GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 1 ઇચ્છાકાકા

Download GSEB Solutions for Class 8 Gujarati Chapter 01 ઇચ્છાકાકા

Explore reliable textbook solutions for Chapter 01 ઇચ્છાકાકા tailored for Class 8 learners. Utilizing these Gujarati answers ensures thorough preparation and strengthens foundational knowledge before final GSEB evaluations.

Access GSEB Solutions and Answers

View or download the dedicated Chapter 01 ઇચ્છાકાકા solution resource below. Engaging with these textbook answers under focused study conditions ensures continuous academic progress and mastery of the 2026-27 curriculum for Gujarati.

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:

Question 1. જાનૈયાઓએ ગોદડાં – લૂંટ શા માટે ચલાવી?
Answer: જાનૈયાઓને દરબારગઢમાં રહેવાની જગ્યા આપી હતી. ખૂબ ઠંડી હતી તેમ છતાં જાનમાં આવેલા પચાસ માણસ વચ્ચે સાવ પાપડ જેવી પાતળી ત્રીસ ગોદડી વેવાઈએ આપી હતી. આટલી ગોદડીમાં પચાસ માણસને ક્યાંથી પૂરતી પડે? આથી અતિશય ઠંડીમાં ઠૂંઠવાવું ન પડે એટલે જાનૈયાઓએ ગોદડાંની લૂંટ ચલાવી.
In simple words: જાનૈયાઓને ઓછાં ગોદડાં મળ્યાં, અને ઠંડી ખૂબ હતી, તેથી તેમને ગોદડાં લૂંટી લીધાં.

Exam Tip: જ્યારે કોઈ ક્રિયાનો હેતુ પૂછવામાં આવે ત્યારે કારણ સ્પષ્ટ રીતે જણાવો.

 

Question 2. વરરાજા સાથે આવેલા યુવાવર્ગ ઇચ્છાકાકાને હેરાન કરવાનું શા માટે નક્કી કર્યું?
Answer: ઇચ્છાકાકા વરના બાપ હોય એમ વરરાજા સાથે આવેલા યુવાવર્ગ પર પોતાનો પ્રભાવ બતાવતા હતા. જેતલસરના જંક્શન પર ચા મોંઘીદાટ હોય, વેવાઈને માંડવે જઈને ચા પીશું' એમ કહીને આખી જાનને તેમણે ચા વિનાની રાખી હતી. આથી ગુસ્સે ભરાયેલા યુવાવર્ગે ઇચ્છાકાકાને હેરાન કરવાનું તય કર્યું.
In simple words: ઇચ્છાકાકાએ ચા ન પીવા દઈને યુવાનોને હેરાન કર્યા હતા, એટલે યુવાનોએ તેમને પાઠ ભણાવવા માટે હેરાન કરવાનું નક્કી કર્યું.

Exam Tip: પાત્રોના સ્વભાવ અને તેમની ક્રિયાઓ પાછળના કારણોને ધ્યાનથી સમજો.

 

Question 3. જાનમાં આવેલા યુવાનોની ધિગામસ્તી અને ઠઠ્ઠામશ્કરી વર્ણવો.
Answer: જાનમાં આવેલા યુવાનોએ બબ્બે ગોદડાં બગલમાં છુપાવીને ઉતારાના મનપસંદ ખૂણામાં મૂકી દીધાં. ખૂબ ઠંડીમાં ઠૂંઠવાવું ન પડે એ માટે તેમણે ગોદડાંની લૂંટ ચલાવી. તેમને જમવાનો કોઈ રસ નહોતો, પણ ગાદલાં-ગોદડાં સંભાળવાની ચિંતા હતી. આથી ખાધું ન ખાધું કરીને સીધા ઉતારે આવીને તે પોતપોતાના ડબલ ગોદડાં ઓઢીને સૂઈ ગયા અને નાક ઘરડધરડ બોલાવા લાગ્યા. ઇચ્છાકાકા રાતના ત્રણના ટકોરે આવ્યા ત્યારે તેમના માટે સુવાની જગ્યા રહી નહોતી અને એક પણ ગોદડું બચાવ્યું નહોતું. ઇચ્છાકાકા ઠંડીમાં કેવા હેરાન થાય છે એ જોવા તેઓ સૂતા જ નહિ. ગોદડાંમાં મોં સંતાડીને તેઓ મૂછમાં હસતા હતા.
In simple words: યુવાનોએ બબ્બે ગોદડાં લઈને પોતાના મનગમતા ખૂણામાં મૂક્યા. તેમને જમવા કરતાં ગોદડાંની ચિંતા વધુ હતી. તેઓ ખાલી ગોદડાં ઓઢીને સૂઈ ગયા, જેથી ઇચ્છાકાકાને ઠંડીમાં હેરાન થતા જોઈને ખુશ થઈ શકે.

