GSEB Class 8 Maths Solutions Chapter 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ Exercise 13.1

NCERT Solutions for Class 8 Mathematics: Chapter 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ

Access comprehensive textbook solutions for Chapter 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ using the official curriculum guides for Class 8 Mathematics. Designed to align with the 2026-27 GSEB standards, these detailed answers help students reinforce core academic concepts.

Practice Class 8 Mathematics Solutions: Chapter 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ

Navigate directly to the solved Mathematics textbook exercises using the digital viewer below. Each solution includes detailed step-by-step explanations, allowing students to instantly cross-check their work and identify areas requiring further revision.

Question 1. એક રેલવે-સ્ટેશન પર કાર પાર્કિંગનો દર નીચે પ્રમાણે છે :
4 કલાક Rs. 60
12 કલાક Rs. 140
8 કલાક Rs. 100
24 કલાક Rs. 180
ઉપરોક્ત પાર્કિંગના દર તેમને અનુરૂપ સમય સાથે સમપ્રમાણમાં છે કે નહીં તે ચકાસો.

Answer: અહીં પાર્કિંગનો દર અને અનુરૂપ સમયનો ગુણોત્તર નીચે મુજબ મળે છે:

પાર્કિંગનો સમયકાર પાર્કિંગનો દરપાર્કિંગનો દર / અનુરૂપ પાર્કિંગનો સમય
4 કલાકRs. 60\( \frac{60}{4} = \frac{15}{1} \)
8 કલાકRs. 100\( \frac{100}{8} = \frac{25}{2} \)
12 કલાકRs. 140\( \frac{140}{12} = \frac{35}{3} \)
24 કલાકRs. 180\( \frac{180}{24} = \frac{15}{2} \)
અહીં ગુણોત્તર \( \frac{15}{1} \neq \frac{25}{2} \neq \frac{35}{3} \neq \frac{15}{2} \) છે. તેથી, જુદા જુદા સમય માટે પાર્કિંગનો દર અને અનુરૂપ પાર્કિંગના સમયનો ગુણોત્તર એકસરખો નથી. ના, આ રીતે, પાર્કિંગનો દર તેમને અનુરૂપ સમય સાથે સમપ્રમાણમાં નથી.
In simple words: પાર્કિંગના સમય અને દરનો ગુણોત્તર દરેક કિસ્સામાં અલગ-અલગ આવે છે. તેથી, પાર્કિંગનો દર સમય સાથે સીધા પ્રમાણમાં નથી.

Exam Tip: To check for direct proportionality, always calculate the ratio of the two quantities for each pair. If all ratios are equal, it's direct proportion.

 

Question 2. એક રંગના મૂળ મિશ્રણના 8 ભાગમાં, 1 ભાગ લાલ રંગ મેળવીને મિશ્રણ તૈયાર કરેલ છે. નીચેના કોષ્ટકમાં મૂળ મિશ્રણનો ભાગ શોધોઃ

લાલ રંગ1471220
મૂળ મિશ્રણ8----
Answer: અહીં રંગનું મૂળ મિશ્રણ મેળવવાનું પ્રમાણ સીધું પ્રમાણ છે તે સ્પષ્ટ થાય છે.
અહીં રંગનું મૂળ મિશ્રણ મેળવવાનું પ્રમાણ સીધું પ્રમાણ છે તે સ્પષ્ટ છે.
\( \frac{x_1}{y_1} = \frac{x_2}{y_2} = \frac{x_3}{y_3} = \frac{x_4}{y_4} = \frac{x_5}{y_5} \)
હવે, ઉપરના કોષ્ટકમાં જણાવ્યા મુજબ \( x_1 = 1 \) અને \( y_1 = 8 \) છે.
\( \frac{x_1}{y_1} = \frac{1}{8} \)
\( \frac{x_2}{y_2} = \frac{4}{y_2} \implies \frac{4}{y_2} = \frac{1}{8} \implies y_2 = 4 \times 8 \implies y_2 = 32 \)
\( \frac{x_3}{y_3} = \frac{7}{y_3} \implies \frac{7}{y_3} = \frac{1}{8} \implies y_3 = 7 \times 8 \implies y_3 = 56 \)
\( \frac{x_4}{y_4} = \frac{12}{y_4} \implies \frac{12}{y_4} = \frac{1}{8} \implies y_4 = 12 \times 8 \implies y_4 = 96 \)
\( \frac{x_5}{y_5} = \frac{20}{y_5} \implies \frac{20}{y_5} = \frac{1}{8} \implies y_5 = 20 \times 8 \implies y_5 = 160 \)
આમ, મૂળ મિશ્રણ નીચે પ્રમાણે થાય છે:
લાલ રંગ1471220
મૂળ મિશ્રણ8325696160
In simple words: રંગનું મિશ્રણ સીધા પ્રમાણમાં થાય છે. જો 1 ભાગ લાલ રંગ માટે 8 ભાગ મૂળ મિશ્રણ હોય, તો લાલ રંગના દરેક ભાગ માટે મૂળ મિશ્રણ 8 ગણું રાખવું પડે.

