા વધારે હોય છે. ઉદાહરણ તરીકે, મહારાષ્ટ્રમાં પુણે શહેર.
2. સાંસ્કૃતિક પરિબળ:
ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવતાં સ્થળો વસ્તીને રહેવા માટે આકર્ષિત કરે છે. ઉદાહરણ તરીકે, ઉત્તર પ્રદેશમાં ગંગા નદીને કિનારે આવેલું વારાણસી (બનારસ), ઇઝરાયેલમાં જેરુસલેમ અને ઇટાલીની રાજધાની રોમમાં આવેલ વેટિકન સિટી વગેરે.
3. આર્થિક પરિબળ:
ઔદ્યોગિક વિસ્તારો રોજગારીની નવી નવી તકો પૂરી પાડે છે. તેથી એ વિસ્તારો મોટી સંખ્યામાં વસ્તીને વસવાટ માટે પ્રેરિત કરે છે. ઉદાહરણ તરીકે, જાપાનમાં આવેલું ઓસાકા શહેર અને ભારતમાં મહારાષ્ટ્રમાં આવેલું મુંબઈ શહેર. આ બંને શહેરો ઔદ્યોગિક ક્ષેત્રો હોવાથી ગીચ વસવાટનાં સ્થળો બન્યાં છે.
In simple words: વસ્તી ક્યાં રહે છે તે ઘણી બાબતો પર આધાર રાખે છે. સારી જમીન, પાણી અને હવામાનવાળી જગ્યાઓ પર લોકો વધારે રહે છે. જ્યાં પર્વતો, રણ કે ખૂબ ઠંડી-ગરમી હોય ત્યાં ઓછા લોકો રહે છે. જ્યાં નોકરીઓ અને સારી સુવિધાઓ હોય, ત્યાં પણ લોકો વધુ જાય છે.
Exam Tip: વસ્તી-વિતરણના પરિબળો સમજાવતી વખતે ભૌગોલિક અને સામાજિક-આર્થિક પરિબળોને અલગ પાડીને દરેકના પેટા-મુદ્દાઓનું ઉદાહરણ સાથે વર્ણન કરવું.
2. નીચેના પ્રશ્નોના સાચા ઉત્તર સામે (V) ખરાની નિશાની કરો:
Question 1. વસ્તી-વિતરણ શબ્દનો અર્થ છે...
(a) કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં સમયની સાથે વસ્તીમાં કયા પ્રકારનું પરિવર્તન થાય છે
(b) કોઈ વિશિષ્ટ ક્ષેત્રમાં જન્મ લેનાર લોકોની સંખ્યાના સંદર્ભમાં મૃત્યુ પ્રાપ્ત કરનારા લોકોની સંખ્યા કેવી છે
(c) કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે
Answer: (c) કોઈ આપેલા ક્ષેત્રમાં લોકો કયા સ્વરૂપે ફેલાયેલા છે
In simple words: વસ્તી-વિતરણ એટલે કોઈ ચોક્કસ જગ્યાએ લોકો કેવી રીતે પથરાયેલા છે, એટલે કે કઈ રીતે વહેંચાયેલા છે.
Exam Tip: વસ્તી-વિતરણ અને વસ્તીગીચતા વચ્ચેનો તફાવત સમજીને યોગ્ય વિકલ્પ પસંદ કરવો.
Question 2. એ ત્રણ મુખ્ય પરિબળો કયાં છે, જેમાં વસ્તીમાં પરિવર્તન થાય છે?
(a) જન્મ, મૃત્યુ અને લગ્ન
(b) જન્મ, મૃત્યુ અને સ્થળાંતર
(c) જન્મ, મૃત્યુ અને જીવનદર
Answer: (b) જન્મ, મૃત્યુ અને સ્થળાંતર
In simple words: વસ્તીની સંખ્યામાં ફેરફાર જન્મ, મૃત્યુ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાથી થાય છે.
Exam Tip: વસ્તીના કદ અને રચનામાં ફેરફાર લાવતા મુખ્ય પરિબળોને ઓળખવા.
Question 3. ઈ. સ. 1999માં વિશ્વની વસ્તી કેટલી હતી?
(a) 1 અબજ
(b) 3 અબજ
(c) 6 અબજ
Answer: (c) 6 અબજ
In simple words: વર્ષ 1999માં દુનિયાની કુલ વસ્તી 6 અબજ હતી.
Exam Tip: ઐતિહાસિક વસ્તીના આંકડાઓને યાદ રાખવા જરૂરી છે.
3. સંકલ્પના સમજાવો:
Question 1. જાતિ-પ્રમાણ
Answer: દર 1000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની સંખ્યાના પ્રમાણને ‘જાતિ-પ્રમાણ' (સ્ત્રી-પુરુષ પ્રમાણ) કહે છે. દાખલા તરીકે, ઈ. સ. 2011માં ભારતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 943 હતી.
In simple words: જાતિ-પ્રમાણ એટલે 1000 પુરુષો સામે કેટલી સ્ત્રીઓ છે તેની સંખ્યા. ઉદાહરણ તરીકે, 2011માં ભારતમાં 1000 પુરુષો સામે 943 સ્ત્રીઓ હતી.
Exam Tip: જાતિ-પ્રમાણની વ્યાખ્યા અને તેનું ઉદાહરણ યાદ રાખવું, ખાસ કરીને ભારતના સંદર્ભમાં.