Exam Tip: વાર્તાના પ્રસંગોનું વર્ણન કરતી વખતે, પાત્રોની ભાવનાઓ અને તેમના કાર્યોને સ્પષ્ટ રીતે રજૂ કરો.

 

Question 4. ઇચ્છાકાકાની હેડકી ક્યારે બેસી ગઈ?
Answer: ઇચ્છાકાકાને રાત્રે સુવા માટે એક પણ ગોદડું મળ્યું નહોતું. આથી તેમણે એક નવો વિચાર અજમાવ્યો. તેમણે પોતાની બાજુમાં સુતેલા એક માણસના વાંસા ઉપરનું પહેરણ ઊંચું કરીને ત્યાં પોતાની જીભ ફેરવી. આથી પેલાને એમ લાગ્યું કે વાંસામાં કૂતરું કરડી ગયું છે. ઇચ્છાકાકાને હેડકી ઊપડી હોય એમ તેઓ અવાજ કરવા લાગ્યા. આથી ગભરાઈને તે બહાર નીકળી ગયો. ઇચ્છાકાકાની હેડકીનો અવાજ સાંભળી બીજો યુવાન પણ હળવેકથી ગોદડું ખસેડીને ઊભો થયો. એક અનુભવીએ યુવાનોને કહ્યું કે હડકવા ઊપડેલા દરદીને માથે ગોદડાં નાખી દઈએ તો એના ભારથી દરદી ઊભો ન થઈ શકે અને બીજા કોઈને કરડે નહિ. આથી સૌએ પોતપોતાનાં ગોદડાં ઇચ્છાકાકાને ઓઢાડી દીધાં. તેનાથી ઇચ્છાકાકાને હૂંફ મળી, એટલે તેમની હેડકી બેસી ગઈ.
In simple words: ઇચ્છાકાકાએ હેડકી આવ્યાનો ઢોંગ કર્યો અને એક યુવાનના વાંસા પર જીભ ફેરવી. યુવાનોને લાગ્યું કે તેમને હડકવા થયો છે, તેથી તેમણે તેમને ઘણાં ગોદડાં ઓઢાડ્યા. ગરમી મળતાં તેમની હેડકી બંધ થઈ ગઈ.

Exam Tip: વાર્તાના મુખ્ય વળાંક કે ઘટનાઓનો ક્રમ યાદ રાખો અને તેમને યોગ્ય રીતે રજૂ કરો.

ઇચ્છાકાકા Summary in Gujarati

ઇચ્છાકાકા પાઠપરિચય

ચુનીલાલ મડિયા [જન્મ ઈ. સ. 1922, મૃત્યુઃ ઈ. સ. 1968]

‘ઇચ્છાકાકા’ હાસ્યપ્રધાન નવલિકા છે. લેખકે ઇચ્છાકાકાને ‘વરના બાપ’ તરીકે દર્શાવ્યા છે. ઇચ્છાકાકાનો સ્વભાવ જ એવો છે કે તે સૌની નજરમાં મીઠી ઈર્ષાનું કારણ બને છે. શિયાળાની ભારે ઠંડીમાં લગ્ન થયા હતા.

જાનૈયાઓને ઠંડીથી રક્ષણ મળે એ માટે વધારે ગોદડાં અને ઓઢવાનાં મળે એ જરૂરી બન્યું હતું, પણ મેળવવાં શી રીતે? એ માટે યુવાવર્ગે લગ્નમાં મોડે સુધી હાજર રહેવાની તમામ જવાબદારી કોઈને ખબર ન પડે એ રીતે ઇચ્છાકાકાને આપી દીધી.

પછી તેઓ વેવાઈએ આપેલા ઉતારે ગયા અને ત્યાં ગોદડાં અને ઓઢવાનાં લઈ લેવાના અને વધુમાં વધુ સાધનો પોતાની પાસે રાખવાના કામે લાગી ગયા. આ કામગીરી કરી રહેલા યુવાનોની ધમાલ અને ઠઠ્ઠામશ્કરીનું સુંદર શબ્દચિત્ર બનાવીને લેખકે તેમાંથી હાસ્ય ઊભું કર્યું છે.