Exam Tip: In direct proportion problems, the ratio of the two quantities (x/y) remains constant. Use this constant ratio to find unknown values.

 

Question 3. પ્રશ્ન 2 માં, જો લાલ રંગના પદાર્થના 1 ભાગ માટે 75 મિલિ મૂળ મિશ્રણ જોઈએ, તો 1800 મિલિ મૂળ મિશ્રણમાં કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈશે?
Answer: પ્રશ્ન 2 મુજબ જોતાં -
અહીં \( x_1 = 1 \), \( y_1 = 75 \), \( x_2 = ? \) અને \( y_2 = 1800 \)
\( \frac{x_1}{y_1} = \frac{x_2}{y_2} \)
\( \implies \frac{1}{75} = \frac{x_2}{1800} \)
\( \implies x_2 = \frac{1 \times 1800}{75} \)
\( \implies x_2 = 24 \)
આમ, 24 ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈશે.
In simple words: જો 1 ભાગ લાલ રંગ માટે 75 મિલિ મૂળ મિશ્રણ વપરાય, તો 1800 મિલિ મૂળ મિશ્રણ માટે કેટલો લાલ રંગ જોઈશે તે શોધવા માટે સીધા પ્રમાણનો ઉપયોગ કરીએ છીએ, જે 24 ભાગ આવે છે.

Exam Tip: Clearly identify the two proportional quantities and their given values (x1, y1) and the unknown (x2 or y2) before setting up the ratio equation.

 

Question 4. ઠંડાં પીણાં બનાવતી એક ફેક્ટરીમાં, એક યંત્ર 6 કલાકમાં 840 બૉટલ ભરે છે, તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બૉટલ ભરશે?
Answer: ધારો કે, 5 કલાકમાં મશીન દ્વારા x બૉટલ ઠંડું પીણું ભરાય છે.

લાગતો સમય (કલાકમાં) (x)ભરાતી ઠંડાં પીણાંની બૉટલ (y)
6840
5?
અહીં રકમ પરથી સ્પષ્ટ છે કે જેમ સમય વધે છે તેમ ઠંડાં પીણાંની બૉટલ વધુ ભરાય છે અને જેમ સમય ઘટે છે તેમ ઠંડાં પીણાની બૉટલ ઓછી ભરાય છે. એટલે કે અહીં સીધું પ્રમાણ છે.
અહીં \( x_1 = 6 \), \( y_1 = 840 \), \( x_2 = 5 \) અને \( y_2 = ? \)
\( \frac{x_1}{y_1} = \frac{x_2}{y_2} \)
\( \implies \frac{6}{840} = \frac{5}{y_2} \)
\( \implies y_2 = \frac{5 \times 840}{6} \)
\( \implies y_2 = 700 \)
આમ, આ યંત્ર 700 બોટલ ઠંડું પીણું ભરશે.
In simple words: જેમ-જેમ સમય વધે તેમ-તેમ યંત્ર વધારે બોટલ ભરે છે. તેથી, આ સીધા પ્રમાણનો દાખલો છે. 6 કલાકમાં 840 બોટલ ભરાય તો, 5 કલાકમાં 700 બોટલ ભરાય.