Question 2. સાક્ષરતા
Answer: 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી-લખીને સમજી શકતી હોય તેને 'સાક્ષર' કહેવામાં આવે છે. સાક્ષર વ્યક્તિઓની સંખ્યાનો દર ‘સાક્ષરતા' કહેવાય છે.
In simple words: 7 વર્ષ કે તેથી વધુ ઉંમરનો કોઈ પણ વ્યક્તિ જો એક ભાષા વાંચી, લખી અને સમજી શકતો હોય, તો તેને સાક્ષર કહેવાય છે. આવા સાક્ષર લોકોના પ્રમાણને 'સાક્ષરતા દર' કહેવાય છે.
Exam Tip: સાક્ષરતાની વ્યાખ્યામાં ઉંમર અને કાર્યક્ષમતા (વાંચવું, લખવું, સમજવું) ત્રણેય મુદ્દાઓને આવરી લેવા.
Question 3. વસ્તીગીચતા
Answer: પૃથ્વી સપાટીના કોઈ એકમ ક્ષેત્ર અથવા કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિલોમીટરે વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની ‘વસ્તીગીચતા' કહે છે. કોઈ એક ચોક્કસ વિસ્તારમાં (ચોરસ કિલોમીટરમાં) કેટલી માનવવસ્તી છે, તે ઉપરથી તે પ્રદેશની વસ્તીગીચતા જાણી શકાય છે. વસ્તીગીચતાને નીચે આપેલા સૂત્ર મુજબ પણ દર્શાવી શકાય છે:
\( \text{વસ્તીગીચતા} = \frac { \text{દેશની કુલ વસ્તી} }{ \text{દેશનું કુલ ક્ષેત્રફળ} } \)
In simple words: વસ્તીગીચતા એટલે એક ચોરસ કિલોમીટર વિસ્તારમાં કેટલા લોકો રહે છે તેની સરેરાશ સંખ્યા. તેને શોધવા માટે કુલ વસ્તીને કુલ વિસ્તારથી ભાગવામાં આવે છે.
Exam Tip: વસ્તીગીચતાની વ્યાખ્યા અને તેનું સૂત્ર ચોકસાઈપૂર્વક લખવું, કારણ કે આ એક મહત્વપૂર્ણ સંકલ્પના છે.
4. ખાલી જગ્યાઓ પૂરો:
Question 1. વિશ્વમાં વસ્તીની દષ્ટિએ ભારત .............. ક્રમે છે.
Answer: દ્વિતીય
In simple words: દુનિયાની વસ્તીમાં ભારત બીજા નંબરે આવે છે.
Exam Tip: વિશ્વમાં વસ્તીની દૃષ્ટિએ દેશોનો ક્રમ યાદ રાખવો.
Question 2. ભારતમાં સ્ત્રી-પુરુષનું પ્રમાણ ............ છે.
Answer: દર 1000 પુરુષોએ 943 સ્ત્રીઓ
In simple words: ભારતમાં દર 1000 પુરુષો સામે 943 સ્ત્રીઓ છે.
Exam Tip: ભારતના જાતિ-પ્રમાણના આંકડાઓને બરાબર યાદ રાખવા.
Question 3. ભારતમાં .............. રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે.
Answer: કેરલ
In simple words: ભારતમાં કેરલ રાજ્યમાં ભણેલા લોકોની સંખ્યા સૌથી વધારે છે.
Exam Tip: ભારતમાં સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતા રાજ્યનું નામ યાદ રાખવું.
Question 4. ગુજરાતમાં વસ્તીગીચતાનું પ્રમાણે................
Answer: 308
In simple words: ગુજરાતમાં એક ચોરસ કિલોમીટરમાં સરેરાશ 308 લોકો રહે છે.
Exam Tip: ગુજરાતની વસ્તીગીચતાના આંકડાને ચોકસાઈપૂર્વક યાદ રાખવો.
Free study material for Social Science
Free GSEB Textbook Explanations: Class 8 Social Science Chapter 13 માનવ સંસાધન
Chapter Exercise Answers for Class 8 Social Science
Explore reliable textbook solutions for Chapter 13 માનવ સંસાધન tailored for Class 8 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Social Science.
Detailed Answer Guides for Chapter 13 માનવ સંસાધન
Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 13 માનવ સંસાધન concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.
Complete Preparation Kit for Class 8 Exams
Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 8 Social Science.
FAQs
The complete and updated GSEB Class 8 Social Science Solutions Chapter 13 માનવ-સંસાધન is available for free on StudiesToday.com. These solutions for Class 8 Social Science are as per latest GSEB curriculum.
Yes, our experts have revised the GSEB Class 8 Social Science Solutions Chapter 13 માનવ-સંસાધન as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Social Science concepts are applied in case-study and assertion-reasoning questions.
Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 8 Social Science Solutions Chapter 13 માનવ-સંસાધન will help students to get full marks in the theory paper.
Yes, we provide bilingual support for Class 8 Social Science. You can access GSEB Class 8 Social Science Solutions Chapter 13 માનવ-સંસાધન in both English and Hindi medium.
Yes, you can download the entire GSEB Class 8 Social Science Solutions Chapter 13 માનવ-સંસાધન in printable PDF format for offline study on any device.