ઇચ્છાકાકા શબ્દાર્થ

  • જાનૈયા – પરણવા જતા વરની જાનમાં આવેલાં સગાંવહાલાં, સંબંધીઓ, મિત્રો વગેરે.
  • જાનીવાસો – જાનનો ઉતારો.
  • હલ્લો – હુમલો, ધસારો.
  • આકરી – અત્યંત, ખૂબ.
  • પાગરણ – પથારીનો સામાન, હિમ
  • પડવું – અતિશય ઠંડી પડવી.
  • ભોગજોગે – નસીબવશ.
  • ઝળુંબવું – ઝૂકવું.
  • કાતિલ – કતલ કરે એવું, ઘાતક.
  • સામૈયું – (અહીં) વાજતે-ગાજતે વરરાજા અને જાનને સામે લેવા જવું.
  • ભવ એકની વાર – ઘણો સમય.
  • સંઘરવું – એકઠું કરવું.
  • સૂંઠવાવું – ઠંડીથી અકડાઈ જવું, પૂજવું.
  • રુખાઈ – રોષ.
  • રખડાવવું – (અહીં) ટટળાવવું.
  • જડ્યાંતા ખરા જાનૈયા – જબરા મળ્યા હતા જાનૈયા.
  • કોપ – કપ. મોંઘીદાટ ખૂબ મોંધી.
  • ભૂ જેવી – પાણી જેવી પાતળી.
  • વરબેઢિયું – (વરબેડું) કુમારિકાને માથે બેડું કે કળશ મૂકી વરને વધાવવાની એક વિધિ.
  • લોભ – લાલચ, (અહીં) ઇચ્છા.
  • ઓડકાર – ડકાર. લવો – લગ્નપ્રસંગે પરણવા આવેલા વર અને જાનૈયાઓને મોકલવામાં આવતો કંસાર.
  • પડકારવું – લલકારવું, આહ્વાન આપવું.
  • ડિલ – શરીર.
  • હૂંફ – ઉખા, ગરમાવો.
  • લાપશી – વરને કન્યાપક્ષ તરફથી મોકલાતો કંસાર.
  • દાબીને ખાવું – પુષ્કળ ખાવું.
  • અટાણમાં – અત્યારમાં.
  • ધારણ – ગાઢ નિંદ્રા.
  • છાબ – વાંસની ટોપલી.
  • પાગરણ – પથારી.
  • અંતરિયાળ – (અહીં) તરત, તત્કાળ.
  • પટાવાળો – મજૂર.
  • વાંઝ – ઠુમ્મ.
  • ભાઈશાબ – ભાઈસાહેબ.
  • સામટાં – સામુદાયિક, થોકબંધ, (અહીં) બધાં.
  • માણહ – માણસ.
  • વાંધો – વિરોધ, તકરાર, ફરિયાદ.
  • શહેનશાહ – બાદશાહ, રાજા.
  • માંડવિયા – કન્યાપક્ષના માણસો.
  • પીરસણિયા – રસોઈ પીરસનારા માણસો.
  • ચોકો સાફ કરવો – ભોજન કર્યા પછી એ સ્થાનને પાણીથી ધોઈ નાખવું.
  • વરઘોડો – પરણવા જતા વરની સવારી.
  • સાફો માથે બંધાતી પાઘડી, ફેંટો.
  • ફીંડલું – વાળેલો વીંટો.
  • છોગું – પાઘડીનો લટકતો છેડો.
  • સુમાર – આશરે, (અહીં) સમય.
  • અણવર – વરની સાથે રહેનાર સાથી (ઘણું કરીને વરનો બનેવી અણવર બનતો હોય છે.).
  • લૂણ ઉતારનાર – બલા કે પીડા દૂર કરવા નાની ટબુડીમાં મીઠાના ગાંગડા નાખી એને વરરાજાના માથા પર ફેરવનાર.
  • હથેવાળો – વરકન્યાના હસ્તમેળાપની વિધિ, પાણીગ્રહણ.
  • વઢી પડવું – ઝઘડી પડવું.
  • સમાધાન – સુલેહ, પતાવટ.
  • કન્યાદાન – કન્યાને વિધિવત્ પરણાવવી, કન્યાને અપાતી પહેરામણી.