Exam Tip: Recognize direct proportion when both quantities increase or decrease together. The ratio \( \frac{x}{y} \) remains constant.

 

Question 5. એક જીવાણુ (bacteria)ના ચિત્રને 50,000 ગણું મોટું કરતા તેની લંબાઈ 5 સેમી થાય છે. જે આકૃતિમાં બતાવેલ છે, તો આ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે? હવે જો ચિત્રને 20,000 ગણું કરવામાં આવે તો તેની લંબાઈ શોધો.
Answer: બેક્ટરિયાના ચિત્રને જેટલું મોટું કરીએ તેટલી તેની લંબાઈ વધે છે. એટલે અહીં સીધું પ્રમાણ છે.
(i) જીવાણુની વાસ્તવિક લંબાઈ શોધવી:

બૅક્ટરિયાના ચિત્રમાં થતો વધારોલંબાઈ (સેમીમાં)
50,000 ગણું મોટું (\( x_1 \))5 (\( y_1 \))
1 (\( x_2 \))? (\( y_2 \))
\( \frac{x_1}{y_1} = \frac{x_2}{y_2} \)
\( \implies \frac{50000}{5} = \frac{1}{y_2} \)
\( \implies y_2 = \frac{1 \times 5}{50000} \)
\( \implies y_2 = \frac{1}{10000} \)
\( \implies y_2 = 10^{-4} \)
આમ, આ જીવાણુની વાસ્તવિક લંબાઈ \( 10^{-4} \) સેમી હશે.
(ii) ચિત્રને 20,000 ગણું મોટું કરવામાં આવે ત્યારે તેની લંબાઈ શોધવી:
બૅક્ટરિયાના ચિત્રમાં થતો વધારોલંબાઈ (સેમીમાં)
50,000 ગણું મોટું (\( x_1 \))5 (\( y_1 \))
20,000 ગણું મોટું (\( x_2 \))? (\( y_2 \))
\( \frac{x_1}{y_1} = \frac{x_2}{y_2} \)
\( \implies \frac{50000}{5} = \frac{20000}{y_2} \)
\( \implies y_2 = \frac{20000 \times 5}{50000} \)
\( \implies y_2 = 2 \)
આમ, બૅક્ટરિયાની લંબાઈ 2 સેમી હોય.
In simple words: બૅક્ટરિયાનું ચિત્ર જેટલું મોટું કરીએ, તેની લંબાઈ પણ તેટલી જ વધે છે. પહેલા, 50,000 ગણા મોટો કરવાથી 5 સેમી લંબાઈ હોય તો તેની અસલી લંબાઈ \( 10^{-4} \) સેમી થાય. પછી, 20,000 ગણા મોટો કરવાથી તેની લંબાઈ 2 સેમી બને છે.

Exam Tip: For problems with multiple magnification levels, remember that the actual size is constant. Use the given magnified length and magnification factor to find the real size first, then apply that to other magnification levels.

 

Question 6. એક વહાણની પ્રતિકૃતિમાં તેના કૂવાતંભની ઊંચાઈ 9 સેમી છે અને વાસ્તવિક વહાણમાં તેની ઊંચાઈ 12 મીટર છે. હવે જો વહાણની વાસ્તવિક લંબાઈ 28 મીટર હોય, તો તેની પ્રતિકૃતિની લંબાઈ શોધો.
Answer: અહીં રકમ મુજબ સ્પષ્ટ છે કે વહાણની લંબાઈ અને વાસ્તંભની ઊંચાઈ સીધા પ્રમાણમાં છે.
નોંધ: પ્રતિકૃતિ એટલે ચિત્ર.