  • ચોરી – વરકન્યા પરણવા બેસે તે મંડપ, માંહ્યરું.
  • ખોડવું – રોપવું.
  • ટાઢ કહે કે મારું કામ – પુષ્કળ ઠંડી.
  • બંડી ચડાવવી – બંડી પહેરવી.
  • ઠાર - ઠંડી.
  • વાંસો – બરડો, પીઠ.
  • અઢેલવું – ટેકો દેવો.
  • ટાણે – સમયે.
  • સોડ – પગથી માથા સુધી ઓઢવું.
  • ઝડપવું – પકડવું.
  • મોટપણું – મોટપ.
  • હેઠું – નીચે.
  • મોખરે – આગળ.
  • વરઘોડિયાં – નવદંપતી.
  • કિટ્સન લાઈટ – ગેસથી બળતો દીવો.
  • બીડું – (અહીં) વરપક્ષ તરફથી કન્યાપક્ષની સ્ત્રીઓને આપવામાં આવતો લાગો.
  • ગોત્રજ – ગોત્રજ, કુળદેવતા.
  • હવાલો – કબજો, (અહીં) જવાબદારી.
  • છેઠ – છેક.
  • નકોરડો – કશું ખાધા વિનાનો ઉપવાસ.
  • થાકોડો – થાક. કડકડતું – નવુંનકોર.
  • બસ્કી – એક પ્રકારનું રેશમી કાપડ.
  • સોતું – સહિત, સાથે.
  • માનાઈ – વેતન લીધા વગર કામ કરનારું, માનદ.
  • પોણું – ત્રણ ચતુર્થાંશ.
  • કબજો – (અહીં) થેલી.
  • લુણાગરી – લૂણ ઉતારનારી.
  • ફંફાડા નાખતી – ઝળહળતી.
  • ડિન – શરીર.
  • સાંકડેમોકળે – સંકોડાઈને.
  • સમાસ – સમાવું તે, સમાવેશ.
  • હાલશે – ચાલશે.
  • નવાબજાદો – નવાબનો પુત્ર.
  • વિઝણો – પંખો.
  • વહ્યો ગયો – ચાલ્યો ગયો.
  • તોડ – નિકાલ.
  • પોલાણ – બખોલ.
  • ઉભડક – અધું ઊભું, નિરાંત વગર બેઠેલું.
  • એકથરાં – એક થરવાળા.
  • ખપેડો – ઉપરનું છાપરું.
  • ઠાર – ઠંડી.
  • તુક્કો – મનનો તરંગ.
  • ભડકવું – ડરવું, ચોંકવું.
  • ઘંટી – પગના પંજા પાસે હાડકાનો ઉપસેલો ભાગ.
  • હેડકી – એડકી, વાધણી, ભારે શ્વાસનું ડચકું.
  • ત્રુટક – તૂટક, વચ્ચે વચ્ચે ટુકડા પાડીને.
  • શ્રોતું - પેનું.
  • બીજો મા – બીશો નહિ, ડરશો નહિ.
  • ગોળો – માટીનો કે પિત્તળનો ઘડો.
  • લબરકી – જીભને લબૂક લબૂક બહાર કાઢવી.
  • કળશો – કળશ, લોટો. પાડ – ઉપકાર.
  • બટકું – બચકું.
  • ટાંટિયો – પગ.
  • બંગણ – ગાડામાં પાથરવાની મોદ.
  • હરમાન – હનુમાનજી, બાધા – માનતા, આખડી.
  • ધામ – ગરમી, બફારો, ઉકળાટ.
  • બારો – (ઓરડાની) બહાર.
  • ગુસપુસ – છાની વાત.
  • હડકવા – કૂતરાં અને શિયાળને થતો એક ઝેરી
  • વાત – રોગ, માણસને એવો કૂતરો કરડે તો એ પણ હડકાયો થઈ જાય.
  • આભડવું – (અહીં) કરવું.
  • રામકહાણી – વીતકકથા, દુઃખની કહાણી.
  • પાંગત – પથારી કે ખાટલાનો પગ તરફનો ભાગ.
  • ખોડવું – ઝાડનું થડિયું.