વાસ્તવિક વહાણમાંપ્રતિકૃતિમાં
વહાણની લંબાઈ28 મીટર?
કૂવાતંભની ઊંચાઈ12 મીટર9 સેમી
અહીં \( x_1 = 28 \), \( y_1 = 12 \), \( x_2 = ? \) અને \( y_2 = 9 \)
\( \frac{x_1}{y_1} = \frac{x_2}{y_2} \)
\( \implies \frac{28}{12} = \frac{x_2}{9} \)
\( \implies x_2 = \frac{28 \times 9}{12} \)
\( \implies x_2 = 21 \)
આમ, પ્રતિકૃતિમાં કૂવાસ્તંભની ઊંચાઈ 21 સેમી છે.
In simple words: જો એક મોટા વહાણના કૂવાતંભની લંબાઈ 12 મીટર હોય અને તેના નાના મોડેલ (પ્રતિકૃતિ) માં તે 9 સેમી હોય, તો આપણે આ ગુણોત્તરનો ઉપયોગ કરીને વહાણની 28 મીટર લંબાઈવાળા મોડેલની લંબાઈ 21 સેમી શોધી શકીએ છીએ.

Exam Tip: Ensure units are consistent (e.g., convert meters to centimeters) or convert the final answer to the required unit.

 

Question 7. જો 2 કિગ્રા ખાંડમાં રહેલા સ્ફટિકોની સંખ્યા \( 9 \times 10^6 \) છે, તો નીચે દર્શાવેલ જથ્થામાં કેટલા સ્ફટિકો હશે?
(i) 5 કિગ્રા
Answer: અહીં ખાંડનું વજન વધે તેમ ખાંડના સ્ફટિકોની સંખ્યા પણ વધે છે. એટલે કે અહીં સીધું પ્રમાણ છે.

ખાંડનું વજન અહીંખાંડના સ્ફટિકોની સંખ્યા
2\( 9 \times 10^6 \)
5?
અહીં \( x_1 = 2 \), \( y_1 = 9 \times 10^6 \), \( x_2 = 5 \), \( y_2 = ? \)
\( \frac{x_1}{y_1} = \frac{x_2}{y_2} \)
\( \implies \frac{2}{9 \times 10^6} = \frac{5}{y_2} \)
\( \implies y_2 = \frac{5 \times 9 \times 10^6}{2} \)
\( \implies y_2 = 22.5 \times 10^6 \)
\( \implies y_2 = 2.25 \times 10^7 \)
આમ, 5 કિગ્રા ખાંડમાં \( 2.25 \times 10^7 \) ખાંડના સ્ફટિકો હોય.
(ii) 1.2 કિગ્રા
ખાંડનું વજન અહીં
ખાંડનું વજન અહીંખાંડના સ્ફટિકોની સંખ્યા
2\( 9 \times 10^6 \)
1.2\( y_2 \)
અહીં \( x_1 = 2 \), \( y_1 = 9 \times 10^6 \), \( x_2 = 1.2 \), \( y_2 = ? \)
\( \frac{x_1}{y_1} = \frac{x_2}{y_2} \)
\( \implies \frac{2}{9 \times 10^6} = \frac{1.2}{y_2} \)
\( \implies y_2 = \frac{1.2 \times 9 \times 10^6}{2} \)
\( \implies y_2 = 0.6 \times 9 \times 10^6 \)
\( \implies y_2 = 5.4 \times 10^6 \)
આમ, 1.2 કિગ્રા ખાંડમાં \( 5.4 \times 10^6 \) ખાંડના સ્ફટિકો હોય.
In simple words: ખાંડનું વજન અને તેમાં રહેલા સ્ફટિકોની સંખ્યા સીધા પ્રમાણમાં હોય છે. જો 2 કિગ્રા ખાંડમાં \( 9 \times 10^6 \) સ્ફટિકો હોય, તો 5 કિગ્રા ખાંડમાં \( 2.25 \times 10^7 \) સ્ફટિકો અને 1.2 કિગ્રા ખાંડમાં \( 5.4 \times 10^6 \) સ્ફટિકો મળશે.

Exam Tip: When dealing with scientific notation, perform calculations on the numerical part and the power of 10 separately, then combine them for the final answer.

 

Question 8. રશ્મિ પાસે, 1 સેમી બરાબર 18 કિમી પ્રમાણમાપ ધરાવતો એક સડકનો નકશો છે. જો તે આ સડક પર 72 કિમીનું અંતર કાપે છે, તો તેના દ્વારા કાપેલ અંતર નકશામાં કેટલું દર્શાવ્યું હોય?
Answer: અહીં રોડ ઉપર ખરેખર કપાતું અંતર વધે, તો નકશામાં રજૂ થતું અંતર પણ વધે છે. તેથી સીધું પ્રમાણ છે.

રોડ ઉપર ખરેખર કપાતું અંતર (કિમીમાં)નકશામાં રજૂ થતું અંતર (સેમીમાં)
181
72?
અહીં \( x_1 = 18 \) કિમી, \( y_1 = 1 \) સેમી, \( x_2 = 72 \) કિમી, \( y_2 = ? \)
\( \frac{x_1}{y_1} = \frac{x_2}{y_2} \)
\( \implies \frac{18}{1} = \frac{72}{y_2} \)
\( \implies y_2 = \frac{72 \times 1}{18} \)
\( \implies y_2 = 4 \)
આમ, નકશામાં દર્શાવેલું અંતર 4 સેમી હોય.
In simple words: જો નકશામાં 1 સેમી 18 કિમી બરાબર હોય, તો રશ્મિએ કાપેલ 72 કિમીના અંતરને નકશામાં 4 સેમી તરીકે બતાવવામાં આવશે.

Exam Tip: Scale problems are always direct proportion. Set up the ratio of "map distance / actual distance" or vice versa, and keep it consistent for both sets of values.

 

Question 9. એક ઊંચા શિરોલંબ થાંભલાના પડછાયાની લંબાઈ 3 મીટર 30 સેમી છે. આ જ સમયે
(i) 10 મીટર 50 સેમી ઊંચા થાંભલાના પડછાયાની લંબાઈ શોધો.
(ii) 5 મીટર લંબાઈનો પડછાયો હોય તેવા થાંભલાની ઊંચાઈ શોધો.

Answer: થાંભલાની ઊંચાઈ જેમ વધે છે તેમ પડછાયાની લંબાઈ પણ વધે છે. તેથી અહીં સીધું પ્રમાણ છે.
નોંધ: 5 મીટર 60 સેમી = 560 સેમી અને 3 મીટર 20 સેમી = 320 સેમી એ આધારભૂત માપ છે.
(i) 10 મીટર 50 સેમી ઊંચા થાંભલાના પડછાયાની લંબાઈ શોધો.

થાંભલાની ઊંચાઈથાંભલાના પડછાયાની લંબાઈ
5 મીટર 60 સેમી = 560 સેમી3 મીટર 20 સેમી = 320 સેમી
10 મીટર 50 સેમી = 1050 સેમી?
અહીં \( x_1 = 560 \), \( y_1 = 320 \), \( x_2 = 1050 \), \( y_2 = ? \)
\( \frac{x_1}{y_1} = \frac{x_2}{y_2} \)
\( \implies \frac{560}{320} = \frac{1050}{y_2} \)
\( \implies y_2 = \frac{1050 \times 320}{560} \)
\( \implies y_2 = 600 \) સેમી
આમ, પ્રતિકૃતિમાં કૂવાસ્તંભની ઊંચાઈ 600 સેમી છે.
(ii) 5 મીટર લંબાઈનો પડછાયો હોય તેવા થાંભલાની ઊંચાઈ શોધો.
શિરોલંબ થાંભલાની ઊંચાઈથાંભલાના પડછાયાની લંબાઈ
560 સેમી320 સેમી
?5 મીટર = 500 સેમી
અહીં \( x_1 = 560 \), \( y_1 = 320 \), \( x_2 = ? \), \( y_2 = 500 \)
\( \frac{x_1}{y_1} = \frac{x_2}{y_2} \)
\( \implies \frac{560}{320} = \frac{x_2}{500} \)
\( \implies x_2 = \frac{560 \times 500}{320} \)
\( \implies x_2 = 875 \) સેમી
\( \implies x_2 = 8.75 \) મીટર
આમ, શિરોલંબ થાંભલાની ઊંચાઈ 8.75 મીટર એટલે કે 8 મીટર 75 સેમી હોય.
In simple words: થાંભલાની ઊંચાઈ અને તેના પડછાયાની લંબાઈ સીધા પ્રમાણમાં હોય છે. (i) જો 560 સેમી ઊંચા થાંભલાનો પડછાયો 320 સેમી હોય, તો 1050 સેમી ઊંચા થાંભલાનો પડછાયો 600 સેમી (6 મીટર) થશે. (ii) જો પડછાયાની લંબાઈ 500 સેમી (5 મીટર) હોય, તો થાંભલાની ઊંચાઈ 875 સેમી (8.75 મીટર) થશે.