ઇચ્છાકાકા રૂઢિપ્રયોગ

  • ઊંટ મારવું પડે – રણમાં પાણી ન હોય અને તરસ લાગી હોય ત્યારે ઊંટના પેટને ચીરી એમાંથી પાણી કાઢવું પડે.
  • હલ્લો લઈ જવો – ધસારો કરવા ટોળામાં જવું.
  • રીગડી કરવી – હેરાન કરવું.
  • આડી જીભ વાવવી – અવરોધ ઊભો કરવો, ના પાડવી.
  • સોડ તાણવી – આખા શરીરે ઓઢીને સૂઈ જવું.
  • તોરણ છબી આવવું માંડવે જઈને વરરાજાએ તોરણને સ્પર્શ કરવાની વિધિ કરવી.
  • ખાધું ન ખાધું કરવું – જેમતેમ જમી લેવું.
  • ઊંચે જીવે આવવું – બેચેનીથી આવવું.
  • હૂંફ આપવી – ગરમાટો આપવો.
  • પચાવી પાડવું – બથાવી પાડવું.
  • ધારણ વળી ગયું – ગાઢ નિદ્રા આવી ગઈ.
  • જીવ ખાવો – કંટાળો આપવો, થકવી દેવા.
  • હેઠું જોવું – નીચાજોણું કરવું.
  • હવાલો સોંપવો – જવાબદારી સોંપવી.
  • સોદરી વળવી – સંતોષ થવો, તૃપ્તિ થવી.
  • થાકીને ટે થઈ જવું – ખૂબ થાક લાગવો.
  • રાત ભાંગવી – રાત પૂરી થવી.
  • ઢળી પડવું – ખૂબ થાકથી ગબડી પડવું.
  • પાંસળાં વીંધી નાખે એવી છાતીના હાડકાંમાં સોંસરવી ઊતરી જાય એવી (ઠંડી).
  • પગલાંનો જ પસાર થવો.
  • તોડ કરવો – હાડકાંના સાંધા દુખવા.
  • તુક્કો અજમાવવો – (અહીં) ઉપાય કરી જોવો.
  • કળી શકવું – જાણી ન શકવું.
  • દાઢ બેસારવી – બચકું ભરવું.
  • હડકાયું કૂતરું આભડવું – હડકાયું કૂતરું કરડી જવું.
  • લબરથી શરૂ થવી – નકામો બડબડાટ શરૂ થવો.
  • મૂછમાં હસવું – મજાક કરવી.

ઇચ્છાકાકા કહેવતા

  • તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસાય છે? – સંકટ આવી પડે ત્યારે ઉપાય શોધવાથી શું વળે?

Free study material for Gujarati

GSEB Solutions for Class 8 Gujarati Chapter 01 ઇચ્છાકાકા

Textbook Solutions for Class 8 Gujarati Chapter 01 ઇચ્છાકાકા

Review comprehensive exercise answers for Class 8 Gujarati Chapter 01 ઇચ્છાકાકા. Fully updated to match current GSEB syllabus guidelines, these textbook solutions help students verify their work and maintain accurate study notes.

Mastering Theoretical and Practical Questions

Beyond providing final answers, these guides offer step-by-step breakdowns for complex queries in the Class 8 Gujarati module. This approach helps students balance theoretical depth with practical problem-solving skills required for GSEB exams.

Effective Self-Study and Homework Assistance

Frequent review of these structured answers builds strong analytical capabilities and response efficiency. Maximize your academic readiness by combining these textbook solutions with our curated study materials and mock evaluations for Class 8 Gujarati.

FAQs

Where can I find the latest GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 1 ઇચ્છાકાકા for the 2026-27 session?

The complete and updated GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 1 ઇચ્છાકાકા is available for free on StudiesToday.com. These solutions for Class 8 Gujarati are as per latest GSEB curriculum.

Are the Gujarati GSEB solutions for Class 8 updated for the new 50% competency-based exam pattern?

Yes, our experts have revised the GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 1 ઇચ્છાકાકા as per 2026 exam pattern. All textbook exercises have been solved and have added explanation about how the Gujarati concepts are applied in case-study and assertion-reasoning questions.

How do these Class 8 GSEB solutions help in scoring 90% plus marks?

Toppers recommend using GSEB language because GSEB marking schemes are strictly based on textbook definitions. Our GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 1 ઇચ્છાકાકા will help students to get full marks in the theory paper.

Do you offer GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 1 ઇચ્છાકાકા in multiple languages like Hindi and English?

Yes, we provide bilingual support for Class 8 Gujarati. You can access GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 1 ઇચ્છાકાકા in both English and Hindi medium.

Is it possible to download the Gujarati GSEB solutions for Class 8 as a PDF?

Yes, you can download the entire GSEB Class 8 Gujarati Textbook Solutions Chapter 1 ઇચ્છાકાકા in printable PDF format for offline study on any device.