Exam Tip: Always convert all measurements to a common unit (e.g., centimeters) before starting calculations to avoid errors in direct proportion problems.

 

Question 10. એક ભારવાહક ખટારો 25 મિનિટમાં 14 કિમી અંતર કાપે છે. આ જ ઝડપે ગતિ કરે તો 5 કલાકમાં કેટલું અંતર કાપશે?
Answer: અહીં જેમ સમય વધે તેમ ખટારો વધુ અંતર કાપે, માટે સીધું પ્રમાણ છે.
નોંધ: 5 કલાક = \( 5 \times 60 \) મિનિટ = 300 મિનિટ.

અંતર (કિમીમાં)સમય (મિનિટમાં)
1425
?5 કલાક = 300
અહીં \( x_1 = 14 \), \( y_1 = 25 \), \( x_2 = ? \), \( y_2 = 300 \)
\( \frac{x_1}{y_1} = \frac{x_2}{y_2} \)
\( \implies \frac{14}{25} = \frac{x_2}{300} \)
\( \implies x_2 = \frac{14 \times 300}{25} \)
\( \implies x_2 = 168 \)
ખટારો 168 કિમી અંતર કાપશે.
In simple words: એક ખટારો 25 મિનિટમાં 14 કિમી ચાલે છે. જો તે આ જ ઝડપે ચાલે, તો 5 કલાકમાં (એટલે કે 300 મિનિટમાં) તે કેટલું અંતર કાપશે તે શોધવા માટે સીધા પ્રમાણનો ઉપયોગ કરીએ, જે 168 કિમી આવે છે.

Exam Tip: Before performing calculations, always ensure that all units of time (or any other quantity) are consistent. Convert all to minutes or hours as appropriate.

Free study material for Mathematics

Step-by-Step Textbook Answers: Class 8 Mathematics Chapter 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ

Textbook Solutions for Class 8 Mathematics Chapter 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ

Explore reliable textbook solutions for Chapter 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ tailored for Class 8 learners. Utilizing these complete exercise answers ensures your preparation aligns exactly with official GSEB standards for Mathematics.

Mastering Theoretical and Practical Questions

Each solution includes detailed reasoning to foster genuine comprehension of Chapter 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ concepts. Reviewing these step-by-step breakdowns allows learners to master both analytical and descriptive questions expected in school evaluations.

Effective Self-Study and Homework Assistance

Consistent practice with these solution guides cultivates faster problem-solving habits and clearer logical structuring. For a complete preparation experience, pair these textbook answers with our dedicated revision notes and sample papers for Class 8 Mathematics.

FAQs

Where can I find the latest GSEB Class 8 Maths Solutions Chapter 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ Exercise 13.1 for the 2026-27 session?

The complete and updated GSEB Class 8 Maths Solutions Chapter 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ Exercise 13.1 is available for free on StudiesToday.com. These solutions for Class 8 Mathematics are as per latest GSEB curriculum.

Are the Mathematics GSEB solutions for Class 8 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 8 Maths Solutions Chapter 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ Exercise 13.1 as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Mathematics concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 8 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 8 Maths Solutions Chapter 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ Exercise 13.1 will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 8 Maths Solutions Chapter 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ Exercise 13.1 in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 8 Mathematics. You can access GSEB Class 8 Maths Solutions Chapter 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ Exercise 13.1 in both English and Hindi medium.

Is it possible to download the Mathematics GSEB solutions for Class 8 as a PDF?

Yes, you can download the entire GSEB Class 8 Maths Solutions Chapter 13 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ Exercise 13.1 in printable PDF format for offline study on any device.